Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 57
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
તેમના છેલ્લા દસ અવતારની કથા
(મહા પુરાણના આધારે લે બ્ર. હરિલાલ જૈન: લેખાંક પાંચમો)
સોનગઢ–જિનમંદિરમાં એક ચિત્રમાં, ઋષભદેવ ભગવાનનો આત્મા પૂર્વે સાતમા
ભવે ભોગભૂમિમાં પ્રીતિંકર મુનિરાજના ઉપદેશથી સમ્યગ્દર્શન પામે છે–એનું દ્રશ્ય છે;
તેના અનુસંધાનમાં ઋષભદેવ ભગવાનના છેલ્લા દસ અવતારોનું આ વર્ણન ચાલે છે.
અગાઉના ચાર લેખોમાં પ્રસિદ્ધ થયેલ કથાનો ટૂ્રંક સાર આ પ્રમાણે છે: ઋષભદેવ
ભગવાનનો જીવ પૂર્વે દસમા ભવે મહાબલ રાજા હતો. અને ત્યાં સ્વયંબુદ્ધમંત્રીના
ઉપદેશથી તેને જૈનધર્મનો પ્રેમ થયો હતો; ત્યાર પછી (નવમા ભવે) તે સ્વર્ગનો
‘લલિતાંગ’ દેવ થયો અને ત્યાં ‘સ્વયંપ્રભા’ દેવી સાથે તેને સંબંધ થયો. ત્યારપછી
(આઠમા ભવે) તે લલિતાંગ અને સ્વયંપ્રભા અનુક્રમે વજ્રજંઘરાજા અને શ્રીમતી રાણી
થયા, ને મુનિવરોને આહારદાન કરીને ભોગભૂમિમાં જુગલીયા–દંપતી તરીકે અવતર્યા.
ભોગભૂમિના આ (સાતમા) ભવમાં પ્રીતિંકર મુનિરાજના પરમ અનુગ્રહથી તેઓ બંને
સમ્યગ્દર્શન પામ્યા. ભોગભૂમિનું આયુષ્ય પૂરું થતાં તેઓ બંને ઈશાનસ્વર્ગમાં ઉપજ્યા.
ત્યાર પછીની તેમની કથા હવે આગળ ચાલે છે........
(પ) ઋષભદેવનો પૂર્વનો છઠ્ઠો ભવ: શ્રીધરદેવ
ભોગભૂમિનું આયુષ્ય પૂર્ણ થતા આપણા ચરિત્રનાયક ઋષભદેવનો જીવ
ઈશાનસ્વર્ગના શ્રીપ્રભ–વિમાનમાં શ્રીધર નામનો દેવ થયો; અને આર્યા–શ્રીમતીનો
(શ્રેયાંસકુમારનો જીવ પણ સમ્યગ્દર્શનના પ્રભાવથી સ્ત્રીપર્યાયનો છેદ કરીને તે જ
ઈશાનસ્વર્ગના સ્વયંપ્રભ–

PDF/HTML Page 22 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૯ :
વિમાનમાં સ્વયંપ્રભ નામનો દેવ થયો. સિંહ, નોળિયો, વાંદરો અને ભૂંડ એ ચારેના
જીવો પણ ભોગભૂમિનું આયુષ્ય પૂર્ણ કરીને તે ઈશાનસ્વર્ગમાં જ મહાન ઋદ્ધિના ધારક
દેવો થયા; તેમનાં નામ–ચિત્રાંગદ, મણિકુંડલ, મનોહર અને મનોરથ. (સિંહ, નોળિયો,
વાંદરો ને ભૂંડ–આ ચારે જીવો આગળ જતાં ઋષભદેવની સાથે રહેશે ને તેમની સાથે
મોક્ષ પામશે. વાનરનો જીવ તેમનો ગણધર થશે.) મહાન ઋદ્ધિધારક શ્રીધરદેવ પોતાના
વિમાનમાં જિનપૂજા, તીર્થંકરોના કલ્યાણક વગેરે અનેક ઉત્સવ કરતો હતો, અને
સુખભોગની સામગ્રીથી પ્રસન્નચિત્ત રહેતો હતો.
આગામી કાળમાં જે તીર્થંકર થનાર છે એવા તે શ્રીધરદેવે એક દિવસ
અવધિજ્ઞાનનો પ્રયોગ કરતાં તેને માલુમ પડ્યું કે અમારા ગુરુ શ્રી પ્રીતિંકર મુનિરાજ
હાલ વિદેહક્ષેત્રમાં શ્રીપ્રભ પર્વત ઉપર બિરાજમાન છે અને તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું
છે. અહો, સંસારના સર્વે જીવો ઉપર કરુણા કરનાર, અને ભોગભૂમિમાં આવીને પરમ
અનુગ્રહપૂર્વક અમને સમ્યક્ત્વ પમાડનાર આ પ્રીતિંકર મુનિરાજ અમારા મહાન
ઉપકારી છે. તેઓ આજ કેવળજ્ઞાન પામીને સર્વજ્ઞ થયા, અરિહંત થયા; ધન્ય એમનો
અવતાર! અમે પણ આત્માની સાધના પૂર્ણ કરીને ક્યારે કેવળજ્ઞાન પામીએ!! આમ
અત્યંત ભક્તિપૂર્વક શ્રીધરદેવે પ્રીતિંકર કેવળીને નમસ્કાર કર્યા; અને તેમની પૂજા કરવા
માટે તથા કેવળજ્ઞાનનો ઉત્સવ કરવા માટે સ્વર્ગની દૈવી સામગ્રી લઈને તેમની સન્મુખ
ગયો. શ્રીપ્રભ પર્વત ઉપર જઈને ઘણી ભક્તિથી સર્વજ્ઞ–પ્રીતિંકરમહારાજની પૂજા કરી,
નમસ્કાર કર્યા, તથા તેમની દિવ્યવાણીમાં ધર્મનું સ્વરૂપ સાંભળ્‌યું. અને પછી નીચે
પ્રમાણે પોતાના મનની વાત પૂછી:–
(ઋષભદેવ ભગવાનનો જીવ શ્રીધરદેવ પ્રીતિંકર કેવળીને પૂછે છે–)
હે પ્રભો! મહાબલરાજાના મારા ભવમાં મારે ચાર મંત્રીઓ હતા, તેમાં એક આપ
(સ્વયંબુદ્ધમંત્રી) સમ્યગ્દ્રષ્ટિ હતા ને આપે મને જૈનધર્મનો બોધ આપ્યો હતો; બીજા ત્રણ
મંત્રીઓ મિથ્યાદ્રષ્ટિ હતા, તેઓ અત્યારે કઈ ગતિમાં ઊપજ્યા છે! ને ક્યાં છે?
સર્વજ્ઞદેવ પોતાના વચનકિરણોવડે અજ્ઞાનઅંધકાર દૂર કરતાં કહેવા લાગ્યા–હે
ભવ્ય! જ્યારે મહાબલનું શરીર છોડીને તું સ્વર્ગમાં ચાલ્યો ગયો ત્યારે મેં
(સ્વયંબુદ્ધમંત્રીએ) તો વૈરાગ્યથી રત્નત્રય પ્રગટ કરીને જિનદીક્ષા ધારણ કરી લીધી;
પરંતુ બીજા ત્રણે દુર્મતિ મંત્રીઓ કુમરણથી મરીને દુર્ગતિને પામ્યા. તે ત્રણમાંથી
મહામતિ અને સંભિન્નમતિ એ બન્ને તો અત્યંત હીન એવી નિગોદદશાને પામ્યા છે, કે
જ્યાં અતિશયગાઢ અજ્ઞાનઅંધકાર ઘેરાયેલો છે, તથા અતિશય તપ્ત ઊકળતા પાણીમાં
ઊઠતા ખદખદાટની માફક જ્યાં અનેકવાર જન્મ–મરણ થયા કરે છે. અને ત્રીજો શતમતિ
મંત્રી પોતાના મિથ્યાત્વને કારણે અત્યારે નરકગતિમાં છે, ને ત્યાં મહા દુઃખો ભોગવી

PDF/HTML Page 23 of 57
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
રહ્યો છે. દુષ્કર્મોનું ફળ ભોગવવા માટે જીવોને નરક જ મુખ્યસ્થાન છે. જે જીવ
મિથ્યાત્વરૂપી વિષથી મૂર્છિત થઈને હિતકારી જૈનમાર્ગનો વિરોધ કરે છે તે દુર્ગતિરૂપી
મોજાથી ઊછળતા આ સંસારસમુદ્રમાં દીર્ઘ કાળ સુધી ઘૂમે છે. સમ્યગ્જ્ઞાનનો વિરોધી જીવ
અવશ્ય નરકરૂપી ઘોર અંધકારમાં પડે છે; માટે વિદ્વાન પુરુષોએ હંમેશા આપ્તપ્રણીત
સમ્યગ્જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ. ધર્મના પ્રભાવથી આ આત્મા સ્વર્ગ–મોક્ષરૂપ
ઉંચા સ્થાનને પામે છે, ને અધર્મના પ્રભાવથી નરકાદિ અધોગતિને પામે છે; તથા
મિશ્રભાવથી મનુષ્યપણું પામે છે, એમ તું નિશ્ચયથી જાણ. તારા શતબુદ્ધિ–મંત્રીનો જીવ
મિથ્યાજ્ઞાનની દ્રઢતાને લીધે બીજી નરકમાં અત્યંત ભયંકર દુઃખ ભોગવી રહ્યો છે.
પાપથી પરાજિત આત્મા ધર્મપ્રત્યે દ્વેષ અને અધર્મ પ્રત્યે પ્રેમ કરે છે. તેણે સ્વયં કરેલા
અનર્થનું આ ફળ છે. આ વાત નિર્વિવાદપણે પ્રસિદ્ધ છે કે ધર્મથી સુખ મળે છે ને
અધર્મથી દુઃખ મળે છે. માટે બુદ્ધિમાન જીવો અનર્થોને છોડીને ધર્મમાં તત્પર થાય છે.
પ્રાણીદયા, સત્ય, ક્ષમા, નિર્લોભતા, તૃષ્ણારહિતપણું, તથા જ્ઞાન–વૈરાગ્યસમ્પન્નપણું તે
ધર્મ છે; તેનાથી વિપરીત અધર્મ છે. જેમ હડકાયું કૂતરું કરડયું હોય તો સમય પાકતાં
તેના ઝેરની અસર દેખાય છે તેમ અધર્મસેવનથી કરેલા પાપકર્મ પણ સમય પાકતાં
નરકમાં ભારે દુઃખ દે છે. પાપકર્મનું ફળ બહુ કડવું છે. નરકમાં પડેલો જીવ ત્યાં એક
ક્ષણભર પણ દુઃખથી છૂટકારો પામતો નથી, એને એક ક્ષણ પણ શાન્તિ મળતી નથી.
શ્રીધરદેવ પ્રીતિંકર ભગવાનને પૂછે છે કે હે પ્રભો! નરકનાં દુઃખો કેવાં છે? ને
ત્યાં જીવ ક્્યા કારણથી ઊપજે છે?
ત્યારે પ્રિતિંકર ભગવાન દિવ્યધ્વનિ દ્વારા કહે છે કે–એ નરકનાં ઘોર દુઃખોનું વર્ણન
જો તું સાંભળવા ચાહતો હો તો ક્ષણભર મનને સ્થિર કરીને સાંભળ! જે જીવ હિંસા જૂઠું–
ચોરી–પરસ્ત્રીરમણ વગેરે પાપકાર્યોમાં તત્પર છે, જે દારૂ પીએ છે, જે મિથ્યામાર્ગને સેવે છે,
જે ક્રૂર છે. રૌદ્રધ્યાનમાં તત્પર છે, પ્રાણીઓ પ્રત્યે નિર્દય છે, અતિ આરંભ પરિગ્રહ રાખે છે,
જે સદા ધર્મપ્રત્યે દ્વેષ રાખે છે, અધર્મમાં પ્રેમ કરે છે, જે સાધુવર્ગની નિંદા કરે છે, જે
માત્સર્યભાવથી હણાયેલો છે, જે ધર્મસેવન કરનારા પરિગ્રહ–રહિત મુનિઓ પ્રત્યે વગર
કારણે ક્રોધ કરે છે. જે અતિશય પાપી છે, જે મધ–માંસ ખાવામાં તત્પર છે–એવા જીવો તીવ્ર
પાપના ભારથી નરકમાં પડે છે. નરક સાત છે; પહેલી રત્નપ્રભા, પછી શર્કરા પ્રભા,
વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને સાતમી મહાતમઃપ્રભા એ સાત
નરકભૂમિ છે. જે અનુક્રમે નીચે નીચે છે. અસંજ્ઞીપંચેન્દ્રિય જીવ પહેલી નરક સુધી જાય છે;
સરકનારા જીવો (ઘો વગેરે) બીજી પૃથ્વી સુધી, પક્ષી ત્રીજી સુધી, સર્પ ચોથી સુધી, સિંહ
પાંચમી સુધી, સ્ત્રી છઠ્ઠી સુધી ને તીવ્ર પાપી મનુષ્ય તથા મચ્છ સાતમી નરક સુધી જાય છે.
તે નરકમાં પાપી જીવો મધપૂડાની જેમ ઉપર લટકતા ખરાબ સ્થાનમાં ઊંધા મુખે ઊપજે
છે;–પાપી જીવોનું ઊર્ધ્વમુખ

PDF/HTML Page 24 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૧ :
ક્યાંથી હોય? પાપના ઉદયથી તે જીવ અંતર્મુહૂર્તમાં દુર્ગંધિત, ઘૃણિત, દેખવું ન ગમે તેવું
અને બેડોળ આકારનું શરીર રચે છે. અને પછી, જેમ ઝાડ ઉપરથી પાન નીચે તૂટી પડે
તેમ તે નારકી જીવ ધગધગતી નરકભૂમિ ઉપર પટકાય છે; તે ભૂમિમાં ખોડાયેલા
અણીદાર હથિયારો ઉપર તે પડે છે અને તેના શરીરની બધી સંધિ છિન્નભિન્ન થઈ જાય
છે,–ક્યાં હાથ, ક્યાં પગ, ક્યાં મોઢું એમ બધું વેરવિખેર થઈ જાય છે, એટલે મહા
પીડાથી દુઃખિત થઈને તે જીવ રાડેરાડ પાડીને રોવા લાગે છે. ત્યાંની ભૂમિની અપાર
ગરમીથી તપ્તાયમાન થયેલો તે જીવ વ્યાકુળતાથી પડતાં વેંત જ ધગધગતા તાવડામાં
પડેલા તલની જેમ ઊછળે છે અને પાછો નીચે પડે છે. પડતાં વેંત જ અતિશય ક્રોધી
બીજા નારકી જીવો તેને ખૂબ મારે છે ને શસ્ત્રોથી તે નવીન નારકીના શરીરના કટકે
કટકા કરી નાંખે છે. જેમ લાકડીથી મારતાં પાણીનાં ટીપેટીપાં છૂટા પડે ને પાછા ભેગા
થાય–તેમ તે નારકીનું શરીર હથિયારોના પ્રહારથી છિન્નભિન્ન વેરવિખેર થઈને
ક્ષણભરમાં પાછું સંધાઈ જાય છે.–એથી તે મહા દુઃખ પામે છે.
શતમુખમંત્રી નારકીના જે દુઃખો ભોગવી રહ્યો છે–તે નારકીના દુઃખોનું વર્ણન કરતાં
શ્રી પ્રીતિંકર ભગવાન કહે છે કે–તે નારકીઓ પૂર્વવેરને યાદ કરી કરીને પરસ્પર લડે છે;
ત્રીજી નરક સુધી અસુરકુમાર જાતિના અતિશય ભયંકર દેવો તે નારકીઓને પૂર્વવેરનું
સ્મરણ કરાવીને અંદરોઅંદર લડાવી મારે છે. કોઈ નારકીઓ ગીધપક્ષીનું રૂપ ધારણ કરીને
વજ્ર જેવી ચાંચથી નારકીના શરીરને ચીરી નાંખે છે, તથા કાળા કાળા શિયાળ–કૂતરા વગેરે
તીવ્ર નખોથી તેને ફાડી ખાય છે. હજારો કાળોતરા સર્પ ને વીંછી એકસાથે ઝેરી ડંખ દે છે.
કેટલાક નારકીઓ ઉકળતા તાંબાનો રસ પીવડાવે છે, કેટલાક નારકીના કટકા કરીને તેને
ઘાણીમાં તલની માફક પીલી નાખે છે, ને કેટલાકને તાવડામાં ઉકાળીને તેનો રસ કરી નાંખે
છે; પૂર્વે જે જીવો માંસભક્ષી હતા તેમના શરીરમાંથી કટકા કાપી કાપીને તેમને જ
બળજબરીથી ખવડાવે છે, તથા સાણસીવડે તેનું મોઢું ફાડીને બળજબરીથી તેને લોઢાના
ધગધગતા ગોળા ખવડાવે છે. પૂર્વે પરસ્ત્રીમાં રત હતા તે નારકીને ધગધગતી લાલચોળ
લોઢાની પૂતળી સાથે આલિંગન કરાવે છે, જેનો સ્પર્શ થતાં જ તે સળગી ઊઠે છે, તેની
આંખ ફાટી જાય છે, ને મૂર્છિત થઈને તે જમીન ઉપર ઢળી પડે છે; તરત બીજા નારકીઓ
લોઢાના ચાબુકથી તેને મારે છે. અરે, આવી ઘોરાતિઘોર પીડા અધર્મના સેવનથી જીવ
નરકમાં ભોગવે છે–જેનું વર્ણન વાણીમાં પૂરું આવતું નથી.
ત્યાં કાંટાવાળા ધગધગતા લોઢાના ઝાડ (સેમરવૃક્ષ) ઉપર નારકીને
જબરજસ્તીથી ચડાવે છે; પછી તેને ઉપરથી નીચે, ને નીચેથી ઉપર ઢસેડે છે, તેથી તેનું
આખું શરીર છોલાઈ જાય છે; ગંધાતા રસથી ભરેલી નદીમાં કોઈ નારકીને ફેંકે છે, તેમાં
તેનું શરીર ઓગળી જાય છે. કોઈ નારકીને અગ્નિશૈયા ઉપર સુવડાવે છે. ત્યાંની
ગરમીથી દુઃખી થયેલો નારકી જ્યાં અસિપત્રના વનમાં આશરો લેવા જાય છે

PDF/HTML Page 25 of 57
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
ત્યાં તો અગ્નિ વરસાવતો ઊનો વાયરો આવે છે ને તરવાની તીખી ધારા જેવા પાંદડા
તેના ઉપર પડે છે, તે તેના શરીરને ચીરી નાંખે છે. તે બિચારો દીન નારકી દુઃખી થઈને
ચીચીયારી કરે છે.–પણ ત્યાં એનો પોકાર કોણ સાંભળે?
તે નારકીને બીજા નારકી લોઢાના સળીયા સાથે બાંધીને અગ્નિમાં સેકી નાંખે છે;
પહાડ ઉપરથી ઊંધે માથે પછાડે છે; ધારદાર કરવતવડે તેના શરીરને વિદારે છે; શરીરમાં
ભાલા જેવી સોય ભોંકે છે, સૂયાની અણીમાં પરોવીને તેને ફેરવે છે; ઘણા નારકી તેને
મગદળવડે માથે એવો પીટે છે કે તેની આંખો બહાર નીકળી જાય છે. પૂર્વે જેણે
અભિમાન સેવેલું એવા તે નારકી જીવને ધગધગતા લોઢાના આસન ઉપર પરાણે
બેસાડે છે, ને કાંટાની પથારી ઉપર સુવડાવે છે.
આ પ્રકારે નરકની અત્યંત અસહ્ય ને ભયંકર વેદના પામીને ભયભીત થયેલા તે
નારકીના મનમાં એમ ચિન્તા થાય છે કે અરેરે! અગ્નિજ્વાળા જેવી ગરમ ભૂમિ બહુ જ
કષ્ટદાયક છે, અહીંનો વાયરો સદા અગ્નિના તણખાં વરસાવે છે; દિશાઓ એવી સળગે છે–
જાણે આગ લાગી હોય! ને મેઘ તો ધગધગતી ધૂળ વરસાવે છે. અહીં ચારેકોરથી દુઃખ–દુખ
ને દુઃખ છે. અમારા પૂર્વભવના પાપ જ અમને આ પ્રકારનું દુઃખ આપી રહ્યા છે. અહીંની
વેદના એટલી તીવ્ર છે કે કોઈથી સહન ન થાય; માર પણ એટલો પડે છે કે સહન ન થઈ
શકે. આયુષ પૂરું થયા વગર આ પ્રાણ પણ છૂટતા નથી; અને દુઃખ દેતા આ નારકીઓને
કોઈ રોકી પણ શકતું નથી. અરે, આવી પરિસ્થિતિમાં અમે ક્યાં જઈએ? શું કરીએ? ક્યાં
ઊભા રહીએ? ક્યાં બેસીએ? ક્યાં વિસામો લઈએ? અમે શરણની આશાએ જ્યાં જ્યાં
જઈએ છીએ ત્યાં ત્યાં ઊલટું વધુ ને વધુ દુઃખ પામીએ છીએ. અરે, અહીંના અપાર દુઃખથી
અમે ક્યારે છૂટશું? ક્્યારે આનો પાર આવશે? અમારું આયુષ્ય પણ સાગર જેવડું મોટું છે.
આ પ્રકારના વારંવાર ચિન્તનથી તે નારકીને અત્યંત માનસિક સંતાપવડે મરણ જેવું દુઃખ
થયા કરે છે. આ વિષયમાં અધિક કહેવાથી શું લાભ છે? ટૂંકમાં એટલું જ બસ છે કે
જગતમાં જેટલા ભયંકર દુઃખો છે તે બધાય દુઃખોને દુષ્કર્મોએ નરકમાં એકઠા કરી દીધા છે.
આંખના એક ટમકાર માત્ર પણ સુખ તે નારકીને નથી; દિનરાત તેને દુઃખ દુઃખ ને દુઃખ જ
ભોગવવું પડે છે. સેંકડો દુઃખના ભમ્મરથી ભરેલા નરકરૂપી સમુદ્રમાં ડુબેલા તે નારકીઓને
સુખની પ્રાપ્તિ તો દૂર રહી પણ તેનું સ્મરણ થવું યે બહુ મુશ્કેલ છે. ઠંડી–ગરમીના દુઃખ ત્યાં
અસહ્ય ને અચિંત્ય છે; સંસારના કોઈ પદાર્થની સાથે એ દુઃખની તૂલના થઈ શકે તેમ નથી.
તે બધા નારકીઓ હીનાંગ, કૂબડા નપુંસક, દુર્ગંધી, ખરાબ કાળા રંગવાળા કઠોર અને
દેખવામાં અપ્રિય હોય છે. મરેલા કૂતરા–બિલાડા–ગધેડાના કલેવરના ઢગલામાંથી જે દુર્ગંધ
આવે તેના કરતાંય નારકીના શરીર વધુ દુર્ગંધી છે.–આમ પૂર્વના પાપકર્મોથી તે જીવો
અતિશય દુઃખી છે.

PDF/HTML Page 26 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૩ :
આ પ્રમાણે નરકના દુઃખનું વર્ણન કરીને પ્રીતિંકરસ્વામી શ્રીધરદેવને કહે છે કે હે
ભવ્ય! તે શતબુદ્ધિમંત્રીનો જીવ પાપકર્મના ઉદયથી બીજી નરકમાં આવા દુઃખો ભોગવી
રહ્યો છે. જે જીવો નરકના આવા તીવ્ર દુઃખોથી બચવા ચાહતા હોય તે બુદ્ધિમાનોએ
જિનેન્દ્રપ્રણીત ધર્મની ઉપાસના કરવી જોઈએ. આ જૈનધર્મ જ દુઃખોથી રક્ષા કરે છે ને
મહાન સુખ આપે છે; અને આ ધર્મ જ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થતા મોક્ષસુખને આપે છે.
ઈન્દ્ર, ચક્રવર્તી તથા ગણધરપદ આ જૈનધર્મના પ્રસાદથી જ પ્રાપ્ત થાય છે, અને
તીર્થંકરપદ પણ આ જ ધર્મથી પ્રાપ્ત થાય છે; સર્વોત્કૃષ્ટ એવું સિદ્ધપદ પણ આ ધર્મથી જ
પમાય છે. આ જૈનધર્મ જ જીવોનો બંધુ મિત્ર અને ગુરુ છે. માટે હે શ્રીધરદેવ! સ્વર્ગ–
મોક્ષના સુખ દેનાર એવા આ જૈનધર્મમાં તું તારી બુદ્ધિ જોડ.
શ્રી પ્રીતિંકર–મુનિરાજના શ્રીમુખથી જૈનધર્મનો આવો મહિમા સાંભળીને પવિત્ર
બુદ્ધિધારક શ્રીધરદેવ અતિશય ધર્મપ્રેમને પામ્યો; ને પ્રસન્નબુદ્ધિથી તેણે કહ્યું–હે પ્રભો!
આપ મહા ઉપકારી છો. મહાબલના ભવમાં આપે જ જૈનધર્મનો ઉપદેશ આપીને મારું
હિત કર્યું, પછી ભોગભૂમિમાં મુનિપણે પધારીને પરમ કરુણાપૂર્વક આપે જ મને
સમ્યગ્દર્શન આપ્યું ને અત્યારે પણ અરિહંતપણે આપે મને ધર્મનો ઉપદેશ આપીને મહા
ઉપકાર કર્યો છે. અહો, પ્રભો! આપના જેવા ગુરુઓનો સંગ જીવોને પરમ હિતકાર છે.
આમ ભક્તિથી ફરી ફરીને પ્રીતિંકર કેવળીના દર્શન કર્યા બાદ, પૂર્વભવના
સ્નેહને લીધે શતબુદ્ધિના જીવને પ્રતિબોધવા માટે ગુરુઆજ્ઞાનુસાર તે શ્રીધરદેવ બીજી
નરકમાં તેની પાસે ગયો અને કરુણાપૂર્વક કહેવા લાગ્યો–હે ભદ્ર શતબુદ્ધિ! શું તું
મહાબલને જાણે છે? હું જ એ મહાબલનો જીવ છું ને અત્યારે તને પ્રતિબોધવા માટે
સ્વર્ગલોકમાંથી અહીં આવ્યો છું. તે શતબુદ્ધિના ભવમાં અનેક મિથ્યાનયોના આશ્રયે તેં
પ્રબળ મિથ્યાત્વને સેવ્યું હતું. દેખ, એ મિથ્યાત્વનું આ ઘોર દુઃખદાયીફળ અત્યારે તારી
સામે જ છે. આવા ઘોર દુઃખોથી બચવા માટે હે ભવ્ય! તું મિથ્યાત્વને છોડ ને
સમ્યગ્દર્શનને અંગીકાર કર.
એ પ્રમાણે શ્રીધરદેવના ઉપદેશથી તે શતબુદ્ધિના જીવે શુદ્ધ સમ્યગ્દર્શન ધારણ કર્યું
અને મિથ્યાત્વરૂપી મેલના નાશથી ઉત્તમ શુદ્ધિ પ્રગટ કરી. અહો, નરકમાં આવીને પણ
આપે મને ધર્મ પમાડયો, આપે મહાકૃપા કરી એમ ફરી ફરીને તેણે શ્રીધરદેવનો ઉપકાર
માન્યો. ત્યારબાદ નરકનું આયુષ્ય પૂર્ણ થતાં શતબુદ્ધિનો તે જીવ ભયંકર નરકમાંથી
નીકળીને પૂર્વ–પુષ્કરદ્વીપના પૂર્વવિદેહમાં મંગલાવતીદેશની રત્નસંચયનગરીમાં મહીધર
ચક્રવર્તીનો જયસેન નામનો પુત્ર થયો. એકવાર તેના વિવાહનો ઉત્સવ થતો હતો તે
વખતે શ્રીધરદેવે આવીને તેને સમજાવ્યો ને નરકનાં ભયંકર દુઃખોનું સ્મરણ કરાવ્યું;
તેથી સંસારથી વિરક્ત થઈને તેણે યમધર મુનિરાજની સમીપ દીક્ષા ધારણ કરી; નરકમાં
ભોગવેલા ઘોર દુઃખો

PDF/HTML Page 27 of 57
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
યાદ આવતાં વિષયોથી અત્યંત વિરક્ત થઈને તે કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યો, અને
આયુપૂર્ણ થતાં સમાધિમરણપૂર્વક દેહ છોડીને તે સ્વર્ગનો ઈન્દ્ર થયો. જુઓ, ક્યાં તો
નારકી ને ક્્યાં ઈન્દ્રપદ! જીવ પોતાના પરિણામઅનુસાર વિચિત્ર ફળ પામે છે. હિંસાદિ
અધર્મ કાર્યોંથી જીવ નરકાદિ નીચ ગતિને પામે છે, ને અહિંસાદિ ધર્મકાર્યોથી તે સ્વર્ગાદિ
ઉચ્ચ ગતિને પામે છે. માટે ઉચ્ચપદના અભિલાષી જીવોએ સદા ધર્મની આરાધનામાં
તત્પર રહેવું જોઈએ. બ્રહ્મસ્વર્ગમાં ઊપજેલા તે બ્રહ્મેન્દ્રે (શતબુદ્ધિના જીવે)
અવધિજ્ઞાનવડે શ્રીધરદેવના મહાન ઉપકારને જાણ્યો, ને તેમના જ પ્રતાપથી
નરકદુઃખોથી છૂટીને આ ઈન્દ્રપદ પ્રાપ્ત થયું છે–એમ સમજીને પાંચમા બ્રહ્મસ્વર્ગમાંથી
બીજા સ્વર્ગે આવીને પોતાના કલ્યાણકારી મિત્ર શ્રીધરદેવની અત્યંત આદરપૂર્વક ભક્તિ
કરી, બહુમાન કર્યું.
(આપણા ચરિત્રનાયકને હવે પાંચ ભવ બાકી રહ્યા છે. તેઓ પૂર્વના દશમા ભવે
મહાબલરાજા હતા; પછી લલિતાંગદેવ, પછી વજ્રજંઘ, પછી ભોગભૂમિમાં
સમ્યક્ત્વપ્રાપ્તિ, ને પછી આ બીજા સ્વર્ગમાં શ્રીધરદેવ થયા; હવે આ શ્રીધરદેવનું
આયુષ્ય પૂર્ણ થતાં પછીના ભવમાં તે વિદેહક્ષેત્રમાં ઊપજશે ને મુનિ થશે, પછી સ્વર્ગમાં
જઈ પાછા વિદેહક્ષેત્રની પુંડરગીરીનગરીમાં અવતરશે ને ત્યાં ચક્રવર્તી થઈ દીક્ષા લઈ
તીર્થંકરપ્રકૃતિ બાંધશે; ત્યાંથી સર્વાર્થસિદ્ધિમાં જશે ને પછી છેલ્લો ઋષભઅવતાર થશે.
મહાપુરાણના આધારે આ પ્રસંગોનું આનંદકારી વર્ણન વાંચવા માટે આત્મધર્મની આ
લેખમાળા વાંચતા રહો.)
આત્મવિશ્વાસ અને દ્રઢતાપૂર્વક તું
તારા હિતમાર્ગમાં આગળ વધજે.
આ મનુષ્યજીવનરૂપી ચિન્તામણિને
જે દુર્વાસનાના દરિયામાં ફેંકી દ્યે એના જેવો
મૂર્ખ કોણ?
તું એવો મૂર્ખ ન બનીશ.....જીવનની
એકેક ક્ષણનો આત્મહિતને અર્થે ઉપયોગ
કરજે.

PDF/HTML Page 28 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૫ :
વિ વિ ધ વ ચ ના મૃ ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક ૨૧)
(૨૭૧) હે જીવ! સત્સંગના આ ઉત્તમ યોગમાં તું એવું કામ કર કે જેથી તારા
જ્ઞાનધામમાં તારો નિવાસ થાય, તને આનંદ થાય, ને દુઃખ કદી ન થાય.–
આવી ધર્મસાધના કરવાનો આ અવસર છે.
(૨૭૨) જેમ ઊંડા પાણીમાં ડૂબતો મનુષ્ય પોતાની ગભરામણ આડે આખા જગતને
ભૂલી જાય છે; તેમ ચૈતન્યસાગરમાં ઊંડો ઊતરીને ધ્યાનમાં જે મગ્ન થયો તે
જીવ પોતાના અતીન્દ્રિય આનંદ આડે આખા જગતને ભૂલી જાય છે.
(૨૭૩) શબ્દનો શણગાર કે વિકલ્પોની વણઝાર એનામાં આત્મમહિમાને પ્રસિદ્ધ
કરવાની તાકાત નથી. અનુભવગમ્ય એવું આત્મતત્ત્વ, તે શબ્દોમાં કે
વિકલ્પોમાં ક્્યાંથી આવે?
(૨૭૪) જગતમાં જેટલા પવિત્ર પરિણામ છે તે બધાય આત્માના જ આશ્રયે છે, બીજે
ક્્યાંય નથી.
(૨૭પ) સમ્યક્ત્વનો કોઈ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિરૂપ
સમ્યગ્દર્શનને, આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક
નિવૃત્તિ અર્થે હે ભવ્યો! તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો, સમયે સમયે
આરાધો. જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે ગુણોને ઉજ્જવળ કરનાર એવી એ
સમ્યક્શ્રદ્ધા પ્રથમ આરાધના છે.
આત્માનુશાસન
(૨૭૬) હે શ્રાવક! આ ભવદુઃખ તને વહાલા ન લાગતા હોય ને સ્વભાવનો અનુભવ
તું ચાહતો હો, તો તારા ધ્યેયની દિશા પલટાવી નાંખ; જગતથી ઉદાસ થઈ
અંતરમાં ચૈતન્યને ધ્યાવતાં તને પરમ આનંદ પ્રગટશે ને ભવની વેલડી ક્ષણમાં
તૂટી જશે. આનંદકારી પરમ આરાધ્ય ચૈતન્યદેવ તારામાં જ બિરાજી રહ્યો છે.
(૨૭૭) તારો મોક્ષ તારા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રપરિણામથી છે, બીજા કોઈ વડે
તારો મોક્ષ નથી.
(૨૭૮) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે સ્વસન્મુખ પરિણામ છે.
(૨૭૯) સ્વવસ્તુની કિંમતને ચૂકીને જે જીવ પરની કિંમત અધિક કરે છે તેના પરિણામ
પરસન્મુખ જ રહે છે; ને પરસન્મુખ પરિણામ તે જ સંસાર.
(૨૮૦) સ્વની ઉત્કૃષ્ટ કિંમત (મહિમા) ભાસે તો પરિણામ સ્વસન્મુખ થાય; ને
સ્વસન્મુખ પરિણામ તે મોક્ષનો માર્ગ છે.

PDF/HTML Page 29 of 57
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
(૧૩)
(આ વખતે આ વિભાગમાં પ્રવચન ઉપરથી દશ પ્રશ્ન–ઉત્તર રજુ કરવામાં આવ્યા છે.)
(૧૨૧) પ્ર:– આત્માને જાણવાનું તત્કાળ ફળ શું?
ઉ:– આત્માના અતીન્દ્રિય આનંદનું વેદન થાય તે.
(૧૨૨) પ્ર:– ખરું જ્ઞાન કોને કહેવાય?
ઉ:– જ્ઞાનસ્વરૂપ આત્માને જ્ઞેય બનાવે તે જ સાચું જ્ઞાન છે.
(૧૨૩) પ્ર:– એક જીવની સાધક પર્યાયો કેટલી? ને સિદ્ધ પર્યાયો કેટલી?
ઉ:– એક જીવની સાધક પર્યાયો અસંખ્ય હોય છે, સિદ્ધપર્યાયો અનંત હોય છે.
(સાધકપર્યાયો સાદિ–સાંત છે; સિદ્ધપર્યાયો સાદિ અનંત છે.)
(૧૨૪) પ્ર:– સાધક જીવો કેટલા? સિદ્ધ જીવો કેટલા?
ઉ:– સાધકજીવો જગતમાં એક સાથે અસંખ્યાતા હોય છે; સિદ્ધજીવો અનંતા છે.
(૧૨પ) પ્ર:– મોક્ષને સાધવા માટે ઉલ્લસીત વીર્ય ક્્યારે થાય?
ઉ:– સ્વભાવસન્મુખ વળે ત્યારે વીરતા પ્રગટે ને મોક્ષને સાધવા માટે વીર્ય ઉલ્લસે.
(૧૨૬) પ્ર:– આત્માનો અનુભવ કરનાર શું છોડે છે.
ઉ:– આત્માનો અનુભવ કરનાર પરભાવોને છોડે છે ને નિજસ્વભાવને ગ્રહણ કરે છે.
(૧૨૭) પ્ર:– ધન્ય કોણ છે?
ઉ:– સર્વજ્ઞસ્વભાવી આત્માને જેણે જાણ્યો છે એવા જ્ઞાની–ભગવંત ધન્ય છે.
(૧૨૮) પ્ર:– કેવળી ભગવાનના ગુણોની સ્તુતિ કઈ રીતે થાય?
ઉ:– આત્માના જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતાવડે મોહને જીતવાથી કેવળી ભગવાનની
સાચી સ્તુતિ થાય છે.
(૧૨૯) પ્ર:– સમ્યગ્દ્રષ્ટિ ખરેખર ક્્યાં વસે છે.
ઉ:– સ્વઘર એવું જે પોતાનું શુદ્ધ તત્ત્વ તેમાં જ ખરેખર ધર્મી વસે છે; રાગમાં કે
પરમાં પોતાનો વાસ તે માનતા નથી.
(૧૩૦) પ્ર:– ગૃહસ્થાશ્રમમાં આત્માનો અનુભવ ને ધ્યાન હોય?
ઉ:– હા, ધર્મીને ગૃહસ્થપણામાં પણ આત્માનો અનુભવ અને ધ્યાન હોય છે; એના
વગર સમ્યગ્દર્શન જ સંભવે નહિ.

PDF/HTML Page 30 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૭ :
અહો, આ તો અંતરમાં એકત્વસ્વભાવને
સ્પર્શીને આવેલી વીતરાગી સન્તોની વાણી છે;
તે અંતરમાં શુદ્ધાત્માનો સ્પર્શ કરાવે છે.
(સમયસાર ગાથા. ૪ ના પ્રવચનમાંથી)
આત્માના એકત્વસ્વભાવની પ્રાપ્તિ કરવી જીવને અનંતકાળમાં મહા દુર્લભ છે. પરથી
ભિન્ન, રાગથી ભિન્ન, ને અનંત જ્ઞાનાનંદસ્વભાવોથી એકમેક–આવા એકત્વ–વિભક્ત શુદ્ધ
આત્માનો અનુભવ જીવને સુલભ નથી, કેમકે તેની રુચિપૂર્વક શ્રવણ–પરિચય જીવે કદી કર્યો
નથી. ધર્મીને તો અંર્તસ્વભાવના અભ્યાસવડે શુદ્ધાત્માની ઉપલબ્ધિ થઈ ગઈ છે એટલે તેને
તે સુલભ થઈ છે. અજ્ઞાનીને પરની રુચિવડે રાગની સુલભતા છે, ચૈતન્યની દુર્લભતા છે; ને
જ્ઞાની–સન્તોને અંતરના અનુભવમાં ચૈતન્યની સુલભતા થઈ છે, ચૈતન્યનો લાભ થયો છે.
અનંતકાળે દુર્લભ–અપ્રાપ્ત એવો આત્મા, તે સ્વાનુભવવડે જ્ઞાનીને સુલભ થયો છે. એને
કષાયો–બંધ ભાવો દુર્લભ ને દુઃખદાયક લાગે છે. પોતાનો સ્વભાવ પોતામાં છે તેથી નિશ્ચયથી
તે સુલભ છે, કેમકે તેમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે; પોતામાં જ છે તેને અનુભવવાનું છે, ક્્યાંય
બહારથી મેળવવાનું નથી. કેમકે પરવસ્તુની પ્રાપ્તિ તો દુર્લભ–અશક્્ય છે કેમકે પરવસ્તુ
અનંતકાળે પણ પોતાની થતી નથી. એકત્વ સ્વભાવ જ સુંદર અને આનંદદાયક છે.
શ્રી આચાર્યદેવ કહે છે કે અરે જીવો! અનંતકાળથી દુર્લભ એવો જે શુદ્ધ આત્મા, તે
શુદ્ધાત્મા હું મારા સમસ્ત આત્મવૈભવથી આ સમયસારમાં દેખાડું છું, તમે તમારા
સ્વાનુભવથી તેને પ્રમાણ કરજો. માત્ર શબ્દોથી કે વિકલ્પથી નહિ, પણ સ્વાનુભવ–પ્રત્યક્ષવડે
પ્રમાણ કરજો. આમ કહીને વાણી અને વિકલ્પોનું અવલંબન કાઢી નાંખ્યું.
જીવોએ અનંતકાળ શુભ–અશુભના ચક્રમાં જ કાઢયો છે; મોહથી શુભ–અશુભ–ભાવો
સાથે એકતા કરીને તેમાં જ અનાદિથી પરિણમી રહ્યો છે, પણ તે શુભાશુભથી પાર એકલો
જ્ઞાનમાત્ર જે એકત્વસ્વભાવ, તેને કદી લક્ષગત કર્યો નથી, જ્ઞાની પાસે પ્રેમથી સાંભળ્‌યો પણ
નથી. શુભ–અશુભમાં આત્માની સુંદરતા કે શોભા નથી, આત્માની સુંદરતા ને શોભા તો
એકત્વસ્વભાવમાં છે, તે સ્વભાવનો અનુભવ જ સુખરૂપ છે. પુણ્ય–પાપમાં એકત્વથી તો
દુઃખનું જ વેદન છે. પુણ્ય–પાપના ચક્રમાં પરિભ્રમણ કરતો જીવ ભવચક્રમાં ભમી રહ્યો છે;
એકત્વસ્વભાવની પ્રાપ્તિ વડે તે ભ્રમણ કેમ ટળે તેની આ વાત છે.
બહુ પુણ્ય કેરા પૂંજથી
શુભદેહ માનવનો મળ્‌યો,

PDF/HTML Page 31 of 57
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
તોયે અરે! ભવચક્રનો,
આંટો નહિ એકે ટળ્‌યો,
શુભ ભાવથી મનુષ્ય અવતાર અનંતવાર પામ્યો, તોપણ તેના વડે ભવચક્રનો એક્કેય
આંટો ટળ્‌યો નહિ. ભવના નાશનો ભાવ એકવાર પ્રગટ કરે તો અનંતભવનો નાશ થઈ જાય.
અનંત કાળનું ભવભ્રમણ ટાળવા માટે કાંઈ અનંતકાળ નથી લાગતો, અનંતકાળનું
ભવભ્રમણ એક ક્ષણમાં સ્વભાવના સેવનવડે ટળી જાય છે. પણ અજ્ઞાનને લીધે જીવોને તે
દુર્લભ થઈ પડ્યું છે. તેથી આચાર્યદેવ કહે છે કે મારા સમસ્ત આત્મવૈભવથી હું તે એકત્વ
સ્વભાવ દર્શાવું છું, તેને હે જીવો! તમે પ્રમાણ કરજો. જેવો શુદ્ધાત્મા કહું તેવો અનુભવમાં
લેજો.
પહેલે ધડાકે આત્મામાં સિદ્ધને સ્થાપીને, અને વિકારને આત્મામાંથી જુદો પાડીને, હું
એકત્વ–વિભક્ત આત્મા દર્શાવું છું;–કે જેને જાણતાં સાદિ–અનંત અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય,
ને આ ભવચક્રનું દુઃખ મટી જાય. ભાઈ, આ તારા સ્વભાવની વાત છે, તેની રુચિવડે
અંતરઅભ્યાસ વડે તે સુલભ થાય છે, અનુભવમાં આવે છે. જ્યાં અંર્ત સ્વભાવને લક્ષગત
કર્યો ત્યાં તે સ્વભાવ સાથે એકત્વ પરિણમન થયું ને રાગાદિ પરભાવોથી વિભક્ત પરિણમન
થયું. આવા એકત્વ–વિભક્તરૂપે પરિણમતો પરિણમતો તે આત્મા મોક્ષના પંથે ચાલ્યો.
એકછત્રરૂપ જે મોહનું સામ્રાજ્ય હતું તેમાથી તે બહાર નીકળી ગયો. સ્વભાવની રુચિ ન હતી
ત્યારે મોહનો ભાર ઉપાડતો હતો, તેને શુદ્ધાત્માનો અનુભવ દુર્લભ હતો; હવે સ્વભાવની
રુચિવડે તે ઊંધા પ્રકારમાંથી તે બહાર નીકળી ગયો, ને શુદ્ધાત્માની રુચિવડે તેની પ્રાપ્તિને
સુલભ બનાવી દીધી.
અહો, આ તો એકત્વસ્વભાવને સ્પર્શીને અંદરથી આવેલી વીતરાગી સન્તોની વાણી
છે, તે અંતરમાં શુદ્ધાત્માનો સ્પર્શ કરાવે છે.
(વીર સં. ૨૪૯૨ શ્રાવણ સુદ ૧૩)
ગણીત
(જ્યાં ગણીતની ત્રિરાશી લાગુ પડતી નથી)
એક જીવને એક ગાઉ દૂરની વસ્તુને જાણતાં એક સમય લાગે છે
તો હજાર ગાઉ દૂરની વસ્તુને જાણતાં કેટલો સમય લાગશે?
(કોઈ ત્રિરાશી માંડવા બેસે તો તેનો જવાબ સાચો પડે નહિ. આ
એમ બતાવે છે કે આત્માનો જ્ઞાનસ્વભાવ એ ગણતરીનો વિષય નથી.)

PDF/HTML Page 32 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૯ :
ગયા અંકના પ્રશ્નોના જવાબ
(૧) ૧. સિદ્ધ ભગવાનનું સાથીદાર
મોક્ષતત્ત્વ છે.
૨. મુનિરાજનું સાથીદાર સંવર તથા
નિર્જરા તત્ત્વ છે.
છે.
(૨) આપણા ૨૪ તીર્થંકરોમાંથી વીસ
તીર્થંકરો સમ્મેદશિખરથી મોક્ષ પામ્યા છે.
(૩) આચાર્ય–મુનિરાજના તથા તેમણે
રચેલ શાસ્ત્રનાં નામો માટે પાછળ જુઓ.
કોયડાનો જવાબ:– “કેવળજ્ઞાન” તે
જગતમાં સૌથી ઉત્તમ છે; આપણા
ભગવાનનું એ લક્ષણ છે; આપણને તે બહુ જ
ગમે છે; અરિહંત અને સિદ્ધભગવંતો સિવાય
બીજા કોઈ પાસે તે હોતું નથી. અને તેની
ઓળખાણ કરતાં સમ્યક્ત્વ થાય છે.
બંધુઓ, આ વખતે નવા પ્રશ્નો નથી
આપ્યા; એને બદલે મોક્ષનો મારગ શોધવાનું
એક ચિત્ર છેલ્લા પાને આપ્યું છે. તે તમને
જરૂર ગમશે. નવા પ્રશ્નો આવતા અંકે પૂછશું.
છ વાત
ગતાંકમાં અધૂરી રાખેલી છ વાત અહીં
કારણસહિત આપવામાં આવી છે.
(૧) પરમાત્માને જે જાણે તે જ
પરમાણુને જાણી શકે છે, કેમકે–પરમાણુ તે
પરમઅવધિ અને સર્વઅવધિજ્ઞાનનો વિષય
છે, તે જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિમુનિને જ હોય છે, ને
તેમણે નિયમથી સ્વસંવેદનવડે
પરમાત્મતત્ત્વને જાણ્યું છે, એટલે જ નહિ–
તેઓ નિયમથી ચરમશરીરી હોય છે.
(૨) દરેક મોક્ષગામી જીવે એકવાર તો
કેવળી કે શ્રુતકેવળીના સાક્ષાત્ દર્શન જરૂર
કર્યા હોય છે, કેમકે મોક્ષગામી જીવને
નિયમથી ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે ને તે
ક્ષાયિક સમ્યક્ત્વ કેવળી કે શ્રુતકેવળીના
ચરણસાન્નિધ્યમાં જ થાય છે.
પ્ર. તીર્થંકરોના આત્માને તો કેવળી–
શ્રુતકેવળીની સમીપતા વગર પોતાથી જ
ક્ષાયિકસમ્યક્ત્વ થાય છે?
ઉ:– હા, એ વાત ખરી; પરંતુ તેમનેય
તીર્થંકરપ્રકૃતિનો પ્રારંભ તો કેવળીની

PDF/HTML Page 33 of 57
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
સમીપમાં જ થયો હોય છે.
(૩) આહારક–શરીરધારી મુનિવરોને
મનઃપર્યયજ્ઞાન હોતું નથી, કેમકે–
આહારક–શરીર, મનઃપર્યયજ્ઞાન,
ઉપશમ સમ્યક્ત્વ–એમાંથી કોઈ એક
વસ્તુ જ્યાં હોય ત્યાં બીજી વસ્તુઓ
હોતી નથી–એવો નિયમ છે.
(૪) ક્ષાયિકસમકિતી તિર્યંચો અસંખ્યાતા
છે; પરંતુ તેમાંના કોઈ પણ
ક્ષાયિકસમકિતી તિર્યંચને પંચમ
ગુણસ્થાન હોતું નથી; કેમકે
ક્ષાયિકસમકિતી જો તિર્યંચમાં
(પૂર્વબદ્ધઆયુષ્યને) કારણે, ઊપજે
તો તે ભોગભૂમિમાં અસંખ્ય વર્ષના
આયુપણે જ ઊપજે છે; ને જેમ
સ્વર્ગમાં પંચમ
ગુણસ્થાન નથી તેમ ભોગભૂમિમાં
પણ પંચમગુણસ્થાન નથી.
(પ) પંચમ ગુણસ્થાનવર્તી તિર્યંચો
અસંખ્યાત છે; પરંતુ તેમાંના કોઈ
જીવને ક્ષાયિક સમ્યક્ત્વ હોતું નથી,
કેમકે–પંચમ ગુણસ્થાન કર્મભૂમિના
જીવોને જ હોય છે, ને ક્ષાયિક
સમ્યગ્દ્રષ્ટિ જીવો કદી કર્મભૂમિના
તીર્યંચપણે ઉપજતા નથી.
(૬) સર્વાર્થસિદ્ધિમાં કોઈ જીવ બે વાર
જાય નહિ, કેમકે–સર્વાર્થસિદ્ધિના
જીવો નિયમથી એકાવતારી હોય છે;
એક મનુષ્યભવ કરીને ચોક્કસ
તેઓ મોક્ષ પામે છે.
જેટલો અનુરાગ વિષયોમાં કરે છે, મિત્ર–
પુત્ર–ભાર્યા અને ધન–શરીરમાં કરે છે તેટલો રુચિ–
શ્રદ્ધા–પ્રતીતિભાવ સ્વરૂપમાં તથા પંચ પરમગુરુમાં
કરે તો મોક્ષ અતિ સુલભ થાય.
–અનુભવપ્રકાશ.
પરિગ્રહવંત સમ્યગ્દ્રષ્ટિ પણ અનુભવને
કોઈ કોઈ વેળા કરે છે, તેઓ પણ ધન્ય છે, મોક્ષના
સાધક છે; જે સમયે અનુભવ કરે છે તે સમયે
સિદ્ધસમાન અમ્લાન આત્મતત્ત્વને અનુભવે છે.
–અનુભવપ્રકાશ.

PDF/HTML Page 34 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૧ :
બાલ વિભાગનાં નવા સભ્યો
૧૧પ૯ રમેશ ગીરધરલાલ જૈન અમદાવાદ ૧૧૯૨ ઈન્દ્રચંદ્રજી જૈન સરદારશહર
૧૧૬૦ કેશવ દેવશી જૈન ભલગામ ૧૧૯૩ રેખા શાન્તીલાલ જૈન મુંબઈ–૨૨
૧૧૬૧ રાજમલ છાવડા જૈન કુચામનસીટી ૧૧૯૪ વિજય શાન્તીલાલ જૈન
૧૧૬૨ ભારતી પ્રવીણકુમાર જૈન મુંબઈ–૭૭ ૧૧૯પ લીના શાન્તીલાલ જૈન
૧૧૬૩ કનૈયાલાલ નટવરલાલ જૈન મુંબઈ–૨ ૧૧૯૬ માલા શાન્તિલાલ જૈન
૧૧૬૪ કિશોર મનસુખલાલ જૈન મુંબઈ–૨૮ ૧૧૯૭ પંકજ વિનયચંદ જૈન
૧૧૬પ કિરીટ મનસુખલાલ જૈન ૧૧૯૮ વિદેહા વિનયચંદ જૈન
૧૧૬૬ અભય મનસુખલાલ જૈન ૧૧૯૯ દિલીપકુમાર વસંતરાય જૈન રાજકોટ
૧૧૬૭ દિલીપ મનસુખલાલ જૈન ૧૨૦૦ કીરીટ વસંતરાય જૈન
૧૧૬૮ તરૂલતા ઉમેદચંદ જૈન ૧૨૦૧ નયના વસંતરાય જૈન
૧૧૬૯ ઈલાબેન ઉમેદચંદ જૈન ૧૨૦૨ નીલા વસંતરાય જૈન
૧૧૭૦ નલીનીબેન ઉમેદચંદ જૈન ૧૨૦૩ નવનીત મીઠાલાલ જૈન પ્રાંતીજ
૧૧૭૧ પંકજ ઉમેદચંદ જૈન ૧૨૦૪ મહેન્દ્ર સી. જૈન
૧૧૭૨ ચેતન ઉમેદચંદ જૈન ૧૨૦પ વસંત એમ. જૈન
૧૧૭૩ ધીરેન્દ્ર રજનીકાન્ત જૈન ૧૨૦૬ ચેતનકુમાર જૈન દાદર (મું. ૨૮)
૧૧૭૪ મીલન ધનપાલ જૈન ૧૨૦૭ રમિલા એચ. જૈન શાન્તાકુ્રઝ
૧૧૭પ ભરત મનુભાઈ જૈન સોનગઢ ૧૨૦૮ નીરંજન એચ. જૈન
૧૧૭૬ દિલીપ બાબુલાલ જૈન ૧૨૦૯ ધર્મેન્દ્ર એચ. જૈન
૧૧૭૭ કિરીટ માણેકલાલ જૈન ૧૨૧૦ નીરંજન નરભેરામ જૈન ઢસા. જં.
૧૧૭૮ શૈલેષ કનૈયાલાલ જૈન લાઠી ૧૨૧૧ દિલીપ ભોગીલાલ જૈન રખીયાલ
૧૧૭૯ બીપીન કનૈયાલાલ જૈન લાઠી ૧૨૧૨ આશા ભોગીલાલ જૈન
૧૧૮૦ પ્રતાસ સી. જૈન રાજકોટ ૧૨૧૩ કલ્પના ભોગીલાલ જૈન
૧૧૮૧ અશોકકુમાર સી. જૈન ૧૨૧૪ અલકાબેન રમણીકલાલ જૈન
૧૧૮૨ લલીતકુમાર સી. જૈન ૧૨૧પ પંકજ આર. જૈન
૧૧૮૩ નલીનકુમાર સી. જૈન ૧૨૧૬ રમેશચંદ્ર એમ. જૈન
૧૧૮૪ અશોકકુમાર બળવંતરાય જૈન શીવ ૧૨૧૭ બાબુલાલ એમ. જૈન
૧૧૮પ રાજકુમાર જૈન સનાવદ ૧૨૧૮ કિરીટ એન. જૈન
૧૧૮૬ જીતેન્દ્રકુમાર જૈન સનાવદ ૧૨૧૯ સુમીત્રા એન. જૈન
૧૧૮૭ નયનાબેન ચંદુલાલ જૈન જમશેદપુર ૧૨૨૦ ચન્દ્રકાંત એમ. જૈન
૧૧૮૮ મુકેશ ચંદુલાલ જૈન ૧૨૨૧ અજીત એમ. જૈન રખીયાલ
૧૧૮૯ કલ્પના પ્રફુલચંદ જૈન જામનગર ૧૨૨૨ A દેવિન્દ્રા આર. જૈન રખીયાલ
૧૧૯૦ જયશ્રી પ્રફુલચંદ જૈન ૧૨૨૨ B કીરીટ કે. જૈન રખીયાલ
૧૧૯૧ સાધના પ્રફુલચંદ જૈન ૧૨૨૩ અશોક અમૃતલાલ જૈન ફતેપુર

PDF/HTML Page 35 of 57
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
૧૨૨૪ પ્રકાશ અમૃતલાલ જૈન ફતેપુર ૧૨પ૯ રજનીકાન્ત રવીચંદ જૈન અમદાવાદ
૧૨૨પ રાજેન્દ્ર વાડીલાલ જૈન ૧૨૬૦ અશોક આર. જૈન
૧૨૨૬ શૈલેષ ભોગીલાલ જૈન ૧૨૬૧ રસીલાબેન આર. જૈન
૧૨૨૭ સુરેશ અમૃતલાલ જૈન ૧૨૬૨ મહેશ એસ. જૈન મોરબી
૧૨૨૮ વીજયકુમાર ચંદુલાલ જૈન ૧૨૬૩ સુરેખાબેન એસ. જૈન
૧૨૨૯ સુરેશકુમાર મીઠાલાલ જૈન ૧૨૬૪ સુલોચના તારાચંદ જૈન નવા
૧૨૩૦ દેવેન્દ્ર સોમચંદ જૈન ૧૨૬પ ભાવના લહેરચંદ જૈન સાવરકુંડલા
૧૨૩૧ ભરત રમણલાલ જૈન ૧૨૬૬ શૈલેષ લહેરચંદ જૈન
૧૨૩૨ પ્રવીણચંદ્ર મણીલાલ જૈન ૧૨૬૭ કોકિલાબેન ચંદુલાલ જૈન સલાલ
૧૨૩૩ દિનેશચંદ્ર અમૃતલાલ જૈન ૧૨૬૮ અતુલ ચંદુલાલ જૈન સલાલ
૧૨૩૪ ધીરજબેન અમૃતલાલ જૈન ૧૨૬૯ હસમુખરાય જગજીવન જૈન સુરેન્દ્રનગર
૧૨૩પ સરોજબેન તારાચંદ જૈન ૧૨૭૦ કિર્તીકુમાર ધીરજલાલ જૈન મુંબઈ–પ૪
૧૨૩૬ રંજનબેન અમૃતલાલ જૈન ૧૨૭૧ કીરણબેન ધીરજલાલ જૈન મુંબઈ–પ૪
૧૨૩૭ ભાનુબેન માણેકચંદ જૈન ૧૨૭૨ રમાબેન હિંમતલાલ જૈન
૧૨૩૮ ભાનુબેન માણેકચંદ જૈન ૧૨૭૩ નીરંજન હિંમતલાલ જૈન
૧૨૩૯ વસુબેન અમૃતલાલ જૈન ૧૨૭૪ નીરંજન રમણલાલ જૈન સુરેન્દ્રનગર
૧૨૪૦ સવીતાબેન છોટાલાલ જૈન ૧૨૭પ નીલાંજના આર જૈન
૧૨૪૧ કોકિલાબેન ભાઈચંદ જૈન ૧૨૭૬ કિરણ. આર. જૈન
૧૨૪૨ સુમીતાબેન કચરાલાલ જૈન ૧૨૭૭ હરેશ પ્રાણલાલ જૈન સોનગઢ
૧૨૪૩ શર્મીષ્ઠાબેન અમૃતલાલ જૈન ૧૨૭૮ ભૂપેન્દ્ર કલ્યાણી જૈન
૧૨૪૪ સરોજબેન બાબુલાલ જૈન ૧૨૭૯ રમણીકલાલ કેશવલાલ જૈન
૧૨૪પ સુરેખા મણીલાલ જૈન ૧૨૮૦ મોહન ભીમજીભાઈ જૈન
૧૨૪૬ સરોજબેન બાબુલાલ જૈન ૧૨૮૧ હરિશ નૌતમલાલ જૈન
૧૨૪૭ સુરેશકુમાર અમૃતલાલ જૈન ૧૨૮૨ ધનસુખ વૃજલાલ જૈન
૧૨૪૮ શીરીષ એલ. જૈન રાજકોટ ૧૨૮૩ ધનકુમાર બાબુલાલ જૈન
૧૨૪૯ શોભના એલ. જૈન રાજકોટ ૧૨૮૪ હર્ષદ બાબુલાલ જૈન
૧૨પ૦ પ્રદીપ એલ. જૈન ૧૨૮પ નીતીન અમૃતલાલ જૈન
૧૨પ૧ પારૂલ વસંતરાય જૈન અંધેરી ૧૨૮૬ યોગેશ ભીમજીલાલ જૈન
૧૨પ૨ પ્રદીપ ખીમચંદ જૈન જામનગર ૧૨૮૭ અરૂણ અમૃતલાલ જૈન
૧૨પ૩ સુધીરકુમાર સી. જૈન અમદાવાદ ૧૨૮૮ હર્ષદરાય જેઠાલાલ જૈન
૧૨પ૪ દક્ષાબેન જયંતીલાલ જૈન ૧૨૮૯ રાજેન્દ્ર શ્રીમલ જૈન
૧૨પપ જયશ્રીબેન જે. જૈન ૧૨૯૦ રાજેન્દ્ર નરોત્તમદાસ જૈન
૧૨પ૬ આશીષ જે. જૈન ૧૨૯૧ રમેશ નરોત્તમદાસ જૈન
૧૨પ૭ ચંદ્રકલા ચંદુલાલ જૈન ૧૨૯૨ દીપક ડી. જૈન સોનગઢ
૧૨પ૮ રૂપાબેન ચંદુલાલ જૈન ૧૨૯૩ શરદ જે. જૈન

PDF/HTML Page 36 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૩ :
૧૨૯૪ ચન્દ્રકાંત જે. જૈન સોનગઢ ૧૩૨૮ અશ્વિન એમ. જૈન મોરબી
૧૨૯પ અશ્વિન દલસુખલાલ જૈન ૧૩૨૯ જયેન્દ્ર ચંદુલાલ જૈન મુંબઈ–૩
૧૨૯૬ હરેશ અ. જૈન ૧૩૩૦ રવીન્દ્રકુમાર જૈન ઉદેપુર
૧૨૯૭ મહેશ એન. જૈન ૧૩૩૧A રજનીકાન્ત મગનલાલ જૈન ભીવંડી
૧૨૯૮ હર્ષદ દેવજીભાઈ જૈન ૧૩૩૧ B પ્રફુલ્લા આર. જૈન
૧૨૯૯ નવીનચંદ્ર વૃજલાલ જૈન ૧૩૩૨ ભદ્રાબેન રતીલાલ જૈન મુંબઈ–૭૭
૧૩૦૦ ભરત વૃજલાલ જૈન ૧૩૩૩ અનીલ આર. જૈન
૧૩૦૧ મહેશકુમાર પોપટલાલ જૈન ૧૩૩૪ ગીરીશ આર. જૈન
૧૩૦૨ બીપીનકુમાર પોપટલાલ જૈન ૧૩૩પ હિતેશ હરિલાલ જૈન વીંછીયા
૧૩૦૩ સુભાષચંદ્ર એમ. જૈન પ્રાંતીજ ૧૩૩૬ કુમકુમ હરિલાલ જૈન
૧૩૦૪ જીતેન્દ્ર બાબુલાલ જૈન દહેગામ ૧૩૩૭ સુરેશચંદ્ર જૈન રાનકુવા
૧૩૦પ જ્યોતીબેન બાબુલાલ જૈન દહેગામ ૧૩૩૮ પ્રફુલ્લા વૃજલાલ જૈન સાવરકુંડલા
૧૩૦૬ મધુબેન એમ. જૈન લાઠી ૧૩૩૯ સરોજ વૃજલાલ જૈન
૧૩૦૭ હર્ષદ જે. જૈન મોરબી ૧૩૪૦ ભરત વસંતરાય જૈન રાજકોટ
૧૩૦૮ મહેશ જે. જૈન મોરબી ૧૩૪૧ દિપક વસંતરાય જૈન
૧૩૦૯ હરેશ જે. જૈન ૧૩૪૨ કોકીલા આર. જૈન જેતપુર
૧૩૧૦ હેમાંશુકુમારી જૈન ૧૩૪૩ પ્રતીભા આર. જૈન
૧૩૧૧ ભારતીબાળા જૈન ૧૩૪૪ રીટા આર. જૈન
૧૩૧૨ ઈલાબેન જૈન બોરસદ ૧૩૪પ જયંતકુમાર એમ. જૈન ભાવનગર
૧૩૧૩ અરૂણા જૈન ૧૩૪૬ જસવંતરાય એ. જૈન વઢવાણશહેર
૧૩૧૪ વીમલા જૈન ૧૩૪૭ સુનીતાબેન નેમચંદ જૈન સાવરકુંડલા
૧૩૧પ મધુબેન જૈન ૧૩૪૮ જીતેન્દ્ર કાંતીલાલ જૈન
૧૩૧૬ જ્યોતી જે. જૈન મુંબઈ–૩ ૧૩૪૯ ગુણવંત કોદરલાલ જૈન પ્રાંતીજ
૧૩૧૭ બકુલેશ જૈન રાયપુર ૧૩પ૦ બીપીનચંદ્ર જૈન સલાલ
૧૩૧૮ દિનેશ એસ. જૈન વડદલા ૧૩પ૧ જાગૃતિ એમ. જૈન મુંબઈ–૪
૧૩૧૯ જીતેન્દ્ર એસ. જૈન વડદલા ૧૩પ૨ પ્રદીપ પી. જૈન સોનગઢ
૧૩૨૦ સાકરલાલ ગાંધી જૈન પ્રાંતીજ ૧૩પ૩ રમેશ જે. જૈન
૧૩૨૧ ડોલરકુમાર એસ. જૈન ગોંડલ ૧૩પ૪ કીરીટ આર. જૈન
૧૩૨૨ પવનકુમાર જૈન સનાવદ ૧૩પપ હસમુખ ચીમનલાલ જૈન
૧૩૨૩ પ્રફુલ્લા એમ. જૈન ટાટમ ૧૩પ૬ જીતેન્દ્ર ઉમેદચંદ જૈન
૧૩૨૪ ભારતી એમ. જૈન ૧૩પ૭ નરેન્દ્ર ઉમેદચંદ જૈન
૧૩૨પ નવીનચંદ્ર બી. જૈન સલાલ ૧૩પ૮ હરેશ ભીખાલાલ જૈન
૧૩૨૬ અશોક બી. જૈન ૧૩પ૯ દિપક જયંતીલાલ જૈન
૧૩૨૭ શરદ એ. જૈન સાવરકુંડલા ૧૩૬૦ રજનીકાંત મોહનલાલ જૈન

PDF/HTML Page 37 of 57
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
૧૩૬૧ મહેન્દ્ર ઉમેદચંદ જૈન સોનગઢ ૧૩૬૯ ચન્દ્રકાંત મીઠાલાલ જૈન
૧૩૬૨ રતીલાલ વિસંજી જૈન ૧૩૭૦ શૈલેષ મીઠાલાલ જૈન રખીયાલ
૧૩૬૩ અજીત ધરમચંદ જૈન ૧૩૭૧ દિલીપ એમ. જૈન
૧૩૬૪ રમેશ મોહનલાલ જૈન ૧૩૭૨ વિનુ સી. જૈન
૧૩૬પ રજની શાંતીલાલ જૈન ૧૩૭૩ મહેન્દ્ર આર. જૈન
૧૩૬૬ જીતેન્દ્ર શાન્તીલાલ જૈન ૧૩૭૪ ભારતીબેન સી. જૈન
૧૩૬૭ હરીશ હીરાલાલ જૈન ૧૩૭પ પ્રકાશ બી. જૈન
૧૩૬૮ અલકાબેન આર. જૈન નાના જલુન્દા ૧૩૭૬ રમેશ કે. જૈન સોનગઢ
ગયા અંકના પ્રશ્નોના જવાબ મોકલનાર સભ્યોના નંબર
૨૧પ, ૩પ૭, ૮૨ ૭૪૦ પ૧૮ પ૨૨ ૮૦ ૨૮૯ ૯૭૯
૧૧૬૨ ૯૭૮ ૧૦૩૦ ૧૦૨૮ ૨૪ ૧૦૦પ ૧૦૭
૧૦૨૮ ૧૦૩૦ ૩૯૪ ૩૯૮ ૭૩ ૪૨૯ ૮૭ ૮૧ ૪૧૪
૮૬૮ ૮૬૯ ૮૭૦ ૮૭૧ ૯૭પ ૪૪પ ૧૧પપ ૭૧૦
૧૨૨ ૧૨૩ ૪૮૮ પ૩૩ ૧૪૭ પ૧૭ ૩૮૪ ૪૬૦
૧૭૦ ૬૨૦ ૩૦૧ ૧૪૩ ૯૮૪ ૨૬૨ ૩૬૯ ૮૬ ૪૦
૩૭૧ ૨૧૮ ૧૧૭ ૪૦૭ ૩૮પ ૪૯ ૩૩૯ ૩૭૭
૧૦૦૭ ૨૪૬ ૬૬ ૩૨પ ૭પ૯ ૭૬૦ ૭૬૧ પ૮૧
પ૮૦ ૧૪૨ ૧૨૯ ૧૧પ૨ ૧૧૭ ૮પ૬ ૮પ૭ પ૮૧
પપ૦ ૧૧પ ૩૩૩ ૩૩૪ ૩૩પ ૩૪પ ૧૧ પ૪ ૩૧
૧૮ ૨૭૬ ૪પ ૩૧૮ ૩૧૯ ૨૭પ ૨૯૩ ૨૯૪ ૨૯પ
૧૧૩૯ ૧૧૪૧ ૨૩ ૬૩૦ ૪૦૦ ૨૯૮ ૩૨૦ ૭પ૪
૮૮૨ ૮૮૪ ૮૪ ૮૩ ૭૭૧ ૪૬૧ ૨૯૭ ૧૦ પ૮૨
૭૮૯ પપ૦ ૨પ૩ ૧૨ ૭૪૦ ૭પપ ૩૭૨ પ૮૨
૮૦૯ ૧૦૦૮ ૯૧પ પ૧૬ ૧૧૬૬ ૯૦૯ ૧૧૭૩
૧૧૭૪ ૧૧૬પ ૪૦૭ ૨૪૬ ૮ ૪૩ ૪૪૯ ૪૨ ૬૯૭
પ૪૮ ૧૩૭ ૭૮૭ ૧૦૩૯ ૭૭૮ ૩પ૧ ૩પ૨ ૮૯
૧૨૧૦ ૩૪૯ ૩૭૩ ૭૪૧ ૭૪૪ ૮૧૩ ૭૬૨ ૧૨૦૮
૧૦૦૩ ૧૦૦૪ પ૪૨ ૨૭૭ ૧૩પ ૭૭ ૭૯ ૧૪૩૮
૧૪૩૯ ૧૪૪૦ ૧૪૪૧ ૧૪૪૨ ૨૦૨ ૩૯૩ ૨૪૪
૪૧૭ ૬૧૦ ૪૧૬ ૧૦૧ ૧૧પ૦ ૩૯૨ ૬૪૩ ૬૪પ
૬૪૪ ૬૩૮ ૪૬૬ પ૧૪ ૧૬૬ ૩૮ ૧૪૪૨ ૧૪પ૩
આત્મધર્મના વિકાસ માટે તથા બાલવિભાગ માટે આવેલ રકમોની સાભાર નોંધ
૨પ મફતલાલ હરજીવનદાસ કામદાર અમદાવાદ ૨પ કસ્તુરબેન મુંબઈવાળા સોનગઢ
૨પ જવાહરલાલજી મોતીલાલ જૈન ખંડવા ૧૦૧ નીરંજનકુમાર હિંમતલાલ ઝોબાળીયા સોનગઢ
દીલીપકુમાર જગુભાઈ જૈન ભાવનગર પ૧ પ્રતાપરાય ચંદુલાલ સંઘવી તથા
૧૧ નીખીલકુમાર પ્રતાપરાય જૈન કલકતા ભોગીલાલ જમનાદાસ સંઘવી રાજકોટ
પ સુમીકુમાર માણેકલાલ જૈન મુંબઈ ૧૦ ઈન્દ્રવદન રમણલાલ જૈન ગોધરા
વિદેહાબેન માણેકલાલ જૈન મુંબઈ ૨૧ ભુપતલાલ જેચંદભાઈ દોશી ઘાટકોપર
૧૦ પિયુષકુમાર પ્રીતમલાલ વારીયા ભચાઉ ૧૦૧ લીલાકુમારીબેન હરખચંદ દ. છોગાજી સાયલા (રાજ.)
૨૧ હસમુખરાય જગજીવનદાસ શાહ સુરેન્દ્રનગર ૨પ ભગવાનજી કચરાભાઈ જૈન મોમ્બાસા
૨પ રજનીકાંત મગનલાલ મહેતા ભીમંડી

PDF/HTML Page 38 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૫ :

બાલવિભાગના ત્રીજા પ્રશ્ન તરીકે ગયા અંકમાં પાંચ આચાર્ય–મુનિરાજનાં નામ,
તથા તેમણે દરેકે રચેલા એકેક શાસ્ત્રનાં નામ પૂછયા હતા, તેના જવાબમાં જુદા જુદા
બાળકોએ જુદા જુદા નામો લખેલા છે, એટલે અમારી પાસે તો ઘણાય આચાર્ય–
મુનિરાજો તથા ઘણાય શાસ્ત્રોનાં નામ ભેગા થયા છે. તે બધા અહીં આપીએ છીએ. આ
વાંચતા ખ્યાલ આવશે કે અહો! આપણા ધર્મમાં કેવા કેવા મોટા મોટા મહાત્માઓ થયા,
તથા તેમણે કેવા કેવા મહાન શાસ્ત્રો રચ્યાં! જેમ આપણે આપણા કુટુંબ–પરિવારને અને
સગાંવહાલાંને ઓળખીએ છીએ તેમ ધર્મમાં આપણા ખરા કુટુંબ–પરિવાર ને ખરા
સગાંવહાલાં તો તીર્થંકરો–મુનિવરો ને ધર્માત્માઓ છે, તેમને ઓળખીને આપણે અત્યંત
પ્રેમપૂર્વક તેમનું આત્મિક જીવન જાણવું જોઈએ. અહીં કેટલાક નામો આપ્યાં છે:–
કુંદકુંદાચાર્ય:– સમયસાર, પ્રવચનસાર;
પંચાસ્તિકાય, નિયમસાર, અષ્ટપાહુડ વગેરે
(તથા ષટ્ખંડાગમની પરિકર્મ–ટીકા)
ધરસેનઆચાર્ય:– (ષટ્ખંડાગમ
શિખવ્યા)
પુષ્પદંતઆચાર્ય:............ષટ્ખંડાગમ
ભૂતબલિઆચાર્ય: ષટ્ખંડાગમ
ગુણધરઆચાર્ય: કષાયપ્રાભૃત
ઉમાસ્વામી:– તત્ત્વાર્થસૂત્ર (મોક્ષશાસ્ત્ર)
યતિવૃષભ–આચાર્ય: ત્રિલોકપ્રજ્ઞપ્તિ;
કષાયપ્રાભૃતની ટીકા
વીરસેનસ્વામી: ધવલ–જયધવલ ટીકા
જિનસેનસ્વામી મહાપુરાણ: (તથા
જયધવલ ટીકાનો બાકીનો ભાગ)
નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી: ગોમટ્ટસાર,
દ્રવ્યસંગ્રહ ત્રિલોકસાર, લબ્ધિસાર,
ક્ષપણાસાર.
યોગીન્દુદેવ: પરમાત્મપ્રકાશ, યોગસાર.
,
પુરુષાર્થસિદ્ધિ ઉપાય; તથા સમયસાર–
પ્રવચનસાર પંચાસ્તિકાયની ટીકા.
સમન્તભદ્રસ્વામી: આપ્તમીમાંસા;
રત્નકરંડશ્રાવકાચાર; સ્વયંભૂ–મહાસ્તોત્ર
સ્તુતિવિદ્યા, વગેરે.
શિવકોટિઆચાર્ય: ભગવતી આરાધના.
કાર્તિકેયમુનિરાજ: બારસ્સ અનુપ્રેક્ષા
પદ્મનંદીમુનિરાજ : પદ્મનંદીપચ્ચીસી
ગુણભદ્રસ્વામી: આત્માનુશાસન (તથા
મહાપુરાણનો બાકીનો ભાગ)
પૂજ્યપાદસ્વામી: મોક્ષશાસ્ત્ર ઉપર
સર્વાર્થસિદ્ધિ ટીકા; ઈષ્ટોપદેશ, સમાધિશતક;
જૈનેન્દ્રવ્યાકરણ.
અકલંકસ્વામી: મોક્ષશાસ્ત્ર ઉપર
રાજવાર્તિક ટીકા; અષ્ટશતી
(આપ્તમીમાંસાની ટીકા) ન્યાયવિનિશ્ચય,
લધીયસ્ત્રય, સિદ્ધિવિનિશ્ચય,

PDF/HTML Page 39 of 57
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
પ્રમાણસંગ્રહ; (સર્વજ્ઞસિદ્ધિ– એ તેમનો
ખાસ વિષય છે.)
વિદ્યાનંદીસ્વામી: અષ્ટસહસ્રી ટીકા–
આપ્તપરીક્ષા; તત્ત્વાર્થ શ્લોકવાર્તિક ટીકા.
જયસેનાચાર્ય: સમયસાર વગેરેની ટીકા.
પ્રભાચન્દ્રઆચાર્ય: પ્રમેયકમલમાર્તંડ
(ટીકા)
શુભચંદ્રઆચાર્ય: જ્ઞાનાર્ણવ
કુમુંદચંદ્ર સ્વામી: ન્યાયકુમુદચંદ્ર
માનતુંગસ્વામી: ભક્તામરસ્તોત્ર
(આદિનાથસ્તુતિ)
વાદીરાજમુનિ : એકીભાવ સ્તોત્ર
પદ્મપ્રભમુનિરાજ: યોગસાર; શ્રાવકાચાર.
જયસેન (વસુબિંદુ) સ્વામી: જિનેન્દ્ર–
પ્રતિષ્ઠાપાઠ

(અહીં ટૂંક યાદી આપી છે. આ સિવાય બીજા અનેક પૂજ્ય સન્ત મુનિવરો તેમજ
વીતરાગી શાસ્ત્રો છે. અહીં જણાવેલા લગભગ બધા જ શાસ્ત્રો હાલ વિદ્યમાન છે, ને
છપાઈને પ્રસિદ્ધ થયેલા છે. બાળકો, તમે મોટા થાવ ત્યારે જરૂર એની સ્વાધ્યાય કરજો.
એટલે આપણા એ પૂર્વજો કેવા મહાન હતા–તેનો તમને ખ્યાલ આવશે.


બાળકો, આ સિંહ અને
સર્પને જુઓ; તે તમને કંઈક
સારી મજાની વાત કહે છે. શું
કહેતા હશે? એની ભાષા તમે
સમજો છો? ન સમજતા હો તો
આવતા અંકમાં વાંચજો.
મહાપુરુષોની છાયામાં રહેવાથી ને તેમની
આજ્ઞામાં વર્તવાથી દોષો ટળે છે ને ગુણો પ્રગટ થાય છે.
કેમકે ગુણીજનોના આશ્રયમાં દોષ ક્્યાંથી ટકી શકે?

PDF/HTML Page 40 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૭ :
મહાવીરપ્રભુ પછી થએલો આપણો પૂજ્ય–પરિવાર
આમ તો અનાદિકાળથી અનંતા તીર્થંકર ભગવંતો તેમ જ પંચપરમેષ્ઠી વગેરે ચૈતન્ય–
આરાધક સન્તો થયા તે બધાય આપણા જૈનધર્મનો મહાન પરિવાર છે; આપણે પણ એ મહાન
પરિવારના છીએ–તે આપણું ગૌરવ છેે. ગુરુદેવ વારંવાર સમજાવે છે કે તું સિદ્ધનો નાતીલો છો, તું
સિદ્ધના પરિવારનો છો, તું તીર્થંકરના કૂળનો છો. આપણા આ સાચા પરિવારની ઓળખાણ તે
મહાન લાભનું કારણ છે. આ અંકમાં કેટલાક આચાર્ય–મુનિવરોના નામ આપ્યા છે, તેઓ બધાય
હમણાં તાજેતરમાં (પંચમકાળમાં) થયેલા છે. તે ઉપરાંત આ પંચમકાળમાં બીજા પણ ઘણાંય
વીતરાગી સંતમુનિવરો થયા છે. કુંદકુંદાચાર્ય જે પરિપાટીમાં થયા તે નંદીસંઘની જુની પ્રાકૃત
પટ્ટાવલીઅનુસાર મહાવીરભગવાનથી માંડીને કુંદકુંદઆચાર્યદેવ સુધીની પેઢીમાં જે સંતો થયા તેની
મંગલ યાદી અહીં આપી છે–
િ્રત્રલોકપૂજ્ય તીર્થંકર મહાવીર: આજથી ૨પ૬૪ વર્ષ પહેલાં આ ભરતભૂમિમાં અવતર્યા, ને
મોક્ષમાર્ગને પ્રકાશીત કરીને ૨૪૯૨ વર્ષ પહેલાં મોક્ષપુરીમાં પધાર્યા. તે વખતે ચોથોકાળ હતો. ને
ત્રણવર્ષ આઠ માસ ને પંદર દિવસ પછી પંચમકાળ બેઠો. ચોથાકાળમાં જન્મેલા અનેક જીવો આ
પંચમકાળમાં પણ કેવળજ્ઞાન પામીને અર્હન્તપણે આ ભરતક્ષેત્રમાં વિચરતા હતા. તેમાં
પરિપાટીઅનુસાર ગૌતમ સુધર્મ ને જંબુસ્વામી એ ત્રણ કેવળજ્ઞાની ૬૨ વર્ષમાં થયા, ત્યારપછી
ભરતક્ષેત્રના જીવોમાં કેવળજ્ઞાન ન રહ્યું.
મહાવીર તીર્થંકરના મોક્ષગમનપછી (મહાવીર પછી ૧૬૨ વર્ષ બાદ)
૧ ગૌતમસ્વામી...... કેવળજ્ઞાન ૯ વિશાખાચાર્ય.... દશપૂર્વધારક
૨ સુધર્મસ્વામી..... કેવળજ્ઞાન ૧૦ પ્રૌષ્ઠિલ–આચાર્ય....
૩ જંબુસ્વામી...... કેવળજ્ઞાન ૧૧ ક્ષત્રિય–આચાર્ય......
(મહાવીર પછી ૬૨ વર્ષ બાદ) ૧૨ જયસેનાચાર્ય.........
૪ વિષ્ણુમુનિ.......... શ્રુતકેવળી ૧૩ નાગસેનાચાર્ય.....
પ નન્દિમિત્રમુનિ.... શ્રુતકેવળી ૧૪ સિદ્ધાર્થ–આચાર્ય....
૬ અપરાજિતમુનિ...... શ્રુતકેવળી ૧પ ધૃતિસેણ–આચાર્ય......
૭ ગોવર્ધનમુનિ....... શ્રુતકેવળી ૧૬ વિજયઆચાર્ય........
૮ ભદ્રબાહુમુનિ..... શ્રુતકેવળી ૧૭ બુદ્ધિલિંગાચાર્ય.....
(પાંચ શ્રુતકેવળીનો કુલ કાળ ૧૦૦ વર્ષ) ૧૮ દેવ–આચાર્ય.......
૧૯ ધર્મસેનાચાર્ય
(૧૧ દશપૂર્વધારકનો કૂલ કાળ ૧૮૩ વર્ષ)