Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 23

 

Page 243 of 438
PDF/HTML Page 261 of 456
single page version

background image
મીઠી જુઠી વાતની,
સંકલના હે નવિ જાણે બાલ કે;
બોલ અમોલ કરે પિતા,
જગમાંહી હે તું લીલ ભૂપાલ કે.....સીમંધર૦
સ્વરૂપ નિર્મળ વધારસ્યો,
સેવકને હે તું વાછ્યું દેઈ દાન કે;
ભક્તિવશે કહે બાલ એ,
ભક્તવચ્છલ હે બિરૂદ સુણ્યો કાન રે.....સીમંધર૦
શ્રી સીમંધરનાથસ્તવન
હાંરે મ્હારે સીમંધર જિનશું લાગી પૂરણ પ્રીત જો,
સાહિબજીની સેવા ભવદુઃખ ભાંજશેરે લોલ;
હાંરે જિન પ્રતિમા જિનવર સરખી દિલમાં જોય જો,
ભક્તિ કરતાં પ્રભુજી ખૂબ નિવાજશેરે લોલ.
હાંરે જેને જોતાં લાધ્યો રત્ન ચિંતામણિ હાથ જો,
તેહને રે મૂકીને કુણ ગ્રહે કાચનેરે લોલ;
હાંરે જેને હૈડે લાગી પ્રભુજી શું રઢજો,
તેહને મન બીજાનો સંગ નવી ગમે રે લોલ.
હાંરે જે પામ્યા પરિમલ પ્રીતે અમૃતપાન જો,
ખારૂં જલ તે પીવા કહો કુણ મન કરે રે લોલ;

Page 244 of 438
PDF/HTML Page 262 of 456
single page version

background image
હાંરે જે ઘરમાં બેઠા પામ્યા લખમી જોર જો,
ધનને કાજે દેશ દેશાંતર કોણ ફરે રે લોલ.
હાંરે જેણે સેવ્યા પૂરણ ચિત્તે અરિહંત દેવ જો,
તેહનારે મનમાંહે કેમ બીજા ગમે રે લોલ;
હાંરે એ તો દોષ રહિત નિષ્કલંકી ગુણ ભંડાર જો,
મનડું રે અમારૂં પ્રભુ સાથે રમે રે લોલ.
હાંરે મુને મલિયા પૂર્ણ ભાગ્યે સીમંધરનાથ જો,
દેખીને હું હરખ્યો તન મન રંજિયોરે લોલ;
હાંરે એ તો દોલતદાયી પ્રભુજીનો દેદાર જો,
મેં તો જોતાં પ્રભુને કર્મદલ ગંજીયો રે લોલ.
શ્રી સીમંધરદેવસ્તવન
શ્રી સીમંધર સ્વામીજીને, કરૂં રે પ્રણામ;
મૂરતિ સુરતિ નિરખી હરખ્યો, માહરો આતમરામ...
મારા સુખના હો ઠામ, મીઠી આંખે દેખત મોરી ભાવઠ ગઈ.
અચરજ તારી વાર્તામાં, થયો રે કરાર;
મૂઢ પણે વિસારી મૂકી, નવિ કીધો નિરધાર....મારા૦
અવગુણ મુજમાં છે ઘણા, પણ સાહેબ ન આણો મન;
લોક કલંકી થાપિઓ, પણ શશી હર રાખ્યો તન....મારા૦
ભવમાં ભમતાં જોઈઓ, મેં તુમ્હ સરીખો દેવ,
દીઠો નહિ તેણે કારણે મેં, નિશ્ચે કરવી સેવ.....મારા૦

Page 245 of 438
PDF/HTML Page 263 of 456
single page version

background image
જ્ઞાનાનંદ પદ તેં દીયો, મહેર કરી મહારાજ;
એટલો દિન લેખે થયો ને, સફળ થયો ભવ આજ......મારા૦
શ્રી વીર જિનસ્તવન
(દુર્લભભવ લહી દોહીલો એરાગ)
આજ સફળ દિન માહરો એ, ભેટ્યો વીર જિણંદ કે;
ત્રિભુવનનો ધણી એ.
ત્રિશલારાણીનો નંદ એ કે, જગ ચિંતામણિનાથ; ત્રિ૦
દુઃખ દોહગ દૂરે ટળ્યાં એ, પેખી પ્રભુ મુખચંદ કે....ત્રિ૦
રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા એ, ઉલટ અંગે ન માય કે; ત્રિ૦
આવી મુજ ઘર આંગણે એ, સુરગવિ હેજ સવાય કે. ત્રિ૦
ચિંતામણિ મુજ કર ચઢ્યું એ, પાયો ત્રિભુવનરાજ કે; ત્રિ૦
મુહ માંગ્યા પાસા ઢળ્યાં એ, સિધ્યાં વંછિત કાજ કે. ત્રિ૦
ચિત્ત ચાહ્યા સાજન મિળ્યા એ, દુરજન ઉડ્યા વાય કે; ત્રિ૦
સૌમ્ય નજર પ્રભુની લહીએ, જેહવી સુરતરુ છાંય કે. ત્રિ૦
તેજ ઝલાહલ દીપતો એ, ઊગ્યો સમકિત સૂર કે ત્રિ૦
શ્રી દેવગુરુરાજનો એ ભક્ત લહે સુખપૂર કે. ત્રિ૦
૧. કામધેનુ ગાય. ૨. સમકિતરૂપી સૂર્ય.

Page 246 of 438
PDF/HTML Page 264 of 456
single page version

background image
શ્રી સીમંધર જિનસ્તવન
(ૠષભ જિણંદશું પ્રીતડીએ દેશી)
શ્રી સીમંધર સાહિબા,
સુણો સંપ્રતિ હો ભરતક્ષેત્રની વાત કે;
અરિહા કેવલી કો નહિ,
કેને કહિયે હો મનના અવદાત કે.....શ્રી સીમંધર૦
ઝાઝું કહેતાં જુગતું નહિ,
તુમ સોહે હો જગ કેવલનાણ કે;
ભૂખ્યાં ભોજન માગતાં,
આપે ઉલટ હો અવસરના જાણ કે.....શ્રી સીમંધર૦
કહેશ્યો તુમ જુગતા નહિ,
જુગતાને હો વળી તારે સાંઈ કે;
યોગ્ય જનનું કહેવું કિશ્યું,
અલ્પશક્તિવંતને હો તારો ગ્રહી બાંહી કે.....શ્રી સીમંધર૦
થોડું હી અવસરે આપીએ,
ઘણાની હો પ્રભુ છે પછી વાત કે;
પગલે પગલે પાર પામીયે,
પછી લહીયે હો સઘળા અવદાત કે.....શ્રી સીમંધર૦
મોડું વહેલું તમે આપશો,
બીજાનો હો હું ન કરું સંગ કે;

Page 247 of 438
PDF/HTML Page 265 of 456
single page version

background image
શ્રી સીમંધરપ્રભુ શિષ્યનો,
રાખીજે હો પ્રભુ અવિચલ રંગ કે.....શ્રી સીમંધર૦
શ્રી સીમંધર જિનસ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુઝએ દેશી)
સાચો હો પ્રભુ સાચો તું વીતરાગ,
જાણ્યો હો પ્રભુ જાણ્યો મેં નિશ્ચે કરીજી;
કાચો હો પ્રભુ કાચો મોહ જંજાળ,
છાંડી હો પ્રભુ છાંડી તેં સમતા ધરીજી.
સેવે હો પ્રભુ સેવે દેવની કોડી,
જોડી હો પ્રભુ જોડી નિજ કર આગલેજી;
દેવે હોં પ્રભુ દેવે ઇંદ્રની નાર,
દ્રષ્ટિ હો પ્રભુ દ્રષ્ટિ તુઝ ગુણ રાગલેજી.
ગાવે હો પ્રભુ ગાવે કિન્નરી ગીત,
ઝીણે હો પ્રભુ ઝીણે રાગે રસ ભરીજી;
બોલે હો પ્રભુ બોલે ખગ યશવાદ,
ભાવે હો પ્રભુ ભાવે મુનિ ધ્યાને ધરીજી.
સોહે હો પ્રભુ સોહે અતિશય રૂપ,
બેસે હો પ્રભુ બેસે કનક સિંહાસનેજી;
ગાજે હો પ્રભુ ગાજે મધુરો નાદ,
રાજે હો પ્રભુ રાજે સંઘ તુઝ શાસનેજી.

Page 248 of 438
PDF/HTML Page 266 of 456
single page version

background image
તું તો હો પ્રભુ તું તો તાહરે રૂપ,
ભુંજે હો પ્રભુ ભુંજે સંપદ આપણીજી;
નાઠી હો પ્રભુ નાઠી કર્મ તતિ દૂર,
ઉઠી હો પ્રભુ ઉઠી તુઝથી પાપણીજી.
જોવો હો પ્રભુ જોવો મુઝ એક વાર,
સ્વામી હો પ્રભુ સ્વામી સીમંધર ધણીજી;
વૃદ્ધિ હો પ્રભુ વૃદ્ધિ જ્ઞાનાદિ અપાર,
પામે હો પ્રભુ પામે શિવ લક્ષ્મી ધણીજી.
શ્રી અનંતનાથ જિનસ્તવન
(ૠષભ જિણંદસું પ્રીતડીએ દેશી)
અનંત જિણંદસું પ્રીતડી,
નીકી લાગી હો અમૃતરસ જેમ,
અવર સરાગી દેવની,
વિષ સરીખી હો સેવા કરું કેમ.....અ૦
જિમ પદમિની મન પિઉ વસે,
નિરધનીયા હો મન ધનકી પ્રીત;
મધુકર કેતકી મન વસે,
જિમ સાજન હો વિરહીજન ચિત્ત.....અ૦
કરષણી મેઘ આષાઢ જ્યું,
નિજ વાછડ હો સુરભિ જિમ પ્રેમ;

Page 249 of 438
PDF/HTML Page 267 of 456
single page version

background image
સાહિબ અનંત જિણંદસું,
મુઝ લાગી હો ભક્તિ મન તેમ.....અ૦
પ્રીતિ અનાદિની દુઃખ ભરી,
મેં કીધી હો પર પુદ્ગલ સંગ;
જગત ભમ્યો તિણ પ્રીતસું,
સ્વાંગ ધારી હો નાચ્યો નવનવ રંગ.....અ૦
જિસકો અપના જાનીયા,
તિન દીધા હો છીનમેં અતિ છેહ;
પરજન કેરી પ્રીતડી,
મેં દેખી હો અંતે નિઃસનેહ.....અ૦
મેરા કોઈ ન જગતમેં,
તુમ છોડી હો જિનવર જગદીશ;
પ્રીત કરૂં અબ કોનસું,
તું ત્રાતા હો મોહે વિસવાવીસ.....અ૦
આતમરામ તું માહરો,
સિરસેહરો હો હૈયડાનો હાર;
દીનદયાલ કૃપા કરો,
મુઝ વેગે હો અબ પાર ઉતાર.....અ૦

Page 250 of 438
PDF/HTML Page 268 of 456
single page version

background image
શ્રી સીમંધર જિનસ્તવન
(સાહિબ અજિત જિણંદ જુહારિયેએ દેશી)
સાહિબ શ્રી સીમંધર સાહિબા,
સાહેબ તુમ પ્રભુ દેવાધિદેવ;
સનમુખ જુઓને મ્હારા સાહિબા,
સાહેબ મન શુદ્ધે કરું તુમ સેવ,
એક વાર મળોને મ્હારા સાહિબા.....૧
સાહેબ સુખ દુઃખ વાતો મ્હારે અતિ ઘણી,
સાહેબ કોણ આગળ કહું નાથ; સનમુખ૦
સાહેબ કેવળજ્ઞાની પ્રભુ જો મળે,
સાહેબ તો થાઉં હું રે સનાથ. એક વાર૦
સાહેબ ભરતક્ષેત્રમાં હું અવતર્યો,
સાહેબ ઓછું એટલું પુણ્ય; સનમુખ૦
સાહેબ જ્ઞાન વિરહ પડ્યો આકરો,
સાહેબ જ્ઞાન રહ્યું અતિ ન્યૂન. એક વાર૦
સાહેબ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે,
સાહેબ રવિ કરે તેહ પ્રકાશ; સનમુખ૦
સાહેબ તિમહીજ જ્ઞાની મળે થકે,
તે તો આપે રે સમકિત વાસ. એક વાર૦

Page 251 of 438
PDF/HTML Page 269 of 456
single page version

background image
સાહેબ મેઘ વરસે છે વાડમાં,
સાહેબ વરસે છે ગામોગામ; સનમુખ૦
સાહેબ ઠામ કુઠામ જુએ નહિ,
સાહેબ એવાં મ્હોટાનાં કામ. એક વાર૦
સાહેબ હું વસ્યો ભરતને છેડલે,
સાહેબ તુમે વસ્યા મહાવિદેહ મોઝાર; સનમુખ૦
સાહેબ દૂર રહી કરૂં વંદના,
સાહેબ ભવસમુદ્ર ઉતારો પાર. એક વાર૦
સાહેબ તુમ પાસે દેવ ઘણા વસે,
સાહેબ એક મોકલજો મહારાજ; સનમુખ૦
સાહેબ મુખનો સંદેશો સાંભળો,
સાહેબ તો સહેજે સરે મુજ કાજ. એક વાર૦
સાહેબ હું તુમ પગની મોજડી,
સાહેબ હું તુમ દાસનો દાસ; સનમુખ૦
સાહેબ તુમ સેવકની નમ્ર પ્રાર્થના,
સાહેબ મને રાખો તમારી પાસ. એક વાર૦
શ્રી શાંતિનાથસ્તવન
(દીઠી હો પ્રભુ દીઠીરાગ)
શાંતિ હો જિન શાંતિ કરો શાંતિનાથ,
અચિરા હો જિન અચિરાનંદન વંદનાજી;

Page 252 of 438
PDF/HTML Page 270 of 456
single page version

background image
કેવળ હો પ્રભુ કેવળ લહીયે દીદાર,
ભાગી હો જિન ભાગી ભાવઠ ભંજનાજી.
પ્રગટી હો જિન પ્રગટી રિદ્ધિ નિદાન,
માહરે હો જિન માહરે જસ સુરતરૂ ફળ્યો;
તોરણ હો જિન તોરણ બાંધ્યા બાર,
અભય હો જિન અભયદાન દાતા મળ્યોજી.
દાયક હો જિન દાયક દીનદયાળ,
જેહને હો જિન જેહને બોલે હુએ મુદાજી;
જિનની હો જિન જિનની વાણી મુજ,
પ્યારી હો જિન પ્યારી લાગે તે સદાજી.
ઉદયો હો જિન ઉદયો જ્ઞાનદિણંદ,
ધાઠો હો જિન ધાઠો અશુભ શુભ દિન વળ્યોજી;
મળીઓ હો જિન મળીઓ ઇષ્ટ સંયોગ,
સુંદર હો જિન સુંદરતા તન મન ભળ્યોજી.
સાખી હો જિન સાખી ઇંદ નરિંદ,
અવર હો જિન અવર અનુભવ આતમાજી;
પ્રેમે હો જિન પ્રેમે સેવક સુજાણ,
ગાયા હો જિન ગાયા ગુણ એ તાતનાજી.
૧. આનંદ.

Page 253 of 438
PDF/HTML Page 271 of 456
single page version

background image
શ્રી સીમંધર જિનસ્તવન
(લલનારાગ)
પ્રણમું પ્રેમે પ્રહ સમે, જિનવર સીમંધરનાથ ભવિયણ;
એ જગમાંહીં જોવતાં સાચો શિવપુર સાથ....
ભવિ૦ પ્રણમું૦
સુખદાયક સાહિબ મલ્યો, તો ફલ્યો સુરતરુ બાર; ભવિ૦
દેખી પ્રભુ દીદારને પામીજે ભવ પાર.....
ભવિ૦ પ્રણમું૦
નામથી નવનિધિ પામી, દરિશણ દુરિત પલાય; ભવિ૦
પ્રહ સમે પ્રેમે પ્રણમતાં, ભવભવ પાતિક જાય....
ભવિ૦ પ્રણમું૦
સુરતી એ જિનવર તણી, સાચી સુરતરુ વેલ; ભવિ૦
નિરખંતા નિત નયણશું, ઉગમે આનંદ રેલ.....
ભવિ૦ પ્રણમું૦
શાંતિ સુધારસશું ભરી, એ મૂરતિ મનોહાર; ભવિ૦
પ્રણમે જે નિત પ્રેમશું, ધન ધન તસ અવતાર.....
ભવિ૦ પ્રણમું૦
પુણ્ય હશે તે પામશે, એ જિનની નિત સેવ; ભવ૦
સકળ ગુણે કરી શોભતો, અવર ન એહવો દેવ......
ભવિ૦ પ્રણમું૦

Page 254 of 438
PDF/HTML Page 272 of 456
single page version

background image
ચરણકમળ એ પ્રભુ તણાં, સેવંતાં નિશદીસ; ભવિ૦
જ્ઞાનાનંદ તણી સંપદા, પામીયે વિસવાવીશ.....
પ્રભુ૦ પ્રણમું૦
શ્રી પદ્મ જિનસ્તવન
(રાજુલ કહે છે નાથ બોલ્યા પાળજો રેરાગ)
પદ્મ જિનેશ્વર વિનતી, મુજ મનનીજી;
વિનતી કરું વારંવાર, સુણો ભવભવનીજી.
ઘણા પુણ્યે તુમ્હ પામીયો, સુખદાતાજી;
મુખ પંકજ દીદાર, થઈ મન શાતાજી.
મેં નિશ્ચય સેતી તું ધર્યો ચિત્ત હરખેજી;
નાણુ લઈ જેમ કોઈ ખરો, નિજ પરખેજી.
કંચન કસોટી ચાટતાં ખરૂં ખોટુંજી;
તિમ તુંહી જ મુજ સ્વામી, મહાતમ મોટુંજી.
પ્રેમ ધરીને નીરખીયો, સુણ સ્વામીજી;
મીઠી મહેર કરી રે, નવનિધિ પામીજી.
શ્રી સીમંધર જિનસ્તવન
(ધરમ પરમ અરનાથનોરાગ)
સીમંધર થાસું વિનવું, વિનતિ અવધારોજી;
સેવક હું છું તાહરો, મને પાર ઉતારોજી.
સીમંધર૦

Page 255 of 438
PDF/HTML Page 273 of 456
single page version

background image
ધન્ય વિદેહનાં માનવી, નિત્ય દર્શન કરતાંજી;
પાય તુમારા સેવીને, શીવરમણી વરતાજી,
સીમંધર૦
કોટી દેવ જઘન્યથી, પ્રભુ પાસે ઠાવેજી,
એક ત્યાંથી અહીં આવતાં, દાસ દર્શન પાવેજી.
સીમંધર૦
તિહાં તો આરો સુખમો, ઇહાં દુખમો આરોજી,
પ્રભુ ચરણના રાગથી, મને લાગે એ સારોજી.
સીમંધર૦
ભરતે ક્લેશ વધી પડ્યો, વાદ સમય સ્થપાયોજી;
ભુંડી હુંડાએ દાખવ્યું સ્વેચ્છાચારી પૂજાયોજી.
સીમંધર૦
પ્રભુ રાગે હું બચી ગયો, મેં એ ફંદ નસાયોજી;
તુજ કૃપાએ આ ચિત્તમાં, આગમસાર વસાયોજી.
સીમંધર૦
જ્ઞાન ચારિત્ર મારૂં પ્રભુ, રહે સ્થિર એમ કિજોજી;
લોક હેરીમાં હું ના પડું, વરદાન એ દીજોજી.
સીમંધર૦
આવતા ભવે પ્રભુ પાદની, સેવા વ્રતયુત દીજોજી;
યથાખ્યાત મુજ આપીને, સાથે મોક્ષમાં લીજોજી.
સીમંધર૦

Page 256 of 438
PDF/HTML Page 274 of 456
single page version

background image
આત્મકમલમાં જિન! તુમે, અવિચલભાવે બિરાજોજી;
સાર સકલ મુજ આપીને, અષ્ટ કર્મોને કાપોજી.
સીમંધર૦
શ્રી સીમંધર જિનસ્તવન
(દીઠી હો પ્રભુ દીઠીરાગ)
ફળિયા હો પ્રભુ ફળિયા મનોરથ મુજ,
મળિયા હો પ્રભુ મળિયા દેવ જિનેશ્વરૂજી;
ઉજ્જ્વળ હો પ્રભુ પૃથ્વી ઉજ્જ્વળ કીધ,
પૂરણ હો પ્રભુ પૂરણ આશા સુરતરૂજી.
આપે હો પ્રભુ આપે સવિ સુખ રિદ્ધિ,
થાપે હો પ્રભુ થાપે નિજ પદ લોકનેજી;
વ્યાપે હો પ્રભુ વ્યાપે પ્રભુ ગુણ જેહ,
કાપે હો પ્રભુ કાપે તેહના શોકનેજી.
ધનધન હો પ્રભુ ધનધન તું જગમાંહિ,
મુજ મન હો પ્રભુ મુજ મનમેં તુંહિ જ વસ્યોજી;
નિરખી હો પ્રભુ નિરખી તાહરૂં રૂપ,
હરખી હો પ્રભુ હરખી તન મન ઉલસ્યોજી.
સમતા હો પ્રભુ સમતા અમૃતસિંધુ,
ગમતા હો પ્રભુ મન ગમતા સ્વામી મળ્યાજી;

Page 257 of 438
PDF/HTML Page 275 of 456
single page version

background image
તેહવા હો પ્રભુ તેહવા દીઠા આજ,
જેહવા હો પ્રભુ જેહવા કાને સાંભળ્યાજી.
માહરી હો પ્રભુ માહરી પૂગી આશ,
તાહરી હો પ્રભુ તાહરી કરુણા હુઈ હવેજી;
જિનજી હો પ્રભુ જિનજી તારો દાસ,
વિનવું હો પ્રભુ વિનવું હું ભાવે કરીજી.
શ્રી જિનેન્દ્રસ્તવન
(જિનવર પૂજોરાગ)
જગલોચન જબ ઉગીઓ રે, પસર્યો પુહવિ પ્રકાશ;
ગુણરા લાયક.
અનુભવ એ મુજ વાતનો રે, ઉદય હુઓ ઉજાસ; ગુણ૦
ઊગ્યો ઊગ્યો રે, જિનવર ઊગ્યો, હાંરે પ્રભુ ઊગ્યો મહાપ્રભાત;
ગુણરા લાયક.
ભજન થકી ભવ ભયહરૂ રે, દરિસણથી દૂર દુઃખ; ગુણ૦
પઈવ કપૂરની વાસતે રે, પામે મહા સુર સુખ. ગુણ૦
અવિહડ એહને કારણે રે, ધરે ધરમશું ધ્યાન; ગુણ૦
ચિત્ત વિત્ત પાત્ર સંજોગશું રે, પ્રગટે બહુરિદ્ધિ દાન. ગુણ૦
સ્વરૂપ વધારણ સાહિબો રે, કામિતકામનો ધામ; ગુણ૦
જલધર જલ વરસે સદા રે, ન જોવે ઠામ કુઠામ. ગુણ૦
17

Page 258 of 438
PDF/HTML Page 276 of 456
single page version

background image
પશ્ચિમ ઇંદુ રવિ પૂરવે રે, જગત નમે જસ પાય; ગુણ૦
ચિત્ત વિત્ત પાત્રને કારણે રે, પામું આતમ લાભ. ગુણ૦
શ્રી ચંદ્રપ્રભ જિનસ્તવન
હાંરે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભુ જગનાહજો.
દીઠો મીઠો ઇચ્છો જિનવર આઠમો રે લો; હાંરે૦
હાંરે પ્રભુ મનડાનો માનીતો પ્રાણ આધાર જો,
જગ સુખદાયક જંગમસુર સાખી સમો રે લો; હાંરે૦
હાંરે પ્રભુ શુદ્ધ આશય ઉદયાચળ સમકિત સૂર જો,
વિમલદશા પૂરવ દિશે ઊગ્યો દીપતો રે લો; હાંરે૦
હાંરે પ્રભુ સદ્હણા અનુમોદ પરિમલ પૂર જો,
પરછાયો મન માનસસર અનુભવ વાયરે રે લો; હાંરે૦
હાંરે પ્રભુ ચેતન ચકવા ઉપશમ સરવર નીર જો,
શુભમતિ ચકવી સંગે રંગ રમલ કરે રે લો. હાંરે૦
હાંરે પ્રભુ જ્ઞાનપ્રકાશે નયણલાં મુજ દોય જો,
જાણે રે ખટદ્રવ્ય સ્વભાવે ચૈતન્યપ્રભુ રે લો; હાંરે૦
હાંરે પ્રભુ જડ ચેતન ભિન્નાભિન્ન નિત્યાનિત્ય જો;
રૂપી અરૂપી આદિ સ્વરૂપ જ્ઞાયકપણે રે લો; હાંરે૦
હાંરે પ્રભુ લખગુણદાયક લખમણા રાણી નંદ જો,
ચરણ સરોરૂહ સેવા મેવા સારીખી રે લો, હાંરે૦

Page 259 of 438
PDF/HTML Page 277 of 456
single page version

background image
શ્રી નેમિનાથ જિનસ્તવન
(સ્વામી સુજાત સુહાયારાગ)
નેમિ જિણેસર મુજ પરમેસર, અલવેસર ઉપગારી રે;
સુણ સાહિબા સાચા.
જગજીવન જિનરાજ જયંકર, મુજને તુજ સુરતિ પ્યારી રે.
સુણ સાહિબા સાચા૦
મહિર કરીજે વંછિત દીજે, સેવક ચિત્ત ધરીજે રે; સુણ૦
સેવા જાણી શિવસુખ ખાણી, ભક્તિ સહિ નાણી દીજે રે.
સુણ૦
કામકુંભ ને સુરતરુથી પણ, પ્રભુ ભક્તિ મુજ પ્યારી રે; સુણ૦
જેઓએ ખિણ એક લગી સેવી, શિવસુખની દાતારી રે.
સુણ૦
ભગતિ સુવાસના વાસે વાસિત, જે હોયે ભવિ પ્રાણી રે; સુણ૦
જીવનમુક્ત ચિદાનંદ રૂપી, તે કહિયે શુદ્ધ નાણી રે.
સુણ૦
પ્રભુ તુમ ભક્તિ તણી અતિ મોટી, શક્તિ એ જગમાં વ્યાપે રે;
એક વાર પણ ભાવે સેવી, ચિદાનંદ પદ આપે રે.
સુણ૦
પૂરણ પૂરવ પુણ્ય પસાયે, જો તુમ્હ ભગતિ મેં પામી રે; સુણ૦
તો હું દુત્તર એ ભવ દરિયો, તરીઓ સહેજે સ્વામી રે.
સુણ૦

Page 260 of 438
PDF/HTML Page 278 of 456
single page version

background image
સાહિબ સેવક જાણી સાચો નેક સુનજરે જોજો રે; સુણ૦
સેવક કહે ભવભવ જિનજી, તુમ્હ ભગતિ મુજ હોજો રે.
સુણ૦
શ્રી નેમિનાથ જિનસ્તવન
(આદિત્ય અરિહંતરાગ)
નેમિ જિનેસર દેવ નયણે દીઠા રે,
મૂરતિવંત મહંત લાગે મીઠા રે;
મધુરી જેહની વાણી જેવી શેલડી,
સાંભળતાં સુખ થાય કામિત વેલડી.
જાગ્યાં માહરાં ભાગ્ય તુજ ચરણે આયો,
પાપ ગયાં પલાય ગંગાજળ ન્હાયો;
દૂધે વરસ્યા મેહ અશુભ દિવસ નાઠા,
દૂર ગયા દુઃખદંદ દુશ્મન થયા માઠા.
હવે માહરો અવતાર સફળ થયો લેખે,
પણ મુજને એક વાર કૃપા નજરે દેખે,
સુરમણિથી જગદિશ તુમે તો અધિક મિલ્યા,
પાસા માહરે દાવ મુહ માગ્યા ઢળીયા.
ભૂખ્યાને મહારાજ જિમ ભોજન મિલે,
તરસ્યાને ટાઢું નીર અંતર તાપ ટળે;

Page 261 of 438
PDF/HTML Page 279 of 456
single page version

background image
થાક્યો તે સુખપાળ બેસી સુખ પામે,
તેમ ચાહંતાં મિત્ત મિલતાં હિત જામે.
તાહરે ચરણે નાથ હેજે વળગ્યો છું,
કદીય મ દેજો છેહ નહિ હું અળગો છું;
શ્રી સદ્ગુરુ જ્ઞાની પ્રભુજી ઉપગારી,
સેવક નમે તુમ પાય થાયે શિવગામી.
શ્રી સીમંધર જિનેશ્વરસ્તવન
(પદ્મપ્રભુ ગુણનિધિરે લાલએ દેશી)
સીમંધર જિનેશ્વર જાણજો રે લાલ,
મુજ મનનો અભિપ્રાય રે...જિનેશ્વર મોરા;
તું આતમ અલવેસરૂ રે લાલ,
રખે તુજ વિરહો થાય રે....જિનેશ્વર મોરા;
તુજ વિરહો કેમ વેઠીએ રે લાલ.....૧
તુજ વિરહો દુઃખદાય રે જિને૦
તુજ વિરહો ન ખમાય રે જિને૦
ખીણ વરસાંસો થાય રે જિને૦
વિરહો મ્હોટી બલાય રે જિને૦
તુજ વિરહો કેમ વેઠીયે રે લાલ....૨
તાહરી પાસે આવવું રે લાલ,
પહેલાં ન આવે તું દાય રે...જિનેશ્વર મોરા;

Page 262 of 438
PDF/HTML Page 280 of 456
single page version

background image
આવ્યા પછી તો જાયવું રે લાલ,
તુજ ગુણ વશ્યે ન સોહાય રે......
જિનેશ્વર મોરા, તુજ વિરહો કેમ વેઠીયે રે લાલ.
ન મળ્યાનો ધોખો નહીં રે લાલ,
જસ ગુણનું નહિ નાણ રે જિને૦
મિળિયા ગુણ કળિયા પછી રે લાલ,
વિછુરત જાએ પ્રાણ રે જિને૦ તુ૦
જાતિ અંધને દુઃખ નહીં રે લાલ,
ન લહે નયનનો સ્વાદ રે જિને૦
નયણ સવાદ લહી કરી રે લાલ,
હાર્યાને વિખવાદ રે જિને૦ તુ૦
બીજે પણ ક્યાંહિ નવિ ગમે રે લાલ,
જિણે તુજ વિરહે બચાય રે જિનેશ્વર મોરા;
માલતી કુસુમે મ્હાલીયો રે લાલ,
મધુપ કરીરે ન જાય રે. જિને૦ તુજ વિ૦
વન દવ દાધાં રૂખડાં રે લાલ,
પાલ્હવે વળી વરસાત રે જિનેશ્વર મોરા;
તુજ વિરહાનળના દહ્યા રે લાલ,
કાળ અનંત ગમાત રે જિને૦ તુજ વિ૦
ટાઢક રહે તુજ સંગમાં રે લાલ,
આકુળતા મિટી જાય રે જિનેશ્વર મોરા;