PDF/HTML Page 1 of 45
single page version

PDF/HTML Page 2 of 45
single page version

શુદ્ધઆત્માના આનંદ સામે જોજે. શૂરવીર થઈને–ઉદ્યમી થઈને
પ્રતિકૂળતામાં કે પુણ્યની મીઠાસમાં કયાંય અટકતા નથી; એને
બંધનથી સર્વથા પ્રકારે જુદો અનુભવે છે. આવો અનુભવ
અંતરમાં એકાગ્ર કરીને ત્રિકાળી ચૈતન્યપ્રવાહરૂપ આત્મામાં મગ્ન
જાણ. આમ સર્વ પ્રકારે ભેદજ્ઞાન કરીને તારા એકરૂપ
પામીને હે જીવ! ભેદજ્ઞાન વડે શુદ્ધઆત્માને અનુભવમાં લઈને તું
PDF/HTML Page 3 of 45
single page version

પચીસ વર્ષ પૂરા થાય છે. ત્યારે ગુરુદેવના
પરમ ઉપકારથી ભરેલા સંસ્મરણો ઘણી
ભકિતથી જાગૃત થાય છે...ને પવિત્ર સંતોના
ચરણોમાં વીતેલા મધુરતાભર્યા પચીસ વર્ષ
હૃદયને પુલકિત કરે છે.
આ અબુધ બાળકને તે વખતે તો કલ્પના પણ ન હતી કે હવેનું આખુંય જીવન આ
સંતના ચરણમાં જ રહેવાનું મહાભાગ્ય મળશે. તે વખતે તો મારા વડીલ ભાઈજીની સાથે
માત્ર ચાર દિવસ માટે રાજકોટ આવેલો, અને મારા ભાઈજીની પ્રેરણાથી એક
ડાયરીબુકમાં મેં ગુરુદેવના પ્રવચનમાંથી થોડીક નોંધ કરી. તે વખતે પ્રવચનમાં
સમયસારની છઠ્ઠી ગાથાનો છઠ્ઠો દિવસ ચાલતો હતો...ને મેં પહેલું વાકય આ લખ્યું હતું
: ‘દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય જે છે તે જ છે.’
થવા દ્યે! અજાણ્યો અજાણ્યો રસ્તો શોધતો હું સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યાં તો
અચાનક વરસાદ આવવા લાગ્યો –જાણે કે એ વરસાદરૂપી મધુરી વાણીદ્વારા આકાશ
મને કહેતું હોય કે ‘તું અહીંથી જા મા...અહીં જ તારું હિત છે.’ છતાં હું તે આકાશવાણી
ન સમજ્યો ને સ્ટેશન તરફ આગળ પહોંચ્યો. સ્ટેશનની નજીક પહોંચતા જ જોયું કે
ટ્રેઈન તો આ ચાલી જાય!!
PDF/HTML Page 4 of 45
single page version

આ વાત લક્ષમાં તો લે. માંડ આવા ટાણાં મળ્યા
છે...તેમાં કરવાનું તો એક આ જ છે. અંદરમાં જરા
ધીરો થઈ, બહારના કાર્યોનો રસ છોડી, વિચાર કર તો
તને જણાશે કે આત્માનો સ્વભાવ અને રાગ બંને એક
થઈને રહેવા યોગ્ય નથી પણ જુદા પડવા યોગ્ય છે.
બંનેનો સ્વભાવ જુદો છે તેથી જુદા પડી જાય છે.
ભાઈ! સમય–સમય કરતાં કાળ તો ચાલ્યો જ જાય છે;
તેમાં જો તું તારા સ્વભાવ–સન્મુખ ન થયો તો તેં શું
કર્યું? જે કરવા જેવું કાર્ય છે તે તો આ જ છે. ગમે
તેટલા પ્રયત્નવડે પણ વિકારથી ભિન્ન ચેતનનો
અનુભવ કરવો–તે જ કરવાનું છે.
PDF/HTML Page 5 of 45
single page version

પરાશ્રિત એવા સમસ્ત વ્યવહારને છોડીને અને સ્વાશ્રિત એવા સમ્યક્
નિશ્ચયરૂપ શુદ્ધ આત્મામાં એકમાં જ નિષ્કંપ રહીને વીતરાગમાર્ગી
સંતોએ મોક્ષમાર્ગ સાધ્યો છે, અમે પણ એ જ વિધિથી મોક્ષમાર્ગ સાધી
રહ્યા છીએ...ને જગત પણ એ જ એક વિધિથી મોક્ષમાર્ગને સાધો.
બધા અંદરમાં કઈ રીતે મોક્ષમાર્ગને સાધે છે તે અહીં બતાવ્યું છે. આમાં જૈનશાસનનો
નીચોડ આવી જાય છે.
એકાગ્રતા વડે જ સુખ છે; કોઈપણ પરાશ્રયભાવમાં સુખ નથી. પરાશ્રિતભાવ તે તો
દુઃખ છે; માટે બધોય પરાશ્રયભાવ છોડવાનો ભગવાનનો ઉપદેશ છે, ને એકલા શુદ્ધ–
PDF/HTML Page 6 of 45
single page version

આશ્રયથી લાભ માને, તો તેણે ભગવાનના સ્વાલંબી ઉપદેશને જાણ્યો નથી.
ભગવાનનો ઉપદેશ તો સ્વાલંબનનો એટલે કે શુદ્ધાત્માના આશ્રયનો છે; એમ કરે તેણે
જ ભગવાનના ઉપદેશને યથાર્થ ઝીલ્યો કહેવાય.
કરીને આનંદને અનુભવે છે. –એટલે સમ્યગ્દ્રષ્ટિ થવાની પણ આ જ રીતે છે કે
વ્યવહારનો આશ્રય છોડીને શુદ્ધઆત્માનો આશ્રય કરવો, –એ પણ આમાં આવી ગયું.
ભાઈ! તારે જન્મ–મરણનાં દુઃખોનો અંત લાવવો હોય ને પરમ સુખનો અનુભવ કરવો
હોય તો પરથી અત્યંત ભિન્ન આત્માને જાણીને તેમાં જ સ્થિરતા કર.
છોડીને, પોતાના શુદ્ધસ્વરૂપમાં જ એકાગ્ર થઈને તેના અનુભવથી સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પ્રગટ કરે છે. આ રીતે શુદ્ધાત્માના આશ્રયે મોક્ષમાર્ગ છે માટે તેનો આશ્રય
કરવા જેવો છે; ને જેટલા પરાશ્રિત વ્યવહારભાવો છે તે બધા મોક્ષમાર્ગ નથી પણ
બંધમાર્ગ છે માટે તે બધાનો આશ્રય છોડવા જેવો છે. અહો, આવો સ્પષ્ટ માર્ગ
ભગવાને દિવ્યધ્વનિ દ્વારા સમવસરણમાં બતાવ્યો ને ગણધર વગેરે સન્તોએ તે ઝીલ્યો,
ને જગતના જીવોને ઉપદેશ્યો. આવા માર્ગનો નિશ્ચય તો કરો!
રાગના આશ્રયે કે શરીરના આશ્રયે મોક્ષમાર્ગ કહ્યો નથી. મોક્ષ કોણ પામે? કે જે
નિશ્ચયરૂપ શુદ્ધાત્માનો આશ્રય કરે તે; ‘‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે
નિર્વાણની.’’
છે, જોરથી પોતાના સ્વભાવનું અવલંબન કરે છે...શુદ્ધ જ્ઞાનઘન સ્વભાવના મહિમામાં
પોતાના આત્માને એકાગ્ર કરે છે...નિષ્કંપપણે આક્રમીને શુદ્ધસ્વરૂપમાં પહોંચી જાય છે.
PDF/HTML Page 7 of 45
single page version

અનુભવમાં લ્યે છે. સમ્યક્ નિશ્ચયને એકને જ અનુભવીને શુદ્ધજ્ઞાનઘનના મહિમામાં
જ્ઞાન સ્થિર થયું–તે જ શરણ છે, તે જ શાંતિ છે, તે જ મોક્ષમાર્ગ સાધવાની રીત છે.
કરવાથી મોક્ષમાર્ગ સધાય છે. આ સિવાય બીજાના આશ્રયે મોક્ષમાર્ગ માને તો તેને
માર્ગની વિપરીતતા છે, એટલે કે મિથ્યાત્વ છે. મોક્ષમાર્ગના જે રત્નત્રય છે તે અન્ય
દ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ છે ને એક પોતાના શુદ્ધસ્વરૂપનું જ તેને અવલંબન છે
માને તે તેમાં એકતાબુદ્ધિ કર્યા વિના રહે નહિ. અહીં સમજાવે છે કે હે ભાઈ! મોક્ષનો
માર્ગ તો એક શુદ્ધ આત્મવસ્તુના જ આશ્રયે છે, અન્ય કોઈના આશ્રયે મોક્ષમાર્ગ નથી.
માટે બધાય પરનો આશ્રય છોડીને સન્તો માત્ર એક નિર્વિકલ્પ ચૈતન્ય વસ્તુને જ
અનુભવે છે. તેનો જ આશ્રય કરે છે. જેમાં રાગાદિ સમસ્ત પરાશ્રયભાવોનો અભાવ છે
એવી નિર્વિકલ્પ વસ્તુ, તેના અનુભવ વડે સમ્યકત્વાદિ થાય છે ને મિથ્યાત્વ છૂટે છે.
મદદ–અપેક્ષા નથી. વિકલ્પનીયે અપેક્ષા નથી. આવો પરમ નિરપેક્ષ મોક્ષમાર્ગ છે.
બંધનું જ કારણ હોવાથી ભગવાને તે પરાશ્રયભાવો છોડાવ્યા છે; પરાશ્રિત એવો
બધોય વ્યવહાર ભગવાને છોડાવ્યો છે, એટલે કે તેનો આશ્રય છોડીને સમ્યક્
નિશ્ચયરૂપ એક શુદ્ધઆત્માનો જ નિષ્કંપ આશ્રય કરાવ્યો છે; તેના જ આશ્રયે
મોક્ષમાર્ગ છે. જેટલો શુદ્ધાત્માનો આશ્રય છે તેટલો જ મોક્ષમાર્ગ છે; જેટલો
પરાશ્રયભાવ છે તેટલો બંધભાવ છે. જ્ઞાનીને તે પરાશ્રયભાવમાં એકત્વબુદ્ધિ છૂટી ગઈ
છે તેથી તેનાથી તે છૂટો છે–મુક્ત છે.
PDF/HTML Page 8 of 45
single page version

આશ્રય કરીને અશુદ્ધતાનો અનુભવ કરે તેને જૈનશાસન નથી કહ્યું, તેને ધર્મ નથી કહ્યો.
શુદ્ધવસ્તુના અનુભવ વગર ધર્મ કેવો? હજી તો શુભરાગ તે જૈનધર્મ છે એમ માને તે
લાભબુદ્ધિ, તે તો મિથ્યાબુદ્ધિ છે. મોક્ષમાર્ગ તો ભગવાને શુદ્ધાત્માના સેવનથી જ કહ્યો છે.
વિકલ્પરૂપ વ્યવહારનો આશ્રય છોડ, ને શુદ્ધઆત્માનો આશ્રય કર ત્યારે જ તને
અંતરમાં આનંદનો અનુભવ થશે ને ત્યારે જ મોક્ષમાર્ગ શરૂ થશે. આ કળશના રચનાર
અમૃતચંદ્રાચાર્યદેવે જ પુરુષાર્થસિદ્ધિઉપાય શાસ્ત્ર રચ્યું છે; તેમાં પણ કહે છે કે–
भवबीजम् ।’
રાગરૂપ ને શરીરરૂપ હોય એવો પ્રતિભાસ થાય છે; અજ્ઞાનીઓનો તે પ્રતિભાસ ખરેખર
ભવનું બીજ છે.
શુદ્ધઆત્માને અનુભવમાં લેવો તે મોક્ષનું બીજ છે. તેમાં ક્યાંય રાગની અપેક્ષા નથી,
રાગથી તો તે અસંયુક્ત છે. શુદ્ધઆત્માનો અનુભવ રાગને સ્પર્શતો નથી.
લાભબુદ્ધિ રહેતી નથી. વિકલ્પની પરવા વગરનો ખુદ આત્મા પોતે પોતાને
સ્વાનુભૂતિથી અનુભવે છે, –આવો મોક્ષમાર્ગ ભગવાને કહ્યો છે. રાગ–વિકલ્પ કે ભેદરૂપ
વ્યવહારનો જેટલો આશ્રય છે તેટલો તો અશુદ્ધ ભાવબંધ છે, તે મોક્ષનું કારણ થઈ
શકતો નથી.
સન્તો એટલે સમ્યગ્દ્રષ્ટિ સાધકજીવો વિકલ્પથી ભિન્ન થઈને, વ્યવહારનો આશ્રય
છોડીને, એક
PDF/HTML Page 9 of 45
single page version

મોક્ષમાર્ગને સાધવાની રીત છે.
એકતાબુદ્ધિ સમ્યગ્દ્રષ્ટિને રહેતી નથી. માટે ‘સમ્યગ્દ્રષ્ટિને વ્યવહાર નથી’ –એમ કહ્યું; તે
એક સમ્યક્ નિશ્ચયરૂપ શુદ્ધસ્વરૂપમાં જ તન્મય–લીન છે. આવી અંતરંગદ્રષ્ટિ ધર્માત્માને
હોય છે. ધર્માત્માની આવી અંતરદશાને વ્યવહારની રુચિવાળો ઓળખી શકે નહિ. આ
તો વીતરાગી શાસ્ત્રોનો અપૂર્વ નીચોડ છે. શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવો ને વ્યવહારનો
આશ્રય છોડવો તે સર્વે વીતરાગીશાસ્ત્રોનું તાત્પર્ય છે એટલે તે જૈનશાસનનો સાર છે ને
તે મોક્ષમાર્ગ છે. આ રીતે જ મોક્ષમાર્ગ સધાય છે.
જુઓ, વીતરાગમાર્ગી સન્તોએ મોક્ષમાર્ગ કઈ રીતે સાધ્યો તેની આ વાત છે.
પરમારથનો પંથ.’ સમ્યક્ નિશ્ચયરૂપ જે પોતાનો શુદ્ધસ્વભાવ, તેનું અવલંબન કરતાં
બીજા બધાનું (ભેદનું–રાગનું–પરનું) અવલંબન છૂટી જાય છે. પરાશ્રયભાવમાં રાગની
ઉત્પત્તિ છે, તેથી જેટલા પરાશ્રિતભાવો છે તેમનો મોક્ષમાર્ગમાં નિષેધ છે. શુભરાગ–
વિકલ્પ હોય પણ ધર્મી તેને મોક્ષમાર્ગરૂપ નથી જાણતા. તેને બંધભાવ તરીકે જાણીને હેય
સમજે છે. જગતમાં જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ–જીવરાશિ છે તે આ પ્રકારે જ મોક્ષને સાધે છે.
PDF/HTML Page 10 of 45
single page version

નિજાનંદની મસ્તીમાં વિચરે છે.
જ્ઞાનાનંદસ્વરૂપના અવલંબને જ અનંતકાળનું મહાન સુખ પ્રગટે છે. માટે સન્તો,
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ; અતીન્દ્રિય સુખના અભિલાષીઓ, પરમ સંતોષથી
નિજમહિમાથી ભરપૂર શુદ્ધસ્વરૂપમાં જ એકાગ્રતા કરે છે. સમ્યક્નિશ્ચયરૂપ નિજસ્વરૂપ
સિવાય બીજાનો મહિમા ધર્મીને આવતો નથી. ભાઈ! તેરા પંથ બહારમેં નહિ, તેરા પંથ
રાગમેં નહિ, તેરા પંથ તારા શુદ્ધસ્વરૂપમાં જ છે. આવા શુદ્ધસ્વરૂપને જેઓ અવલંબે છે
તેઓ જ ભગવાનના પંથમાં છે. રાગથી ધર્મ માને તેઓ ભગવાનના પંથમાં નથી.
અવલંબન સર્વથા છોડીને શુદ્ધસ્વરૂપના નિજ મહિમામાં જ જ્ઞાનને એકાગ્ર કરે છે.
આક્રમે છે એટલે કે પુરુષાર્થ વડે તેમાં પહોંચી વળે છે, –અંતર્મુખ થઈને તેમાં પ્રવેશે છે.
બીજા બધાને છોડે છે ને અંતરમાં સમ્યક્નિશ્ચયને એકને જ ગ્રહણ કરે છે, –આ જ
મોક્ષમાર્ગ છે, ને આજ ધર્માત્માનું ચિહ્ન છે.
પંથના કેડાયતી એવા સન્તો આ પ્રકારે એક નિશ્ચયના આશ્રયે મોક્ષમાર્ગને સાધે છે.
PDF/HTML Page 11 of 45
single page version

તો તારો અનંતકાળ સંસારમાં વીત્યો. રાગાદિભાવોને પોતાના માનીને અનંતકાળ તેં
દુઃખમાં જ ગુમાવ્યો. એનાથી છૂટવા ને અનંતકાળનું સુખ પામવા માટે મોક્ષનો આ મહા
પંથ વીતરાગી સન્તોએ બતાવ્યો છે તેનું સેવન કર. સ્વભાવના સેવનથી જે શુદ્ધભાવો
પ્રગટ્યા તેમાં વ્યવહારના બંધભાવ જરાપણ છે જ નહિ, તે અબંધભાવ છે, અબંધભાવ
કહો કે મોક્ષમાર્ગ કહો.
છે. ને વ્યવહારના આશ્રયે કદી મોક્ષ સાધી શકાતો નથી. માટે સમ્યગ્દ્રષ્ટિને સઘળાય
વ્યવહારનો આશ્રય છૂટી ગયો છે; એને જે શુદ્ધભાવ પ્રગટ્યો છે તેમાં નિશ્ચયનો જ
એકનો આશ્રય છે, વ્યવહારનો આશ્રય તેમાંથી છૂટી ગયો છે...આવી પરિણતિ વડે જ
મોક્ષમાર્ગ સધાય છે. –મોક્ષમાર્ગ સાધવાની આ રીત છે.
જ્ઞાનધારાનું ફળ સાદિઅનંત પરમ આનંદની પ્રાપ્તિ છે; કર્મધારા તે દુઃખરૂપ છે. આમ
બંને ધારાની અત્યંત ભિન્નતાનું સ્વરૂપ પોતાના ભાવમાં સ્પષ્ટ ભાસવું જોઈએ. બંનેને
એકબીજાનાં ભેળવી દ્યે, બંધભાવના એક અંશનેય મોક્ષમાર્ગ માને–તો તેને મોક્ષના
કારણને જાણ્યું જ નથી, મોક્ષમાર્ગ તેણે જોયો જ નથી, એટલે તે તો બંધનમાં જ વર્તે છે.
અહીં તે બંધનથી છૂટવાની ને મોક્ષમાર્ગ સાધવાની રીત વીતરાગી સન્તોએ બતાવી છે.
દેહનો તો સંયોગ ક્ષણમાં છૂટી જશે, –ભાઈ! આવા જીવનમાં મોક્ષમાર્ગને
સાધ...આત્માના સ્વરૂપનો નિર્ણય કર...ને અરિહંતદેવના વીતરાગ માર્ગમાં આવ.
શુદ્ધઆત્માના આશ્રય વગર વીતરાગમાર્ગમાં અવાતું નથી. વીતરાગમાર્ગમાં સન્તોની
શૈલી કોઈ અજબ છે! એમના અંદરના ભાવો અપૂર્વ ગંભીર છે. સમયસાર કોઈ અપૂર્વ
માંગળિક પળોમાં જગતના મહાભાગ્યે રચાઈ ગયું છે...કુંદકુંદાચાર્યદેવ સ્વાનુભવમાં
ઝૂલતા ઝૂલતા અંદર કલમ બોળી બોળીને પોન્નૂર પર્વત ઉપર જ્યારે આ સમયસાર
લખતા હશે (તે વખતની ભાવભીની અદ્ભુત ચેષ્ટા બતાવીને ગુરુદેવ કહે છે કે–)
અહો! વીતરાગી સન્તોએ ન્યાલ કર્યા છે!
PDF/HTML Page 12 of 45
single page version

મોક્ષમાર્ગ જાણીને અંદરમાં તેનો ઉદ્યમ કરવા જેવું છે. આવો મોક્ષમાર્ગ સાંભળવા મળવો
તે પણ મહા ભાગ્યે મળે છે, ને અંદર તેનો નિશ્ચય કરે તે તો ન્યાલ થઈ જાય એવું છે.
વ્યવહારનો આશ્રય છૂટી જ ગયો છે. સ્વાશ્રયભાવ ને પરાશ્રયભાવ બંનેને એકતા કદી
થતી નથી, બંને ભિન્ન જ છે. આવી ભિન્નતાનું ભાન થવું તેમાં મોક્ષમાર્ગની શરૂઆત
છે. વારંવાર ભાવના ઘૂંટીને આ ભાવો અંતરમાં દ્રઢ કરવા જેવા છે, આત્મામાં એના
સંસ્કાર પડતાં અપૂર્વ કલ્યાણ થાય છે. ને મોક્ષમાર્ગ સધાય છે.
કર્તવ્ય છે.
પૂરા થશે. (વચ્ચે એક તિથિ ઘટતી હોવાથી દસલક્ષણીપર્વનો પ્રારંભ એક દિવસ વહેલો
થાય છે.)
થશે અને શ્રાવણ વદ ૯ રવિવાર તા.૧૮–૮–૬૮ સુધી ચાલશે. ઉત્તમ શ્રેણીમાં જૈન
સિદ્ધાન્ત પ્રશ્નોત્તરમાળા અને જૈન તત્ત્વમીમાંસા ચાલશે, તો તે પુસ્તકો જેમની પાસે હોય
તેમણે સાથે લાવવા. (આ શિક્ષણવર્ગ માત્ર મોટી ઉંમરના ભાઈઓ માટે છે. અને
વર્ગમાં માત્ર ભાઈઓ જ બેસે છે, બહેનો માટે આ વર્ગ નથી.)
PDF/HTML Page 13 of 45
single page version

જે ભાવ આત્માના સ્વરૂપપણે ન અનુભવાય તે હેય છે.
જે રાગાદિક પરભાવો છે તેઓ આત્માના ચેતનસ્વભાવ સાથે મેળવાળા નથી
અનુભવાતા નથી, માટે તેઓ જીવનું સ્વરૂપ નથી.
સિદ્ધાન્તમાં આત્માનો આવો અનુભવ કરવાનું કહ્યું છે માટે મોક્ષાર્થીએ આવો અનુભવ
કરવો. –એનું જ નામ સિદ્ધાન્તનું સેવન છે.
અભિલાષી જીવો આવા આત્માનું સેવન કરો. પરમ જ્ઞાનપ્રકાશી આત્મા
સ્વસંવેદનપ્રત્યક્ષ છે. જ્ઞાનનું લક્ષણ શું ને રાગનું લક્ષણ શું–એમ બંનેના ભિન્ન લક્ષણને
મોક્ષનો માર્ગ છે.
PDF/HTML Page 14 of 45
single page version

આકુળતાનું ઝેર નથી.
ભાવો રુચિકર ન લાગે; તેને તે ઉપાદેય ન સમજે. વીતરાગી મોક્ષસુખનો અભિલાષી
રાગને કેમ સેવે? તે તો પરભાવોથી રહિત એવા પોતાના શુદ્ધસ્વરૂપને જ સેવે છે. –
આવું સેવન તે જ સિદ્ધાન્તનું સાચું સેવન છે.
સિદ્ધાન્તનું સેવન નથી, તેમાં તો સિદ્ધાન્તનો અનાદર છે.
વેદન છે.
અજ્ઞાનથી નિરંતર રાગને અનુભવ્યો, તેમ હવે ‘રાગાદિ તે હું નથી, શુદ્ધ ચૈતન્યભાવ જ
હું છું’ એમ નિરંતર શુદ્ધાત્માનું સેવન કરો, તેને જ પોતાપણે અનુભવમાં લ્યો. –આવો
અનુભવ તે જ મોક્ષનું કારણ છે, તે જ મોક્ષાર્થી જીવે કરવાનું કાર્ય છે. એ સિવાય પુણ્ય
કે પુણ્યફળરૂપ ભોગો, સંસાર કે શરીર–તેની અભિલાષા મોક્ષાર્થી ધર્માત્માને નથી.
સ્વસંવેદન પ્રત્યક્ષ એવું જીવદ્રવ્ય હું છું, શુદ્ધજ્ઞાનપ્રકાશમય હું છું, અતીન્દ્રિયસુખ તે હું છું–
અણમળતા છે. શુદ્ધસ્વરૂપને રાગાદિ સાથે મેળ નથી–મિલન નથી–એકતા નથી,–પણ
ભિન્નતા છે. જેટલા રાગાદિભાવો છે તે બધાય શુદ્ધચૈતન્યના અનુભવથી પર છે; તે
પોતાના સ્વરૂપપણે નથી અનુભવાતા. માટે હે મોક્ષાર્થી જીવો! તમે આવા શુદ્ધસ્વરૂપના
અનુભવરૂપ સિદ્ધાન્તનું સેવન કરો.
PDF/HTML Page 15 of 45
single page version

શું ને બંધ શું–એ બંનેના ભિન્નલક્ષણને ઓળખીને જે ચેતના આત્મસ્વભાવ તરફ ઝૂકી
તે ભગવતી ચેતના જ બંધનથી છૂટવાનું (એટલે કે મોક્ષનું) સાધન છે. રાગાદિ
બંધભાવો તો આત્મસ્વભાવથી જુદા છે; તે કોઈ પણ રાગભાવ આત્માને મોક્ષનું કારણ
થતું નથી. તે રાગભાવોને તો આત્માથી ભિન્ન કરવાના છે. રાગથી જુદી એવી જે
ચેતના (–કે જે આત્માનું સ્વલક્ષણ છે) તેના વડે જ બંધનથી ભિન્ન આત્મા
અનુભવમાં આવે છે; આ રીતે ચેતનારૂપ ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું કારણ છે. જીવનું
પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમવું, ને એવું પરિણમન થતાં કર્મનો સંબંધ છૂટી જવો તેનું
નામ મોક્ષ છે. મોહ–રાગ–દ્વેષાદિ અશુદ્ધ પરિણતિરૂપે પરિણમન થવું ને કર્મનો સંબંધ
અનુભવ થાય તે જ્ઞાન મોક્ષનું સાધન છે. આવો અનુભવ થતાં શુદ્ધપરિણમન થયું
એટલે અશુદ્ધપરિણમન છૂટી ગયું ને પુદ્ગલમાં કર્મ અવસ્થા છૂટી ગઈ. –શુદ્ધજીવ
પોતાના સ્વરૂપમાં રહ્યો–તે દશાનું નામ મોક્ષ છે. –‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’
સરસ ખુલાસો આ ‘પ્રજ્ઞાછીણી’ ના શ્લોકમાં કર્યો છે.
PDF/HTML Page 16 of 45
single page version

અનુભવ તે જ મોક્ષનું સાધન છે. જ્ઞાનની સાથે જે રાગને ભેળવે–તેને શુદ્ધતાનો
અનુભવ થતો નથી, ભેદજ્ઞાન થતું નથી, મોક્ષમાર્ગ થતો નથી. શુદ્ધપરિણમન તે રાગથી
રહીને શુદ્ધને અનુભવી શકાય નહિ.
અનંતચતુષ્ટયરૂપ છે; તે રાગથી સર્વથા જુદું છે. દ્રવ્યના સ્વભાવની જાતનું પરિણમન હોય
તેને જ દ્રવ્યનું શુદ્ધપરિણમન કહ્યું; રાગાદિ અશુદ્ધતાને દ્રવ્યનું શુદ્ધપરિણમન કહેતા નથી. આ
રીતે જ્ઞાનપરિણમન અને રાગપરિણમનની સર્વથા ભિન્નતા છે. રાગનો એક્ક્ેય અંશજ્ઞાનના
પરિણમનમાં નથી; ને જ્ઞાનનો એક્કેય અંશ રાગમાં નથી. રાગ તે શુદ્ધઆત્માનું પરિણમન
જ નથી તો પછી તે આત્માની શુદ્ધતાનું સાધન કેમ થાય ? –ન જ થાય.
જાણ્યા વગર જીવે અજ્ઞાનભાવથી શુભરાગને મોક્ષનું સાધન માનીને અનાદિકાળથી તે
બંધભાવનું જ સેવન કર્યું છે, એટલે મિથ્યાત્વને જ સેવ્યું છે. રાગથી પાર એવી
નિર્વિકલ્પ અનુભૂતિ મોક્ષસાધન છે. તે નિર્વિકલ્પ અનુભૂતિ વચનમાં આવતી નથી, તે
વીતરાગપરિણતિની શી વાત? અંતર્મુખ થયેલું સ્વસંવેદન જ્ઞાન આત્માને શુદ્ધતારૂપ
પરિણમાવે છે, ને તે જ મોક્ષનું કારણ છે. એકલું બહારનું જાણપણું પણ મોક્ષનું કારણ
નથી ત્યાં રાગની તો શી વાત? જ્ઞાન કેવું, –કે વીતરાગ પરિણતિરૂપે પરિણમેલું
સ્વસંવેદનજ્ઞાન તે મોક્ષનું કારણ છે.
શુદ્ધપરિણમન તેને જ હોય છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ જરૂર હોય.
ચોથુંગુણસ્થાન પણ ન થાય. ચોથા ગુણસ્થાનથી જ શુદ્ધસ્વરૂપનો અનુભવ છે,
શુદ્ધપરિણમન છે, મોક્ષમાર્ગ છે; તેને અંતરાત્મા કહ્યા છે. ચોથા ગુણસ્થાને શુદ્ધસ્વરૂપનો
અનુભવ હોવાની જે ના પાડે તેને અનુભવદશાની કે ચોથાગુણસ્થાનની ખબર નથી,
તેને મોક્ષમાર્ગની ખબર નથી.
PDF/HTML Page 17 of 45
single page version

આવું પરિણમન થયું ત્યારે જ મોક્ષમાર્ગ શરૂ થયો.
એકમેક નથી, પણ બંને વચ્ચે સંધિ છે–સાંધો છે, લક્ષણભેદ છે. એકક્ષેત્રે હોવા છતાં બંને
એકસ્વભાવે નથી, બંનેના સ્વભાવ વચ્ચે મોટો આંતરો છે. તે આંતરો લક્ષમાં લઈને
થાય છે. –આનું નામ ભેદજ્ઞાન, ને આ મોક્ષમાર્ગ.
જ્ઞાનને એકાગ્ર કરતાં બંધભાવો છૂટી જાય છે. તેને માટે ઉપયોગમાં સાવધાની જોઈએ.
બતાવે ને અંદરમાં રાગથી જુદા શુદ્ધાત્માનો અનુભવ કરતાં જો ન આવડે તો તેને નિપુણ
કહેતા નથી, તે ઠોઠ છે, આત્માને બંધનથી છોડાવવાની વિદ્યા તેને આવડતી નથી.
જ્ઞાનછીણી વડે તેમને જુદા પાડી શકાય છે. આત્મા અને બંધ બંને એવા એકમેક નથી
થઈ ગયા કે વચ્ચે જ્ઞાનછીણી ન પેસી થશે; બંને વચ્ચેનો ભેદ જ્ઞાનવડે જાણી શકાય છે;
ભેદજ્ઞાનવડે બંનેને ભેદી શકાય છે.
દુઃખરૂપ છે, ને જ્ઞાનનો સ્વાદ તો શાંત–સુખરૂપ છે, એમ વિવેકદ્વારા બંનેના સ્વાદની
શુદ્ધસ્વરૂપમાં પેસીને તેને અનુભવમાં લ્યે છે, ને રાગાદિને જુદા કરી નાંખે છે.
સૂક્ષ્મસાંધને ભેદીને એકકોર જ્ઞાનસ્વરૂપ આત્મા, ને બીજીકોર અજ્ઞાનરૂપ એવા બંધભાવો,
તેમને સર્વથા જુદા કરી નાંખે છે. બંધભાવના કોઈ અંશને જ્ઞાનમાં રહેવા દેતી નથી,
PDF/HTML Page 18 of 45
single page version

મોક્ષનું સાધન છે.
વિભાવ વચ્ચેનો ભેદ જાણીને તેમની ભિન્નતાનો અનુભવ કરે છે; કેમકે બંને વચ્ચે
લક્ષણભેદની તીરાડ છે. સ્થૂળજ્ઞાનથી અજ્ઞાનીને તે તીરાડ નથી દેખાતી પણ જ્ઞાનની
અંતર એકાગ્રતાવડે તે બંને વચ્ચેની સાંધ જાણીને, જ્ઞાન પોતાના સ્વભાવમાં એકાગ્ર
થાય છે. એકાગ્ર થતાં જ બંને સ્પષ્ટ ભિન્ન જુદા અનુભવમાં આવે છે; જ્ઞાનનો અનુભવ
થયો તે અનુભવમાં રાગની સર્વથા નાસ્તિ છે. પ્રથમ આવી ભિન્નતા અનુભવતાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે; પછી સકળ રાગાદિનો તથા કર્મનો ક્ષય થવાથી
બંધને સર્વથા છેદીને સાક્ષાત્ મોક્ષદશા પ્રગટ થાય છે. આ રીતે પ્રજ્ઞા છીણીવડે બંધનને
છેદીને આત્મા મુક્ત થાય છે. માટે પ્રજ્ઞારૂપ જ્ઞાનચેતના તે મોક્ષનો પંથ છે.
અનુભવાય છે. આમાં અંર્તમુખ ઉપયોગનો ઘણો પ્રયત્ન છે. દેહ–મન–વાણી તથા
જડકર્મ–તે તો જીવથી એકક્ષેત્રે હોવા છતાં ભિન્ન પ્રદેશવાળા છે, રૂપી છે, જડ છે, તે
નવા આવે છે ને જાય છે–એટલે તે તો જીવથી ભિન્ન છે–એવી પ્રતીતિ વિચાર વડે
ઊપજે છે. પણ અંદરમાં જીવની પર્યાય સાથે એક પ્રદેશે રહેલા જે રાગાદિભાવો,
તેમનાથી ભિન્ન શુદ્ધજીવનો અનુભવ કઠણ છે, –કઠણ હોવા છતાં સૂક્ષ્મ પ્રજ્ઞા વડે તેમની
વચ્ચેના સ્વભાવ ભેદને જાણીને ભિન્નતાનો અનુભવ થઈ શકે છે. કઠણ છે–પણ
અશકય નથી, થઈ શકે તેવું છે. ને આવી ભિન્નતાનો અનુભવ કરાવનારી ભગવતી
જતો નથી, રાગના અભાવે પણ આત્મા પોતાના ચેતનસ્વરૂપે જીવે છે. માટે
ચેતનાસ્વરૂપ જ જીવ છે, રાગસ્વરૂપ નથી.–આવું અંદરનું ભેદજ્ઞાન અત્યંત કઠણ હોવા
છતાં અંદરના તીવ્ર પ્રયત્નવડે થઈ શકે છે. રાગના કાળે જ તેનાથી ભિન્ન શુદ્ધજીવનો
અનુભવ જ્ઞાનચેતના વડે જરૂર થાય છે. જ્ઞાનચેતના અતિ સૂક્ષ્મ છે, ચક્રવર્તીની
તલવારની તીખી ધારની જેમ એક ઝાટકે તે પ્રજ્ઞાછીણી જ્ઞાન અને રાગના બે કટકા કરી
PDF/HTML Page 19 of 45
single page version

ભેદજ્ઞાન નિપુણ પુરુષો કરે છે; નિપુણ પુરુષો એટલે આત્માનુભવમાં પ્રવીણ જીવો; –
સંસારનો કિનારો નજીક આવી ગયો છે. આવા ભેદજ્ઞાનનિપુણ જીવો પ્રજ્ઞાછીણી વડે
શુદ્ધસ્વરૂપથી બહાર જુદા રહી જાય છે. આ મોક્ષમાર્ગ છે.
વિચાર કરે તો તને જણાશે કે આત્માનો સ્વભાવ અને રાગ બંને એક થઈને રહેવા
સન્મુખ ન થયો તો તેેં શું કર્યું ? જે કરવા જેવું કાર્ય છે તે તો આ જ છે. ગમે તેટલા
ચેતનાને રાગથી જુદી કરીને શુદ્ધ સ્વરૂપમાં પેસાડ...તે ક્ષણે જ તને પરમ આનંદ થશે.
PDF/HTML Page 20 of 45
single page version

મારે મારો આત્મા પ્રાપ્ત કરવો છે, મારે મારા આત્માને ભવબંધનથી છોડાવવો છે–એમ
અત્યંત સાવધાન થઈને, મહાન ઉદ્યમપૂર્વક હે જીવ! તું તારા આત્માને બંધનથી જુદો
અનુભવમાં લે....અનાદિની ઊંઘ ઊડાડીને જાગૃત થા.
શૂરવીર થઈને– ઉદ્યમી થઈને આનંદનો અનુભવ કરજે. ‘હરિનો મારગ છે શૂરાનો’...તે
પ્રતિકૂળતામાં કે પુણ્યની મીઠાસમાં કયાંય અટકતા નથી; એને એક પોતાના આત્માર્થનું
જ કામ છે. તે ભેદજ્ઞાનવડે આત્માને બંધનથી સર્વથા પ્રકારે જુદો અનુભવે છે. આવો
અનુભવ કરવાનો આ અવસર છે –ભાઈ! તેમાં શાંતિથી તારી ચેતનાને અંતરમાં
એકાગ્ર કરીને ત્રિકાળી ચૈતન્યપ્રવાહરૂપ આત્મામાં મગ્ન કર....ને રાગાદિ સમસ્ત
બંધભાવોને ચેતનથી જુદા અજ્ઞાનરૂપ જાણ. આમ સર્વથા પ્રકારે ભેદજ્ઞાન કરીને તારા
એકરૂપ શુદ્ધઆત્માને સાધ. મોક્ષને સાધવાનો આ અવસર છે.
શુદ્ધઆત્માને અનુભવમાં લઈને તું મોક્ષપંથે આવ.
વાંચું સદા સદ્ગ્રંથ....સ્વાનુભૂતિ કાં થાય નહિ?
સ્વ–પર ભિન્ન કહું છતાં ઉપયોગ સ્વમાં આવે નહિ,
જીવન પળો ખૂટી રહી, ક્યમ કામ પૂરું થાય નહિ?