Swami Kartikeyanupreksha (Gujarati). Shree Swamikartikeyanupreksha; Aavrutti; Shree Sadgurudev Stuti; Prakashakiy Nivedan; Trutiy Aavruttinu Prakashkiy Nivedan; Upodghat; Vishayanukramnika.

Next Page >


Combined PDF/HTML Page 1 of 17

 


Page -22 of 297
PDF/HTML Page 2 of 321
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદકહાનજૈનશાસ્ત્રમાળા પુષ્પ નં૧૮૧
शुद्धात्मने नमः
શ્રી
સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા અને
પં. જયચંદ્રજી છાવડાની ભાષાટીકાના
ગુજરાતી અનુવાદ સહિત
ઃ અનુવાદકઃ
સોમચંદ અમથાલાલ શાહકલોલ
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)

Page -21 of 297
PDF/HTML Page 3 of 321
single page version

background image
શ્રી સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા (ગુજરાતી)ના


સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા

માતુશ્રી કસુંબાબેન ખીમચંદભાઇ ઝોબાળિયા, સોનગઢ
હઃ બ્ર. ચંદુભાઇ ઝોબાળિયા
મુદ્રક
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ,
સોનગઢ- : (02846) 244081
કિંમત રૂા. ૨૪=૦૦
સર્વ હક પ્રકાશકને સ્વાધીન છે.
પ્રથમ આવૃત્તિવીર સં. ૨૫૧૩વિ. સં. ૨૦૪૩પ્રતઃ ૧૦૦૦
દ્વિતીયાવૃત્તિવીર સં. ૨૫૧૬વિ. સં. ૨૦૪૬પ્રતઃ ૧૦૦૦
તૃતીયાવૃત્તિવીર સં. ૨૫૩૩વિ. સં. ૨૦૬૩પ્રતઃ ૧૦૦૦
આ શાસ્ત્રની પડતર કિંમત રુા. ૫૦=૦૦ થાય છે. અનેક
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રુા. ૪૮=૦૦ થાય
છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી
શાંતિલાલ રતિલાલ શાહ-પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતાં,
આ ગ્રંથની વેચાણ કિંમત રુા. ૨૪=૦૦ રાખવામાં આવી છે.
,


Page -19 of 297
PDF/HTML Page 5 of 321
single page version

background image
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો
! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાંઅંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ
! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
રચયિતાઃ હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -18 of 297
PDF/HTML Page 6 of 321
single page version

background image
પ્રકાશકીય નિવેદન
ભગવાનશ્રીકુંદકુંદકહાનજૈનશાસ્ત્રમાળાના ૧૮૧મા પુષ્પરૂપે ગુજરાતી
ભાષામાં સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષાનું આ બીજું સંસ્કરણ શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા પ્રકાશિત કરતાં અતિ પ્રસન્નતા
અનુભવીએ છીએ. ગુજરાતી ભાષાનુવાદ યુક્ત આ ગ્રંથનું પ્રથમ સંસ્કરણ
‘શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રચારક ટ્રસ્ટ’
અમદાવાદ તરફથી વિ. સં. ૨૦૦૭માં
પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેના આધારે આ દ્વિતીય સંસ્કરણ મુદ્રિત
કરવામાં આવ્યું છે.
બાળબ્રહ્મચારી અધ્યાત્મયોગી નિર્ગ્રંથ દિગંબર મુનિવર શ્રી ‘સ્વામી
કુમાર’ અપરનામ ‘સ્વામી કાર્તિકેય’ પ્રણિત આ ‘અનુપ્રેક્ષાગ્રંથ’ સમ્યગ્જ્ઞાન-
વૈરાગ્યનો અનુપમ બોધ આપનાર ઉચ્ચ કોટિનું એક મહાન શાસ્ત્ર છે.
પ્રાકૃતભાષામાં રચાયેલ આ પવિત્ર શાસ્ત્રમાં, વૈરાગ્યજનની અધ્રુવાદિ બાર
ભાવનાના અતિ ભાવવાહી તેમજ રહસ્યગંભીર વર્ણનની સાથે સાથે,
પ્રકરણના પ્રસંગ અનુસાર, વીતરાગ જૈનદર્શનનું પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાન પણ
અતિ સુંદર રીતે નિરૂપવામાં આવ્યું છે. ‘અનુપ્રેક્ષા’ના આ ભાવવાહી મહાન
ગ્રંથ ઉપર, અધ્યાત્મરસાનુભવી બાળબ્રહ્મચારી સન્માર્ગપ્રકાશક પરમપૂજ્ય
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ અધ્યાત્મરસભરપૂર સુંદર પ્રવચનો આપ્યાં
છે. પૂજ્ય ગુરુદેવે ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’નાં પ્રવચનોમાં જે અર્થગંભીર તેમ
જ જ્ઞાન-વૈરાગ્યપ્રેરક અદ્ભુત રહસ્યો ખોલ્યાં છે તેમનાથી અનેક મુમુક્ષુહૃદયો
પ્રભાવિત થયાં છે; અને તેથી કેટલાક મુમુક્ષુ મહાનુભાવોની, ઘણા વખતથી
અપ્રાપ્ય એવા આ મહાન ગ્રંથનું નવું સંસ્કરણ છપાવવાની માગણી હતી.
અધ્યાત્મયુગપ્રવર્તક પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પવિત્ર
સાધનાભૂમિ અધ્યાત્મતીર્થધામ સુવર્ણપુરી (સોનગઢ) માં સ્વાનુભવવિભૂષિત
પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની, અધ્યાત્મ સાધના તેમ જ દેવ-ગુરુ-
ભક્તિભીની મંગળ છાયાતળે પૂર્વવત્ જે અનેકવિધ ધાર્મિક ગતિવિધિ ચાલે
છે તેના એક અંગરૂપ સત્સાહિત્ય પ્રકાશનવિભાગ દ્વારા જે આર્ષપ્રણીત મૂળ

Page -17 of 297
PDF/HTML Page 7 of 321
single page version

background image
શાસ્ત્રો તથા પ્રવચન ગ્રંથો વગેરે પ્રકાશિત કરવામાં આવે છે તે પૈકીનું આ
એક નૂતન પ્રકાશન છે.
આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપવા બદલ ‘કહાન મુદ્રણાલય’ના
માલિક શ્રી જ્ઞાનચંદજી જૈનનો આભાર માનીએ છીએ.
તત્ત્વજ્ઞાન તેમજ વૈરાગ્યરસથી ભરપૂર આ પવિત્ર ગ્રંથનું આત્માર્થના
લક્ષે ઊંડું અવગાહન કરીને મુમુક્ષુ જીવો જ્ઞાનવૈરાગ્યરસભીની ભગવતી
સાધના પ્રાપ્ત કરો!
એ જ, પ્રકાશનના શુભાવસરે મંગળ ભાવના.
દીપાવલી-પર્વ, વિ. સં. ૨૦૪૩
(મહાવીર-નિર્વાણ દિન)
તૃતીયાવૃત્તિનું પ્રકાશકીય નિવેદન
પ્રથમાવૃત્તિ અને દ્વિતીયાવૃત્તિ અતિ અલ્પ સમયમાં વેચાણ થઈ જતાં,
આપણા પરમ તારણહાર પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અતિશય
પ્રભાવના ઉદયે અને પૂ. ભગવતીમાતા ચંપાબેનની પવિત્ર છત્રછાયાના
પ્રભાવે આત્માર્થી જીવોમાં જાગૃત થયેલ આત્માર્થતાને લીધે આ વૈરાગ્યવર્ધક
અને આત્માર્થપોષક શાસ્ત્રની વધુ માંગ થતાં આ શાસ્ત્ર ફરીથી પ્રથમાવૃત્તિ
પ્રમાણે જ છાપવામાં આવે છે.
શ્રુતપંચમી પર્વ
વીર. નિ.સં. ૨૫૩૩
સાહિત્ય પ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ–364250
સાહિત્ય પ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ–364250

Page -16 of 297
PDF/HTML Page 8 of 321
single page version

background image
ઉપોદ્ઘાત
‘દ્વાદશ અનુપ્રેક્ષા’ અર્થાત્ ‘બાર ભાવના’ વીતરાગ જૈનધર્મમાં આધ્યાત્મિક
સાધનાનું એક મહત્ત્વપૂર્ણ ઉત્તમ અંગ છે. જિનાગમમાં તેનો, ‘स
गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ।’એ રીતે, સંવરના ઉપાયમાં અંતર્ભાવ
કરવામાં આવ્યો છે. તેની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કેઅઢી દ્વીપની,
પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહએ પંદરેય કર્મભૂમિમાં થનારા
ત્રણે કાળના સર્વ તીર્થંકરો, ગૃહસ્થદશામાં નિરપવાદ નિયમથી, આ ‘બાર
ભાવના’ના ચિંતવનપૂર્વક જ વૈરાગ્યની સાતિશય વૃદ્ધિ પામીને, લૌકાંતિક દેવો
દ્વારા નિયોગજનિત અનુમોદના થતાં, સ્વયં દીક્ષિત થાય છે.
અનુપ્રેક્ષા એટલે ભાવના, ચિંતવન, મનોગત અભ્યાસ, પરિશીલન,
વૈરાગ્યભાવના, સંસાર, શરીર તેમ જ ભોગ વગેરેના અનિત્ય, અશરણ,
અશુચિ આદિ સ્વભાવનું
અંતરમાં નિત્ય, શરણ અને પરમ શુચિસ્વરૂપ નિજ
ત્રિકાળશુદ્ધ જ્ઞાયક આત્માના લક્ષ તેમ જ સાધના સહિતસંવેગ તેમ જ વૈરાગ્ય
અર્થે ફરી ફરી ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા છે. (૧) અનિત્ય-અનુપ્રેક્ષા, (૨)
અશરણ-અનુપ્રેક્ષા, (૩) સંસાર-અનુપ્રેક્ષા, (૪) એકત્વ-અનુપ્રેક્ષા, (૫) અન્યત્વ-
અનુપ્રેક્ષા, (૬) અશુચિત્વ-અનુપ્રેક્ષા, (૭) આસ્રવ-અનુપ્રેક્ષા, (૮) સંવર-
અનુપ્રેક્ષા, (૯) નિર્જરા-અનુપ્રેક્ષા, (૧૦) લોક-અનુપ્રેક્ષા, (૧૧) બોધિદુર્લભ-
અનુપ્રેક્ષા, અને ધર્મ-અનુપ્રેક્ષા
એ પ્રમાણે અનુપ્રેક્ષાના બાર ભેદ છે. આ
બારેયના સ્વરૂપનું, ભવદુઃખશામક જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિ અર્થે, વારંવાર
અનુચિંતન અવશ્ય કર્તવ્ય છે.
‘અનુપ્રેક્ષા’ વિષે પ્રાચીન આચાર્યોએ તેમ જ મધ્યકાલીન વિદ્વાનોએ પણ
ઘણું લખ્યું છે. વીતરાગ દિગંબર સંતો, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તેમ જ
મુનિવર શ્રી કાર્તિકેયસ્વામીએ (અપરનામ ‘સ્વામી કુમારે’) તો આ વિષય ઉપર
સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે. શ્રી કુંદકુંદાચાર્યદેવની કૃતિ ‘બારસ-અણુવેક્ખા’ અને
શ્રી કાર્તિકેય મુનિવરની કૃતિ ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ નામથી પ્રસિદ્ધ છે. તે બંને
અનુપ્રેક્ષા-ગ્રંથોની અનેક આવૃત્તિઓ મુદ્રિત થઈને પ્રકાશિત થઈ ગઈ છે.

Page -15 of 297
PDF/HTML Page 9 of 321
single page version

background image
બાર અનુપ્રેક્ષાઓમાં પ્રત્યેક અનુપ્રેક્ષા દ્રવ્ય-અનુપ્રેક્ષા અને ભાવ-અનુપ્રેક્ષાના
ભેદથી બે પ્રકારે છે. સાધકભાવરૂપ શુદ્ધપરિણતિમય અંતરંગ વિરક્તિની પુષ્ટિ
અર્થે ભવ-તન-ભોગનાં અધ્રુવ, અશરણ અને અશુચિપણાનું તેમ જ સંસાર વગેરેનું
વિકલ્પયુક્ત ચિંતન તે દ્રવ્ય-અનુપ્રેક્ષા છે અને વિકલ્પયુક્ત ચિંતન સાથે જ્ઞાનીને
અંતરમાં જ્ઞાનાનંદસ્વભાવી આત્માના અવલંબને વર્તતી જે વિકલ્પાતીત વીતરાગ
શુદ્ધ પરિણતિ તે ભાવ-અનુપ્રેક્ષા છે. આ શુદ્ધ પરિણતિમય ભાવ-અનુપ્રેક્ષા જ
સાધક જીવને સંવર-નિર્જરાનું કારણ છે; વિકલ્પયુક્ત ચિંતનમય દ્રવ્ય-અનુપ્રેક્ષા
તો શુભ રાગ છે; તે તો આસ્રવ-બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું નહિ. સાધક
જીવને જેટલે અંશે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે
તેટલે અંશે તેને આસ્રવ
બંધ થતો નથી, પરંતુ જેટલે અંશે શુભાશુભ રાગ
છે તેટલે અંશે તેને નિયમથી આસ્રવ-બંધ થાય છે. જ્ઞાનીને અંતરંગ શુદ્ધ પરિણતિ
સાથે વર્તતા ‘અનિત્ય’ આદિ ચિંતનના શુભ રાગને વ્યવહારે ‘અનુપ્રેક્ષા’ કહેવાય
છે, પરંતુ ‘અનુપ્રેક્ષા’ તો સંવરનું કારણ હોવાથી, તે શુભરાગયુક્ત ચિંતન પરમાર્થે
‘અનુપ્રેક્ષા’ નથી, ‘અનિત્ય’ આદિના ચિંતનકાળે વર્તતી અંતરંગ શુદ્ધ પરિણતિ
જ નિશ્ચય-અનુપ્રેક્ષા છે.
બાર અનુપ્રેક્ષાનું માહાત્મ્ય તેમ જ ફળ અચિંત્ય છે. અનાદિ કાળથી
આજ સુધી જે કોઈ ભવ્ય જીવો પૂર્ણાનંદમય મુક્તદશાને પામ્યા છે તે બધા
આ અનિત્ય આદિ બાર ભાવનાઓનું
એક, અનેક અથવા બધીયનુંતત્ત્વતઃ
અંતરંગ શુદ્ધિયુક્ત ચિંતન કે ધ્યાન કરીને જ પામ્યા છે. વિશેષ કહેવાની
આવશ્યકતા નથી, એટલું જ કહેવું પર્યાપ્ત છે કે જે ભૂતકાલમાં તીર્થંકરો,
ચક્રવર્તીઓ, બળદેવો, ગણધરો વગેરે શ્રેષ્ઠ પુરુષો સિદ્ધિને વર્યા અને જેઓ
ભવિષ્યમાં વરશે તે બધું આ ભાવનાઓના તાત્ત્વિક શુદ્ધિયુક્ત ચિંતવનનું જ
અચિંત્ય ફળ છે. ખરેખર, એ બધું જ્ઞાનવૈરાગ્યવર્ધક ભાવનાઓનું જ માહાત્મ્ય
છે. આ બાર ભાવનાઓના ચિંતનનો નિરંતર અભ્યાસ કરવાથી આત્માર્થી જીવોનાં
હૃદયમાં રહેલો કષાયરૂપ અગ્નિ બુઝાઈ જાય છે, પરદ્રવ્યો પ્રત્યેનો રાગભાવ
ક્ષીણ થઈ જાય છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય થઈને જ્ઞાનરૂપ દીપકનો
પ્રકાશ થાય છે. માટે મોક્ષેચ્છુ આત્માએ બાર ભાવનાઓનું તાત્ત્વિક ચિંતવન
નિરંતર કરવું જોઈએ, કેમકે અંતરંગ શુદ્ધિયુક્ત આ બાર ભાવના સમસ્ત વિભાવો
તેમ જ કર્મોના ક્ષયનું કારણ થાય છે.

Page -14 of 297
PDF/HTML Page 10 of 321
single page version

background image
અનિત્યાદિ બાર ભાવનાના તત્ત્વજ્ઞાનપૂર્વક ચિંતવનનું સામાન્યપણે
પ્રયોજન એ છે કેધર્મધ્યાનમાં જે પ્રવૃત્તિ કરે છે તેને આ દ્વાદશાનુપ્રેક્ષા
આધારરૂપ છે, અનુપ્રેક્ષાના બળે ધ્યાતાપુરુષ ધર્મધ્યાનમાં સ્થિર રહે છે;
વસ્તુસ્વરૂપમાં જે એકાગ્રચિત્ત થાય છે તે, તેનું વિસ્મરણ થતાં તેનાથી ચલિત
થઈ જાય છે, પરંતુ વારંવાર તેને એકાગ્રતા માટે જો ભાવનાનું આલંબન મળી
જાય તો તે ચલિત નહિ થાય. માટે આત્મહિતના ઇચ્છુક જીવોએ આ બાર
ભાવના ભાવવી જોઈએ.
પ્રત્યેક ભાવનાનું વ્યવહાર-નિશ્ચય ચિંતવન નિમ્ન પ્રકારે મોક્ષેચ્છુ ભવ્ય
જીવોએ કરવું જોઈએ.
અધ્રુવ-અનુપ્રેક્ષાઃઉત્તમ ભવન, સવારી, વાહન, શયન, આસન, દેવ,
મનુષ્ય, રાજા, માતા, પિતા, કુટુંબી અને સેવક આદિ બધાય સંયોગો અનિત્ય
અર્થાત્ છૂટા પડી જનાર છે. બધા પ્રકારની સામગ્રી
પરિગ્રહ, ઇન્દ્રિયો, રૂપ,
નીરોગતા, યૌવન, બળ, તેજ, સૌભાગ્ય અને સૌંદર્ય વગેરે બધુંય મેઘધનુષની
જેમ નશ્વર છે. અહમિંદ્રનાં પદ, ચક્રવર્તી અને બળદેવ આદિની પર્યાયો
પાણીના પરપોટા, ઇન્દ્રધનુષ, વિજળી અને વાદળાંની શોભા સમાનક્ષણભંગુર
છે. જ્યાં, દૂધ અને પાણીની જેમ જીવો સાથે નિબદ્ધ, દેહ પણ શીઘ્ર નષ્ટ
થઈ જાય છે ત્યાં ભોગોપભોગનાં સાધનભૂત પૃથક્વર્તી પદાર્થો
સ્ત્રી આદિ
પરિકરનો સંયોગ શાશ્વત કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. અધ્રુવભાવનાનું
નિશ્ચયથી ચિંતન આ પ્રમાણે કરવું કે
પરમાર્થથી જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા દેવ,
અસુર અને નરેન્દ્રના વૈભવોથી ને શરીરાદિ પરપદાર્થોથી તદ્દન ભિન્ન
ત્રિકાળશુદ્ધ તેમ જ શાશ્વત પરમ પદાર્થ છે. તત્ત્વજ્ઞાનપૂર્વક તેનું અનુપ્રેક્ષણ
કરવાથી શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે.
અશરણ-અનુપ્રેક્ષાઃમરણ સમયે ત્રણે લોકમાં જીવને મરણથી
બચાવનાર કોઈ નથી. મણિ, મંત્ર, ઔષધ, રક્ષક સામગ્રી, હાથી, ઘોડા, રથ
અને સમસ્ત વિદ્યાઓ વગેરે કોઈ શરણ આપનાર નથી. સ્વર્ગ જેનો કિલ્લો
છે, દેવો સેવક છે, વજ્ર શસ્ત્ર છે અને ઐરાવત ગજરાજ છે એવા ઇન્દ્રને
પણ કોઈ શરણ નથી
તેને પણ મૃત્યુથી બચાવનાર કોઈ નથી. નવ નિધિ,
ચૌદ રત્ન, ઘોડા, મત્ત ગજેન્દ્રો અને ચતુરંગિણી સેના વગેરે કાંઈ પણ ચક્રવર્તીને
શરણરૂપ નથી, જોતજોતામાં કાળ તેને કોળિયો કરી જાય છે. તો પછી જીવને

Page -13 of 297
PDF/HTML Page 11 of 321
single page version

background image
નિશ્ચયે શરણ કોણ છે? જન્મ, જરા, મરણ, રોગ અને ભય ઇત્યાદિથી આત્માનું
રક્ષણ કરવાવાળો સર્વ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન ત્રિકાળ શુદ્ધ નિજ જ્ઞાયક
આત્મા જ શરણ છે. આત્મા સ્વયં પંચપરમેષ્ઠીરૂપ પરિણમન કરે છે તેથી
આત્મા જ આત્માનું શરણ છે.
સંસાર-અનુપ્રેક્ષાઃજિનેન્દ્રદેવપ્રણીત અધ્યાત્મમાર્ગની અંતરમાં સમ્યક્
પ્રતીતિ તેમ જ પરિણતિ વિના જીવ અનાદિકાળથી જન્મ, જરા, મરણ, રોગ
અને ભયથી પ્રચુર એવા પંચ પરવર્તનરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મોના
નિમિત્તે આ જીવ સંસારરૂપી ભયાનક વનમાં ભ્રમણ કરે છે; પરંતુ નિશ્ચયનયે
જીવ સદા કર્મોથી રહિત છે તેથી તેને સંસાર જ નથી. સંસારથી અતિક્રાન્ત
નિજ નિત્ય શુદ્ધ આત્મા ઉપાદેય છે અને સંસારદુઃખોથી આક્રાંત ક્ષણિક દશા
હેય છે
એવું ચિંતવન કરવું તે સંસાર-અનુપ્રેક્ષા છે.
એકત્વ-અનુપ્રેક્ષાઃજીવ એકલો જ કર્મ કરે છે, એકલો જ દીર્ઘ
સંસારમાં ભટકે છે, એકલો જ જન્મે-મરે છે અને એકલો જ ઉપાર્જિત કર્મોનાં
ફળ ભોગવે છે. જીવ એકલો જ પુણ્ય-પાપ કરે છે અને એકલો જ તેના
ફળમાં ઊંચ-નીચ ગતિ ભોગવે છે. નિશ્ચયનયે એકત્વનું અનુપ્રેક્ષણ કરનાર એમ
ભાવે છે કે
હું ત્રણે કાળે એકલો જ છું, મમત્વથી રહિત છું, શુદ્ધ છું તથા
સહજ જ્ઞાન-દર્શન સ્વભાવથી પરિપૂર્ણ છું. આ શુદ્ધ એકત્વભાવ જ સદા
ઉપાદેય છે. આત્માર્થી જીવે સદા આ પ્રમાણે એકત્વની વિચારણા
ભાવના
કર્તવ્ય છે.
અન્યત્વ-અનુપ્રેક્ષાઃમાતા-પિતા, ભાઈ, પુત્ર તથા સ્ત્રી વગેરે
કુટુંબીઓનો આ જીવ સાથે પરમાર્થે કોઈ સંબંધ નથી, બધાં પોતાના સ્વાર્થ
વશ સાથે રહે છે. ઇષ્ટ જનનો વિયોગ થતાં આ જીવ શોક કરે છે પરંતુ
આશ્ચર્ય છે કે પોતે સંસારરૂપી મહાસાગરમાં ગળકાં ખાઈ રહ્યો છે તેનો તો
શોક કરતો નથી! નિશ્ચયનયે અન્યત્વભાવનાનો ચિંતક એમ ચિંતવે છે કે આ
જે શરીરાદિ બાહ્ય દ્રવ્યો છે તે બધાં મારાથી અન્ય છે. મારો તો, મારી સાથે
ત્રિકાળ-અન્યભૂત સહજશુદ્ધ જ્ઞાનદર્શનમય નિજ આત્મા જ છે.
અશુચિત્વ-અનુપ્રેક્ષાઃઅશુચિમય એવું આ શરીર હાડકાંઓનું બનેલું,
માંસથી લપેટાયેલું, ચામડાથી આચ્છાદિત કીટસમૂહથી ભરપૂર અને સદા

Page -12 of 297
PDF/HTML Page 12 of 321
single page version

background image
મલિન છે. વળી તે દુર્ગન્ધથી યુક્ત, ઘૃણિત, ગંદા મળથી ભરેલું, અચેતન,
મૂર્તિક, સડણ-ગળણ સ્વભાવવાળું છે, નશ્વર છે. નિશ્ચયનયે આ આત્મા
અશુચિમય શરીરથી ભિન્ન, કર્મનોકર્મથી રહિત, અનંત સુખનો ભંડાર
પરમશુચિમય તથા શ્રેષ્ઠ છે. આ રીતે સાધક જીવે અશુચિત્વભાવના નિરંતર
ભાવવી જોઈએ.
આસ્રવ-અનુપ્રેક્ષાઃમિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ
આસ્રવો છે ને કર્મબંધનું કારણ છે. પ્રત્યેક ભેદ-પ્રભેદ તથા સ્વરૂપ જિનાગમમાં
કહેલ છે. ભાવ તેમ જ દ્રવ્ય કર્માસ્રવને કારણે જ જીવ સંસાર-અટવીમાં
પરિભ્રમણ કરે છે. શુભાશુભ આસ્રવને લીધે જીવ સંસારસાગરમાં ડૂબી જાય
છે, માટે આસ્રવરૂપ ક્રિયા મોક્ષનું કારણ નથી; જે શુભાસ્રવરૂપ ક્રિયા જ્ઞાનીને
હેયબુદ્ધિએ હોય છે તે પરંપરાએ મોક્ષનું કારણ વ્યવહારે કહેવાય છે.
અશુભાસ્રવરૂપ ક્રિયા તો મોક્ષનું કારણ છે જ નહિ, પરંતુ શુભાસ્રવરૂપ ક્રિયા
પણ મોક્ષનું કારણ નથી. આસ્રવરૂપ ક્રિયા દ્વારા નિર્વાણ થતું નથી. આસ્રવ
સંસારગમનનું જ કારણ છે, માટે નિંદનીય છે. નિશ્ચયનયે જીવને કોઈ પણ
આસ્રવ નથી. તેથી આત્માને સદૈવ શુભાશુભ બંને પ્રકારના આસ્રવોથી રહિત
ભાવવો જોઈએ.
સંવર-અનુપ્રેક્ષાઃચલ, મલિન અને અગાઢ દોષ ટળતાં નિર્મળ
સમ્યક્ત્વરૂપી દ્રઢ કમાડ દ્વારા મિથ્યાત્વરૂપી આસ્રવ બંધ થઈ જાય છે;
પંચમહાવ્રતયુક્ત શુદ્ધ પરિણતિથી અવિરતિરૂપ આસ્રવનો નિયમથી નિરોધ થાય
છે; અકષાયરૂપ શુદ્ધ પરિણતિથી કષાયરૂપ આસ્રવોનો અભાવ થાય છે અને
અંતરંગ શુદ્ધિ સહિત શુભયોગની પ્રવૃત્તિ અશુભયોગનો સંવર કરે છે તથા
શુદ્ધોપયોગ દ્વારા શુભયોગનો નિરોધ થઈ જાય છે; શુદ્ધોપયોગથી જીવને
ધર્મધ્યાન અને શુક્લધ્યાન થાય છે, તેથી ધ્યાન સંવરનું કારણ છે.
એમ
નિરંતર સંવરના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. પરમ નિશ્ચયનયે જીવને સંવર
નથી, કેમ કે તે તો દ્રવ્યસ્વભાવે સદા શુદ્ધ છે. તેથી દ્રવ્યદ્રષ્ટિએ આત્માને સદા
સંવરભાવથી રહિત સદા પરિપૂર્ણ શુદ્ધ વિચારવો જોઈએ.
નિર્જરા-અનુપ્રેક્ષાઃપૂર્વે બાંધેલાં કર્મોનું એકદેશ ખરી જવું તે નિર્જરા
છે. જે કારણો સંવરનાં છે તે જ નિર્જરાનાં છે. નિર્જરાના બે ભેદ છેઃ (૧)
સવિપાક અને (૨) અવિપાક. સવિપાક નિર્જરા, અર્થાત્ ઉદયકાળ આવતાં

Page -11 of 297
PDF/HTML Page 13 of 321
single page version

background image
સ્વયં પાકીને કર્મો ખરી જાય તે, ચારેય ગતિઓના જીવોને હોય છે; અને
અવિપાક નિર્જરા અંદર શુદ્ધ પરિણતિયુક્ત જ્ઞાનીને વિશેષતઃ વ્રતી જીવોને તપ
દ્વારા, થાય છે. પરમાર્થનયે ત્રિકાળશુદ્ધ જીવને નિર્જરા પણ નથી, તેથી
દ્રવ્યદ્રષ્ટિએ આત્માને સદા નિર્જરાભાવથી રહિત એકરૂપ પૂર્ણ શુદ્ધ ચિંતવવો
જોઈએ.
લોક-અનુપ્રેક્ષાઃજીવાદિ પદાર્થોનો સમૂહ તે લોક છે. લોકના ત્રણ
વિભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. નીચે સાત નરક, મધ્યમાં
અસંખ્યાત દ્વીપ-સમુદ્ર અને ઉપર ત્રેસઠ ભેદ સહિત સ્વર્ગ છે. અને સૌથી
ઉપર મોક્ષ છે. અશુભોપયોગથી નરક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે,
શુભોપયોગથી દેવ અને મનુષ્ય ગતિનાં સુખ મળે છે અને શુદ્ધોપયોગથી જીવને
મોક્ષ પ્રાપ્ત થાય છે.
‘તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.’
આ રીતે લોકના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ.
બોધિદુર્લભ-અનુપ્રેક્ષાઃસમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્રની
એકતારૂપ શુદ્ધ પરિણતિ ‘બોધિ’ છે; તેની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેની
દુર્લભતાનો વારંવાર વિચાર કરવો તે બોધિદુર્લભ-અનુપ્રેક્ષા છે. કર્મોદયજન્ય
પર્યાયો તેમ જ ક્ષાયોપશમિક જ્ઞાન હેય છે અને કર્મનિરપેક્ષ ત્રિકાળશુદ્ધ નિજ
આત્મદ્રવ્ય ઉપાદેય છે
એવો અંતરમાં દ્રઢ નિર્ણય તે સમ્યગ્જ્ઞાન છે.
જ્ઞાયકસ્વભાવી નિજ આત્મદ્રવ્ય ‘સ્વ’ છે અને બાકી બધુંદ્રવ્યકર્મ, ભાવકર્મ
ને નોકર્મ‘પર’ છે. આ રીતે સ્વ-પરના ને સ્વભાવ-વિભાવના સ્વરૂપનું ચિંતવન
કરવાથી હેય-ઉપાદેયનું જ્ઞાન થાય છે, અર્થાત્ સમસ્ત પરદ્રવ્ય ને પરભાવ હેય
છે અને સ્વદ્રવ્ય ઉપાદેય છે. નિશ્ચયનયે હેય-ઉપાદેયના વિકલ્પ પણ આત્માનું
સ્વરૂપ નથી. મુનિરાજ ભવનો અંત લાવવા માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક
‘બોધિ’નું વારંવાર અનુપ્રેક્ષણ કરે છે.
ધર્મ-અનુપ્રેક્ષાઃમોહ અને ક્ષોભ રહિત આત્માની નિર્મળ પરિણતિ
‘ધર્મ’ છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સ્વાનુભૂતિયુક્ત નિજ શુદ્ધાત્મદર્શન વિના
શ્રાવકધર્મ કે મુનિધર્મ
કોઈ ધર્મ સંભવી શકતો નથી. શ્રાવકધર્મના દર્શનપ્રતિમા

Page -10 of 297
PDF/HTML Page 14 of 321
single page version

background image
આદિ અગિયાર ભેદ છે અને મુનિધર્મના ઉત્તમ ક્ષમા આદિ દસ ભેદ છે.
શ્રાવકધર્મ મોક્ષનું પરંપરાએ કારણ છે અને મુનિધર્મ સાક્ષાત્ કારણ છે. માટે
શુદ્ધપરિણતિમાં શ્રાવકધર્મથી આગળ વધી જે મુનિધર્મમાં પ્રવૃત્ત થાય તે
અત્યાસન્નભવ્યજીવ શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક કે મુનિનો જે
વ્રતાદિ શુભપ્રવૃત્તિરૂપ આચારધર્મ છે તે પરમાર્થે ‘ધર્મ’ નથી. પરંતુ નીચલી
દશામાં નિર્મળ પરિણતિ સાથે તે હઠ વિના સહજ વર્તતો હોવાથી તેને
ઉપચારથી ‘ધર્મ’ કહેવામાં આવે છે. માટે શુભાસ્રવરૂપ વ્રતાદિમય શ્રાવકધર્મ
કે મુનિધર્મ
બંને ધર્મોમાં મધ્યસ્થ ભાવના પારખીને નિરંતર શુદ્ધ આત્માનું
ચિંતન કરવું.
અહો! પરમ વૈરાગ્યની જનની એવી આ બાર અનુપ્રેક્ષાઓનો મહિમા
શું કથી શકાય! આ બાર અનુપ્રેક્ષાઓ જ ખરેખર પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ,
આલોચના અને સમાધિ વગેરે છે. માટે આ અનુપ્રેક્ષાઓનું નિરંતર ચિંતન કરવું
જોઈએ. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે નિશ્ચય અને વ્યવહારથી
કથવામાં આવેલી આ અનુપ્રેક્ષાઓનું જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ
નિર્વાણને પામે છે.
પ્રાકૃતભાષામાં નિબદ્ધ ૪૯૧ ગાથા દ્વારા ‘સ્વામી કુમાર’ મુનિરાજે આ
કાર્તિકેયાનુપ્રેક્ષામાં અનિત્યાદિ બાર ભાવનાઓની સાથે સાથે, તેમની સાથે
બંધબેસતા અનેક વિષયોનું ઘણી જ સુંદર અને સુગમ રીતે નિરૂપણ કર્યું છે.
તે તે વિષયનું નિરૂપણ કરનારી ગાથાઓની ભાષા એટલી સરળ, સ્પષ્ટ, મધુર
અને તલસ્પર્શી છે કે એકાગ્રચિત્તે અધ્યયન કરનારને તેમાં ભરેલા, જ્ઞાન-
વૈરાગ્યને સીંચનારા, ભાવોથી હૃદય આહ્લાદિત થઈ જાય છે. અધ્રુવ આદિ
પ્રત્યેક અનુપ્રેક્ષાનું તે તે પ્રકારની શુદ્ધિએ પરિણત આત્મદ્રવ્યનું વૈરાગ્યપ્રેરક તેમ
જ ઉપશાન્તરસયુક્ત હૃદયગ્રાહી ચિત્રણ આપીને તે તે અનુપ્રેક્ષાની પ્રાયઃ અંતિમ
એક
બે ગાથામાં તે તે પ્રકારની શુદ્ધિએ પરિણત આત્મદ્રવ્યનું આલંબન દેતાં
એવું મીઠું અને કરુણારસભીનું સંબોધન કર્યું છે કે જેનાથી ભવ્ય જીવોને
રોમાંચ ખડા થઈ જાય. હે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને ક્ષણભંગુર સાંભળી
તેમ જ મહામોહ છોડી, તારા અંતઃકરણને નિર્વિષય
વિષય રહિતકર, જેથી
તું ઉત્તમ સુખને પ્રાપ્ત થઈશ....હે ભવ્ય! તું પરમશ્રદ્ધાપૂર્વક
દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ આત્માના શરણનું સેવન કર! આ સંસારમાં પરિભ્રમણ

Page -9 of 297
PDF/HTML Page 15 of 321
single page version

background image
કરતા જીવોને નિજ આત્મા સિવાય અન્ય કોઈ શરણ નથી.....હે ભવ્યાત્મા!
સર્વપ્રકારે ઉદ્યમ કરી મોહ છોડી તું એ આત્મસ્વભાવનું ચિંતવન કર કે જેથી
સંસારપરિભ્રમણનો સર્વથા નાશ થાય......હે ભવ્યાત્મા! તું ઉદ્યમ કરીને જીવને
શરીરથી સર્વ પ્રકારે ભિન્ન જાણ! તેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો તત્ક્ષણ
છોડવા યોગ્ય ભાસશે...ઇત્યાદિ.
કાર્તિકેયાનુપ્રેક્ષા ‘દ્વાદશ અનુપ્રેક્ષા’ વિષયનો સંભવતઃ સૌથી મોટો ગ્રંથ
છે તેમાં ગ્રંથકારે ‘લોક-અનુપ્રેક્ષા’ (ગાથા ૧૧૫ થી ૨૮૩) અને ધર્મ-અનુપ્રેક્ષા’
(ગાથા ૩૦૨ થી ૪૩૫) નો ઘણી ગાથાઓમાં વિસ્તાર કરીને દ્રવ્યાનુયોગના
તેમ જ ધર્મ-આરાધનાના અનેક વિષયો આવરી લીધા છે. ધર્માનુપ્રેક્ષાના વર્ણન
પછી તેની ચૂલિકારૂપે અનશન આદિ બાર તપોનું પણ એકાવન ગાથાઓમાં
(ગાથા ૪૩૮ થી ૪૮૮) ઘણું સુંદર વર્ણન કર્યું છે.
‘લોકભાવના’માં આવેલી, દ્રવ્યાનુયોગના સિદ્ધાન્તોનું નિરૂપણ કરનારી
(ગાથા ૧૭૬ થી ૨૮૦) ગાથાઓમાંથી નિમ્ન ગાથાઓ વિશેષ અનુપ્રેક્ષણીય
છેઃ ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૯૧, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૦૪, ૨૦૫;
વસ્તુમાં કારણકાર્યની વ્યવસ્થાનું નિરૂપણ કરનારી ગાથાઓઃ ૨૨૨ થી ૨૨૩;
ગાથા ૨૩૭ થી ૨૪૬માં દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપવર્ણન વિષે ગાથા ૨૪૩માં
કહ્યું છે કે
જો ‘દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે
ઢંકાયેલા છે’ એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિફલ (વ્યર્થ) છે. ગાથા
૨૪૬માં કહ્યું છેઃ દ્રવ્ય અને પર્યાયમાં (સર્વથા) ભેદ માને છે તેને કહે છે
કે હે
મૂઢ! જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુતઃ ભેદ માને છે તો દ્રવ્ય અને
પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે. એમ માનતાં દ્રવ્ય અને
પર્યાય જુદી વસ્તુ ઠરે છે, પણ તેમાં ધર્મધર્મીપણું ઠરતું નથી.
આગળ ‘ધર્મ-અનુપ્રેક્ષા’ના અધિકારમાં શ્રાવકધર્મ અને મુનિધર્મના વર્ણન
પહેલાં સમ્યક્ત્વનું માહાત્મ્ય બતાવતાં ગાથા ૩૨૫માં કહ્યું છે કેસર્વ રત્નોમાં
પણ મહારત્ન સમ્યક્ત્વ છે. વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વ યોગ, મંત્ર,
ધ્યાન આદિમાં સમ્યક્ત્વ ઉત્તમ યોગ છે, કારણ કે
સમ્યક્ત્વથી મોક્ષ સધાય
છે. અણિમાદિ ૠદ્ધિઓમાં પણ સમ્યક્ત્વ મહાન ૠદ્ધિ છે. ઘણું શું કહીએ!
સર્વ સિદ્ધિ કરવાવાળું આ સમ્યક્ત્વ જ છે. ગાથા ૩૨૬માં કહ્યું છે કે
સમ્યક્ત્વગુણ સહિત જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) છે તે દેવોના ઇન્દ્રોથી તેમ જ

Page -8 of 297
PDF/HTML Page 16 of 321
single page version

background image
મનુષ્યોના ઇન્દ્રો ચક્રવર્તી આદિથી વંદનીય થાય છે; અને વ્રત રહિત હોય
તોપણ નાના પ્રકારનાં સ્વર્ગાદિકનાં ઉત્તમ સુખ પામે છે. ગાથા ૩૨૭માં કહ્યું
છે કે
સમ્યગ્દ્રષ્ટિ જીવ દુર્ગતિના કારણરૂપ અશુભ કર્મોને બાંધતો નથી, પરંતુ
આગળના ઘણા ભવોમાં બાંધેલાં પાપકર્મોનો પણ નાશ કરે છે. અહો!
સમ્યક્ત્વનો એ અનુપમ મહિમા! માટે શ્રીગુરુનો ઉપદેશ છે કે
સર્વ પ્રથમ
પોતાના સર્વસ્વ ઉપાયઉદ્યમયત્નથી પણ એક મિથ્યાત્વનો નાશ કરી
સમ્યક્ત્વ અવશ્ય અંગીકાર કરવું.
ભાષાનુવાદના કર્તા પં. જયચંદ્રજી છાબડા, આ ગ્રંથની પીઠિકા લખતાં,
લખે છે કે‘ત્યાં પ્રથમ એક ગાથામાં મંગલાચરણ કરી બે ગાથામાં બાર
અનુપ્રેક્ષાનાં નામ કહ્યાં છે. ઓગણીસ ગાથાઓમાં અધ્રુવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું
છે, નવ ગાથાઓમાં અશરણાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે , બેંતાળીશ ગાથાઓમાં
સંસારાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,
તેમાં ચાર ગતિઓનાં દુઃખોનું, સંસારની
વિચિત્રતાનું અને પંચપરાવર્તનરૂપ પરિભ્રમણનું વર્ણન છે, છ ગાથાઓમાં
એકત્વાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, ત્રણ ગાથાઓમાં અન્યત્વાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,
પાંચ ગાથાઓમાં અશુચિત્વાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં
આસ્રવાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, સાત ગાથાઓમાં સંવરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે,
તેર ગાથાઓમાં નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે, એકસો ઓગણસીત્તેર
ગાથાઓમાં લોકાનુપ્રેક્ષાનું વર્ણન કર્યું છે.
તેમાં, આ લોક છ દ્રવ્યોનો સમૂહ છે; અનંત આકાશદ્રવ્યના મધ્યમાં
જે જીવ-અજીવ દ્રવ્ય છે તેને ‘લોક’ કહે છે, તે ‘લોક’ પુરુષાકારરૂપ ચૌદ રાજુ
ઊંચો છે અને તેનું ઘનરૂપ ક્ષેત્રફળ કરતાં ત્રણસો તેંતાળીશ રાજુ થાય છે;
અને તે જીવ-અજીવ દ્રવ્યોથી ભરેલો છે. ત્યાં પ્રથમ જીવદ્રવ્યનું વર્ણન કર્યું છે
અને તેના અઠ્ઠાણું જીવસમાસ કહ્યા છે, તે પછી પર્યાપ્તિઓનું વર્ણન કર્યું છે,
લોકમાં જે જીવ જ્યાં જ્યાં રહે છે તેનું વર્ણન કરી તેની સંખ્યા તેનું અલ્પ-
બહુત્વ તથા તેનાં આયુ-કાયનું પ્રમાણ કહ્યું છે. વળી કોઈ અન્યવાદી જીવનું
સ્વરૂપ અન્યપ્રકારરૂપ માને છે તેનું યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું છે. બહિરાત્મા-
અંતરાત્મા-પરમાત્માનું વર્ણન કરી કહ્યું છે કે અંતઃતત્ત્વ તો જીવ છે અને અન્ય
બધાં બાહ્યતત્ત્વ છે;
એમ કહી જીવોનું નિરૂપણ કર્યું છે. ત્યાર બાદ અજીવનું
નિરૂપણ છેત્યાં પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય તથા કાળદ્રવ્યનું

Page -7 of 297
PDF/HTML Page 17 of 321
single page version

background image
વર્ણન કર્યું છે. વળી દ્રવ્યોના પરસ્પર કાર્ય-કારણભાવનું નિરૂપણ કરી કહ્યું છે
કે
બધાં દ્રવ્યો પરિણામી, દ્રવ્ય-પર્યાયરૂપ, અનેકાન્ત સ્વરૂપ છે, કારણ કે
અનેકાન્ત વિના કાર્ય-કારણભાવ બનતો નથી અને કાર્ય-કારણભાવ વિના દ્રવ્ય
શાનું? એ પ્રમાણે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ કહી પછી સર્વ પદાર્થોને જાણવાવાળા
પ્રત્યક્ષ-પરોક્ષસ્વરૂપ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અનેકાન્તસ્વરૂપ વસ્તુને સાધવાવાળું
શ્રુતજ્ઞાન છે, અને તેના ભેદ નય છે. તે વસ્તુને અનેક ધર્મસ્વરૂપ સાધે છે,
તેનું વર્ણન છે. વળી કહ્યું છે કે
પ્રમાણ-નયોથી વસ્તુને સાધી જે મોક્ષમાર્ગને
સાધે છે એવા, તત્ત્વને સાંભળવાવાળા, જાણવાવાળા, ભાવવાવાળા તથા ધારણ
કરવાવાળા વિરલા છે, પણ વિષયોને વશ થવાવાળા ઘણા છે.
એમ કહી
લોકભાવનાનું કથન કર્યું છે.
ત્યાર પછી અઢાર ગાથાઓમાં ‘બોધિદુર્લભાનુપ્રેક્ષા’નું વર્ણન કર્યું છે.
તેમાં સંસારી જીવ નિગોદથી માંડીને અનેક પર્યાય સદા પામ્યા કરે છે, જે
સર્વ સુલભ છે; પરંતુ માત્ર એક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પામવો
મહા દુર્લભ છે
એમ કહ્યું છે.
ત્યાર પછી એકસો છત્રીસ ગાથાઓમાં ‘ધર્માનુપ્રેક્ષા’નું વર્ણન કર્યું છે.
ત્યાં નેવું ગાથાઓમાં શ્રાવકધર્મનું વર્ણન છે. તેમાં છવ્વીસ ગાથાઓમાં અવિરત-
સમ્યગ્દ્રષ્ટિનું વર્ણન છે, બે ગાથાઓમાં દર્શનપ્રતિમાનુ, એકતાલીસ ગાથાઓમાં
વ્રતપ્રતિમાનું (શ્રાવકનાં બાર વ્રતોનું), બે ગાથાઓમાં સામાયિકપ્રતિમાનું, છ
ગાથાઓમાં પ્રોષધપ્રતિમાનું, ત્રણ ગાથાઓમાં સચિત્તત્યાગપ્રતિમાનું, બે
ગાથાઓમાં રાત્રિભોજનત્યાગપ્રતિમાનું, એક ગાથામાં બ્રહ્મચર્યપ્રતિમાનું, એક
ગાથામાં આરંભવિરતિપ્રતિમાનું, બે ગાથાઓમાં પરિગ્રહત્યાગપ્રતિમાનું, બે
ગાથાઓમાં અનુમતિત્યાગપ્રતિમાનું અને બે ગાથાઓમાં ઉદ્દિષ્ટઆહાર-
ત્યાગપ્રતિમાનું વર્ણન છે
એ પ્રમાણે અગિયાર પ્રતિમાઓનું વર્ણન છે. વળી
બેંતાળીશ ગાથાઓમાં મુનિધર્મનું વર્ણન છે. ત્યાં રત્નત્રયયુક્ત થઈ મુનિ ઉત્તમ
ક્ષમાદિ દશલક્ષણધર્મનું પાલન કરે છે તે દશલક્ષણધર્મનું ભિન્ન ભિન્ન વર્ણન
કર્યું છે. અહિંસાદિ ધર્મની મહત્તાનું વર્ણન કર્યું છે, ત્યાં કહ્યું છે કે
ધર્મ
સેવવો, પણ તે પુણ્યફળના અર્થે ન સેવવો, પરંતુ માત્ર મોક્ષ-અર્થે સેવવો,
ધર્મમાં શંકાદિ આઠ દૂષણ ન રાખવાં, પણ નિઃશંકિતાદિ આઠ અંગ સહિત
ધર્મ સેવવો.
એ વગેરે ભિન્ન ભિન્ન વર્ણન છે. અંતમાં ધર્મના ફળનું
માહાત્મ્ય વર્ણવીને ધર્માનુપ્રેક્ષાનું કથન સમાપ્ત કર્યું છે.

Page -6 of 297
PDF/HTML Page 18 of 321
single page version

background image
ત્યાર પછી આ ધર્માનુપ્રેક્ષાની ચૂલિકારૂપે બાર પ્રકારનાં તપનું એકાવન
ગાથામાં ભિન્નભિન્નવર્ણન કર્યું છે. અને છેલ્લે ત્રણ ગાથાઓમાં કર્તાએ પોતાનું
કર્તવ્ય પ્રગટ કરી અંતમંગળ દ્વારા આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. એ પ્રમાણે બધીય
મળીને ચારસો એકાણું ગાથાપ્રમાણ આ ગ્રંથ છે.
આ પ્રસ્તુત અનુપ્રેક્ષાગ્રંથ ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ નામથી પ્રસિદ્ધ છે.
તેના પ્રણેતા વીતરાગ દિગંબર જૈન સંત બાળબ્રહ્મચારી શ્રી ‘સ્વામી કુમાર’
(ગાથા ૪૮૯) અપરનામ સ્વામી કાર્તિકેય છે. તેમના ગુરુનું નામ વિનયસેન
હતું. ‘કુમાર’ નામના અનેક આચાર્ય તેમજ વિદ્વાન થઈ ગયા છે. તેમાં આ
અનુપ્રેક્ષા-ગ્રંથના કર્તા ‘સ્વામી કુમાર’ લગભગ ઇસવી સન ૧૦૦૮માં દક્ષિણ
ભારતને વિષે વિચરતા હતા
એવો વિદ્વાનોનો મત છે. શ્રી શુભચંદ્ર આચાર્ય
દ્વારા વિ. સં. ૧૬૧૩માં રચિત ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ની (૩૯૪મી ગાથાની)
સંસ્કૃત ટીકામાં ‘સ્વામી કાર્તિકેયમુનિ ક્રોંચરાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક
ગયા’
એમ જે ઉલ્લેખ આવે છે તે અનુમાનતઃ ઇસવી સનના પ્રારંભમાં થયેલ
કોઈ બીજા કાર્તિકેયમુનિ હશે.એમ વિદ્વાનોનું માનવું છે.
‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ ઉપર રચાયેલી બે ટીકા ઉપલબ્ધ છે. એક શ્રી
શુભચંદ્રાચાર્યકૃત સંસ્કૃત-ટીકા અને બીજી જયપુરનિવાસી પંડિત જયચંદ્રજી
છાબડા (ઇસવી સન ૧૮૦૯) દ્વારા સંસ્કૃત ટીકાના આધારે રચિત ઢૂંઢારી
ભાષા ટીકા. વીર સં. ૨૪૪૭, ઇ. સ. ૧૯૨૧માં ‘ભારતીય જૈન સિદ્ધાન્ત
પ્રકાશિની સંસ્થા’ દ્વારા પ્રકાશિત આ અનુપ્રેક્ષા-ગ્રંથની દ્વિતીયાવૃત્તિના આધારે
કલોલનિવાસી સ્વ. શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ દ્વારા વિ. સં.
૨૦૦૭માં આ ગુજરાતી ભાષાનુવાદ કરવામાં આવ્યો છે. આ ગુજરાતી
ભાષાનુવાદનું પ્રથમ સંસ્કરણ ‘શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રસારક ટ્રસ્ટ’, અમદાવાદ
તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તે ગુજરાતી
સંસ્કરણના આધારે, અધ્યાત્મ જ્ઞાનવૈરાગ્યનો અનુપમ બોધ આપનાર સૌરાષ્ટ્રના
આધ્યાત્મિક સંત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ જ્ઞાન, વૈરાગ્ય
ને ભક્તિરસથી તરબોળ પોતાનાં સ્વાનુભવસુધાસ્યંદી અદ્ભુત પ્રવચનોમાં
‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’નાં જે ગહન રહસ્યો ખોલ્યાં છે તે શ્રવણ કરીને
મુમુક્ષુહૃદયોને અનુભવ થયો કે આ ગ્રંથમાં, દ્રવ્યસ્વભાવને યથાવત્ લક્ષમાં
રાખીને, સ્વામી કુમાર (સ્વામી કાર્તિકેય) મુનિવરનો વિશુદ્ધ જ્ઞાન-વૈરાગ્યરસ,

Page -5 of 297
PDF/HTML Page 19 of 321
single page version

background image
અમૃતરસના અખંડ ઝરણાની જેમ નીતરી રહ્યો છે. ભવભીરુ મુમુક્ષુ
આત્માઓને આત્યન્તિક ભવનિવૃત્તિનો સન્માર્ગ સરળ અને સુગમ ભાષામાં
ચીંધતો હોવાથી, આ ગ્રંથ ખરેખર અતિ-ઉપયોગી છે. તેથી ઘણા સમયથી
અપ્રાપ્ય એવા આ ગુજરાતી ભાષાનુવાદની ત્રીજી આવૃત્તિ શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ તરફથી પ્રકાશિત કરવામાં આવી છે.
‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ના આ પાવન પ્રકાશન દ્વારા મુમુક્ષુજીવો તેમાં
કહેલાં ઊંડા તાત્ત્વિક ભાવોને સમજી પોતાનો જ્ઞાનવૈરાગ્યમય સાધનાપથ
ઉજ્જ્વળ કરે એ જ મંગળ ભાવના.
વિ. સં. ૨૦૬૩,
શ્રાવણ વદ ૨,
(બહેનશ્રી ચંપાબેનની ૯૪મી
જન્મજયન્તી)
સાહિત્ય પ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ–364250

Page -4 of 297
PDF/HTML Page 20 of 321
single page version

background image
મંગલાચરણ................ ૧
બાર અનુપ્રેક્ષાઓનાં
નામ .................... ૩
૪ ૨૨
૧.અધા્રુવાનુપ્રેક્ષા ૫૧૪
અધ્રુવાનુપ્રેક્ષાનું સામાન્ય
સ્વરૂપ ................. ૫
૧૧
બંધુજન, દેહ, લક્ષ્મીનું
અસ્થિરપણું ........... ૭
૧૨૧૮
પ્રાપ્ત થયેલ લક્ષ્મીનું શું
કરવું.................. ૯
૧૨
૧૯૨૦
ધર્મકાર્યમાં ઉપયુક્ત
લક્ષ્મી સાર્થક ..... ૧૨
૧૩
૨૧૨૨
મોહનું માહાત્મ્ય... ૧૩-૧૪
૨૩૩૧ ૨. અશરણાનુપ્રેક્ષા ૧૫-૧૮
૨૩
સંસારમાં કોઈ શરણ
નથી ...................... ૧૫
૨૪૨૬
‘અશરણ વિષેનાં
દ્રષ્ટાન્ત ............. ૧૫
૧૬
૨૭
ભૂત-પ્રેતને શરણ માનનાર
અજ્ઞાની છે. .............૧૬
૨૮૨૯
મરણ આયુક્ષયથી
થાય છે.................. ૧૭
૩૦૩૧
સમ્યગ્દર્શનાદિ જ
શરણ છે ................ ૧૮
૩૨૭૩ ૩. સંસારાનુપ્રેક્ષા ૧૯-૪૧
૩૨૩૩
સંસારનું સ્વરૂપ ........ ૧૯
૩૪૩૯
નરકગતિનાં દુઃખોનું
વર્ણન .............. ૨૦
૨૨
૪૦૪૪
તિર્યંચગતિનાં દુઃખોનું
વર્ણન .............. ૨૩
૨૪
૪૫-૫૭
મનુષ્યગતિનાં દુઃખોનું
વર્ણન .............. ૨૪
૨૯
૫૮૬૧
દેવગતિનાં દુઃખોનું
વર્ણન .............. ૨૯
૩૦
૬૨
ચારેય ગતિમાં ક્યાંય
સુખ નથી ............... ૩૦
૬૩
પર્યાયબુદ્ધિ જીવ જ્યાં
જન્મે ત્યાં સુખ માની
લે છે. ................... ૩૧
૬૪૬૫
એક જ ભવમાં અનેક
સંબંધ (એક ભવમાં ૧૮
નાતાની કથા) ..... ૩૨-૩૫
૬૬૭૨
પાંચ પરાવર્તનનું
સ્વરૂપ .............. ૩૬-૪૧
૭૩
સંસારથી છૂટવાનો
ઉપદેશ ................... ૪૧
૭૪૭૯ ૪. એકત્વાનુપ્રેક્ષા ૪૨
૪૪
૮૦૮૨ ૫. અન્યત્વાનુપ્રેક્ષા ૪૫
૮૩-૮૭ ૬. અશુચિત્વાનુપ્રેક્ષા ૪૬-૪૮
૮૩૮૬
દેહનું સ્વરૂપ; તેમાં રાગ
કરવો અજ્ઞાન છે ૪૬
૪૭
૮૭
દેહથી વિરક્તને જ
અશુચિભાવના સફળ છે.૪૮
૮૮૯૪ ૭. આuાવાનુપ્રેક્ષા
૪૯૫૨
૮૮૮૯
મોહયુત અને મોહ-વિયુત
યોગ જ આસ્રવ છે ... ૪૯
ગાથા
વિષય
પૃષ્ઠ
ગાથા
વિષય
પૃષ્ઠ