Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૩
સળંગ અંક ૨૭૫A
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૨૭પ
A
દુઃખનો ઉપાય ધીરજ
રે જીવ! આ સંસારમાં અનેક પ્રકારનાં દુઃખો
આવે, આકાશ ફાટી પડે એવી અણધારેલી
પ્રતિકૂળતાઓ આવી પડે, મન મુંઝાઈ જાય ને હૃદય
ગભરાઈ જાય,–એવા પ્રસંગે પણ ધૈર્યસહિત આટલું તો
ચોક્કસ લક્ષમાં રાખજે કે તારું દુઃખ તેં જ ઊભું કર્યું છે.
કાં તો પૂર્વે દેવ–ગુરુ–ધર્મની કોઈ વિરાધનાથી, કોઈ
સાધર્મીના તિરસ્કારથી, કોઈના ઉપર ખોટા કલંકો
નાંખવાથી, કોઈને સત્કાર્યોમાં વિઘ્ન કરવાથી–કે એવા
જ કોઈ કિલષ્ટ–પરિણામો વડે, અને કોઈ મિથ્યા
કલ્પનાઓ વડે તેં તારું આ દુઃખ ઊભું કર્યું છે. એ
પ્રમાણે દુઃખકારણોને જાણીને અત્યંત તીવ્રપણે છોડ.
અને બીજું, સન્તની મહત્ત્વની શિખામણ છે
કે–“કટોકટીના પ્રસંગે ધીરજ ને શાંતિ રાખવી તે ખરા
મુમુક્ષુનું કર્તવ્ય છે...ખરો આત્માર્થી તે પ્રસંગોને
લાભરૂપ પ્રણમાવે છે.” ગમે તેવી પરિસ્થિતિમાંય
વર્ષ: ૨૩ અંક: ૧૨ વાર્ષિક લવાજમ રૂા. ત્રણ: વીર સં. ૨૪૯૨ આસો
તંત્રી: જગજીવનદાસ બાવચંદ દોશી. સંપાદક: બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 3 of 45
single page version

background image
સમ્પાદકીય
આપણા આત્મધર્મને આજ–કાલ કરતાં
ગુરુદેવની છત્રછાયામાં આ અંકની સાથે ૨૩ વર્ષ
પૂરાં થાય છે, આવતા અંકથી ૨૪ મું વર્ષ શરૂ થશે.
ગુરુદેવ મંગલવાણીથી આપણને જૈનધર્મનું સત્ય
સ્વરૂપ સમજાવીને આત્મહિતનો જે માર્ગ દર્શાવી
રહ્યા છે તેનો સર્વત્ર ખૂબ પ્રચાર થાય એ
‘આત્મધર્મની ભાવના છે. ગુરુદેવની કૃપાથી અને
સૌના પ્રેમભર્યા સહકારથી આજે આત્મધર્મ વધુ ને
વધુ વિકાસ સાધી રહ્યું છે.
પવિત્ર પર્યુષણ અને ક્ષમાવણીપર્વના મંગલ દિવસો હમણાં જ ગયા. ધર્મની
આરાધના માટે આત્માને જાગૃત કરનારા, ને કષાયના કલુષ પરિણામોથી છોડાવીને
આત્માને શાંતિ દેનારા આ પર્વપ્રસંગે જૈનમાત્રમાં ક્ષમાભાવનાની જે અતિ શીતલછાયા
સર્વત્ર પ્રસરી જાય છે તે જિનવીરની વીતરાગીક્ષમાનો પ્રભાવ છે...કે જે ક્ષમા જિનમાર્ગ
સિવાય બીજે હોઈ શકે નહિ. આવા ક્ષમાવણી પ્રસંગે, આત્મધર્મના સમસ્ત પાઠકો–
સાધર્મીઓ તથા વડીલો પ્રત્યે જે કોઈ અપરાધો થયા હોય, કોઈનું મન દુભાયું હોય તો
અતિ નમ્રભાવે હાર્દિક વાત્સલ્યપૂર્વક સૌ પ્રત્યે ક્ષમાપના ચાહું છું. કેટલાક બાલબંધુઓ
તરફથી ક્ષમાવણીપત્ર મળેલ છે, તેમના પ્રત્યે પણ પ્રેમપૂર્વક ક્ષમાપના.
સૂચના:– હમણાં આત્મધર્મના દરેક ચાલુ અંકમાં ૪૦ પાનાં અપાશે. આ અંકમાં
એક મહત્વની તત્ત્વચર્ચા તથા એક ખાસ પ્રવચન આપવાનું થયું, તેથી ભગવાન
ઋષભદેવનો ચાલુ લેખ, તેમજ ‘વિવિધ વચનામૃત’ આ અંકે આપી શક્યા નથી. “તત્ત્વ
ચર્ચા” ની જે ચાલુ લેખમાળા હતી તે “વાંચકો સાથે વાતચીત” ના વિભાગમાં જોડી
દેવામાં આવી છે, એટલે તત્ત્વચર્ચાને લગતા જિજ્ઞાસુ પાઠકોના પ્રશ્નો તથા તેના ઉત્તર
પણ એ વિભાગમાં અપાશે. આ સિવાયની જે ચાલુ લેખમાળાઓ છે તે થોડા વખતમાં
પૂરી થયે બીજા નવીન સુધારાવધારા કરીશું. જિજ્ઞાસુ પાઠકો તેમજ વડીલો તરફથી
આત્મધર્મના વિકાસ માટેના સૂચનો પ્રેમપૂર્વક આવકારવામાં આવે છે.
–जय जिनेन्द्र

PDF/HTML Page 4 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૧ :

વાર્ષિક
વીર સં. ૨૪૯૨
લવાજમ આસો
ત્રણ રૂપિયા ડિસેમ્બર માસ
* વર્ષ: ૨૩ અંક ૧૨ *
________________________________________________________________
ધર્મની આરાધનાનું પર્વ
(ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મનું સ્વરૂપ)
• • • • •
(પર્યુષણ વખતના દશ ધર્મ ઉપરના
પ્રવચનોમાંથી દોહન વીર સં. ૨૪૯૨)
(હે ભવ્ય! આ ધર્મોને તું પરમભક્તિથી જાણ.)
* * * * *
આજથી દશલક્ષણધર્મ (પર્યુષણ પર્વ) શરૂ થાય છે. આ
શાશ્વત પર્વ છે; તેમાં આજે પહેલો ઉત્તમક્ષમાધર્મનો દિવસ છે.
આ ક્ષમાદિ ઉત્તમ ધર્મો એ સમ્યગ્દર્શનપૂર્વકની ચારિત્રદશા છે,
મુનિને આ ધર્મો હોય છે. તેથી અહીં કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહે છે
કે જે રત્નત્રયયુક્ત છે, નિરંતર ક્ષમાદિ ભાવરૂપ પરિણમ્યા છે
અને સર્વત્ર મધ્યસ્થ છે એવા સાધુ તે પોતે ધર્મ છે. મુનિધર્મ
ઉત્તમક્ષમાદિ દશ પ્રકારનો કહ્યો છે. અહીં કાર્તિકેયાનુપ્રેક્ષામાંથી
દશ ધર્મો વંચાય છે. આચાર્યદેવ કહે છે કે અહો, આ વીતરાગી
ધર્મનું સ્વરૂપ પરમભક્તિથી અને ઉત્તમ ધર્મપ્રત્યેના પ્રેમથી
જાણવા યોગ્ય છે, આદરપૂર્વક તેની ઉપાસના કરવા જેવી છે.

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
(૧) પહેલો ઉત્તમક્ષમાધર્મ છે–
ઉત્તમક્ષમાભાવરૂપે પરિણમેલા મુનિવરો રૌદ્ર–ભયાનક ઉપસર્ગ થવા છતાં
ક્ષમાથી ચ્યુત થતા નથી ને ક્રોધાગ્નિથી તપ્ત થતા નથી, તેમને નિર્મળ ક્ષમા છે. શાસ્ત્રમાં
તેના ઘણા દાખલા આપ્યા છે. સુકુમારમુનિ, ગજકુમારમુનિ, કાર્તિકેયમુનિ વગેરે
મુનિવરોએ ઘોર ઉપસર્ગ પ્રસંગે ક્રોધ કર્યા વગર, ક્ષમાધર્મની આરાધના કરી ને સ્વર્ગ–
મોક્ષના ઉત્તમપદને પામ્યા. સુદર્શન શ્રાવક વગેરે શ્રાવકોએ પણ ઉપસર્ગ પ્રસંગે
ક્ષમાભાવ ધારણ કર્યા તે શ્રાવકની ઉત્તમ ક્ષમા છે.
ક્ષમાધર્મ પરમ શાંતિનો દેનાર છે, ને ક્રોધ દુઃખદાયી છે. પ્રાણ જાય એવો ઉપસર્ગ
આવે તો પણ ધર્મી જીવો પોતાના ધર્મને છોડતા નથી. ક્રોધનું નિમિત્ત આવતાં એમ
વિચારવું કે જો કોઈ મારા દોષ કહે છે, તે દોષ જો મારામાં હોય–તો તેણે શું ખોટું કહ્યું?
અને જો મારામાં ન હોય એવો દોષ કોઈએ કહ્યો તો તે તો તેનું અજ્ઞાન છે, જાણ્યા
વિના અજ્ઞાનથી તે કહે છે, એટલે એના ઉપર ક્રોધ શો? એ તો અજ્ઞાનીનો એવો
બાલસ્વભાવ છે એમ જાણી ક્ષમાભાવ રાખે. કોઈ દુષ્ટ વચન કહે, નિંદા કરે, મારે કે
પ્રાણઘાત કરે, તો પણ મારા ધર્મનો ધ્વંસ કરવા કોઈ સમર્થ નથી. બહારની નિંદા–
પ્રશંસા તો પૂર્વકર્મના ઉદય અનુસાર બને છે. ધર્મી તેનાથી પોતાને ભિન્ન જાણે છે.
ક્ષમાથી ખસીને હું ક્રોધ કરું તો મારા ધર્મનો ધ્વંસ થાય, બીજો તો મારા ધર્મનો ધ્વંસ
કરવા સમર્થ નથી, ને હું મારા ક્ષમાધર્મથી ખસતો નથી, પછી ક્રોધ રહ્યો જ ક્યાં?
ખરેખર તો ક્રોધ વગરનો મારો સ્વભાવ જ છે. મારા ઉપયોગસ્વભાવમાં ક્રોધ નથી,–
આવા સ્વભાવની ભાવનામાં લીન થતાં ક્રોધની ઉત્પત્તિ જ થતી નથી.–એનું નામ
ઉત્તમક્ષમાધર્મની ઉપાસના છે. ને આવી ક્ષમા તે સાધકને મોક્ષની સહચરી છે.
(૨) માર્દવધર્મનું સ્વરૂપ
દસલક્ષણપર્વમાં આજે બીજો માર્દવધર્મનો દિવસ છે. માર્દવ એટલે નિર્માનતા,
ઉત્તમ નિર્માનતા કોને હોય? મુનિઓને ઉત્તમ માર્દવરૂપ ધર્મરત્ન હોય છે. તે મુનિ ઉત્તમ
જ્ઞાન અને ઉત્તમ તપશ્ચરણ સહિત હોય છે તો પણ તે પોતાના આત્માને મદરહિત રાખે
છે, જ્ઞાનનું કે તપનું અભિમાન થતું નથી. અહો, ક્યાં કેવળજ્ઞાનની અચિંત્ય તાકાત! ને
ક્યાં આ શાસ્ત્રજ્ઞાન! એ તો કેવળજ્ઞાનના અનંતમા ભાગનું છે. ભલે ૧૨ અંગનો ઉઘાડ
હોય તોપણ કેવળજ્ઞાન પાસે તો તે તરણાં સમાન છે, અનંતમા ભાગનું છે.–આમ
ધર્માત્મા મુનિઓને વિનયરૂપ નિર્માનપરિણતિ હોય છે.
અહો, ધન્યમુનિની નિર્માન દશા! સ્વભાવની અધિકતા પાસે બીજાની અધિકતા
ભાસતી નથી તેથી બીજાનું અભિમાન થતું નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની જેમ આ
ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે ધર્મો છે તે પણ રત્ન છે. આવી અનંતી નિર્મળપર્યાયરૂપ ઉત્તમ
રત્નોનો ભંડાર આત્મા છે એટલે આત્મા ચૈતન્ય–રત્નાકર છે. આવા આત્માને જે
અનુભવે તેને કોઈ બીજાવડે પોતાની મહત્તા લાગતી નથી, એટલે અન્ય પદાર્થોનું

PDF/HTML Page 6 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૩ :
અભિમાન થતું નથી, તેમજ પર્યાયમાં જ્ઞાનાદિનો કાંઈક વિશેષ ઉઘાડ હોય તેનું પણ
અભિમાન થતું નથી. પૂર્ણ સ્વભાવની ભાવનાવડે તે પૂર્ણતાને જ સાધવા માગે છે.
(૩) ઉત્તમ આર્જવ (સરળતા) ધર્મનું સ્વરૂપ
દશલક્ષણ ધર્મમાં ત્રીજો આર્જવધર્મ છે. આર્જવ એટલે સરળતા, રત્નત્રયધર્મની
આરાધનામાં તત્પર મુનિરાજ મનથી વચનથી કે કાયાથી વક્રતા કરતા નથી. પોતાના
દોષોને છુપાવતા નથી, સરળપણે દોષનું આલોચન કરીને છોડે છે, તેમને ઉત્તમ
આર્જવધર્મ હોય છે. તેઓ બાળક જેવા સરળ હોય છે.
અહીં એકલા મન–વચન–કાયાના લક્ષે સરળતા રાખે તેની વાત નથી, તે તો
શુભ કર્મના બંધનું કારણ છે. ને અહીં તો સંવરના કારણરૂપ આર્જવધર્મનું વર્ણન છે.
મન–વચન–કાયાની ક્રિયાઓથી પાર જે સહજ જ્ઞાનાનંદસ્વભાવ, તેમાં માયાચાર વગેરે
વક્રતાનો અભાવ છે, એવા સ્વભાવની આરાધના વડે મિથ્યાત્વનો અભાવ તથા
વક્રપરિણામનો અભાવ તે ઉત્તમ સરળતા છે, તે સંવરધર્મ છે. જ્યાં નિર્માનતા હોય ત્યાં
જ આવી ઉત્તમ સરળતા હોઈ શકે. ગુરુ પાસે મારા દોષ પ્રગટ કરીશ તો મારું માન ઘટી
જશે–એમ જો માન હોય તો તે દોષ પ્રગટ કરવામાં સરળતા કરી શકે નહિ, તેને માન કે
માયાચાર થાય. અહો, મુનિવરો રત્નત્રયધર્મના આરાધક, તેમાં જરા પણ દોષ લાગી
જાય તો તે સહન થઈ શકે નહિ, તરત સરળપણે તે દોષ પ્રગટ કરીને તેને છેદી નાંખે છે
ને રત્નત્રયની શુદ્ધિ પ્રગટ કરે છે. એવા મુનિઓને ઉત્તમ સરળતા હોય છે. તેને
અનુસરીને જિજ્ઞાસુને પણ પોતાના પરિણામમાં સરળતા હોય.
(૪) ઉત્તમ શૌચધર્મનું સ્વરૂપ
દશલક્ષણધર્મમાં ચોથો ઉત્તમ શૌચધર્મ છે. શૌચ એટલે પવિત્રતા, અથવા
નિર્લોભતા; ચૈતન્યતત્ત્વના અતીન્દ્રિય આનંદના અનુભવ વડે લોભરહિત એવા નિર્મળ
પરિણામ થાય કે બાહ્યવિષયોની ચાહના ન રહે, સોનું હો કે તરણું હો, શત્રુ હો કે મિત્ર
હો, રસવાન આહાર હો કે નીરસ હો,–એમાં સમભાવ થાય, પરમ આનંદના
અનુભવરૂપ જળવડે તૃષ્ણારૂપ મલિનતાને ધોઈ નાંખે, અશુચી પરિણામને ધોઈને
શુચીરૂપ પરિણામ થાય તેનું નામ ઉત્તમ શૌચધર્મ છે. પરમાં સુખ માને તેને પરની
તૃષ્ણા ટળે નહિ ને સંતોષરૂપ શૌચ થાય નહિ. સ્વદ્રવ્યના આનંદમાં જેને તૃપ્તિ થઈ છે
તેને જ પરની તૃષ્ણા મટે છે. તેને દેહના જીવનનોય લોભ નથી. હું તો મારા આનંદ અને
ચૈતન્ય વડે જીવનાર છું ત્યાં બીજા જીવતરનો લોભ શો? મારાથી જ હું તૃપ્ત ભરપૂર–
ભરેલો છું ત્યાં બીજાની તૃષ્ણા શી? આવા નિર્મળ ચિત્તવડે રાગદ્વેષરહિત પરિણામ થાય
તેનું નામ શૌચધર્મ છે. સમ્યગ્દર્શનવડે ચિત્તની નિર્મળતા થયા વગર શૌચધર્મ હોય નહિ.
પર પદાર્થની ચાહનારૂપ જે મેલ, તેને સ્વાનુભવના સંતોષરૂપ પવિત્ર જળ વડે ધોઈ

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
નાંખીને આત્માને પવિત્ર કરવો તે ઉત્તમ શૌચધર્મ છે.
(પ) ઉત્તમ સત્ય ધર્મનું સ્વરૂપ
ભગવાન જિનેન્દ્રદેવની વાણીમાં જે વસ્તુસ્વરૂપ કહ્યું છે તે સત્ય છે, તેવા
વસ્તુસ્વરૂપને જાણવું, અને તે જિનસૂત્રઅનુસાર જ વચન કહેવા, તે ઉત્તમસત્યધર્મ છે.
ભગવાને કહેલા સત્ય વસ્તુસ્વરૂપને (જડ–ચેતનની ભિન્નતા વગેરેને જે જાણે પણ નહિ
ને વિપરીત માને તેને તો સત્યધર્મની આરાધના હોતી નથી, જ્યાં જ્ઞાન જ ખોટું છે ત્યાં
સત્યધર્મ કેવો?
ભગવાને સ્ફટિકની જેમ આત્માની નિર્મળતાને ધર્મ કહ્યો છે. ‘जिन सोही है
आतमा, अन्य होई सो कर्म–શુદ્ધ આત્માનો સ્વભાવ જેમાં કર્મકલંક નથી–રાગદ્વેષ
નથી, એવા આત્માની આરાધનાને ભગવાને ધર્મ કહ્યો છે. તે ધર્મનું પ્રતિપાદન કરનારી
વાણી તે જ સત્ય વચન છે. એનાથી વિરૂદ્ધ જે કહે, જે રાગાદિ કષાયભાવોને ધર્મ
મનાવે–તે સત્યવચન નથી. રાગથી ધર્મ માનનારને વીતરાગમાર્ગમાં સત્યધર્મની
આરાધના હોતી નથી. મુનિવરો પોતે તો અંતરમાં ચિદાનંદ સ્વભાવમાં એકાગ્રતાવડે
વીતરાગીસત્યધર્મને આરાધી રહ્યા છે, ને વાણીમાં પણ એવા વીતરાગભાવરૂપ
સત્યધર્મનું પ્રતિપાદન કરે છે. ગમે તેવી પ્રતિકૂળતામાંય ધર્મનું સ્વરૂપ વિપરીત કહે નહિ.
એકલા લૌકિકમાં સત્ય બોલે પણ સત્યધર્મનું સ્વરૂપ જાણે નહિ તો તેને સત્યધર્મ હોતો
નથી.–આમ સત્ય વસ્તુસ્વરૂપ જાણીને સત્યધર્મની આરાધના કરવી જોઈએ.
(૬) ઉત્તમ સંયમધર્મનું સ્વરૂપ
સાક્ષાત્ મોક્ષમાર્ગના આરાધક એવા મુનિવરોને ઉત્તમક્ષમાદિ દશ ધર્મો હોય છે તેનું
આ વર્ણન છે. આજે છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમધર્મનો છે. મુનિવરોને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર વડે એવી સંયમદશા પ્રગટી ગઈ છે કે એક તરણાંને પણ છેદવાની વૃત્તિ તેમને
હોતી નથી. એકેન્દ્રિયાદિ કોઈ જીવને હણવાની વૃત્તિ થતી નથી, એ રીતે જીવોની રક્ષામાં
તત્પર છે. અંદરમાં કષાયવડે આત્માની હિંસા થાય છે, એનાથી આત્માની રક્ષા કરવી
એટલે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતારૂપ વીતરાગભાવ પ્રગટ કરવો તે સાચો સંયમધર્મ
છે. ને આવો સંયમધર્મ હોય ત્યાં કોઈપણ જીવનું અહિત કરવાની વૃત્તિ હોય નહિ, તેમજ
ઈન્દ્રિયવિષયોનો રાગ હોય નહિ. એને સંયમ કહેવાય છે. આ સંયમ કાંઈ દુઃખરૂપ નથી, એ
તો વીતરાગી આનંદરૂપ છે. પહેલાં તો કષાયોથી અત્યંત ભિન્ન આત્માને જાણ્યો છે, એટલે
કે સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનપૂર્વક સંયમધર્મ હોય છે. ધર્મી ગૃહસ્થને પણ સંયમધર્મની
ભાવના હોય છે. તથા ત્રસહિંસાદિ તીવ્ર કષાયના પરિણામો તેને હોતા નથી.
(૭) ઉત્તમ તપધર્મ
ચારિત્રની આરાધનામાં ઉગ્રતા કરવી તેનું નામ તપ છે. સમ્યગ્દર્શન અને જ્ઞાન
ઉપરાન્ત ઉપયોગને ઉગ્રપણે સ્વરૂપમાં એકાગ્ર કરવાનો ઉદ્યમ

PDF/HTML Page 8 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૫ :
તે ઉત્તમ તપ છે. ધર્માત્મા પોતાના ચૈતન્યના પરમ આનંદને સાધવામાં મશગુલ હોય
ત્યાં આલોકના કે પરલોકના ભોગોની વાંછા તેને હોતી નથી, તથા શત્રુ–મિત્રમાં
સમભાવ છે, અનુકૂળતા પ્રતિકૂળતામાં સમભાવ, સોનું કે તરણું તેમાં સમભાવ નિંદા
પ્રશંસામાં તેમજ જીવન–મરણમાં પણ સમભાવ કરીને, રાગદ્વેષ રહિત ઉપયોગને
નિજસ્વરૂપમાં થંભાવે તે મુનિને ઉત્તમ તપ છે. આવા તપવડે આનંદની વૃદ્ધિ થાય છે ને
વિભાવપરિણતિના સંસ્કાર છૂટે છે. આ રીતે ઉપયોગને શુદ્ધ કરીને સ્વરૂપમાં થંભાવે છે,
અત્યંત બળપૂર્વક ઉપયોગને લીન કરે છે, તે પરમ તપધર્મ છે.
ભેદ અપેક્ષાએ તેના બાર પ્રકાર છે. પણ તે બધામાં આવી ઉપયોગની શુદ્ધિ સાથે હોય
તો જ સાચો તપ કહેવાય. મુનિવરો આવા તપની આરાધનાવડે પોતાના આત્માને શુદ્ધ કરે છે.
(૮) ઉત્તમ ત્યાગધર્મનું સ્વરૂપ
આજે દશલક્ષણપર્વમાંઆઠમો દિવસ ઉત્તમ ત્યાગધર્મનો છે. ત્યાગ એટલે
મમત્વનો અભાવ, જ્ઞાનદર્શનમય પોતાનો શુદ્ધઆત્મા, એના સિવાય સમસ્ત અન્ય
ભાવોને પોતાથી ભિન્ન જાણીને છોડવા તે ઉત્તમ ત્યાગધર્મ છે. જ્યાં રાગાદિમાં મમત્વ
હોય, રાગથી ધર્મ થવાથી બુદ્ધિ હોય, પુણ્યના ફળમાં મીઠાસ હોય, ત્યાં ત્યાગધર્મ હોતો
નથી. અંતરમાં શુદ્ધાત્માના અનુભવને લીધે સંસારથી, શરીરથી ને ભોગોથી જે અત્યંત
વિરક્ત છે, અને તે સંબંધી રાગ–દ્વેષ જેને થતા નથી, તેના નિર્મળ પરિણામને ત્યાગધર્મ
કહે છે. ચૈતન્યમાં લીનતા વગર ભોગથી વિરક્તિ થાય નહિ. જ્ઞાન વિના ત્યાગ નહિ.
મુનિઓને મિષ્ટ આહારનું કે પીંછી–કમંડળનું કે સ્થાન વગેરેનું મમત્વ હોતું નથી. જ્યાં
દેહનું જ મમત્વ નથી ત્યાં બીજાની શી વાત! સમસ્ત બાહ્ય ભાવોથી વિરક્ત થઈને
પરિણતિ અંતરસ્વરૂપમાં વળી ગઈ છે. પરભાવથી પાછો વળીને નિજસ્વભાવમાં એકાગ્ર
થયો, તેમાં બધા પ્રકારનો ત્યાગ સમાઈ ગયો. આત્માનો સ્વભાવ જ્ઞાન–દર્શન–આનંદથી
પરિપૂર્ણ છે, ને સર્વત્ર મમત્વ વગરનો છે,–આવા સ્વભાવના અનુભવના બળે રાગ–
દ્વેષ–મોહરૂપ મમત્વ પરિણામ છૂટી ગયા, તે જ ઉત્તમ ત્યાગધર્મ છે. અહો, આવા ત્યાગ
ધર્મવંત સંત, તેના ચરણમાં નમસ્કાર છે.
પોતાના આત્માનું સુખ જેણે દેખ્યું હોય ને પરમાં સુખબુદ્ધિ જેને છૂટી ગઈ હોય
તેને જ ત્યાગધર્મની આરાધના હોય છે. પરમાં ને રાગમાં જે સુખ માને તે તેનો ત્યાગ કેમ
કરે? એને તો પરભાવના ગ્રહણરૂપ મિથ્યાત્વનું સેવન છે. પહેલાં તો સમ્યગ્દર્શનની
આરાધનાવડે મિથ્યાત્વનો ત્યાગ કરે, પછી ચારિત્રદશા પ્રગટ કરતાં રાગ–દ્વેષનો પણ ત્યાગ
થાય તે વસ્ત્રાદિ બહિરંગ પરિગ્રહ પણ છૂટી જાય.–આ રીતે ઉત્તમ ત્યાગધર્મ હોય છે.
(૯) ઉત્તમ આકિંચન્યધર્મનું સ્વરૂપ
‘અકિંચન’ એટલે કંઈ પણ મારું નથી’ એવી ભાવનારૂપ પરિણતિ.
જ્ઞાનદર્શનમય શુદ્ધઆત્મા એક જ મારો છે ને બીજું કાંઈ મારું

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
નથી–એવા ભાનપૂર્વક આકિંચન્યધર્મ હોય છે. અહીં મુખ્યપણે મુનિની ભૂમિકાના ધર્મની
વાત છે એટલે અસ્થિરતાના રાગરૂપ વસ્ત્રાદિનું મમત્વ પણ તેમને હોતું નથી, ઘર–
વસ્ત્ર–સ્ત્રી–ધન વગેરેનો તો તેમને રાગ જ છૂટી ગયો છે, ને તેનો બહારમાં પણ ત્યાગ
છે. શિષ્ય વગેરેના મમત્વનો પણ મુનિને ત્યાગ, તેનો વિકલ્પ છૂટીને સ્વરૂપમાં
એકાગ્રતા–એનું નામ ઉત્તમ અકિંચન ધર્મ છે, ને તે મોક્ષનું કારણ છે. ધર્મીને ચોથા
ગુણસ્થાને સમ્યગ્દર્શનમાં પણ અકિંચન એવા જ્ઞાયકસ્વભાવનું ભાન તો થયું છે એટલે
શ્રદ્ધાઅપેક્ષાએ તો અકિંચનધર્મ તેને છે. હું જ્ઞાયકભાવમાત્ર છું, મોહનો એકઅંશ પણ
મારો નથી ને પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી–આવી શુદ્ધચૈતન્યની અનુભૂતિ
ઉપરાંત તેમાં વિશેષ લીનતાવડે એવો વીતરાગભાવ પ્રગટે કે અસ્થિરતારૂપ મમત્વ
પરિણામ પણ ન થાય,–એનું નામ અકિંચન્ય ધર્મ છે.
(૧૦) ઉત્તમ બ્રહ્મચર્યનું સ્વરૂપ
બ્રહ્મસ્વરૂપ આત્મા તેના આનંદમાં લીન મુનિવરોને બાહ્યવિષયોથી અત્યંત
વિરક્તિ હોય છે, એટલે સ્ત્રી સંબંધી રાગવૃત્તિ જ થતી નથી એને ઉત્તમ બ્રહ્મચર્યધર્મની
આરાધના હોય છે. આવો બ્રહ્મચર્યધર્મ સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. જેને સમ્યગ્દર્શન ન
હોય, આત્માનું ભાન ન હોય, ને પરમાં સુખબુદ્ધિ હોય, રાગમાં સુખબુદ્ધિ હોય,
વિષયોમાં સુખબુદ્ધિ હોય, તેને નિર્વિષય એવો બ્રહ્મચર્યધર્મ હોતો નથી. અને આત્માનું
ભાન હોય, વિષયોમાં સુખબુદ્ધિ છૂટી ગઈ હોય, છતાં જેટલો સ્વસ્ત્રીઆદિ પ્રત્યેનો
રાગભાવ છે તેટલું પણ અબ્રહ્મચર્ય છે; સ્વરૂપમાં લીન મુનિવરોને એવો રાગ પણ હોતો
નથી. આવી આત્મલીનતાનું નામ બ્રહ્મચર્ય છે. જ્યાં પોતાના ચૈતન્યના અતીન્દ્રિયરૂપને
દેખવામાં મશગુલ છે ત્યાં સ્ત્રીના રૂપને દેખવાનો રાગ ક્યાંથી થાય? એ જડનું ઢીંગલું
છે. ચૈતન્યના અતીન્દ્રિયરૂપની રુચિ થઈ ને તેમાં લીનતા થઈ ત્યાં આનંદનું વેદન એવું
પ્રગટ્યું કે બાહ્યવિષયો તરફ વૃત્તિ જ થતી નથી. બાહ્યવિષયોમાં સ્ત્રીને મુખ્ય ગણીને
તેની વાત કરી છે. સર્વ પ્રકારથી સ્ત્રીસંગનો ત્યાગ ને ચૈતન્યના આનંદમાં લીનતા તે
બ્રહ્મચર્ય છે. રણસંગ્રામમાં હજારો યોદ્ધાને જીતી લેનારા શૂરવીર પણ સ્ત્રીના એક કટાક્ષ
વડે વીંધાઈ જાય છે,–માટે કહે છે કે એવા શૂરવીરને અમે શૂરવીર કહેતા નથી; ખરો
શૂરવીર તો તે છે કે જે આત્મજ્ઞાની વિષયોથી વિરક્ત થયો છે ને સ્ત્રીના કટાક્ષબાણવડે
પણ જેનું હૃદય વીંધાતું નથી; એવા જીવને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
આ પ્રમાણે ઉત્તમક્ષમાથી શરૂ કરીને ઉત્તમ બ્રહ્મચર્ય સુધીનાં દશ ધર્મો કહ્યા તેને
પરમ ભક્તિથી જાણવા, આવા ધર્મના ધારક મુનિઓ પ્રત્યે ધર્મીને પરમ ભક્તિ–બહુમાનનો
ભાવ આવે છે. ને પોતે પણ આત્માના ભાનપૂર્વક ક્રોધાદિના ત્યાગવડે તે ધર્મની આરાધના
કરે છે. એવી આરાધના તે મોક્ષનું કારણ છે. એવી ધર્મની આરાધનાનું આ પર્વ છે.
– जय जिनेन्द्र

PDF/HTML Page 10 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૭ :
પરમ શાંતિદાતારી
આત્મધર્મની સહેલી લેખમાળા
(લેખાંક: નં ૪૧) (અંક ૨૭પ થી ચાલુ
ભગવાનશ્રી પૂજ્યપાદ સ્વામીરચિત સમાધિશતક ઉપર પૂ.
(વીર સં. ૨૪૮૨ અષાડ વદ દસમ)
આત્માને નહિ દેખનાર બહિરાત્મદર્શી બહિરાત્મા શું ફળ પામે છે? ને અંતરમાં
આત્માને દેખનાર અંતરાત્મા શું ફળ પામે છે? તે બતાવે છે–
देहान्तरगतेर्बीजं देहेस्मिन्नात्मभावना।
बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना।।७४।।
આ શરીર તે હું છું–એવી દેહમાં જ આત્મભાવના તે નવા નવા શરીર ધારણ
કરવાનું બીજ છે, અને દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ આત્મભાવના તે
દેહરહિત એવા વિદેહી સિદ્ધપદનું કારણ છે.
એકકોર દેહભાવના, ને બીજીકોર આત્મભાવના,–એમ બે જ ભાગ લીધા છે.
રાગાદિભાવોથી જે આત્માને લાભ માને છે તેને પણ ખરેખર દેહમાં જ આત્મભાવના છે;
રાગથી જેણે લાભ માન્યો તેને તે રાગના ફળમાં જે જે સંયોગ મળશે તેમાં પણ તે
આત્મબુદ્ધિ કરશે. ને તેથી નવા નવા દેહને ધારણ કરીને સંસારમાં રખડશે. પણ અરે! હું તો
રાગથી પાર, ને દેહથી પાર ચૈતન્યતત્ત્વ છું–એવી આત્મભાવના કરવી તે મોક્ષનું કારણ છે.
જુઓ, અત્યારે તો રાજા વગરના રાજ જેવું થઈ ગયું છે, જૈનધર્મના નામે લોકો
જેને જેમ ફાવે તેમ મનાવી રહ્યા છે. અરે! આ પંચમ કાળમાં અત્યારે તીર્થંકર–કેવળી–
આચાર્ય–ઉપાધ્યાય ને સાધુ એ પાંચનો વિરહ પડ્યો, ને અનેક જીવો સ્વચ્છંદ પોષનારા
વિરાધક પાક્યા...શાસ્ત્રના પણ

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
ઊંધા અર્થો કરીને પોતાની ઊંધીદ્રષ્ટિ પોષે છે. અને રાગથી ને દેહાદિની ક્રિયાથી ધર્મ
થાય એમ માને છે. આચાર્યદેવ કહે છે કે એવા જીવો દેહને જ આત્મા માનનારા છે, ને
તેના ફળમાં ફરી ફરીને દેહ ધારણ કરીને તેઓ ભવભ્રમણ કરશે. અને ચૈતન્યસ્વરૂપ
આત્માને જાણીને તેમાં જ જે આત્મભાવના કરે છે તે વિદેહ પદને પામે છે એટલે કે
અશરીરી સિદ્ધદશાને પામે છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની શ્રદ્ધા જ્ઞાન લીનતા તે
આત્મભાવના છે. ને એવી આત્મભાવના જ મોક્ષનું કારણ છે. આ સિવાય વ્યવહાર
રત્નત્રયના રાગથી લાભ માનીને તેની જે ભાવના કરે છે તેને દેહની જ ભાવના છે.
આમ સીધી રીતે તો દેહધારણ કરવાની ભાવના ભલે ન હોય, પણ દેહમાં આત્મબુદ્ધિ
વર્તે છે તે જ દેહને ધારણ કરવાનું કારણ છે. દેહના લક્ષે થતા રાગાદિની જેને ભાવના છે
તે પણ દેહને જ આત્મા માને છે. વ્યવહાર રત્નત્રયના રાગની જેને ભાવના છે તેને
રાગથી જુદા ચૈતન્યતત્ત્વની ભાવના નથી, પણ રાગની અને રાગના ફળની જ તેને
ભાવના છે, ને તે ભાવના જ ભવનું કારણ છે. ચૈતન્યસ્વરૂપ રાગરહિત નિર્વિકલ્પ છે
તેની ભાવના જ મોક્ષનું કારણ છે.
જુઓ, આ કાળે આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરનારા જીવો બહુ જ વિરલ
થોડા હોય છતાં સત્સમાગમે આત્માના સ્વભાવનું બહુમાન કરીને તેની હા પાડનારા
જીવો તો અનેક હોય છે, અને જેણે આત્મસ્વભાવનું બહુમાન કરીને તેની હા પાડી તે
જીવો પણ અનુક્રમે આગળ વધીને સમ્યગ્દર્શનાદિ પામશે. પણ જેણે પહેલેથી માર્ગ જ
ઊંધો લીધો છે, સત્ય સાંભળતાં પણ તેનો વિરોધ કરે છે, રાગથી ને શરીરની ક્રિયાથી
ધર્મ થાય એમ ઊંધી માન્યતાને પોષે છે એવા જીવો તો તત્ત્વનો વિરોધ કરીને
ભવભ્રમણમાં જ રખડે છે.
જેવું આત્માનું સ્વરૂપ છે તેવું જાણીને તેની ભાવના (–શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા)
તે મોક્ષનું કારણ છે. “ભાવના ભવનાશિની”–કઈ ભાવના? કે દેહ હું નહિ, મન–વાણી
હું નહિ. રાગાદિથી પણ પાર હું તો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું–આવી આત્મભાવના તે
ભવનો નાશ કરનારી છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે...”
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા જેવો છે તેવો જાણ્યા વગર તેની સાચી ભાવના હોય નહિ. જે
દેહની ક્રિયાઓને પોતાની માને–રાગને જ આત્માનું સ્વરૂપ માને તે તો દેહને અને
રાગને જ આત્મા માનીને તે દેહાદિની જ ભાવના ભાવે છે, દેહ તે જ હું’ એવા
અભિપ્રાયને લીધે તે ફરી ફરીને દેહને જ ધારણ કરે છે. જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માને દેહાદિથી ભિન્ન દેખે છે ને તે નિજ આત્મસ્વરૂપની જ ભાવના ભાવે છે, તે
આત્મભાવના વડે મુક્તિ પામે છે. આ રીતે ભાવનાઅનુસાર ભવ–મોક્ષ થાય છે.
જગતના બીજા જીવો પોતાની ભાવના સ્વીકારે કે ન સ્વીકારે પણ પોતાની
ભાવનાનું ફળ પોતાને આવે છે. શરીરની ક્રિયા સાથે તેનો સંબંધ નથી. જુઓ,
રામચંદ્રજી વનવાસ વખતે જ્યારે ગુપ્તિ–સુગુપ્તિ મુનિવરોને આહારદાન કરે છે ત્યારે ત્યાં
ઝાડ ઉપર બેઠેલા જટાયુ પક્ષીને પણ ભાવના જાગે છે, મુનિ પ્રત્યે ભક્તિ જાગે છે,

PDF/HTML Page 12 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૯ :
જાતિસ્મરણજ્ઞાન થાય છે, ને મુનિવરોના ચરણોદકમાં પડે છે ત્યાં તેનું શરીર પણ સુંદર
સોના જેવું થઈ જાય છે...પછી તો તે વ્રતધારી શ્રાવક થાય છે......ને સ્વર્ગમાં જાય છે.
અહીં તો એમ બતાવવું છે કે કાંઈ તે પક્ષીના શરીરથી આહારદાનની ક્રિયા નહોતી થઈ,
પણ તેને તેના અનુમોદનની ભાવના કરી, તો તે ભાવનાનું ફળ આવ્યું. તે તો
શુભભાવની વાત છે. એ પ્રમાણે જેને ચિદાનંદ સ્વરૂપ આત્મામાં જ આત્મભાવના છે તે
મુક્તિ પામે છે, ને જેને રાગની તથા દેહાદિની ભાવના છે, તેમાં જ આત્મબુદ્ધિ છે તે
જીવ દેહને ધારણ કરીને જન્મ–મરણ કરે છે. આ રીતે જે જીવ શુદ્ધાત્માને જાણીને તેની
ભાવના ભાવે છે તે શુદ્ધાત્મદશાને પામે છે, અને જે અશુદ્ધઆત્માને (રાગાદિને તથા
દેહાદિને) ભાવે છે તે અશુદ્ધ આત્માને જ પામે છે એટલે કે મિથ્યાદ્રષ્ટિપણે ભવભ્રમણમાં
રખડે છે. આ રીતે પોતાની ભાવના–અનુસાર ભવ કે મોક્ષ થાય છે. પણ ભાવના શ્રદ્ધા–
અનુસાર હોય છે. શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપ આત્મા હું છું–એવી જેને શુદ્ધાત્માની શ્રદ્ધા છે તે
જીવ તેની જ ભાવનાથી મુક્તિ પામે છે, અને દેહ તે જ હું–રાગાદિ તે હું’ એવી જેની
મિથ્યાશ્રદ્ધા છે તે જીવ તે રાગાદિની જ ભાવનાથી ભવમાં રખડે છે. જેને શુદ્ધઆત્માની
ભાવના નથી તેને દેહની જ ભાવના છે, દેહને ધારણ કરવાના કારણોને જ તે સેવી રહ્યો
છે, તેથી તે દેહને જ ધારણ કરે છે. જ્ઞાની તો શુદ્ધઆત્માને જ પોતાનો જાણીને,
શુદ્ધાત્માનું જ સેવન કરીને મુક્તિ પામે છે.
આ રીતે જીવની ભાવના જ ભવ–મોક્ષનું કારણ છે, એ સિવાય કર્મ કે ગુરુ તે
કોઈ ખરેખર ભવ મોક્ષનાં કારણ નથી. આમ જાણીને દેહાદિથી ભિન્ન પોતાના
શુદ્ધસ્વરૂપની ભાવના મુમુક્ષુએ કરવી.
।। ૭૪।।
जय जिनेन्द्र
જ્યાં ધર્મપ્રસંગે ભીડ પડે ત્યાં તન–મન–
ધન અર્પી દેતાં ધર્મી ઝાલ્યો ન રહે, એને કે’વું નો
પડે કે ભાઈ! તમે આટલું કરો ને! પણ સંઘ ઉપર,
ધર્મ ઉપર કે સાધર્મી ઉપર જ્યાં ભીડનો પ્રસંગ
આવ્યો ને જરૂર પડી ત્યાં ધર્માત્મા પોતાની સર્વ
શક્તિથી તૈયાર જ હોય. જેમ રણસંગ્રામમાં
રજપૂતનું શૌર્ય છૂપે નહિ તેમ ધર્મપ્રસંગમાં
ધર્માત્માનો ઉત્સાહ છાનો ન રહે. એવો સહજ
ધર્મપ્રેમ તેને હોય છે.

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
અનુભૂતિની ક્રિયા
પર્યાયમાં અશુદ્ધતા હોવાછતાં, શુદ્ધાત્માના અનુભવની રીત
ભાઈ, જ્યારે જો ત્યારે તારા અંતરમાં
આવો શુદ્ધ આત્મા પ્રકાશમાન છે, એકક્ષણ પણ
તેનો વિરહ નથી. જેમ ત્રિકાળને જાણનારા એવા
સર્વજ્ઞનો ત્રણકાળમાં કદી વિરહ નથી, તેમ
આત્માના શુદ્ધસ્વરૂપનો કદી વિરહ નથી, દ્રષ્ટિ
ખોલીને દેખ એટલી જ વાર છે; શુદ્ધનયરૂપી આંખ
ઊઘાડીને જો, તો આત્મા શુદ્ધસ્વરૂપે પ્રકાશી રહ્યો
છે. આવા આત્માના અનુભવની ક્રિયા અહીં
આચાર્યદેવે સમજાવી છે. આ અનુભૂતિની ક્રિયામાં
મોક્ષમાર્ગ સમાય છે.
શુદ્ધનયના વિષયરૂપ આત્મા કેવો છે તે પ્રગટ કરે છે, સમસ્ત પરભાવોથી જે
ભિન્ન છે, જે પોતાથી સમસ્તપ્રકારે પૂર્ણ છે, જેને આદિ અંત નથી, જે એકરૂપ છે,
સમસ્ત સંકલ્પ વિકલ્પની જાળનો જ્યાં વિલય થઈ ગયો છે–આવા આત્મસ્વભાવને
પ્રકાશમાન કરતો થકો શુદ્ધનય ઉદય પામે છે. જુઓ, આવા આત્માની અનુભૂતિ અને
પ્રતીત તે સમ્યગ્દર્શન છે.
કર્મનો ઉદય તે તો પરદ્રવ્યમાં ગયો, ને તે ઉદય તરફના રાગાદિ ભાવો તે
પરભાવો છે; આવા પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્ન જ્ઞાયકભાવમાત્ર આત્મસ્વભાવ
છે, તે સ્વભાવને શુદ્ધનય પ્રકાશે છે. પરદ્રવ્યો, તેના ભાવો તથા તેના નિમિત્તે થતા
રાગાદિ વિકારો એ બધાય આત્મસ્વભાવથી અન્ય હોવાથી પરભાવો છે; તે પરભાવોથી
તો જુદો; અને નિજસ્વભાવથી પરિપૂર્ણ,–એવો શુદ્ધઆત્મા છે. આવા શુદ્ધાત્માનો
અનુભવ શુદ્ધનયવડે થાય છે. આને જ શુદ્ધજીવતત્ત્વ કહેવાય છે.
શુદ્ધનય પોતે નિર્મળપર્યાય છે; તે ભૂતાર્થ અભેદ આત્માને દેખે છે; તેની સાથે
અભેદ કરીને તેને જ શુદ્ધનય કહી દીધો, અનાદિઅનંત એકરૂપ પારિણામિક
પરમજ્ઞાનસ્વભાવે વર્તતો જે ભૂતાર્થસ્વભાવ, તેને અનુભવનારો ‘શુદ્ધનય

PDF/HTML Page 14 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૧૧ :
ભૂતાર્થ’ છે એટલે શુદ્ધનયવડે આવા શુદ્ધાત્માનો અનુભવ કરવાયોગ્ય છે. આવા શુદ્ધાત્માના
અનુભવમાં કોઈ સંકલ્પ–વિકલ્પ નથી. શુદ્ધઆત્મામાં તો સંકલ્પ–વિકલ્પ નથી, ને તેનો
અનુભવ કરનારી પર્યાયમાં પણ સંકલ્પ–વિકલ્પ નથી. આવો અનુભવ થયો ત્યારે દ્રવ્યનું
ભાન થયું. આવો શુદ્ધઅનુભવ તે કર્મનો ક્ષયકરણશીલ છે, રાગાદિનો પણ ક્ષય કરનારો છે.
શરીરાદિ નોકર્મ, મોહનીયાદિ દ્રવ્યકર્મ કે રાગાદિ ભાવકર્મ એ ત્રણેથી ભિન્ન શુદ્ધાત્મઅનુભૂતિ
છે. અનંત ગુણોથી પૂર્ણ ભરેલો એવો આત્મસ્વભાવ તે અનુભૂતિમાં પ્રગટ થાય છે. તેમાં કોઈ
ભેદ નથી, વિકલ્પ નથી. આવી અનુભૂતિમાં જ સુખ છે. બીજે ક્યાંય સુખ નથી. સમ્યગ્દર્શન
પણ આવી અનુભૂતિથી જ પ્રગટે છે, ને સમ્યગ્જ્ઞાન પણ આવી અનુભૂતિથી જ પ્રગટે છે. એ
વાત ૧૪મી ગાથામાં આચાર્યભગવાન અલૌકિક રીતે સમજાવે છે–
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે.
શુદ્ધનય કેવા આત્માને દેખે છે? કેવા આત્માની અનુભૂતિથી સમ્યગ્દર્શન થાય
છે? તે અહીં બતાવે છે. અબદ્ધ અને અસ્પૃષ્ટ એટલે કર્મથી બંધાયેલો નહિ ને કર્મથી
સ્પર્શાયેલો નહિ; પર્યાયોના અનેક આકારરૂપ જે અન્ય–અન્ય પણું તેનાથી રહિત એવો
અનન્ય એક ચૈતન્ય આકારરૂપ; વધતી–ઘટતી અવસ્થારૂપ જે અનિયતપણું, તેનાથી
રહિત નિત્યસ્થિર ચૈતન્યસ્વભાવમાં નિયત એકાકાર; વિશેષો એટલે ગુણના ભેદો
તેનાથી રહિત અવિશેષ, તથા પરના સંપર્કથી થતું જે દુઃખ તેનાથી રહિત એકાન્ત
બોધબીજસ્વભાવરૂપ એવો અસંયુક્ત, આવા વિશેષણોસ્વરૂપ જે આત્મા, તેનો અનુભવ
શુદ્ધનયવડે થાય છે, શુદ્ધાત્માની અનુભૂતિ કહો, શુદ્ધનય કહો કે આત્મા કહો બધું અભેદ
છે. પર્યાયવડે અનુભવ કર્યો ત્યારે આવો આત્મા પ્રકાશમાન થયો.
શુદ્ધ આત્માને આ અબદ્ધ વગેરે પાંચ વિશેષણો કહ્યા તે પણ કાંઈ પાંચ ભેદ
બતાવવા માટે નથી; એકસાથે પાંચે ભાવોથી અભેદ આત્મા શુદ્ધપણે અનુભવમાં આવે
છે. પહેલાં અબદ્ધસ્પૃષ્ટ જાણે પછી અનન્યપણું જાણે–એમ કાંઈ ભેદ નથી, શુદ્ધનયના
અનુભવરૂપ આત્મામાં આ બધા વિશેષણો એકસાથે સમાઈ જાય છે. શુદ્ધનય અને તેના
વિષયરૂપ શુદ્ધઆત્મા બંનેને અભેદ કરીને વાત કરી છે; કેમકે શુદ્ધનયની અનુભૂતિમાં
કોઈ ભેદ ભાસતો નથી.
આ અનુભૂતિ શુદ્ધ જ્ઞાનચેતનારૂપ છે; કર્મચેતના કે કર્મફળચેતના તેનામાં નથી,
સાધકને તે હોય ભલે પણ અનુભૂતિથી તે બહાર છે. પહેલાં આવી ઉપયોગરૂપ
અનુભૂતિ થાય છે તે વખતે સમ્યગ્દર્શન થાય છે. પછી બહાર આવે ત્યારે પણ લબ્ધરૂપે
આવી અનુભૂતિ ધર્મીને વર્તે જ છે. ચોથા ગુણસ્થાનથી જ ધર્મીને શુદ્ધ જ્ઞાનચેતનાની
અનુભૂતિ શરૂ થઈ ગઈ છે. તે અનુભૂતિ આનંદચેતનારૂપ છે. આત્માની અનુભૂતિમાં
ઘણી ગંભીરતા છે. વ્યવહારની પર્યાય (રાગાદિ પર્યાય) તેમાં સમાતી નથી, તે તો

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
‘અનાત્મા’ છે શુદ્ધનયના આત્મામાં તેનો અભાવ છે. બદ્ધસ્પૃષ્ટ આદિ પરભાવો અભૂતાર્થ
હોવાથી, જ્યાં શુદ્ધનયવડે આત્મા અંતરમાં વળ્‌યો ત્યાં તે પરભાવો સ્વભાવથી બહાર રહી
જાય છે, ને તેનાથી રહિત એવા શુદ્ધ સ્વભાવપણે આત્મા અનુભવાય છે. આવો અનુભવ
કરે ત્યારે સ્વભાવની સમીપ થયો કહેવાય; ઉપયોગને સ્વભાવમાં જોડ્યો એટલે સ્વભાવની
સમીપતા થઈ, ને પરભાવથી દૂર થયો. બદ્ધ–સ્પૃષ્ટ આદિ વિકારી ભાવો કાંઈ શુદ્ધાત્માના
અનુભવમાં ભેગા નથી આવતા, કેમકે તે સ્વભાવની ચીજ નથી, એટલે સ્વભાવના
અનુભવથી તે બહાર રહી જાય છે. આવા અનુભવનું નામ શુદ્ધનય છે.
જિજ્ઞાસુનો પ્રશ્ન
શ્રી ગુરુએ કહ્યો તેવા શુદ્ધાત્માનો અનુભવ કરવાની જિજ્ઞાસાથી શિષ્ય પૂછે છે:
પ્રભો! આપે કહ્યો તેવા શુદ્ધાત્માનો અનુભવ કઈ રીતે થાય? ‘જેવો કહ્યો તેવો’ કંઈક
લક્ષમાં તો લીધો છે ને સાક્ષાત્ અનુભૂતિ માટે જિજ્ઞાસાથી પૂછે છે: પર્યાયમાં તો આ બંધ ને
વિકારી ભાવો દેખાય છે, તે હોવા છતાં તેનાથી રહિત શુદ્ધઆત્માની અનુભૂતિ કેવી રીતે
થાય? તે કૃપા કરીને સમજાવો. જુઓ આ સ્વાનુભવની નજીક આવેલા જિજ્ઞાસુનો પ્રશ્ન છે.
શ્રી ગુરુ તેને અનુભૂતિની રીત સમજાવે છે
શ્રીગુરુ તેને શુદ્ધાત્મસ્વરૂપ સમજાવે છે: હે શિષ્ય! પર્યાયમાં જે બંધન અને વિકાર
દેખાય છે તે અભૂતાર્થ છે, તે ભાવો આત્માના સ્વભાવભૂત નથી, શુદ્ધનયના વિષયરૂપ
આત્મામાં તે ભાવો નથી; માટે શુદ્ધાત્મસ્વરૂપને દેખનારા શુદ્ધનયવડે અનુભવ કરતાં તે
ભાવોથી રહિત એવી શુદ્ધાત્મઅનુભૂતિ થાય છે. જ્ઞાનસ્વભાવના અનુભવમાં તે ભાવો
ભેગા અનુભવાતા નથી પણ ભિન્ન રહે છે. માટે વિકારથી ભિન્ન થઈને, ને સ્વભાવમાં
એકત્વ કરીને અનુભવ કર, તો જેવો કહ્યો તેવો શુદ્ધાત્મા તને અનુભવમાં આવશે.
અનુભવમાં આવી શકે એવી આ વાત છે. આ વાત દ્રષ્ટાંતથી સ્પષ્ટ સમજાવે છે–
જેમ કમળપત્રને જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી જોતાં તેમાં જળથી સ્પર્શાવાપણું છે
તે ભૂતાર્થ છે એટલે કે અવસ્થામાં તે વિદ્યમાન છે; પણ કમળપત્રનો એવો સ્વભાવ છે કે
પાણી તેને સ્પર્શે નહિ, જરાક ઊંચું કરો તો તે કોરું ને કોરું હોય, એવા અસ્પર્શીસ્વભાવથી
જુઓ તો કમળપત્રમાં પાણીથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે, પાણી તેને અડ્યું જ નથી. તેમ
અનાદિકાળથી બંધાયેલા આત્માને કર્મબંધન અને વિકારી અવસ્થા તરફથી જુઓ તો તે
બંધાયેલો અને વિકારી દેખાય છે, એટલે અવસ્થામાં તે બંધન અને વિકાર ભૂતાર્થ છે,
વિદ્યમાન છે, પરંતુ આત્માના જ્ઞાનસ્વભાવમાં વિકારનો કે કર્મનો જરાય સ્પર્શ જ નથી,
આવા સ્વભાવની સમીપ જઈને (એટલે કે તેમાં ઉપયોગને જોડીને) અનુભવ કરતાં બંધન
અને વિકાર વગરનો શુદ્ધઆત્મા અનુભવમાં આવે છે; તે બદ્ધ–સ્પૃષ્ટાદિ ભાવો અભૂતાર્થ
હોવાથી, તેનાથી રહિત એવો આત્મા શુદ્ધનયવડે અનુભવાય છે.
એકલી વિકારી પર્યાયને જ દેખનારો જીવ, સ્વભાવથી દૂર ને વિકારની સમીપ થઈને

PDF/HTML Page 16 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૧૩ :
(વિકારમાં તન્મય થઈને) આત્માને વિકારી જ અનુભવે છે. પણ શુદ્ધનયવડે
સ્વભાવની સમીપ જા (તેમાં તન્મય થઈને એકત્વબુદ્ધિ કર) ને વિકારથી દૂર થા–તેને
ભિન્ન જાણ, તો શુદ્ધઆત્મા તને અનુભવમાં આવશે.
વાહ, ટૂંકામાં અનુભવનો માર્ગ સમજાવ્યો છે! વિકારને અભૂતાર્થ કરીને જ્યાં
સ્વભાવમાં એકતા કરી ત્યાં આનંદસહિત આત્મા અનુભવાય છે. તે એકાન્ત–બોધબીજરૂપ છે.
આવા સ્વભાવમાં એકત્વ કરવું તે ‘હુકમનો એક્કો’ છે, કોઈ પરભાવ તેને જીતી શકે નહિ.
ભાઈ, તારી કાયમી ટકતી ચીજ શું છે? એકલા જ્ઞાનઆનંદથી ભરેલો
એકસ્વભાવ તે તારી કાયમી ચીજ છે. વિકાર કે પરનો સંગ એ કાંઈ કાયમી ચીજ નથી,
એ તો ક્ષણમાં છૂટી જનાર છે; સ્વભાવમાં વળતાં એ વિકાર કે પરસંગ ભિન્ન રહી જાય
છે. માટે તે સ્વભાવ સાથે એકમેક નથી, પણ જુદા જ છે. અત્યારે પણ શુદ્ધનયવડે તે
જુદા જ અનુભવાય છે. આવો અનુભવ તે શુદ્ધનય છે; તે સમ્યગ્દર્શન છે, તેમાં આત્મા
સત્યસ્વરૂપે પ્રકાશમાન છે.
ભાઈ, જ્યારે જો ત્યારે તારા અંતરમાં આવો શુદ્ધઆત્મા પ્રકાશમાન છે. એકક્ષણ
પણ તેનો વિરહ નથી. જેમ ત્રિકાળને જાણનારા એવા સર્વજ્ઞનો ત્રણકાળમાં કદી વિરહ
નથી, તેમ આત્માના શુદ્ધસ્વરૂપનો કદી વિરહ નથી. દ્રષ્ટિ ખોલીને દેખ, એટલી જ વાર
છે શુદ્ધનયરૂપી આંખ ઊઘાડીને જો, તો આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશી રહ્યો છે–
વિકારીભાવો તે સ્વભાવમાં પ્રવેશી ગયા નથી, તે તો ઉપર–ઉપર તરે છે, સ્વભાવથી
બહાર જ રહે છે. આવા આત્માના સમ્યક્સ્વભાવનો તમે અનુભવ કરો એમ
આચાર્યદેવનો ઉપદેશ છે.
જેમ શ્રીમદ્રાજચંદ્રજી કહે છે કે–
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
તેમઅહીં કહે છે કે–
વિકારોભાવો આત્માના શુદ્ધસ્વભાવથી બહાર,
ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી તે અભૂતાર્થ થતાં નહિ વાર.
જુઓ, આ અનુભૂતિની ક્રિયા બતાવે છે. આ ક્રિયા તે ધર્મ છે; આ અનુભૂતિની
ક્રિયામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સમાય છે. – जय जिनेन्द्र
રે જીવ! આવા ભયંકર અસહ્ય દુઃખસમુદ્રમાં તને ચેન નથી પડતું તો તેમાંથી
ઊછળીને બહાર કેમ નથી નીકળી જતો! ને અંતરમાં ભરેલા આનંદસમુદ્રમાં ડુબકી
કેમ નથી મારતો! સંતો તો વારંવાર તને તારું આનંદધામ બતાવે છે.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
આત્મસ્વભાવની અનુભૂતિમાં તેના સર્વે ગુણોના
નિર્મળકાર્યની પ્રતીત ભેગી સમાઈ જાય છે
ભાદરવા સુદ ૧૨ (સં. ૨૦૨૨) ના રોજ
આ ‘ઉત્પાદવ્યયધ્રુવત્વ શક્તિ’ ઉપરના વિશેષ
મંથનથી પૂ. ગુરુદેવે પ્રવચનમાં જે ખાસ ભાવો
કહ્યા તેનો સાર અહીં આપવામાં આવ્યો છે.
આત્માની ૪૭ શક્તિમાં ઉત્પાદવ્યયધ્રુવત્વ નામની એક શક્તિ છે. ક્રમપ્રવૃત્તિ
એટલે ઉત્પાદ–વ્યય, ને અક્રમપ્રવૃત્તિ એટલે ધ્રુવતા, આત્માના સ્વભાવને દ્રષ્ટિમાં
લેનારને આવા ક્રમ–અક્રમ સ્વભાવનો નિર્ણય પણ થઈ જાય છે. સર્વજ્ઞદેવે ત્રણકાળ
જાણ્યા માટે ક્્રમબદ્ધપર્યાય થાય–એમ સર્વજ્ઞતાના આધારે તો ક્રમબદ્ધપર્યાયની સિદ્ધિ
થાય જ છે, પણ અહીં તો આત્માની જ શક્તિના આધારે ક્રમબદ્ધપર્યાયની સિદ્ધિ થાય
છે, તે વાત આજે બપોરના મંથનમાં આવી, તે અત્યારે કહેવાય છે.
અનંતશક્તિસમ્પન્ન આત્માને અનુભવમાં લેતાં તેની આ ઉત્પાદ–વ્યય–
ધ્રુવત્વશક્તિ પણ પ્રતીતમાં આવી જ ગઈ, ને તેની પ્રતીત થતાં અક્રમરૂપ ગુણ ને ક્રમરૂપ
પર્યાય તે પણ પ્રતીતમાં આવી જ ગયા. આ રીતે ઉત્પાદવ્યયધ્રુવત્વ શક્તિવડે પણ
ક્રમબદ્ધપર્યાય સિદ્ધ થઈ જાય છે. આમ તો આ ક્રમબદ્ધપર્યાયની વાત ઘણા ન્યાયથી
આવી ગયેલી છે, પણ આજે આ જુદી ઢબથી કહેવાય છે. દ્રવ્યમાં જ એવી શક્તિ છે કે
પર્યાયો ક્રમેક્રમે પ્રવર્તે, ને ગુણો એકસાથે અક્રમે રહે. એટલે દ્રવ્યસ્વભાવની પ્રતીતમાં
એની પ્રતીત પણ આવી જાય છે.
ક્રમ–અક્રમવર્તનરૂપ જે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ સ્વભાવ, તે સ્વભાવનો નિર્ણય
કરનારની દ્રષ્ટિ ક્યાં જાય છે?–આત્માના સ્વભાવમાં જાય છે, કેમકે આત્માના
સ્વભાવની દ્રષ્ટિથી જ તેના ધર્મનો સાચો નિર્ણય થાય છે. એકેક ગુણના ભેદના લક્ષે
યથાર્થ નિર્ણય થતો નથી. ગુણ કોનો? કે ગુણીનો; તે ગુણી એવા આત્મદ્રવ્ય

PDF/HTML Page 18 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૧૫ :
ઉપર દ્રષ્ટિ ગયા વગર તેના ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ ધર્મનો (કે ક્રમ–અક્રમવર્તીપણાનો)
નિર્ણય થાય નહિ. આત્મા ઉપર દ્રષ્ટિ રાખીને આત્માના ધર્મનો નિર્ણય થાય, પણ બીજે
ક્યાંય દ્રષ્ટિ રાખીને આત્માના ધર્મનો નિર્ણય થઈ શકે નહિ. આત્માને પ્રતીતમાં લેતાં
તેનો ઉત્પાદ–વ્યયધ્રુવસ્વભાવ પણ પ્રતીતમાં આવી જાય છે, એટલે તેમાં અક્રમરૂપ ગુણ
ને ક્રમરૂપ વર્તતી પર્યાય પણ પ્રતીતમાં આવી જ ગઈ.
જુઓ, આમાં પોતાના જ સ્વભાવ સામે જોઈને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થઈ
ગયો; તે નિર્ણય માટે સર્વજ્ઞ સામે જોવાનું ન આવ્યું.
અનંતગુણો એક સાથે અક્રમે રહેવારૂપ ધ્રુવતા, અને ક્રમેક્રમે પર્યાય થવારૂપ
ઉત્પાદ–વ્યય, આવો ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ આત્માનો એક ગુણ છે; એટલે જેણે આવા
ધર્મવાળા આત્માને દ્રષ્ટિમાં લીધો તેને ક્રમબદ્ધપર્યાય પણ ભેગી પ્રતીતમાં આવી જ ગઈ,
કેમકે તેવો સ્વભાવ આત્માની શક્તિમાં સમાયેલો છે.
આત્માને પ્રતીતમાં લેતાં તેના ધર્મો પણ પ્રતીતમાં આવી જાય છે. જો ક્રમે
પ્રવર્તતી પર્યાયરૂપ ઉત્પાદ–વ્યય ન માને તો તેણે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિવાળો
આત્મા માન્યો જ નથી. આત્મા ઉપર દ્રષ્ટિ જતાં તેના અક્રમગુણોની ને તેની ક્રમવર્તી
પર્યાયોની પ્રતીત થઈ જ જાય છે. અને આવા દ્રવ્યની દ્રષ્ટિનું ફળ સમ્યગ્દર્શન છે, તેમાં
રાગનું અકર્તાપણું પણ સમાઈ જાય છે. ‘મારા દ્રવ્યનો આવો ધર્મ છે કે ક્રમે અને અક્રમે
વર્તે’–આમ નક્કી કરવા જતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, ને દ્રવ્યની દ્રષ્ટિથી સમ્યગ્દર્શન
થાય છે. એટલે સમ્યગ્દર્શન થતાં જ ક્રમબદ્ધની ખરી પ્રતીત થાય છે; ને આત્મા રાગાદિ
પરભાવોના અકર્તાપણે પરિણમે છે.
આત્માની ખરી પ્રતીત ત્યારે કહેવાય કે તેના અનંતગુણની પ્રતીત પણ ભેગી
આવે. એકલી પર્યાયનું કે ગુણભેદનું લક્ષ છોડીને જ્યાં અખંડ દ્રવ્યનું લક્ષ થયું ત્યાં
દ્રવ્યના બધા ગુણો અનાદિઅનંત ક્રમ–અક્રમરૂપ વર્તતા પ્રતીતમાં આવ્યા. પર્યાયરૂપે ક્રમે
પરિણમવું ને ગુણરૂપે અક્રમે રહેવું–એવો મારો સ્વભાવ છે,–એમ બંને વાત દ્રવ્યદ્રષ્ટિમાં
ભેગી સમાઈ જ ગઈ.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
અહો, દ્રવ્યની દ્રષ્ટિમાં તો ગંભીરતા છે; તે અનંત ગુણને પોતામાં સમાવી દે
છે. અનુભૂતિમાં ધર્મીને એવું દ્રવ્ય આવ્યું કે જેના અનંત ગુણો અક્રમે ધ્રુવ રહે, ને
જેની પર્યાયો ક્રમેક્રમે ઉત્પાદ–વ્યયરૂપ થાય; આવું ઉત્પાદ–વ્યયધ્રુવસ્વરૂપ આત્મદ્રવ્ય
દ્રષ્ટિમાં લેવું તે સમ્યગ્દર્શન છે. આવા ઉત્પાદ–વ્યય ને ધ્રુવતારૂપ આત્માનો એક
ગુણ છે. આવા ગુણસહિત આત્મા ધર્મીને અનુભૂતિમાં આવ્યો; ત્યાં વિકલ્પનું
કર્તૃત્વ ન રહ્યું. પર્યાયબુદ્ધિ ન રહી. દ્રવ્યદ્રષ્ટિમાં રાગથી ભિન્ન નિર્મળ પરિણમન
થયું, ત્યાં રાગ તે કાળે હોય પણ તે કર્તૃત્વમાંથી બહાર રહી ગયો તે કાળે તેનું જ્ઞાન
રહી ગયું પણ કર્તૃત્વ ન રહ્યું. આવું દ્રવ્યદ્રષ્ટિનું ફળ છે. આમાં અપૂર્વ ધર્મ છે.
જુઓ આ ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય! ઠેઠ અંતરસ્વભાવમાં દ્રષ્ટિ ગઈ ત્યારે
ક્રમબદ્ધપર્યાયની પ્રતીત સાચી થઈ.
સર્વજ્ઞદેવે જોયું છે માટે ક્રમબદ્ધ છે–એમાં તો સર્વજ્ઞનો આધાર આપીને
ક્રમબદ્ધની સિદ્ધિ થઈ.–એ ન્યાય તો ઘણી વાર કહેવાઈ ગયો છે. અત્યારે તો,
વસ્તુના સ્વભાવમાં જ એવો ધર્મ છે કે તે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વરૂપ ધર્મના આધારે
ક્રમબદ્ધપર્યાયની સિદ્ધિ થઈ જાય છે, તે બતાવવું છે. આત્માની શક્તિના આધારે જ
તેની પર્યાયનું ક્રમબદ્ધપણું સિદ્ધ થઈ જાય છે.
(આવો ક્રમવર્તીરૂપ ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ સ્વભાવ તો બધાય દ્રવ્યોમાં છે,
જડમાં પણ છે; પણ આપણે તો અહીં આત્માની વાત અત્યારે મુખ્ય લેવી છે)
વસ્તુની ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિને ખ્યાલમાં લેતાં આ વાત ખ્યાલમાં આવી જાય
છે, કેમકે આત્માની આ શક્તિનું જ એવું કાર્ય છે કે ગુણોથી અક્રમપણે ને પર્યાયોથી
ક્રમપણે વર્તે.
આત્માના અનંતગુણ સર્વજ્ઞભગવાને જોયાં, તેમાં એક ગુણ ઉત્પાદ–વ્યય–
ધ્રુવતા છે, ધ્રુવતા એટલે અક્રમ રહેતા ગુણ, ને ઉત્પાદ–વ્યય એટલે ક્રમેક્રમે થતી
પર્યાયો. આવા ગુણ–પર્યાયસહિત ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વભાવવાળા આત્માને દ્રષ્ટિમાં
લેતાં સમ્યગ્દર્શન થાય છે. આત્માને અભેદ દ્રષ્ટિમાં લીધો તેમાં ભેગો આ ગુણ
આવી જ

PDF/HTML Page 20 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૧૭ :
ગયો, એટલે ગુણનું અક્રમવર્તીપણું ને પર્યાયનું ક્રમવર્તીપણું–એવી પ્રતીત આત્માની
અનુભૂતિમાં સમાઈ જ ગઈ. એના વગર આત્માને માન્યો જ ન કહેવાય.
આત્મામાં ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ શક્તિ ત્રિકાળ છે. હવે તેનું કાર્ય શું? –કે ગુણોને
અક્રમરૂપ રાખવા ને પર્યાયોને ક્રમરૂપ પ્રવર્તાવવી–એવું આ શક્તિનું કાર્ય છે. ત્રણેકાળે
વસ્તુમાં આવું અક્રમ ને ક્રમવર્તીપણું છે.
આત્મામાં ગુણઅપેક્ષાએ સદ્રશતા ને પર્યાયઅપેક્ષાએ વિસદ્રશતા–એવો જે
સ્વભાવ છે તેમાંથી પણ આ વાત નીકળે છે.
૨૧ મી અકર્તૃત્વશક્તિમાં, વિકારભાવનું કર્તૃત્વ ઉપરામ પામી ગયું–તેની વાત
છે. એટલે કે દ્રવ્યદ્રષ્ટિ થતાં આત્મા વિકારનો અકર્તા થયો, રાગને જાણવાનું રહ્યું પણ
તેનું કર્તૃત્વ જ્ઞાનમાં ન રહ્યું. આવી અકર્તૃત્વશક્તિથી આત્મા રાગના અકર્તાપણે શોભી
ઊઠ્યો. સમ્યગ્દર્શન થતાં જે અનંતશક્તિસમ્પન્ન આત્મદ્રવ્ય પ્રતીતમાં આવ્યું તેની સાથે
તેની આવી અકર્તૃત્વશક્તિ પણ પ્રતીતમાં આવી, એટલે રાગનું અકર્તાપણું પ્રગટ્યું.–
આવું અકર્તૃત્વશક્તિનું કાર્ય છે. સમ્યગ્દર્શન થતાં બધાય ગુણો સ્વકાર્યને કરે છે,
નિર્મળપણે પરિણમન શરૂ થાય છે.
સમ્યગ્દ્રષ્ટિને રાગનું અકર્તૃત્વ કેમ થયું?–કે આત્માની અનુભૂતિમાં રાગના
અકર્તાપણારૂપ અકર્તૃશક્તિ પણ ભેગી અનુભૂતિમાં આવી ગઈ છે, એટલે ત્યાં રાગનું
કર્તૃત્વ રહ્યું નથી, રાગના અકર્તારૂપ પરિણમન થયું છે. આત્માના સ્વભાવની દ્રષ્ટિ થતાં
આવા અકર્તૃત્વરૂપ નિર્મળપર્યાયનો ક્રમ શરૂ થયો તે દ્રષ્ટિનું ફળ છે. રાગનું કર્તૃત્વ
આત્માના કોઈ ગુણમાં નથી એટલે આત્માની પ્રતીત થતાં કોઈ ગુણમાં રાગના
કર્તૃત્વરૂપ પરિણમન રહેતું નથી. રાગનું જ્ઞાન ભલે રહે પણ તેનું કર્તૃત્વ રહેતું નથી.
દ્રવ્ય–ગુણમાં જે અકર્તૃત્વ હતું તે અકર્તૃત્વ (સ્વભાવદ્રષ્ટિ થતાં) પર્યાયમાં પણ વ્યાપી
ગયું, એટલે પર્યાય પણ રાગના અકર્તૃત્વરૂપ થઈને પરિણમી. આ રીતે, ધર્મીને રાગ
વખતેય અકર્તૃત્વશક્તિ ‘રાગના કર્તૃત્વથી ઉપરામરૂપે’ પરિણમી રહી છે, રાગના
અભાવરૂપે પોતે પરિણમે છે. આનું નામ ‘જ્ઞાન આસ્રવોથી નિવર્ત્યું’ એમ કહેવાય છે.
આવું કાર્ય થાય ત્યારે અકર્તૃત્વ