Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 55
single page version

background image
‘બાબુભાઈ ને ધન્યવાદ! ’ સીમંઘરનગરીનું એક દ્રશ્ય
શાહુજી દ્ધારા સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન ફત્તેપુર

PDF/HTML Page 22 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
પૂ. કાનજીસ્વામીને મહાવીરકા સચ્ચા માર્ગ દિખાકર અપનેકો કલ્યાણકે સચ્ચે માર્ગ
પર લગાયા હૈ.
બનારસના સિદ્ધાંતાચાર્ય પં. શ્રી ફૂલચંદજી ઉર્મિભરી આ અંજલિ આપતાં કહ્યું કે
આજ કાનજીસ્વામીકે દ્ધારા દિ. જૈનધર્મકી જો પ્રભાવના હો રહી હૈ વહ આપકી
સમક્ષ હી હૈ; જૈનશાસનની પ્રભાવના અને કાનજીસ્વામી –એ વાત સંકલિત છે.
આપણે જૈનશાસનની પ્રભાવના કરવી હશે તો પૂ. સ્વામીજીને સાથે રાખવા પડશે.
તેમની ઉપેક્ષા કરીને જૈનશાસનની પ્રભાવના થઈ શકે નહિ. ધર્મને જીવંત રાખવો
હોય, તેનો પ્રવાહ સેંકડો વર્ષ ચલાવવો હોય, અને પાખંડનો ફેલાવો અટકાવવો હોય
તો આપણે સૌએ આ મહાન વ્યક્તિ, જો હમારે બિચ ઉપસ્થિત હૈ ઉનકા મંગલવાન
કરના હૈ. અહીં ઉપસ્થિત જૈનસમાજના નેતાઓ પાસેથી આપણે એવી આશા જરૂર
રાખીએ કે આમના ઉપર આક્રમણ થતું રોકે, સમાજની શૃખંલા તૂટતી રોકે–અને
પોતાના સચ્ચા નેતૃત્વ દીર્ધ જીવન સુધી પોતે આનંદનો સ્વાદ લેતા રહેશે ને
આપણને પણ આનંદનો સ્વાદ દેતા રહેશે.
* ફતેપુરના અને ગુજરાતના જૈન સમાજના નેતા ભાઈશ્રી બાબુભાઈએ ઉમંગભરી
જોશદાર અંજલિ આપતાં કહ્યું હતું કે ગુરુદેવની જન્મજયંતિ ઉજવીને આજ અમે
પાવન બન્યા, અમારી નગરી આજ ધન્ય બની, અમારું જીવન આજ ધન્ય બન્યું.
મિથ્યામાર્ગમાંથી છોડાવીને ગુરુદેવે જ આપણને સત્યમાર્ગે વાળ્‌યા છે; સાચા દેવ–
ગુરુનું સ્વરૂપ ગુરુદેવે જ આપણને સમજાવ્યું છે. તેમના પ્રતાપે જ આવા મહાન
ઉત્સવનું સૌભાગ્ય આપણને મળે છે. તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
* શ્રી બ્ર. બાબુલાલજી (ઈંદોર ઉદાસીન–આશ્રમના અધિષ્ઠાતા) એ જન્મજયંતિ–
શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, અને આવા પ્રકારની ધર્મસભા, આવા શ્રોતાઓ, અને
આવા સભાનાયક કેટલા પ્રભાવશાળી છે તે સંબંધી મહિમા પ્રગટ કરતાં કહ્યું કે
અધ્યાત્મમેં સમ્યક્ત્વાદિરૂપ દશાનો જન્મ થાય તે જન્મજયંતિ છે. આવી જન્મજયંતિ
વડે જ્ઞાનનો પ્રકાશ થાય છે, ને અજ્ઞાનઅંધકાર દૂર હટે છે.
આ ઉપરાંત બીજા અનેક ત્યાગીઓ, વિદ્ધાનો, કવિઓ, સાહિત્યકારો, પત્રકારો
તેમજ ઈન્દોરના શેઠ મિશ્રિલાલજી ગંગાલાલ, દિલ્હીના રાજા ટોયઝવાળા શેઠ કૈલાસચંદજી,
જૈનાર્વાચવાળા શેઠ પ્રેમચંદજી, ઉજજૈનના શેઠ દેવકુમારજી, પરસાદીલાલજી પાટની (મંત્રી)

PDF/HTML Page 23 of 55
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
ફલ્ટનના શેઠ, બેંગલોર અને ગૌહત્તીના ભાઈઓ વગેરે પણ ઉપસ્થિત હતા ને સમયના
અભાવે તેઓએ ઉપરની શ્રદ્ધાંજલિઓમાં પોતાનો સૂર પૂરાવીને સંતોષ માન્યો હતો.
– આ રીતે વૈશાખસુદ બીજે ૮૩મી જન્મજયંતિ આનંદપૂર્વક ઉજવાઈ હતી.
* * *
હવે, પંચકલ્યાણકમાં દીક્ષાકલ્યાણક બાદ આજે શ્રી નેમુનિરાજના આહાર દાનનો
પ્રસંગ શેઠશ્રી છોટાલાલ ભાઈને ત્યાં બન્યો; તેમાં પણ કાનજીસ્વામી દ્ધારા ભક્તિપૂર્વક
નેમુનિરાજને આહારદાન દેવાનું નીહાળીને તો (વજાજંઘ અને શ્રીમતી દ્ધારા આહારદાન
દેખીને જેમ અન્ય જીવો ખુશી થયા હતા તેમ) હજારો જીવો ખુશી થયા હતા. કહાનગુરુ પણ
પ્રસન્નચિત્તે ભક્તિથી આહારદાન દેતા હતા, અને વળી યોગાનુયોગ બરાબર આજેવૈશાખ
સુદ બીજના જન્મદિવસે જ મુનિભગવંતને આહાર દાન દેવાનો લાભ મળતાં તેઓ વિશેષ
પ્રસન્ન થતા હતા. પૂ. બેનશ્રીબેન વગેરેએ પણભક્તિથી મુનિરાજને આહારદાન કર્યું હતું.
આહારદાનના આવા પ્રસંગો દેખીને રત્નત્રયમાર્ગી પરમગુરુ મુનિરાજ–ભગવંતો પ્રત્યે
મહાન આદર–ભક્તિના ભાવો જાગતા હતા. ધન્ય મુનિજીવન! ધન્ય દિગંબર
જૈનમુનિઓની નિર્દોષ ચર્ચા! આહારદાન પછી નેમમુનિરાજના પગલે પગલે સેંકડો ભક્તો
ગયા હતા ને મંડપમાં ખૂબખૂબ મુનિભક્તિ કરી હતી. લોકો આશ્ચર્ય પામી જાય કે વાહ!
મુનિવરો પ્રત્યે સોનગઢવાળાની ભક્તિ કેવી અદ્ભૂત છે! એવી એ ભક્તિ હતી.
બપોરે નેમનાથ પ્રભુને કેવળજ્ઞાન થતાં ગીરનાર પર સહેસાવનમાં
સમવસરણની રચનાનું દ્રશ્ય થયું હતું. ઈન્દ્રોએ કેવળજ્ઞાનનું મહાપૂજન કર્યુ. રાત્રે
કવિસમેલન થયું તથા ભગવાન મહાવીરના ૨પ૦૦ મા નિર્વાણમહોત્સવની અખિલ
ભારતીય સોસાયટીની સભા થઈ. શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહુની અધ્યક્ષતામાં ભારતના
સેંકડો વિદ્ધાનોએ તથા હજારો જિજ્ઞાસુઓએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો.
પ્રારંભમાં મંગલ આર્શીવાદરૂપે ગુરુદેવે કહ્યું કે બહારનાં ભણતર અને શાસ્ત્રની
વિદ્વતા આવડે કે ન આવડે તે જુદી ચીજ છે; અહીં તો આત્માનું સંસારદુઃખ જેનાથી માટે
ને ચૈતન્યસુખ જેનાથી મળેએવી વીતરાગી વિધાની વાત છે. ભેદજ્ઞાનરૂપ વીતરાગ વિધા
જેને આવડી તે સાચો વિદ્ધાન છે.
તથા ૨પ૦૦ મા નિર્વાણ મહોત્સવ સંબંધમાં આર્શીવાદ આપતાં ગુરુદેવે
જયપુરમાં જે કહ્યું હતું તે જ અહીં ફરીને કહ્યું કે બધા ભેગા થઈને મહાવીર ભગવાનનો
નિર્વાહમહોત્સવ ઉજવે તે સારી વાત છે. તેમાં કોઈએ વિરોધ કરવા જેવું નથી. બધાએ

PDF/HTML Page 24 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
ભેગા મળીને પરસ્પર સંપથી–પ્રેમથી જૈનશાસનની પ્રભાવના થાય તેમ કરવા જેવું છે.
લોકોમાં બીજા અન્યમતનાપ્રસિદ્ધ લોકોની જે જયંતિ ઉજવાય છે તે તો લૌકિક છે, ને
મહાવીર ભગવાન તો અલૌકિક છે, બીજાની સાથે તેમને સરખાવી શકાય નીહ. જૈનોની
સંખ્યા ભલે થોડી હોય પણ જૈનતીર્થંકરોનો માર્ગ એ તો અલૌકિક માર્ગ છે. બધાએ
ભેગા મળીને એની ભાવના થાય તેમ કરવું તે સારી વાત છે.
આ સંબંધમાં આત્મધર્મના સંપાદકની યોજનાઓ એવી છે કે મહાવીર ભગવાને
આપણને જે ધર્મનો મહાન વારસો આપ્યો છે તે વારસો જૈનસમાજમાં ઘરેઘરે પહોંચે,
જૈનનો એકએક બચ્ચો એ વાત જાણે કે ભગવાન મહાવીરે અમને કેવો મહાન વારસો
આપ્યો છે! અમે કોઈ સામાન્ય પુરુષના અનુયાયી નથી, અમે તો મહાવીર પરમાત્માના
અનુયાયી અને વારસદાર છીએ. મહાવીરદેેેવે આપણને જે આપ્યું, મહાવીરની પરંપરામાં
જૈનસંતોએ આપણને જે અમૂલ્ય શ્રદ્ધા–જ્ઞાન–આચરણનાં નિધાન આપ્યાં, તે નિધાનને
આપણું દરેક બાળક જાણે ને ગૌરવપૂર્વક પોતે વીરના સંતાન બને. એવી રીતે આપણે
મહાન ઉત્સવનું આયોજન કરવું જોઈએ. દિલ્હીની મોટી મીટીંગો ભલે તેમનું કામ કરે,
આપણે તો નાના–મોટા દરેક ઘરમાં મહાવીરપ્રભુના મોક્ષનો ઉત્સવ ઉજવાય, ને દરેક
ઘરનું બાળક પણ તેમાં ભાગ લઈને ગૌરવથી એમ કહી શકે કે અમારા ભગવાનનો
ઉત્સવ અમે અમારા ઘરમાં ઊજવી રહ્યા છીએ, એ રીતે આયોજન કરવુંજરૂરી છે.
૨પ૦૦ મા ઉત્સવ બાબતમાં શ્રીમાન્ શાંતિપ્રસાદજી શાહુ અને બીજા ઘણા
આગવાનો ખૂબ તમન્નાથી કાર્ય કરી રહ્યા છે; સમાજમાં તે બાબતમાં જાગૃતિ પણ સારી
છે; પરંતુ હજી વ્યવસ્થિત રૂપરેખા તૈયારથઈ નથી. હજી તો પ્રાંતેપ્રાંતની કમિટિઓ
રચાઈ રહી છે. આશા રાખીએ કે હજી બે વર્ષના ગાળામાં બધું વ્યવસ્થિત આયોજન
થઈ જશે, ને વીરપ્રભુનો જૈનઝંડો ફરી એકવાર વિશ્વને વીતરાગતાનો સંદેશ આપશે.
ઉદ્ઘાટન ભાષણ અજમેરના કેપ્ટન સર ભાગચંદજી સોનીએ કર્યું ત્યારબાદ શાહુ
શાંતિપ્રસાદજીએ ધર્મપ્રચાર બાબત પોતાના વિચારો રજુ કર્યાં, તેમાં સમસ્ત જૈનોમાં
પરસ્પર પ્રેમ–સંપ અને વાત્સલ્ય ઉપર ખાસ ભાર મૂક્્યો; ગીરનારજી જેવા આપણા
તીર્થોની રક્ષા અને તીર્થોના વિકાસ બાબત પણ સમાજે જાગૃત રહેવાની જરૂર છે તેમ
બતાવ્યું; વિશેષમાં કહ્યું કે પુરાતત્ત્વ ઠેરઠેર આપણા જૈનધર્મના પ્રાચીન વૈભવને પ્રસિદ્ધ
કરી રહ્યા છે. ભારતમાં જે ૨૦૦–૩૦૦ જેટલા મ્યુઝિયમો (પુરાતત્ત્વ સંગ્રહાલયો) છે
તેમાં બધાયમાં પ્રાચીન દિગંબર જેનમૂર્તિઓ કોઈને કોઈ રૂપમાં વિદ્યમાન છે, લંડનના

PDF/HTML Page 25 of 55
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
પ્રસિદ્ધ મ્યુઝીયમમાં પણ ઘણી દિ. જૈનમૂર્તિઓ છે. આજે ભૂગર્ભમાંથી જો એક જુની
મૂર્તિ નીકળશે તો તેમાંથી ચારસો કે પાંચસો તો દિગંબર જૈનમૂર્તિઓ હશે ઉપરથી
આપણા જૈનધર્મના પ્રાચીન ગૌરવનો આપણને ખ્યાલ આવશે. આજે આવા ધર્મના
સિદ્ધાંતોના પ્રચાર માટે વીરપ્રભુની ૨પ૦૦ નિર્વાણતિથિના બહાને આપણને એક મહાન
તક મળી છે. તે તકનો ઉત્તમ ઉપયોગ કરીને આપણે જૈનધર્મનો પ્રચાર કરીએ,
બાળકોમાં તેનું શિક્ષણ આપીએ–એવી ભાવના દરેક વકતાઓએ વ્યક્ત કરી.
વૈશાખ સુદ ત્રીજની સવારમાં ગીરનારની પંચમટૂંક ઉપર ચોથા શુક્લધ્યાનમાં
બિરાજમાન નેમપ્રભુનું દ્રશ્ય થયું.. થોડીવારમાં પ્રભુજી મોક્ષપધાર્યા. ને ઈન્દ્રોએ નિર્વાણ
કલ્યાણક પૂજન કર્યું. પ્રભુના પંચકલ્યાણકની વિધિ પૂર્ણ થઈ. તે જગતનું કલ્યાણ કરો.
સાડાદશ વાગે દિલ્હીના શાહુજીએ સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન કર્યું, તેમાં
ગુરુદેવના હસ્તે જિનવાણીની સ્થાપના થઈ. અગિયાર વાગ્યાથી સમવસરણમાં જિનેન્દ્ર
ભગવાને પ્રતિષ્ઠા શરૂ થઈ. ગુરુદેવે ભાવભીના ચિત્તે સીમંધરનાથની પ્રતિષ્ઠામાં ભાગ
લીધો. સમવસરણમાં બિરાજમાન સીમંઘરનાથપ્રભુ, અને તેમની સન્મુખ ઊભેલા
ભરતક્ષેત્રના ધર્મધૂરધૂર સંત કુંદકુંદચાર્યદેવ, તે દ્રશ્ય દેખીને સૌને આનંદ થતો હતો. ઘણા
આનંદથી પ્રભુ પ્રતિષ્ઠાથઈ. મંદિરના ઉપરના ભાગમાં શાંતિનાથ ભગવાનના ખડ્ગાસન
પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ. અહા! શાંતિનાથ ભગવાનની ભગવાનની શાંતમુદ્રા મોક્ષને
સાધવાની રીત દેખાડી રહી છે. નીચેના ભાગમાં પહેલાંંના મૂળનાયક શીતલનાથ
ભગવાન એમને એમ પૂર્વવત બિરાજ માન છે. પ્રભુની પ્રતિષ્ઠા પછી મંદિર ઉપર કળશ–
ધ્વજ ચડયા. મુખ્ય કળશ ઉપરાંત બીજા ૮૩ નાનકડા કળશ પણ મંદિરની શોભામાં
અભિવૃદ્ધિ કરે છે.
પ્રભુની પ્રતિષ્ઠા થઈ ત્યારે હજારો દર્શકોની ભીડ હર્ષનો કોલાહલ કરતી હતી.
નીચે જમીન ઉપર તો આખી બજારમાં ચાલવાનો માર્ગ પણ રહ્યો ન હતો–એટલી ભીડ
હતી. આજે મુંબઈના ભૂલેશ્વરની ભીડ કરતાંય આ ફતેપુરના ખેતરમાં ભીડ વધારે હતી.
જંગલમાં મંગલ થઈ રહ્યું હતું. જમીન ઉપર કોલાહલ કરતાં ય આકાશમાં વધારે ગર્જના
થતી હતી.... ને આકાશમાંથી ફૂલ વારસી રહ્યા હતા.
હેલિકોપ્ટર દ્ધારા પુષ્પવૃષ્ટિનું દ્રશ્ય જોવાલાયક હતું. એ જોવા માટે આસપાસના
ગામડાના દશેક હજાર લોકો ધોમધખતા તાપમાં ઉમટી પડ્યા હતા; તેઓ હેલિકોપ્ટર
દ્ધારા થતી પૃષ્ટવૃષ્ટિ આનંદથીજોતા હતા, પરંતુ તે હેલિકોપ્ટર કોના ઉપર પુષ્પવૃષ્ટિ કરે
છે તેને તેઓ ઓળખતા ન હતા. બહુ તો મંદિર ઉપર પુષ્પવૃષ્ટિ થતી દેખતા હતા.

PDF/HTML Page 26 of 55
single page version

background image
ફત્તેપુર મહોત્સવ (૧૮)
ફત્તેપુરમાં સમવસરણ મંદિરમાં
બિરાજમાન શ્રી સીમંઘર ભગવાન
શીતલનાથ વગેરે અને
જિનભગવંતો કુંદકુંદચાર્યદેવ
ઉપર બિરાજમાન
શાંતિનાથ ભગવાન
સમવસરણ–પ્રતિષ્ઠાનું એક દશ્ય હેલિકોપ્ટર દ્ધારા પુષ્પવૃષ્ટિ

PDF/HTML Page 27 of 55
single page version

background image
ગુરુદેવ ફત્તેપુરમાં પધાર્યા.. વીતરાગીવિજ્ઞાનગર (પ્રતિષ્ઠામંડપ) નો દરવાજો
ફત્તેપુરમાં ગુરુદેવની પ્રવચન વખતની ભવ્ય સભાનાં દશ્યો
વાહ રે વાહ, ચૈતન્યની અદ્ભૂત વાત! સંપાદક પ્રવચન લખી રહ્યા છે.

PDF/HTML Page 28 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૯ :
પણ મંદિરમાં બિરાજમાન દેવ કેવા મજાન વીતરાગ–સર્વણ છે! ને તેમણે કેવો સરસ
મોક્ષમાર્ગ બતાવ્યો છે! –એની તો લોકજનોને ક્્યાંથી ખબર હોય! મુમુક્ષુઓને તો
આવા દ્રશ્યો દ્ધારા અરિહંત પરમાત્માનો અને તેમના માર્ગનો મહિમા દેખીને આનંદ
થતો હતો. વીતરાગ પ્રભુ પ્રત્યે પરમભક્તિ પૂ. બેનશ્રી–બેન પણ હેલિકોપ્ટર દ્ધારા
પૃષ્પવૃષ્ટિ કરી હતી. સમવસરણમાં બિરાજમાન સીમંઘરનાથના ઉપર બંને ધર્મમાતાઓ
દ્ધારા પુષ્પવૃષ્ટિ દેખીને આનંદ થતો હતો ને વિદેહનાં મધુર સંભારણાં જાગતા હતા.
આ ઘણા જ આનંદ–ઉલ્લાસભર્યા વાતાવરણમા ફતેપુરમાં જિનેન્દ્ર ભગવાનની
મંગલપ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ પૂરો થયો..... તે ભવ્યજીવોનું કલ્યાણ કરો.
વૈશાખ સુદ ત્રીજ તા. ૧પ ના રોજ રાત્રે પૂ. ગુરુદેવના મંગલ આર્શીવાદપૂર્વક,
શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહું દ્ધારા મહાવીરપ્રભુના અઢીહજારમાં નિર્વાહમહોત્સવ માટેની
ગુજરાત–સૌરાષ્ટ્રની શાખાનું ઉદ્ઘાટનાથયું. શાહુજીએ કહ્યું કે વધુ પડતી કમિટિઓ
બનાવવાથી કામ થતું નથી; આપણે તો કામ કરવાનું છે. બાળકોને ઉત્તમ સંસ્કાર મળે તે
માટે વિશેષ ધ્યાન આપવાનું છે. તથા આ કાર્ય માટે ગુજરાત–સૌરાષ્ટ્રમાં જે મુમુક્ષુ મંડળ
ચાલે છે તેઓ જ આ કાર્ય સાંભળી લ્યે તો તે ઉત્તમ છે. વિશેષમાં ગીરનાર તીર્થની જે
વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે તે સંબંધમાં વિશેષ ધ્યાન આપવા ગુજરાત સૌરાષ્ટ્રના
કાર્યકર્તાઓને ખાસ ભલામણ કરી.
ત્યારબાદ દિલ્હીના જૈન વોચ કાુ.વાળા શેઠશ્રી પ્રેમચંદજી, અજમેરના શેઠશ્રી
ભાગચંદજી સૌની વગેરેએ પણ આ વિષય સંબંધમાં ભાષણ કર્યાં. શ્રીમાન્ સોનીજીએ
કહ્યું કે–ભગવાન મહાવીરની અઢી હજારમી નિર્વાણ જયંતિનો આવો મહાન અવસર
મનાવવાનું આપણા જીવનકાળમાં આપણને મળ્‌યું તે આપણા મહાન ભાગ્ય છે. નિર્વાણ
મહોત્સવ તે વર્ષ દરમિયાન ભારતની બધી ભાષામાં, તેમજ દુનિયાભરના ઘણાખરા
દેશોમાં મહાવીર ભગવાનનું નામ અને તેમના ગુણગાન ગૂંજતા હશે. મહાવીર ભગાવન
પછી આજ સુધીના હજારો વર્ષમાં ઘણા મહાપુરુષો થઈ ગયા, પણ અઢી હજાર વર્ષના
મહોત્સવનો આવો મહાન અવસર તો આપણને જ મળ્‌યો, તે એક સૌભાગ્ય છે. બીજા
પણ અનેક વકતાઓએ આ સંબંધી વિચારો રજુ કર્યાં. એકંદર વીરપ્રભુના અઢી
હજારમાં નિર્વાહમહોત્સવ માટે ભારતના સમસ્ત જૈનસમાજમાં ઘણો સારો ઉત્સાહ છે.
આ ઉત્સવ અનુસાર ઉત્તમ કાર્યો ને ધર્મપ્રચાર થાય એવી ભાવના ભાવીએ.
વૈશાખ સુદ ચોથે પ્રવચનબાદ શાંતિયજ્ઞ થયો, હવે પ્રતિષ્ઠામહોત્સવ પૂરો થતાં

PDF/HTML Page 29 of 55
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
હજારો લોકો વિદાય થવા લાગ્યા. બપોરે પ્રવચન પછી ઉત્સવની ખુશાલીમાં
જિનેન્દ્રદેવને ભવ્ય રથયાત્રા નીકળી. અજમેરનો કલાપૂર્ણ રથ પ્રભુજીને લીધે વિશેષ
શોભતો હવે રાત્રે સમવસરણમાં મંગલભક્તિ થઈ હતી.. આમ આનંદપૂર્વક ફત્તેપુરનો
મંગલમહોત્સવ પૂરો થયો ને બીજે દિવસે સવારમાં પ્રભુની ભક્તિ કરાવીને ગુરુદેવે
ફત્તેપુરથી બામણવાડા તરફ પ્રસ્થાન કર્યું. (ઈતિ ફત્તેપુર–મહોત્સવ સમાચાર પૂર્ણ)
(ફત્તેપુરના સમાચાર આપે વાંચ્યા.... હવે પૃ. ૨પમાં ફત્તેપુરથી ભાવનગર સુધીનાં પ્રવચનોની
પ્રસાદી પણ આપ આંખો. તેમાં ભરેલો વીતરાગી ચૈતન્યરસ આપને જરૂર ગમશે.)
જૈનસમાજના તેના શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહુનું ભાષણ
(ફતેપુરમાં વૈશાખ સુદ બીજે જન્મ–જયંતિ પ્રસંગે શ્રદ્ધાજલિરૂપ ભાષણ)
ભારતમાં દિગંબર જૈનસમાજના નેતા શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહુ (દિલ્હી) એ
ભારતના સમસ્ત જૈનસમાજ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યુ્ર હતું કે
શ્રદ્ધેય સ્વામીજી મહારાજ! આપકે ચરણોમેં શતશત નમસ્કાર હો. મૈં અપની ઓરસે
ઉપસ્થિત સમસ્ત સભાજનોંકી ઓરસે, એવં ભારતકી સમસ્ત જૈનસમાજકી ઓરસે
આપકો નમસ્કાર કર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂં.
આગળ ચાલતાં શાહુજીએ કહ્યું કે દૂરસે ભી આપકા નામ જો સુનતે હૈં ઔર
આપકી પાસ જો આતે હૈ, વે એક હી લગનસે આતેં હૈં કિ આપ હમેં સમ્યગ્દ્રિૅષ્ટ હોનેકા
જો રાસ્તા બતલા રહે હૈ ઉસ રાસ્તેસે હમ કૈસે સમ્યગ્દ્રષ્ટિ બનેં! સમ્યગ્દર્શન થવાનો જે
રસ્તો આપ અમને બતાવી રહ્યા છો તે રસ્તે અમે સમ્યગ્દર્શન પામીએ–એવી એક જ
લગનથી અમે સૌ આપની પાસે દૂરદૂરથી આવીએ છીએ. આજે પણ પ્રવચનમાં આપે
એ જબતાવ્યું કે આજ પણ સમ્યગ્દ્રષ્ટિ કઈ રીતે થઈ શકાય છે!
અઢી હજાર વર્ષ પહેલાંં ભગવાન મહાવીરે આ વાત કરી હતી; સેંકડો વર્ષો બાદ
ભગવાન કુંદકુંદે પણ એ વાત કરી. ઈસકે બાદ ભી અનેક બડેબડે આચાર્ય થયા, તેઓ
પણ આ વાહ કહેતા ગયા. પરંતુ ૭૦૦ વર્ષ પહેલે તમામ દેશમાં એક એવું વાતાવરણ
ફેલાઈ ગયું કે સમાજના બહુત લોગ બાહ્યસંપત્તિ તરફ ઝૂકી ગયા. પરંતુ આજ સુધી
સમાજમેં જાગૃતી આ ગઈ હૈ, અધ્યાત્મના યુગ આ રહા હૈ

PDF/HTML Page 30 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૧ :
હમ પૂજાદિકો હી જીવનકા ઉદેશ માનતે થે, ઔર ઉસી ઉદશસે સબ પ્રવૃત્તિ કરતે
થે; સ્વામીજીએ તે પ્રવૃત્તિને નગણ્ય નથી કહી; ઉસસે પુણ્ય અવશ્ય હોતા હૈ, પરંતુ જો
ધ્યેય મુક્તિ પ્રાપ્તિ હૈ ઉસકે લિયે યે પુણ્ય માર્ગ નહીં હૈ. પુણ્ય આપણને સ્વર્ગમાં લઈ
જશે, પરંતુ શાશ્વત સુખરૂપ મોક્ષમાં તે નહીં લઈ જાય. યહ સમઝકર અપનેકો
શાશ્વતસુખકી દ્રષ્ટિ રખના ચાહિએ–ઐસા સ્વામીજીકા કહના હૌ
આજ યહ દ્રષ્ટિ હમકો સ્વામીજીને દીં; યહ દ્રષ્ટિ હમેં ભગવાન મહાવીરકો ઔર
ભગવાન કુંદકુંદકો સમઝનેમેં સહાયક હોગી.
૭૦ વર્ષકે મેરે જીવનમેં ૩૦–૩પ વર્ષસે મેં સ્વામીજીનું નામ સાંભળ્‌યું અને તેમના
સંબંધમાં બધી પરિસ્થિતિ જાણતો રહું છું. આપકે બારેમેં સમાજને રહુત સોચા, બહુત
ઉહાપોહ હુઆ, પરંતુ અંતમેં એક અવાજસે હમ સબને સ્વીકાર કિયા કિન્સત્ય તો યહી
હૈજો મહારાજા કહતે હૌ
મહારાજ! આપ સમ્યગ્દર્શનકા હી ઉપદેશ દેતે હૈાં આપકા યહ ઉપદેશ કિતનેકો
સમ્યગ્દ્રષ્ટિ આજ બનાયેંગે યા કલ સમ્યગ્દ્રષ્ટિ બનનેમેં ઈસસે સહાયતા મિલેગી! મેરી
ભી યહી ચાહ હૈ કિ કમસે કમ ગુરુદેવસે હમકો સમ્યગ્દર્શન પ્રાપ્ત હોા યહી આપકા બડા
ઉપકાર હૌ અરિહન્તદેવકી પૂજામેં ભી હમ યહી રચના કરતે હૈં, ઔર આજ સ્વામીજીસે
ભી મૈં યહી પ્રાર્થના કરતા હૂં કિ મુઝે ભી સમ્યગ્દર્શન પ્રાપ્ત હો.
ગુરુદેવ પ્રત્યે લાગણીપૂર્વક શાહૂજીએ કહ્યું: મહારાજ! આપકી સામને બૈઠકર મૈં
કોશીશ કરતા હૂં, પરંતુ અબતક મૈં સમ્યગ્દ્રષ્ટિ નહીં બન શકા. મૈં આપસે યહી બારબાર
યાચના કરતા હૂં, ઔર યહી આપકે સામને બૈઠકર સોચા કરતા હૂં કિ મહારાજજી જો
કહતે હૈ ઐસા સમ્યગ્દર્શન મુઝે કૈસે પ્રાપ્ત હો.
આપ લોગોંમેસે બહોતોંકો સમ્યગ્દર્શન આયા હોગા! મુઝે માલૂમ નહીં કિતનેમેં
આયા? લેકિન જિનકો આયા–આપકી વાણીકે પ્રભાવસે હી આયા, ઔર ઈસી વાણીએ
હમ ભી એક દિન સમ્યગ્દ્રષ્ટિ બના જાયેંગે! આપ હમેં બરાબર યહ ઉપદેશ વારંવાર દેતે
રહે; ક્્યોકિ રસ્સીકે બારબાર ધિસનેસે એક પત્થર ભી અંતમેં ધિસ જાતા હૈ, તો આપકે
ઉપદેશસે હમ ભી જરૂર એક દિન સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેંગે! ઐસા નહીં કરેં તો હમ ઉસ
બછડેમેંસે ભી જાયગા. (છૂટકારાના પ્રસંગે વાછડાને પણ ઉત્સાહ આવે છે ને તેને તારા
છૂટકારની વાત સંતો સંભળાવે તે સાંભળતા જો ઉલ્લાસ ન આવે તો તું વાછડામાંથી
જઈશ. એ વાત પ્રવચનમાં આવેલી, તેનો ઉલ્લેખ કરીને શાહુજીએ આ વાત કરી.)

PDF/HTML Page 31 of 55
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
અબ તક હમારા મિથ્યાત્વ નહીં મિટા, પરંતુ મુઝે વિશ્વાસ હૈ કિ એક દિન હમારા
ભી મિથ્યાત્વ મિટ જાયગા. આપકી વાણીસે, આપકે દર્શનસે, આપકે વિચારોસે, ઔર
આપકી ઉપસ્થિતિસે મેરા ઔર સંસારકા મિથ્યાત્વ કમ હોગા ઔર હમેં સમ્યગ્દર્શન
હોગા ઈસલિયે મેરી પ્રાર્થના હૈ કિ આપ શતશત વર્ષતક જીવો. મેરી ઔર સમાજકી
ઔરસે મૈં આજ જન્મજયંતિકે ઉપલક્ષમેં આપકો શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂાં આપને જો
રસ્તા બતાયા વહ ઉત્તમ હૈ, પરંતુ સોચનેકી બાત યહ હૈ કિ હમારે બચ્ચોંકો કિસ પ્રકાર
ઈસ રાસ્તે પર લાયા જાય.
મૈં અપનેકો બહુત ભાગ્યશાળી સમઝતા હૂં કિ, જબ આપ યહ ઉપદેશ કે રહે હો
ઉસી કાલમેં ઔર ઈસી દેશમેં મેરા જન્મ હુઆ. ઔર મુઝે યહ સન્નેકા અવસર બારબાર
મિલ રહા હૌ આપકે પ્રવચન ધ્યાનસે સુનતા હૂં, ઉસમેં ઔર આત્માકી ભિન્નતા તો
સમઝતા હૂં કિન્તુ ઉસમેં જૈસા આનંદ આપકો આતા હૈ, જૈસા અનુભવ આપકો હોતા હૈ
વૈસા આનંદ મુઝે નહીં હો પાતા! ફિર ભી મૈં જીવન ઐસા હી બનાના ચાહતા હૂં–ઉસકે
લિયે આપકે આર્શીવાદકે સિવાય ઔર કોઈ રાસ્તા નહીં દિખાતા. અત: આપ આર્શીવાદ
દીજિયે–એમ કહીને ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરીને શાહુજીએ પોતાનું પ્રવચન પૂરું
કર્યું. ને ગુરુદેવે તેમને આર્શીવાદ આપ્યા.
શાહુજીનું ભાવભીનું પ્રવચન સાંભળીને દશબાર હજાર સભાજનો ઘણા પ્રસન્ન
થયા હતા. પ્રવચન બાદ શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહુએ ગુરુદેવની ૮૩ મી જન્મજયંતિના
હર્ષોપલક્ષમાં પોતાના તરફથી ૮૩ ની એકસો રકમ (કુલ રૂા. ૮૩૦૦ અર્પણ કર્યાં હતા.
ત્યારબાદ મહાસભાના મંત્રી શ્રી પરસાદીલાલજી પાટની (દીલ્હી) એ શ્રદ્ધા
જલિમાં કહ્યું કે સ્વામીજી આત્માનું એવું સ્વરૂપ સમજાવે છે કે અત્યારે દુનિયામાં શોધતાં
આત્માનું આવું સ્વરૂપ સમજાવનારા બીજું કોઈ જડતું નથી.
સુરતના ‘જૈનમિત્ર’ ના સંપાદક શ્રી મૂલચંદ કિસનદાસ કાપડિયાજીએ ૯૦
વર્ષની વયોવૃદ્ધ ઉમરે પોતાની જુસ્સાદાર શૈલીમાં, પૂ. કાનજીસ્વામી દ્ધારા થઈ રહેલી
અજબ–ગજબની પ્રભાવનાનું વર્ણન કર્યું, અને કહ્યું કે જૈનોંકે રાજા શાહુજીને જો થા, વે
ભી કાનજીસ્વામીકો અભિનંદ કરતે થે ઔર આજ જૈનોંકે યહ રાજા શાહુજીને ભી
સ્વામીજીકા સન્માન કિયા હૈ

PDF/HTML Page 32 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૩ :
વિશેષમાં કાપડિયાજીએ કહ્યું કે–સમ્યગ્દર્શન જેવા અધ્યાત્મ વિષય ઉપર આપ
મહિનાઓ સુધી બોલી શકે છે; ‘સમજાય છે કાંઈ? –એમ કહેતાં કહેતાં આપ સમજાવે
છે. ત્યારે આપની વાણી સાંભળતા ને આપનું મુખ જોતાં અમને આનંદ આનંદ થાય છે.
હસતાં–હસતાં આપ બધું સમજાવે છે. આપની છબીમાં, આપની મુદ્રામાં કોઈ અજબ
ચમત્કાર છે; ને સમયસાર નિયમસાર–પ્રવચસાર–અષ્ટપાહુડ જેવા ગ્રંથો તો આપના
મગજમાં ભર્યા છે. ૩પ વર્ષમાં આપે દિગંબર જૈનસમાજમાં અજબ ચમત્કાર સજર્યો છે!
લાખો જીવોને દિગંબર જૈન બનાવીને ગજબ પ્રભાવના કરી છે. દેખો તો સહી, આ
નાનકડા ફતેપુરમાં કેટલા માણસો આવ્યા છે! ઊતર દક્ષિણ–પૂર્વ–પશ્ચિમ બધી
દિશામાંથી બડા બડા લોકો અહીં આવ્યા છે! ફતેપુરમાં તો ફતેહનાં પૂર આવ્યા છે. આ
નાના ફતેપુરમાં આપની ૮૩મી જન્મજયંતિ જે ઢંગથી ઉજવાણી તે અત્યારે સુધીની
જન્મજયંતિમાં સૌથી મહાન છે. (સોનગઢમાં ઉજવાયેલી પ૯મી જન્મજયંતિ તો કોઈ
અનેરા ઉમંગવાળી હતી!) મૈં મહારાજજીકો શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂં, જૈનમિત્ર
સુરતથી ૭૦ વર્ષથી નીકળે છે, તથા “જૈનમહિલાદશા” અને “દિગંબરજૈન” પણ
સુરતથી નીકળે છે; એ ત્રણે પત્રોના સમસ્ત પરિવાર તરફથી, તેમજ આપણા બધા
તરફથી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભાવના છું કે તેમના દ્ધારા સદાય ધર્મકી
પ્રભાવના હોતી રહે.
કારંજા (મહારાષ્ટ્ર) ના શેઠશ્રી ઋષભદાસજી ચવરેના સુપુત્રે ગુરુદેવને શ્રદ્ધાંજલિ
આપતાં કહ્યું–આજ હમારે બડે ભાગ્યકા દિન હૈ જો ઐસે મહાપુરુષકી જન્મજયંતિ
મનાનેકાં હમેં આવસર મિલા બે વર્ષ પહેલાંં શિરપુર (અંતરીક્ષા પાર્શ્ચનાથ) માં
પંચકલ્યાણક પ્રતિષ્ઠા થઈ ત્યારે સ્વામીજીનું પ્રવચન સાંભળ્‌યું હતું. અમને નવી દિશા
મળી. ગુજરાતકી ભૂમિને ભારતકો નેમિનાથ તીર્થંકર દિયા; ઔર ફિર આજ ભારતકો
કાનજીસ્વામી જૈસા મહાત્મા ભી ઈસી ગુજરાત (સૌરાષ્ટ્ર) ને હી દિયા. પહેલે વિદ્ધાન
લોગ યા ભટ્ટાકર લોગ સમયસારકો હમસે છિપાતે થે, હમેં દેખને ભી નહીં દેતે; કિન્તુ
આજ સ્વામીજીને ઉસ સમયસારકો ઘરઘર પહુંચાયા, હમારે હાથમેં દિયા ઔર ઉસકી
વાણી હમારે કાનોં તક લાકર રહસ્ય હમારે હદયમેં પહુંચાયા. આપકા જિતના ભી
ઉપકાર માનેં વહ કમ હૈાં મૈં મહારાષ્ટ્રકી ઓરસે સ્વામીજીકો શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂં.
ગૌહત્તી આસામના ભાઈશ્રી નેમિચંદજીએ કહ્યું કે જગતમાં જન્મજયંતિ ઘણાની
મનાય છે, પરંતુ સાચી જન્મજયંતિ તો તેની મનાય છે કે જેણે આત્માની

PDF/HTML Page 33 of 55
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
સાધના વડે જન્મમરણનો અંત કર્યો હોય. પૂ. મહારાજશ્રીએ આપણને જન્મ–મરણના
અંતનો ઉપાય બતાવ્યો છે. તે સમજીને આપણે ફરી જન્મ ન લેવો પડે એવું કરીએ તો
ગુરુદેવની સાચી જયંતિ ઉજવી કહેવાય.
ફતેપુરના ભાઈશ્રી બાબુભાઈ એ પણ જોશદાર ભાષામાં ગુરુદેવનો મહિમા
કરીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે આજ અમારું ફતેપુર ધન્ય બન્યું. ગુજરાત ધન્ય
બન્યું, આપણે સૌ ધન્ય બન્યા! ગુરુદેવ વિદેહથી અહીં ન અવતર્યા હોય તો આપણને
સાચો માર્ગ કોણ બતાવત? મિથ્યામાર્ગમાંથી છોડાવીને ગુરુદેવે આપણને સાચે જૈનધર્મ
સમજાવ્યો છે, ભગવાનનું સ્વરૂપ ને દિગંબરમુનિઓનું સ્વરૂપ ગુરુદેવે જ આપણને
સમજાવ્યું છે. તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
આ ઉપરાંત બીજા કેટલાય મહાનુભાવો–વિદ્ધાનો–કવિઓ શ્રદ્ધાંજલિ આપવા
આતૂર હતા, પણ પંચકલ્યાણક સંબંધી કાર્યક્રમો ચાલુ હોવાથી વિશેષ સમય મળી શક્્યો
ન હતો.
* પંચકલ્યાણક અને અધ્યાત્મચર્ચા *
ફતેપુરમાં પંચકલ્યાણક વખતે અધ્યાત્મચર્ચાઓ કેવી પ્રભાવશાળી
હતી તે બાબતમાં ‘સન્મતિસન્દેશ’ પત્ર લખે છે કે પંચકલ્યાણક કે દશ્ય
ઈતને ભવ્ય ઔર પ્રભાવશાળી હોતે થે કિ જિન્હેં દેખકર જનતા ગદગદ હો
ઉઠતી થી. ગર્ભકલ્યાણકમેં જબ દેવિયાં ભગવાનકી માતાસે પ્રશ્ન–ઉત્તર
કરતી થી વે ઈતને ગંભીર ઔર દર્શાનિક હોતે થે કિ જિસે સુનકર જનતા
નવીન પ્રેરણા પ્રાપ્ત કરતી થી. જન્મકલ્યાણકકે પૂર્વમેં ઈન્દ્રકી સભા શ્રી
આધ્યાત્મિક ચર્ચાસે ઓતપ્રોત થી–જિસે સુનકર ઐસા લગતા થા કી
ઈન્દ્રગુણ અપૂર્વ આત્માનુભૂતિકા રસાસ્વાદન લે રહે હૈ, ઉસીકા અનુભૂતરસ
ચર્ચામેં બરસ રહા હૌ રાજયાભિષેકકે બાદ રાજાઓંકી ધર્મચર્ચા અપૂર્વ
અમૃતરસકી વર્ષા કર રહી થીા તપકલ્યાણકમેં બારહ ભાવનાઓંકા ચિંતન
ઔર લૌકાંતિ દેવોંકા સંબોધન સંસારી જીવોંકો સંસાર–શરીર–ભોગોંસે
ઉદાસીનતાકા પ્રેરણાસ્ત્રોત પ્રવાહિત કર રહા થા. (આત્મધર્મના સંપાદક
દ્ધારા લખાયેલા આ બધા અધ્યાત્મ–સંવાદોનું રસાસ્વાદન આત્મધર્મ દ્ધારા
આપને થશે.)

PDF/HTML Page 34 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૫ :
ફત્તેપુર પછી બામણવાડથી
ભાવનગર સુધીનાં
પ્રવચનોની પ્રસાદી
સમ્યગ્દ્રષ્ટિ ક્્યાં છે?
સમ્યગ્દ્રષ્ટિ કોઈ સંયોગમાં નથી, સમ્યગ્દ્રષ્ટિ કોઈ રાગમાં નથી, સંયોગથી અને
રાગથી જુદા, પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં જ સમ્યગ્દ્રષ્ટિ છે. પોતાના શુદ્ધ દ્રવ્ય–
ગુણ–પર્યાયમાં રાગને કે સંયોગને ધર્મીજીવન સ્વીકારતા નથી. રાગનું જે જ્ઞાન છે તેમાં
ધર્મી તન્મય છે, પણ રાગમાં ધર્મી તન્મય નથી. રાગ ને જ્ઞાનની આવી ભિન્નતા વડે
ધર્મી જીવ ઓળખાય છે.
અહા, ધર્મીની અનુભૂતિમાં સમ્યગ્દર્શન સાથે અતીન્દ્રિય આનંદન તો ખરો, ને
અનંત ગુણની નિર્મળ પર્યાયનો સ્વાદ તેમાં એકસાથે સમાય છે. પણ રાગનો કોઈ કણ
તેમાં સમાય નહિ કેમકે રાગને ચેતનસ્વભાવપણું નથી. ચૈતન્યનું કોઈ પણ કિરણ
રાગરૂપ ન હોય.
શરીર તો આત્માની જાત નથી, તે તો જડ છે, આત્માથી જુંદું છે; એટલે તે તો
આત્માના ધર્મનું સાધન નથી. હવે પાપ અને પુણ્યના જે ભાવો છે તે પણ કાંઈ જ્ઞાનની
જાત નથી, તે જ્ઞાનથી વિરુદ્ધ જાત છે, તેથી તે પણ આત્માના ધર્મનું સાધન નથી. પુણ્ય–
પાપ તે તો બંને દુઃખના જ કારણ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે કદી દુઃખનું કારણ નથી.
જ્ઞાનનું વેદન તો સુખ અને આનંદરૂપ છે. આ રીતે જ્ઞાનને અને પુણ્ય–પાપને ભિન્નતા
છે. તેથી પુણ્ય–પાપ તે જ્ઞાનનું કાર્ય નથી. આવું ભેદ જ્ઞાન તે મોક્ષનું કારણ છે.
પુણ્ય કરીને સ્વર્ગમાં જવું તે કાંઈ વિશેષતા નથી. મનુષ્ય કરતાંય સ્વર્ગના ભવ
જીવે અસંખ્યગુણા કાર્ય છે. હવે મનુષ્ય કરતાં સ્વર્ગના ભવ અસંખ્યગણા ક્્યારે થાય?
મનુષ્યમાંથી સ્વર્ગમાં જાય તેથી કાંઈ સ્વર્ગના ભવ અસંખ્યગણા ન થાય. કેમકે સ્વર્ગ
કરતાં મનુષ્યના જીવોની સંખ્યા ધણી થોડી છે. તિર્યંચના જીવોની સંખ્યા દેવો કરતાં વધુ
છે. એટલે મનુષ્ય કરતાં તિર્યંચમાંથી સ્વર્ગમાં જનાર જીવો અસંખ્યગુણા

PDF/HTML Page 35 of 55
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
છે. તિર્યંચ ગતિમાંથી પણ પુણ્ય કરીને અનંતવાર જીવ સ્વર્ગમાં ગયો. મનુષ્યમાંથી
અનંતવાર સ્વર્ગમાં ગયો તેના કરતાંય તિર્યંચમાંથી સ્વર્ગમાં અસંખ્યગુણા અનંતવાર
ગયો. આ રીતે અનંતવાર જીવે પુણ્ય કર્યાં ને સ્વર્ગમાં ગયો, તેમજ અનંતવાર પાપ કર્યાં
ને નરકમાં ગયો; પણ એ પુણ્ય અને પાપ બંનેથી પાર ચૈતન્યચીજ પોતે કોણ છે તેનું
ભાન પૂર્વે કદી ન કર્યું તેથી ચારગતિના ભ્રમણમાંથી છૂટકારો ન થયો.
આ આત્મા અતીન્દ્રિય આનંદની ચૈતન્યશીલા છે..... જેમ બરફની મોટી શિલા
ચારેકોર ઠંડકથી ભરી હોય, તેમ આ ચૈતન્યતરફની શિલા પરમ શાંતરસથી ભરેલી છે;
તેમાં કષાયની આકુળતાનો પ્રવેશ નથી. આવ ચૈતન્યની શાંતિનું વેદન તે અપૂર્વ ચીજ
છે. અને આવા શાંતરસને વેદનારા જ્ઞાનવડે બંધન અટકીને મુક્તિ થાય છે.
જેનાથી આત્માની શાંતિ ન મળે ને ભવદુઃખનો અંત ન આવે તેની કાંઈ કિંમત ધર્મમાં
નથી. પાપ અને પુણ્ય એ કાંઈ નવી ચીજ નથી, એ તો સંસારી જીવ અનાદિથી કરી જ રહ્યો છે.
એ બંનેથી પાર ચૈતન્યચીજ છે તેનું ભાન કરવું, તેનો અનુભવ કરવો તે અપૂર્વ ચીજ છે.
અહા, ધગધગતા તાપમાં શીતળ પાણીના સવોરમાં ડુબકી મારે અને તેને ઠંડક
અનુભવાય, તેમ આ સંસારમાં અજ્ઞાન અને કષાયના તાપમાં બળતો અજ્ઞાની જીવ,
ચૈતન્યતત્ત્વનું ભાન કરીને શાંત ચૈતન્યસરોવરમાં જ્યાં ડુબકી મારે છે ત્યાં તેને અપૂર્વ
શાંતિ અનુભવાય છે; અહા! ચૈતન્યની જે પરમ અતીન્દ્રિય શાંતિનું તેને વેદન થાય છે.
તેનો અંશ પણ સંસારના રાજપદમાં કે ઈન્દ્રપદના વૈભવમાં નથી. આવા શાંતરસના
સમુદ્રમાં ડુબકી મારીને તેમાં લીન થયેલા મુનિવરો બહારના કોઈ ઉપસર્ગથી ડગતા નથી
શાંતિને ચૂકતા નથી. જેમ સોનું અગ્નિમાં તપે છતાં સૌનું જ રહે છે, તેમ સંયોગ અને
રાગ–દ્ધેષ વચ્ચે પણ જ્ઞાનીનું જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. આવા જ્ઞાનતત્ત્વની અનુભૂતિ
ધર્મીને સદાય વર્તે છે, ને તે જ મોક્ષનું સાધન છે.
આસ્રવો (પુણ્ય–પાપ) તે કાંઈ આસ્રવોને જાણતા નથી; આસ્રવોથી જુદું જ્ઞાન જ
આસ્રવોને આસ્રવરૂપે જાણે છે, જો આસ્રવને જ્ઞાનનું કાર્ય માને તો તે જીવ જ્ઞાનને અને
આસ્રવોને એક માન્યા, તે અજ્ઞાનભાવે રાગાદિ કાર્યનો કર્તા થઈને આસ્રવને કરે છે.
ધર્મી જીવ તો પોતાને રાગાદિ આસ્રવોથી તદ્ન જુદા એવા જ્ઞાનસ્વભાવરૂપે જ અનુભવે
છે, એટલે તે જ્ઞાનભાવે રાગાદિનો જરાપણ કર્તા થતો નથી, એટલે તેના જ્ઞાનમાં
આસ્રવનો ત્યાગ છે; ને સંવર–નિર્જરારૂપે જ્ઞાન વર્તે છે, તે મોક્ષનું કારણ છે.

PDF/HTML Page 36 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
આવા જ્ઞાનરૂપ થયેલા ધર્મીને ચૈતન્યના આનંદની એવી ખુમારી હોય છે કે,
દુનિયા કેમ રાજી થશે ને દુનિયા મારા માટે શું બોલશે–તે જોવા રોકાતા નથી; લોકલાજ
છોડીને એ તો પોતાના ચૈતન્યની સાધનામાં મશગુલ છે. ચૈતન્યના અનુભવથી જે
ખુમારી ચડી તે કદી ઊતરે નહિ.
જેમ અંધારાને દેખનાર પોતે અંધારું નથી, અંધારાને દેખનારો અંધારાથી જુદો
છે; તેમ રાગાદિ પરભાવો અંધારા જેવા છે, તે રાગને જાણનાર પોતે રાગ નથી, રાગને
જાણનારો રાગથી જુદો છે. આમ જ્ઞાન અને રાગનું જુદાપણું જાણવું જોઈએ.
આત્માના ચૈતન્યભાવના વેદનમાં સુખ છે, રાગના વેદનમાં દુઃખ છે. માટે
દુઃખરૂપ એવા જે રાગાદિ આસ્રવો, તેનાથી જ્ઞાન જુંદુ છે, તે જ્ઞાનના વેદનમાં આસ્રવનો
અભાવ છે. આ રીતે જ્ઞાન વડે જ સુખનો અનુભવ, અને દુઃખનો અભાવ થાય છે.
બીજી કોઈ રીતે સુખની પ્રાપ્તિ ને દુઃખથી છૂટકારો ન થાય.
રાગ, પછી ભલે તે શુભ હો, તે દુઃખનું જ કારણ છે, તો તેના વડે સુખની પ્રાપ્તિ
કેમ થાય? રાગનો જેમાં અભાવ છે એવા જ્ઞાનવડે જ સુખની પ્રાપ્તિ થાય છે.
અરે જીવ! શુભરાગના સાધનથી પાર કોઈ બીજું તારા આત્મહિતનું સાધન છે–
તેનો તું વિચાર કેમ નથી કરતો? શુભરાગ તો તેં અનાદિકાળથી કર્યો; ક્ષણે અશુભ ને
ક્ષણે શુભ–એમ અનંતવાર શુભ–અશુભ કરીકરીને સ્વર્ગમાં ને નરકમાં અનંતવાર ગયો,
છતાં તારું હિત જરાય કેમ ન થયું? માટે સમજ કે તે શુભાશુભથી જાદું સાધન છે, તે
જ્ઞાનમય છે. જ્ઞાનની જાત નથી, તેમ શુભરાગ પણ જ્ઞાનની જાત નથી, જુદી જાત છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માનો ઓળખવો, ને રાગથી ભિન્ન જ્ઞાનપણે આત્માનું વેદન
કરવું તે જ હિત છે, તે જ મોક્ષનું સાધન છે. આ સાધનને ભૂલીને બીજા ગમે તેટલા
સાધન (શુભરાગ) કરે તેનાથી જીવનું જરાય હિત ન થાય ને તેનાં જન્મ–મરણનાં
દુઃખનો અરો ન આવે.
કરણશક્તિવાળું તારું જ્ઞાન જ તારા હિતનું સાધન છે, એનાથી જુદા બીજા કોઈ
સાધનથી જરૂર નથી. અરે, તું પોતે જ્ઞાનસ્વરૂપ, અને તારું સાધન રાગ હોય? તારા
જ્ઞાનની અનુભૂતિ રાગની પ્રક્રિયાથી પાર છે, રાગનાં કારકો કે વિકલ્પરૂપ કારકો તેમાં
નથી. જેમ આકાશની વચ્ચે અધ્ધર અમૃતનો કુવો હોય તેમ તારું ચૈતન્યગગન,

PDF/HTML Page 37 of 55
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
નિરાલંબી, તે આનંદના અમૃતથી ભરેલું છે. એકવાર એનો સ્વાદ તો ચાખ! તો રાગને
સાધન માનવાની તારી બુદ્ધિ છૂટી જશે.
અરે, રાગથી પાર ચૈતન્યની અમૃત જેવી મીઠી વાત, સંતો સંભળાવે છે,
વીતરાગની એવાણી ચૈતન્યના પરમ શાંત વીતરાગરસને બતાવનારી છે; અને ભરરોગ
મટાડવાનું તે અમોઘ છે...... પણ રાગમાં લીન થયેલા કાયરજીવોને તે પ્રતિકૂળ લાગે છે.
તો પરમ હિતકર, પણ રાગની રુચિવાળાને તે વીતરાગવાણી ગમતી નથી.
બાપુ! તારા હિતની આ વીતરાગી ઔષધિ છે. વૈધ કાંઈ એમ બંધાયેલ નથી કે
દરદીને મીઠી દવા આપે! મીઠી દવા આપે કે કડવી, પણ રોગ મટાડે એવી દવા આપે તે
વૈદનું કામ છે. તેમ વીતરાગી સંતો રાગની મીઠાસ છોડાવીને વીતરાગી ઔષધ વડે
ભવરોગ મટાડે છે.
અજ્ઞાની ઉપદેશકો મીઠી મીઠી વાત કરીને રાગની પ્રશંસા કરે, શુભરાગ કરે ત્યાં
ઘણું કર્યું એમ બતાવે, ત્યાં અજ્ઞાનીને મીઠાસ લાગી જાય છે કે આ સારી વાત કરે છે.
પણ બાપુ! એ રાગની મીઠાસ તારો ભવરોગ નહિ મટાડે; એ તો તારું અહિત કરનારી
વાત છે. ને સંતો શુભરાગનોય નિષેધ કરીને, રાગ વગરનો વીતરાગી મોક્ષમાર્ગ બતાવે
છે, ને ચૈતન્યના આશ્રય સિવાય બીજા બધાનો આશ્રય છોડાવે છે. ત્યાં કાયર જીવોને તે
વાત કડક ને કડવી લાગે છે, પણ બાપુ! એ વાત તારું પરમ હિત કરનારી છે, તારો
ભવ રોગ મટાડવા માટે એ જ સાચી દવા છે; વીતરાગનાં પરમશાંત રસ ભરેલા વચનો
જ આવો નિરપેક્ષ મોક્ષમાર્ગ બતાવી શકે. આવો માર્ગ કાયર જીવો એટલે રાગની
રુચિવાળા જીવો સાધી શકતા નથી; એ વીતરાગ માર્ગને સાધવો તે તો વીરનું કામ છે.
‘હરિનો મારગ છે શૂરાનો..... નહીં કાયરનું કામ’
શિષ્ય કહે છે કે મેં સાવધાન થઈને એટલે રાગથી જુદા પાડીને જ્ઞાનસ્વભાવની
સન્મુખ થઈને, મારા જ્ઞાનસ્વરૂપ પરમેશ્વર, આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવ્યો;
મારા ગુરુએ કૃપા કરીને મને આવી સાવધાનીનો જ ઉપદેશ દીધો હતો. જેવો ઉપર દેશ
દીધો હતો તેવો મારા અનુભવમાં આવ્યો. આમ ગુરુ અને શિષ્ય બંનેની અપૂર્વ સંધિ
છે. ગુરુએ ઉપદેશમાં શું કહ્યું? કે શિષ્યે જેવું અનુભવ્યું તેવું ગુરુએ કહ્યું હતું; શિષ્યે શું
અનુભવ્યું? કે ગુરુએ ઉપદેશમાં જેવો શુદ્ધ આત્મા કહ્યો હતો તેવો જ શિષ્ય અનુભવ્યો.
ઉપદેશ દેનારા ગુરુ કેવા હોય તે પણ આમાં આવી ગયું.

PDF/HTML Page 38 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૯ :
જુઓ, અહીં (ઈંદોરના) કાચના જિનમંદિરમાં લખ્યું છે કે–
ચક્રવર્તીકી સંપદા ઈન્દ્રસરીખા ભોગ
કાગવીઠ સમ ગિતને હૈં સમ્યગ્દ્રષ્ટિ લોગ.
અરે, ચૈતન્યના વૈભવ પાસે આ બહારના વૈભવની શી ગણતરી? સમ્યગ્દ્રષ્ટિ તો
એને કાગડાની વિષ્ટા સમાન ગણે છે, –તેમાં સ્વપ્નેય સુખ માનતા નથી. તો તે રાગથી
જે ભાવથી મળી એવા શુભરાગને તે ભલો કેમ માને? શુભરાગને હોય કહેતાં અજ્ઞાની
લોકો ભડકે છે–પણ બાપુ! રાગથી પાર તારી મહાન ચૈતન્યસંપદા કેવી અદ્ભૂત
અલૌકિક છે એને એકવાર તું લક્ષમાં તો લે! એને લક્ષમાં લેતાં ચૈતન્ય સંપદાના મહાન
આનંદ પાસે રાગ તને વિષ્ઠા જેવો હોય લાગશે. રાગને હેય કહીને સંતો તને તારી
વીતરાગી ચૈતન્યસંપદા બતાવે છે.
જે ધર્મી થયો તે એમ જાણે છે કે, પહેલાંં તો મારા સ્વરૂપને ભૂલીને હું મોહથી
ઉન્મત હતો, સ્વ–પરનું મને કાંઈ ભાન હતું; હવે ગુરુઉપદેશ વડે સાવ થાન થઈને,
મોહરહિત થઈને મેં સ્વસંવેદન પ્રત્યક્ષ વડે મારા જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો છે,
મહાન જ્ઞાનપ્રકાશ મને ખીલ્યો છે, તેથી માર પરમેશ્વર આત્માને મેં મારામાં જ દેખી
લીધો છે.
વિરક્તગુરુ, એટલે રાગથી ભિન્ન આત્માને અનુભવનારા જ્ઞાની સંતે આવો શુદ્ધ
આત્મા મસજાવ્યો; અને શિષ્યે પણ વિરકત થઈને, એટલે રાગથી છૂટો પડીને પોતાના
જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવમાં લીધો. ત્યાં તેને ભાન થયું કે અહા! આવો પરમેશ્વર
હું છું–તે મને શ્રીગુરુએ બતાવ્યું. પોતાના અનુભવમાં આવ્યું ત્યારે ખરી ખબર પડી કે
અહા, આવું આનંદમય ગંભીર ચૈતન્યતત્ત્વ મારા ગુરુ માને વારંવાર કહેતા હતા.
આવો આત્મા અનુભવમાં લેવો હોય તો અંદર કેટલી ધગશજોઈએ! જેમ કુતરાને
કાનમાં કીડા પડ્યા હોય ને તેને ક્્યાંય ચેન પડે, તેમ આત્માની ધગશવાળા જીવને
આત્માની અનુભૂતિ સિાય બીજા કોઈ પરભાવરૂપી કીડામાં ક્્યાંય ચેન પડે નહિ......
પોતાના એક ચૈતન્યની જ તેને ધૂન લાગે. શ્રીગુરુએ જ્યાં શુદ્ધ આત્મા બતાવીને કહ્યું કે
આવો પરમેશ્વર તું પાછો છો...... તેને તું અનુભવમાં લે, આવી વાત કાને પડતાં જ (અંદર
ઘા લાગી ગયો.... ને નિરંતર તેની અનુભવ માટેની ધૂન લાગી. પછી)

PDF/HTML Page 39 of 55
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
દુનિયા મારે માટે શું માનશે ને શું કહેશે–એ જોવા તે રોકતો નથી. દુનિયા દુનિયાના ઘરે
રહી, આ તો દુનિયાને એકકોર મૂકીને પોતે પોતાનું આત્મહિત કરવાની વાત છે. જેને
આત્માની ધૂન જાગે તેને દુનિયાનો રસ છૂટી જાય ને ચૈતન્યના રસનો સ્વાદ લેવામાં
તેનો ઉપયોગ વળે. અહા, સંસારના બીજા બધા રસોથી જુદો અત્યંત મધુર ચૈતન્યરસ
ધર્મી જીવ પોતામાં અનુભવે છે. પહેલાંં નયનની આળસે મેં હરિને નહોતો દેખ્યો, હવે
ભ્રમ દૂર થયો ને ચૈતન્યચક્ષુ ખુલ્યા ત્યાં ભગવાન ચૈતન્યમુમુક્ષુને મેં મારા જ દેખ્યો
અહા, મારું ચૈતન્યતત્ત્વ, રાગથી પાર શાંતિથી છલોછલ ભરેલું તે મારા અંતરમાં મને
પ્રાપ્ત થયું. જગત પણ આવા પરમ શાંતરસના સમુદ્રને દેખો.... તેમાં નિમગ્ન થાઓ.
વિહારના સમાચાર
(ફતેપુરથી સોનગઢ)

ફત્તેપુર–ઉત્સવના કેટલાક સમાચાર આપે ગતાંકમાં વાંચ્યા; બાકીના સમાચાર
આપે આ અંકમા વાંચ્યા, ફત્તેપુર પછી ગુજરાત છોડીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને
મહારાષ્ટ્રમાં થઈને પુન: સૌરાષ્ટ્ર અને સોગનઢમાં જેઠ સુદ ત્રીજે પૂ. ગુરુદેવ પધાર્યા છે.
અહીં ફત્તેપુરથી સોનગઢ સુધીનો અહેવાલ ટૂંકમાં આપીએ છીએ.
વૈશાખ સુદ પાંચમેં ફત્તેપુરથી પ્રસ્થાન કરી, રામપુરમાં જિનબિંબની વેદી પ્રતિષ્ઠા
કરી, પછી બામણવાડામાં પણ બીજે દિવસે જિનબિંબની વેદીપ્રતિષ્ઠા કરી. આમ માત્ર
ચાર દિવસમાં ત્રણ ગામમાં જિનબિંબપ્રતિષ્ઠા કરી. પછી વૈશાખ સુદ સાતમે
બામણવાડની ઉદેપુર આવતાં ગુજરાત રાજયની હદ છોડીને રાજસ્થાનમાં પ્રવેશ કર્યો.
ઉદેપુરમાં ચાર દિવસ રહ્યા. વૈશાખ સુદ આઠમના રોજ જિનમંદિર સામેના
સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન ગૌહત્તીના ભાઈશ્રી નેમિચંદજી શેઠના સુહસ્તે થયું; નોમના
રોજ અજમેરના કલાપૂર્ણ રથસહિત ભવ્ય રથયાત્રા નીકળી હતી. પ્રચવનમાં સ. ગાથા
૭૨ વંચાણી હતી. બાળકોએ મહારાણી ચેલાણનું ધાર્મિકભાવનાભરપૂર નાટક કર્યું હતુ.
અનેક જિનમંદિરમાં દર્શન કર્યાં.

PDF/HTML Page 40 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૧ :
વૈશાખ સુદ ૧૧ કુરાવડ આવ્યા. વચ્ચે સાકરોદા ગામે જિનમંદિરમાં દર્શન કર્યાં.
સાકરોદામાં ઘણા મુમુક્ષુઓ રહે છે. બ્ર. ઝમકલાલજી કુરાવડના છે. અહીં નવા સ્વાધ્યાય
મંદિરનું ઉદ્ઘાટના થયું તેમજ વીતરાગવિજ્ઞાન પાઠશાળાનું પણ ઉદ્ઘાટન થયું.
મુમુક્ષુઓનો ઉત્સાહ સારો હતો. બે જિનમંદિરોમાં દર્શન કર્યુ. બે દિવસ ફુરાવડ રહીને
મંદસૌર આવ્યા.
મંદસૌરમાં ચાર દિવસ રહ્યા. મુમુક્ષુઓમાં ઉલ્લાસ સારો હતો નવા તેમજ જુના
મંદિરમાં દર્શન કર્યાં. અહીં પણ નવા સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટના થયું. પ્રથમ શહેરથી બે
માઈલ દૂર સરકીટ હાઉસના એકાંત વાતાવરણમાં ઊતયાૃ હતા, પછી શહેરમાં સ્કૂલમાં
ઊતર્યા હતા. ઘણા જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો.
મંદસોરથી પ્રતાપગઢ આવ્યા. પૂગુરુદેવ પ્રતાપગઢ (રાજસ્થાન) પધારવાના
પ્રસંગે ત્યાંના પં. શ્રી રામચંદ્રજીનો પ્રસન્નતા વ્યક્ત કરતો એમ પત્ર આવેલ, તેમા લખે
છે કે–“આપકો પ્રતાપગઢ પધારના હો રહા હૈ–યહ જાનકર હાર્દિક પ્રસન્નતા હુઈ ઔર
પ્રતાપગઢમેં આપકે ઠહરનેકા સ્થાન શ્રી ભટ્ટારક યશકીર્તિ દિ જૈન બોર્ડિગમેં રખા ગયા
હત યહ જાનકર વિશેષ પ્રસન્નતા હુઈ. જબ મૈં સીમંઘર ભગવાનકી પ્રતિષ્ઠાકરાને સં.
૧૯૯૭ મેં સોનગઢ આયા થા તભી વહાંકા ઈસ સંસ્થામેં શ્રી ૧૦૦૮ સીમંઘર
ભગવાનકા જિનાલય બનવાયા હૈ, ઈસી મંદિરકે સામને માનસ્તંભ બનવાયા ગયા હૈ–
જિસકી શિલાન્યાસવિધિ શ્રીમાન શેઠ એન. સી. જવેરીકે કરકમલ દ્ધારા હુઈ થી.”
પ્રતાપગઢ લગભગ ૬૦ હજાર વસ્તીનું શહેર છે. પ્રાચીન શૈલીના ત્રણચાર મોટા
મોટા વિશાળ જિનાલયો છે તે ઉપરાંત જૈનબોર્ડિંગના મંદિરમાં લગભગ પાંચ ફૂટની
સીમંઘર ભગવાનની પ્રતિમા બિરાજે છે. તેમ જ તેની બાજુની વેદીમાં સીમંઘર સ્વામીની
એક નાનકડી ખડ્ગાસન પ્રતિમા પણ બિરાજે છે. પ્રતાપગઢ પહેલી જ વાર ગયેલા,
ત્યાંના જિનાલયોના દર્શનથી અને સીમંઘર પ્રભુના દર્શનથી આનંદ થયો. પ્રતાપગઢની
જિજ્ઞાસુ જનતાએ પણ ચાર દિવસ આનંદની લાભ લીધો. પ્રતાપગઢથી ત્રણ માઈલ દૂર
ગામડામાં એક પ્રાચીન જિનાલયમાં બિરાજમાન વિશાળ જિનબિંબના દર્શનથી પણ
આનંદ થયો.
પ્રતાપગઢથી ગુરુદેવ બડનગર પધારતાં ઉલ્લાસભર્યું ભવ્ય સ્વાગત થયું. અહીંનુ
એક વિશાળ ગગનચૂંબી જિનમંદિર બહુ જશોભી રહ્યું છે; બીજા પણ બે