Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 57
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
(મહાવીર પછી ૩૪પ વર્ષો બાદ) (મહાવીર પછી પ૬૭ વર્ષો બાદ)
૨૦ નક્ષત્ર–આચાર્ય ૧૧ અંગધારક ૨૯ અર્હંતબલિ મુનિરાજ એક અંગધારક
૨૧ જયપાલ–આચાર્ય ૩૦ માઘનન્દિ આચાર્ય
૨૨ પાંડવ–આચાર્ય ૩૧ માઘનન્દિસ્વામીના બે શિષ્યો
૨૩ ધુ્રવસેન–આચાર્ય ધરસેન અને જિનસેન
૨૪ કંસ–આચાર્ય ૩૨ ધરસેનસ્વામીના બે શિષ્યો
૨પ સુભદ્ર–આચાર્ય ૧૦–૯ કે ૮ અંગધારક પુષ્પદન્ત, ને ભૂતબલિ તથા
૨૬ યશોભદ્ર–આચાર્ય જિનસેનસ્વામીના શિષ્ય
૨૭ ભાદ્રબાહુ (બીજા) કુંદકુંદાચાર્ય
૨૮ લોહાચાર્ય આપણા જૈનસમાજના આ સમસ્ત
(નવ આચાર્યોનો કુલ કાળ ૨૨૨ વર્ષ) પૂજ્ય–પરિવારને નમસ્કાર હો.
કુંદકુંદાચાર્ય પછી પણ અનેક પૂજ્ય–સન્તો જૈનપરિવારમાં થતા આવ્યા છે. આજે
પણ શુદ્ધચૈતન્યના આરાધક સન્તો આપણા જૈનપરિવારમાં સાક્ષાત્ જોવા મલે છે. આપણું
મહાન ભાગ્ય કે જગતનો આવો સર્વોત્તમ ધાર્મિક પરિવાર આપણને પ્રાપ્ત થયો. આપણા આ
આરાધનાનો વારસો આપણને આપ્યો તે શુદ્ધાત્મતત્ત્વના આરાધક થઈને આપણા આ પૂજ્ય
પરિવારને અનુસરીએ....એ વીરના–વંશજો તરીકે આપણું કર્તવ્ય છે; અને તેથી જ આપણે
ગૌરવપૂર્વક કહીએ છીએ કે–“અમે તો જિનવરનાં સન્તાન!”
આ અંકમાં ૭મા પાને છપાયેલ બંને કોયડાનો ઉકેલ
મહાવીર સીમંધર
મનમાં છે પણ તનમાં નથી... (મ) સિદ્ધપુર
હાસ્યમાં છે પણ શોકમાં નથી.... (હા) મંદારગિરિ
વીસમાં છે પણ ચાલીસમાં નથી.... (વી) ધરમપુર
રસમાં છે પણ બસમાં નથી....... (૨) રમ્યનગર
* * *
આ અંકમાં ૧૭મા પાને છપાયેલ બે શબ્દચોરસનો ઉકેલ.
(૧) શ્રી મહાવીર; સીમંધર (૨) બાલવિભાગ–સોનગઢ.

PDF/HTML Page 42 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૯ :
વહ ઘડી કબ આયગી
એક નાની બાલિકા લખે છે કે આપે મોકલેલ
આંબામાંથી સમ્યગ્જ્ઞાનની પહેલી કેરી લેવા માટે
પ્રયત્ન કરું છું. તથા તે પોતાના જન્મદિવસે ભાવના
ભાવે છે કે–
જન્મ–મરણકા નાશ હોવે ઈસ દુઃખી સંસારસે,
શ્રાવિકા–અર્જિકા બનકે વિચરું, વહ ઘડી કબ
આયગી?
ચલ પડુંગી મોક્ષકે રાસ્તે વહ ઘડી કબ આયગી?
આત્મધ્યાનકી મસ્તીમેં રહું વહ ઘડી કબ આયગી?
આયગા વૈરાગ્ય મુઝકો ઈસ દુઃખી સંસારસે.
ત્યાગ દૂંગી મોહ–મમતા વહ ઘડી કબ આયગી?
હાથમેં પીંછી–કમંડલ, ધ્યાન આતમરામકા,
છોડકર ઘરબાર દીક્ષ ધરું, ઘડી કબ આયગી?
એકાકી વનમેં વિચરૂં પ્રભુ સિદ્ધસે બાતેં કરું,
નિર્વિકલ્પ સમાધિ હોવે વહ ઘડી કબ આયગી?
...... (નં. ૨૧પ)
સત્સંગકા સેવન કરો, રુચિ પાત્રતાકો દ્રઢ કરો;
લો લગાદો આત્મકી તબ વહ ઘડી ઝટ આયગી.
* * *
વિજય એચ. જૈન (નં. ૪૧૪) બાલવિભાગના
સભ્યોને માટે બે શબ્દચોરસ મોકલે છે. પહેલા
ચોરસામાં બે ભગવાન અને બીજા ચોરસામાં
તમારી પ્રિય વસ્તુ છે; શોધો કાઢો–
(૧) મ સી ર (૨) સો બા વિ
મં
શ્રી
હા વી ભા
છે તો બંને સહેલા: છતાં ન જડે તો જવાબ; આ
મારે જાવું છે મોક્ષ
(મારે જાવું છે પેલે પાર
હોડીવાલા હોડી હંકાર..... એ રાગ)
* * *
એક મુમુક્ષ બેન લખે છે કે નાનપણમાં ચાંદની
રાતે અમે રાસડા લેતા ત્યારે તેમાં આવી ભાવના
ભાવતા કે–
જવું છે મોક્ષ.....મારે...જવું છે મોક્ષ......
પ્રભુજી અમોને તારો પાર.....મારે.....
પદ્મ સરોવર કાંઠે મોતી,
જેમ ચરે હંસ ચારો ગોતી,
શોધું એમ મોક્ષનો માર્ગ......મારે જાવું છે મોક્ષ....
વ્યોમ વિષે જેમ વાદળ માલે,
ધમધમ મોક્ષનું વૈમાન ચાલે,
કાપી મોહ–માયા.....મારે જાવું છે મોક્ષ.....
દૂર દિંગતે વાટડી જોતી,
અણદીઠું ને ધીરજ ખોતી,
ક્્યારે પામું મોક્ષ.....મારે જાવું છે મોક્ષ......
અંતર આંખે દેખું કિનારા,
દૂર દૂર ઝાંખું મુક્તિ મિનારા,
જાગે ભાગ્ય અમારા......મારે જાવું છે મોક્ષ.....
મિથ્યા જગની તજીને વાટ
ઝટ ઉતારો અલૌકિક ઘાટ
સૂણી અંતર પુકાર......મારે જાવું છે મોક્ષ......
* * *
“આત્મધર્મ જોયું; ઘણી જ પ્રગતિ થઈ જશે.
બધા જીવોને ઉપયોગી લખાણ આવે છે; સહેલું ને
સુંદર બનેલ છે. બાળકો માટે પણ ઘણું જ સુંદર છે.”
–જે. એ. જૈન

PDF/HTML Page 43 of 57
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
પરદેશના ભાઈ–બહેન ભાવના ભાવે છે–
પરદેશમાં વસતા આપણા બાલ–
પરિવારના સભ્ય (નં. ૧૧પ૪) દીનેશકુમાર
જૈન (માંડલે, બરમાથી) લખે છે કે
બાલવિભાગ વાંચીને તેના સભ્ય થવાનું મને
બહુ જ મન થતું હતું. મારા મા–બાપુજી અમને
‘આત્માધર્મ’ તથા ભગવાનની વાતો સંભળાવે
છે; તથા શરીર અને આત્મા જુદા છે એમ
સમજાવે છે. મને જૈનધર્મની અને વીરપુરુષોની
વાતો સાંભળતાં તથા બાલવિભાગ વાંચતાં
ખૂબ જ આનંદ થાય છે. મારો પ્રશ્ન અને
ભાવના નીચે મુજબ છે–
પ્ર
રમત–ગમતમાં કે તાવમાં હું મારા
આત્માને શરીરથી જુદા જાણું તો હું જલદી સિદ્ધભગવાન બની જઈશ?
– ભાઈ, જીવ અને જડની ભિન્નતાનું સ્વરૂપ બરાબર ઓળખીએ પછી જ સાચું
ભેદજ્ઞાન થાય. ભેદજ્ઞાન પ્રગટતી વખતે તો શરીરથી જુદા આત્માનો કોઈ એવો અનુભવ
થાય કે જેના બળે પોતાને મોક્ષની ખાતરી થઈ જાય.–ને પછી આવો પ્રશ્ન ઊઠે નહિ. આવું
ભેદજ્ઞાન થયા પહેલાં તે પ્રગટ કરવાની ભાવના હોય તે સારી વાત છે.
તેઓ લખે છે–“મારી ભાવના એવી છે કે, જો મને પાંખ મળે તો ગુરુદેવના દર્શન
કરીને રોજ પગ દાબવા ઈચ્છું છું; અને સીમંધર ભગવાન પાસે ઊડીને જવા માંગું છું–તો મને
પાંખ ક્્યારે મળશે? ને મારી ભાવના ક્્યારે પૂરી થશે?
ભાઈ, પંખીની પાંખ તો ન હોય–એ સારૂં, કેમકે એને માટે તો તિર્યંચગતિમાં અવતાર
લેવો પડે, પણ જો જ્ઞાનરૂપી પાંખ લગાડીને ચૈતન્યઆકાશમાં નિરાલંબીપણે ઊડો તો તમને
સીમંધરનાથના ને ગુરુદેવના સાક્ષાત્ દર્શન થઈ જશે. બાકી સોનગઢ આવીને ગુરુદેવના પગ
દાબવા માટે તો બરમાથી બલુનમાં બેસી જાવ એટલે બીજે દિ’ સોનગઢ ભેગા.–એમાં તમારે
પાંખનીયે જરૂર નહિ પડે.
એ દીનેશભાઈની બહેન મીનાકુમારી (વર્ષ ૯ નં ૧૧પ૩) પણ બરમાથી લખે છે કે
“આત્મધર્મ મળતાં અને બાલવિભાગ જોતાં મને ગુરુદેવને જોવાનું બહુ મન થાય છે; હું
દરરોજ સીમંધર ભગવાનની પૂજા કરું છું. આત્મધર્મ વાંચતા મને સંસાર ઉપર ખૂબ જ
વૈરાગ્ય આવે છે. મારા બે પ્રશ્ન–
પ્ર
૧: કયા મંત્રથી સીમંધર ભગવાન પાસે પહોંચાય?
ઉત્તર:– જ્ઞાન મંત્રથી; જો આપણે આપણા જ્ઞાનમાં સીમંધર ભગવાનનું સ્વરૂપ
ઓળખીએ તો સીમંધર ભગવાન આપણા જ્ઞાનમાં બિરાજે; અથવા કોઈ વિશિષ્ટજ્ઞાન પ્રગટ
કરતાં સીમંધર ભગવાન દેખાય; અથવા સોનગઢ આવે તો

PDF/HTML Page 44 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૧ :
સીમંધરભગવાનનાં દર્શન થશે? બાકી વિદેહ ક્ષેત્રમાં પહોંચવાનું તો અત્યારે અઘરૂં છે.
બેન, આ શરીરથી ત્યાં પહોચવાનો મંત્ર તો મને નથી આવડતો; નહિતર તો તમારી
જેમ મને ય ભગવાનના દર્શન કરવાનું બહુ મન છે.
પ્ર
–૨: મારે બ્રહ્મચારી બનવું હોય તો શું કરવું?
ઉત્તર:– બ્રહ્મસ્વરૂપ આત્માની લગની જગાડીને સોનગઢમાં પૂ. બેનશ્રી–બેનની
છાયામાં રહેવું. બેન, તમારા જેવા નવ વર્ષનાં નાનાં બાળકો પરદેશમાં વસવા છતાં
નાનપણથી આવા વૈરાગ્યના ને જ્ઞાનના વિચાર કરે તે બહુ સારી વાત છે. ભાઈ–બેન
બંને ધર્મમાં ઉત્સાહથી આગળ વધજો ને વેલાવેલા સ્વદેશ આવજો.
‘બાલવિભાગ’ માટે કોલેજીયન બંધુના ઉદ્ગાર
આત્મધર્મનો બાલવિભાગ જોઈને તથા દર્શનકથા વાંચીને અમારા છાત્રાલયના
૪પ સભ્યોએ નામ લખાવ્યા છે. બાલવિભાગનું નામ સંભાળતાં ઘણો આનંદ આવે છે.
બાલવિભાગદ્વારા ધાર્મિક સંસ્કારનું જે સિંચન થાય છે તે જોઈ ભાવિ પેઢીનું ઉજ્વળ
જીવન, આધ્યાત્મિકરુચિ કેટલીક વધશે? તે વિચારે આજે આનંદ થાય છે. જૈનધર્મના
અનુયાયીની બીજી ઈચ્છા શી હોય? પોતે આત્મહિત કરે અને અન્ય જીવો પણ
આત્મહિત કરે. હજાર ઉપર પહોંચેલી ને હજી પણ ઝડપથી વધતી જતી સભ્યસંખ્યા
જોતાં એમ થયું કે બાલવિભાગદ્વારા ઊંડા બીજ વવાઈ રહ્યા છે ને તેના મીઠાં આમ્રફળ
અમે આસ્વાદીએ. (ચેતન જૈન: ફત્તેપુરવાળા સ. નં. ૨૬૩)
મોક્ષાર્થી એ ત્રણ વસ્તુ નક્કી કરવી જોઈએ–
* આત્મામાં પૂર્ણ શુદ્ધતાની શક્તિ છે, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ
આત્મસ્વભાવમાં ભરપૂર છે. તે શક્તિ પરની અપેક્ષા વગર સ્વયંસિદ્ધ છે.
* વર્તમાન અવસ્થામાં અલ્પજ્ઞતા–મલિનતા દુઃખ છે, તે પોતાના
અપરાધથી છે, બીજાના કારણે નહિ.
* તે અલ્પજ્ઞતા–મલિનતા ને દુઃખ ટળીને સર્વજ્ઞતા, શુદ્ધતા ને આનંદ
પ્રગટી શકે છે, ને તે પોતાની સ્વસન્મુખતાથી જ પ્રગટે છે, બીજાના કારણે નહિ.
આ રીતે નક્કી કરીને સ્વભાવસન્મુખ પરિણમતાં અવસ્થામાંથી દુઃખ
ટળીને આનંદ પ્રગટે છે, અલ્પજ્ઞતા ટળીને સર્વજ્ઞતા પ્રગટે છે, મલિનતા ટળીને
શુદ્ધતા પ્રગટે છે. આનું નામ મોક્ષ.

PDF/HTML Page 45 of 57
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
ખરી મિત્રતા
ઋષભચરિત્ર વાંચીને આપણા
ઉત્સાહી સભ્ય નં. પ૯૮
(રવીન્દ્ર જૈન–મોરબી) એ
વ્યક્ત કરેલી સુંદર ભાવના.
મુનિ મિત્ર થઈને આવો, કૃપા કરીને ધર્મ પમાડો........
તેમ સમ્યગ્દર્શનનાં ભેટણાં લઈ બાલવિભાગનાં ભાઈબંધો સૌ આવો

ભગવાન ઋષભદેવના છેલ્લા દશ અવતારની કથામાં ‘ભોગભૂમિમાં
સમ્યક્ત્વપ્રાપ્તિ’ એ લેખાંક બહુ જ ગમ્યો. મહામોંઘા મુનિરાજના દર્શન થતાં વજ્રજંઘના
નયનોમાંથી હર્ષના આંસુ નીકળી નીકળીને મુનિરાજના ચરણ ઉપર પડવા લાગ્યા’ એ
પ્રસંગ હૃદયના તાર ઝણઝણાવી મૂકે તેવો છે!
મુનિરાજ સમ્યક્ત્વ પમાડવા આવે–અહા! કેટલી પાત્રતા! કેવી પવિત્રતા! કેવો
પૂન્યનો એ પ્રકાર!! પૂર્વ ભવે ઋષભદેવનો આત્મા પરમમિત્ર હતો તેથી તેને
પ્રતિબોધવા માટે સાક્ષાત્ મુનિ પોતે વિદેહક્ષે્રત્રમાંથી ભોગભૂમિમાં પધારે છે. પૂર્વભવના
મિત્રને સમ્યક્ દર્શનના દાન દેવા દૂર દૂરના દેશાવરથી મુનિરાજ આવે છે! ‘મારો મિત્ર
ક્યાં છે? શું તેની સ્થિતિ છે?’ અવધિજ્ઞાનથી એ જાણીને, તથા મારો પૂર્વભવનો મિત્ર
હજી સમ્યક્ત્વ નથી પામ્યો માટે તેને સમ્યક્ત્વ પમાડું એમ મિત્રને મદદ કરવા મુનિ
પોતે આવે છે અને કહે છે ‘અમે તને સમ્યક્ત્વ પમાડવા માટે આવ્યા છીએ’ એ વાત
ઊંડું વિચારતાં હૃદયને વિરહની યાદ સાથે કોઈ નવી વાત કહી જાય છે.
સોનગઢમાં પણ સન્તો ઘણાં દૂર દૂરના દેશથી (વિદેહથી) આવ્યા છે, એ
ભરતક્ષેત્રમાં જીવોની પાત્રતા સૂચવે છે. ભરતક્ષેત્ર અને વિદેહક્ષેત્ર તો મિત્ર છે. અહીંથી
આપણા મુનિરાજ ત્યાં પધાર્યા હતા, તો હવે કોઈક વિદેહક્ષેત્રનાં મુનિરાજ અહીં
ભરતક્ષેત્રે પધારો ને!
બાલવિભાગના સમસ્ત પરિવાર સાથે હું અગત્યના કોલ કરવા ઈચ્છું છું. હું
સર્વને મારા પરમ મિત્ર બતાવું છું અને મિત્રતાની માગણી કરું છું કે જે કોઈ
મોક્ષમાર્ગની કેડીએ આગળ વધી જાય તે, બીજા બાલસભ્યોને અવશ્ય મદદ કરે.
પ્રીતિંકર મુનિરાજે તેના મિત્ર વજ્રજંઘને (સમ્યક્દર્શન પમાડવામાં) મદદ કરી હતી તેમ
જિનવરના સંતાનો એવા આપણે સૌએ મોક્ષનગરીમાં જતાં જતાં સાથે રહીને
એકબીજાને સહાય કરવી છે. કોઈ મિત્ર સંસારમાં ન રહી જવો જોઈએ.

PDF/HTML Page 46 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૩ :
વાચકો સાથે વાતચીત
(સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
प्रश्नः– सात तत्त्वका श्रद्धान किस तरह होता है। (સ. નં ૧૪૯)
ઉત્તર:– સાત તત્ત્વમાં પોતાનો શુધ્ધ આત્મા ઉપાદેય છે, તેના આશ્રયથી જે
સમ્યક્ત્વાદિ નિર્મળભાવો (એટલે કે સંવર–નિર્જરા–મોક્ષ) પ્રગટે છે તે મને આનંદકારી છે, તે
મારું સ્વરૂપ છે; અને મારાથી ભિન્ન અજીવતત્ત્વોના આશ્રયે આકુળભાવો (આસ્રવ ને બંધ)
થાય છે, તે મને સુખરૂપ નથી પણ દુઃખરૂપ છે, તે મારું સ્વરૂપ નથી.–આવા પ્રકારે ભાવોની
ભિન્નતા ઓળખતાં શુધ્ધાત્મા તરફ રુચિનું વલણ જાય છે અને અશુદ્ધતા તરફથી રુચિ હટી
જાય છે,–ત્યારે સાત તત્ત્વનું સાચું શ્રધ્ધાન થાય છે. સમયસારની ભાષામાં કહીએ તો સાત
તત્ત્વને જાણીને જ્યારે ભૂતાર્થરૂપ શુધ્ધઆત્માનો આશ્રય કરે ત્યારે સમ્યક્ત્વ થાય છે ને ત્યારે
જ સાત તત્ત્વની સાચી શ્રદ્ધા થાય છે.
* સભ્ય નં. ૧૦૨૮–૧૦૩૦ના વડીલ લખે છે
“ગુરુદેવ આત્માની જે વાત સમજાવે છે તે નાના બાળકોને પણ સમજાવવામાં
આત્મધર્મનાં બાલવિભાગે મોટો ફાળો આપ્યો છે. મોટા માણસો તો સમજી શકે પણ ધર્મની
આવી વાત નાના બાળકો પણ સમજી શકે ને તેમાં તેને રસ પડે–એવી ઢબથી રજુઆત તથા
પ્રશ્ન–ઉત્તર વડે બાલવિભાગ ખરેખર મહત્ત્વનો બન્યો છે; ને તેને આગળ ધપાવવા તમે જે
મહેનત કરો છો તે સફળ થાય–એવી અમારી પ્રાર્થના છે.”
પ્ર:– વીસ વિરહમાન તીર્થંકર ભગવંતો મહાવિદેહમાં કઈ કઈ નગરીમાં વિચરે છે તે
જણાવશો–જેથી અમને ખ્યાલમાં રહે કે વર્તમાનમાં ભગવંતોના સમવસરણ કઈ જગ્યા એ
હશે!
ઉ:– માત્ર નગરીના નામ જાણવાથી સમવસરણનો કે ભગવાનના સ્વરૂપનો ખ્યાલ
આવવો મુશ્કેલ છે. એનું સ્વરૂપ કોઈ અચિંત્ય છે. સર્વજ્ઞતાથી ભરપૂર ભગવાનનું
પરમાર્થસ્વરૂપ લક્ષગત કરીએ તો અહીં બેઠા બેઠા વિદેહીનાથનું સ્વરૂપ ચિંતવી શકાય. પાંચ
વિદેહમાંથી દરેકના ૩૨–૩૨ વિજય છે; તેનો એકેક વિજય આખા ભરતક્ષેત્ર કરતાં મોટો છે.
એકેક વિજયમાં અનેક મોટા મોટા દેશ ને નગરો હોય છે; તેમાં વિહાર કરતા કરતા કોઈ પણ
નગરીમાં પ્રભુ બિરાજતા હોય. સીમંધર ભગવાન પુષ્કલાવતી નામના વિજયમાં વિચરે છે.
પુંડરગીરીનગરી એ તેમનું જન્મધામ છે. નગરી ગમે તે હોય પણ તેમના સ્વરૂપને લક્ષગત
કરીને તેમનું સ્વરૂપ ચિંતવી શકાય છે. જ્યાં ભગવાન હોય ત્યાંનો જે જીવ ભગવાનના
સ્વરૂપને લક્ષગત ન કરે (માત્ર દેહને દેખે)–તેના કરતાં અહીંનો જે જીવ ભગવાનના

PDF/HTML Page 47 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૪ :
સ્વરૂપને લક્ષગત કરીને ચિન્તવે તે જીવ ભગવાનનો નજીકનો ભક્ત છે.
* સભ્ય નં. ૭૦૩ પૂછે છે –નિર્વિકલ્પ સમાધિમાં શુભાશુભ ભાવ હોતા નથી પણ શુદ્ધ
ભાવ હોય છે; તો તે વખતે કયા પ્રકારના વિચારો થતા હશે તે સમજાતું નથી. હારની
ખરીદીનું દ્રષ્ટાંત સમજાય છે પણ આત્મસ્વભાવનું બરાબર સમજાતું નથી કે કેવા પ્રકારનું
સુખ હશે!
પ્રશ્ન બહુ સારો છે; પં. ટોડરમલ્લજી કહે છે કે ધન્ય છે તેને કે જે સ્વાનુભવની ચર્ચા પણ
કરે છે! હવે સ્વાનુભવ વખતના વેદનની આ વાત અનુભવી જ્ઞાની પાસેથી સાક્ષાત્ સાંભળીને
વારંવાર અંતરમાં તેનું ઊંડુ મંથન કરીએ ત્યારે જ ખરેખર લક્ષગત થાય છે. નિર્વિકલ્પ અનુભૂતિ
વખતે વિચારો હોતા નથી, તે વખતે તો પરમઆનંદના વેદનમાં જ ઉપયોગ થંભી ગયો છે. એ
વખતનું વચનઅગોચર સુખ તો તે જ જાણે. તે દશા પ્રાપ્ત કરવા વારંવાર સત્સમાગમે, અત્યંત
ઉગ્ર આત્માર્થિતા વડે, અંદરમાં ભેદજ્ઞાનનો ઘણો ઘણો અભ્યાસ કરીને, ઉપયોગને સ્વભાવમાં
જોડવાનો ઉદ્યમ કરવો;–એ જ અનુભવના સુખને સમજવાનો ઉપાય છે. (હારનું દ્રષ્ટાંત તો
બહારનું સ્થૂળ ઉદાહરણ છે.)
રાવણે સીતાજીનું હરણ કર્યું હતું; છતાં ભવિષ્યમાં રાવણનો આત્મા જ્યારે તીર્થંકર થશે
ત્યારે સીતાજીનો આત્મા તેનો ગણધર થશે; એ બાબતમાં સભ્ય નં. ૭૦૬ સ્પષ્ટતા પૂછે છે.
જીવોના પરિણામની એવી વિચિત્રતા છે. વળી આ ઉદાહરણ તો એમ બતાવે છે કે અશુભ
પરિણામ જીવે કર્યા તે પલટીને તે શુભ અને શુધ્ધ પરિણામ કરી શકે છે. એક વખતનો પાપી જીવ
પણ આત્માની આરાધના વડે ત્રણ લોકનો નાથ પરમાત્મા થઈ શકે છે.
* પ્રશ્ન:– જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય ત્યારે નિર્વિકલ્પદશામાં કેટલો સમય સુધી
રહે? ત્યાર પછી પાછા કેટલા કાળે તે સાધક નિર્વિકલ્પદશામાં આવે! (એક સભ્ય)
ઉત્તર:– સમ્યક્ત્વ પ્રગટ થતી વખતના નિર્વિકલ્પ અનુભવનો કાળ બધા જીવોને
સરખો નથી હોતો; છતાં સામાન્યપણે ઘણું નાનું અંતર્મુહૂર્ત હોય છે. વિશેષ લાંબો કાળ નથી
હોતો.–જો કે તેમાંય અસંખ્યાત સમય તો ખરા જ. અને ફરીને નિર્વિકલ્પતા અમુક કાળે થાય
છે. પરંતુ તેનું કોઈ ચોક્કસ માપ મલતું નથી.
* દક્ષિણ પ્રાન્તનું बाहुबली (કોલ્હાપુર)–કે જે જિનવાણી–સ્વાધ્યાયના પ્રચાર માટે
‘દક્ષિણ દેશના સોનગઢ’ જેવું ગણાય છે, ત્યાંના આગેવાન ભાઈશ્રી બાલચંદ ખેમચંદ શાહ
લખે છે કે” –
आपने गुजराती मासिकका सम्पादकपद अलंकृत करके और उस
मासिकमें बालविभाग [अमे जिनवरना सन्तान] खोलकर जैन–जैनेतर बालकों पर
बहुत अनुग्रह किया है; तथा भगवान ऋषभदेव तीर्थंकर प्रभुके दश अवतारोंकी कथा
आदिपुराणके आधार पर, सम्यक्त्वोत्पत्ति के साधन बने इस प्रकार भावर्ण लिखकर
जैनसमाजके तरुण तथा वृद्धजनोंपर

PDF/HTML Page 48 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૫ :
बडा उपकार किया है। आगे इसी प्रकारकी सेवा आपके द्वारा वृद्धिगत होती रहे यह
हम अंतःकरणपूर्वक भाव कर रहे है।
* સ. નં. ૬૧૮ (ઘાટકોપર) તથા બીજા અનેક સભ્યો લખે છે કે “આત્મધર્મનો
બાલ વિભાગ ખૂબ ગમે છે ને વાંચવાની બહુ મજા આવે છે”–બહેન! તમને એકલાને નહિ
પણ દોઢ હજાર બાળકોને (અને તેમના વડીલોને પણ) મજા આવે છે. કુંદકુંદ પ્રભુનું
જીવનચરિત્ર અને નવીન કથાના પુસ્તકો યોગ્ય સમયે જરૂર આપીશું. માંગીતુંગી પહાડ
ઉપરથી ૯૯ કરોડ મુનિવરો મોક્ષ પામ્યા છે,–તે બધાય એક સાથે નહિ પણ આ આખી
ચોવીસીમાં એટલા મુનિવરો ત્યાંથી મોક્ષ પામ્યા છે એમ સમજવું. એક સાથે તો ૧૦૮ થી વધુ
જીવો કદી મોક્ષ પામતા નથી. જેમકે ગીરનાર ઉપરથી બૌતેર કરોડ ને સાતસો (૭૨
૦૦૦૦૭૦૦) મુનિ મોક્ષ પામવાનું કથન છે, તે બધા કાંઈ નેમિનાથ ભગવાનની સાથે જ
મોક્ષમાં નથી ગયા, પણ આ ચોવીસીના અસંખ્યાતા વર્ષમાં ગમે ત્યારે એકંદરે એટલા
મુનિવરો ત્યાંથી મોક્ષ પામ્યા. એમ દરેક તીર્થંમાં મોક્ષગામી જીવોની સંખ્યા બાબતમાં સમજી
લેવું.
* બેંગલોરથી સ. નં. ૭પ૪ લખે છે કે–मेरा साथी आत्मधर्म है। ज्येष्ठ मासके
अंकको देखते ही समझमें आया कि समुद्र तो विशाल है, जिसकी कोई हद नहीं। मैं
अपनी जबानसे व कलमसे अंककी तारीफलिखनेमें असमर्थ हूं। स्कूल की पढाइ खत्म
होते ही मैं आत्मधर्म को पढता रहता हूं। मेरा साथी दिनभर मुझे घेरे रहते है कि
अबके अंक में जो नयी बात आई हो सो बताओं।
* દાહોદમાં દસેક વર્ષની એક બાલિકા આ ભવમાં ગીતા વગેરેનો અભ્યાસ કર્યા વગર તેના
ઉપર ધોધમાર પ્રવચન આપે છે. આ સંબંધમાં દાહોદથી સભ્ય નં. ૪૦૭ શૈલેશકુમાર લખે છે કે
અજ્ઞાની બાળા હોવા છતાં કઈ રીતે આ પ્રકારનું પ્રવચન આપતી હશે?
ભાઈશ્રી, એ કાંઈ આશ્ચર્યની વાત નથી. પૂર્વભવના તે પ્રકારના સંસ્કાર રહી જાય એટલે
એમ બને. દરેક જીવને પૂર્વભવના અમુક સંસ્કારો રહી જાય છે; આપણા સોનગઢમાં પણ પાંચ
વર્ષની રાજુલને અઢી વર્ષની ઉંમરે પોતાના પૂર્વભવનું જ્ઞાન થયાની વાત તમે જાણતા હશો.
જીવની જ્ઞાનશક્તિ અપાર છે એટલે પૂર્વભવના જ્ઞાનનો કેટલોક ઉઘાડ કોઈને (અજ્ઞાનીને પણ)
વર્તમાનમાં ચાલુ રહે તે કાંઈ આર્શ્ચયની વાત નથી. આવા પ્રસંગો તો આત્માનો પૂર્વભવ, તેની
નિત્યતા અને દેહની ભિન્નતા સાબિત કરે છે.
* બાલવિભાગ પ્રત્યે લાગણી ધરાવનાર એક ભાઈનો અમદાવાદથી પત્ર છે; તેમાં
જૈનસમાજના સુધરેલા ગણાતા યુવાનોમાં આજે આચરણ સંબંધી તીવ્ર અભક્ષનું ભક્ષણ
વગેરે પ્રવૃત્તિ નજરે પડે છે તેના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે, અને તે સંબંધી આત્મધર્મમાં
દોરવણી આપવા લખ્યું છે. ભાઈશ્રી, આ સંબંધમાં જણાવવાનું કે–આપે જે પ્રકારની
અભક્ષ્યપ્રવૃત્તિ લખી છે તેવી અભક્ષ્યની પ્રવૃત્તિ આપણા તો બાલવિભાગના કે આત્મધર્મના
એક પણ સભ્યમા

PDF/HTML Page 49 of 57
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
નથી તેની મને ખાતરી છે, કેમકે ઊંચી જાતના એના ધર્મસંસ્કાર એને જીવનમાં કદી પણ
પાપના પંથે જવા નહિ દ્યે. અને સમાજના બીજા માણસો કે જેને જૈનધર્મસંસ્કાર મળ્‌યા નથી–
તેમાંથી કોઈ અણસમજુ જીવો મુર્ખાઈથી અભક્ષ્યના અવળા માર્ગે જાય તો તેનો શું ઉપાય?
બને તો તેના મિત્રોએ તેને સમજાવવો જોઈએ. અને સમાજમાં જડ–મૂળથી ઊંચા ધર્મસંસ્કારો
રેડાય તો અભક્ષ્ય વગેરે પાપપ્રવૃત્તિઓ આપોઆપ નિર્મૂળ થઈ જાય.–તે માટે આપણે
બાલવિભાગદ્વારા પ્રયત્ન કરી જ રહ્યા છીએ. બાલવિભાગના એકે એક સભ્યનું જીવન ઉચ્ચ
આદર્શવાળું બનશે તેમાં કોઈ શંકા નથી. બાલવિભાગમાં “રાત્રિ ભોજનત્યાગ” ની એક
ઝુંબેશ ઉપાડવા વિચાર છે.
* આત્મધર્મમાં “બાલવિભાગ” તથા ‘વાંચકો સાથે વાતચીત’ શરૂ થયા પછી
કેટલાય જિજ્ઞાસુ ભાઈઓ તરફથી તેને પાક્ષિક બનાવવાની માગણી સતત આવ્યા કરે છે. આ
સંબંધમાં જિજ્ઞાસુ પાઠકોની ભાવનાનો સંપૂર્ણ ખ્યાલ ‘આત્મધર્મ’માં રજુ થઈ ગયો છે, એટલે
હવે વધુ પત્રો અહીં રજુ કરતા નથી.
* પ્ર. આત્મા એટલા પરમાત્મા? કે પરમાત્મા એટલા આત્મા? (નં. ૧૭૧ કુંડલા)
ઉ. “
अप्पा सो परमप्पा” (માટે બંને સરખા) આમ સ્વભાવઅપેક્ષાએ બધા આત્મા
પરમાત્મા છે. પણ બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એ ત્રણ પ્રકારની અપેક્ષાએ જોઈએ
તો અંતરાત્મા અસંખ્યાતા છે. પરમાત્મા તેનાથી અનંતગુણા છે, અને બહિરાત્મા તેનાથી પણ
અનંતગુણો છે.
* મહેશકુમાર જૈન (સાંગલી : નં. ૩૪૩) દર્શનકથા પુસ્તક સૌએ વાંચ્યું, બહુજ ગમ્યું, ને
તે પ્રમાણે વર્તવાનું શરૂ કર્યું છે; તે માટે ધન્યવાદ! તે દર્શનકથાનું મરાઠી ભાષાંતર કરવાની તમારી
ઈચ્છા છે. તો ખુશીથી કરશો.
*એક જિજ્ઞાસુ (એમ) પૂછાવે છે–” હું પચીસ વર્ષથી દિગંબર જૈનધર્મમાં છું, ૧૨ વર્ષથી
હંમેશા ભગવાનનાં દર્શન કરું છું; છતાં હજી મને ધર્મની સમજણ નથી; અત્યાર સુધી
બાલબચ્ચાને ઊછર્યા ને ઘરકામમાં જીંદગી કાઢી, હવે બાલવિભાગ તથા દર્શનકથા વાંચ્યા પછી
મને ધર્મમાં ખૂબ જ રસ પડે છે, પણ મારે પહેલેથી શું કરવું ને કેમ આગળ વધવું? તેનો જવાબ
આત્મધર્મમાં દેશો. મારે ત્યાં ધર્મના બધા પુસ્તકો છે. મને ધર્મની ખુબ જ ઈચ્છા છે પણ હજી
સમજણ પડતી નથી, તો સમજણ પડે તેવું લખશોજી.
બહેન, આપના પત્રમાં જિજ્ઞાસા અને મુંઝવણ બંને દેખાઈ આવે છે. પહેલાં તો
હતાશાને કે મુંઝવણને ખંખેરી નાખીને આત્માને ઉત્સાહમાં લાવો કે મારે જીવનમાં ધર્મની
સમજણ કરીને આત્માનું હિત સાધવું જ છે. સાચી જિજ્ઞાસાનું બળ હોય ત્યાં સમજણ શક્તિ
જરૂર ખીલી જાય છે. આ માટે સાક્ષાત્ જ્ઞાનીઓના સત્સંગમાં રહેવાનું બને તો ઉત્તમ. અને તે
સિવાય સાધર્મીનો સંગ વિશેષ ઉપયોગી થશે. શ્રીમ્દ રાજચંદ્રજીનું વચન છે કે ઉલ્લાસિત
વીર્યવાન જીવ આત્માને સાધી શકે છે. પૂર્વે અન્યકાર્યોંમાં કાળ વીત્યો તેનો શોચ કરવો
નકામો છે, કેમ કે જ્યાં સુધી જીવ આરાધક

PDF/HTML Page 50 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૭ :
ન થાય ત્યાં સુધી બધાય જીવોનો પૂર્વનો અનંતકાળ એ રીતે બાહ્યભાવોમાં જ વીત્યો છે.
જેઓ અંતરભાવ પ્રગટ કરીને આરાધક થયા તેમની બલિહારી છે; જે કાળ ગયો તે ગયો પણ
હવે એક ક્ષણ પણ બાહ્યભાવની પ્રીતિમાં ન વીતે ને સંસારનો રસ છૂટીને આત્મરસ જાગે
એવા લક્ષે વાંચન–વિચાર ને સત્સંગ કર્તવ્ય છે. દેવ–ગુરુનો મહિમા ઓળખવો,
જ્ઞાનીધર્માત્માના ગુણોનું વારંવાર ચિંતન કરવું, મહાપુરુષોના પવિત્ર જીવનને યાદ કરવું ને
અંદર વૈરાગ્યની તીવ્રતા વધારવી. જીવ મક્કમપણે પોતાની આત્મશાંતિ પ્રાપ્ત કરવા માગે તો
તેને તે જરૂર મળે જ.
નો. ૭પ૪ બેંગલોર: आपको व आपके मित्र को धार्मिक चर्चाके लिये धन्यवाद!
आपके मित्रका एड्रेस मिलनेपर उनको भी ‘आमका वृक्ष’ भेज देेंंगे।
* આત્માને મોક્ષ પામવાના માર્ગ કેટલા છે? કેવી રીતે છે? (નં. ૩૪૩)
“એકહોય ત્રણકાળમાં પરમારથનો પંથ” મોક્ષનો માર્ગ એક જ છે, અને તે માર્ગ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ છે.
* પ્ર
:– આકાશ મોટું કે જ્ઞાન? (નં. ૪૧૪)
:– ભાઈ, આકાશમાં જ્ઞાન સમાઈ જાય છે ને જ્ઞાનમાં જ્ઞેયપણે આકાશ સમાઈ જાય
છે. એટલે ક્ષેત્રથી આકાશ મોટું છે, ને ભાવથી જ્ઞાન મોટું છે, આકાશના અવિભાગપ્રદેશો
કરતાં જ્ઞાનના અવિભાગઅંશો અનંતાનંત ગુણા વધારે છે.
* ફત્તેપુરમાં બાલવિભાગની પાઠશાળા:– “ફત્તેપુરથી શ્રી બાબુભાઈ લખે છે કે અહીં
વીરશાસનના પ્રવર્તન દિવસે (અષાડ વદ એકમે) બાલવિભાગ–પાઠશાળા શરૂ કરેલ છે ને
જૈન બાલપોથીનો અભ્યાસ શરૂ કર્યો છે. પાઠશાળાના પચીસ જેટલા બાળકો ઉત્સાહથી
બાલવિભાગમાં જોડાયા છે, તેમનાં નામો આ સાથે મોકલ્યા છે.’ (બડી સાદડી તેમજ
ફત્તેપુરની પાઠશાળાની આ પદ્ધતિ બાળકોને માટે ઉત્સાહપ્રેરક તથા ઉચ્ચ ધાર્મિક સંસ્કાર
રેડનારી છે; ને દરેક ગામને માટે તે અનુકરણીય છે. નાના– મોટા દરેક ગામમાં નિયમિત
જૈનપાઠશાળા ચાલતી હોય તે આવશ્યક છે. –સં)
ફત્તેપુરથી સ. નં. ૧૪૦૨ લખે છે–બાલવિભાગનું ‘આંબાનું ઝાડ જોઈને એમ થાય છે
કે જાણે મોક્ષનાં ફળ નજીક આવ્યા. સુવર્ણપુરીધામમાંથી આવી નવી નવી જાતની યાદગીરી
મલવાથી મારું હૃદય ઘણું ઉલ્લસી રહ્યું છે.”
* આંબાનું ઝાડ અને તેની મીઠી કેરી મળતાં ઘણા વાંચકોએ તેમજ બાલબંધુઓએ પ્રમોદ
વ્યક્ત કર્યો છે. અને લખે છે કે તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાઈ જાય છે, ૧૪ ગુણસ્થાન
પણ સમાઈ જાય છે. અને ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક પુરુષાર્થની પ્રેરણા મળે છે.
*પ્ર:– સૌથી મોટું તીર્થં કયું?
ઉ:– રત્નત્રયસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે; એ તીર્થની યાત્રાવડે સંસારસમુદ્રને
તરાય છે. સમ્મેદશિખર વગેરે તીર્થોની યાત્રા પણ આ રત્નત્રયરૂપ તીર્થના સ્મરણ માટે જ છે.
પ્ર
:– “પરમાત્મા” માં કેટલા તીર્થંકર ભગવાનના આંકડા છૂપાયેલ છે? (નં. ૧૬૪–
મુંબઈ)

PDF/HTML Page 51 of 57
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
:– ભાઈશ્રી, તમે તો ‘પરમાત્મા’ માં ફકત ૨૪ ભગવાન સમાડવા માંગો છો; ખરૂં
ને? પરંતુ અમે તો અનંતા સિદ્ધ ભગવંતો તથા અરિહંત ભગવંતો–એ બધાયને “પરમાત્મા”
માં સમાડીએ છીએ, કેમકે તે બધાય પરમાત્મા છે. ને જો શુદ્ધદ્રષ્ટિથી જોઈએ તો આપણે પણ
એ પરમાત્માની પંક્તિમાં ભેગા છીએ! બોલો, કેવી મજા!
* પ્ર:– આપણે ભગવાનની પૂજા–ભક્તિ–ચિંતન કરીએ તો આપણને આનંદનો
ખજાનો મળી શકે? (નં. ૪૨)
:– જેમની પૂજા–ભક્તિ કરીએ છીએ તેમના સ્વરૂપને જો ઓળખીએ, અને તેઓ કહે
છે તેમ કરીએ, તો જરૂર આત્માનો મજાનો મળે. (જુઓ, પ્રવચનસાર ગાથા–૮૦)
* (૧) અરૂણાબેન મણિયાર બી. એ. (નં. ૧૩૮૬) મુંબઈથી લખે છે કે–
“સભ્ય બનવામાં ઘણું મોડું થયું, પણ જાગ્યા ત્યારથી સવાર. બાલવિભાગ ખુબજ
આનંદ આપે છે; હું રસપૂર્વક વાંચું છું. આ બાલવિભાગમાં જે અનેરો આનંદ આવે છે તે બી
એ. સુધી ભણવામાં ક્યાંય નહોતો મળ્‌યો. ‘બાલવિભાગ’ નું નામ નાનું છે પણ મોટેરાંઓને
પણ આનંદ આપે છે. બી. એ. સુધી ભણવા છતાં અહીં તો એકડે એકથી જ શરૂ કરવાનું છે
અને એ એકડામાં જ વધારે આનંદ આવે છે. તો આગળ જતાં કેવો આનંદ આવશે? બીજા
કોઈ પણ ભણતર કરતાં આ જ વધારે મહત્ત્વનું અને ઉપયોગી છે. વરસાદની જેમ
‘આત્મધર્મ’ ની રાહ જોઉં છું.
(૨) જાગૃતિબેન મણિલાલ શેઠ (નં. ૧૩પ૧) મુંબઈથી લખે છે–આત્મધર્મના
બાલવિભાગમાં આટલા બધા સભ્યો થઈ ગયાં ને હું તો પાછળ રહી ગઈ. હવે જલ્દી
આત્માની ઓળખાણ કરીને આગળ વધીશ. આંબાનું ઝાડ જોઈને બહુ ખુશી થઈ; તેમાંથી
સમ્યગ્દર્શન પામવા માટે પુરુષાર્થ કરીશ.
બહેન, તમારી બંનેની ભાવના માટે ધન્યવાદ! તે ભાવના સફળ થાવ. બાકી તમે પણ
બધાય સભ્યોની સાથે જ છો, જરાય પાછળ નથી. સભ્ય નં. ૧ આગળ, ને નં. ૧૩૮૬ પાછળ
એવા ભેદ આપણા બાલવિભાગના પરિવારમાં નથી. બાલવિભાગના સાધર્મી–પરિવારમાં તો
હમ સબ સાથ હૈ– આપણે બધા સાથે જ છીએ. માટે આનંદથી ભાગ લેજો.
* આફ્રિકાથી હમણાં શેઠશ્રી ભગવાનજી કચરાભાઈનો પત્ર આવ્યો છે. ગુરુદેવ પ્રત્યે ઘણો
જ ભક્તિભાવ વ્યક્ત કરીને તેઓ લખે છે કે–આત્મધર્મ વાંચીને ઘણો જ આનંદ આવે છે. તેમાં
ખાસ કરીને બાલવિભાગ દ્વારા બાળકોને સત્ધર્મની પીછાણ કરાવવાની જે ઝુંબેશ ઉપાડી છે તે કાર્ય
વધારે ફળી –ફૂલીને મોટું થાય તો ગુરુદેવે સત્ધર્મની જે બંસરી બજાવી છે તેમાં વૃદ્ધિ થશે. (પત્ર
વિશેષ લાંબો છે. અહીં માત્ર ઉલ્લેખ કર્યો છે.)
* સભ્ય નં. ૧૩૦ નાં પ્રશ્નો:–
પ્ર
– સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવા કેટલો પુરુષાર્થ જોઈએ? ઉ૦–ઘણો જ.
(૨) પ્ર
– તેની શું ક્રિયા છે? ઉ૦–અરિહંત પ્રભુના દ્રવ્ય–ગુણ–પર્યાય જેવા પોતાના
આત્માનો

PDF/HTML Page 52 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૯ :
નિર્ણય કરવો, સ્વસન્મુખ થઈ પર્યાયને અંતર્લીન કરવી ને દ્રવ્ય–ગુણ–પર્યાયને એકરસપણે
અનુભવવા;–આવા નિર્ણય અને સ્વાનુભૂતિરૂપ ક્રિયા છે.
(૩) પ્ર
– સમ્યગ્દર્શન પછી મોક્ષ ક્્યારે મળે છે?
–જ્ઞાન ને ચારિત્ર પૂરા કરીએ કે તરત જ. એક બાલસભ્યના માતાજી લખે છે કે–
“બાલવિભાગથી બાળકોમાં ધર્મસંસ્કારના બીજ રોપાય છે, અને તેના વડીલોમાં પણ
તત્ત્વતરંગોની અવનવી સમજણ વધી રહી છે. મારો પુત્ર ગુરુદેવનો સાચો ભક્ત બની
વીતરાગધર્મ પ્રગટ કરે એ જ અભ્યર્થના; એના માતા–પિતા તરીકે અમે પણ ગૌરવ
અનુભવીએ છીએ. ને ભવિષ્યમાં ગુરુદેવના સાન્નિધ્યમાં જીવન વીતાવીએ એવી ભાવના
ભાવીએ છીએ.”
* સુરેન્દ્રનગરથી આપણી સંસ્થાના માનનીય ટ્રસ્ટી શ્રી મગનભાઈએ એક પત્ર દ્વારા
પોતાનો પ્રેમ અને પ્રસન્નતા વ્યક્ત કરેલ છે.
આભાર નોંધ:–
ખૂબ જ વિકસી રહેલા આપણા બાલવિભાગમાં સભ્યપત્રક (આંબાનું ઝાડ) તથા
જન્મદિવસના અભિનંદનના કાર્ડ સંબંધી યોજનામાં મુંબઈના સુપ્રસિદ્ધ ગુજરાતી–સાપ્તાહિક
‘જન્મભૂમિ–પ્રવાસી’ નો ‘બાલજગત’ વિભાગ કેટલીક પ્રેરણારૂપ બન્યો છે, તે બદલ તે
પત્રનો તથા તેના સંપાદકશ્રીનો આભાર માનીએ છીએ. –સં.
* સ. નં. ૧૪૬૮ લીલાબેન જૈન (સાયલા રાજસ્થાન) તરફથી સન્દેશ છે કે
બાલવિભાગ વાંચીને ઘણો હર્ષ થયો. મારા સાધર્મી બાલમિત્રોને કોઈ પુસ્તક ભેટ અપાય
તેમાં વાપરવા માટે રૂા. ૧૦૧ મારા તરફથી મોકલું છું–તે સ્વીકારશોજી.
આપનો પત્ર મળ્‌યો છે–
“વાંચકો સાથે વાતચીત” ના આ વિભાગમાં સેંકડો સભ્યોના તેમજ બીજા અનેક
જિજ્ઞાસુઓના પત્રો મળ્‌યા છે; ને તેમાંથી આત્મધર્મમાં લેવા યોગ્ય હોય તે લીધું છે. દર મહિને
બાલમિત્રોના ૪૦૦ જેટલા પત્રો આવે છે, તે બધા સમાઈ શકતા નથી એટલે તેમાંથી
ઉપયોગી હોય તે પસંદ કરીને લેવાય છે. વ્યક્તિગત જવાબ લખવા જેવું હોય તેને જુદો
જવાબ લખાય છે.
આ વિભાગની વિવિધતાને લીધે બધા જિજ્ઞાસુઓને આ વિભાગ ગમ્યો છે, ને સૌ
ઉત્સાહપૂર્વક તેમાં સાથ આપી રહ્યા છે. વિચારોની આપ–લે દ્વારા સાધર્મીઓને એકબીજા સાથે
વાત્સલ્યથી સાંકળવા માટે આ વિભાગ વિશેષ ઉપયોગી નીવડયો છે. (કેટલાક સભ્યોનાં
પત્રો હજી પડયા છે, જે હવે પછી લઈશું.)
+ સરવાળા ને – બાદબાકી
જ્ઞાન+વૈરાગ્ય+ધ્યાન = કેવળજ્ઞાન
જ્ઞાન–વૈરાગ્ય =
રત્નત્રય–સમ્યગ્દર્શન = ૦
આત્મા+મોહ = સંસાર
આત્મા–વિભાવ = મોક્ષ
જ્ઞાન+ધ્યાન = આનંદ

PDF/HTML Page 53 of 57
single page version

background image
: ૫૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
જ્ઞાન અને રાગ એક જ સમયે હોવા છતાં
જ્ઞાન મોક્ષનું કારણ છે; રાગ બંધનું જ કારણ છે
એક જીવને સમ્યગ્જ્ઞાન અને રાગ બંને એક સાથે હોઈ શકે?
હા, કોઈ સાધકને સમ્યગ્જ્ઞાન અને રાગ બંને સાથે હોય છે; પરંતુ બંને સાથે હોવા
છતાં બંનેની જાત જુદી છે; કાળ એક હોવા છતાં ભાવમાં બંનેની જુદાઈ છે, જ્ઞાન તો
મોક્ષનું કારણ છે ને રાગ તો બંધનું કારણ છે,–એમ તે જ કાળે બંનેની અત્યંત જુદાઈ છે.
કોઈ એમ માને કે જ્ઞાનીનો જે શુભરાગ છે તે તો બંધનું કારણ નહીં હોય,–તો તે
જીવ ભ્રમણામાં છે, અજ્ઞાનીનો રાગ તે જેમ બંધનું કારણ છે તેમ જ્ઞાનીને પણ જે
શુભરાગ છે તે બંધનું જ કારણ છે. રાગ બંધનું કારણ હોવામાં મિથ્યાદ્રષ્ટિ કે
સમ્યગ્દ્રષ્ટિનો કોઈ તફાવત નથી, અર્થાત્ રાગ સમ્યગ્દ્રષ્ટિને હો કે મિથ્યાદ્રષ્ટિને હો, જે
કોઈ જીવને જેટલો રાગ છે તે બંધનું જ કારણ છે, મોક્ષનું નહીં. જ્ઞાનીને જે જ્ઞાનભાવ છે
તે મોક્ષનું કારણ છે. જ્ઞાનીને પણ જ્ઞાન ને રાગ એ બંને કાંઈ મોક્ષનું કારણ નથી, તેને
પણ મોક્ષનું કારણ તો એક જ્ઞાન જ છે, ને રાગ તો બંધનું જ કારણ છે, એ નિયમ છે.
એટલું ખરું કે અજ્ઞાની કરતાં જ્ઞાનીનો રાગ અનંતો અલ્પ છે, તેથી તેને બંધન પણ
અનંતુ ઓછું છે, ને નિર્જરા ઘણી છે, તે નિર્જરા શુદ્ધજ્ઞાનના બળે થાય છે. આથી
શુદ્ધજ્ઞાન છે તે પૂજ્ય છે, આદરણીય છે; અને શુભરાગાદિ જે અશુદ્ધ ભાવો છે તે હેય છે,
કેમકે તે બંધનના કારણ છે.

PDF/HTML Page 54 of 57
single page version

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૫૧ :
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ કાર્યવાહક કમિટિની મીટીંગ
શ્રી. દિ. જૈન મુમુક્ષુ મહામંડળની કાર્યવાહક કમિટિની મીટીંગ સોનગઢ મુકામે સં.
૨૦૨૨ના ભાદરવા સુદી બીજ ને શુક્રવાર તા. ૧૬–૯–૬૬ ના રોજ સવારે સાડાનવ
વાગે મળશે તો દરેક સભ્યોને હાજર રહેવા ખાસ નમ્ર વિનંતિ છે.
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળની સામાન્ય સભા
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ સોનગઢની વાર્ષિક સભા સોનગઢ મુકામે સં.
૨૦૨૨ના ભાદરવા સુદી બીજ ને શુક્રવાર તા. ૧૬–૯–૬૬ રોજ સાંજે સાડાચાર વાગે
મળશે, તો દરેક ગામના મંડળના પ્રતિનિધિઓ તથા સોનગઢના સ્થાનિક મુમુક્ષુ
ભાઈઓને હાજર રહેવા ખાસ નમ્ર વિનંતિ છે.
“શ્રી જૈન અતિથિ સેવા સમિતિ સોનગઢ” (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત સંસ્થાની જનરલ વાર્ષિક સભા સંવત ૨૦૨૨ ના ભાદરવા સુદી ૧ ને
ગુરુવાર તા. ૧પ–૯–૬૬ ના રોજ સોનગઢ મુકામે (પ્રવચન મંડપમાં) સવારે સવાનવ
વાગે રાખવામાં આવેલ છે. તો તે પ્રસંગે સર્વે સભ્યોને હાજર રહેવા વિનંતી છે.
–શાહ મલુકચંદ છોટાલાલ.
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત બોર્ડિંગની વ્યવસ્થાપક કમિટિની એક અગત્યની સભા સં. ૨૦૨૨ ના
ભાદરવા સુદ ૧ ને ગુરુવાર તા. ૧પ–૯–૬૬ ના રોજ સાંજના સવા ચાર વાગે મળશે;
તથા જનરલ વાર્ષિક સભા ભાદરવા સુદ ૩ ને શનીવાર તા. ૧૭–૯–૬૬ ના રોજ
સાંજના સવા ચાર વાગે સોનગઢમાં (પ્રવચન મંડપમાં) રાખવામાં આવી છે. તો તે
પ્રસંગે સર્વ સભ્યોને હાજર રહેવા વિનંતી છે. –નેમિદાસ ખુશાલ.
લવાજમ ઘટે છે
આપણી સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને આત્મધર્મના માનનીય તંત્રી
મુરબ્બી શ્રી રામજીભાઈએ આત્મધર્મના તંત્રી અને સંપાદકપણે અઢાર વર્ષ સુધી
રહીને જે સેવાઓ કરી છે તથા આત્મધર્મને વિકસાવવા પ્રયત્ન કર્યો છે તેની ખાસ
યાદગીરી તરીકે, ‘સન્માન–ફંડ’ માંથી આત્મધર્મ–માસિકના લવાજમમાં એક
રૂપિયો ઘટાડીને તેનું લવાજમ ત્રણ રૂપિયા રાખવાનું (હાલ એક વર્ષ માટે)
પ્રમુખશ્રીની સલાહ અનુસાર નક્કી કરવામાં આવ્યું છે. આત્મધર્મનું વર્ષ કારતકથી
આસો સુધી ગણવામાં આવે છે. સભ્યોને પોતાનું લવાજમ જેમ બને તેમ વેલાસર
મોકલી આપવા વિનંતી છે. –સંપાદક
લવાજમ મોકલવાનું સરનામું :
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 55 of 57
single page version

background image
: ૫૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
વૈરાગ્ય સમાચાર –
षट्खंडागम’ સાહિત્યના ઉદ્ધારકા ‘શ્રીમંત’ શેઠ લક્ષ્મીચંદજીનો સ્વર્ગવાસ
વિદિશા (ભેલસા) ના શ્રીમંત શેઠ લક્ષ્મીચંદજી સીતાબરાયજી ગત તા. ૧૩–૭–૬૬ ના
રોજ વિદિશામાં સ્વર્ગવાસ પામ્યા. ગત સાલ પૂ. ગુરુદેવ વિદિશા પધાર્યા ત્યારે તેમણે ઘણો ઉત્સાહ
બતાવ્યો હતો. ઘણા વર્ષો પહેલાં તેઓ સોનગઢ પણ આવી ગયા હતા ને ખૂબ પ્રસન્ન હતા. જૈન
સમાજમાં ગજરથ ચલાવનારને શ્રીમંત પદથી વિભૂષિત કરવાની એક પરંપરા છે. સ્વ. લક્ષ્મીચંદજી
શેઠ પણ શ્રીમંત પદવિભૂષિત હતા, પણ એ પદવી તેમને ગજરથદ્વારા નહિ પરંતુ જિનવાણી–
પ્રચારરૂપ જ્ઞાનરથદ્વારા મળી હતી. લગભગ તેત્રીસ વર્ષ પહેલાં (ઈ. સ. ૧૯૩૩માં) ઈટારસી
નગરીમાં ઉત્સવ પ્રસંગે સ્વ. શેઠનો વિચાર મોટી રકમ ખરચીને પ્રથમ તો ગજરથ ચલાવવાનો હતો.
પરંતુ મધરાતે અમુક વિદ્વાનોની સમજાવટથી તથા પોતાની વિવેકબુદ્ધિથી તેમણે નિર્ણયમાં ફેરફાર
કરીને ગજરથને બદલે જિનવાણીના ઉદ્ધારમાં તે રકમ ખર્ચવાનો નિર્ણય કર્યો એ જમાનામાં
ગજરથને બદલે આવા જ્ઞાનરથનો નિર્ણય કરવો એ એક ઘણો હિંમતભર્યો નિર્ણય હતો, અને જૈન
સાહિત્યના ઉદ્ધાર માટે તે નિર્ણય ઘણો જ ઉપયોગી હતો. મુખ્યત: એમના એ નિર્ણયના પ્રતાપે
આજે આપણા હાથમાં ષટ્ખંડાગમ જેવી જિનવાણી આવી ને એ પરમપાવન શ્રુતનો પુનરોદ્ધાર
થયો. જિનવાણી ઉપરાંત જિનાલય વગેરે કાર્યોમાં પણ તેઓ ભક્તિથી ભાગ લેતા. આવા
જિનવાણીભક્તના સ્વર્ગવાસથી જૈન સમાજને એક મોટી ખોટ પડી છે. જિનવાણીની ભક્તિના
પ્રતાપે તેમનો આત્મા સાક્ષાત્ જિનવાણીનું શ્રવણ પામીને આત્મહિત સાધે; અને જૈન સમાજના
આગેવાનો એમની શ્રુતભક્તિનું અનુકરણ કરીને પ્રાચીન શ્રુતનું પ્રકાશન તથા પ્રભાવના ખૂબ
વૃદ્ધિગત કરે, એ જ ભાવના.
*પોરબંદરના ભાઈશ્રી ભોગીલાલ તુલસીદાસ ભણશાલી ગતમાસમાં પોરબંદર મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પોરબંદર પધારતા ત્યારે તેઓ પ્રવચન વગેરેનો લાભ લેતા હતા.
* રાજકોટમાં ડો. પ્રભાકરભાઈના પિતાજી ડો. મગનલાલ ધનજીભાઈ ઉદાણી તા. ૨પ–૭–
૬૬ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. સવારે દશ વાગ્યા સુધી સમ્યગ્દર્શન પુસ્તક ત્રીજું વગેરેની
સ્વાધ્યાય સાંભળી, ને સવા અગીયાર વાગે તેમણેે દેહ છોડયો.
* બરવાળાના ભાઈશ્રી મગનલાલ જીવણલાલ તા. ૧પ–૭–૬૬ ના રોજ મુંબઈ મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ બરવાળા પધાર્યા ત્યારે તેમણે કાર્યક્રમોમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
* ધ્રાંગધ્રાના સમતાબેન ત્રિભોવનદાસ ગત માસમાં સ્વર્ગવાસ પામ્યા છે; તેઓ ઘણા
વખતથી અવારનવાર ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા.
* અમદાવાદના બાલમંદિરવાળા ભાઈશ્રી ચીનુભાઈ લીલાચંદ અષાડ વદ ૧૧ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ઘણા પ્રેમપૂર્વક અવારનવાર સોનગઢ આવીને સત્સંગનો લાભ લેતા
હતા.
સદ્ગત આત્માઓ ધાર્મિકસંસ્કારના બળે આત્મહિત પામો.

PDF/HTML Page 56 of 57
single page version

background image
બાલમિત્રો! આપણે એક મહાન કાર્ય કરવાનું છે: જુઓ, ચિત્રમાં! પેલો જીવ ઘણા
વખતથી સંસારરૂપી જેલમાં પૂરાયેલા હોવાથી હવે મુંઝાણો છે....ને મોક્ષમાં જવા ચાહે છે; પણ
મોક્ષમાં કયા રસ્તે જવું એની એને ખબર નથી. તેથી તે કહે છે કે ‘મને મોક્ષનો માર્ગ
બતાવો.’ તો તમે તેને મોક્ષમાર્ગ બતાવીને મોક્ષ સુધી પહોંચાડશો! ભલે કદાચ ઠેઠ મોક્ષ સુધી
તમે તેને ન પહોંચાડો......ને સમ્યગ્દર્શન સુધી પહોંચાડો, તોપણ ચાલશે; કેમકે સમ્યગ્દર્શન
પછીનો માર્ગ તો સીધો હોવાથી તે જીવ એની મેળે શોધી લેશે. અરે, સત્સમાગમ સુધી
પહોંચાડશો તોપણ ચાલશે, કેમકે પછી તો સન્તો જ તેને માર્ગ બતાવીને પોતાની સાથે તેડી
જશે. પણ જો જો હો, ભૂલથી મોક્ષને બદલે સ્વર્ગાદિના મારગે ન ચડાવી દેતા! ને માર્ગ
શોધતાં જરાક વાર લાગે તો થાકશો નહિ, પણ જિજ્ઞાસાને પુષ્ટ કરીને મહેનત કરશો તો
મોક્ષનો મારગ જરૂર મળશે.

PDF/HTML Page 57 of 57
single page version

background image
ATMADHARM Regd. No. 182
સમ્મેદશિખર–સમાચાર
શ્રી ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટિ તરફથી આ સમાચાર જાણીને
સર્વે તીર્થભક્ત જિજ્ઞાસુઓને હર્ષ થશે કે, મહાનતીર્થંરાજ સમ્મેદશિખર સંબંધમાં દિગંબર
જૈનસમાજના સંપૂર્ણ હક્કો જળવાય તે રીતે બિહાર સરકાર અને દિગંબર જૈનો વચ્ચે
કરાર થઈ ગયા છે. આ સંબંધી તારતીર્થક્ષેત્ર કમિટિ સોનગઢ (તા. ૧૦–૮–૬૬ના
રોજ) આવ્યો હતો. અને આ શુભ સમાચારથી પ્રસન્નતા વ્યક્ત કરતો જવાબ સંસ્થા
તરફથી મોકલવામાં આવ્યો હતો.
પાઠકોના ધ્યાનમાં હશે કે થોડા વખત અગાઉ બિહાર સરકારે બિહારમાં આવેલા
આપણા મહાન તીર્થંરાજ શ્રી સમ્મેદશિખરજી સંબંધમાં દિગંબર જૈન સમાજને સાથે
રાખ્યા વગર એકલા શ્વેતાંબર જૈન સમાજની સાથે કરાર કર્યા હતા: આથી
ભારતભરના દિગંબર જૈન સમાજની લાગણી દુભાયેલી ને ભારતના ચારે ખુણેથી એ
એકપક્ષી કરારનો વિરોધ થયો. દિલ્હીમાં એક લાખ જેટલા દિ. જૈનોનું અભૂતપૂર્વ
સરઘસ વડાપ્રધાન શાસ્ત્રીજી પાસે ગયેલું. આખરે દિગંબર જૈન સમાજના સંપૂર્ણ હક્કોનું
રક્ષણ થાય એવા કરાર બિહાર સરકારે કર્યા છે. આ માટે દિ. જૈનતીર્થક્ષેત્ર કમિટિની
કાર્યવાહી પ્રશંસનીય છે. (જિજ્ઞાસુઓ જાણતા હશે કે આપણી સંસ્થાના માનનીય પ્રમુખ
શ્રી નવનીતભાઈ ઝવેરી પણ તીર્થક્ષેત્રકમિટિના એક સભ્ય છે.)
વિશેષમાં, તીર્થક્ષેત્ર કમિટિનો સન્દેશ જણાવે છે કે કેસરિયાજીના જિનમંદિર
સંબંધી કાનુની કારવાઈ ચાલી રહી છે; શ્વેતાંબર ભાઈઓ દ્વારા જે કમિટિ રચવામાં
આવી હતી તે કોર્ટ દ્વારા અટકાવી દેવામાં આવી છે. આમાં સફળતા મળે અને યોગ્ય
સમાધાન થાય એમ આપણે ઈચ્છીએ.
जय सम्मेदशिखर! जय आदिनाथ!
શ્રાવણ સુદ સાતમનો દિવસ ભારતભરમાં તેમજ સોનગઢમાં “સમ્મેદશિખર દિન
તરીકે ઉજવાયો. તે દિવસે સર્વત્ર સમ્મેદશિખરજી તીર્થંના પૂજન–ભક્તિ વગેરે થયા.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક:– અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ. ભાવનગર