Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 18 of 23

 

Page 323 of 438
PDF/HTML Page 341 of 456
single page version

background image
પાર ન પાવૈ સુરગુરુ સ્વામી, જિનગુનરત્નાકર નામી;
દીનદયાલ આતમરામી, રંગ રસ ઢોલ ઢોલ ઢોલ. મૈં૦
આપ હુએ નિજ વિશરામી, હમ રહે સંસાર કે ભ્રામી;
મ્હેર કર કે દે દો સ્વામી, શિવવન મોલ મોલ મોલ. મૈં૦
શ્રી ગુરુવર સેવા કામી, તુજ દાસકા સ્વામી નામી;
મૈં પાવું સદા નિષ્કામી, જિન રંગ રોલ રોલ રોલ. મૈં૦
શ્રી કુંથુનાથ જિનસ્તવન
(રાગવાસુપૂજ્ય વિકાસી, ચંપાના વાસી૦)
કુંથુનાથજી પ્યારા, પ્રાણ આધારા, તારો ભવોદધિ પાર;
સૂર્યસુત સહારા, સુરમનોહારા સ્વામી અમારા,
પાપ અમાપ સંહાર.
હસ્તિનાપુરના નામી સ્વામી, શ્રીનંદન....શ્રી......કા......ર;
મહીમાંહી મહિમા મહા તારો, તારો તારણહા........ર.......રે
સંસાર-સાગર ખારા, દુઃખભંડારા, નિજગુણહારા,
પામર પાર ઉતાર. કુંથુનાથજી૦
ષટ ખંડ સાધી થયા છઠ્ઠા ચક્રી, નવનિધિ ૠદ્ધિ અપા.....ર;
અભ્યંતર
ષટ-કર્મારિ મારી, ખટપટ છોડી અસા.....ર......રે
સત્તરમા જિન ધારા, સંયમ સારા આતમ ઉજાળ્યા,
જાણી અથિર સંસાર. કુંથુનાથજી૦
૧. શ્રીમતીના સુપુત્ર.

Page 324 of 438
PDF/HTML Page 342 of 456
single page version

background image
કેવલ-કમલા-વિમલા પામી, થાપી તીરથ હિતકા.......ર;
ધર્મચક્રવર્તિ થઈ નામી, તાર્યાં કેઈ નરના.....ર....રે
છાગલંછનધારા, અજપદકારા, કર્મરજહારા,
કાજ અમારાં સાર. કુંથુનાથજી૦
કાલ અનાદિની પ્રીતિ વિસારી, કીધો તેં શિવવધૂ પ્યા.......ર;
સેવક ભવઅટવીમાંહી રઝળ્યો, પામ્યો દુઃખ અપા....ર.....રે
પ્રભુ દુઃખ હરનારા, સુખ કરનારા, સેવક તમારા,
માગે રત્નત્રયી સાર. કુંથુનાથજી૦
ભક્તવત્સલ ભગવંત કહાવો, આવો અમા.......રી વા......ર;
શ્રી જિનવર-પદ
પંકજ-ભૃંગની, અરજી દિલમાં ધા....ર...રે
સેવક-સંકટ-ટારા મંગલકારા પાયક પ્યારા,
ભક્ત જીવન ઉદ્ધાર. કુંથુનાથજી.
શ્રી નેમિ જિનસ્તવન
(રાગપારેવડા જાજો વીરાના દેશમાં)
ઓ! પંખિડા! જાજે પ્રભુના દેશમાં (૨)
બોલજે હેજે સંદેશમાં.......ઓ! પંખિડા૦
શ્યામજી સિધાવ્યા શિવનારીને કારણે;
ગિરનાર જેવા પ્રદેશમાં.....ઓ! પંખિડા૦
કહેજે કે રાજુલાએ, કીધી છે બાધા;
જીવવું છે સાધુ વેશમાં.....ઓ! પંખિડા૦
૧ ચરણરૂપી કમળના ભમરાની

Page 325 of 438
PDF/HTML Page 343 of 456
single page version

background image
સ્વામી નેમિનાથ તુંહિ, આશરો છે મારે;
તારો મને ત્યાગના વેશમાં....ઓ ! પંખિડા૦
મુક્ત બ્રહ્મચારી એ, દંપતિને પ્રણમો,
સંત કહે છે ઉપદેશમાં........ઓ! પંખિડા૦
શ્રી સીમંધર જિનસ્તવન
ઓ! પંખિડા જાજે વિદેહના દેશમાં,
બોલજે હેજે સંદેશમાં.....ઓ૦
સ્વામી બિરાજે છે પૂરણ આનંદમાં,
વિદેહ જેવા પ્રદેશમાં.......ઓ૦
કહેજે કે તુમ ભક્તો ભરતે ઝૂરે છે,
જીવે તુમ દર્શન આશમાં.......ઓ૦
કહેજે તુમ ભક્તે કીધી પ્રતિજ્ઞા,
જીવે છે ત્યાગી વેશમાં.......ઓ૦
શ્રી સીમંધર જિનસ્તવન
આટલો સંદેશો ચંદા જિનજીને કહેજો,
તેનો પ્રત્યુત્તર અમને દેજો સંદેશો ચંદા જિનજીને કહેજો.
શ્રી સીમંધરસ્વામી દૂરે વસો છો,
વંદના સ્વીકારી મારી લેજો.સંદેશો ચંદા૦

Page 326 of 438
PDF/HTML Page 344 of 456
single page version

background image
તુજ પદપંકજ મુજ મનભૃંગ,
ચિત્તમાં લાગ્યો મજીઠો રંગસંદેશો૦ ચંદા૦
તરણતારણ પ્રભુ મુજને તારો,
તારક બિરુદને ધરજોસંદેશો ચંદા૦
તુજ વિરહમાં પ્રભુ ટળવળતો દેખી,
સેવકને ઝટ તારી લેજો.સંદેશો ચંદા૦
તુજ સેવામાં પ્રભુ દેવ છે કોડી,
એક મોકલજો આવે દોડી.સંદેશો ચંદા૦
તો મુજ આશા પૂરણ થાય,
આનંદ મંગળ વરતાય.સંદેશો૦ ચંદા૦
દેવાધિદેવ તું તો દીન-દયાળ,
હું વિનવું બે કર જોડ નાથ.સંદેશો ચંદા૦
શ્રી વર્દ્ધમાન જિનસ્તવન
જય વર્દ્ધમાન પ્રભો, સ્વામી જય વર્દ્ધમાન પ્રભો,
દાસ ખડે હૈં ચરણકમલમેં, નૈયા પાર કરો.....ઓ જય૦
કામ ક્રોધ મદ લોભ રહિત સ્વામી, તુમ અંતરયામી;
ભક્તજનોં કે તારણવાલે, અતિ શુદ્ધ-વૃત્તિ ગામી.....ઓ૦
દેવ દેવિયાં સુરનર સારે, મહિમા નિત ગાવે;
આનંદ મંગલાચાર રહે મન, વાંછિત ફલ પાવે....ઓ....૦

Page 327 of 438
PDF/HTML Page 345 of 456
single page version

background image
રાગદ્વેષ-મલ રહિત જિનેશ્વર, હો કેવલજ્ઞાની;
અધમ ઉદ્ધારક સબ સુખકારક, હો આતમ ધ્યાની....ઓ૦
અજર અમર અવિકાર નિરંજન, પૂરણ ઉપકારી;
અવિનાશી સચ્ચિદાનંદઘન, હોતે સુખકારી......ઓ૦ જય૦
શ્રી શ્રી રામ સ્વરૂપ તૂહી હૈ, સબસે હિતકારી;
આત્મજ્ઞાની-ગુરુ ચરણ-કમલ પર, નિશદિન બલિહારી..ઓ૦
શ્રી જિનસ્તવન
આશા બાંધી હૈ જિનવર ભવસાગર તારોગે........(૨)
તૂટી હૈ મોરી નૈયા, તું હો જિનવર ખેવૈયા;
મેરે લીયે કરમોંકા, ભંજન કર ડાલોગે.......આશા૦
સંસારકો મેટનવાલે, તુમ બિન મોહે કોન સંભાલે;
તબ હી મિલેગી મુક્તિ, જબ તુમ મન આવોગે......આશા૦
શ્રી જિનવર વિનતિ માનો, શરણાગત સેવક જાનો;
દુઃખિયાકો અપના કરકે, સંકટ સબ ટાલોગે.......આશા૦
શ્રી જિનસ્તવન
જય અંતરયામી સ્વામી જય અંતરયામી;
દુઃખહારી સુખકારી પ્રભુ તું, ત્રિભુવન કે સ્વામી.....જય૦

Page 328 of 438
PDF/HTML Page 346 of 456
single page version

background image
નાથ નિરંજન સબ દુઃખભંજન સંતન આધારા,
પાપનિકંદન ભાવી ભંજન, સંપતિ દાતારા.....જય૦
કરુણાસિંધુ દયાલુ દયાનિધિ જયજય ગુણધારી,
વાંછિત-પૂરણ શ્રીજન સબજન, સબજન સુખકારી.....જય૦
જ્ઞાન-પ્રકાશી શીવપુરવાસી અવિનાશી અવિકાર,
અલખ અગોચર ત્રિભૂમે અવિચલ, શિવરમણી ભરથાર..જય૦
વિમલ કૃતારથ કલમલહારક તુમ હો દીનદયાલ,
જય જય કારક તારક સ્વામી, સત્ત જીવન રક્ષપાલ.......જય૦
નામ શિખાવે પાપ નશાવે, ચરનન શિરનાવે,
પુનિ પુનિ અરજ સુનાવે સેવક, શિવકમલા પાવે.....જય૦
શ્રી જિનસ્તવન
મહાવીરસ્વામી મેં ક્યા ચાહતા હૂં,
ફક્ત આપકા આશરા ચાહતા હું;
મિલી તુજકો પદવી જો નિરવાન પદદી હાં,
જી તુજ જૈસા મેં ભી હુવા ચાહતા હું.....મહાવીર૦
ફસા હું મેં ચક્કરમેં આવાગમનકે હાં,
કે અબ ઇસે હોના રીહા ચાહતા હું;
દયાકર દયાકર તું મુઝપે દયાલુ હાં,
ક્ષમા ચાહતા હું ક્ષમા ચાહતા હું.....મહાવીર૦

Page 329 of 438
PDF/HTML Page 347 of 456
single page version

background image
બૂરા હું ભલા હું અધમ હું કે પાપી હાં,
દયાકર તું મુઝે કે દયા ચાહતા હું.....મહાવીર૦
શ્રી જિનસ્તવન
ત્રિશલાના જાયાની લાગી મને માયા,
મહાવીરનાં મીઠાં સંભારણાં,
વીર-પ્રભુ સાથે મેં તો બાંધી છે પ્રીતડી,
દિલમાં વસી ગઈ મૂરતિ અલબેલડી;
ધરું સંયમ કેરા ચીર......મીઠાં૦
આતમાની જ્યોત જેણે જગમાં જગાવી,
સ્વપરના ઉદ્ધાર કાજે જીંદગી વીતાવી;
સાગર સમાન ગંભીર.....મીઠાં૦
ભજતાં ભાવે ભવ કર્મો ખપાવે,
શિવલક્ષ્મી સુખ-સંપદ પાવે,
ઉતારે ભવજલ તીર.....મીઠાં૦
ત્રિશલાના જાયાની લાગી મને માયા.......મહાવીરનાં૦
શ્રી જિનસ્તવન
એક જ હૃદયના જાનથી વરસો સુધી સેવા કરી,
તારા ચરણ પાસે હૃદયના પુષ્પની સૌરભ ધરી;

Page 330 of 438
PDF/HTML Page 348 of 456
single page version

background image
લાખ સંકટ મસ્તકે, પરવા છતાં એ ના કરી,
તારા જ દર્શન કાજ વીતી જીંદગી આંસુભરી;
દરશન આપો ઓ પ્રભુજી પ્યારા દર્શન પ્યાસી આજે
બાલ તુમારો.
રામ તુંહી છે શ્યામ તુંહી છે, જગત-ઉદ્ધારક નાથ તુંહી છે,
ભવરણનો વિસામો તુંહી છે, તું છે અમારો આરો.
દર્શન૦
વીતરાગ કેરી તું પ્રતિમા, તોયે દયા સંચારશે,
નિસ્પૃહ દેખું આંખ પણ ત્યાં અમી કેરી ધાર છે;
સાકાર દેખું બાહ્યથી તોયે તું તો નિરાકાર છે;
જ્ઞેય તારા જ્ઞાનમાં પણ જ્ઞાન તુજ સ્વરૂપ છે;
કષ્ટો કાપો ઓ પ્રભુજી વ્હાલા દુનિયા પૂજે આજે બાલ તુમારો.દ૦
રામ તુંહી છે શ્યામ તુંહી છે, જગત-ઉદ્ધારક નાથ તુંહી છે,
ભવરણનો વિસામો તુંહી છે, તું છે અમારો આરો. દરશન૦
શ્રી જિનસ્તવન
ભક્તિરસના ભાવભીના એ, ભરભર પ્યાલા પીલો;
સૌ ભરપૂર પ્યાલા પીલો.
સમતાભાવે જિનદરશનના, અમૃતપાન કરી લો;
સૌ અમૃતપાન કરી લો.

Page 331 of 438
PDF/HTML Page 349 of 456
single page version

background image
કાલ અનાદિના કર્મને છેદી, ક્રોધ માન માયાને ભેદી;
ચિદ્-વિશ્વમાં તત્ત્વજ્ઞાનના, મહાવીર પાઠ પઢી લો,
સૌ૦ ભક્તિરસના૦
સાગર ખારા સલિલ તુફાની, મળ્યા હવે જિન ખરા સુકાની;
ભવસાગર તરવા જો ચાહો, નૈયા પાર કરી લો,
સૌ૦ ભક્તિરસના૦
રાજપાટ સુખ-સંપદ ત્યાગી, બન્યા સંયમી જિન વીતરાગી;
ત્યાગવૃત્તિના અજોડ મંત્ર એ, ઘટઘટ ધ્યાન ધરી લો,
સૌ૦ ભક્તિરસના૦
આતમ-ધર્મનું મનન કરીને, ભાવે વીરવચન દિલ ધરીને;
મહાવીર વધાઈ મંગલ થાવે, શિવલક્ષ્મી સુખ વરી લો,
સૌ૦ ભક્તિરસના૦
શ્રી નંદીશ્વર જિનસ્તવન
નંદીશ્વરજિનધામની શોભા સારી,
હાંરે બિંબ રતનમયી વીતરાગી;
હાંરે જિહાં બાવન જિનમંદિર ભારી,
હાંરે સોહે (બિંબ) એકસો આઠ. (૨) નંદી
અષ્ટાહ્નિકા પર્વ જગમેં બહુ રૂડો,
હાંરે તિહાં ઊતરે દેવોનાં વૃંદો;

Page 332 of 438
PDF/HTML Page 350 of 456
single page version

background image
હાંરે ઉત્તમ દ્રવ્ય લાવીને આઠો,
હાંરે કરતા ભાવે પૂજન (૨) નંદી
રત્નમણિ-દીપે આરતિ ઇંદ્રો કરતા,
હારે વીણા તાલ મૃદંગ સ્વરે ગાતા;
હાંરે વિધવિધ ભાવે નૃત્ય કરતા,
હાંરે ગાવે મહિમા અચિંત્ય (૨) નંદી
સુવર્ણપુરી તીર્થધામમાં દાસ વસિયો,
હાંરે શાશ્વત પ્રતિમા દર્શનનો રસિયો;
હાંરે જિનધામ નિરખવા ઊલસિયો,
હાંરે ક્યારે ભેટું જિનરાજ (૨) નંદી
માંહોમાંહે સહુ દેવેન્દ્રો ગાન કરતા,
હાંરે ચાલો ચાલો સહુ મળી સંગમાં;
હાંરે વંદન પૂજન ભક્તિ કરવા,
હાંરે જઈએ નંદીશ્વરધામ (૨)
હાંરે અહો અહો ધન્ય ભાગ્ય (૨) નંદી
શ્રી સીમંધર જિનસ્તવન
મારા નાથની વધાઈ આજે છે,
મારા સ્વામીની વધાઈ આજે છે;
એના શબ્દ ગગનમાં ગાજે છે,
નારા નાથની વધાઈ આજે છે.

Page 333 of 438
PDF/HTML Page 351 of 456
single page version

background image
સીમંધર નાથની વધાઈ આજે છે,
મહાવિદેહી ભરતે પધાર્યા છે,
ભવ્ય ભક્તોની અરજી સ્વીકારી છે;
શાસન-ઉન્નતિ આજે છે....મારા૦
તુજ સેવકનાં હૃદયો ઊલસે છે,
આજે અમૃત વરસા વરસે છે;
દિવ્યધ્વનિના નાદો ગાજે છે......મારા૦
આજે સ્વર્ગેથી દેવદેવેન્દ્રો આવે છે,
આવી ભક્તિની ધૂન મચાવે છે;
જિનરાજનો જયકાર ગજાવે છે...મારા૦
પ્રભુ ઉપશમ-રસમાં મ્હાલે છે,
ગુણ રત્ન મુદ્રા સોહે છે;
નિજ સ્વરૂપાનંદમાં ડોલે છે......મારા૦
તુજ સમવસરણે જે આવે છે,
તેનાં સર્વે કાર્યો સિદ્ધ થાયે છે;
ત્રિલોકીનાથનો પ્રભાવ એ ગાજે છે...મારા૦
પ્રભુ સેવક લળી પાય લાગે છે,
તુજ ચરણ સેવા આજે માગે છે;
સર્વ વાંછિત વધાઈ આજે માગે છે,
કૃપાનાથ કૃપા વરસાવોને.....મારા૦

Page 334 of 438
PDF/HTML Page 352 of 456
single page version

background image
તારો પ્રભાવ ત્રિભુવને ગાજે છે,
મારા નાથની વધાઈ આજે છે.
શ્રી વીશ વિરહમાન જિનસ્તવન
મેં વીશ જિનવરકો ચિત્તમેં લગાકર ડોલું રે,
મેં પ્રભુ-ભક્તિમેં દિલકો લગાકર બોલું રે;
મેં વીશ વિહરમાન ગુણ ગાઉં, મેં તુજ ચરણોંમેં આઉં,
મેં ચિત્ત ચિત્તમેં તુજકો લગાકર ડોલું રે;
મેં તુજ દર્શન બિન પાયે કબહું ન છોડું રે.....મેં વીશ
મેં ગણધરકો નિત વંદું, મેં મુનિવરકો નિત ધ્યાવું;
મેં નાથકે ધ્યાનકો ધરકે જિન જિન બોલું રે,
મેં સુંદર ભાવકો ભજકે અંતર ખોલું રે.......મેં વીશ
મેં તુજ ચરણોમેં રહેના ચાહું, મેં સંપૂરણ સુખ પાઉં;
મેં તુજ વ્હાલ વ્હાલકર ચિત્તકો લગાકર ડોલું રે,
મેં તુજ દર્શન બિન પાયે કબહું ન છોડું રે.....મેં વીશ
શ્રી જિનસ્તવન
આવો આવો જિનવર આવો, શાંતિસુધારસ પાવો રે......આ૦
જગતારકનું બિરુદ ધરાવો, દાસને શીદ તરસાવો રે....આ૦
અગણિત અધમાધમ ઉદ્ધાર્યા, મુજને કાં વિસરાવો રે. આ૦

Page 335 of 438
PDF/HTML Page 353 of 456
single page version

background image
ભક્ત-વત્સલ ભગવાન કહાવો, સાર્થક કરો એ દાવોરે. આ૦
જગબંધુ! તવ શરણે આવ્યો, દયા દિલમાં લાવોરે. આ૦ ૪
ત્રિવિધ તાપથી તપ્ત અંતર છે, કૃપામૃત વરસાવોરે. આ૦
નિજ ગુણના પકવાન બનાવ્યા, સમ્યક્-સુખડી ચખાવોરે. આ૦
તુજ સેવકની અરજ ઉર ધારો, જ્યોત જિગરમાં જગાવોરે. અ૦
શ્રી વીર જિનસ્તવન
આ ચૈત્રત્રયોદશી આજ છે સહુ જય બોલો;
આ જન્મકલ્યાણક આજ મહાવીરજીની જય બોલો.
આ ત્રિશલામાતાના નંદન, જિણંદજીનો જય બોલો;
આ સિદ્ધારથ-નૃપકુલચંદ, મહાવીરજીની જય બોલો.
પ્રભુ શાસન ઉદ્ધારક જનમિયા, સહુ જય બોલો;
પ્રભુ તરણતારણ જિનરાજ, મહાવીરજીની જય બોલો.
પ્રભુ ત્રીશ વર્ષે તપ આદર્યા, સહુ જય બોલો;
વનવાસે કર્યું આત્મધ્યાન, મહાવીરજીની જય બોલો.
શુક્લધ્યાને ઉજ્જ્વળતા આદરી, સહુ જય બોલો;
લીધા કેવળજ્ઞાન અખંડ, મહાવીરજીની જય બોલો.
પ્રભુ અનંતચતુષ્ટયે રાજતા, સહુ જય બોલો;
અનંત અનંત આનંદ વેદનાર, મહાવીરજીની જય બોલો.

Page 336 of 438
PDF/HTML Page 354 of 456
single page version

background image
દિવ્ય રચના ભરી દિવ્યધ્વનિ છૂટી, સહુ જય બોલો;
તર્યા ભવ્ય જીવો અનંત, મહાવીરજીની જય બોલો.
તુજ શાસનનો વૃદ્ધિકાળ દેખું, સહુ જય બોલો;
પ્રગટ્યા તુજ સુપુત્ર કહાન, ગુરુજીનો જય બોલો.
સત્ ધર્મના દરિયા વહાવિયા; સહુ જય બોલો;
જેણે ઉછાળ્યા આખા ભારત, ગુરુજીનો જય બોલો.
જેણે હલાવ્યા આખા હિંદ, ગુરુજીનો જય બોલો;
શાસન-વૃદ્ધિ-દિન આજનો, સહુ જય બોલો.
વધતાં દેખું ગુરુદેવ, ગુરુજીનો જય બોલો;
શ્રી જયવંત ગુરુજીનો જય દેખી સહુ જય બોલો.
મારા વંદન હો અનંત, ગુરુજીનો જય બોલો.
શ્રી જિનસ્તવન
મેં પ્રભુ ભક્તિમેં ચિત્તકો લગાકર ડોલું........રે
મેં હર્ષભર જિનમંદિર આઉં,
મેં જિનવરકા ગુણ ગાઉં;
પ્રભુજી તુજ ચરણોંમેં ફિર ફિર શિર નમાવું.........રે
અહો પરમ શાંત મુદ્રાકા ધારી,
પ્રભુ તુમ દર્શન હૈ આનંદકારી;
મેં ભક્તિ ભર ભર તેરે પૂજનકો આઉં........રે

Page 337 of 438
PDF/HTML Page 355 of 456
single page version

background image
પ્રભુ રત્નત્રયકો દેને વાલે,
મુઝ ભવ-આતાપ મિટાને વાલે;
પ્રભુ મેં જ્ઞાન સુધાકો લેકર પાન કરું......રે
કનક થાળમેં અર્ઘકો લાઉં,
ફિર રત્ન દીપકકી જ્યોત જગાવું;
મેં જિનેન્દ્રપૂજા અષ્ટ પ્રકારે રચાઉં......રે
જિન! તેરી મહિમા કૈસે ગાવું,
તેરે ચરણોંમેં રહના ચાહું;
શ્રી જિનવરકે ચરણોંમેં શિર ઝુકાવું.....રે
કા’ન ગુરુવરકે ચરણોંમેં શિર ઝુકાવું.......રે
શ્રી સીમંધરનાથ જિનસ્તવન
મનમંદિર આવો રે, કરું એક વિનતડી;
પ્રભુ સીમંધર જિણંદા રે, દાસ સામું જુવો જરી.
નાથ ભરતે પધારો રે, ભક્તો રાહ જોવે ઘણી;
અતિ દર્શન આશા રે, ભાવે કરું ભક્તિ ભલી.
ક્ષણ ક્ષણ તારા ભક્તો રે, વાટલડી જોવે ઘણી;
આવો આવો પ્રભુજી રે, મંદિરિયે સીમંધર ધણી.
22

Page 338 of 438
PDF/HTML Page 356 of 456
single page version

background image
પ્રભુ (અમ) વિનતિ સ્વીકારી રે, ભરતે ભગવાન વિચરો;
દિવ્યધ્વનિ સુણાવી રે, સેવકને ન્યાલ કરો.
તારે અસંખ્ય પ્રદેશે રે, કેવળજ્ઞાનજ્યોતિ ઝળકે;
વીતરાગી જિણંદા રે, ઉપશમરસ મુદ્રા સોહે.
મારું મન પ્રભુ તલસે રે, ક્યારે નીરખું વિદેહી ધણી;
ભક્તિ ભાવે તુઝને ભેટું રે, ચરણે નમું લળી લળી.
મારા મનમાં હોંશ ઘણી રે, દેવાધિદેવ નીરખું ફરી;
નીરખી નીરખીને હરખું રે, સાક્ષાત્ પ્રભુ સેવ કરી.
કુંદકા’નના શિરછત્ર રે, વિનતિ પ્રભુ ધ્યાને ધરી;
ભગવંત ભરતે પધારો રે, બાલક પર મહેર કરી.
શ્રી વીર જિનસ્તવન
(લાગી લગન મ્હને તારી હો લલના, લાગી૦રાગ)
લાગી લગન મ્હને તારી હો જિનજી, લાગી લગન મ્હને તારી.
તું ત્રિભુવન ઉપગારી હો જિનજી, લાગી લગન મ્હને તારી.
અકલ સકલ અવિચલ અવિનાશી,
નિર્વૃતિ-નગર નિવાસી હો જિનજી. લાગી૦
કેવલ જ્ઞાન અનંત પ્રકાશી,
વિશદાનંદ વિલાસી હો જિનજી. લાગી૦

Page 339 of 438
PDF/HTML Page 357 of 456
single page version

background image
વર્ણાદિક પુદ્ગલથી વિરંગી,
આકૃતિ મુક્ત અનંગી હો જિનજી. લાગી૦
વેદ વિવર્જિત અરુહ અસંગી,
નિરુપમ નિજ ગુણરંગી હો જિનજી. લાગી૦ તું૦
નિત્ય નિરંજન તું નિરુપાધિ,
નિર્બંધન નિર્વ્યાધિ હો જિનજી. લાગી૦
નિર્મલ જ્યોતિ નિરીહ નિરાધિ,
સહજ સ્વરૂપ સમાધિ હો જિનજી. લાગી૦ તું૦
ત્રિલોકપતિ જિનશાસન સ્વામી,
વર્દ્ધમાન વિશરામી હો જિનજી. લાગી૦
નિઃશ્રેયસ શિવસુખ ઘનનામી,
આપો અંતરજામી હો જિનજી. લાગી૦ તું૦
શ્રી ગુરુદેવસ્તવન
માતાને સ્વપ્નાં લાધ્યાં ને ઝબકીને જાગ્યા ઉજમબા,
સ્વપ્નાં એ મીઠડાં લાગ્યાં ને દુંદુભિ વાગ્યા ઉજમબા.
જોયું હૃદયમાં જાગી ને નીંદડી ત્યાગી ઉજમબા,
કુંખે આવ્યા છે વડભાગી ને, ભાવઠ ભાંગી ઉજમબા.
માતાને ઉછરંગ આવ્યો ને, સંદેશો સુણાવ્યો ઉજમબા,
માતપિતાને હર્ષ ન માયો, જોષીને તેડાવ્યો ઉજમબા.

Page 340 of 438
PDF/HTML Page 358 of 456
single page version

background image
જોષીએ જોષ એમ જોયાં ને, મનડાં મોહ્યાં ઉજમબા;
કાં કોઈ નગરીનો રાયા કે જગ-તારણહારો ઉજમબા.
મીઠડાં ફળ એમ સુણ્યાં ને, ઉછરંગ આવ્યા ઉજમબા;
પરમ પુરુષ એ જન્મ્યા ને, તેજ ઉભરાણાં ઉજમબા.
તેજ દેખીને માત મોહ્યાં ને, કા’ન નામ રાખ્યા ઉજમબા;
માતને કાનુડા પ્યારા કે, અજબ બાળ લીલા ઉજમબા.
કહાને એવી બંસરી બજાવી રે, આત્મનાદ ગજાવ્યા ઉજમબા;
થયો ધર્મ-ધુરંધર ધોરી કે, જગ તારણહારો ઉજમબા.
શ્રી ગુરુદેવસ્તવન
શાસન ઉદ્ધારક પ્રભુ જન્મદિવસ છે આજનો રે
સહુ જન સંગે હળીમળી મહોત્સવ કરીએ આજ
મારા હૃદયે આજ આનંદના ઉભરા વહે રે. શાસન૦
(સાખી)
ઉમરાળામાં જનમીયા ઉજમબા કુખ નંદ,
કહાન તારું નામ છે જગતવંદ્ય અનુપ;
જયજયકાર જગતમાં થાયે તુજને આજ
મહિમા તુજ ગુણની હું શી કહું મુખથી સાહિબા રે. શા૦
જ્ઞાન-ભાનુ પ્રકાશિયો ઝળક્યો જગત મોઝાર,
સાગર અનુભવ જ્ઞાનનો રેલાવ્યો ગુરુરાજ;

Page 341 of 438
PDF/HTML Page 359 of 456
single page version

background image
વિષમ કાળે વરસ્યો અમૃતનો વરસાદ,
તારી ભક્તિતણો આલ્હાદ ઇચ્છે ઇન્દ્રોપતિ રે. શાસન૦
સીમંધર જિનરાજના નંદન રૂડા કહાન,
ઊછળ્યા સાગર શ્રુતના તુજ આતમ મોઝાર;
તારા જન્મે તો હલાવ્યું આખા હિંદને રે,
પંચમ કાળે તારો અદ્વિતીય અવતાર
સારા ભરતે તારો મહિમા અખંડ વ્યાપી રહ્યો રે. શાસન૦
સેવા ચરણકમળતણી ઇચ્છું નિશદિન દેવ,
તુજ ચરણ સમીપ રહી, કરીએ આત્મકલ્યાણ.
તારા ગુણ તણો મહિમા છે અપરંપાર
તારા જન્મે ગગને દેવદુંદુભિ વાગિયા રે;
ઇંદ્રો ચંદ્રો તારા જન્મદિવસને ઊજવે રે. શાસન૦
શ્રી ગુરુદેવસ્તવન
મારા નાથની વધાઈ આજે છે;
મારા સ્વામીની વધાઈ આજે છે;
ગુરુદેવની વધાઈ આજે છે,
એના શબ્દ ગગનમાં ગાજે છે......મારા૦
વીરમાર્ગ-પ્રવર્તક ભરતે ગાજે છે,
ધર્મ-ધ્વજનો ડંકો બજાવે છે;
શાસન ઉન્નત્તિ આજે છે......મારા૦

Page 342 of 438
PDF/HTML Page 360 of 456
single page version

background image
મુમુક્ષુ હૃદયો ઉલ્લસે છે
આજે અમૃત વરસા વરસે છે,
જૈનશાસનનો જયકાર ગાજે છે....મારા૦
આજે સ્વર્ગેથી ભક્ત દેવો આવે છે,
આવી ભક્તિની ધૂન મચાવે છે,
ગુરુરાજનો જયકાર ગજાવે છે....મારા૦
વૃક્ષો ને વેલડીયો નાચે છે,
ફળ ફૂલ આજે પાય લાગે છે;
ગુરુભક્તિમાં સહકાર આપે છે...મારા૦
અજોડ સંતની વધાઈ વાગે છે,
કેસરી સિંહની વધાઈ વાગે છે;
એ તો ગુણમાં વધતો ગાજે છે....મારા૦
દિવ્યધ્વનિના રહસ્યો જેણે ખોલ્યાં છે,
શાસ્ત્રના ઊંડા મર્મ ઊકેલ્યા છે;
એ તો જગના તારણહાર જાગ્યા છે..મારા૦
પ્રભુ સેવક લળી પાય લાગે છે,
આત્મલાભની વધાઈ આજે માગે છે;
કૃપાનાથ કૃપા વરસાવે છે......મારા૦