Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 28-67 ; 3. Sansaranupreksha.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 17

 

Page 17 of 297
PDF/HTML Page 41 of 321
single page version

एवं पश्यन् अपि अलु ग्रहभूतपिशाचयोगिनीजक्षम्
शरणं मन्यते मूढः सुगाढमिथ्यात्वभावात् ।।२७।।
અર્થઃએ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી અશરણતા પ્રત્યક્ષ દેખવા
છતાં પણ મૂઢ મનુષ્ય, તીવ્ર મિથ્યાત્વભાવથી સૂર્યાદિ ગ્રહ, ભૂત, વ્યંતર,
પિશાચ, જોગણી, ચંડિકાદિક અને મણિભદ્રાદિક યક્ષોનું શરણ માને છે.
ભાવાર્થઃઆ પ્રાણી પ્રત્યક્ષ જાણે છે કે મરણથી કોઈ પણ
રક્ષણ કરવાવાળું નથી છતાં એ, ગ્રહાદિકમાં શરણપણું કલ્પે છે; એ બધું
તીવ્ર મિથ્યાત્વના ઉદયનું માહાત્મ્ય છે.
હવે, મરણ થાય છે તે આયુના ક્ષયથી જ થાય છે એમ કહે છેઃ
आउक्खएण मरणं आउं दाउं ण सक्कदे को वि
तम्हा देविंदो वि य मरणाउ ण रक्खदे को वि ।।२८।।
आयुःक्षयेण मरणं आयुः दातुं न शक्नोति कः अपि
तस्मात् देवेन्द्रः अपि च मरणात् न रक्षति कः अपि ।।२८।।
અર્થઃઆયુકર્મના ક્ષયથી મરણ થાય છે. વળી એ આયુકર્મ
કોઈને કોઈ પણ આપવા સમર્થ નથી, માટે દેવોનો ઇન્દ્ર પણ મરણથી
બચાવી શકતો નથી.
ભાવાર્થઃઆયુ પૂર્ણ થવાથી મરણ થાય છે અને એ આયુ
કોઈ પણ કોઈને પણ આપવા સમર્થ નથી; તો પછી રક્ષણ કરવાવાળો
કોણ છે? તે વિચારો.
હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ
अप्पाणं पि चवंतं जइ सक्कदि रक्खिदुं सुरिंदो वि
तो किं छंडदि सग्गं सव्वुत्तमभोयसंजुत्तं ।।२९।।
आत्मानं अपि च्यवन्तं यदि शक्नोति रक्षितुं सुरेन्द्रः अपि
तत् किं त्यजति स्वर्गं सर्वोत्तमभोगसंयुक्तम् ।।२९।।

Page 18 of 297
PDF/HTML Page 42 of 321
single page version

અર્થઃદેવોનો ઇન્દ્ર પણ પોતાને ચવતો (મરતો) થકો રાખવાને
સમર્થ હોત તો સર્વોત્તમ ભોગો સહિત જે સ્વર્ગનો વાસ તેને તે શા
માટે છોડત?
ભાવાર્થઃસર્વ ભોગોનું સ્થળ પોતાના વશ ચાલતું હોય તો તેને
કોણ છોડે?
હવે પરમાર્થ (સાચું) શરણ દર્શાવે છેઃ
दंसणणाणचरित्तं सरणं सेवेह परमसद्धाए
अण्णं किं पि ण सरणं संसारे संसरंताणं ।।३०।।
दर्शनज्ञानचारित्रं शरणं सेवध्वं परमश्रद्धया
अन्यत् किं अपि न शरणं संसारे संसरताम् ।।३०।।
અર્થઃહે ભવ્ય! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ
(આત્માના) શરણને સેવન કર. આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને
અન્ય કોઈ પણ શરણ નથી.
ભાવાર્થઃસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પોતાનું સ્વરૂપ છે અને એ
જ પરમાર્થરૂપ (વાસ્તવિકસાચું) શરણ છે, અન્ય સર્વ અશરણ છે.
નિશ્ચય શ્રદ્ધાપૂર્વક એ જ શરણને પકડોએમ અહીં ઉપદેશ છે.
હવે એ જ વાતને દ્રઢ કરે છેઃ
अप्पा णं पि य सरणं खमादिभावेहिं परिणदो होदि
तिव्वकसायाविट्ठो अप्पाणं हणदि अप्पेण ।।३१।।
आत्मा ननु अपि च शरणं क्षमादिभावैः परिणतः भवति
तीव्रकषायाविष्टः आत्मानं हिनस्ति आत्मना ।।३१।।
અર્થઃઉત્તમ ક્ષમાદિ સ્વભાવે પરિણત આત્મા જ ખરેખર
શરણ છે; પણ જે તીવ્રકષાયયુક્ત થાય છે તે પોતા વડે પોતાને જ
હણે છે.

Page 19 of 297
PDF/HTML Page 43 of 321
single page version

ભાવાર્થઃપરમાર્થથી વિચારવામાં આવે તો પોતાને પોતે જ
રક્ષવાવાળો છે અને પોતે જ ઘાતવાવાળો છે. ક્રોધાદિરૂપ ભાવ કરે છે
ત્યારે શુદ્ધ ચૈતન્યનો ઘાત થાય છે તથા ક્ષમાદિરૂપ ભાવ કરે છે ત્યારે
પોતાની રક્ષા થાય છે; અને એ જ (ક્ષમાદિ) ભાવોથી, જન્મમરણ રહિત
થઈને, અવિનાશી પદ પ્રાપ્ત થાય છે.
વસ્તુસ્વભાવવિચારથી, શરણ આપકો આપ;
વ્યવહારે પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.
ઇતિ અશરણાનુપ્રેક્ષા સમાપ્ત.
v
૩. સંસારાનુપ્રેક્ષા
અહીં પ્રથમ બે ગાથાઓ વડે સંસારનું સામાન્ય સ્વરૂપ કહે
છેઃ
एक्कं चयदि सरीरं अण्णं गिण्हेदि णवणवं जीवो
पुणु पुणु अण्णं अण्णं गिण्हदि मुंचेदि बहुवारं ।।३२।।
एवं जं संसरणं णाणादेहेसु हवदि जीवस्स
सो संसारो भण्णदि मिच्छकसाएहिं जुत्तस्स ।।३३।।
एकं त्यजति शरीरं अन्यत् गृह्णाति नवं नवं जीवः
पुनः पुनः अन्यत् अन्यत् गृह्णाति मुंचति बहुवारम् ।।३२।।
एवं यत् संसरणं नानादेहेषु भवति जीवस्य
सः संसारः भण्यते मिथ्याकषायैः युक्तस्य ।।३३।।
અર્થઃમિથ્યાત્વ અર્થાત્ વસ્તુનું સર્વથા એકાંતરૂપ શ્રદ્ધાન કરવું
અને કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભએ સહિત આ જીવને અનેક

Page 20 of 297
PDF/HTML Page 44 of 321
single page version

દેહોમાં જે સંસરણ અર્થાત્ ભ્રમણ થાય છે તેને ‘સંસાર’ કહીએ છીએ.
તે કેવી રીતે? એ જ કહીએ છીએઃ
એક શરીરને છોડી અન્યને ગ્રહણ
કરે; વળી પાછો નવું શરીર ગ્રહણ કરી, પાછો તેને પણ છોડી, અન્યને
ગ્રહણ કરે; એ પ્રમાણે ઘણી વાર ( શરીરને) ગ્રહણ કર્યા જ કરે તે
જ સંસાર છે.
ભાવાર્થઃએક શરીરથી અન્ય શરીરની પ્રાપ્તિ થયા કરે તે જ
સંસાર છે.
હવે એ પ્રમાણે સંસારમાં સંક્ષેપથી ચાર ગતિ છે તથા અનેક
પ્રકારનાં દુઃખ છે. ત્યાં પ્રથમ જ નરકગતિનાં દુઃખોને છ ગાથાઓ દ્વારા
કહે છેઃ
નરકગતિનાં દુઃખો
पाव-उदयेण णरए जायदि जीवो सदेहि बहुदुक्खं
पंचपयारं विविहं अणोवमं अण्णदुक्खेहिं ।।३४।।
पापोदयेन नरके जायते जीवः सहते बहुदुःखम्
पंचप्रकारं विविधं अनौपम्यं अन्यदुःखैः ।।३४।।
અર્થઃપાપના ઉદયથી આ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે; ત્યાં
પાંચ પ્રકારનાં વિવિધ ઘણાં દુઃખ સહન કરે છે, જેમને તિર્યંચાદિ અન્ય
ગતિઓનાં દુઃખોની ઉપમા આપી શકાતી નથી.
ભાવાર્થઃજે જીવોની હિંસા કરે છે, જૂઠ બોલે છે, પરધન હરણ
કરે છે, પરનારીને વાંચ્છે છે, ઘણા આરંભ કરે છે, પરિગ્રહમાં આસક્ત
છે, ઘણો ક્રોધી, તીવ્ર માની, અતિ કપટી, અતિ કઠોરભાષી, પાપી,
ચુગલીખોર, (અતિ) કૃપણ, દેવ-શાસ્ત્ર-ગુરુ નિંદક, અધમ, દુર્બુદ્ધિ, કૃતઘ્ની
અને ઘણો જ શોક-દુઃખ કરવાની જ જેની પ્રકૃતિ છે એવો જીવ મરીને
નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અનેક પ્રકારનાં દુઃખને સહે છે.
હવે ઉપર કહેલાં પાંચ પ્રકારનાં દુઃખ ક્યાં ક્યાં છે તે કહે છેઃ

Page 21 of 297
PDF/HTML Page 45 of 321
single page version

असुरोदीरियदुक्खं सारीरं माणसं तहा विविहं
खित्तुब्भवं च तिव्वं अण्णोण्णकयं च पंचविहं ।।३५।।
असुरोदीरितदुःख शारीरं मानसं तथा विविधम्
क्षेत्रोद्भवं च तीव्रं अन्योऽन्यकृतं च पंचविधम् ।।३५।।
અર્થઃઅસુરકુમારદેવોથી ઉપજાવેલાં દુઃખ, (પોતાના) શરીરથી
જ ઉત્પન્ન થયેલાં દુઃખ, મનથી અને અનેક પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન
થયેલાં દુઃખ તથા પરસ્પર કરેલાં દુઃખ
એ પ્રમાણે પાંચ પ્રકારનાં
દુઃખ છે.
ભાવાર્થઃત્રીજા નરક સુધી તો અસુરકુમારદેવો માત્ર કુતૂહલથી
જાય છે અને નારકીઓને જોઈ તેમને પરસ્પર લડાવે છેઅનેક પ્રકારથી
દુઃખી કરે છે; વળી એ નારકીઓનાં શરીર જ પાપના ઉદયથી સ્વયમેવ
અનેક રોગયુક્ત, બૂરાં, ઘૃણાકારી અને દુઃખમય હોય છે, તેમનાં ચિત્ત
જ મહાક્રૂર અને દુઃખરૂપ જ હોય છે; નરકનું ક્ષેત્ર મહાશીત, ઉષ્ણ,
દુર્ગંધાદિ અનેક ઉપદ્રવ સહિત છે; તથા પરસ્પર વેરના સંસ્કારથી
(આપસ-આપસમાં) છેદન, ભેદન, મારણ, તાડન અને કુંભીપાક વગેરે
કરે છે; ત્યાંનાં દુઃખ ઉપમારહિત છે.
હવે એ જ દુઃખને વિશેષ (ભેદ) કહે છેઃ
छिज्जइ तिलतिलमित्तं भिंदिज्जइ तिलतिलंतरं सयलं
वज्जग्गिए कढिज्जइ णिहप्पए पूयकुंडम्हि ।।३६।।
छिद्यते तिलतिलमात्रं भिद्यते तिलतिलान्तरं सकलम्
वज्राग्निना क्वथ्यते निधीयते पूयकुण्डे ।।३६।।
અર્થઃજ્યાં શરીરને તલતલ પ્રમાણ છેદવામાં આવે છે, તેના
તલતલ જેટલા શકલ અર્થાત્ ખંડને પણ ભેદવામાં આવે છે, વજ્રાગ્નિમાં
પકાવવામાં આવે છે તથા પરુના કુંડમાં નાખવામાં આવે છે.
इच्चेवमाइदुक्खं जं णरए सहदि एयसमयम्हि
तं सयलं वण्णेदुं ण सक्कदे सहसजीहो वि ।।३७।।

Page 22 of 297
PDF/HTML Page 46 of 321
single page version

इत्येवमादिदुःखं यत् नरके सहते एकसमये
तत्सकलं वर्णयितुं न शक्नोति सहस्रजिह्वः अपि ।।३७।।
અર્થઃએ પ્રમાણે પૂર્વ ગાથામાં કહ્યાં તેને માંડીને જે દુઃખો
તે નરકમાં એક કાળમાં જીવ સહન કરે છે તેનું કથન કરવાને, જેને
હજાર જીભ હોય તે પણ સમર્થ થતો નથી.
ભાવાર્થઃઆ ગાથામાં નરકનાં દુઃખોનું વચન અગોચરપણું કહ્યું
છે.
હવે નરકનું ક્ષેત્ર તથા એ નારકીઓના પરિણામ દુઃખમય જ છે
તે કહે છેઃ
सव्वं पि होदि णरये खेत्तसहावेण दुक्खदं असुहं
कुविदा वि सव्वकालं अण्णोण्णं होंति णेरइया ।।३८।।
सर्वं अपि भवति नरके क्षेत्रस्वभावेन दुःखदं अशुभम्
कुपिताः अपि सर्वकालं अन्योऽन्यं भवन्ति नैरयिकाः ।।३८।।
અર્થઃનરકમાં ક્ષેત્રસ્વભાવથી જ બધુંય દુઃખદાયક છે. અશુભ
છે તથા નારકીજીવ સદાકાળ પરસ્પર ક્રુધિત છે.
ભાવાર્થઃક્ષેત્ર તો સ્વભાવથી દુઃખરૂપ છે જ, પરંતુ નારકી
(જીવો) પરસ્પર ક્રોધી થતા થકા એકબીજાને મારે છે. એ પ્રમાણે તેઓ
નિરંતર દુઃખી જ રહે છે.
अण्णभवे जो सुयणो सो वि य णरए हणेइ अइकुविदो
एवं तिव्वविवागं बहुकालं विसहदे दुःक्खं ।।३९।।
अन्यभवे यः सुजनः सः अपि च नरके हन्ति अतिकुपितः
एवं तीव्र विपाकं बहुकालं विषहते दुःखम् ।।३९।।
અર્થઃપૂર્વભવમાં જે સ્વજનકુટુંબી હતો તે પણ આ નરકમાં
ક્રોધી બનીને ઘાત કરે છે. એ પ્રમાણે તીવ્ર છે વિપાક જેમનો એવાં
દુઃખો ઘણા કાળ સુધી નારકીજીવો સહન કરે છે.

Page 23 of 297
PDF/HTML Page 47 of 321
single page version

ભાવાર્થઃએવાં દુઃખો સાગરોપમ (કાળ) સુધી સહન કરે છે
તો પણ આયુષ્ય પૂર્ણ કર્યા વિના ત્યાંથી નીકળવું બનતું નથી.
હવે તિર્યંચગતિનાં દુઃખોને સાડાચાર ગાથાઓ દ્વારા કહે છેઃ
તિર્યંચગતિનાં દુઃખો
तत्तो णीसरिदूणं जायदि तिरिएसु बहुवियप्पेसु
तत्थ वि पावदि दुःखं गब्भे वि य छेयणादीयं ।।४०।।
ततः निःसृत्य जायते तिर्यक्षु बहुविकल्पेषु
तत्र अपि प्राप्नोति दुःखं गर्भे अपि च छेदनादिकम् ।।४०।।
અર્થઃએ નરકમાંથી નીકળીને અનેક પ્રકારના ભેદોવાળી જે
તિર્યંચગતિ તેમાં (જીવ) ઉત્પન્ન થાય છે; ત્યાં પણ ગર્ભમાં તે દુઃખ
પામે છે.
‘अपि’ શબ્દથી સમ્મૂર્છન થઈ છેદનાદિકનાં દુઃખ પામે છે.
तिरिएहिं खज्जमाणो दुट्ठमणुस्सेहिं हण्णमाणो वि
सव्वत्थ वि संतट्ठो भयदुक्खं विसहदे भीमं ।।४१।।
तिर्यग्भिः खाद्यमानः दुष्टमनुष्यैः हन्यमानः अपि
सर्वत्र अपि संत्रस्तः भयदुःखं विषहते भीमम् ।।४१।।
અર્થઃએ તિર્યંચગતિમાં જીવ, સિંહવાઘ આદિ વડે ભક્ષણ
થતો તથા દુષ્ટ મનુષ્ય (મ્લેચ્છ, પારધી, માછીમાર આદિ) વડે માર્યો
જતો થકો સર્વ ઠેકાણે ત્રાસયુક્ત બની રૌદ્ર
ભયાનક દુઃખોને અતિશય
સહન કરે છે.
अण्णोण्णं खज्जंता तिरिया पावंति दारुणं दुक्खं
माया वि जत्थ भक्खदि अण्णो को तत्थ रक्खेदि ।।४२।।
अन्योऽन्यं खादन्तः तिर्यञ्चः प्राप्नुवन्ति दारुणं दुःखम्
माता अपि यत्र भक्षति अन्यः कः तत्र रक्षति ।।४२।।
અર્થઃએ તિર્યંચગતિમાં જીવ પરસ્પર ભક્ષણ થતા થકા ઉત્કૃષ્ટ

Page 24 of 297
PDF/HTML Page 48 of 321
single page version

દુઃખ પામે છે, તે આને ખાય અને આ તેને ખાય. જ્યાં જેના ગર્ભમાં
ઉત્પન્ન થયો છે એવી માતા પણ પુત્રને ભક્ષણ કરી જાય, તો પછી
અન્ય કોણ રક્ષણ કરે?
तिव्वतिसाए तिसिदो तिव्वविभुक्खाइ भुक्खिदो संतो
तिव्वं पावदि दुक्खं उयरहुयासेण डज्झंतो ।।४३।।
तीव्रतृषया तृषितः तीव्रबुभुक्षया भुक्षितः सन्
तीव्रं प्राप्नोति दुःखं उदरहुताशेनः दह्यमानः ।।४३।।
અર્થઃએ તિર્યંચગતિમાં જીવ તીવ્ર તરસથી તૃષાતુર તથા તીવ્ર
ભૂખથી ક્ષુધાતુર થયો થકો તેમ જ ઉદરાગ્નિથી બળતો થકો (ઘણાં) તીવ્ર
દુઃખ પામે છે.
હવે એ કથનને સંકોચે છેઃ
एवं बहुप्पयारं दुक्खं विसहेदि तिरियजोणीसु
तत्तो णीसरिदूणं लद्धि-अपुण्णो णरो होदि ।।४४।।
एवं बहुप्रकारं दुःखं विषहते तिर्यग्योनिषु
ततः निःसृत्य लब्धि-अपूर्णः नरः भवति ।।४४।।
અર્થઃએ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી તિર્યંચયોનિમાં જીવ અનેક
પ્રકારથી દુઃખ પામે છે અને તેને સહે છે. એ તિર્યંચગતિમાંથી નીકળીને
(કદાચિત્) મનુષ્ય થાય તો કેવો થાય? લબ્ધિઅપર્યાપ્ત કે જ્યાં પર્યાપ્તિ
જ પૂરી ન થાય.
હવે મનુષ્યગતિનાં જે દુઃખો છે તેને બાર ગાથાઓ દ્વારા કહે છે.
ત્યાં પ્રથમ જ ગર્ભમાં ઊપજે તે અવસ્થા કહે છેઃ
મનુષ્યગતિનાં દુઃખો
अह गभ्भे वि य जायदि तत्थ वि णिवडीकयंगपच्चंगो
विसहदि तिव्वं दुक्खं णिग्गममाणो वि जोणीदो ।।४५।।

Page 25 of 297
PDF/HTML Page 49 of 321
single page version

अथ गर्भे अपि च जायते तत्र अपि निवडीकृत-अङ्गप्रत्यङ्गः
विषहते तीव्रं दुःखं निर्गच्छन् अपि योनितः ।।४५।।
અર્થઃઅથવા ગર્ભમાં ઊપજે તો ત્યાં પણ હસ્ત-પાદાદિ અંગ
અને આંગળાં આદિ પ્રત્યંગ એ બધા એકઠા સંકુચિત રહ્યા થકા (જીવ)
દુઃખ સહે છે અને ત્યાંથી યોનિદ્વારે નીકળતાં તે તીવ્ર દુઃખને સહન કરે
છે.
વળી તે કેવો થાય, તે કહે છેઃ
बालो वि पियरचतो परउच्छिट्ठेण वड्ढदे दुहिदो
एवं जायणसीलो गमेदि कालं महादुक्खं ।।४६।।
बालः अपि पितृत्यक्तः परोच्छिष्टेन वर्धते दुःखितः
एवं याचनशीलः गमयति कालं महादुःखम् ।।४६।।
અર્થઃ ગર્ભમાંથી નીકળ્યા પછી બાળ અવસ્થામાં જ માત-
પિતા મરી જાય તો દુઃખી થતો થકો પારકી ઉચ્છિષ્ટ વડે જીવનનિર્વાહ
કરતો તથા માગવાનો જ છે સ્વભાવ જેનો એવો તે, મહાદુઃખે કાળ
નિર્ગમન કરે છે.
વળી કહે છે કે એ બધું પાપનું ફળ છેઃ
पावेण जणो एसो दुक्कम्मवसेण जायदे सव्वो
पुणरवि करेदि पावं ण य पुण्णं को वि अज्जेदि ।।४७।।
पापेन जनः एषः दुःकर्मवशेन जायते सर्वः
पुनः अपि करोति पापं न च पुण्यं कः अपि अर्जयति ।।४७।।
અર્થઃઆ લોકના બધા મનુષ્યો પાપના ઉદયથી
અશાતાવેદનીય, નીચગોત્ર અને અશુભનામઆયુ આદિ દુષ્કર્મના વશે
એવાં દુઃખો સહન કરે છે તોપણ પાછા પાપ જ કરે છે, પણ પૂજા,
દાન, વ્રત, તપ અને ધ્યાનાદિ છે લક્ષણ જેનું એવાં પુણ્યને ઉપજાવતા
નથી એ મોટું અજ્ઞાન છે.

Page 26 of 297
PDF/HTML Page 50 of 321
single page version

विरलो अज्जदि पुण्णं सम्मादिट्ठी वएहिं संजुत्तो
उवसमभावे सहिदो णिंदणगरहाहिं संजुत्तो ।।४८।।
विरलः अर्जयति पुण्यं सम्यग्दृष्टिः व्रतैः संयुक्तः
उपशमभावेन सहितः निन्दनगर्हाभ्यां संयुक्तः ।।४८।।
અર્થઃસમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ યથાર્થ શ્રદ્ધાવાન, મુનિ-શ્રાવકનાં વ્રતો
સહિત, ઉપશમભાવ અર્થાત્ મંદકષાય પરિણામી, નિંદન અર્થાત્ પોતાના
દોષોને પોતે યાદ કરી પશ્ચાતાપ કરનાર, અને ગર્હણ અર્થાત્ પોતાના
દોષને ગુરુજન પાસે વિનયથી કહેનાર; એ પ્રમાણે નિંદા-ગર્હાસંયુક્ત જીવ
પુણ્યપ્રકૃતિઓેને ઉપજાવે છે. પણ એવા વિરલા જ હોય છે.
હવે કહે છે કે પુણ્યયુક્તને પણ ઇષ્ટ-વિયોગાદિ જોવામાં આવે છે.
पुण्णजुदस्स वि दीसदि इट्ठविओयं अणिट्ठसंजोयं
भरहो वि साहिमाणो परिज्जओ लहुयभाएण ।।४९।।
पुण्ययुतस्य अपि दृश्यते इष्टवियोगः अनिष्टसंयोगः
भरतः अपि साभिमानः पराजितः लघुकभ्रात्रा ।।४९।।
અર્થઃપુણ્યોદયયુક્ત પુરુષને પણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટ
સંયોગ થતો જોવામાં આવે છે. જુઓ, અભિમાનયુક્ત ભરત ચક્રવર્તી
પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા.
ભાવાર્થઃકોઈ જાણે કે ‘જેને મહાન પુણ્યનો ઉદય છે તેને
તો સુખ છે’, પણ સંસારમાં તો સુખ કોઈને પણ હોતું નથી. ભરત
ચક્રવર્તી જેવા પણ અપમાનાદિકથી દુઃખી થયા તો બીજાઓની વાત જ
શી કહેવી?
હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ
सयलट्ठविसयजोओ बहुपुण्णस्स वि ण सव्वहा होदि
तं पुण्णं पि ण कस्स वि सव्वं जेणिच्छिदं लहदि ।।५०।।

Page 27 of 297
PDF/HTML Page 51 of 321
single page version

सकलार्थविषययोगः बहुपुण्यस्य अपि न सर्वथा भवति
तत् पुण्यं अपि न कस्य अपि सर्वं येन ईप्सितं लभते ।।५०।।
અર્થઃઆ સંસારમાં સમસ્ત પદાર્થોનો, જે વિષય અર્થાત્
ભોગ્ય વસ્તુ છે તે સર્વનો, યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાંગપણે મળતો
નથી. કોઈને એવું પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત
(પદાર્થો) મળે.
ભાવાર્થઃમોટા પુણ્યવાનને પણ વાંચ્છિત વસ્તુમાં કાંઈ ને કાંઈ
ઓછપ રહે છે, સર્વ મનોરથ તો કોઈના પણ પૂર્ણ થતા નથી; તો પછી
(કોઈ જીવ) સંસારમાં સર્વાંગ સુખી કેવી રીતે થાય?
कस्स वि णत्थि कलत्तं अहव कलत्तं पुत्तसंपत्ती
अह तेसिं संपत्ती तह वि सरोओ हवे देहो ।।५१।।
कस्य अपि नास्ति कलत्रं अथवा कलत्रं न पुत्रसम्प्राप्तिः
अथ तेषां सम्प्राप्तिः तथापि सरोगः भवेत् देहः ।।५१।।
અર્થઃકોઈ મનુષ્યને તો સ્ત્રી નથી, કોઈને જો સ્ત્રી હોય તો પુત્રની
પ્રાપ્તિ નથી તથા કોઈને પુત્રની પ્રાપ્તિ છે તો શરીર રોગયુક્ત છે.
अह णीरोओ देहो तो धणधण्णाण णेय संपत्ति
अह धणधण्णं होदि हु तो मरणं झत्ति ढुक्केदि ।।५२।।
अथ नीरोगः देहः तत् धनधान्यानां नैव सम्प्राप्तिः
अथ धनधान्यं भवति खलु तत् मरणं झगिति ढौकते ।।५२।।
અર્થઃજો કોઈ નીરોગ દેહ હોય તો ધન-ધાન્યની પ્રાપ્તિ હોતી
નથી અને જો ધન-ધાન્યની પ્રાપ્તિ થઈ જાય છે તો (કદાચિત્) મરણ
પણ થઈ જાય છે.
कस्स वि दुठ्ठकलत्तं कस्स वि दुव्वसणवसणिओ पुत्तो
कस्स वि अरिसमबंधू कस्स वि दुहिदा दु दुच्चरिया ।।५३।।

Page 28 of 297
PDF/HTML Page 52 of 321
single page version

कस्य अपि दुष्टकलत्रं कस्य अपि दुर्व्यसनव्यसनिकः पुत्रः
कस्य अपि अरिसमबन्धुः कस्य अपि दुहिता अपि दुश्चरिता ।।५३।।
અર્થઃઆ મનુષ્યભવમાં કોઈને સ્ત્રી દુરાચરણી છે, કોઈને પુત્ર
જુગાર આદિ દુર્વ્યસનોમાં લવલીન છે, કોઈને શત્રુ સમાન કલહકારી
ભાઈ છે તો કોઈને પુત્રી દુરાચરણી છે.
कस्स वि मरदि सुपुत्तो कस्स वि महिला विणस्सदे इट्ठा
कस्स वि अग्गिपलित्तं गिहं कुडंबं च डज्झेइ ।।५४।।
कस्य अपि म्रियते सुपुत्रः कस्य अपि महिला विनश्यति इष्टा
कस्य अपि अग्निप्रलिप्तं गृहं कुटुंबं च दह्यते ।।५४।।
અર્થઃકોઈને તો સારો પુત્ર હોય તે મરી જાય છે, કોઈને
ઇષ્ટ સ્ત્રી હોય તે મરી જાય છે તો કોઈને ઘર-કુટુંબ સઘળું અગ્નિ વડે
બળી જાય છે.
एवं मणुयगदीए णाणादुक्खाइं विसहमाणो वि
ण वि धम्मे कुणदि मइं आरंभं णेय परिचयइ ।।५५।।
एवं मनुजगत्यां नानादुःखानि विषहमाणः अपि
न अपि धर्मे करोति मतिं आरम्भं नैव परित्यजति ।।५५।।
અર્થઃઉપર પ્રમાણે મનુષ્યગતિમાં નાના પ્રકારનાં દુઃખોને
સહવા છતાં પણ આ જીવ સદ્ધર્મમાં બુદ્ધિ કરતો નથી અને પાપારંભને
છોડતો નથી.
सधणो वि होदि णिधणो धणहीणो तह य ईसरो होदि
राया वि होदि भिच्चो भिच्चो वि य होदि णरणाहो ।।५६।।
सधनः अपि भवति निर्धनः धनहीनः तथा च ईश्वरः भवति
राजा अपि भवति भृत्यः भृत्यः अपि च भवति नरनाथः ।।५६।।
અર્થઃધનવાન હોય તે નિર્ધન થઈ જાય છે, એ જ પ્રમાણે
નિર્ધન હોય તે ઇશ્વર થઈ જાય છે. વળી રાજા હોય તે કિંકર થઈ

Page 29 of 297
PDF/HTML Page 53 of 321
single page version

જાય છે. અને કિંકર હોય તે રાજા થઈ જાય છે.
सत्तू वि होदि मित्तो मित्तो वि य जायदे तहा सत्तू
कम्मविवागवसादो एसो संसारसब्भावो ।।५७।।
शत्रुः अपि भवति मित्रं मित्रं अपि च जायते तथा शत्रुः
कर्मविपाकवशात् एषः संसारस्वभावः ।।५७।।
અર્થઃકર્મોદયવશે વૈરી હોય તે તો મિત્ર થઈ જાય છે તથા
મિત્ર હોય તે વૈરી થઈ જાય છે. એવો જ સંસારનો સ્વભાવ છે.
ભાવાર્થઃપુણ્યકર્મના ઉદયથી વૈરી પણ મિત્ર થઈ જાય છે
તથા પાપકર્મના ઉદયથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે.
હવે ચાર ગાથામાં દેવગતિનાં દુઃખોનું સ્વરૂપ કહે છેઃ
દેવગતિનાં દુઃખો
अह कह वि हवदि देवो तस्स वि जाएदि माणसं दुक्खं
दट्ठूण महड्ढीणं देवाणं रिद्धिसम्पत्ती ।।५८।।
अथ कथमपि भवति देवः तस्य अपि जायते मानसं दुःखम्
दृष्टवा महर्द्धीनां देवानां ऋद्धिसम्प्राप्तिम् ।।५८।।
અર્થઃઅથવા (કદાચિત્) મહાન કષ્ટથી દેવપર્યાય પણ પામે
ત્યાં તેને પણ મહાન ૠદ્ધિધારક દેવોની ૠદ્ધિસંપદા જોઈને માનસિક
દુઃખ ઉત્પન્ન થાય છે.
इट्ठविओगे दुक्खं होदि महड्ढीण विसयतण्हादो
विसयवसादो सुक्खं जेसिं तेसिं कुदो तित्ती ।।५९।।
इष्टवियोगे दुःख भवति महर्द्धीनां विषयतृष्णातः
विषयवशात् सुखं येषां तेषां कुतः तृप्तिः ।।५९।।
અર્થઃમહર્દ્ધિકદેવોને પણ ઇષ્ટ ૠદ્ધિ અને દેવાંગનાદિનો
વિયોગ થતાં દુઃખ થાય છે. જેમને વિષયાધીન સુખ છે તેમને તૃપ્તિ
ક્યાંથી થાય? તૃષ્ણા વધતી જ રહે છે.

Page 30 of 297
PDF/HTML Page 54 of 321
single page version

હવે શારીરિક દુઃખથી માનસિક દુઃખ મોટું છેએમ કહે છેઃ
सारीरियदुक्खादो माणसदुक्खं हवेइ अइपउरं
माणसदुक्खजुदस्स हि विसया वि दुहावहा हुंति ।।६०।।
शारीरिकदुःखतः मानसदुःखं भवति अतिप्रचुरम्
मानसदुःखयुतस्य हि विषयाः अपि दुःखावहाः भवन्ति ।।६०।।
અર્થઃકોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને
માનસિક દુઃખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી
માનસિક દુઃખ ઘણું તીવ્ર છે
મોટું છે; જુઓ, માનસિક દુઃખ સહિત
પુરુષને અન્ય ઘણા વિષયો હોય તોપણ તેઓ દુઃખદાયક ભાસે છે.
ભાવાર્થઃમનમાં ચિંતા થાય ત્યારે સર્વ સામગ્રી દુઃખરૂપ જ
ભાસે છે.
देवाणं पि य सुक्खं मणहरविसएहिं कीरदे जदि ही
विसयवसं जं सुक्खं दुक्खस्स वि कारणं तं पि ।।६१।।
देवानां अपि च सुखं मनोहरविषयैः क्रियते यदि हि
विषयवशं यत्सुखं दुखस्य अपि कारणं तत् अपि ।।६१।।
અર્થઃદેવોને મનોહર વિષયોથી જો સુખ છે એમ વિચારવામાં
આવે તો તે પ્રગટપણે સુખ નથી. જે વિષયોને આધીન સુખ છે તે
દુઃખનું જ કારણ છે (દુઃખ જ છે).
ભાવાર્થઃઅન્ય નિમિત્તથી સુખ માનવામાં આવે તે ભ્રમ છે,
કારણ કે જે વસ્તુ સુખના કારણરૂપ માનવામાં આવે છે તે જ વસ્તુ
કાળાન્તરમાં દુઃખના જ કારણરૂપ થાય છે.
એ પ્રમાણે વિચાર કરતાં સંસારમાં કોઈ ઠેકાણે પણ સુખ નથી
એમ કહે છેઃ
एवं सुट्ठु असारे संसारे दुक्खसायरे घोरे
किं कत्थ वि अत्थि सुहं वियारमाणं सुणिच्छयदो ।।६२।।

Page 31 of 297
PDF/HTML Page 55 of 321
single page version

एवं सुष्ठु असारे संसारे दुःखसागरे घोरे
किं कुत्र अपि अस्ति सुखं विचार्यमाणं सुनिश्चयतः ।।६२।।
અર્થઃએ પ્રમાણે સર્વ પ્રકારે અસાર એવા આ દુઃખસાગરરૂપ
ભયાનક સંસારમાં નિશ્ચયથી વિચાર કરવામાં આવે તો શું કોઈ ઠેકાણે
કિંચિત્ પણ સુખ છે? અપિતુ નથી જ.
ભાવાર્થઃચારગતિરૂપ સંસાર છે. અને ચારે ગતિઓ દુઃખરૂપ
જ છે, તો તેમાં સુખ ક્યાં સમજવું?
હવે કહે છે કે આ જીવ પર્યાયબુદ્ધિવાળો છે. તેથી તે જે યોનિમાં
ઊપજે છે ત્યાં જ સુખ માની લે છેઃ
दुक्कियकम्मवसादो राया वि य असुइकीड़ओ होदि
तत्थेव य कुणइ रइं पेक्खह मोहस्स माहप्पं ।।६३।।
दुष्कृतकर्मवशात् राजा अपि च अशुचिकीटकः भवति
तत्र एव च करोति रतिं प्रेक्षध्वं मोहस्य माहात्म्यम् ।।६३।।
અર્થઃહે પ્રાણી! તમે જુઓ તો ખરા આ મોહનું માહાત્મ્ય!
કે પાપવશ મોટો રાજા પણ મરીને વિષ્ટાના કીડામાં જઈ ઉત્પન્ન થાય
છે અને ત્યાં જ તે રતિ માને છે
ક્રીડા કરે છે.
હવે કહે છે કેઆ પ્રાણીનો એક જ ભવમાં અનેક સંબંધ થાય
છે.
पुत्तो वि भाउ जाओ सो वि य भाओ वि देवरो होदि
माया होदि सवत्ती जणणो वि य होदि भत्तारो ।।६४।।
एयम्मि भवे एदे संबंधा होंति एय-जीवस्स
अण्णभवे किं भण्णइ जीवाणं धम्मरहिदाणं ।।६५।। युगलम्
पुत्रः अपि भ्राता जातः सः अपि च भ्राता अपि देवरः भवति
माता भवति सपत्नी जनकः अपि च भवति भर्ता ।।६४।।

Page 32 of 297
PDF/HTML Page 56 of 321
single page version

एकस्मिन् भवे एते सम्बन्धाः भवन्ति एकजीवस्य
अन्यभवे किं भण्यते जीवानां धर्मरहितानाम् ।।६५।।
અર્થઃએક જીવને એક ભવમાં આટલા સંબંધ થાય છે તો પછી
ધર્મરહિત જીવોને અન્ય ભવોના સંબંધમાં તો શું કહેવું? તે સંબંધ ક્યા ક્યા
છે? તે કહીએ છીએઃ
પુત્ર તો ભાઈ થયો અને ભાઈ હતો તે દિયર થયો,
માતા હતી તે શોક થઈ અને પિતા હતો તે ભરથાર થયો. એટલા સંબંધ
વસંતતિલકા વેશ્યા, ધનદેવ, કમળા અને વરુણને (પરસ્પર) થયા. તેમની
કથા અન્ય ગ્રંથોથી અહીં લખીએ છીએઃ
એક ભવમાં અઢાર નાતાની કથા
માલવદેશની ઉજ્જયની નગરીમાં રાજા વિશ્વસેન હતો. ત્યાં
સુદત્ત નામનો શેઠ રહેતો હતો. તે સોળ કરોડ દ્રવ્યનો સ્વામી હતો.
તે શેઠ એક વસંતતિલકા નામની વેશ્યામાં આસક્ત થયો અને તેને
પોતાના ઘરમાં રાખી. તે ગર્ભવતી થઈ ત્યારે રોગ સહિત દેહ થવાથી
તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. તે વસંતતિલકાએ પોતાના ઘરમાં જ
પુત્ર-પુત્રીના જોડકાને જન્મ આપ્યો. તે વેશ્યા ખેદખિન્ન થઈને એ બન્ને
બાળકોને જુદા જુદા રત્નકાંબળમાં લપેટી પુત્રીને તો દક્ષિણ દરવાજે
નાખી આવી
ત્યાં પ્રયાગનિવાસી વણજારાએ તેને ઉપાડી પોતાની
સ્ત્રીને સોંપી. તેનું (પુત્રીનું) નામ કમળા રાખ્યુંતથા પુત્રને
ઉત્તરદિશાના દરવાજે નાખ્યો. ત્યાંથી સાકેતપુરના એક સુભદ્ર નામના
વણજારાએ તેને (પુત્રને) ઉપાડી પોતાની સ્ત્રી સુવ્રતાને સોંપ્યો અને તેનું
ધનદેવ નામ રાખ્યું. હવે પૂર્વોપાર્જિત કર્મવશ તે ધનદેવનો પેલી
કમળાની સાથે વિવાહ થયો અને એ બંને (ભાઈ-બહેન) પતિ-પત્ની
થયાં. પછી આ ધનદેવ વ્યાપાર અર્થે ઉજ્જયિની નગરીમાં ગયો. ત્યાં
તે પેલી વસંતતિલકા વેશ્યામાં લુબ્ધ થયો અને તેના સંયોગથી
વસંતતિલકાને એક પુત્ર જન્મ્યો. તેનું નામ વરુણ રાખ્યું. હવે એક
દિવસ કમળાએ કોઈ મુનિને પોતાનો સંબંધ પૂછ્યો અને મુનિએ તેનું
સર્વ વૃતાંત કહ્યું, તે નીચે પ્રમાણે છેઃ

Page 33 of 297
PDF/HTML Page 57 of 321
single page version

આ ઉજ્જયિની નગરીમાં એક સોમશર્મા નામનો બ્રાહ્મણ હતો.
તેને કાશ્યપી નામની સ્ત્રી હતી. તેમને અગ્નિભૂત અને સોમભૂત
નામના બે પુત્ર થયા. એ બંને ક્યાંકથી ભણીને આવતા હતા. ત્યાં
માર્ગમાં કોઈ જિનદત્ત મુનિને તેમની માતા, જે જિનમતી આર્યા હતી
તે, ક્ષેમકુશળ પૂછતી દેખી તથા ત્યાં બીજા કોઈ જિનભદ્રમુનિ હતા
તેમને સુભદ્રા નામની આર્યા, કે જે તેમના પુત્રની વહુ હતી તે,
ક્ષેમકુશળ પૂછતી દેખી, એ દ્રશ્ય આ બંને ભાઈઓએ દીઠું અને ત્યાં
હાસ્ય કર્યું કે
‘જુઓ તો ખરા! તરુણને તો વૃદ્ધ સ્ત્રી અને વૃદ્ધને
તરુણ સ્ત્રી, અહો વિધાતાએ ખરી વિપરીતતા રચી છે!’ ઉપાર્જિત કર્મ
અનુસાર સોમશર્મા તો મરીને વસંતતિલકા વેશ્યા થયો તથા એ
હાસ્યના પાપથી અગ્નિભૂત અને સોમભૂત બંને ભાઈ મરીને આ
વસંતતિલકાને પુત્ર-પુત્રીરૂપ જોડકાં થયાં અને તેમનું કમળા અને
ધનદેવ નામ રાખ્યું. વળી પેલી કાશ્યપી બ્રાહ્મણી હતી તે (મરીને)
વસંતતિલકા અને ધનદેવના સંયોગથી વરુણ નામનો પુત્ર થઈ.
એ પ્રમાણે આ સર્વ સંબંધ સાંભળીને કમળાને જાતિસ્મરણજ્ઞાન
થયું, ત્યારે તે ઉજ્જયિની નગરીમાં વસંતતિલકાને ઘરે ગઈ. ત્યાં
પેલો વસંતતિલકાનો પુત્ર વરુણ પારણામાં ઝૂલતો હતો. તેને તે કહેવા
લાગી કે હે બાળક! તારી સાથે મારા છ પ્રકારના સંબંધ છે, તે
તું સાંભળ.
૧. મારો ભરથાર જે ધનદેવ તેના સંયોગથી તું જન્મ્યો માટે
મારો પણ તું (શોક) પુત્ર છે.
૨. ધનદેવ મારો સગો ભાઈ છે તેનો તું પુત્ર છે, માટે તું મારો
ભત્રીજો પણ છે.
૩. તારી માતા વસંતતિલકા છે તે જ મારી પણ માતા છે, માટે
તું મારો ભાઈ પણ છે.
૪. તું મારા ભરથાર ધનદેવનો નાનો ભાઈ છે, તેથી તું મારો
દિયર પણ છે.

Page 34 of 297
PDF/HTML Page 58 of 321
single page version

૫. મારો ભરથાર ધનદેવ છે તે મારી માતા વસંતતિલકાનો પણ
ભરથાર છે, તેથી ધનદેવ મારો પિતા પણ થયો અને તેનો તું નાનો
ભાઈ છે, માટે તું મારો કાકો પણ છે.
૬. હું વસંતતિલકાની શોક્ય થઈ, તેથી ધનદેવ મારો શોકપુત્ર
થયો અને તેનો તું પુત્ર છે માટે તું પૌત્ર પણ છે.
એ પ્રમાણે વરુણને તે છ પ્રકારના સંબંધ કહેતી હતી. ત્યાં પેલી
વસંતતિલકા આવી અને આ કમળાને કહેવા લાગી કે તું કોણ છે? કે
મારા પુત્રને આ પ્રમાણે છ પ્રકારથી તારો સંબંધ સંભળાવે છે? ત્યારે
કમળા બોલી કે તારી સાથે મારે પણ છ પ્રકારથી સંબંધ છે. તે તું
પણ સાંભળ!
૧. પ્રથમ તો તું મારી માતા છે, કારણ કે હું ધનદેવની સાથે
તારા જ ઉદરથી યુગલરૂપે ઊપજી છું.
૨. ધનદેવ મારો ભાઈ છે, તેની તું સ્ત્રી છે, માટે તું મારી
ભોજાઈ (ભાભી) પણ છે.
૩. મારો ભરથાર ધનદેવ છે, તેની તું પણ સ્ત્રી છે, માટે તું મારી
શોક પણ છે.
૪. તું મારી માતા છે અને તારો ભરથાર ધનદેવ પણ થયો
એટલે ધનદેવ મારો પિતા થયો, તેની તું માતા છે, માટે તું મારી દાદી
પણ છે.
૫. ધનદેવ તારો પુત્ર છે અને તે મારો પણ શોકપુત્ર છે, તેની
તું સ્ત્રી થઈ, માટે તું મારી પુત્રવધૂ પણ છે.
૬. હું ધનદેવની સ્ત્રી છું અને તું ધનદેવની માતા છે, માટે તું
મારી સાસુ પણ છે
આ પ્રમાણે વસંતતિલકા વેશ્યા પોતાના છ પ્રકારના સંબંધ
સાંભળીને ચિંતામાં વિચારગ્રસ્ત હતી ત્યાં જ પેલો ધનદેવ આવ્યો. તેને

Page 35 of 297
PDF/HTML Page 59 of 321
single page version

જોઈને કમળા બોલી કે તારી સાથે પણ મારા છ પ્રકારના સંબંધ છે.
તે સાંભળઃ
૧. પ્રથમ તો તું અને હું બન્ને આ જ વેશ્યાના ઉદરમાંથી
જોડકારૂપે સાથે જન્મ્યાં છીએ, માટે તું મારો ભાઈ છે.
૨. પછી તારો અને મારો વિવાહ થયો, તેથી તું મારો પતિ પણ
છે.
૩. વસંતતિલકા મારી માતા છે અને તેનો તું ભરથાર છે. માટે
તું મારો પિતા પણ છે.
૪. વરુણ તારો નાનો ભાઈ છે અને તે મારો કાકો થયો, તેનો
તું પિતા છે, એટલે કાકાનો પિતા હોવાથી તું મારો દાદો પણ થયો.
૫. હું વસંતતિલકાની શોક છું અને તું મારી શોકનો પુત્ર છે,
તેથી તું મારો પુત્ર પણ છે.
૬. તું મારો ભરથાર છે અને તારી માતા વસંતતિલકા મારી સાસુ
થઈ, એ સાસુનો તું ભરથાર થયો, એટલે તું મારો સસરો પણ થયો.
એ પ્રમાણે એક જ ભવમાં એક જ જીવને અઢાર સંબંધ થયા.
તેનું અહીં ઉદાહરણ કહ્યું. એમ આ સંસારની વિચિત્ર વિટંબણા છે, તેમાં
કાંઈ આશ્ચર્ય નથી.
. એ અઢાર નાતાની કથા અન્ય ગ્રંથો ઉપરથી અહીં લખી છે. તે ગાથાઓઃ
बालय हि सुणि सुवयणं तुज्झ सरिस्सा हि अट्टदह णत्ता
पुत्तु भत्तीज्जउ भायउ देवरु पत्तिय हु पौत्तज्जा ।।।।
तुहु पियरो महु पियरो पियामहो तह य हवइ भत्तारो
भायउ तहा वि पुत्तो ससुरो हवइ बालयो मज्झ ।।।।
तुहु जणणी हुई भज्जा पियामही तह य मायरी सवई
हवइ वहू तह सासू ए कहिया अट्टदह णत्ता ।।।।

Page 36 of 297
PDF/HTML Page 60 of 321
single page version

પંચ પ્રકારરૂપ સંસારનું સ્વરૂપ
હવે પાંચ પ્રકારના સંસારનાં નામ કહે છેઃ
संसारो पंचविहो दव्वे खेत्ते तहेव काले य
भवभमणो य चउत्थो पंचमओ भावसंसारो ।।६६।।
संसारः पञ्चविधः द्रव्ये क्षेत्रे तथैव काले च
भवभ्रमणः च चतुर्थः पञ्चमकः भावसंसारः ।।६६।।
અર્થઃસંસાર અર્થાત્ પરિભ્રમણ છે તે પાંચ પ્રકારનું છે. (૧)
દ્રવ્ય અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ, (૨) ક્ષેત્ર અર્થાત્
આકાશપ્રદેશોમાં સ્પર્શવારૂપ પરિભ્રમણ, (૩) કાળ અર્થાત્ કાળના
સમયોમાં ઊપજવા-વિનશવારૂપ પરિભ્રમણ, (૪) ભવ અર્થાત્ નરકાદિ
ભવોના ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ અને (૫) ભાવ અર્થાત્ પોતાને
કષાય-યોગસ્થાનરૂપ ભેદોના પલટવારૂપ પરિભ્રમણ;
એ પ્રમાણે પાંચ
પ્રકારરૂપ સંસાર જાણવો.
હવે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ દ્રવ્યપરાવર્તન કહે છેઃ
बंधदि मुंचदि जीवो पडिसमयं कम्मपुग्गला विविहा
णोकम्मपुग्गला वि य मिच्छत्तकसायसंजुत्तो ।।६७।।
बध्नाति मुञ्चति जीवः प्रतिसमयं कर्मपुद्गलान् विविधान्
नोकर्मपुद्गलान अपि च मिथ्यात्वकषायसंयुक्तः ।।६७।।
અર્થઃઆ જીવ, આ લોકમાં રહેલાં જે અનેક પ્રકારનાં
જ્ઞાનાવરણાદિ કર્મપુદ્ગલો તથા ઔદારિકાદિ શરીરરૂપ નોકર્મ-પુદ્ગલોને
મિથ્યાત્વ-કષાયો વડે સંયુક્ત થતો થકો સમયે સમયે બાંધે છે અને છોડે છે.
ભાવાર્થઃમિથ્યાત્વ-કષાયવશ જ્ઞાનાવરણાદિ કર્મોના સમય-
પ્રબદ્ધને અભવ્યરાશિથી અનંત ગુણા તથા સિદ્ધરાશિથી અનંતમા ભાગે
પુદ્ગલપરમાણુઓના સ્કંધરૂપ કાર્મણ વર્ગણાઓને (આ સંસારી જીવ)
સમયે સમયે ગ્રહણ કરે છે તથા પૂર્વે જે ગ્રહણ કરી હતી કે જે સત્તામાં