Atmadharma magazine - Ank 035
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૩૫
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વાર્ષિક લવાજમ
અઢી રૂપિયા
છુટક અંક
ચાર આના ર્ મ્ગ્ર્
વર્ષ ત્રીજું : સંપાદક : ભાદ્રપદ
રામજી માણેકચંદ દોશી
અંક અગિયાર વકીલ ૨૪૭૨
અલૌકિ આત્મધર્મમાં
પુણ્યની કાંઈ કિંમત નથી
પ્રશ્ન:– ધર્મમાં કોનાં વખાણ કરાય છે?
ઉત્તર:– ધર્મમાં ધર્મીના વખાણ કરાય છે, પરંતુ પુણ્યના
કે પુણ્યના ફળ–પૈસા વગેરેનાં વખાણ ધર્મમાં હોતા નથી, કેમકે
પુણ્યના આધારે કે પૈસા વગેરેના આધારે ધર્મ નથી પણ
ધર્મીના આધારે ધર્મ છે. ધર્મી એટલે આત્મા. પોતે પોતાના
આત્મસ્વભાવને ઓળખીને તેનો મહિમા કરે, અને વિકલ્પ ઊઠે
તો બહારમાં પણ ધર્માત્માનાં જ વખાણ કરે. જેને આત્માનો
ધર્મસ્વભાવ રુચે તે બહારમાં પણ ધર્માત્માનો જ મહિમા કરે
અને અંતરમાં વિકાર રહિત સ્વભાવનો જ મહિમા કરે. જેને
પુણ્યનો મહિમા છે તેને ધર્મનો મહિમા નથી કેમકે પુણ્ય તે
વિકાર છે અને જેને વિકારનો મહિમા છે તેને અધર્મનો મહિમા
છે પણ અવિકારી આત્મધર્મનો મહિમા નથી. લૌકિકમાં પુણ્યથી
જે મોટો હોય તે મોટો ગણાય છે પરંતુ અલૌકિક ધર્મ માર્ગમાં
તો આત્માના ગુણોમાં જે મોટા હોય તે જ મોટા છે; અલૌકિક
આત્મધર્મમાં પુણ્યની કાંઈ કિંમત નથી........
(સમયસારજી મોક્ષ અધિકારના વ્યાખ્યાનમાંથી)
: : ભગવન શ્ર કદકદ પ્રવચનમડપ : :
‘શ્રીમંડપ’ ઉપર મોભ ચડાવવાનું મંગલમુહુર્ત શ્રાવણ સુદ ૧૫
(–રક્ષાબંધન) સોમવારના દિવસે સવારે સાત વાગે થયું હતું.
મુમુક્ષુઓએ તે પ્રસંગ હોંશથી ઉજવ્યો હતો. પર્યુષણના દિવસો
દરમિયાન ‘શ્રીમંડપ’માં પ્રવચનો થાય તે માટે તૈયારી ચાલે છે.
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 21
single page version

background image
• भ ग व न न स च स्त त न स्व रू प •
સમયસાર – પ્રવચનો ભાગ – ૨ માંથી
૧. દ્રવ્યદ્રષ્ટિ વડે જ્ઞાનસ્વભાવને અનુભવતાં વિકારથી જરાક (–દ્રષ્ટિ અપેક્ષાએ) જુદો પડ્યો તે જ
વીતરાગની સ્તુતિ છે. વીતરાગ–કેવળજ્ઞાની વિકાર રહિત છે અને તેમની નિશ્ચય સ્તુતિ તે પણ વિકાર રહિત
પણાનો જ અંશ છે.
[પા. ૨૦૧]
પ્રશ્ન:– કોઈ જીવ જ્ઞાનસ્વભાવી આત્માને જ ઓળખે અને શુભભાવથી ભગવાનની સ્તુતિ બોલે તો તેને
વ્યવહારસ્તુતિ તો કહેવાય ને?
ઉત્તર:– ભગવાન કોણ અને પોતે કોણ તે ઓળખ્યા વગર નિશ્ચયસ્તુતિ કે વ્યવહારસ્તુતિ એકેય હોય
નહિ. શુભભાવ કરીને કષાય મંદ પાડે તેમાં પુણ્ય બંધાય પરંતુ આત્માની ઓળખાણ વગર એકલા શુભરાગને
વ્યવહારસ્તુતિ કહી શકાય નહિ. જગતના પાપભાવ છોડીને ભગવાનનું સ્તવન, વંદન, પૂજન એ શુભભાવ
કરવાની ના નથી, પરંતુ એકલા શુભમાં ધર્મ માનીને ત્યાં જ સંતોષાઈ ન જતાં આત્માની ઓળખાણ કરવાનું
કહેવાય છે, કેમકે આત્માની ઓળખાણ વગર શુભભાવ અનંતવાર કર્યા પણ ભવનો અંત આવ્યો નહિ; જે પૂર્વે
અનંતવાર કરી ચૂક્યો તે શુભની ધર્મમાં મુખ્યતા નથી, પણ અનંતકાળે નહિ કરેલ એવી અપૂર્વ આત્મસમજણ
કરીને ભવનો અંત લાવવાની મુખ્યતા છે.
૨. નિશ્ચયસ્તુતિ અને વ્યવહારસ્તુતિની વ્યાખ્યા ચાલે છે. રાગથી જુદો પડીને પોતાના જ્ઞાનસ્વભાવના
લક્ષે જીવ ટક્યો તે નિશ્ચયસ્તુતિ છે, અને જ્ઞાનસ્વભાવનું ભાન હોવા છતાં અસ્થિરતાના કારણે સ્તુતિના રાગની
વૃત્તિ ઊઠે છે પણ તે વૃત્તિનો જ્ઞાનીને નકાર વર્તે છે તેથી તે વ્યવહારસ્તુતિ કહેવાય છે; પરંતુ અજ્ઞાની તો તે
વૃત્તિને જ પોતાનું સ્વરૂપ માની બેઠો છે અને વૃત્તિથી જુદું સ્વરૂપ માનતો જ નથી, તેથી તેની શુભ વૃત્તિને
વ્યવહારસ્તુતિ પણ કહી શકાતી નથી. વિકલ્પ તોડીને જ્ઞાનસ્વભાવને રાગથી જુદો અનુભવે છે તે તો
નિશ્ચયસ્તુતિ છે કેમકે તેમાં રાગ નથી અને જીવને આત્માના જ્ઞાન–સ્વભાવની ઓળખાણ થયા પછી રાગની
શુભવૃત્તિ ઊઠી તેનો જ્ઞાનસ્વભાવમાં સ્વીકાર કરતો નથી પરંતુ ત્યાં ‘રાગનો નકાર’ કરે છે. તેથી તેને
વ્યવહારસ્તુતિ છે; અહીં એ ધ્યાન રાખવું કે એકલા રાગને વ્યવહાર કહ્યો નથી પરંતુ રાગરહિત સ્વભાવની
શ્રદ્ધાના જોરે રાગનો નકાર વર્તે છે ત્યારે રાગને ‘વ્યવહાર’ કહેવામાં આવે છે. અજ્ઞાનીને રાગરહિત સ્વરૂપની
ખબર નથી માટે તેને વ્યવહાર પણ ખરેખર તો હોતો નથી. નિશ્ચયના ભાન વિના પરની ભક્તિ તે તો રાગની
અને મિથ્યાત્વરૂપ અજ્ઞાનની જ ભક્તિ એટલે કે સંસારની જ ભક્તિ છે પણ તેમાં ભગવાનની ભક્તિ નથી.
૩. સ્તુતિ કોણ કરે? સ્તુતિ તે પુણ્ય–પાપની લાગણી રહિત શુદ્ધભાવ છે, આત્માની ઓળખાણ સહિત અને
રાગરહિત જેટલી સ્વરૂપમાં એકાગ્રતા કરવામાં આવે તેટલી જ સાચી સ્તુતિ છે, જે રાગનો ભાગ છે તે સ્તુતિ
નથી. સાચી સ્તુતિ સાધક ધર્માત્માને જ હોય છે. જેને આત્માનું ભાન નથી તેને સાચી સ્તુતિ હોય નહિ........ પૂર્ણ
સ્વરૂપનું જેણે ભાન તો કર્યું છે પણ હજી પૂર્ણદશા પ્રગટી નથી એવા સાધક જીવો સ્તુતિ કરે છે. આ રીતે ચોથા
ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિથી માંડીને બારમાં ગુણસ્થાન સુધી સ્તુતિ હોય છે, બારમાં ગુણસ્થાન પછી સ્તુતિ હોતી નથી.
૪. જ્ઞાન સ્વભાવ તે ભગવાન જ છે, કેમકે એકલું જ્ઞાન તેમાં વિકાર ન રહ્યો, અપૂર્ણતા ન રહી, પર
વસ્તુનો સંગ ન આવ્યો. બધાને જાણવાપણું અને પોતાથી પરિપૂર્ણપણું આવ્યું–આવું જ્ઞાન તે ભગવાન જ છે.
ભગવાનને ભવ નથી તેમ જ્ઞાનસ્વભાવમાં ભવ નથી, જેણે જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કરી તેને ભવની શંકા ન
રહી. જ્ઞાન સ્વભાવ વિકારથી અધિક છે, વિશ્વ ઉપર તરતો છે; બધાય પદાર્થોને જાણે પણ ક્યાંય પોતાપણું માની
અટકે નહિ, બધાથી છૂટોને છૂટો જ રહે છે.
[પા. ૨૩૮]
૫. આચાર્યદેવ કહે છે કે આ સમયસારમાં કહ્યું છે તે રીતે જે જીવ ગુરુગમે યથાર્થ સમજે છે તે આ કાળે
પણ સાક્ષાત્ સ્વાનુભવવડે ભવરહિતની શ્રદ્ધામાં મોક્ષ ભાળે છે, તેને સાક્ષાત્ નિર્ણય થઈ જાય કે સર્વજ્ઞ વીતરાગ
ભગવાને પણ આ જ રીતે સ્વાધીન માર્ગનું સ્વરૂપ કહ્યું છે. જેટલા જ્ઞાનીઓ થઈ ગયા તેઓએ સ્વરૂપને આ જ
પ્રમાણે જાણ્યું અને કહ્યું હતું, વર્તમાનમાં છે તેઓ પણ એમ જાણે છે અને એમ જ કહે છે અને ભવિષ્યમાં પણ
એમ જ થશે. પ્રથમ આવો દ્રઢ નિર્ણય થયા પછી પુણ્ય–પાપના વિકલ્પરહિત, પરાશ્રયરહિત સ્વભાવમાં એકાગ્ર
થવાનો પુરુષાર્થ પ્રગટે છે અને પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ વીતરાગતા પ્રગટે છે.
[પા. ૧૦૫]
૬. આ પુસ્તકના અંતિમ મંગળરૂપ વચન આ પ્રમાણે છે– [પા. ૨૪૧]... ‘આવી સાચી સમજણ
કરનારા સમ્યગ્દ્રષ્ટિ જીવો જિનેશ્વરદેવના લઘુનંદન છે.’

PDF/HTML Page 4 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૯૧ :

વર્ષ પાંચમું : સળંગ અંક : કારતક
અંક ૫હલો : ૪૯ : ૨૪૭૪
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના
: વ્યખ્યન ઉપરથ :
૧. જો અવસ્થામાં ધર્મ હોય તો ધર્મ કરવાનું રહે નહિ.
૨. જો વસ્તુ સ્વભાવમાં ધર્મ ન હોય તો ધર્મ થઈ શકે નહિ.
૩. વસ્તુ સ્વભાવમાં ધર્મ હોય પણ પર્યાયમાં પ્રગટ ન હોય એવા જીવો વસ્તુસ્વભાવની
ઓળખાણ દ્વારા પર્યાયમાં ધર્મ પ્રગટ કરે છે.
પર્યાયમાં “વિકાર તે હું” એવી માન્યતારૂપ અધર્મ છે, પણ વસ્તુના સ્વભાવમાં વિકાર
નથી એટલે કે વસ્તુ ધર્મસ્વરૂપ છે અને પર્યાયમાં અધર્મ છે. પર્યાયમાંથી અધર્મ ટળીને ધર્મ પ્રગટ
કરવા માટે પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્ય સ્વભાવનું લક્ષ કરવું જોઈએ. માટે સમયસારમાં
અભેદદ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરીને અને ભેદને ગૌણ કરીને ઉપદેશ છે. ભેદને ગૌણ કરીને તેને
વ્યવહાર કહ્યો છે અને અભેદને મુખ્ય કરીને તેને નિશ્ચય કહ્યો છે.
અઆગમ ગ્રંથ અને અધ્યાત્મ ગ્રંથની કથન શૈલી
આગમ ગ્રંથોમાં છએ દ્રવ્યનું સ્વરૂપ બતાવવાનું પ્રયોજન છે; તેમાં કોઈ વાર અભેદને
પ્રધાન કરીને કથન હોય છે અને કોઈ વાર ભેદને પ્રધાન કરીને કથન હોય છે. અભેદને પ્રધાન
કરવું તે નિશ્ચય છે અને ભેદને પ્રધાન કરવું તે વ્યવહાર છે, એટલે આગમ ગ્રંથમાં જ્યારે
નિશ્ચયની પ્રધાનતા હોય ત્યારે વ્યવહાર ગૌણ હોય અને જ્યારે વ્યવહાર મુખ્ય હોય ત્યારે નિશ્ચય
ગૌણ હોય. આ રીતે પ્રયોજનાશ્રિત કોઈ વાર નિશ્ચય પ્રધાન અને કોઈ વાર વ્યવહાર પ્રધાન
આગમ ગ્રંથમાં હોય છે.
અધ્યાત્મ દ્રષ્ટિના ગ્રંથોમાં તો આત્માનો શુદ્ધસ્વભાવ બતાવવાનું પ્રયોજન છે; તેમાં સર્વત્ર
અભેદની પ્રધાનતાથી જ કથન હોય છે. અધ્યાત્મમાં શુદ્ધસ્વભાવ બતાવવાનું પ્રયોજન હોવાથી
તેમાં ક્યારેય પણ અભેદને ગૌણ કરવામાં આવે નહિ તેમ જ ભેદને મુખ્ય કરવામાં આવે નહિ.
અભેદને પ્રધાન કરવો તે નિશ્ચય છે અને ભેદને ગૌણ કરવો તે વ્યવહાર છે. એટલે અધ્યાત્મ
દ્રષ્ટિના શાસ્ત્રોમાં સર્વત્ર નિશ્ચયની મુખ્યતાથી જ કથન હોય છે અને વ્યવહાર સર્વત્ર ગૌણ હોય
છે. આ મુખ્ય–ગૌણની શૈલી જેઓ નથી સમજતા તેઓને પોતાની ઊંધી માન્યતાથી એમ લાગે છે
કે “આ એકાંત નિશ્ચય છે.” પરંતુ તેમની તે માન્યતા ખોટી છે. અધ્યાત્મમાં નિશ્ચય–વ્યવહારનું
પ્રયોજન એ છે કે બંનેને યથાર્થ જાણ્યા પછી નિશ્ચયસ્વભાવની દ્રષ્ટિ વડે વ્યવહારનું લક્ષ છોડી
દેવું એટલે કે વ્યવહારનો નિષેધ કરવો–જો આમ કરે તો જ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે.
નિશ્ચય અને વ્યવહારના જ્ઞાનને અનેકાન્ત ક્યારે કહી શકાય? જો નિશ્ચય વ્યવહાર વડે
અનેકાંતસ્વરૂપને જાણીને સમ્યક્એકાંત એવા અભેદ સ્વભાવમાં ઢળે તો નિશ્ચયવ્યવહારના
જ્ઞાનને અનેકાંત કહી શકાય છે. કેમકે અનેકાંતનું જ્ઞાન પણ સમ્યક્ એકાંત એવા નિજપદની
પ્રાપ્તિ કરાવવા સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. ઉઘાડ જ્ઞાન વડે નિશ્ચય વ્યવહારને જાણીને જો
નિશ્ચય સ્વભાવ તરફ ન ઢળે અને વ્યવહારના જ લક્ષમાં અટકી રહે તો તેને સમ્યક્ એકાંત એવા
નિજપદની પ્રાપ્તિ થાય નહિ, અને તેથી તેનું નિશ્ચય વ્યવહારનું જાણપણું તે અનેકાંત કહી શકાય
નહિ. અધ્યાત્મ દ્રષ્ટિમાં તો અનેકાંત બતાવ્યા પછી સમ્યક્ એકાંત સ્વભાવમાં ઢાળવાનું જ
પ્રયોજન છે; માટે અધ્યાત્મ ગ્રંથોમાં સર્વત્ર અભેદ જ પ્રધાન છે; અને એના અભ્યાસથી જ
શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૯૨ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
(શ્રી સમયસાર, મોક્ષ અધિકાર
ગા. ૨૯૬. ના વ્યાખ્યાનમાંથી)

સુખનો કે દુઃખનો અનુભવ આત્માને થાય છે, પણ લાકડું વગેરે જડ વસ્તુઓને સુખ દુઃખ થતું નથી. જે
પરવસ્તુઓ સુખ–દુઃખરૂપે ન થાય તે વસ્તુઓ આત્માને સુખ–દુઃખનું કારણ નથી. દુઃખ કે સુખનો અનુભવ
આત્માની દશામાં થાય છે તેથી તે દુઃખ સુખનું કારણ આત્મા જ છે. દુઃખદશાનું કારણ આત્માની પર્યાયમાંજે
મિથ્યાત્વભાવ અને રાગ દ્વેષ થાય છે તે જ છે, અને સુખનું કારણ સાચું જ્ઞાન અને વીતરાગભાવ જ છે. કોઈ માથું
કાપે કે ચંદન ચોપડે–તે દુઃખ–સુખનું કારણ નથી, કેમકે સુખ–દુઃખરૂપે થનાર જડ શરીર નથી પણ આત્મા છે.
દુઃખપણે અને સુખપણે થનાર આત્માનું સ્વરૂપ જાણ્યા વગર દુઃખ ટળીને સુખ કઈ રીતે થાય? જે દ્રવ્યની
એક અવસ્થા દુઃખરૂપ થાય છે તે આખું દ્રવ્ય શું દુઃખરૂપ છે, કે દુઃખ તેનું સ્વરૂપ છે, કે તે દુઃખ ટળીને સુખરૂપ થઈ
શકે છે? દુઃખ તો ક્ષણિક વિકારી પર્યાય છે, આખું દ્રવ્ય દુઃખરૂપે થઈ જતું નથી, પણ ક્ષણિક એક પર્યાયમાં દુઃખ છે.
જો તે એક પર્યાયની અપેક્ષા છોડીને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાથી જોવામાં આવે તો દ્રવ્યનો સ્વભાવ ત્રિકાળી
સુખરૂપ જ છે, દુઃખ તેનું સ્વરૂપ નથી, તેથી દ્રવ્યસ્વભાવની ઓળખાણ વડે દુઃખ દશા ટાળીને સુખદશા પ્રગટ કરી
શકાય છે. પરંતુ જો આત્માના ત્રિકાળ સુખસ્વભાવને ન ઓળખે અને પર પદાર્થોથી સુખ માને તો તેની દુઃખદશા
ટળે નહિ અને સુખદશા પ્રગટે નહિ. સુખદશા સ્વભાવમાંથી પ્રગટે છે પણ પર દ્રવ્યમાંથી પ્રગટતી નથી.
સુખ–દુઃખ તે આત્માની અવસ્થા છે તેથી જેવી અવસ્થા આત્મા પોતે ધારણ કરે તેવી અવસ્થા ધારણ
કરીને બીજી દશાને પલટાવી શકે છે. શરીર જડ છે, તેમાં સુખ–દુઃખની અવસ્થા નથી તેથી શરીર વગેરેની કોઈ
પણ હાલત સાથે આત્માના સુખ–દુઃખનો સંબંધ નથી.
પર વસ્તુમાં સુખ–દુઃખ નથી પણ આત્માની જ પર્યાયમાં સુખ છે–એટલું નક્કી કર્યા પછી, દુઃખ ટાળીને
સુખ પ્રગટ કરવા માટે શું કરવું? –કે પોતાના સુખ માટે હવે પર દ્રવ્યો પ્રત્યે જોવાનું ન રહ્યું; પણ પોતામાં જ
જોવાનું રહ્યું. પોતામાં પણ દ્રવ્ય અને પર્યાય એવા બે પડખાં છે, તેમાં વર્તમાન ચાલતી પર્યાય તો પોતે દુઃખરૂપ
છે તેથી તે પર્યાયના આધારે કે લક્ષે સુખ પ્રગટી શકે નહિ, પરંતુ જ્યાં પરિપૂર્ણ સુખ હોય અને દુઃખ ન હોય એવું
જે સુખસ્વરૂપ દ્રવ્ય તેના જ આધારે–લક્ષે સુખદશા પ્રગટે છે અને દુઃખદશા ટળે છે. વર્તમાન પર્યાયનું લક્ષ પર
ઉપર જાય છે તેથી તે પર્યાયમાં દુઃખ છે, પર ઉપરનું લક્ષ છોડીને જો સ્વલક્ષમાં પર્યાયને વાળે તો તે પર્યાયમાં
સુખ પ્રગટે છે. માટે–
સ્વાધીન જ્ઞાન વડે અર્થાત્ પ્રજ્ઞા વડે શુદ્ધ આત્મા અને દુઃખદાયકદશા (–બંધભાવ) એ બંનેના
ભિન્નભિન્ન લક્ષણને ઓળખવા અને અભિપ્રાયના જોરે શદ્ધાત્મસ્વભાવનું અવલંબન કરીને બંધભાવનું
અવલંબન છેદવું–તે જ સુખનો ઉપાય છે. સંપૂર્ણસુખ તે જ મોક્ષ છે.
પ્રશ્ન:– પુણ્ય–પાપના બંધભાવમાં દુઃખ હોવા છતાં અજ્ઞાનીને શા માટે દુઃખ નથી લાગતું?
ઉત્તર–કેમ કે અનાદિથી પુણ્ય–પાપથી જુદા આત્મસ્વભાવને જાણ્યો નથી, માન્યો નથી, રુચિમાં લીધો
નથી અને પુણ્ય–પાપ તે જ હું એમ માન્યું છે તેથી તે પુણ્ય–પાપના દુઃખરૂપ ભાવોમાં જ સુખ કલ્પી રહ્યો છે.
પુણ્ય–પાપનું પડખું જ અનાદિથી અનુભવ્યું છે પણ પુણ્ય–પાપ રહિત સ્વભાવને કદી અનુભવ્યો નથી, તેથી
અનાકુળ સુખના સ્વરૂપની ખબર નથી એટલે મંદ દુઃખરૂપ ભાવોમાં સુખની માન્યતા કરી લીધી છે. જો પુણ્ય–
પાપરહિત સ્વભાવ ખ્યાલમાં લે તો પુણ્ય–પાપને દુઃખ તરીકે જાણે, અને તે ટાળવા પ્રયત્ન કરે.
અજ્ઞાની જીવને નિરંતરપણે આકુળતાજન્ય નવી નવી ઈચ્છા થયા કરે છે, જો દુઃખ ન હોય તો આકુળતા
કેમ હોય? આકુળતા છે તે જ દુઃખ છે. હવે તે દુઃખનું શું કારણ છે? –તે જાણીને તે કારણને દૂર કરવાથી દુઃખ દૂર
થાય છે, પણ દુઃખના મૂળ કારણને જાણ્યા વગર અન્ય ઉપાયો કર્યાં કરે તેથી દુઃખ ટળતું નથી. શું મારા દુઃખનું
કારણ શરીર, કર્મ કે સંયોગ છે, કે અંતરનો કોઈ ઊંધો ભાવ દુઃખનું કારણ છે? પ્રથમ તો શરીર કર્મ વગેરે
વસ્તુઓ જડ છે, તેઓ સુખ–દુઃખરૂપ થતી નથી, જે વસ્તુ સ્વયં સુખ–દુઃખરૂપ ન થાય તે સુખ–દુઃખનું વાસ્તવિક
કારણ પણ ન

PDF/HTML Page 6 of 21
single page version

background image
–હરિગીત–
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૯૩ :
થાય, માટે કર્મ વગેરે કોઈ ચીજ મારા દુઃખનું કારણ નથી; પરંતુ દુઃખ મારી પર્યાયમાં છે તેથી દુઃખનું કારણ પણ
મારી પર્યાયમાં જ છે. ત્રિકાળી સ્વભાવ તે દુઃખનું કારણ નથી પણ પર્યાયમાં ઊંધો ભાવ તે જ દુઃખનું કારણ છે.
આથી એમ નક્કી થયું કે તે દુઃખ ટાળવા માટે ઊંધો ભાવ જ ટાળવો જોઈએ.
અવસ્થામાં મિથ્યાત્વ અને રાગ–દ્વેષ રૂપ બંધભાવ તે જ દુઃખનું કારણ છે અને હું તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય
સ્વરૂપ છું મારું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ દુઃખનું કારણ નથી. –આ પ્રમાણે આત્માના શુદ્ધ સ્વરૂપને અને બંધભાવોને
પ્રજ્ઞાછીણીવડે ભિન્ન ભિન્ન ઓળખીને પ્રજ્ઞાવડે આત્માને ગ્રહણ કરવો અને બંધભાવને છોડવો તે જ સુખી
થવાનો અને દુઃખ દૂર કરવાનો ઉપાય છે.
અજ્ઞાની અને જ્ઞાનીની ભાવનામાં મહાન
(સમયસાર – મોક્ષ અધિકારના વ્યાખ્યાનમાંથી ગાથા – ૨૯૬. વીર સંવત ૨૪૭૨)
કોઈ એમ વિચારે કે, ‘મારું તો ગમે તે થાવ, જો મારા વડે જગતના ઘણા જીવોને લાભ થતો હોય તો
મારે થોડાક ભવ ભલે વધે. ’ –આ ભાવના કોની છે? પાકા મિથ્યાદ્રષ્ટિની જ આ ભાવના છે. ભવનું કારણ તો
વિકાર છે, જેને વિકાર લંબાવવાની ભાવના છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે. જેણે ભવની ભાવના ભાવી તેણે ભવનું
કારણ જે વિકાર તેની ભાવના ભાવી, અને વિકારરહિત સ્વભાવની ભાવના ભાવી નહિ.
જ્ઞાની ધર્માત્માને પણ શુભ વિકલ્પ આવે કે ‘જગતના જીવો ધર્મ પામે’ –પરંતુ ધર્માત્મા જીવ તે વિકારને
લંબાવવા માગતા નથી. જ્ઞાનીને ભાન છે કે મારા વિકલ્પ વડે કોઈને (મને કે બીજાને) લાભ થતો જ નથી અને
કોઈના કારણે મારે ભવ હોઈ શકે જ નહિ. જગતને સમજાવવા માટે મારે એક ક્ષણ પણ ભવમાં અટકવાનું હોય
જ નહિ, હું મારા રાગને કારણે અટકેલો છું. બીજા જે જીવોને સમ્યગ્જ્ઞાનનો લાભ થાય છે તે તો તેમની પોતાની
પાત્રતાથી થાય છે, હું તો નિમિત્તમાત્ર છું. પરને હું સમજાવી શકું એવો અભિપ્રાય તો જ્ઞાનીને હોતો જ નથી
પરંતુ ‘પરને સમજવામાં હું નિમિત્ત છું’ એવી પરલક્ષની લાગણીની ભાવના જ્ઞાનીને હોતી નથી. સામા જીવોની
તૈયારી હોય માટે નિમિત્તને અટકવું પડે–એવી પરાધીનતા નથી.
શુદ્ધ જ્ઞાતા–દ્રષ્ટાભાવ સિવાય વચ્ચે કોઈ પણ વિકલ્પ આવે તે લાભનું કારણ નથી. પણ ભવના ભાવોને
છેદીને ભવરહિત ચૈતન્યસ્વભાવની ભાવના તે જ મોક્ષનું કારણ છે. જ્ઞાની તો ભવની ભાવના ભાવે કે
સ્વભાવની? પરના કારણે કે વિકલ્પના કારણે જ્ઞાનીઓ એક ક્ષણ પણ રોકાવા માગતા નથી; પુરુષાર્થની
મંદતાના કારણે અટક્યા છે, અને ઊગ્ર પુરુષાર્થની ભાવનાના જોરે તેને તોડી નાખવા માગે છે.
કોઈ ઉપર ઘણો રાગ હોય અને તેને કહે કે આવતા ભવે તમારા ઘરે જન્મ લઈને તમારા બધાય દુઃખ
ટાળી દઈશ.–આવી ભાવના કરનારને મૂઢ લોકો તો ‘પરમાર્થી’ કહે છે, પરંતુ જ્ઞાનીઓ કહે છે કે એ પરમાર્થી
નથી, એ જીવ મહા પાપી–મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે ભવરહિત પોતાના સ્વભાવનો અનાદર કરીને તેણે વિકારની
ભાવના ભાવી છે.
સમયસારમાં પૂર્વે ૨૦૫ મી ગાથામાં કહ્યું હતું કે–
णाणगुणेण विहीणा एयं तु पयं बहू विण लहंते।
तंगिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं।।
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે;
રે ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને.
અર્થ:– જ્ઞાનગુણથી રહિત ઘણાય લોકો (ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં) આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા
નથી; માટે હે ભવ્ય! જો તું કર્મથી સર્વથા મુક્ત થવા ઈચ્છતો હો તો નિયત એવા આ જ્ઞાનને ગ્રહણ કર.
સમવસરણમાં સાક્ષાત્ શ્રી તીર્થંકર ભગવાનની સન્મુખ તે ભવે મોક્ષ જનારા તથા એકાવતારી સંત–
મુનિઓના ટોળાં વચ્ચે મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલીંગી બેઠો હોય અને તે અનંત સંસારી હોય; ભગવાનની અને
સંતમુનિઓની હાજરી છે પણ જ્યાં તે જીવને પોતાને જ પ્રજ્ઞાવડે સ્વભાવ જાણતાં આવડતો નથી તેમાં અન્ય
કોઈ શું કરે? તેમ હે ભાઈ! તું તારા ભાવમાં પર જીવોને સમજાવવાના ગમે તેટલા વિકલ્પો કર, પરંતુ જ્યાં પર
(અનુસંધાન પાન ૨૦૬)

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૯૪ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
શ્રી સમયસારજી કલશ ૧ – ૨ – ૩ના
વ્યાખ્યાના આધારે કેટલાક
૧. પ્ર. –આ આત્માને શું
કરવાનું છે?
ઉ. –આ આત્માને સુખી થવાનું
છે અને સુખ તો આત્મામાં જ છે
તેથી આત્માની ઓળખાણ કરવી તે
જ આ આત્માનું કર્તવ્ય છે.
૨. પ્ર. –ધર્માત્મા સંસારમાં
પતીત કેમ થતા નથી?
ઉ. –ધર્માત્માને અંતરભાન વર્તે
છે કે મારું સુખ મારામાં છે, કોઈ પર
દ્રવ્યમાં તેમજ રાગ–દ્વેષમાં મારું સુખ
નથી, આવી પ્રતીતિને લીધે પર
દ્રવ્યોથી અને પર ભાવથી ભિન્નપણે
પોતાને સદાય અનુભવે છે તેથી
તેઓ સંસારમાં પતીત થતા નથી.
પણ અલ્પકાળે મુક્તિ પામે છે.
૩. પ્ર. –આત્મામાં ભેદપણું અને
અભેદપણું કઈ રીતે છે?
ઉ. –આત્મામાં અનંતગુણો છે તે
ગુણોનું કાર્ય દરેકનું જુદું છે, આ
રીતે ગુણભેદથી આત્મા ભેદરૂપ છે.
અને બધાય ગુણોનો આધાર તો
એક આત્મા જ છે એટલે કે દ્રવ્ય
અપેક્ષાએ આત્મા અભેદ છે. જેમકે,
જ્ઞાનગુણનું કાર્ય જાણવાનું છે અને
શ્રદ્ધાગુણનું કાર્ય પ્રતીત કરવાનું છે–
એ રીતે ગુણ અપેક્ષાએ ભેદ છે;
તથા જ્ઞાન ગુણ પણ આત્માનો છે
અને શ્રદ્ધાગુણ પણ આત્માનો છે–
એ રીતે દ્રવ્ય અપેક્ષાએ આત્મા
અભેદ છે.
૪. પ્ર. –આત્મામાં નિત્યપણું
અને અનિત્યપણું કઈ રીતે છે?
ઉ. –આત્મા દ્રવ્યપણે ત્રિકાળ
એવો ને એવો ટકી રહે છે તેથી
નિત્ય છે. અને જ્ઞાન વગેરે બધા
ગુણોની અવસ્થા સમયે સમયે
બદલાયા કરે છે તેથી અનિત્ય છે.
જેમકે–આત્મા અજ્ઞાનીમાંથી જ્ઞાની
થયો ત્યાં આત્મા તો એનો એ જ છે
તેથી દ્રવ્યપણે નિત્ય છે અને
અજ્ઞાનદશા નાશ થઈને જ્ઞાન દશા
ઉત્પન્ન થઈ એટલે પર્યાય અપેક્ષાએ
આત્મા અનિત્ય છે.
૫. પ્ર. –જો પર્યાય અપેક્ષાએ પણ
આત્માને નિત્ય માનીએ તો શું વાંધો
આવે?
ઉ. –જો પર્યાય અપેક્ષાએ પણ
આત્મા નિત્ય હોય તો દુઃખ ટળીને
સુખ, રાગ ટળીને વીતરાગતા, અજ્ઞાન
ટળીને સાચું જ્ઞાન–એ વગેરે કાંઈ ન
થઈ શકે. અને જે રાગ–અજ્ઞાન વગેરે
ભાવો છે તે પણ નિત્ય થઈ જશે, તેમ
થતાં જ્ઞાન અને વીતરાગતા થઈ શકશે
નહિ.
૬. પ્ર. –આત્મામાં એકપણું અને
અનેકપણું કઈ રીતે છે?
ઉ. –આત્મામાં ગુણ–પર્યાય
અપેક્ષાએ અનેકપણું છે, અને દ્રવ્ય
અપેક્ષાએ એકપણું છે.
૭. પ્ર. –તમે આત્મામાં ભેદપણું
સ્વીકારશો કે અભેદપણું?
ઉ. –આત્માના ભેદપણાનું અને
અભેદપણાનું સ્વરૂપ જ્ઞાનમાં
સ્વીકારીને, શ્રદ્ધામાં અભેદપણાનો
સ્વીકાર કરશું.
૮. પ્ર. –શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ,
વીર્ય અને આત્મા એ બધાનાં કાર્ય
બતાવો.
ઉ. –શ્રદ્ધાગુણનું કાર્ય પ્રતીત
કરવાનું છે.
જ્ઞાનગુણનું કાર્ય જાણવાનું છે.
ચારિત્રગુણનું કાર્ય જ્ઞાનમાં સ્થિર
થવાનું છે.
સુખગુણનું કાર્ય આહ્લાદ આપવો
તે છે.
વીર્યગુણનું કાર્ય પોતાને જે
રુચ્યું તેની પ્રાપ્તિનો પુરુષાર્થ
કરવાનું છે.
આત્માનું કાર્ય પોતાના અનંત–
ગુણ–પર્યાયોને પોતામાં એકપણે
ટકાવી રાખવાનું છે.
૯. પ્ર. –એક સમયમાં ગુણને
આશ્રયે અને દ્રવ્યને આશ્રયે
ગુણની કેટલી પર્યાય હોય?
ઉ. –એક સમયે એક ગુણને
આશ્રયે એક જ પર્યાય હોય છે
અને દ્રવ્યમાં અનંતગુણો રહેલા છે
તેથી તેની અનંત પર્યાયો એક
સમયમાં દ્રવ્યને આશ્રિત હોય છે.
૧૦. પ્ર. પર્યાય અને પર્યાયી
એટલે શું? તેનું જ્ઞાન શા માટે
કરવું?
ઉ. –પર્યાય એટલે વર્તમાન
હાલત, અવસ્થા. અને પર્યાયી
એટલે પર્યાયરૂપે થનાર–દ્રવ્ય. આ
જાણવાથી એમ સમજાય છે કે–
પર્યાયરૂપે થનાર દ્રવ્ય પોતે જ છે
પરંતુ નિમિત્ત વગેરે પરપદાર્થો
દ્રવ્યની પર્યાયના કર્તા નથી. સૌ
દ્રવ્ય પોતપોતાની પર્યાયમાં
સ્વતંત્રપણે પરિણમે છે. પોતાની
પર્યાય પોતાના આત્મામાંથી આવે
છે તેથી પોતાની શુદ્ધપર્યાય પ્રગટ
કરવા માટે આત્મા તરફદ્રષ્ટિ કરવી
જોઈએ.
૧૧. પ્ર. –૧. ‘આત્મામાં અનંત
ગુણો હોવા છતાં ગુણોમાં પ્રદેશભેદ
નથી’ અને ૨. ‘આત્મા અનંત
ગુણનો પિંડ છે’ –તે બોલમાં કયા
ધર્મ આવ્યા?
ઉ. –પહેલાંં બોલમાં
‘અભેદપણું’ અને બીજા બોલમાં
‘એકપણું’ એમ બે ધર્મો આવે છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૯૫ :
૧૨. પ્ર. –અહીં અશુદ્ધપણાને
પણ આત્માનો ધર્મ કહ્યો છે–તે કઈ
અપેક્ષાએ?
ઉ. –સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–
એવા અર્થમાં અહીં ‘ધર્મ’ નથી
કહ્યો પરંતુ વસ્તુના ગુણ–પર્યાયોને
વસ્તુનો ધર્મ કહ્યો છે. આત્માના
ગુણ–પર્યાયો તે આત્માનો ધર્મ છે.
અશુદ્ધપણું તે પણ આત્મદ્રવ્યની
પર્યાય હોવાથી અશુદ્ધપણાને પણ
આત્માનો ધર્મ કહ્યો છે. અશુદ્ધતા
પણ આત્માની પર્યાયમાં પોતે કરે
છે, સ્વભાવમાં અશુદ્ધતા નથી;
પર્યાયમાં અશુદ્ધતા ક્ષણિક છે, દ્રવ્ય
ત્રિકાળ શુદ્ધ છે એમ જો શુદ્ધતા
અને અશુદ્ધતાનું સ્વરૂપ સમજે તો
શુદ્ધદ્રવ્યના લક્ષે પર્યાયની અશુદ્ધતા
ટાળે.... એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મ પ્રગટે.
૧૩. પ્ર. –વચન અગોચર ધર્મો
(ગુણો) કોને હોય? જ્ઞાનીને કે
અજ્ઞાનીને?
ઉ. –ગુણો તો બધાય આત્મામાં
સરખાં જ છે. જેટલા સિદ્ધ
ભગવાનના આત્મામાં ગુણો છે
તેટલા જ ગુણો દરેક આત્મામાં છે.
વચન અગોચર અનંતગુણો બધા
આત્મામાં સરખાં છે.
૧૪. પ્ર. –અનેકાન્ત એટલે શું?
ઉ. –અનેક+અંત. અનેક=ઘણા;
અંત=ધર્મ. અનેકાન્ત એટલે ઘણા
ધર્મો. દરેક વસ્તુ અનેકાન્ત સ્વરૂપે
હોવાથી દરેક વસ્તુમાં અનંત ધર્મો
રહેલા છે.
૧૫. પ્ર. –આત્મામાં કેટલા ધર્મો
હશે?
ઉ. –આત્મા પણ વસ્તુ છે તેથી
તેમાં પોતાના અનંત ધર્મો રહેલાં છે.
૧૬. પ્ર. –આત્મા આંખેથી દેખાતો
નથી તેમજ હાથમાં પકડી શકાતો નથી
છતાં તેને વસ્તુ કેમ કહેવાય?
ઉ. –આત્મા અરૂપી હોવાથી
તેનામાં સ્પર્શ, રંગ, ગંધ વગેરે નથી
તેથી તે આંખેથી જણાતો નથી અને
હાથથી પકડાતો નથી. છતાં તેનામાં
પોતાના જ્ઞાનાદિ અનંતગુણો રહેલા છે
તેથી તે પણ અનંત ધર્મોવાળી વસ્તુ છે
અને જ્ઞાનથી તે જાણી શકાય છે.
૧૭. પ્ર. –આત્માનો ધર્મ ત્રણે કાળે
એક જ પ્રકારનો છે એમ જ્ઞાનીઓ કહે
છે છતાં અહીં આત્માને
અનંતધર્મોવાળો કેમ કહ્યો?
ઉ. –અહીં મોક્ષમાર્ગરૂપ ધર્મની વાત
નથી પરંતુ વસ્તુમાં રહેલા ગુણ–પર્યાયોને
તેમજ અપેક્ષિત ભાવોને ‘ધર્મ’ કહેલ છે,
તેવા અનંત ધર્મો દરેક વસ્તુમાં છે; આ
મોક્ષમાર્ગરૂપ ધર્મ નથી કેમકે આ ધર્મો
તો જડ વસ્તુમાં પણ લાગુ પડે છે.
સમ્યગ્દર્શનાદિ ધર્મ મોક્ષમાર્ગરૂપ છે, તે
ત્રણે કાળે એક જ પ્રકારનો છે.
૧૮. પ્ર. –જડ વસ્તુમાં તો જ્ઞાન
નથી; તો જ્ઞાન વગર તેનામાં ધર્મ કઈ
રીતે હોય?
ઉ. –જડ વસ્તુમાં જ્ઞાન નથી તો પણ
જડ વસ્તુમાં પોતાના જડરૂપ
અનંતધર્મો રહેલાં છે, જ્ઞાન નથી તેથી
તેનામાં મોક્ષમાર્ગરૂપ ધર્મ નથી, પરંતુ
અસ્તિત્વ, દ્રવ્યત્વ, અરૂપીપણું, રૂપીપણું
વગેરે અનંત ધર્મો જડવસ્તુમાં રહેલાં
છે. અનંત ધર્મો વગરની કોઈ પણ
વસ્તુ હોઈ જ ન શકે.
૧૯. પ્ર. –આત્મામાં પણ અનંત
ધર્મો છે અને જડમાં પણ અનંત ધર્મો
છે તો આત્માને જડથી જુદો કઈ રીતે
ઓળખાય?
ઉ. –આત્માના અનંતધર્મોમાં
ચેતનપણું અસાધારણધર્મ છે, તે
ચેતનપણું અન્ય દ્રવ્યોમાં નથી તેથી
ચેતન લક્ષણ વડે આત્મા અન્ય દ્રવ્યથી
ભિન્નપણે ઓળખાય છે. વળી, અનંત
આત્માઓ છે તે દરેકનું ચેતનપણું જુદું
જુદું છે તેથી અન્ય આત્માઓથી પણ
પોતાનો આત્મા જુદો છે એમ
અનુભવાય છે.
૨૦. પ્ર. –તમે સરસ્વતીની મૂર્તિને
નમસ્કાર કરો કે નહિ? શા માટે?
ઉ. – ‘સરસ્વતીની મૂર્તિ’ નું
સાચું સ્વરૂપ ઓળખીને તેને
નમસ્કાર કરીએ; અનંત ધર્મોવાળા
આત્મ તત્ત્વને જોનારૂં સમ્યગ્જ્ઞાન એ
જ સરસ્વતીની મૂર્તિ છે. તેમાં
કેવળજ્ઞાન અનંતધર્મોવાળાં
આત્માને પ્રત્યક્ષ દેખે છે તેથી તે
સાક્ષાત્ સરસ્વતીની મૂર્તિ છે, અને
શ્રુતજ્ઞાન પરોક્ષ દેખે છે તેથી તે પણ
સરસ્વતીની મૂર્તિ છે. વળી
દ્રવ્યશ્રુતરૂપ વાણી પણ આત્માના
અનંતધર્મોને દેખાડનારી છે તેથી તે
પણ સરસ્વતીની મૂર્તિ છે. આ રીતે
સમ્યગ્જ્ઞાનરૂપી સરસ્વતીની મૂર્તિથી
સર્વ જીવોનું કલ્યાણ થાય છે માટે
તેને નમસ્કાર કરવા યોગ્ય છે. શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવ આશીર્વાદ આપે
છે કે ‘આવી સરસ્વતીની મૂર્તિ
સદાય પ્રકાશરૂપ રહો! ’ લોકોમાં જે
સરસ્વતી મનાય છે તે સત્યાર્થ નથી.
૨૧. પ્ર. –સરસ્વતીને નમસ્કાર
કરવા એટલે શું?
ઉ. –સરસ્વતી એટલે
સમ્યગ્જ્ઞાન. તે સમ્યગ્જ્ઞાન
આત્માના સ્વરૂપને જે રીતે દેખે છે
તે રીતે આત્માના સ્વરૂપની
ઓળખાણ કરવી એટલે કે પોતામાં
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરીને આત્માના
તત્ત્વનું અવલોકન કરવું તે જ
સરસ્વતીને ભાવ નમસ્કાર છે.
૨૨. પ્ર. –આત્મામાં સવિકલ્પ
ગુણ ક્યો અને તેનું સ્વરૂપ શું?
ઉ. –આત્મામાં એક જ્ઞાનગુણ જ
સવિકલ્પ છે. ‘સવિકલ્પ’ નો અર્થ
‘રાગરૂપ વિકલ્પ સહિત’ એમ ન
સમજવો, પરંતુ પોતાને અને પરને
રાગરહિત જાણનારું જ્ઞાન જ છે,
માટે તે ‘સવિકલ્પ’ છે, જ્ઞાન
સિવાયના બીજા ગુણો છે તેઓ
સ્વ–પરને જાણનારાં નથી માટે તે
‘નિર્વિકલ્પ’ કહેવાય છે.
૨૩. પ્ર. –વ્યવસ્થિત પર્યાય શેમાં
કોના આધારે અને શાથી થાય છે?

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૯૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
ઉ. –બધી વસ્તુઓમાં વ્યવસ્થિત
પર્યાય જ થાય છે. કોઈ વસ્તુની
પર્યાય આડી અવળી થતી જ નથી.
વસ્તુની પર્યાય વસ્તુના ગુણોના જ
આધારે થાય છે, દરેક વસ્તુમાં
દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી તે
સ્વયં પરિણમ્યા કરે છે; આ રીતે
વસ્તુનું પરિણમન થવાથી પર્યાય
થાય છે. વસ્તુની પર્યાયનો કોઈ
જુદો કર્તા નથી.
૨૪. પ્ર. –નારકી જીવોને ક્ષણમાં
કેવળજ્ઞાન કેમ થતું નથી? કોઈ
પરવસ્તુ તો આત્માને રોકતી નથી.
ઉ. –નારકી જીવોએ પોતાનો
પુરુષાર્થ ઘણો ઊંધો કર્યો છે અને
તેઓને વિશેષ રાગ ટાળવાનો
વર્તમાન પુરુષાર્થ નથી તેથી
સમ્યગ્દર્શન કરતાં આગળની
ભૂમિકા તેઓને હોતી નથી.
૨૫. પ્ર. –સાચો વિવેક કરનાર
ક્યો ગુણ છે?
ઉ. –આત્માનો જ્ઞાનગુણ જ
સાચો વિવેક કરનાર છે.
૨૬. પ્ર. –બધા આત્મા
જ્ઞાનસ્વરૂપ છે તો પછી જુદાજુદા
શી રીતે ટકી શકે?
ઉ. –બધા આત્મા જ્ઞાનસ્વરૂપે
સરખા હોવા છતાં, તેમનામાં
અગુરુલઘુ ગુણ હોવાથી કોઈ
આત્માનું જ્ઞાન બીજામાં ભળી જતું
નથી. જ્ઞાન ગમે તેટલું વધી જાય
તોપણ તે વધીને બીજા આત્મામાં
ભળી જાય નહિ, અને ગમે તેટલું
ઘટી જાય તોપણ તેનું જ્ઞાનપણું
મટીને તેમાં જડપણું ન આવી જાય.
સિદ્ધનું જ્ઞાન સંપૂર્ણ વિકાસ પામ્યું
હોવા છતાં તે સિદ્ધના આત્માની
બહાર ફેલાઈ ગયું નથી, અને
નિગોદનું જ્ઞાન અત્યંત હીણું થઈ
ગયું હોવા છતાં તે જડરૂપે થઈ જતું
નથી; એવો અગુરુલઘુ ગુણનો
સ્વભાવ છે. (અગુરુલઘુ=મર્યાદાથી
વધી ન જાય અને મર્યાદાથી ઘટી ન
જાય.)
૨૭. પ્ર. – ‘ચેતનપણું’ કહેતાં
આત્મામાં અનંતધર્મો આવશે?
ઉ. –હા, કેમકે અનંત ધર્મો ‘સ્યાત્’
પદથી એકધર્મીમાં અવિરોધપણે રહેલા
છે એમ સમ્યગ્જ્ઞાન દેખે છે. આત્માને
ચેતનસ્વરૂપ કહેવાથી ચેતન સિવાયના
બીજા ધર્મોનો આત્મામાં અભાવ ન
સમજવો પરંતુ ‘સ્યાત્’ પદ વડે એમ
સમજવું કે આત્મામાં ચેતનપણું પણ છે
અને બીજા પણ અનંતગુણો ચેતનપણા
સાથે જ રહેલા છે. આ રીતે સ્યાદ્વાદ
વડે યથાર્થ સમજતાં ‘ચેતનપણું’ કહેતાં
અનંત ધર્મોવાળો આત્મા ખ્યાલમાં
આવે છે.
૨૮. પ્ર. –આત્મા પરને દેખે પરંતુ
પોતે પોતાને કઈ રીતે દેખી શકે? તે
સ્પષ્ટ સમજાવો.
ઉ. –આત્માનો સ્વભાવ જ
જાણવાનો છે તેથી તે સ્વયં પોતે
પોતાને જાણી શકે છે. ‘स्वानुभूत्या
चकासते’ એટલે કે આત્મા પોતાની
નિર્મળ જ્ઞાનદશા વડે જ પોતાના
સ્વરૂપને પ્રકાશનારો (જાણનારો) છે.
આત્માને પોતાનું સ્વરૂપ જાણવા માટે
કોઈ બીજાની મદદ લેવી પડતી નથી.
આત્માના જ્ઞાનનો સ્વભાવ પોતાને
અને બધા પરને જાણવાનો છે.
વળી આત્મામાં પ્રમેયત્વ ગુણ છે
તેથી તે પોતે પોતાના જ્ઞાનનું જ્ઞેય થઈ
શકે છે. જો જ્ઞાન પોતે પોતાને ન જાણે
અને પરને જ જાણે તો પરલક્ષે રાગ
રહ્યા જ કરે અને રાગવાળું જ્ઞાન પુરું
જાણી શકે નહિ. પરંતુ જ્ઞાનનો સ્વભાવ
પોતાના સ્વલક્ષે રાગ તોડવાનો છે.
પોતે પોતાની અનુભૂતિ વડે પોતાને
પ્રકાશે છે અને પોતા સિવાયના અન્ય
સમસ્ત પદાર્થોને પણ જાણે છે.
૨૯. પ્ર. –આત્માના
સ્વચતુષ્ટયનું અને પરચતુષ્ટયનું
સ્વરૂપ સમજાવો.
ઉ. –સ્વચતુષ્ટય એટલે પોતાના
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને
પરચતુષ્ટય એટલે પોતાથી ભિન્ન
વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ.
આત્માના સ્વચતુષ્ટય આ પ્રમાણે
છે–
સ્વદ્રવ્ય=સર્વ પર દ્રવ્યોના
સંગથી અને પરભાવથી રહિત
એકરૂપ આત્મા વસ્તુ તે સ્વદ્રવ્ય
છે.
સ્વક્ષેત્ર= પોતાની અવગાહના
પ્રમાણે અસંખ્ય પ્રદેશો તે આત્માનું
સ્વક્ષેત્ર છે.
સ્વકાળ=ઉત્પત્તિ રહિત,
વિનાશ રહિત, અનાદિ અનંત
ટકીને પોતાની સ્વપર્યાયમાં
પરિણમવું તે આત્માનો સ્વકાળ છે.
સ્વભાવ=રાગ–દ્વેષ–અજ્ઞાન
રહિત શુદ્ધચૈતન્ય સ્વરૂપ માત્ર
નિર્વિકલ્પ જ્ઞાતા–દ્રષ્ટા તે આત્માનો
સ્વ ભાવ છે. આ સિવાય બીજું
બધું આત્માની અપેક્ષાએ
પરચતુષ્ટય છે. દરેક વસ્તુમાં
પોતપોતાના સ્વચતુષ્ટય હોય છે.
૩૦. પ્ર. –જડ વસ્તુમાં
સ્વચતુષ્ટય કઈ રીતે હોય?
ઉ. –જડ પરમાણુઓમાં પણ
તેના જડ સ્વચતુષ્ટય હોય છે તે
આ પ્રમાણે–
દ્રવ્ય=વર્ણ, ગંધ વગેરે ગુણ–
પર્યાયોનો પિંડ તે તેનું સ્વદ્રવ્ય છે.
ક્ષેત્ર= પોતાના પ્રદેશત્વગુણની
પર્યાયથી અમુક આકારમાં તેઓ
રહેલાં છે, તેનો આકાર તે તેનું
સ્વક્ષેત્ર.
(પોતાના એક પ્રદેશ રૂપ
સ્વક્ષેત્ર.)

PDF/HTML Page 10 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૯૭ :
કાળ=કાળી પર્યાય, રાતી
પર્યાય, ભારે, હલકી, વગેરે પોતાની
પર્યાય સમયે સમયે થાય છે તે
તેનો સ્વકાળ છે; પરમાણુરૂપે તેઓ
અનાદિ અનંત ટકનારાં છે.
ભાવ=પોતામાં અનંતગુણો
રહેલાં છે તે તેનો સ્વભાવ છે.
દરેક દ્રવ્યના સ્વચતુષ્ટય
બીજાથી તદ્ન જુદા હોવાથી એક
દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરી શકતું
નથી.
૩૧. પ્ર. –શ્રી સમયસાર કોણે
રચ્યું?
ઉ. –શ્રી કુંદ કુંદ આચાર્ય
ભગવાને લગભગ ૨૦૦૦ વર્ષ
પહેલાંં શ્રી સમયસારની રચના
૪૧૫ સૂત્રોમાં કરી છે. તેઓ મહાન
સંત નિર્ગ્રંથમુનિ હતા.
૩૨. પ્ર. –તે શાસ્ત્રનું નામ
‘સમય પ્રાભૃત’ કેમ રાખ્યું?
ઉ. –સમય પ્રાભૃત એટલે
સમયસાર રૂપી ભેટણું. જેમ રાજાને
મળવા ભેટણું આપવું પડે છે તેમ
પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા
સ્વરૂપ પરમાત્મદશા પ્રગટ કરવા
સમયસાર–જે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રસ્વરૂપ આત્મા તેની
પરિણતિરૂપ ભેટણું આપ્યે
પરમાત્મદશા–સિદ્ધદશા–પ્રગટ થાય
છે; તેનો ઉપાય આ શાસ્ત્રમાં
બતાવ્યો હોવાથી તેને
‘સમયપ્રાભૃત’ કહેવાય છે.
વળી આ શાસ્ત્રને ‘સમયસાર’
પણ કહેવાય છે. સમયસાર એટલે
શુદ્ધઆત્મા. આત્માના શુદ્ધ સ્વરૂપને
બતાવનાર હોવાથી આ શાસ્ત્રને
‘સમયસાર’ કહેવાય છે.
૩૩. પ્ર. –સમયસારની પ્રથમ
ટીકા કોણે રચી?
ઉ. –શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે
આજથી લગભગ ૧૦૦૦ વર્ષ
પહેલાંં સમયસારની ‘આત્મખ્યાતિ’
નામની ટીકા ૪૦૦૦ શ્લોક પ્રમાણ રચી
છે.
૩૪. પ્ર. – ‘આત્મખ્યાતિ’ નો અર્થ
શું?
ઉ. –આત્મખ્યાતિ એટલે આત્માની
પ્રસિદ્ધિ. આત્માનો જેવો શુદ્ધ સ્વભાવ
છે તેવો જ શુદ્ધપર્યાયમાં પ્રગટી જાય
તેનું નામ ‘આત્મખ્યાતિ’ છે. આ ટીકા
શુદ્ધાત્મસ્વભાવને પ્રસિદ્ધ કરનારી
હોવાથી તેનું નામ ‘આત્મખ્યાતિ’ છે.
૩૫. પ્ર. –શ્રી અમૃતચંદ્રઆચાર્યદેવ
પોતાના આત્માની પરમશુદ્ધિ ક્યારે,
શા માટે, કોની પાસે અને કયા લક્ષે
માગે છે?
ઉ. –સમયસારની ટીકા કરતાં ત્રીજા
કળશમાં આચાર્ય દેવ કહે છે કે આ
સમયસારની (શુદ્ધાત્માની અને
ગ્રંથની) વ્યાખ્યા કરતાં મારા
આત્માની પરમ વિશુદ્ધિ થઈ જાઓ.
જો કે મારી અનુભૂતિમાં શુદ્ધતા
પ્રગટી છે તો પણ હજી હું સાધક છું
અને પૂર્ણ શુદ્ધતા નથી, મારી પરિણતિ
રાગ વડે નિરંતર મલિન થઈ રહી છે,
માટે તે ટળીને મારી પરિણતિમાં પરમ
વિશુદ્ધિ પ્રગટો–એમ આચાર્યદેવ સંપૂર્ણ
શુદ્ધદશાની માગણી કરે છે.
આચાર્ય દેવે પોતાની પૂર્ણ શુદ્ધતા
કોઈ બીજા પાસે માગી નથી પરંતુ
પોતાના સ્વભાવમાંથી જ પૂર્ણ શુદ્ધતા
માગી છે. આ ટીકા કરતાં મારા જ્ઞાનમાં
જે શુદ્ધાત્મસ્વભાવનું ઘોલન થશે તે
ઘોલનવડે જ મારી પરમવિશુદ્ધિ પ્રગટી
જશે–એમ આચાર્યદેવ શુદ્ધાત્મા તરફના
વલણના જોરથી કહે છે.
આચાર્યદેવે વિકારના લક્ષે પૂર્ણ
શુદ્ધતા નથી માગી પરંતુ કહ્યું છે કે–
‘દ્રવ્ય–દ્રષ્ટિથી હું શુદ્ધચૈતન્યમાત્ર મૂર્તિ
છું’ એ રીતે પોતાના શુદ્ધચૈતન્ય માત્ર
સ્વભાવના લક્ષે આચાર્યદેવે પૂર્ણ
શુદ્ધતાની ભાવના કરી છે.
૩૬. પ્ર. –પરમ વિશુદ્ધિ એટલે
શું?
ઉ. –સંપૂર્ણ કેવળજ્ઞાનમય,
રાગરહિત આત્માની પવિત્ર દશા
તે પરમ વિશુદ્ધિ છે.
૩૭. પ્ર. –વિશુદ્ધિની શરૂઆત
ક્યારે થાય?
ઉ. –દ્રવ્યકર્મ, નોકર્મ અને
ભાવકર્મ રહિત સર્વ પ્રકારે શુદ્ધ
એવા આત્મસ્વભાવની સમજણ
કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે,
ત્યારથી વિશુદ્ધિની શરૂઆત થાય
છે, અને તેરમા ગુણસ્થાને જ્ઞાન
વગેરે ગુણોની પૂર્ણ શુદ્ધતા ઉઘડી
જવાથી ત્યાં ‘પરમવિશુદ્ધિ’ થઈ
કહેવાય છે.
૩૮. પ્ર. –અનુભાવ અને
અનુભાવ્ય એટલે શું?
ઉ. –જડ કર્મોની ઉદયરૂપ
અવસ્થા તે ‘અનુભાવ’ છે; અને
આત્મામાં પોતાનું સ્વલક્ષ ચૂકીને
જે રાગાદિ વિકારભાવ થાય તે
‘અનુભાવ્ય’ છે.
૩૯. પ્ર. –પૂર્વે સરસ્વતીની
મૂર્તિ નો અર્થ સમ્યગ્જ્ઞાન કર્યો
હતો, તેનાં બીજાં નામો કયા છે?
ઉ. –સરસ્વતીની મૂર્તિ જ્ઞાનરૂપ
તથા વચનરૂપ છે તેથી તેનાં નામો
વાણી, ભારતી, શારદા, વાગ્દેવી
(વચનોમાં સર્વશ્રેષ્ટ) વગેરે છે.
૪૦. પ્ર. –આત્માની
બંધપર્યાયને કોનું નિમિત્ત છે?
ઉ. –મોહ નામના કર્મનું.
૪૧. પ્ર. –કર્મ તો આત્માને
કાંઈ જ કરતાં નથી છતાં
બંધપર્યાયમાં તેને કેમ નિમિત્ત
કહ્યાં?
ઉ. –કર્મ આત્માને કાંઈ જ
કરતાં નથી એ વાત સાચી છે.
પરંતુ

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૯૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
આત્મામાં જે વિકાર થાય છે તે
આત્માનો સ્વભાવ નથી પણ
વિભાવ છે અને વિભાવભાવ
સ્વલક્ષે ન થાય પણ પરલક્ષે જ
થાય. આ રીતે વિકારી બંધભાવ
આત્માનું સ્વરૂપ નથી પણ પર લક્ષે
થતો વિભાવ છે એમ જ્ઞાન કરાવવા
માટે તેમાં કર્મને નિમિત્ત કહેવામાં
આવે છે.
૪૨. પ્ર. –આત્માના અનંત
ધર્મોમાંથી થોડાનાં નામ આપો–
ઉ. –જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, સુખ,
વીર્ય, કર્તૃત્વ ભોક્તૃત્વ, અસ્તિત્વ,
વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ,
પ્રદેશત્વ, અગુરુલઘુત્વ વગેરે
આત્માના અનંત ધર્મો છે. અનંત
પરદ્રવ્યો છે તે દરેકથી પોતાનું
જુદાપણું ટકાવી રાખવારૂપ અનંત
અન્યત્વ ધર્મ આત્મામાં છે.
૪૩. પ્ર. –પર્યાય શું છે?
ઉ. –વસ્તુના ગુણોનું ત્રણેકાળે
દરેક સમયનું પરિણમન તે પર્યાય
છે.
૪૪. પ્ર. –એક પર્યાયનો નાશ
થવા છતાં ગુણનો નાશ કેમ થતો
નથી?
ઉ. –કેમકે પર્યાય પોતે ગુણ
નથી, પરંતુ ગુણનું પરિણમન છે,
તેથી જે સમયે એક પર્યાયનો નાશ
થાય છે તે જ સમયે ગુણ બીજા
પર્યાયરૂપે પરિણમી જાય છે. આ
રીતે પર્યાય બદલાયા જ કરે છે
છતાં ગુણ તો બધા પર્યાયોમાં
કાયમ ટકી રહે છે.
૪૫. પ્ર. –સિદ્ધપ્રભુમાં અને
તમારા આત્મામાં કયા પ્રકારે ભેદ
છે?
ઉ. –દ્રવ્ય અપેક્ષાએ તો જેવા
સિદ્ધભગવાન છે તેવો જ મારો
આત્મા છે, સ્વભાવ બંનેનો સરખો
છે, પરંતુ સિદ્ધભગવાનને પર્યાયમાં
પણ સંપૂર્ણ શુદ્ધતા પ્રગટી છે અને મારે
હજી પર્યાયમાં અશુદ્ધતા છે; પર્યાય
અપેક્ષાએ ફેર છે.
૪૬. પ્ર. –સાધક ધર્માત્માજીવ
પોતાને દ્રવ્યદ્રષ્ટિથી તથા પર્યાયદ્રષ્ટિથી
કેવો સ્વીકારે છે?
ઉ. –સાધક ધર્માત્મા દ્રવ્યદ્રષ્ટિથી તો
પોતાને શુદ્ધ સિદ્ધસમાન સ્વીકારે છે
અને પર્યાયદ્રષ્ટિથી, મારી પર્યાયમાં
અંશે શુદ્ધતા પ્રગટી હોવા છતાં હજી
નિરંતર મલિન થઈ રહી છે–એમ જાણે
છે; અને દ્રવ્યદ્રષ્ટિના જોરે તે અશુદ્ધતા
ટાળવા માગે છે.
૪૭. પ્ર. –મંગળિકમાં શુદ્ધાત્માને
નમસ્કાર કઈ રીતે કર્યા છે?
ઉ. –નમસ્કાર તે શરીરની ક્રિયા
નથી પરંતુ આત્માના ભાવ છે જેની
જેને રુચિ હોય તેને તે નમસ્કાર કરે.
નમસ્કાર એટલે અંતરથી આદરસત્કાર,
તે તરફનું વલણ. જેને નમસ્કાર કરવા
હોય તેનું સાચું સ્વરૂપ સમજ્યા વગર
સાચા નમસ્કાર થઈ શકે નહિ. અહીં
પ્રથમ શુદ્ધાત્માનું સ્વરૂપ ઓળખીને તેને
નમસ્કાર કર્યા છે. જેણે શુદ્ધાત્માનું
સ્વરૂપ ઓળખીને તેને નમસ્કાર કર્યા
તે હવે વિકારીભાવ પુણ્ય પાપ વગેરેનો
આદર ન કરે. નમસ્કાર કરતાં પોતાના
શુદ્ધાત્મસ્વરૂપને લક્ષમાં લીધું તે જ
પ્રથમ નમસ્કાર છે. અનાદિથી વિકારનો
આદર કરતો હવે સ્વભાવનો આદર
કર્યો. આવો સાચો નમસ્કાર તે ધર્મ છે.
૪૮. પ્ર. –શુદ્ધાત્માને નમસ્કાર કર્યા
તેમાં માંગળિક શું થયું?
ઉ. –અનાદિકાળથી પોતાને
વિકારીપણે માનીને આકુળતાના દુઃખને
જ ભોગવતો હતો; હવે પોતાના
શુદ્ધાત્મસ્વભાવને લક્ષમાં લઈને તેનો
આદર કર્યો અને વિકારનો આદર
ટાળ્‌યો, તેની અશુદ્ધતાનો અંશે નાશ
થયો અને અંશે શુદ્ધતા પ્રગટ થઈ–તે જ
મંગળિકસ્વરૂપ છે. પહેલાંં મિથ્યાશ્રદ્ધાને
લીધે ક્ષણેક્ષણે ભાવ–મરણથી દુઃખી
હતો, હવે સાચી સમજણ વડે તે
ઊંધી શ્રદ્ધા ટાળીને મોક્ષમાર્ગ તરફ
વલણ કર્યું તે જ મહામંગળ છે.
૪૯. પ્ર. –વિકારથી આત્મા
‘કથંચિત્’ ભિન્ન છે એમ શા માટે
કહ્યું છે?
ઉ. –વિકાર તે આત્માની
પર્યાયમાં થાય છે, કાંઈ જડમાં
થતો નથી, પરંતુ વિકાર તે
આત્માનો સ્વભાવ નથી;
સ્વભાવમાં વિકાર નથી તેથી
વિકારથી આત્માને કથંચિત્ ભિન્ન
કહ્યો છે. પરદ્રવ્યથી આત્મા સર્વથા
ભિન્ન છે પરંતુ વિકારથી કથંચિત્
ભિન્ન છે એટલે કે સ્વભાવ
અપેક્ષાએ વિકારથી ભિન્ન છે અને
પર્યાય અપેક્ષાએ વિકાર આત્મામાં
થાય છે.
૫૦. પ્ર. –આત્માના સજાતીય
અને વિજાતીય દ્રવ્યો કયા કયા
છે?
ઉ. –આ આત્મા સિવાય બીજા
અનંત આત્માઓ છે તે સજાતીય
દ્રવ્યો છે એટલે કે જાતી અપેક્ષાએ
તેઓ સરખાં છે; અને બીજાં જે
અજીવ દ્રવ્યો છે તે બધાય
વિજાતીય છે એટલે કે આત્માથી
વિરુદ્ધ લક્ષણવાળાં–જડ છે.
૫૧. પ્ર. –પંચ પરમેષ્ઠિમાં દેવ
કેટલા અને ગુરુ કેટલા?
ઉ. –અરિહંત અને સિદ્ધ એ બે
દેવ છે તથા આચાર્ય, ઉપાધ્યાય
અને સાધુ એ ત્રણ ગુરુ છે.
૫૨. પ્ર. –તેઓને પરમેષ્ઠિ શા
માટે કહ્યા?
ઉ. –આત્માને પરમ ઈષ્ટ એવું
નિર્મળપદ તેઓ પામેલા છે અર્થાત્
પરમ આત્મ સ્વરૂપમાં તેઓ સ્થિત
છે તેથી તેઓ પરમેષ્ઠિ છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૯૯ :
શ્ર ષ્ટપ્ર સ્ત્ર પ્ર
: ટૂંકસાર:
(વૈશાખ સુદ – ૬)
૧. “ नमः सिद्धेभ्यः– તે સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો કે જેઓ
અનંત આત્મસ્વરૂપને પ્રાપ્ત કરીને અનુભવે છે, અવસ્થાથી પણ તે આત્મદ્રવ્ય
નિર્વિકલ્પ શુદ્ધ થયું છે.
૨. આ કુંદકુંદાર્ચાદેવે રચેલું અષ્ટપ્રાભૃત છે, અષ્ટપ્રાભૃત એટલે આઠ
પ્રકારે ભેટણું. શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આ ભેટણું છે, જે આ પ્રાભૃતમાં
કહેવાયેલું સ્વરૂપ સમજે તેને આત્મસ્વરૂપ રાજા પ્રસન્ન થાય છે અને
કેવળજ્ઞાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
૩. કોઈ એમ કહે કે, આ કાળમાં કોઈ દર્શન પૂર્ણ સત્ય હોઈ શકે નહિ માટે સમન્વય કરવો જોઈએ. તો
તેને પૂછીએ છીએ કે, હે ભાઈ! તું પોતે જે અભિપ્રાય કહે છે તે પૂરો સત્ય છે કે તે પણ અપૂર્ણ છે? (૧) જો
તારો તે અભિપ્રાય પૂર્ણ સત્ય છે એમ તું કહે તો તારો અભિપ્રાય સ્વવચનબાધિત ઠરે છે અર્થાત્ “પૂર્ણ સત્ય
કોઈ ન હોઈ શકે” એવી તારી વાત ખોટી પડે છે. અને (૨) જો તારો મત અપૂર્ણ સત્ય છે એમ તું કહે તો તારી
તે અપૂર્ણતામાં બીજું કાંઈક તારા જાણવાથી બહાર રહી જાય છે કે જે પૂર્ણ સત્ય છે. આ રીતે, પૂર્ણ સત્ય એવું
જૈનદર્શન જયવંત વર્તે છે.
૪. આ હુંડાવસર્પીણી કાળમાં જડ વક્ર બુદ્ધિવાળા જીવો થયા, તેને લીધે સનાતન જૈન નિર્ગ્રંથ પવિત્ર
માર્ગમાં પણ બુદ્ધિ કલ્પિત મતો પ્રવર્ત્યા, તેઓએ પૂજ્ય શ્રી દેવ–ગુરુ–ધર્મનું સ્વરૂપ વિપરીત કલ્પ્યું છે. પૂર્ણ
પરમાત્મ દશાને પામેલા શ્રી અરિહંતદેવને આહારાદિ, પરમાત્મદશાના સાધક સંતમુનિ શ્રી ગુરુને વસ્ત્ર અને
સ્ત્રીને મુક્તિ–એ વગેરે મહા વિપરીત પ્રરુપણાઓ તે બુદ્ધિ કલ્પિત થયેલા મતોમાં પ્રવર્તે છે, તે પ્રરુપણા
સર્વોત્કૃષ્ટ પવિત્ર પદોને હીન બતાવનારી છે, તેના દેવ–ગુરુ–શાસ્ત્ર ત્રણેના સ્વરૂપમાં ભૂલ છે. કુંદકુંદપ્રભુએ સત્ય
વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે પરંતુ કોઈના દ્વેષથી કે કોઈના પક્ષથી કહ્યું નથી. જિજ્ઞાસુઓએ મધ્યસ્થ થઈ સત્ય
સમજવું.
ત્રણલોકમાં સર્વોત્કૃષ્ટ પદ હોય તો તે તીર્થંકર પદ છે, તે મહાન પદવીધારક તીર્થંકરને બે બાપ કદાપિ
હોય જ નહિ. અરે, “બે બાપનો” એ તો મહા ગાળ છે, તો પછી તીર્થંકર જેવા મહાન પુરુષને બે બાપ મનાવવા
તે મહા ભૂલ છે, તેમ માનનારને તત્ત્વની ખબર નથી.
૫. દેવ–ગુરુ–શાસ્ત્રનું સાચું સ્વરૂપ પણ જે ન સમજે તેને આત્માની દ્રઢતા થાય નહિ. સત્યનું સ્થાપન
અને વિપરીતનું ઉત્થાપન કરવા માટે આ શાસ્ત્રની રચના છે, માટે હે ભવ્ય જીવો! અત્યારે હવે સ્પષ્ટીકરણથી
સમજવાનો વખત છે, યથાર્થ યુક્તિ કોની છે અને દોષિત યુક્તિ કોની છે તે નિર્ણય કરીને સત્ય સમજ્જો. આ
અષ્ટપ્રાભૃત વ્યાખ્યાનમાં ઘણા વર્ષે વંચાય છે.
૬. જે કર્મ શત્રુને જીતે તે જિન. પોતાના વીતરાગભાવ અને કેવળજ્ઞાનને હણનાર રાગ–દ્વેષ–અજ્ઞાન તે
જ શત્રુ છે, સાચાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે તે શત્રુઓને જે જીતે તે જિન છે. સમ્યગ્દ્રષ્ટિ જીવથી શરુ કરીને
જિનપણું છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્માના સ્વભાવનું ભાન કરીને, અજ્ઞાન મોહને જીતીને રાગ–દ્વેષનો સ્વામી
થતો નથી, તેથી હજારો રાણીઓના સંયોગ વચ્ચે હોવા છતાં તે ‘જિન’ છે. સમ્યગ્દર્શનપૂર્વક વિશેષ રાગનો
અભાવ કરીને જેઓ સ્વરૂપમાં લીન છે એવા ગણધરાદિ સંતમુનિઓ ‘જિનવર’ છે અને સર્વથા રાગ–દ્વેષ–
અજ્ઞાનનો ક્ષય કરી જેઓ પૂર્ણ શુદ્ધાત્મદશા પામ્યા છે તેઓ જિનવરમાં પણ શ્રેષ્ઠ એવા ‘જિનવરવૃષભ’ છે,
તેમને અમારા નમસ્કાર હો!

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૦૦ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
વળી શ્રી વર્દ્ધમાન દેવને નમસ્કાર હો; ‘વર્ધમાન’ કહેતાં છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર છે.
–અથવા તો બધાય તીર્થંકરો આત્મસ્વરૂપની લક્ષ્મી વડે વર્ધમાન જ હતા, તે અનંત તીર્થંકરોને નમસ્કાર છે.
૭. આવા નમસ્કાર કરનારે કેટલું પ્રતીતમાં લીધું? એકેક આત્મા પરિપૂર્ણ સ્વભાવે છે, તે સ્વભાવને
સમજનારા સમ્યગ્દ્રષ્ટિ ‘જિન’ છે, તે સ્વભાવની વિશેષ રમણતારૂપ ચારિત્રદશાવાળા મુનિ ‘જિનવર’ છે તેમજ
સ્વભાવની પૂર્ણ એકાગ્રતા કરીને કેવળજ્ઞાન પામનારા ‘જિનવરવૃષભ’ છે અને એવા અનંત થયા છે; આ રીતે
વસ્તુસ્વભાવ અને સમ્યગ્દર્શન, ચારિત્ર, કેવળજ્ઞાન એવી નિર્મળદશાઓ તથા તે દશા પામનારા અનંત કેવળી
ભગવાનોની પ્રતીતનો ભાવ જેણે પોતાની એક પર્યાયમાં સમાડયો તેણે જ સાચા નમસ્કાર કર્યા છે. –હું પણ હવે
પરિપૂર્ણ દશા પામવા તૈયાર થયો છું. એમ પોતાના ભાવની પ્રતીત સહિત નમસ્કાર કર્યો છે. આ પ્રમાણે
મંગલાચરણ કર્યું છે. –૧.
(વૈશાખ સુદ – ૭) – ગાથા – ૨ –
૮. સર્વજ્ઞભગવાને ગણધરાદિક શિષ્યોને જે ધર્મ ઉપદેશ્યો છે તે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તેને સ્વકર્ણવડે
સૂણ્યા પછી દર્શનરહિત પુરુષ વદન કરવા યોગ્યનથી.
પુણ્યથી ધર્મ થાય, દેહથી ધર્મ થાય–એમ જે માને તે દર્શનરહિત છે, તેને વંદન કરવાથી અધર્મ થાય, પાપ
થાય, જૈનદર્શનની વિરાધના થાય અને પોતાના આત્માનો અપરાધ થાય છે. ધર્મનું મૂળ તો સમ્યગ્દર્શન છે;
સમ્યગ્દર્શન ન હોય ત્યાં ત્યાગ, આચાર, જાણપણું, વૈરાગ્ય, પડિમા વગેરે બધુંય મિથ્યા છે.
૯. પ્રથમ ધર્મ સમ્યગ્દર્શન જ છે, સમ્યગ્દર્શન જ બધા ધર્મોનું મૂળ છે. બધા ધર્મો એટલે જૈન અને જૈનેતર
એ બધા–એમ ન સમજવું, પરંતુ આત્માના જ્ઞાન, ચારિત્ર વગેરે બધા ધર્મો સમજવા. સર્વજ્ઞદેવે કહેલા વસ્તુ–
સ્વરૂપના મત સિવાય અન્ય કલ્પિત મતોમાં ક્યાંય ધર્મનો અંશ પણ નથી, અને સર્વજ્ઞના મતમાં પણ
સમ્યગ્દર્શન વગર કદાપિ ધર્મ નથી.
એક જૈનમાર્ગમાં જ ધર્મ છે અને તે પણ એક જ પ્રકારનો ધર્મ છે. તે ધર્મનું–જ્ઞાનધર્મ, ચારિત્રધર્મ,
ત્યાગધર્મ, સંયમધર્મ, તપધર્મ, ભક્તિધર્મ, દયાધર્મ, પ્રભાવનાધર્મ, દાનધર્મ વગેરે બધા ધર્મનું મૂળ એક
સમ્યગ્દર્શન જ છે. જો સમ્યગ્દર્શન ન હોય તો તે કોઈ ધર્મ હોતા નથી.
૧૦. પ્રશ્ન:– ત્યાગથી મુક્તિ થાય કે વ્યવહારથી?
ઉત્તર:– સમ્યગ્દર્શનથી જ મુક્તિ થાય. તે સિવાય ત્યાગથી કે વ્યવહારથી કોઈ રીતે મુક્તિ થાય નહિ.
સમ્યગ્દર્શન વગર સાચો ત્યાગ કે વ્યવહાર હોઈ જ ન શકે. મૂળ વગર ઝાડ નહિ, પાયા વગર મકાન નહિ, તેમ
સમ્યગ્દર્શન વગર ધર્મ નહિ.
આત્મા સત્તાસ્વરૂપ વસ્તુ છે, તેનો યથાર્થ ભાસ થવો જોઈએ. આત્મસ્વરૂપની પરથી ભિન્નતાનું ભાન ન
હોય તેને આત્માનો કોઈ જાતનો ધર્મ હોતો નથી.
૧૧. સમ્યગ્દર્શન એ જ ધર્મ છે અને પૂજા વગેરે રાગની ક્રિયા છે તે ધર્મ નથી. શુભભાવ છોડીને અશુભ
કરવાં એમ કહેતાં નથી પરંતુ જો શુભરાગમાં ધર્મ માને તો તે સમ્યક્ત્વરહિત મિથ્યાદ્રષ્ટિ છે, તેને વંદન કરવાથી
મિથ્યાત્વનું પાપ લાગે છે, ધર્મ સમજ્યા વગર પુણ્ય કરે તો તે સીધો નરક–નિગોદ ન જતાં પ્રથમ સ્વર્ગાદિમાં
જઈને પછી હલકી ગતિમાં રખડે.
દર્શન વગરનો ધર્મ ભગવાને કહ્યો નથી. વ્રત કે પડિમાને ભગવાને ધર્મનું મૂળ કહ્યું નથી. સમ્યગ્દર્શનનું
સ્વરૂપ જાણ્યા વગર, પુણ્યથી ધર્મ થાય એ વગેરે માનનારા મિથ્યાદ્રષ્ટિ મૂઢ જીવો છે, તેઓ જૈનદર્શનના મતના નથી.
૧૨. સત્યની સાચી પરીક્ષા કર્યા વગર જ્યાં ત્યાં વંદનાદિ કરવાની શાસ્ત્ર ના પાડે છે. આમાં પરને માટે
નથી. પર જીવનું મિથ્યાત્વ તો તેની પાસે રહ્યું પરંતુ જિજ્ઞાસુ જીવે પોતે ધર્મ–અધર્મની પરીક્ષા કરી નિર્ણય કરવો
જોઈએ, સત્યનો નિર્ણય કરાવવા માટે આ સમજાવ્યું છે, કહેવત છે કે ‘બગડેલું દૂધ છાશમાંથી પણ જાય’ એટલે
કે જે દૂધ બગડી ગયું હોય તે ખાવામાં કામ ન આવે, પણ સારી છાશ હોય તોપણ તેની સાથે રોટલા ખાઈ
શકાય; તેમ આત્મસ્વરૂપના ભાન વગર ત્યાગી અને સાધુ નામ ધરાવે પરંતુ તેઓ શ્રદ્ધાભ્રષ્ટ હોવાથી બગડેલા
દૂધ સમાન છે, તેમની પાસેથી ધર્મની આશા રાખવી નહિ કેમકે તેઓ પોતે જ ધર્મરહિત છે. શરીરની ક્રિયાથી
આત્માના પરિણામ સુધરે એમ માનનાર અજ્ઞાનીને વંદન કરવાથી પાપ છે. પરંતુ કોઈ જીવ સમ્યગ્દર્શન સહિત
હોય પણ વ્રત, ત્યાગ વગેરે ન હોય તે ‘સારી છાશ’ ની જેમ ધર્માત્મા છે, વંદનીક છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૨૦૧ :
ભગવાને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન કહ્યું છે, તેથી વર્ષીતપથી કે રૂપિયા ખરચવાથી ધર્મ થાય નહિ, તેમજ
લૂગડાં સાથે કે સંયોગ સાથે ધર્મનો સંબંધ નથી, સમ્યગ્દર્શનરૂપી એકડો હોય તો ધર્મ છે.
૧૩. જૈનમતમાં પણ મતમતાંતર લાગે તો સત્યનો નિર્ણય કરવો જોઈએ. જે સત્યમાર્ગનું સ્વરૂપ ન
સમજે તેને મતમતાંતર લાગે છે પરંતુ ખરી રીતે જૈનમાં મત–મતાંતર નથી. સનાતન જૈનદર્શન સિવાય બીજા જે
કલ્પિત મતો પોતાને જૈન માને છે તે ખરેખર જૈન મત છે જ નહિ પણ વસ્તુસ્વરૂપ સમજ્યા વગરના વાડા છે.
૧૪. કોઈને એમ થાય કે, આવું જાહેર કરવાથી કલેશ થશે? તો તેમ નથી; આ સત્ય છે, સત્યને
સમજવાથી કલેશ થાયજ નહિ, પણ કલેશ ટળી જાય. અને જેઓ સત્યનો વિરોધ કરે છે તેઓ તો સદાય
કલેશમાં જ પડ્યાં છે. માટે પરમ સત્યની જાહેરાતથી કોઈને નુકશાન થાય જ નહિ.
૧૫. –તેથી આચાર્યદેવ પ્રેરણા કરે છે કે, હે સકર્ણા ભવ્ય જીવો! જો તમને આત્માની ઓળખાણ હોય તો
‘ધર્મનું મૂળ દર્શન છે’ એમ સ્વકર્ણથી સાંભળ્‌યા પછી ધર્મરહિત પુરુષને વંદન કરશો નહિ, ધર્મરહિત જીવો
વંદનીક નથી. જેઓ આ સમજે છે તેને જ અમે કાનવાળા કહીએ છીએ, પરંતુ જેઓ આ સમજે નહિ અને
અજ્ઞાની, કુલિંગી, દર્શનરહિતને જે વંદનાદિ કરે છે તેને અમે કાનવાળા જ કહેતા નથી. જે કાનદ્વારા ધર્મનું સ્વરૂપ
સાંભળીને સમજ્યો નહિ તેને અમે કાન કહેતા નથી. એવા જીવો કાન વગરના છે, મિથ્યાત્વનો આદર કરીને
અલ્પકાળે તેઓ એવી એકેન્દ્રિયાદિ દશામાં જશે કે જ્યાં કાન નથી. માટે હે શ્રોતા સત્પુરુષો! તમે ધર્મનું અને
ધર્માત્માનું સ્વરૂપ ઓળખીને તેનો જ આદર કરો.
૧૬. સમ્યગ્દર્શન આ જગતમાં સર્વશ્રેષ્ટ કલ્યાણકારી ચીજ છે. સમ્યગ્દર્શનનો અપૂર્વ મહિમા છે, તેનો
નિશ્ચય જ જગતને કઠણ છે. અનંત કાળથી ઊંધી માન્યતામાં જ રખડે છે, બહારની વાત સહેલી માને છે, પરંતુ
આત્માના ધર્મ માટે બહારની ક્રિયાની વાત જ નથી, આત્મા કોણ, તેની ઓળખાણ જ કરવી જોઈએ.
૧૭. અહા, આ વાત સાંભળીને કયા જીવને ઉત્સાહ ન જાગે. પ્રદ્યુમ્ન કુમારને જોઈને તેની સાચી જનેતા
રુકિમણીને સ્તનમાં દૂધ ઉભરાણાં તેમ સાચા જિજ્ઞાસુ જીવોને પોતાના સમ્યગ્દર્શનની વાત સાંભળતાં રુંવાટે રુંવાટે
(–પ્રદેશે પ્રદેશે) ઉત્સાહ ચડે અને યથાર્થ નિર્ણય કરીને તે સત્ય નિર્ણયના જોરે કેવળજ્ઞાન સન્મુખ પુરુષાર્થ કરે.
૧૮. દર્શનહિત જીવોને વંદન ન કરવાથી નમ્રતા ગુણનો લોપ જરા પણ થતો નથી. પરંતુ તેમાં જ ધર્મનો
સાચો વિનય રહે છે. દર્શનરહિત અધર્મીઓને વંદન કરવું તે ધર્માત્માઓનો અનાદર છે એટલે કે પોતાના જ
ધર્મનો અનાદર છે.
૧૯. મિથ્યાત્વનું અને મિથ્યાત્વની અનુમોદનાનું પાપ આ જગતમાં સૌથી મોટું છે.
૨૦. બાર વર્ષનો છોકરો પોતાના બાપને પગે લાગે, પરંતુ ૮૦ વર્ષના મોટા ભંગીને પણ પગે ન લાગે
અને મોટા અમલદારને પણ પગે ન લાગે તો તેથી સામા જીવોને પણ અવિનય લાગતો નથી અને છોકરો પોતે
પણ તેમાં અવિનય સમજતો નથી. તેમ કોઈ જીવે અજ્ઞાનદશામાં અણસમજણથી કુદેવ–કુગુરુને વંદન કર્યા હોય
પરંતુ સાચી સમજણ થયા પછી, પોતે બાર વર્ષનો હોય તોપણ, મિથ્યાદ્રષ્ટિ કુલિંગધારી કુગુરુઓને કે કુદેવને
વંદનાદિ ન કરે તેથી તેમાં અવિનય સમજતો નથી. તેમજ અન્ય સમજદાર જીવો પણ તેને અવિનયી સમજતા
નથી. આ કોઈ વ્યક્તિના તિરસ્કાર માટે નથી, પરંતુ આ તો સત્નો વિવેક છે. સત્નો વિવેક કર્યા વગર
સંસારથી નિવેડો થાય તેમ નથી.
જેઓ ગુણમાં મોટા હોય તેઓ જ ગુણબુદ્ધિએ વંદનીક છે અને તેઓ જ ગુણના નિમિત્ત છે. મિથ્યાદ્રષ્ટિ
જીવો ગુણરહિત છે, તેને ગુણમાં મોટા માનીને જે વંદન કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. શરીરમાં નાના મોટાપણું તેની
સાથે ધર્મનો સંબંધ નથી.
૨૧. આ જડ શરીરની બુદ્ધિ કાઢી નાખો તો અંદર જ્ઞાનસ્વરૂપ અરૂપી આત્મા બધાય સરખાં છે અને
બધાય સમજવાને લાયક છે. બધા આત્મા અનાદિ અનંત છે, જે આત્માની સમજણ કરે તે મોટો અને જે
આત્માની સમજણ ન કરે તે જ નાનો છે.
૨૨. અજ્ઞાની કુગુરુઓ એવો ઉપદેશ આપે છે કે તમને અત્યારે આત્મા ન સમજાય, માટે તમારે અત્યારે
વ્રતાદિ કરવા! આ રીતે આત્માની સમજણનો ન નકાર કરે છે. જો આત્મા ન સમજાય તો સંસાર તો અનાદિનો

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૨૦૧ :
જે સમજેલો જ છે, તેમાં તે નવીન શું કર્યું? તમને આત્મા ન સમજાય એટલે કે તમે બધા મૂઢ અજ્ઞાની રહેવા
લાયક છો. આવા ઉપદેશકોને જે ગુરુ માને અને તેને વંદનાદિ કરે તેઓ મિથ્યાત્વને જ વંદન કરે છે અને
મિથ્યાત્વ પાપનું જ પોષણ કરે છે.
૨૩. કોઈ બચાવ કરે કે પૂર્વે જેને અજ્ઞાનપણે ગુરુ માન્યા હોય તે સામા મળે તો વંદન કરવું જોઈએ ને!
તેનું સમાધાન–ભાઈ રે! પૂર્વે અજ્ઞાનદશામાં પાડો પણ તારો બાપ અનંતવાર થઈ ગયો, તો પાડાને કેમ વંદન
કરતો નથી? કેમકે પર્યાય ફરી ગઈ છે તેથી ત્યાં વિવેક રાખે છે. તો અહીં પણ હવે અજ્ઞાનદશા ફરીને જ્ઞાન દશા
થઈ ગઈ તે હવે કદાપિ અજ્ઞાની કુગુરુ વગેરેને નમસ્કાર કરે નહિ. જો પહેલાંંની જેમ જ ચલાવ્યે રાખે તો
અજ્ઞાનદશામાં અને જ્ઞાનદશામાં ફરક શું પડ્યો? જેને ગુણ અવગુણનો નિર્ણય થાય તેને સાચા ખોટાનો વિવેક
થયા વગર રહે જ નહીં.
૨૪. પ્રભુ! અનંતકાળે આત્મસ્વરૂપ સમજવાનાં ટાણાં આવ્યા અને જો સમ્યગ્દર્શન વડે સાચું નહિ સમજ
તો કોઈ તને શરણભૂત નથી; પુણ્ય પાપરહિત ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ વગરનાં તારા ત્યાગ વગેરે બધું
મફતનું છે, તેનાથી સંસાર દુઃખનો અંત નહિ આવે.
૨૫. જેવો આત્મસ્વભાવ છે તેવી જ તેની પ્રતીત કરી તે સમ્યગ્દર્શન છે, તે જ અહિંસા, સત્ય વગેરે
ધર્મનું મૂળ છે. વસ્તુસ્વભાવના ભાનદ્વારા સમ્યગ્દર્શન કર્યા વગર કોઈ પણ જીવને કદાપિ અહિંસા કે સત્ય હોઈ
શકે જ નહિ, પરંતુ અજ્ઞાનપણે મિથ્યાત્વરૂપ મહા હિંસા અને અસત્યનું જ નિરંતર સેવન હોય.
આત્મસમજણવગરનું લૌકિક સત્ય તે પણ હિંસા જ છે. પરજીવોનું કાંઈ કરી શકું એમ માનવું તે મિથ્યાત્વ છે, તે
સર્વ પાપનું મૂળ છે.
૨૬. જે જીવને સમ્યગ્દર્શન નથી તેની પાસે બીજો કોઈ ધર્મ નથી, અને તેની પાસેથી ધર્મની પ્રાપ્તિ નથી–
અર્થાત્ તે ધર્મનું નિમિત્ત નથી. જેનામાં ધર્મ નથી તેને જે ધર્મનું નિમિત્ત બનાવવા માગે છે તે જીવ તેના કરતાં
પણ હલકો–તીવ્ર મિથ્યાદ્રષ્ટિ બનવા માગે છે. સ્વતંત્ર આત્માની શ્રદ્ધા વગર દ્રવ્યલિંગી મુનિ થાય તોપણ શું?
સ્વભાવની શ્રદ્ધા વગરના જીવ પાસેથી તું શું લેવા માગે છે? જે અધર્મી છે તેની પાસેથી તો અધર્મનો લાભ
થાય; માટે ધર્મરહિત જીવને વંદન કરવાથી કાંઈ લાભ નથી.
૨૭. અહીં એ ધ્યાન રાખવું કે સામો જીવ મિથ્યાદ્રષ્ટિ છે માટે તેને વંદન કરનારને પાપ લાગે છે–એમ
નથી, કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી જ શકતું નથી–પરંતુ ધર્મરહિતને વંદન કરનાર જીવોને પોતાનો
ઉપાદાનભાવ જ ખોટો છે, તેને ઉપાદાનમાં જ અધર્મ ગોઠયો છે તેથી નિમિત્તમાં પણ તે અધર્મીને વંદન કરે છે.
૨૮. ત્રિલોકનાથ તીર્થંકરદેવ ધર્મપિતા છે, તેમણે જે ધર્મ વર્ણવ્યો તેનાથી વિરુદ્ધ કહેનારા બધા
વીતરાગના વેરી છે, એવાને ધર્મગુરુ માનવા તે ‘બાપના દુશ્મનને જમાડવા’ જેવું છે. તીર્થંકર પ્રભુએ કહેલા
તત્ત્વને વિપરીત પણે માને તેનો જે આદર વિનય કરે તે વીતરાગના વેરીનો આદર કરે છે અને તે પોતે જ
વીતરાગનો વેરી છે; ખરી રીતે તેવા આત્માઓને પોતાના વીતરાગભાવનો પ્રેમ નથી પણ વીતરાગતાના વેરી
મિથ્યાત્વનો પ્રેમ છે તેથી મિથ્યાદ્રષ્ટિને વંદનાદિ કરે છે.
૨૯. સાચું સમજવાની તાકાત ઢોરમાં, દેડકામાં અને વાંદરામાં પણ છે તો પછી મનુષ્યો તો જરૂર સમજી
શકે છે, માટે સત્ય વાત ઘડાકા કરતી બહાર આવી છે તેનો મેળવણી કરીને નિર્ણય કરવો.
૩૦. આત્માને અજ્ઞાન તથા પુણ્ય–પાપરૂપી સંસાર દુઃખથી ઉદ્ધારીને જ્ઞાન સ્વભાવનાં સુખસ્થાનમાં સ્થાપે
તે જ ધર્મ છે.
[વૈશાખ સુદ – ૮]
સર્વજ્ઞદેવની પરંપરાથી જે જિનમત પ્રવર્તે છે તેમાં ધર્મના સ્વરૂપનું યથાર્થ નિરુપણ છે; તેમાં નિશ્ચય અને
વ્યવહાર એમ બે પ્રકારે ધર્મનું કથન કર્યું છે. ધર્મની પ્રરુપણા ચાર પ્રકારે છે–૧. વસ્તુ સ્વભાવરૂપ ધર્મ. ૨. ઉત્તમ
ક્ષમાદિક દસ પ્રકાર ધર્મ. ૩. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ. અને ૪. જીવરક્ષારૂપ ધર્મ. ત્યાં જો નિશ્ચયથી
વિચારીએ તો આ ચારેય પ્રકારમાં શુદ્ધચેતનારૂપ ધર્મ એક જ પ્રકારનો છે, તે સમજાવવામાં આવે છે–
૩૧. ૧. વસ્તુ સ્વભાવ તે ધર્મ–દર્શન–જ્ઞાન–પરિણામમયી ચેતના તે જીવવસ્તુનો પરમાર્થ સ્વભાવ છે,
જ્યારે તે ચેતનાના પરિણામ સર્વ વિકાર રહિત શુદ્ધચેતનારૂપ પરિણમે ત્યારે તે ધર્મ છે. આ રીતે વસ્તુનો
સ્વભાવ તે ધર્મ એમ કહેતાં શુદ્ધચેતનારૂપ ધર્મ સિદ્ધ થાય છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૨૦૩ :
અહીં શુદ્ધચેતનપરિણામને જ ધર્મ કહ્યો છે, જેટલી પરજીવની દયા, દાન, પૂજા, વ્રત, ભક્તિ વગેરેની શુભ
કે હિંસાદિની અશુભ લાગણી ઊઠે તે બધો અધર્મભાવ છે; દેહાદિની ક્રિયા તો આત્મા કરી જ શકતો નથી, પરંતુ
શુભ પરિણામ કરે તે પણ ધર્મ નથી. ધર્મ તો શુદ્ધ ચેતનામય છે એટલે પુણ્ય–પાપના ભાવ થાય તે મારું કર્તવ્ય
નથી પરંતુ તે વિકારભાવોનો પણ હું જ્ઞાતા જ છું, જ્ઞાતા–દ્રષ્ટાપણું એ જ મારું સ્વરૂપ છે, આવા ભાનપૂર્વક જ્ઞાન–
દર્શનમય ચેતનાની જે શુદ્ધ પર્યાય છે તે જ ધર્મ છે. ‘ધર્મ’ તે દ્રવ્ય કે ગુણ નથી પરંતુ શુદ્ધ પર્યાય છે. ધર્મના ચાર
પ્રકારે કથનમાં શુદ્ધપર્યાયનો ખરેખર એક જ પ્રકાર છે. જેટલે અંશે ચેતના નિર્વિકારપણે પરિણમે તેટલે અંશે ધર્મ
છે અને જેટલે અંશે પુણ્ય–પાપના વિકારપણે પરિણમે તેટલો અધર્મ છે. શરીરની ક્રિયામાં ધર્મ માને તે તો તદ્ન
બહિરદ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે, અહીં તો પુણ્યમાં ધર્મ માને તો પણ તે મિથ્યાદ્રષ્ટિ છે. પુણ્ય અને દેહની ક્રિયા તે મારું
સ્વરૂપ નથી, જ્ઞાતાદ્રષ્ટાપણું એ જ મારું ખરૂં સ્વરૂપ છે–એમ જાણનાર જ્ઞાનીને પણ નીચલી દશામાં પુણ્ય–પાપનાં
પરિણામ થાય ખરા, પરંતુ તેઓ એમ સમજે છે કે પુણ્ય–પાપના વિકાર રહિત શુદ્ધચેતના પરિણતિમાં જેટલી
સ્થિરતા કરું તેટલો ધર્મ છે, અને ચેતનાનું જેટલું બહિરમુખ વલણ જાય તે બધોય અધર્મભાવ છે. નિર્મળ પર્યાય
પ્રગટી તે જ ધર્મ છે, ધર્મ ખરેખર તો પર્યાય છે, પરંતુ શુદ્ધપર્યાય તે દ્રવ્ય સાથે અભેદપણું ધરાવતી હોવાથી
અભેદપણે વસ્તુના સ્વભાવને જ ધર્મ કહ્યો છે. પ્રથમ પુણ્ય–પાપરહિત સ્વભાવની પ્રતીત થતાં સમ્યગ્દર્શનધર્મ
પ્રગટે છે ત્યારે ચેતનાના પરિણામ અંશે શુદ્ધ અને અંશે અશુદ્ધ હોય છે. જ્ઞાની શુદ્ધપરિણામમાં જ ધર્મ સમજે છે
તેથી તેઓ અશુદ્ધપરિણામને સ્વભાવમાં સ્વીકારતા નથી. એટલે પુણ્ય–પાપરહિત સ્વભાવની સ્થિરતા વડે ક્રમે
ક્રમે ચારિત્રની પૂર્ણતા કરે છે, જ્યારે પૂર્ણશુદ્ધચેતના પરિણામ પ્રગટે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે અને પુણ્ય–
પાપનો અભાવ થાય છે.
‘શુદ્ધચેતનારૂપ ધર્મ’ કહેતાં જ એમ સિદ્ધ થયું કે જ્ઞાન–દર્શન સિવાય આત્મા બીજું કાંઈ કરી જ શકતો
નથી. જ્ઞાન–દર્શન સિવાય બીજું જે કાંઈ કર્તૃત્વ માને તે અધર્મભાવ છે.
એકલા જ્ઞાન–દર્શનમય સ્વભાવને માન્યો તેમાં પરનું કરવાની વાત જ ક્યાં આવી? અરે, જ્ઞાનમાં શુભ
વિકલ્પ પણ ક્યાં આવ્યો? ચેતનાનો સ્વભાવ જ વિકલ્પ રહિત જાણવા–દેખવાનો જ છે, અને તે વિકાર રહિત
શુદ્ધચેતના એ જ ધર્મ છે.
૩૨. ૨. ઉત્તમ ક્ષમાદિ દસ પ્રકાર ધર્મ:– આત્મા ક્રોધાદિ કષાયરૂપે ન પરિણમે અને પોતાના સ્વભાવમાં
સ્થિર રહે તે જ ઉત્તમ ક્ષમાદિરૂપ ધર્મ છે; આ રીતે ઉત્તમ ક્ષમાદિરૂપ ધર્મ કહેતાં પણ શુદ્ધચેતનાના પરિણામરૂપ
ધર્મ જ સિદ્ધ થાય છે, કેમકે તેમાં ચેતનાનાં પરિણામને પુણ્ય–પાપથી છોડાવીને જ્ઞાનસ્વભાવમાં જ સ્થિર કરવાનું
આવ્યું. હું જ્ઞાનસ્વરૂપ જાણનાર છું, મારા જ્ઞાનમાં કોઈ પર દ્રવ્ય ઈષ્ટ–અનિષ્ટ નથી, મારા જ્ઞાનને માટે કોઈ શત્રુ
કે મિત્ર નથી, દુર્જન કે સજ્જન નથી–આવા ભાનપૂર્વક સ્વરૂપની સ્થિરતા હોય ત્યાં જ ઉત્તમ ક્ષમા હોઈ શકે.
‘આપણે સહન કરતાં શીખવું જોઈએ’ એમ પરદ્રવ્યોને સહન કરવાનું માને અને સ્વભાવના ભાનવગર ક્ષમા
રાખે તે ઉત્તમ ક્ષમા નથી. મારો સ્વભાવ જાણવાનો છે, મારું જ્ઞાન સર્વપદાર્થોને સમપણે જાણનાર છે, જાણવામાં
‘આ સારૂં અને આ ખરાબ’ એવી વૃત્તિ તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવા ભાનપૂર્વક માન, અપમાનની વૃત્તિ
તોડીને સ્વરૂપમાં સ્થિર થવું તે જ શુદ્ધચેતનારૂપ ધર્મ છે. અહીં મુખ્યપણે મુનિના લક્ષે વાત કરી છે, છતાં
સમ્યગ્દ્રષ્ટિને પણ અંશે શુદ્ધચેતના હોય છે, પ્રતીતપણે તેને સર્વ દ્રવ્યો પ્રત્યે ક્ષમા વર્તે છે. પરલક્ષે ક્રોધ કે ક્ષમાની
અલ્પ લાગણી થઈ જાય તેને જ્ઞાની પોતાના સ્વભાવમાં સ્વીકારતા નથી તેથી તેમને નિરંતર અંશે ઉત્તમ
ક્ષમારૂપ ધર્મ વર્તે છે. આત્મસ્વભાવના ભાનવગર દ્રવ્યલિંગી જૈન નિર્ગ્રંથ મુનિ થાય અને તેના શરીરને ક્ષાર
છાંટીને જીવતો બાળી મૂકે તોપણ ક્રોધની લાગણી ન કરે છતાં તેને ઉત્તમ ક્ષમા નથી, કેમકે ક્ષમાની શુભવૃત્તિને તે
પોતાનું સ્વરૂપ માને છે પરંતુ શુદ્ધ ચેતના પરિણામની તેને ખબર નથી. શુભ પરિણામથી પણ શુદ્ધચેતના જુદી
છે એવા ભાન વગર ધર્મ હોઈ શકે નહિ. જ્ઞાન સ્વરૂપમાં કોઈ પણ રાગનો અંશ નથી, અશુભ કે શુભ બંને
પ્રકારના રાગ રહિત શુદ્ધચેતના તે જ ધર્મ છે. શુભભાવ તે વિકાર છે તેને જે ધર્મમાં મદદગાર માને તેને
મિથ્યાત્વનું મહાપાપ છે, પુણ્યભાવમાં પણ લોભ કષાયની મુખ્યતા છે, તે પુણ્યભાવ અશુદ્ધ ચેતના છે, શુદ્ધ
ચેતનારૂપ ધર્મ તો એક જ પ્રકારનો છે, તેમાં શુભ અશુભ વિકલ્પને પણ સ્થાન નથી.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૦૪ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
આ રીતે વસ્તુ સ્વભાવરૂપ ધર્મ તેમ જ ઉત્તમ ક્ષમાદિરૂપ ધર્મ તે બંનેમાં શુદ્ધચેતનાના પરિણામરૂપ એક
જ પ્રકાર સિદ્ધ થયો.
૩૩. ૩. દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ:– સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણેમાં એક
શુદ્ધજ્ઞાનચેતનાના જ પરિણામ છે; તેથી દર્શન–જ્ઞાન–ચારિત્રમાં પણ શુદ્ધચેતનારૂપ ધર્મ જ સાબિત થાય છે.
શુદ્ધજ્ઞાનચેતનામાં પુણ્ય–પાપ નથી, શરીર વગેરેની ક્રિયા નથી, એકલો શુદ્ધસ્વભાવ ભાવ છે, તે જ ધર્મ છે. આ
રીતે દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ કહેતાં પણ શુદ્ધચેતનાપણું સાબિત થયું.
૩૪. ૪. જીવ દયારૂપ ધર્મ:– ‘જીવ દયા’ ના નામે લોકો શુભરાગમાં ધર્મ માની રહ્યા છે, પરંતુ જીવદયાનું
યથાર્થ સ્વરૂપ સમજતા નથી. ક્રોધાદિ કષાય વશથી પોતાની તેમજ પરજીવની હિંસાનો ભાવ ન કરવો તે જીવ
દયા છે. સૌથી મોટો ક્રોધ તો મિથ્યાત્વ છે, અને તે જ ખરી જીવહિંસા છે. મિથ્યાત્વ છોડયા વગર કદી પણ
જીવહિંસા અટકી શકે નહિ. સ્વ જીવની હિંસા ન કરવી તે જ મુખ્ય જીવ દયા છે, અને જ્યારે પોતે ક્રોધાદિ વડે
સ્વજીવની હિંસા ન કરી ત્યારે ક્રોધના અભાવને લીધે પરજીવને મારવાનો ભાવ પણ ન આવ્યો, તેથી પરજીવની
દયા પણ આવી ગઈ. પરંતુ સ્વજીવની દયા ક્યારે થઈ શકે? જે જીવ પુણ્યથી ધર્મ માને તે જીવ વિકારભાવવડે
સ્વભાવની હિંસા કરે છે; પુણ્ય–પાપ રહિત મારું શુદ્ધ સ્વરૂપ છે એવી ઓળખાણ કર્યા પછી દયાની શુભલાગણી
પણ છોડીને સ્વરૂપમાં સ્થિર રહી ગયો અને શુદ્ધજ્ઞાનચેતના ના અનુભવમાં લીન થયો તે જ જીવદયાધર્મ છે.
એટલે આમાં પણ ચેતનાનાં શુદ્ધ પરિણામ તે જ ધર્મ આવ્યો. પરજીવને તો ખરેખર પોતે મારી કે જીવાડી શકતો
જ નથી, માત્ર ભાવ કરે છે. કોઈ જીવને દુઃખ ન દેવું તેમાં પોતે પણ ભેગો જ આવ્યો; હવે પોતાને પણ દુઃખી ન
કરવો તે ખરી દયા છે. અશુભ પરિણામ વખતે તો પોતે તીવ્ર દુઃખી થાય છે અને દયા વગેરેના શુભ પરિણામ
વખતે પણ જીવને આકુળતાનું જ વેદન હોવાથી તે દુઃખી છે, તેથી અશુભ અને શુભ બંને ભાવોથી જીવને
બચાવવો અર્થાત્ શુભાશુભરહિત એકલી જ્ઞાન સ્વભાવરૂપ દશા કરવી તેટલી જ જીવદયા છે. જે જીવ
શુદ્ધજ્ઞાનચેતના વડે સ્વરૂપમાં એકાગ્ર થયો તે જીવને અશુભભાવ હોય જ નહિ એટલે પર જીવની દયા ત્યાં સ્વયં
જ પળાય છે.
જો પર જીવની દયા પાળવાના શુભરાગમાં ધર્મ હોય તો સિદ્ધદશામાં પણ પર જીવની દયાનો રાગ હોવો
જોઈએ! પરંતુ શુભ રાગ તે ધર્મ નથી, પણ અધર્મ છે, હિંસા છે.
૩૫. પ્રથમ સમ્યગ્દર્શનવડે સ્વભાવને ઓળખતાં શ્રદ્ધા અપેક્ષાએ અહિંસકપણું પ્રગટે છે; કેમકે સમ્યગ્દ્રષ્ટિ
જીવ પુણ્ય–પાપના ભાવ થાય તેને પોતાના સ્વભાવના માનતો નથી, એ રીતે માન્યતામાં પુણ્ય–પાપથી પોતાના
સ્વભાવને બચાવી રાખે છે તેથી તેને સાચી જીવદયા છે. અજ્ઞાની જીવ ક્ષણિક પુણ્ય–પાપ જેટલો જ પોતાને
માનીને ત્રિકાળ વિકારરહિત સ્વભાવનો નાશ કરે છે, તે જ હિંસા છે.
વળી ‘જીવદયા’ એમ કહેવામાં આવે છે, કાંઈ ‘શરીર દયા’ કહેવામાં આવતી નથી; કેમકે શરીર તે જીવ
નથી. લોકો શરીરની ક્રિયા ઉપરથી માપ કરે છે તે ખોટું છે. શરીરથી ભિન્ન સદા ચેતન સ્વરૂપ જીવ છે તેને શ્રદ્ધા–
જ્ઞાન–સ્થિરતામાં ટકાવી રાખવો અને વિકારમાં જવા ન દેવો તે જ જીવરક્ષા છે.
‘પર જીવની રક્ષા કરું’ એવી દયાની લાગણી તે પણ પરમાર્થે જીવહિંસા જ છે એમ પ્રથમ શ્રદ્ધામાં માનવું
જોઈએ, અને તેવી માન્યતા થયા પછી પણ અસ્થિરતાના કારણે શુભવિકલ્પ ઊઠે, પરંતુ તે ધર્મ નથી.
૩૬. મિથ્યાદ્રષ્ટિ જીવ જીવરક્ષાના શુભભાવ કરતો હોય ત્યારે પરજીવને હું બચાવી શકું તથા મને આ
શુભભાવથી ધર્મ થશે એમ માને છે; સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માજીવ લડાઈ લડતો હોય અને તેને અશુભ પરિણામ હોય
પણ અંતરમાં ભાન હોય કે આ લડાઈની–દેહની ક્રિયા મારી નથી, અશુભભાવ મારા પુરુષાર્થના દોષથી થાય છે
તેટલી હિંસા છે પણ તે ખરેખર મારું સાચું સ્વરૂપ નથી. તો તે વખતે આ બે જીવોમાંથી મિથ્યાદ્રષ્ટિ જીવને
અંનતી હિંસા વર્તી રહી છે, અને સમ્યગ્દ્રષ્ટિ જીવને અલ્પ હિંસા છે, અરે! શ્રદ્ધા અપેક્ષાએ તો તે લડાઈ વખતે
પણ અહિંસક છે, કેમકે તેને અંશે શુદ્ધચેતના પરિણામ વર્તે છે, જેટલે અંશે શુદ્ધચેતના પરિણામ વર્તતા હોય તેટલે
અંશે–લડાઈ વખતે પણ–જીવદયા વર્તી રહી છે. અને મિથ્યાદ્રષ્ટિ જીવને જરાપણ શુદ્ધચેતના પરિણામ નથી તેથી
તેને જીવરક્ષાના ભાવ વખતે પણ જીવહિંસા જ છે. આતો અંતરંગ શુદ્ધચેતના પરિણામ ઉપરથી માપ છે;
શરીરની ક્રિયા તો દૂર ગઈ પરંતુ પુણ્ય–પાપના ભાવ ઉપરથી પણ જીવદયા રૂપી ધર્મનું ખરું માપ નથી.

PDF/HTML Page 18 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૨૦૫ :
૩૭. પરમાર્થ ધર્મ એટલે કે નિશ્ચયધર્મ–સાચો ધર્મ તો એક જ પ્રકારનો છે; પછી જીવદયા કહો કે
વસ્તુસ્વભાવ કહો. તેમાં એક શુદ્ધચેતના પરિણામ તે જ ધર્મ છે. ‘શુદ્ધચેતનાને ધર્મ કહેવાય અને કોઈ વાર
શુભને પણ ધર્મ કહેવાય’ એવું નિશ્ચય ધર્મનું સ્વરૂપ નથી. નિશ્ચયધર્મ તો એક જ પ્રકારે છે.
૩૮. ‘હું આત્મા કોણ છું’ તેના ભાન વગર શુદ્ધચેતના ક્યાંથી લાવશે? બહારમાં જીવો મરે કે જીવે
તેમની સંખ્યા ઉપરથી હિંસા કે દયાનું ખરૂં માપ નથી. સમ્યગ્દર્શન થતાં અહિંસાની શરૂઆત થાય છે, છતાં
સમ્યગ્દ્રષ્ટિને પણ અસ્થિરતાના કારણે જેટલી વૃત્તિ ઊઠે તેટલી ચારિત્રની હિંસા છે. પરંતુ જે આત્મભાન વર્તે છે
તેટલી જીવદયા છે. આ રીતે સાધકને અંશે અહિંસા અને અંશે હિંસા બંને સાથે હોય છે. અજ્ઞાનીને એકાંત
જીવહિંસા જ છે; વીતરાગી જ્ઞાનીને સંપૂર્ણ અહિંસા છે. વસ્તુસ્વભાવરૂપ જૈનશાસનમાં ત્રણે કાળે ધર્મનું સ્વરૂપ
આવું જ છે.
૩૯. પોતાના ભાવમાં અનંત પર દ્રવ્યોનું સ્વામીત્વ–અભિમાન ન થવા દેવું અને પોતાના જ્ઞાનમાત્ર
સ્વરૂપને પુણ્ય–પાપથી પણ ભિન્નપણે શ્રદ્ધામાં ટકાવી રાખવું–એવી ખરી જીવદયા છે તેનું જગતને માહાત્મ્ય
નથી, અને શુભનું માહાત્મ્ય આવે છે. જેણે પુણ્યના વિકલ્પથી પોતાને લાભ માન્યો તેણે પુણ્યને પોતાનું સ્વરૂપ
જ માન્યું, કેમકે જેને પોતાનું સ્વરૂપ માને તેનાથી જ પોતાને લાભ માને; અને જે જીવે પુણ્યને પોતાનું સ્વરૂપ
માન્યું તે જીવે જગતના બધા આત્માઓને પણ પુણ્યસ્વરૂપ માન્યા, એ રીતે જગતના સર્વે આત્માના સ્વભાવને
વિકારી માન્યો, તેથી તેણે પોતાની માન્યતામાં વિશ્વના સર્વ જીવોની હિંસા કરી, આ મહા જીવહિંસાનું પાપ
જગતને જણાતું નથી!
૪૦. હિંસાદિના અશુભ ભાવ કરવાની વાત તો હોય જ નહિ, અશુભભાવમાં તો તીવ્ર આકુળતા છે, પણ
શુભભાવ થાય તેમાંય આકુળતા જ છે. તે બંને આકુળતામાં હિંસા છે; તેનાથી રહિત નિરાકુળતા જ
જ્ઞાનચેતનાનો જેટલો અનુભવ તેટલી જીવરક્ષા છે. પોતાના શુદ્ધજીવપરિણામની રક્ષા કરવી, જીવપરિણામને
હણવા ન દેવા તે જ શુદ્ધચેતનાપરિણામરૂપ ધર્મ છે. શુદ્ધચેતના પરિણામ વગર દયા કે દર્શન–જ્ઞાન–ચારિત્ર કે
ક્ષમા વગેરે કોઈ ધર્મ સાચો હોતો જ નથી.
૪૧. ‘પર જીવને બચાવવાનો ભાવ કરવો તે આપણી ફરજ છે’ એ માન્યતા ખોટી છે. પર જીવને
બચાવવાનો ભાવ તે તો વિકાર છે, શું વિકાર કરવો તે આત્માની ફરજ છે? જ્ઞાની તો જાણે છે કે માત્ર જ્ઞાતા
પણે સ્વભાવમાં ટકી રહેવું તે મારી ફરજ છે, જેટલો હું મારા જ્ઞાતાસ્વભાવપણે ટકી રહું તેટલો ધર્મ છે, અને
જ્ઞાતાપણા સિવાય અન્ય જે કાંઈ વૃત્તિનું ઉત્થાન થાય તે મારી ફરજ નથી. આ રીતે જ્ઞાની જીવ જ્ઞાતાદ્રષ્ટાપણે
પોતાના ચેતના પરિણામને ટકાવી રાખે છે તે જ ધર્મ છે.
વસ્તુનો સ્વભાવ તે ધર્મ, ઉત્તમ ક્ષમાદિ દસ પ્રકાર ધર્મ, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ અને જીવરક્ષા
ધર્મ–એ ચાર પ્રકારની પ્રરુપણામાં શુદ્ધચેતના પરિણામમય એક જ પ્રકારનો ધર્મ છે એમ બતાવ્યું. નિશ્ચય ધર્મ
એક પ્રકારનો છે.
[વશખ સદ ૧૦]
૪૨. વ્યવહારનય પર્યાયાશ્રિત છે તેથી તે ભેદરૂપ છે. જીવની પર્યાયના પરિણામ અનેક પ્રકારના હોવાથી
વ્યવહાર ધર્મ પણ અનેક પ્રકારનો છે. પ્રયોજનવશ એક દેશને સર્વ દેશપણે કહેવામાં આવે તે વ્યવહાર છે, તેમ જ
બીજાના નિમિત્તથી અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું આરોપણ કરવું તે વ્યવહાર છે.
નિશ્ચયધર્મના ભાનપૂર્વક જ્યારે સ્વભાવમાં સ્થિર ન થઈ શકે ત્યારે શુભરાગનું અવલંબન હોય છે;
નિશ્ચયસ્વભાવના ભાનપૂર્વક અશુભરાગથી બચે છે તેથી તેને વ્યવહારે ધર્મ કહ્યો છે. આ વ્યવહાર એકદેશને
સર્વદેશ કહેવારૂપ છે. ધર્મ તો સંપૂર્ણ રાગરહિત જ છે, છતાં શુભરાગને પણ ઉપચારથી ધર્મ કહ્યો, ત્યાં
અશુભરાગથી બચવા પૂરતું પ્રયોજન સધાય છે તેથી રાગરહિતસ્વભાવના ભાન પૂર્વક રાગથી બચ્યો તે
અપેક્ષાએ તે શુભરાગને ધર્મ કહેવો તેનું નામ વ્યવહાર છે. ધર્મ તો વીતરાગભાવરૂપ છે અને શુભરાગ તે ધર્મ
નથી, છતાં પણ નિશ્ચયસ્વભાવના લક્ષપૂર્વક હોવાને લીધે (–સમ્યગ્દર્શન–જ્ઞાનના નિમિત્તે) રાગમાં ધર્મપણાનો
આરોપ કરવો તે વ્યવહાર છે. આ વ્યવહાર અન્ય વસ્તુના નિમિત્તે એક પદાર્થમાં બીજા પદાર્થનો આરોપ
કરવારૂપ છે.
શ્રદ્ધામાં જે જીવને શુભરાગનો આદર નથી અને સ્થિરતામાં હજી કચાશ છે એવો જીવ આત્માનું ભાન
ટકાવી રાખીને શુભરાગવડે અશુભરાગથી બચે છે અને

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૦૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
શ્રદ્ધાના જોરને લીધે તેને અંશે શુદ્ધતા વધતી જ જાય છે, તેના ઉપચારથી શુભરાગને પણ વ્યવહારધર્મ
તરીકે કહેવામાં આવે છે, એટલે પરમાર્થે તે ધર્મ નથી એમ લક્ષમાં રાખીને સમજવું. પરંતુ જેને
રાગરહિતસ્વભાવનું લક્ષ જ નથી અને એકલા રાગમાં જ ધર્મ માની બેઠો છે એવા જીવના શુભરાગને તો
ઉપચારથી પણ ધર્મ કહેવાતો નથી. નિશ્ચયનું જ્યાં ભાન હોય ત્યાં રાગાદિમાં ઉપચારરૂપ વ્યવહાર હોય, પરંતુ
નિશ્ચય વગરનો વ્યવહાર હોતો નથી.
આ રીતે નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મનું સ્વરૂપ સમજાવ્યું, પરંતુ બંને પ્રકારના ધર્મનું મૂળિયું તો
સમ્યગ્દર્શન જ છે, સમ્યગ્દર્શન પછી જ તે બંને પ્રકારના ધર્મ હોય છે, પરંતુ સમ્યગ્દર્શન વગર એકેય પ્રકારનો
ધર્મ હોતો નથી.
(અનુસંધાન પાન ૧૯૩ થી ચાલુ)
જીવો જ પોતાના જ્ઞાનવડે નહિ સમજે ત્યાં તું શું કરીશ? માટે પરજીવોની ખાતર પોતાને ભવની
ભાવના કરવી તે મહા મિથ્યાત્વદશા અને સંસારની તીવ્ર રુચિ છે, પણ તેમાં પરોપકાર જરાય નથી. હજી જે
પોતે જ સત્ય સમજ્યો નથી તે અન્યને સત સમજવામાં નિમિત્ત પણ શી રીતે થશે?
પર જીવો અનંત છે તેમનું ગમે તે થાવ, તેઓ સમજો કે ન સમજો પણ હું મારા ભાવમાં સમજીને અને
પર જીવો પ્રત્યેનો વિકલ્પ પણ ટાળીને અલ્પકાળમાં મુક્તિ પામીશ, પરને કારણે મારે ભવ હોઈ જ ન શકે એમ
જ્ઞાની તો પોતાના ભવરહિતપણાની જ નિઃશંક ભાવના કરે છે.
“અમને તો સમ્યગ્દર્શન થયું છે, અને સમ્યગ્દ્રષ્ટિ મોક્ષ પામે જ એમ ભગવાને કહ્યું છે, તેથી અમારો તો
મોક્ષ થઈ જશે, પણ કોઈક જીવના કારણે જો થોડો વખત રાગ કરવો પડે કે ભવ કરવો પડે તો ભલે થાય, થવા
દ્યોને” . –એમ માને તે મિથ્યાદ્રષ્ટિ અનંત સંસારી છે. સમ્યગ્દર્શન થાય તેને ભવની ઈચ્છા કે રાગની ભાવના
હોય જ નહિ.
તેવી જ રીતે કોઈ એમ ભાવના કરે કે–અમુક જીવ મારો મિત્ર છે અને મને તેના ઉપર બહુ પ્રીતિ છે માટે
તેને સમજાવવા ખાતર હમણાં વિકલ્પ તોડવો નથી, પણ રાખવો છે, એકાદ ભવ ભલે થાય પણ તેને સમજાવ્યા
પછી વિકલ્પ તોડીને કેવળજ્ઞાન લઈશ! જો અત્યારે હું વિકલ્પ તોડીને કેવળજ્ઞાન લઉં તો પછી મારા વિકલ્પ
વગર તેને કોણ સમજાવશે? –આમ ભાવના કરનાર તદ્ન પરાધીનદ્રષ્ટિવાળો, સ્વભાવના પુરુષાર્થની ના
પાડનારો છે. અરે ભાઈ! જેણે એક પણ પર જીવને ખાતર રાગ કરીને એક ભવમાં અટકવાનું માન્યું તેના
અભિપ્રાયમાં અનંત જીવો ખાતર અનંત ભવ કરવાનો ભાવ પડ્યો જ છે. જ્ઞાનીને શુભરાગ તો આવે પરંતુ તે
રાગ તેઓ પર જીવની ખાતર રાખવા માગતા નથી, તેમજ તેને એક ક્ષણ પણ રાખવાનો અભિપ્રાય નથી. જો
આ જ ક્ષણે સર્વ રાગ તોડીને કેવળજ્ઞાન થાય તો મારે કોઈ રાગ રાખવો નથી.
વળી હે ભાઈ! ‘પરને સમજાવવા ખાતર હમણાં વિકલ્પ તોડવો નથી પણ રાખવો છે’ –એમાં તેં શું
કહ્યું? અરે... તેં તારી પરમ શુદ્ધ કેવળજ્ઞાનદશાની ના પાડી. જેણે કેવળજ્ઞાનની એક સમયને માટે પણ ના પાડી
તેણે ત્રિકાળ શુદ્ધસ્વભાવનો જ અનાદર કર્યો અને રાગનો જ આદર કર્યો, તે અનંત સંસારી છે. ભાઈ રે! જો
આત્મભાન હોય અને જો આ જ ક્ષણે તારાથી કેવળજ્ઞાન પ્રગટ થાય તો પ્રગટ કર. સામા જીવની જો પાત્રતા
હશે તો, તારા વિકલ્પ વગર પણ દિવ્યધ્વનિના ધોધ છૂટશે અને સમોસરણ રચાશે. તેથી, પરને કારણે વિકાર
કરવા જેવો છે અથવા તો કોઈ પણ વિકલ્પ રાખવા જેવો છે એવો અભિપ્રાય છોડી દેવો જોઈએ, અને
ભેદવિજ્ઞાનની જ અછિન્ન ધારાએ ભાવના કરવી જોઈએ, તે જ મોક્ષનું કારણ છે.
(અનુસંધાન પાન ૨૦૭ થી ચાલુ)
રાગને ઘટાડવો તે મંદકષાય છે, તે મંદકષાય પણ આત્માનું સ્વરૂપ નથી પણ હિંસાભાવ છે. મંદકષાય
આત્માનું સમ્યગ્દર્શન પ્રગટવાનું સાધન નથી પણ પ્રજ્ઞા જ (ભેદજ્ઞાન જ) એક માત્ર સાધન છે. જે જીવને
ભેદજ્ઞાનવડે સ્વ–પરની ભિન્નતાનું ભાન થયું તે જીવને સર્વ પરદ્રવ્યોમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ એટલે તેને કષાયની
મંદતા તો હોય જ. જેણે પરમાં સુખબુદ્ધિ ટાળી તેણે પર પ્રત્યેના રાગમાં પણ સુખબુદ્ધિ છોડી. પર જીવને બચાવવાની
શુભ લાગણી તે પણ હિંસા છે. ધિક્કાર આ રાગને! આ શુભરાગ વડે પણ મારી પર્યાય હણાય છે. મારી અવસ્થામાં
પુરુષાર્થ હીણો છે; પણ સ્વભાવથી હું પરિપૂર્ણ છું–આવી ઓળખાણ વગર સાચી અહિંસા હોઈ શકે નહિ.

PDF/HTML Page 20 of 21
single page version

background image
: ભાદ્રપદ : ૨૪૭૨ : આત્મધર્મ : ૨૦૭ :
સમયસાર–મોક્ષ અધિકારના વ્યાખ્યાનમાંથી
ગાથા–૨૯૬
પ્રશ્ન:– જે જીવને પોતાના ભાવમાં સાચી અહિંસા પ્રગટી હોય તેને બીજો કોઈ જીવ મારવા આવી શકે
ખરો? તેની અહિંસાના પ્રભાવ વડે સામો જીવ પણ અહિંસક બની જાય–એવો અહિંસાનો પ્રભાવ પડે કે નહિ?
ઉત્તર:– ના. એક દ્રવ્યની અસર બીજા દ્રવ્ય ઉપર કદી પડી શકે જ નહિ કેમ કે દરેક દ્રવ્યો સ્વતંત્ર છે. એક
જીવની અહિંસાનો પ્રભાવ બીજા જીવ ઉપર પડી શકે જ નહિ. એક જીવને અહિંસા પ્રગટી તેથી બીજા જીવને તેને
દુઃખ દેવાનો ભાવ ન જ થાય એમ નથી. જેમને અંતરમાં ભાવ અહિંસા પ્રગટી છે એવા ધર્માત્મા સંત મુનિઓ
સ્વરૂપના ધ્યાનમાં લીન હોય અને સિંહ ક્રૂર ભાવે તેમના શરીરને ખાઈ જતા હોય–એમ પણ બને છે. ત્યાં
મુનિપ્રભુના અહિંસકભાવમાં કાંઈ દોષ નથી. બહારમાં શરીર ખાવાની ક્રિયા તે હિંસા નથી પરંતુ અંતરમાં
ક્રૂરભાવ તે હિંસા છે. પોતાની અહિંસાનું ફળ પોતાના આત્મામાં નિરાકૂળ શાંતિરૂપે આવે છે અને પોતાના
હિંસકભાવનું ફળ પોતાના આત્મામાં આકૂળતા અશાંતિરૂપે આવે છે. નરકાદિનો સંયોગ થવો તે તો પરવસ્તુ છે,
તેનું વેદન આત્માને નથી પણ જેવા ભાવ પોતે કરે તેવા ભાવને પોતે તે જ વખતે ભોગવે છે. હિંસાનું ફળ
નરક–એમ કહેવાય છે તે તો બહારના સંયોગોનું જ્ઞાન કરાવવા માટે કહેવાય છે.
પર જીવને મારવો તે હિંસા અને પર જીવને ન મારવો તે અહિંસા–એવી વ્યાખ્યા સાચી નથી. પુણ્ય–પાપ
મારાં એવી માન્યતા તે જ હિંસા છે અને પુણ્ય–પાપ ભાવ મારું સ્વરૂપ નથી, હું તો તેનો પણ જ્ઞાતા જ છું–એવી
માન્યતા તે જ અહિંસા છે, પુણ્ય–પાપના ભાવ રહિત સ્વરૂપ સમજીને પોતાના સ્વભાવમાં ઠરી જાય અને પુણ્ય–
પાપ રહિત અહિંસા પ્રગટે તેથી બીજા પ્રાણીને તેની અસરથી કાંઈ લાભ થાય–એ વાત સાચી નથી. એક જીવ
પોતાનું સ્વરૂપ સમજીને અહિંસાભાવ પ્રગટ કરે તેથી તેને લીધે બીજો જીવ પણ તેની માન્યતા ફેરવી નાખે એમ
બનતું નથી, કેમકે દરેક જીવ સ્વતંત્ર છે. જો જીવ પોતે પોતાના ભાવ ન ફેરવે તો ત્રણ જગતમાં કોઈ અન્ય તેના
ભાવને ફેરવવા સમર્થ નથી.
જો મહાનમાં મહાન પુરુષ શ્રી તીર્થંકરદેવની દ્રષ્ટિ પડે તો આ આત્માને ધર્મનો લાભ થઈ જાય એ વાત
પણ ખોટી જ છે. સાક્ષાત્ તીર્થંકરદેવ પણ આ આત્માને સહાયક નથી. કેમ કે જો જીવ પોતે પોતાના જ્ઞાન વડે
સ્વભાવને ઓળખે અને તીર્થંકરદેવ જેવા નિમિત્તનું લક્ષ પણ છોડીને જ્યારે સ્વભાવનું લક્ષ કરે ત્યારે તેને
સમ્યગ્દર્શન–ધર્મ પ્રગટે છે. પરંતુ જો પોતે સમ્યગ્જ્ઞાન કરે નહિ તો લાખો વર્ષ તીર્થંકર પાસે રહેવા છતાં પણ
કિંચિત્ ધર્મલાભ પામે નહિ. સામે તીર્થંકરદેવ તો સંપૂર્ણ વીતરાગ છે છતાં આ જીવ પોતે ઊંધી માન્યતારૂપ
અનંતી હિંસા ન ટાળે તો તીર્થંકરદેવ શું કરે?
સમોસરણમાં સિંહ અને હરણ ઈત્યાદિ જાતિવિરોધી પ્રાણીઓ પણ એક બીજાને ઉપદ્રવ કરતા નથી; તે
ખરેખર તીર્થંકરદેવની અહિંસાનો પ્રભાવ નથી પરંતુ સમોસરણમાં આવનારા તે જીવો જ મંદકષાયી હોય છે તેથી
તેઓ પોતાની જ પાત્રતાથી એકબીજાને ઉપદ્રવ કરતા નથી. ભગવાનના પુણ્યનો મહિમા બતાવવા માટે તેને
ભગવાનનો અતિશય કહેવાય છે. પણ ખરેખર ભગવાનની અસર પર જીવો ઉપર પડતી નથી.
દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ તે વિકલ્પ છે–ઉદયભાવ છે, તેનાથી સમ્યગ્દર્શન થતું નથી, પણ વિકલ્પરહિત
અખંડ જ્ઞાનસ્વરૂપ છું એમ પ્રજ્ઞાવડે સ્વભાવની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે અને પ્રજ્ઞાવડે આત્માના
સ્વભાવને અને બંધભાવને (–ઉદયભાવને) જુદા જાણવા તે સમ્યગ્જ્ઞાન છે તથા બંધભાવનું લક્ષ છોડીને
સ્વભાવમાં સ્થિર થવું તે સમ્યક્ચારિત્ર છે. આ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે જ અહિંસાભાવ છે
અને તેનું ફળ આત્મામાં જ સમાય છે, બહારમાં તેનું ફળ આવતું નથી.
જગતની દરેક વસ્તુ સંપૂર્ણ સ્વાધીન છે, સ્વ અને પર પદાર્થો સ્વતંત્ર છે, કોઈ એકબીજા ઉપર અસર કરતા
નથી; આવી સ્વાધીન તત્ત્વદ્રષ્ટિ અજ્ઞાનીને સમજાતી નથી, અને પરાધીનદ્રષ્ટિથી જ અનંતસંસારમાં રખડયો છે.
ભગવાનશ્રી કુંદકુંદપ્રભુ સ્વાધીન સ્વભાવદ્રષ્ટિ સમજાવે છે કે તું જ્ઞાનસ્વરૂપ આત્મા છો, પરથી અને પુણ્ય–પાપથી
ભિન્ન તારૂં સ્વરૂપ છે–એમ પ્રજ્ઞાવડે સ્વ–પરની વહેંચણી કરીને તું તારા સ્વભાવને જો, અને પરાધીનપણાની
માન્યતા છોડ! તારા સ્વાધીન સ્વભાવને કોઈની મદદ નથી. તારા ઘરની મૂડી છે તે ઉઘાડીને જો, તારા જ
સ્વભાવમાં પ્રજ્ઞા છે તે પ્રજ્ઞાવડે તારા સ્વભાવને તું પરથી ભિન્નપણે અનુભવ. તારા સ્વભાવનો અનુભવ કરવામાં
તને કોઈ અંતરાય કર્મ રોકતું નથી પરંતુ ‘હું રાગી–દ્વેષી છું, રાગ–દ્વેષ મારું કર્તવ્ય છે’ એવી ઊંધી માન્યતા તે જ
સ્વરૂપને ભેટતાં રોકે છે એટલે તે માન્યતા જ અંતરાય છે, તે જ હિંસા છે.
(વધુ માટે પાન ૨૦૬)