Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 23

 

Page 283 of 438
PDF/HTML Page 301 of 456
single page version

background image
અસલી સ્વરૂપનું આપ્યું જ્ઞાન કે,
ન્યાલ સેવકને કર્યો રે લોલ.
આવો પુરુષ આ કાળે અજોડ કે,
દુર્લભતા સત્ તણી રે લોલ.
પ્રભુ નોતા કેવળી સંતના જોગ કે,
એકાકી સત્ શોધિયું રે લોલ.
પ્રભુ મતમતાંતરના મોટા ભેદ કે,
વચ્ચેથી સાર કાઢીયો રે લોલ. ૧૦
સુરલોકે ઇન્દ્રો ગાય છે ગીત કે;
ભરતના આ ભૂપના રે લોલ. ૧૧
ભરતમાં વર્તી રહ્યો છે જયકાર કે,
મહિમા કહાનગુરુ તણો રે લોલ. ૧૨
પ્રભુ પામરને કર્યો ઉપકાર અમાપ કે,
અમૃત રેડીયાં રે લોલ. ૧૩
આ શરીરની શીવડાવું ખોળ કે,
બદલો નવી વળે રે લોલ. ૧૪
ઝાઝું શું કહીએ કૃપાનાથ કે,
દાસ હું આપનો રે લોલ. ૧૫
પ્રભુ અતિ અતિ દીજીએ આત્મતણો લાભ કે,
કૃપા વરસાવીને રે લોલ. ૧૬

Page 284 of 438
PDF/HTML Page 302 of 456
single page version

background image
સાક્ષાત્ સુરમણિ સુરતરુ નાથ કે,
ફળિઓ સત્ગુરુ રે લોલ. ૧૭
કઈ વિધિ પૂજું કઈ વિધ વંદું નાથ કે,
ગુરુ મહિમા અપાર છે રે લોલ. ૧૮
શ્રી વીર જિનસ્તવન
વીર પ્રભુજી મોક્ષ પધાર્યા ગૌતમ કેવળજ્ઞાન રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
દેવ દેવેન્દ્ર મહોત્સવ કરે જ્યાં દિન દિવાળી ઉજવાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
શૈલેશીકરણે ચડ્યા પ્રભુજી અયોગીપદ ધર્યું આજ રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
સર્વે કર્મનો ક્ષય કરીને સિદ્ધપદ પ્રાપ્ત થાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
પાવાપુરી સિદ્ધક્ષેત્ર પ્રભુજી સમશ્રેણી કહેવાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
નિર્વાણકલ્યાણક સુરપતિ ઊજવે સ્વર્ગેથી ઉતરી આજ રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
અખંડાનંદ સ્વરૂપ પ્રગટાવી પહોંચ્યા શિવપુર ધામ રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
દેવ દુંદુભિ વાજીંત્ર વાગે નિર્વાણ મહોત્સવ થાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.

Page 285 of 438
PDF/HTML Page 303 of 456
single page version

background image
ત્રીશ વર્ષ પ્રભુ દિવ્યધ્વનિનો અપૂર્વ છૂટ્યો ધોધ રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
ધ્વનિ સુણીને ભવ્ય જીવોના હૃદયપટ પલટાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
વીરના વારસ કહાન ગુરુજી વર્તાવે જય જયકાર રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
શ્રી જિન પૂજના
વ્હાલી લાગે છે મને જિનની સુપૂજના,
આપે આનંદ અપારરે, જિનવર કેરી સુપૂજના. (ટેક)
નિર્મળ ભાવે જિન ન્હવરાવતાં,
વિમળ જીવન ધારરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦
શમરસ ચંદને, ભક્તિનાં ફૂલડે,
પૂજા રચાવું ઉદારરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦
સુધર્મધ્યાન ધૂપે, જ્ઞાન પ્રદીપે,
પરભાવ તિમીરને વારરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦
ક્ષમા અક્ષતનો, સ્વસ્તિક વિરચી,
અવિનાશી કલ્યાણ થાયરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦
અંતરંગ ઉછરંગ નિવેદ ધરૂં,
ધરજો સુભાવફળ ભારરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦

Page 286 of 438
PDF/HTML Page 304 of 456
single page version

background image
અષ્ટ પ્રકારી આ પૂજા રચાવી,
આઠે કરમ કરો દૂરરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦
અનંત ગુણાકર, જિનવરની પૂજના,
આનંદ મંગળ થાયરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦
શ્રી સીમંધરનાથ જિનસ્તવન
(લલનારાગ)
પાસે સીમંધરજી રાખીએ, સેવક ચિત્તમાં આણી; સલુણા,
જિમ હું અંતર ચિત્તની; વાત કહું ગુણખાણી. સલુણા.
પાસે૦
કરુણાવિલાસી તુમ્હે અછો, કરુણાસાગર કૃપાલ; સલુણા.
કરુણારસ સરોવરે, પ્રભુ તું છે મરાલ સલુણા.
પાસે૦
અપરાધી જો સેવક ઘણો, તોપણ નવિ છંડાય, સલુણા.
જિમ વિદ્યુત અગ્નિ સમી, નવિ છંડે મેઘરાય. સલુણા.
પાસે૦
તે માટે છાંડતાં થકાં, શોભશો કિમ મહારાય; સલુણા.
બાંહ્ય ગ્રહ્યાની લાજ છે, ઘણું શું તમને કહાય. સલુણા.
પાસે૦
તું છંડે પણ નવિ છંડું, હું તુજને મહારાય, સલુણા.
તુમ ચરણે દાસ આવીયો, પ્રેમે પૂજું તુજ પાય. સલુણા.
પાસે૦
૧. હંસ.૨. વીજળી.

Page 287 of 438
PDF/HTML Page 305 of 456
single page version

background image
શ્રી ચંદ્રપ્રભ જિનસ્તવન
જિનજી ચંદ્રપ્રભુ અવધારો કે, નાથ નિહાળજો રે લો,
બમણી બિરૂદ ગરીબ નિવાજ કે, વાચા પાળજો રે લો;
હરખે હું તુમ શરણે આવ્યો કે, મુજને રાખજો રે લો,
આકરા ચાર કષાય જે કુડા કે, તેહ દૂરે નાખજો રે લો.
પ્રભુજી ગુણ તણો વિકાશ કે, રૂડો થાપજો રે લો,
મોહન મહેર કરીને દરશણ, મુજને આપજો રે લો;
તારક તુજ પાલવ મેં ઝાલ્યો કે, હવે મુને તારજો રે લો,
અસ્થિર પ્રણતી થઈ છે કેડે કે, તેહને વારજો રે લો.
સુસ્થિર સુજ્ઞાન સોહાગી સારૂં કે, રૂડું છે ઘણું રે લો,
તાતજી તે વિણુ જીવે ચૌદ ભુવન, કર્યું આંગણું રે લો;
લખ ગુણ લખમણા રાણીએ જાયો કે, મુજ મન આવજો રે લો,
અનુભવ અનોપમ અમૃત મીઠો કે, સુખડી લાવજ્યો રે લો.
દીપતી દોઢસો ધનુષ પ્રમાણ કે, પ્રભુજીની દેહડી રે લો,
દેવની દશ પૂરવ લખ માન કે, આઉખું વેલડી રે લો;
નિરગુણ નીરાગી પણ હું રાગી કે, મન માંહે રહો રે લો,
શ્રી સદ્ગુરુ જ્ઞાની પસાય કે, આતમા સુખ લહ્યો રે લો.
શ્રી સીમંધર જિનસ્તવન
(હાંરે મારે ધર્મ જિણંદશું લાગી પૂરણ પ્રીતજોરાગ)
સત્યવતીનંદન જગઆનંદન દેવજો,
નેહેરે નવરંગે નિતનિત ભેટીયે રે લોલ;

Page 288 of 438
PDF/HTML Page 306 of 456
single page version

background image
ભેટ્યાથી શું થાયે મોરા સજન જો;
ભવભવનાં પાતિકડાં અળગાં મેટીયે રે લોલ.
જય જગનાયક શિવસુખદાયક દેવ જો,
લાયક રે તુજ સરીખો જગમાં કો નહીં રે લોલ.
પરમ નિરંજન નિર્જિત તું ભગવંત જો,
પાવન રે પરમાતમ શ્રવણે સાંભળ્યો રે લોલ.
પામી હવે મેં તુજ શાસન પરતીત જો,
ધ્યાને રે એક તાને પ્રભુ આવી મળ્યો રે લોલ.
શ્રી ગુરુરાજ પ્રતાપે દેખ્યો દેદાર જો,
અહનિશ રે દિલ ધ્યાન વશે જગદીશનું રે લોલ.
શ્રી શાન્તિ જિનસ્તવન
(દીઠી હો પ્રભુ દીઠીરાગ)
સાહિબ હો તુમ્હે સાહિબ શાંતિ જિણંદ,
સાંભળો હો પ્રભુ સાંભળો વિનતી માહરીજી;
મનડું હો પ્રભુ મનડું રહ્યું તુજ પાસ,
સુરતિ હો પ્રભુ સુરતિ દેખી તાહરીજી.
આશા હો પ્રભુ આશા મેરુ સમાન,
મનમાં હો પ્રભુ મનમાં હુતી મુજ અતિ ઘણીજી;
પૂરણ હો પ્રભુ પૂરણ થઈ અમ આશ,
મૂરતિ હો પ્રભુ મૂરતિ દીઠે તુમ તણીજી.

Page 289 of 438
PDF/HTML Page 307 of 456
single page version

background image
સેવક હો પ્રભુ સેવક જાણી સ્વામી,
મુજશું હો પ્રભુ મુજશું અંતર નવિ રાખીએજી;
વળગ્યા હો પ્રભુ વળગ્યા ચરણે જેહ,
તેહને હો પ્રભુ તેહને છેહ ન દાખીએજી.
ઉત્તમ હો પ્રભુ ઉત્તમ જનશું પ્રીત,
કરવી હો પ્રભુ કરવી નિશ્ચે તે ખરીજી;
મૂરખ હો પ્રભુ મૂરખશું જશવાદ,
જાણી હો પ્રભુ ઇમ જાણી તુમશું મેં કરીજી.
કરુણા હો પ્રભુ કરુણા કીજે નાથ,
મોટાને હો પ્રભુ મોટાને ભાખીએ શું ઘણુંજી;
અંતર હો પ્રભુ અંતર ઉલસે મુજ,
ચાહે હો નિત ચાહે દરિશણ તુમ તણુંજી.
શ્રી સીમંધર જિનસ્તવન
(આવેલ આશા ભર્યારાગ)
સીમંધર જિણંદજીરે, રૂડી અરજ સુણો અરિહંતરે;
રસીયા રાજવીરે.
રાજવી તું જિનનાથજીરે, મેળે મુગતિનો સાથરે; રસીયા૦;
હરખ આવે તુજ દર્શનેરે, હવે લાગી લગન અનંતરે.
રસીયા૦
19

Page 290 of 438
PDF/HTML Page 308 of 456
single page version

background image
જેહથી તનમન વેધીઉંરે, કહો તે વિણ કેમ સુહાયરે; રસીયા૦
લાખીણા લખ જો હુવે રે, પણ તે કોઈ ન આવે દાયરે.
રસીયા૦
કારજ સારે આપણારે, પ્રભુ મૂકીયે કિમ તસ કેડીરે; રસીયા૦
કરુણા નયણ નિહાળતાંરે, તું તો નાખે ચૌગતિ ઉખેડી રે.
રસીયા૦
મન મોટું કરી મોહનારે, મુને કીજે સેવક પ્રમાણરે; રસીયા૦
માહરે મન એક તું વસ્યોરે, વાલ્હા તાહરે છે અનેકરે.
રસીયા૦
ચિત ઠારણ જગજીવનોરે, રૂડા સત્યવતી માતાના નંદરે; રસીયા૦
સફળ હોજ્યો અમ વિનતિરે; આછા શ્રેયાંસ નૃપ કુલચંદરે.
રસીયા૦
આશ ધરી મેં તો તાહરીરે, તું તો મન ઓછું ન કરેશરે; રસીયા૦
સબળા તુજ સોભાગથીરે, વારી હું તો સહેજે તરેશ રે.
રસીયા૦
સેવક કહીને બોલાવતારે, વાલ્હા દીધી સંપદ કોડિરે; રસીયા૦
શ્રી જિનવર સુપસાયથીરે; ઇમ દાસ કહે કર જોડી રે.
રસીયા૦
શ્રી સીમંધરનાથ જિનસ્તવન
(આવેલા આશા ભર્યારાગ)
સીમંધર જિન તાહરી રે, મૂરતિ મોહનરાય;
જિનવર સાંભળો.

Page 291 of 438
PDF/HTML Page 309 of 456
single page version

background image
ગ્રહી આત્મતણા ગુણ તાહરા રે, પરમારથ પદ એક; જિ૦
હું નમું પ્રભુ હવે તુજ સદા રે; એ મુજ મોટી ટેક. જિ૦
પરમ પ્રભુ રૂપ જોવતાં રે, રોમ રોમ હરખ ન માય; જિ૦
અનંત ચતુષ્ટય ઝળકી રહ્યા રે, ઝળકે વીતરાગ ભાવ. જિ૦
સફળ ફળી હવે માહરી રે, જો મુજ મળીયો ઇષ્ટ; જિ૦
રંગ પતંગ ન દાખવું રે, રાખું ચોળ મજીઠ. જિ૦
ગગને વાજાં વાગિયાં રે, અમ ઘેર મંગળ તૂર; જિ૦
તુજ સેવક જિન વંદતાં રે, આતમ સુખ ભરપૂર. જિ૦
શ્રી અજિતનાથ જિનસ્તવન
(આવો આવો સીમંધરનાથ અમ ઘેર આવો રેરાગ)
શ્રી અજિતજિનેશ્વર દેવ માહરો સ્વામીરે;
મેં પૂરવ પુણ્ય પસાય સેવા પામીરે;
મનચિંતિતનો દાતાર મુજને મળીયોરે,
હવે મિથ્યામતિનો જોર સહુયે ટળિયોરે.
તો સમ બીજો કોઈ દેવ માહરે નયણેરે,
નાવે ઇક સંસારમાંહ સાચે વયણેરે;
તમે નીરાગી ભગવાન કરુણા રસિયારે;
આવીને મનડામાંહી ભગતેં વસિયારે.
વિજયારાણીના નંદ મહેર કરીજોરે;
જિતશત્રુ નૃપ કુલચંદ દુરિત હરીજોરે;

Page 292 of 438
PDF/HTML Page 310 of 456
single page version

background image
મનમોહન શ્રી જિનરાજ કંચન કાયારે,
અવલંબ્યા મેં મહારાજ તોરા પાયારે.
ઇમ જાણીને જગદીશ મુજને તારોરે,
દુઃખ દારિદ્ર ભયથી નાથ મુને ઉગારોરે;
ઝાઝી ઝાઝી શી વાત તુમને કહીએરે,
પ્રભુ પોતાના કરીને આજ હવે નિરવહિયેરે.
તુમને છોડીને ઓર કોને જાચું રે,
જિન દાખો મુજને તેહ કહિયે સાચું રે;
શ્રી અક્ષય આત્મસ્વરૂપ ચરણ પસાયેરે,
એ આનંદિત મન ખંત પ્રભુ ગુણ ગાયેરે.
શ્રી સુપાસ જિનસ્તવન
(પ્રભુજી મેરે વિનતિ ધરજો ધ્યાનરાગ)
હરી મોહે પ્યારો સુપાસકો નામ.....
પ્યારો સુપાસકો નામ; હરી૦
વંછિત પૂરણ નામ તિહારો,
સબ સુખકો વિસરામ...... હરી૦
ભવ ભય ભંજન જન મનરંજન,
ગંજન પાપકો ઠામ; હરી૦
સુરપતિ નરપતિ અહનિશિ સેવે,
શિવ સુખકી એક હામ.....હરી૦

Page 293 of 438
PDF/HTML Page 311 of 456
single page version

background image
તીન લોકકે સ્વામી સોહિએ,
મોહન ગુણમણિ ધામ; હરી૦
જગજન તારન ભવદુઃખ વારન,
ભક્તવત્સલ ભગવાન......હરી૦
જોગાસન ધરે જોગીશ્વરકું,
જ્યોં મહા મંતસો કામ; હરી૦
તૈસેં સમરન તેરો અહનિશિ,
કરતે સેવક ગુનગ્રામ....હરી૦
શ્રી ૠષભદેવસ્તવન
(સવૈયા)
ઉઠત પ્રભાત નામ, જિનજીકો ગાઈયે;
નાભિજીકે નંદ કે, ચરન ચિત લાઈયે. ઉઠત૦
આનંદ કં કંદજી કો, પૂજિત સુરિંદ વૃંદ;
ઐસો જિનરાજ છોડ, ઓરકું ન ધ્યાઈયે. ઉઠત૦
ઉપશમ રસ વહે, આત્મિક આનંદ વહે;
ઐસે જિનરાજ કે, ચરણ ચિત ધ્યાઈયે. ઉઠત૦
ચેતનમેં કેલી કરે, આનંદકી મોજ કરે;
શાંતિ લેતે શાંતિ દેતે ઐસે પ્રભુ ધ્યાઈયે. ઉઠત૦
જનમ અજોદ્ધા ઠામ, માતા મરુદેવા નામ;
લંછન વૃષભ જાકે, ચરન સુહાઈયે. ઉઠત૦

Page 294 of 438
PDF/HTML Page 312 of 456
single page version

background image
પાંચસે ધનુષ માન, દીપત કનકવાન;
ચોરાશી પૂરવ લાખ, આયુસ્થિતિ પાઈયે. ઉઠત૦
આદિનાથ આદિ દેવ, સુર નર સારે સેવ;
દેવનકે દેવ પ્રભુ, શિવસુખ દાઈયે. ઉઠત૦
પ્રભુકે પાદારવિંદ, પૂજત ઉમંગ ધરી;
મેટો દુઃખદંદ, સુખસંપત્તિ બઢાઈયે. ઉઠત૦
શ્રી સીમંધર જિનસ્તવન
(આદિત્યે અરિહંતએ રાગ)
સીમંધર જિણંદ અરિહંતજી, પ્રભુ અમને રે,
તુમે દ્યો દરિશન મહારાજ, શું કહું તમને રે;
આઠ પહોરમાં એક ઘડી પ્રભુ અમને રે....
લાગ્યું તમારું ધ્યાન.....શું કહું તમને રે....
મધુકરને મન માલતી પ્ર. જીમ મોરાને મન મેહ; શું૦
સીતાને મન રામજી પ્ર. તેમ વાંધ્યો તુમશું નેહ. શું૦
રોહિણીને મન ચંદજી પ્ર. વળી રેવાએ ગજરાજ; શું૦
સમય સમય પ્રભુ સાંભરે પ્ર. મનડામાં મહારાજ. શું૦
નિઃસ્નેહી થઈ નવિ છૂટીએ પ્ર. કરુણાનંદ કહાઓ શું૦
ગુણ અવગુણ જોતાં રખે પ્ર. તો તારક કેમ કહાઓ શું૦

Page 295 of 438
PDF/HTML Page 313 of 456
single page version

background image
રઢ લાગી પ્રભુ સ્વરૂપની પ્ર. મને ન ગમે બીજી વાત શું૦
વાંહે વાત બને નહીં પ્ર. મળીએ મૂકી ભ્રાંત શું૦
સેવે ચિંતામણિ ફળે પ્ર. તું તો ત્રિભુવન નાથ; શું૦
સો વાતે છોડું નહિ પ્ર. હવે આવ્યા મુજ હાથ. શું૦
મુહની વાત મુકો પરી પ્ર. જીમ જાણો તિમ તાર; શું૦
સદ્ગુરુ જ્ઞાનીતણો પ્ર. ભક્તને પ્રભુશું પ્યાર. શુ૦
શ્રી મુનિરાજસ્તવન
(ભરથરીરાગ)
જંગલ વસાવ્યું રે જોગીએ, તજી તનડાની આશજી,
વાત ન ગમે રે આ વિશ્વની, આઠે પહોર ઉદાસજી.
જંગલ૦
સેજ પલંગ પર પોઢતાં, મંદિર ઝરૂખા માંયજી;
તેને નહિ તૃણ સાથરો, રહેતા તરુતલ છાંયજી.
જંગલ૦
સાલ દુશાલા ઓઢતાં, ઝીણા જરકશી જામજી;
તેણે રે ન રાખ્યું તૃણ વસ્ત્રનું, સહે શિર સીત-ઘામજી.
જંગલ૦
હાજી કહેતાં હજાર ઉઠતાં, ચાલતાં લશ્કર લાવજી;
તે નર ચાલ્યા રે એકલા, નહિ પેંજાર પાવજી.
જંગલ૦

Page 296 of 438
PDF/HTML Page 314 of 456
single page version

background image
ભલો રે ત્યાગ રાજા રામનો, ત્યાગી અનેક નારજી;
મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં દૂરજી.
જંગલ૦
ધન્ય ધન્ય શ્રી સુકુમાર મુનિ, ગ્રહ્યું સ્વરૂપ નિર્ગ્રંથજી;
રાજ સાજ સુખ પરિહરી, વેગે ચાલીયા વનજી.
જંગલ૦
એ વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયારે અનેકજી;
ધન્ય રે જનો એ અવની વિષે, તેને કરું હું નમનજી.
જંગલ૦
સમાધિભાવના
ભગવન્ સમય હો ઐસા, જબ પ્રાણ તનસે નિકલે;
આતમસે લો લગી હો, તુમ ભાવ મુજસે નિકલે.
ભગવન્૦
નિજ સ્વરૂપકે નિહાળકે, તેરેમેં લૌ લગાકે;
તુજ ધ્યાન હું રહા ધર, નિજ મગનતાસે નિકલે.
ભગવન્૦
ગુરુજી દરશ દિખાતે, ઉપદેશ ભી સુનાતે;
આરાધના કરાતે, કૃપા વચનસે નિકલે. ભગવન૦
પરભાવસે નિરાલા, લગતા હો ધ્યાન ધારા;
ત્યાગું સભી આહારા, નિજ ધ્યાન ધૂનસે નિકલે.
ભગવન્૦

Page 297 of 438
PDF/HTML Page 315 of 456
single page version

background image
સનસુખ સ્વરૂપ તેરા હો, ઉસ પર નિગાહ મેરા હો;
સંસારસે નિવૃત્ત હો, આત્મા ચમનસે નિકલે.
ભગવન્૦
શ્રી સીમંધર ભગવાનસ્તવન
(ગાજે પાટણપુરમાંએ રાગ)
સુંદર સ્વર્ણપુરીમાં સ્વર્ણરવિ આજે ઊગ્યો રે,
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર,
શ્રી સીમંધર પ્રભુજી પધાર્યા છે અમ આંગણે રે.......૧
(વસંતતિલકા)
નિર્મૂળ મોહ કરીને પ્રભુ નિર્વિકારી,
છે દ્રવ્યભાવ સહુના પરિપૂર્ણ સાક્ષી;
કોટિ સુધાંશુ કરતાં વધુ આત્મશાન્તિ,
કોટિ રવીંદ્ર કરતાં વધુ જ્ઞાનજ્યોતિ.
જેની મુદ્રા જોતાં આત્મસ્વરૂપ લખાય છે રે,
જેની ભક્તિથી ચારિત્રવિમળતા થાય,
એવા ચૈતન્યમૂર્તિ પ્રભુજી અહો ! અમ આંગણે રે. સુંદર૦
‘સદ્ધર્મવૃદ્ધિ વર્તો’ જયનાદ બોલ્યા,
શ્રી કુન્દના વિરહતાપ પ્રભુ નિવાર્યા;
સપ્તાહ એક વરસી અદ્ભુત ધારા,
શ્રી કુન્દકુન્દ હૃદયે પરિતોષ પામ્યા.

Page 298 of 438
PDF/HTML Page 316 of 456
single page version

background image
જેની વાણી ઝીલી કુન્દપ્રભુ શાસ્ત્રો રચ્યાં રે,
જેની વાણીનો વળી સદ્ગુરુ પર ઉપકાર,
એવા ત્રણ ભુવનના નાથ અહો ! અમ આંગણે રે. સુંદર૦
પૂર્વજ્ઞ છે ગણધરો પ્રભુપાદપદ્મે;
સર્વજ્ઞ કેવળી ઘણા પ્રભુના નિમિત્તે;
આત્મજ્ઞ સંતગુણના હૃદયેશ સ્વામી,
સીમંધરા! નમું તને શિર નામી નામી.
જેના દ્વારા જિનજી આવ્યા, ભવ્યે ઓળખ્યા રે,
તે શ્રી કાનગુરુનો પણ અનુપમ ઉપકાર,
નિત્યે દેવ-ગુરુનાં ચરણકમલ હૃદયે વસો રે. સુંદર૦
શ્રી મુનિસુવ્રત જિનસ્તવન
(વીરમાતા પ્રીતિકારિણીએ દેશી)
આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા,
ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નાઠા. આ૦
આંગણે કલ્પવેલી ફળી, ઘન અમીયના વુઠા;
આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આ૦
ઉદ્યમ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે;
સેવક કહે સાહિબે મુક્તિનું, કરિયું તિલક નિજ હાથે. આ૦

Page 299 of 438
PDF/HTML Page 317 of 456
single page version

background image
સંયમ ભાવના
ક્યારે રે’શું! અખંડ આનંદમાં જો,
બની સ્યાદ્વાદી ધરી સમભાવ; ક્યારે૦
નિજ વસ્તુને ખરેખર ઓળખી જો,
કષાયનો કરીશું અભાવ......ક્યારે૦
અરે! કોઈ નિંદે કે કોઈ જપે જાપને જો,
તેમાં કરશું નહીં રાગદ્વેષ; ક્યારે૦
પરમોત્કૃષ્ટ ચૈતન્યને નિહાળવા જો,
વળી ટાળવા કર્મનો ક્લેશ......ક્યારે૦
કેવળ આત્મકલ્યાણને કારણે જો,
વસવા જઈશું વનચરને વાસ; ક્યારે૦
વસી વનરાજાના વાસમાં જો,
એક ચિત્તેથી ધરશું ધ્યાન......ક્યારે૦
યોગ માર્ગના અંતીમ અંગને જો,
સાધી લઈશું જે છે શ્રીકાર; ક્યારે૦
છોને રમતાં જે સાથે શીયાળીઆ જો,
સિંહ વાઘાદી પશુઓ અપાર......ક્યારે૦
પેખી રમતા પરમાણુ પરભાવને જો,
લાવશું ના આશ્ચર્ય લગાર; ક્યારે૦
જ્ઞાન-ધ્યાન વૃદ્ધિનું નિદાન છે જો,
અધિષ્ઠાતાનું જે અધિષ્ઠાન......ક્યારે૦

Page 300 of 438
PDF/HTML Page 318 of 456
single page version

background image
એક પુદ્ગલને જોઈતું નિભાવવા જો,
આહાર દઈશું પણ નહિ રસવાન; ક્યારે૦
વેશ સ્વભાવથી જે શરીરનો જો,
નવીન કરીશું નહિ લવલેશ......ક્યારે૦
એક વાર કરી ભોજન કરપાત્રમાં જો,
લહે તુમ સેવક શિવવાસ;......ક્યારે૦
દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા જો,
જેથી પામશું પૂર્ણસ્વરૂપ.... ...ક્યારે૦
શ્રી સીમંધરનાથને નમ્ર વિનંતિ
(રાગવંદના વંદના વંદનારે)
આવજો આવજો આવજો જિણંદજી
એક વાર સુવર્ણપુરે આવજો,
સેવકને પાય નમાવજો, જિણંદજી!
એક વાર સાક્ષાત્ આવજો.
શ્રી સીમંધર નાથ....જિણંદજી! એક વાર૦
સમવસરણ શોભા જે રૂડી,
ગણધરોને સાથે લાવજો. જિ૦ એક વાર૦
સંતોની ટોળીને સાથે જ લાવજો,
લાવજો કુંદકુંદદેવ......જિ૦ એક વાર૦

Page 301 of 438
PDF/HTML Page 319 of 456
single page version

background image
સાધક જીવોને સાથે જ લાવજો,
લાવજો ચારે તીર્થ.....જિણંદજી૦ એક વાર૦
અમૃત સુગંધી જળ વરસાવશું,
ફૂલના પગર ભરાવશું......જિ૦ એક વાર૦
કનક રતનની પીઠ કરીને,
અષ્ટભૂમિની શોભા રચાવશું. જિ૦ એક વાર૦
કનકનો ગઢને દીપતા કાંગરા,
વચે વચે રતન જડાવશું......જિ૦ એક વાર૦
ચાર દુવારે વીશ હજારાં,
શિવ સોપાન ચડાવશું, જિણંદજી૦ એક વાર૦
દેવ ચારે કર આયુધ ધારી,
દ્વારે ખડા કરે ચાકરી.....જિ૦ એક વાર૦
માનસ્થંભ રૂડા ચાર તે ઊંચા,
તોરણ બહુલા વાવડીયું.....જિ૦ એક વાર૦
મંગલ આઠ ને ધૂપ ધ્વજાઓ,
લતા વેલી ને મંદિરો.....જિ૦ એક વાર૦
પંચવરણ જલથલ કેરાં,
ફૂલ દેવેંદ્રો વરસાવતા, જિ૦ એક વાર૦
જાતી વૈરને છંડી પશુ પંખી,
તુજ ચરણ પદ સેવતાં.....જિ૦ એક વાર૦

Page 302 of 438
PDF/HTML Page 320 of 456
single page version

background image
સભામંડપે બાર પરષદા બેસે,
મુનિ નરનારી આદિ દેવતા, જિ૦ એક વાર૦
ચઉમુખ રતનસિંહાસન બેસી,
અમૃતવાણી સુણાવજો....જિ૦ એક વાર૦
વાણી સુણી સ્વરૂપે તન્મય થઈને,
રહેશું પ્રભુજી સાથ જિ૦ એક વાર૦
અલ્પશક્તિ પ્રભુ અમ સેવકની,
ઇંદ્રોને સાથે લાવજો.......જિ૦ એક વાર
સમવસરણની શોભા વધારે,
અજબ રચના રચાવે. જિ૦ એક વાર૦
સેવકની પ્રભુ વિનંતી સ્વીકારી,
આવજો જરૂર કૃપાનાથજી...જિ૦ એક વાર૦ ૧૦
શ્રી મહાવીર જિનસ્તવન
(પછેડાની દેશી)
દુર્લભ ભવ લહી દોહિલો રે; કહો તરીએ કવણ ઉપાય રે;
પ્રભુજીને વિનવું રે.
સમકિત સાચા સાચવું રે, કહો કરણી કેમ કરી થાય રે પ્ર૦
અશુભ મોહજો મેટીએ રે, કાંઈ શુભ પ્રભુને જાય રે; પ્ર૦
નીરાગે પ્રભુ ધ્યાઈએ રે, કાંઈ તોપણ રાગ કહાય રે. પ્ર૦