Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 15 of 23

 

Page 263 of 438
PDF/HTML Page 281 of 456
single page version

background image
તુજ સંગે સુખીયો સદા રે લાલ,
ભક્ત ભાવે તુઝ સેવ રે જિને૦ તુજ વિ૦
શ્રી સીમંધર જિનસ્તવન
રસીયા સીમંધર જિનજી કેસર, ભીની દેહડી રે લો;
મારા નાથ જી રે લો;
રસીયા મનવાંછિત વર પૂરણ, સુરતરુ વેલડી રે લો; મારા૦
રસીયા અંજન રહિત નિરંજન,
નામ હીયેં ધરો રે લો; મારા૦
રસીયા જુગતા કરી મન ભગતે,
પ્રભુ પૂજા કરો રે લો. મારા૦
રસીયા શ્રીનંદન આનંદન,
ચંદનથી શીતે રે લો; મારા૦
રસીયા તાપ નિવારણ, તારણ,
તરણ તરી પરે રે લો. મારા૦
રસીયા મનમોહન જગસોહન,
કોહ નહીં કિશ્યો રે લો; મારા૦
રસીયા કૂડા કળિયુગ માંહી,
અવર ન કો ઇશ્યો રે લો. મારા૦
રસીયા ગુણ સંભાળી જાઉં,
બલિહારી નાથનેં રે લો; મારા૦
૧. વહાણ. ૨. ક્રોધ ૩. જૂઠા

Page 264 of 438
PDF/HTML Page 282 of 456
single page version

background image
રસીયા કોણ પ્રમાદે છાંડે,
શિવપુર સાથને રે લો. મારા૦
રસીયા કાચ તણે કોણ કારણ,
નાખે સુરમણિ રે લો; મારા૦
રસીયા કોણ ચાખે વિષફળને,
મેવા અવગણી રે લો. મારા૦
રસીયા સુરનરપતિ સુત ઠાવો,
ચાવો ચઉદિશે રે લો; મારા૦
રસીયા ત્રણ ભુવનનો નાથકે
થઈ બેઠો વિભુ રે લો. મારા૦
શ્રી નેમિનાથ જિનસ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુઝએ રાગ)
નેમ હો પ્રભુ નેમ જિણંદા દેવ!
સુણીએ હો પ્રભુ સુણીએ માહરી વિનતીજી;
કહીએ હો પ્રભુ! કહીએ સઘળી વાત,
મનમાંહી હો પ્રભુ મનમાંહી જે બહુદિન હુતીજી.
તુજ વિના હો પ્રભુ! તુજ વિના દૂજો દેવ,
માહરે હો પ્રભુ! માહરે ચિત્ત આવે નહીંજી;
૧. ચિંતામણિ ૨. જગજાહેર.

Page 265 of 438
PDF/HTML Page 283 of 456
single page version

background image
ચાખ્યો હો પ્રભુ! ચાખ્યો અમીરસ જેણે,
બાકસ હો પ્રભુ! બાકસ તસ ભાવે નહીંજી.
દરિશન હો પ્રભુ! દરિશન વાહલું મુજ,
તાહરૂં હો પ્રભુ! તાહરૂં જેહથી દુઃખ ટળેજી;
ચાકર હો પ્રભુ! ચાકર જાણો મોહિ,
હૈડું હો પ્રભુ! હૈડું તો હેજે હળેજી.
તુજશ્યું હો પ્રભુ! તુજશ્યું મન એકાંત,
ચળીયો હો પ્રભુ! ચળીયો કોઈથી નવ ચળેજી;
અગનિ હો પ્રભુ! અગનિ પ્રલય પ્રસંગ,
કંચન હો પ્રભુ ! કંચન ગિરિ કહો કિમ ગળેજી.
શ્રી સુપાર્શ્વનાથ જિનસ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુઝએ દેશી)
સુનિએ હો પ્રભુ સુનિએ દેવ સુપાસ,
મનકી હો પ્રભુ મનકી વાત સવે કહુંજી;
થાં વિન હો પ્રભુ થાં વિન ન લહું સુખ,
દીઠે હો પ્રભુ દીઠે મુખ સુખ લહુંજી.
છોડું હો પ્રભુ છોડું ન થાકી ગૈલ,
પામ્યા હો પ્રભુ પામ્યા વિણ સુખ શિવ તણાંજી;
ભોજન હો પ્રભુ ભોજન ભાંજે ભૂખ,
ભાંજે હો પ્રભુ ભાંજે ભૂખ ન ભામણાજી.

Page 266 of 438
PDF/HTML Page 284 of 456
single page version

background image
ખમયો હો પ્રભુ ખમયો માકો દોસ;
ચાકર હો પ્રભુ ચાકર મ્હેં છાં રાઉલાજી;
મીઠા હો પ્રભુ મીઠા લાગે બોલ,
બાલક હો પ્રભુ બાલક બોલે જે વાઉલાજી.
કેતૂં હો પ્રભુ કેતૂં કહિએ તુઝ,
જાણો હો પ્રભુ જાણો સવિ તુમ્હે જગધણીજી;
ધારી હો પ્રભુ ધારી નિવહો પ્રેમ,
લજ્જા હો પ્રભુ લજ્જા બાંહ ગ્રહ્યા તણીજી.
સેવક હો પ્રભુ સેવક જાચે એમ,
દેજો હો પ્રભુ દેજો દરશન સુખ ઘણોજી.
શ્રી સીમંધર જિનસ્તવન
(દીઠાં લોયણ આજરાગ)
જ્ઞાની શિર ચૂડામણીજી, જગજીવન જિનચંદ,
મળીઓ તું પ્રભુ એ સમેજી, ફળીઓ સુરતરૂ કંદ...
સીમંધર જિન તુમ્હશું અવિહડ નેહ;
જિમ બપઈયા મેહ.....સીમંધર જિન૦
માનું મેં મરૂમંડલેજી, પામ્યો સુરતરુ સાર;
ભૂખ્યાને ભોજન ભલુંજી, તરસ્યાં અમૃત વારિ...
સીમંધર જિન૦

Page 267 of 438
PDF/HTML Page 285 of 456
single page version

background image
દુષિન દૂષમા કાળમાંજી, પૂરવ પુણ્ય પ્રમાણ;
તું સાહિબ જો મુજ મિળ્યોજી, પ્રગટ્યો આજ પ્રભાત....
સીમંધર જિન૦
સમરણ પણ પ્રભુજી તણુંજી, જે કરે તે કૃતપુણ્ય,
દરિશણ જે એ અવસરેજી, પામે તે ધન્ય ધન્ય...
સીમંધર જિન૦
ધન્ય દિવસ ધન્ય એ ઘડીજી, ધન્ય મુજ વેલારે એહ;
જગજીવન જગ વાલહોજી, ભેટ્યો તું સસનેહ....
સીમંધર જિન૦
આજ ભલી જાગી દિશાજી, ભાગી ભાવઠ દૂર;
પામ્યો વાંછિત કામનાજી, પ્રગટ્યો સહજ સનૂર.....
સીમંધર જિન૦
અંગીકૃત નિજ દાસનીજી, આશા પૂરો રે દેવ;
જિન સેવક કહે તો સહિજી, સુગુણ સાહિબની સેવ....
સીમંધર જિન૦
શ્રી સીમંધર જિનસ્તવન
(આવેલ આશા ભર્યારાગ)
શ્રી સીમંધર સ્વામીજી રે; મહેર કરો મહારાજ કે,
હું સેવક છું તાહરો, અહનિશ પ્રભુજીની ચાકરી રે;
કરવી એહ જ કાજ કે હું૦

Page 268 of 438
PDF/HTML Page 286 of 456
single page version

background image
દુરલભ છે સંસારમાં રે, તુમ સરીખાનો સંગ કે; હું૦
વળી તિમે દરિસણ દેખવું રે, તે આળસુ આંગણે ગંગ કે.
હું૦
સમય છતાં નહિ સેવશે રે, તે મૂરખ શિરદાર કે; હું૦
તુજ સરીખો સાહીબ મળ્યો રે, ફળીયો મનોરથ કાજ કે.
હું૦
સફલ થયો હવે માહરો રે, મનુષ્ય તણો અવતાર કે; હું૦
કલ્પતરુ સમ તાહરો રે; પામ્યો છું દીદાર કે.
હું૦
કરમ ભરમ દૂરે ટળ્યો રે, જબ તું મિલિયો જિનરાજ કે; હું૦
શ્રી જિનરાજ કૃપા થકી રે, જ્ઞાનાનંદી સુખ થાય કે.
હું૦
શ્રી સીમંધરનાથસ્તવન
સીમંધર જિનવરજી છો દેવ દયાળ જો,
અવધારો વીનતડી ગુણ જ્ઞાની તુમે રે લો;
કદીએ થાશો પરસન વયણ રસાળ જો,
વારે રે વારે પૂછાં છાં તે અમે રે લો.
સેવા કરવા ઊભા છાં દરબાર જો,
રાતે રે દીહે રે તાહરે આગળે રે લો;

Page 269 of 438
PDF/HTML Page 287 of 456
single page version

background image
ખામી ન પડે તેહમાં એક લગાર જો,
તોયે રે તુમારો મનડો ન મિલે રે લો.
અખય ખજાનો તાહરો દીસે નાથ જો,
સેવકને દેતાં રે ઓછું શું હવે રે લો.
સાહિબાજી રે તો હું થયો સનાથ જો,
નેક રે નજરશું જો સાહમું જુવે રે લો.
મુજને આપો વહાલા વંછિતદાન જો,
જેહવો રે તેહવો છું તો પણ તાહરો રે લો.
જગબંધવ જાણીને તાહરે પાસ જો;
આવ્યો રે ઉમાહ ધરીને નેહશું રે લો;
શ્રી સદ્ગુરુરાજ પસાયે આશ જો,
સફળ ફળી છે તુજ સેવકની જેહશું રે લો.
શ્રી વર્દ્ધમાન જિનસ્તવન
(શ્રી શ્રેયાંસ જિન અંતરજામીરાગ)
વર્દ્ધમાન જિનવરને ધ્યાને, વર્દ્ધમાન સમ થાવેજી;
વર્દ્ધમાન વિદ્યા સુપસાયે, વર્દ્ધમાન સુખ પાવેજી. વ૦
તું ગતિ મતિ થિતિ છે માહરો, જીવન પ્રાણ આધારજી;
જયવંતુ જગમાં જસ શાસન, કરતું બહુ ઉપગારજી. વ૦

Page 270 of 438
PDF/HTML Page 288 of 456
single page version

background image
જે અજ્ઞાની તુમ મત સરીખો, પરમતનેં કરી જાણેજી;
કહો કુણ અમૃત ને વિષ સરીખું, મંદમતિ વિણ જાણેજી. વ૦
જે તુમ આગમરસ સુધારસે, સીંચ્યો શીતલ થાયજી;
તાસ જનમ સુકૃતારથ જાણો, સુર નર તસ ગુણ ગાયજી. વ૦
સાહિબ તુમ પદપંકજ સેવા, નિત નિત એહિ જ યાચુંજી;
શ્રી વર્દ્ધમાન ચરણને સેવી, પ્રભુને ધ્યાને માચુંજી. વ૦
શ્રી અજિતનાથ જિનસ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડીરાગ)
અજિત જિનેસર ઇકમના, મેં કીધી હો તુમ સું એ તાર કે;
ત્રિવિધ કરિ તુજને ગ્રહ્યો, મેં જાણી હો સંસારમાં સાર કે.
અજિત જિનેસર૦
મોટાની મહેનતે કિયાં, સહી હોવે હો કાંઈ મોટી મોજ કે;
આતમ મુજ પવિત્ર હુવે, દેખતાં હો આવઈ દરસણ રોજ કે.
અજિત જિનેસર૦
સદગુરુના ઉપદેશથી, છે તારક હો ઇમ સુણીયો કાન કે;
તેં તારક બહુ તારીયા, કરજોડી હો કરૂં અરજ તું માન કે.
અજિત જિનેસર૦
૧. એક મનથી

Page 271 of 438
PDF/HTML Page 289 of 456
single page version

background image
તારક તારિ સંસારથી, હું વિનવું હો કરૂં અરજ તું માન કે;
આંગણે અવરના જાવતાં, પામશ્યો હો શોભા ક્યું ઇસ કે.
અજિત જિનેસર૦
શું હવે શોચો સાહિબા, પ્રભુ પાખે હો તારક કુણ હોય કે;
સેવક કહે પ્રભુ રંગ સ્યું, થે સંપદ હો જ્યું આતમ પદ જોય કે.
અજિત જિનેસર૦
શ્રી સીમંધર જિનસ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડીરાગ)
મોરા સ્વામી હો શ્રી પ્રથમ જિણંદકે,
શ્રી સીમંધર જિન સાંભળો;
મુજ મનની હો જે હું કહું વાત કે,
છોડી મનનો આમળો. મોરા૦
ગુણ ગિરૂઆહો અવસર લહી આજ કે,
તુજ ચરણે આવ્યો વહી;
સેવકને હો કરુણાની લહેર કે,
જુઓ જો મનમાં ઉમહી. મોરા૦
તો હોવે હો અંગો અંગ આલ્હાદ કે,
ન કહી જાએ તે વાતડી;
દયાસિંધુ હો સેવકને રાખો કે,
નિરંતર તુજ ચરણમાં. મોરા૦

Page 272 of 438
PDF/HTML Page 290 of 456
single page version

background image
હવે અંતર હો નવિ ધરવો ચિત્ત કે,
નિજ સેવક કરી લેખવો;
સેવા ચરણની હો દેજ્યો વળી મુજ કે,
વીતરાગતા મુજ આપજો. મોરા૦
ઘણું તુમને હો શું કહું ભગવાન કે,
દુઃખ દોહગ સહુ ચૂરજ્યો;
શ્રી સદ્ગુરુ હો પ્રભુ દાખવે એમ કે,
મનવંછિત તુમે પૂરજ્યો. મોરા૦
શ્રી સીમંધર જિનસ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડીરાગ)
હાંજી સુરતરૂ સમોવડ સાહિબા,
જિન સીમંધર હો સીમંધર ભગવાન કે;
હું તુજ દરિશણ અલજ્યો,
કર કરુણા હો કરુણા બહુ માન કે. સુર૦
જિમ શશિ સાયરની પરે,
વધે વધતી હો જિમ વેલની રેલ કે,
તિમ મુજ આતમ અનુભવે,
નવિ મૂકે હો બહુલો તસ મેલ કે. સુર૦
છીલરતા જલ જળ ગ્રહી,
પીવે મૂરખ હો કોઈ ચતુર સુજાણ કે;
૧. ખાબોચીયું.

Page 273 of 438
PDF/HTML Page 291 of 456
single page version

background image
નિરમળ ચિત્તના ચિત્ત ધણી,
જાણે માણે હો ગુણની ગુણ ખાણ કે. સુર૦
ચિત્ત ચોખે મન મોકળે,
ધરે તાહરૂં હો નિરમળ જે ધ્યાન કે;
તો તસ સવિ સુખ સંપદા,
લહે ખિણમાં હો ખિણમાંહે ગ્યાન કે. સુર૦
મહેર કરો માહરા નાથજી,
જાણી પ્રાણી હો એ તુમચો દાસ કે;
સદ્ગુરુના જિન સાહિબા,
તુમે પૂરો હો સેવકની આશ કે. સુર૦
શ્રી સીમંધર જિનસ્તવન
(દીઠી હો પ્રભુ દીઠીરાગ)
સેવો હે મિત્ત સેવો સીમંધરનાથ,
સાથ જ હે મિત્ત સાથ જ એ શિવપુર તણોજી;
મહમહે હે મિત્ત મહમહે જાસ અનૂપ,
મહિમા હે મિત્ત મહિમા મહી માંહે ઘણોજી;
મોટો હે મિત્ત મોટો એ જગદીશ,
જગમાં હે મિત્ત જગમાંહે પ્રભુ જાણીયેજી;
અવર ન હે મિત્ત અવર ન કોઈ ઈશ,
એહની હે મિત્ત એહની ઉપમા આણીયેજી.
18

Page 274 of 438
PDF/HTML Page 292 of 456
single page version

background image
પ્રભુતા હે મિત્ત પ્રભુતાનો નહિ પાર;
સાયર હે મિત્ત સાયર પરે ગુણ મણિ ભર્યોજી,
મૂરતિ હે મિત્ત મૂરતિ મોહનગાર,
હરી પરિ હે મિત્ત હરી પરિ શિવકમળા વર્યોજી;
તારક હે મિત્ત તારક જહાજ જ્યૂં એહ,
આપેં હે મિત્ત આપેં ભવજલ નિસ્તર્યોજી.
સુરમણિ હે મિત્ત સુરમણિ જેમ સદૈવ,
સંપદ હે મિત્ત સંપદ સવિ અલંકર્યોજી.
એ સમ હે મિત્ત એ સમ અવર ન દેવ,
સેવા હે મિત્ત સેવા એહની કીજીયેજી,
કીજીયે હે મિત્ત કીજીયે જનમ કૃતાર્થ,
માનવ હે મિત્ત માનવ ભવ ફળ લીજીયેજી;
પૂરે હે મિત્ત પૂરે વંછિત આશ,
ચૂરે હે મિત્ત ચૂરે ભવભય આપદાજી,
સુરતરુ હે મિત્ત સુરતરુ જેમ સદૈવ,
આપે હે મિત્ત આપે શિવસુખ સંપદાજી.
શ્રી જિનેન્દ્રસ્તવન
ધન ધન હે મિત્ત ધન ધન તસ અવતાર,
જેને હે મિત્ત જેને તું પ્રભુ ભેટીઓજી,

Page 275 of 438
PDF/HTML Page 293 of 456
single page version

background image
પાતક હે મિત્ત પાતક તસ ગયાં દૂર,
ભવભય હે મિત્ત ભવભય તેણે મેટીઓજી;
પામી હે મિત્ત પામી તેણે નવનિદ્ધિ,
સિદ્ધિ જ હે મિત્ત સિદ્ધિ જ સઘળી વશ કરીજી,
દુરગતિ હે મિત્ત દુરગતિ વારી દૂર,
કેવળ હે મિત્ત કેવળ કમળા તિણે વરીજી.
સેવી હે મિત્ત સેવી સાહિબ એહ,
હરીહર હે મિત્ત હરીહરને કહો કુણ નમેજી,
ચાખી હે મિત્ત ચાખી અમૃતસ્વાદ,
બાકસ હે મિત્ત બાકસ બૂકસ કુણ જમેજી;
પામી હે મિત્ત પામી સુરતરુ સાર,
બાઉલ હે મિત્ત બાઉલ વનમાં કુણ ભમેજી.
લેઈ હે મિત્ત લેઈ મૃગમદ વાસ,
પાસે હે મિત્ત પાસે લસણ ને કુણ રમેજી.
જાણી હે મિત્ત જાણી અંતર એમ,
એહશું હે મિત્ત એહશું પ્રેમ જ રાખીયેજી,
લહિયે હે મિત્ત લહિયે કામિત કામ,
શિવસુખ હે મિત્ત શિવસુખ સહેજે ચાખીયેજી;
પામે હે મિત્ત પામે નવનિધિ સિદ્ધિ,
સંપદ હે મિત્ત સંપદ સઘળી તે વરેજી.

Page 276 of 438
PDF/HTML Page 294 of 456
single page version

background image
સેવો હે મિત્ત સેવો સીમંધરનાથ,
સાથ જ હે મિત્ત સાથ જ એ શિવપુરી તણોજી.
શ્રી સીમંધર જિનસ્તવન
(વીરસેનજગીશરાગ)
પ્રણમું સીમંધર જિણંદ, જગજીવન જિનચંદ;
આજ હો સ્વામી રે શિવગામી પામ્યો પુણ્યથીજી.
હરખ્યા નયન ચકોર, મેહ દેખી જિમ મોર;
આજ હો માચે રે સુખ સાચે રાચે રંગશુંજી.
સુર નર નારી કોડિ, પ્રણમે બે કર જોડી;
આજ હો નિરખે રે ચિત્ત હરખે પરખે પ્રેમશુંજી.
ગાયે મધુરી ભાસ, ખેલે જિનગુણ રાસ;
આજ હો ગાને રે જિન ધ્યાને મેળવેજી.
દેખી પ્રભુ મુખ નૂર અદ્ભુત આણંદપુર;
આજ હો વાધે રે સુખ સાધે લાધે જિમ નિધિજી.
ધન ધન તસ અવતાર, સુકૃત સફળ સંસાર;
આજ હો જિણે રે સુખદાયક નાયક નિરખીઓજી.
સકળ સફળ તસ દીહ ધન ધન તસ શુભ જીહ;
આજ હો જેણે રે ગુણલીણે, સ્વામી સંસ્તવ્યોજી.

Page 277 of 438
PDF/HTML Page 295 of 456
single page version

background image
શિવ સંપદ દાતાર, ગુણગણ મણિ ભંડાર;
આજ હો જાણી રે સુખખાણી પ્રાણી સેવીએજી.
શ્રી સીમંધર જિનસ્તવન
(મારા પીયરીયે જઈને કેજો કે આણા મોકલેરાગ)
શ્રી સીમંધર શ્યામને કેજો કે વિનતિ સુણજો,
પ્રભુ સાક્ષાત્ દર્શન દેજો કે વિનતિ સુણજો;
પ્રભુ કાયા પામ્યો છું હું એવી, પાંખ વિના આવું કેમ ઊડી,
એવી લબ્ધિ નહિ કોઈ રૂડી, કે વિનતિ સુણજો.
તુમ સેવામાં છે સુર કોડી, એક આવે ઇંહા પ્રભુ દોડી,
આશ ફલે માહરી અતિ રૂડી, કે વિનતિ સુણજો.
દુઃષમ સમયે ઇણ ભરતે, અતિશય નાણી નહી વરતે;
કહો કહીએ કોણ સાંભળતે, કે વિનતિ સુણજો.
ક્રોધ માન માયા લોભ ભારે, પ્રભુ અટક્યો હતો હું ત્યારે;
હવે અટકું નહિ લગારે, કે વિનતિ સુણજો.
વીતરાગ વિરહનો તાપ, દિવ્ય દર્શન નહિ તે ઉતાપ,
નાથ ટાળો એ સઘળો સંતાપ, કે વિનતિ સુણજો.
અપરાધીને હોય છે દંડ, હવે પૂરો થયો એ ફંડ;
નાથ દર્શન દીયોને ઉમંગ, કે વિનતિ સુણજો.

Page 278 of 438
PDF/HTML Page 296 of 456
single page version

background image
પ્રભુ તુજ દર્શનને પામી, સકલ વિભાવોને વામી,
થાશું નિશ્ચયે આતમરામી કે વિનતિ સુણજો.
શ્રી ૠષભદેવ જિનસ્તવન
પ્રભુજી આદીસર અલવેસર જિન અવધારીયેરે લો;
પ્રભુજી સુનજર કરીને સેવક ભાવ વધારીયેરે લો,
પ્રભુજી તારક એહવો બિરૂદ તુમારો છે સહીરે લો,
પ્રભુજી તિણે મનમાંહી વસિયા ઓર ગમે નહીં રે લો.
પ્રભુજી મરુદેવીના નંદન મહેર કરીજીએરે લો,
પ્રભુજી ઓળગિયા જાણીને સ્વરૂપને દીજીએરે લો,
પ્રભુજી ક્રોધાદિક દુઃખદાયી દૂર નિવારિયેરે લો,
પ્રભુજી નિરમળ મુજને કરીને પાર ઉતારિયેરે લો.
પ્રભુજી મનમંદિરીયે માહરે વહેલા આવજોરે લો,
પ્રભુજી નિજ અનુચર જાણીને ધરમ બતાવજોરે લો,
પ્રભુજી ઇણ જગમાં ઉપગારી ભવિને તારણોરે લો,
પ્રભુજી ધ્યેય સરૂપે તું છે ભવભય વારણોરે લો.
પ્રભુજી અહનિશિ મુજને નામ તુમારૂં સાંભરેરે લો,
પ્રભુજી તિમતિમ માહરો અંતર આતમ અતિ ઠરેરે લો,
પ્રભુજી બહુ ગુણનો તું દરિયો ભરિયો છે ઘણુંરે લો,
પ્રભુજી તેમાંથી શું દેતાં જાયે તુમ તણુંરે લો.

Page 279 of 438
PDF/HTML Page 297 of 456
single page version

background image
પ્રભુજી તુમ પદકજની સેવા કલ્પતરુ સમીરે લો,
પ્રભુજી મુજને આપજો તેહ કહું પાયે નમીરે લો.
શ્રી સીમંધરનાથ જિનસ્તવન
(શ્રી સીમંધર શ્યામને કેજો કે વિનતિ સુણજોરાગ)
ભરતના ચંદાજી તમે જાજો રે તમે જાજો રે
મહાવિદેહના દેશમાં,
ત્યાં સીમંધરતાતને કે’જો એટલડું કે’જો એટલડું
જઈને કે’જો કે તેડા મોકલે.
જંબુ ભરતે છે દાસ તુમારો, એ ઝંખી રહ્યો છે દિનરાતો;
ત્યાં કોણ છે એને આધારો, કે તેડા મોકલે.
વીર પ્રભુ થયા છે સિદ્ધ, આતમની ઘટી છે રિદ્ધ;
નહિ આચાર્ય મુનિના જુથ્થ, કે તેડા મોકલે. ૩
જેમ માત વિહૂણો બાળ, અરહો પરહો અથડાય;
પછી આકુલ વ્યાકુળ થાય, કે તેડા મોકલે.
ધન્ય ધન્ય વિદેહના આતમા, જેણે હોંસે સેવ્યા પરમાતમા;
હું ભળું પ્રભુ એ ભાતમાં, કે તેડા મોકલે.
પ્રભુ સંયમ લઈ રહું સાથે, નિજ સ્વરૂપ સ્થિરતાની ગાઢે;
એવો અવસર ઝટ મુને આપે, કે તેડા મોકલે.

Page 280 of 438
PDF/HTML Page 298 of 456
single page version

background image
પ્રભુ દાસ બીજું નવ માગે, એક આતમ ઇચ્છું તુમ સાખે;
એવી અંતરની ઊંડી અભિલાષે, કે તેડા મોકલે.
શ્રી સીમંધર જિનસ્તવન
(આવો આવો ત્રિશલાના નંદ અમ ઘેર આવો રેરાગ)
આવો આવો સીમંધરનાથ અમ ઘેર આવો રે,
રૂડા ભક્તવત્સલ ભગવંત નાથ પધારો રે. આવો.
શ્રી ત્રિભુવન તારક દેવ મારે ધેર આવો રે,
મારા મનના મનોરથ આજ પૂરા પાડો રે. આવો.
પ્રભુ દેખી ઉપશમ નૂર હૈડે હરખ્યો રે,
મૈં દેખ્યો જિન દીદાર વાંછિત ફળિયો રે. આવો.
એ ભેટ્યો શ્રી જિનરાજ સાર એ દિનથી રે,
મૈં દેખ્યો એ સુખકાર દરિશણ જિનથી રે. આવો.
હું કઈ વિધ પૂજું નાથ કઈ વિધ વંદું રે,
મારે આંગણે વિદેહી નાથ જોઈ જોઈ હરખું રે. આવો.
પ્રભુ સુરતરુથી પણ અધિક મુજને મળિયો રે,
મારો જન્મ થયો કૃતાર્થ સુરમણિ ફળિયો રે. આવો.
કહાન ગુરુ પ્રતાપે આજ જિનવર મળિયા રે,
મારા આતમનાં એ દુઃખ સર્વે ટળિયા રે. આવો.
ગુરુરાજે કર્યો ઉપકાર રાખી નહિ ખામી રે,
આ પામર પર કરુણા અતિ વરસાવી રે. આવો.

Page 281 of 438
PDF/HTML Page 299 of 456
single page version

background image
શ્રી દેવ અને ગુરુરાજ મારે ઘેર આવો રે,
હું અંતરના ઉછરંગે પ્રભુજી વધાવું રે. આવો.
શ્રી સીમંધરનાથ જિનસ્તવન
(આવો આવો પાસજી મુને મળિયારેરાગ)
આવો આવો સીમંધર પ્રભુ મળિયા રે,
મારા મનના મનોરથ ફળિયા; આવો......આવો.......
મારા આંગણા આજ ઉજળિયા, આવો......આવો........
મારા અંતર આજ ઉછળિયા, આવો........આવો.......
મારા કાર્ય સરવે સુધરિયા.......આવો.........આવો૦
તારી મૂર્તિ મોહનગારી રે, સર્વ ભક્તને લાગે છે પ્યારી રે;
તમને મોહી રહ્યા સુરનરનારી.........આવો......આવો૦
અલબેલી મૂરત પ્રભુ તારી રે, તારા મુખડા ઉપર જાવું વારી રે,
ભવ્ય જીવોને લીધા ઉગારી......આવો......આવો૦
ધન્ય ધન્ય દેવાધિદેવારે, સુરલોક કરે છે સેવા રે;
અમને આપોને શિવપુર મેવા......આવો.......આવો૦
જે કોઈ સીમંધર તણા ગુણ ગાશે રે ભવ ભવના પાતિક જાશે રે;
તેના સમકિત નિર્મળ થાશે........આવો.......આવો૦
તમે શિવરમણીના રસિયા રે, મહાવિદેહ ક્ષેત્રમાં વસિયા રે;
મારા હૃદય કમળમાં વસિયા....આવો.......આવો૦

Page 282 of 438
PDF/HTML Page 300 of 456
single page version

background image
પ્રભુ સીમંધર જિનરાયા રે, માતા સત્યવતીના જાયા રે;
અમને દરિશણ દોને દયાળા.....આવો.....આવો૦
ગુરુરાજ પ્રતાપે પ્રભુ મળિયા રે, મારા ગુરુજી છે ગુણના દરિયા રે;
જ્ઞાન-દર્શનાદિક ગુણથી ભરિયા.....આવો.......આવો૦
હું તો લળી લળી લાગું છું પાય રે, મારા ઉરમાં તે હરખ ન માય રે;
એમ ભક્ત ભાવેથી ગુણ ગાય........આવો......આવો૦
શ્રી ગુરુરાજમહિમા
શ્રી સદ્ગુરુજી મહિમા અપાર કે,
હું શું કથી શકું રે લોલ.
તેમના ગુણ છે અપરંપાર કે,
અચિંત્ય આત્મ ઝળકી રહ્યો રે લોલ.
અદ્ભુત જ્ઞાન ખજાનો અપાર કે,
ચરણાદિક શોભી રહ્યા રે લોલ.
ખીલેલ આતમશક્તિ અપાર કે,
ચૈતન્ય તેજ દીપી કહ્યું રે લોલ.
સમયસારઆદિમાંથી કાઢેલ માવો કે,
ખવડાવ્યો ખંતથી રે લોલ.
પીંખી પીંખી અને સમજાવ્યું,
રહસ્ય હૃદયનું રે લોલ.