Page 37 of 297
PDF/HTML Page 61 of 321
single page version
છે તેમાંથી એટલી જ (કર્મવર્ગણાઓ) સમયે સમયે ખરી જાય છે. વળી એ જ પ્રમાણે ઔદરિકદિ શરીરોના સમયપ્રબદ્ધો શરીરગ્રહણના સમયથી માંડીને આયુ સ્થિતિ સુધી ગ્રહણ કરે છે વા છોડે છે. એ પ્રમાણે અનદિકાળથી માંડી અનંત વાર (કર્મ-નોકર્મ પુદ્ગલોનું) ગ્રહણ કરવું વા છોડવું થયા જ કરે છે.
હવે ત્યાં એક પરાવર્તનના પ્રારંભમાં પ્રથમ સમયના સમય- પ્રબદ્ધમાં જેટલા પુદ્ગલપરમાણુને જેવા સ્નિગ્ધ-રૂક્ષ-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ તીવ્ર-મંદ-મધ્યમ ભાવથી ગ્રહ્યા હોય તેટલા જ તેવી રીતે કોઈ સમયે ફરી ગ્રહણમાં આવે ત્યારે એક કર્મનોકર્મપરાવર્તન થાય છે, પણ વચ્ચે અનંત વાર અન્ય પ્રકારના પરમાણુ ગ્રહણ થાય તેને અહીં ન ગણવા; એવી રીતે જેવા ને તેવા જ (કર્મ-નોકર્મપરમાણુઓને) ફરીથી ગ્રહણ થવાને અનંતકાળ જાય છે. તેને એક દ્રવ્યપરાવર્તન કહીએ છીએ. એ પ્રમાણે આ જીવે આ લોકમાં અનંતા પરાવર્તન કર્યાં.
હવે ક્ષેત્રપરાવર્તન કહે છેઃ —
અર્થઃ — આ સમગ્ર લોકાકાશનો એવો કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં આ સર્વ સંસારી જીવો અનેક વાર ઊપજ્યા – મર્યા ન હોય.
ભાવાર્થઃ — સર્વ લોકાકાશના પ્રદેશોમાં આ જીવ અનંતવાર ઊપજ્યો-મર્યો છે. એવો એક પણ પ્રદેશ બાકી રહ્યો નથી કે જ્યાં (આ જીવ) ન ઊપજ્યો-મર્યો હોય. અહીં આ પ્રમાણે સમજવું કે લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. તેના મધ્યના આઠ પ્રદેશને વચમાં લઈને સૂક્ષ્મનિગોદલબ્ધઅપર્યાપ્તક જઘન્ય અવગાહના ધારણ કરી જીવ ઊપજે છે. હવે તેની અવગાહના પણ અસંખ્યાત પ્રદેશી છે. તે જેટલા પ્રદેશ
Page 38 of 297
PDF/HTML Page 62 of 321
single page version
છે તેટલી વાર તો ત્યાં જ એ જ અવગાહના પામે છે, વચ્ચે અન્ય જગ્યાએ અન્ય અવગાહનાથી (જીવ) ઊપજે તેની અહીં ગણતરી નથી. ત્યાર પછી એક એક પ્રદેશ ક્રમપૂર્વક વધતી અવગાહના પામે તે અહીં ગણતરીમાં છે. એ પ્રમાણે (ક્રમપૂર્વક વધતાં વધતાં) મહામચ્છની ઉત્કૃષ્ટ અવગાહના સુધી પૂર્ણ કરે અને એ રીતે અનુક્રમે લોકાકાશના સર્વ પ્રદેશોને સ્પર્શે ત્યારે એક ક્ષેત્રપરાવર્તન થાય.
હવે કાળપરાવર્તન કહે છેઃ —
અર્થઃ — ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના પ્રથમ સમયથી માંડીને અંતના સમય સુધી આ જીવ અનુક્રમપૂર્વક સર્વકાળમાં ઊપજે તથા મરે છે (તે કાળપરાવર્તન છે).
ભાવાર્થઃ — કોઈ જીવ, દસ કોડાકોડી સાગરનો જે ઉત્સર્પિણીકાળ તેના પ્રથમ સમયમાં જન્મ પામે, પછી બીજી ઉત્સર્પિણીના બીજા સમયમાં જન્મે, એ જ પ્રમાણે ત્રીજી ઉત્સર્પિણીના ત્રીજા સમયમાં જન્મે, એ પ્રમાણે અનુક્રમપૂર્વક અંતના સમય સુધી જન્મે, વચ્ચે અન્ય સમયોમાં અનુક્રમરહિત જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે અવસર્પિણીકાળના પણ દસ કોડાકોડી સાગરના સમયો (ક્રમવાર) પૂર્ણ કરે તથા એ જ પ્રમાણે મરણ કરે તેને એક કાળપરાવર્તન કહે છે. તેમાં પણ અનંત કાળ થાય છે.
હવે ભવપરાવર્તન કહે છેઃ —
Page 39 of 297
PDF/HTML Page 63 of 321
single page version
અર્થઃ — સંસારી જીવ, નરકદિ ચાર ગતિની જઘન્ય સ્થિતિથી માંડીને ગ્રૈવેયકપર્યંત ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સર્વ સ્થિતિઓમાં જન્મે છે.
ભાવાર્થઃ — નરકગતિની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. તેના જેટલા સમય છે તેટલી વાર તો જઘન્ય સ્થિતિનું આયુષ્ય ધારણ કરીને જન્મે, પછી એક સમય અધિક આયુષ્ય લઈને જન્મે, પછી બે સમય અધિક આયુષ્ય લઈને જન્મે, એ જ પ્રમાણે અનુક્રમપૂર્વક તેત્રીસ સાગર સુધીનું આયુષ્ય પૂર્ણ કરે. પણ વચ્ચે-વચ્ચે ઓછું-વત્તું આયુષ્ય લઈ જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે તિર્યંચગતિનું જઘન્ય આયુ અંતર્મુહૂર્ત છે. તેના જેટલા સમય છે તેટલી વાર જઘન્ય આયુનો ધારક થઈ, પછી એક સમય અધિક-અધિકના ક્રમથી (એ તિર્યંચગતિનું ઉત્કૃષ્ટ) ત્રણ પલ્ય આયુ પૂર્ણ કરે; પણ વચ્ચે ઓછું – વત્તું આયુ પામે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે મનુષ્યનું જઘન્ય આયુથી માંડીને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યનું આયુ પૂર્ણ કરે, તથા એ જ પ્રમાણે દેવગતિનું જઘન્ય દસ હજાર વર્ષથી માંડીને અંતિમ ગ્રૈવેયકની એકત્રીસ સાગર સુધીનું સમય-સમય અધિક અનુક્રમપણે પૂર્ણ કરે; તેને ભવપરાવર્તન કહે છે. નવ ગ્રૈવેયકની આગળ ઊપજવાવાળો એક બે ભવ કરીને મુક્ત જ થાય છે, તેથી તેને અહીં ગણ્યો નથી. એ ભવપરાવર્તનનો પણ અનંત કાળ છે.
હવે ભાવપરાવર્તન કહે છેઃ —
અર્થઃ — ભાવસંસારમાં વર્તતો સંજ્ઞી જીવ અનેક પ્રકારના કર્મોના
Page 40 of 297
PDF/HTML Page 64 of 321
single page version
સ્થિતિબંધના તથા અનુભાગબંધના કારણરૂપ અનેક પ્રકારના કષાયોરૂપે પરિણમે છે.
ભાવાર્થઃ — કર્મોના એક સ્થિતિબંધના કારણરૂપ કષાયોનાં સ્થાનક અસંખ્યાતલોકપ્રમાણ છે. તેમાં એક સ્થિતિબંધસ્થાનમાં અનુભાગબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન અસંખ્યાતલોકપ્રમાણ છે. વળી યોગસ્થાન છે તે જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગે છે. તેને આ જીવ પરિવર્તન કરે છે. તે કેવી રીતે? કોઈ સંજ્ઞી મિથ્યાદ્રષ્ટિ પર્યાપ્ત જીવ પોતાને યોગ્ય સર્વ જઘન્ય જ્ઞાનાવરણ કર્મપ્રકૃતિની સ્થિતિ અંતઃકોડાકોડી સાગર પ્રમાણ બાંધે, તેનાં કષાયસ્થાન અસંખ્યાત લોકમાત્ર છે. તેમાં સર્વ જઘન્યસ્થાન એકરૂપ પરિણમે. તેમાં તે એક સ્થાનમાં અનુભાગબંધના કારણરૂપ સ્થાન એવા અસંખ્યાતલોકપ્રમાણ છે, તેમાંથી એક (સ્થાન) સર્વજઘન્યરૂપ પરિણમે, ત્યાં તેને યોગ્ય સર્વજઘન્ય યોગસ્થાનરૂપ પરિણમે ત્યારે જ જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગનાં યોગસ્થાન અનુક્રમથી પૂર્ણ કરે; પણ વચમાં અન્ય યોગસ્થાનરૂપ પરિણમે તે અહીં ગણતરીમાં નથી. એ પ્રમાણે યોગસ્થાન પૂર્ણ થતાં અનુભાગસ્થાનનું બીજું સ્થાન પરિણમે. ત્યાં પણ એ જ પ્રમાણે સર્વ યોગસ્થાન પૂર્ણ કરે. ત્યાર પછી ત્રીજું અનુભાગસ્થાન થાય. ત્યાં પણ તેટલાં જ યોગસ્થાન ભોગવે. એ પ્રમાણે અસંખ્યાતલોકપ્રમાણ અનુભાગસ્થાન અનુક્રમે પૂર્ણ કરે ત્યારે બીજું કષાયસ્થાન લેવું. ત્યાં પણ ઉપર કહેલા ક્રમપૂર્વક અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગસ્થાન તથા જગત્શ્રેણીના અસંખ્યાતમા ભાગનાં યોગસ્થાન પૂર્વોક્ત ક્રમપૂર્વક ભોગવે, ત્યારે ત્રીજું કષાયસ્થાન લેવું; એ પ્રમામે ચોથું
પાંચમું – છઠ્ઠું અદિ અસંખ્યાત લોકપ્રમાણ કષાયસ્થાન પૂર્વોક્ત ક્રમપૂર્વક પૂર્ણ કરે ત્યારે એક સમય અધિક જઘન્યસ્થિતિસ્થાન લેવું. તેમાં પણ કષાયસ્થાન, અનુભાગસ્થાન અને યોગસ્થાન ઉપર કહેલા ક્રમપૂર્વક ભોગવે. એ પ્રમાણે બે સમય અધિક જઘન્યસ્થિતિથી માંડી ત્રીસ કોડાકોડી સાગર સુધી જ્ઞાનાવરણકર્મની સ્થિતિ પૂર્ણ કરે. એ પ્રમાણે સર્વ મૂળકર્મપ્રકૃતિઓ તથા ઉત્તરકર્મપ્રકૃતિઓનો ક્રમ જાણવો. એ રીતે પરિણમતાં-પરિણમતાં અનંત કાળ વ્યતીત થાય છે; તેને એકઠો કરતાં
Page 41 of 297
PDF/HTML Page 65 of 321
single page version
એક ભાવપરાવર્તન થાય. એવાં અનંત ભાવપરાવર્તન આ જીવ ભોગવતો આવ્યો છે.
હવે એ પાંચ પરાવર્તનના કથનને સંકોચે છેઃ —
અર્થઃ — એ પ્રમાણે પંચપરાવર્તનરૂપ સંસારમાં આ જીવ અનદિકાળથી મિથ્યાત્વદોષ વડે ભમે છે. કેવો છે સંસાર? અનેક પ્રકારનાં દુઃખોનું નિધાન (ખજાનો) છે.
હવે એવા સંસારથી છૂટવાનો ઉપદેશ કરે છેઃ —
અર્થઃ — ઉપર કહ્યા પ્રમાણે આ સંસારને જાણી, સર્વ પ્રકારે ઉદ્યમ કરી, મોહને છોડી હે ભવ્યાત્મા! તું એ આત્મસ્વભાવનું ધ્યાન કર કે જેથી સંસારપરિભ્રમણનો નાશ થાય.
મિથ્યાકર્મ ઉદય થકી, ભરમે જીવ અપાર.
Page 42 of 297
PDF/HTML Page 66 of 321
single page version
અર્થઃ — જીવ છે તે એકલો ઊપજે છે, તે એકલો જ ગર્ભમાં દેહને ગ્રહણ કરે છે, તે એકલો જ બાળક થાય છે, તે એકલો જ યુવાન અને તે એકલો જ જરાવસ્થાથી ગ્રસિત વૃદ્ધ થાય છે.
ભાવાર્થઃ — જીવ એકલો જ જુદી જુદી અવસ્થાઓને ધારણ કરે છે.
અર્થઃ — જીવ એકલો જ રોગી થાય છે, જીવ એકલો જ શોકાર્ત થાય છે, જીવ એકલો જ માનસિક દુઃખથી તપ્તાયમાન થાય છે, જીવ એકલો જ મરે છે અને જીવ એકલો જ દીન બની નરકનાં દુઃખો સહન કરે છે.
ભાવાર્થઃ — જીવ એકલો જ અનેક અનેક અવસ્થાઓને ધારણ કરે છે.
Page 43 of 297
PDF/HTML Page 67 of 321
single page version
અર્થઃ — જીવ એકલો જ પુણ્યનો સંચય કરે છે, જીવ એકલો જ દેવગતિનાં સુખ ભોગવે છે, જીવ એકલો જ કર્મનો ક્ષય કરે છે, અને જીવ એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃ — જીવ એકલો જ પુણ્યોપાર્જન કરી સ્વર્ગ જાય છે અને જીવ એકલો જ કર્મનાશ કરી મોક્ષ જાય છે.
અર્થઃ — સ્વજન અર્થાત્ કુટુંબી છે તે પણ આ જીવને દુઃખ આવતાં તથા તેને દેખવા છતાં પણ, તે દુઃખને લેશ પણ ગ્રહણ કરવાને અસમર્થ થાય છે. આ પ્રમાણે પ્રગટપણે જાણવા છતાં પણ આ જીવ કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડતો નથી.
ભાવાર્થઃ — પોતાને થતું દુઃખ પોતે જ ભોગવે છે, તેમાં કોઈ ભાગીદાર બની શકતું નથી; છતાં આ જીવને એવું અજ્ઞાન છે કે દુઃખ સહતો છતાં પણ પરના મમત્વને છોડતો નથી.
હવે કહે છે કે આ જીવને નિશ્ચયથી એક ધર્મ જ શરણ છેઃ —
અર્થઃ — આ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમ ક્ષમદિ દશલક્ષણધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે છે તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશને (મોક્ષને) કરે છે.
Page 44 of 297
PDF/HTML Page 68 of 321
single page version
ભાવાર્થઃ — ધર્મ સિવાય અન્ય કોઈ હિતસ્વી નથી.
હવે કહે છે કે શરીરથી ભિન્ન એવા એકલા જીવને તું જાણઃ —
અર્થઃ — હે ભવ્યાત્મા! તું સર્વ પ્રકારે ઉદ્યમ કરીને શરીરથી ભિન્ન એકલા જીવને જાણ! જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો ક્ષણમાત્રમાં તજવા યોગ્ય લાગે છે.
ભાવાર્થઃ — જ્યારે પોતાના સ્વરૂપને જાણે ત્યારે સર્વ પરદ્રવ્યો હેયરૂપ જ ભાસે છે. તેથી અહીં પોતાનું સ્વરૂપ જ જાણવાનો મહાન ઉપદેશ છે.
Page 45 of 297
PDF/HTML Page 69 of 321
single page version
અર્થઃ — આ જીવ સંસારમાં જે દેહ ગ્રહણ કરે છે તે પોતાનાથી અન્ય છે, માતા છે તે પણ અન્ય છે, સ્ત્રી છે તે પણ અન્ય છે તથા પુત્ર છે તે પણ અન્ય ઊપજે છે; આ સર્વ કર્મસંયોગથી આવી મળે છે.
અર્થઃ — એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી સર્વ બાહ્યવસ્તુઓને આત્માના સ્વરૂપથી ન્યારી (ભિન્ન) પ્રગટપણે જાણવા છતાં પણ આ મૂઢ – મોહી જીવ તે પરદ્રવ્યોમાં જ રાગ કરે છે, પરંતુ એ મોટી મૂર્ખતા છે.
અર્થઃ — જે જીવ પોતાના આત્મસ્વરૂપથી દેહને પરમાર્થપણે ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છે – ધ્યાવે છે તેને આ અન્યત્વભાવના કાર્યકારી છે.
Page 46 of 297
PDF/HTML Page 70 of 321
single page version
ભાવાર્થઃ — જે દેહદિ પરદ્રવ્યોને ન્યારાં જાણી પોતાના સ્વરૂપનું સેવન કરે છે તેને આ અન્યત્વભાવના કાર્યકારી છે.
નિજમાં રમે વમે અપર, તે શિવ લખે પ્રત્યક્ષ.
અર્થઃ — હે ભવ્ય! તું આ દેહને અપવિત્રમય જાણ! કેવો છે એ દેહ? સઘળી કુત્સિત્ અર્થાત્ નિંદનીય વસ્તુઓનો પિંડ – સમુદાય છે. વળી તે કેવો છે? કૃમિ અર્થાત્ ઉદરના જીવ જે કીડા તથા નિગોદિયા જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગન્ધમય છે તથા મળ-મૂત્રનું ઘર છે.
ભાવાર્થઃ — આ દેહને સર્વ અપવિત્ર વસ્તુઓના સમૂહરૂપ જાણ.
હવે કહે છે કે — આ દેહ અન્ય સુગંધિત વસ્તુઓને પણ પોતાના સંયોગથી દુર્ગન્ધમય કરે છે.
Page 47 of 297
PDF/HTML Page 71 of 321
single page version
અર્થઃ — રૂડા, પવિત્ર, સુરસ અને મનોહર સુગંધિત દ્રવ્યો છે તે પણ આ દેહમાં નાખતાંની સાથે જ ઘૃણાસ્પદ અને અત્યંત દુર્ગન્ધમય બની જાય છે.
ભાવાર્થઃ — આ દેહને ચંદન-કપૂરદિ લગાવતાં તે પણ દુર્ગન્ધમય થઈ જાય છે, મિષ્ટાન્નદિ સુરસ વસ્તુઓ ખાતાં તે પણ મલદિરૂપ પરિણમી જાય છે તથા અન્ય વસ્તુ પણ આ દેહના સ્પર્શમાત્રથી અસ્પર્શ્ય થઈ જાય છે.
ફરી આ દેહને અશુચિરૂપ દર્શાવે છેઃ —
અર્થઃ — હે ભવ્ય? આ મનુષ્યોનો દેહ, કર્મોએ અશુચિમય બનાવ્યો છે, ત્યાં આવી ઉત્પ્રેક્ષા – સંભાવના જાણ કે — એ મનુષ્યોને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે; છતાં પણ આ મનુષ્ય એવા દેહમાં પણ અનુરાગી થાય છે એ મોટું અજ્ઞાન છે.
વળી એ જ અર્થને દ્રઢ કરે છેઃ —
અર્થઃ — પૂર્વોક્ત પ્રકારે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં પણ આ મનુષ્ય ત્યાં અનુરાગ કરે છે, જાણે પૂર્વે (આવો દેહ) કદી
Page 48 of 297
PDF/HTML Page 72 of 321
single page version
પણ પામ્યો ન હોય એમ માનતો થકો તેને આદરે છે – સેવે છે, પણ તે મહાન અજ્ઞાન છે.
હવે આ દેહથી જે વિરક્ત થાય છે તેને અશુચિભાવના સફલ છે એમ કહે છેઃ —
અર્થઃ — જે ભવ્ય, પરદેહ જે સ્ત્રી અદિના દેહ તેનાથી વિરક્ત થતો થકો નિજ દેહમાં પણ અનુરાગ કરતો નથી અને આત્મસ્વરૂપમાં ધ્યાન વડે લીન રહે છે તેને અશુચિભાવના સાર્થક થાય છે.
ભાવાર્થઃ — કેવળ વિચારમાત્રથી જ ભાવના પ્રધાન (સાચી) નથી, પરન્તુ દેહને અશુચિરૂપ વિચારવાથી જેને વૈરાગ્ય પ્રગટ થાય તેને ભાવના સત્યાર્થ કહેવાય છે.
તાકે સાચી ભાવના, સો કહીએ મહાભાગ્ય.
Page 49 of 297
PDF/HTML Page 73 of 321
single page version
અર્થઃ — મન-વચન-કાયરૂપ યોગ છે તે જ આસ્રવ છે. કેવા છે તે યોગ? જીવપ્રદેશોનું પરિસ્પંદન અર્થાત્ ચલન-કંપન તેના જ જે વિશેષ (ભેદ) છે તે જ યોગ છે. વળી તે કેવા છે? મોહકર્મના ઉદયરૂપ મિથ્યાત્વ- કષાયકર્મ સહિત છે તથા એ મોહના ઉદયથી રહિત પણ છે.
ભાવાર્થઃ — મન-વચન-કાયનું નિમિત્ત પામીને જીવના પ્રદેશોનું ચલાચલ થવું તે યોગ છે અને તેને જ આસ્રવ કહીએ છીએ. તે ગુણસ્થાનોની પરિપાટી અનુસાર સૂક્ષ્મસાંપરાય નામના દશમા ગુણસ્થાન સુધી તો મોહના ઉદયરૂપ યથાસંભવિત મિથ્યાત્વકષાયોથી સહિત હોય છે તેને સાંપરયિક આસ્રવ કહીએ છીએ તથા તેની ઉપરના તેરમા ગુણસ્થાન સુધી મોહના ઉદયરહિત (યોગ) છે તેને ઇર્યાપથ આસ્રવ કહીએ છીએ. જે પુદ્ગલવર્ગણાઓ કર્મરૂપ પરિણમે તેને દ્રવ્યાસ્રવ કહીએ છીએ તથા જીવપ્રદેશો ચંચલ થાય છે તેને ભાવાસ્રવ કહીએ છીએ.
હવે મોહના ઉદય સહિત જે આસ્રવ છે તે જ (ખરેખર) આસ્રવ છે એમ વિશેષપણે કહે છેઃ —
Page 50 of 297
PDF/HTML Page 74 of 321
single page version
અર્થઃ — મોહકર્મના ઉદયવશે આ જીવને જે પરિણામ થાય છે તે જ આસ્રવ છે, એમ હે ભવ્ય? તું પ્રગટપણે જાણ! તે પરિણામ મિથ્યાત્વદિ અનેક પ્રકારના છે.
ભાવાર્થઃ — કર્મબંધનું કારણ આસ્રવ છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ — એમ પાંચ પ્રકારના છે. તેમાં સ્થિતિ- અનુભાગરૂપ બંધના કારણ તો મિથ્યાત્વદિ ચાર જ છે અને તે મોહકર્મના ઉદયથી થાય છે; તથા યોગ છે તે તો સમયમાત્ર બંધને કરે છે પણ કાંઈ સ્થિતિ-અનુભાગને કરતો નથી, તેથી તે બંધના કારણમાં પ્રધાન (મુખ્ય) નથી.
હવે પુણ્ય-પાપના ભેદથી આસ્રવને બે પ્રકારનો કહે છેઃ —
અર્થઃ — કર્મ છે તે પુણ્ય અને પાપ એવા બે પ્રકારનાં છે. તેનું કારણ પણ બે પ્રકારનું છેઃ એક પ્રશસ્ત અને બીજું અપ્રશસ્ત. ત્યાં મંદકષાયરૂપ પરિણામ છે તે તો પ્રશસ્ત એટલે શુભ છે તથા તીવ્રકષાયરૂપ પરિણામ છે તે અપ્રશસ્ત એટલે અશુભ છે એમ પ્રગટ જાણો.
ભાવાર્થઃ — શાતાવેદનીય, શુભઆયુ, ઉચ્ચગોત્ર અને શુભનામ એ પ્રકૃતિઓ તો પુણ્ય (શુભ) રૂપ છે તથા બાકીનાં ચાર ઘતિકર્મો, અશાતાવેદનીય, નરકાયુ, નીચગોત્ર અને અશુભનામ એ બધી પ્રકૃતિઓ પાપરૂપ છે. તેમના કારણરૂપ આસ્રવ પણ બે પ્રકારના છે. ત્યાં મંદકષાયરૂપ પરિણામ છે તે તો પુણ્યાસ્રવ છે તથા તીવ્રકષાયરૂપ પરિણામ છે તે પાપાસ્રવ છે.
હવે મંદ-તીવ્ર કષાયનાં પ્રગટ દ્રષ્ટાંત કહે છેઃ —
Page 51 of 297
PDF/HTML Page 75 of 321
single page version
અર્થઃ — સર્વ જગ્યાએ શત્રુ-મિત્રદિમાં પ્રિય-હિતરૂપ વચન બોલવાં, દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા કરવી તથા સર્વ જીવોના ગુણ જ ગ્રહણ કરવા — એ સર્વ મંદકષાયી જીવોનાં દ્રષ્ટાંત છે.
અર્થઃ — પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોના પણ દોષ ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો તથા ઘણા કાળ સુધી વૈર ધારણ કરી
અર્થઃ — લીલા ઘાસના અંકુર ચરવાવાળા હરણના બચ્ચામાં (એ ઘાસ ચરતી વેળા) પણ તત્સંબંધી મૂર્છા મંદ હોય છે ત્યારે તે જ હિંસા ઉંદરોના સમૂહનું ઉન્મંથન કરવાવાળી બિલ્લીમાં તીવ્ર હોય છે. હરણ તો સ્વભાવથી જ લીલાં ઘાસની અધિક શોધમાં રહેતું નથી છતાં જ્યારે તેને લીલું ઘાસ મળી જાય તો તે થોડું ઘણું ખાઈને તેને છોડીને ભાગી જાય છે, પરંતુ બિલ્લી તો પોતાના ખાદ્યપદાર્થની તપાસમાં સ્વભાવથી જ અધિક ચેષ્ટિત રહે છે. વળી તે ખાદ્ય પદાર્થ મળતાં તેમાં એટલી બધી અનુરક્ત થાય છે કે માથા ઉપર ડાંગ મારવા છતાં પણ તેને છોડતી નથી. એટલે આ હરણ અને બિલ્લી એ બે, મંદ અને તીવ્રકષાયનાં સરલ અને પ્રગટ ઉદાહરણ છે.
Page 52 of 297
PDF/HTML Page 76 of 321
single page version
રાખવું; — એ તીવ્રકષાયી જીવોનાં ચિહ્ન છે
હવે કહે છે કે આવા જીવોનું આસ્રવચિંતવન નિષ્ફળ છેઃ —
અર્થઃ — આ પ્રમાણે પ્રગટ જાણવા છતાં પણ જે તજવા યોગ્ય પરિણામોને છોડતો નથી તેનું સર્વ આસ્રવચિંતવન નિરર્થક છે — કાર્યકારી નથી.
ભાવાર્થઃ — આસ્રવાનુપ્રેક્ષા ચિંતવન કરી પ્રથમ તો તીવ્રકષાય છોડવો, ત્યાર પછી શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરવું અર્થાત્ સર્વ કષાય છોડવો. એ જ ચિંતવનનું ફળ છે, માત્ર વાર્તા જ કરવી એ તો સફળ નથી.
અર્થઃ — જે પુરુષ ઉપર કહેલા સઘળા, મોહના ઉદયથી થયેલા, મિથ્યાત્વદિ પરિણામોને છોડે છે — કેવો થયો થકો? ઉપશમપરિણામ જે વીતરાગભાવ તેમાં લીન થયો થકો; તથા એ મિથ્યાત્વદિ ભાવોને હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય છે એમ જાણતો થકો — તેને આસ્રવાનુપ્રેક્ષા હોય છે.
તે પામે નિજરૂપને, એ જ ભાવનાસાર.
Page 53 of 297
PDF/HTML Page 77 of 321
single page version
હવે સાત ગાથા દ્વારા સંવરાનુપ્રેક્ષા કહે છે —
અર્થઃ — સમ્યગ્દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાયજય તથા યોગનો અભાવ — એ સંવરનાં નામ છે.
ભાવાર્થઃ — પૂર્વે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ પાંચ પ્રકારના આસ્રવ કહ્યા હતા. તેમને અનુક્રમપૂર્વક રોકવા એ જ સંવર છે. તે કેવી રીતે? મિથ્યાત્વનો અભાવ તો ચોથા ગુણસ્થાનમાં થયો એટલે ત્યાં મિથ્યાત્વનો સંવર થયો. અવિરતિનો અભાવ એકદેશપણે તો દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનમાં તથા સર્વદેશપણે છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનમાં થયો એટલે ત્યાં અવિરતિનો સંવર થયો, અપ્રમત્તગુણસ્થાનમાં પ્રમાદનો અભાવ થયો એટલે ત્યાં પ્રમાદનો સંવર થયો, ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાને કષાયનો અભાવ થયો એટલે ત્યાં કષાયનો સંવર થયો તથા અયોગી જિનમાં યોગોનો અભાવ થયો એટલે એ અયોગીસ્થાને યોગનો સંવર થયો. એ પ્રમાણે સંવરનો ક્રમ છે.
હવે એ જ વિશેષપણે કહે છેઃ —
અર્થઃ — કાય-વચન-મન એ ત્રણ ગુપ્તિ, ઇર્યા-ભાષા-એષણા
Page 54 of 297
PDF/HTML Page 78 of 321
single page version
-આદાનનિક્ષેપણા-પ્રતિષ્ઠાપના એ પાંચ સમિતિ, ઉત્તમ ક્ષમદિ દશલક્ષણધર્મ, અનિત્યદિ બાર અનુપ્રેક્ષા, બાવીસ પરીષહજય તથા સામયિકદિ ઉત્કૃષ્ટ પાંચ પ્રકારના ચરિત્ર; — એટલાં વિશેષપણે સંવરનાં કારણો છે.
હવે તેને સ્પષ્ટ કરે છેઃ —
અર્થઃ — યોગોનો નિરોધ તે તો ગુપ્તિ છે, પ્રમાદ તજી યત્નાચારપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે, જેમાં દયા પ્રધાન હોય તે ધર્મ છે તથા ભલા તત્ત્વો અર્થાત્ જીવદિ તત્ત્વો અને નિજસ્વરૂપનું ચિંતવન તે અનુપ્રેક્ષા છે.
અર્થઃ — અતિ રૌદ્ર ભયાનક ક્ષુધદિ પીડાને ઉપશમભાવ અર્થાત્ વીતરાગભાવ વડે સહવી તે, જ્ઞાની જે મહામુનિ છે તેમને, પરીષહોનો જય કર્યો કહે છે.
અર્થઃ — જે આત્મસ્વરૂપ વસ્તુ છે તેમાં રાગદિ દોષરહિત ધર્મ
Page 55 of 297
PDF/HTML Page 79 of 321
single page version
-શુક્લધ્યાન પૂર્વક લીન થવું તેને હે ભવ્ય! તું ઉત્તમ ચરિત્ર જાણ!
હવે કહે છે કે — આ પ્રમાણે સંવરને જે આચરતો નથી તે સંસારમાં ભમે છેઃ —
અર્થઃ — જે પુરુષ ઉપર પ્રમાણે સંવરનાં કારણોને વિચારતો છતો પણ તેને આચરતો નથી તે દુઃખોથી તપ્તાયમાન થતો થકો ઘણા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે.
હવે કહે છે કે કેવા પુરુષને સંવર થાય છેઃ —
અર્થઃ — જે મુનિ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થયો થકો મનને પ્યારા જે વિષયો તેમનાથી આત્માને સદાય નિશ્ચયથી સંવરરૂપ કરે છે તેને પ્રગટપણે સંવર થાય છે.
ભાવાર્થઃ — મનને ઇન્દ્રિય-વિષયોથી રોકી, પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમાડે તેને સંવર થાય છે.
ચરિત ધારે સંગ તજી, સો મુનિ સંવરધાર.
Page 56 of 297
PDF/HTML Page 80 of 321
single page version
હવે નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કરે છે.
અર્થઃ — જ્ઞાની પુરુષને બાર પ્રકારનાં તપથી કર્મોની નિર્જરા થાય છે. કેવા જ્ઞાનીને થાય છે? જે નિદાન અર્થાત્ ઇન્દ્રિયવિષયોની વાંચ્છા રહિત હોય તથા અહંકાર – અભિમાનથી રહિત હોય તેને, વળી શા વડે નિર્જરા થાય છે? વૈરાગ્યભાવનાથી અર્થાત્ સંસાર-દેહ-ભોગ પ્રત્યે વિરકત પરિણામોથી થાય છે.
ભાવાર્થઃ — તપ વડે નિર્જરા થાય છે; પણ જે જ્ઞાન સહિત તપ કરે તેને થાય છે. અજ્ઞાન સહિત વિપરીત તપ કરે તેમાં હિંસદિક હોવાથી, એવાં તપથી તો ઊલટો કર્મબંધ થાય છે. વળી તપ વડે મદ કરે, બીજાને ન્યૂન ગણે, કોઈ પૂજદિક ન કરે તેના પ્રત્યે ક્રોધ કરે; – એવા તપથી તો બંધ જ થાય. ગર્વ રહિત તપથી જ નિર્જરા થાય. વળી તપથી આલોક – પરલોકમાં પોતાનાં ખ્યતિ-લાભ -પૂજા અને ઇન્દ્રિયોના વિષય-ભોગ ઇચ્છે તેને તો બંધ જ થાય. નિદાન રહિત તપથી જ નિર્જરા થાય; પણ જે સંસાર-દેહ-ભોગમાં આસક્ત થઈ તપ કરે તેનો તો આશય જ શુદ્ધ હોતો નથી તેથી તેને નિર્જરા પણ થતી નથી. નિર્જરા તો વૈરાગ્યભાવનાથી જ થાય છે એમ જાણવું.
હવે નિર્જરા કોને કહેવી તે કહે છેઃ —