Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 4

PDF/HTML Page 21 of 75
single page version

background image
૧૪ : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
તેમની આત્મિક–આરાધનાની પવિત્ર કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન
(લેખાંક–૧પ : આ કથા આ અંકે પૂરી થાય છે)
પ્રિય પાઠક! આપણા કથાનાયક મહાત્માએ મહાબલના ભવથી માંડીને ભગવાન
ઋષભદેવ સુધીના દશ ભવમાં જે ધર્મસાધના કરી અને તીર્થંકર થઈને ધર્મતીર્થનું
પ્રવર્તન કર્યું તેનું જે વર્ણન ભગવત્ જિનસેનસ્વામીરચિત મહાપુરાણના ૨પ પ્રકરણ
સુધીમાં છે, તે આપે ટૂંકમાં અહીં સુધીમાં વાંચ્યું. ત્યારપછી ૨૬ મા પ્રકરણથી ૪૭ પ્રકરણ
સુધી ભરતચક્રવર્તીના દિગ્વિજય વગેરેનું, તેમજ બાહુબલી, જયકુમાર વગેરે
મહાપુરુષોના જીવનનું વર્ણન છે, અને પછી ઉત્તર–પુરાણમાં (પ્રકરણ ૪૮ થી ૭૬ માં)
બાકીના ૨૩ તીર્થંકરભગવંતો, ચક્રવર્તીઓ, રામચંદ્રજી, હનુમાનજી વગેરે મહાપુરુષોની
જીવનકથા છે. ભગવાન ઋષભદેવના શાસનકાળમાં થયેલા બીજા ભરતાદિ
મહાપુરુષોના જીવનનું વિસ્તૃત વર્ણન તો તે–તે પુરુષોના જીવનચરિત્રમાં કોઈ વાર
કરીશું, અહીં તો તેમના મંગલસ્મરણ–અર્થે ટૂંકો ઉલ્લેખ જ કરીશું; ને પછી છેલ્લે
કૈલાસધામ ઉપર પહોંચીને ભગવાનનો મોક્ષકલ્યાણક જોઈશું.
ભરત ચક્રવર્તી અને બાહુબલી
ભગવાન ઋષભદેવના મોટા પુત્ર, ને પૂર્વે અનેક ભવ સુધી તેમની સાથે રહેનાર
ભરત, પુરિતમાલનગરીમાં ભગવાન ઋષભદેવના સમવસરણમાં વંદના કરીને અયોધ્યા
આવ્યા; ત્યાં પુત્રજન્મનો તથા ચક્રરત્નની ઉત્પત્તિનો ઉત્સવ કર્યો, ને પછી છ ખંડનો
દિગ્વિજય કરવા નીકળ્‌યા. જ્યારે સૌરાષ્ટ્રદેશમાંથી પસાર થયા ત્યારે વચ્ચે ગીરનારનો
મનોહર પ્રદેશ આવ્યો: અહીં ભવિષ્યમાં નેમિનાથ તીર્થંકર થશે–એમ સ્મરણ કરીને
ભરતચક્રવર્તીએ તે ભૂમિની વંદના કરી. છખંડનો દિગ્વિજય કરીને પાછા ફરતાં
કૈલાસપર્વત ઉપર ભગવાન આદિનાથના ફરી દર્શન કર્યા. ભરતે ભગવાનના દર્શન
કરીને દિગ્વિજયની શરૂઆત કરેલી. તે આજે ૬૦૦૦૦ વર્ષબાદ દિગ્વિજયની
પૂર્ણતાપ્રસંગે તેને ફરીને ઋષભદેવપ્રભુનાં દર્શન થયા. તેની સાથે ૧૨૦૦ પુત્રો હતા,
તેઓએ પોતાના આદિનાથદાદાને પહેલી જ વાર દેખ્યા, ને દેખીને પરમ આશ્ચર્ય
પામ્યા! તેઓ પોતાની

PDF/HTML Page 22 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૧પ :
માતા પાસે જઈને અત્યંત હર્ષપૂર્વક સમવસરણની શોભાનું ને આદિનાથ ભગવાનનું
વર્ણન કરવા લાગ્યા.
कैलासगिरि पर ऋषभजिनवर पदकमल हिरदे धरूं
કૈલાસની યાત્રા કરીને અયોધ્યાની નજીક આવતાં ભરતનું ચક્ર અટકી ગયું,
કેમકે ૯૯ ભાઈઓ હજી અણનમ હતા; તેઓએ ભગવાન આદિનાથ સિવાય બીજાને ન

PDF/HTML Page 23 of 75
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
નમવાનો નિરધાર કર્યો હતો. ભરતરાજાના દૂતદ્વારા સન્દેશો સાંભળીને ૯૮
ભાઈઓ તો સંસારથી વિરક્ત થઈ ગયા ને ‘દીક્ષા એ જ રક્ષા છે’ એમ સમજીને
ભગવાન આદિનાથ પ્રભુના શરણે જઈને મુનિ થયા, ને પછી કેવળજ્ઞાન પ્રગટ કરી
મોક્ષ પામ્યા.
બાકી રહ્યા એક બાહુબલી!
એમણે ન તો દીક્ષા લીધે કે ન
ભરતને નમન કર્યું. અંતે ભરત–
બાહુબલી વચ્ચે ત્રિવિધ યુદ્ધમાં ભરત
હાર્યા, ચક્ર છોડ્યું, વિજેતા બાહુબલી
સંસારથી વૈરાગ્ય પામીને દીક્ષિત થયા
ને એક વર્ષ સુધી પ્રતિમાયોગ ધારણ
કરીને ધ્યાનમાં લયલીનપણે
અદ્ભુત–આશ્ચર્યકારી તપ કર્યું. આ
ભવના ભાઈ, ને પૂર્વ ભવના પણ
ભાઈ–એવા ભરતચક્રી તેમનું પૂજન
કરવા આવ્યા, તે જ વખતે નિઃશલ્ય
થઈને તેઓ કેવળજ્ઞાન પામ્યા, ને
ભરતે રત્નોના અર્ઘવડે અતિભક્તિથી ફરીને બાહુબલી–કેવળીની મોટી પૂજા કરી.
કેવળજ્ઞાનપ્રાપ્ત બાહુબલી જિનદેવે અનેક દેશોમાં વિહાર કરી દિવ્યધ્વનિવડે સર્વે
જીવોને સંતુષ્ટ કર્યા ને પછી કૈલાસપર્વત ઉપર આવી પહોંચ્યા.
ભરતચક્રવર્તીએ એકવાર ૧૬ સ્વપ્નો દેખ્યા; તે તેનું ફળ જાણવા ભગવાનના
સમવસરણમાં ગયા; ભગવાનના ચરણોમાં ભક્તિથી પ્રણામ કરતાં જ તેમને
અવધિજ્ઞાન પ્રગટ્યું એ ૧૬ સ્વપ્નો આગામી પંચમકાળના સૂચક હતા.
જયકુમાર
ભગવાનને પ્રથમ આહારદાન દેનાર હસ્તિનાપુરના રાજા સોમપ્રભ અને
શ્રેયાંસકુમાર; શ્રેયાંસકુમાર તો ભગવાનના ૯ ભવના સાથીદાર, ને છેવટે ગણધર થયા;
સોમપ્રભરાજાના પુત્ર જયકુમાર; સોમપ્રભરાજાએ દીક્ષા લીધા પછી જયકુમાર
હસ્તિનાપુરના રાજા થયા, તેમજ ભરતચક્રવર્તીના તેઓ સેનાપતિ પણ હતા.
સુલોચનાદેવી સાથે તેનાં લગ્ન થયા; બંનેને જાતિસ્મરણ થતાં અનેક ભવોના સંબંધનું
જ્ઞાન થયું હતું. ઈન્દ્રે તે બંનેના ઉત્તમ શીલની પ્રશંસા કરી તેથી દેવીએ આવીને તેમના
શીલની પરીક્ષા કરી. એકદિવસ ભગવાનનો ઉપદેશ સાંભળીને જયકુમારે દીક્ષા લીધી,
તેની સાથે તેમના નાના ભાઈઓ

PDF/HTML Page 24 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૧૭ :
જયંત, વિજય, સંજયંતે, તેમજ ચક્રવર્તીના રવિકીર્તિ વગેરે અનેક પુત્રોએ દીક્ષા લીધી.
જયકુમાર ઋષભદેવપ્રભુના૭૧ મા ગણધર થયા ને મોક્ષ પામ્યા; સુલોચનાએ પણ દીક્ષા
લીધી, ને એકાવતારી થઈ. (જયકુમારની દીક્ષાનું દ્રશ્ય આ અંકમાં ટાઈટલ ૩ ઉપર છે.)
હવે આપણે પણ ભગવાનના સમવસરણમાં જઈને ભગવાનના ધર્મવૈભવને
નીહાળીએ:
ભગવાનનો ધર્મવૈભવ
મોક્ષમાર્ગના નાયક ને ધર્મતીર્થના પ્રવર્તક ભગવાન ઋષભદેવ સમવસરણમાં
૮૪ ગણધરોની વચ્ચે શોભી રહ્યા છે. તેમના સમવસરણમાં વીસ હજાર કેવળજ્ઞાનીઓ
ગગનમાં બિરાજે છે; ૪૭પ૦ શ્રુતકેવળીઓ છે; ૪૧પ૦ શિક્ષકમુનિવરો છે; ૯૦૦૦
અવધિજ્ઞાની મુનિવરો છે; ૨૦૬૦૦ વિક્રિયાઋદ્ધિધારક મુનિવરો છે; ૧૨૭પ૦
મનઃપર્યયજ્ઞાની મુનિવરો છે. એ રીતે કુલ ૮૪૦૮૪ (ચૌરાશી હજાર ને ચોરાશી)
મુનિવરોનો સંઘ બિરાજે છે,–તેમને નમસ્કાર હો. બ્રાહ્મી વગેરે ત્રણ લાખ પચાસ હજાર
અર્જિકામાતાઓ ભગવાનના ગુણોની ઉપાસના કરી રહ્યાં છે; દ્રઢવ્રતાદિ ત્રણ લાખ
શ્રાવકો ને સુવ્રતાદિ પાંચ લાખ શ્રાવિકાઓ ભગવાનની સ્તુતિ કરે છે; દેવો અને
તિર્યંચોનો પણ કોઈ પાર નથી. આવી ઉત્તમ ધર્મસભામાં દિવ્યધ્વનિના ધોધ છૂટી રહ્યા
છે ને કેટલાય જીવો સમ્યક્ત્વાદિ ધર્મ પામીને મોક્ષમાર્ગને સાધી રહ્યા છે.
જયકુમાર વગેરેની દીક્ષા બાદ ભરત મહારાજાએ સમવસરણમાં આવીને
ભગવાનની પૂજા કરી ને પરમભક્તિથી ધર્મોપદેશ સાંભળ્‌યો.
એ રીતે સજ્જનોને ઉત્તમ મોક્ષફળની પ્રાપ્તિ કરાવવા માટે ભગવાન એક લાખ
પૂર્વ (–તેમાં એક હજાર વર્ષ ને ૧૪ દિવસ કમ) સુધી આ ભરતભૂમિમાં તીર્થંકરપણે
વિચર્યા. જ્યારે તેમને મોક્ષ જવામાં ૧૪ દિવસ બાકી રહ્યા ત્યારે પોષ સુદ પૂર્ણિમાના
દિવસે કૈલાસપર્વત ઉપર ભગવાનનો યોગનિરોધ શરૂ થયો, દિવ્યધ્વનિ બંધ થઈ ગઈ.
બરાબર એ જ દિવસે અયોધ્યાનગરીમાં ભરતે સ્વપ્ન જોયું કે મેરુપર્વત ઊંચો
થઈને ઠેઠ સિદ્ધક્ષેત્ર સુધી પહોંચી રહ્યો છે, અર્કકીર્તિએ એવું સ્વપ્ન જોયું કે મહાઔષધનું
વૃક્ષ મનુષ્યોનાં જન્મરોગને મટાડીને સ્વર્ગમાં જાય છે; ગૃહપતિએ જોયું કે કલ્પવૃક્ષ
ઈચ્છિત ફળ આપીને સ્વર્ગમાં જઈ રહ્યું છે; પ્રધાનમંત્રીએ જોયું કે એક રત્નદ્વીપ લોકોને
રત્નસમૂહ આપીને આકાશમાં જવા તૈયાર થયેલ છે; એ જ રીતે સેનાપતિ વગેરેએ પણ

PDF/HTML Page 25 of 75
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
ભગવાન ઋભષદેવના મોક્ષગમનસૂચક સ્વપ્નો દેખ્યા. ને એ જ સવારે ‘આનંદ’
નામનો દૂત સમાચાર લાવ્યો કે ભગવાન મોક્ષ જવાની તૈયારી કરી રહ્યા છે.
તુરત જ સમસ્ત પરિવાર સહિત ભરતચક્રવર્તી ભગવાનના સમવસરણમાં
આવી પહોંચ્યા, ને ૧૪ દિવસ સુધી મહામહ નામની મોટી પૂજા કરી.
ભગવાનનું મોક્ષગમન
પોષ વદ ૧૪ (શાસ્ત્રીય
માહ વદ ૧૪) ના રોજ સૂર્યોદય
વખતે ભગવાન ઋષભદેવ
પૂર્વમુખે અનેક મુનિઓ સહિત
પર્યંકાસને બિરાજમાન થયા,
સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ નામના
ત્રીજા શુક્લધ્યાનવડે ત્રણે યોગનો
નિરોધ કરીને અયોગી થયા;
અંતિમ ગુણસ્થાને પાંચ
લઘુસ્વરના ઉચ્ચારણ જેટલા
સમયમાં ચોથા
વ્યુપરતક્રિયાનિવર્તિ નામના
શુક્લધ્યાનવડે ચાર
અઘાતીકર્મોનો અત્યંત અભાવ કરી, અશરીરી સિદ્ધપદને પામ્યા ને અષ્ટમહાગુણસહિત
ઊર્ધ્વગમન કરી તનુવાતવલયમાં લોકાગ્રે બિરાજમાન થયા. આત્મસુખમાં તલ્લીનપણે
અત્યારે પણ તેઓ ત્યાં બિરાજી રહ્યા છે.
તે સિદ્ધપ્રભુને નમસ્કાર હો.
જય આદિનાથ!
દેવોએ ભગવાન ઋષભદેવના મોક્ષકલ્યાણકનો ઉત્સવ કર્યો. એ વખતે ભરતનું
પ્રબુદ્ધચિત્ત પણ સ્નેહવશ શોકાગ્નિથી સંતપ્ત થઈ રહ્યું હતું. ત્યારે તેમના નાનાભાઈ
વૃષભસેનગણધરે તેમને વૈરાગ્યમય ધર્મોપદેશવડે આશ્વાસન આપ્યું ને ભગવાન
ઋષભદેવ વગેરે દસેય જીવોના પૂર્વભવોનું વર્ણન કર્યું. (જુઓ–દશજીવોની ભવાવલીનું
કોષ્ટક.)

PDF/HTML Page 26 of 75
single page version

background image
(૧) (૨) (૩) (૪) (પ) (૬) (૭) (૮) (૯) (૧૦)
ઋષભદેવ
તીર્થંકર
*
શ્રેયાંસ
ગણધર
*
ભરત
ચક્રવર્તી
*
બાહુબલી
કામદેવ
*
વૃષભસેન
ગણધર
*
અનંતવિજય
ગણધર
*
મહાસેન
*
શ્રીષેણ
*
ગુણસેન
ગણધર
*
જયસેન
*
જયવર્મા ધનશ્રી અતિ
ગૃહ
રાજા
નરક
પ્રીતિવર્ધન
ના
સેનાપતિ
પ્રીતિરાજા
ના
મંત્રી
પ્રીતિરાજાના
પુરોહિત – – –
મહાબલ નિર્નામિકા શાર્દૂલ
સિંહ ભોગભૂમિ ભોગભૂમિ ભોગભૂમિ
લલિતાંગ
દેવ સ્વયંપ્રભા દિવાકરદેવ પ્રભાકર દેવ કનકપ્રભ પ્રભંજનદેવ ઉગ્રસેન વૈશ્ય હરિવાહન રાજા નાગદત્ત વણિક લોલૂપ હલવાઈ
વજ્રજંઘ
રાજા શ્રીમતી રાણી મતિવર મંત્રી અકંપન સેનાપતિ આનંદ પુરોહિત ધનમિત્ર શેઠ સિંહ ભૂંડ વાનર નોળિયો
ભોગ
ભૂમિઆર્ય ભોગભૂમિ અહ મીન્દ્ર અહમીન્દ્ર અહમીન્દ્ર અહમીન્દ્ર ભોગભૂમિ ભોગભૂમિ ભોગ ભૂમિ ભોગ ભૂમિ
શ્રીધરદેવ સ્વયંપ્રભ ” ચિત્રાંગદ
દેવ મણિકુંડલ દેવ મનોહર દેવ મનોરથ દેવ
સુવિધિ
રાજા કેશવ પુત્ર વરદત્ત રાજા વરસેન રાજા ચિત્રાં–ગદ
રાજા
શાન્ત
દમન
રાજા
અચ્યુતેન્દ્ર અચ્યુત
દેવ ” ” ” ” અચ્યુત દેવ અચ્યુત દેવ અચ્યુત દેવ અચ્યુત દેવ
વજ્ર્રનાભી
ચક્રી ધનદત્ત સુબાહુ (ભા) મહાબાહુ
(ભાઈ)
પીઠ
(ભાઈ) મહાપીઠ (ભાઈ) જય (ભાઈ) વિજય (ભાઈ) જયન્ત
(ભા)
અપરા
જિત
(ભા)
સર્વાર્થ
સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ
ઋષભદેવ
તીર્થંકર શ્રેયાંસ ગણધર ભરત ચક્રી બાહુબલી વૃષભસેન (પુત્ર)
ગણધર
અનંતવિજય
(પુત્ર)
ગણધર
મહાસેન
(પુત્ર) શ્રીષેણ (પુત્ર) પુત્ર ગુણસેન
ગણધર
પુત્ર
જયસેન
સિદ્ધ સિદ્ધ સિદ્ધ સિદ્ધ સિદ્ધ સિદ્ધ સિદ્ધ સિદ્ધ સિદ્ધ
(આ દશે જીવો પૂર્વભવમાં એકસાથે મુનિરાજ પાસે ધર્મોપદેશ સાંભળી રહ્યા છે
તેના ભાવવાહી દર્શન માટે જુઓ પાછળ)

PDF/HTML Page 27 of 75
single page version

background image







ભગવાન ઋભષદેવ પૂર્વે આઠમા ભવે જ્યારે વજ્રજંઘ હતા તે ભવનું આ દ્રશ્ય
છે; બંને મુનિવરો તે ભવમાં તેમના પુત્રો જ હતા. દશે જીવો કોણકોણ છે તેનો ટૂંક
પરિચય નીચે મુજબ છે.
(૧) વજ્રજંઘરાજા........તે આગળ જતાં ભગવાન ઋષભદેવ તીર્થંકર થયા.
(૨) શ્રીમતીરાણી..........તે આગળ જતાં શ્રેયાંસકુમાર થયા.
(૩) બેઠેલા ચાર જીવોમાં પહેલાં મંત્રી છે તે આગળ જતાં ભરતચક્રવર્તી થયા.
(૪) બીજા સેનાપતિ છે તે આગળ જતાં બાહુબલી થયા.
(પ) ત્રીજા પુરોહિત છે તે આગળ જતાં વૃષભસેન–ગણધર થયા.
(૬) ચોથા શેઠ છે તે આગળ જતાં અનંતવિજય–ગણધર થયા.
(૭) ચાર તિર્યંચોમાં જે વાનર છે તે આગળ જતાં ગુણસેન–ગણધર થયા
(૮) જે સિંહ છે તે આગળ જતાં ઋષભદેવના પુત્ર મહાસેન થયા.
(૯) જે નોળિયું છે તે આગળ જતાં ઋષભદેવના પુત્ર જયસેન થયા.
(૧૦) જે ભૂંડ છે તે આગળ જતાં ઋષભદેવના પુત્ર શ્રીષેણ થયા.
ત્રીજા ભવમાં જ્યારે ભગવાન ઋષભદેવ વજ્રચક્રવર્તી હતા ત્યારે છેલ્લા આઠે
જીવો તેમના ભાઈ હતા. છેલ્લા ભવમાં તે આઠે જીવો ઋષભદેવના પુત્રો થયા. ને આ
દશે જીવો તે ભવમાં મોક્ષ પામ્યા..........તેમને નમસ્કાર હો.

PDF/HTML Page 28 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૧૯ :
દશે જીવોના પૂર્વભવો બતાવીને ગણધરદેવ ભરતને કહે છે કે હે ભરત! આપણે
બધા ચરમશરીરી છીએ. આ સંસારમાં તો ઈષ્ટ–અનિષ્ટ વસ્તુનો સંયોગ–વિયોગ થયા જ
કરે છે, એ જાણવા છતાં તું કેમ ખેદખિન્ન થાય છે!! પરમપિતા ભગવાન ઋષભદેવ તો
અષ્ટ કર્મને નષ્ટ કરીને અનુપમ મોક્ષપદને પામ્યા, એ તો પરમ ઈષ્ટ છે; ને આપણે પણ
થોડા જ સમયમાં એ મોક્ષમાં જવાનું છે; તો ભલા, આવી સંતોષની વાતમાં વિષાદ કેમ
કરે છે? ભગવાનના સમાગમથી આપણે શુદ્ધબુદ્ધિને પામ્યા છીએ, આત્મસ્વરૂપને જાણ્યું
છે, ને મિથ્યાદ્રષ્ટિઓને દુર્લભ એવા ભગવાનના તે શ્રેષ્ઠપદને આપણે પણ તુરતમાં જ
પામવાના છીએ. શુભાશુભકર્મવડે ઈષ્ટમિત્રનું મરણ થતાં તો ભલે શોક થાય–કેમકે તેને
તો પાછો સંસારમાં જન્મ થાય છે; પરંતુ જો ભવનો નાશ કરીને પરમ ઈષ્ટ એવું સિદ્ધપદ
મળે તો એ તો મહાન હર્ષની વાત છે, તેમાં ખેદ શાનો? અરે ભરત! ભગવાનના આઠે
શત્રુ નષ્ટ થયા ને મહાન આઠ ગુણ પ્રાપ્ત થયા, તો ભલા! એમાં શું હાનિ થઈ ગઈ?–કે
જેથી તું શોક કરે છે? માટે હવે મોહને છોડ....ને શોકને જીતવા માટે વિશુદ્ધબુદ્ધિને ધારણ
કર. પૂજ્ય પિતાજીનું શરીર છૂટી જતાં તું આટલો બધો શોક કરે છે તો દેખ, આ
દેવલોકો કે જેઓ ભગવાનના જન્મ્યા પહેલાં જ અત્યંત અનુરાગથી તેમની સેવા કરી
રહ્યા છે તેઓ ભગવાનના શરીરને ભસ્મ કરીને આટલા બધા આનંદથી કેમ નાચી રહ્યા
છે!
કદાચિત તું એમ કહીશ કે–‘હવે હું પ્રભુના દર્શન નહીં કરી શકું, હવે એમનાં
દિવ્યવચનો સાંભળવા નહીં મળે ને એમનાં ચરણોમાં મસ્તક ઝુકાવવાનું હવે નહીં મળે
એટલે સ્નેહવશ ઘણો શોક થાય છે.’
તારું એ કહેવું ભલે ઠીક હોય, પણ વીતેલી વસ્તુને પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરવી
એ પણ શું ભ્રાન્તિ નથી? અરે ભરત! પિતાજી તો ત્રણ લોકના અદ્વિતીય ગુરુ હતા ને
તું પણ ત્રણ જ્ઞાનનો ધારક છો, તો પછી મોહજન્ય સ્નેહવડે તારી ઉત્તમતાને કેમ નષ્ટ
કરી રહ્યો છો? શું તને આ ઈન્દ્રની પણ શરમ નથી આવતી? અને શું તને ખબર નથી
કે ઈન્દ્રની પહેલાં જ તું મોક્ષ જવાનો છો? અરે, આ સંસારમાં શું ઈષ્ટ? ને શું અનિષ્ટ?
જીવ વ્યર્થ સંકલ્પ કરીને ક્યાંક રાગ ને ક્યાંક દ્વેષ કરે છે, ને દુઃખી થાય છે. દુઃખથી
ભરેલી સંસારની આ સ્થિતિને ધિક્કાર હો. સંસારનું આવું જ સ્વરૂપ છે એમ સમજીને
વિદ્વાનોએ શોક ન કરવો જોઈએ. હે રાજન! વસ્તુનો સહજ સ્વભાવ જ એવો છે;
સંસારના સ્વરૂપને તો તું ઓળખે છે,–તો શું તું એ નથી જાણતો કે અનંત સંસારમાં આ
જીવને અનેક જીવો સાથે સેંકડો વખત સંબંધ થઈ ચૂક્યો છે.–તોપછી

PDF/HTML Page 29 of 75
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
અજ્ઞાનીની માફક મોહિત કેમ થાય છે? ત્રિલોકનાથ તીર્થંકરદેવનું શરીર પણ કર્મોદ્વારા
ઉપજેલું હોવાથી સ્થાયી નથી, માટે જ વિદ્વાનો તેને હેય સમજે છે. જે ભગવાન પહેલાં
આંખોવડે દેખાતા હતા તે હવે હૃદયમાં બિરાજી રહ્યા છે, તો એમાં શોક કરવા જેવું શું
છે? તું પોતાના ચિત્તમાં ધ્યાનવડે સદા એને દેખ્યા કર. યથાર્થ વસ્તુસ્વરૂપને ચિન્તવીને
નિર્મળજ્ઞાનજળ વડે તું આ શોકાગ્નિને બુઝાવ.
આ પ્રમાણે ઋષભસેનગણધરના પરમ ઉપદેશથી ભરતનું મન અતિશય શાન્ત
થયું; ચિન્તા છોડીને તેણે ગણધરદેવના ચરણોમાં ભક્તિથી નમસ્કાર કર્યા, ને
સંસારભોગથી તૃષ્ણાથી વિરક્ત થતો તથા મોક્ષને માટે ઉત્સુક થતો તે અયોધ્યાનગરીમાં
પાછો આવ્યો.
કોઈ એક દિવસે દર્પણમાં જોતાં, ભગવાન ઋષભદેવના મોક્ષદૂત સમાન સફેદ
વાળને દેખીને ભરતજી વૈરાગી થયા...રાજલક્ષ્મીને તૃણવત છોડીને અગમ્ય એવા
મોક્ષમાર્ગમાં ગમન કર્યું. દીક્ષા લીધી કે તરત તેને મનઃપર્યયજ્ઞાન પ્રગટ્યું, અને
ત્યારબાદ તરત જ કેવળજ્ઞાન પ્રગટ થયું. જે ભરત પહેલાં રાજાઓ વડે પૂજિત હતા તે
હવે ઈન્દ્રોવડે પણ પૂજિત બન્યા, ને ત્રણલોકના સ્વામી થયા. મુનિવરોને જે પરિચિત છે
એવા એ ભરતકેવળીએ સમસ્ત દેશમાં વિહાર કરીને દિવ્યધ્વનિવડે જગતનું કલ્યાણ
કર્યું. પછી યોગનિરોધ કરીને, જેમાં શરીરબંધન છૂટી ગયા છે ને સારભૂત સમ્યક્ત્વાદિ
અનંત ગુણોની મૂર્તિ જ રહી ગઈ છે તથા જે અનંત સુખનો ભંડાર છે–એવા
આત્મધામમાં તે ભરતેશ્વર સ્થિર થયા. ને જ્યાં ભગવાન ઋષભદેવ બિરાજે છે એવા
સિદ્ધાલયમાં જઈને બિરાજ્યા.
સિદ્ધાલયસ્થિત એ સિદ્ધપ્રભુને નમસ્કાર હો.
ભગવાન ઋષભદેવની સેવા કરનારા સૌનું કલ્યાણ થાઓ. તીર્થંકરોમાં જેઓ
પ્રથમ હતા, પ્રથમ ચક્રવર્તીના જેઓ પિતા હતા, મોક્ષનો મહાન માર્ગ જેમણે સાક્ષાત્
જોયો હતો, ને દિવ્યધ્વનિવડે જેમણે આ ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગ વહેતો કર્યો હતો–એવા
ભગવાન ઋષભદેવ અમને મોક્ષરૂપી ઉત્કૃષ્ટ આત્મ–સિદ્ધિ પ્રદાન કરો. જગતનું મંગલ
કરો.
जय ऋषभदेव...........जय आदिनाथ

PDF/HTML Page 30 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૨૧ :
‘પ્રકાશશક્તિ’ ના પ્રવચનરૂપ ‘આત્મપ્રકાશ’ ના બે ભાગ
આત્મધર્મ અંક ૨૭૯ તથા ૨૮પ માં આવી ગયા છે. બાકીનો ભાગ અહીં
આપ્યો છે. સ્વસંવેદનરૂપ પ્રકાશ પ્રગટાવવાની એવી સુંદર રીત સન્તોએ
બતાવી છે કે તેના વિચારમાં ને મનનમાં જ્ઞાનને રોકે તો સ્વાનુભવનો
માર્ગ મળે ને જન્મ–મરણનો ફેરો ટળે. માટે હે જીવ! તારા વીર્યબળને
સ્વતરફ ઉલ્લસાવીને તારા સ્વભાવની હા પાડ....ને પુરુષાર્થની તીખી
ધારાએ તે સ્વભાવનો અપૂર્વ પક્ષ કર.–આમ કરવાથી તને તારું સ્વસંવેદન
થશે ને આનંદ અનુભવાશે.
ભાઈ, તારો સ્વભાવ અચિંત્ય છે, તારો આત્મવૈભવ અનંત સામર્થ્યવાળો છે.
ક્ષેત્ર મોટું હોય માટે ઝાઝા ગુણ ને ક્ષેત્ર નાનું માટે ઓછા ગુણ–એમ નથી. મોટો આકાર
હો કે નાનો આકાર હો, દરેક આત્મામાં પ્રદેશો ને ગુણો સરખા છે, ઓછા–વધારે નથી.
તે ગુણોનું આ વર્ણન છે. આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહેતાં તેનામાં એકલું જ્ઞાન નથી પણ
જ્ઞાન સાથે અનંતગુણો છે, તે બતાવીને અનંતશક્તિવાળા આત્માની દ્રષ્ટિ કરાવવી છે.
શ્રુતપર્યાયે અંતરમાં વળીને જ્યાં ચૈતન્યસ્વભાવને ધ્યેય બનાવ્યો ત્યાં તેનું
પ્રત્યક્ષ સ્વસંવેદન થયું, સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રકાશમાનપણે પ્રગટ થયો.
શ્રુતપર્યાયમાં આખો આત્મા અનંતગુણસહિત પ્રત્યક્ષ થઈને સ્વસંવેદનમાં આવ્યો.
સ્વાનુભવ વખતે આત્મા પોતાના દ્રવ્યગુણપર્યાયમાં તન્મય થઈને પોતે પોતાને
સ્પષ્ટપણે વેદે છે, તે વેદનમાં રાગનો અભાવ છે. આવું વેદન કરે ત્યારે સમ્યગ્દર્શન થાય
છે. આવા સમ્યગ્દર્શન પછી જ્ઞાનની વિશેષ સ્પષ્ટતા ને ચારિત્રની વિશેષ સ્થિરતા પ્રગટે.
પ્રકાશશક્તિને લીધે આત્મામાં એવો સ્વભાવ છે કે પોતે પોતાના સ્વસંવેદનથી
જ પ્રત્યક્ષ થાય. અરૂપી અતીન્દ્રિય આત્મા રાગાદિના અભાવરૂપે ને અનંતગુણોની
શુદ્ધિના સદ્ભાવરૂપે સ્વસંવેદનમાં સ્પષ્ટ પ્રકાશે છે. સ્વસંવેદનમાં ચોથા ગુણસ્થાને પણ
આવું પ્રત્યક્ષપણું છે; એના વગર પ્રતીત સાચી થાય નહિ. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતાં આવું
સ્વસંવેદન પ્રગટે છે ને સમ્યગ્દર્શન થાય છે. સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થવાનો

PDF/HTML Page 31 of 75
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
આત્માનો સ્વભાવ ત્રિકાળ છે, પણ તે પ્રગટે ક્યારે? કે એવા સ્વભાવસન્મુખ દ્રષ્ટિ કરે
ત્યારે.
અરે, આવા આત્મસ્વરૂપના વિચારમાં–મનનમાં જ્ઞાનને રોકે તો તેના
અનુભવનો માર્ગ મળે, ને જન્મ–મરણનો ફેરો મટે. માંડ આવો દુર્લભ અવસર મળ્‌યો
તેમાં જો આ ન સમજે તો ક્યાંય આરો આવે તેમ નથી. તારી આત્મવસ્તુ એવી છે કે
એના ઉપર નજર કરતાં જ ન્યાલ કરી દ્યે. ભાઈ, દ્રષ્ટિ કરવા લાયક આત્મા કેવો છે–કે
જેના ઉપર દ્રષ્ટિ મુકતાં સમ્યગ્દર્શનરૂપી બીજ ઊગે ને કેવળજ્ઞાન થાય!–તો કહે છે કે
સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થવાનો જેનો સ્વભાવ છે એવા આત્માને દ્રષ્ટિમાં લે. એને દ્રંષ્ટિમાં
લેતાં જ આનંદસહિત સ્વસંવેદન થશે સમ્યગ્દર્શન થાય ને આનંદસહિત આત્મા પ્રત્યક્ષ
ન થાય–એમ બને નહીં. જેને આનંદનો અનુભવ નથી તેને સમ્યગ્દર્શન થયું જ નથી.
સાચી શ્રદ્ધા છે ને આનંદ નથી, અથવા જ્ઞાન છે ને આનંદ નથી,–એમ કોઈ કહે તો તેણે
અનંતગુણના પિંડને પ્રતીતમાં લીધો જ નથી; આત્મામાં જ્ઞાન–શ્રદ્ધા–આનંદ વગેરે સર્વ
ગુણોનું પરિણમન એક સાથે છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’–જોકે સમ્યક્ત્વ તો
શ્રદ્ધાગુણની પર્યાય છે, પણ તે શ્રદ્ધાની સાથે આનંદ છે, જ્ઞાન છે, પ્રત્યક્ષપણું છે, પ્રભુતા
છે,–એમ સર્વે ગુણો ભેગા પરિણમે છે; જ્ઞાન અને આનંદને સર્વથા જુદા માને, અથવા
શ્રદ્ધા અને આનંદને સર્વથા જુદા માને તેને અખંડ આત્માનો અનુભવ જ નથી,
અનેકાન્તની તેને ખબર નથી.
રાગને લીધે આત્મા પ્રત્યક્ષ થાય–એવો નથી. જેણે રાગને આત્માના
સ્વસંવેદનનું સાધન માન્યું તેણે સ્વસંવેદનમય પ્રકાશશક્તિવાળા આત્માને જાણ્યો નથી,
એણે તો રાગને જ આત્મા માન્યો છે. રાગવડે આત્માનો અનુભવ થવાનું માન્યું તેણે
રાગને જ આત્મા માન્યો. અંદરના સૂક્ષ્મ ગુણ–ગુણીભેદના વિકલ્પમાંયે એવી તાકાત
નથી કે તે આત્માનું પ્રત્યક્ષ વેદન કરી શકે. પ્રકાશગુણમાં એવી તાકાત છે કે તે
પરિણમીને સ્વસંવેદનમાં આત્માને પ્રત્યક્ષ કરે. આવા વૈભવવાળા ભગવાન આત્માને
વિકલ્પગમ્ય માન્યો તે તો તેનો અપવાદ કરવા જેવું થયું, જેમ મોટા રાજાને ભીખારી
કહીને કોઈ બોલાવે તો તેમાં રાજાનું અપમાન થાય છે, તેમ જગતમાં સૌથી મોટો આ
ચૈતન્યરાજા, તેને એક તૂચ્છ રાગમાં પ્રાપ્ત થાય એવો માની લેવો તે તેનું અપમાન છે,
મોટો ગુન્હો છે, ને તે ગુન્હાની શિક્ષા સંસારરૂપી જેલ છે. ભાઈ, આ સંસારની જેલમાં
અનંતકાળથી તું પૂરાયેલો છો; હવે આ જેલમાંથી તારે છૂટવું હોય તો ચૈતન્યરાજા જેવો
છે તેવો તું

PDF/HTML Page 32 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૨૩ :
ઓળખ. અરે, અનંતગુણના વૈભવથી ભરેલા ચૈતન્યભગવાનને રાગગમ્ય માનવો
તે તો તેને રાગી માનવા જેવું છે. સમ્યગ્દર્શને આખા આત્મદ્રવ્યને સ્વીકાર્યું છે, તેમાં
પ્રકાશશક્તિનો ભેગો સ્વીકાર છે, એટલે રાગ વગર સ્વસંવેદન થાય એવો આત્મા
સમ્યગ્દર્શને સ્વીકાર્યો છે, રાગવાળો આત્મા સમ્યગ્દર્શને સ્વીકાર્યો નથી.
સમ્યગ્દર્શનના આત્મામાં અનંત ગુણનું નિર્મળકાર્ય છે પણ રાગ તેમાં નથી.
અરે જીવ! એકવાર તારા વીર્યબળને સ્વતરફ ઉલ્લસાવીને તારા આવા
સ્વભાવની હા તો પાડ! પુરુષાર્થની તીખી ધારાએ આવા દ્રવ્યસ્વભાવનો અપૂર્વ
પક્ષ કર...તેનો ઉલ્લાસ લાવ. આવા સ્વભાવનો યથાર્થ નિર્ણય કરે તેને સ્વસંવેદન
થયા વગર રહે નહિ. આત્માનું આવું સ્વસંવેદન તે જ ધર્મ છે, તે જ મોક્ષમાર્ગ છે.
રાગનો અનુભવ જીવને અનાદિનો છે, તે કાંઈ ધર્મ નથી. રાગાદિ ભાવોનો
અનુભવ તે તો કર્મચેતના છે, ભગવાન આત્માને અનુભવમાં લેવાની તાકાત
તેનામાં નથી; અંતરમાં વળેલી જ્ઞાનચેતનામાં જ ભગવાન આત્માને અનુભવમાં
લેવાની તાકાત છે.
ભાઈ, તારા અંદરના શુભ વિકલ્પમાંય સ્વસંવેદન કરાવવાની તાકાત નથી,
તો પછી આત્માથી ભિન્ન બહારની વસ્તુમાં સ્વસંવેદન કરાવવાની તાકાત ક્યાંથી
હોય? માટે રાગની–વ્યવહારની ને પરાશ્રયની રુચિ છોડ ત્યારે જ તને પરમાર્થ
આત્મા અનુભવમાં આવશે. નિમિત્તનો ને વ્યવહારનો આશ્રય છોડીને
દ્રવ્યસ્વભાવનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં સ્વસંવેદન–પ્રત્યક્ષ પ્રગટે ને ત્યારે
સમ્યગ્દર્શન થાય; અને ત્યારે જ ખરેખર આત્માને માન્યો કહેવાય. આવા અનુભવ
પછી વિકલ્પ વખતે ધર્મીને બહુમાનનો એવો ભાવ આવે કે અહો! તીર્થંકરપ્રભુની
વાણી સાંભળવા મળી હતી, તેમાં આવો જ સ્વભાવ ભગવાન બતાવતા હતા,
સન્તો તે વાણી ઝીલીને આવો સ્વભાવ અનુભવતા હતા. આવા વીતરાગી દેવ–ગુરુ
મારા સ્વસંવેદનમાં નિમિત્ત છે;–એમ ધર્મીને તેમના વિનય અને બહુમાનનો ભાવ
આવે છે. એ રીતે તેને પરમાર્થસહિત વ્યવહારનું ને નિમિત્તનું પણ સાચું જ્ઞાન છે.
અજ્ઞાનીને એકેય જ્ઞાન સાચું નથી.
આત્મા દિવ્ય વસ્તુ છે, અનંતશક્તિનો દિવ્ય વૈભવ એનામાં ભર્યો છે; એની
એકેક શક્તિમાં દિવ્યતા છે. જ્ઞાનમાં એવી દિવ્યતા છે કે કેવળજ્ઞાન આપે; શ્રદ્ધામાં
એવી દિવ્યતા છે કે ક્ષાયિક સમ્યક્ત્વ આપે; આનંદમાં એવી દિવ્યતા છે કે અતીન્દ્રિય
આનંદ આપે; પ્રકાશશક્તિમાં એવી દિવ્ય તાકાત છે કે બીજાની અપેક્ષા વગર

PDF/HTML Page 33 of 75
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
પોતાના જ સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કરે. આવી દિવ્ય શક્તિવાળા આત્માને દેખે
તો દિવ્યદ્રષ્ટિ ઊઘડી જાય. તારા આત્માનો વૈભવ તારે દેખવો હોય તો તારી દિવ્ય
આંખો ખોલ. આ બહારની આંખ વડે એ નહીં દેખાય, અંદર રાગની આંખ વડે પણ તે
નહીં દેખાય; પણ ચૈતન્યના જ્ઞાનચક્ષુ ખોલ તો તને તારો દિવ્યવૈભવ દેખાશે.
ચૈતન્યદરબારની શોભા કોઈ અદ્ભુત ને આશ્ચર્યકારી છે.
પ્રભો! આ જે કાંઈ કહેવાય છે તે બધું તારામાં જ છે. તારા આત્મવૈભવની આ
વાત સન્તો તને સંભળાવે છે. વાહ રે ચૈતન્યપ્રભુ, તારી પ્રભુતા!! એકલા જ્ઞાનપ્રકાશનો
પૂંજ, એકલા આનંદનું ધામ! આવી અનંતશક્તિના ધામરૂપ આત્મા છે. તે શક્તિઓ
કારણરૂપ છે, ને તે કારણમાંથી કાર્ય આવે છે. સાચા કારણના સ્વીકાર વડે કાર્ય આવે
છે. કારણનો જ્યાં સ્વીકાર નથી ત્યાં કાર્ય ક્યાંથી આવશે? જ્યાં કારણપણે રાગનો જ
સ્વીકાર છે ત્યાં કાર્યમાં પણ રાગ આવશે. રાગકારણમાંથી વીતરાગીકાર્ય આવશે નહીં.
ભગવાન આત્માની અનંતી શુદ્ધ શક્તિઓ છે તેનો સ્વીકાર કરતાં (એટલે કે તેની
સન્મુખ થતાં) તે કેવળજ્ઞાનાદિ શુદ્ધ કાર્ય આપે છે એવી તેનામાં તાકાત છે. આત્માનું
શુદ્ધ કાર્ય આપવાની તાકાત બીજા કોઈમાં નથી. અનંત કારણશક્તિથી ભરેલા પોતાના
ચિદાનંદ સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં મિથ્યાત્વનો નાશ થાય છે ને તેમાં લીન થતાં
અસ્થિરતાનો નાશ થાય છે.–આમ નિર્મળકારણના સ્વીકારથી નિર્મળ કાર્ય પ્રગટી જાય
છે; બીજું કોઈ બહારમાં કારણ છે જ નહીં.
સ્વસન્મુખ થઈને આત્માનું સ્વસંવેદન જેને પ્રગટ્યું તેનામાં ચૈતન્યનો વીરરસ
પ્રગટ્યો, સ્વાનુભવનું વીર્ય પ્રગટ્યું, તે કાયરતાને (પરભાવને) પોતામાં આવવા ન દ્યે;
તેને પોતાની રક્ષા માટે રાગાદિની મદદ ન હોય. રત્નત્રયના સાધક કોઈ એક મુનિ
સંથારો કરે ત્યારે વૈયાવચ્ચ કરનારા બીજા મુનિઓ તેને ચૈતન્યના ઉપદેશ વડે વીરતા
ઉપજાવે છે. કોઈવાર મુનિને જરાક પાણીનો વિકલ્પ આવી જાય તો બીજા મુનિ
વૈરાગ્યથી કહે છે કે અરે મુનિ! અંદર ચૈતન્યના આનંદરસ ભર્યા છે તે આનંદના જળ
પીઓને! અત્યારે તો સ્વાનુભવના નિર્વિકલ્પઅમૃત પીવાનાં ટાણાં છે. આ પાણી તો
અનંતવાર પીધાં, તેનાથી તૃષા નહીં છીપે, માટે નિર્વિકલ્પ થઈને અંદરમાં સ્વાનુભવના
આનંદરસનું પાન કરો. ત્યારે તે મુનિ પણ બીજી જ ક્ષણે વિકલ્પ તોડીને નિર્વિકલ્પ–
આનંદના દરિયામાં ડુબકી મારે છે. તે આનંદને માટે પોતાના આત્મા સિવાય બીજા
કોઈનું અવલંબન નથી.

PDF/HTML Page 34 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૨પ :
સમ્યગ્દર્શન થતી વખતે જે સ્વસંવેદન થયું તે પ્રત્યક્ષ છે, તેમાં વ્યવહારના
અવલંબનનો અભાવ છે,–આવો અનેકાન્ત છે. વાત્સલ્ય, સ્થિતિકરણ, પ્રભાવના
વગેરે પ્રશસ્ત વ્યવહારના ઉપદેશ શાસ્ત્રમાં આવે છે, પણ તે બધા શુભવિકલ્પોથી
પાર અંદરમાં સ્વસંવેદન–પ્રત્યક્ષની જે પરિણતિ ધર્મીને વર્તે છે તે જ મોક્ષમાર્ગ છે.
ધર્માત્માને અંદરમાં ચિદાનંદ સ્વભાવના સ્વસંવેદનનું જે જોર છે તે સ્વયં પ્રકાશમાન
છે, તેમાં બીજા કોઈની મદદ નથી, કે અસ્પષ્ટતા નથી. અહા, આવા
આત્મસ્વભાવનું જેને સંવેદન થયું તે હવે પરમાત્માથી જુદો ન રહી શકે,
સ્વસંવેદનના બળે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને તે પોતે પરમાત્મા થઈ જશે,
ને અનંત સિદ્ધ ભગવંતોની સાથે જઈને રહેશે.
અરે જીવ! આવા જૈનદર્શનમાં, એટલે કે સર્વજ્ઞ પરમાત્માના પંથમાં તું
અવતર્યો, ને સર્વજ્ઞદેવે કહેલાતારા સ્વભાવને તું લક્ષમાં પણ ન લે,–તો તને શું
લાભ? આવો અવસર તારો ચાલ્યો જશે. પોતાના સ્વભાવમાં જે વૈભવ ભર્યો છે
તેને શ્રદ્ધાવડે ખેંચીને બહાર લાવ. જેમ અંદર પાણી ભર્યું છે તે ફૂવારામાં ઊછળે છે,
તેમ અંદર ચૈતન્યની શક્તિના પાતાળમાં પાણી ભર્યું છે તેમાં અંતરદ્રષ્ટિ કરતાં
પર્યાયમાં તે ઊછળે છે.
આત્મા સ્વયં પોતે પોતાને પ્રગટ–સ્પષ્ટ–પ્રત્યક્ષ વેદનમાં આવે ને તેમાં
પરોક્ષપણું કે અસ્પષ્ટપણું ન રહે એવો એનો પ્રકાશ–સ્વભાવ છે. પ્રકાશમાં અંધારા
કેવા? ચૈતન્યજ્યોત જાગતી પ્રકાશવતી છે, તે આંધળી નથી કે પોતે પોતાને ન
જાણે.
ભાઈ, તારી પ્રકાશશક્તિનો તું ભરોસો કર, એનો વિશ્વાસ કર ને પર્યાયમાં
તે ન પ્રગટે એમ બને નહીં. વર્તમાન પર્યાય અલ્પશક્તિવાળી હોવા છતાં પણ
અંતર્મુખ થઈને અનંત ગુણરત્નોથી ભરેલા આખા અદ્ભુત દરિયાને પ્રતીતમાં ને
અનુભવમાં લઈ લ્યે–એવી અદ્ભુત તારી તાકાત છે. દ્રવ્યસ્વભાવમાં અદ્ભુત
તાકાત છે તેની સન્મુખ થતાં પર્યાયમાં પણ અદ્ભુત તાકાત પ્રગટે છે. પર્યાય પોતે
એક સમયની છતાં અનંત ગુણના ત્રિકાળી પિંડને કબુલે–એ પર્યાયની તાકાત કેવી?
ભગવાન! તારી તાકાત તો જો. જેની સામે નજર કરતાં અમૃતની રેલમછેલ થાય
એવા તારા વૈભવની વાત અમૃતચંદ્રાચાર્ય દેવે કરી છે. ભગવાને જેવો આત્મા જોયો
તેવો આત્મા બતાવ્યો, ને તું સ્વસંવેદનથી પ્રત્યક્ષ જોઈ શકે એવી તારામાં તાકાત
છે. સમયસારની શરૂઆતમાં જ આચર્યદેવે કહ્યું હતું કે અમે સ્વાનુભવરૂપ

PDF/HTML Page 35 of 75
single page version

background image
: ૨૬ : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
નિજવૈભવથી શુદ્ધાત્માનું સ્વરૂપ કહીએ છીએ અને તમે તમારા સ્વસંવેદનથી તે પ્રમાણ
કરજો.–એટલે એવું પ્રત્યક્ષ સ્વસંવેદન કરવાની આત્મામાં તાકાત છે; માટે ‘અમને ન
સમજાય’ એવી કલ્પના કાઢી નાંખજે, ને સિદ્ધભગવાનને અંતરમાં સ્થાપીને સ્વસંવેદન–
પ્રત્યક્ષથી આત્માને અનુભવમાં લેજે. પરોક્ષ રહેવાનો તારો સ્વભાવ નથી પણ પોતે
પોતાને પ્રત્યક્ષ થવાનો સ્વભાવ છે. અહો! આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ થાય–આ વાત
અલૌકિક છે. જેમ ઊંચા હીરાની કિંમતની તો શી વાત! પણ તેની રજ પણ કિંમતી હોય;
તેમ જગતમાં શ્રેષ્ઠ એવા આ ચૈતન્યહીરાનું સ્વસંવેદન કરે તેના આનંદની તો શી વાત!
પણ તેના બહુમાનપૂર્વક શ્રવણ–મનન કરે તો તેનું ફળ પણ અલૌકિક છે. એવા વિકલ્પ
વડે પુણ્ય બંધાય તે પણ ઊંચી જાતના હોય.
સ્વયં પ્રકાશમાન એવા આત્મસ્વભાવનું ભાન થતાં પર્યાયમાં તેનું પરિણમન
પ્રગટે એટલે કે સ્વસંવેદન થાય. ગુણી એવા સ્વભાવના આશ્રયે તેનું વેદન થાય છે,
કોઈ નિમિત્તના પરના રાગના કે ગુણભેદના આશ્રયે તેનું વેદન થતું નથી. વર્તમાન
પર્યાય અંતરમાં તન્મય થઈને આખાય સ્વભાવને સ્વસંવેદનમાં લઈ લ્યે છે–એવી તેની
અદ્ભુતતા છે, ને તેની સાથે પ્રશાંત આનંદરસ પણ ભેગો છે.
* દુનિયા ગમે તેમ ડોલે સિદ્ધને કાંઈ વિકલ્પ નથી–એ તો નિજસ્વરૂપમાં અડોલ છે.
* આત્માનો જાણવાનો સ્વભાવ છે, વિકલ્પ કરવાનો નહીં.
* મારું શાંતિધામ મારામાં છે, એમાં ડુબકી મારતાં શાંતિ છે.
* શુદ્ધતામાં લીનતા તે સન્તોનું ચારિત્ર છે; રાગ તે ચારિત્ર નથી.
* ચારિત્ર તે ધર્મ છે: રાગ તે ચારિત્ર નથી એટલે રાગ તે ધર્મ નથી.
* શુદ્ધોપયોગ તે આત્માના પ્રાણ છે; તે પ્રાણ રાગવડે હણાય છે માટે રાગ તે હિંસા છે.
* વીતરાગભાવવડે શુદ્ધોપયોગ જીવંત રહે છે, માટે વીતરાગભાવ તે અહિંસા છે.
* હિંસા તે અધર્મ છે, અહિંસા તે ધર્મ છે.
* તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ.
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.

PDF/HTML Page 36 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૨૭ :
(અંક ૨૮પ થી ચાલુ) * (લેખાંક પ૨)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
જેને દેહથી ભિન્ન આત્મતત્ત્વનું જ્ઞાન નથી એવો મોહી જીવ આત્માની ક્રિયાને
દેહમાં જોડે છે ને દેહની ક્રિયાને આત્મામાં જોડે છે, તે વાત દ્રષ્ટાંતથી સમજાવે છે–
अनंतरज्ञः संघत्ते द्रष्टि पंगोर्यथाऽन्धके।
संयोगात् द्रष्टिमङ्गेऽपि संघत्ते तद्वदात्मनः।।९१।।
એક આંધળા માણસના ખભા ઉપર લંગડો બેઠો છે; તે લંગડો આંખવડે માર્ગ
દેખે છે, ને આંધળો ચાલે છે. ચાલવાની તાકાત લંગડામાં નથી ને દેખવાની તાકાત
આંધળામાં નથી. દેખવાની ક્રિયા તો લંગડાની છે ને ચાલવાની ક્રિયા આંધળાની છે–
આવા આંધળા અને લંગડા વચ્ચેના અંતરની જેને ખબર નથી તે માણસ લંગડાની
દ્રષ્ટિનો આંધળામાં આરોપ કરીને એમ માને છે કે આ લંગડો જ માર્ગ દેખીને ચાલે છે.–
તેનો આ આરોપ મિથ્યા છે, તેને ખબર નથી કે માર્ગ દેખનારો તો ઉપર જુદો બેઠો છે.
એ જ પ્રમાણે આ શરીર તો જ્ઞાન વગરનું આંધળું–જડ છે, ને આત્મા દેખતો છે પણ તે
શરીરની ક્રિયા કરવા માટે પાંગળો છે. શરીર હાલે–ચાલે તેને આત્મા જાણે છે, તે
જાણવાની ક્રિયા આત્માની છે; ને શરીરાદી ચાલવાની ક્રિયા તો જડની છે.–પણ જેને
જડ–ચેતનના અંતરની ખબર નથી, આત્મા અને શરીરની ભિન્નતાનું ભાન નથી એવો
અજ્ઞાની જીવ આત્માના જ્ઞાનનો શરીરમાં આરોપ કરીને એમ માને છે કે આ શરીર જ
જાણે છે–આંખથી જ બધું દેખાય છે, એટલે શરીર તે જ આત્મા છે.–પણ તેનો આ
આરોપ મિથ્યા છે, તેને ખબર નથી કે જાણનારો તો શરીરથી જુદો છે, શરીર કાંઈ નથી
જાણતું, જાણવાની ક્રિયા તો આત્માની છે.
વળી તે અજ્ઞાની જીવ એમ માને છે કે શરીર હાલે–ચાલે–બોલે તે બધી મારી
ક્રિયા છે, હું જ તે ક્રિયા કરું છું. પણ શરીર હાલે–ચાલે–બોલે તે તો જડની ક્રિયા છે, તે
જડ–આંધળું તેના પગથી (–તેની પર્યાયથી)

PDF/HTML Page 37 of 75
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
હાલે–ચાલે–બોલે છે, તે ક્રિયા આત્માથી થઈ નથી; આત્માએ તો તેને જાણવાની ક્રિયા
કરી છે. આ રીતે જડ–ચેતનની ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે. જડ–ચેતનની ક્રિયાનો આવો
ભેદ–તફાવત નહિ જાણનાર અજ્ઞાની જીવ તે બંનેને એકપણે માનીને સંસારમાં
પરિભ્રમણ કરે છે.
(વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ સાતમ: રવિવાર)
જુઓ, આ ભેદજ્ઞાનની વાત ચાલે છે. જડ–ચેતનની ભિન્નતાનું જેને જ્ઞાન નથી
તેને કદી સમાધિ થતી નથી.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેની ક્રિયા તો જાણવારૂપ જ છે. અને શરીર જડસ્વરૂપ
છે તે સ્વયં હાલવા–ચાલવાની ક્રિયાવાળું છે પણ તેનામાં દેખવાની ક્રિયા નથી. આત્મા
અને શરીર બંને પદાર્થો ભિન્ન ભિન્ન છે. બંનેની ક્રિયાઓ પણ ભિન્ન ભિન્ન છે. શરીર
ઊંચું–નીચું થાય–વ્યવસ્થિત પગ ઊપડે, ભાષા બોલાય તે બધી જડની ક્રિયા છે, જડ
આંધળા સ્વયં ચાલે છે, ને ત્યાં તે–તે ક્રિયાનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માની ક્રિયા
છે. પણ અજ્ઞાની કહે છે કે ‘મેં શરીરની ક્રિયા કરી; હું બોલ્યો, મેં જાળવીને પગ
મૂક્યો.’–એવી ભ્રમણાને લીધે તે અજ્ઞાની શરીરાદિ બાહ્યપદાર્થોમાં જ ઉપયોગની એક્તા
કરે છે, પણ શરીરથી ભિન્ન આત્મામાં ઉપયોગને જોડતો નથી. તેને અહીં સમજાવે છે કે
અરે મૂઢ! જડ અને ચેતનની ક્રિયાઓ ભિન્નભિન્ન છે; તારી ક્રિયા તો જાણવારૂપ છે,
શરીરની ક્રિયાઓ તારી નથી. માટે શરીરાદિ જડ સાથેનો સંબંધ તોડ ને ચૈતન્યસ્વભાવ
સાથે સંબંધ જોડ!
જડ–ચેતનના ભેદજ્ઞાન માટે અહીં આંધળા અને લંગડાનું સરસ દ્રષ્ટાંત આપ્યું
છે. આંધળામાં હાલવા–ચાલવાની તાકાત છે પણ માર્ગ દેખવાની તાકાત નથી; તેના
ખભા ઉપર લંગડો બેઠો છે, તેનામાં જાણવાની તાકાત છે પણ દેહને ચલાવવાની તાકાત
નથી. આંધળો ચાલે છે ને લંગડો દેખે છે. ત્યાં ચાલવાની ક્રિયા કોની છે?–આંધળાની
છે. દેખવાની ક્રિયા કોની છે? લંગડાની છે. એ રીતે બંનેની ક્રિયા ભિન્નભિન્ન છે. તેમ
શરીર જડ આંધળું છે, તેનામાં સ્વયં હાલવા–ચાલવાની તાકાત છે, પણ જાણવા–
દેખવાની તાકાત તેનામાં નથી. તેની સાથે એકક્ષેત્રે આત્મા રહેલો છે, તેનામાં જાણવા–
દેખવાની તાકાત છે પણ શરીરને ચલાવવાની તાકાત તેનામાં નથી. શરીર તેના
સ્વભાવથી જ હાલે–ચાલે છે, તે જડની ક્રિયા છે, ને તેને જાણે છે તે આત્માની ક્રિયા છે.–
આમ જડ–ચેતન બંનેની ભિન્નભિન્ન ક્રિયાઓ છે. આવી ભિન્નતાને જે જાણે તેને શરીરથી
ઉપેક્ષા થઈને આત્મસમાધિ થાય છે.
પ્રશ્ન:– આંધળાને તો કાંઈ ખબર નથી, એટલે લંગડો જ તેને માર્ગ બતાવીને
હલાવે–ચલાવે છે; તેમ શરીર તો જડ છે, તેને કાંઈ ખબર નથી, આત્મા જ તેની
ક્રિયાઓ કરે છે!

PDF/HTML Page 38 of 75
single page version

background image
શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૨૯ :
ઉત્તર:– અરે ભાઈ! એમ નથી. આંધળો તેના પગથી ચાલે છે, કાંઈ લંગડો તેને
નથી ચલાવતો. તેમ શરીર અને આત્માનો સંયોગ હોવા છતાં, શરીર તેની પોતાની
શક્તિથી ચાલે છે, તેનામાં જ્ઞાન ન હોવા છતાં તે સ્વયં પોતાની શક્તિથી જ હાલેચાલે
છે, આત્મા તેને નથી હલાવતો. આત્મા શરીરની ક્રિયા કરે છે–એમ અજ્ઞાનથી જ
પ્રતિભાસે છે; તેમજ શરીરની આંખ વડે આત્મા દેખે છે–એમ પણ અજ્ઞાનથી જ
પ્રતિભાસે છે. હું તો જ્ઞાન છું ને શરીર તો જડ છે, હું તો જાણનાર છું ને શરીર આંધળું
છે, હું તો અરૂપી છું ને શરીર જડ છે,–બંનેની ક્રિયાઓ અત્યંત ભિન્ન છે–એવું ભેદજ્ઞાન
અજ્ઞાની જીવ કરતો નથી, ને ભેદજ્ઞાન વિના જગતમાં કોઈ શરણ ભૂત નથી, ક્યાંય
શાંતિ કે સમાધિ નથી. અજ્ઞાની જીવ દેહથી ભિન્ન આત્માના ભાન વિના અનાદિથી
અનાથ થઈને રહ્યો છે. દેહ અને આત્માનો સંયોગ દેખીને એક્તાનો ભ્રમ અજ્ઞાનીને થઈ
ગયો છે, ને તેથી તે સંસારમાં રખડે છે. સંયોગ હોવા છતાં બંનેની ક્રિયાઓ જુદી જ છે–
એમ જો ભિન્નતા ઓળખે તો દેહબુદ્ધિ છોડે ને આત્મામાં એકાગ્રતા કરે.–એ રીતે
આત્મામાં એકાગ્રતાથી સમાધિ થાય, શાંતિ થાય ને ભવભ્રમણ છૂટે.
।। ૯૧।।
દેહ અને આત્માનો સંયોગ હોવા છતાં, ભેદજ્ઞાની અંતરાત્મા તેમને ભિન્નભિન્ન
સમજે છે, એ વાત હવે ૯૨ મી ગાથામાં કહેશે.
દેહ અને આત્મા એકક્ષેત્રે હોવા છતાં વચ્ચે ‘અત્યંત અભાવ’ રૂપી મોટો પર્વત છે.

PDF/HTML Page 39 of 75
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
સમ્યગ્દર્શન માટે પ્રાપ્ત થયેલો
સોનેરી અવસર
(બીજું બધું ભૂલીને
આત્મદર્શન માટે કટિબદ્ધ થઈએ)
વીર સં. ૨૪૮૯ ના શ્રાવણ વદ બીજ–કે જે દિવસે
પૂ. બેનશ્રી ચંપાબેનનો પ૦ મો જન્મ દિવસ હતો–તે
દિવસના પ્રવચનમાં પૂ. ગુરુદેવે મોહક્ષયનો અપૂર્વ માર્ગ
દર્શાવ્યો...અહા, જે ઉપાય ઉલ્લાસથી સાંભળતાં પણ
મોહબંધન ઢીલા પડવા માંડે....અને જેનું ઊંડું અંતર્મથન
કરતાં ક્ષણવારમાં મોહ નાશ પામે એવો અમોઘ ઉપાય
સન્તોએ દર્શાવ્યો છે. જગતમાં ઘણો જ વિરલ ને ઘણો જ
દુર્લભ એવો જે સમ્યક્ત્વાદિનો માર્ગ, તે આ કાળે
સન્તોના પ્રતાપે સુગમ બન્યો છે...એ ખરેખર મુમુક્ષુ
જીવોના કોઈ મહાન સદ્ભાગ્ય છે. આવો અલભ્ય
અવસર પામીને સંતોની છાયામાં બીજું બધું ભૂલીને
આપણે આપણા આત્મહિતના પ્રયત્નમાં કટિબદ્ધ થઈએ.
* * *
સ્વભાવની સન્મુખતા વડે લીન થઈને, મોહનો ક્ષય કરીને જેઓ સર્વજ્ઞ અરિહંત
પરમાત્મા થયા, તેમણે ઉપદેશેલો મોહના નાશનો ઉપાય શું છે? તે અહીં આચાર્યદેવ
બતાવે છે. પહેલાં એમ બતાવ્યું કે ભગવાન અર્હંતદેવનો આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેથી શુદ્ધ છે, એમના આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને, પોતાના
આત્માને તેની સાથે મેળવતાં, જ્ઞાન અને રાગની ભિન્નતા જાણીને સ્વભાવ અને
પરભાવનું પૃથક્કરણ કરીને જ્ઞાનનો ઉપયોગ અંર્ત–સ્વભાવમાં વળે છે, ત્યાં એકાગ્ર
થતાં ગુણ–પર્યાયના ભેદનો આશ્રય પણ છૂટી જાય છે, ને ગુણભેદનો વિકલ્પ છૂટીને,
પર્યાય શુદ્ધાત્મામાં અંતર્લીન થાય છે, પર્યાય અંતર્લીન થતાં મોહનો ક્ષય થાય છે, કેમકે
ત્યાં મોહને રહેવાનું કોઈ સ્થાન ન રહ્યું.

PDF/HTML Page 40 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૩૧ :
એ રીતે ભગવાન અર્હંતના જ્ઞાનદ્વારા મોહના નાશનો ઉપાય બતાવ્યો; હવે
એ જ વાત બીજા પ્રકારે બતાવે છે, તેમાં શાસ્ત્રના જ્ઞાનદ્વારા મોહના નાશની રીત
બતાવે છે: પ્રથમ તો, જેણે પ્રથમ ભૂમિકામાં ગમન કર્યું છે એવા જીવની વાત છે.
સર્વજ્ઞભગવાન કેવા હોય? મારો આત્મા કેવો છે? મારા આત્માનું સ્વરૂપ સમજીને
મારે મારું હિત કરવું છે–એવું જેને લક્ષ હોય તે જીવ મોહના નાશને માટે શાસ્ત્રનો
અભ્યાસ ક્યા પ્રકારે કરે? તે બતાવે છે. તે જીવ સર્વજ્ઞોપજ્ઞ એવા દ્રવ્યશ્રુતને પ્રાપ્ત
કરીને, એટલે કે ભગવાનના કહેલા સાચા આગમ કેવા હોય તેનો નિર્ણય કરીને,
પછી તેમાં જ ક્રીડા કરે છે...એટલે આગમમાં ભગવાને શું કહ્યું છે–તેના નિર્ણય
માટે સતત અંતરમંથન કરે છે. દ્રવ્યશ્રુતના વાચ્યરૂપ શુદ્ધઆત્મા કેવો છે તેનું
ચિંતન–મનન કરવું એનું જ નામ દ્રવ્યશ્રુતમાં ક્રીડા છે.
દ્રવ્યશ્રુતના રહસ્યના ઊંડા વિચારમાં ઊતરે ત્યાં મુમુક્ષુને એમ થાય કે
આહા! આમાં આવી ગંભીરતા છે!! રાજા પગ ધોતો હોય ને જે મજા આવે–તેના
કરતાં શ્રુતના સૂક્ષ્મ રહસ્યોના ઉકેલમાં જે મજા આવે–તે તો જગતથી જુદી જાતની
છે. શ્રુતના રહસ્યના ચિંતનનો રસ વધતાં જગતના વિષયોનો રસ ઊડી જાય છે.
અહો, શ્રુતજ્ઞાનના અર્થના ચિંતનવડે મોહની ગાંઠ તૂટી જાય છે. શ્રુતનું રહસ્ય
જ્યાં ખ્યાલમાં આવ્યું કે અહો, આ તો ચિદાનંદ સ્વભાવમાં સ્વસન્મુખતા કરાવે
છે...વાહ! ભગવાનની વાણી! વાહ, દિગંબર સંતો!–એ તો જાણે ઉપરથી
સિદ્ધભગવાન ઊતર્યા! અહા, ભાવલિંગી દિગંબર સંતમુનિઓ!–એ તો આપણા
પરમેશ્વર છે, એ તો ભગવાન છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય, પૂજ્યપાદસ્વામી,
ધરસેનસ્વામી, વીરસેનસ્વામી, જિનસેનસ્વામી, નેમિચંદ્રસિદ્ધાંતચક્રવર્તી,
સમન્તભદ્રસ્વામી, અમૃતચંદ્રસ્વામી, પદ્મપ્રભસ્વામી, અકલંકસ્વામી,
વિદ્યાનંદસ્વામી, ઉમાસ્વામી, કાર્તિકેયસ્વામી–એ બધાય સન્તોએ અલૌકિક કામ
કર્યા છે.
અહા! સર્વજ્ઞની વાણી અને સન્તોની વાણી ચૈતન્યશક્તિના રહસ્યો
ખોલીને આત્મસ્વભાવની સન્મુખતા કરાવે છે. એવી વાણીને ઓળખીને તેમાં
ક્રીડા કરતાં, તેનું ચિંતન–મનન કરતાં જ્ઞાનના વિશિષ્ટ સંસ્કાર વડે આનંદની
સ્ફુરણા થાય છે, આનંદના ફૂવારા ફૂટે છે, આનંદના ઝરા ઝરે છે. જુઓ, આ
શ્રુતજ્ઞાનની ક્રીડાનો લોકોત્તર આનંદ! હજી શ્રુતનો પણ જેને નિર્ણય ન હોય તે
શેમાં ક્રીડા કરશે? અહીં તો જેણે ભૂમિકામાં ગમન કર્યું છે એટલે દેવ–ગુરુ–શાસ્ત્ર
કેવા હોય તેની કંઈક