Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
શક્તિવાળા આત્માને જાણ્યો ને અનુભવ્યો કહેવાય. ત્યાં ધર્મીને વ્યવહારરત્નત્રયના
રાગનું ય કર્તૃત્વ કે સ્વામીત્વ રહેતું નથી. તે–તે કાળના વ્યવહારને જાણે છે પણ તેનો તે
સ્વામી થતો નથી. રાગરૂપ વ્યવહાર છે તેનો અકર્તા થયો ત્યારે તેના વ્યવહારને
વ્યવહાર કહ્યો.
આમાં સ્વ–સ્વામીત્વશક્તિનું પણ નિર્મળકાર્ય આવી ગયું. દ્રવ્યદ્રષ્ટિ થતાં પોતાની
નિર્મળપર્યાયના સ્વામીત્વપણે જ પરિણમ્યો ને રાગાદિના સ્વામીત્વપણે ન પરિણમ્યો,–
આવું સ્વસ્વામીત્વસંબંધ–શક્તિનું કાર્ય પ્રગટ્યું.
આવા આત્માના સ્વભાવમાં જે આવ્યો તે પરભાવથી નિવૃત્ત થયો, કેમકે
પરભાવનું કર્તૃત્વ આત્માના સ્વભાવમાં નથી. આત્માના અકર્તૃત્વસ્વભાવને જાણે ને
રાગનું કર્તૃત્વ રહે એમ બને નહિ. સ્વભાવને જાણતાં પર્યાય તે તરફ વળે એટલે રાગાદિ
પરભાવોથી નિવૃત્તિ થાય જ. પર્યાય અંતર્મુખ થઈને આત્માને જાણે ને પરભાવોથી
નિવૃત્તિ ન થાય એમ બને જ નહિ. સ્વભાવને જાણતાં જ રાગનું કર્તૃત્વ છૂટી જાય છે ને
જ્ઞાન પોતાના સ્વભાવમાં વળી જાય છે એટલે નિર્મળ જ્ઞાન–આનંદની પર્યાયો પ્રગટે
છે.–આવું ભેદજ્ઞાનનું ફળ છે.
આમાં અકારણકાર્યત્વશક્તિનું નિર્મળ કાર્ય પણ આવી ગયું. અંતરસ્વભાવની
દ્રષ્ટિથી જે નિર્મળપર્યાય પ્રગટી તેણે આખા આત્માને અકારણકાર્યસ્વરૂપ જાણ્યો, એટલે
પર્યાયમાંથી પણ રાગનું કારણપણું છૂટી ગયું; તથા તે નિર્મળપર્યાય પોતે રાગનું કાર્ય
પણ નથી; રાગને કારણ બનાવીને નિર્મળપર્યાયરૂપ કાર્ય થયું–એમ નથી. આ રીતે એક
આત્મસ્વભાવની પ્રતીતિ અને અનુભૂતિમાં તેના સર્વે ગુણોના નિર્મળકાર્યની પ્રતીત
ભેગી સમાઈ જાય છે.
जय जिनेन्द्र

PDF/HTML Page 22 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૧૯ :
ગત ભાદરવા વદ ચોથે રાત્રિચર્ચા વખતે ગુરુદેવે ઘણી

સુખ તો આત્માના ધ્રુવ–ચિદાનંદ સ્વભાવમાં છે; બહારના સંયોગ તો અધ્રુવ ને
અનિત્ય છે, તેમાં સુખ કેવું? ધર્મીએ પોતાના સ્વભાવનું સુખ જોયું છે એટલે બહારમાં
બધેથી તેની દ્રષ્ટિ હટી ગઈ છે.
મોટો પુણ્યવંત રાજકુમાર હોય, બાગબગીચા વચ્ચે મહેલમાં બેઠો હોય, બહારની
બધી વાતે સુખી હોય...પણ અંદર હૃદયમાં વિરક્ત થતાં માતાને કહે છે કે હે મા! મને
આમાં ક્યાંયે ચેન પડતું નથી...આમાં ક્યાંય મારું ચિત્ત લાગતું નથી. આત્માના
આનંદમાં જ્યાં અમારું ચિત્ત લાગ્યું છે ત્યાંથી તે ખસતું નથી, ને આમાં ક્યાંય અમારું
ચિત્ત ક્ષણમાત્ર લાગતું નથી.
મા કહે છે–બેટા! આમાં તને શું ખામી છે? તને કઈ વાતનું દુઃખ છે?
પુત્ર કહે છે–મા! આ સંયોગમાં ક્યાંય મને ચેન પડતું નથી; મારું ચિત્ત તો મારા
સ્વભાવના આનંદમાં લાગ્યું છે.
અરે, અમે તો આત્મા! –કે અમે તે દુઃખ?
–દુઃખ તે અમે કેમ હોઈએ? અમારો આત્મા તો સુખનો સાગર છે; તેમાં આ
દુઃખ શા? આ સંયોગ શા?
માતા! રજા આપો, અમે અમારા ચૈતન્યના આનંદને સાધીએ. આ સંયોગોથી
દૂર દૂર અંદર અમારી સ્વભાવગૂફામાં જઈને સિદ્ધ સાથે ગોષ્ટી કરીએ, ને સિદ્ધ જેવા
આનંદને અનુ–

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
ભવીએ. હે જનની! આ સંયોગમાં ક્યાંય અમને ચેન નથી, અમારું ચિત્ત તો આત્મામાં
લાગ્યું છે. (પ્રવચનસાર ગાથા ૨૦૧–૨૦૨ માં દીક્ષા પ્રસંગે દીક્ષાર્થી શરીરની જનની
વગેરેને વૈરાગ્યથી સંબોધે છે તે વાત ગુરુદેવે અહીં યાદ કરી હતી...જાણે આવો કોઈ દીક્ષા
પ્રસંગ નજરસમક્ષ બની રહ્યો હોય એવા ભાવો ગુરુદેવના શ્રીમુખથી નીકળતા હતા.)
–આ પ્રમાણે સંસારથી વિરક્ત થઈને એ રાજકુમાર દીક્ષા લ્યે ને અંદર લીન
થઈને આત્માના આનંદને અનુભવે.–વાહ, ધન્ય એ દશા!
બીજે દિવસે એ જ વૈરાગ્યના ફરી ફરી ઘોલનપૂર્વક પ્રવચનમાં પણ ગુરુદેવે
કહ્યું:– ધર્મી રાજકુમાર હોય ને વેરાગ્ય થતાં માતાને કહે કે હે માતાજી! આ રાજમહેલ ને
રાણીઓ, આ બાગબગીચા ને ખાનપાન એ સંયોગમાં ક્યાંય મને ચેન પડતું નથી,
એમાં ક્યાંય મને સુખ ભાસતું નથી; મા! આ સંસારનાં દુઃખો હવે સહ્યા જતાં નથી. હવે
તો હું મારા આનંદને સાધવા જાઉં છું.–માટે તું મને રજા આપ! આ સંસારથી મારો
આત્મા ત્રાસ પામ્યો છે, ફરીને હવે હું આ સંસારમાં નહિ આવું. હવે તો આત્માના
પૂર્ણાનંદને સાધીને સિદ્ધપદમાં જઈશું. માતા! તું મારી છેલ્લી માતા છો, બીજી માતા હવે
હું નહિ કરું, બીજા માતાને ફરી નહિ રોવડાવું. માટે આનંદથી રજા આપ. મારો માર્ગ
અફરગામી છે. સંસારની ચાર ગતિના દુઃખો સાંભળીને તેનાથી મારો આત્મા ત્રાસી
ગયો છે; અરે, જે દુઃખો સાંભળ્‌યા પણ ન જાય (સાંભળતાંય આંસુ આવે) એ તે દુઃખ
સહ્યા કેમ જાય? –એ દુઃખોથી હવે બસ થાવ...બસ થાવ. આત્માના આનંદમાં અમારું
ચિત્ત ચોટ્યું છે તે સિવાય બીજે ક્યાંય હવે અમારું ચિત્ત ચોટતું નથી. બહારના ભાવો
અનંતકાળ કર્યા હવે અમારું પરિણમન અંદર ઢળે છે અંદર જ્યાં અમારો આનંદ ભર્યો છે
ત્યાં અમે જઈએ છીએ. સ્વાનુભૂતિથી અમારો જે આનંદ અમે જાણ્યો છે તે આનંદને
સાધવા માટે જઈએ છીએ.
સ્વાનુભૂતિ વગર આત્માને આનંદ થાય નહિ. નવતત્ત્વોની ગૂંચમાંથી શુદ્ધનયવડે
ભૂતાર્થ સ્વભાવને જુદો પાડી, જે શુદ્ધાત્માની અનુભૂતિ કરી તેમાં કોઈ વિકલ્પો કે
ભેદોરૂપ દ્વૈત દેખાતું નથી, એકરૂપ એવો ભૂતાર્થ આત્મસ્વભાવ જ અનુભૂતિમાં પ્રકાશે
છે.–આવી અનુભૂતિ વગર આત્માને આનંદ થાય નહિ.
જ્યારે આવી અનુભૂતિ સહિત રાજકુમાર સંસારથી વિરક્ત થઈને માતા પાસે રજા
માંગે, ત્યારે માતા પણ ધર્મી હોય તે કહે કે ભાઈ! તું સુખેથી જા ને તારા આત્માને સાધ. જે
તારો માર્ગ છે તે જ અમારો માર્ગ છે. અમારે પણ એ જ સ્વાનુભૂતિના માર્ગે આવવાનું છે.

PDF/HTML Page 24 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૨૧ :
અહા, એ દ્રશ્યો કેવા હશે!! –કે જ્યારે નાનકડા વૈરાગી રાજકુમારો રજા માગે ને
ધર્મી માતા આવી રીતે તેને રજા આપતી હોય!
અહીં એક પ્રસંગને યાદ કરીને ગુરુદેવે કહ્યું: એક માણસને દીક્ષા લેવાની ભાવના
જાગી; તેની સ્ત્રી તથા માતા વગેરે રુએ ને રજા ન આપે. ત્યારે દિક્ષાની ભાવનાથી તે
માણસને ખૂબ રોવું આવ્યું. તેની મા આ જોઈ ન શકી, ને કહ્યું–ભાઈ, તું રડીશ માં! હું
તને દીક્ષા લેવાની રજા આપીશ. –આવા પ્રસંગને યાદ કરીને ગુરુદેવ ઘણા વૈરાગ્યથી
એક કડી બોલ્યા. જેમાં લગભગ આવા ભાવો હતા કે–
‘મા, જો તું રજાઆપે...તો સંયમના માર્ગે સંચરું.’
(સુખ–દુઃખના સ્વરૂપસંબંધી ચર્ચા)
જ્ઞાનસ્વરૂપી આત્મા પોતે સુખસ્વરૂપ છે; તેને બહારના આશ્રયે થતા રાગાદિ
આકુળભાવો તે દુઃખ છે.
સંયોગથી દુઃખ કે સંયોગથી સુખ માનનારાને આત્માના ઈન્દ્રિયાતીત
સુખસ્વભાવની ખબર નથી. સાતમી નરકમાં જે દુઃખ છે તે દુઃખ સંયોગોનું નથી પણ
પોતાના વિભાવની આકુળતાથી જ તે જીવ દુઃખી છે. જેમ દુઃખ સંયોગથી નથી તેમ સુખ
પણ કોઈ સંયોગથી નથી. મિથ્યાત્વાદિ ભાવો તે દુઃખરૂપ છે ને સમ્યક્ત્વાદિ ભાવો
સુખરૂપ છે. સુખ તે સ્વભાવ છે, દુઃખ તે વિભાવ છે, ને સંયોગ તો બંનેથી ભિન્ન છે.
બહારના સંયોગથી જે દુઃખ માને છે, તે સુખ પણ બહારના સંયોગથી જ માનશે,
એટલે સંયોગ વગરના અતીન્દ્રિય સુખની શ્રદ્ધા તેને નહિ થાય. દ્રષ્ટાંત–બટેટાની એકેક
કણિમાં અનંતા જીવો છે, તેઓ મોહભાવની તીવ્રતાથી મહા દુઃખી છે. ત્યાં ધગધગતી
સોય તેમાં ભોંકાય ને અનંત જીવો મરી જાય કે દુઃખી થાય,–ત્યાં તે સોયના સંયોગને
કારણે તે જીવોને દુઃખ છે–એમ સંયોગથી દુઃખ માનનાર જીવ દુઃખના સાચા સ્વરૂપને
ઓળખતો નથી. દુઃખ એને સંયોગનું નથી, એના ઊંધા ભાવનું દુઃખ છે. (એ જ પ્રમાણે
સાતમી નરક વગેરેમાં પણ સમજવું.)
તેવી જ રીતે સુખ પણ સંયોગનું નથી. અતીન્દ્રિય સુખ આત્માના સ્વરૂપમાં છે. તે
અતીન્દ્રિયસુખનો સ્વાદ જે ચાખે તે જ સુખના ને દુઃખના સાચા સ્વરૂપને ઓળખી શકે; ને
સંયોગથી સુખ–દુઃખ તે માને નહિ. અજ્ઞાનીને તો સુખનીયે ખબર નથી ને દુઃખના પણ

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
ખરા સ્વરૂપને તે જાણતો નથી. (દુઃખને વેદે છે ખરો, પણ તેના સ્વરૂપને તે જાણતો
નથી કે આ દુઃખ શેનું છે! સુખને તો તે વેદતોય નથી ને તેનું સ્વરૂપ પણ જાણતો
નથી.)
જેમ, આત્માના સ્વરૂપને જાણે તેને જ બંધના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય;
આત્માના અબંધસ્વભાવને અનુભવ્યા વગર બંધનું પણ સાચું જ્ઞાન ન થાય. તેમ
આત્માના અતીન્દ્રિયસુખને જે જાણે તે જ દુઃખના સ્વરૂપને ઓળખે; સુખના અનુભવ
વગર દુઃખનુંય સાચું જ્ઞાન થાય નહિ.
વાહ, જુઓ તો ખરા વસ્તુસ્થિતિ! નિશ્ચય વગરનો વ્યવહાર સાચો નહિ–એ
રહસ્ય પણ આમાં આવી ગયું.
આત્માનો સ્વભાવ એવો છે કે જેને જાણતાં જાણનારને સુખ થાય; પરદ્રવ્યમાં
એવો સ્વભાવ નથી. પરદ્રવ્યમાં સુખ નથી ને તેને જાણતાં જાણનારનેય સુખ નથી.
આત્મામાં સુખ છે ને તેને જાણતાં જાણનારને પણ સુખ છે.–આવો સ્વભાવ આત્મામાં
જ છે માટે આત્મા જ ‘સાર’ છે. એ વાત પહેલા જ કળશની ટીકામાં (નમ: સમયસાર
નો અર્થ કરતાં) શ્રી પં. રાજમલ્લજીએ કરી છે.
રે જીવ! આ જરાક દુઃખ પણ તારાથી સહન થતું નથી તો આના કરતાં મહાન
તીવ્રદુઃખો જેનાથી ભોગવવા પડે–એવા ઊંધાભાવને તું કેમ સેવી રહ્યો છે!
જો તને દુઃખનો ખરો ભય હોય તો તે દુઃખના કારણરૂપ એવા મિથ્યાત્વાદિ ઊંધા
ભાવોને તું શીઘ્ર છોડ.
નબળી આંખ કોની? * આંખ ઊઘડી!!
બે માણસો વાત કરતા હતા.
એક માણસે કહ્યું–હું સોયમાં દોરો પરોવી શક્તો નથી.
બીજો માણસ કહે–ત્યારે તમારી આંખ નબળી હશે! આંખે બરાબર સૂઝતું નહિ
હોય! હું તો એક સેકંડમાં દોરો પરોવી દઉં.

PDF/HTML Page 26 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૨૩ :
પહેલો માણસ કહે–ભાઈ, નબળી આંખ તો તારી છે, મારી આંખ તો કાંઈ
નબળી નથી.
બીજો માણસ આશ્ચર્ય પામીને કહે–એમ કેમ કહો છો?
પહેલો માણસ કહે–સાંભળ ભાઈ! મારી તો આંખ જડ–ચેતનની ભિન્નતારૂપ
યથાર્થ વસ્તુસ્વરૂપને જોઈ શકે છે, એટલે તે તો કાંઈ નબળી નથી; તે તો
અતીન્દ્રિયસ્વરૂપને પણ જાણી લ્યે એવી બળવાન છે! નબળી આંખ તો તારી છે કે જે
યથાર્થ વસ્તુસ્વરૂપને જોઈ શક્તી નથી. જડ શું, ચેતન શું, બંનેની ભિન્ન ભિન્ન ક્રિયાઓ
ક્યા પ્રકારે થાય છે–એ બધાને મારી આંખો (જ્ઞાનચક્ષુ) દેખી લ્યે છે એટલે તે તો
નિર્દોષ છે. સોય શું દોરો શું, આત્મા શું,–તે દરેકની ભિન્નભિન્ન ક્રિયાઓ શું, તેને તારી
આંખ દેખતી નથી, અજ્ઞાનદોષથી દુષિત તારા ચક્ષુ જડ–ચેતનને ભિન્નભિન્ન દેખી
શક્તા નથી ને દ્રષ્ટિદોષથી એકબીજામાં ભેળવી દે છે; તેથી તારા ચક્ષુ જ નબળા છે,
મારા નહિ.
તેની આ વાત સાંભળીને બીજા માણસની આંખ ઊઘડી ગઈ, ને તેણે કહ્યું–અહો,
તમે મને ખરી આંખ આપી! પહેલાં હું અંધ હતો એટલે જડથી ભિન્ન મારા અસ્તિત્વને
હું દેખી શકતો ન હતો...હવે મારી આંખ ઊઘડી, જ્ઞાનચક્ષુ ખુલ્યા, ને જડથી ભિન્ન મારું
જ્ઞાનસ્વરૂપ મને દેખાયું. હું તો જ્ઞાન છું. ‘ખરેખર, સોયમાં દોરો હું પરોવી શક્તો નથી.’
–એ જડની ક્રિયાનો કર્તા હું કેમ હોઉં.?
આત્માર્થીની નિસ્પૃહતા (બે જ્ઞાનીની વાત) (ચર્ચા ચાલુ)
સૂર્ય આપણને પ્રકાશ આપે છે. બે જ્ઞાની વાત કરતા હતા.
એક કહે–સૂર્ય મરી જાય તો શું થાય?
બીજો કહે–તો ચન્દ્ર તો છે ને!
ચંદ્ર મરે તો? ...........તારા તો છે ને!
તારા મરે તો? .........દીવો તો છે ને!
દીવો ય ન હોય તો? ......તો આ સ્વયંપ્રકાશી આત્મા તો છે ને!
‘સ્વયંપ્રકાશી આત્માને બીજા પ્રકાશની ક્યાં જરૂર છે?”
“આત્મા કદી મરતો નથી,” “આત્મા અવિનાશી છે.”
સમ્યગ્જ્ઞાનદીપિકાના આધારે ઉપરની વાત યાદ કરીને થોડીવારે ગુરુદેવે અંદરની
ગંભીરતાથી ઘણા વર્ષ પહેલાંના એક પ્રસંગનો ઉલ્લેખ કરીને કહ્યું? આ ભાઈ વગેરેની
અનુકૂળતા છે ને

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
આજીવિકા વગેરેનો યોગ છે. પણ કદાચિત એ બંધુ વગેરેનો વિયોગ થઈ જાય તો પછી
તમારું કોણ? ને તે વખતે તમારા મનમાં શું થાય? ને તમને કેવા ભાવ આવે? એમ
એકવાર પરીક્ષા માટે એક જ્ઞાનીને પૂછયું. ત્યારે ગંભીર વૈરાગ્યથી તે ઉત્તર આપે છે કે–
તો મને એમ થાય કે અરે, એમને આવો મનુષ્યભવ મળ્‌યો, આત્માના લાભનો આવો
અવસર મળ્‌યો, ને આત્માનો લાભ લીધા વગર ચાલ્યા ગયા!’ આટલું કહ્યા પછી
ગુરુદેવે ઘણા ભાવથી કહ્યું–જુઓ જ્ઞાનીને અંદર આત્માની ધૂન આડે બહારની દરકાર
નથી. આત્માના વિશ્વાસ આડે બહારની ચિન્તા નથી કે મારું શું થશે! એમ ઘણા પ્રકારે
જ્ઞાનીની નિસ્પૃહ આત્માર્થીતાનો ઘણો મહિમા કર્યો હતો. (ગુરુદેવે તો નામઠામ સહિત
વિગતથી વાત કરી હતી. પણ અહીં માત્ર તેના ભાવોનો ઉલ્લેખ કર્યો છે.)
(અણધારી આવી સરસ ચર્ચા નીકળતાં ગુરુદેવનેય પ્રસન્નતા થઈ, ને કહ્યું કે
આવી ચર્ચા ક્યારેક જ નીકળે છે. શ્રોતાઓ પણ તે સાંભળીને પ્રમોદિત થયા; કોઈને તો
વૈરાગ્યરસના આંસુ પણ આવી ગયા. તે વિરલ ચર્ચાનો નમૂનો અહીં આપ્યો છે: બાકી
સીધા શ્રવણની તો વાત કોઈ જુદી છે. વૈરાગ્યપ્રેરક અને તત્ત્વજ્ઞાનથી ભરેલી સુંદર ચર્ચા
મુમુક્ષુઓના જયનાદપૂર્વક પૂરી થઈ.)
जय जिनेन्द्र
“સ્વાનુભવનો આનંદ”
થોડા દિવસ પહેલાં એકવખત
પ્રવચનમાં સ્વાનુભવ સંબંધી સરસ આનંદકારી
વાત આવી; તેના અનુસંધાનમાં ત્રીસ વર્ષ
પહેલાંની આત્મિકચર્ચા ગુરુદેવે યાદ કરી; ને
પ્રવચન પૂરું થયા પછી ઘણા પ્રમોદથી ગુરુદેવ
નીચેનું વાક્ય બોલ્યા–
“જ્ઞાનની લીલી વાડીમાં આત્મા આનંદની રમત રમે છે.”
જાણે કે એક વાક્યની ગંભીરતામાં
ગુરુદેવ જ્ઞાનીના સ્વાનુભવનું ઘણું ઘણું વર્ણન
વ્યક્ત કરતા હોય એમ લાગ્યું.

PDF/HTML Page 28 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૨૫ :
વાંચકો સાથે વાતચીત
(સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
આ વિભાગ એ વાંચકોનો વિભાગ છે; આમાં વ્યક્ત થતા
વિચારો એ આપણા જિજ્ઞાસુ પાઠકોના વિચારો છે; ‘આત્મધર્મ’ દ્વારા
પૂ. ગુરુદેવનો ઉપદેશ પ્રાપ્ત કરીને જિજ્ઞાસુપાઠકોને જે હર્ષોલ્લાસ થાય
છે અને ગુરુદેવ પ્રત્યે જે ભક્તિ–બહુમાનની ઉર્મિઓ જાગે છે તે
યત્કિંચિત તેઓ આ વિભાગદ્વારા વ્યક્ત કરે છે. આવેલા સેંકડો
પત્રોમાંથી બેચાર પત્રો અહીં પ્રગટ કરીએ છીએ; તેમજ
જિજ્ઞાસુપાઠકોના યોગ્ય પ્રશ્નોનું સમાધાન પણ આ વિભાગદ્વારા
કરવામાં આવે છે. તેથી આ વિભાગ સૌને પ્રિય છે.
* સરદારશહેરથી શ્રી દીપચંદજી
શેઠિયાના પૌત્રી પ્રતિભાબેન (ઉમર વર્ષ ૯)
લખે છે કે–હમારે નારાયણપરિવારમેં સૂર્યોદયસે
પહલે નિત્ય નીમ્ન પદસે બચ્ચોંકો સાવધાન
(જાગૃત) કિયા જાતા હૈ–
મોહનીંદસે અબ તો જગીએ,
ક્યા સૂતે બેહાલજી!
કલ્પિતસુખકી દુઃખમય ઘડિયાં,
અન્દરકા ક્યા હાલજી!
સ્વ–પર સમઝને અબ હી લગીએ,
હેરા ફેરી ટાલજી,
આનંદઘનકી અમૃત ઘડીયાં,
આતમકો સંભાલજી......
* પ્રશ્ન:– અંજનાસતીએ એવા ક્યા કર્મ
કર્યા કે આટલું બધું દુઃખ પડ્યું? (નં. ૮૧)
ઉત્તર:– પૂર્વ ભવમાં પટરાણીપદના
અભિમાનથી તેણે જિનેન્દ્રદેવની પ્રતિમાનો
અનાદર કર્યો હતો ને ધર્મની નિંદા કરી હતી,
તેથી તેને આવું દુઃખ પડ્યું. (વિશેષ જાણવા
માટે બે સખી પુસ્તક પાનું ૩૭ થી ૪૧
વાંચો)
गाना है, गाना गाना तो–
तुम चेतनके ही गुण गाना।
पथ पथिक यदि बनना चाहो,
निजपथ पर निजको ले जाना।
* પ્રશ્ન:– મોહમયી મુંબઈનગરીનો મોહ
છોડવા માટેનો સરળ માર્ગ બતાવશો? (નં.
પ૮૨)
ઉત્તર:– જી હા! સોનગઢના સંતોની
શીતળછાયામાં વસવું એટલે મુંબઈનો મોહ છૂટી
જશે.

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
પ્રશ્ન:– સંસારદશામાં ન હોય તે ક્યો
ભાવ? (નં ૪૭)
ઉત્તર:– સંસારદશામાં પાંચે ભાવો
સંભવી શકે છે.
પ્રશ્ન:– મોક્ષદશામાં ન હોય તે ક્યો
ભાવ?
ઉત્તર:– ઉદય, ઉપશમ, ક્ષયોપશમ એ
ત્રણ ભાવ મોક્ષમાં ન હોય; ક્ષાયિક અને
પારિણામિક એ બે ભાવ હોય.
આત્મધર્મના ગતાંકમાં પૃ. ૩૯ લાઈન
૬ માં સં. ૧૯૨૪ છપાયેલ છે. તેને બદલે સં.
૨૦૨૪ વાંચવું. ધ્યાન ખેંચનાર ભાઈનો
આભાર!
પ્રશ્ન:– આપણે કઈ વસ્તુનો ત્યાગ
કરવો જોઈએ! (નં. ૧૪૩પ)
ઉત્તર:– મિથ્યાત્વનો અને રાગદ્વેષનો.
પ્રશ્ન:– મોક્ષની વ્યાખ્યા શું?
ઉત્તર:– દુઃખથી સંપૂર્ણ છૂટકારો, ને
સંપૂર્ણ સુખની પ્રાપ્તિ. (અથવા ‘મોક્ષ કહ્યો નિજ
શુદ્ધતા.’)
પ્રશ્ન:– ચારિત્ર એટલે શું? ધર્મની દ્રષ્ટિએ
તેનું શું મહાત્મ્ય છે? (નં. ૧૪પપ)
ઉત્તર:– પોતાના જ્ઞાનદર્શનસ્વરૂપ
આત્મામાં ચરવું તે ચારિત્ર છે; તે ધર્મ છે; તે
મોક્ષનું સાક્ષાત્ કારણ છે. એ રીતે ચારિત્રનો
અપાર મહિમા છે. ચારિત્રધારી મુનિવરો
મહાનપૂજ્ય પરમેષ્ઠી છે. પણ, આવું ચારિત્ર
સમ્યગ્દર્શન વગર હોતું નથી. માટે ધર્મનું મૂળ
સમ્યગ્દર્શન કહ્યું છે.
ઘણા બાળકો લખે છે કે બાલવિભાગ
ચાલુ થયા પછી અમે આખુંય આત્મધર્મ વાંચીએ
છીએ ને અમને બહુ મજા પડે છે; ઘણું નવું નવું
જાણવાનું મળે છે. બંધુઓ! તમે સૌ ઉત્સાહથી
ભાગ લઈ રહ્યા છો તે જાણીને સન્તોષ; ગુરુદેવની
છાયામાં હજી આથી પણ વિશેષ આગળ વધો.
બેંગલોરથી સ. નં. ૭પ૪ લખે છે–
“જબસે બાલવિભાગ ચાલુ હૂઆ હૈ તબસે અંક
બરાબર પઢતા હૂં ઔર દિનરાત ઐસી અભિલાષા
હૈ કિ વો દિન કબ આયેગા–જબ મેં પૂજ્ય
ગુરુદેવકે પાસ પ્રવચન મંડપમેં (યાને ભાવી
તીર્થંકરકે સમવસરણમેં) બૈઠકર ધર્મમેં આગે
બઢૂં!–ઈસ અપૂર્વ અવસરકી રાહ દેખ રહા હૂં.”
ભાઈ! રવીન્દ્રકુમાર! તમારા બ્હેન
ચંદ્રલેખા (આપણા બાલવિભાગનાસભ્ય નં.
૨૨પ) તેમણે આઠ દિવસના ઉપવાસના પારણા
પ્રસંગે બાલવિભાગને ખાસ યાદ કરીને રૂા.
૧૧) ભેટ મોકલ્યા તે મળ્‌યા છે. તે બદલ
આગળ વધીને વીતરાગી–દેવ–ગુરુ શરણે તે
આત્મહિત પામે એમ ઈચ્છીએ છીએ.
પ્રદીપભાઈ જૈન, રાજકોટ
(વીરજીભાઈના પ્રપૌત્ર) તમારા વતી તમારા
ભાઈએ જે પત્ર લખ્યો તેમાં તમારી લાગણી
જાણીને વૈરાગ્ય આવે એવું છે. તમે ભલે લખી
શક્તા નથી પણ તમારી લાગણી જોઈને અમે
તમને બાલવિભાગના પરિવારમાં દાખલ કર્યા
છે ને તમારો સભ્ય નં. ૧પ૬૩ છે. ભાઈ,
શરીરની સ્થિતિ ગમે તેવી હોય, પણ આવું
માનવપણું ને આવું જૈનકૂળ મળ્‌યું તે મોટા
ભાગ્યની વાત છે. તેમાં તમારા કુટુંબીજનો
તમને ધર્મના સંસ્કાર રેડીરેડીને તમારું
માનવપણું સફળ બનાવે જેથી ફરીને આવો
દુઃખદાયી અવતાર ન મળે એમ ઈચ્છીએ છીએ.
ઉમરાળાથી સ. નં ૭૬૯ લખે છે–
“અહીં જિનમંદિરમાં તથા જન્મધામમાં દર્શન
કરવા રોજ જઈએ છીએ. પણ જો અત્રે
પાઠશાળા ચાલતી હોય તો ઘણો જ આનંદ
આવે. જામનગરનો દિ. જૈન સંઘ અત્રે આવેલ
ને ઘણા જ ઉલ્લાસભાવથી ભક્તિ કરી હતી.”
સોનગઢથી પગે ચાલીને બીજા કોઈ
ગામના દિગંબર જિનમંદિરમાં ભગવાનના દર્શન
કરવા જવું

PDF/HTML Page 30 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૨૭ :
હોય તો ઉમરાળા (ગુરુદેવનું જન્મધામ) સૌથી
નજીક પડે; ત્યાં સીમંધર ભગવાન બિરાજે છે.
સોનગઢથી ભાવનગર ૧૮ માઈલ છે,
પાલીતાણા ૧૪ માઈલ છે ને ઉમરાળા તો ફક્ત
૧૧ માઈલ (સાડાપાંચ ગાઉ) દૂર છે. પહેલાં
ગુરુદેવ જ્યારે પાદવિહાર કરતા ત્યારે
સોનગઢથી (ધારૂકા થઈને) ઉમરાળા ગુરુદેવ
સાથે ચાલીને જવાની અમને બહુ મજા પડતી.
પ્રશ્ન:– સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે, તો
પહેલાં મારે શું કરવું? (૧પ૮૮)
ઉત્તર:– સમ્યગ્દ્રષ્ટિ જીવોને ઓળખીને
તેમનો સત્સમાગમ કરવો.
એક સભ્ય પૂછે છે કે કોઈક પ્રશ્નોનો
જવાબ ન આવડતો હોય તો શું કરવું?–જવાબ
ન આવડતો હોય તો મુંઝાવું નહિ પણ વડીલોને
પૂછીને શીખી લેવું; ને પછી પોતાના હાથે તે
જવાબ લખવો.
પ્રશ્ન:– પાંચ પાંડવ અત્યારે ક્યાં છે?
(નં. ૧૦૦પ સુરેન્દ્રનગર)
ઉત્તર:– યુધિષ્ઠિર ભીમ અને અર્જુન એ
ત્રણ પાંડવો સિદ્ધાલયમાં (સિદ્ધક્ષેત્ર શત્રુંજયના
બરાબર ઉપરના ભાગમાં) બિરાજે છે; ને નકુલ
તથા સહદેવ એ બે સ્વર્ગમાં છે.
કટની (મધ્યપ્રદેશ) ના શ્રી સ. સિ.
ધન્યકુમારજી શેઠ પોતાના સોનગઢના
અનુભવનું વર્ણન કરતાં અંતમાં લખે છે કે–
“મેરી કલ્પનામેં તો યહ આયા કિ
સર્વાર્થસિદ્ધિ કે દેવોમેં ભી જો અધ્યાત્મ ચર્ચામેં
૩૩ સાગર બીત જાતે હૈ વહ સર્વથા સત્ય હૈ;
યહ (સોનગઢ) નગરી તો ઉસી કા નમૂના હૈ,
ઈસે હમ અબ “સર્વાર્થસિદ્ધિ પુરી” કહેં તો
અત્યુક્તિ નહીં હોગી.” (जैनसन्देशમાંથી)
શ્રી દિગંબર જૈન વિદ્યાલય, રામગઢ
(જયપુર) તરફથી શ્રીમાન ઈન્દ્રચન્દ્રજી જૈન
મારફત રૂા. ૧૧૦૦) શ્રી જૈન સ્વાધ્યાયમંદિર
ટ્રસ્ટ ઉપર બાલવિભાગના બાળકોને કોઈ
પુસ્તક ભેટ આપવા માટે આવ્યા છે...તે બદલ
તેમને ધન્યવાદ. (બાલવિભાગ તથા આત્મધર્મ–
વિકાસ માટે આવેલ પરચુરણ રકમોની યાદી આ
અંકમાં આપી શકાઈ નથી.)
સૂચના–
આત્મધર્મના જિજ્ઞાસુપાઠકો તથા
બાલવિભાગના બાળકો આ વિભાગમાં ખૂબ
રસ લઈ રહ્યા છે ને તત્ત્વજિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો
પૂછી રહ્યા છે. આપ સૌ પ્રશ્ન પૂછો ને ધર્મમાં રસ
લ્યો તે જરૂર પ્રશંસનીય છે; પરંતુ આપણા
આત્મધર્મની શક્તિ મર્યાદિત છે, એટલે ખાસ
સૂચના કરવાની કે એક સાથે એકથી વધુ પ્રશ્નો
ન મોકલશો.
આપે પૂછેલા પ્રશ્નનો જવાબ ન આવે
ત્યાં સુધી (અથવા ત્રણ માસ સુધી) નવા પ્રશ્નો
ન મોકલશો.
બંને ત્યાંસુધી આપના ઘરના વડીલોને
પૂછીને સમાધાન મેળવી લેશો.
जय जिनेन्द्र

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
ઉ પા દે ય – પ રં પ રા
જગતમાં પૃથક્ પૃથક્ અનંતા જીવો છે; તેના
કરતાં અનંતાનંતગુણા પુદ્ગલો છે; ધર્માસ્તિ–
અધર્માસ્તિ–આકાશ એ પ્રત્યેક એકેકછે; કાળના
અણુ અસંખ્યાત છે.
આવા છ દ્રવ્યસ્વરૂપ લોકમાં જીવદ્રવ્ય જ
ઉપાદેય છે.
તેમાંય જો કે શુદ્ધનિશ્ચયથી શક્તિઅપેક્ષાએ
બધા જીવો ઉપાદેય છે, તો પણ વ્યક્તિઅપેક્ષાએ
પંચપરમેષ્ઠિી ઉપાદેય છે.
તેમાં પણ વિશેષપણે અરિહંત ને સિદ્ધ
ઉપાદેય છે.
તેમાં પણ સિદ્ધ ઉપાદેય છે.
અને પરમાર્થથી તો, મિથ્યાત્વ–રાગાદિ
વિભાવ પરિણામોની નિવૃત્તિના કાળે એટલે કે
નિર્વિકલ્પધ્યાનમાં સ્વકીય શુદ્ધાત્મા જ ધર્મીને
ઉપાદેય છે.
એ પ્રમાણે ઉપાદેય–પરંપરા જાણવી. અને
સ્વસન્મુખ ધ્યાનવડે પોતાના શુદ્ધાત્માને ઉપાદેય
કરવો.
એમ કરવાથી ઉપરના બધા ઉપાદેયપદ
પ્રગટી જાય છે.
(જુઓ પરમાત્મપ્રકાશ અ. ૨ ગા. ૨૨ ની
ટીકા)

PDF/HTML Page 32 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૨૯ :

પરમાર્થે પંચપરમેષ્ઠિ આત્મા જ છે, આત્માની જે નિર્મળદશા તેમાં જ
અરિહંતપણું–સિદ્ધપણું વગેરે સમાય છે. આત્માના ધ્રુવ–સામર્થ્યમાં અરિહંતપણું–સિદ્ધપણું
ભરેલું છે. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં કહે છે કે અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને
ઓળખતાં આત્માનું પરમાર્થસ્વરૂપ જણાય છે, અને તેના દર્શનમોહનો નાશ થાય છે.
અરિહંતને પર્યાયમાં જે કાર્ય પ્રગટ્યું તેનું કારણ આત્મામાં પડ્યું છે; તેની સન્મુખ થઈને
તેને ધ્યાવતાં પરમ આનંદ પ્રગટે છે. આત્મામાં અરિહંતપણું શક્તિરૂપે ભર્યું છે તેથી તેના
ધ્યાનવડે તૃપ્તિ થાય છે. પંચપરમેષ્ઠીપણું આત્માના સ્વભાવમાં છે તેથી ખરેખર આત્મા જ
સદાય શરણ છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવ મોક્ષપ્રાભૃત ગા. ૧૦૪ માં કહે છે કે–
અર્હન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ–પરમેષ્ઠી છે તે પણ
આત્મામાં જ સ્થિત છે, તેથી મને આત્મા જ શરણરૂપ છે. પાંચે પદરૂપ નિર્મળદશા
આત્મામાંથી પ્રગટે છે, ક્યાંય બહારથી નથી આવતી. પોતામાં એવી પરમેષ્ઠી–દશા પ્રગટ
કરીને આચાર્યદેવ કહે છે કે પ્રગટપણે આત્મા જ મારું શરણ છે...તે જ ઉપાદેય છે.
પરમાત્મપ્રકાશમાં (અ. ર. ગા. ૨૨ ની ટીકામાં) પણ કહ્યું છે કે જગતના
પદાર્થોમાં જીવ ઉપાદેય છે, જીવોમાં પંચપરમેષ્ઠી, પંચપરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધ,
તેમાં પણ સિદ્ધ ઉપાદેય છે; પરંતુ આ બધાના લક્ષે હજી વિકલ્પ થાય છે. અંતરમાં
નિર્વિકલ્પ ધ્યાનરૂપ સમાધિકાળે તો પોતાનો શુદ્ધઆત્મા જ ઉપાદેય છે. ત્યાં પર ઉપર કે
પર્યાયના ભેદ ઉપર લક્ષ રહેતું નથી.
આત્મા જ ઉત્તમપદાર્થ છે, કેમકે તેના જ ધ્યાનવડે ઉત્તમપદ પ્રગટે છે.
અહીં પણ યોગસાર ગા. ૧૦૪ માં કહે છે કે–
નિશ્ચયથી આત્મા જ અર્હન્ત છે, આત્મા જ સિદ્ધ છે, આત્મા જ આચાર્ય છે,
આત્મા જ ઉપાધ્યાય છે તથા આત્મા જ મુનિ છે. એ પાંચ પદરૂપ પવિત્રદશા આત્મામાં
જ છે. તેથી આત્માનું શરણ કરતાં તે દશા પ્રગટી જાય છે. બહારમાં પંચ પરમેષ્ઠીનું
શરણ કહેવું કે તેમને ઉપાદેય કહેવા તે વ્યવહાર છે, વ્યવહારથી તે પૂજ્ય છે, પણ
નિશ્ચયથી તો પોતાનો શુદ્ધ આત્મા જ શરણરૂપ ને ઉપાદેય છે; કે જેને ઉપાદેય કરતાં
કેવળજ્ઞાન અને સિદ્ધપદ એકક્ષણમાં પ્રગટી જાય છે.

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
સન્તો કહે છે કે ભાઈ! તું અલ્પ નથી–નાનો નથી પણ મોટો છો, સર્વજ્ઞ જેવડો
તું છો; સિદ્ધપણાનું સામર્થ્ય તારામાં ભર્યું છે, અનંતચતુષ્ટયનો ભંડાર તારા સામર્થ્યમાં
ભર્યો છે.–આવા સ્વરૂપે આત્માને ચિન્તવતાં ધ્યાનમાં જે પરમ તૃપ્તિ ને આનંદ
અનુભવાય છે તે અંદરના ભૂતાર્થ–સત્યસ્વભાવને લીધે જ અનુભવાય છે. અત્યારે પણ
આત્માને શુદ્ધચિન્તવવો એ કાંઈ કલ્પના નથી પણ યથાર્થ છે.
ભાઈ, તારા સત્સ્વભાવનો ભરોસો કરીને તેનું ધ્યાન કર. અંદર સ્વભાવમાં
સિદ્ધપણું છે તે સત્ છે, તે સત્નું ધ્યાન આનંદ ઉપજાવે છે. આત્માના સ્વરૂપને ધ્યાવતાં
રત્નત્રયરૂપ પરિણમીને પોતે જ સાધક (આચાર્ય–ઉપાધ્યાય–સાધુ) થાય છે, ને
કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટય પ્રગટ કરીને પોતે જ અર્હંત ને સિદ્ધ થાય છે. આત્માનું
સ્વરૂપ જ આવું છે. તેમાં ઉપયોગ મુકતાં સહેજે નિર્વિકલ્પતા થઈ જાય છે–એવો જ
સ્વભાવ છે. માટે સ્વસન્મુખ થઈને તારા શુદ્ધ આત્માને તું ઉપાદેય કર એવો ઉપદેશ છે.
• • • • •
ચારિત્રદશા કોને હોય?
પુરુષાર્થસિદ્ધિઉપાયમાં શ્રી અમૃતચંદ્રસ્વામી કહે છે કે–
विगलित दर्शनमोहैः समञ्जसज्ञानविदिततत्त्वार्थैः।
नित्यमपि निःप्रकम्पैः सम्यक्चारित्रमालम्ब्यम।।३७।।
જેમણે દર્શનમોહને નષ્ટ કર્યો છે, જેમણે સમ્યગ્જ્ઞાન વડે તત્ત્વાર્થને વિદિત કર્યો છે અને
જેઓ સદાકાળ અકંપ દ્રઢચિત્ત છે એવા પુરુષોદ્વારા સમ્યક્ ચારિત્ર અવલમ્બન કરવાયોગ્ય છે.
ભાવાર્થ:– સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પછી સમ્યક્ચારિત્ર અંગીકાર કરવું જોઈએ
न हि सम्यक्व्यपदेशं चरित्रमज्ञानपूर्वकं लभते।
ज्ञानान्तरमुक्तं चारित्राराधनं तस्मात्।।३८।।
અજ્ઞાનપૂર્વક જે ચારિત્ર હોય તે સમ્યક્ કહેવાતું નથી, તેથી ચારિત્રનું આરાધન
સમ્યગ્જ્ઞાનની પછી કહ્યું છે.
ભાવાર્થ:– જો પહેલાં સમ્યગ્જ્ઞાન ન હોય, ને તેના વિના પાપક્રિયાનો ત્યાગ કરીને
ચારિત્રભાર ધારણ કરે તો તે ચારિત્રને સાચું ચારિત્ર કહેવાતું નથી; જેમ અજાણી ઔષધિના
સેવનથી મરણનો સંભવ છે તેમ જ્ઞાન વગરના ચારિત્રથી સંસારની વૃદ્ધિનો સંભવ છે. જેમ
જીવ વગરના મૃતક શરીરમાં રહેલ ઈન્દ્રિયોનો આકાર નિષ્પ્રયોજન છે તેમ સમ્યગ્જ્ઞાન વગર
શરીરનો વેષ કે ક્રિયાકાંડ સાધન તે શુદ્ધોપયોગની પ્રાપ્તિના સાધન થઈ શક્તાં નથી.

PDF/HTML Page 34 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૩૧ :
જૈન શાસન
(પંદરમી વખતના પંદરમી ગાથાના પ્રવચનમાંથી સ્વાનુભૂતિપ્રેરક પંદર બોલ)
(૧) પોતામાં કે પરમાં પરલક્ષી જ્ઞાનના ઉઘાડની જેને મહત્તા છે ને
સ્વાનુભૂતિની મહત્તા નથી તેને અનુભૂતિવાળા જ્ઞાનીનો સાચો મહિમા આવશે જ નહિ;
અનુભૂતિની મહત્તાની તેને ખબર જ નથી એટલે અનુભૂતિવંત જ્ઞાની ધર્માત્માને તે
ઓળખી શકશે નહિ, ને ઓળખ્યા વગર સાચો મહિમા ક્યાંથી આવે?
(૨) ભગવાનની વાણીમાં જે ચાર અનુયોગ આવ્યા તે બધાનો સાર શું? કે
શુદ્ધ આત્માની અનુભૂતિ તે બધાનો સાર છે, તે જ જિનશાસન છે, તે જ સર્વ શાસ્ત્રનો
સાર છે. આવી અનુભૂતિ વગર જૈનશાસનને જાણ્યું ન કહેવાય.
(૩) જૈનશાસન એટલે શું? જૈનશાસન એટલે જિનની શિખામણ; જિનની
શિખામણ એટલે વીતરાગની શિખામણ; વીતરાગની શિખામણ વીતરાગતાની જ હોય;
ને વીતરાગતા શુદ્ધ –આત્માના અનુભવથી જ થાય. માટે–
જેણે શુદ્ધાત્માની અનુભૂતિવડે વીતરાગભાવ પ્રગટ કર્યો તેણે જ વીતરાગી
જિનની શિખામણ માની; તેણે જ જૈનશાસનને જાણ્યું, ને તે જ સાચો જૈન થયો.
(૪) આખા જિનશાસનને એટલે કે જિનભગવાનના સર્વે ઉપદેશને તારે
જાણવો હોય તો તારા શુદ્ધઆત્માની અનુભૂતિ કર. શુદ્ધઆત્માની અનુભૂતિ તે જ
જિનશાસનનો સાર છે. આવી સ્વાનુભૂતિનો જેને મહિમા નથી ને બહારના જાણપણાનો
કે શુભરાગનો જેને મહિમા છે, –તેમાં જેને અધિકતા ભાસે છે, તેને અંતરમાં સ્વાનુભૂતિ
પામેલા ધર્માત્મા પ્રત્યે સાચું બહુમાન આવશે નહિ, એટલે તે પોતે જાણપણાની
અધિકતામાં અટકીને અંતરની સ્વાનુભૂતિ કરી શકશે નહિ.
(પ) બાર અંગનું જ્ઞાન સ્વાનુભૂતિવાળા જીવને જ થાય છે. શુદ્ધઆત્માની
અનુભૂતિથી સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર બાર અંગનું જ્ઞાન કોઈને થાય નહિ. પણ
સ્વાનુભૂતિવાળા જીવને માટે એવી કોઈ ટેક કે નિયમ નથી કે બાર અંગનું જ્ઞાન તેને
હોવું જ જોઈએ. સ્વાનુભૂતિની કોઈ અચિન્ત્ય વિશેષતા છે, તેમાં ઘણી ગંભીરતા છે.
(૬) આત્માના શુદ્ધસ્વભાવને અવલંબીને પ્રગટેલા શાંતિના વેદનરૂપ નિર્મળ
ભાવને આત્મા કહીએ છીએ. શુભાશુભભાવમાં આકુળતારૂપ દુઃખવેદન છે, તે
દુઃખવેદનને આત્મા કહેતા નથી, તે ‘અનાત્મા’ છે. આત્માના

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
શાંત ભાવનું વેદન જેમાં થાય તે જ આત્મા છે. જેને વિપરીત કહ્યા, અચેતન કહ્યા ને
અનાત્મા કહ્યા–એવા શુભભાવ તે તો દુઃખ અને આસ્રવ છે, તેના વડે મોક્ષ કેમ સધાય?
અજ્ઞાની તેને ધર્મ કહે છે, અહીં આચાર્યદેવ કહે છે કે તે ‘અનાત્મા’ છે, દુઃખ છે.
(૭) અરે ભાઈ, જેમાં દુઃખનું વેદન એને તે આત્મા કોણ કહે? આત્માને જે
દુઃખ આપે તેને આત્માનું સ્વરૂપ કેમ કહેવાય? તેને જૈનધર્મ કેમ કહેવાય? જ્ઞાનસ્વરૂપ
આત્માની અનુભૂતિ તે જ આનંદરૂપ છે, તે જ જૈનધર્મ છે, તે જ આત્માનું સ્વરૂપ છે.
આવા આત્માની અનુભૂતિનો ઉપદેશ ભગવાને આપ્યો છે.
(૮) ભાઈ, ચૈતન્યનું આરામ–ધામ તો સ્વાનુભૂતિના શુદ્ધ ભાવમાં છે, રાગ
કાંઈ તારા આરામનું સ્થાન નથી, તે તો આકુળતાનું સ્થાન છે. જેમાં આત્માને આનંદ
ન આવે તે ભાવને આરામનું સ્થાન કોણ કહે? સ્વાનુભૂતિ વગર શુભભાવ કરીને
નવમી ગ્રવેયકે જનારને પણ આત્માની શાંતિનું જરાય વેદન ન થયું, એકલું દુઃખનું જ
વેદન થયું.
(૯) અરે, આત્માની સ્વાનુભૂતિનો સ્વાદ, અજ્ઞાનીએ કદી જાણ્યો નહિ.
આનંદમૂર્તિ આત્માનો જે વીતરાગીસ્વાદ, તે સ્વાનુભૂતિમાં પ્રગટે છે, ત્યાં તે
અનુભૂતિમાં આત્મા જ પ્રગટ્યો એમ કહ્યું; એનું નામ ‘સામાન્યનો આવિર્ભાવ’
કહેવાય; એને જૈનશાસન કહેવાય, એને સ્વાનુભૂતિ કહેવાય, એને આત્મસાક્ષાત્કાર
કહેવાય.
(૧૦) જેને પરસન્મુખપણે એકલા રાગનું વેદન છે તેને પરજ્ઞેયનું જ વેદન છે,
સ્વજ્ઞેયનું વેદન તેને નથી. સ્વજ્ઞેયના વેદનમાં તો શાંતિ હોય, પરસન્મુખ જોઈને જે
લાભ માને છે તે પર જ્ઞેયમાં જ આસક્ત રહે છે, તે સ્વજ્ઞેય તરફ વળતો નથી એટલે
સ્વજ્ઞેયની શાંતિનું વેદન તેને થતું નથી; તે પરજ્ઞેયના સ્વાદમાં જ એકાકારપણે આસક્ત
છે. સ્વજ્ઞેયનો જે અતીન્દ્રિય આનંદરૂપ સ્વાદ, તે તેના અનુભવમાં આવતો નથી.
(એટલે તેને ‘સામાન્યનો તિરોભાવ’ કહેવાય છે.)
(૧૧) દેવ–શાસ્ત્ર ને ગુરુ શું કહે છે? તેમની આજ્ઞા શું છે? કે પર તરફના જે
અભૂતાર્થભાવો તેનાથી પરાંઙમુખ થઈને, તારા ભૂતાર્થ શુદ્ધ સ્વભાવની સન્મુખ થા, ને
તેનો અનુભવ કર. આવી આજ્ઞાને જે જાણે નહિ, માને નહિ, ને પરસન્મુખતાથી લાભ
માને તો તેણે વીતરાગી દેવ–શાસ્ત્ર–ગુરુની આજ્ઞાને જાણી નથી, દેવ–ગુરુ–શાસ્ત્રનો
ખરોભક્ત તે થયો નથી. તારે દેવ–ગુરુ–શાસ્ત્રની આજ્ઞા માનવી હોય ને તેમનો સાચો
ભક્ત થવું હોય તો સ્વસન્મુખ થઈને આત્માની અનુભૂતિ કર. સ્વજ્ઞેયના વેદનમાં
આનંદનો સ્વાદ છે. એ જૈનશાસન છે, એ જિનઆજ્ઞા છે.
(૧૨) રાગથી જુદા એકલા જ્ઞાનનો સ્વાદ કેવો છે તેને અજ્ઞાની જાણતો નથી
કેમકે પરજ્ઞેયને જાણતાં તે તે વખતના રાગમાં જ એકાકાર થઈને અનુભવે છે. અજ્ઞાની
લક્ષનો દોર એકલા પરમાં રાખીને જ્ઞાનને

PDF/HTML Page 36 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૩૩ :
ખંડખંડરૂપ, રાગ સાથે ભેળસેળવાળું જ અનુભવે છે; લક્ષને સ્વમાં મૂકે તો એકલા
જ્ઞાન–આકારરૂપ આનંદનો સ્વાદ આવે. જ્ઞાની તો જ્ઞાનના ભિન્ન સ્વાદને જ દેખે છે.
(૧૩) જ્ઞાનસૂર્યનો જે વ્યક્ત અંશ છે, તે અંશની એકતા અંશી એવા સ્વદ્રવ્ય
સાથે ન માનતાં, અજ્ઞાની પરજ્ઞેયો સાથે એકતા માનીને જ્ઞેયોમાં લુબ્ધ થાય છે,
પરસન્મુખ જ રહીને જ્ઞાનને ખંડખંડરૂપ કરી નાંખે છે ને રાગ સાથે ભેળવીને
આકુળતાના જ સ્વાદને વેદે છે. જ્ઞાની તો પરજ્ઞેયોથી જ્ઞાનને ભિન્ન કરીને, સામાન્ય
સાથે વિશેષની એકતા કરતો થકો જ્ઞાનની અનુભૂતિમાં આનંદનો સ્વાદ લ્યે છે.
(૧૪) જૈનશાસન તો તેને કહેવાય કે જેમાં આનંદનું આસ્વાદન હોય; જેમાં
આકુળતા હોય તેને જૈનશાસન કેમ કહેવાય? રાગમાં તો આકુળતાનો સ્વાદ છે, દુઃખ
છે, તે ખરેખર જિનશાસન નથી. રાગની અનુભૂતિ તે ખરેખર આત્માની અનુભૂતિ
નથી, તે જિનશાસનની અનુભૂતિ નથી, તે ભગવાનનો ઉપદેશ નથી. સ્વસન્મુખ થઈને
પર્યાય અંતરમાં અભેદ થતાં, સર્વે પરદ્રવ્યોથી ને પરભાવોથી ભિન્ન એકરૂપ શુદ્ધ
આત્માની જે અનુભૂતિ છે તે આનંદના સ્વાદથી ભરેલી છે; તે અનુભૂતિ જ જૈન શાસન
છે, તે જ સાચો આત્મા છે ને તે જ જિનદેવનો ઉપદેશ છે. ચોથા ગુણસ્થાનથી આવી
અનુભૂતિ શરૂ થાય છે.
(૧પ) જ્ઞાન તે આત્મા છે, ને આત્મા તે જ્ઞાન છે–એમ તેમની એકતા છે; પણ
રાગ તે જ્ઞાન નથી, ને જ્ઞાન તે રાગ નથી–એમ તેમની ભિન્નતા છે.–આવી જ્ઞાન સાથે
એકતા ને રાગથી ભિન્નતાના ભાન વડે જ્ઞાની જ્ઞાનનો જ સ્વાદ લ્યે છે. જ્ઞાનના
સ્વાદમાં આકુળતાનો અભાવ છે ને પરમ શાંતિનું વેદન છે. શુદ્ધનયવડે જે આવું વેદન
થયું–તેમાં જિનશાસન સમાય છે; તે મોક્ષમાર્ગ છે, તે ધર્મ છે.
તારી સગવડ ખાતર બીજાના પ્રાણ હણીશ મા.
તારા દોષ ઢાંકવા બીજા પર દોષ ઢોળીશ મા.
તારો આત્મા સાધવા બીજાની મદદ માગીશ મા.

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
સાધકે કોની સેવા કરવી?
(સમયસાર ગા. ૧૬ ના પ્રવચનમાંથી)
* સાધકે દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના કરવી એટલે પરમાર્થે શુદ્ધ આત્માની
આરાધના કરવી એવો ઉપદેશ છે. શુદ્ધ આત્માના સેવનમાં રત્નત્રયની
આરાધના સમાઈ જાય છે.
* આ આત્મા, જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવા
યોગ્ય છે. રાગભાવથી આત્મા સાધ્ય કે સાધન થતો નથી; પણ અંતરમાં
શુદ્ધઆત્મામાં વળેલા ભાવથી જ આત્મા સાધ્ય ને સાધન થાય છે.
* સાધ્ય પણ આત્મા, ને સાધન પણ આત્મા; રાગ તે સાધ્ય નથી, ને રાગ તે
સાધન પણ નથી. માટે રાગભાવે આત્માને ન સેવવો, પણ જે ભાવથી આત્મા
સાધ્ય અને સાધક થાય તે ભાવથી એટલે કે શુદ્ધજ્ઞાનભાવથી આત્માને સેવવો.
શુદ્ધજ્ઞાનભાવરૂપે પરિણમેલો આત્મા તે સાધક, અને પૂર્ણ શુદ્ધતારૂપ પરિણમેલો
આત્મા તે સાધ્ય; આમ સાધક ને સાધ્ય બંનેમાં એક આત્મા જ નિત્ય સેવવા
યોગ્ય છે. વચ્ચે રાગ આવે તે સેવવા યોગ્ય નથી, તે સાધનરૂપ નથી.
* અરે જીવ! તારાસ્વરૂપને સાધવામાં બીજું કોઈ તને સાધનરૂપ નથી, તારા
આત્માનો જ તને સહારો છે, બીજા કોઈનો સહારો નથી; રાગનો સહારો નથી.
* સાધ્ય અને સાધન બંને એક જાતના હોય, વિરુદ્ધ ન હોય. રાગ સાધન ને
શુદ્ધતા સાધ્ય એમ ન હોય, અશુદ્ધતા સાધન થઈને શુદ્ધતાને સાધી શકે નહિ.
અશુદ્ધતાવડે અશુદ્ધતા સધાય, શુદ્ધતા વડે શુદ્ધતા સધાય. સાધ્યભાવ કે
સાધનભાવ બંનેમાં ધ્યેયરૂપ–આશ્રયરૂપ એક શુદ્ધઆત્મા જ છે. સાધ્ય આત્મા ને
સાધન રાગ–એમ નથી.
* સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણે પરમાર્થે આત્મા જ છે, કેમકે આત્માના
સ્વભાવને તેઓ ઉલ્લંઘતા નથી, આત્માને છોડીને અન્યત્ર તેઓ વર્તતા નથી.
તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર રાગને તો ઉલ્લંઘી જાય છે, પણ આત્મસ્વભાવને
ઉલ્લંઘતા નથી.
* રાગને અને ભેદને ઓળંગીને પોતાના એકરૂપ આત્માના સેવનથી જ સાધ્ય ને
સાધક ભાવ પ્રગટે છે, માટે સન્તોએ, ધર્મીઓએ, આત્માર્થિઓએ શુદ્ધ આત્મા જ
એક સદાય સેવવા યોગ્ય છે.–આ સ્વરૂપની પ્રાપ્તિનો ને સુખી થવાનો ઉપાય છે.

PDF/HTML Page 38 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૩૫ :
ગયા અંકના પ્રશ્નોના જવાબ:–
(૧) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે
મોક્ષમાર્ગ છે તેમાં રાગ ન આવે; કેમકે રાગ
કાંઈ મોક્ષમાર્ગ નથી, રાગ તો બંધમાર્ગ છે.
મોક્ષમાર્ગમાં વર્તતા સાધકને રાગ હોય ભલે,
પણ તે રાગ કાંઈ મોક્ષનું કારણ નથી, રાગ તો
બંધનું જ કારણ છે. મોક્ષમાર્ગ માટેનો આ
મહત્વનો સિદ્ધાંત ગુરુદેવ આપણને ખૂબ જ
સમજાવે છે. આ સિદ્ધાંત લક્ષમાં રાખશો તો
આગળ ઉપર મોટા મોટા શાસ્ત્રોના અર્થ
સમજવામાં તમને ખૂબ ઉપયોગી થશે.
(૨) ચોવીસ તીર્થંકર ભગવંતોમાંથી
(૧૨) વાસુપૂજ્ય (૧૯) મલ્લિનાથ ને
છેલ્લા ત્રણ (૨૨–૨૩–૨૪) નેમિનાથ,
પાર્શ્વનાથ, મહાવીર, આ પાંચ તીર્થંકરો
બાલબ્રહ્મચારી હતા.
(૩) નરક, તિર્યંચ, મનુષ્ય ને દેવ–
એ ચારે ગતિ તો સંસારની ગતિ છે; તે
સિવાયની પાંચમી એક ગતિ છે, તેનું નામ
સિદ્ધગતિ અથવા મોક્ષગતિ, આ સિદ્ધગતિ
બહુ મજાની સરસ છે; ત્યાં બધાય સિદ્ધ
ભગવાન જ રહે છે; ત્યાં કોઈ જાતના રાગ–
દ્વેષ નથી, લડાઈ–ઝગડા નથી, દુઃખ કે દુકાળ
નથી; ત્યાં તો બસ આનંદ–આનંદ ને આનંદ
સિદ્ધગતિમાં જવું કોને ન ગમે? આપણને
સૌને ગમે...ગમે...બહુજ ગમે ત્યાં જવાનો
માર્ગ ગુરુદેવ આપણને દેખાડી રહ્યા છે.
(૪) (રણવધગદે) આ છ અક્ષરમાં
જૈનધર્મના મોટા મહાત્મા શ્રી ‘ગણધરદેવ’
બિરાજી રહ્યા છે; તેમને નમસ્કાર હો.
નવા પ્રશ્નો–
(૧) જંગલમાં એક મુનિરાજ બેઠા હતા; એક
રાજા ત્યાં આવ્યો, વંદનકર્યા, અને પછી
પૂછ્યું–‘પ્રભો! મોક્ષનો માર્ગ શું છે?’ મુનિ
કાંઈ બોલ્યા નહિ, પણ ત્રણ આંગળી
બતાવી. તે ઉપરથી રાજા મોક્ષમાર્ગ સમજી
ગયો. બંધુઓ, રાજાની જેમ તમે પણ સમજી
ગયા કે નહિ? તે લખો.
(૨) બાહુબલી–કુમારના બાપુજીનું નામ શું?
(૩) એક એવી નગરી છે કે, જ્યાં ગયા
પછી કોઈ જીવ કદી પાછો આવતો નથી; અને
છતાં ત્યાં જવાનું બધાને ગમે છે.–તો એ
નગરી કઈ?
(૪) જેમ સમ્મેદશિખર આપણું મહાન તીર્થ
છે તેમ અયોધ્યાનગરી પણ આપણું મહાન
તીર્થ છે; શા માટે? તે જાણો છો? (જવાબ
તા. ૧૦ પહેલાં લખો: સરનામું આત્મધર્મ

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
બાલવિભાગના નવા સભ્યો
આપણા નવા બાલસભ્યોનાં નામો રજુ કરતાં પહેલાં થોડોક જરૂરી ખુલાસો
કરીએ છીએ; બાલવિભાગના સભ્યો સંબંધમાં એક એવી અફવા ઊડી છે કે ઘણા સભ્યો
સાવ નાના છે; મેં રજીસ્ટરમાં નોંધાયેલ બધા બાળકોની ઉંમર ને અભ્યાસ તપાસ્યા:
૧પ૪૯ સભ્યોમાંથી દશ ટકા ૨૦ વર્ષથી ઉપરના છે. જેમાં અનેક કોલેજિયનો છે; એંશી
ટકા જેટલા ૨૦ થી નીચે ને દશવર્ષથી ઉપરના છે. માત્ર દશ ટકા સભ્યો દશવર્ષથી જરાક
નાના છે–જેમાંના મોટાભાગના સ્કૂલમાં અભ્યાસ કરે છે ને હોંશથી આત્મધર્મ વાંચે છે.
વાંચતાં લખતાં ન આવડતું હોય એવા નાના સભ્યો માત્ર ૧પ છે જેમનાં નામ તેમના
વડીલોએ જાતે લખી મોકલ્યા છે. ૧પ જેટલા અપઢ બાળકોની સામે ૪૦૦ જેટલા
કોલેજિયનો પણ છે એ વાત લક્ષમાં લેવા જેવી છે. અને હજારો બાળકોને બાલવિભાગ
દ્વારા મળતા ઉત્તમ ધર્મ–સંસ્કારોમાં વિઘ્નરૂપ થાય એવી કોઈ અફવા ન ફેલાય એવી
સૌને વિનંતી છે. બાળવિભાગ શરૂ થયા પછી આત્મધર્મને પરચુરણ મદદમાં લગભગ
સાત હજાર ઉપરાંત રકમો આવેલી છે.–જેમાંની મોટાભાગની રકમો બાલવિભાગના
નાના બાળકો તરફથી આવેલી છે. આપણા હજારો નાનકડા કોમળ બાળકોને સાચા
ધાર્મિક સંસ્કારો માટે સર્વપ્રકારે પ્રોત્સાહન આપવા જેવું છે. કદાચ કાંઈ ક્ષતિ થતી હોય
તો પણ તે માફ કરીને પણ બાળકોના જીવનમાં ધર્મના સંસ્કાર રેડાય તે ઈચ્છનીય છે.
(બાળવિભાગ શરૂ થયા પછી સેંકડો બાળકોએ હંમેશા જિનેન્દ્રદેવનાં દર્શન કરવાની
પ્રતિજ્ઞા લીધી; સેંકડો બાળકોએ રાત્રિભોજન છોડયું; સેંકડો બાળકો હંમેશા ‘આત્મધર્મ’
વાંચવા લાગ્યા ને સેંકડો બાળકોએ પોતાને વાપરવા મળેલી રકમો સંસ્થાને ભેટ મોકલી
દીધી.) આટલા નમ્ર ખુલાસા બાદ નવા સભ્યોનાં નામ રજુ કરીએ છીએ–
૧પપ૦ મધુકર પરમાણંદદાસ જૈન રાજકોટ ૧પપ૮ નરેન્દ્રકુમાર રમણીકલાલ જૈન મુંબઈ–૨૮
૧પપ૧ રમેશકુમાર વાડીલાલ જૈન વઢવાણસીટી ૧પપ૯ સુર્યબાળા પરમાણંદદાસ જૈન રાજકોટ
૧પપ૨ ભરતકુમાર વાડીલાલ જૈન વઢવાણસીટી ૧પ૬૦ અજીતકુમાર એમ. જૈન તલોદ
૧પપ૩ મોતીચંદ બાબુલાલ જૈન સોનગઢ ૧પ૬૧ અરવીંદકુમાર એમ. જૈન તલોદ
૧પપ૪ દિપકકુમાર બાબુલાલ જૈન સોનગઢ ૧પ૬૨ સરોજબાળા એમ. જૈન તલોદ
૧પપપ સંજયકુમાર હસમુખલાલ જૈન સોનગઢ ૧પ૬૩ પ્રદીપકુમાર છબીલદાસ જૈન રાજકોટ
૧પપ૬ રાજેશકુમાર શાન્તીલાલ જૈન સોનગઢ ૧પ૬૪ વીરાજ જયસુખલાલ જૈન મુંબઈ–૧૯
૧પપ૭ હંસાબેન લાલચંદ જૈન માંડલ ૧પ૬પ રામજી ગંગદાસ જૈન કાનાતળાવ

PDF/HTML Page 40 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૩૭ :
૧પ૬૬ રતીલાલ સોમચંદ જૈન તલોદ ૧૬૦૦ મયુરકુમાર લીલાધર જૈન મુંબઈ–૩૧
૧પ૬૭ સંજયકુમાર જે. જૈન મુંબઈ–૭૭ ૧૬૦૧ હરીશ રતીલાલ જૈન મુંબઈ–૩૧
૧પ૬૮ અમીતકુમાર જે. જૈન મુંબઈ–૭૭ પ્રશ્નોના જવાબ મોકલનાર સભ્યોનાં નંબર
૧પ૬૯ સ્વાતી કીર્તીકાન્ત જૈન મુંબઈ–૭૭ ૮૩પ, ૧૧પ, ૩૩૩, ૩૩૪, ૩૩પ, ૮૭, ૩૭૨,
૧પ૭૦ સોનલ કીર્તીકાન્ત જૈન મુબઈ–૭૭ ૧૩૨૨, ૨૮૭, ૧૩૪પ, ૭૪૦, ૧૪૩પ, ૪૬૬, ૪૬૭,
૧પ૭૧ નરેશચંદ બાબુલાલ જૈન નવા ૬૩૦, ૧પ૯૯, ૧૪પપ, ૨૨૦, ૧૩૩, ૧૪૦, ૨૪૬,
૧પ૭૨ કૈલાશબેન રમણલાલ જૈન નવા ૧૬૬, ૧૬૮, ૨૪૬, ૧૨૯, ૭પ૪, ૨૪૭, ૧૪૦૨,
૧પ૭૩ મીરાંબેન મ. જૈન મુંબઈ–૨૬ પ૪૩, ૨પ૮, ૨૧પ, પ૮૨, ૨૧૮, ૮૧, ૩૬૯, ૨૬૨,
૧પ૭૪ જયેન્દ્રકુમાર પી. જૈન ધ્રાંગધ્રા ૪૬પ, ૧૪૬૯, ૧૪૭૦, ૯૭૯, ૪૦, ૧૭૯, ૩૪૪,
૧પ૭પ જગદીશ શામળદાસ જૈન ગોધરા ૮૦,૧૪૩૪, ૩૦૦, ૧૪પ૩, ૧૪૩, પપ૦, ૧૧૧૩,
૧પ૭૬ હરીશકુમાર રતીલાલ જૈન મુંબઈ–૩૧ ૪પ૯,૧૨૦, ૧પ૨૯, ૯૭૨, ૪પ, ૧૩૩૩, ૧૩૩૨,
૧પ૭૭ કોકીલાબેન રેવચંદ જૈન સાણોદા ૩૯૨,૩૯૩, ૧૧, ૧૨, ૧૩૩૯, ૨૧૮, ૧૩૩૪,
૧પ૭૮ જાગૃતી પ્રભુદાસ જૈન ગઢડાસ્વામીના ૧૦૮૩, ૭૬૯, પ૪૨, ૧૩૮૬, ૭પ૮, ૭૪૧, ૯૦,
૧પ૭૯ હર્ષાબેન પી. જૈન ૧૧૭, ૩૩૯, ૩૭૭, ૩૨૦, ૪૪પ, ૮૧૨, ૩૨પ.
૧પ૮૦ અતુલકુમાર જ. જૈન (મોડા આવેલા નંબર આપ્યા નથી.)
૧પ૮૧ મુકુંદરાય મણીલાલ જૈન મુંબઈ–૭૮ (ત્રણવાત) રાત્રિભોજનત્યાગની ઝુંબેશમાં ઉત્સાહ
૧પ૮૨ દક્ષાબેન બાબુલાલ જૈન
નવા બતાવીને ઘણા બાળકોએ તથા બીજા પાઠકોએ પણ
૧પ૮૩ પ્રફુલાબેન બાબુલાલ જૈનરાત્રિભોજન છોડયું છે. બંધુઓ! આત્મધર્મ– વાતની
૧પ૮૪ લલિતાબેન બાબુલાલ જૈન બાલવિભાગ સમસ્ત પરિવાર પાસે હું આ ત્રણ આશા
૧પ૮પ રેખાબેન હરીલાલ જૈન જામનગર રાખું છું કે–
૧પ૮૬ જતીશચંદ્ર હરીલાલ જૈન ” ૧. ‘જિનવરના સન્તાન છીએ’ એમ સમજીને,
૧પ૮૭ નીરંજનાદેવી એલ. જૈન દમોદ આત્મહિતને માટે ધર્મના તત્ત્વજ્ઞાનમાં રસ લ્યો.
૧પ૮૮ કીરીટકુમાર ફકીરચંદ જૈન અમદાવાદ ૨. હંમેશા જિનેન્દ્રભગવાનના દર્શન જરૂર કરો.
૧પ૮૯ પંકજકુમાર ધીરજલાલ જૈન જામનગર ૩. રાત્રિભોજન છોડો.
૧પ૯૦ યોગેશકુમાર એસ. જૈન પહેલી વાત મુખ્ય છે. ને તેનું પાલન તમે કરનારને
૧પ૯૧ હર્ષદાબેન પ્રીતમલાલ જૈન બીજી બે વાત તો સાવ સહેલી છે.–આટલું કરશોને?
૧પ૯૨ અલકાબેન ડી. જૈન –હા! –जय जिनेन्द्र
૧પ૯૩ નયનાબેન હરિલાલ જૈન મુંબઈ (બીજા ઈનામો આવતા અંકે)
૧પ૯૪ તરૂલતા પરમાણંદદાસ જૈન રાજકોટ
૧પ૯પ કીરીટકુમાર નાનચંદ જૈન મુંબઈ
૧પ૯૬ ભારતીબેન ઉતમચંદ જૈન વડીયાદેવળી
૧પ૯૭ પ્રતીમા શેઠિયા જૈન સરદારસદર
૧પ૯૮ સતીશ સુમતીલાલ જૈન ઘોડનદી
૧પ૯૯ કીરીટકુમાર માધોલાલ જૈન તલોદ