Page -3 of 297
PDF/HTML Page 21 of 321
single page version
ગાથા
૯૦
આસ્રવના બે પ્રકાર ... ૫૦
તિર્યંચોની સ્થિતિ ...... ૮૭
૯૧ – ૯૧
દ્રષ્ટાંત .................... ૫૧
૯૩ – ૯૪
સફળ .................... ૫૨
૯૫ – ૧૦૧
૯૫ – ૯૬
૯૭ – ૯૯
અનુપ્રેક્ષા, ચરિત્રનું
સ્વરૂપ ................... ૫૪
કથન .............. ૯૧ – ૯૩
૧૦૦-૧૦૧ સંવરશૂન્યને સંસારભ્રમણ
સંવરસ્ફુરણ.............. ૫૫
૧૦૨ – ૧૧૪
૧૦૨ – ૧૦૫નિર્જરાનું કારણ, સ્વરૂપ,
૧૦૬ – ૧૦૮ નિર્જરાની વૃદ્ધિનાં સ્થાન ૫૮
૧૦૯ – ૧૧૪અધિક નિર્જરા કોને થાય
નથી ................... ૧૦૦
૧૧૫ – ૨૮૩ ૧૦. લોકાનુપ્રેક્ષા
માનવામાં દોષ૧૦૦ – ૧૦૧
૧૧૫ – ૧૨૦ લોકાકાશનું સ્વરૂપ તથા
યથાતથ સિદ્ધિ૧૦૧ – ૧૦૩
૧૨૧
૧૨૨ – ૧૩૩ જીવોના ભેદ .... ૭૩
૧૩૪ – ૧૩૮ પયારપ્તિનું વર્ણન . ૮૧
કારણ ........ ૧૦૩ – ૧૦૪
૧૩૯ – ૧૪૧ પ્રાણોનું સ્વરૂપ, સંખ્યા
Page -2 of 297
PDF/HTML Page 22 of 321
single page version
ગાથા
૧૮૮ – ૧૯૧ જીવ સ્વયં કર્તા, ભોક્તા,
છે. ........... ૧૦૫ – ૧૦૬
૨૨૪ – ૨૨૫ અનેકાંતાત્મક વસ્તુને જ ....
૧૯૨ – ૧૯૯ જીવના
સ્વરૂપ ....... ૧૦૭ – ૧૧૦
અભાવ ...... ૧૨૨ – ૧૨૩
૨૦૦ – ૨૦૧ જીવને અનદિથી
નિષેધ ................. ૧૧૧
૨૦૨ – ૨૦૩ અશુદ્ધતા
દોષ .......... ૧૨૫ – ૧૨૬
સ્વરૂપ ................ ૧૧૨
ભિન્નભિન્નપણું..... ૧૨૭
૨૦૪ – ૨૦૫ જીવ જ ઉત્તમ તત્ત્વ છે
૨૦૬ – ૨૦૭ પુદ્ગલદ્રવ્યનું
યુક્તપણું ..... ૧૨૭ – ૧૨૮
૨૦૮ – ૨૧૦ પુદ્ગલને જીવનું ને
ઉપકારીપણું . ૧૧૪ – ૧૧૫
૨૧૧
શક્તિ ................. ૧૧૫
કાળદિ
લબ્ધિથી ..... ૧૩૦ – ૧૩૧
૨૧૨ – ૨૧૬ ધર્મ-અધર્મ-આકાશ-કાળનું
ભેદાભેદ .............. ૧૩૧
૨૧૭ – ૨૧૮ પરિણામનું કારણ દ્રવ્ય
છે ............ ૧૧૮ – ૧૧૯
ભેદ માનવામાં દોષ ૧૩૨
૨૧૯
લબ્ધિ સહિત છે. ... ૧૧૯
Page -1 of 297
PDF/HTML Page 23 of 321
single page version
ગાથા
દુર્લભ ................. ૧૫૩
૨૫૦ – ૨૫૨ નસ્તિક મહાઅસત્યવાદી
૨૫૩ – ૨૬૦ સામાન્ય-વિશેષ
૨૬૧
કથંચિત્ એકાન્તપણું ૧૩૯
તિર્યંચનાં દુઃખ ...... ૧૫૫
૨૬૨
વસ્તુને પ્રકાશે છે. .. ૧૪૦
સત્સમાગમ, સમ્યક્ત્વ,
ચરિત્ર વગેરે પામવું
અનુક્રમે દુર્લભ
છે. ........... ૧૫૫-૧૫૯
૨૬૩ – ૨૬૫ શ્રુતજ્ઞાનના ભેદરૂપ નયોનું
૨૬૬
નિરપેક્ષ તે દુર્નય.... ૧૪૨
૨૬૭
સ્વરૂપ ................ ૧૪૨
પામી વિષયોમાં રમનાર
રાખને માટે રત્નને
બાળે છે .............. ૧૫૯
૨૬૮ – ૨૭૮ નયોના ભેદ (નૈગમ
૨૭૯ – ૨૮૦ તત્ત્વનું શ્રવણ, જ્ઞાન,
બોધીને દુર્લભમાં દુર્લભ
જાણી તેનો મહાન આદર
કરો.................... ૧૫૯
વિરલા છે; તત્ત્વનું ગ્રહણ
કરનાર તત્ત્વને જાણે
છે ..................... ૧૫૦
૨૮૧ – ૨૮૨ અજ્ઞાની સ્ત્રી-અદિને
નહિ. .................. ૧૫૧
ધર્મ............૧૬૧ – ૧૬૨
૨૮૩
માહાત્મ્ય ............. ૧૫૧
૨૮૪ – ૩૦૧ ૧૧. બોધિાદુર્લભાનુપ્રેક્ષા
યોગ્યતા ............... ૧૬૩
૨૮૪
સ્થાવરપણું દુર્લભ... ૧૫૩
Page 0 of 297
PDF/HTML Page 24 of 321
single page version
ગાથા
૩૦૮ – ૩૦૯ ત્રણે પ્રકારનાં
થાય? .........૧૬૪ – ૧૬૫
૩૧૦
વિસંયોજન અને દેશવ્રત
ઉત્કૃષ્ટ અસંખ્ય વાર ગ્રહે
છોડે ....................૧૬૬
કરવાનું ફળ ૨૧૫
૩૧૧ – ૩૧૨ તત્ત્વાર્થશ્રદ્ધાન નિરૂપણ૧૬૬
૩૧૩ – ૩૧૭ સમ્યગ્દ્રષ્ટિના
કરવો ૨૩૫-૩૨૭
૩૧૮
આઠ ગુણ
૩૧૯ – ૩૨૦ વ્યંતરદિ કાંઈ આપતા
૩૨૧ – ૩૨૨ જન્મ-મરણ, દુઃખ-સુખ,
સંબંધમાં સમ્યગ્દ્રષ્ટિનાં
વિચાર ................ ૧૭૬
છોડો
૩૨૩
જાણે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ;
શંકા કરે તે
મિથ્યાદ્રષ્ટિ ........... ૧૭૭
૩૨૪
Page 1 of 297
PDF/HTML Page 25 of 321
single page version
એ પ્રમાણે દેવ-શાસ્ત્ર-ગુરુને નમસ્કારરૂપ મંગલાચરણપૂર્વક પ્રતિજ્ઞા
Page 2 of 297
PDF/HTML Page 26 of 321
single page version
કરી સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા નામના ગ્રંથની દેશભાષામય વચનિકા કરીએ છીએ; ત્યાં સંસ્કૃત ટીકા અનુસાર મારી બુદ્ધિ પ્રમાણે ગાથાનો સંક્ષેપમાં અર્થ લખીશ; તેમાં કોઈ ઠેકાણે ભૂલ હોય તો વિશેષ બુદ્ધિમાન સુધારી લેશો*.
શ્રીમાન્ સ્વામી કર્ત્તિકેયાચાર્ય, પોતાનાં જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ થવી, નવીન શ્રોતાજનોને જ્ઞાન-વૈરાગ્ય ઊપજવાં તથા વિશુદ્ધતા થવાથી પાપકર્મની નિર્જરા, પુણ્યનું ઉપાર્જન, શિષ્ટાચારનું પાલન અને નિર્વિધ્નપણે ગ્રંથની સમપ્તિ ઇત્યદિ અનેક ભલા ફળની ઇચ્છાપૂર્વક પોતાના ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી પ્રથમ ગાથાસૂત્ર કહે છેઃ —
અર્થઃ — ત્રણ ભુવનના તિલક અને ત્રણ ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય એવા દેવને નમસ્કાર કરી હું ભવ્યજીવોને આનંદ ઉપજાવવાવાળી અનુપ્રેક્ષા કહીશ.
ભાવાર્થઃ — અહીં ‘દેવ’ એવી સામાન્ય સંજ્ઞા છે. ત્યાં ક્રીડા, વિજિગીષા, દ્યુતિ, સ્તુતિ, મોદ, ગતિ, કાંતિ અદિ ક્રિયા કરે તેને દેવ કહેવામાં આવે છે. ત્યાં સામાન્યપણે તો ચાર પ્રકારના દેવ વા કલ્પિત દેવોને પણ (દેવ) ગણવામાં આવે છે. તેમનાથી (જિનદેવને) ભિન્ન દર્શાવવા માટે અહીં ‘त्रिभुवनतिलकं’ એવું વિશેષણ આપ્યું છે. તેનાથી અન્ય દેવનો વ્યવચ્છેદ (નિરાકરણ – ખંડન) થયો. *અહીં ભાષાનુવાદક સ્વર્ગીય પં. જયચંદ્રજીએ સમસ્ત ગ્રંથની સંક્ષિપ્ત સૂચનારૂપ પીઠિકા લખી છે, પણ તેને અહીં નહિ મૂકતાં આધુનિક પ્રથાનુસાર અમે ભૂમિકામાં (પ્રસ્તાવનામાં) લખી છે.
Page 3 of 297
PDF/HTML Page 27 of 321
single page version
વળી ત્રણભુવનના તિલક તો ઇન્દ્ર પણ છે, એટલે તેનાથી (જિનદેવને) ભિન્ન દર્શાવવા માટે ‘त्रिभुवनेंद्रपरिपूज्यं’ એવું વિશેષણ અહીં આપ્યું; તેનાથી ત્રણ ભુવનના ઇન્દ્રો વડે પણ પૂજનીક એવા દેવ છે તેમને અહીં નમસ્કાર કર્યા છે.
અહીં આ પ્રમાણે સમજવું કે — એવું દેવપણું તો શ્રી અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ – એ પાંચ પરમેષ્ઠીમાં જ સંભવે છે, કારણ કે — પરમ સ્વાત્મજનિત આનંદ સહિત ક્રીડા, કર્મને જીતવારૂપ વિજિગીષા, સ્વાત્મજનિત પ્રકાશરૂપ દ્યુતિ, સ્વસ્વરૂપની સ્તુતિ, સ્વસ્વરૂપમાં પરમ પ્રમોદ, લોકાલોકવ્યાપ્તરૂપ ગતિ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ કાંતિ ઇત્યદિ દેવપણાની એકદેશ વા સર્વદેશરૂપ સમસ્ત ઉત્કૃષ્ટ ક્રિયા તેમનામાં જ હોય છે તેથી સર્વોત્કૃષ્ટ દેવપણું એમાં જ આવ્યું, એટલે એમને જ મંગલરૂપ નમસ્કાર કરવા યોગ્ય છે.
‘मं’ એટલે પાપ, તેને ‘गल’ એટલે ગાળે, તથા ‘मंग’ એટલે સુખ તેને ‘ल’ એટલે લતિ – દદતિ અર્થાત્ આપે તેને ‘મંગલ’ કહીએ છીએ. એવા દેવને નમસ્કાર કરવાથી શુભ પરિણામ થાય છે અને તેનાથી પાપનો નાશ થાય છે – શાંતભાવરૂપ સુખ પ્રાપ્ત થાય છે.
વળી અનુપ્રેક્ષાનો સામાન્ય અર્થ તો વારંવાર ચિંતવન કરવું એ છે; પણ ચિંતવન તો અનેક પ્રકારનાં છે અને તેને કરવાવાળા પણ અનેક છે. તેમનાથી ભિન્ન દર્શાવવા માટે અહીં ‘भव्यजनानंदजननीः’ એવું વિશેષણ આપ્યું છે. તેથી જે ભવ્યજીવોને મોક્ષપ્રપ્તિ નિકટ આવી હોય તેમને આનંદ ઉપજાવવાવાળી એવી અનુપ્રેક્ષા કહીશ.
બીજું અહીં ‘अनुप्रेक्षाः’ એવું બહુવચનરૂપ પદ છે, ત્યાં અનુપ્રેક્ષા – સામાન્ય ચિંતવન એક પ્રકારરૂપ છે તોપણ (વિશેષપણે તેના) અનેક પ્રકાર છે. ભવ્યજીવોને જે સાંભળતાં જ મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે એવા ચિંતવનના સંક્ષેપતાથી બાર પ્રકાર છે. તેનાં નામ તથા ભાવનાની પ્રેરણા બે ગાથાસૂત્રોમાં કહે છેઃ —
Page 4 of 297
PDF/HTML Page 28 of 321
single page version
અર્થઃ — હે ભવ્યાત્મન્? આટલાં જે અનુપ્રેક્ષાનાં નામ જિનદેવ કહે છે. તેને (સમ્યક્ પ્રકારે) જાણીને મન-વચન-કાય શુદ્ધ કરી આગળ કહીશું તે પ્રમાણે તમે નિરંતર ભાવો (ચિંતવો). તે (નામ) ક્યાં છે? અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મ – એ બાર છે.
ભાવાર્થઃ — એ બાર ભાવનાનાં નામ કહ્યાં, તેનું વિશેષ અર્થરૂપ કથન તો આગળ યથાસ્થાને થશે જ; વળી એ નામ સાર્થક છે. તેનો અર્થ શો? અધ્રુવ તો અનિત્યને કહીએ છીએ, જેમાં શરણપણું નથી તે અશરણ છે, પરિભ્રમણને સંસાર કહીએ છીએ, જ્યાં બીજું કોઈ નથી તે એકત્વ છે, જ્યાં સર્વથી જુદાપણું છે તે અન્યત્વ છે, મલિનતાને અશુચિત્વ કહીએ છીએ, કર્મનું આવવું તે આસ્રવ છે, કર્માસ્રવ રોકવો તે સંવર છે, કર્મનું ખરવું તે નિર્જરા છે, જેમાં છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, અતિ કઠણતાથી પ્રાપ્ત કરીએ તે દુર્લભ (બોધિદુર્લભ) છે અને સંસારથી જીવોનો ઉદ્ધાર કરે તે વસ્તુસ્વરૂપદિક ધર્મ છે; એ પ્રમાણે તેનો અર્થ છે. હવે પ્રથમ અધ્રુવાનુપ્રેક્ષા કહે છેઃ
❃ પાઠાંતરઃ दस दो य भणिया हु।
Page 5 of 297
PDF/HTML Page 29 of 321
single page version
અર્થઃ — જે કાંઈ ઉત્પન્ન થયું તેનો નિયમથી નાશ થાય છે અર્થાત્ પરિણામસ્વરૂપથી તો કોઈ પણ (વસ્તુ) શાશ્વત નથી.
ભાવાર્થઃ — સર્વ વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપ છે; ત્યાં સામાન્ય તો દ્રવ્યને કહેવામાં આવે છે તથા વિશેષ, ગુણ-પર્યાયને કહેવામાં આવે છે. હવે દ્રવ્યથી તો વસ્તુ નિત્ય જ છે, ગુણ પણ નિત્ય જ છે; અને પર્યાય છે તે અનિત્ય છે, તેને પરિણામ પણ કહેવામાં આવે છે. આ જીવ પર્યાયબુદ્ધિવાળો હોવાથી પર્યાયને ઊપજતી-વિણસતી દેખીને હર્ષ-શોક કરે છે તથા તેને નિત્ય રાખવા ઇચ્છે છે; અને એ અજ્ઞાન વડે તે વ્યાકુળ થાય છે. તેથી તેણે આ ભાવના (અનુપ્રેક્ષા) ચિંતવવી યોગ્ય છેઃ —
હું દ્રવ્યથી શાશ્વત આત્મદ્રવ્ય છું, આ ઊપજે છે – વિણસે છે તે પર્યાયનો સ્વભાવ છે; તેમાં હર્ષ-વિષાદ શો? મનુષ્યપણું છે તે જીવ અને પુદ્ગલના સંયોગજનિત પર્યાય છે અને ધન-ધાન્યદિક છે તે પુદ્ગલના પરમાણુઓનો સ્કંધપર્યાય છે, એટલે તેનું મળવું – વિખરાવું નિયમથી અવશ્ય છે, છતાં તેમાં સ્થિરતાની બુદ્ધિ કરે છે એ જ મોહજનિત ભાવ છે. માટે વસ્તુસ્વરૂપ જાણી તેમાં હર્ષ-વિષાદદિરૂપ ન થવું. આગળ તેને જ વિશેષતાથી કહે છેઃ —
Page 6 of 297
PDF/HTML Page 30 of 321
single page version
અર્થઃ — હે ભવ્ય! આ જન્મ છે તે તો મરણ સહિત છે, યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઊપજે છે અને લક્ષ્મી છે તે વિનાશ સહિત ઊપજે છે; એ પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણભંગુર જ જાણ!
ભાવાર્થઃ — જેટલી અવસ્થાઓ જગતમાં છે તેટલી બધીય પ્રતિપક્ષભાવ સહિત છે છતાં આ જીવ, જન્મ થાય ત્યારે તેને સ્થિર જાણી હર્ષ કરે છે અને મરણ થાય ત્યારે તેને ગયો માની શોક કરે છે. એ પ્રમાણે ઇષ્ટની પ્રપ્તિમાં હર્ષ, અપ્રપ્તિમાં વિષાદ તથા અનિષ્ટની પ્રપ્તિમાં વિષાદ અને અપ્રપ્તિમાં હર્ષ કરે છે; એ સર્વ મોહનું માહાત્મ્ય છે પણ જ્ઞાનીએ તો સમભાવરૂપ રહેવું.
અર્થઃ — જેમ નવીન મેઘનાં વાદળ તત્કાળ ઉદય પામીને વિલય પામી જાય છે તેવી જ રીતે આ સંસારમાં પરિવાર, બંધુવર્ગ, પુત્ર, સ્ત્રી, ભલા મિત્રો, શરીરની સુંદરતા, ઘર અને ગોધન અદિ સમસ્ત વસ્તુઓ અસ્થિર છે.
ભાવાર્થઃ — એ સર્વ વસ્તુને અસ્થિર જાણી તેમાં હર્ષ-વિષાદ ન કરવો.
Page 7 of 297
PDF/HTML Page 31 of 321
single page version
અર્થઃ — આ જગતમાં ઇન્દ્રિયોના વિષયો છે તે ઇન્દ્રધનુષ અને વિજળીના ચમકાર જેવા ચંચળ છે; પ્રથમ દેખાય પછી તુરત જ વિલય પામી જાય છે. વળી તેવી જ રીતે ભલા ચાકરોનો સમૂહ અને સારા ઘોડા-હાથી-રથ છે તે સર્વ વસ્તુ પણ એ જ પ્રમાણે છે.
ભાવાર્થઃ — આ જીવ, સારા સારા ઇન્દ્રિયવિષયો અને ઉત્તમ નોકર, ઘોડા, હાથી અને રથદિકની પ્રપ્તિથી સુખ માને છે પરંતુ એ સર્વ ક્ષણભંગુર છે. માટે અવિનાશી સુખનો ઉપાય કરવો જ યોગ્ય છે.
હવે બંધુજનોનો સંયોગ કેવો છે તે દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ —
અર્થઃ — જેમ પંથમાં પથિકજનોનો સંયોગ ક્ષણમાત્ર છે, તે જ પ્રમાણે સંસારમાં બંધુજનોનો સંયોગ પણ અસ્થિર છે.
ભાવાર્થઃ — આ જીવ, બહોળો કુટુંબ-પરિવાર પામતાં અભિમાનથી તેમાં સુખ માને છે અને એ મદ વડે પોતાના સ્વરૂપને ભૂલે છે, પણ એ બંધુવગારદિનો સંયોગ માર્ગના પથિકજન જેવો જ છે, થોડા જ સમયમાં વિખરાઈ જાય છે. માટે એમાં જ સંતુષ્ટ થઈને સ્વરૂપને ન ભૂલવું.
હવે આગળ દેહના સંયોગની અસ્થિરતા દર્શાવે છેઃ —
Page 8 of 297
PDF/HTML Page 32 of 321
single page version
અર્થઃ — જુઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સજાવવા છતાં પણ તથા અનેક પ્રકારનાં ભોજનદિ ભક્ષ્યો વડે પાલન કરવા છતાં પણ, જળ ભરેલા કાચા ઘડાની માફક, ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે.
ભાવાર્થઃ — એવા આ શરીરમાં સ્થિરબુદ્ધિ કરવી તે મોટી ભૂલ છે.
આગળ લક્ષ્મીનું અસ્થિરપણું દર્શાવે છેઃ —
અર્થઃ — જે લક્ષ્મી અર્થાત્ સંપદા (ઉત્કૃષ્ટ) પુણ્યકર્મના ઉદય સહિત જે ચક્રવર્તી તેમને પણ શાશ્વતરૂપ નથી તો અન્ય જે પુણ્યોદય વિનાના વા અલ્પપુણ્યવાળા પુરુષો તેની સાથે કેમ રાગ બાંધે? અપિતુ ન બાંધે.
ભાવાર્થઃ — એ સંપદાના અભિમાનથી આ પ્રાણી તેમાં પ્રીતિ કરે છે તે વૃથા છે.
આગળ એ જ અર્થને વિશેષતાથી કહે છેઃ —
અર્થઃ — આ લક્ષ્મી – સંપદા કુળવાન, ધૈર્યવાન, પંડિત, સુભટ, પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન, સુજન અને મહા પરાક્રમી ઇત્યદિ કોઈ પુરુષોમાં પણ રાચતી નથી.
Page 9 of 297
PDF/HTML Page 33 of 321
single page version
ભાવાર્થઃ — કોઈ જાણે કે – હું મોટા કુળનો છું, મારે પેઢી દર પેઢીથી આ સંપદા ચાલી આવે છે તો તે કયાં જવાની છે? હું ધીરજવાન છું એટલે કેવી રીતે ગુમાવીશ? હું પંડિત છું – વિદ્યાવાન છું, તો તેને કોણ લઈ શકવાનું છે? ઊલટા મને તેઓ આપશે જ; હું સુભટ છું તેથી કેવી રીતે કોઈને લેવા દઈશ? હું પૂજનિક છું તેથી મારી પાસેથી કોણ લઈ શકે? હું ધર્માત્મા છું અને ધર્મથી તો તે આવે છે, છતાં જાય કેવી રીતે? હું મહા રૂપવાન છું, મારું રૂપ દેખતાં જ જગત પ્રસન્ન થાય છે, તો આ સંપદા ક્યાં જવાની છે? હું સજ્જન અને પરોપકારી છું એટલે તે ક્યાં જશે? તથા હું મહા પરાક્રમી છું, સંપદાને વધારીશ જ, છતીને વે ક્યાં જવા દઈશ?
કારણ કે આ સંપદા જોત-જોતામાં વિલય પામી જાય છે, કોઈની રાખી તે રહેતી નથી.
હવે કહે છે કે – લક્ષ્મી પ્રાપ્ત થઈ તેને શું કરીએ? તેનો ઉત્તરઃ —
અર્થઃ — આ લક્ષ્મી જલતરંગની માફક ચંચળ છે એટલે જ્યાં સુધી તે બે – ત્રણ દિવસ સુધી ચેષ્ટા કરે છે – મોજૂદ છે ત્યાં સુધી તેને ભોગવો વા દયાપ્રધાની થઈને દાનમાં આપો.
ભાવાર્થઃ — કોઈ કૃપણબુદ્ધિ આ લક્ષ્મીને માત્ર સંચય કરી સ્થિર રાખવા ઇચ્છે છે તેને ઉપદેશ છે કે – આ લક્ષ્મી ચંચળ છે, સ્થિર રહેવાની નથી, માટે જ્યાં સુધી થોડા દિવસ એ વિદ્યમાન (મોજૂદ) છે ત્યાં સુધી તેને પ્રભુભક્તિ અર્થે વા પરોપકાર અર્થે દાનદિમાં ખરચો તથા ભોગવો.
Page 10 of 297
PDF/HTML Page 34 of 321
single page version
પ્રશ્નઃ — એને ભોગવવામાં તે પાપ ઉત્પન્ન થાય છે તે પછી એને ભોગવવાનો ઉપદેશ અહીં શા માટે આપો છો?
સમાધાનઃ — માત્ર સંચય કરી રાખવામાં પ્રથમ તો મમત્વ ઘણું થાય છે તથા કોઈ કારણે તે વિનાશ પામી જાય તે વખતે વિષાદ (ખેદ) ઘણો થાય છે અને વળી આસક્તપણાથી નિરંતર કષાયભાવ તીવ્ર-મલિન રહે છે, પરંતુ તેને ભોગવવામાં પરિણામ ઉદાર રહે છે – મલિન રહેતા નથી; વળી ઉદારતાપૂર્વક ભોગસામગ્રીમાં ખરચતાં જગત પણ જશ કરે છે ત્યાં પણ મન ઉજ્જ્વલ (પ્રસન્ન) રહે છે, કોઈ અન્ય કારણે તે વિણસી જાય તો પણ ત્યાં ઘણો વિષાદ થતો નથી ઇત્યદિ, તેને ભોગવવામાં પણ, ગુણ થાય છે; પરંતુ કૃપણને તો તેનાથી કાંઈ પણ ગુણ (ફાયદો) નથી, માત્ર મનની મલિનતાનું જ તે કારણ છે. વળી જે કોઈ તેનો સર્વથા ત્યાગ જ કરે છે તો તેને કાંઈ અહીં ભોગવવાનો ઉપદેશ છે જ નહિ.
અર્થઃ — પરંતુ જે પુરુષ લક્ષ્મીનો માત્ર સંચય કરે છે પણ પાત્રોને અર્થે આપતો નથી, તથા ભોગવતો પણ નથી, તે તો માત્ર પોતાના આત્માને જ ઠગે છે; એવા પુરુષનું મનુષ્યપણું નિષ્ફળ છે – વૃથા છે.
ભાવાર્થઃ — જે પુરુષે, લક્ષ્મી પામીને તેને માત્ર સંચય જ કરીને પણ દાન કે ભોગમાં ન ખરચી, તો તેણે મનુષ્યપણું પામીને શું કર્યું? મનુષ્યપણું નિષ્ફળ જ ગુમાવ્યું, અને પોતે જ ઠગાયો.
Page 11 of 297
PDF/HTML Page 35 of 321
single page version
અર્થઃ — જે પુરુષ પોતાની સંચિત લક્ષ્મીને ઘણે ઊંડે પૃથ્વીતળમાં દાટે છે તે પુરુષ એ લક્ષ્મીને પાષાણ સમાન કરે છે.
ભાવાર્થઃ — જેમ મકાનના પાયામાં પથ્થર નાખીએ છીએ તેમ તેણે લક્ષ્મી પણ દાટી, તેથી તે પણ પાષાણ સમાન જ થઈ.
અર્થઃ — જે પુરુષ લક્ષ્મીનો નિરંતર સંચય જ કરે છે પણ નથી દાન કરતો કે નથી ભોગવતો, તે પુરુષ પોતાની લક્ષ્મીને પારકી લક્ષ્મી જેવી કરે છે.
ભાવાર્થઃ — લક્ષ્મી પામીને જે દાન કે ભોગ કરતો નથી તેને, તે લક્ષ્મી પેલાની (તેના ખરા મલિકની) છે અને પોતે તો માત્ર રખેવાળ (ચોકીદાર) છે; એ લક્ષ્મીને તો કોઈ બીજો જ ભોગવશે.
અર્થઃ — જે પુરુષ લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને પોતાના આત્માને કષ્ટમાં રાખે છે તે મૂઢાત્મા માત્ર રાજાઓનું અને કુટુંબીઓનું જ કાર્ય સાધે છે.
ભાવાર્થઃ — લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને તેને કમાવા માટે તથા
Page 12 of 297
PDF/HTML Page 36 of 321
single page version
તેની રક્ષા માટે જે અનેક કષ્ટ સહે છે તે પુરુષને માત્ર ફળમાં કષ્ટ જ થાય છે; એ લક્ષ્મીને તો કુટુંબ ભોગવશે કે રાજા લઈ જશે.
અર્થઃ — જે પુરુષ અનેક પ્રકારની કળા — ચતુરાઈ — બુદ્ધિ વડે લક્ષ્મીને માત્ર વધારે જાય છે પણ તૃપ્ત થતો નથી, એના માટે અસિ, મસિ અને કૃષિ અદિ સર્વ આરંભ કરે છે, રત્રિ-દિવસ તેના જ આરંભને ચિંતવે છે, વેળાએ ભોજન પણ કરતો નથી અને ચિંતામગ્ન બની રાત્રીમાં સૂતો (ઊંઘતો) પણ નથી તે પુરુષ લક્ષ્મીરૂપ સ્ત્રીમાં મોહિત થયો થકો તેનું કિંકરપણું કરે છે.
ભાવાર્થઃ — જે સ્ત્રીનો કિંકર થાય તેને લોકમાં ‘મોહલ્યા’ એવું નિંદ્ય નામ કહે છે. તેથી જે પુરુષ નિરંતર લક્ષ્મીના અર્થે જ પ્રયાસ કરે છે તે પણ લક્ષ્મીરૂપ સ્ત્રીનો મોહલ્યા છે.
હવે, જે લક્ષ્મીને ધર્મકાર્યમાં લગાવે છે તેની પ્રશંસા કરે છેઃ —
Page 13 of 297
PDF/HTML Page 37 of 321
single page version
અર્થઃ — જે પુરુષ પુણ્યોદયથી વધતી જતી જે લક્ષ્મી, તેને નિરંતર ધર્મકાર્યોમાં આપે છે તે પુરુષ પંડિતજનો વડે સ્તુતિ કરવા યોગ્ય છે અને તેની જ લક્ષ્મી સફળ છે.
ભાવાર્થઃ — લક્ષ્મીને પૂજા, પ્રતિષ્ઠા, યાત્રા, પાત્રદાન અને પરોપકાર ઇત્યદિ ધર્મકાર્યોમાં ખરચવાથી જ તે સફળ છે અને પંડિતજનો પણ તે દાતાની પ્રશંસા કરે છે.
અર્થઃ — જે પુરુષ ઉપર કહ્યા પ્રમાણે જાણીને ધર્મયુક્ત જે નિર્ધનજન છે તેમને, પ્રત્યુપકારની વાંછારહિત થઈને, તે લક્ષ્મીને આપે છે તેનું જીવન સફળ છે.
ભાવાર્થઃ — પોતાનું પ્રયોજન સાધવા અર્થે તો દાન આપવાવાળા જગતમાં ઘણા છે, પરંતુ જે પ્રત્યુપકારની વાંછારહિતપણે ધર્માત્મા તથા દુઃખી-દરિદ્ર પુરુષોને ધન આપે છે તેવા વિરલા છે અને તેમનું જ જીવિત સફળ છે.
હવે આગળ મોહનું માહાત્મ્ય દર્શાવે છેઃ —
અર્થઃ — આ પ્રાણી ધન-યૌવન-જીવનને જલના બુદબુદની (પરપોટા) માફક તુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને છે એ જ મોટું આશ્ચર્ય છે — એ જ મોહનું મહા બળવાન માહાત્મ્ય છે.
Page 14 of 297
PDF/HTML Page 38 of 321
single page version
ભાવાર્થઃ — વસ્તુનું સ્વરૂપ અન્યથા જણાવવામાં મદ્યપાન, જ્વરદિ રોગ, નેત્રવિકાર અને અંધકાર ઇત્યદિ અનેક કારણો છે, પરંતુ આ મોહ તો એ સર્વથી પણ બળવાન છે, કે જે પ્રત્યક્ષ વસ્તુને વિનાશીક દેખે છે છતાં તેને નિત્યરૂપ જ મનાવે છે. તથા મિથ્યાત્વ, કામ, ક્રોધ, શોક ઇત્યદિ બધા મોહના જ ભેદ છે. એ બધાય વસ્તુસ્વરૂપમાં અન્યથા બુદ્ધિ કરાવે છે.
હવે આ કથનને સંકોચે છેઃ —
અર્થઃ — હે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક જાણીને મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર, જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થઃ — ઉપર કહ્યા પ્રમાણે સંસાર, દેહ, ભોગ, લક્ષ્મી ઇત્યદિ સર્વ અસ્થિર દર્શાવ્યાં. તેમને જાણી જે પોતાના મનને વિષયોથી છોડાવી, આ અસ્થિરભાવના ભાવશે તે ભવ્ય જીવ સિદ્ધપદના સુખને પ્રાપ્ત થશે.
Page 15 of 297
PDF/HTML Page 39 of 321
single page version
અર્થઃ — જે સંસારમાં દેવોના ઇન્દ્રોનો પણ વિનાશ જોવામાં આવે છે, જ્યાં હરિ અર્થાત્ નારાયણ, હર અર્થાત્ રુદ્ર અને બ્રહ્મા અર્થાત્ વિધાતા તથા અદિ શબ્દથી મોટા મોટા પદવીધારક સર્વ કાળ વડે કોળિયો બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે? કોઈ પણ નહિ.
ભાવાર્થઃ — શરણ તેને કહેવાય કે જ્યાં પોતાની રક્ષા થાય, પણ સંસારમાં તો જેનું શરણ વિચારવામાં આવે તે પોતે જ કાળ પામતાં નાશ પામી જાય છે, ત્યાં પછી કોનું શરણ?
હવે તેનું દ્રષ્ટાંત કહે છેઃ —
અર્થઃ — જેમ જંગલમાં સિંહના પગ તળે પડેલા હરણને કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી તેમ આ સંસારમાં કાળ વડે ગ્રહાયેલા પ્રાણીને કોઈ પણ રક્ષણ આપી શકતું નથી.
ભાવાર્થઃ — જંગલમાં સિંહ કોઈ હરણને (પોતાના) પગતળે પકડે ત્યાં તેનું કોણ રક્ષણ કરે? એ જ પ્રમાણે આ, કાળનું દ્રષ્ટાંત જાણવું. હવે એ જ અર્થને દ્રઢ કરે છે.
Page 16 of 297
PDF/HTML Page 40 of 321
single page version
અર્થઃ — મરણને પ્રાપ્ત થતા મનુષ્યને જો કોઈ દેવ, મંત્ર, તંત્ર, ક્ષેત્રપાલ અને ઉપલક્ષણથી લોકો જેમને રક્ષક માને છે તે બધાય રક્ષવાવાળા હોય તો મનુષ્ય અક્ષય થઈ જાય અર્થાત્ કોઈ પણ મરે જ નહિ.
ભાવાર્થઃ — લોકો જીવવાને માટે દેવપૂજા, મંત્ર-તંત્ર અને ઔષધી અદિ અનેક ઉપાય કરે છે. પરંતુ નિશ્ચયથી વિચારીએ તો કોઈ જીવતા (શાશ્વત) દેખાતા નથી, છતાં નિરર્થક જ મોહથી વિકલ્પ ઉપજાવે છે.
હવે એ જ અર્થને ફરીથી દ્રઢ કરે છેઃ —
અર્થઃ — આ સંસારમાં અતિ બળવાન, અતિ રૌદ્ર – ભયાનક અને રક્ષણના અનેક પ્રકારોથી નિરંતર રક્ષણ કરવામાં આવતો હોવા છતાં પણ મરણ રહિત કોઈ પણ દેખાતો નથી.
ભાવાર્થઃ — ગઢ, કોટ, સુભટ અને શસ્ત્ર અદિ રક્ષાના અનેક પ્રકારોથી ઉપાય ભલે કરો પરંતુ મરણથી કોઈ બચતું નથી અને સર્વ ઉપાયો વિફળ (નિષ્ફળ) જાય છે.
હવે પરમાં શરણ કલ્પે તેના અજ્ઞાનને દર્શાવે છેઃ —