Atmadharma magazine - Ank 147
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧૪૭
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ તેરમુંઃ સમ્પાદકઃ પોષ
અંક ત્રીજો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
* રત્નત્રયનો ભક્ત *
(નિયમસાર કલશ ૨૨૦ ના પ્રવચનમાંથી)
આ ભાગવતશાસ્ત્રમાં પરમ ભક્તિનું વર્ણન કરતાં આચાર્યદેવ કહે છે
કે–પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન અને રમણતા તે
સાચી ભક્તિ છે. પોતાના ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ અને સ્વસંવેદન કરીને
તેમાં લીન થવું તે જ રત્નત્રયની પરમભક્તિ છે, ને તેને જ ભગવાન ધર્મ
કહે છે.
ભવભયના હરનારા એવા સમ્યક્ત્વની, શુદ્ધજ્ઞાનની અને ચારિત્રની
ભવછેદક અતુલ ભક્તિ નિરંતર જે જીવ કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ
પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ–શ્રાવક હો કે સંયમી હો–નિરંતર ભક્ત
છે....ભક્ત છે.
અહો! શ્રમણને કે શ્રાવકને દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતામાં ક્ષણે ને ક્ષણે
રત્નત્રયની આરાધના વર્તે છે....તેના રોમે રોમે રત્નત્રયની ભક્તિ પરિણમી
ગઈ છે....તેથી તે ભક્ત છે–ભક્ત છે.
જુઓ, આ સમકિતીનું ભજન!! પોતાના શુદ્ધપરમાત્માનો આશ્રય
કરીને તેને જ સમકિતી ભજે છે. પરમાત્મતત્ત્વના ભજનથી જે શુદ્ધ શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર પ્રગટે તે જ ભવભયનો નાશ કરનારી ભક્તિ છે. સર્વજ્ઞના
માર્ગમાં જે શુદ્ધરત્નત્રયને ભજે તેને જ ભક્ત કહ્યો છે. જીવ ‘રત્નત્રયરૂપે
પરિણમ્યો તે રત્નત્રયનો ભક્ત છે. ને એવા જીવને, રત્નત્રયના આરાધક
બીજા જીવો પ્રત્યે વાત્સલ્ય ને બહુમાનનો ભાવ આવે છે.
(–શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમના ઉદ્ઘાટન પ્રસંગના પ્રવચનમાંથી)
વાર્ષિક લવાજમ (૧૪૭) છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
શ્રી ગોમ્મટસારજીમાં ‘યોગ્યતા’ નું સ્પષ્ટ કથન
अत्रीपयोगी श्लोकः–निमित्तमांतरं तत्र योग्यता वस्तुनि स्थिता।
बहिर्निश्चयकालस्तु निश्चितं तत्त्वदर्शिभिः ।।
(હિંદી–) इहां प्रासंगिक श्लोक कहिए है–(ઉપરનો શ્લોક)
(શ્લોકનો અર્થ–) तीहिं वस्तुविषे तिष्ठति परिणमनरूप जो योग्यता सो अंतरंग निमित्त है बहुरि
तिस परिणमन का निश्चयकाल बाह्य निमित्त है ऐसें तत्त्वदर्शीनिकरी निश्चय किया है ।। ५८०।।
–देखो, श्री गोम्मटसार–जीवकांड गाथा ५८० की टीका, बडा पुस्तक पृष्ठ १०२२–२३
*
(શ્લોકનો ગુજરાતી અર્થઃ–) તે વસ્તુને વિષે રહેલી
પરિણમનરૂપ જે યોગ્યતા તે અંતરંગ નિમિત્ત છે, અને તે
પરિણમનમાં નિશ્ચયકાળ બાહ્ય નિમિત્ત છે–એમ તત્ત્વદર્શીઓ વડે
નિશ્ચય કરવામાં આવ્યો છે.
નોંધઃ–(૧) અહીં અંતરંગ નિમિત્ત કહેતાં ક્ષણિક ઉપાદાન કારણ
સમજવું અને બાહ્યનિમિત્ત એટલે નિમિત્તકારણ સમજવું.
(૨) અહીં ‘પરિણમનરૂપ યોગ્યતા’ કહી તે વસ્તુની
પર્યાયનો સ્વકાળ છે, અને તેમાં બાહ્ય નિમિત્ત કહ્યું તે પરકાળ છે.
(૩) અહીં ‘પરિણમન યોગ્યતા’ એમ કહ્યું છે એટલે
આ વસ્તુની ત્રિકાળી યોગ્યતાની વાત નથી પણ તેની સમય
સમયની પર્યાયની યોગ્યતાની વાત છે, એ ખાસ ધ્યાનમાં લેવા
યોગ્ય છે.
(૪) દરેક વસ્તુની પોતાની યોગ્યતાથી જ કાર્ય થાય છે,
નિમિત્તને લીધે કંઈ પણ થતું નથી–એવો જે યોગ્યતાનો સ્પષ્ટ
સિદ્ધાંત પૂ. ગુરુદેવ સમજાવે છે, તે સાંભળીને અનેક વિદ્વાનો કહે
છે કે ‘યોગ્યતા માટે કાંઈ શાસ્ત્રાધાર છે?’–તેથી અહીં શ્રી
ગોમ્મટસારશાસ્ત્રમાંથી એક મુખ્ય અને સ્પષ્ટ આધાર આપ્યો છે;
બીજા પણ અનેક શાસ્ત્રોમાં આ સંબંધી સ્પષ્ટ કથન આવે છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
[“ગીરનાર યાત્રા મહોત્સવ” પ્રસંગે જુનાગઢમાં પૂ. ગુરુદેવનું પ્રવચન]
* વીર સં. ૨૪૮૦ માહ સુદ ૧૦ *
ભ ગ વા ન નો મા ર્ગ
જુઓ, આ ગીરનાર તે નેમિનાથ ભગવાનની પવિત્ર ભૂમિ છે;
જમીનનાં રજકણો ભલે પલટી ગયાં હોય, પણ જે ધર્માસ્તિ, અધર્માસ્તિ,
કાળાણુઓ તથા આકાશના પ્રદેશો નેમિનાથ ભગવાનના વખતમાં હતા
તે ને તે જ આજે છે, તે કાંઈ પલટીને બીજાં નથી આવ્યાં; તેમ જ જે
માર્ગથી ભગવાન મુક્તિ પામ્યા તે જ મુક્તિનો માર્ગ આજે છે, કાંઈ
મોક્ષમાર્ગ બીજો નથી. ‘ભગવાન જે પંથે વિચર્યા તે પંથે વિચરવું’ એટલે
કે ચૈતન્યસ્વભાવ જેવા શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી ભગવાન મુક્ત દશા
પામ્યા તેવા સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પોતાના આત્મામાં પ્રગટ કરવા
તે ભગવાનનો પંથ છે ને તે જ મુક્તિનો માર્ગ છે.
– પૂ. ગુરુદેવ.
ભાવમંગળ અને ભૂમિંગળ
જુનાગઢના ગીરનાર ઉપર ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવળ ને મોક્ષ એ ત્રણ કલ્યાણક થયા
છે તેથી આ ભૂમિ પણ મંગળ છે. ભગવાનના આત્માએ જે પવિત્ર ભાવથી કેવળજ્ઞાનાદિ પ્રગટ કર્યા તે ભાવ તો
મંગળરૂપ છે અને તેના નિમિત્તથી આ ભૂમિ પણ મંગળ છે. ભગવાન શ્રી નેમિનાથ પ્રભુ જ્યારે સાક્ષાત્ તીર્થંકરપણે
અહીં બિરાજતા હતા ત્યારે શ્રીકૃષ્ણ અને બલભદ્ર જેવા શ્લાકા પુરુષો તેમના ચરણે નમસ્કાર કરતા હતા; સ્વર્ગમાંથી
ઇન્દ્રો અને દેવો અહીં ભગવાનની ભક્તિ કરવા ઊતરતા હતા. ભગવાન નેમિનાથ પ્રભુને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું
ભાન તો પહેલેથી હતું. પછી લગ્ન માટે અહીં આવેલા ત્યારે વૈરાગ્ય થતાં અહીંના સહસ્રામ્રવનમાં ભગવાન દીક્ષિત
થયા; પછી આનંદ નિધાન આત્મામાં રમણતાં કરતાં કરતાં કેવળજ્ઞાન પણ ત્યાં જ પામ્યા હતા અને મોક્ષદશા પણ
આ ગીરનારજીની પાંચમી ટૂંકેથી પામ્યા હતા. જ્યાંથી ભગવાન મોક્ષ પામ્યા ત્યાં ઈંદ્રે ભગવાનના ચરણચિહ્ન કર્યાં
હતા. તીર્થંકર થનાર આત્મા અનાદિઅનંત મંગળરૂપ છે એટલે ભગવાનનો આત્મા પોતે દ્રવ્યમંગળ છે, અને
ભગવાનના આત્મામાં જે કેવળજ્ઞાનાદિ ભાવ પ્રગટયા તે ભાવ મંગળ છે; તે કાળ અને ક્ષેત્ર
ઃ ૩૮ઃ
આત્મધર્મઃ ૧૪૭

PDF/HTML Page 5 of 21
single page version

background image
પણ મંગળ છે. ભગવાને પોતાના આત્મામાં જેવો ભાવ પ્રગટ કર્યો તેવા ભાવને જે ઓળખે, તેને આ ક્ષેત્ર જોતાં
તેવા ભાવનું સ્મરણ થાય છે. જે ભાવથી ભગવાને મુનિપણું, કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટ કરી તે ભાવને
ઓળખીને, પોતાના આત્મામાં પણ તેવો ભાવ પ્રગટ કરવો તે અપૂર્વ ધર્મ છે, અને તે પરમાર્થ જાત્રા છે.
ચૈતન્યની કળા
ભગવાન નેમિનાથ પ્રભુને જે કેવળજ્ઞાન થયું તે કયાંથી આવ્યું? આત્માના અંર્તસ્વભાવમાં કેવળજ્ઞાનનું
સામર્થ્ય હતું તેમાંથી જ તે પ્રગટ થયું છે. દરેક આત્મામાં કેવળજ્ઞાનની તાકાત છે, દરેક આત્મા સર્વજ્ઞ શક્તિનો પિંડ
છે, પણ અનાદિકાળથી સંસારમાં રખડતા જીવે એક ક્ષણ પણ તેનું ભાન કર્યું નથી. દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માને
જાણ્યા વિના જે કાંઈ શીખ્યો તે બધી પરવસ્તુની કળા શીખ્યો છે, પણ ચૈતન્યની જ્ઞાનકળા કદી શીખ્યો નથી.
સંસારની ચાર ગતિમાં રખડતાં અજ્ઞાની જીવે ક્રૂર હિંસાદિના પાપભાવો કર્યાં છે, ને દયા વગેરેના પુણ્યભાવો પણ
કર્યા છે, પરંતુ તે પાપ તેમજ પુણ્ય બંનેથી પાર ચિદાનંદસ્વરૂપ આત્મા અનાદિ–અનંત છે તેનું ભાન પૂર્વે કદી કર્યું
નથી.
શક્તિમાંથી વ્યક્તિ
આત્માનો મૂળ સ્વભાવ શુદ્ધ જ્ઞાનઘન છે, સર્વજ્ઞ ભગવાન જેવી પૂર્ણ તાકાત તેનામાં પડી છે. જેમ
લીંડીપીપરના સ્વભાવમાં તીખાસનું સામર્થ્ય ભર્યું છે તેમાંથી જ ચોસઠપોરી તીખાસ પ્રગટે છે, બહારના કોઈ
સાધનમાંથી તે તીખાસ નથી આવતી. તેમ આત્માના સ્વભાવમાં જ્ઞાનસામર્થ્ય પરિપૂર્ણ છે તેનામાં કેવળજ્ઞાન થવાની
તાકાત પડી છે; કેવળજ્ઞાન કોઈ નિમિત્તના સંયોગમાંથી નથી આવતું પણ અંતરની શક્તિમાંથી જ વ્યક્ત થાય છે.
આવા સ્વભાવસામર્થ્યની પ્રતીત કરવી ને તેમાં લીનતા કરવી તે ભવભ્રમણથી છૂટીને મુક્ત થવાનો ઉપાય છે.
દોષ ટાળવાની રીત
જીવ એમ ઈચ્છે છે કે મારે દોષ ટાળવા છે ને નિર્દોષતા પ્રગટ કરવી છે. તેના ઉપરથી એમ સાબિત થાય છે
કે દોષ વર્તમાનમાં ક્ષણ પૂરતા છે અને તે ટળી શકે છે, એટલે દોષ તે આત્માનું વાસ્તવિક કાયમી સ્વરૂપ નથી, તે
દોષ ટળવા યોગ્ય છે અને દોષ ટાળીને નિર્દોષપણે આત્મા કાયમ રહી શકે છે. વિકારી અને અલ્પજ્ઞ જ રહે એવો
આત્માનો સ્વભાવ નથી, પણ વિકારને ટાળીને પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ કરી ત્રિકાળવેત્તા થાય એવો આત્માનો સ્વભાવ
છે. આ રીતે ક્ષણિક દોષ અને તે દોષ રહિત કાયમી નિર્દોષ સ્વભાવ એ બંનેને જાણીને, નિર્દોષ સ્વભાવનું અવલંબન
કરતાં દોષ ટળી જાય છે ને સર્વજ્ઞતા પ્રગટી જાય છે.
સર્વજ્ઞતાનું સામર્થ્ય
જુઓ, અહીં આ ગીરનાર ઉપર ભગવાન નેમિનાથ પ્રભુ સર્વજ્ઞપદ પામ્યા છે; તે સર્વજ્ઞતા કઈ રીતે પામ્યા
તેની આ વાત છે. કોઈ બહારના સાધન વડે ભગવાન સર્વજ્ઞ થયા નથી પણ અંતરની ચૈતન્યશક્તિનું ભાન કરીને
તેમાં એકાગ્રતા વડે જ ભગવાન સર્વજ્ઞ થયા છે. સર્વજ્ઞ થયા પછી દિવ્યધ્વનિમાં ભગવાને એમ કહ્યું કે હે જીવો!
તમારા આત્મામાં પણ સર્વજ્ઞ થવાની તાકાત પડી છે, તેનો વિશ્વાસ કરીને તેનું અવલંબન કરો. આત્માની શક્તિમાં
નિર્દોષતા, જ્ઞાન અને અવિકારી આનંદરસ પરિપૂર્ણ છે તેમાંથી જ સર્વજ્ઞતા ને પૂર્ણાનંદ પ્રગટ થાય છે.
એકેક આત્મા શક્તિરૂપે સર્વજ્ઞપદ ધરાવે છે, સર્વજ્ઞતાની તાકાત તેનામાં જ પડી છે, પણ નિજ શક્તિને
ભૂલીને તે પોતાને રાગાદિ જેટલો તુચ્છ માને છે તેથી તે સંસારમાં રખડે છે. દોષ તે આત્માના ગુણની ક્ષણિક વિકૃતિ
છે, તે કાયમી ચીજ નથી, અને દોષ વગરનો નિર્દોષ સ્વભાવ કાયમ છે. સદોષતામાંથી નિર્દોષતા આવતી નથી, પણ
જે કાયમી નિર્દોષ સ્વભાવ છે તેના આધારે નિર્દોષતા થાય છે. હિંસાદિ પાપલાગણી તે વિકાર છે, દયાદિની શુભ
લાગણી તે પણ વિકાર છે, આત્માનો સ્વભાવ તે વિકાર રહિત સર્વજ્ઞશક્તિવાળો છે, પણ તેના બેભાનથી પોતાને
દોષવાળો જ માનીને અજ્ઞાની જીવ સંસારમાં રખડી રહ્યો છે.
પરમેશ્વરની પ્રતીત
પોતે સર્વ ગુણસંપન્ન પરિપૂર્ણ પરમેશ્વર છે પણ તે પોતાની પ્રતીત કરતો નથી. પ્રતીત વિના સમ્યગ્દર્શન
કયાંથી થાય? ને સમ્યગ્દર્શન વિના સમ્યગ્જ્ઞાન કે સમ્યક્ચારિત્ર કયાંથી હોય? સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગર
મોક્ષમાર્ગ કયાંથી હોય? માટે જેણે મોક્ષમાર્ગ પ્રગટ
પોષઃ ૨૪૮૨
ઃ ૩૯ઃ

PDF/HTML Page 6 of 21
single page version

background image
કરીને આત્માનું પરમ હિત કરવું હોય તેણે સૌથી પહેલાં પોતાના સ્વભાવ સામર્થ્યને ઓળખીને તેની પ્રતીત કરવી
જોઈએ કે સર્વજ્ઞ પરમેશ્વર જેવું પરિપૂર્ણ સામર્થ્ય મારા સ્વભાવમાં પણ છે, ભગવાનના અને મારા આત્માના
સ્વભાવ સામર્થ્યમાં કાંઈ ફેર નથી. અનાદિથી પોતાના શુદ્ધ ચિદ્ઘનસ્વભાવને ભૂલીને પુણ્ય–પાપથી જ જીવે લાભ
માન્યો છે. પણ પુણ્ય–પાપ રહિત મારા ચિદ્ઘનસ્વભાવનું અવલંબન લઉં તો મને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો લાભ
થાય–એ વાત તેને કદી હૃદયમાં બેઠી નથી.
સુખ આત્માના સ્વભાવમાં છે – સંયોગમાં સુખ નથી – દુઃખ પણ નથી
મારા અંતરના ચૈતન્યસ્વભાવમાં જ મારું સુખ છે–એમ આત્માના સમ્યગ્જ્ઞાન વગર, બહારના સંયોગથી
મને સુખ–દુઃખ થાય એવી મિથ્યા કલ્પના કરીને અજ્ઞાની જીવ પરાશ્રયમાં અટકયો છે. જો પર સંયોગમાં સુખ હોય
તો થોડા સંયોગવાળાને થોડું સુખ ને ઝાઝા સંયોગવાળાને ઝાઝું સુખ થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. એક
માણસ પાસે પાંચ લાખની મૂડી હોય તેમાંથી એક લાખ જાય, ત્યાં બાકી ચાર લાખ હોવા છતાં તે દુઃખી થાય છે;
અને બીજો માણસ એક લાખની મૂડીવાળો હોય તેને બીજા એક લાખ મળે, ત્યાં બે લાખ હોવા છતાં તે પોતાને સુખી
માને છે. જુઓ, બે લાખવાળો સુખની કલ્પના કરે છે ને ચાર લાખવાળો દુઃખની કલ્પના કરે છે, માટે સંયોગને લીધે
સુખ–દુઃખ નથી. એ જ પ્રમાણે ચારે કોર અનુકૂળ સામગ્રીના ઢગલા વચ્ચે કોઈ માણસ બેઠો હોય ને તેમાં સુખ
માનતો હોય, પણ જ્યાં મોટો વીંછી કરડે ત્યાં રાડ નાંખે છે કે અરે! હું દુઃખી થઈ ગયો! જો સંયોગમાં સુખ હતું તો તે
જ સંયોગો પડયા હોવા છતાં તે સુખ ક્યાં ગયું? માટે સંયોગમાં સુખ સુખ નથી, તેમ સંયોગમાં દુઃખ પણ નથી, મહા
મુનિરાજ ચૈતન્યસ્વરૂપના ધ્યાનમાં બિરાજતા હોય ને બહારમાં શરીરને સિંહ ખાઈ જતા હોય એવો સંયોગ હોય,
છતાં મુનિરાજને સંયોગનું દુઃખ થતું નથી પણ ચૈતન્યના અપૂર્વ આનંદનો અનુભવ વર્તે છે. આ રીતે સંયોગમાં સુખ
કે દુઃખ નથી. પણ અજ્ઞાની જીવ પોતાની ઊંધી માન્યતાથી પરમાં સુખ–દુઃખ કલ્પે છે. આત્મા સિવાય પરમાં સુખ
નથી પરમાં દુઃખ પણ નથી. જીવને પોતાની ભૂલથી જ દુઃખ છે; દુઃખ તે આત્માના સુખગુણની વિકૃતદશા છે, તે દુઃખ
ક્ષણિક છે ને આત્માનો સુખસ્વભાવ ત્રિકાળ છે. પોતાનો ચિદાનંદ સ્વભાવ જ સુખરૂપ છે–એવું લક્ષ જીવે કદી કર્યું
નથી. જેમ ચણામાં મીઠાસ ભરી છે પણ વર્તમાન કચાસને લીધે તે તૂરો લાગે છે, તેમ ભગવાન આત્માનો સ્વભાવ
પરિપૂર્ણ જ્ઞાન–આનંદ રસથી ભરપૂર છે, પણ તેના ભાન વિના અજ્ઞાનરૂપી કચાસને લીધે વર્તમાનમાં તે આકુળતાનો
સ્વાદ ભોગવે છે, ને ચોરાસીના અવતારમાં રખડે છે; આમ છતાં તેના સ્વભાવમાંથી સુખનો અભાવ થઈ ગયો નથી.
ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ અને એકાગ્રતા કરતાં અપૂર્વ આત્મસુખનો અનુભવ થાય છે. આ
સિવાય બહારના કોઈ ઉપાયથી સુખ પ્રગટતું નથી કેમકે બહારના કોઇ સંયોગમાં આત્માનું સુખ નથી.
આત્માના આનંદની વાત
ધર્મ કહો, સુખ કહો કે આત્માનો આનંદ કહો, એ ત્રણે એક જ છે. ધર્મ તે બહારની કોઈ ક્રિયા નથી પણ
આત્માની નિર્દોષ દશા છે; ધર્મ તે સુખ છે, ધર્મ તે આનંદ છે. ધર્મમાં દુઃખ નથી, અને પુણ્યમાં કે સંયોગમાં સુખ નથી.
આત્માના અંર્તસ્વભાવમાં જ વાસ્તવિક આનંદ છે, પુણ્ય–પાપમાં કે તેના ફળમા આત્માનો આનંદ નથી આત્માના
આનંદની આ વાત જીવે પૂર્વે કદી રુચિપૂર્વક સાંભળી નથી, જ્યારે વાત કાને પડી ત્યારે સમજણ કરીને અંતરમાં
બેસાડી નથી. રાગમાં અટકયો પણ ચૈતન્ય તત્ત્વ રાગથી પાર છે, તે ચૈતન્યની રુચિ કરવામાં રાગનું અવલંબન છે જ
નહિ; રાગથી પાર થઈને આવી ચૈતન્યની રુચિ પૂર્વે અનંતકાળમાં જીવે કદી કરી નથી. રાગમાં ને રાગના ફળમાં
આનંદ માનીને રોકાઈ ગયો પણ અંતર્મુખ થઈને ચૈતન્યના અતીન્દ્રિય આનંદને જાણ્યો નહિ.
કુદરતનો કાયદો
અજ્ઞાન ભાવથી સંસારની ચારે ગતિમાં જીવ પરિભ્રમણ કરે છે. જે જીવ ઘણાં તીવ્ર પાપો કરે છે તે તેનું ફળ
ભોગવવા નીચે નરકમાં જાય છે. નીચે નરક ગતિનું સ્થાન છે, તે યુક્તિથી પણ સિદ્ધ થઈ શકે છે. જુઓ, આ લોકમાં
એક ક્ષણમાં એક ખૂન કરનાર જો પકડાય તો સરકાર તેને એક
ઃ ૪૦ઃ
આત્મધર્મઃ ૧૪૭

PDF/HTML Page 7 of 21
single page version

background image
વાર ફાંસી આપે. પણ જો કોઈ માણસ ઘણાં કાળ સુધી હજારો લાખો માણસોને મારી નાંખવાના પરિણામ કરે તો
અહીં તેને શું સજા કરે? તેને પણ એક વાર ફાંસી આપે.–તો શું એક ખૂન કરનારને અને હજારો ખૂન કરનારને
બંનેને સરખું ફળ? ના, કુદરતના કાયદામાં એમ હોય નહિ. હજારો માણસોની હિંસા કરવાના તીવ્ર પાપ પરિણામનું
ફળ નરકમાં તે જીવ ભોગવે છે. વળી કોઈ જીવ મોટાં કતલખાનાં ચલાવવાના તીવ્ર પાપ કરતો હોવા છતાં અહીં તે
સુખી દેખાય છે,–તો શું પાપના ફળમાં સુખ હોય? ના; ત્યારે તેને જે સુખ દેખાય છે તે તો પૂર્વના પુણ્યનું ફળ છે, ને
વર્તમાનમાં જે ક્રૂર પાપ કરે છે તેનું ફળ તો તે નરકમાં જઈને ભોગવશે; નરકમાં અપાર દુઃખ છે. ચૈતન્યસ્વરૂપના
ભાન વિના તીવ્ર પાપભાવો કરીને નરકનાં દુઃખો પણ જીવ અનંતવાર ભોગવી ચૂક્યો છે. ચારે ગતિના અવતાર
જીવે અનંતવાર કર્યા છે. ભલે વર્તમાનમાં તેને યાદ ન હોય પણ અનાદિથી અત્યાર સુધીનો કાળ ચાર ગતિમાં જ
વીત્યો છે. કદી પણ તેની મુક્તિ થઈ નથી. જેમ છ માસનો બાળક હતો ને માતાના પેટમાં હતો–તે બાલ્યકાળનો પણ
ખ્યાલ નથી આવતો છતાં પણ તે વખતે પોતે હતો તો ખરો ને? તેમ પૂર્વે અનંતકાળમાં ક્યાં હતો તે અત્યારે યાદ
નથી છતાં પણ તે વખતે જીવ કયાંક હતો તો ખરો ને?–તે ક્યાં હતો? મોક્ષ તો પામ્યો નથી એટલે સંસારની ચાર
ગતિમાં જ અત્યાર સુધીનો કાળ ગૂમાવ્યો છે. સંસારમાં શુભભાવ કરીને અનંતવાર મોટો દેવ થયો, ને મહા પાપો
કરીને અનંતવાર નારકી થયો; વળી તીવ્ર માયા–દંભના પરિણામ કરીને અનંતવાર તિર્યંચ થયો અને સરળતા વગેરે
કંઈક મંદ પરિણામથી પુણ્ય કરીને મનુષ્ય પણ અનંતવાર થયો; પણ તે ચારે ગતિના ભવ અને તે ભવના કારણરૂપ–
વિભાવ તે બંનેથી રહિત ચિદાનંદસ્વરૂપ મારો આત્મા છે–એવા ભાન વગર કદી જીવનું કલ્યાણ થયું નહિ. માટે
પહેલાં આત્માની જિજ્ઞાસા પ્રગટવી જોઈએ અને પાત્ર થઈને સત્સમાગમે ચૈતન્યવસ્તુની સમજણ કરીને તેનો
ભરોસો બેસવો જોઈએ.
શું કરવું?
પ્રશ્નઃ– આમાં શું કરવાનું કહ્યું?
ઉત્તરઃ– બહારનું તો કાંઈ કરવાનું કહેતા નથી કેમ કે તે તો આત્માના હાથની વાત નથી. હવે અજ્ઞાની પુણ્ય
પાપ અનાદિથી કરતો જ આવે છે, તેમાં કાંઈ આત્માનું હિત નથી એટલે તે કરવાનું પણ કેમ કહેવાય? જેને આત્માનું
અપૂર્વ હિત કરવું હોય, આત્માને આ ભવભ્રમણના દુઃખથી ઉગારવો હોય તેણે અંતરમાં અજ્ઞાન ટાળીને આત્માનું
વાસ્તવિક જ્ઞાન કરવું, તે જ કરવાનું છે.
ધર્મનું સાધન
આત્મા પરથી તો શૂન્ય છે એટલે કે પરવસ્તુ વગરનો ખાલી છે, આત્મામાં પરવસ્તુ નથી ને પરવસ્તુમાં
આત્મા નથી, તો પરચીજથી આત્માને સુખ થાય કે પરચીજ આત્માને ધર્મમાં કાંઈ સહાયક થાય–એમ કદી બનતું
નથી. અંતરનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ તે એક જ ધર્મનું સાધન છે.
વાત્સલ્ય અને ભક્તિનો ભાવ ધર્મીને આવે છે.
જેને ધર્મનો પ્રેમ હોય તેને બીજા ધર્માત્માઓ પ્રત્યે પણ વાત્સલ્ય અને પ્રીતિનો ભાવ આવે છે, ભગવાન
પ્રત્યે તેમ જ સાધક સંત–ધર્માત્માઓ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે, પણ ત્યાં ભગવાન મને કાંઈ આપી દેશે–એવો
અભિપ્રાય નથી તેમ જ તે ભક્તિના શુભ રાગથી ધર્મ થશે એમ પણ માનતા નથી.
પ્રશ્નઃ– જો સમકિતી રાગથી ધર્મ નથી માનતા તો તેમને ભક્તિ વગેરેનો રાગ કેમ થાય છે?
ઉત્તરઃ– ભાઈ, રાગ થાય તે ચારિત્રનો અપરાધ છે પણ શ્રદ્ધાનો અપરાધ નથી. રાગ વખતે પણ ધર્મીને ‘હું
રાગ રહિત ચિદાનંદસ્વભાવ છું’ એમ સ્વભાવમાં જ હું પણું વર્તે છે–સ્વભાવની પ્રતીત વર્તે છે, એટલે શ્રદ્ધા સુધરી છે,
પરંતુ શ્રદ્ધા સુધરતાં ચારિત્ર પણ તે ક્ષણે જ પૂરું સુધરી જાય–એવો કાંઈ નિયમ નથી; માટે રાગથી ધર્મ ન માનતા હોવા
છતાં, વીતરાગતા નથી થઈ તેથી ધર્મીને રાગ થાય છે, તેમાં સમ્યક્શ્રદ્ધાનો જરા પણ અપરાધ નથી. ધર્માત્માને
પોતાના નિરાલંબી ચૈતન્યસ્વભાવનું સમ્યક્ દર્શન અને જ્ઞાન થયું છે. પરથી લાભ થાય કે રાગથી ધર્મ થાય એવું
સ્વપ્ને પણ તે માનતા નથી, પરંતુ હજી પોતાને પૂર્ણતા પ્રગટી નથી, વીતરાગતા થઈ નથી, પૂર્ણતાની ભાવના વર્તે છે,
ત્યાં પૂર્ણતાને પામી ચૂકેલા સર્વજ્ઞભગવાન પ્રત્યે તેમ જ તેના સાધક સંતો પ્રત્યે ભક્તિના ઉલ્લાસનો શુભ
પોષઃ ૨૪૮૨
ઃ ૪૧ઃ

PDF/HTML Page 8 of 21
single page version

background image
ભાવ તેને આવે છે. છતાં તે વખતે પણ દ્રષ્ટિમાં તો ચૈતન્ય સ્વભાવનું એકનું જ અવલંબન વર્તે છે; જેટલું ચૈતન્ય
સ્વભાવનું અવલંબન વર્તે છે તેટલો જ ધર્મ છે.
સંસાર અને મોક્ષ કયાં છે?
જુઓ, આ ધર્મની વાત છે; આત્માનું અનાદિનું દીનપણું ટળે ને તેને ધર્મનો અપૂર્વ લાભ થાય તેનો આ
ઉપાય કહેવાય છે. લોકો કહે છે કે ‘કાંઈ દાળીયા થયા?’ કાંઈ શુકરવાર થયો?’ તેમ અહીં આત્માનો શુકરવાર થાય
એટલે કે આત્માને આનંદની મીઠાસનો અપૂર્વ લાભ થાય તેની વાત છે. ભાઈ! અનાદિથી તેં પુણ્ય પાપ કર્યા પણ
તેમાં તારો કાંઈ શુકરવાર ન થયો–તને આત્માના આનંદની પ્રાપ્તિ ન થઈ. માટે હવે તે પુણ્ય–પાપનું અવલંબન
છોડીને ચિદાનંદસ્વભાવની પ્રતીતિ કર તો તને આત્માના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય ને તારું અપૂર્વ કલ્યાણ
થાય. ચૈતન્યસ્વભાવના અવલંબને આવો ઉપાય કરીને ભગવાન પરમ હિતરૂપ મોક્ષપદને પામ્યા. તે મોક્ષદશા
કયાંથી આવી? આત્મામાંથી જ પ્રગટી. આત્માની પૂર્ણ શુદ્ધ દશા તે મોક્ષ છે, ને આત્માની અપૂર્ણ શુદ્ધ દશા તે સંસાર
છે. આત્માનો મોક્ષ તેમ જ સંસાર એ બંને આત્મામાં જ છે. કાંઈ શરીર–કુટુંબ–મકાન વગેરે પરસંયોગમાં આત્માનો
સંસાર નથી. જો બહારના સંયોગમાં આત્માનો સંસાર હોય તો, મરતાં તે કોઈ ચીજોને જીવ પોતાની સાથે લઈ જતો
નથી, તે બધી ચીજો અહીં છૂટી જાય છે એટલે સંસાર પણ છૂટી જવો જોઈએ ને મોક્ષ જ થઈ જવો જોઈએ. પરંતુ
એમ બનતું નથી. સંસાર તો જીવની પોતાની વિકારી દશા છે, તે પરમાં નથી; મરતાં જીવ પોતાના વિકારભાવને
સાથે લઈ જાય છે તે સંસાર છે. આત્માનો સંસાર ને મોક્ષ પરમાં નથી તેમ તે સંસાર અને મોક્ષનું કારણ પણ પરમાં
નથી. પોતામાં જે મિથ્યાત્વાદિ અશુદ્ધભાવ તે જ સંસારનું કારણ છે અને સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ તે મોક્ષનું કારણ છે.
સુખી થવા માટે ભગવાનો સંદેશો
આ જેને સુખી થવું હોય, ધર્મી થવું હોય, સંસારથી છૂટીને આત્માની મોક્ષદશા પ્રગટ કરવી હોય તેવા જીવને
માટે ભગવાનનો સંદેશો છે કે ભાઈ! તારી મુક્તિનો ઉપાય તારા આત્માથી બહાર નથી પણ તારા આત્મામાં જ તારી
મુક્તિનો ઉપાય છે. આત્માના સ્વભાવને ઓળખીને તેનું અવલંબન લે તો મુક્તિનો ઉપાય પ્રગટે. અહીં ગીરનાર ઉપર
ભગવાન નેમિનાથ પ્રભુ અંતરના ચિદાનંદપ્રભુનું અવલંબન કરીને જ મુક્તિ પામ્યા. ભગવાન જ્યારે અરિહંતદશામાં
બિરાજતા હતા ત્યારે દિવ્યધ્વનિ દ્વારા જગતના જીવોને એવો સંદેશો આપ્યો કે દરેક આત્મા ચિદ્ઘન સ્વભાવથી ભરેલો
સ્વયંભૂ છે, તેને પોતાના મોક્ષ માટે બહારનાં સાધનો શોધવા પડે–એમ નથી, પોતામાં જ મોક્ષનું સાધન થવાની
તાકાત છે. આવા આત્મસ્વભાવની અંતર્મુખ થઈને તેની પ્રતીત કરો.......તેમાં એકાગ્રતા કરો.....તે જ મુક્તિનો માર્ગ છે
ને તે જ શાંતિનો રાહ છે, આ સિવાય બીજા કોઈ ઉપાયથી મુક્તિનો માર્ગ પ્રગટતો નથી.
ભગવાનો માર્ગ
જુઓ, આ ગીરનાર તે નેમિનાથ ભગવાનની પવિત્ર ભૂમિ છે; જમીનનાં રજકણ ભલે પલટી ગયાં હોય,
પણ જે ધર્માસ્તિ, અધર્માસ્તિ, કાળાણુઓ તથા આકાશના પ્રદેશો નેમિનાથ ભગવાનના વખતમાં હતા તે ને તે જ
આજે છે, તે કાંઈ પલટીને બીજાં નથી આવ્યાં; તેમ જ જે માર્ગથી ભગવાન મુક્તિ પામ્યા તે જ મુક્તિનો માર્ગ આજે
છે, કાંઈ મોક્ષમાર્ગ બીજો નથી.–તો આ ગીરનારજીની જાત્રામાં, ભગવાન નેમિનાથ પ્રભુ કઈ રીતે મોક્ષ પામ્યા તે
ઓળખવું જોઈએ ને? અને તે ઓળખીને પોતામાં પણ તેવો ઉપાય પ્રગટ કરે તો આત્માનું કલ્યાણ થાય. ‘ભગવાન
જે પંથે વિચર્યા તે પંથે વિચરવું’–એટલે કે ચૈતન્યસ્વભાવના જેવા શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી ભગવાન મુક્તદશા પામ્યા
તેવા સમ્યક્ શ્રદ્ધ–જ્ઞાન–ચારિત્ર પોતાના આત્મામાં પ્રગટ કરવા તે ભગવાનનો પંથ છે ને તે જ મુક્તિનો માર્ગ છે.
जय हो नेमिनाथ भगवाननो
ઃ ૪૨ઃ આત્મધર્મઃ ૧૪૭

PDF/HTML Page 9 of 21
single page version

background image
જિનશાસનનો મહિમા []
(શ્રી ભાવ–પ્રાભૃત ગા. ૭૬–૭૭–૭૮ ઉપરના પ્રવચનોમાંથી)
હે જીવ! તું તારા શ્રેય ને માટે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવને અંગીકાર કર–એમ
જિનશાસનમાં ભગવાન જિનેન્દ્રદેવનો ઉપદેશ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગી શુદ્ધભાવ તે જ મોક્ષનું કારણ છે, અને તે
શુદ્ધભાવની પ્રાપ્તિ જૈનશાસનમાં જ છે, તેનાથી જ જૈનશાસનનો મહિમા છે. એ સિવાય રાગ
તે જૈનધર્મ નથી, ને તેના વડે જૈનશાસનનો મહિમા નથી.
દેખો, યહ જૈનશાસનકા ઉપદેશ!!
અરે જીવ! તારા આત્મામાં પ્રભુતા ઊછળે.....ને તારી પામરતા નાશ પામે એવી
અદ્ભુત વાત આ જૈનશાસનમાં સંતોએ બતાવી છે. માટે હે ભાઈ! એક વાર તારી રાગની
બુદ્ધિ છોડ ને આ વાત સમજ. આ સમજ્યે જ તારું હિત છે.
– પૂ. ગુરુદેવ.
જીવના ત્રણ પ્રકારના ભાવોમાંથી શ્રેયકારી એવા શુદ્ધ ભાવને
અંગીકાર કરવાનો ઉપદેશ
આ ‘ભાવપ્રાભૃત’ માં શુદ્ધ ભાવની પ્રધાનતા છે એટલે કે શુદ્ધભાવ તે જ મોક્ષનું કારણ
છે એમ બતાવ્યું છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગી શુદ્ધભાવ છે તે જ મોક્ષનું કારણ
હોવાથી ઉપાદેય છે; એ સિવાય શુભ કે અશુભ રાગ તે ખરેખર ઉપાદેય નથી.
મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્રરૂપ શુદ્ધભાવની પ્રાપ્તિ
જૈનશાસનમાં જ છે અને તેનાથી જ જૈનશાસનનો મહિમા છે. મોહ કે રાગ–દ્વેષ તે જૈનધર્મ નથી.
પણ મોહ અને રાગ–દ્વેષ રહિત એવો વીતરાગી શુદ્ધભાવ તે જૈનધર્મ છે.
આ ભાવ–પ્રાભૃત છે, તેમાં કયો ભાવ ઉપાદેય છે, અથવા તો કયો ભાવ મોક્ષનું કારણ છે.
તેનું વર્ણન છે. શ્રી જિનેશ્વરદેવે જીવના ભાવ ત્રણ પ્રકારના કહ્યા છે–શુભ, અશુભ ને શુદ્ધ; તેમાંથી
શુભ ભાવ તો પુણ્યબંધનું કારણ છે, અશુભ ભાવ પાપ બંધનું કારણ છે, ને શુદ્ધભાવ તો
શુદ્ધસ્વભાવ જ છે એટલે તે મોક્ષનું કારણ છે.–આ પ્રમાણે જિનેશ્વરદેવે ત્રણ ભાવો કહ્યા છે તેને
જાણીને, હે જીવ! જે શ્રેયકારી હોય તેને તું આચર.
આ ભાવપ્રાભૃતમાં શુદ્ધભાવની પ્રધાનતા છે, તે શુદ્ધભાવ જ મોક્ષનું કારણ છે તેથી તે જ ઉપા–
પોષઃ ૨૪૮૨ ઃ ૪૩ઃ

PDF/HTML Page 10 of 21
single page version

background image
દેય છે, એટલે કે શુદ્ધભાવ તે જ ખરેખરો ધર્મ છે. સાધકદશામાં શુદ્ધભાવની સાથે શુભ પણ હોય,
પણ તે શુભરાગ કાંઈ ધર્મ નથી, છતાં તેને ધર્મ કહેવો તે ઉપચાર માત્ર છે; અને અશુભની
અપેક્ષાએ શુભને પણ ઉપાદેય વ્યવહારથી કહેવાય, પરમાર્થે તો તે હેય જ છે.
આત્મા સમ્યગ્જ્ઞાનમય ચૈતન્યસૂર્ય છે, તેના પ્રકાશમાં શુભ–અશુભ ભાવો જણાય છે, પણ
તેઓ ચૈતન્યસૂર્ય સાથે એકમેક નથી, ચૈતન્યસૂર્યથી ભિન્ન છે.
રાગરહિત શુદ્ધભાવ–એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગભાવ–તે આત્માનો
સ્વભાવ છે. તેને ચૈતન્ય સાથે એકતા છે. આ પ્રમાણે શુદ્ધ તથા શુભ–અશુભભાવોને જાણીને
તેમાંથી કલ્યાણકારી ભાવને અંગીકાર કરવાનો જિનદેવનો ઉપદેશ છે.
–કયા ભાવ કલ્યાણકારી છે?
–શુદ્ધ ભાવ, એટલે કે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ વીતરાગભાવ તે જ
ખરેખર જીવને કલ્યાણકારી છે, તેથી તે જ ઉપદેશ છે; માટે હે જીવ! તે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવને
તું સમ્યક્ પ્રકારે આચર–એવો ભગવાનનો ઉપદેશ છે.
હિંસાદિ અશુભ ભાવથી તો પાપનું બંધન થાય છે ને તેનું ફળ દુર્ગતિમાં ભ્રમણ છે, તો તેને
શ્રેયકારી કેમ કહેવાય?
એ જ પ્રમાણે દયા કે વ્રત વગેરેના શુભભાવથી પુણ્યનું બંધન થાય છે ને તેના ફળમાં
સ્વર્ગાદિનો ભવ મળે છે, પણ તેના વડે કાંઈ ભવભ્રમણનો નાશ નથી થતો, તો તે શુભને પણ
શ્રેયકારી કેમ કહેવાય?
શુભ અને અશુભ બંનેથી પાર ચિદાનંદ આત્મસ્વભાવની સમ્યક્શ્રદ્ધા જીવે પૂર્વે કદી એક
ક્ષણ પણ કરી નથી. એકવાર પણ જો સમ્યક્શ્રદ્ધા કરે તો અલ્પકાળમાં મુક્તિ થઈ જાય. એ રીતે
સમ્યક્શ્રદ્ધા તેમજ સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે શુદ્ધભાવ છે ને તેનું ફળ પરમશ્રેયરૂપ મોક્ષ
છે, તેથી તે શુદ્ધ ભાવ જ જીવને ખરેખર શ્રેયકારી છે.
–આમ જાણીને હે જીવ! તું તારા શ્રેયને માટે સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોને અંગીકાર કર,
એમ ભગવાન જિનેન્દ્રદેવનો ઉપદેશ છે.
શુદ્ધરત્નત્રય વડે જ જિનશાસને મહિમા છે
જીવના શ્રેયને માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ અંગીકાર કરવાનું કહ્યું; હવે કહે
છે કે તે રત્નત્રયરૂપ બોધિની પ્રાપ્તિ જૈનશાસનમાં જ થાય છે. આ જિનશાસનનો મહિમા છે કે
જીવને ત્રણ ભુવનમાં પૂજ્ય એવી બોધિની પ્રાપ્તિ જિનશાસનમાં જ થાય છે. બોધિ એટલે
રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગ, તે ત્રણલોકમાં પૂજ્ય છે, અને તેની પ્રાપ્તિ જિનશાસનમાં જ થાય છે–
કેવા જીવને તેની પ્રાપ્તિ થાય છે? એક તો મિથ્યાત્વરૂપ મોહ જેનો નાશ થઈ ગયો છે, તથા
પરદ્રવ્યમાં અહંકાર–મમકારરૂપ માનકષાય જેનો ગળી ગયો છે, એ રીતે મિથ્યાત્વ તથા પરમાં
ઇષ્ટ–અનીષ્ટપણાની બુદ્ધિના નાશથી જેનું સમભાવી ચિત્ત થયું છે એવો જીવ જિનશાસનમાં
અપૂર્વ બોધિને પામે છે.
જુઓ, આ જિનશાસનનો મહિમા! બીજી રીતે જિનશાસનનું માહાત્મ્ય નથી પણ બોધિ
એટલે શુદ્ધ રત્નત્રયરૂપ ભાવની પ્રાપ્તિ જૈનશાસનમાં જ થાય છે, તે શુદ્ધ રત્નત્રયના ભાવ વડે જ
જૈનશાસનની મહત્તા છે, એટલે કે તે જ ખરેખર જૈનશાસન છે. રાગ તે જૈનશાસન નથી, તેના
ઃ ૪૪ઃ આત્મધર્મઃ ૧૪૭

PDF/HTML Page 11 of 21
single page version

background image
વડે જૈનશાસનની મહત્તા નથી. જેનાથી મોક્ષ થાય–શ્રેય થાય–હિત થાય એવા શુદ્ધભાવ વડે જ
જૈનશાસનની પ્રધાનતા છે, પુણ્ય વડે તેની પ્રધાનતા નથી.
અહો! ત્રણ ભુવનમાં સારભૂત એવી જે રત્નત્રયરૂપ બોધિ, તેને જીવ જૈનશાસનમાં જ
પામે છે; આ સિવાય બીજે તો બોધિ (મોક્ષમાર્ગ) છે જ નહીં. જૈનશાસનમાં જ યથાર્થ શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ બોધિનો ઉપદેશ છે, અને તેની પ્રાપ્તિ પણ જૈનશાસનમાં જ છે. ‘જૈનશાસન’ તે
કયાંય–બહારમાં નથી પણ આત્માના શુદ્ધપરિણામ તે જ જૈનશાસન છે.
એક તરફ સ્વદ્રવ્ય,
બીજી તરફ પરદ્રવ્યો;
–તેમાં સ્વદ્રવ્યાશ્રિત પરિણમન તે મોક્ષનું કારણ,
અને પરદ્રવ્યાશ્રિત પરિણમન તે સંસારનું કારણ.
જગતમાં સ્વદ્રવ્ય તેમજ પરદ્રવ્યો એક સાથે છે, અને તે ભિન્ન ભિન્ન છે. ચૈતન્યસ્વરૂપ
આત્મા એક જ સ્વદ્રવ્ય છે અને તે સિવાય શરીર આદિ બધાય પરદ્રવ્યો છે. પરથી ભિન્ન
ચૈતન્યસ્વરૂપ સ્વદ્રવ્યમાં જ
अहं બુદ્ધિ એટલે કે ‘આ જ હું’ એવી માન્યતા તે યથાર્થશ્રદ્ધા છે;
અને ચૈતન્ય સ્વરૂપને ચૂકીને શરીરાદિક પરદ્રવ્યમાં अहं–मम બુદ્ધિ તે મિથ્યાશ્રદ્ધા છે; પરચીજને
પોતાની માનવી તે ઊંધી શ્રદ્ધા છે. જુઓ, જગતમાં સ્વદ્રવ્ય છે ને પરદ્રવ્યો પણ છે, જીવ પણ છે
ને અજીવ પણ છે; સ્વદ્રવ્યનું ભાન કરીને તેના આશ્રયે મોક્ષમાર્ગ સાધનારા જીવો પણ છે, તેમ જ
સ્વદ્રવ્યને ભૂલીને પરદ્રવ્યમાં અહં–મમબુદ્ધિરૂપ ભ્રમણાથી સંસારમાં રખડનારા જીવો પણ છે. તે
ભ્રમણા ક્ષણિક પર્યાયમાં છે, ચૈતન્યની યથાર્થ ઓળખાણ વડે તે ભ્રમણ ટાળીને સમ્યક્ શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર તથા મોક્ષદશા પ્રગટે છે, તથા આત્મા સળંગપણે કાયમ ટકી રહે છે.–આમાં સાતે
તત્ત્વો આવી જાય છે.–આવી યથાર્થ તત્ત્વોની વાત જૈનશાસનમાં જ છે. અને તેમાં જ બોધિની
પ્રાપ્તિ થઇ શકે છે. આ સિવાય બીજે કયાંય બોધિનો યથાર્થ ઉપદેશ કે તેની પ્રાપ્તિ નથી.
કાં તો એકલા જીવને જ માને, ને અજીવનું અસ્તિત્વ જગતમાં માને જ નહિ,
કાં તો વસ્તુને તદ્ન ક્ષણિક પલટતી જ માને, ને તેની ધુ્રવતાને માને જ નહિ,
કાં તો વસ્તુને સર્વથા ધુ્રવ જ માને, ને તેની પર્યાય પલટવાનું માને જ નહિ,
કાં તો રાગ વડે કે નિમિત્તોના આશ્રયે જીવનું હિત થવાનું માને.
–તો તે બધાય અન્યમત છે, તેમાં કયાંય યથાર્થ બોધિની–મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી.
જૈનશાસનમાં જ યથાર્થ બોધિની પ્રાપ્તિ થાય છે. ત્રણ ભુવનમાં સારભૂત એવા રત્નત્રયરૂપ
મોક્ષમાર્ગ જૈનશાસનના સેવનથી જ પમાય છે–એવું તેનું માહાત્મ્ય છે.
કેવો જીવ બોધિ પામે?
જૈનશાસનમાં બોધિ પામનાર જીવ કેવો હોય છે?–જેને શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વદ્રવ્યમાં જ
અહંબુદ્ધિ થઈ છે ને પરદ્રવ્યમાંથી અહંબુદ્ધિ છૂટી ગઈ છે, રાગમાં પણ લાભની માન્યતા છૂટી ગઇ
છે, એવો જીવ જૈનશાસનમાં બોધિ પામે છે. જેને રાગની રુચિ છે તેને પરદ્રવ્યની જ પ્રીતિ છે, તેને
જૈનશાસનની ખબર નથી, આત્માના સ્વભાવની ખબર નથી. જૈનશાસન એમ કહે છે કે શુદ્ધભાવ
પોષઃ ૨૪૮૨ ઃ ૪પઃ

PDF/HTML Page 12 of 21
single page version

background image
જ હિતકર છે ને તે જ ઉપાદેય છે. રાગ તે જૈનશાસન નથી ને તે ઉપાદેય નથી; તે તો વિકાર છે
તેથી હેય છે.
એક કોર શુદ્ધ સ્વભાવ, ને
તેનાથી વિરુદ્ધ વિકાર;
હવે તેમાંથી જેને શુદ્ધ સ્વભાવની રુચિ છે તેને રાગની રુચિ નથી અને જેને વિકારની રુચિ
છે તેને સ્વભાવની રુચિ નથી. આવી વાત જૈનશાસનમાં જ છે; એટલે જેને જૈનશાસનની રુચિ છે
તેને રાગની રુચિ નથી, ને જેને રાગની રુચિ છે તેને જૈનશાસનની રુચિ નથી. જૈનશાસન રાગથી
ધર્મ મનાવતું નથી. મંદ રાગ વડે પરમાર્થધર્મ પમાશે–એ મિથ્યાદ્રષ્ટિની માન્યતા છે. શ્વેતાંબર મત
પણ મિથ્યાદ્રષ્ટિને રાગથી (–દાન, દયાથી) ધર્મ થવાનું મનાવે છે,–તે ખરેખર જૈનશાસન નથી.
જગતમાં ભિન્ન ભિન્ન અનંત આત્માઓ છે, અનંતાનંત પરમાણુઓ છે. તેમાં એકેક આત્મા
પોતાથી પરિપૂર્ણ ને પરથી ભિન્ન છે. આત્માની ક્ષણિક પર્યાયમાં રાગ થાય તે પણ આત્માનો પરમાર્થ
સ્વભાવ નથી, આત્માનો શુદ્ધ ચિદાનંદ સ્વભાવ તો રાગથી પણ પાર છે. આવા શુદ્ધ
આત્મસ્વભાવની સમીપતા–થતાં સ્વભાવની નિઃશંક દ્રઢતા થતાં, રાગમાંથી અને પરમાંથી અહંકાર–
મમકાર છૂટી જાય તેનું નામ નિર્માનતા છે; ને એવો નિર્માન જીવ રત્નત્રયરૂપ બોધિને પામે છે.
સાધારણ લૌકિક નિર્માનતાની આ વાત નથી; જ્ઞાનસ્વભાવના ભાન વિના સભામાં છેલ્લે બેસે કે
કોઈકના પગ પાસે બેસે ને બધાયનો વિનય સાચવીને વર્તે અને માને કે હવે આવા વિનયથી મારું
કલ્યાણ થઈ જશે! તો તે કાંઈ નિર્માનતા નથી, તે તો અવિવેક અને મૂઢતા છે. અહીં તો કહે છે કે
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં
अहं થતાં પરમાંથી ‘अहं–मम’ છૂટી જાય, તેને જ મિથ્યાત્વ સહિતના
માનાદિ કષાયો ગળી ગયા છે, તે જ નિર્માન છે, ને તેને જ બોધિની પ્રાપ્તિ થાય છે.
પોતાના સ્વરૂપને ભૂલીને પરમાં પોતાપણાની માન્યતા તે મિથ્યાત્વ છે; એવા મિથ્યાત્વને
લીધે અનાદિ કાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનાદિથી સ્વરૂપની અસાવધાની ને
પરમાં સાવધાની તે મિથ્યાત્વ હતું, તે પણ જીવમાં એક અવસ્થા હતી; હવે જૈનશાસનનો ઉપદેશ
પામીને સ્વભાવની સાવધાની વડે તે ઊંધી શ્રદ્ધાનો નાશ કરીને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા
પ્રગટ કર્યા; આવા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપ મોક્ષમાર્ગ જૈનશાસનમાં જ થાય છે, એવું
જૈનશાસનનું માહાત્મ્ય છે.
અહો, જિનશાસનો પરમ મહિમા અને કુંદકુંદેવની વાણી!
અહો! જૈનશાસનનો આ પરમ મહિમા છે કે એકેક આત્માનો જ્ઞાતાદ્રષ્ટા પરિપૂર્ણ સ્વભાવ
તે બતાવે છે, ને પરદ્રવ્યો તથા પરભાવોમાંથી અહંબુદ્ધિ છોડાવે છે. આત્માનો જ્ઞાનાનંદ સ્વભાવ
છે તેને પરદ્રવ્યમાં ઇષ્ટ–અનીષ્ટપણું કરવાનો સ્વભાવ નથી. આવા સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
રમણતાથી જ ખરી સમતા થાય છે. પરદ્રવ્યો જ્ઞેયોમાં પણ આ ઇષ્ટ ને આ અનીષ્ટ એવો સ્વભાવ
નથી; પરમાં કયાંય ઇષ્ટ–અનીષ્ટ કરવાનો જ્ઞાનનો કે જ્ઞેયનો સ્વભાવ નથી; પરમાં ઇષ્ટ–
અનીષ્ટપણાની કલ્પના તો અદ્ધરથી કરે છે. ‘હું તો જ્ઞાનસ્વભાવ જ છું’–એ વાત જો બરાબર
સમજે તો જ્ઞાતાદ્રષ્ટા થઈને સમચિત–વીતરાગચિત્ત થઈ જાય! અહો! આ તો કુંદકુંદાચાર્ય
ભગવાનની અલૌકિક
ઃ ૪૬ઃ આત્મધર્મઃ ૧૪૭

PDF/HTML Page 13 of 21
single page version

background image
વાણી છે. આ વાત સમજે તો જરૂર બોધિની પ્રાપ્તિ થઈ જાય; આ સમજતાં અંતરમાં
જ્ઞાનસ્વભાવની સાવધાનીથી સમચિત–વીતરાગભાવ થઈ જાય; આ જ જૈનશાસન છે.
‘દરિયામાં રહેવું ને મગર સાથે વેર’–એ કેમ ચાલે? તેમ આ જગત તે અનંતા જીવઅજીવ
દ્રવ્યોનો દરિયો છે, તે જગતમાં રહેવું ને પરદ્રવ્યો સાથે વેર–એમ કેમ બને? પરદ્રવ્ય તો જ્ઞેય છે,
તેની સાથે જ્ઞાતાજ્ઞેયપણાનો જ સંબંધ છે, પણ તે વેરી થઈને આ જીવનું અહિત કરે–એવો તેનો
સ્વભાવ નથી. જગતમાં કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું વેરી છે જ નહીં. પરદ્રવ્યને ઇષ્ટ–અનીષ્ટ માનવું તે
ભ્રમબુદ્ધિ છે.
હે ભાઈ! તારે જૈનશાસનું સેવન કરવું હોય તો રાગનું સેવન છોડ.
જૈનશાસન કહે છે કે હે ભાઈ! તું તો જ્ઞાન છો, તારા જ્ઞાનમાં પરદ્રવ્ય કાંઈ બગાડતું નથી,
ને તારા જ્ઞાનમાં શુભ અશુભ રાગ કરવાનો પણ સ્વભાવ નથી. તારો આત્મા તો ચૈતન્યપ્રકાશી
જ્ઞાનસૂર્ય છે, તેનું બહુમાન કર ને રાગનું બહુમાન છોડ. શુભરાગનું પણ બહુમાન છોડ ને તારા
શુદ્ધસ્વભાવનું બહુમાન કર. તારે ખરેખર જૈનશાસનનું સેવન કરવું હોય તો તેનાથી વિરુદ્ધ એવા
રાગનું સેવન છોડ. જૈનશાસનમાં રાગને ધર્મ નથી કહ્યો, જૈનશાસનમાં તો વીતરાગભાવને જ
ધર્મ કહ્યો છે. આવા જૈનશાસનના સેવનથી જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે,–એ તેનો મહિમા છે.
જિનશાસનમાં જિનેન્દ્રદેવની આજ્ઞા
ભાઈ! તારા અંતરમાં પૂરો પરમાત્મા બિરાજે છે. તેરે અંતરમેં ભગવાન પરમેશ્વર બિરાજ
રહા હૈ, ઉસકો દેખ! અંતર્મુખ હોકર ઉસકા અવલોકન કર! જુઓ, અંતરમાં પોતાના આત્માને
આવા શુદ્ધ સ્વભાવે દેખવો–અનુભવવો તે જ જિનશાસનમાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે,
સમયસારની પંદરમી ગાથામાં પણ આચાર્ય ભગવાને એ જ કહ્યું છે કે જે આ ભગવાન શુદ્ધ
આત્માની અનુભૂતિ છે તે સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે.
દેખો.યહ જૈનશાસનકા ઉપદેશ!
અહો! જીવો! સ્વભાવની સાવધાની કરો.....સ્વસન્મુખ વળો.....અંતરમાં તમારા
શુદ્ધઆત્માને દેખો! અંતરમાં શુદ્ધઆત્માને દેખતાં જ અનાદિના મિથ્યાત્વરૂપ મોહનો નાશ થઈ
જશે ને અપૂર્વ આનંદ તથા બોધતરંગ સહિત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે. આ સિવાય બીજો કોઈ
મોક્ષનો ઉપાય નથી. માટે હે જીવો! અંતરમાં વળો......આત્માના શુદ્ધસ્વભાવનું લક્ષ અને પક્ષ
કરીને તેનો અનુભવ કરો.
–મોક્ષમાર્ગની પ્રાપ્તિનું આવું કથન જિનશાસનમાં જ છે. મિથ્યાત્વ તથા કષાયની વ્યાખ્યા
પણ અન્યમતમાં યથાર્થ નથી. જૈનમતમાં જ આત્માના વીતરાગી સ્વભાવનું યથાર્થ સ્વરૂપ
બતાવ્યું છે; તથા તેનાથી વિરુદ્ધ મિથ્યાત્વ શું, તથા કષાય શું, તે ઓળખાવીને તેના નાશનો
યથાર્થ ઉપાય પણ જૈનશાસનમાં જ બતાવ્યો છે; અન્ય મતમાં કયાંય તે વાતનું યથાર્થ કથન પણ
નથી ને તેવો વીતરાગભાવ પણ તેમનામાં હોતો નથી. આ રીતે જૈનશાસનમાં જ યથાર્થ બોધિરૂપ
મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે.
સાધકને રાગ હોય – પણ રાગ તે જૈનધર્મ નથી, જૈન ધર્મ તો વીતરાગ ભાવ જ છે.
પોષઃ ૨૪૮૨ ઃ ૪૭ઃ

PDF/HTML Page 14 of 21
single page version

background image
જેનાથી આત્માનું હિત થાય એવો જૈનશાસનનો ઉપદેશ છે. પરદ્રવ્ય તરફના ઝૂકાવથી
લાભ થાય એ કથન જૈનશાસ્ત્રનું છે જ નહિ. સ્વદ્રવ્ય તરફના ઝૂકાવથી જ લાભ છે ને સ્વદ્રવ્ય
તરફનો ઝૂકાવ તે જ જિનશાસન છે. ધર્મીને સાધકદશામાં રાગ પણ હોય, પરંતુ તે જાણે છે કે આ
રાગ તે ધર્મ નથી. ધર્મ તો મારા સ્વભાવના જ અવલંબને વીતરાગભાવરૂપ છે.
વીતરાગ સર્વજ્ઞ જિનદેવે કહેલું જિનશાસન તો એમ બતાવે છે કે હે જીવ! પરદ્રવ્યથી કે
પરદ્રવ્ય તરફના ઝૂકાવથી ધર્મ થાય એમ કદી કોઈ જીવને બનતું નથી. સ્વદ્રવ્ય તરફના ઝૂકાવથી
જ ધર્મ થાય છે, માટે તું તારા સ્વદ્રવ્યને ઓળખીને તેમાં અંતર્મુખ થા. ભગવાન પોતે પણ
પરદ્રવ્ય તરફના ઝૂકાવથી પરમાત્મપદ નથી પામ્યા પણ અંતરમાં સ્વદ્રવ્યમાં લીનતાથી જ
ભગવાને પરમાત્મપદ સાધ્યું છે; ને ઉપદેશમાં પણ એ જ માર્ગ બતાવ્યો છે કે હે જીવો! તમારી
પરમાત્મ શક્તિ તમારા આત્મામાં જ છે, તેમાં અંતર્મુખ થાવ.....અંતરના અવલોકનથી
પરમાત્મપદ પ્રગટે છે.
આ રીતે જૈનશાસનના સેવનથી જ જીવ શુદ્ધરત્નત્રયરૂપ બોધિ પામે છે; તે બોધિ ત્રણ
ભુવનમાં સાર છે. ત્રણલોકમાં ઉત્તમ સારભૂત એવી જે રત્નત્રયરૂપ બોધિ તે જૈનશાસનના
સેવનથી જ જીવ પામે છે, કેમકે તેનો યથાર્થ ઉપાય જૈનશાસનમાં જ છે, બીજે નથી. આથી
જિનશાસનનો જ મહિમા છે.
પ્રશ્નઃ– જો સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રરૂપ–શુદ્ધભાવ તે જ ધર્મ છે, ને શુભરાગ તે ધર્મ નથી,
તો સમકિતી ધર્માત્માને પણ શુભરાગ કેમ થાય છે?
ઉત્તરઃ– અરે ભાઈ! જેમ સમકિતી ધર્માત્માને અશુભભાવ પણ આવી જાય છે, તો તે શું
ધર્મ છે?–ના; બસ! જેમ સમકિતીને અશુભભાવ હોવા છતાં તે ધર્મ નથી તેમ સમકિતીને
શુભભાવ પણ થતો હોવા છતાં તે ધર્મ નથી; ધર્મ તો તે અશુભ ને શુભ બંનેથી પાર છે, રાગરહિત
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ તે જ ધર્મ છે; વીતરાગી શુદ્ધભાવ જ જૈનધર્મ છે.
એમ શંકા ન કરવી કે સમકિતીને શુભરાગ થાય છે માટે તેઓ તે શુભરાગને ધર્મ માનતા
હશે! સમકિતીની તો દ્રષ્ટિ જ પલટી ગઈ છે.......તેનું પરિણમન અંર્તસ્વભાવ તરફ ઝૂકી ગયું છે.
અસ્થિરતાને કારણ રાગ થતો હોવા છતાં તેની દ્રષ્ટિનું ધ્યેય પલટી ગયું છે. તેની દ્રષ્ટિનું ધ્યેય તો
શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવ જ છે. હું તો શુદ્ધજ્ઞાનાનંદ સ્વભાવ જ છું એવી ધર્મીની દ્રષ્ટિ રાગ વખતે
પણ છૂટતી નથી. જોકે ગૃહસ્થપણામાં સમકિતીને વિષયકષાય હજી સર્વથા નથી છૂટયા પણ તેનું
ધ્યેય રહ્યું નથી, તેનું ધ્યેય પલટી ગયું છે, શુદ્ધ આત્મા જ તેનું ધ્યેય છે. અનાદિથી ધ્યેય પરમાં ને
રાગમાં જ માન્યું હતું તે પલટીને હવે શુદ્ધ આત્માને જ ધ્યેય બનાવ્યો છે. ને આવું ધ્યેય
જૈનશાસન જ બતાવે છે માટે જૈનશાસનના સેવનથી જ યથાર્થબોધિ (રત્નત્રય) પમાય છે.
અરે જીવ! તારા આત્મામાં પ્રભુતા ઊછળે.......ને તારી પામરતા નાશ પામે એવી અદ્ભુત
વાત આ જૈનશાસનમાં સંતોએ બતાવી છે. માટે હે ભાઈ! એકવાર તારી રાગની બુદ્ધિ છોડ ને
આ વાત સમજ. આ સમજ્યે જ તારું હિત છે.
ઃ ૪૮ઃ આત્મધર્મઃ ૧૪૭

PDF/HTML Page 15 of 21
single page version

background image
જિનશાસનનો મહિમા []
(શ્રી ભાવ–પ્રાભૃત ગા. ૭૯–ઉપરના પ્રવચનોમાંથી)
જૈનશાસનનો ઉપદેશ એમ કહે છે કેઃ અરે ચૈતન્ય! તું સ્વસન્મુખ થા.....
સ્વસન્મુખ થવું તે જ જાગૃતિનો ઉપાય છે....સ્વસન્મુખતામાં જ તારું હિત
છે, તેમાં જ મોક્ષમાર્ગ છે. ભાઈ રે! આત્મા શું? તેના ભાન વિના કયાંથી
તારી જાગૃતિ થશે?
તને આત્માની ભાવના છે કે કર્મના બંધનની?
તને છૂટકારાની ભાવના છે કે બંધનની?
તને મોક્ષની ભાવના છે કે સંસારની?
તને શુદ્ધતાની ભાવના છે કે વિકારની?
હે ભાઈ! જો તને છૂટકારાની ભાવના હોય– મોક્ષની ભાવના હોય, શુદ્ધતાની
ભાવના હોય,–તો જૈનશાસનમાં કહેલા સમ્યક્ત્વાદિ શુદ્ધભાવોનું તું સેવન કર, ને
રાગાદિનું સેવન છોડ. ધર્મીને રાગની ભાવના હોય નહિ, તેને તો શુદ્ધઆત્માની
જ ભાવના હોય છે.
પૂ. ગુરુદેવ.
સમકિતીને જ સોળ ભાવના તથા તીર્થંકરપ્રકૃતિ
હવે કહે છે કે ઉત્કૃષ્ટ પુણ્યબંધરૂપ તીર્થંકરપ્રકૃતિ પણ જિનશાસનમાં સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને જ બંધાય છે,
મિથ્યાદ્રષ્ટિને તેવાં પુણ્ય પણ હોતા નથી. અહો! ધર્મની વાત તો શું કરવી! પણ જેનાથી તીર્થંકર પ્રકૃતિ બંધાય એવા
શુભભાવ પણ સમ્યગ્દ્રષ્ટિને જ આવે છે, મિથ્યાદ્રષ્ટિને એવા ભાવ હોતા જ નથી. અહો! તીર્થંકરના વૈભવની શી
વાત! એના આત્માનો ચૈતન્યવૈભવ તો અચિંત્ય છે, ને બહારનો પુણ્ય વૈભવ લોકોત્તર હોય છે. સો ઇન્દ્રો જેમનાં
ચરણને પૂજે તેમના પણ પુણ્યની શી વાત! સો ઇન્દ્રોના પુણ્ય કરતાં પણ જેમનાં પુણ્ય ઉત્તમ છે એવા તીર્થંકરદેવ,
અને તેમનું દિવ્ય સમવસરણ,–તે તો નજરે જુએ તેને ખબર પડે!–‘વિના જોયે ન સમજાયે, સમોસર્ણ જિનેશનું.’–
પણ અહીં તો એ બતાવવું છે કે આવો ભાવ સમ્યગ્દ્રષ્ટિને જ આવે છે. સમ્યગ્દર્શન સહિતની ભૂમિકામાં જ
તીર્થંકરપ્રકૃતિ બંધાય છે, તે સિવાય બંધાતી નથી. ચોથા ગુણસ્થાને પણ સમકિતીને–જેને તેવી યોગ્યતા હોય તેને–
તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. (શ્રેણીકરાજાવત્). પણ અહીં ઉત્કૃષ્ટ વાત બતાવવા આ ગાથામાં મુનિની વાત લીધી છે.
પોષઃ ૨૪૮૨ ઃ ૪૯ઃ

PDF/HTML Page 16 of 21
single page version

background image
તીર્થંકર પ્રકૃતિના આસ્રવના કારણભૂત સોળ ભાવનાઓ વર્ણવી છે, તેમાં સૌથી પહેલી દર્શનવિશુદ્ધિ છે; તે
દર્શનવિશુદ્ધિ મુખ્ય છે અને સમ્યગ્દર્શન વગર તે દર્શનવિશુદ્ધિભાવના હોતી નથી. સમ્યગ્દર્શન વગર કોઈ જીવ એમ
માને કે હું સોળ કારણની ભાવના કરીને તીર્થંકરપ્રકૃતિ બાંધું,–તો એમ બંધાય નહિ. જેને તીર્થંકર પ્રકૃતિ બાંધવાની
ભાવના છે તેને આસ્રવની ભાવના છે એટલે તે મિથ્યાદ્રષ્ટિ છે ને મિથ્યાદ્રષ્ટિને તીર્થંકરપ્રકૃતિ કદી બંધાતી નથી.
અહીં ખરેખર તીર્થંકરપ્રકૃતિનો મહિમા નથી બતાવવો પણ સમ્યગ્દર્શનનો મહિમા બતાવવો છે. કોઈ
સમ્યગ્દ્રષ્ટિ જીવને સોળ કારણમાંથી સમ્યગ્દર્શનની શુદ્ધિ જ હોય એટલે કે દર્શનવિશુદ્ધિભાવના જ હોય, ને બીજા પંદર
કારણો વિશેષપણે ન હોય તો પણ તેને તીર્થંકરપ્રકૃતિ બંધાઈ શકે છે. પણ દર્શન વિશુદ્ધિ સિવાયના બીજા પંદર કારણો
સામાન્યપણે હોય ને એક દર્શનવિશુદ્ધિ જ ન હોય, તો એવા મિથ્યાદ્રષ્ટિ જીવને કાંઈ તીર્થંકરપ્રકૃતિ બંધાતી નથી.
સમ્યગ્દ્રષ્ટિઓમાં પણ જે દ્રવ્યમાં તે જાતની તીર્થંકર થવાની ખાસ લાયકાત હોય તે જીવને જ તે પ્રકૃતિ બંધાય છે.
બધાય સમ્યગ્દ્રષ્ટિ જીવોને કાંઈ તીર્થંકરપ્રકૃતિ નથી બંધાતી, અમુક જીવદ્રવ્યમાં તે જાતની વિશિષ્ટ યોગ્યતા હોય તેને
જ તે પ્રકૃતિ બંધાય છે; પણ જેને જેને તે અચિંત્ય તીર્થંકરપ્રકૃતિ બંધાય છે તેને તેને સમ્યગ્દર્શનસહિતની ભૂમિકામાં જ
તે બંધાય છે, મિથ્યાદ્રષ્ટિની ભૂમિકામાં તો તે પ્રકૃતિ બંધાતી જ નથી. આ રીતે સમ્યગ્દ્રષ્ટિના ભાવનો મહિમા છે. ત્રણ
લોકમાં ઉત્તમ અને સારભૂત એવી અપૂર્વ બોધિરૂપ મોક્ષમાર્ગ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. તેમ ત્રણલોકમાં ઉત્તમ
પુણ્યરૂપ એવી તીર્થંકરપ્રકૃતિ પણ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. આ રીતે સમ્યગ્દર્શનનો મહિમા બતાવવો છે. સમકિતીને
કાંઈ કર્મના આસ્રવની (તીર્થંકરપ્રકૃતિની પણ) ભાવના નથી, ભાવના તો શુદ્ધતાની જ છે. સોળ કારણની ભાવના
કહી તેમાં પણ કાંઈ તે પ્રકારના રાગની કે આસ્રવની ભાવના નથી, સ્વભાવની પૂર્ણતાની જ ભાવના છે. તે
ભાવનામાં વચ્ચે તે પ્રકારના વિકલ્પોથી તીર્થંકરપ્રકૃતિ વગેરે પુણ્ય બંધાય છે.
તીર્થંકરપ્રકૃતિ બંધાવાની શરૂઆત સમકિતીને મનુષ્યભવમાં જ થાય છે અને તે પણ કેવળી કે શ્રુતકેવળીની
સમીપમાં જ થાય છે. મહાવીર ભગવાનના વખતમાં આ ભરતક્ષેત્રમાં શ્રેણીક રાજાએ સમ્યગ્દર્શનસહિતની ભૂમિકામાં
તીર્થંકરનામકર્મ બાંધ્યું છે, ને અત્યારે તે નરકમાં હોવા છતાં ત્યાં પણ ક્ષણે ક્ષણે તીર્થંકરપ્રકૃતિના રજકણો બંધાય છે.
ત્યાંથી નીકળીને તે શ્રેણીકના જીવ આ ભરતક્ષેત્રે આવતી ચોવીસીના પહેલા તીર્થંકર થશે. તે ભવમાં રાગ તોડીને
કેવળજ્ઞાન થયા પછી તે તીર્થંકર પ્રકૃતિનો ઉદયઆવશે ને તેના નિમિત્તે અદ્ભુત સમવસરણની રચના ઈંદ્રો કરશે તથા
દિવ્યધ્વનિ છૂટશે; ને તેના નિમિત્તે અનેક જીવો ધર્મ પામશે. સમ્યગ્દર્શન સહિત શુદ્ધભાવની ભૂમિકામાં જ આવું બને
છે, તેથી અહીં તો તે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવનો મહિમા બતાવવો છે. અને તે શુદ્ધભાવની પ્રાપ્તિ જૈનશાસનમાં જ
થાય છે તેથી જૈનશાસનનો મહિમા છે.
જૈનશાસનનો ઉપદેશ એમ કહે છે કેઃ અરે, ચૈતન્ય! તું સ્વસન્મુખ થા....સ્વસન્મુખ થા. સ્વસન્મુખ થવું તે જ
જાગૃતિનો ઉપાય છે, સ્વસન્મુખતામાં જ તારું હિત છે. તેમાં જ મોક્ષમાર્ગ છે. ભાઈ રે! આત્મા શું? તેના ભાન
વિના કયાંથી તારી જાગૃતિ થશે! તને આત્માની ભાવના છે કે કર્મના બંધનની? તને છૂટકારાની ભાવના છે કે
બંધનની? તને મોક્ષની ભાવના છે કે સંસારની? જો તને છૂટકારાની ભાવના હોય–મોક્ષની ભાવના હોય તો
જૈનશાસનમાં કહેલા શુદ્ધભાવોનું તું સેવન કર, ને રાગનું સેવન છોડ! ધર્મીને બંધનની ભાવના હોય નહિ, તેને તો
શુદ્ધ આત્માની જ ભાવના હોય છે; આત્માના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગભાવની જ તેને ભાવના
છે. ને વીતરાગભાવ તે જ જૈનધર્મ છે. રાગ તે જૈનધર્મ નથી. જેને રાગની ભાવના છે તેને જૈનધર્મની ખબર નથી.–
આ વાત ૮૩ મી ગાથામાં આચાર્યદેવ એકદમ સ્પષ્ટ કરશે.
(આસો સુદ પઃ ૨૪૮૧)
આ ભાવપ્રાભૃત વંચાય છે; તેમાં આચાર્યદેવ કહે છે કે, આત્મા જ્ઞાન–આનંદ સ્વરૂપ છે, શુદ્ધજ્ઞાનચેતના તેનો
સ્વભાવ છે, ને પુણ્ય–પાપ તે અશુદ્ધભાવ છે તે તેનો સ્વભાવ નથી. આવા આત્માની શ્રદ્ધારૂપ શુદ્ધભાવની ભૂમિકા
ઃ પ૦ઃ
આત્મધર્મઃ ૧૪૭

PDF/HTML Page 17 of 21
single page version

background image
હોય તેને જ ધર્મ થાય છે, તે સિવાય ધર્મ થતો નથી. ધર્મ તે રાગરહિત શુદ્ધભાવ છે ને સમ્યગ્દર્શન તેની ભૂમિકા છે.
સમ્યગ્દર્શન વિના બધું બેકાર છે. સમ્યગ્દર્શન સહિતની ભૂમિકામાં સોળ કારણભાવનાનો ભાવ આવતાં તીર્થંકરપ્રકૃતિ
કોઈ જીવને બંધાય છે, પણ દર્શનવિશુદ્ધિ વિના તો કોઈ જીવને તીર્થંકરપ્રકૃતિ બંધાતી નથી. બીજી પંદર ભાવનાઓ
વિશેષપણે ન હોય તો પણ એકલી દર્શનવિશુદ્ધિ તેમનું કાર્ય કરી લ્યે છે, એને તે દર્શનવિશુદ્ધિ સમ્યગ્દર્શન વિના હોતી
નથી. માટે તે સમ્યગ્દર્શન આદિ શુદ્ધભાવનું જ માહાત્મ્ય છે. જૈનશાસનમાં રાગનું માહાત્મ્ય નથી પણ શુદ્ધભાવનું જ
માહાત્મ્ય છે.
જુઓ, અહીં કહે છે કે તીર્થંકરપ્રકૃતિનો અચિંત્ય મહિમા છે તથા તીર્થંકર ભગવાન ત્રણ લોકથી પૂજ્ય છે,
પણ તે તીર્થંકરપ્રકૃતિ કોને બંધાય?–કે જેને દર્શનવિશુદ્ધિ હોય અને વિરક્તભાવ હોય એવા જીવને સોળ
કારણભાવનાથી તે પ્રકૃતિ બંધાય છે. ત્યાં પણ જે રાગ છે તે કાંઈ ધર્મ નથી, પણ તેની સાથે સમ્યગ્દર્શન આદિ
શુદ્ધભાવ છે તે જ ધર્મ છે અને તેનો ખરો મહિમા છે.
તીર્થંકરપ્રકૃતિ બંધાય તે પણ આસ્રવ–બંધ છે, ને તેના કારણરૂપ શુભભાવ છે તે પણ વિકાર છે, તેની
ભાવના જ્ઞાનીને નથી, ને અજ્ઞાનીને તીર્થંકર પ્રકૃતિ બંધાતી નથી.
આનંદકંદ ચૈતન્યસ્વભાવ છે તેની જ ધર્મીને ભાવના છે; આવા ધર્મીને વચ્ચે રાગથી તીર્થંકરપ્રકૃતિ બંધાઈ
જાય છે, ને કેવળજ્ઞાન થયા પછી તેના ફળમાં સમવસરણાદિનો સંયોગ બને છે. ભગવાનને કાંઈ સમવસરણ પ્રત્યે
રાગ કે ભોગવવાનો ભાવ નથી, પણ આરાધક પુણ્યના ફળમાં તેવું બની જાય છે. હજી તો તીર્થંકર ભગવાન માતાની
કૂખમાં પણ ન આવ્યા હોય ત્યાર પહેલાં છ મહિના અગાઉ દેવો સોનાની નગરી રચે છે ને રોજ રોજ રત્નોની વૃષ્ટિ
કરે છે; ઇન્દ્ર આવીને માતા–પિતાનું બહુમાન કરે છે કે હે રત્નકૂખધારિણી માતા! ત્રણ લોકના નાથ તારી કૂખેથી
અવતરવાના છે, તેથી તું ત્રણ લોકની માતા છો.....પછી ભગવાનનો જન્મ થતાં ઇન્દ્રો અને દેવો આવીને
મહાવૈભવથી મેરુગિરિ ઉપર જન્માભિષેકનો મહોત્સવ કરે છે.....ભગવાન વૈરાગ્ય પામીને દીક્ષા લ્યે ત્યારે પણ મોટો
મહોત્સવ કરે છે; અને ભગવાનને કેવળજ્ઞાન થતાં દૈવી સમવસરણ રચીને ઈંદ્રો મહોત્સવ કરે છે. ભગવાનના
સમવસરણની એવી તો શોભા હોય કે ઈંદ્રોને પણ તે દેખીને આશ્ચર્ય થાય....કે અહો નાથ! આ તો આપના અચિંત્ય
પુણ્યનો જ પ્રતાપ! પ્રભો! અમારું આવી રચના કરવાનું સામર્થ્ય નથી.–ઇત્યાદિ પંચકલ્યાણકનો યોગ તીર્થંકર
ભગવાનને હોય છે. પૂર્વે સમ્યગ્દર્શન સહિતની સાધકદશામાં વિશિષ્ટ પુણ્ય બંધાયા તેનું તે ફળ છે. દર્શનવિશુદ્ધિ વિના
કોઈ જીવને તીર્થંકરપ્રકૃતિ બંધાતી નથી, માટે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવનો મહિમા છે.
તીર્થંકરપ્રકૃતિના કારણ તરીકે સોળ ભાવનાઓ કહી છે, તે સોળ ભાવનામાં સૌથી પહેલી ‘દર્શનવિશુદ્ધિ’ છે;
(૧) દર્શનવિશુદ્ધિ એટલે શું? જીવાદિ તત્ત્વોનું જેવું સ્વરૂપ છે તેવું યથાર્થ શ્રદ્ધાન કરે ને નિર્વિકલ્પ આનંદ
સહિત આત્માનો અનુભવ કરીને તેની પ્રતીત કરે તે સમ્યગ્દર્શન છે, અને તે સમ્યગ્દર્શનપૂર્વક જ દર્શનવિશુદ્ધિભાવના
હોય છે. આવી દર્શનવિશુદ્ધિની ભૂમિકામાં જ તીર્થંકરનામકર્મ બંધાય છે. પણ એટલું વિશેષ સમજવું કે ત્યાં
સમ્યગ્દર્શનની શુદ્ધિ પોતે કાંઈ બંધની કારણ નથી, પણ તે સમ્યગ્દર્શન સાથે અમુક વિકલ્પ ઊઠતાં તીર્થંકરપ્રકૃતિ
બંધાય છે. સમ્યગ્દર્શન તો સંવર–નિર્જરાનું કારણ છે, તે કાંઈ બંધનું કારણ નથી; પણ તેની સાથેનો દર્શનવિશુદ્ધિ
વગેરે સંબંધીનો વિકલ્પ તે બંધનું કારણ છે. સોળે ય ભાવનામાં આ પ્રકાર સમજી લેવો. જેટલે અંશે રાગ છે તે જ
બંધનનું કારણ છે, જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે તો મોક્ષનું જ કારણ છે, તે બંધનું કારણ નથી. તેથી આવા
વીતરાગી રત્નત્રયના શુદ્ધભાવને જ જિનશાસનમાં ધર્મ કહ્યો છે ને તેનાથી જ જિનશાસનની મહત્તા છે.
() િન્નાઃ તીર્થંકરપ્રકૃતિ આસ્રવના કારણરૂપ સોળભાવનામાં બીજી વિનયસંપન્નતા છે.
સમકિતીને દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રત્યે તેમજ સમ્યગ્દર્શનાદિ–ધારક સંતો પ્રત્યે
ઘણો વિનય હોય, અંતરથી તે પ્રત્યે અનુમોદના હોય છે. અહીં સમ્યગ્દર્શન સહિતના આવા ભાવની વાત છે.
સમ્યગ્દર્શન વિના એકલા વિનયનો શુભરાગ તે કાંઈ તીર્થંકરપ્રકૃતિનું કારણ થતો નથી, તે તો સાધારણ પુણ્યબંધનું
કારણ છે.
પોષઃ ૨૪૮૨
ઃ પ૧ઃ

PDF/HTML Page 18 of 21
single page version

background image
દેવ–ગુરુની તથા સમ્યગ્દર્શનાદિની યથાર્થ ઓળખાણ ધર્મીને જ હોય છે, તેથી તેને જ ખરી વિનયસંપન્નતા હોય છે.
મિથ્યાદ્રષ્ટિને ખરેખર વિનય સંપન્નતા હોતી નથી. જેને રાગનો આદર છે–રાગ વડે ધર્મ માને છે તે ખરેખર તો દેવ–
ગુરુ–શાસ્ત્રની આજ્ઞાનો અવિનય કરે છે.
્ર િિ આ પણ સમ્યગ્દર્શન સહિત જ સમજવું. શીલ–વ્રતનો ખરો ભાવ
સમ્યગ્દર્શન પછીની ભૂમિકામાં જ હોય છે. છતાં સમકિતીને તે શીલ–વ્રતના રાગનું કે તેના ફળનું બહુમાન નથી,
ચિદાનંદસ્વભાવનું જ બહુમાન હોય છે. હજી સમ્યગ્દર્શન જ જેને નથી તેને શીલ કે વ્રત કેવા? અને વ્રત વગર
અતિચાર રહિતપણાની વાત કયાંથી? સમ્યગ્દર્શન પછી નિરતિચાર વ્રતાદિના શુભરાગ વડે કોઈ જીવને તીર્થંકરપ્રકૃતિ
બંધાઈ જાય છે. પણ સમ્યગ્દર્શન વગરનો જીવ વ્રતાદિ કરે તેની અહીં વાત નથી. સોળેય કારણભાવનામાં
સમ્યગ્દર્શનરૂપ શુદ્ધભાવની સળંગતા છે, તે શુદ્ધભાવ સહિતનો શુભરાગ જ તીર્થંકરપ્રકૃતિના બંધનું કારણ થાય છે;
શુદ્ધભાવ વગરના શુભથી તેવી ઊંચી પુણ્યપ્રકૃતિ બંધાતી નથી; માટે શુદ્ધભાવનો મહિમા છે–એમ અહીં બતાવવું છે.
() ક્ષ્જ્ઞ એટલે જ્ઞાનઉપયોગની સૂક્ષ્મતા. જ્ઞાનનો ઘણો રસ! સમ્યગ્દર્શન સહિત
વારંવાર–નિરંતર શ્રુતના પઠનપાઠનમાં ઉપયોગને જોડે, જ્ઞાનનું ફળ વગેરે વિચારે; આમાં સમકિતીને જ્ઞાનઉપયોગ તે
કાંઈ બંધનું કારણ નથી, પણ વારંવાર જ્ઞાનના વિચારમાં રહેતાં તેની સાથેના શુભરાગથી તીર્થંકરપ્રકૃતિ બંધાઈ જાય છે.
આ નિશ્ચયસહિત વ્યવહારની વાત છે, એટલે મિથ્યાદ્રષ્ટિ જીવ સમ્યગ્દર્શન વગર શાસ્ત્રો ભણે તેની આ વાત
નથી. સમ્યગ્દર્શન વગર એકલા શુભરાગથી જે પુણ્ય બંધાય તે તો ‘લૌકિક પુણ્ય’ છે, તે સાધારણ છે. અને
સમકિતીને ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિપૂર્વકના રાગમાં જે પુણ્ય બંધાય છે તે અલૌકિક પુણ્ય છે, તે આરાધકભાવ
સહિતના પુણ્યને શ્રીમદ્રાજચંદ્રજી ‘સત્ પુણ્ય’ કહે છે. સમકિતીને જ સત્પુણ્ય હોય છે. છતાં સમકિતીને તે પુણ્યની
મીઠાસ નથી. મિથ્યાદ્રષ્ટિને પુણ્યની મીઠાસ છે તેને સત્પુણ્ય હોતા નથી.
() ભવભ્રમણથી ભયભીત થઈને મોક્ષમાર્ગ પ્રત્યે વેગ એટલે કે ઉત્સાહભાવ આવે તે સંવેગ છે.
રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ તરફનો ઉત્સાહ!–તે ખરેખર સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, તેની સાથે જે શુભરાગરૂપ વ્યવહાર સંવેગ
હોય છે તે તીર્થંકરાદિ પ્રકૃતિના બંધનું કારણ થાય છે. અને સમ્યગ્દર્શનાદિરૂપ શુદ્ધભાવ તે મોક્ષનું કારણ થાય છે.
() િક્ત ત્ એટલે શક્તિ પ્રમાણે ત્યાગ,–પણ કોને? કે સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. અંતરમાં
આત્માની આનંદ શક્તિનું ભાન કરીને તેમાં એકાગ્રતાની શક્તિ અનુસાર ત્યાગ કરે છે. હઠથી અજ્ઞાની ત્યાગ કરે
તેની આ વાત નથી. સમ્યગ્દર્શન વગર તો બધું થોથાં છે, તેની ધર્મમાં કાંઈ ગણતરી નથી. સમકિતી હોય–ને કદાચ
વિશેષ ત્યાગી ન હોય–ગૃહસ્થાશ્રમમાં હોય–તોય તેને તીર્થંકરપ્રકૃતિ બંધાય (શ્રેણીકરાજાવત્); પણ મિથ્યાદ્રષ્ટિ જીવ
શુભરાગથી બહારમાં ત્યાગ કરીને તેનાથી તીર્થંકરપ્રકૃતિ બાંધવા માંગે તો કાંઈ તેને બંધાય નહિ. સમકિતીને પણ
ત્યાગમાં જેટલો શુદ્ધવીતરાગભાવ છે તે તો કાંઈ બંધનું કારણ નથી પણ તેની સાથેના રાગથી તીર્થંકરપ્રકૃતિ બંધાઈ
જાય છે–જેને તે પ્રકારની યોગ્યતા હોય તેને.
() િક્ત તેંમા પણ ઉપર પ્રમાણે સમકિતીને જ તપ સમજવો. સમ્યગ્દર્શન વગર તપ
હોય નહિ. શુદ્ધઉપયોગ વડે ચૈતન્યનું પ્રતપન તે નિશ્ચયતપ છે, તે તો કર્મના નાશનું કારણ છે; અને તે
નિશ્ચયતપસહિત જે તપનો શુભવિકલ્પ ઊઠયો તેનાથી કોઈ જીવને તીર્થંકર પ્રકૃતિ બંધાઈ જાય છે. સમ્યગ્દર્શન તો
સાથે રાખીને જ વાત છે.
() િ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને પોતાને રત્નત્રયની આરાધનાનો ઘણો પ્રેમ છે, તેથી
રત્નત્રયના આરાધક બીજા ધર્માત્મા જીવોને આત્મસિદ્ધિમાં વિઘ્ન આવતું દેખીને તે દૂર કરવાનો ભાવ આવે છે,
તેમની આરાધના અને સમાધિ અખંડ ટકી રહો–એવો ભાવ હોય છે, આનું નામ સાધુસમાધિભાવના છે. રત્નત્રયના
સાધક સંતો પ્રત્યે ધર્મીને અંતરથી બહુમાન ઊછળી જાય છે, તેમની સેવાનો ભાવ આવે છે. પોતાને તેવા રત્નત્રયનો
ઘણો પ્રેમ છે એટલે તે ભૂમિકામાં, બીજા રત્નત્રયસાધક ધર્માત્માઓને પણ અખંડ સમાધિ રહે–શાંતિ રહે–ને તેમાં
કાંઈ વિઘ્ન ન આવે એવી શુભભાવના થાય છે, ને એવા ઉત્તમ શુભભાવ વડે કોઈ
ઃ પ૨ઃ
આત્મધર્મઃ ૧૪૭

PDF/HTML Page 19 of 21
single page version

background image
સમકિતીને તીર્થંકરપ્રકૃતિ પણ બંધાય છે. સામા જીવોને સમાધિ તો તેમને તેમના પોતાના ભાવથી જ છે, પણ આ
સમકિતીને તેવો ભક્તિભાવ પોતાની ભૂમિકાને કારણે આવે છે.
() ત્ત્ મોક્ષના સાધક મુનિઓની–ધર્માત્માઓની વૈયાવૃત્ય એટલે કે સેવા કરવાનો ભાવ
સમકિતીને આવે છે; જો કે ધર્મના જિજ્ઞાસુને પણ તેવો ભાવ આવે છે, પણ અહીં તો સમ્યગ્દર્શન સહિતની જ વાત
છે. કેમ કે–સમ્યગ્દર્શન વગર મિથ્યાદ્રષ્ટિ જીવ એકલા શુભભાવથી જે વૈયાવૃત્યાદિ કરે તે કાંઈ તીર્થંકર પ્રકૃતિના બંધનું
કારણ ન થાય, પણ તે તો સાધારણ પુણ્યબંધનું કારણ છે. અહીં તો સમ્યગ્દર્શન સહિતના વિશેષ ભાવોની વાત છે.
તીર્થંકરપ્રકૃતિના કારણભૂત આ સોળ ભાવનાનો શુભભાવ તો સમકિતીને જ આવે છે.
() ર્ં િક્ત અર્હંત ભગવાનની ભક્તિનો યથાર્થ ભાવ સમકિતીને જેવો હોય તેવો
મિથ્યાદ્રષ્ટિને ન હોય. અંતરમાં સમ્યગ્દર્શનરૂપ શુદ્ધભાવ છે તે તો અર્હંતદેવની નિશ્ચયસ્તુતિ છે, તે કાંઈ બંધનું કારણ
નથી, પણ ત્યાં સાથે અર્હંત ભગવાનની ભક્તિનો ભાવ ઊછળે છે તે શુભભાવથી તીર્થંકરપ્રકૃતિ બંધાઈ જાય છે.
જુઓ, અહીં મહિમા તો સમ્યગ્દર્શનનો બતાવવો છે. પુણ્યનો મહિમા નથી બતાવવો, પણ આ પ્રકારના
ઊંચા પુણ્ય સમ્યગ્દર્શનસહિત જ ભૂમિકામાં બંધાય છે–એમ કહીને સમ્યગ્દર્શનનો મહિમા બતાવવો છે. તીર્થંકરપ્રકૃતિ
બંધાવાથી જીવને (–પોતાને કે પરને) લાભ છે એમ નથી બતાવવું. કેમ કે તે જીવને પોતાને પણ જ્યારે તે પ્રકારના
રાગનો અભાવ થશે ત્યારે જ કેવળજ્ઞાન થશે, ને કેવળજ્ઞાન થશે ત્યારે જ તીર્થંકરપ્રકૃતિનું ફળ આવશે; તેના નિમિત્તે
જે દિવ્યધ્વનિ છૂટશે તે દિવ્યધ્વનિના લક્ષે પણ સામા શ્રોતા–જીવને ધર્મનો લાભ નથી થતો, પણ તે વાણીનું લક્ષ
છોડીને પોતાના જ્ઞાનાનંદસ્વભાવનું લક્ષ કરે ત્યારે જ તેને ધર્મનો લાભ થાય છે ને ત્યારે જ તેને માટે વાણીમાં
ધર્મના નિમિત્તપણાનો આરોપ થાય છે. આ રીતે તીર્થંકરપ્રકૃતિના બંધભાવથી સ્વને કે પરને ધર્મનો લાભ થતો નથી.
છતાં તે ભાવ ધર્મની ભૂમિકામાં જ હોય છે, ને છતાં ધર્મી તેનો ઉપાદેય માનતા નથી.
તીર્થંકરપ્રકૃતિ જેને બંધાણી તે જીવ જરૂર ત્રીજા ભવે કેવળજ્ઞાન પામીને તીર્થંકર થાય જ;–પણ તે કાંઈ
એકલા રાગ વડે નક્કી નથી થયું, પરંતુ સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવના પ્રતાપે તે નક્કી થયું છે.
તીર્થંકરપ્રકૃતિના આસ્રવના કારણરૂપ સોળ ભાવના છે, તેમાં આ દસમી અર્હંતભક્તિ છે. સોળભાવનામાંથી
કોઈ જીવને કોઈ ભાવના મુખ્ય હોય ને કોઈને કોઈક મુખ્ય હોય,–પણ સમ્યગ્દર્શન સહિતની દર્શનવિશુદ્ધિ તો
બધાયને હોય જ–એ નિયમ છે.
નિશ્ચયથી તો સમ્યગ્દર્શન વડે ઈંદ્રિયાતીત જ્ઞાનસ્વભાવને પકડવો તે અર્હંતભક્તિ છે; આવી નિશ્ચયભક્તિ
સહિતની વ્યવહારભક્તિની આ વાત છે. મિથ્યાદ્રષ્ટિને એકલી વ્યવહારભક્તિ હોય તેની આ વાત નથી. હજી તો જેને
અર્હંતભગવાન વગેરેની વ્યવહારભક્તિનો ભાવ પણ નથી ઉલ્લસતો તેને પરમાર્થભક્તિ એટલે કે સમ્યગ્દર્શનાદિની
પાત્રતા તો હોય જ કયાંથી?
જેમ વેપારીની દ્રષ્ટિ લાભ ઉપર છે, ઘણો લાભ થતો હોય ને થોડુંક ખર્ચ થતું હોય તો ત્યાં લાભની દ્રષ્ટિમાં
ખર્ચને ગણકારતો નથી. હજારનું ખર્ચ ને લાખનો લાભ થતો હોય ત્યાં ખર્ચને મુખ્ય ગણતો નથી પણ લાભને જ
મુખ્ય ગણીને તે વેપાર કરે છે; તેને લાભનું જ લક્ષ છે. તેમ સમકિતીના ઉપયોગનો વેપાર આત્મા તરફ વળી ગયો
છે–તેમાં આત્મામાં લક્ષનો લાભ થાય છે. સમકિતી–વેપારીની દ્રષ્ટિ લાભ ઉપર જ છે, સ્વભાવની દ્રષ્ટિમાં તેને
શુદ્ધતાનો લાભ જ થતો જાય છે. શુભરાગ હોવા છતાં તેની દ્રષ્ટિ તો શુદ્ધસ્વભાવના લાભ ઉપર જ છે. પોતાના શુદ્ધ
ચિદાનંદસ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને સમકિતી જીવને જિનેન્દ્ર ભગવાનનું બહુમાન–ભક્તિ–પૂજા, જિનમંદિર તથા
જિનબિંબ પ્રતિષ્ઠાનો ઉત્સવ, તીર્થયાત્રા વગેરેનો શુભભાવ આવે છે, તે રાગના નિમિત્તે કંઈક આરંભસમારંભ પણ
થાય છે,–પણ ધર્મીને તો ધર્મના બહુમાનનું લક્ષ છે, હિંસાનો તેનો ભાવ નથી, તેનો ભાવ તો ધર્મના બહુમાનનો છે
એટલે ત્યાં અલ્પ આરંભને મુખ્ય ગણ્યો નથી, અને સ્વભાવદ્રષ્ટિના ઉલ્લાસમાં અલ્પ રાગને પણ મુખ્ય ગણ્યો નથી.
પોતાના પરિણામમાં ધર્મનો ઉલ્લાસ છે અને તેથી ધર્મનો લાભ થતો જાય છે તેની જ મુખ્યતા છે. ત્યાં અલ્પ રાગ તો
છે, પણ ધર્મીનો ઉલ્લાસ તે રાગ તરફ નથી, ધર્મીનો ઉલ્લાસ તો ધર્મ ઉપર જ છે. આવા ધર્મીને જ અર્હંત ભક્તિ
વગેરેના ભાવથી તીર્થંકરપ્રકૃતિ બંધાય છે.
() ર્ િક્ત અર્હંતભક્તિની જેમ આચાર્યભક્તિમાં પણ ધર્મીને તે પ્રકારનો ભાવ આવે છે
સમ્યક્રત્નત્રયના ધારક આચાર્ય કેવા હોય તે ઓળખીને તેમનું બહુમાન આવે છે. સોળ કારણભાવનામાં તો
સમ્યગ્દર્શન સહિતની આચાર્યભક્તિની વાત છે.
() શ્ર િક્ત શ્રુત કેવળી અથવા ઉપાધ્યાય અથવા વિશેષ શ્રુતજ્ઞાનધારક સંતો–તેમના પ્રત્યે
ધર્મીને ભક્તિ હોય છે–તેનું નામ બહુશ્રુતભક્તિ છે. અંતરમાં પોતાના ભાવશ્રુતજ્ઞાનને ચિદાનંદસ્વભાવમાં એકાકાર કર્યું છે

PDF/HTML Page 20 of 21
single page version

background image
તેટલી તો ભાવશ્રુતની નિશ્ચયભક્તિ કરી છે, ને ત્યાં વિશેષ શ્રુતજ્ઞાનના ધારક પ્રત્યે બહુમાનનો ભક્તિભાવ આવે છે,
તેના નિમિત્તે કોઈને તીર્થંકરપ્રકૃતિ પણ બંધાય છે. શ્રુતજ્ઞાન શું છે તેની જ જેને ખબર નથી એવા અજ્ઞાનીને સાચી
શ્રુતભક્તિ હોતી નથી, ને તેને તીર્થંકરપ્રકૃતિ પણ બંધાતી નથી.
ભાવશ્રુત તે તો જ્ઞાનપરિણતિ છે; તે જ્ઞાનપરિણતિની અંતરના પરમાત્મા સાથે એકતા થતાં ‘આનંદપુત્ર’
નો જન્મ થાય છે. અભવ્યને એવી જ્ઞાનપરિણતિ હોતી નથી એટલે તેને આનંદનો જન્મ થતો નથી પણ આકુળતાનો
જ જન્મ થાય છે, કેમકે તે પોતાના જ્ઞાનને બહારમાં ને રાગમાં જ એકાગ્ર કરે છે તેથી તેમાં આકુળતાની જ ઉત્પત્તિ
થાય છે. જ્ઞાનીને ચિદાનંદસ્વભાવમાં જ્ઞાનપરિણતિની એકતા થતાં અતીન્દ્રિય–આનંદનો જન્મ થાય છે.
(૧૩) પ્રવચન ભક્તિઃ– ભગવાનના કહેલા ને સંતોના ગૂંથેલા એવા જે મહાન શાસ્ત્રો, તેમના પ્રત્યે ધર્મીને
ભક્તિનો ભાવ આવે છે; તેમાં પણ ઉપર મુજબ સમજી લેવું.
(૧૪) આવશ્યકોનો અપરિહારઃ– સમ્યગ્દર્શન પછી ચારિત્રદશામાં સામાયિક પ્રતિક્રમણ વગેરે આવશ્યક
ક્રિયાઓ હોય છે, એટલે તે તે કાળે તે પ્રકારનો વિકલ્પ આવે છે. ત્યાં જ્યારે જે આવશ્યકનો કાળ હોય–સામાયિક
વગેરેનો જે વખત હોય–તે કાળે બરાબર તે કરવું, ને તેમાં ભંગ ન પડવા દેવો–તેનું નામ આવશ્યકનો અપરિહાર છે.
નિર્વિકલ્પદશા ન હોય ત્યાં સમકિતીને આવો ભાવ આવે તેની વાત છે. સમ્યગ્દર્શન વગર તો સામાયિક વગેરે હોતા
નથી. સામાયિક વગેરે સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, અને તેમાં પણ જે રાગરહિત સામાયિક છે તે કાંઈ બંધનું કારણ નથી,
પણ તેની સાથેનો તે પ્રકારનો વિકલ્પ તે તીર્થંકર પ્રકૃતિ વગેરેના આસ્રવનું કારણ છે.
(૧પ) માર્ગ પ્રભાવનાઃ– રત્નત્રયરૂપ જે માર્ગ, તે માર્ગની પ્રભાવનાનો ભાવ ધર્મીને આવે છે; અજ્ઞાનીને
તો માર્ગની ખબર જ નથી. જેણે માર્ગ જાણ્યો હોય તે તેની પ્રભાવના કરે ને! પ્રભાવનામાં સૌથી ઉત્તમ પ્રભાવના તો
‘આત્મપ્રભાવના’ એટલે કે ‘આત્માની વિશેષ ભાવના’ છે, કે જેનું રત્નત્રયરૂપી તેજ–વડે ઉદ્યાપન થતાં
કેવળજ્ઞાનરૂપી ઉત્કૃષ્ટ ફળને આપે છે. સ્વભાવની ભાવના વડે જેટલી વીતરાગી શુદ્ધતા પોતાના આત્મામાં પ્રગટ કરી
તેટલી તો ધર્મીને નિશ્ચયપ્રભાવના છે, અને તેની સાથે સાથે અસ્થિરતાની ભૂમિકામાં જિનધર્મની પ્રભાવનાનો
શુભભાવ પણ તેને આવે છે. તેની દ્રષ્ટિ તો શુદ્ધ ભાવના લાભ ઉપર જ છે, પણ વચ્ચે રાગ આવે છે તેટલું ખર્ચ છે.
આ રીતે સાધકદશામાં અંશે શુદ્ધતા અને અંશે રાગ બંને હોય છે; કેવળજ્ઞાની ભગવાનને રાગનો તદ્ન અભાવ થઈને
પૂર્ણ આનંદનો લાભ થઈ ગયો છે, એટલે તેમને તો એકલો લાભ જ છે ને ખર્ચ બિલકુલ નથી. જેમ ચક્રવર્તીને પગલે
પગલે નિધાન પાકે છે તેમાં તેને એકલો લાભ જ છે, તેમ ધર્મના ચક્રવર્તી એવા સર્વજ્ઞભગવાનને એકલો ધર્મનો પૂરો
લાભ જ છે; સાધકને પણ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિમાં પર્યાયે પર્યાયે લાભ જ થતો જાય છે,–છતાં હજી અલ્પરાગ છે
તેટલું ખર્ચ પણ છે, છતાં તેને શુદ્ધ દ્રષ્ટિના જોરે લાભની જ મુખ્યતા છે. શુદ્ધ દ્રષ્ટિ સહિત વચ્ચે રત્નત્રયરૂપ
સન્માર્ગની પ્રભાવનાનો, તેમ જ દેવ–ગુરુ–શાસ્ત્રની પ્રભાવનાનો શુભભાવ છે, ને તે શુભભાવ તીર્થંકરપ્રકૃતિ આદિ
ઊંચ પુણ્યબંધનનું કારણ છે. રત્નત્રયનો શુદ્ધભાવ છે તે ધર્મ છે ને તે મોક્ષનું કારણ છે.
(૧૬) પ્રવચનવાત્સલ્યઃ– એટલે સંઘ પ્રત્યે તથા સાધર્મી પ્રત્યે અતિશય પ્રમોદ–વાત્સલ્યનો ભાવ ધર્મીને
આવે છે. અંતરમાં પોતાને રત્નત્રયધર્મની અતિશય પ્રીતિ છે એટલે રત્નત્રયને સાધનારા બીજા ધર્માત્માઓ પ્રત્યે
પણ તેને અતિશય પ્રીતિનો ભાવ આવે છે. સમ્યગ્દર્શન સહિતના વાત્સલ્યની આ વાત છે. સમ્યગ્દર્શન પહેલાંની
ભૂમિકામાં પણ ધર્માત્મા પ્રત્યે જિજ્ઞાસુને અત્યંત વાત્સલ્ય અને ભક્તિનો ભાવ હોય; પણ તીર્થંકરપ્રકૃતિના કારણરૂપ
થાય એવો વાત્સલ્યભાવ તો સમ્યગ્દર્શન સહિત જીવને હોય છે, તેથી અહીં તેની વાત છે.
આ પ્રમાણે તીર્થંકરપ્રકૃતિના કારણરૂપ જે સોળ ભાવના કીધી તે સમ્યગ્દર્શન સહિત જીવને જ હોય છે,
મિથ્યાદ્રષ્ટિને હોતી નથી. વળી આ સોળ ભાવનામાં પણ પહેલી દર્શનવિશુદ્ધિ મુખ્ય છે, એટલે કે પહેલી દર્શનવિશુદ્ધિ
તો હોવી જોઈએ. દર્શનવિશુદ્ધિ વગર બીજી પંદર ભાવનાઓનો વ્યવહાર હોય તોપણ તે કાર્યકારી થતો નથી; અને તે
પંદર ભાવનાઓ કદાચ ન હોય તો પણ એકલી દર્શનવિશુદ્ધિભાવના જ તે પંદર ભાવનાઓનું કાર્ય કરી લે છે. આ
રીતે દર્શનવિશુદ્ધિનું એટલે કે સમ્યગ્દર્શનનું જ માહાત્મ્ય છે. સમ્યગ્દર્શન પોતે કાંઈ બંધનું કારણ નથી, પણ
દર્શનવિશુદ્ધિમાં સમ્યગ્દર્શનની સાથે વિશુદ્ધતા સંબંધી જે વિકલ્પ હોય તે બંધનું કારણ છે–એમ સમજવું. આ રીતે
જૈનશાસનમાં સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવો જ ઉપાદેય છે, ને તે શુદ્ધભાવો વડે જ જૈનશાસનની શોભા છે, તેનાથી જ
જિનશાસનનો મહિમા છે.
જય હો સમકિતીના શુદ્ધભાવનો!