Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 4

PDF/HTML Page 21 of 69
single page version

background image
: ૧૬–B : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
પ્રશ્ન: – પ્રભો! અમને તો સંસારીપણું છે છતાં સિદ્ધ જેવો કેમ કહો છો?
ઉત્તર: –બાપુ! પર્યાયમાં સંસારીપણું છે–એની તો ખબર છે, પણ અત્યારે એ
શુદ્ધ કારણ–કાર્ય અભેદ થતાં, સિદ્ધમાં ને મારામાં કાંઈ ફેર નથી
અંતર્મુખ થઈને પરિણતિ જ્યાં ચિદાનંદસ્વભાવમાં અભેદ થઈને શુદ્ધતાનું વેદન
થયું, ત્યાં કાર્ય–કારણના ભેદ ન પાડું તો મારામાં ને સિદ્ધપરમાત્મામાં કાંઈ પણ ફેર ક્યાં
છે? સિદ્ધભગવાનને જેવું કાર્ય છે તેવું કારણ મારામાં પણ વિદ્યમાન છે, તે
કારણસ્વભાવ દ્રષ્ટિમાં આવ્યો ત્યાં તેના આશ્રયે કાર્ય પણ વર્તે જ છે. અહો! આવા
સ્વભાવને પકડનારી દ્રષ્ટિની બલિહારી છે! પરમાત્મા એના હાથમાં આવી ગયો. હવે
કાર્ય અધૂરું છે એ વાત અભેદદ્રષ્ટિમાં રહેતી નથી.

PDF/HTML Page 22 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૬–C :
સિદ્ધભગવાનને જેમ અશરીરીપણું છે તેમ સાધક ધર્મીની પણ જે પરિણતિ
અંતર્મુખ લીન થયેલી છે તેમાં પણ અશરીરીપણું થયું છે. સ્વભાવ તરફ વળીને શુદ્ધ
થયેલા ભાવને શરીર સાથે નિમિત્ત–નૈમિત્તક સંબંધ પણ રહ્યો નથી. માટે જેવા સિદ્ધ
અશરીરી છે તેવો જ હું અશરીરી છું–એમ ધર્મી પોતાને અનુભવે છે; એટલે તે
સમ્યગ્દષ્ટિને કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બંને શુદ્ધ છે. અહો! કારણતત્ત્વની શુદ્ધતા જેણે
જાણી તેને કાર્યમાં પણ શુદ્ધતા વર્તે છે; તેને શુદ્ધ કારણ–કાર્ય અભેદ થયા. એનામાં અને
સિદ્ધમાં કાંઈ ફેર નથી. જેમ સિદ્ધ ભગવાનની પરિણતિ શરીરાતીત–ઈંદ્રિયાતીત–
આનંદરૂપ થઈ છે તેમ સાધકની જે શુદ્ધપરિણતિ છે તે પણ શરીરાતીત–ઈંદ્રિયાતીત–
આનંદરૂપ છે. પર્યાયમાં જરાક વિકાર–અધૂરાશ હોય પણ ધર્મીની દ્રષ્ટિ તેના ઉપર નથી,
ધર્મીની દ્રષ્ટિ તો અંદરના કારણપરમાત્મામાં લીન થઈ છે; તેથી સિદ્ધમાં ને પોતામાં કાંઈ
ફેર તે દેખતો નથી. અહો, આવા સ્વભાવની દ્રષ્ટિનું કોઈ અચિત્ય સામર્થ્ય છે!
અનંતગુણની શુદ્ધી સહિત અખંડ કારણપરમાત્માને જેણે પોતામાં ઝીલ્યો છે... એ
સમ્યગ્દનની શી વાત? એને પણ અતીન્દ્રિયપણું, અશરીરપણું વગેરે જેટલા સિદ્ધપ્રભુનાં
વિશેષણ છે તે બધાય લાગુ પડે છે. અહો, આવા મારા આત્માને ભરોસામાં લઈને,
અનુભવમાં લઈને હું, મારા સિદ્ધપદને સાધી જ રહ્યો છું. અરે જીવો! આવો આત્મા સત્
છે તેને તમે ભરોસામાં તો લ્યો. અનંત તીર્થંકરોના ઉપદેશનો આ સાર છે. આવો
આત્મા જેણે અંતરના શ્રદ્ધા–જ્ઞાનમાં સ્વીકાર્યો તેણે અનંતા તીર્થંકરોના ઉપદેશનો સાર
ગ્રહણ કરી લીધો.... હવે અલ્પકાળમાં દેહવાસથી છૂટીને સાક્ષાત્ અશરીરી થઈને તે
સાદિ–અનંત સિદ્ધપદમાં બિરાજશે.
સમ્યગ્દષ્ટિને કારણ–કાર્ય બંનેની શુદ્ધતા
સમ્યગ્દ્રષ્ટિને પોતાના કારણ–કાર્ય બંને શુદ્ધ છે. અને તે સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે
બીજા જીવોમાં કારણતત્ત્વ સદા શુદ્ધ છે. પરિણતિની અશુદ્ધતા કાંઈ દ્રવ્ય–ગુણમાં પ્રવેશી
નથી ગઈ એટલે દ્રવ્ય–ગુણ અશુદ્ધ થઈ ગયા નથી.
અજ્ઞાનીના આત્મામાંય કારણતત્ત્વ સદાય શુદ્ધ છે, પણ તેને પોતાના શુદ્ધ કારણ
સ્વભાવની ખબર નથી. જો કારણતત્ત્વની શુદ્ધતાને જાણે તો તેને કાર્ય પણ શુદ્ધ થાય જ.

PDF/HTML Page 23 of 69
single page version

background image
: ૧૬–D : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
દેખાતું નથી, એટલે તેને તો કારણ–કાર્ય બંને અશુદ્ધ છે. જ્ઞાનીએ જ્યાં શુદ્ધ કારણતત્ત્વને
જાણ્યું ત્યાં પર્યાય પણ તેના આશ્રયે શુદ્ધ થઈને પરિણમી છે, એટલે જ્ઞાનીને તો કારણ
કાર્ય બંને શુદ્ધ છે. પછી જે અલ્પ રાગાદિ અશુદ્ધતા હોય છે તે શુદ્ધતાથી બહાર છે–જુદી
છે; તે ખરેખર જ્ઞાનીનું કાર્ય નથી; ને જ્ઞાનીનો શુદ્ધભાવ તે અશુદ્ધતાનું કારણ થતો નથી.
અહો, આવા કારણ–કાર્યને સમ્યગ્દ્રષ્ટિજીવ પરમાગમના અનુપમ રહસ્ય વડે
જાણે છે; અહો, એકત્વસ્વરૂપ શુદ્ધ આત્મા બધા જીવોમાં શોભે છે. એવા શુદ્ધતત્ત્વને
દેખનારી દ્રષ્ટિ તે દ્રવ્યદ્રષ્ટિ છે; ને આવી દ્રવ્યદ્રષ્ટિવાળો જીવ સમ્યગ્દ્રષ્ટિ છે.
સમ્યગ્દ્રષ્ટિ પોતાના શુદ્ધ તત્ત્વને જાણે છે, શુદ્ધ પર્યાય થઈ છે તેને પણ જાણે છે;
અને કંઈક અશુદ્ધતા બાકી રહી છે તેને પણ જાણે છે.
ધર્મીએ ચૈતન્યની વીતરાગી શાંતિ વેદી છે; તે ચૈતન્યની શાંતિ પાસે શુભરાગનો
કષાયકણ પણ તેને અગ્નિ જેવો લાગે છે. ચૈતન્યની શાંતિમાંથી બહાર નીકળ્‌યો ત્યારે
રાગની અશાંતિ ઊભી થઈ. પણ ચૈતન્યની શાંતિ જેણે દેખી નથી તેને શુભરાગ અગ્નિ
જેવો લાગતો નથી. અહા, ચૈતન્યની શાંતિનો સ્વાદ જેણે ચાખ્યો તે તો રાગથી છૂટો
પડી ગયો–પછી રાગ શુભ હો કે અશુભ, તે બધાય રાગ અશાંતિ છે–ઘોર સંસારનું મૂળ
છે. અરે, રાગમાં તે ચૈતન્યની શાંતિ કેમ હોય?
અહા, પરમાગમના રહસ્યને વલોવી–વલોવીને વીતરાગી સંતોએ ચૈતન્યની
શાંતિરૂપ માખણ કાઢ્યું છે ભાઈ! પરમાગમને વલોવીને તેમાંથી તું શુભાશુભ રાગ ન
કાઢીશ; શુભરાગ તે કાંઈ પરમાગમનો સાર નથી. પરમાગમનો સાર, પરમાગમનું
માખણ, પરમાગમનું રહસ્ય તો અંતરમાં શાંતિનો સાગર આત્મા છે, તેને અનુભવમાં
લે. અહો, અકષાયશાંતિનો સાગર આત્મા છે; એ અમૃતના દરિયામાંથી રાગના ઝેરનો
કણિયો ન નીકળે. પરમાગમ અત્યંત મહિમા કરી કરીને જેનાં ગાણાં ગાય છે તે સુંદર
ચૈતન્યતત્ત્વ તું પોતે છો. પરમાગમ તારા સ્વરૂપને જ પ્રસિદ્ધ કરે છે.
ચૈતન્યના સ્વભાવમાંથી સિદ્ધપદ અને કેવળજ્ઞાનની શુદ્ધતા નીકળે ત્યારે પણ
શક્તિમાં શુદ્ધતા એવી ને એવી પુરેપૂરી છે, શક્તિ કાંઈ ઓછી નથી થઈ ગઈ. તેમ જ
પર્યાયમાં ઓછી શુદ્ધતા હોય ત્યારે દ્રવ્યમાં શક્તિરૂપે વધારે છે–એમ પણ નથી. તેમ જ
અજ્ઞાનદશા વખતેય શુદ્ધ સ્વભાવ શક્તિપણે એવો ને એવો જ હતો–પણ તે

PDF/HTML Page 24 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૬–E :
વખતે તેનું ભાન પોતાને ન હતું; ભાન થતાં હવે ખબર પડી કે અહા, જેવું શુદ્ધ તત્ત્વ
અત્યારે અનુભવમાં–શ્રદ્ધામાં આવ્યું એવું જ શુદ્ધ તત્ત્વ પૂર્વે પણ મારામાં કારણરૂપે હતું
જ.–હવે તેનું ભાન થતાં પર્યાય પણ શુદ્ધ થઈ, કાર્યપણ શુદ્ધ થયું. અહો, જેણે આવું શુદ્ધ
તત્ત્વ પ્રતીતમાં લીધું–અનુભવમાં લીધું તે સમ્યગ્દ્રષ્ટિને ધન્ય છે....કરવા યોગ્ય કાર્ય તેણે
કરી લીધું. મુનિઓ પણ તેની પ્રશંસા અનુમોદના કરે છે. આવા તત્ત્વને અનુભવનારા
મુનિવરો વંદનીય છે, ને સમ્યગ્દ્રષ્ટિઓ પણ પ્રશંસનીય છે.
અહા, આવું શુદ્ધ ચૈતન્યતત્ત્વ જોરશોરથી સંતોએ તને સંભળાવ્યું, તો હવે
‘આજે જ’ તું આવા ચૈતન્યતત્ત્વને અનુભવમાં લેજે. આજથી જ શરૂઆત કરી
દેજે. આત્માના લાભનો આ અવસર છે. ભાઈ, તું મુંઝાઈશ નહીં..... અજ્ઞાનમાં
ગમે તેટલો કાળ વીત્યો પણ તારો સ્વભાવ મેલો થઈ ગયો નથી, તે તો એવો ને
એવો શુદ્ધ છે; તેનું ભાન કરતાં અજ્ઞાન ટળ્‌યું ને પરમ શાંતિ પ્રગટી; ત્યાં ધર્મી
પોતાના કારણ–કાર્ય બંનેને શુદ્ધ જાણે છે.
અશુદ્ધતા તો ઉપર–ઉપરની છે. ઉપર–ઉપર એટલે શું? કાંઈ અસંખ્ય પ્રદેશમાંથી
ઉપરના થોડાક પ્રદેશમાં છે અને અંદરના પ્રદેશોમાં નથી–એમ નથી, પર્યાય તો સર્વ
પ્રદેશોમાં છે પણ તે અશુદ્ધ પર્યાય અંદર ઊંડે એટલે કે દ્રવ્ય–ગુણમાં પ્રવેશતી નથી, દ્રવ્ય–
ગુણ અશુદ્ધ થયા નથી, માટે અશુદ્ધતાને ઉપર–ઉપરની કહી છે. તે અશુદ્ધતા વખતે
અંતરદ્રષ્ટિથી ધર્માત્મા પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણસ્વભાવને જાણે છે, તેમ જ પર્યાયમાં
જેટલી શુદ્ધતા વર્તે છે તેને પણ જાણે છે. ને અશુદ્ધતા વિદ્યમાન છે તેને પણ (સ્વભાવથી
ભિન્નપણે) જાણે છે. બધાને જાણવા છતાં, પરમાગમના સારરૂપ શુદ્ધતત્ત્વને જ તે
અંતરમાં ઉપાદેયપણે અનુભવે છે. અહો, શુદ્ધતત્ત્વના રસિક જીવો! આવા પરમતત્ત્વને
જાણીને આજે જ તેનો અનુભવ કરો.
પરમાગમનો સાર એ છે કે અંતરમાં પરભાવોથી ભિન્ન પોતાની શુદ્ધ
ચૈતન્યવસ્તુને જ્ઞાનમાં–શ્રદ્ધામાં–અનુભવમાં લેવી. ચૈતન્યચમત્કાર તે પરમ તત્ત્વ છે;
વ્યવહારના વિકલ્પો તે કાંઈ પરમ તત્ત્વ નથી; પરમ તત્ત્વના અનુભવમાં–જ્ઞાનમાં–
શ્રદ્ધામાં તે વિકલ્પોનો અભાવ છે. સમ્યગ્દ્રષ્ટિ આવા અદ્ભુત તત્ત્વને અંતરમાં દેખે છે...
તેમાં કોઈ ભેદ–વિકલ્પ–રાગ કે પરનો સંબંધ દેખાતો નથી... દ્રવ્યમાં ગુણમાં–પર્યાયમાં
શુદ્ધતા અનુભવાય છે; જે અશુદ્ધતા છે તે શુદ્ધ તત્ત્વના અનુભવથી બહાર છે. આવા

PDF/HTML Page 25 of 69
single page version

background image
: ૧૬–F : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
તત્ત્વને શુદ્ધ તત્ત્વરસિક જીવો અનુભવે છે. તત્ત્વમાં એકલી શાંતિ જ છે.....એકલી
શાંતિનો સાગર આત્મા, તેમાં વિકલ્પોની અશાંતિ કેમ હોય? અરે જીવ! આવા શાંત
શુદ્ધ તત્ત્વનો રસિક થઈને તેને અનુભવમાં લે. આ એક જ તત્ત્વરસિક જીવોનું નિરંતર
કર્તવ્ય છે.
શુદ્ધ ચૈતન્યમય એક ભાવ જ હું છું, ને તેનાથી ભિન્ન રાગાદિ સર્વે ભાવો તે હું
નથી. ઉજ્વળ જ્ઞાનવડે ધર્મી જીવો આવા તત્ત્વને અનુભવે છે; તેણે પોતાના જ્ઞાનની નિર્મળ
શિલામાં ભાવશ્રુતરૂપ પરમાગમને કોતરી લીધા. ને આ જ સર્વ સિદ્ધાંતનો સાર છે.
ગતાંકમાં પૂછેલા ત્રણ પ્રશ્નોના જવાબ
(૧) દેવોને ચાર છે, નારકીને ચાર, તિર્યંચોને પાંચ, મનુષ્યોને ચૌદ,
પંચેન્દ્રિય સિવાયના જીવોને એક. – એ શું?
ગુણસ્થાન.
દેવોને ચાર ગુણસ્થાન હોય છે;
ધનારકીઓને ચાર ગુણસ્થાન હોય છે;
તિર્યંચોને પાંચ ગુણસ્થાન હોય છે.
મનુષ્યોને ચૌદ ગુણસ્થાન હોય છે.
સંજ્ઞી–પંચેન્દ્રિય સિવાયના સંસારી જીવોને એક પહેલું ગુણસ્થાન હોય છે.
(૨) જગતમાં સિદ્ધભગવાન ઝાઝા કે મનુષ્યો ઝાઝા?–સિદ્ધ ભગવાન
ઝાઝા. મનુષ્યો તો સંખ્યાત (કે સંમૂર્છન અપેક્ષાએ અસંખ્યાત) જ
છે, ત્યારે સિદ્ધભગવંતો તો અનંતગુણા છે. એટલે મનુષ્યો કરતાં
સિદ્ધભગવંતો અનંતગુણા છે.
(૩) માનવદેહ, સમ્યગ્દર્શન, પુણ્ય, શ્રુતજ્ઞાન, તીર્થંકરપદ, કેવળજ્ઞાન,
શુભરાગ, અમૂર્તપણું, સુખ અને અસ્તિત્વ–આ દશ વસ્તુમાંથી,
મોક્ષમાં જનાર જીવ નીચેની પાંચવસ્તુ સાથે લઈ જાય છે–
સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન, અમૂર્તપણું, સુખ અને અસ્તિત્વ.
(માનવદેહ, પુણ્ય, શ્રુતજ્ઞાન, તીર્થંકરપદ કે શુભરાગ–તે કાંઈ
મોક્ષદશામાં રહેતું નથી.)

PDF/HTML Page 26 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૬–G :
વિવિધ સમાચાર
સોનગઢમાં ચૈત્ર વદ પાંચમના રોજ બંને વખતનાં પ્રવચનો પરમાગમમંદિરમાં
થયા હતા. બીજે દિવસે ગુરુદેવ પ્રવાસમાં પધારવાના હોવાથી, પરમાગમોના
કોતરકામની પૂર્ણતાનો મંગલ ઉત્સવ આજે મનાયો હતો. અહા, શ્રુતના આ મહોત્સવ
વખતે બેહજાર વર્ષ પહેલાંંનો શ્રુતપંચમીનો એ મહોત્સવ યાદ આવતો હતો. ગુરુદેવ
પરમ ભક્તિથી ને પ્રસન્નતાથી વારંવાર ધરસેન–પુષ્પદંત–ભૂતબલિ ભગવંતોને યાદ
કરતા હતા; તેમજ પરમાગમોનો મહિમા કરીકરીને કુંદકુંદ પ્રભુનો પરમ ઉપકાર પ્રસિદ્ધ
કરતા હતા, તેમજ પરમાગમોનો મહિમા કરીકરીને કુંદકુંદ પ્રભુનો પરમ ઉપકાર પ્રસિદ્ધ
કરતા હતા. સવારમાં જ સ્વાનુભૂતિસ્વરૂપ ઉપાદેય તત્ત્વને યાદ કરીને ગુરુદેવે મંગળ
કર્યું પછી જિનમંદિરમાં પરમાગમની પૂજા કરીને, મંગલવાજાં સહિત ભક્તિ પૂર્વક
પંચપરમેષ્ઠી જેવા પંચ–પરમાગમો (સમયસાર–પ્રવચનસાર–નિયમસાર–પંચાસ્તિકાય–
અષ્ટપ્રાભૃત) ને પરમાગમ– મંદિરમાં બિરાજમાન કર્યાં... અને ખૂબજ ઉમંગભર્યા
વાતાવરણ વચ્ચે ગુરુદેવે પ્રવચનદ્વારા પરમાગમના સારરૂપ શુદ્ધાત્મા બતાવ્યો. આખો
દિવસ પરમાગમનો મહિમા સર્વત્ર પ્રસરી રહ્યો હતો. બીજે દિવસે સવારમાં ગુરુદેવ
સોનગઢથી મંગલપ્રસ્થાન કરીને મુંબઈ પધાર્યા હતા. પરમાગમનું થોડુંક કોતરકામ બાકી
હતું તે ચૈત્ર વદ સાતમના રોજ ઉપસ્થિત મુમુક્ષુઓના આનંદોલ્લાસ વચ્ચે પૂરું થયું હતું.
અહા, જાણે પોતાના પરમાગમોનું લેખનકાર્ય પૂરું કરવા કુંદકુંદસ્વામી જ પધાર્યા હોય ને
પોતાના સુહસ્તે પરમાગમની છેલ્લી ગાથા કોતરીને પૂરી કરતા હોય એવી ભાવનાથી
ભક્તો આનંદિત થયા હતા.
સોનગઢમાં પૂ. ગુરુદેવની ૮૪ મી જન્મજયંતિનો ઉત્સવ ત્રણ દિવસ આનંદ–
ભક્તિસહિત ઉજવાયો હતો.... બીજને દિવસે સવારે તથા રાત્રે સ્વાધ્યાયમંદિરમાં ભક્તિ
થઈ હતી. સોનગઢમાં રહેલા મુમુક્ષુભાઈ – બેનોએ, સોનગઢના ઉપશાંત વાતાવરણ
વચ્ચે ગુરુદેવનો જન્મોત્સવ ઉમંગથી ઉજવ્યો હતો. બરાબર એ જ દિવસે પરમાગમ–
મંદિરમાં કોતરેલા પરમાગમોનું છેલ્લું પાટિયું ચોટાડવામાં આવ્યું હતું. પરમાગમ
કોતરેલા પાટિયા પરમાગમમાં લગાડવાનું કામ પૂરું થતાં ઉપસ્થિત ભક્તજનોને ઘણો
હર્ષ થયો હતો. અહા! કુંદકુંદસ્વામી જેવા પરમ વીતરાગ સંતોએ આ પરમાગમોમાં
અતીન્દ્રિય આનંદ ભરીભરીને આપણા માટે ભેટ મોકલ્યો છે, ને ગુરુદેવ આજે
આપણને તે આનંદરસ પીવડાવી રહ્યા છે–એમ સૌને આનંદ થતો હતો.

PDF/HTML Page 27 of 69
single page version

background image
: ૧૬–H : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
અહા, ગુરુદેવે આપેલા અધ્યાત્મસંસ્કારના રણકાર દરેક મુમુક્ષુના અંતરમાં ગુંજી
રહ્યા છે.... સોનગઢનું શાંત વાતાવરણ પણ જાણે એ ગુંજારવમાં સાથ પૂરાવી રહ્યું છે.
ગમે તે પ્રસંગમાં–સંયોગમાં કે વિયોગમાં, ઘરમાં કે વનમાં, સોનગઢમાં કે પ્રવાસમાં
મુમુક્ષુના હૃદયના આત્મસંસ્કાર પોતાનું કામ કરતા જ હોય છે... આત્મ–રસની એ ખૂબી
છે કે તે ગમે ત્યાં ને ગમે ત્યારે મીઠો જ લાગે છે. ખરેખર, આ મધુર આત્મરસનું
ધોલન કરી કરીને એનો સ્વાદ લેવો એ જ ગુરુના સત્સંગનું ફળ છે, એ જ શ્રીગુરુની
સાચી પ્રસાદી છે, ને એમાં જ ગુરુનું સાચું સાન્નિધ્ય છે.
ચૈત્ર વદ છઠ્ઠે ગુરુદેવ સોનગઢથી મંગલપ્રસ્થાન કરીને મુંબઈ પધાર્યા ને ત્યાં
પ્રવચન વગેરેમાં હજારો મુમુક્ષુઓએ લાભ લીધો.
બીજે દિવસે ગુરુદેવ મુંબઈથી દિલ્હી પધાર્યા. ચૈત્ર વદ છઠ્ઠ–સાતમ–આઠમ–નોમ
ચાર દિવસ ગુરુદેવ દિલ્હીમાં બિરાજ્યા. તા. ૨૪ એપ્રિલે પાલમ હવાઈમથકે ગુરુદેવનું
ભવ્ય સ્વાગત થયું. સ્વાગત માટે શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહૂના અધ્યક્ષપદે પ૧
સભ્યોની કમિટિ નીમવામાં આવી હતી. ભવ્ય–સુસજ્જિત કુંદકુંદ–પ્રવચનમંડપમાં
ગુરુદેવનું મંગલ પ્રવચન, થયું તેમાં ગુરુદેવે આત્માના ચિદાનંદસ્વભાવનો પરમ મહિમા
સમજાવતાં કહ્યું કે આવા આત્માનું સ્વરૂપ પ્રેમથી સાંભળવું ને તેની પ્રીતિ કરવી તે પણ
મંગળ છે. સવાર–બપોર ગુરુદેવના પ્રવચનો હજારો જિજ્ઞાસુઓ ઉત્સાહથી સાંભળતા
હતા; આસપાસના અનેક નગરોથી પણ જિજ્ઞાસુઓ લાભ લેવા આવ્યા હતા. દિલ્હીના
ઉપનગરોમાં પણ ગુરુદેવના પ્રવચનો થયા, ગુરુદેવનો પ્રભાવ દેખીને સૌને પ્રસન્નતા
થઈ. શાહૂજી દ્વારા અભિનંદન–પત્ર અર્પણ કરવામાં આવ્યું. અનેક કવિઓએ પણ
ગુણગાનવડે પોતાની કાવ્યશક્તિનો સદુપયોગ કર્યો. ગુરુદેવના પદાર્પણથી અને વાણીથી
ભારતનું પાટનગર ધન્ય બન્યું. એ દેખીને એમ થતું કે અહા! ધન્ય છે આ ભારતદેશ–કે
જ્યાં તીર્થંકરોના સન્દેશ આજેય સાંભળવા મળે છે... ને જેનું પાટનગરમાં
ચૈતન્યમહિમાના રણકારથી ગૂંજી રહ્યું છે.–એ જ ભારતદેશનું ગૌરવ છે..... એ જ
ભારતદેશની શોભા છે. દિલ્હીથી તા. ૨૮ મી એ સવારમાં ગુરુદેવ કલકત્તા શહેર
પધાર્યા. (દિલ્હી અને કલકત્તા વચ્ચે બિહાર પ્રદેશમાં આપણા અનેક તીર્થો સમ્મેદ–
શિખર–રાજગૃહી–પાવાપુરી વગેરે આવેલ છે; અનેક મુમુક્ષુઓ તે તીર્થોની યાત્રા કરીને
આનંદિત થયા.)
[બીજા સમાચારો માટે જુઓ પાનું – ૪૮]

PDF/HTML Page 28 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૭ :
આપણા ભગવંતો
ગતાંકમાં ૨૪ તીર્થંકર ભગવંતો સંબંધી કેટલીક માહિતી
ઉપરથી તે–તે ભગવાનને ઓળખી કાઢવા માટે ત્રીસ પ્રશ્ન
પૂછેલા. તેના જવાબો અહીં આપવામાં આવ્યા છે. જિજ્ઞાસુ
વાંચકોએ આમાં સારો રસ લીધો છે.
૧ એવા કયા તીર્થંકર છે કે તેમનો અને તેમના પુત્રનો જન્મદિવસ એક જ હોય?
ઋષભદેવ ભગવાન અને તેમના પુત્ર ભરત ચક્રવર્તી એ બંનેનો જન્મદિવસ
ફાગણ વદ નોમ છે.
૨. એવા કયા તીર્થંકર છે કે જેમની માસીએ તેમને આહારદાન કર્યું હોય?
મહાવીર પ્રભુને મુનિદશામાં તેમના માસી ચંદનાસતીએ આહારદાન કર્યું હતું.
૩. એવા કયા તીર્થંકર છે કે જેમણે વર્ષીતપ કરીને પારણા વખતે હાથમાં શેરડીનો
રસ પીધો હોય?
ભગવાન ઋષભમુનિરાજે દીક્ષા પછી એક વર્ષના ઉપવાસ બાદ, વૈશાખ સુદ
ત્રીજે શેરડીના રસથી શ્રેયાંસરાજાના હાથે પારણું કર્યું. જૈન મુનિઓ હાથમાં જ
આહાર લ્યે છે, તેથી ઋષભમુનિરાજે પણ શેરડીનો રસ હાથમાં જ લીધો હતો.
૪. એવા કયા તીર્થંકર છે કે વિદેહક્ષેત્રના તીર્થંકરે યાદ કરવાથી જેઓ વૈરાગ્ય
પામ્યા હોય?
એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ એકવાર કુમારઅવસ્થામાં વનવિહાર કરવા
નીકળેલા, ત્યારે વિદેહક્ષેત્રમાં ભગવાનને કોઈએ પૂછ્યું કે હે દેવ! આપના
જેવા

PDF/HTML Page 29 of 69
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
કોઈ તીર્થંકર અત્યારે ભરતક્ષેત્રમાં છે? ભગવાને કહ્યું કે ‘હા, અત્યારે
વનવિહારમાં નીકળેલા શ્રી નમિકુમાર ભરતક્ષેત્રમાં એકવીસમા તીર્થંકર થનાર
છે; પૂર્વભવમાં અમે બંને અપરાજિત વિમાનમાં સાથે હતા.’–તે સાંભળીને એક
દેવ તે ભગવાનના દર્શન કરવા આવ્યો; તે દેવ પાસેથી એ વાત સાંભળીને
નમિકુમાર વૈરાગ્ય પામ્યા, ને એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. (તેનું સુંદર
ચિત્ર સોનગઢ–જિનમંદિરમાં છે.)
પ. એવા કયા તીર્થંકર છે કે જેઓ સિહના ભવમાં સમકિત પામ્યા હોય? મહાવીર
ભગવાન પૂર્વે દશમા ભવે સિંહ હતા ત્યારે મુનિઓના ઉપદેશથી સમ્યગ્દર્શન
પામ્યા હતા.
૬. એવા કયા તીર્થંકર છે કે જેમનું ચિહ્ન સર્પ હોય? – ભગવાન પારસનાથ.
૭. એવા કયા તીર્થંકર છે કે જેમનું ચિહ્ન ઝાડ (કલ્પવૃક્ષ) હોય? ભગવાન
શીતલનાથ.
૮. એવા કયા તીર્થંકર છે કે જેમના બે પુત્રો સામસામા લડ્યા હોય? – ને પછી
મોક્ષ પામ્યા હોય?
ઋષભદેવ ભગવાનના પુત્રો ભરત અને બાહુબલી સામસામા લડ્યા, પણ બંને
જ્ઞાની હતા, ને તેમનું યુદ્ધ એવું અહિંસક હતું કે તેમાં કોઈ મનુષ્યની હિંસા થઈ
ન હતી. પછી તો બાહુબલી તેમજ ભરત બંને સંસારથી વિરક્ત થઈ, મુનિ થઈ,
મોક્ષ પામ્યા.
૯. એવા કયા તીર્થંકર છે કે જેમના પુત્રો જ તેમના ગણધર થયા હોય?ભગવાન
ઋષભદેવના પુત્રો વૃષભસેન, અનંતવીર્ય અને ગુણસેન–તેમના ગણધર થઈને
મોક્ષ પામ્યા. (ઋષભદેવના જીવે પૂર્વે વજ્જંઘના ભવમાં જ્યારે મુનિઓને
આહારદાન દીધું ત્યારે તેમના આ પુત્રો અનુક્રમે આનંદપુરોહિત,ધનમિત્ર શેઠ
અને સિંહ હતા.)
૧૦. એવા કયા તીર્થંકર છે કે જેમને બે ઉત્તમ પુત્રી હોય?
ભગવાન આદિનાથને બ્રાહ્મી અને સુંદરી એ બે ઉત્તમ પુત્રીઓ હતી; તેઓ
બાલબ્રહ્મચારી હતી અને સંસારથી વિરક્ત થઈને અર્જિકાદશા અંગીકાર કરી
હતી. ભગવાનના સમવસરણમાં તેઓ મુખ્ય અર્જિકા હતા.
૧૧. એવા કયા તીર્થંકર છે કે જે ખરેખર સ્ત્રી ન હોવા છતાં અજ્ઞાનીઓ જેને સ્ત્રી
માનતા હોય?

PDF/HTML Page 30 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૯ :
ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાનને અજ્ઞાનીઓ સ્ત્રી તરીકે માને છે
પણ તે સત્ય નથી. એ અબાધિત સિદ્ધાંત છે કે કોઈ પણ તીર્થંકર સ્ત્રીપર્યાયમાં
હોઈ શકે નહીં. તીર્થંકર તો શું, પરંતુ ગણધર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તે
પદવી પણ સ્ત્રીને હોય નહીં. તીર્થંકરો હંમેશાંં સમ્યગ્દર્શન અને ત્રણ જ્ઞાન સહિત
જ અવતરે છે, ને સમ્યગ્દ્રશન સહિત કોઈપણ જીવ સ્ત્રીપર્યાયમાં અવતરે નહીં.
જૈનસિદ્ધાંતનું જેને થોડુંક પણ જ્ઞાન હોય, સમ્યગ્દર્શનના મહિમાની જેને થોડીક
પણ ખબર હોય, આરાધક જીવ (અને તેમાં પણ તીર્થંકરપ્રકૃતિ બાંધેલા
આરાધક જીવ) તેનાં ઉત્તમ પરિણામોની જેને ખબર હોય તે જીવો તીર્થંકરને
કદી પણ સ્ત્રી–અવતાર હોવાનું માની શકે નહીં. જૈનસિદ્ધાંતના જે નિયમો હોય
તેમાં ભંગ પાડે એવું અચ્છેરું જગતમાં કદી બની શકે નહીં. મલ્લિનાથ ભગવાના
જીવે પૂર્વે ત્રીજા ભવમાં મુનિ થઈને તીર્થંકરપ્રકૃતિ બાંધી હતી ને ત્યાંથી
દેવલોકના અપરાજિતવિમાનમાં ગયા હતા; અપરાજિત–વિમાનમાં બધા
સમ્યગ્દષ્ટિજીવો જ હોય છે; ને ત્યાંથી ચવીને તેઓ કદી સ્ત્રીપર્યાયમાં અવતરતા
નથી.
૧૨. એવા કયા તીર્થંકર છે કે જેઓ અષાડ સુદ છઠ્ઠે ત્રિશલામાતાની કુંખે પધાર્યા
હોય? ભગવાન મહાવીર તીર્થંકર અષાડ સુદ છઠ્ઠે વૈશાલીના કુંડગ્રામમાં
ત્રિશલામાતાની કુંખે ૧૬ મંગળ સ્વપ્નસહિત પધાર્યા. તીર્થંકરો એવા વિશેષ
પુણ્યવંત હોય છે કે ઉત્તમ રાજકૂળમાં જ તેમનો અવતાર થાય છે.
૧૩. એવા કયા તીર્થંકર છે કે જેઓ ફાગણવદ નોમે જન્મ્યા હોય? (ઋષભદેવ)
૧૪. એવા કયા તીર્થંકર છે કે જેમના પ્રતાપે ભારતમાં દીપાવલી પર્વ ઉજવાય છે?
આસો વદ અમાસે પાવાપુરીમાં મહાવીર ભગવાન મોક્ષ પામ્યા તેનો નિર્વાણ
મહોત્સવ દીપકોની માળાથી ઊજ્વાયો, ત્યારથી ભારતમાં દીપાવલીપર્વ ઉજવાય
છે. આવતી દીવાળીએ મહાવીર ભગવાનના મોક્ષને ૨પ૦૦ મું વર્ષ બેસશે. અઢી
હજાર વર્ષનો આ ઉત્સવ ભારતમાં આનંદથી ઉજવાશે.
૧પ. એવા કયા તીર્થંકર છે કે જઓે પોતે બે વખત (પૂર્વભવોમાં) તીર્થંકર પ્રભુના
પુત્ર થયા, ને પછી પોતે તીર્થંકર થયા? ને તેમના ભાઈ તેમના ગણધર થયા?
સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન પૂર્વે પાંચમા ભવે વિદેહક્ષેત્રમાં
મંગલાવતી દેશના રત્નસંચયપુરનગરમાં ક્ષેમંકર તીર્થંકરના પુત્ર વજ્્રયુધ–
ચક્રવર્તી થયા હતા, તે વખતે એક દેવે આવીને તેમના તત્ત્વજ્ઞાનની પરીક્ષા
કરીને પ્રશંસા

PDF/HTML Page 31 of 69
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
કરી હતી. ત્યારબાદ તેઓ પૂર્વે ત્રીજા ભવે વિદેહક્ષેત્રની પુંડરીકિણી નગરીમાં
ધનરથ તીર્થંકરના પુત્ર મેઘરથકુમાર થયા, તે વખતે પણ દેવોએ તેમના
તત્ત્વજ્ઞાનની અને દેવીઓએ તેમના બ્રહ્મચર્યની પરીક્ષા કરીને તેમની પ્રશંસા
કરી હતી. પછી અંતિમ અવતારમાં તેઓ હસ્તિનાપુરમાં અવતર્યા, ચક્રવર્તી થયા
ને પછી દીક્ષા લઈ કેવળજ્ઞાન પ્રગટાવી તીર્થંકર થયા; ત્યારે તેમના ભાઈ
ચક્રાયુધ તેમના ગણધર થયા. તે બંને ભાઈઓ છેલ્લા અનેક ભવથી સાથે ને
સાથે હતા.
૧૬. એવા કયા તીર્થંકર છે કે જેમના પુત્ર ચક્રવર્તી થયા હોય?
ભગવાન આદિનાથના પુત્ર ભરતરાજ ચક્રવર્તી હતા.
૧૭. એવા કયા તીર્થંકર છે કે જેઓ તે ભવમાં ચક્રવર્તી પણ થયા હોય?
શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ
ત્રણે તીર્થંકરો ચક્રવર્તી પણ હતા.
૧૮. એવા કયા તીર્થંકર છે કે જેમને ૧૦૦ પુત્રો થયા હોય ને તે બધાય પુત્રો તે જ
ભવે મોક્ષ પામ્યા હોય?
ભગવાન ઋષભદેવને ૧૦૦ પુત્રો હતા, તે બધાય તે જ ભવે મોક્ષ પામ્યા.
૧૯. શ્રી નેમિનાથ ભગવાન ઉપરાંત બીજા એવા કયા તીર્થંકર છે કે જેઓ લગ્ન વખતે
વૈરાગ્ય પામ્યા હોય?
ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિકુમારનું આયુષ્ય પપ૦૦૦ વર્ષનું હતું. સો વર્ષની
વયે, તેમના પિતાજીએ જગતરતિ નામની રાજકન્યા સાથે તેમના વિવાહની
તૈયારી કરી. મહાન દૈવી વિભૂતિ સહિત મલ્લિનાથકુમાર વિવાહ માટે
મથિલાપુરીથી પ્રસ્થાન કરીને પૃથ્વીપુર તરફ ચાલ્યા. લગ્નપ્રસંગે મિથિલાપુરીને
અદ્ભુત શણગારથી સજાવી હતી. પૂર્વ જન્મમાં ભગવાન મલ્લિનાથ અપરાજિત–
વિમાનમાં હતા ને ત્યાં અદ્ભુત દૈવી વૈભવ ભોગવ્યો હતો. રાજદ્વારની બહાર
નીકળીને ભગવાન મલ્લિનાથે જ્યાં આ મિથિલાપુરીની આશ્ચર્યકારી શોભા
નીહાળી ત્યાં તો તેમને તે અપરાજિત વિમાનનું સ્મરણ થઈ આવ્યું, પૂર્વભવનું
જાતિસ્મરણ થયું, અને તરત ભગવાનનું ચિત્ત સંસારથી એકદમ વિરક્ત થઈ
ગયું....અરે, આવા સંસાર–ભોગો તો પૂર્વભવમાં આ જીવ ભોગવી ચુક્્યો છે.
મારો અવતાર સંસાર–ભોગ ખાતર નથી, મારો અવતાર તો આત્માના મોક્ષને
સાધવા માટે છે.–આમ લગ્ન પ્રસંગે જ વૈરાગ્ય પામીને મલ્લિકુમાર મુનિ થયા.
૨૦. એવા કયા તીર્થંકર છે કે જેઓ મુનિદશામાં માત્ર છ દિવસ જ રહ્યા હોય?

PDF/HTML Page 32 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૧ :
મુનિ થઈને મલ્લિનાથપ્રભુએ એવી આત્મસાધના કરી કે માત્ર છ દિવસમા
કેવળજ્ઞાન પામ્યા.
૨૧ એવા કયા તીર્થંકર છે કે જેમને સૌથી વધુ (૧૧૬) ગણધરો હતા? પાંચમા
સુમતિનાથ તીર્થંકરને ૧૧૬ ગણધરો હતા.
૨૨. ચંદ્રપ્રભ સિવાય બીજા કયા ભગવાનનું શરીર સફેદ હતું? નવમા સુવિધિનાથ
(અર્થાત્ પુષ્પદંત) ભગવાનનું શરીર સફેદ હતું.
૨૩. નેમનાથ ભગવાન સિવાય બીજા કયા ભગવાન એવા છે કે જેઓ શ્યામવર્ણા
હોય? ‘ભગવાન’ તો જોકે શરીરરહિત ને વર્ણરહિત છે; પણ વીસમા મુનિસુવ્રત
ભગવાનનું તથા બાવીસમાં નેમનાથ ભગવાનનું શરીર શ્મામવર્ણ હતું.
૨૪. એવા કયા તીર્થંકર છે કે જેઓ કાશીમાં જન્મ્યા હોય? સાતમા સુપાર્શ્વનાથ અને
ત્રેવીસમાં પાર્શ્વનાથ તીર્થંકર કાશી–બનારસમાં જન્મ્યા છે.
૨પ. એવા કયા તીર્થંકર છે કે જેમના નિમિત્તે બે સર્પો પણ ધર્મ પામ્યા હોય?શ્રી
પાર્શ્વનાથ ભગવાને લાકડામાં બળતા બે સર્પોને ધર્મ સંભળાવ્યો હતો; ત સર્પો
મરીને ધરણેન્દ્ર તથા પદ્માવતી થયા હતા, ને પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા
આવ્યા હતા.
૨૬. એવા કયા તીર્થંકર છે કે જેઓ સૌરાષ્ટ્ર–ગુજરાતમાં સૌથી ઊંચા સ્થાને બિરાજતા
હોય?
શ્રી નેમિનાથ તીર્થંકર સૌરાષ્ટ્ર–ગુજરાતમાં સૌથી ઊંચા એવા ગીરનાર પર
બિરાજતા હતા; ત્યાંની પંચમટૂંકેથી તેઓ મોક્ષ પધાર્યા છે; ને ત્યાં પર્વતપર
તેમની મૂર્તિ કોતરેલી છે.
૨૭–૨૮–૨૯. એવા કયા તીર્થંકર છે જે જેમનો ઉપદેશ ભીમ વગેરેએ સાંભળ્‌યો હોય?
એવા કયા તીર્થંકર છે કે જેઓ શ્રીકૃષ્ણના સગા થતા હોય?
એવા કયા તીર્થંકર છે જે જેઓ સૌરાષ્ટ્રમાંથી મોક્ષ પામ્યા હોય?
નેમનાથ ભગવાન....નેમનાથ ભગવાન....નેમનાથ ભગવાન.
૩૦. એવા કયા તીર્થંકર છે કે જેમની સમીપે શ્રેણીકરાજા ક્ષાયિક સમક્તિ પામ્યા? શ્રી
મહાવીર ભગવાનની સમીપે શ્રેણીકરાજા ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યા.
– આવા પૌરાણિક પ્રશ્નોત્તર વડે મહાપુરુષો સંબંધી અનેક
અવનવી વાત જાણવામાં આવે છે ને મુમુક્ષુને ધર્મ સાધનામાં ઉત્સાહ
જગાડે છે. આપ પણ આપના પ્રશ્નો પૂછાવી શકો છો. (સં.)

PDF/HTML Page 33 of 69
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
બે વારતા –
– ખોટી અને સાચી
[૧]
એક હતો રાજા..... તે બહુ દાનેશ્વરી હતો, તેમજ ન્યાયી હતો (અમે ભણતા
ત્યારે નિશાળના પુસ્તકમાં આ કથા આવતી, હમણાં પણ એક પુસ્તકમાં તે વાંચી.) તે
રાજા એકવાર રાજસભામાં બેઠો હતો. ત્યાં અચાનક એક હોલોપક્ષી ત્યાં આવ્યું; તે
ભયથી ધ્રૂજતું હતું, રાજાએ તેને શરણ આપ્યું; અને તે કેમ આટલું બધું ધ્રૂજે છે? તે
વિચારવા લાગ્યો ત્યાં તો તેની પાછળ એક ગીધ તેને પકડવા આવ્યું. રાજાએ તેને
અટકાવ્યું. ત્યાં તો ગીધને વાણી પ્રગટી અને તે કહેવા લાગ્યું કે હે રાજા! હું બહુ ભૂખ્યું
છું માટે મારો આ ખોરાક મને આપ.
રાજા કહે : મારા શરણે આવેલા આ હોલાની રક્ષા કરવી તે મારો ધર્મ છે.
ગીધ કહે : પણ હું ભૂખથી તરફડું છું, ભૂખથી મારા પ્રાણ ચાલ્યા જશે.
રાજા કહે : આ હોલા સિવાય બીજું તું કહે તે તને આપું.
ગીધ કહે : મારો ખોરાક માંસ જ છે; માટે તે હોલાની બરોબર માંસ મને આપો,
અગર તો હોલો સોૈંપી દો.
રાજાએ પોતાના શરીરમાંથી હોલા જેટલું માંસ કાપીને આપવાનું નક્કી કર્યું. એક
ત્રાજવામાં હોલો મૂક્્યો ને બીજામાં પોતાના શરીરમાંથી કાપીને માંસ મૂક્્યું. પણ વજન
સરખું ન થયું. આખરે આખું શરીર ત્રાજવામાં મુકવા માટે રાજા તૈયાર થયો. ત્યારે તે
ગીધ પોતે દેવરૂપે પ્રગટ થયો, તે રાજા ઉપર પ્રસન્ન થયો, ને કહ્યું કે તમે તો મહાન
દાનેશ્વરી છો.
બોલો બાળકો, આ કથા તમને કેવી લાગી?
શું તમને આ કથા ગમી? (હા!) તો તમે મૂરખ છો.
કેમ? – કારણ કે આ કથા ધર્મથી તદ્ન વિપરીત છે.
પ્રથમ તો દાનમાં એવી વસ્તુ જ દેવાય કે જે નિર્દોષ હોય. માંસનું દાન હોઈ

PDF/HTML Page 34 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૩ :
શકે જ નહીં; માંસભક્ષણ તો નરકનું કારણ છે, તો તેનું દાન કેમ દેવાય? ભલે પોતાના
શરીરનું માંસ કાપીને આપે તોપણ માંસનું દાન દેનાર કે લેનાર બંને મિથ્યાદ્રષ્ટિ–પાપી
જ છે. અરે, જે માંસાહાર કરે કે કરાવે એને ધર્મ કેવો? ને દાન કેવું?
માંસાહાર કરનારો જીવ તે ખરેખર દાન માટે પાત્ર નથી, કુપાત્ર છે. માંસનું દાન
દેનારને દાનધર્મની ખબર નથી. દાનમાં દેનાર, લેનાર, દાનદેવાયોગ્ય વસ્તુ અને દાન
દેવાની વિધિ–એ બધું યોગ્ય હોવું જોઈએ.
આ ઉપરથી તમને ખ્યાલ આવશે કે ઉપરની કથા કેટલી વિપરીત છે! તે ખોટી
કથાને બદલે દાન વગેરેનું સાચું સ્વરૂપ સમજાવતી સાચી કથા શાંતિનાથપુરાણમાં આવે
છે તે અહીં આપવામાં આવે છે.
[૨]
શાંતિનાથ ભગવાનના પૂર્વભવનો આ પ્રસંગ છે. પૂર્વે
ત્રીજા ભવમાં તેઓ વિદેહક્ષેત્રના પુષ્કલાવતી દેશમાં પુંડરીકિણી
નગરીમાં ધનરથ તીર્થંકરના પુત્ર હતા, તેમનું નામ મેઘરથ.
આત્માને જાણનારા એવા તે મેઘરથ રાજા સમ્યગ્દર્શન વડે સુશોભિત હતા.
જૈનધર્મના જાણકાર હતા, શાસ્ત્રોમાં પારંગત હતા, ને અહિંસા વગેરે વ્રતોને પાળતા
હતા; જીવો ઉપર કરુણા, અભયદાન વગેરે ગુણોથી પણ તે શોભતા હતા. પોતાના–
પુત્ર–પરિવાર વગેરેમાં તે સદા જૈનધર્મનો અને સદાચારનો ઉપદેશ દેતા હતા.
એક દિવસે ઉપવાસ કરીને તે મેઘરથ રાજા સભા વચ્ચે બેઠા હતા ને ધર્મચર્ચા
કરતા હતા.... એવામાં ભયથી ફફડતું એક કબુતર ત્યાં આવ્યું.... એક ભયંકર ગીધ તેને
પકડવા તેની પાછળ આવતું હતું; તેથી જીવવાની ઈચ્છાથી તે કબુતર ત્યાં રાજા પાસે
આવી પડ્યું, મરણની બીકથી તે થરથર ધ્રૂજતું હતું......ને કરુણા નજરે રાજા સામે
જોઈને બચાવવાની પ્રાર્થના કરતું હતું. તેની પાછળ–પાછળ તેનું માંસ ખાવાનું લોલુપી,
અત્યંત ક્રૂર અને દુષ્ટ એવું મોટું ગીધ ત્યાં આવ્યું, ને કબુતરને પકડવાની ચેષ્ટા કરી,
પણ રાજાએ કબુતરની રક્ષા કરી.
ત્યારે તે ગીધને વાચા ફૂટી, ને દીનતાથી તે રાજાને કહેવા લાગ્યું કે હે રાજન્!
આપ દાનેશ્વરી છો; હું અત્યંત દુર્બળ છું ને મને ખૂબ જ ભૂખ લાગી છે; ભૂખની વેદના
સહન થતી નથી; આ કબુતર મારો ખોરાક છે, માટે તે મને સોંપી દો. આપ

PDF/HTML Page 35 of 69
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
તો દાનમાં શૂરવીર છો, માટે આ કબુતર મને દાનમાં આપી દો; તેનું માંસ ખાઈને મારી
ભૂખ મટાડીશ જો નહિ આપો તો ભૂખના દુઃખથી અહીં જ હું મરી જઈશ.
કબુતર ભયથી ધ્રુજી રહ્યું હતું....ને પોતાને બચાવવા માટે દીનતાથી રાજા સામે
જોઈ રહ્યું હતું. રાજા મેઘરથની સાથે તેના નાના ભાઈ દ્રઢરથ પણ બેઠા હતા. આ દ્રશ્ય
જોઈને તેણે પોતાના મોટાભાઈને પૂછયું–હે પૂજ્ય! આ બંનેને પૂર્વ ભવનું કોઈ વેર છે,
કે માત્ર જાતિવેર છે?
ત્યારે મેઘરથે પોતાના અવધિજ્ઞાનવડે તેમના પૂર્વભવ જાણીને કહ્યું કે આ બંને
જીવો પૂર્વભવમાં વણિકપુત્રો હતા, બંને ભાઈ હતા, ધનના લોભી હતા; ધનના તીવ્ર
લોભથી એકવાર લડવા લાગ્યા, ને બંનેએ એકબીજાને મારી નાંખ્યા. કુમાર્ગગામી એવા
તે બંને ભાઈઓ મરીને અત્યંત દુઃખી એવા આ બે પક્ષી (ગીધ અને કબુતર) થયા
છે.–પણ હવે તેમના ઉદ્ધારનો પ્રસંગ નજીક આવ્યો છે.
આમ વાત ચાલતી હતી, એવામાં ત્યાં એક દેવ આવ્યો. તેને દેખીને દ્રઢરથે
પૂછયું–હે પૂજ્ય બંધુ! આ કોણ છે? અહીં કેમ આવ્યા છે?
મેઘરથે કહ્યું–બંધુ! તે એક હલકો જ્યોતિષી દેવ છે. પૂર્વભવે તેણે અજ્ઞાનપૂર્વક
મિથ્યામાર્ગમાં તપ કર્યો, તેથી તે હલકો દેવ થયો છે. એકવાર તે ઈશાનસ્વર્ગમાં ઈંદ્રસભા
જોવા ગયેલો, તે વખતે ત્યાં ઈંદ્રસભામાં મારી પ્રશંસા સાંભળીને તે મને જોવા અને
પરીક્ષા કરવા આવ્યો છે. અને તે માટે આ ગીધ તથા કબુતરનો પ્રસંગ પણ તેણે જ
ઊભો કર્યો છે. (એમ કહીને તે દેવના પૂર્વભવની વાત કરી.)
ગીધ ભૂખથી તરફડતું કબુતર માંગી રહ્યું હતું, તેણે કહ્યું–હે રાજન્! તારે
કબુતરની રક્ષા કરવી હોય તો તેના ભારોભાર માંસ તું મને આપ! તારે બીજા જીવને
ન હણવો હોય તો તારા શરીરમાંથી તેટલું માંસ કાપીને મને આપ–માંસ જ મારો
ખોરાક છે, તેના વગર હું મરી જઈશ.
ત્યારે રાજા મેઘરથ કહે છે કે હે ગીધ! માંસભક્ષણ એ મહા પાપ છે. અને માંસનું
દાન દેવું તે પણ મહા પાપ છે. માંસ એ કાંઈ દાનમાં દેવાયોગ્ય વસ્તુ નથી. માંસભક્ષી
જીવ દાનને માટે પાત્ર નથી. માંસ ભલે પોતાના શરીરનું હોય – તોપણ તે દાન દેવાને
યોગ્ય વસ્તુ નથી.

PDF/HTML Page 36 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૫ :
હે સભાસદો! તમે સાચા દાન વગેરેનું લક્ષણ સાંભળો. દાન દેવા યોગ્ય પાત્ર
કેવા હોય, દાન કઈ વસ્તુનું દેવાય, અને દાતા તથા વિધિ કેવા હોય, તથા તેનું ફળ કેવું
હોય? તે બધું હું કહુું છું. પોતાના તેમજ પરના અનુગ્રહ માટે કે ઉપકાર માટે જે યોગ્ય
વસ્તુ દેવામાં આવે તેનું નામ દાન છે. તેમાં દાન દેનારને પોતાને વિશેષ પુણ્ય થાય છે
ને તેનાથી ભોગભૂમિ કે સ્વર્ગપદની પ્રાપ્તિ થાય છે; અને દાન લેનારને ધર્મધ્યાન
વગેરેમાં સ્થિરતા થાય છે;–તે રીતે દાનમાં સ્વ–પરનો ઉપકાર છે. માંસનું દાન દેનારને
દેવામાં કે લેનારને કોઈને ઉપકાર થતો નથી,–બંનેને પાપ થાય છે. માટે માંસ દેવું તેને
દાન કહી શકાય નહીં. અને સજ્જનપુરુષો દાનના નામે એવું પાપ કરતા નથી.
જેનાથી શ્રદ્ધા–જ્ઞાન–નિર્લોભતા વગેરે ગુણોની પુષ્ટિ થાય, ધર્મપ્રભાવના થાય,
કોઈ જીવને દુઃખ ન થાય, એવી નિર્દોષ વસ્તુ આહાર–શાસ્ત્ર વગેરે દાનમાં દેવાયોગ્ય છે.
રત્નત્રયને સાધનારા ઉત્તમ ધર્માત્મા પુરુષો તે દાન માટે ઉત્તમ પાત્ર છે. અહો!
ભક્તિપૂર્વક એવા સત્પાત્રને દાન દેતાં પોતાને પણ રત્નત્રયધર્મની ભાવના પુષ્ટ થાય
છે–તે મહાન લાભ છે. કોઈ પાત્ર જીવના શરીરમાં રોગાદિ વ્યાધિ થયો હોય ને તેને દૂર
કરવા માટે ઔષધિદાન આપે–તો તે ઔષધિ પણ ઇંડા–માંસ વગેરે અભક્ષ્ય વસ્તુઓથી
રહિત હોવી જોઈએ જેમાં અભક્ષ્ય હોય એવી ઔષધિ દાનમાં દેવાય નહિ કે પોતે પણ
તેનું સેવન કરાય નહીં. દાન દેનાર પણ સદાચારી, જિનભક્ત, શ્રદ્ધાવંત અને વ્રતી હોય
તે ઉત્તમ દાતા છે. દાન એવી વિધિથી દેવું જોઈએ કે જે ગુણને વધારનાર હોય અને
કોઈને પીડા ઉપજાવનાર ન હોય. દાન દેનારને સર્વ જીવો પ્રત્યે દયાભાવ હોય.
[અહા, મેઘરથકુમારના શ્રીમુખથી અહિંસામય દાનધર્મની અત્યંત શાંતરસઝરતી
આ વાત સૌ સાંભળી રહ્યા છે; સાંભળીને દેવ આશ્ચર્ય પામે છે; ગીધ પોતાની ભૂખને
ભૂલી ગયું છે; કબુતરનો ભય દૂર થઈ ગયો છે. બધા એકીટસે મેઘરથની વાત સાંભળી
રહ્યા છે–
]
મેઘરથ કહે છે–અહો, મોક્ષને સાધનારા મુનિવરો આ જગતમાં ધન્ય છે,–તેઓ
જ ઉત્તમ પાત્ર છે; તેઓ સર્વ પરિગ્રહથી રહિત છે, રત્નત્રયથી વિભૂષિત છે, સર્વ જીવોનું
હિત કરનારા છે, લોભથી રહિત છે, વીતરાગી જ્ઞાન–ધ્યાનમાં સદાય તત્પર છે,
સંસારથી તરનારા છે, ને ભવ્યજીવોને મોક્ષમાર્ગ દેખાડીને પરમ ઉપકાર કરનારા છે,
કોઈ ધનભાગ્યથી આવા મુનિરાજ આંગણે પધારે ને તેમને નવધાભક્તિસહિત નિર્દોષ
આહારાદિનું દાન દઈએ–તે ઉત્તમ દાન છે, તે ધન્ય અવસર છે. અરે, આવા પાત્રદાનને

PDF/HTML Page 37 of 69
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
દેખીને તેની અનુમોદના કરનારા અજ્ઞાની પશુઓ (સિંહ–વાંદરો વગેરે) પણ
ઉત્તમ પુણ્ય બાંધીને ભોગભૂમિના સુખને પામે છે. સુપાત્રદાન તે ગૃહસ્થોનું મુખ્ય કાર્ય
છે ને તે મહાનપુણ્યનું કારણ છે.–પરંતુ માંસાદિનું દાન તે તો પાપની ખાણ છે; જે દુષ્ટ
જીવ માંસ લેવાની ઈચ્છા કરે છે તે પાપી જીવ દાન માટે પાત્ર કેમ હોય? માંસાદિનું દાન
કરનાર એ દાતા નથી પણ સ્વ–પરને નરકમાં લઈ જનાર છે.
આ રીતે હે સભાજનો! માંસભક્ષણની ઈચ્છા કરનારું આ ગીધ તે કાંઈ દાન દેવા
યોગ્ય સત્પાત્ર નથી. તે તો માંસનું લોલુપી, દૂષ્ટ, હિંસક અને વિષયાંધ છે. વળી કબુતર
એ કાંઈ દાનમાં દેવા યોગ્ય વસ્તુ નથી, એ કાંઈ ખોરાકને યોગ્ય ચીજ નથી; એ તો
ભયભીત થઈને શરણે આવેલું છે, તે રક્ષા કરવા યોગ્ય છે. ગીધનું જીવવું કે મરવું તે
તેના કર્મઆધીન હોનહાર હશે તેમ થશે. આ સંસારના જીવો પોતાના પુણ્ય પાપ
અનુસાર સુખી–દુઃખી થાય છે. માટે ધર્મીજીવોએ સ્વ–પરનું હિત વિચારીને, કોઈ
જીવોની હિંસા ન થાય તે રીતે સુપાત્ર દાનાદિ કર્તવ્ય છે.
આ પ્રમાણે રાજા મેઘરથની વાણી સાંભળીને તે દેવને પ્રસન્નતા થઈ, અને તેણે
મેઘરથને નમસ્કાર કરીને તેની પ્રશંસા કરી કે અહો રાજન્! તમે પૂજ્ય છો, તમે
તત્ત્વજ્ઞાની છો, દાનધર્મનું સાચું સ્વરૂપ જાણનારા છો, ત્રણજ્ઞાનના ધારક છો, આપની
કીર્તિ સ્વર્ગમાં પણ વ્યાપી ગઈ છે, આપે ધર્મનું સ્વરૂપ સમજાવીને અને માંસભક્ષણના
દોષ બતાવીને તથા જીવરક્ષા કરીને, અમારા ઉપર તેમજ ગીધ અને કબુતર ઉપર પણ
મહાન ઉપકાર કર્યો છે. પ્રભો! આપ ભવિષ્યના તીર્થંકર છો..... આપને ધન્ય છે.... એ
પ્રમાણે સ્તુતિ કરીને તે દેવે સ્વર્ગના વસ્ત્રાભૂષણ વડે તેમનું સન્માન કર્યું.
ગીધ અને કબુતર પણ પોતાના પૂર્વભવના વેરની કથા સાંભળીને ઘણો વૈરાગ્ય
પામ્યા, અને તેમણે પરસ્પર વેરભાવ છોડી દીધો,–બંને ઘણા શાંત થયા.
રાજા મેઘરથે કહ્યું: અરે ગીધ! તમે બંને પૂર્વભવના ભાઈ, પણ ક્રોધાદિ
વેરભાવને લીધે ઘણા દુઃખી થયા, ને ભાઈ–ભાઈને ખાવા તૈયાર થયા. અરે, આવો
ક્રોધ, આવું વેર અને આવા જીવહિંસાના પરિણામ તમને શોભતા નથી.... માટે તે
પરિણામને છોડ...... માંસભક્ષણના ક્રૂરભાવને તું છોડી દે. હે કબુતર! તું પણ ભયરહિત
થા. ક્રોધ, ભય, હિંસા વગેરે વિભાવોથી જુદો શાંતસ્વરૂપ આત્મા છે, તેને સમજીને તમે
શાંતભાવને ધારણ કરો.

PDF/HTML Page 38 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૭ :
ગીધ અને કબુતર પણ પોતાના પૂર્વ ભવો જાણીને તથા આવો મધુર હિતકર
ઉપદેશ સાંભળીને પ્રસન્ન થયા, પૂર્વ ભવના વેરના સંસ્કાર તેમણે છોડી દીધા, તેમનું
ચિત્ત સંસારથી એકદમ વિરક્ત થયું, પોતાના દોષોની નિંદા કરીને ધર્મમાં ચિત્ત જોડયું,
અને સર્વ પ્રકારના આહારને છોડીને અનશન વ્રત ધારણ કર્યું. હૃદયમાં જિનેદ્રદેવના
ધર્મને ધારણ કરીને વીરતાપૂર્વક ઉત્તમ ભાવનાસહિત સંન્યાસ–મરણ કરીને તે બંને
પક્ષીઓ દેવ તરીકે ઉત્પન્ન થયા.
તે દેવોએ અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મની વાત જાણી કે અહો!
મેઘરથરાજાનો મહાન ઉપકાર છે કે તેમના ઉપદેશના પ્રતાપે અમે પશુમાંથી દેવ થયા
છીએ, ને જિનેન્દ્રદેવનો ઉત્તમ ધર્મ અમને મળ્‌યો છે.–આમ વિચારી તરત તેઓ
મેઘરથરાજા પાસે આવ્યા ને નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યા કે હે શ્રેષ્ઠ વિદ્વાન!
અમને ધર્મનું સ્વરૂપ સમજાવીને મેઘની જેમ તમે ઉપકાર કર્યો છો; અહો, સમ્યગ્દર્શનાદિ
રત્નોવડે આપ સુશોભિત છો, જિનધર્મના જ્ઞાતા છો, શીલના સાગર છો. આપના
પ્રતાપે અમારો ઉદ્ધાર થયો છે, અને અહિંસામય જૈનધર્મ પામ્યા છીએ. આમ કહી
ફરીફરી નમસ્કાર કરીને તે દેવો પોતાના સ્થાને ચાલ્યા ગયા.
ત્યારપછી આગળ જતાં તે મેઘરથરાજા સંસારથી વિરક્ત થઈ મુનિ થયા,
તીર્થંકરપ્રકૃતિ બાંધી, અને ત્રીજા ભવે આ ભરતક્ષેત્રની હસ્તિનાપુરનગરીમાં અવતરી,
ચક્રવર્તી થઈ, છખંડ છોડી, અખંડ આત્માને આરાધી, કેવળજ્ઞાન પ્રગટાવી, આ ભરત–
ક્ષેત્રના ૧૬મા શાંતિનાથ તીર્થંકર થયા.... તેમને નમસ્કાર હો.
હે ભાઈ! આત્માનાં અંતરના અનુભવને જાણ્યા વગર
એકલા બહારના અનુમાનથી તું જ્ઞાનીનુંં માપ કાઢવા જઈશ – તો
ભ્રમણામાં પડીશ. ‘અનુભવી હોય તે જ અનુભવીને ઓળખે’ –
એટલે આ આત્મા સર્વજ્ઞ છે, આ આત્મા સાધકધર્મી છે – એવો ખરો
નિર્ણય, તેવી જાતનો અંશ પોતામાં પ્રગટ કરે ત્યારે જ થાય છે.
અંતર્મુખ થઈને આત્માને સ્વસંવેદનમાં લેનાર જ્ઞાનદશા ભલે
અધૂરી હોય તોપણ તેને ‘પ્રત્યક્ષ’ કહેવાય છે. એવા પ્રત્યક્ષ વગર
એકલા અનુમાનથી આત્માનો નિર્ણય થઈ શકતો નથી.

PDF/HTML Page 39 of 69
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
પરમાગમની મધુરી પ્રસાદી
મોક્ષનો માર્ગ એ શૂરવીરનો માર્ગ છે
જ્ઞા ની શૂ ર વી ર પ ણે મો ક્ષ ને સા ધે છે .
તે જ્ઞા નીની દ શાને જ્ઞા ની જ જાણે છે.
જ્ઞાનીની અદ્ભૂત દશાને અજ્ઞાની ક્યાંથી જાણે?
જ્ઞા ની નાં પિ ર ણા મ ઊ જ્ વ ળ હો ય છે .
[સમયસાર કળશ ૧૫૩–૧૫૪ તથા ગાથા ૨૨૯ ઉપરનાં પ્રવચનોમાંથી]
સમ્યગ્દર્શનમાં આત્માના ચૈતન્યસુખનું વેદન છે; એવા સુખનો અનુભવ કરનાર
ધર્માત્માની જ્ઞાનદશા, શુભાશુભ સર્વે પરભાવોથી જુદી ને જુદી છે, તેથી તે
ભર્માત્મા ખરેખર શુભાશુભ કર્મને કરતો નથી, ને તેના ફળને ભોગવતો પણ
નથી, એટલે તેને નિર્જરા જ છે.
અજ્ઞાનીએ આત્માના ચૈતન્યસુખને જાણ્યું નથી તેથી તે શુભાશુભભાવ કરીને
તેના ફળને જ વાંછે છે. આત્માના આનંદનો અનુભવ આવ્યા વગર શુભાશુભ

PDF/HTML Page 40 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૯ :
કર્મના ફળની વાંછા છૂટે નહિ. શુભરાગના ફળમાં મને કાંઈક પણ સુખ મળશે.–
એવી ઊંડી વાંછા અજ્ઞાનીને પડી જ છે, તેથી રાગના ફળથી તે જુદો રહી શકતો
નથી.
અહો, ચૈતન્યની શુદ્ધતાનું પરાક્રમ જે કરે છે એવા ધર્મી જીવોની ક્રિયા સંસારને
માટે અફળ છે. અને જે અજ્ઞાની છે તે ભલે સંસારમાં ભાગ્યવાન–પુણ્યવાન હોય
તોપણ તેની શુભાશુભક્રિયાઓ સંસારને માટે જ સફળ છે,પ તેના રાગનું ફળ
સંસાર જ છે, મોક્ષને માટે તેની બધી ક્રિયાઓ નિષ્ફળ છે.
પ્રશ્ન:–જ્ઞાનીને રાગાદિ કર્મ તો થાય છે, છતાં જ્ઞાની કર્મ કરતો નથી ને તેના
ફળને વાંછતો નથી–એમ કેમ કહો છો?
ઉત્તર:–ભાઈ, જ્ઞાની શું કરે છે એની તને ખબર નથી. જ્ઞાનચેતનારૂપે પરિણમતો
જ્ઞાની, તે રાગ કરે છે–એમ તને તારી અજ્ઞાનદ્રષ્ટિથી જ દેખાય છે; તે વખતે
રાગથી જુદી જ્ઞાનચેતના જ્ઞાનીને વર્તે છે–તેને તો તું ઓળખતો નથી. ધર્મીની
જ્ઞાનચેતના તો અંદરના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેનારી છે, એ ચેતનમાં
રાગ કેવો? ‘જ્ઞાની’ રાગ કરે છે–એમ અમને તો દેખાતું નથી; અમને તો
જ્ઞાનીની જ્ઞાનચેતના રાગથી જુદી જ દેખાય છે.
અહો! સમ્યગ્દર્શન થતાં અંદરથી આનંદની લહેર ઊઠી છે. તે સમ્યગ્દ્રષ્ટિ જીવ શું
કરે છે–જ્ઞાન કરે છે કે રાગ કરે છે? એ વાત અજ્ઞાનથી ઓળખી શકાય નહીં.
જેને આનંદમય સ્વસંવેદનથી અંદરમાં અનંતગુણનો વૈભવ પ્રગટ્યો
છે....મુનિઓને તો પ્રચૂરપણે ઢગલાબુધ સુંદર આનંદમય સ્વસંવેદન વર્તે છે, ને
સમ્યગ્દ્રષ્ટિ ચોથેગુણસ્થાને ભલે મુનિ કરતાં નાનો છે–છતાં તેને પણ આત્માના
સુંદર–અતીન્દ્રિય આનંદના વેદનરૂપ સ્વસંવેદન હોય છે, તેને પણ આત્માનો
વૈભવ પ્રગટ્યો છે. અરે, આત્માના આવા આનંદમય વૈભવમાં રાગનું કર્તૃત્વ
કેવું? ચૈતન્યના વૈભવમાં રાગનો કણિયો પણ કેમ સમાય? ધર્મીના
ચૈતન્યભાવમાં કોઈ કર્મ કોઈ રાગ તન્મયપણે નથી એટલે ધર્મી તેનો કર્તા નથી.
ધર્મીજીવની આવી દશાને ખરેખર જ્ઞાની જ ઓળખે છે. બહારના જ ભાવોને
દેખનારો બહિરાત્મા તે અંતરાત્માના ભાવને ક્રયાંથી જાણે? અંતરાત્માની
ચેતના પરભાવથી જુદે–જુદી વર્તે છે. અંતરાત્માની આવી ગતિને બહિરાત્મા
જાણી શકે નહીં.–જાણે તો તે બહિરાત્મા રહે નહીં.