Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 129-169.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 17

 

Page 77 of 297
PDF/HTML Page 101 of 321
single page version

प्रत्येकाः अपि च द्विविधाः निगोदसहिताः तथैव रहिताः च
द्विविधाः भवन्ति त्रसाः अपि च द्वित्रिचतुरक्षाः तथैव पञ्चाक्षाः ।।१२८।।
અર્થઃપ્રત્યેક વનસ્પતિ પણ બે પ્રકારની છે. તે નિગોદ સહિત
છે તથા નિગોદ રહિત પણ છે. વળી ત્રસ પણ બે પ્રકારના છે. બે
ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિય એ ત્રણ તો વિકલત્રય (ત્રસ)
તથા એ જ પ્રમાણે પંચેન્દ્રિય (ત્રસ) છે.
ભાવાર્થઃજે વનસ્પતિના આશ્રયે નિગોદ હોય તે તો સાધારણ
છે તેને સપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે; તથા જેના આશ્રયે નિગોદ
નથી તેને પ્રત્યેક જ કહેવામાં આવે છે અને એને જ અપ્રતિષ્ઠિત પણ
કહેવામાં આવે છે. વળી બે ઇન્દ્રિયાદિકને ત્રસ કહેવામાં આવે છે.
ગોમ્મટસારમાં કહ્યું છે કે
मूलग्गपोरबीजा कंदा तह खंदबीज बीजरुहा
सम्मुच्छिमा य भणिया पत्तेयाणंतकाया य ।।
(ગો. જી. ગા. ૧૮૫)
मूलाग्रपर्वबीजाः कन्दाः तथा स्कन्धबीजाः बीजरुहाः
सम्मूर्च्छनाः च भणिताः प्रत्येकाः अनन्तकायाः च ।।
અર્થઃજે વનસ્પતિ મૂળ, અગ્ર, પર્વ, કંદ, સ્કંધ તથા બીજથી ઉત્પન્ન
થાય છે તથા જે સંમૂર્ચ્છન છે તે વનસ્પતિઓ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને
પ્રકારની હોય છે.
ભાવાર્થઃઘણીખરી વનસ્પતિઓ મૂળથી ઉત્પન્ન થાય છે; જેમ કે
અદરકહળદી વગેરે વગેરે. કોઈ વનસ્પતિ અગ્રભાગથી ઉત્પન્ન થાય છે; જેમકે
ગુલાબ. કોઈ વનસ્પતિની ઉત્પત્તિ પર્વથી થાય છે; જેમ કે ઇક્ષુવેંત આદિ. કોઈ
વનસ્પતિ કંદથી ઉત્પન્ન થાય છે, જેમ કે સૂરણ વગેરે. કોઈ વનસ્પતિ સ્કંધથી ઉત્પન્ન
થાય છે; જેમ કે ઢાક વગેરે. ઘણીખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે; જેમ કે
ચણા
ઘઉં વગેરે, કોઈ વનસ્પતિ પૃથ્વી-જળ આદિના સંબંધથી ઉત્પન્ન થઈ જાય છે
અને તે સંમૂર્ચ્છન છે; જેમ કે ઘાસ વગેરે. આ બધી વનસ્પતિ સપ્રતિષ્ઠિત તથા
અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.

Page 78 of 297
PDF/HTML Page 102 of 321
single page version

હવે પંચેન્દ્રિયોના ભેદ કહે છેઃ
पंचक्खा वि य तिविहा जलथलआयासगामिणो तिरिया
पत्तेयं ते दुविहा मणेण जुत्ता अजुत्ता य ।।१२९।।
पञ्चाक्षाः अपि च त्रिविधाः जलस्थलआकाशगामिनः तिर्यञ्चः
प्रत्येकं ते द्विविधा मनसा युक्ताः अयुक्ताः च ।।१२९।।
અર્થઃજળચર, થળચર અને નભચર એ પ્રમાણે પંચેન્દ્રિય-
गूढसिरसंधिपव्वं समभेगमहीरुहं च छिण्णरुहं
साहारणं सरीरं तव्विवरीयं च पत्तेयं ।।
(ગો. જી. ગા. ૧૮૬)
गूढशिरासन्धिपर्वं समभंगमहीरुहं च छिन्नरुहं
साधारणं शरीरं तद्विपरीतं च प्रत्येकम् ।।
અર્થઃજે વનસ્પતિઓની શીરા, સંધી, પર્વ પ્રગટ ન હોય, જેનો ભંગ
કરતાં સમાન ભંગ થાય, જેમાં તંતુ ઉત્પન્ન ન થયા હોય તથા જેને કાપતાં પાછી
વધી જાય તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે; તેનાથી ઉલટા પ્રકારની હોય તે બધી
અપ્રતિષ્ઠિત સમજવી.
मूले कंदे छल्ली पवाल सालदलकुसुमफलबीजे
समभंगे सदि णंता असमे सदि होंति पत्तेया ।।
(ગો. જી. ગા. ૧૮૭)
मूले कन्दे त्वक्प्रवाले शालादलकुसुमफलबीजे
समभंगे सति अनन्ताः असमे सति भवन्ति प्रत्येकाः ।।
અર્થઃજે વનસ્પતિઓનાં મૂળ (હળદર-આદુ વગેરે), કંદ (સૂરણાદિ),
છાલ, નવી કુંપલ, નસ, ફૂલ, ફળ તથા બીજ તોડતાં બરાબર સમભંગે તૂટી
જાય તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે તથા જે બરાબર સમભંગે ન તૂટે તે અપ્રતિષ્ઠિત
પ્રત્યેક છે.

Page 79 of 297
PDF/HTML Page 103 of 321
single page version

તિર્યંચના ત્રણ પ્રકાર છે. વળી તેઓમાં કોઈ મન સહિત સંજ્ઞી પણ છે
તથા કોઈ મન રહિત અસંજ્ઞી પણ છે.
તેના ભેદ કહે છેઃ
ते वि पुणो वि य दुविहा गब्भजजम्मा तहेव संमुच्छा
भोगभुवा गब्भभुवा थलयरणहगामिणो सण्णी ।।१३०।।
ते अपि पुनः अपि च द्विविधाः गर्भजजन्मानः तथैव संमूर्च्छनाः
भोगभुवः गर्भभुवः स्थलचरनभोगामिनः संज्ञिनः ।।१३०।।
અર્થઃએ છ પ્રકારના તિર્યંચ તે ગર્ભજ પણ છે તથા સમ્મૂર્ચ્છન
પણ છે. તેમાં જે ભોગભૂમિના તિર્યંચ છે તે ગર્ભજ જ છે તથા થલચર અને
નભચર જ છે પણ જળચર નથી; અને તેઓ સંજ્ઞી જ છે પણ અસંજ્ઞી નથી.
હવે અઠ્ઠાણું (૯૮) જીવસમાસ તથા તિર્યંચોના પંચાશી (૮૫)
ભેદો કહે છેઃ
अट्ठ वि गब्भज दुविहा तिविहा संमुच्छिणो वि तेवीसा
इदि पणसीदी भेया सव्वेसिं होंति तिरियाणं ।।१३१।।
अष्टौ अपि गर्भजाः द्विविधाः त्रिविधाः सम्मूर्च्छनाः अपि त्रयोविंशतिः
इति पंचाशीतिः भेदाः सर्वेषां भवन्ति तिरश्चाम् ।।१३१।।
कंदस्स व मूलस्स व साखाखंधस्स वा वि बहुलतरी
छल्ली सा णंतजिया पत्तेयजिया तु तणुकदरी ।।
(ગો. જી. ગા. ૧૮૮)
कन्दस्य वा मूलस्य वा शाखास्कन्धस्य वा अपि बहुलतरी
त्वक् सा अनन्तजीवा प्रत्येकजीवा तु तनुकतरी ।।
અર્થઃજે વનસ્પતિઓનાં કંદ, મૂળ પાતળી ડાળી તથા સ્કંધની છાલ જાડી
હોય તેને સપ્રતિષ્ઠિતપ્રત્યેક (અનંત જીવોનું સ્થાન) સમજવી તથા જેની છાલ પાતળી
હોય તેને અપ્રતિષ્ઠિતપ્રત્યેક જાણવી.

Page 80 of 297
PDF/HTML Page 104 of 321
single page version

અર્થઃસર્વ તિર્યંચોના પંચાશી (૮૫) ભેદ છે. ત્યાં ગર્ભજના
આઠ છે, તે પર્યાપ્તઅપર્યાપ્તથી સોળ (૧૬) ભેદ થયા, અને
સમ્મૂર્ચ્છનના તેવીસ ભેદ છે તે પર્યાપ્ત, અપર્યાપ્ત અને લબ્ધ્યપર્યાપ્તથી
(ગુણતાં) ઓગણસીતેર (૬૯) ભેદ થયા. એ પ્રમાણે સર્વ મળી પંચાશી
(૮૫) ભેદ છે.
ભાવાર્થઃપૂર્વે કહેલા કર્મભૂમિના ગર્ભજોના જલચર, થલચર
અને નભચર (જીવો) છે; તેના સંજ્ઞી, અસંજ્ઞી ભેદથી છ ભેદ થયા.
વળી ભોગભૂમિના થલચરસંજ્ઞી તથા નભચરસંજ્ઞી આઠે ભેદ પર્યાપ્ત
અને અપર્યાપ્ત ભેદથી સોળ ભેદ થયા; સમ્મૂર્ચ્છનના પૃથ્વી, અપ્,
તેજ, વાયુ, નિત્યનિગોદ, ઇતરનિગોદ અને દરેકના સૂક્ષ્મ તેમજ બાદર
મળી બાર (૧૨) ભેદ તથા વનસ્પતિના સપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત
એ બંને મળી ૧૪ ચૌદ તો એકેન્દ્રિયના ભેદ થયા, વિકલત્રયના ત્રણ
અને કર્મભૂમિના પંચેન્દ્રિયોના સંજ્ઞિજલચર, અસંજ્ઞિજલચર,
સંજ્ઞિથલચર, અસંજ્ઞિથલચર, સંજ્ઞિનભચર તથા અસંજ્ઞિનભચર એ છ
ભેદ, એ પ્રમાણે બધા મળી તેવીસ ભેદ થયા. તે બધા પર્યાપ્ત,
અપર્યાપ્ત અને લબ્ધ્યપર્યાપ્ત ભેદ કરી ગણતાં (૬૯) ઓગણસીતેર
ભેદ થયા. એ પ્રમાણે પ્રથમના સોળ અને આ ઓગણસીતેર મળી
પંચાશી (૮૫)
ભેદ થયા.
હવે મનુષ્યના ભેદ કહે છેઃ
अज्जवमिलेच्छखंडे भोगमहीसु वि कुभोगभूमीसु
मणुया हवंति दुविहा णिव्वित्तिअपुण्णगा पुण्णा ।।१३२।।
आर्यम्लेच्छखण्डेषु भोगमहीषु अपि कुभोगभूमिषु
मनुजाः भवन्ति द्विविधाः निर्वृत्त्यपर्याप्ताः पूर्णपर्याप्ताश्च ।।१३२।।
અર્થઃઆર્યખંડમાં, મ્લેચ્છખંડમાં, ભોગભૂમિમાં તથા
કુભોગભૂમિમાં મનુષ્ય છે. તે ચારે (પ્રકારના) મનુષ્યોના પર્યાપ્ત તથા
નિર્વૃત્તિ-અપર્યાપ્તથી આઠ પ્રકાર થયા.

Page 81 of 297
PDF/HTML Page 105 of 321
single page version

संमुच्छिणा मणुस्सा अज्जवखंडेसु होंति णियमेण
ते पुण लद्धिअपुण्णा णारयदेवा वि ते दुविहा ।।१३३।।
सम्मूर्च्छनाः मनुष्याः आर्यखण्डेषु भवन्ति नियमेन
ते पुनः लब्धिअपूर्णाः नारकदेवाः अपि ते द्विविधाः ।।१३३।।
અર્થઃસમ્મૂર્ચ્છન મનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય અને
તે લબ્ધ્યપર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા દેવના, પર્યાપ્ત અને
નિર્વૃત્ત્યપર્યાપ્તના ભેદથી, ચાર પ્રકાર છે. એ પ્રમાણે તિર્યંચના પંચાશી
ભેદ, મનુષ્યના નવ ભેદ, નારકી તથા દેવના ચાર ભેદ એમ બધાય
મળી અઠ્ઠાણું ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી
સંક્ષેપતાથી
સંગ્રહ કરીકહેવામાં આવે તેને સમાસ કહે છે. અહીં ઘણા
જીવોનો સંક્ષેપ કરીને કહેવું તેને જીવસમાસ જાણવો. એ પ્રમાણે
જીવસમાસ કહ્યા.
હવે પર્યાપ્તિનું વર્ણન કરે છેઃ
आहारसरीरिंदियणिस्सासुस्सासभासमणसाणं
परिणइवावारेसु य जाओ छ च्चेव सत्तीओ ।।१३४।।
आहारशरीरेन्द्रियनिःश्वासोच्छ्वासभाषामनसाम्
परिणतिव्यापारेषु च याः षडेव शक्तयः ।।१३४।।
અર્થઃઆહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને
મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય છે તેના છ પ્રકાર છે.
ભાવાર્થઃઆત્માને યથાયોગ્ય કર્મનો ઉદય થતાં આહારાદિ
ગ્રહણની શક્તિ હોવી તેને શક્તિરૂપ પર્યાપ્તિ કહીએ છીએ. તેના છ
પ્રકાર છે.
હવે શક્તિનું કાર્ય કહે છેઃ
तस्सेव कारणाणं पुग्गलखंधाण जा हु णिप्पत्ति
सा पज्जत्ती भण्णदि छब्भेया जिणवरिंदेहिं ।।१३५।।

Page 82 of 297
PDF/HTML Page 106 of 321
single page version

तस्याः एव कारणानां पुद्गलस्कन्धानां या स्फु टं निष्पत्तिः
सा पर्याप्तिः भण्यते षड्भेदाः जिनवरेन्द्रैः ।।१३५।।
અર્થઃએ શક્તિની પ્રવૃત્તિની પૂર્ણતાના કારણરૂપ જે
પુદ્ગલસ્કંધ છે તેની પ્રગટપણે નિષ્પત્તિ અર્થાત્ પૂર્ણતા હોવી તેને પર્યાપ્તિ
કહે છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
હવે પર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્તનો કાળ કહે છેઃ
पज्जत्तिं गिह्णंतो मणुपज्जत्तिं ण जाव समणोदि
ता णिव्वत्तिअपुण्णो मणुपुण्णो भण्णदे पुण्णो ।।१३६।।
पर्याप्तिं गृह्णन् मनःपर्य्याप्तिं न यावत् समाप्नोति
तावत् निर्वृत्त्यपर्याप्तकः मनःपूर्णः भण्यते पूर्णः ।।१३६।।
અર્થઃઆ જીવ, પર્યાપ્તિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી
મનપર્યાપ્તિને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને નિર્વૃત્ત્યપર્યાપ્ત કહે છે, અને
જ્યારે મનપર્યાપ્તિ પૂર્ણ થાય છે ત્યારે તેને પર્યાપ્ત કહે છે.
ભાવાર્થઃઅહીં સંજ્ઞીપંચેન્દ્રિય જીવની અપેક્ષા લક્ષમાં લઈ આ
પ્રમાણે કથન કર્યું છે; પરંતુ અન્ય ગ્રંથોમાં જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ
ન થાય ત્યાં સુધી તે નિર્વૃત્ત્યપર્યાપ્ત છે. એ પ્રમાણે સર્વજીવ-આશ્રિત
કથન છે.
त्तज्जपस्स य उदये णियणियपज्जत्तिणिट्ठिदो होदि
जाव सरीरमपुण्णं णिव्वत्ति-अपुण्णगो ताव ।।
(ગો. જી. ગા. ૧૨૦)
पर्याप्तस्य च उदये निजनिजपर्याप्तिनिष्ठितो भवति
यावत् शरीरं अपूर्णं निर्वृत्त्यपूर्णकः तावत् ।।
અર્થપર્યાપ્તિ નામના નામકર્મના ઉદયથી જીવ પોતપોતાની પર્યાપ્તિ
બનાવે છે. જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને
નિર્વૃત્ત્યપર્યાપ્તક કહે છે.

Page 83 of 297
PDF/HTML Page 107 of 321
single page version

હવે લબ્ધ્યપર્યાપ્તનું સ્વરૂપ કહે છેઃ
उस्सासट्ठारसमे भागे जो मरदि ण य समाणेदि
एका वि य पज्जत्ती लद्धिअपुण्णो हवे सो दु ।।१३७।।
उच्छ्वासाष्टदशमे भागे यः भ्रियते न च समाप्नोति
एकां अपि च पर्याप्तिं लब्ध्पर्याप्तकः भवेत् स तु ।।१३७।।
અર્થઃજે જીવ શ્વાસના અઢારમા ભાગમાં મરણ પામે, એક
પણ પર્યાપ્તિ પૂર્ણ ન કરે તે જીવને લબ્ધ્યપર્યાપ્તક કહે છે.
ભાવાર્થઃપર્યાપ્તિકર્મનો ઉદય હોવાથી શક્તિની અપેક્ષાએ તો
પર્યાપ્ત છે. પરંતુ નિર્વૃત્તિ (શરીરપર્યાપ્તિ બનવી)ની અપેક્ષાએ પૂર્ણ નથી તેથી
તે નિર્વૃત્ત્યપર્યાપ્ત કહેવાય છે.
१ तिण्णसया छत्तीया छावट्ठिसहस्सगाणि मरणाणि
अंतोमुहुत्तकाले तावदिया चेव खुद्दभवा ।।
(ગો. જી. ગા. ૧૨૨)
षट्त्रिंशत्रिशताधिकषट्षष्ठिसहस्रकाणि मरणानि
अन्तर्मुहूर्त्तकाले तावन्तः च एव क्षुद्रभवाः ।।
અર્થઃલબ્ધ્યપર્યાપ્તક જીવને એક અંતર્મૂહૂર્તમાં ૬૬૩૩૬ ક્ષુદ્રજન્મ થાય
છે અને તેટલાં જ ક્ષુદ્રમરણ થાય છે. તે કેવી રીતે તે કહે છેઃ
सीदी सट्ठी तालं वियले चउवीस होंति पंचक्खे
छावट्ठिं च सहस्सा सयं च बत्तीसमेयक्खे ।।
(ગો. જી. ગા. ૧૨૩)
अशीतिः षष्ठिः चत्वारिंशत् विकले चतुर्विंशतिः भवन्ति पंचाक्षे
षट्षष्ठिः च सहस्राणि शतं च द्वात्रिंशत् एकाक्षे ।।
અર્થઃએક અંતર્મુહૂર્તકાળમાં બે ઇન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તના ૮૦, ત્રણ
ઇન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તકના ૬૦, ચાર ઇન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તના ૪૦ તથા

Page 84 of 297
PDF/HTML Page 108 of 321
single page version

હવે એકેન્દ્રિયાદિ જીવોની પર્યાપ્તિની સંખ્યા કહે છેઃ
लब्धिअपुण्णे पुण्णं पज्जत्ती एयक्खवियलसण्णीणं
चदु-पण-छक्कं कमसो पज्जत्तीए वियाणेह ।।१३८।।
लब्ध्पर्याप्तके पूर्णं पर्याप्तिः एकाक्षविकलसंज्ञिनाम्
चतस्रः पञ्च षट् क्रमशः पर्याप्तयः विजानीहि ।।१३८।।
અર્થઃએકેન્દ્રિયની ચાર, વિકલત્રયની પાંચ અને
સંજ્ઞીપંચેન્દ્રિયની છ એ પ્રમાણે ક્રમથી પર્યાપ્તિ હોય છે, વળી
લબ્ધ્યપર્યાપ્તક છે તે અપર્યાપ્તક છે, તેઓને પર્યાપ્તિ નથી.
ભાવાર્થઃએકેન્દ્રિયાદિકની ઉપર પ્રમાણે ક્રમથી પર્યાપ્તિ કહી.
અહીં અસંજ્ઞીનું નામ પણ લીધું નથી. ત્યાં સંજ્ઞીને છ તથા અસંજ્ઞીને
પાંચ પર્યાપ્તિ જાણવી. વળી નિર્વૃત્ત્યપર્યાપ્ત ગ્રહણ કરતાંની સાથે જ પૂર્ણ
થશે તેથી (તેમની) જે સંખ્યા કહી છે તે જ છે અને લબ્ધ્યપર્યાપ્ત જોકે
પંચેન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તકના ૨૪ જન્મ-મરણ થાય છે અને એકેન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તક
જીવ એટલા જ સમયમાં ૬૬૧૩૨ જન્મ-મરણ કરે છે. એ પ્રમાણે એકેન્દ્રિય,
વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિયના સમસ્ત ભવોનો સરવાળો કરતાં ૬૬૩૩૬ ક્ષુદ્રભવ
થાય છે.
पुढविदगागणिमारुदसाहारणथूलसुहुमपत्तेया
एदेसु अपुण्णेसु य एक्केक्के बार खं छक्कं ।।
(ગો. જી. ગા. ૧૨૪)
पृथ्वीदकाग्निमारुतसाधारणस्थूलसूक्ष्मप्रत्येकाः
एतेषु अपूर्णेषु च एकैकस्मिन् द्वादश खं षट्कम् ।।
અર્થઃપૃથ્વી, જળ, અગ્નિ, વાયુ એ ચારના બાદર અને સૂક્ષ્મ ભેદે
ગણતાં આઠ ભેદ થયા તથા વનસ્પતિના બાદરસાધારણ, સૂક્ષ્મસાધારણ અને
પ્રત્યેક એમ ત્રણ ભેદ છે. એમ એ અગિયાર પ્રકારના એકેન્દ્રિયજીવોમાં દરેક
જીવને એક અંતર્મુહૂર્તમાં ૬૦૧૨ જન્મ-મરણ થાય છે. તેને ૧૧ ગુણતાં બધા
એકેન્દ્રિય જીવોના ૬૬૧૩૨ ભવ થાય છે.

Page 85 of 297
PDF/HTML Page 109 of 321
single page version

ગ્રહણ કરી છે તો પણ પૂર્ણ થઈ શકી નહિ તેથી તેને અપૂર્ણ કહ્યા એમ
સૂચવે છે. એ પ્રમાણે પર્યાપ્તિનું વર્ણન કર્યું.
હવે પ્રાણોનું વર્ણન કરે છે. ત્યાં પ્રાણોનું સ્વરૂપ અને સંખ્યા કહે
છેઃ
मणवयणकायइंदियणिस्सासुस्सासआउ-उदयाणं
जेसिं जोए जम्मदि मरदि विओगम्मि ते वि दह पाणा ।।१३९।।
मनोवचनकायेन्द्रियनिःश्वासोच्छ्वासायुरुदयानाम्
येषां योगे जायते म्रियते वियोगे ते अपि दश प्राणाः ।।१३९।।
અર્થઃમન, વચન, કાય, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ અને આયુનો
ઉદય એના સંયોગથી તો ઊપજેજીવે તથા એના વિયોગથી મરે તેને
પ્રાણ કહે છે, અને તે દશ છે.
ભાવાર્થઃ‘જીવ’ એવો પ્રાણધારણ અર્થ છે. ત્યાં વ્યવહારનયથી
દશ પ્રાણ છે. તેમાં, યથાયોગ્ય પ્રાણસહિત જે જીવે તેને ‘જીવ’
સંજ્ઞા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં પ્રાણની સંખ્યા કહે છેઃ
एयक्खे चदु पाणा बितिचउरिंदिय-असण्णि-सण्णीणं
छह सत्त अट्ठ णवयं दह पुण्णाणं कमे पाणा ।।१४०।।
एकाक्षे चत्वारः प्राणा द्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिनाम्
षट् सप्त अष्ट नवकं दश पूर्णानां क्रमेण प्राणाः ।।१४०।।
અર્થઃએકેન્દ્રિયને ચાર પ્રાણ છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર
ઇન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય તથા સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તજીવોને અનુક્રમે છ
સાતઆઠનવદશ પ્રાણ છે. આ પ્રાણ પર્યાપ્તની અપેક્ષાએ કહ્યા છે.
હવે એ જ જીવોને અપર્યાપ્તદશામાં કેટલા પ્રાણ છે તે કહે
છેઃ

Page 86 of 297
PDF/HTML Page 110 of 321
single page version

दुविहाणमपुण्णाणं इगिबितिचउरक्ख-अंतिमदुगाणं
तिय चउ पण छह सत्त य कमेण पाणा मुणेयव्वा ।।१४१।।
द्विविधानां अपूर्णानां एकद्वित्रिचतुरक्षान्तिमद्विकानां
त्रयः चत्वारः पञ्च षट् सप्त च क्रमेण प्राणा ज्ञातव्याः ।।१४१।।
અર્થઃબંને પ્રકારના અપર્યાપ્ત ( નિર્વૃત્ત્યપર્યાપ્ત તથા
લબ્ધ્યપર્યાપ્તક) જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય. ચાર ઇન્દ્રિય,
અસંજ્ઞી તથા સંજ્ઞીપંચેન્દ્રિયોને ત્રણ, ચાર, પાંચ, છ, સાત એ પ્રમાણે
અનુક્રમે પ્રાણ હોય છે.
ભાવાર્થઃનિર્વૃત્ત્યપર્યાપ્ત તથા લબ્ધ્યપર્યાપ્ત એકેન્દ્રિયોને ત્રણ,
બે ઇન્દ્રિયને ચાર, ત્રણ ઇન્દ્રિયને પાંચ, ચાર ઇન્દ્રિયને છ તથા અસંજ્ઞી
સંજ્ઞીપંચેન્દ્રિયને સાત એ પ્રમાણે પ્રાણ હોય છે.
હવે વિકલત્રયજીવોનું સ્થાન દર્શાવે છેઃ
बितिचउरक्खा जीवा हवंति णियमेण कम्मभूमीसु
चरिमे दीवे अद्धे चरम-समुद्दे वि सव्वेसु ।।१४२।।
द्वित्रिचतुरक्षाः जीवाः भवन्ति नियमेन कर्मभूमिषु
चरमे द्वीपे अर्द्धे चरमसमुद्रे अपि सर्वेषु ।।१४२।।
અર્થઃબેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ ત્રણ વિકલત્રય
કહેવાય છે. તે જીવો નિયમથી કર્મભૂમિમાં, અંતના અર્ધા દ્વીપમાં અને
અંતના આખા સમુદ્રમાં હોય છે, ભોગભૂમિમાં હોતા નથી.
ભાવાર્થઃપાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ એ
કર્મભૂમિનાં ક્ષેત્રમાં તથા અંતના સ્વયંપ્રભદ્વીપની વચ્ચે સ્વયંપ્રભ પર્વત છે
તે પર્વતની પાછળના અર્ધા સ્વયંપ્રભદ્વીપમાં તથા અંતના સ્વયંભૂરમણ
નામના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે, તેથી અન્ય જગ્યાએ
નથી.

Page 87 of 297
PDF/HTML Page 111 of 321
single page version

હવે અઢી દ્વીપની બહાર તિર્યંચો છે તેની વ્યવસ્થા હેમવત્પર્વત
માફક છે એમ કહે છેઃ
माणुसखित्तस्स बहिं चरिमे दीवस्स अद्धयं जाव
सव्वत्थे वि तिरिच्छा हिमवदतिरिएहिं सारिच्छा ।।१४३।।
मनुष्यक्षेत्रस्य बहिः चरमे द्वीपस्य अर्द्धकं यावत्
सर्वत्र अपि तिर्यञ्चः हैमवततिर्यग्भिः सदृशाः ।।१४३।।
અર્થઃમનુષ્યક્ષેત્રની બહારમાનુષોત્તર પર્વતની પેલી બાજુથી
અંતના સ્વયંપ્રભદ્વીપના અર્ધા ભાગની આ બાજુ સુધીના વચ્ચેના સર્વ
દ્વીપસમુદ્રનાં તિર્યંચો છે તે હૈમવત્ક્ષેત્રના તિર્યંચો જેવા છે.
ભાવાર્થઃહેમવત્ક્ષેત્રમાં જઘન્યભોગભૂમિ છે. માનુષોત્તર
પર્વતથી આગળના અસંખ્યાત દ્વીપ-સમુદ્ર તથા અર્ધા સ્વયંપ્રભ નામના
છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જઘન્યભોગભૂમિ જેવી રચના છે અને
ત્યાંના તિર્યંચોનાં આયુષ્ય-કાય હેમવત્ક્ષેત્રના તિર્યંચો જેવાં છે.
હવે જલચરજીવોનાં સ્થાન કહે છે.
लवणोए कालोए अंतिमजलहिम्मि जलयरा संति
सेससमुद्देसु पुणो ण जलयरा संति णियमेण ।।१४४।।
लवणोदके कालोदके अन्तिमजलधौ जलचराः सन्ति
शेषसमुद्रेषु पुनः न जलचराः सन्ति नियमेन ।।१४४।।
અર્થઃલવણોદધિ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં તથા અંતના
સ્વયંભૂરમણ સમુદ્રમાં જલચરજીવો છે, બાકીના વચ્ચેના સમુદ્રોમાં
નિયમથી જલચરજીવો નથી.
હવે દેવનાં સ્થાન કહે છે. ત્યાં પ્રથમ ભવનવાસી-વ્યંતરનાં સ્થાન
કહે છેઃ
खरभायपंकभाए भावणदेवाण होंति भवणाणि
विंतरदेवाण तहा दुह्णं पि य तिरियलोए वि ।।१४५।।

Page 88 of 297
PDF/HTML Page 112 of 321
single page version

खरभागपङ्कभागयोः भावनदेवानां भवन्ति भवनानि
व्यन्तरदेवानां तथा द्वयोरमपि च तिर्यग्लोके अपि ।।१४५।।
અર્થઃખરભાગ અને પંકભાગમાં ભવનવાસીઓનાં ભવન તથા
વ્યંતરદેવોનાં નિવાસ છે. વળી એ બંનેનાં તિર્યગ્લોકમાં પણ નિવાસ છે.
ભાવાર્થઃએક લાખ એંશી હજાર યોજન જાડી પહેલી
રત્નપ્રભા પૃથ્વી છે; તેના ત્રણ ભાગમાં (પ્રથમના) સોળ હજાર
યોજનપ્રમાણ ખરભાગમાં અસુરકુમાર સિવાય બાકીના નવ
કુમારભવનવાસીઓનાં ભવન છે, તથા રાક્ષસકુલ વિના સાત કુલ
વ્યંતરોનાં નિવાસ છે; તથા બીજા ચોરાશી હજાર યોજનપ્રમાણ
પંકભાગમાં અસુરકુમાર ભવનવાસી તથા રાક્ષસકુલ વ્યંતરો વસે છે. વળી
તિર્યગ્લોક અર્થાત્ મધ્યલોક અસંખ્યાત દ્વીપ-સમુદ્રપ્રમાણ છે; તેમાં પણ
ભવનવાસીઓનાં ભવન અને વ્યંતરોનાં નિવાસ છે.
હવે જ્યોતિષી, કલ્પવાસી તથા નારકીઓનાં નિવાસ કહે છે
जोइसियाण विमाणा रज्जूमित्ते वि तिरियलोए वि
कप्पसुराः उड्ढम्हि य अहलोए होंति णेरइया ।।१४६।।
ज्योतिष्काणां विमानाः रज्जूमात्रे अपि तिर्यग्लोके अपि
कल्पसुराः ऊ र्ध्वं च अधोलोके भवन्ति नैरयिकाः ।।१४६।।
અર્થઃએક રાજુ પ્રમાણ તિર્યગ્લોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્ર છે
તેના ઉપર જ્યોતિષીદેવોનાં વિમાન બિરાજે છે; કલ્પવાસી ઊર્ધ્વલોકમાં
છે તથા નારકી અધોલોકમાં છે.
હવે જીવોની સંખ્યા કહે છે. ત્યાં પ્રથમ તેજ-વાયુકાયના જીવોની
સંખ્યા કહે છેઃ
बादरपज्जत्तिजुदा घणआवलिया-असंखभागा दु
किंचूणलोयमित्ता तेऊ वाऊ जहाकमसो ।।१४७।।

Page 89 of 297
PDF/HTML Page 113 of 321
single page version

बादरपर्याप्तियुताः घनावलिका-असंख्यभागाः तु
किंञ्चिन्न्यूनलोकमात्राः तेजसः वायवः यथाक्रमशः ।।१४७।।
અર્થઃઅગ્નિકાય અને વાયુકાયના બાદરપર્યાપ્તિ સહિત જીવ
છે તે યથાનુક્રમ ઘનઆવલીના અસંખ્યાતમા ભાગ તથા કંઈક ન્યૂન
લોકપ્રદેશપ્રમાણ જાણવા.
ભાવાર્થઃઅગ્નિકાયના જીવ ઘનઆવલીના અસંખ્યાતમા ભાગ
તથા વાયુકાયના કંઈક કમ લોકપ્રદેશપ્રમાણ છે.
હવે પૃથ્વી આદિની સંખ્યા કહે છેઃ
पुढवीतोयसरीरा पत्तेया वि य पइट्ठिया इयरा
होंति असंखा सेढी पुण्णापुण्णा य तह य तसा ।।१४८।।
पृथ्वीतोयशरीराः प्रत्येकाः अपि च प्रतिष्ठिताः इतरे
भवन्ति असंख्यातश्रेणयः पर्याप्ताः अपर्याप्ताः च तथा च त्रसाः ।।१४८।।
અર્થઃપૃથ્વીકાયિક, અપકાયિક, પ્રત્યેકવનસ્પતિકાયિક,
સપ્રતિષ્ઠિત વા અપ્રતિષ્ઠિત અને ત્રસ એ બધા પર્યાપ્ત-અપર્યાપ્ત જીવો
છે તે જુદા જુદા અસંખ્યાત જગત્શ્રેણિપ્રમાણ છે.
बादरलद्धिअपुण्णा असंखलोया हवंति पत्तेया
तह य अपुण्णा सुहुमा पुण्णा वि य संखगुणगुणिया ।।१४९।।
बादरलब्ध्यपर्याप्तकाः असंख्यातलोकाः भवन्ति प्रत्येकाः
तथा च अपूर्णाः सूक्ष्माः पूर्णाः अपि च संख्यातगुणगुणिताः ।।१४९।।
અર્થઃપ્રત્યેક વનસ્પતિકાય તથા બાદર લબ્ધ્યપર્યાપ્તક જીવ છે
તે અસંખ્યાતલોકપ્રમાણ છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્તક પણ
અસંખ્યાતલોકપ્રમાણ છે અને સૂક્ષ્મપર્યાપ્તક જીવ છે તે સંખ્યાતગુણા છે.
सिद्धा संता अणंता सिद्धाहिंतो अणंतगुणगुणिया
होंति णिगोदा जीवा भागमणंतं अभव्वा य ।।१५०।।

Page 90 of 297
PDF/HTML Page 114 of 321
single page version

सिद्धाः सन्ति अनन्ताः सिद्धेभ्यः अनन्तगुणगुणिताः
भवन्ति निगोदाः जीवाः भागमनन्तं अभव्याः च ।।१५०।।
અર્થઃસિદ્ધજીવ અનંતા છે, સિદ્ધોથી અનંતગુણા નિગોદજીવ
છે તથા સિદ્ધોથી અનંતમા ભાગે અભવ્યજીવો છે.
सम्मुच्छिया हु मणुया सेढियसंखिज्जभागमित्ता हु
गब्भजमणुया सव्वे संखिज्जा होंति णियमेण ।।१५१।।
सम्मूर्च्छनाः स्फु टं मनुजाः श्रेणिअसंख्यातभागमात्राः स्फु टम्
गर्भजमनुजाः सर्वे संख्याताः भवन्ति नियमेन ।।१५१।।
અર્થઃસમ્મૂર્ચ્છનમનુષ્ય, જગતશ્રેણિના અસંખ્યાતમા ભાગમાત્ર
છે અને સર્વ ગર્ભજમનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે.
હવે સાન્તર અને નિરન્તર (ના નિયમને) કહે છેઃ
देवा वि णारया वि य लद्धियपुण्णा हु संतरा होंति
सम्मुछिया वि मणुया सेसा सव्वे णिरंतरया ।।१५२।।
देवाः अपि नारकाः अपि च लब्ध्यपर्याताः स्फु टं सान्तराः भवन्ति
सम्मूर्छनाः अपि मनुजाः शेषाः सर्वे निरन्तरकाः ।।१५२।।
અર્થઃદેવ, નારકી, લબ્ધ્યપર્યાપ્તક તથા સમ્મૂર્છનમનુષ્ય એટલા
તો સાન્તર એટલે અંતર સહિત છે, બાકીના સર્વ જીવો નિરંતર છે.
ભાવાર્થઃએક પર્યાયથી અન્ય પર્યાય પામે, વળી પાછા ફરીથી
તે ને તે જ પર્યાય પામે, એટલામાં વચ્ચે જે અન્તર રહે તેને સાન્તર
(અન્તર સહિત) કહેવામાં આવે છે. અહીં નાના જીવ અપેક્ષાએ અન્તર
કહ્યું છે, અર્થાત્ દેવ, નારકી, મનુષ્ય અને લબ્ધ્યપર્યાપ્તકજીવોની ઉત્પત્તિ
કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. તથા અંતર ન પડે તેને
નિરંતર કહે છે. ત્યાં વૈક્રિયકમિશ્રકાયયોગી દેવ
નારકીનું તો બાર મુહૂર્તનું
અંતર કહ્યું છે, અર્થાત્ કોઈ ન ઊપજે તો બાર મુહૂર્ત સુધી જ ન
ઊપજે. વળી સમ્મૂર્ચ્છનમનુષ્ય કોઈ ન જ થાય તો પલ્યના અસંખ્યાતમા

Page 91 of 297
PDF/HTML Page 115 of 321
single page version

ભાગ કાળ સુધી જ ન થાય એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહ્યું છે. બાકીના
સર્વ જીવ નિરંતર ઊપજે છે.
હવે જીવોની સંખ્યા દ્વારા અલ્પ-બહુત્વ કહે છેઃ
मणुयादो णेरइया णेरइयादो असंखगुणगुणिया
सव्वे हवंति देवा पत्तेयवणप्फ दी तत्तो ।।१५३।।
मनुजात् नैरयिकाः नैरयिकात् असंख्यातगुणगुणिताः
सर्वे भवन्ति देवाः प्रत्येकवनस्पतयः ततः ।।१५३।।
અર્થઃમનુષ્યોથી નારકી અસંખ્યાતગુણા છે, નારકીઓથી બધા
દેવ અસંખ્યાતગુણા છે અને દેવોથી પ્રત્યેકવનસ્પતિજીવ અસંખ્યાતગુણા
છે.
पंचक्खा चउरक्खा लद्धियपुण्णा तहेव तेयक्खा
वेयक्खा वि य कमसो विसेससहिदा हु सव्वसंखाए ।।१५४।।
पञ्चाक्षाः चतुरक्षाः लब्ध्यपर्याप्ताः तथैव त्र्यक्षाः
द्वयक्षाः अपि च क्रमशः विशेषसहिताः स्फु टं सर्वसंख्यया ।।१५४।।
અર્થઃપંચેન્દ્રિયથી ચતુરિન્દ્રિય, ચતુરિન્દ્રિયથી ત્રીન્દ્રિય અને
ત્રીન્દ્રિયથી બેઇન્દ્રિયએ લબ્ધ્યપર્યાપ્તકજીવ સંસંખ્યા દ્વારા અનુક્રમે
વિશેષ અધિક છે. કંઈક અધિકને વિશેષાધિક કહે છે.
चउरक्खा पंचक्खा वेयक्खा तह य जाण तेयक्खा
एदे पज्जत्तिजुदा अहिया अहिया कमेणेव ।।१५५।।
चतुरक्षाः पंञ्चाक्षाः द्वयक्षाः तथा च जानीहि त्र्यक्षाः
एते पर्याप्तियुताः अधिकाः अधिकाः क्रमेण एव ।।१५५।।
અર્થઃચતુન્દ્રિય, પંચેન્દ્રિય, બે ઇન્દ્રિય તેવી જ રીતે ત્રણ
ઇન્દ્રિયએ પર્યાપ્તિ સહિત જીવો અનુક્રમથી અધિક અધિક છે એમ
જાણો.

Page 92 of 297
PDF/HTML Page 116 of 321
single page version

परिवज्जिय सुहुमाणं सेसतिरिक्खाण पुण्णदेहाणं
इक्को भागो होदि हु संखातीदा अपुण्णाणं ।।१५६।।
परिवर्जयित्वा सूक्ष्माणां शेषतिरश्चां पूर्णदेहानाम्
एकः भागः भवति स्फु टं संख्यातीताः अपूर्णानाम् ।।१५६।।
અર્થઃસૂક્ષ્મ જીવોને છોડી બાકીના જે તિર્યંચો છે તેમનો એક
ભાગ તો પર્યાપ્ત છે તથા બહુભાગ અસંખ્યાત અપર્યાપ્ત છે.
ભાવાર્થઃબાદર જીવોમાં પર્યાપ્ત થોડા છે અને અપર્યાપ્ત
ઘણા છે.
सुहुमापज्जत्ताणं एगो भागो हवेइ णियमेण
संखिज्जा खलु भागा तेसिं पज्जत्तिदेहाणं ।।१५७।।
सूक्ष्मलब्ध्यपर्याप्तानां एकः भागः भवति नियमेन
संख्याताः खलु भागाः तेषां पर्याप्तदेहानाम् ।।१५७।।
અર્થઃસૂક્ષ્મ-પર્યાપ્ત જીવો સંખ્યાતભાગ છે. તેમાં અપર્યાપ્તક-
જીવો એક ભાગ પ્રમાણ છે.
ભાવાર્થઃસૂક્ષ્મ જીવોમાં પર્યાપ્ત ઘણા છે અને અપર્યાપ્ત થોડા છે.
संखिज्जगुणा देवा अंतिमपडलादु आणदं जाव
तत्तो असंखगुणिदा सोहम्मं जाव पडिपडलं ।।१५८।।
संख्यातगुणाः देवाः अन्तिमपटलात् आनतं यावत्
ततः असंख्यातगुणाः सौधर्मं यावत् प्रतिपटलम् ।।१५८।।
અર્થઃઅનુત્તરવિમાન નામના અંતિમ પટલથી માંડીને નીચેના
આનતસ્વર્ગના પટલ સુધીમાં દેવ છે તે સંખ્યાતગુણા છે અને તે પછીના
નીચે સૌધર્મસ્વર્ગ સુધીમાં પટલ પટલ પ્રતિ અસંખ્યાતગુણા છે.
सत्तमणारयहिंतो असंखगुणिदा हवंति णेरइया
जाव य पढमं णरयं बहुदुक्खा होंति हेट्ठिट्ठा ।।१५९।।

Page 93 of 297
PDF/HTML Page 117 of 321
single page version

सप्तमनारकेभ्यः असंख्यगुणिताः भवन्ति नैरयिकाः
यावच्च प्रथमं नरकं बहुदुःखा भवन्ति अधोऽधः ।।१५९।।
અર્થઃસાતમા નરકથી ઉપર ઉપર પહેલા નરક સુધી જીવ
અસંખ્યાત અસંખ્યાતગુણા છે અને પ્રથમ નરકથી માંડી નીચે નીચેના
નરકમાં ઘણું દુઃખ છે.
कप्पसुरा भावणया विंतरदेवा तहेव जोइसिया
बे होंति असंखगुणा संखगुणा होंति जोइसिया ।।१६०।।
कल्पसुराः भावनकाः व्यन्तरदेवाः तथैव ज्योतिष्काः
द्वौ भवतः असंख्यगुणौ संख्यातगुणाः भवन्ति ज्योतिष्काः ।।१६०।।
અર્થઃકલ્પવાસી દેવોથી ભવનવાસી દેવ અને વ્યંતર દેવ એ
બંને રાશિ તો અસંખ્યાતગુણા છે તથા જ્યોતિષી દેવ વ્યંતર દેવોથી
સંખ્યાતગુણા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ ગાથામાં કહે
છેઃ
पत्तेयाणं आऊ वाससहस्साणि दह हवे परमं
अंतोमुहुत्तमाऊ साहारणसव्वसुहुमाणं ।।१६१।।
प्रत्येकानां आयुः वर्षसहस्राणि दश भवेत् परमम्
अन्तर्मुहूर्त्तं आयुः साधारणसर्वसूक्ष्माणाम् ।।१६१।।
અર્થઃપ્રત્યેક વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષનું છે
તથા સાધારણ સૂક્ષ્મ-બાદર, નિત્ય-ઇતરનિગોદ અને બધાય સૂક્ષ્મ પૃથ્વી
-અપ-તેજ-વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ અંતર્મુહૂર્તનું છે.
હવે બાદર જીવોનું ઉત્કૃષ્ટ આયુ કહે છેઃ
बावीससत्तसहसा पुढवीतोयाण आउसं होदि
अग्गीणं तिण्णि दिणा तिण्णि सहस्साणि वाऊणं ।।१६२।।

Page 94 of 297
PDF/HTML Page 118 of 321
single page version

द्वाविंशतिसप्तसहस्राणि पृथ्वीतोयानां आयुष्कं भवति
अग्नीनां त्रीणि दिनानि त्रीणि सहस्राणि वायूनाम् ।।१६२।।
અર્થઃપૃથ્વીકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર વર્ષનું
છે, અપ્કાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ સાત હજાર વર્ષનું છે, અગ્નિકાયિક
જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ દિવસનું છે તથા વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ
આયુ ત્રણ હજાર વર્ષનું છે.
હવે બે ઇન્દ્રિય આદિનું ઉત્કૃષ્ટ આયુ કહે છેઃ
बारसवास वियक्खे एगुणवण्णा दिणाणि तेयक्खे
चउरक्खे छम्मासा पंचक्खे तिण्णि पल्लाणि ।।१६३।।
द्वादशवर्षाणि द्वयक्षे एकोनपंचाशत् दिनानि त्र्यक्षे
चतुरक्षे षण्मासाः पंचाक्षे त्रीणि पल्यानि ।।१६३।।
અર્થઃબે ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાર વર્ષનું છે, ત્રણ
ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ઓગણપચાસ (૪૯) દિવસનું છે, ચાર
ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ છ મહિનાનું છે તથા પંચેન્દ્રિય જીવોનું
ઉત્કૃષ્ટ આયુ ભોગભૂમિની અપેક્ષાએ ત્રણ પલ્યનું છે.
હવે બધાંય તિર્યંચ અને મનુષ્યોનું જઘન્ય આયુ કહે છેઃ
सव्वजहण्णं आऊ लद्धियपुण्णाण सव्वजीवाणं
मज्झिमहीणमुहुत्तं पज्जतिजुदाण णिक्किट्ठं ।।१६४।।
सर्वजघन्यं आयुः लब्ध्यपर्याप्तानां सर्वजीवानाम्
मध्यमहीनमुहूर्तं पर्याप्तियुतानां निःकृष्टम् ।।१६४।।
અર્થઃલબ્ધ્યપર્યાપ્તક સર્વ જીવોનું જઘન્ય આયુ મધ્યમ
હીનમુહૂર્ત છે અને તે ક્ષુદ્રભવમાત્ર જાણવું અર્થાત્ એક ઉચ્છ્વાસના
અઢારમાં ભાગમાત્ર છે વળી એકેન્દ્રિયાદિથી માંડીને કર્મભૂમિનાં તિર્યંચ-
મનુષ્ય એ બધાય પર્યાપ્ત જીવોનું જઘન્ય આયુ પણ મધ્યમ હીનમુહૂર્ત
છે અને તે પહેલાનાથી મોટું મધ્યમ અંતર્મુહૂર્ત છે.

Page 95 of 297
PDF/HTML Page 119 of 321
single page version

હવે દેવ-નારકીઓનું ઉત્કૃષ્ટ તેમ જ જઘન્ય આયુ કહે છેઃ
देवाण णारयाणं सायरसंखा हवंति तेत्तीसा
उक्किट्ठं च जहण्णं वासाणं दस सहस्साणि ।।१६५।।
देवानां नारकाणां सागरसंख्या भवन्ति त्रयस्त्रिंशत्
उत्कृष्टं च जघन्यं वर्षाणां दशसस्राणि ।।१६५।।
અર્થઃદેવોનું તથા નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરનું
છે તથા તેમનું જઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે.
ભાવાર્થઃઆ (આયુ) સામાન્ય દેવોની અપેક્ષાએ કહ્યું છે.
વિશેષ ત્રિલોકસાર આદિ ગ્રંથોમાંથી જાણવું.
હવે એકેન્દ્રિય આદિ જીવોનાં શરીરની ઉત્કૃષ્ટ-જઘન્ય અવગાહના
દસ ગાથામાં કહે છેઃ
अंगुलअसंखभागो एयक्खचउक्कदेहपरिमाणं
जोयणसहस्समहियं पउमं उक्कस्सयं जाण ।।१६६।।
अङ्गुलासंख्यातभागः एकांक्षचतुष्तकदेहपरिमाणम्
योजनसहस्रं अधिकं पद्मं उत्कृष्टकं जानीहि ।।१६६।।
અર્થઃએકેન્દ્રિયચતુષ્ક અર્થાત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયના
જીવોની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ઘનઅંગુલના અસંખ્યાતમા ભાગ
છે, ત્યાં સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત-અપર્યાપ્તનું શરીર નાનું-મોટું છે તો
પણ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ જ સામાન્યપણે કહ્યું છે. વિશેષ
શ્રી ગોમ્મટસારમાંથી જાણવું. વળી અંગુલનું (માપ) ઉત્સેધ અંગુલ-આઠ
યવપ્રમાણ લેવું પણ પ્રમાણઅંગુલ ન લેવું. પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ
અવગાહનાયુક્ત કમળ છે. તેની અવગાહના કંઈક અધિક એક હજાર
યોજન છે.
बारसजोयण संखो कोसतियं गोब्भिया समुद्दिट्ठा
भमरो जोयणमेगं सहस्स सम्मुच्छिमो मच्छो ।।१६७।।

Page 96 of 297
PDF/HTML Page 120 of 321
single page version

द्वादशयोजनायामः संखः क्रोशत्रिकं ग्रैष्मिका समुद्दिष्टा
भ्रमरः योजनं एकं सहस्रं सम्मूर्च्छिमः मत्स्यः ।।१६७।।
અર્થઃબે ઇન્દ્રિયમાં શંખ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના
બાર યોજન લાંબી છે; ત્રણ ઇન્દ્રિયમાં ગોભિકા અથાત્ કાનખજૂરો મોટો
છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ કોશ લાંબી છે; ચાર ઇન્દ્રિયમાં ભ્રમર
મોટો છે. તેની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજન લાંબી છે; તથા પંચેન્દ્રિયમાં
સંમૂર્ચ્છન મચ્છ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન લાંબી
છે. આ જીવો છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપ તથા સમુદ્રમાં જાણવા.
હવે નારકીના ઉત્કૃષ્ટ અવગાહના કહે છેઃ
पंचसयाधणुछेहा सत्तमणरए हवंति णारइया
तत्तो उस्सेहेण य अद्धद्धा होंति उवरुवरिं ।।१६८।।
पश्चशतधनूत्सेधाः सप्तमनरके भवन्ति नारकाः
ततः उत्सेधेन च अर्धार्धाः भवन्ति उपर्युपरि ।।१६८।।
અર્થઃસાતમા નરકમાં નારકીજીવનો દેહ પાંચસો ધનુષ ઊંચો
છે; તેના ઉપર દેહની ઊંચાઈ અડધી અડધી છે અર્થાત્ છઠ્ઠામાં બસો
પચાસ ધનુષ, પાંચમામાં એકસો પચ્ચીસ ધનુષ, ચોથામાં સાડાબાસઠ
ધનુષ, ત્રીજામાં સવાએકત્રીસ ધનુષ, બીજામાં પંદર ધનુષ દશા આની,
અને પહેલામાં સાત ધનુષ તેર આની
એ પ્રમાણે જાણવું. તેમાં
ઓગણપચાસ પટલ છે અને તે બધાંમાં જુદી જુદી વિશેષ અવગાહના
શ્રી ત્રિલોકસારમાંથી જાણવી.
હવે દેવોની અવગાહના કહે છેઃ
असुराणं पणवीसं सेसं णवभावणा य दहदंडं
विंतरदेवाण तहा जोइसिया सत्तधणुदेहा ।।१६९।।
असुराणां पश्चविंशतिः शेषाः नवभावनाश्च दशदण्डाः
व्यन्तरदेवानां तथा ज्योतिष्काः सप्तधनुर्देहाः ।।१६९।।