Page 57 of 297
PDF/HTML Page 81 of 321
single page version
અર્થઃ — સમસ્ત જે જ્ઞાનાવરણદિ આઠ કર્મની શક્તિ એટલે ફળ દેવાના સામર્થ્યનો વિપાક થવો – ઉદય થવો, તેને અનુભાગ કહીએ છીએ. તે ઉદય આવીને તુરત જ તેનું ખરવું-ઝરવું થાય તેને હે ભવ્ય! તું કર્મની નિર્જરા જાણ!
ભાવાર્થઃ — કર્મ, ઉદય આવીને, ખરી જાય તેને નિર્જરા કહીએ છીએ.
તે નિર્જરા બે પ્રકારની છે, તે કહે છેઃ —
અર્થઃ — ઉપર કહેલી નિર્જરા બે પ્રકારની છે. એક તો સ્વકાળપ્રાપ્ત અને બીજી તપ વડે થાય તે. તેમાં પ્રથમની સ્વકાળપ્રાપ્ત નિર્જરા તો ચારે ગતિના જીવોને થાય છે તથા બીજી જે તપ વડે થાય છે, તે વ્રતયુક્ત જીવોને થાય છે.
ભાવાર્થઃ — નિર્જરા બે પ્રકારની છે. તેમાં જે કર્મ સ્થિતિ પૂરી
Page 58 of 297
PDF/HTML Page 82 of 321
single page version
થતાં ઉદય પામી રસ આપી ખરી જાય તેને તો સવિપાકનિર્જરા કહીએ છીએ. આ નિર્જરા તો સઘળા જીવોને થાય છે. તથા તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય તેને અવિપાકનિર્જરા કહીએ છીએ અને તે વ્રતધારીને થાય છે.
હવે નિર્જરાની વૃદ્ધિ શાથી થાય છે તે કહે છેઃ —
અર્થઃ — મુનિજનોને જેમ જેમ ઉપશમભાવ તથા તપની વૃદ્ધિ થાય છે તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થાય છે. વળી ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી તો વિશેષ વૃદ્ધિ થાય છે.
હવે એ વૃદ્ધિનાં સ્થાન કહે છેઃ —
Page 59 of 297
PDF/HTML Page 83 of 321
single page version
અર્થઃ — પ્રથમોપશમસમ્યક્ત્વની ઉત્પત્તિ વખતે ત્રણ કરણવર્તી (અધઃકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ એ ત્રણ કરણમાં વર્તતા) વિશુદ્ધપરિણામ સહિત મિથ્યાદ્રષ્ટિને જે નિર્જરા થાય છે, તેનાથી અસંયતસમ્યગ્દ્રષ્ટિને અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. તેનાથી દેશવ્રતી શ્રાવકને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી મહાવ્રતી મુનિજનોને અસંખ્યાત ગણી થાય છે.
તેનાથી અનંતાનુબંધીકષાયનું વિસંયોજન કરવાવાળાને એટલે તેને અપ્રત્યાખ્યાનાવરણદિરૂપે પરિણમાવનારને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી દર્શનમોહનો ક્ષય કરવાવાળાને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી ઉપશમશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનવર્તીને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનવાળાને અસંખ્યાત ગણી થાય છે.
તેનાથી ક્ષપકશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી બારમા ક્ષીણમોહગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી સયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે, તથા તેનાથી અયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર અસંખ્યાત ગુણાકારરૂપ નિર્જરા છે તેથી તેને ગુણશ્રેણી નિર્જરા કહીએ છીએ.
હવે ગુણાકાર રહિત અધિકરૂપ નિર્જરા જેનાથી થાય છે તે અહીં કહીએ છીએઃ —
Page 60 of 297
PDF/HTML Page 84 of 321
single page version
અર્થઃ — જે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ અદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, દેવદિકોએ કરેલા ઉપસર્ગને સહન કરે છે; — એ પ્રમાણે કષાયરૂપ વૈરિઓને જીતે છે, તેને વિપુલ અર્થાત્ ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — કોઈ કુવચન કહે તેના પ્રત્યે કષાય ન કરે, પોતાને અતિચારદિ દોષ લાગતાં આચાયારદિક કઠોર વચન કહી પ્રાયશ્ચિત આપે – નિરાદર કરે તોપણ તેને નિષ્કષાયપણે સહન કરે તથા કોઈ ઉપસર્ગ કરે તેની સાથે પણ કષાય ન કરે, તેને ઘણી નિર્જરા થાય છે.
અર્થઃ — જે મુનિ ઉપસર્ગ તથા તીવ્ર પરીષહ આવતાં એમ માને છે કે મેં પૂર્વજન્મમાં પાપનો સંચય કર્યો હતો તેનું આ ફળ છે, તેને (શાંતિપૂર્વક) ભોગવવું પણ તેમાં વ્યાકુલ ન થવું. જેમ કે કોઈનાં કરજે નાણાં લીધાં હોય તે જ્યારે પેલો માગે ત્યારે આપી દેવાં, પણ તેથી વ્યાકુળતા શા માટે કરવી? એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરા થાય છે.
અર્થઃ — જે મુનિ, આ શરીરને મમત્વ-મોહનું ઉપજાવવાવાળું, વિનાશી તથા અપવિત્ર માને છે અને દર્શન-જ્ઞાન-ચરિત્રને શુભજનક (સુખ ઉપજાવનાર), નિર્મળ તથા નિત્ય માને છે તેને ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — શરીરને મોહના કારણરૂપ, અસ્થિર અને અશુચિરૂપ
Page 61 of 297
PDF/HTML Page 85 of 321
single page version
માને તો તેનો શોચ ન રહે. અને પોતે પોતાના સ્વરૂપમાં લાગે ત્યારે નિર્જરા અવશ્ય થાય.
અર્થઃ — જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ પોતે કરેલાં દુષ્કૃતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો જ આદર કરે છે તથા પોતાનાં મન-ઇન્દ્રિયોને જીતે છે — વશ કરે છે તેને ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વદિ દોષોનો નિરાદર કરે તો તે મિથ્યાત્વદિકર્મો ક્યાંથી ટકે! ઝડી જ જાય.
અર્થઃ — જે સાધુ એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે નિર્જરાનાં કારણોમાં પ્રવર્તે છે તેનો જ જન્મ સફળ છે, તેને જ પાપકર્મોની નિર્જરા થાય છે અને પુણ્યકર્મનો અનુભાગ વધે છે, વળી તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — જે નિર્જરાનાં કારણોમાં પ્રવર્તે છે તેને પાપનો નાશ થાય છે, પુણ્યની વૃદ્ધિ થાય છે તથા તે સ્વગારદિનાં સુખ ભોગવી (અનુક્રમે) મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે ઉત્કૃષ્ટ નિર્જરાના સ્વામીનું સ્વરૂપ કહીને નિર્જરાનું કથન પૂરું કરે છે —
Page 62 of 297
PDF/HTML Page 86 of 321
single page version
અર્થઃ — જે મુનિ, વીતરાગભાવરૂપ સુખ કે જેનું નામ પરમચરિત્ર છે તેમાં લીન અર્થાત્ તન્મય થાય છે, વારંવાર આત્માનું સ્મરણ-ચિંતવન કરે છે તથા ઇન્દ્રિયોને જીતવાવાળા છે તેમને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — ઇન્દ્રિયોનો તેમ જ કષાયોનો નિગ્રહ કરી પરમ વીતરાગભાવરૂપ આત્મધ્યાનમાં જે લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.
સો નિર્જરા કહાય હૈ, ધારે તે શિવ જાય.
Page 63 of 297
PDF/HTML Page 87 of 321
single page version
હવે લોકાનુપ્રેક્ષાનું વર્ણન કરીએ છીએ. ત્યાં પ્રથમ જ લોકનો આકારદિ કહીશું. તેમાં કંઈક ગણિતને પ્રયોજનરૂપ જાણીને તેનો સંક્ષેપમાં ભાવાર્થ અન્ય ગ્રંથાનુસાર અહીં લખીએ છીએ. ત્યાં પ્રથમ તો પરિકર્માષ્ટક છે. તેમાં, પહેલું – સંકલન એટલે જોડી દેવું તે – સરવાળો કરવો તે; જેમ કે – આઠ ને સાતનો સરવાળો કરતાં પંદર થાય. બીજું – વ્યવકલન એટલે બાદબાકી કાઢવી તે, જેમ કે આઠમાંથી ત્રણ ઘટાડતાં પાંચ રહે. ત્રીજું – ગુણાકાર; જેમ કે આઠને સાતથી ગુણતાં છપ્પન થાય. ચોથું – ભાગાકાર; જેમ કે આઠને બેનો ભાગ આપતાં ચાર થાય. પાંચમું – વર્ગ એટલે બરાબરની સંખ્યાની બે રાશી ગુણતાં જેટલા થાય તેટલા તેના વર્ગ કહેવાય; જેમ કે આઠનો વર્ગ ચોસઠ. છઠ્ઠું – વર્ગમૂળ એટલે જેમ ચોસઠનું વર્ગમૂળ આઠ. સાતમું – ઘન એટલે ત્રણ રશિ બરાબર ગુણતાં જે થાય તે; જેમ કે આઠનો ઘન પાંચસો બાર તથા આઠમું – ઘનમૂલ એટલે પાંચસો બારનું ઘનમૂળ આઠ. એ પ્રમાણે પરિકર્માષ્ટક જાણવું.
વળી ત્રૈરશિક છે, જેમાં એક પ્રમાણરશિ, એક ફળરશિ તથા એક ઇચ્છારશિ; જેમ કે કોઈ વસ્તુ બે રૂપિયાની સોળ શેર આવે તો આઠ રૂપિયાની કેટલી આવે? અહીં પ્રમાણરશિ બે છે, ફળરશિ સોળ છે તથા ઇચ્છારશિ આઠ છે. ત્યાં ફળરશિને ઇચ્છારશિ સાથે ગુણતાં એક સો અઠ્ઠાવીસ થાય, તેને પ્રમાણરશિની બે સંખ્યાથી ભાગ આપતાં ચોસઠ શેર આવે — એમ જાણવું.
વળી ક્ષેત્રફળ – એટલે જ્યાં સમાન ખંડ (ભાગ) કરીએ તેને ક્ષેત્રફળ કહીએ છીએ; જેમ કે ખેતરમાં દોરી માપીએ ત્યારે કચવાંસી, વિસવાંસી, વીઘા કરીએ છીએ તે ક્ષેત્રફળ કહેવાય છે; જેમ કે – એંશી હાથની દોરી હોય, તેના વીસ ગુંઠા કરતાં ચાર હાથનો ગૂંઠો થાય. એ
Page 64 of 297
PDF/HTML Page 88 of 321
single page version
પ્રમાણે એક દોરી લાંબુ – પહોળું ખેતર હોય તેના ચાર ચાર હાથના લાંબા – પહોળા ખંડ કરીએ તો વીસને વીસે ગુણતાં ચારસો થાય, તેને કચવાંસી કહે છે. તેની વીસ વિસવાંસી થઈ, તેનો એક વીઘો થયો. એ પ્રમાણે ચોરસ, ત્રિકોણ વા ગોળ અદિ ખેતર હોય તેને સમાન ખંડથી માપી ક્ષેત્રફળ લાવવામાં આવે છે; એ જ પ્રમાણે લોકના ક્ષેત્રને યોજનદિની સંખ્યા વડે જેવું ક્ષેત્ર હોય તેવા વિધાનથી ક્ષેત્રફળ લાવવાનું વિધાન ગણિતશાસ્ત્રથી જાણવું.
અહીં લોકના ક્ષેત્રમાં અને દ્રવ્યોની ગણનામાં અલૌકિક ગણિત એકવીસ છે, તથા ઉપમાગણિત આઠ છે. ત્યાં સંખ્યાતના ત્રણ ભેદ છે – જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અસંખ્યાતના નવ ભેદ છે – તેમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે પરીતાસંખ્યાત; જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે યુક્તાસંખ્યાત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે અસંખ્યાતાસંખ્યાત. એ પ્રમાણે અસંખ્યાતના નવ ભેદ થયા. વળી અનંતના પણ નવ ભેદ છે. તે આ પ્રમાણે — જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી પરીતાનંત; જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી યુક્તાનંત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી અનંતાનંત – એ પ્રમાણે અનંતના નવ ભેદ છે. એ પ્રમાણે સંખ્યાતના ત્રણ, અસંખ્યાતના નવ તથા અનંતના નવ મળી અલૌકિક ગણિતના એકવીસ ભેદ થયા.
ત્યાં જઘન્યપરીતાસંખ્યાત (નું માપ) લાવવા માટે જંબૂદ્વીપ જેવડા લાખ-લાખ યોજનના વ્યાસવાળા તથા હજાર-હજાર યોજન ઊંડા ચાર કુંડ કરીએ. તેમાં એકનું નામ અનવસ્થાકુંડ, બીજાનું નામ શલાકાકુંડ, ત્રીજાનું નામ પ્રતિશલાકાકુંડ તથા ચોથાનું નામ મહાશલાકાકુંડ. તેમાં પ્રથમના અનવસ્થાકુંડને સરસવના દાણાથી પૂરેપૂરો ભરીએ તો તેમાં છેંતાલીસ અંક પ્રમાણ સરસવ સમાય. તેને સંકલ્પમાત્ર લઈને ચાલીએ; તેમાંથી એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ; ત્યાં જ્યાં એ સરસવ પૂરા થાય તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે
Page 65 of 297
PDF/HTML Page 89 of 321
single page version
અનવસ્થાકુંડ કરી તેમાં સરસવ ભરીએ અને શલાકાકુંડમાં એક સરસવ બીજો લાવીને નાખીએ, હવે એ બીજા અનવસ્થાકુંડમાંથી એક સરસવ એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ. એ પ્રમાણે કરતાં કરતાં તે અનવસ્થાકુંડના સરસવ જ્યાં પૂરા થાય ત્યાં તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે ત્રીજો અનવસ્થાકુંડ કરી તેને પણ એવી જ રીતે સરસવથી ભરીએ, અને એક સરસવ શલાકાકુંડમાં બીજો લાવીને નાંખીએ. એ પ્રમાણે કરતાં કરતાં છેંતાલીસ અંકપ્રમાણ અનવસ્થાકુંડ પૂરા થાય ત્યારે એક શલાકાકુંડ ભરાય અને તે વેળા એક સરસવ પ્રતિશલાકાકુંડમાં નાખવો, એ જ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય તથા શલાકાકુંડ પણ થતો જાય; એ પ્રમાણે કરતાં કરતાં છેંતાલીસ અંકપ્રમાણ શલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક પ્રતિશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય, શલાકાકુંડ ભરાતો જાય તથા પ્રતિશલાકાકુંડ પણ ભરાતો જાય. જ્યારે છેંતાલીસ અંકપ્રમાણ પ્રતિશલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક મહાશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે કરતાં છેંતાલીસ અંકોના ઘનપ્રમાણ અનવસ્થાકુંડ થયા. તેમાં છેલ્લો અનવસ્થાકુંડ જે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે બન્યો તેમાં જેટલા સરસવ સમાય તેટલું જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ છે.
તેમાંથી એક સરસવ ઘટાડતાં તે ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવાય, તથા બે સરસવ પ્રમાણ જઘન્ય સંખ્યાત કહેવાય, તથા વચ્ચેના બધાય મધ્યમ સંખ્યાતના ભેદ જાણવા.
વળી તે જઘન્ય પરીતાસંખ્યાતના સરસવની રશિને એક એક વિખેરી એક એક ઉપર તે જ રશિને સ્થપિ પરસ્પર ગુણતાં અંતમાં જે રશિ આવે તેને જઘન્ય યુક્તાસંખ્યાત કહીએ છીએ, તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત કહેવાય અને મધ્યના નાના (અનેક) ભેદ જાણવા.
વળી જઘન્ય યુક્તાસંખ્યાતને જઘન્ય યુક્તાસંખ્યાત વડે એક વાર પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તે જઘન્ય અસંખ્યાતાસંખ્યાત કહેવાય
Page 66 of 297
PDF/HTML Page 90 of 321
single page version
છે. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત થાય છે. વચ્ચેના નાના ભેદ મધ્યમ યુક્તાસંખ્યાતના જાણવા.
હવે એ જઘન્ય અસંખ્યાતાસંખ્યાતપ્રમાણ ત્રણ રશિ કરવી. એક શલાકારશિ, એક વિરલનરશિ, એક દેયરશિ. ત્યાં વિરલનરશિને વિખેરી એક એક જુદા જુદા કરવા, એક એકના ઉપર એક એક દેયરશિ મુકવી. તેને પરસ્પર ગુણતાં જ્યારે સર્વ ગુણાકાર થઈ રહે ત્યારે એક રૂપ શલાકારશિમાંથી ઘટાડવું. વળી ત્યાં જે રશિ થઈ તે પ્રમાણે વિરલન દેયરશિ કરવી. ત્યાં એ વિરલનને વિખેરી એક એકને જુદા કરી એક એકના ઉપર દેયરશિ મૂકવી અને તેનો પરસ્પર ગુણાકાર કરતાં જે રશિ ઊપજે ત્યારે એક શલાકારશિમાંથી પાછો ઘટાડવો. વળી જે રશિ ઉપજી તેના પ્રમાણમાં વિરલન દેયરશિ કરવી. પછી વિરલનને વિખેરી દેયને એક એકના ઉપર સ્થાપી પરસ્પર ગુણાકાર કરવો અને એક રૂપ શલાકામાંથી ઘટાડવું. એ પ્રમાણે વિરલનરશિ દેય વડે ગુણાકાર કરતા જવું તથા શલાકામાંથી ઘટાડતા જવું, એમ કરતાં કરતાં જ્યારે શલાકારશિ પૂરેપૂરી નિઃશેષ થઈ જાય ત્યારે જે કંઈ પ્રમાણ આવે તે મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. વળી તેટલા તેટલા પ્રમાણ શલાકા, વિરલન, દેય
પ્રમાણે કરતાં જ્યારે શલાકારશિ નિઃશેષ થઈ જાય ત્યારે જે મહારશિ પ્રમાણ આવે તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. વળી તે રશિ પ્રમાણ ફરીથી શલાકા, વિરલન, દેયરશિ કરી તેને પૂર્વોક્ત વિધાનથી ગુણતાં જે મહારશિ થઈ તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. ત્યાં શલાકાત્રયનિષ્ઠાપન એક વાર થયું.
વળી તે રશિમાં અસંખ્યાતાસંખ્યાત પ્રમાણ છ રશિ બીજી મેળવવી. તે છ રશિ આ પ્રમાણે – (૧) લોકપ્રમાણ ધર્મદ્રવ્યના પ્રદેશ, (૨) અધર્મદ્રવ્યના પ્રદેશ, (૩) એક જીવના પ્રદેશ, (૪) લોકાકાશના પ્રદેશ, (૫) તે લોકથી અસંખ્યાત ગણા અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ જીવોનું પ્રમાણ, તથા (૬) તેનાથી અસંખ્યાત ગણા સપ્રતિષ્ઠિત પ્રત્યેક
Page 67 of 297
PDF/HTML Page 91 of 321
single page version
વનસ્પતિ જીવોનું પ્રમાણ. એ છ રશિ મેળવી પૂર્વોક્ત પ્રકારથી શલાકા, વિરલન, દેયરશિના વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરવું. ત્યાં જે મહારશિ આવે તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. તેમાં ચાર રશિ બીજી મેળવવી. તે આ પ્રમાણે – (૧) વીસ કોડાકોડી સાગરપ્રમાણ કલ્પકાળના સમય, (૨) સ્થિતિબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન, (૩) અનુભાગબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન તથા (૪) યોગના અવિભાગપ્રતિચ્છેદ. એ પ્રમાણે ચાર રશિ મેળવી પૂર્વોક્ત વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરવું. એ પ્રમાણે કરતાં જે પ્રમાણ થયું તે જઘન્ય પરિતાનંતરશિ થઈ. તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત થાય છે. અને વચ્ચેના જુદાજુદા ભેદ મધ્યમના જાણવા.
વળી જઘન્ય પરીતાનંત રશિનું વિરલન કરી એક એક ઉપર એક એક જઘન્ય પરીતાનન્ત સ્થાપન કરી પરસ્પર ગુણતાં જે પ્રમાણ થાય તે જઘન્ય યુક્તાનંત જાણવું. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાનંત થાય છે. વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ પરીતાનંતના છે. વળી જઘન્ય યુક્તાનંતને જઘન્ય યુક્તાનંત વડે એક વાર પરસ્પર ગુણતાં જઘન્ય અનંતાનંત થાય છે. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ યુક્તાનંત થાય છે, તથા વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ યુક્તાનંતના જાણવા.
હવે ઉત્કૃષ્ટ અનંતાનંતને લાવવાનો ઉપાય કહે છેઃ —
જઘન્ય અનંતાનંત પ્રમાણ શલાકા, વિરલન, દેય — એ ત્રણ રશિ વડે અનુક્રમે પ્રથમ કહ્યા પ્રમાણે શલાકાત્રય નિષ્ઠાપન કરતાં મધ્યમ અનંતાનંતના ભેદરૂપ રશિ આવે છે. તેમાં સિદ્ધરશિ, નિગોદરશિ, પ્રત્યેક વનસ્પતિ સહિત નિગોદરશિ, પુદ્ગલરશિ, કાળના સમય તથા આકાશના પ્રદેશ — એ છ રશિ મધ્યમ અનંતાનંતના ભેદરૂપે મેળવીને શલાકાત્રય નિષ્ઠાપન પૂર્વવત્ વિધાનથી કરતાં મધ્યમ અનંતાનંતના ભેદરૂપ રશિ આવે છે. તેમાં ફરી ધર્મદ્રવ્ય-અધર્મદ્રવ્યના અગુરુલઘુ ગુણના અવિભાગપ્રતિચ્છેદ મેળવતાં જે મહારશિપ્રમાણ રશિ થઈ તેને ફરી પૂર્વોક્ત વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરતાં જે કોઈ મધ્યમ
Page 68 of 297
PDF/HTML Page 92 of 321
single page version
અનંતાનંતના ભેદરૂપ રશિ થાય તેને કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદનો સમૂહ પ્રમાણમાં ઘટાવી ફરી મેળવવી, ત્યારે કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદરૂપ ઉત્કૃષ્ટ અનંતાનંતપ્રમાણ રશિ થાય છે.
ઉપમાપ્રમાણ આઠ પ્રકારથી કહ્યું છેઃ — પલ્ય, સાગર, સૂચ્યંગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ, જગત્શ્રેણી, જગત્પ્રતર અને જગત્ઘન. તેમાં પલ્યના ત્રણ પ્રકાર છે — વ્યવહારપલ્ય, ઉદ્ધારપલ્ય તથા અદ્ધાપલ્ય. ત્યાં વ્યવહારપલ્ય તો રોમોની સંખ્યા પ્રમાણ જ છે. ઉદ્ધારપલ્ય વડે દ્વીપ- સમુદ્રોની સંખ્યા ગણવામાં આવે છે તથા અદ્ધાપલ્ય વડે કર્મોની સ્થિતિ તથા દેવદિકની આયુસ્થિતિ ગણવામાં આવે છે.
હવે તેમનું પરિમાણ જાણવા માટે પરિભાષા કહે છેઃ —
અનંત પુદ્ગલના પરમાણુઓના સ્કંધને એક અવસન્નાસન્ન કહે છે, તેનાથી આઠ આઠ ગુણા ક્રમથી બાર સ્થાનક જાણવાં. સન્નાસન્ન, તૃટરેણુ, ત્રસરેણુ, રથરેણુ ઉત્તમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, મધ્યમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, જઘન્યભોગભૂમિના વાળનો અગ્રભાગ, કર્મભૂમિના વાળનો અગ્રભાગ, લીખ, સરસવ, જવ અને આંગળ — એ બાર સ્થાનક છે. આ આંગળ છે તે ઉત્સેધઆંગળ છે, એ વડે નારકી, દેવ, તિર્યંચ અને મનુષ્યોના શરીરનું પ્રમાણ વર્ણન કરવામાં આવે છે તથા દેવોનાં નગર-મંદિરદિનું વર્ણન કરવામાં આવે છે. વળી ઉત્સેધઆંગળથી પાંચસો ગણા પ્રમાણાંગુલ છે. એ વડે દ્વીપ, સમુદ્ર અને પર્વતદિના પરિમાણનું વર્ણન કરવામાં આવે છે. તથા આત્માંગુલ, જ્યાં જેવા મનુષ્યો હોય ત્યાં તે પ્રમાણે જાણવો. છ આંગળનો પાદ થાય છે, બે પાદનો એક વિલસ્ત (વેંત) થાય છે, બે વિલસ્તનો એક હાથ થાય છે. બે હાથનો એક ભીષ (વાર) થાય છે, બે ભીષનો એક ધનુષ થાય છે, બે હજાર ધનુષનો એક કોષ થાય છે, ચાર કોષનો એક યોજન થાય છે.
અહીં પ્રમાણાંગુલ વડે ઊપજ્યો એવો, એક યોજન પ્રમાણ ઊંડો અને પહોળો એક ખાડો કરવો અને તેને ઉત્તમ ભોગભૂમિમાં ઊપજેલા,
Page 69 of 297
PDF/HTML Page 93 of 321
single page version
જન્મથી માંડીને સાત દિવસ સુધીના, મેંઢાના વાળના અગ્રભાગ વડે, ભૂમિ સમાન અત્યંત દાબીને ભરવો; એ પ્રમાણે ભરતાં તે ખાડામાં પિસ્તાળીસ અંકો પ્રમાણ રોમ સમાય છે. તેમાંથી દર સો સો વર્ષ વીત્યે એક એક રોમ કાઢવો; એ પ્રમાણ કરતાં એ ખાડો તદ્દન ખાલી થતાં જેટલાં વર્ષ થાય તેટલાં વર્ષને એક વ્યવહારપલ્ય કહે છે. એ વર્ષોના અસંખ્યાત સમય થાય છે.
વળી એક એક રોમના, અસંખ્યાત કરોડ વર્ષના જેટલા સમય થાય, તેટલા તેટલા ખંડ કરવામાં આવે તે ઉદ્ધારપલ્યના રોમખંડ છે અને તેટલા સમય ઉદ્ધારપલ્યના છે.
એ ઉદ્ધારપલ્યના અસંખ્યાત વર્ષના જેટલા સમય થાય તેટલા, એક એક રોમના ખંડ કરતાં એક અદ્ધાપલ્યના રોમખંડ થાય છે, તેના સમય પણ તેટલા જ છે. દશ કોડાકોડી પલ્યનો એક સાગર થાય છે.
વળી એક પ્રમાણાંગુલપ્રમાણ લાંબા અને એક પ્રદેશપ્રમાણ પહોળા ઊંચા ક્ષેત્રને એક સૂચ્યંગુલ કહીએ છીએ. તેના પ્રદેશ અદ્ધાપલ્યના અર્ધછેદોનું વિરલન કરી એક એક અદ્ધાપલ્ય તે ઉપર સ્થાપી પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તેટલા તેના પ્રદેશ છે. તેના વર્ગને એક પ્રતરાંગુલ કહીએ છીએ. સૂચ્યંગુલના ઘનને એક ઘનાંગુલ કહીએ છીએ. એક અંગુલ લાંબા, પહોળા અને ઊંચા ભાગને ઘનાંગુલ કહીએ છીએ. સાત રાજુ લાંબા અને એક પ્રદેશપ્રમાણ પહોળા ઊંચા ક્ષેત્રને એક જગત્શ્રેણી કહીએ છીએ. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છેઃ
અદ્ધાપલ્યના અર્ધછેદોના અસંખ્યાતમા ભાગના પ્રમાણનું વિરલન કરી એક એક ઉપર ઘનાંગુલ આપી પરસ્પર ગુણતાં જે રશિ આવે તે જગત્શ્રેણિ છે. જગત્શ્રેણિનો વર્ગ છે તે જગત્પ્રતર છે અને જગત્શ્રેણિનું ઘન છે તે જગત્ઘન છે. તે જગત્ઘન સાત રાજુ લાંબો, પહોળો, ઉંચો છે. એ પ્રમાણે લોકના પ્રદેશોનું પ્રમાણ છે અને તે પણ મધ્યમ અસંખ્યાતનો ભેદ છે. એ પ્રમાણે અહીં સંક્ષેપમાં ગણિત કહ્યું; વિશેષતાપૂર્વક તો તેનું કથન ગોમ્મટસાર ને ત્રિલોકસારમાંથી જાણવું.
Page 70 of 297
PDF/HTML Page 94 of 321
single page version
દ્રવ્યમાં સૂક્ષ્મ તો પુદ્ગલપરમાણુ, ક્ષેત્રમાં આકાશનો પ્રદેશ, કાળમાં સમય તથા ભાવમાં અવિભાગપ્રતિચ્છેદ. એ ચારેને પરસ્પર પ્રમાણ સંજ્ઞા છે. અલ્પમાં અલ્પ તો આ પ્રમાણે છે તથા વધારેમાં વધારે દ્રવ્યમાં તો મહાસ્કંધ, ક્ષેત્રમાં આકાશ, કાળમાં ત્રણે કાળ તથા ભાવમાં કેવળજ્ઞાન જાણવું. કાળમાં એક આવલીના જઘન્યયુક્તાસંખ્યાત સમય છે, અસંખ્યાત આવલીનું એક મુહૂર્ત છે, ત્રીસ મુહૂર્તનો એક રત્રિદિવસ છે, ત્રીસ રત્રિદિવસનો એક માસ છે અને બાર માસનું એક વર્ષ છે. ઇત્યદિ જાણવું.
હવે પ્રથમ જ લોકાકાશનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — આકાશદ્રવ્યનો ક્ષેત્ર-પ્રદેશ અનંત છે. તેના અતિ મધ્યદેશમાં અર્થાત્ વચ્ચોવચ્ચના ક્ષેત્રમાં રહે છે તે લોક છે. તે (લોક) કોઈએ કર્યો નથી તથા કોઈ હરિહરદિએ ધારેલો વા રાખેલો નથી.
ભાવાર્થઃ — અન્યમતમાં ઘણા કહે છે કે — ‘‘લોકની રચના બ્રહ્મા કરે છે, નારાયણ રક્ષા કરે છે, શિવ સંહાર કરે છે; કાચબાએ વા શેષનાગે તેને ધારણ કર્યો છે, પ્રલય થાય છે ત્યારે સર્વ શૂન્ય થઈ જાય છે અને બ્રહ્મની સત્તા માત્ર રહી જાય છે તથા એ બ્રહ્મની સત્તામાંથી (ફરીથી) સૃષ્ટિની રચના થાય છે.’’ — ઇત્યદિ અનેક કલ્પિત વાતો કહે છે. તે સર્વનો નિષેધ આ સૂત્રથી જાણવો. આ લોક કોઈએ કરેલો નથી, કોઈએ (પોતાના ઉપર) ધારણ કરેલો નથી તથા કોઈથી નાશ પામતો નથી, જેવો છે તેવો જ શ્રી સર્વજ્ઞે દીઠો છે અને તે જ વસ્તુસ્વરૂપ છે.
હવે આ લોકમાં શું છે? તે કહે છેઃ —
Page 71 of 297
PDF/HTML Page 95 of 321
single page version
અર્થઃ — જીવદિ દ્રવ્યોના પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ પ્રવેશ અર્થાત્ મેળાપરૂપ અવસ્થાન છે તે લોક છે. જે દ્રવ્યો છે તે નિત્ય છે તેથી લોક પણ નિત્ય છે એમ જાણો.
ભાવાર્થઃ — છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, તે (છએ) દ્રવ્યો નિત્ય છે તેથી લોક પણ નિત્ય જ છે.
હવે કોઈ તર્ક કરે કે — જો તે નિત્ય છે તો આ ઊપજે-વિણસે છે તે કોણ છે? તેના સમાધાનરૂપ સૂત્ર કહે છેઃ —
અર્થઃ — આ લોકમાં છએ દ્રવ્યો છે તે પરિણામસ્વભાવી છે તેથી તેઓ સમયે સમયે પરિણમે છે; તેમના પરિણમવાથી લોકના પણ પરિણામ જાણો.
ભાવાર્થઃ — દ્રવ્યો છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે; તેથી દ્રવ્યોના પરિણામ છે તે જ લોકના પણ પરિણામ થયા. અહીં કોઈ પૂછે કે – પરિણામ એટલે શું? તેનો ઉત્તરઃ — પરિણામ નામ પર્યાયનું છે; જે દ્રવ્ય એક અવસ્થારૂપ હતું તે પલટાઈ અન્ય અવસ્થારૂપ થયું ( તે જ પરિણામ વા પર્યાય છે). જેમ માટી પિંડ-અવસ્થારૂપ હતી, તે જ પલટાઈને ઘટ બન્યો. એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. અહીં લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ અપેક્ષાએ પરિણામ કહીએ છીએ.
Page 72 of 297
PDF/HTML Page 96 of 321
single page version
હવે લોકનો આકાર તો નિત્ય છે — એમ ધારીને તેના વ્યાસદિ (માપ) કહે છેઃ —
અર્થઃ — લોકનો નીચે મૂળમાં પૂર્વ-પશ્ચિમ તો સાત રાજુ વિસ્તાર છે, મધ્યમાં એક રાજુ વિસ્તાર છે. ઉપર બ્રહ્મસ્વર્ગના અંતમાં પાંચ રાજુ વિસ્તાર છે તથા લોકના અંતમાં એક રાજુનો વિસ્તાર છે.
ભાવાર્થઃ — આ લોકના નીચલા ભાગમાં પૂર્વ-પશ્ચિમદિશામાં સાત રાજુ પહોળો છે, ત્યાંથી અનુક્રમે ઘટતો ઘટતો મધ્યલોકમાં એક રાજુ રહે છે, પછી ઉપર અનુક્રમે વધતો વધતો બ્રહ્મસ્વર્ગના અંતમાં પાંચ રાજુ પહોળો થાય છે, પછી ઘટતો ઘટતો અંતમાં એક રાજુ રહે છે, એ પ્રમાણે થતાં દોઢ મૃદંગ ઊભાં મૂકીએ તેવા આકાર થાય છે.
હવે દક્ષિણ-ઉત્તર વિસ્તાર વા ઉંચાઈ કહે છેઃ —
અર્થઃ — દક્ષિણ-ઉત્તર દિશામાં સર્વત્ર આ લોકનો વિસ્તાર સાત રાજુ છે, ઉંચાઈ ચૌદ રાજુ છે તથા સાત રાજુનું ઘનપ્રમાણ છે.
ભાવાર્થઃ — દક્ષિણ-ઉત્તર સર્વત્ર સાત રાજુ પહોળો અને ચૌદ રાજુ ઊંચાઈમાં છે એવા લોકનું ઘનફળ કરવામાં આવે ત્યારે તે ૩૪૩ ઘનરાજુ થાય છે. એક રાજુ પહોળાઈ, એક રાજુ લંબાઈ તથા એક રાજુની ઊંચાઈવાળા સમાન ક્ષેત્રખંડને ઘનફળ કહેવામાં આવે છે.
Page 73 of 297
PDF/HTML Page 97 of 321
single page version
હવે ત્રણ લોકની ઊંચાઈના વિભાગ કહે છેઃ —
અર્થઃ — મેરુના નીચેના ભાગમાં સાત રાજુ અધોલોક છે, ઉપર સાત રાજુ ઊર્ધ્વલોક છે અને વચ્ચે મેરુ સમાન લાખ યોજનનો મધ્યલોક છે. એ પ્રમાણે ત્રણ લોકનો વિભાગ જાણવો.
હવે ‘લોક’ શબ્દનો અર્થ કહે છેઃ —
અર્થઃ — જ્યાં જીવદિક પદાર્થ જોવામાં આવે છે તેને લોક કહે છે; તેના શિખર ઉપર અનંત સિદ્ધો બિરાજે છે.
ભાવાર્થઃ — વ્યાકરણમાં દર્શનના અર્થમાં ‘लुक्’ નામનો ધાતુ છે; તેના આશ્રયાર્થમાં અકાર પ્રત્યયથી ‘લોક’ શબ્દ નીપજે છે. તેથી જેમાં જીવદિક દ્રવ્યો જોવામાં આવે તેને ‘લોક’ કહેવામાં આવે છે. તેના ઉપર અંત(ભાગ)માં કર્મરહિત અને અનંત ગુણસહિત અવિનાશી અનંત શુદ્ધ જીવ બિરાજે છે.
હવે, આ લોકમાં જીવદિક છ દ્રવ્ય છે તેનું વર્ણન કરે છે. ત્યાં પ્રથમ જ જીવદ્રવ્ય વિષે કહે છેઃ —
૧‘वायरा’ એવો પણ પાઠ છે. તેનો એવો અર્થ છે કે સર્વ લોકમાં પૃથ્વીકાયદિક
Page 74 of 297
PDF/HTML Page 98 of 321
single page version
અર્થઃ — આ લોક પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ — એ પાંચ પ્રકારની કાયાના ધારક એવા જે એકેન્દ્રિય જીવો તેનાથી સર્વત્ર ભરેલો છે; વળી ત્રસ જીવો ત્રસનાડીમાં જ છે – બહાર નથી.
ભાવાર્થઃ — સમાન પરિણામની અપેક્ષાએ ઉપયોગ લક્ષણવાન જીવદ્રવ્ય સામાન્યપણે એક છે તોપણ વસ્તુ (જીવો) ભિન્નપ્રદેશપણાથી પોતપોતાના સ્વરૂપ સહિત જુદી જુદી અનંત છે. તેમાં જે એકેન્દ્રિય છે તે તો સર્વલોકમાં છે તથા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય ત્રસ જીવો છે તે ત્રસનાડીમાં જ છે.
હવે બાદર-સૂક્ષ્મદિ ભેદ કહે છેઃ —
અર્થઃ — જે જીવ આધાર સહિત છે તે તો સ્થૂળ એટલે બાદર છે, અને તે પર્યાપ્ત છે તથા અપર્યાપ્ત પણ છે; તથા જે લોકાકાશમાં સર્વત્ર અન્ય આધાર રહિત છે તે જીવ સૂક્ષ્મ છે. તેના છ પ્રકાર છે.
હવે બાદર તથા સૂક્ષ્મ કોણ કોણ છે તે કહે છેઃ —
Page 75 of 297
PDF/HTML Page 99 of 321
single page version
અર્થઃ — પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર તો બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે, તથા પાંચમી વનસ્પતિ છે તે પ્રત્યેક અને સાધારણ – એવા ભેદથી બે પ્રકારની છે.
હવે સાધારણ અને પ્રત્યેકના સૂક્ષ્મપણાને કહે છેઃ —
અર્થઃ — સાધારણ જીવો બે પ્રકારના છેઃ અનદિકાલીન એટલે નિત્યનિગોદ તથા સદિકાલીન એટલે ઇતરનિગોદ. એ બંને બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છેઃ બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ બધા બાદર જ છે.
ભાવાર્થઃ — પૂર્વે કહેલા જે છ પ્રકારના સૂક્ષ્મ જીવો છે તે પૃથ્વી, જળ, તેજ અને વાયુ તો પહેલી ગાથામાં કહ્યા, તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદ એ બંને — એ પ્રમાણે છ પ્રકારના તો સૂક્ષ્મ જાણવા. વળી છ પ્રકાર એ કહ્યા, (તે સિવાય) બાકીના રહ્યા તે સર્વ બાદર જાણવા.
હવે સાધારણનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે અનંતાનંત પ્રમાણ જીવોને આહાર, ઉચ્છ્વાસ, કાય અને આયુ સાધારણ એટલે સમાન છે તે બધા સાધારણ જીવ છે.
વળી ગોમ્મટસારમાં કહ્યું છે કે —
Page 76 of 297
PDF/HTML Page 100 of 321
single page version
અર્થઃ — જ્યાં એક સાધારણ નિગોદ જીવ ઊપજે ત્યાં તેની સાથે જ અનંતાનંત ઊપજે તથા એક નિગોદ જીવ મરે ત્યાં તેની સાથે જ અનંતાનંત સમાનઆયુવાળા મરે છે.
ભાવાર્થઃ — એક જીવ જે આહાર કરે તે જ અનંતાનંત જીવોનો આહાર, એક જીવ શ્વાસોચ્છ્વાસ લે તે જ અનંતાનંત જીવોનો શ્વાસોચ્છ્શ્વાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર તથા એક જીવનું આયુષ તે જ અનંતાનંત જીવોનું આયુષ. એ પ્રમાણે સર્વ સમાન છે તેથી તેમનું સાધારણ નામ જાણવું.
હવે સૂક્ષ્મ અને બાદરનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા તથા જે તેમનાથી રોકાય છે તેઓને બાદર જાણવા.
હવે, પ્રત્યેકનું ને ત્રસનું સ્વરૂપ કહે છેઃ —