Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 23

 

Page 303 of 438
PDF/HTML Page 321 of 456
single page version

background image
નામ ધ્યાતાં જો પાઈએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે; પ્ર૦
મોહ વિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીએ ગુણધામ રે. પ્ર૦
મોહ બંધ જ બાંધીઓ રે, કાંઈ બંધ જહાં નહીં સોય રે; પ્ર૦
કર્મ બંધ ન કીજીએ રે, કાંઈ કર્મબંધન ગયે જોય રે. પ્ર૦
તેહમાં શી પાડ ચડાવીએ રે, કાંઈ તુમેશ્રી મહારાજ રે; પ્ર૦
વિણ કરણી જો તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્ર૦
પ્રેમ મગન નીભાવતા રે, કાંઈ ભાવ તિહાં ભવનાશ રે; પ્ર૦
ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉપદિશે આતમ સાર રે. પ્ર૦
પૂરણ ઘટાભ્યંતર ભર્યો રે, કાંઈ અનુભવ અનુહાર રે; પ્ર૦
આતમ ધ્યાને ઓળખી રે, કાંઈ તરશું ભવનો પાર રે. પ્ર૦
વર્ધમાન મુજ વિનતિ રે, કાંઈ માનજો નિશદિશ રે; પ્ર૦
સેવક કહે મનમંદિરે રે, કાંઈ વસિયો તુ વિશ્વાવીશ રે. પ્ર૦
શ્રી કુંદકુંદપ્રભુનું સ્તવન
મને કો’ને કુંદકુંદ પ્રભુ કેવા હશે?
ક્યાં રહેતા હશે? શું કરતા હશે? મને૦
સીમંધર દેવના દર્શન કરીને
સંદેશો લાવનાર કેવા હશે? મને૦
સાર-સમય કેરી બંસરી બજાવી
હૈયા ડોલાવનાર કેવા હશે? મને૦

Page 304 of 438
PDF/HTML Page 322 of 456
single page version

background image
દર્શન મહત્તા ને ચેતનની શુદ્ધતા
વિશ્વે ગજાવનાર કેવા હશે? મને૦
નિશ્ચય નિહાળનાર શાસન શોભાવનાર
સુધાના સીંચનાર કેવા હશે? મને૦
પ્રભુસ્તવન
હું તો હાલું ચાલું ને પ્રભુ સાંભરે રે......
મારું હાલવું તે અટકી જાય કે પ્રભુ મને સાંભરે રે.
હું તો ભોજન કરું ને પ્રભુ સાંભરે રે.....
મારા ભોજનીયા અટકી જાય કે પ્રભુ મને સાંભરે રે.
હું તો નીંદર કરું ને પ્રભુ સાંભરે રે....
મારી નીંદરડી ઊડી ઊડી જાય કે પ્રભુ મને સાંભરે રે.
સર્વ શુભાશુભે પ્રભુ સાંભરે રે......
મારા શુભાશુભ છૂટી જાય કે પ્રભુ સાંભરે રે.
પ્રભુસ્તુતિ
હે ભગવાન આપ છો, અનંત ગુણામૃત કંદ;
અંતર બાહિર લક્ષ્મીથી સુશોભિત જગ વંદ્ય.
પરમાનંદ સ્વરૂપનું દાન કરતાર જગનાથ;
સ્વયંભૂ વિભૂ આપ છો, આત્મભૂ આત્મ પ્રકાશ.

Page 305 of 438
PDF/HTML Page 323 of 456
single page version

background image
વિશ્વાત્મા વિશ્વતચક્ષુ, અપુર્નભવ નાથ;
અક્ષય સ્વરૂપ અખંડ છો, જ્ઞાનેશ્વર ભગવાન.
ધર્મચક્રી વિજયી, પ્રશાંતકારી નાથ;
કેવળ જ્યોતિ જળહળે, ચૈતન્ય દેદીપ્યમાન.
પુરુષાર્થ સિદ્ધાર્થ છો, ધ્યેય સ્વરૂપ જગનાથ;
અનંત પ્રભુત્વ પ્રગટ થયું, પ્રભુષ્ણ મહારાજ.
દિવ્ય ભાષિત નાથ છો, પવિત્ર શાસન દેવ;
શ્રીપતિ અર્હંત છો, મહાજ્ઞાની ભગવાન.
તીર્થકૃત ભગવાન છો, અમલ અકલંક દેવ;
ધર્મપતિ ધર્માત્મા, પૂર્ણાનંદી સ્વરૂપ.
વિશ્વ વિદ્યામહેશ્વરી, સદ્ગુણોથી પૂર્ણ;
વૃદ્ધ, સ્થીવર, જ્યેષ્ઠ છો, અગ્રેસર અર્હંત.
નિર્દ્વંદ નિરાહાર છો, કૃતકૃત્ય સ્વરૂપ;
ધીર વીર ગંભીર છો, અચિંત્ય વૈભવરૂપ.
શ્રી કુંદકુંદદેવને વિનતિ
એવા કુંદપ્રભુ અમ મંદિરિયે,
એવા આતમ આવો અમ મંદિરિયે;
20

Page 306 of 438
PDF/HTML Page 324 of 456
single page version

background image
જેણે તપોવન તીર્થમાં જ્ઞાન લાધ્યું,
જેણે વન જંગલમાં શાસ્ત્ર રચ્યું;
ૐકાર ધ્વનિનું સત્ત્વ સાધ્યું.એવા૦
જેણે આત્મવૈભવથી તત્ત્વ સીંચ્યાં,
વળી સંયમ ગુચ્છમાં ગુંજી રહ્યા;
જેણે જીવનમાં જિનવર ચિંતવ્યા.એવા૦
મહા મંગળ પ્રતિષ્ઠા મહા ગ્રંથની,
વળી અગમ નિગમના ભાવો ભરી;
દીસે સાર સમયની રચના રૂડી.એવા૦
શ્રી સીમંધર દેવના દર્શન કરી,
સત્ય સંદેશા લાવનાર ચિંતામણિ;
પ્રભુ શ્રુતધારી કળિકાળ કેવળી.એવા૦
હે ગુણનિધિ ગુણાગારી પ્રભુ,
તારી આદર્શતા ન્યારી ન્યારી પ્રભુ;
હું પામર એ શું કથી શકું.એવા૦
પ્રભુ કુંદકુંદદેવ સુવાસ તારી,
પ્રસરાવી મુમુક્ષુ હૃદય માંહી;
કા’નદેવે મીઠા મેહ વરસાવી.એવા૦

Page 307 of 438
PDF/HTML Page 325 of 456
single page version

background image
શ્રી ભગવાન કુંદકુંદને અંજલિ
સુખશાન્તિપ્રદાતા, જગના ત્રાતા, કુંદકુંદ મહારાજ;
જનભ્રાંતિવિધાતા, તત્ત્વોના જ્ઞાતા, નમન કરું છુ આજ.
જડતાનો આ ધરણી ઉપર, હતો પ્રબળ અધિકાર;
કર્યો ઉપકાર અપાર પ્રભુ ! તેં, રચીને ગ્રંથ ઉદાર રેસુખ૦
વરસાવી નિજ વચન-સુધારસ, કર્યો સુશીતલ લોક;
સમયસારનું પાન કરીને, ગયો માનસિક શોક રેસુખ૦
તારા ગ્રંથોનું મનન કરીને પામું અલૌકિક ભાન;
ક્ષણે ક્ષણે હું જ્ઞાયક સમરું, પામું કેવળજ્ઞાન રેસુખ૦
તારું હૃદય પ્રભુ! જ્ઞાન-સમતાનું, રહ્યું નિરંતર ધામ;
ઉપકારોની વિમલ યાદીમાં, લાખો વાર પ્રણામ રેસુખ૦
શ્રી જિનસ્તવન
સુવર્ણપુરી જિનાલયે સોહે વિદેહીનાથ (૨) હાંહાં રે.
અમૃત સરોવર ઊછળ્યા તીર્થધામે અપાર (૨) હાંહાં રે.
સત્યસ્વભાવી મીઠા વાયરા વાયા અમ ઘેર આજ (૨)
સીમંધરનાથની દિવ્યધ્વનિના લાવ્યા કુંદ નિધાન (૨)
વૈશાખ અષ્ટમી દિન રૂડો મહામંગલકાર (૨)
મહા પવિત્ર સમયસારના કર્યા કા’ને પ્રકાશ (૨)

Page 308 of 438
PDF/HTML Page 326 of 456
single page version

background image
ચૌદ પૂર્વના સાર ભર્યા સમયપ્રાભૃત મોઝાર (૨)
મોતી તણા અક્ષત બનાવી કરું શ્રુતપૂજન (૨)
જંબૂના ભરતક્ષેત્રનાં સુવર્ણપુરી અજોડ (૨)
અનુપમ દેવ-ગુરુ-શાસ્ત્રની મળે જગમાં ન જોડ (૨)
વીતરાગ શાસન સૂર ગાજતા ગુરુ કહાન પ્રતાપ (૨)
ભક્તદેવોના વૃંદ ઊતરે મારા જિનાલય દ્વાર (૨)
કંદ શાસ્ત્રની વહી લ્હેરીઓ રૂડા કહાન હૃદય (૨)
અપૂર્વ જ્ઞાનામૃત તણા ગુરુ કરાવે પાન (૨)
શ્રી દેવ-ગુરુ-શાસ્ત્રનું કરું નિત પૂજન (૨)
શ્રી દેવ-ગુરુ ચરણની હો સેવ અહર્નીશ (૨)
શ્રી જિનવાણીસ્તવન
(ભેટે ઝૂલે છે તલવાર)
જિનવાણી અમૃત રસાળ, રસિયા આવોને સુણવા,
જિનવાણીની શ્રુતસાગરની છોળો,
ઊછળે સુવર્ણ મોઝાર-રસિયા૦
તીર્થંકરની વાણીના વાયરા,
વાયા છે પંચમ કાળ.રસિયા૦
નિશ્ચય વ્યવહારની અપૂર્વ ઘટના,
વીતરાગ વાણીએ સોહાય.રસિયા૦
સમય પ્રાભૃતે સોહાયરસિયા૦

Page 309 of 438
PDF/HTML Page 327 of 456
single page version

background image
પરમાગમમાં અચિંત્ય રચના;
સ્યાદ્વાદ કેરી સોહાય.રસિયા૦
ષટ્ દ્રવ્યોની સ્વતંત્રતાને,
દર્શાવે કુંદકુંદદેવ.રસિયા૦
અદ્ભુત ગંભીરતા ભરી જિનસૂત્રે,
માતા તારી મહિમા અગાધ.રસિયા૦
શ્રી ગુરુ કહાનના પરમ પ્રતાપે,
ભેટ્યા પરમાગમ મહાન.રસિયા૦
ભરતના અહો ભાગ્ય ખીલ્યાં છે,
પાક્યા ગુરુ રત્ન કહાન.રસિયા૦
પરમાગમની અચિંત્ય રચના,
કા’ન વાણીમાં સોહાય.રસિયા૦
સદ્ગુરુદેવની વાણી અણમૂલ છે,
અણમૂલ ભર્યા ભંડાર.રસિયા૦ ૧૦
નિરપેક્ષ તત્ત્વ સમજાવે ગુરુજી,
સમજાવે નિશ્ચય-વ્યવહાર.રસિયા૦ ૧૧
શ્રુતસાગરની અનુપમ લહેરીઓ,
ઊછળે સુવર્ણ મોઝાર.રસિયા૦ ૧૨

Page 310 of 438
PDF/HTML Page 328 of 456
single page version

background image
શ્રી કુંદકુંદાચાર્યસ્તવન
સ્વામી શાસનના શિરતાજ અમારે આંગણે આવો;
ગરવા ગુણીજન ગરીબનિવાજ, અમારે આંગણે આવો.
તારા શા કરીએ સન્માન, અમારે આંગણે આવો,
મીઠી જ્ઞાનની ફોરમફોરે, જનમાં વનમાં ચારે કોરે;
ધરીને દિલમાં દીનની દાઝ.....અમારે૦
જૂઠા ઇંદ્રિય મોહ વછૂટે, ભવનાં માયા બંધન તૂટે;
આતમરસ પિવડાવા કાજ......અમારે૦
પ્રભુ તુમ શુદ્ધામૃત-દાતારા, નિજ સ્વરૂપમાંહી રમનારા;
વનવાસે કીધાં આતમ-ધ્યાન......અમારે૦
સાક્ષાત્ શ્રી જિનવરને ભેટ્યા, ત્યાંથી સત્ય સંદેશા લાવ્યા;
ભરતે વર્ત્યો જયજયકાર........અમારે૦
નગ્ન દિગંબર મુદ્રાધારી, છઠ્ઠે સાતમે ઝૂલે વિરાગી;
લીધા આત્માનંદ અપાર.......અમારે૦
પ્રભુ તુમે રત્નત્રયને સાધ્યા, મુક્તિના સાચા પંથ બતાવ્યા;
પ્રકાશ્યા શ્રુતસમુદ્ર અગાધ......અમારે૦
દેવ દેવેંદ્રો ગગને આવે, મંગલ મહોત્સવ ઊજવે આજે;
કુંદપ્રભુ સ્વર્ગમાંથી આજ........અમારે૦
તુજ સુપુત્ર કા’ન જાગ્યા, જેણે આખા હિંદ હલાવ્યા;
પ્રગટી આતમશક્તિ અતુલ..........અમારે૦

Page 311 of 438
PDF/HTML Page 329 of 456
single page version

background image
જેણે સૂતા જીવો જગાડ્યા, તુજ સુશાસ્ત્રોને ઊકેલ્યા;
પ્રકાશી શ્રુતની છોળમછોળ........અમારે૦
અમ ભક્તતણાં ભાગ્ય ખીલ્યાં, કલ્પવૃક્ષ આંગણે ફળિયાં;
પંચમે વરસ્યા અમૃત મેહ........અમારે૦
નિશદિન કરીએ તારી સેવ......અમારે૦ ૧૦
શ્રી જિનસ્તવન
પ્રભુજી તમારી સાથે, સદ્ધયાન આજ જામ્યું,
જિનજી તમારી સાથે સદ્ધયાન આજ જામ્યું,
ઊગ્યો રવિ અનેરો; સદ્ભાગ્યનો હું જાણું......પ્રભુજી૦
દ્રષ્ટિ કહે નીરાગી તું દેવ નિરાળો,
આ દીનદુઃખિયાને દીનાનાથ નિહાળો,
તન મન તું હિ છે જીવન, આધાર એક માનું......પ્રભુજી૦
દિલવર! દયાળુ દેવા! કર્મોથી ઉગારો,
ભક્ત કહો ઓ જિનજી! સેવકને સુધારો;
શરણું તમારું સાચું, ભવસિંધુ ઝાજ માનું......પ્રભુજી૦
શ્રી જિનસ્તવન
(મેં તો આરતી ઉતારુંરાગ)
મેં તો મૂરતિ જુહારું જિનરાજકી રે,
જિનરાજકી રે જગતાજકી રે......મેં તો૦

Page 312 of 438
PDF/HTML Page 330 of 456
single page version

background image
ભક્તિકે પિયૂષ ઘોલ, લગાકે રંગ ચોલ,
મિથ્યા પડલ ખોલ ખોલ (૨)
મેં તો સૂરતિ નિહારૂં વીતરાગકી રે......મેં તો૦
ક્ષમાકે કટાર ધાર, કર્મોંકે કટક સંહાર,
શિવ લહું સાર સાર (૨)
મેં તો વાણી સુણી ગુરુદેવકી રે.....મેં તો૦
શ્રી સીમંધર જિનસ્તવન
(પૂછે મને તો હું કહું દિલદાર હો તો આવી હોએ રાગ)
મૂર્તિ તારી નિર્વિકારી, હિતકાર હો તો આવી હો.....
દેખી નૈનાનંદકારી, મનહર હો તો આવી હો.....મૂર્તિ૦
મદ મોહ માયા વારતી, વીતરાગતા અપનાવતી;
શમ-સુધા પીવડાવતી, અભીધાર હો તો આવી હો....મૂર્તિ૦
શિવપંથને ઉજિયાલતી, આનંદ ચંદની ખીલતી,
કલ્યાણ રસને ઝીલતી, રસદાર હો તો આવી હો....મૂર્તિ૦
તીર્થંકર પદવી વિશ્વમહીં સીમંધર જિનની છે સહી;
ઉપમા બધી જીતી રહી, જયકાર હો તો આવી હો.....મૂર્તિ૦
જ્ઞાની ગુરુદેવે એ સ્તવી, શિવશર્મની એ અનુભવી;
સેવે સદૈવ સવી ભવી, શિવકાર હો તો આવી હો......મૂર્તિ૦

Page 313 of 438
PDF/HTML Page 331 of 456
single page version

background image
શ્રી સીમંધર જિનસ્તવન
(નાગરવેલિઓ રોપાવ, તારા રાજ મહેલોમાંએ રાગ)
સીમંધરદેવને વસાવ, તારા ચિત્તમંદિરમાં,
દેવાધિદેવને વસાવ, તારા ચિત્તમંદિરમાં;
વિદેહીનાથને વસાવ, તારા ચિત્તમંદિરમાં.
ભક્તિસુધારસ ઝીલી, આતમધ્યાનથી ખીલી;
શ્રદ્ધાજ્યોતિઓ જગાવ, તારા ચિત્ત-મંદિરમાં. સી૦
પુંડરગિરિ નગરી જાયા, જેની કંચન વરણી કાયા;
સત્યવતીનંદને વસાવ, તારા ચિત્ત-મંદિરમાં. સી૦
દિલવર દિલ વસાઈ, હટાઈ કષાય કસાઈ;
સંયમ-તોરણ બંધાવ તારા ચિત્ત-મંદિરમાં. સી૦
અનંત ગુણાકર સેવા, કર શિવ-મેવા લેવા;
મંગળ ઘંટડી બજાવ, તારા ચિત્ત મંદિરમાં. સી૦
સીમંધર જિનવર રાયા, પ્રણમે સદ્ગુરુ તુજ પાયા;
ભક્ત-જીવન ઉદ્ધાર, તારા ચિત્ત-મંદિરમાં. સી૦
શ્રી જિનવાણીસ્તવન
(જેવી કરે છે કરણી, તેવી તરત ફળે છેએ રાગ)
જિણંદ ચંદ વાણી, અનુપમ અમી સમી છે;
ગુણરત્ન કેરી ખાણી, બુધ-માનસે રમી છે. જિણંદ૦

Page 314 of 438
PDF/HTML Page 332 of 456
single page version

background image
મીઠાશ જેની જાણી, ગર્વો બધા ગળે છે;
જસ પાન કાને કરતાં, ભવ-વ્યાધિઓ ટળે છે. જિણંદ૦
પશુઓ જે ચાવે તરણાં, સાકર શરણ ધરે છે;
શરમાઈ મીઠી દ્રાક્ષો, વનવાસને કરે છે. જિણંદ૦
પીલુમાં પિલાઈ ઇક્ષુ, અભિમાનને તજે છે;
અભિનંદનીય તે છે, અભિવંદનીય જે છે. જિણંદ૦
કૃપાળુ ગુરુ-ચરણે, શરણે રહી ભણે છે;
જિનવાણી નાવ સંગે, ભવતીર દાસ લે છે. જિણંદ૦
શ્રી પદ્મપ્રભ જિનસ્તવન
(બાબા, મનકી આંખે ખોલએ રાગ)
પ્યારા જ્ઞાન ખજાના ખોલ, જ્ઞાન ખજાના ખોલ. પ્યારા૦ (ટેક)
અખૂટ ખજાના તેરા ખાસા, અનંત ગુણોંકા હૈ વાસા;
જગમેં દાતા, જગમેં ત્રાતા, તીન રતન સેવકકો દે કે,
કરના ૠદ્ધિ કલ્લોલ. પ્યારા.
અનંત કેવલ દર્શનધારી, ગુણ-રયણ-રયણાકાર ભારી;
તુજ મહિમા હે અપરંપારી, કરુણાસાગર કરુણા લાકર,
હરદે દુઃખ-દંદોલ. પ્યારા૦

Page 315 of 438
PDF/HTML Page 333 of 456
single page version

background image
પંકજ જ્યું જલ-પંકસે ન્યારા, વૈસે તું હૈ ભોગ-કર્મસે ન્યારા;
પદ્મપ્રભુ મેરે પ્રાણસે પ્યારા, મુજ મન-પદ્મદલોં વિકસાકર,
જ્ઞાન-સુધારસ ઢોલ. પ્યારા૦
બુધ માનસમેં નિશદિન સોહે, તુજ ગુણપદ્મો જગજન મોહે;
મુજ મન મધુકર લીનો નેહે, અનુપમ પ્રેમ મકરંદ બહાકર,
રંગ લગાઓ ચોલ. પ્યારા૦
શ્રી જીનવરજી જ્ઞાનપ્રદીપક, તીન ભુવન હૈ તુજ પદ સેવક;
દાસ સદા કર જોડ કહત હૈ, મોહ મહા માતંગ
ભગાકર,
મુક્તિ દે અનમોલ. પ્યારા૦
શ્રી સીમંધર જિનસ્તવન
(ગઝલ)
જગતમાં દેવ સાચો તું, તુંહિ જગતાજ મોટો છે;
તુંહિ જિનરાજ તૂઠે ત્યાં, જીવન આદર્શ મોટો છે. જગ૦ (ટેક)
મોટાનો આશરો મોટો, ખજાને કો નહિ તોટો;
અનેરો આશરો ખોટો, તુંહિ ભવઝાજ મોટો છે. જગ૦
૧ દેવ અથવા પંડિત પુરુષોના માનસમાંમનસરોવરમાં.
૨ ભમરો. ૩ પ્રેમરૂપી સુગંધી ફૂલનો મધુર રસ. ૪ પ્રેમ. ૫ ઘણી
લાલીવાળો પાકો રંગ, જે અન્તસમય સુધી પણ તેવો જ રહે છે (આવા
ચોળમજીઠનો રંગ કહેવાય છે). ૬ હાથી અથવા ચંડાળ.

Page 316 of 438
PDF/HTML Page 334 of 456
single page version

background image
તુંહિ ત્રાતા તુંહિ ભ્રાતા, તુંહિ શિવશર્મનો દાતા;
તુંહિ તીન કાળનો જ્ઞાતા, તુંહિ શિરતાજ મોટો છે. જગ૦
ચખાડી ગુણનાં ભાતાં, ભવિક મન આપતા શાતા;
ખપાવો કર્મનાં ખાતાં, તુંહિ જગતાત મોટો છે. જગ૦
શ્રી સીમંધર જિનસ્તવન
(પુજારી મોરે મંદિરમેં આવોએ રાગ)
ભવી.......યા.....! સીમંધર જિનકો ધ્યાવો,
ભવી...યા...! સીમંધર જિનકો ધ્યાવો;
પ્રેમે ભક્તિ-સુધા-ગંગામેં, જીવન નાવ ચલાવોભવીયા૦
મધુકર જ્યું પ્રીતિ માલતી, ત્યું પ્રભુ પ્રીતિ જગાવો......;
જિનસે પાવો શમસુખકો તુમ, સીમંધર-રંગ લગાવો. ભ૦
ભવવન-કષ્ટ ભયો જ્યું નાશે, રંગે યે જિન ગાવો.......;
ધ્યાન ધરી નીરખીર પરે તુમ, આતમજ્યોતિ મિલાવો. ભ૦
ભક્ત-કુમુદકું ચંદ્રવદન હૈ, આનંદ મંગલ પાવો;
અધ્યાતમ ધ્યાન સુધારસ-ધારા, અપને ઘટમેં બહાવો. ભ૦
શ્રી જિનવરજી તુજ સેવકકા, નમ્ર કથન દિલ લાવો;
સીમંધર-સુધાકર ચરણ-સુધાસે, અજરામર પદ પાવો. ભ૦
મુક્તિસુખને આપનાર.
૧. ભમરો. ૨ મોગરાની જાત ફૂલનું. ૩ મોક્ષપદ.

Page 317 of 438
PDF/HTML Page 335 of 456
single page version

background image
શ્રી શ્રેયાંસનાથજિનસ્તવન
(ઝટ જાઓ, ચંદનહાર લાવોએ રાગ)
નિત આપો, શ્રેયાંસનાથ આપો, શ્રેયઅંશ આપોને;
રંગ લાગ્યો શ્રેયસ્કર તારો, સેવક કષ્ટ કા.....પોને. (અંચલી)
(સાખી)
સુર અસુર નર નાયકો, સેવક તારે અનેક;
શ્રેય-પદવી-દાયક વિભો!. અમારે આધાર તું એક રે-
સેવક કષ્ટ કા.....પોને. નિત૦
(સાખી)
શ્રેય-વિધાયક શાશ્વતો, તુમ ગુણરત્નભંડાર;
ગુણ એક આપી પ્રેમથી, રંક જીવન ઉદ્ધાર રે
સેવક કષ્ટ કા.....પોને. નિત૦
(સાખી)
(પ્રભુ) ભક્તિ અધિકી મુક્તિથી, એ અમ રંગ અભંગ;
ચમક ખેંચે જિમ લોહને, તિમ ભક્તિ મુક્તિનો પ્રસંગ રે
સેવક કષ્ટ કા.......પોને. નિત૦
(સાખી)
તરણતારણ જગતાજ તું, ભવજલધિમાં જહાજ,
કાજ અમારાં સારીને, શિવપુરીનું દેજો રાજ રે
સેવક કષ્ટ કા....પોને. નિત૦

Page 318 of 438
PDF/HTML Page 336 of 456
single page version

background image
(સાખી)
પ્રણમી અનંત જિનેશ્વરા, વળી શ્રી સદ્ગુરુપાય;
દાસ શિશુ એમ વિનવે, શ્રી શ્રેયાંસનાથ જિણંદ રે-
સેવક કષ્ટ કા.....પોને. નિત૦
શ્રી વર્દ્ધમાનજિનસ્તવન
(મથુરામાં ખેલ ખેલી આવ્યા, હો કા......ન! એ રાગ)
ત્રિશલા દેવીના જાયા, હો દેવ! વર્દ્ધમાન પાયા
સુરેન્દ્રપૂજ્ય જે પૂજ્ય જગતના, શિરતાજ આજ પાયા.
હો દેવ! વર્દ્ધમાન પાયા૦
કામિતપૂરણ પૂરણપુણ્યે, કામકુંભ કામધેનું પાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦
ભાવઠ ભવની આજ મારી ભાંગી, ચિંતામણિ ચિત્ત ઠાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦
મનોમંદિરમાં સુરતરુ ફળિયો, આંગણે અમી વરસાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦
માનવભવ મેં પાવન કીનો, ભક્તિ-દીપક પ્રકટાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦
વાસરમણિ સમ વર્દ્ધમાન પૂજી, મનપંકજ વિકસાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦
૧. સૂર્ય.

Page 319 of 438
PDF/HTML Page 337 of 456
single page version

background image
નરેંદ્રપૂજિત પ્રેમે વધાવી, કલ્યાણ મંગલ લાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦
શ્રી જિનરાજ પ્રભુ પાય નમીને, જિણંદ-ગુણ-ગણ ગાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦
શ્રી વિમળનાથ જિનસ્તવન
(બુલ બુલ અમારૂં ઊડી ગયું ત્યાંએ રાગ)
વિમળદર્શન મળી ગયું ત્યાં, વિમળ દર્શન હળી ગયું;
વિમળ અમારૂં મન થયું ત્યાં વિમળ ભવનું ટળી ગયું.
વિમળજિનના વિમળ રાગે, વિમળ મતિની જ્યોતિ જાગે;
કુમતિ તમ અમ બળી ગયું.વિમળ૦
વિમળજિન નિજ ગુણ કટારે, કર્મ કટક વિકરાળ વિદારે;
જન્મ-મરણ-દુઃખ ટળી ગયું.વિમળ૦
સજળ જળધર જળની ધારા ભાવિક કળાકર આનંદકારા;
વિમળ જીવન મળી ગયું.વિમળ૦
વિમળ સોવન વાન ગાને, વિમળ તાને વિમળ ધ્યાને;
અચળ વિમળ પદ મળી ગયું.વિમળ૦
૧ નિર્મળ શ્રદ્ધા=સમ્યક્ત્વ. ૨ પ્રાપ્ત થયું. ૩ આવર્ત=સંસાર
સમુદ્રની ભમરીમાં ભમવું તે. ૪ બે બાજુ ધાર અને છેડે અણીવાળું
હથિયાર. ૫ સેના. ૬ જળ સહિત=જળથી પરિપૂર્ણ. ૭. મેઘ. ૮. મોર.

Page 320 of 438
PDF/HTML Page 338 of 456
single page version

background image
અકળ કળાધર જિનજી જોજો, અમી નજરથી અમર કરજો;
ચિત્તચકોર જ્યાં હળી ગયુંવિમળ૦
તીર્થેશ્વરના વિમળ શરણે, વિમળજિનના વિમળ ચરણે;
તુજ સેવક શિર લળી ગયું.વિમળ૦
શ્રી નેમિજિનસ્તવન
(રખીયા બંધાવો ભૈયા, શ્રાવણ આયા રેએ રાગ)
ભવિયા ભવાબ્ધિ નૈયા, તારક...પા....યા રે,
તારક પા.....યા રે, તારક પા.....યા.......રે. ભવિયા૦ (ટેક)
શિવાદેવીના જાયા, નેમિ જિણંદ રાયા;
સમુદ્રકુલ સુહૈયા......તારક પા.......યા.....રે. ભવિયા૦
પશુઓને ઉગારી, તજી રાજુલ નારી;
ગિરનારે જઈ રહીયા...તારક પા.....યા....રે. ભવિયા૦
જિહાં સંજમ લીયા, કેવલ મોક્ષ પાયા;
ત્રૈણ કલ્યાણક ગૈયા....તારક પા.....યા.....રે. ભવિયા૦
શંખ લંછન ધારી, બાળથી બ્રહ્મચારી;
પૂજી સુધારો જૈયા.....તારક પા......યા......રે. ભવિયા૦
શ્રી તીર્થંકરપદ ધામી, પુણ્ય ઉદયે પામી;
સેવક સુકાની સૈયા..તારક પા.....યા....રે. ભવિયા૦
૧ ચંદ્ર તથા કળી ન શકાય તેવી કળાઓને ધારણ કરનાર.
૨ નાવિક ૩. સ્વામી

Page 321 of 438
PDF/HTML Page 339 of 456
single page version

background image
શ્રી શાંતિ જિનસ્તવન
(રાગતુમ્હીને મુઝકો પ્રેમ સિખાયા, રાગભીમપલાસ)
શાંતિદાયક શાંતિ જિનરાયા, તુજ દર્શન મેં નિર્મળ પાયા;
તોરે ગુણ ગણ ગંગમેં ન્હાયા, હર્ષ ભરાયા, જન્મ સુહાયા;
આનંદ આજ અપાર, જિનજી! આનંદ આજ અપાર
શાંતિદાયક૦
દુઃખદોહગને દૂર ભગાયા, નીરખી હરખી ત્રિભુવનરાયા;
આનંદ આજ અપાર, જિનજી! આનંદ૦ શાંતિદાયક૦
શાંતિનિકેતન શાંતિજી પાયા, શાંતિસુધારસ પાન કરાયા;
આનંદ આજ અપાર, જિનજી! આનંદ૦ શાંતિદાયક૦
પતિતપાવન સોવનકાયા, સુરપતિ સેવિત હૈ તુજ પાયા;
આનંદ આજ અપાર, જિનજી ! આનંદ૦ શાંતિદાયક૦ ૪
વિશ્વસેનનૃપ અચિરા જાયા, તુજ ચરણરજ સેવકે ગાયા;
શ્રીસદ્ગુરુ જયકાર, જિનજી! શ્રીસદ્ગુરુ૦ શાંતિદાયક૦
શ્રી જિનસ્તવન
(રાગચલે પવનકી ચાલ જગમેં)
મિલે જગતકે નાથ, અબ તો મિલે જગતકે નાથ;
તું હિ શરણ હૈ હમ લોગોંકા, તું હિ આતમ તન આથ.
અબ તો મિલે૦
૧. ધન.
21

Page 322 of 438
PDF/HTML Page 340 of 456
single page version

background image
જિનવર તોરે ચરણ-કમલમેં, ઝૂકે સુરકે નાથ;
ભક્તિ તોરી ભવકી તરણી, ભાવ રોગોંકા કવાથ,
અબ તો મિલે૦
તુજ દર્શનસે મનખા પાવન, હુઆ આજ સનાથ;
દુઃખકે કાંટે પિસ પિસ ભાંગે, દેખત તેરા કાથ.
અબ તો મિલે૦
સુરતરુસા દેવાધિદેવા, કભી ન છોડું સાથ;
દાસ સુકાની! ભવજલધિસે, તાર લે કર હાથ.
અબ તો મિલે૦
શ્રી સીમંધરનાથ જિનસ્તવન
(રાગમૈં અરજ કરૂં શિર નામી, પ્રભુ કર જોડ જોડ જોડ)
મૈં વંદું સીમંધરસ્વામી, શિર કર જોડ જોડ જોડ,
મૈં નમન કરું જગસ્વામી, પૂર મન કોડ કોડ કોડ.
નયરી પુંડરગિરિ સ્વામી, શ્રી શ્રેયાંસકુલ શશિ નામિ;
સત્યવતીસુત અંતરયામી, અંતર ખોલ ખોલ ખોલ. મૈં૦
દુષ્ટ વિભાવરસ વામી, ચાર કર્મ-રિપુ-દલ-દામી;
ભવકષ્ટ હરો અમ સ્વામી, ચિદ્રસ ઘોલ ઘોલ ઘોલ. મૈં૦
અનંત જ્ઞાન દર્શન ધામી, અનંત ચરણ-ગુણ-અભિરામી;
સાદિ અનંત પદ ગામી, જસ નહિ તોલ તોલ તોલ. મૈં૦
૧. નાવ. ૨ ઉકાળો. ૩ નૂર તાકાત.