Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 41
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ : રપ૦૦
આંધળો નથી કે પોતે પોતાને ન દેખે. સ્વયં પોતે પોતાને (બીજા કોઈની સહાય
વગર) દેખે–સાક્ષાત્ દેખે–અનુભવે એવી પ્રકાશશક્તિવાળો આત્મા છે. આત્મામાં
આવો પ્રકાશસ્વભાવ હોવાથી તેના બધા ગુણોમાં પણ પ્રકાશસ્વભાવપણું છે, એટલે
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય બધું સ્વરૂપ સ્વસંવેદનપ્રત્યક્ષ થાય એવો પ્રકાશસ્વભાવી
આત્મા છે.
અહો, વીતરાગસંતોની વાણી!–જેણે જાણી તે ન્યાલ થઈ જાય છે. ગુરુદેવ
કહે છે–અહો! આ સમયસાર તો આત્માને જોવાનું અજોડ નેત્ર છે, તે આત્માનો
સાક્ષાત્કાર કરાવે છે. અહો! આ પંચમકાળમાં પણ આત્માને સાધીને એકાવતારી
થઈ શકાય–એવી સામગ્રી આ સમયસારમાં રહી ગઈ છે. એ તો જે અનુભવ કરે
એને એની ગંભીરતાની ખબર પડે. માટે આચાર્યદેવે કહ્યું છે કે આ સમયસારમાં
નિજવૈભવથી અમે જે આત્મસ્વભાવ બતાવીએ છીએ–તે સ્વાનુભવ–પ્રત્યક્ષ વડે તમે
પ્રમાણ કરજો.
બાપુ! આ તારા આત્માની પ્રાપ્તિના અલૌકિક મારગડા કહેવાય છે.
ભગવાન આત્મા સ્વયં–પ્રકાશમાન એવા સ્પષ્ટ સ્વસંવેદનની શક્તિવાળો છે.
મતિશ્રુતજ્ઞાનને સામાન્યપણે પરોક્ષ કહ્યા હોવા છતાં, સ્વસંવેદન બળે મિથ્યાત્વનો
નાશ કરતાં તેનામાં કોઈ એવી અચિંત્ય સાતિશય અદ્ભુત શક્તિ પ્રગટે છે કે તે
આત્માને પ્રત્યક્ષ કરે છે.
શું મતિશ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થાય?
હા, સ્વસંવેદન વખતે તે જ્ઞાનમાંય એવી અદ્ભુતશક્તિ ખીલી જાય છે.
પંચાધ્યાયી (ગાથા ૭૦૬ થી ૭૧૦)માં કહે છે કે–મતિ–શ્રુતજ્ઞાન સામાન્યપણે પરોક્ષ
હોવા છતાં તેમાં એટલી વિશેષતા છે કે સ્વાનુભૂતિના સમયમાં તે પણ પ્રત્યક્ષ થઈ
જાય છે. મિથ્યાત્વના નાશથી સમ્યગ્દ્રષ્ટિજીવને ખરેખર કોઈ એવી અનિર્વચનીય
શક્તિ હોય છે કે જે શક્તિદ્વારા આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે. અહીં
આચાર્યદેવે પ્રકાશશક્તિમાં એ વાત સ્પષ્ટ કરી છે.
અહો, જ્ઞાનશક્તિવડે પોતેપોતાના આત્માનું આવું સ્પષ્ટ–પ્રત્યક્ષ
સ્વસંવેદન કરવું તે જ વીરનાથપ્રભુની પરમ પ્રસાદી છે;
ને તે જ વીરપ્રભુના મોક્ષનો સાચો મહોત્સવ છે.

PDF/HTML Page 22 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૧૯ :
નિયમા કે ભજનીય?

કઈ વસ્તુ નિયમા છે? ને કઈ વસ્તુ ભજનીય છે? તે સંબંધી સમજણ ગતાંકમાં
૧ર દાખલા વડે આપી હતી; ને બીજા દશ દાખલા વિચારવા માટે લખ્યા હતા. તે દશ
દાખલાનો ખુલાસો નીચે મુજબ છે:–
(૧) યોગનું કંપન હોય ત્યાં કેવળજ્ઞાન...ભજનીય છે, કોઈ ઠેકાણે હોય છે ને કોઈ
ઠેકાણે નથી હોતું; જેમકે ૧ર ગુણસ્થાન સુધી યોગનું કંપન છે પણ કેવળજ્ઞાન
નથી; તેરમા ગુણસ્થાને યોગનું કંપન પણ છે ને કેવળજ્ઞાન પણ છે.
*
ઉપરની જેમ, કેવળજ્ઞાન હોય ત્યાં યોગનું કંપન તે પણ ભજનીય છે;
ચૌદમા ગુણસ્થાને કેવળજ્ઞાન હોવા છતાં યોગનું કંપન નથી.
* અયોગીપણું (અકંપપણું) હોય ત્યાં કેવળજ્ઞાન નિયમથી હોય છે;
* કેવળજ્ઞાન હોય ત્યાં અયોગીપણું હોય કે ન હોય,–નિયમ નથી, એટલે તે
ભજનીય છે.
(૨) કેવળજ્ઞાન હોય ત્યાં પંચેન્દ્રિયપણું...ભજનીય છે. સિદ્ધભગવંતોને કેવળજ્ઞાન છે
પણ પંચેન્દ્રિયપણું નથી.
(૩) સમ્યગ્જ્ઞાન હોય ત્યાં રાગ ભજનીય છે...ચોથા વગેરે ગુણસ્થાને સમ્યગ્જ્ઞાન પણ
હોય છે ને રાગ પણ હોય છે,–બંને સાથે હોવામાં વિરોધ નથી; અને ઉપરના
ગુણસ્થાને ક્ષીણમોહ વગેરે જીવોને સમ્યગ્જ્ઞાન હોવા છતાં રાગ નથી હોતો. આ
રીતે સમ્યગ્જ્ઞાન સાથે રાગનું હોવાપણું ભજનીય છે, નિયમરૂપ નથી.
(૪) અરૂપીપણું હોય ત્યાં ચેતનપણું...ભજનીય છે; કેમકે અરૂપી તો અચેતન પણ
હોઈ શકે છે. જેમકે આકાશદ્રવ્ય અરૂપી હોવા છતાં અચેતન છે.
(૫) ચેતનપણું હોય ત્યાં અરૂપીપણું નિયમા હોય છે. કોઈ પણ ચેતનવસ્તુ રૂપી હોતી
નથી, અરૂપી જ હોય છે.
(૬) કેવળજ્ઞાન હોય ત્યાં પરમઔદારિકશરીર...ભજનીય છે...પ્રભુ સિદ્ધોને કેવળજ્ઞાન
હોય છે પણ તે શરીર હોતું નથી.
(૭) જીવનું લોકવ્યાપીપણું...ભજનીય છે...કેમકે બધા જીવો લોકવ્યાપી નથી હોતા,

PDF/HTML Page 23 of 41
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : પોષ : રપ૦૦
પરંતુ કેવળજ્ઞાન–સમુદ્ઘાત વખતે જીવ લોકવ્યાપી પણ હોય છે.
(૮) જીવમાં રાગ...ભજનીય છે. કોઈવાર હોય છે, કોઈવાર નથી હોતો. રાગ
વગર પણ જીવનું અસ્તિત્વ રહે છે.
(૯) જીવમાં જ્ઞાન નિયમા છે. જ્ઞાન વગરનો કોઈ જીવ હોતો નથી.
(૧૦) અયોગીપણું હોય ત્યાં કેવળજ્ઞાન નિયમથી હોય જ છે.
પરમાગમને જાણીને પરમાતમને અનુભવો
પરમાગમ સમયસારમાં શુદ્ધાત્માનું સ્વરૂપ દેખાડતાં પ્રભુ કુન્દકુન્દસ્વામી
ખાસ ભલામણ કરે છે કે ‘હું આ જે શુદ્ધ આત્મા દેખાડું છું તે તમે તમારા
સ્વાનુભવથી પ્રમાણ કરજો. જિનાગમ એ માત્ર જોવાની, કે એકલા બાહ્ય શોભા–
શણગારની જ વસ્તુ નથી, એના અંતર–હાર્દ સુધી પહોંચીને સ્વાનુભવ કરવાનો છે.
એટલે માત્ર પરમાગમ–મંદિરનો ભવ્ય ઉત્સવ કરીને અટકશો નહિ, જે પરમાગમ
તેમાં કોતરાયા છે તે પરમાગમના અભ્યાસમાં નિરંતર ચિત્તને જોડીને, તેના ઊંડા
હાર્દ સુધી પહોંચીને, આનંદમય પરમાત્મતત્ત્વને અનુભૂતિગમ્ય કરજો.–એ
જિનવાણીની સર્વોત્તમભક્તિ છે, ને એ વીતરાગગુરુઓની ભલામણ છે. સમયસાર–
જિનાગમના અંતમાં ‘આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ કરતું આ અક્ષય
જગતચક્ષુ પૂર્ણતાને પામે છે’–એમ કહીને “આત્માનો પ્રત્યક્ષ અનુભવ” તે આ
આગમનું ફળ બતાવ્યું છે.
કાશીના પં. શ્રી કૈલાશચંદજી ‘જૈન સંદેશ’ માં લખે છે કે–“ભક્તિપૂર્વક
શ્રુતની ઉપાસના તે જિનની જ ઉપાસના છે. જિનદેવમાં ને શ્રુતદેવતામાં કાંઈ અંતર
નથી, તેથી જે ભક્તિથી શ્રુતને ઉપાસે છે તે જિનદેવને જ ઉપાસે છે. આપણે હંમેશાંં
દેવ–ગુરુ સાથે શાસ્ત્રની પણ પૂજા કરીએ છીએ ને ત્રણ રત્નોમાં (દેવ–શાસ્ત્ર–ગુરુ
તીન) તેને પણ ગણીએ છીએ. પરંતુ, શાસ્ત્રને માત્ર ઉત્તમ કપડાવડે બાંધવાથી કે
પૂંઠા ચડાવવાથી જ શ્રુતપૂજા સમાપ્ત થઈ જતી નથી; વાસ્તવિક શ્રુતપૂજા તો
એકાગ્રચિત્તથી તેનું અધ્યયન કરવું ને તેના ભાવ સમજવા તે જ છે. આવી
ભાવપૂજામાં દેવ અને શાસ્ત્રની એકતા થઈ જાય છે. અત્યારે આપણને આ ક્ષેત્રે
જિનદેવના સાક્ષાત્કારનું સૌભાગ્ય તો નથી, પરંતુ જિનવાણીનો તો સાક્ષાત્કાર થાય
છે ને તેના અભ્યાસવડે આત્માનો પણ સાક્ષાત્કાર થઈ શકે છે.

PDF/HTML Page 24 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૨૧ :
સોના કે હીરા–માણેક વડે જેની કિંમત આંકી ન શકાય–એવા ગંભીર
આત્મભાવો (કે જે વીતરાગી સંતોના અનુભવમાંથી નીકળેલા રત્નો છે–) તે
સમયસારાદિ પરમાગમોમાં ભર્યા છે. અને તેથી જ આપણા જૈન પરમાગમોની મહાનતા
તથા પૂજ્યતા છે. જિનાગમોમાં જે ગંભીર ચૈતન્યભાવો ભર્યા છે તે બીજા કોઈ
શાસ્ત્રોમાં નથી.–આમ પરમ બહુમાનપૂર્વક જિનાગમનું સેવન કરો...તમને આત્માના
અમૂલ્ય નિધાન મળશે. મુમુક્ષુની નિરંતર ભાવના હોય છે કે–
આગમકે અભ્યાસમાંહી પુનિ ચિત્ત એકાગ્ર સદીવ લગાવું;
દોષવાદમેં મૌન રહું ફિર પુન્યપુરુષ–ગુણ નિશદિન ગાવું.
હે જીવ! ગુણીજનોના ગુણની પ્રશંસા કરતાં કદાચ તને ન આવડે, પણ ધર્માત્મા–
સાધર્મીની નિંદા તો તું કદી ન કરીશ. गुणीषु प्रमोदं– ગુણીજનોના ગુણો પ્રત્યે જેને
પ્રમોદભાવ છે તે જીવ ગુણપ્રાપ્તિ તરફ આગળ વધે છે. પણ ગુણની ઈર્ષા કરનાર તો કદી
ગુણને પામતો નથી.
રુ રુ રુ રુ રુ
વિદ્વાનોનું મુખ્ય કાર્ય એ છે કે–
આગમના રહસ્યનું ઉદ્ઘાટન કરીને સમાજની સામે રાખવું
“विद्वान केवल समाजके मुख नहीं है। वे आगमके रहस्योद्घाटनके
जिम्मेदार है। अतः उन्हें, हमारे अमुक वक्तव्यसे समाजमें कैसी प्रतिक्रिया होती
है, वह अनुकूल होती है या प्रतिकूल, यह लक्ष्यमें रखना जरुरी नहीं है। यदि
उन्हें किसी प्रकारका भय हो भी तो सबसे बडा भय आगमका होना चाहिए।
विद्वानोंका प्रमुख कार्य जिनागमकी सेवा है और वह तभी संभव है जब वे
समाजके भयसे मुक्त होकर सिद्धांतके रहस्यको उसके सामने रख सकें। कार्य
बडा है। इस कालमें इसका उनके ऊपर उत्तरदायित्व है, इसलिय उन्हें यह कार्य
सब प्रकारकी मोहममताको छोडकर करना ही चाहिए। समाजका संघारण करना
उनका मुख्य कार्य नहीं है। यदि वे दोनों प्रकारके कार्योंका यथास्थान निर्वाह कर
सकें तो उत्तम है। पर समाजके संघारणके लिये आगमको गौण करना उत्तम नहीं
है। हमें भरोसा हे कि विद्वान इस निवेदनको अपने हृदयमें स्थान देंगे और ऐसा
मार्ग स्वीकार करेंगे जिससे उनके सद्प्रयत्नस्वरूप आगमका रहस्य विशदताके
साथ प्रकाशमें आवे।।”
[–पंडित जगन्मोहनलालजी शास्त्री, कटनी]

PDF/HTML Page 25 of 41
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : પોષ : રપ૦૦
વિદ્વાનોનું મુખ્ય કાર્ય બતાવતું પંડિતજીનું આ કથન ગુરુદેવ ઘણીવાર પ્રવચનમાં
યાદ કરે છે: “વિદ્વાનો એ માત્ર સમાજની વાત કરવાનું મોઢું જ નથી; તેઓ તો
આગમના રહસ્યનું ઉદ્ઘાટન કરવાના અધિકારી છે. એટલે, તેમણે એવું લક્ષ રાખવું
જરૂરી નથી કે અમારા અમુક કથનથી સમાજમાં કેવી અસર થશે!–અનુકૂળ થશે કે
પ્રતિકૂળ?–હા, જો તેઓએ કંઈપણ બીક રાખવા જેવું હોય તો સૌથી મોટો ભય
આગમનો હોવો જોઈએ–કે આગમવિરુદ્ધ કંઈ કથન ન થઈ જાય. વિદ્વાનોનું મુખ્યકાર્ય
જિનાગમની સેવા છે, અને તે ત્યારે જ બની શકે કે જ્યારે તેઓ સમાજના ભયથી મુક્ત
થઈને સિદ્ધાંતનું રહસ્ય તેની સામે રાખી શકે. કામ તો મોટું છે; અને આ કાળમાં તેની
જવાબદારી વિદ્વાનો ઉપર છે, માટે તેઓએ બધા પ્રકારની મોહમમતા છોડીને આ કામ
કરવું જ જોઈએ. સમાજની દેખભાળ કરવી એ કાંઈ વિદ્વાનોનું મુખ્ય કામ નથી! જો
તેઓ બંને પ્રકારના કાર્યોનો યથાસ્થાન નિર્વાહ કરી શકે તો તે ઉત્તમ છે. પણ સમાજની
દેખભાળ માટે, કે સમાજના રંજન માટે, આગમને ગૌણ કરવા તે વ્યાજબી નથી. અમને
વિશ્વાસ છે કે વિદ્વાનો આ નિવેદનને પોતાના હૃદયમાં સ્થાન દેશે, અને એવો માર્ગ
અંગીકાર કરશે કે જેથી તેમના સદ્પ્રયત્નના ફળરૂપે આગમનું રહસ્ય વધારે સ્પષ્ટતાથી
પ્રસિદ્ધિમાં આવે.”
* * * * *
* સૌએ લક્ષમાં લેવા જેવું– *
ભાઈશ્રી બાબુભાઈ (ફત્તેપુર) લખે છે કે– “આત્મધર્મમાં અપાતી પૂ. ગુરુદેવની
પ્રવચન પ્રસાદી અપૂર્વ છે; નાના–મોટા સર્વેને માટે વિશેષ આકર્ષણનું કારણ છે. ગયો
અંક વાંચ્યો તેથી મને આનંદ થયો. જિનમંદિરમાં રાત્રે કે વહેલી સવારે–પરોઢિયે
અષ્ટદ્રવ્યથી પૂજન થાય નહિ, તેમજ સામગ્રી ધોવી કે અભિષેક કરવો તે પણ યોગ્ય
નથી. તેમજ પૂજનસામગ્રીમાં સચિત્ત વસ્તુઓ વપરાય નહીં. સૌ મુમુક્ષુમંડળોએ આ
પ્રમાણે જિનમંદિરોમાં પૂજનપદ્ધતિ કરવી જોઈએ.” (પૂ. ગુરુદેવે પણ હમણાં પ્રવચનમાં
કહેલ કે રાત્રે આવી ક્રિયાઓ કરવી તે માર્ગ નથી.) રાત્રિભોજનાદિ પણ જૈનગૃહસ્થને
શોભે નહિ; તેમાં ત્રસહિંસા સંબંધી તીવ્ર કષાય હોવાથી, જૈનમાર્ગમાં ખૂબ ભારપૂર્વક
તેનો નિષેધ છે. વીરનાથના મોક્ષગમનનું અઢી હજારમું વર્ષ ચાલે છે ત્યારે જૈનસમાજ
જાગૃત બને, ને જ્ઞાનશુદ્ધિ સાથે ક્રિયાશુદ્ધિ વડે પણ જૈનધર્મની પ્રભાવના વધારે એ સૌનું
કર્તવ્ય છે.

PDF/HTML Page 26 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૨૩ :
* જંબુસ્વામી...વૈરાગ્ય *
અંતિમ કેવળી શ્રી જંબુસ્વામીની વાત છે. એ ધીર–વીર દ્રઢબ્રહ્મચારી શ્રી
જંબુકુમાર જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા છે ત્યારે પોતાની શોકમગ્ન માતાને સંબોધન
કરતાં વૈરાગ્યથી કહે છે કે હે માતા! તું શોકને જલ્દી છોડ. આ સંસારમાં ભમતાં કેટલીયે
વાર હું મોટી વિભૂતિવાળો રાજા થયો ને કેટલીયે વાર નાનકડો કીડો થયો. તરંગ જેવા
અસ્થિર આ સંસારમાં કોઈ જીવને ઈંદ્રિયસુખ કે દુઃખ કાયમ એકસરખા રહેતાં નથી.
માટે દુઃખમાં શોક શો? ને સુખમાં હર્ષ શો? હે માતા! આવા સંસારથી હવે બસ થાઓ!
તું પણ કાયરતા છોડીને મને રજા આપ...હવે હું મારા અવિનાશી ચૈતન્યપદને સાધીશ.–
कति न कति न वारान् भूपतिभूरिभूतिः
कति न कति न वारान् अत्र जातोस्मि कीटः।।
नियतमिति न कस्याप्यस्ति सौख्यं न दुःखं
जगति तरलरूपे किं मुदा किं शुचा वा।।
એ પ્રમાણે વૈરાગ્યમય અમૃતવચનો વડે માતાને સંબોધીને જંબુકુમાર વન તરફ
ચાલ્યા ને સુધર્મસ્વામી પાસે દીક્ષા લઈને થોડા જ વખતમાં કેવળજ્ઞાનને સાધ્યું. ધન્ય
એમનો વૈરાગ્ય! ધન્ય એમનું જીવન!
આપના ઘરમાં નિધાન
આપના ઘરમાં ઉત્તમ ધર્મસાહિત્ય અને ‘આત્મધર્મ’ વસાવો તે સાહિત્ય આપના
વંશ–પરિવારને માટે એકવાર ઉત્તમ નિધાન થઈ પડશે. સોના–ઝવેરાત કરતાંય ઉત્તમ–
વીતરાગી સાહિત્યવડે આપનું ઘર વધુ શોભી ઊઠશે.
જૈનધર્મનો પ્રસાદ–
હું દુઃખી તો ઘણા ભવોમાં થયો. બસ, હવે આ ભવ દુઃખી થવા માટે નથી; આ
ભવ તો સુખી થવા માટે છે. દુઃખનો અંત કરીને હવે તો સાદિ અનંત સુખી જ રહેવાનું
છે. –આ મારા જૈનધર્મનો ને શ્રીગુરુનો પ્રસાદ છે.

PDF/HTML Page 27 of 41
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : પોષ : રપ૦૦
कातंत्र–વ્યાકરણનું પહેલું સૂત્ર
હિંદીભાષી વયોવૃદ્ધ સજ્જનો કહે છે કે સરકારી નિશાળોમાં અમને સૌથી પહેલાંં
ओनामासीधं’ એમ શીખવાતું હતું; પણ તેનો અર્થ શું હતો–તે અમે જરાય સમજતા ન
હતા.
ओनामासीधं’ એ અશુદ્ધ ઉચ્ચાર વડે સંસ્કૃતનું બગડેલું રૂપ છે; તેની મૂળ શુદ્ધ
ભાષા આ પ્રમાણે છે– ‘ओ नमः सिद्धंઅને તે કાતંત્ર–વ્યાકરણનું સૌથી પહેલું સૂત્ર છે.
પૂર્વે તે વ્યાકરણ શીખવતા, તેથી સ્વાભાવિકપણે જ સૌથી પહેલાંં ‘“ નમ: સિદ્ધં’ એમ
ગોખાવતા. (સન્મતિસંદેશના આધારે)
આપણા ગુજરાતમાં પણ ૮૦ વર્ષ પહેલાંંના સ્મરણો યાદ કરતાં ગુરુદેવ ઘણી
વાર કહે છે કે ધૂળી–નિશાળમાં અમને સૌથી પહેલાંં ‘સિદ્ધો વર્ણં સમામ્નાય:’ એમ
ગોખાવતા; પણ તે વખતે તેનો કોઈ અર્થ સમજાતો ન હતો. પાછળથી મોક્ષમાર્ગ
પ્રકાશક વાંચતાં તેમાં એ શબ્દ આવ્યા, ત્યારે તેનો અર્થ સમજાયો કે ‘સિદ્ધો વર્ણં
સમામ્નાય’ એટલે વર્ણ–અક્ષરોની આમ્નાય અનાદિથી સિદ્ધ છે.–આ બંને દ્રષ્ટાંતથી
ખ્યાલ આવશે કે આપણા દેશની પ્રાચીન શિક્ષણપદ્ધતિ કેટલી સરસ સંસ્કારી હતી!
બંધુઓ, આપણા બાળકોને એવા જ ઉત્તમ સંસ્કારો આપવાનો જમાનો ફરીને અત્યારે
આવી ગયો છે. વીરનાથના મોક્ષગમનના આ રપ૦૦ મા વર્ષમાં સૌ જાગીએ ને
બાળકોને પહેલેથી વીરશાસનના ઉત્તમ સંસ્કાર આપીએ.
રુ નિયમસાર (ગુજરાતી) મૂળશાસ્ત્ર છપાઈને તૈયાર થવા આવ્યું છે.
રુ સમ્યક્ત્વ–કથા (આઠ અંગનું સ્વરૂપ, આઠ અંગની કથા તથા આઠ અંગના
આઠ ચિત્રો સહિત પ્રગટ થયેલ છે. કિંમત રૂા. ૧–૦૦)
રુ બે સખી (અંજનાચરિત્ર) પુન: પ્રગટ થયેલ છે. (કિંમત ૦–પ૦)
રુ આત્મધર્મ દિવસે–દિવસે વિકસી રહ્યું છે. કાગળ વગેરેની સખ્ત મુશ્કેલી વચ્ચે
પણ માત્ર ચાર રૂપિયા લવાજમમાં અપાય છે. આપના ઘરમાં ધર્મના ઉત્તમ
સંસ્કારની રેલમછેલ કરવા આત્મધર્મ મંગાવો; સ્નેહી–મિત્રોને પણ મોકલો.
લખો–આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (૩૬૪રપ૦)

PDF/HTML Page 28 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૨૫ :
સિંહ કરતાંય શૂરવીર મુમુક્ષુ –
વીર સર્વદમન શૂરવીર મુમુક્ષુ
સિંહણનું મોઢું ફાડીને તેમ કર્મરૂપી સિંહનું મોઢું ફાડીને
તેના દાંત ગણે છે... નિજ આત્માને દેખે છે.
‘સર્વદમન’ ની વીરતાની એક વાત પ્રસિદ્ધ છે કે, તે નાનો હતો ત્યારે એકવાર
સિંહના બચ્ચાંને રમતાં–રમતાં હાથમાં તેડ્યું; સિંહણ પણ સામે જ ઊભી હતી, ને આંખ
ફાડીને જોઈ રહી હતી. પણ આ સર્વદમનને કોની બીક? એણે તો નિર્ભયપણે સિંહણનું
મોઢું ઝાલીને કહ્યું કે– ‘ઉઘાડ તારું મોઢું; મારે તારા દાંત ગણવા છે! ’ જુઓ, કેટલી હિંમત!
તેમ અહીં ‘સર્વદમન’ એવો મુમુક્ષુ આત્મા શૂરવીર થઈને મોક્ષને સાધવા જાગ્યો,
તે સર્વે કર્મરૂપી સિંહનું દમન કરતાં ચૈતન્યની વીરતાથી કહે છે કે–ખૂલી જા કર્મ; મારે
મારો પરમાત્મા દેખવો છે! મારા પરમાત્મામાં તારો અભાવ છે. ચૈતન્યમાં વળી કર્મ
કેવા? આમ, કર્મરૂપી સિંહનું મોઢું ફાડીને પોતે પોતાના પરમાત્માને દેખી લ્યે છે.
–આત્માને સાધવા નીકળ્‌યા એ તે કાંઈ કર્મથી ડરતા હશે? એ તો પોતાની
પ્રભુત્વશક્તિવડે કર્મને તોડીને પરમાત્મા થાય છે.
(પ્રભુત્વશક્તિના પ્રવચનમાંથી)

PDF/HTML Page 29 of 41
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : પોષ : રપ૦૦
ગતાંકમાં વિચારવાના ચાર પ્રશ્નો લખેલ, તેનો જવાબ –
(૧) આપણા ગુજરાત–સૌરાષ્ટ્રમાં ચાર સિદ્ધક્ષેત્રો આવેલા છે– ગીરનાર, શત્રુંજય,
પાવાગઢ અને તારંગા. ગીરનાર–તીર્થમાં ભગવાન નેમિનાથના દીક્ષા કલ્યાણક,
જ્ઞાનકલ્યાણક અને મોક્ષકલ્યાણક થયા છે તથા શ્રીકૃષ્ણના પુત્રો વગેરે ૭ર
કરોડને સાતસો મુનિઓ સિદ્ધપદ પામ્યા છે. શત્રુંજયતીર્થમાં ત્રણ પાંડવો વગેરે
આઠ કરોડ મુનિવરો સિદ્ધપદ પામ્યા છે. પાવાગઢતીર્થમાં રામકુમારો લવ–કુશ,
લાટદેશના રાજા અને પાંચ કરોડ મુનિવરો સિદ્ધપદ પામ્યા છે; તથા
તારંગાતીર્થમાં વરદત્ત–સાગરદત્ત વગેરે સાડાત્રણ કરોડ મુનિવરો સિદ્ધપદ પામ્યા
છે. તે સર્વે સિદ્ધભગવંતોને અને સિદ્ધિધામને નમસ્કાર હો.
(ર) સિદ્ધભગવાન સંપૂર્ણ સુખી છે, તેમને જરાય દુઃખ નથી. તેઓ દેવગતિમાં,
મનુષ્યગતિમાં કે સંસારની કોઈ ગતિમાં નથી, મોક્ષગતિમાં છે. અરિહંત
ભગવંતોય જોકે સંપૂર્ણ સુખી છે, પરંતુ તેઓ હજી મનુષ્યગતિમાં છે.
સિદ્ધભગવંતો ચારે ગતિથી પાર છે.
(૩) પંચપરમેષ્ઠી ભગવંતોમાં અરિહંત અને સિદ્ધ ભગવંતો સર્વજ્ઞ છે; આચાર્ય–
ઉપાધ્યાય–સાધુ હજી સર્વજ્ઞ નથી પણ રત્નત્રય વડે સર્વજ્ઞપદને સાધી રહ્યા છે.
(૪) પાંચપરમેષ્ઠી ભગવંતોમાંથી સિદ્ધભગવંતો પંચમગતિમાં એટલે કે મોક્ષગતિમાં
બિરાજે છે. બાકીનાં ચારે પરમેષ્ઠી મનુષ્યગતિમાં હોય છે. એ સિવાયની
ત્રણગતિમાં પંચપરમેષ્ઠીપદ હોતું નથી; સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાન હોઈ શકે છે.
“મહાવીર ભગવાન” સંબંધમાં જે ભાઈ –
બહેનોએ લેખ લખી મોકલ્યા છે તે સૌને ધન્યવાદ!
હજી પણ જેમને લેખ લખવા ઈચ્છા હોય તેમને
જાન્યુઆરી માસની આખર તારીખ સુધી તક
આપવામાં આવે છે. લેખ મોકલનારનાં નામો અને
બીજી માહિતી આગામી અંકમાં આપીશું. લેખ
મોકલનાર સૌને આ અઠવાડિયામાં પુસ્તક મળશે.

PDF/HTML Page 30 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૨૭ :
આ અંકમાંથી શોધી કાઢવાના દશ વાક્્યો:–
(સ્વાધ્યાય–પ્રચારની આ યોજનામાં ત્રણસો–ચારસો ભાઈ–બહેનો હોંશથી ભાગ
લઈ રહ્યા છે, તે સૌને ધન્યવાદ.)
૧. વાહ જિનવાણીની અદ્ભુત શોભા! તે જિનવાણી...
ર. પરમાગમ–મંદિરમાં પણ આ શક્તિના વર્ણનનો ભાગ ‘સોનેરી’ ...
૩. પરથી જીવે એવો પરાધીન આત્મા નથી; આત્મા તો...
૪. સ્વસંવેદનવડે આત્મપ્રભુ...
પ. વીરનાથના મોક્ષગમનના આ રપ૦૦મા વર્ષમાં સૌ જાગીએ, ને બાળકોને...
૬. શબ્દોથી લખવામાં અનંત શક્તિઓ ન આવી શકે, અંતરના વેદનમાં...
૭. આવું જૈનશાસન સમજીને મહાવીરપ્રભુના...
૮. સ્વરૂપ–જીવન ભગવાનના અનેકાન્તમાર્ગથી પ્રાપ્ત થયું છે. –એ જ...
૯. મહાવીરને ઓળખવાથી આત્મા ચૈતન્યસ્વરૂપે ઓળખાય છે; એટલે.....
૧૦. દશમા બોલ તરીકે તમારે આ અંકમાં જે જે તીર્થંકર ભગવંતોના નામ
આવ્યા હોય તે શોધવાના છે.
–સંપાદક આત્મધર્મ, સોનગઢ (૩૬૪રપ૦)
* * * * *
અઢી હજાર વર્ષ પહેલાંં આ ભરતક્ષેત્રમાં
સાક્ષાત્ તીર્થંકરપણે ભગવાન મહાવીરે જે
આત્મહિતકારી ઈષ્ટ–મિષ્ટ ઉપદેશ આપ્યો તે આજેય
આપણા ઉપર ઉપકાર કરી રહ્યો છે. આવા મહાવીર
ભગવાનના ઉપકારની અંજલિરૂપે યોજાયેલ નિબંધ
યોજનામાં અનેક ભાઈ–બેનોએ ઉત્સાહથી ભાગ
લીધો છે; તે સૌને ધન્યવાદ!

PDF/HTML Page 31 of 41
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : પોષ : રપ૦૦
સ...મા...ચા...ર– (અનુસંધાન ટાઈટલ પાનું ૨)
× ઉત્સવ વખતે જ્યારે આપ સોનગઢ પધારો ત્યારે, ટોર્ચ–બેટરી, લોટો–ગ્લાસ,
પાણીની ડોલ અને પાગરણ સાથે લાવશો–જેથી આપને સુવિધા રહેશે. જોખમી
દાગીના જેમ બને તેમ ન લાવશો, કેમકે તે વખતે સોનગઢના ઉત્સવમાં
પંચકલ્યાણકની શોભા જ એવી અદ્ભુત હશે કે બીજી શોભાની કોઈ જરૂર જ
નહિ રહે.
× કંકોતરી મોકલવા માટે આપના ગામના મુમુક્ષુમંડળનું જિનમંદિરનું તેમજ
પ્રમુખશ્રીનું સરનામું લખી મોકલશો. –જેથી કોઈ બાકી ન રહી જાય.
× આ મહાન ઉત્સવ દરમિયાન જૈનધર્મના પ્રચાર અને પ્રભાવના સંબંધી આપના
સુઝાવ વિચાર અને યોજનાઓ નીચેના સરનામે તુરતમાં લખી મોકલવા
નિમંત્રણ છે: બ્ર. હરિલાલ જૈન, પ્રચારવિભાગ, સોનગઢ : (૩૬૪રપ૦)
× પરમાગમ–મંદિરની દિવાલોમાં, આરસમાં કોતરેલા પચાસ જેટલા વૈરાગ્યપ્રેરક
ચિત્રો લગાડવાના છે;– જાણે કે તીર્થંકરોના જીવનને જ નજરે નીહાળતા
હોઈએ–એવું વાતાવરણ એ ચિત્રો દ્વારા ખડું થશે. તે ચિત્રોનું આલેખન કાર્ય
પૂરું થયું છે, ને આરસમાં કોતરવાનું કામ ચાલી રહ્યું છે.
× ઉત્સવ વખતે હજારો હિંદીભાષી સાધર્મીઓ આવશે, એટલે તેમની સુવિધા માટે
ગુરુદેવના પ્રવચનો હિંદીભાષામાં થશે. ઉત્સવ બાદ કેટલાક દિવસો ગુરુદેવ
સોનગઢમાં જ બિરાજશે. ગઢડા શહેરમાં વેદી–પ્રતિષ્ઠાનું મૂરત ફાગણમાસમાં
રાખેલ નથી; એટલે ગુરુદેવના વિહારનો કાર્યક્રમ હજી નિશ્ચિત થયો નથી. નક્કી
થયે જણાવવામાં આવશે.
એક ખાસ સૂચના–
પ્રતિષ્ઠા મહોત્સવ અંગે માલસામાનની ખરીદી શરૂ થઈ ગઈ છે. તો આ અંગે જે
મુમુક્ષુ ભાઈ–બહેનોએ લોન લખાવી હોય તે રકમનો “શ્રી પરમાગમ મંદિર પ્રતિષ્ઠા
મહોત્સવ સમિતિ” એ નામનો બેન્ક ઓફ ઈન્ડીયા–સોનગઢનો, અગર ભાવનગરની
ગમે તે બેન્ક ઉપરનો, ડ્રાફટ કે રોકડા તુરત જ મોકલવા વિનંતી છે.
સોનગઢ–ઓફિસ
લિ. નવનીતલાલ સી. જવેરી
T. F. No. 34 પ્રમુખશ્રી–શ્રી પ્રતિષ્ઠા–મહોત્સવ સમિતિ
તારનું સરનામું C/o. શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
PARMAGAM. SONGAD સોનગઢ સૌરાષ્ટ્ર (૩૬૪રપ૦)

PDF/HTML Page 32 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૨૯ :
જૈન કેવો હોય?
જૈનના સાચા પંડિત માત્ર શાસ્ત્રભણતર વડે થઈ શકાતું
નથી, પણ ભાવશ્રુતથી સ્વ–પરની ભિન્નતાનો વિવેક કરીને
આત્માને જે જાણે તે સાચો જૈન–પંડિત છે. એટલે જૈનધર્મના સાચા
પંડિત કે શ્રાવક થવા માટે આ જ પહેલું કર્તવ્ય છે કે દેહાદિથી ભિન્ન
પોતાના આત્માને જાણીને અનુભવવો.
(અષ્ટપ્રવચનમાંથી.)
* અનંતગુણગંભીર સમ્યક્ત્વની અદ્ભુતદશા! *
સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્માના શુદ્ધસ્વરૂપનો પ્રકાશક છે, જીવાદિ નવે તત્ત્વોનું સ્વરૂપ
જેમ છે તેમ તે જાણે છે. જીવાદિ તત્ત્વોના સાચા સ્વરૂપને જે ન જાણે તે શુદ્ધતાને ક્યાંથી
સાધી શકશે? ધર્મીજીવ જીવાદિતત્ત્વના સ્વરૂપને બરાબર જાણીને તેમાંથી પોતાના શુદ્ધ
ચૈતન્યતત્ત્વને બીજાથી ભિન્ન અનુભવે છે; એ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ શુદ્ધતત્ત્વનો પ્રકાશક
છે, તે જ ખરો પંડિત છે; તેને આત્મવિદ્યા આવડે છે તેથી તે જ ખરો વિદ્વાન છે. તેના
સમ્યક્ત્વ–પરિણામ શુદ્ધ છે; વ્યવહારના શુભરાગપરિણામ તે કાંઈ શુદ્ધ નથી, તે તો
અશુદ્ધ છે. સમ્યક્ત્વપરિણામ તો રાગ વગરના શુદ્ધ છે, અને મિથ્યાત્વનો તેમાં અભાવ
છે.
વળી તે સમ્યગ્દ્રષ્ટિજીવ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો ભક્ત છે, તેમની પૂજા–ભક્તિ–
બહુમાનમાં તત્પર છે; અને તેમણે કહેલા સમ્યક્ધર્મને તે આચરે છે. મિથ્યાભાવથી મુક્ત
થઈને તે સમ્યક્ત્વને અનુભવે છે, સમ્યક્ત્વાદિરૂપે પરિણમેલા શુદ્ધ આત્માને તે વેદે છે.
જુઓ, સંતોએ સમ્યગ્દ્રષ્ટિજીવની અંતરંગદશાનું કેવું સરસ વર્ણન કર્યું છે!
ચિદાનંદસ્વભાવની સન્મુખ થયેલા સમ્યગ્દ્રષ્ટિને રાગાદિ દુઃખભાવો પ્રત્યે સહેજે
ઉદાસીનભાવ હોય છે, એટલે તેના પરિણામ સંસારથી વિમુખ વર્તે છે. ભલે ગૃહવાસમાં
હોય તોપણ ખરેખર તે સંસારથી વિમુખ છે. અનંતગુણગર્ભિત શ્રદ્ધાનું બળ જ કોઈ એવું
છે કે આત્માને પરભાવોથી પૃથક્ જ દેખે છે.

PDF/HTML Page 33 of 41
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : પોષ : રપ૦૦
સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિના પરિણામમાં મોટું અંતર છે. સમ્યગ્દ્રષ્ટિના
પરિણામ શુદ્ધ છે, તે સંસારથી વિમુખ છે અને સ્વભાવની સન્મુખ છે; ત્યારે
મિથ્યાદ્રષ્ટિના પરિણામ અશુદ્ધ છે, તે સ્વભાવથી વિમુખ છે ને સંસારની સન્મુખ છે.
જેને શુભરાગની પણ રુચિ છે તેના પરિણામ સંસારની સન્મુખ છે, મોક્ષસન્મુખ તેના
પરિણામ નથી.
* જૈનધર્મનું મૂળ: દ્રવ્ય–ગુણ–પર્યાયનું જ્ઞાન *
ધર્મીને સાતપ્રકૃતિના ક્ષયાદિથી જે શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટ્યું તે કાંઈ ત્રિકાળીગુણ
નથી પણ ગુણનું શુદ્ધ પરિણમન છે એટલે કે શુદ્ધ પરિણામ છે–પર્યાય છે. સિદ્ધપ્રભુના
આઠ પ્રધાન ગુણોમાં ‘સમ્યક્ત્વ–ગુણ’ કહેલ છે ત્યાં ‘ગુણ’ એટલે ગુણની શુદ્ધપર્યાય,
દોષ વગરની પર્યાય’ એવો તેનો અર્થ છે. સામાન્યગુણ નવો ન પ્રગટે, પણ તેની
શુદ્ધપર્યાય નવી પ્રગટે. શ્રદ્ધાગુણ તો બધા જીવોમાં ત્રિકાળ છે, તેનું શુદ્ધ પરિણમન થતાં
સમ્યગ્દર્શનાદિ શુદ્ધપર્યાય પ્રગટે છે, તે કોઈ વિરલ જીવોને જ થાય છે. આ રીતે દ્રવ્ય–
ગુણ–પર્યાયને જેમ છે તેમ બરાબર જાણવા જોઈએ. વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયનું જ્ઞાન તે
તો જૈનધર્મનું મૂળ છે; ને તે સમ્યક્ત્વાદિનું કારણ છે.
જગતમાં અનંતાનંત (અક્ષય–અનંત) જીવો છે. દરેક જીવ સ્વતંત્ર, કોઈના
બનાવ્યા વગરનો સ્વતઃસિદ્ધ છે; એકેક જીવમાં પોતાના અનંત ગુણો; ને ત્રણેકાળે
ગુણનું સ્વતંત્ર પર્યાયરૂપ પરિણમન.–આવા દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ સ્વરૂપ ધર્મી જીવ
બરાબર જાણે છે. ભગવાન જિનેશ્વરના મતમાં જ તેનું યથાર્થ પ્રતિપાદન છે, અને
જિનેશ્વરના નંદન એવા સમ્યગ્દ્રષ્ટિ જ તેને બરાબર જાણે છે. માટે કહ્યું કે સમ્યગ્દ્રષ્ટિ
જીવ દેવ–ગુરુ–શાસ્ત્રનો સાચો ભક્ત છે અને તેમના કહેલા ધર્મને તે સમ્યક્પણે આચરે
છે.
* વાહ રે વાહ, મુનિદશા! સમ્યગ્દ્રષ્ટિ તેનો ભક્ત છે. *
સમ્યગ્દર્શન ઉપરાંત જ્યારે અંતરમાં આત્મસ્વરૂપમાં ઘણી લીનતા થાય ત્યારે
મુનિદશા હોય છે. સમ્યગ્દ્રષ્ટિને આવી મુનિદશાની નિરંતર ભાવના હોય છે. અહો,
મુનિદશાની શી વાત! એમની શુદ્ધતા ને એમનું સુખ તો સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય
વિશેષ છે. એ તો પરમેષ્ઠી પદ છે, અરિહંતો અને સિદ્ધોની સાથે નમસ્કારમંત્રમાં એમનું
નામ આવે છે; સમ્યગ્દ્રષ્ટિ જીવો પણ દાસાનુદાસપણે પરમ ભક્તિથી એમના ચરણોમાં
મસ્તક ઝુકાવે છે. વાહ, એ મુનિદશા! અરે, સમ્યગ્દર્શન પણ અપૂર્વ દશા

PDF/HTML Page 34 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૩૧ :
છે ત્યાં મુનિદશાની તો શી વાત! મુનિવરો તો આત્માના મહા આનંદના ઝુલે ઝૂલી રહ્યા
છે. અહો! એ તો સંત–પરમેશ્વર છે, પરમ ગુરુ છે, મોક્ષના ઉગ્રપણે સાધક છે,
સિદ્ધપદના પાડોશી છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ આવા મુનિનો ભક્ત હોય છે; ને તે
સમ્યગ્દ્રષ્ટિની દશા પણ અલૌકિક હોય છે.
ધર્મીને અશુભ–ભોગ વખતે કાંઈ તે ભોગથી નિર્જરા નથી,
સમ્યક્ત્વથી નિર્જરા છે; ભોગો તો બંધનાં જ કારણ છે.
સમ્યગ્દર્શન તે આત્માના શુદ્ધપરિણામ છે, તેના વડે તે શુદ્ધતત્ત્વને પ્રકાશે છે,
શુદ્ધાત્માનું સ્વસંવેદન કરે છે. પર્યાયમાં હજી અમુક અશુદ્ધતા વર્તતી હોવા છતાં
ભેદજ્ઞાનશક્તિના બળે તે પોતાના આત્માને શુદ્ધપણે પ્રકાશે છે, એટલે ભોગાદિમાં તો
તેને સ્વપ્નેય સુખ ભાસતું નથી.
ભોગના અશુભપરિણામ વખતેય સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા ચાલુ છે, કેમકે તે
વખતેય તેના અંતરમાં શુદ્ધતત્ત્વના શ્રદ્ધા–જ્ઞાનરૂપ શુદ્ધપરિણામની ધારા વર્તી રહી છે,
અને તે તો નિર્જરાનું જ કારણ છે, તેથી તેને નિર્જરા ચાલુ છે–એમ સમજવું. પણ
વિષયોનો અશુભરાગ પોતે કાંઈ નિર્જરાનું કારણ નથી, તે તો બંધનું જ કારણ છે;
સમ્યગ્દ્રષ્ટિને પણ જેટલો રાગ છે તે તો બંધનું કારણ છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને
ભૂમિકામુજબ શુદ્ધ તેમજ અશુદ્ધ ભાવો એકસાથે વર્તે છે, પણ બંનેનું કાર્ય જુદું છે. તેમાં
શુદ્ધભાવ તો નિર્જરાનું કારણ છે એટલે તેની પ્રધાનતા ગણીને ધર્મીને નિર્જરા કહેવામાં
આવી છે, તે યથાર્થ છે.
* હે જીવ! કુમાર્ગસેવનથી તેં ઘણાં દુઃખ સહન કર્યાં, હવે તેને છોડ; *
ને ભક્તિથી જૈનમાર્ગને ઓળખીને તેનું સેવન કર.
અરે જીવ! જિનમાર્ગથી વિરુદ્ધ કુદેવાદિને માનીને મિથ્યાત્વના સેવનથી
સંસારમાં નરકાદિના ઘોર દુઃખો તેં ભોગવ્યા. માટે હે ભાઈ! હવે કુમાર્ગનું સેવન તું
છોડ, ને શુદ્ધ સમ્યક્ત્વાદિમાં રત થા. કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રના સેવનથી તો તું નરકાદિના
ઘોરદુઃખને પામીશ. રાગના વધારનારા એવા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને સેવનાર જીવ
મોક્ષને માટે અપાત્ર છે, ને તે નરકાદિમાં પડે છે; કદાચ શુભરાગથી સ્વર્ગમાં જાય તો
ત્યાં પણ મિથ્યાત્વથી તે દુઃખી જ છે, તે મિથ્યાસેવનથી તે સ્વર્ગમાંથી નીકળીને નિગોદ
વગેરેમાં જશે;–એનાં દુઃખની શી વાત? દયા કરીને સંતો કહે છે કે હે ભવ્ય! આવા
દુઃખોથી છૂટવા માટે તું શુદ્ધ દ્રષ્ટિ વડે મિથ્યાત્વને છોડ, કુદેવાદિના

PDF/HTML Page 35 of 41
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : પોષ : રપ૦૦
સેવનને છોડ; અને ભક્તિથી જૈનમાર્ગને ઓળખીને તેનું સેવન કર.–તારું મહાન કલ્યાણ
થશે.
* જૈન–સાધુ કેવા હોય? *
રત્નત્રયસંયુક્ત જે સાધુ શુદ્ધભાવવડે આત્માને ધ્યાવે છે તે સાધુ અબદ્ધ છે,
તેઓ કર્મથી બંધાતા નથી પણ અલ્પકાળે મુક્તિ પામે છે. તે મુનિનું ચારિત્ર આત્મારૂપ
છે. શુભરાગ તે કાંઈ ખરૂં ચારિત્ર નથી, અર્થાત્ તે આત્મારૂપ નથી. આત્મામાં એકાગ્ર
થઈને આત્મારૂપ થયેલું ચારિત્ર તે ખરૂં ચારિત્ર છે. એવા ચારિત્ર વડે જે મોક્ષને સાધે છે
તે સાધુ છે.
તે સાધુ ભગવંતો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સહિત શુદ્ધ સંયમી છે, જિન–રૂપ
ધારણ કરનારા છે, અને શુદ્ધઆત્માના અનુભવરૂપ અર્થને સાધનારા છે. તે મહાત્મા,
ત્રણલોકને જાણનારા એવા શુદ્ધઆત્માને ધ્યાવે છે–એ જ તેમનું મહાવ્રત છે.
ધર્મધ્યાનસંયુક્ત એવા તે સાધુ શુદ્ધધર્મને પ્રકાશે છે. સર્વજ્ઞજિનદેવે જે તત્ત્વો કહ્યાં છે
તેનું જ તેઓ પ્રકાશન કરે છે.
અહો, સર્વજ્ઞદેવે આત્માનો શુદ્ધ ધર્મ પ્રકાશ્યો છે, અને મોક્ષને સાધનારા સાધુઓ
પણ સર્વજ્ઞદેવના વચનઅનુસાર જ શુદ્ધઆત્માને પ્રકાશે છે. આ રીતે રાગ વગરના
શુદ્ધઆત્માને પ્રકાશનારા એવા વીતરાગમાર્ગને, તથા એવા જૈનસાધુને જ ધર્મી જીવ
શ્રદ્ધે છે; એનાથી વિરુદ્ધ માર્ગને તે કદી માનતો નથી. અહો, આવા વીતરાગમાર્ગી
જૈનસાધુઓ શુદ્ધભાવ વડે પોતાના આત્માને તો ભવસમુદ્રથી તારે છે, તેમ જ
શુદ્ધમાર્ગના ઉપદેશ વડે જગતના ભવ્ય જીવોને પણ તેઓ તારનારા છે. આ રીતે
જૈનસાધુઓ જ तरण–तारण છે; તેઓ જહાજસમાન છે. જહાજ પોતે તરે છે ને તેમાં
બેસનારને પણ તારે છે, તેમ જૈનસાધુઓ પોતે રત્નત્રયવડે તરે છે ને તેમના ઉપદેશેલા
રત્નત્રયમાર્ગને અનુસરનારા જીવોને પણ તારે છે.
–આવા તરણ–તારણહાર સાધુ ભગવંતોને નમસ્કાર હો.
* ખરો પંડિત કોણ છે? *
શાસ્ત્ર ભણે તે પંડિત, ને ન આવડે તે મૂર્ખ–એમ નથી; પણ
આત્માને જાણે તે પંડિત, ને ન જાણે તે મૂર્ખ–એમ જ્ઞાની કહે છે.
પરમ ઔદારિક શરીરમધ્યે જેઓ કેવળજ્ઞાનાદિ ગુણોસહિત બિરાજે છે એવા

PDF/HTML Page 36 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૩૩ :
અરિહંત–પરમેષ્ઠી તે દેવ છે; તેમને જે ઓળખે છે, તથા તેમના જેવો જ હું પણ આ
શરીરની મધ્યે કેવળજ્ઞાનાદિ સ્વભાવસહિત છું–એમ જે જાણે છે એવા સમ્યગ્જ્ઞાની તે જ
ખરા પંડિત છે.
એ જ પ્રમાણે, અષ્ટકર્મથી વિમુક્ત, મુક્તિસ્થાને (સિદ્ધાલયમાં) બિરાજમાન
જેવા સિદ્ધભગવંતો છે, તેમના જેવો જ મારો આત્મા આ શરીરમધ્યે બિરાજી રહ્યો છે–
એમ શુદ્ધદ્રષ્ટિથી જે અનુભવે છે તે જ ખરો પંડિત છે.
જેવા જીવો છે સિદ્ધિગત, તેવા જીવો સંસારી છે;
જેથી જન્મ–મરણાદિ હીન, ને અષ્ટગુણસંયુક્ત છે. (નિયમસાર ગા. ૪૭)
–આવા નિજ આત્માને અંર્તબુદ્ધિથી જે જાણે છે તે જ સાચો વિદ્વાન અને પંડિત
છે. આત્માને જાણ્યા વગર એકલા શાસ્ત્રના શબ્દોનું ભણતર હોય એને કાંઈ સાચા
પંડિત કહેતા નથી. જે ચૈતન્ય–વિદ્યામાં પ્રવીણ હોય તેને જ મોક્ષના માર્ગમાં સાચા
વિદ્વાન કહેવાય છે. અરે, જે ભણતર ભવથી તરવામાં કામ ન આવે એવા ભણતરને તે
પંડિતાઈ કોણ કહે? ભાઈ, તેં શાસ્ત્રો જાણ્યા ને લોકોએ તને પંડિત માન્યો, પણ જો
તારા આત્માને તેં ન જાણ્યો તો તારું શું હિત થયું? તારી પંડિતાઈ તને શું કામ આવી?
આત્માને જાણ્યા વગર પરમાર્થમાર્ગમાં તો તું મૂર્ખ જ રહ્યો.–યોગસારમાં કહે છે કે–
શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ,
તે કારણ એ જીવ ખરે પામે નહિ નિર્વાણ. (પ૩)
પરમાત્માને જાણીને ત્યાગ કરે પરભાવ,
તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. (૮)
વળી યોગસારમાં જ કહે છે કે–
જે જાણે શુદ્ધાત્મને અશુચી દેહથી ભિન્ન,
તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો શાશ્વત–સુખમાં લીન. (૯પ)
અને એનાથી ઉલ્ટું–
નિજ–પરરૂપથી અજ્ઞજન જે ન તજે પરભાવ,
જાણે કદી સૌ શાસ્ત્ર પણ થાય ન શિવપુર રાવ. (૯૬)
ભલે કદાચ શાસ્ત્ર ભણતર ન ભણ્યો હોય, સંસ્કૃત વાંચતાં કે ભાષણ કરતાં

PDF/HTML Page 37 of 41
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : પોષ : રપ૦૦
આવડતું ન હોય, પણ જેને આત્માનું સ્વરૂપ જાણીને તેનો અનુભવ કરતાં આવડયું તે
પરમાર્થમાર્ગમાં પંડિત છે, બારે અંગનો સાર તેણે જાણી લીધો છે. અને જે સ્વ–પરની
ભિન્નતા જાણતો નથી, પરભાવથી ભિન્ન શુદ્ધાત્માને પોતામાં અનુભવતો નથી, તે
અજ્ઞાની ભલે કદાચ ઘણાં શાસ્ત્રો ભણે તોપણ તે મોક્ષસુખને જરાપણ પામતો નથી. આ
રીતે જે શુદ્ધાત્માને જાણે છે તે જ ખરો શૂરવીર ને પંડિત છે. શ્રી કુંદકુંદસ્વામી પણ કહે છે
કે–
તે ધન્ય છે કૃતકૃત્ય છે શૂરવીર ને પંડિત છે,
સમ્યક્ત્વ–સિદ્ધિકર અહો, સ્વપ્નેય નહિ દૂષિત છે. (મોક્ષપ્રાભૃત ગા. ૮૯)
એકલા શાસ્ત્રભણતરથી ધર્મમાં પંડિતપણું કહેતા નથી. શુદ્ધનયઅનુસાર સાચા
તત્ત્વને જાણીને સર્વજ્ઞવચનઅનુસાર પંડિતો તેનું કથન કરે છે. પરંતુ આત્માના મૂળભૂત
સત્ય સ્વરૂપને તો જેઓ જાણતા નથી ને શાસ્ત્રના જાણપણામાં જ સંતુષ્ટ થઈને બેઠા છે
એવા પંડિતને માટે તો કહે છે કે–
पंडिय पंडिय पंडिय कण छंडिय वि तुस खंडिया
पय अत्थं तुठ्ठोसि परमत्थ ण जाणई मूढोसि।।
(મોક્ષમાર્ગપ્રકાશકમાં પાહુડદોહાની ગા. ૮પ)
હે પંડિત! હે પંડિત! હે પંડિત! જો તું પરમાર્થ તત્ત્વને નથી જાણતો ને શબ્દના
અર્થમાં જ સંતુષ્ટ છો તો, કણને છોડીને ફોતરાં ખાંડનારની જેમ તું મૂર્ખ છો. અહો, બધી
વિદ્યાઓમાં આત્માને જાણનારી વિદ્યા તે જ સૌથી શ્રેષ્ઠ વિદ્યા છે. આવી અધ્યાત્મવિદ્યા
એ તો ભારતદેશની મૂળ વસ્તુ છે, તેને લોકો ભૂલી ગયા છે; અત્યારે તેનો જ પ્રચાર
કરવા જેવું છે.
ધર્મી જાણે છે કે અહો, પરમાત્મપણું મારા આત્મામાં ભર્યું છે; આ શરીરાદિ હું
નહીં. આ રીતે જેણે દેહ અને આત્માની ભિન્નતાનો વિવેક કર્યો અને અંતર્મુખ થઈને
જ્ઞાન–આનંદસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો તે ખરો પંડિત છે, તે મોક્ષનો સાધક છે,
પંચપરમેષ્ઠીપદને તે પોતામાં દેખે છે. –
આત્મા તે અરિહંત છે, સિદ્ધ નિશ્ચયે એ જ;
આચારજ ઉવઝાય ને સાધુ નિશ્ચયે તે જ. (૧૦૪)
તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જાણે છે કે મારા આત્મામાં પરમાત્મસ્વભાવ છે, એટલે
શુદ્ધદ્રષ્ટિથી હું પરમાત્મા જ છું.–આ પ્રમાણે પોતાના સ્વભાવને પરમાત્મસ્વરૂપે

PDF/HTML Page 38 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૩૫ :
ચિંતવતાં ધ્યાનમાં અમને કોઈ અપૂર્વ આનંદ અનુભવાય છે; માટે તે ધ્યાન સત્ છે, તેનું
આ ફળ છે. જો તે ધ્યાન જૂઠું હોય તો તેના ફળમાં આનંદ કેમ આવે? પર્યાયમાં હજી
પૂરું પરમાત્મપણું પ્રગટ્યું ન હોવા છતાં, શક્તિમાં રહેલા પરમાત્મસ્વરૂપમાં પર્યાયને
લીન કરીને પરમાત્મસ્વરૂપે જ પોતે પોતાને ધ્યાવતાં ધર્મીને નિર્વિકલ્પ અનુભવનો
પરમ અદ્ભુત આનંદ થાય છે; માટે પરમાત્મસ્વરૂપે પોતાને ચિંતવવો તે સત્ છે.–
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ;
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. (રર)
ધ્યાનવડે અભ્યંતરે દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની ક્ષીર. (૬૦)
દેહનો સંયોગ અને પર્યાયમાં રાગાદિભાવો હોવા છતાં, તેટલો જ પોતાને ન
માનતાં, દેહથી ભિન્ન ને રાગથી પાર એવો અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવ પણ પોતામાં સત્
છે–તે રૂપે પોતાના આત્માને શ્રદ્ધા–જ્ઞાન–ચિંતનમાં લેવો તે અરિહંત પરમાત્માનું અભેદ–
ધ્યાન છે, તેમાં સાધકને આત્માના આનંદનો અનુભવ થાય છે, ને પર્યાયમાં શુદ્ધતા થાય
છે. એવો જીવ સ્વ–પરનો ખરો વિવેકી પંડિત છે. બાકી શાસ્ત્ર ભણી–ભણીને પંડિત
કહેવડાવે–પણ જે એમ માને કે રાગની ક્રિયા અથવા શરીરની ક્રિયા મોક્ષનું કારણ થશે,
–તો તે પંડિત માત્ર ફોતરાં–ખંડિત છે, એટલે કે તે ખરેખર પંડિત નથી પણ મૂરખ છે. હે
ભાઈ! શાસ્ત્રોએ બતાવેલી મૂળવસ્તુ તો તારા અંતરમાં છે,–જે દેહથી પાર છે, રાગથી
પાર છે, ઈંદ્રિયજ્ઞાનથીયે પાર છે, એવી ચૈતન્યભાવમય વસ્તુને અંર્તદ્રષ્ટિથી તું જાણ–
જૈનધર્મના સાચા પંડિત કે શ્રાવક થવા માટે આ જ પહેલું કર્તવ્ય છે.
–જય મહાવીર
* * * * *
વૈરાગ્ય–સમાચાર:–
* ઈંદોરના વયોવૃદ્ધ પંડિત શ્રી બંસીધરજી ન્યાયાલંકાર (ઉ. વ. ૮૩) તા. ૭–૧ર–૭૩
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓનો શાસ્ત્રાભ્યાસ ઘણો વિશાળ હતો, મોટા
ભાગના સંસ્કૃત શ્લોકો તેમને મોઢે હતા. તેઓ શ્રી ગણેશપ્રસાદજી વર્ણીજીની
હરોળના, પ્રાચીન પેઢીના એક પંડિત હતા, ને હાલના પંડિતોમાંથી સેંકડો પંડિતોના
વિદ્યાગુરુ હતા. અવારનવાર સોનગઢ આવીને તેઓ ગદગદિત થઈ જતા;

PDF/HTML Page 39 of 41
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : પોષ : રપ૦૦
સમ્મેદશિખરજી–મુંબઈ વગેરેમાં હાર્દિક ઉદગારોવડે તેમણે ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધાંજલિ
આપતાં કહેલું કે અનંત તીર્થંકરોએ જે માર્ગ પ્રકાશ્યો તે જ માર્ગ આપશ્રી દેખાડી
રહ્યા છો. જયપુરમાં વિદ્વાનો વચ્ચે થયેલી મહત્ત્વની તત્ત્વચર્ચા વખતે તેમણે
મધ્યસ્થી તરીકેની સુયોગ્ય કામગીરી સંભાળી હતી. શ્રીમાન હુકમીચંદજી શેઠના
તેઓ એક માનીતા વિદ્વાન હતા, અને છેલ્લા અનેક વર્ષોથી ઉદાસીન જીવન
ગાળતા હતા. જૈનધર્મના સંસ્કારથી રંગાયેલો તેમનો આત્મા, જૈનધર્મના
સારરૂપ આત્મઅનુભૂતિ પામો–એવી ભાવના ભાવીએ છીએ.
* વઢવાણ શહેરના વયોવૃદ્ધ આગેવાન ભાઈશ્રી તલકશી માણેકચંદ દોશી (ઉ. વર્ષ
લગભગ ૯૦) તા. ૧૪–૧ર–૭૩ ના રોજ વઢવાણ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ વઢવાણ દિ. જૈન સંઘના પ્રમુખ હતા, અને ઘણા વર્ષોથી પૂ. ગુરુદેવના
સત્સંગમાં આવ્યા હતા. વઢવાણ શહેરમાં વર્ધમાન ભગવાનનું નવું ભવ્ય
જિનમંદિર બંધાવવામાં તેમના સુપુત્રોને સારો ઉત્સાહ છે.
* રાણપુરના શ્રી પાંચુબહેન (તેઓ સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રી પ્રેમચંદભાઈ
શેઠના કાકી) સોનગઢ મુકામે માગશર વદ ૧૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
વૃદ્ધાવસ્થાની અનેક હાડમારી વચ્ચે પણ અનેક વર્ષોથી સોનગઢ રહીને તેઓ
સત્સંગનો લાભ લેતા હતા. સ્વર્ગવાસના દિવસે સવારે પણ તેઓ જિનમંદિરે
તથા પ્રવચનમાં આવ્યા હતા.
* ધાંગધ્રાના ભાઈશ્રી છોટાલાલ ડામરદાસ (તેઓ બ્ર. કંચનબેન વગેરેના પિતાજી
ઉ. વ. ૭૮) સોનગઢ મુકામે માગશર વદ અમાસના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
તેમની ચારે પુત્રીઓ બાલબ્રહ્મચારી છે ને અનેક વર્ષોથી સોનગઢ રહીને
સત્સંગનો લાભ લ્યે છે. સ્વ. છોટાભાઈ પણ ઘણા વર્ષોથી સોનગઢ રહેતા હતા,
ને ચાલવાની તકલીફ છતાં પૂજન–પ્રવચનાદિનો નિયમિત લાભ લેતા હતા;
છેલ્લા દિવસ સુધી તેઓ પ્રવચનમાં આવ્યા હતા. સ્વાધ્યાયનો પણ તેમને રસ
હતો, થોડા દિવસ પહેલાંં જ તેમણે કહેલું કે મારે તો જીવતાં જ જમણ કરતા જવું
છે. તે અનુસાર તેમણે જીવતાં જ (પોષ વદ તેરસે પરમાગમ ઉત્સવની કંકોતરી
લખાય ત્યારે) સંઘનું જમણ કરવાનું જાહેર કર્યું હતું.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગ–દેવ–ગુરુ–ધર્મના આશ્રયે આત્મહિત પામો.

PDF/HTML Page 40 of 41
single page version

background image
બનાવું પત્ર કુંદનનાં, રત્નોનાં અક્ષરો લખી,
તથાપિ કુંદસૂત્રોના અંકાયે મૂલ્ય ના કદી.
સુરુચિભાવ–પત્રોમાં સ્વાનુભવની શાહીથી,
કરું આ કુંદસૂત્રોનાં અહો! મૂલ્ય સુજ્ઞાનથી.