PDF/HTML Page 2121 of 4199
single page version
કહ્યું. હવે અસ્તિથી કહે છે કે-‘જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.’
‘જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી’... જોયું? મતલબ કે ચૈતન્યસ્વભાવમાં જ એકાગ્રતાથી જ્ઞાનનું પ્રકાશવું થાય છે; અર્થાત્ જ્ઞાનસ્વભાવમાં જ એકાગ્રતા તે જ્ઞાનનું પ્રકાશવું છે. અહા! ભાષા તો જુઓ! ‘જ’ નાખ્યો છે. અહાહા...! કહે છે-જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.’ અર્થાત્ જ્ઞાનસ્વભાવની એકાગ્રતાથી જ જ્ઞાનની-ધર્મની પ્રાપ્તિ થાય છે. લ્યો, આવી વાત! અજ્ઞાનીને તો હજુ શ્રદ્ધાનાંય ઠેકાણાં નથી ત્યાં ધર્મપ્રાપ્તિ તો કયાંથી થાય?
ભાઈ! રાગથી મોક્ષ થાય એવી તારી શ્રદ્ધા મિથ્યાશ્રદ્ધા છે. રાગ હોય છે ખરો, પૂર્ણ શુદ્ધોપયોગ ન થાય ત્યાંસુધી રાગ હોય છે, પરંતુ તે બંધનું જ કારણ છે. તે રાગથી મુક્તિને કે નિર્જરાને કાંઈ મદદ મળે છે એમ છે જ નહિ. અહાહા...! જ્ઞાનમાં જ-ભગવાન જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમાં જ એકાગ્ર થાય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નિર્જરા અધિકાર છે ને? નિર્જરા-ધર્મ કેમ થાય એની કેટલી સ્પષ્ટતા છે!
ભાઈ! જ્ઞાન વિના, લાખ વ્રત, તપ ને ભક્તિ કરે અને તે પણ ક્રોડો વર્ષ સુધી કરે તોય તે વડે ધર્મની પ્રાપ્તિ થતી નથી કેમકે એ તો બંધનું જ કારણ છે. એ જ કહે છે કે-‘માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી.’
આ શું કહ્યું? કે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો અર્થાત્ આત્મજ્ઞાનથી-આત્માના અનુભવથી રહિત જીવો પુષ્કળ એટલે અનેક પ્રકારના કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી. આત્માના જાતની ભાત જેમાં પડી નથી એવા વીતરાગી પરિણામથી રહિત ઘણાય જીવો દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ અનેક કર્મ કરવાથી પણ જરાય ધર્મને પામતા નથી. અહાહા...! ભગવાનની પ્રતિમાને હજારો વાર પગે લાગે ને સવાર-સાંજ અનેક ક્રિયાકાંડ કર્યા કરે તોપણ જ્ઞાનરહિત તેમને લગારેય ધર્મ થતો નથી.
કોઈને થાય કે તમે આવી વાત કહો છો? પણ ભાઈ! આ ટીકા કોની છે? આ અમૃતચંદ્રાચાર્યની ટીકા છે કે નહિ? અહીં તો એની વિશેષ સ્પષ્ટતા કરવામાં આવે છે.
પણ એના કરતાં એમ ને એમ વાંચી જતા હોય તો? ભાઈ! એમ ને એમ વાંચી જવું એટલે શું? ભાવ સમજ્યા વિના વાંચી જવું? એનો અર્થ શો? એનાથી શું લાભ? આવે છે ને કે-
PDF/HTML Page 2122 of 4199
single page version
‘વાંચે પણ નહિ કરે વિચાર, તે સમજે નહિ સઘળો સાર.’ અહાહા...! આત્મા જ્ઞાન અને આનંદના સ્વભાવથી પૂર્ણ ભરેલો ભગવાન છે. તેમાં એકાગ્રતા થવાથી જે નિર્વિકાર વીતરાગી પરિણામ ઉત્પન્ન થાય તે જ્ઞાનમાંથી આવેલું જ્ઞાન આત્મજ્ઞાન છે. આવા આત્મજ્ઞાનથી શૂન્ય ઘણાય જીવો ઘણા પ્રકારનાં કર્મ- શુભાચરણ કરવાથી પણ આ જ્ઞાનપદને-ચૈતન્યપદને કે જે પૂર્ણદશામાં એકાકાર છે તેને પામતા નથી. શું કહ્યું? કે જ્ઞાન શૂન્ય જીવો-જ્ઞાન એટલે આગમજ્ઞાન કે શાસ્ત્રજ્ઞાન એ જ્ઞાન નહિ, પણ પ્રત્યક્ષ સ્વસંવેદનજ્ઞાનથી શૂન્ય જીવો-શુદ્ધ આત્માના જ્ઞાનથી રહિત જીવો-વ્યવહારની અનેક ક્રિયાઓ-ચોખ્ખી હોં-કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી એમ કહે છે. અને આ જ્ઞાનપદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી. કર્મ એટલે જડકર્મ અને ભાવકર્મથી તેઓ મુક્ત થતા નથી. જ્ઞાનશૂન્ય જીવો જડકર્મ અને ભાવકર્મથી મુક્ત થતા નથી એમ કહે છે. હવે આવી વાત ક્રિયાકાંડીઓને આકરી લાગે પણ શું થાય?
ભાઈ! અહીં અશુભ કર્મની-અશુભ પરિણામની તો વાત જ કરવી નથી. અહીં તો એમ કહેવું છે કે જેમને ‘હું આત્મા છું’-એવું ભાન થયું નથી એવા જ્ઞાનશૂન્ય ઘણાય જીવો અનેક પ્રકારનું કર્મ એટલે શુભરાગનું આચરણ કરવાથી પણ આ જ્ઞાનપદને પ્રાપ્ત કરતા નથી. જુઓ આ સ્પષ્ટીકરણ! કેમ પામતા નથી? કેમકે એ શુભરાગની ક્રિયાથી આત્મજ્ઞાન કે સમ્યગ્દર્શન થાય એમ છે નહિ. ખૂબ ગંભીર વાત ભાઈ! શું? કે વ્યવહાર કરતાં કરતાં કોઈને નિશ્ચય થાય એ વાતની અહીં ના પાડે છે.
પ્રશ્નઃ– પણ ડગલું ભરતાં ભરતાં થાય ને? સમાધાનઃ– ધૂળેય ન થાય સાંભળને. ડગલું? ભાઈ! તારે ડગલું શેમાં ભરવું છે? રાગમાં કે અંદર જ્ઞાનમાં? રાગનું ડગલું તો પરદિશા તરફનું છે કે જે બંધનું- સંસારનું કારણ છે. શું બંધના કારણનું ડગલું ભરતાં અબંધનું કારણ પ્રગટ થાય? શું સંસાર ભણી ડગલું ભરતાં મુક્તિમાર્ગ પ્રાપ્ત થાય? ન થાય બાપા! તને આકરું પડે છે ભાઈ! પણ શું થાય? ભાઈ! આ તારા હિતનો પંથ અહીં તને બતાવે છે. કહે છે- જ્ઞાનસ્વરૂપ આત્માના જ્ઞાનની પરિણતિથી જ તેને પૂર્ણ જ્ઞાનની-કેવળજ્ઞાનની પર્યાયની પ્રાપ્તિ થાય છે. અહાહા...! ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ છે; તે તેની આનંદની પર્યાયથી જ પ્રાપ્ત થાય છે. અહાહા...! ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ આનંદસ્વરૂપ ભગવાનના સન્મુખની પર્યાયથી જ પરમાનંદની પર્યાય-મોક્ષની પર્યાય પ્રગટે છે. ભાઈ! તને ન રુચે અને બીજી રીતે માને પણ બાપા! એમ કેમ ચાલે? વીતરાગ મારગમાં સ્વચ્છંદતા- વિપરીતતા કેમ ચાલે?
PDF/HTML Page 2123 of 4199
single page version
ભાઈ! તું વિપરીત માન્યતા રાખીને સવાર-બપોર-સાંજ પ્રતિક્રમણ-સામાયિક ને પ્રૌષધ આદિ અનેક પ્રકારે ક્રિયાકાંડ કરે તોપણ તેનાથી તને લાભ નહિ થાય, એ વડે જ્ઞાનપદની પ્રાપ્તિ નહિ થાય. અને જ્ઞાનપદને પ્રાપ્ત થયા વિના કર્મના બંધનથી મુક્તિ નહિ થાય, નિર્જરા નહિ થાય. તેથી જ કહે છે-
‘માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.’ પહેલાં ટીકામાં કહ્યું કે કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને હવે આ કહ્યું કે કર્મથી એટલે કે જડકર્મ અને ભાવકર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ એક જ્ઞાનનું જ આલંબન લઈ નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અહાહા...! પૂર્ણજ્ઞાનની દશામય એવું આ એક પદ જ પ્રાપ્ત કરવાયોગ્ય છે. કેવી રીતે? તો કહે છે-એક જ્ઞાનના જ આલંબનથી, જ્ઞાનની જ એકાગ્રતા વડે. બહુ ટુંકુ!
‘જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ;’... અહીં જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે આગમજ્ઞાન નહિ, આત્માની પર્યાયનું જ્ઞાન એમ પણ નહિ ને રાગનું જ્ઞાન એમ પણ નહિ. અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન, ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય પોતે છે તેનું સ્વસંવેદનમાં-સ્વાનુભવમાં પ્રગટ થયેલું જ્ઞાન. આવા આત્મજ્ઞાનથી જ-જ્ઞાનના પરિણમનથી જ મોક્ષ થાય છે, રાગના પરિણમનથી -ક્રિયાકાંડથી નહિ. ટીકામાં કહ્યું ને કે આ એક જ્ઞાનપદ જ, પૂર્ણજ્ઞાનની-કેવળજ્ઞાનની દશામય નિયત એક સર્વજ્ઞપદ જ પ્રાપ્ત કરવાયોગ્ય છે અને શુદ્ધ આત્મસ્વભાવના આલંબનથી જ-જ્ઞાનના પરિણમનથી જ-શુદ્ધોપયોગથી જ પ્રાપ્ત થાય છે. શુદ્ધોપયોગરૂપ પરિણમન વિના, બીજા લાખ ક્રિયાકાંડ કરે તો પણ મોક્ષપ્રાપ્તિ ન થાય.
‘માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.’ શું કરવું, અમારે શું કરવું?-એમ થાય છે ને? લ્યો, આ કરવું એમ કહે છે. શું? કે ‘જ્ઞાનનું જ ધ્યાન કરવું.’ અહાહા...! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થઈ તેમાં જ રમવું ને ઠરવું. આ પૂર્ણ આનંદસ્વરૂપ મોક્ષદશાની પ્રાપ્તિનો ઉપાય છે. આ એક જ ઉપાય છે. આ સિવાય બીજો પણ ઉપાય છે એમ છે નહિ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इदं पदं’ આ (જ્ઞાનસ્વરૂપ) પદ ‘ननु कर्म–दुरासदं’ કર્મથી ખરેખર દુરાસદ છે.
PDF/HTML Page 2124 of 4199
single page version
અહાહા...! જાણગ-જાણગસ્વભાવી પ્રભુ આત્મા કર્મથી ખરેખર દુરાસદ છે; દુરાસદ એટલે દુષ્પ્રાપ્ય-અપ્રાપ્ય છે એમ કહે છે. ભાઈ! દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ કર્મકાંડથી આત્મા પ્રાપ્ત થવા યોગ્ય નથી. આવું ચોખ્ખું તો આચાર્ય કહે છે. (છતાં અરે! અજ્ઞાની વિપરીત કેમ માને છે?) રાગની ક્રિયાથી આત્મા દુરાસદ છે, અપ્રાપ્ય છે અર્થાત્ તેનાથી તે (આત્મા) જાણી શકાય એવો નથી.
અને ‘सहज–बोध–कला–सुलभं किल’ સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે. શું કહ્યું? કે મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન જે સહજ-સ્વાભાવિક જ્ઞાનકળા છે તેનાથી તે ખરેખર સુલભ છે. વ્યવહારની ગમે તેટલી ક્રિયાથી પણ વસ્તુ દુર્લભ છે જ્યારે પોતાના જ્ઞાનથી -અંદર એકાગ્ર થયેલા જ્ઞાનથી-મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનની સહજ કળાથી તેની પ્રાપ્તિ સુલભ છે. આવી વાત છે.
હવે કહે છે-‘ततः’ માટે ‘निज–बोध–कला–बलात्’ નિજજ્ઞાનની કળાના બળથી ‘इदं कलयितुम्’ આ પદને અભ્યાસવાને ‘जगत् सततं यततां’ જગત સતત પ્રયત્ન કરો.
‘આ પદ’-એમ કહ્યું છે ને! એટલે કે આ જે પ્રત્યક્ષ જ્ઞાનસ્વરૂપ છે તેનો અભ્યાસ કરવાલાયક-અનુભવ કરવાલાયક છે એમ કહે છે. અહાહા...! પોતાની જ્ઞાનકળાના બળથી અર્થાત્ અંતરમાં ભેદજ્ઞાન વડે પ્રગટ થયેલાં મતિ-શ્રુતજ્ઞાનની સહજ કળાના બળથી જગત આખું ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવાનો ઉદ્યમ કરો એમ માર્ગની પ્રેરણા આપે છે, હવે કોઈ તો વ્રત કરો ને તપ કરો, ભક્તિ કરો ને પૂજા કરો ને જાત્રા કરો એમ કરો-કરો કહે છે પણ ભાઈ! એ ક્રિયાકાંડ તો બધોય રાગ છે અને એનાથી બંધન (પુણ્યબંધ) થાય છે. વળી તેને જે કરવાનો અભિપ્રાય છે એ તો મિથ્યાત્વ છે અને તે અનંત સંસારનું કારણ છે; શુભરાગથી ધર્મ થાય એવી માન્યતા તો મિથ્યાત્વરૂપ મહાપાપ છે અને એનું ફળ અનંત સંસાર છે.
અહાહાહા...! આત્મા વસ્તુ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મા છે. તે એક જ પ્રાપ્ત કરવાયોગ્ય-અનુભવવાયોગ્ય છે. પણ તે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી તથા રાગના ક્રિયાકાંડથી પણ તે ગ્રાહ્ય-પ્રાપ્ત નથી. એ તો એના અનુભવની પરિણતિમાત્રથી ગ્રાહ્ય છે. આચાર્ય કહે છે-જગતના જીવો... જુઓ! સાગમટે નોતરું દીધું છે, બધાયને નોંતરું છે; અનંત જીવરાશિ છે એમાંથી સાંભળનારા તો પંચેન્દ્રિયો જ છે, છતાં કહે છે- જગત-જગતના જીવો નિરંતર આત્માનો અનુભવ કરવાનો સતત પ્રયત્ન કરો-ઉદ્યમ કરો; કેમકે તેના અનુભવથી જ પૂરણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકશે, બીજી રીતે નહિ.
ત્યારે કોઈ કહે છે-મહિના-બે મહિનાના ઉપવાસ કરે તે તપ છે કે નહિ? ને તપથી નિર્જરા છે કે નહિ?
ભાઈ! ઉપવાસ કરે એમાં તો ધૂળેય તપ નથી સાંભળને, પછી એનાથી નિર્જરા
PDF/HTML Page 2125 of 4199
single page version
તો કેમ હોય? ભાઈ! એ શુભરાગની ક્રિયાથી નિર્જરા માનવી એ તો મિથ્યાત્વ છે. આવી વાત છે.
‘સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે.’
અહીં કર્મનો અર્થ વિકાર-વિકારી પરિણામ, શુભભાવ, કર્મકાંડ થાય છે. અહા! અશુભભાવની તો શું વાત કહેવી? કેમકે અશુભભાવ તો છોડવાલાયક છે જ. અહીં તો શુભભાવ પણ સઘળોય છોડવા લાયક છે એમ વાત છે. પરંતુ તેથી કરીને શુભભાવ છોડીને અશુભભાવમાં આવવાની અહીં વાત નથી. અહીં તો શુભાશુભભાવનું લક્ષ છોડીને અંતઃએકાગ્ર થતાં જે શુદ્ધભાવ પ્રગટ થાય છે તે શુદ્ધભાવ પ્રગટ કરવાની વાત છે કેમકે તે શુદ્ધભાવ જ મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– પણ શુદ્ધોપયોગ તો અત્યારે (આ પંચમકાળે) હોય નહિ ને? અત્યારે તો આ શુભભાવ જ હોય ને?
સમાધાનઃ– ભાઈ! એમ નથી બાપા! શુભભાવ તો બંધનું જ કારણ છે. એક શુદ્ધોપયોગ જ મુક્તિનું કારણ છે અને તે અત્યારે પણ હોઈ શકે છે.
પ્રશ્નઃ– પણ જયધવલમાં આવે છે ને કે-શુદ્ધ અને શુભભાવ સિવાય કર્મક્ષયનો બીજો ઉપાય નથી?
સમાધાનઃ– ભાઈ! એ તો ત્યાં બીજી અપેક્ષાએ વાત છે. શુદ્ધભાવથી શુભાશુભ બન્ને કર્મની નિર્જરા થાય છે અને શુભભાવથી અશુભની નિર્જરા થાય છે. પણ કોને? સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને. અજ્ઞાનીને તો અશુભ-મિથ્યાત્વ ઊભું જ છે. તેને નિર્જરા કયાં છે? અજ્ઞાનીને તો શુભભાવથી એકલો બંધ જ થાય છે. આવી વાત છે.
અહીં કહે છે-સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો (આત્માનો) અભ્યાસ (અનુભવ) કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. હવે કહે છે-જ્ઞાનની ‘કળા’ કહેવાથી એમ સૂચન થાય છે કે જ્યાંસુધી પૂર્ણકળા (કેવલજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાંસુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ-મતિજ્ઞાનાદિરૂપ છે. હીનકળા એટલે કે મતિજ્ઞાનાદિ અને પૂર્ણકળા એટલે કેવળજ્ઞાન. જેમ પૂર્ણ ચંદ્રની પૂર્ણ કળા હોય છે પણ બીજના ચંદ્રની પૂર્ણ કળા નહિ પણ હીન કળા હોય છે. બીજના દિવસે ત્રણ કળા હોય છે. અહા! અમાસના દિવસે પણ એક કળા તો ચંદ્રને ખીલ્યા વગર રહે જ નહિ. પછી એકમે બે કળા, બીજે ત્રણ કળા અને પ્રતિદિન વધતી વધતી પૂનમે પૂર્ણ
PDF/HTML Page 2126 of 4199
single page version
સોળ સોળ કળાએ ચંદ્ર ખીલે છે. તેમ ભગવાન આત્માને મતિ અને શ્રતુજ્ઞાન દ્વારા જે બે કળા ખીલી છે તે આગળ વધતાં જ્ઞાનનો અભ્યાસ-અનુભવ કરવાથી પૂર્ણ કેવળજ્ઞાન કળાએ ખીલી ઊઠે છે. જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે; અર્થાત્ જ્ઞાનના અભ્યાસથી-અનુભવથી મુક્તિ થાય છે.
PDF/HTML Page 2127 of 4199
single page version
किञ्च–
एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं।। २०६।।
एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम्।। २०६।।
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છેઃ-
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬.
ગાથાર્થઃ– (હે ભવ્ય પ્રાણી!) તું [एतस्मिन्] આમાં (-જ્ઞાનમાં) [नित्यं] નિત્ય [रतः] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [एतस्मिन्] આમાં [नित्यं] નિત્ય [सन्तुष्टः भव] સંતુષ્ટ થા અને [एतेन] આનાથી [तृप्तः भव] તૃપ્ત થા; (આમ કરવાથી) [तव] તને [उत्तमं सौख्यम्] ઉત્તમ સુખ [भविष्यति] થશે.
ટીકાઃ– (હે ભવ્ય!) એટલો જ સત્ય (-પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (-પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, *બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?)
ભાવાર્થઃ– જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું-એ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.
હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છેઃ-
PDF/HTML Page 2128 of 4199
single page version
श्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्।
सर्वार्थसिद्धात्मतया विधत्ते
ज्ञानी किमन्यस्य परिग्रहेण।। १४४।।
શ્લોકાર્થઃ– [यस्मात्] કારણ કે [एषः] આ (જ્ઞાની) [स्वयम् एव] પોતે જ [अचिन्त्यशक्तिः देवः] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [चिन्मात्र–चिन्तामणिः] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાત્ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [सर्व–अर्थ– सिद्ध–आत्मतया] જેના સર્વ અર્થ (પ્રયોજન) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [ज्ञानी] જ્ઞાની [अन्यस्य परिग्रहेण] અન્યના પરિગ્રહથી [किम् विधत्ते] શું કરે? (કાંઈ જ કરવાનું નથી.)
ભાવાર્થઃ– આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪.
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છેઃ-
‘(હે ભવ્ય!) એટલો જ સત્ય (-પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે- એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (-પ્રીતિ, રુચિ) પામ;’...
‘હે ભવ્ય!’... અહા! તું આમ કર-એમ મૂળ ગાથામાં કહ્યું છે ને? આ એમાંથી ‘હે ભવ્ય!’ એમ સંબોધન કાઢયું છે. કહે છે-હે ભવ્ય! એટલો જ સત્ય આત્મા છે, એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. અર્થાત્ આત્મા જ્ઞાનપ્રમાણ છે, અને જ્ઞાન આત્માપ્રમાણ છે. એમ તો આત્મા જ્ઞાનપ્રમાણ, દર્શનપ્રમાણ આનંદપ્રમાણ ઇત્યાદિ અનંત- ગુણપ્રમાણ છે. પણ જ્ઞાન પ્રધાન છે ને? તેથી અહીં કહ્યું કે એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. મતલબ કે જ્ઞાનથી અન્ય જે કાંઈ છે તે આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી.
અહાહાહા...! શુદ્ધ ચૈતન્યપ્રકાશથી પ્રકાશતો ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા એટલો જ
PDF/HTML Page 2129 of 4199
single page version
છે કે જેટલું આ જ્ઞાન છે. કહે છે-આવો નિશ્ચય કરીને એટલે કે જ્ઞાનસ્વરૂપી-જ્ઞાનમાત્ર પોતાનો આત્મા છે એમ નિશ્ચય કરીને એમાં જ-જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ પામ. જુઓ આ નિશ્ચય કહ્યું કે જ્ઞાનમાત્ર ભગવાન આત્મામાં જ રતિ પામ; કેમકે ત્યાં તને તારા ભગવાનના (આત્માના) ભેટા થશે. અહાહા...! જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહિ, મન-વાણી-ઇન્દ્રિય નહિ, રાગેય નહિ પણ જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્યાર્થ આત્મા છે-આમ નિશ્ચય કરીને, કહે છે, એમાં જ રતિ પામ, એમાં જ રુચિ કર, એમાં જ પ્રીતિ કર. બાકી તો બીજું બધું થોથેથોથાં-દુઃખી થવાનો માર્ગ છે. શુભરાગેય દુઃખી થવાનો માર્ગ છે.
અહીં અસ્તિથી કહ્યું કે-જ્ઞાનમાત્ર જ આત્મા છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્ર વસ્તુમાં જ રતિ કર, રુચિ કર; મતલબ કે રાગ-પુણ્ય ને નિમિત્તની રુચિ છોડી દે એમ નાસ્તિ તેમાં આવી ગયું. આ રાગાદિની રુચિ છોડી દે એમ નાસ્તિથી ન કહેતાં જ્ઞાનમાત્રમાં જ રતિ કર એમ અસ્તિથી કેમ કહ્યું? કેમકે જ્ઞાનમાત્રમાં જ પ્રીતિ થતાં તે (રાગાદિ) આપોઆપ છૂટી જશે. અહીં જ્ઞાનમાત્ર કહીને રાગાદિથી રહિત તારી ચીજ અંદરમાં જ્ઞાનસ્વરૂપ છે તેમાં રતિ કર, તેમાં જા-એમ કહે છે. રાગમાં મત જા, કેમકે રાગ છે તે આત્મા નથી, અનાત્મા છે, અજીવ છે. ભગવાનની ભક્તિ ને પૂજાનો જે વિકલ્પ ઊઠે છે તે અનાત્મા છે; અહાહા...! આ મહાવ્રતાદિના વિકલ્પ જીવ નહિ પ્રભુ! આ જેટલું જ્ઞાન છે, ચૈતન્ય છે બસ એટલો જ આત્મા છે. ઝીણી વાત ભાઈ! (ઉપયોગને ઝીણો કરે તો સમજાય).
અહાહાહા...! આ અરિહંત દેવ અને એમનાં શાસ્ત્ર એમ કહે છે કે-તું જ્ઞાનમાત્ર છો પ્રભુ! ત્યાં પ્રીતિ કર, ને અમારા પ્રત્યેથી પણ પ્રીતિ છોડી દે. અહાહા...! તારો ભગવાન તો અંદર શીતળ-શીતળ ચૈતન્યચંદ્ર છે, જિનચંદ્ર છે; ત્યાં પ્રીતિ કર. જગતમાં ચંદ્ર છે તે શીતળ હોય છે પણ એ તો જડની શીતળતા જડરૂપ છે. જ્યારે આ શાંત-શાંત- શાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાંતિમય છે. અહાહા...! આ ચૈતન્યચંદ્ર તો એકલી શાંતિનું ઢીમ છે. એને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો-એક જ છે. પણ અહીં જ્ઞાનને પ્રધાન કરીને કહ્યું છે ને? તેથી કહ્યું કે-આ જેટલું જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ રતિ કર. ગજબ વાત છે ભાઈ! કહે છે- સદાય જ્ઞાનમાત્ર વસ્તુ પ્રભુ તું છો તેમાં દ્રષ્ટિ કર; તારી દ્રષ્ટિનો વિષય જ્ઞાનમાત્ર આત્માને બનાવ અને એમાં જ રતિ કર. આ એક બોલ થયો, હવે બીજો બોલઃ-
‘એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ;’...
PDF/HTML Page 2130 of 4199
single page version
પહેલાં, એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ કહ્યું. હવે કહે છે- એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. અહાહા...! જેટલું અંદર જ્ઞાનસ્વરૂપ છે તેટલું જ સત્યકલ્યાણ છે. અહાહા...! જ્ઞાનસ્વરૂપ છે તે જ કલ્યાણસ્વરૂપ છે અને કલ્યાણસ્વરૂપ છે તે જ જ્ઞાનસ્વરૂપ છે અને એ જ આત્મસ્વરૂપ છે. માટે, તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણસ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ. અહાહા...! આ જ્ઞાન એ જ કલ્યાણસ્વરૂપ છે એમ નિશ્ચય કરીને-નિર્ણય કરીને જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. જુઓ, ‘જ્ઞાનમાત્રથી જ’ સંતોષ પામ એમ કહીને એકાન્ત કર્યું છે. પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. ‘સદાય સંતોષ પામ’-એટલે કદીય રાગથી સંતુષ્ટ ન થા કેમકે ત્યાં સંતોષ છે નહિ. જ્ઞાનમાત્ર-ભાવમાં સંતોષ છે, રાગમાં ક્યાં સંતોષ છે? અહાહા...! જેટલું આ જ્ઞાન છે તેટલું જ સત્ય કલ્યાણ છે એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. આ (સાચો) સંતોષ હો; બહારમાં પૈસા ઘટાડે (મંદરાગ કરે) માટે એને સંતોષ છે એમ નહિ, બહારનો સંતોષ એ સંતોષ નથી, જ્ઞાનમાત્રમાં સંતુષ્ટ રહે તે સંતોષ છે.
અહાહાહા...! કહે છે-જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. લ્યો, આ કરવાનું છે. સંતોષ- સંતોષ-સંતોષ-આનંદની દશાની પ્રાપ્તિમાં સંતોષ પામ. અહો! આ તો એકલું માખણ છે બાપા! ગાથા તે કાંઈ ગાથા છે! આ એના વાંચન, શ્રવણ અને મનનમાં જે વિકલ્પ ઊઠે છે તે આત્મા નથી, જ્ઞાન નથી, કલ્યાણ નથી-એમ કહે છે. અહીં તો પર્યાય ઉપરથી પણ દ્રષ્ટિ હઠાવી લઈ ત્રિકાળી જ્ઞાનમાત્રમાં જ સંતોષ કર એમ કહે છે કેમકે ત્યાં કલ્યાણ છે.
હવે ત્રીજો બોલઃ ‘એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ.’
જોયું? આ અસ્તિથી વાત કરી છે; નાસ્તિથી કહીએ તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રા ઇત્યાદિના વિકલ્પ પણ અનુભવ કરવા લાયક નથી કેમકે એ તો રાગનું- દુઃખનું વેદન છે. લોકોને આ એકાન્ત લાગે છે કેમકે અંદર પોતાનો ચૈતન્યમહાપ્રભુ બિરાજે છે તેનો એને મહિમા નથી. પણ ભાઈ? આ પરમ સત્ય વાત છે. ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત આચાર્ય કુંદકુંદ અહીં લઈ આવ્યા છે. કહે છે-ભગવાન! તું તારા જ્ઞાનમાત્રભાવમાં જ રતિ કર, તેમાં જ સંતુષ્ટ થા, કેમકે ત્યાં જ તારું કલ્યાણ છે. ભાઈ! એટલું જ અનુભવ કરવાયોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. બાકી વ્યવહાર-રત્નત્રયનો વિકલ્પ પણ અસત્ય છે, અનુભવ કરવા લાયક નથી. આવું વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે છે કેમકે તેને અનંત ગુણરત્નોથી ભરેલા પોતાના ચૈતન્યતત્ત્વની ખબર નથી. પણ શું થાય?
અહીં તો ભગવાન દેવાધિદેવ અરિહંત-વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા-પરમગુરુ અને
PDF/HTML Page 2131 of 4199
single page version
તેમના કેડાયતી સંતો-મુનિવરો એમ કહે છે કે-પ્રભુ! તું એટલો જ સત્ય અનુભવ કરવાલાયક છો કે જેટલું જ્ઞાન છે. ભગવાન! તું અમારી સન્મુખ પણ જોઈશ મા.
પણ ભગવાન! આપ વીતરાગ સર્વજ્ઞ છો ને? હા, પણ અમારી (-પરદ્રવ્યની) સન્મુખ જોતાં તને રાગ થશે. અને રાગનો અનુભવ કરવાલાયક નથી. અહાહા...! ભગવાન કહે છે કે અમારી ભક્તિ, સ્તુતિ, પૂજા ઇત્યાદિના રાગનો અનુભવ કરવાલાયક નથી કેમકે એ તો દુઃખનો-ઝેરનો અનુભવ છે. ભાઈ! તારો આત્મા કે જે જ્ઞાનપ્રમાણ છે તેટલો જ તું સત્ય અનુભવ કરવાલાયક છો અર્થાત્ તારો જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે તે જ અનુભવ કરવાલાયક છે.
પ્રશ્નઃ– જો એમ છે તો પછી આ સંસારનાં કામ કયારે કરવાં? સમાધાનઃ– ભાઈ! તું તો જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ! તું એક જ્ઞાયકસ્વભાવે છો ને નાથ! અહાહા...! જ્ઞેયનો વ્યવહારે તું જ્ઞાતા છો પણ જ્ઞેયનું કાર્ય કરે એવો તું નથી. નિશ્ચયથી તું સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયનો જ્ઞાતા છો અને વ્યવહારથી પરજ્ઞેયનો જાણનારો છો પણ જ્ઞેયનું કરવાપણું કયાં છે તારામાં? વળી જ્ઞેયથી તને લાભ છે એમ પણ કયાં છે? ભાઈ! પરજ્ઞેયનાં કાર્ય હું કરું એ તો તારી મિથ્યા માન્યતા છે. માટે સંસારનાં-રાગનાં કામનું લક્ષ છોડી એક આત્માનો જ અનુભવ કર. એ જ અહીં કહે છે કે-તેટલો જ અનુભવ કરવાલાયક છે જેટલું આ જ્ઞાન છે.
તો શું આ એકાંત નથી? હા, એકાંત જ છે; પણ સમ્યક્ એકાન્ત છે. સમ્યક્ એકાન્ત એવા શુદ્ધ જ્ઞાનસ્વરૂપના અનુભવની પ્રગટ થયેલી દશા તે કાળે પર્યાયમાં જે રાગ છે તેને પણ જાણે છે અને તે અનેકાન્ત છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. ભાઈ! પર્યાય પણ છે, ગુણભેદ પણ છે, રાગ પણ છે-આવું અનેકાન્ત છે પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય એ બધું કાંઈ ઉપકારી નથી.
અરે! આવું સાંભળવા મળવું પણ મહા મુશ્કેલ છે. કોઈ મહાભાગ્ય હોય તો આ સાંભળવા મળે છે. છતાં અહીં કહે છે કે-આ સાંભળવા મળ્યું ને સાંભળવાનો જે વિકલ્પ આવ્યો તે અનુભવ કરવાલાયક નથી. અહીં તો આ કહે છે કે સત્ય એટલું જ અનુભવનીય છે જેટલું આ જ્ઞાન છે. અહાહા...! જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન જે એક ત્રિકાળી સ્વભાવ છે તે જ અનુભવવાયોગ્ય છે-એમ નિશ્ચય કરીને, કહે છે, એક જ્ઞાનમાત્રમાં જ સદાય તૃપ્તિ પામ. ‘સદાય’-કહ્યું ને? મતલબ કે એક ક્ષણ પણ રાગનો અનુભવ કરવા લાયક નથી. ‘જ્ઞાન’ જ સદા અનુભવવાયોગ્ય છે માટે જ્ઞાનમાત્રમાં જ સદા તૃપ્તિ પામ. અહો! તૃપ્તિ થાય એવું સ્થાન એક જ્ઞાન જ છે માટે જ્ઞાનમાત્રમાં જ
PDF/HTML Page 2132 of 4199
single page version
તૃપ્તિ પામ એમ કહે છે. તૃપ્તિ એટલે શું? કે જેમ બહુ ભૂખ લાગી હોય ને પછી ચૂરમાના લાડવા ને પતરવેલિયાં ખાય-ધરાઈને, તો તૃપ્ત-તૃપ્ત થઈ જાય છે (વિશેષ આકાંક્ષા રહેતી નથી) તેમ અહીં કહે છે-જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એટલે શું? કે જ્ઞાનમાત્ર વસ્તુ ભગવાન આત્માના અનુભવમાં તું તૃપ્ત-તૃપ્ત થઈ જઈશ. (બીજાની-વિષયોની આકાંક્ષા નહિ રહે). ભાઈ! બહારમાં અબજોની સંપત્તિ તને થાય તોય ત્યાં તૃપ્તિ નહિ થાય, કેમકે વિષયોને આધીન હોય તેને તૃપ્તિ કેમ થાય? ત્યાં તો એકલું પાપ થશે.
અહીં ત્રણ બોલ કહ્યા- ૧. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ રતિ કર. ૨. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ સંતોષ પામ. ૩. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેનો અનુભવ કરી સદાય તેમાં જ તૃપ્તિ પામ. ભાઈ! પહેલાં નિર્ણય તો કર કે વસ્તુ આ છે, અંતરમાં અનુભવ કરવાલાયક ચીજ હોય તો આ એક આત્મા જ છે. આમ નિર્ણય કરીને ત્યાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને તેમાં જ તૃપ્તિ પામ.
હવે ત્રણેય બોલનો સરવાળો કહે છે. - કહે છે-‘એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે?’
અહો! આચાર્યદેવ-નગ્ન દિગંબર સંત, અકષાયી શાંતિના સ્વામી-જગત-ને તેની ઋદ્ધિની જાહેરાત કરે છે. કહે છે-પ્રભુ! તારી ઋદ્ધિ તો જ્ઞાન અને આનંદ છે ને નાથ! તું જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મી છો ને પ્રભુ! અહા! રાગ પણ જ્યાં તારા સ્વરૂપમાં નથી ત્યાં આ બહારની ધૂળ (ધનાદિ સંપત્તિ) તારામાં કયાંથી હોય પ્રભુ! માટે કહે છે- એ બધાયનું લક્ષ મટાડી એક જ્ઞાનાનંદસ્વરૂપમાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને ત્યાં જ તૃપ્ત થા. અહાહા...! એમાં જ લીન, સંતુષ્ટ અને તૃપ્ત એવા તને ભગવાન! વચનથી અગોચર એવું સુખ થશે, વચનગમ્ય નહિ એવા અતીન્દ્રિય આનંદ અને શાંતિ પ્રાપ્ત થશે. અહા! આ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
પ્રશ્નઃ– હા; પણ આનું કાંઈ સાધન છે કે નહિ? શાસ્ત્રમાં બીજું સાધન કહ્યું છે. સમાધાનઃ– ભાઈ! શાસ્ત્રમાં બીજું સાધન જે કહ્યું છે એ તો નિમિત્તનું સહચરનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. જેમકે જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ થતાં તેમાં જે પ્રતીતિ થઈ તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. હવે ત્યાં જે દેવ-ગુરુ-ધર્મની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ રહ્યો છે તેને આરોપ કરીને વ્યવહાર સમ્યગ્દર્શન કહ્યું. ભાઈ! વ્યવહાર સમકિત યથાર્થમાં સમકિત નથી, પણ નિશ્ચય સમકિતનો સહચર જાણી તેને ઉપચારથી આરોપ
PDF/HTML Page 2133 of 4199
single page version
આપીને સમકિત કહેવામાં આવે છે; બાકી છે તો એ રાગ-ચારિત્રનો દોષ જ. તેવી રીતે જ્ઞાનમાત્ર આત્મામાં અંતઃસ્થિરતા-રમણતા થતાં જે ચારિત્ર પ્રગટ થયું તે (મોક્ષનું) યથાર્થ સાધન છે; અને ત્યારે જે મહાવ્રતાદિ વ્યવહારરત્નત્રયનો રાગ કિંચિત્ વિદ્યમાન છે તેને ઉપચારથી આરોપ આપીને સાધન કહેવામાં આવેલ છે. તે યથાર્થમાં સાધન નથી, છે તો રાગ-ચારિત્રનો દોષ જ પણ ઉપચારથી તેને સાધન કહેવામાં આવ્યું છે.
પ્રશ્નઃ– શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે-વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય છે. એમ કે-વ્યવહારથી નિશ્ચય થાય છે. આ બરાબર છે ને?
સમાધાનઃ– શું બરાબર છે? ભાઈ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. આત્મા જ્યારે સ્વભાવનો સાધક થઈ નિર્વિકલ્પ શાંતિ-આનંદને પ્રાપ્ત કરે છે ત્યારે રાગ જે મંદ હતો તેને આરોપથી સાધક કહ્યો છે. જેમ નિશ્ચય સમકિત થયું ત્યારે બાકી રહેલા રાગમાં વ્યવહાર સમકિતનો આરોપ આપ્યો છે તેમ સ્વભાવના સાધન વડે સ્વભાવમાં ઠર્યો ત્યારે જે રાગ બાકી છે તેને વ્યવહારથી સાધક કહ્યો છે. આવું જ સ્વરૂપ છે પ્રભુ!
પ્રશ્નઃ– શુદ્ધોપયોગ થવા પહેલાં છેલ્લે શુભોપયોગ હોય છે; માટે તે સાધન છે. અંતરના અનુભવમાં જાય છે ત્યારે છેલ્લો શુભોપયોગ હોય છે; માટે તેને સાધન કેમ ન માનવામાં આવે?
સમાધાનઃ– ભાઈ! એમ નથી બાપા! એનાથી (-શુભોપયોગથી) તો છૂટયો છે, પછી એને સાધન કેમ કહેવાય? રાગની રુચિ છૂટી ત્યારે તો જ્ઞાનની દ્રષ્ટિ-રુચિ થઈ અને જ્ઞાનનો અનુભવ થયો; હવે ત્યાં રાગનું સાધકપણું-સાધનપણું કયાં રહ્યું? શુભોપયોગથી જુદો પડીને-ભેદ કરીને આત્માનુભવ કર્યો છે; તો પછી તે (શુભોપયોગ) સાધન છે એમ કયાં રહ્યું? ભાઈ! ‘જ્ઞાનમાત્ર આત્મા છે’-એમ અનુભવમાં સંતોષ થયો ત્યારે જે રાગ બાકી હતો તેને આરોપ કરીને વ્યવહારે સાધક કહ્યો છે. આ કથનમાત્ર છે. ભાઈ! આ સિવાય આમાં કાંઈપણ આડુંઅવળું કરવા જઈશ તો આખું તત્ત્વ ફરી-પલટી જશે. સમજાણું કાંઈ...? શ્રી જયસેનાચાર્યે ગાથા ૩૨૦ની ટીકામાં તો આ કહ્યું છે કે- જ્ઞાની-ધર્મી એમ ભાવના ભાવે છે કે-‘સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પરમભાવલક્ષણ, નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું.’ પર્યાય પણ હું નહિ. તોપછી રાગ તો કયાંય રહી ગયો. લ્યો, આ તો પર્યાય એમ ભાવે-ધ્યાવે છે કે-‘સકળ નિરાવરણ............... નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું.’ આવી વાત છે. (રાગને ઉપચારથી સાધન કહેવું જુદી વાત છે અને તેને સાધન માનવું એ જુદી વાત છે).
અહાહાહા...! અહીં કહે છે-‘તને વચનથી અગોચર એવું સુખ થશે.’ પણ
PDF/HTML Page 2134 of 4199
single page version
કયારે? કે જ્ઞાનસ્વરૂપ જ હું છું એવો અંતરમાં અનુભવ કરીશ ત્યારે. પણ એમાં રાગની કાંઈ મદદ ખરી કે નહિ? તો કહે છે-ના; રાગથી તો ભેદ કરીને ત્રિકાળીની રુચિ કરે ત્યારે અતીન્દ્રિય સુખને ઉત્પન્ન કરનાર આત્માનુભવ થાય છે. ભાઈ! તું અનાદિથી રાગની ને પરની રુચિમાં મરી ગયો છો. અહીં કહે છે-ફેરવી દે તારી રુચિને અને ત્રિકાળી ધ્રુવ જ્ઞાનમાં લગાવી દે; તેથી તને વચનાતીત અનુપમ સુખ થશે, ભાઈ! તારું સ્વરૂપ તો સદાય જેવું છે તેવું જ્ઞાનસ્વરૂપ કલ્યાણસ્વરૂપ પૂર્ણ અનુભવ કરવાલાયક છે. તો તારી પર્યાયને તેમાં જોડી દે, તેમાં જડી દે; તને ઉત્તમ સુખ થશે.
અહાહા...! ‘તને વચનથી અગોચર સુખ થશે.’ પ્રભુ! તું સુખના પંથે જઈશ. અનાદિથી જે રાગના-દુઃખના પંથે છો તે હવે અંતરમાં જ્ઞાનમાત્ર આત્માના અનુભવ વડે સુખના પંથે જઈશ. ભાઈ! રુચિ-દ્રષ્ટિ બદલતાં આખા માર્ગ બદલાઈ જશે; દુઃખનો પંથ છૂટીને સુખનો-મોક્ષનો પંથ થશે. પરંતુ ભાઈ! રાગની રુચિ છોડયા સિવાય દુઃખથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.
પણ કોઈ કરોડોનાં દાન આપે તો? ભાઈ! કરોડોનાં દાન આપે ત્યાં મંદરાગ હોય તો પુણ્ય છે, પણ ધર્મ નહિ. રાગની રુચિ છોડયા સિવાય ધર્મનો-સુખનો પંથ છે જ નહિ. દાનમાં રાગની મંદતા થતાં પુણ્યબંધ થશે; તે વડે સંયોગ મળશે. સંયોગીભાવ છે ને? તો તે વડે પુણ્યબંધ થતાં સંયોગ મળશે. પણ તેથી શું? તેથી શું સ્વભાવભાવ પ્રાપ્ત થશે? દેવ-ગુરુ-શાસ્ત્રનો સંયોગ મળે તોય શું? તેના લક્ષે પણ ફરી રાગ જ થશે પણ સ્વભાવની પ્રાપ્તિ નહિ થાય. રાગની રુચિ મટાડી સ્વભાવની રુચિ કરે તો જ સ્વભાવની પ્રાપ્તિ થાય. અહાહા...! આવો જ માર્ગ છે ભાઈ! માટે બહારમાં (-રાગમાં) બૂડીને મરે છે તે કરતાં અંતરમાં (સ્વભાવમાં) બૂડીને જીવ ને પ્રભુ! તારી બહારમાં મગનતા છે એ તો મોત છે બાપા! સ્વભાવમાં-અંતરમાં મગનતા થાય એ જીવનું જીવન છે. ભાઈ! અંતરમાં જ્ઞાનાનંદના સ્વભાવનો સાગર પડયો છે; તેમાં અંતર્મગ્ન થઈ ડૂબકી લગાવ; તને અભૂતપૂર્વ સુખ થશે, તને જીવનું જીવન પ્રાપ્ત થશે.
ભક્તિમાં આવે છે ને કે-ભગવાન! તારા ગુણ શું કહું? એ તો અપાર છે. અનંતા મુખ કરું અને એક મુખમાં અનંત જીવ મૂકું તોય પ્રભુ! તારા ગુણના કથનનો પાર આવે તેમ નથી. આખી ધરતીનો કાગળ બનાવું, સમુદ્રના જળની શાહી બનાવું અને આખી- બધીય વનસ્પતિની કલમ બનાવું તોય ભગવાન! તારા ગુણ લખ્યા લખાય તેમ નથી. અહાહા...! આવા અનંત અનંત સામર્થ્યથી યુક્ત અનંત ગુણરત્નોનો ભગવાન આત્મા દરિયો છે. અહીં કહે છે-પ્રભુ! તું ત્યાં જા ને! નાથ! તું એની રુચિ કર ને! ત્યાં જ સંતોષ કરીને તૃપ્ત થઈ જા ને! અહાહા...! એમ કરતાં તને
PDF/HTML Page 2135 of 4199
single page version
વચનથી અગોચર સુખ થશે. આવું હવે એકલા વ્યવહારના રસિયાને આકરું લાગે! અહા! આ છોડયું ને તે છોડયું-એમ વ્યવહારની-રાગની મંદતાની ક્રિયામાં જેની મગનતા છે તેને આ આકરું લાગે! પણ ભગવાન! રાગની રુચિરૂપ જે મિથ્યાત્વ છે તે માત્ર તો ઊભું છે. મિથ્યાત્વનો ત્યાગ કર્યા વિના બહારના ત્યાગથી શું છે? માત્ર બહારના ત્યાગ વડે તું એમ માને છે કે અમે ત્યાગી છીએ તો અમે કહીએ છીએ કે તું આત્માનો ત્યાગી છો, કેમકે તને આત્માનો ત્યાગ વર્તે છે. બાકી વસ્તુ પોતે જ્ઞાનમાત્ર છે એમ નિશ્ચય કરીને તેની જ રુચિ કરીને તેનો જ અનુભવ કરતાં મિથ્યાત્વનો ત્યાગ થાય છે અને તે ધર્મનો- સુખનો પંથ છે.
કહે છે-જ્ઞાનમાત્ર આત્મામાં રુચિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને તેમાં જ સદાય તૃપ્તિ પામ. કેમ? કેમકે તેથી તને વચનથી અગોચર સુખ થશે. વળી કહે છે-‘અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, બીજાઓને ન પૂછ.’
અહાહાહા...! છે? કે ‘તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે.’ ‘स्वयम् एव’– એમ છે ને? એટલે કે પોતે જ તે સુખને અનુભવશે. ભાઈ! તને તારાથી જ તે અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે. અરે પ્રભુ! તું બહારમાં ભટકી-ભટકીને ને પુણ્ય- પાપના ભાવ કરી-કરીને હેરાન-હેરાન થઈ ગયો છો. અહીં આચાર્ય તને નિજઘર બતાવે છે. તારું નિજઘર તો પ્રભુ! જ્ઞાનાનંદના સ્વભાવથી પૂરણ ભરેલું પુણ્ય-પાપના ભાવથી પાર છે. ભગવાન! તું બીજે દોરાઈ ગયો છો અને બીજે ઘેરાઈ ગયો છો પણ નાથ! પરઘરમાંથી નીકળીને સ્વઘરમાં આવી જા. તારું સ્વઘર તો એકલું શીતળ-શીતળ-શીતળ શાંતિનું ધામ છે. ભાઈ! વિશ્વાસ કર; વિશ્વાસે વહાણ તરશે અર્થાત્ અંદર જવાશે અને તે જ ક્ષણે તને તારાથી જ સુખનો અનુભવ થશે. અહાહાહા...! અંદર તો ભગવાન! સુખનો સાગર ઉછળે છે!!! જો, અંદર જા ને અનુભવ કર. તને તે જ ક્ષણે સ્વયમેવ સુખ અનુભવાશે. હવે આનાથી વિશેષ શું કહે? પણ અરે! અજ્ઞાનીને એનો વિશ્વાસ-પ્રતીતિ આવતાં નથી. એને તો વ્યવહારથી ધર્મ થશે એમ પ્રતીતિ છે. અરે ભગવાન! જે તારામાં નથી એનો તને ભરોસો? અને જે તારામાં છે તેનો ભરોસો નહીં?
કહે છે-‘તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, બીજાઓને ન પૂછ’. એમ કે તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?-એક ન્યાય આ છે. વળી ‘અતિ પ્રશ્નો ન કર’-આ બીજો અર્થ છે.
-બીજાઓને ન પૂછ, અને -હવે અતિ પ્રશ્નો ન કર-આમ બે અર્થ છે. મતલબ કે અંદર નિજ સુખધામ પ્રભુ આત્મા છે તેમાં સમાઈ જા, તને તે જ ક્ષણે સુખની-અતીન્દ્રિય સુખની અનુભૂતિ
PDF/HTML Page 2136 of 4199
single page version
થશે. આ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માએ દિવ્યધ્વનિ દ્વારા જે કહ્યું તે સંતો અનુભવ કરીને વાણી દ્વારા જગતને જાહેર કરે છે.
જુઓ, વિદેહક્ષેત્રમાં ત્રણલોકના નાથ શ્રી સીમંધર ભગવાન સાક્ષાત્ વિરાજે છે. આચાર્ય કુંદકુંદ ત્યાં ભગવાન પાસે ગયા હતા, આઠ દિ’ ત્યાં રહ્યા હતા અને તેમની વાણી સાંભળી હતી. તેઓ કહે છે-ભગવાનનો આ પોકાર છે કે પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ છો; તું જ્ઞાનથી, આનંદથી, શાંતિથી, ચારિત્રથી, સુખથી, સ્વચ્છતાથી, પ્રભુતા ને ઇશ્વરતાથી ઇત્યાદિ અનંત ગુણોથી ભરેલો પૂર્ણ એક જ્ઞાનમાત્ર પ્રભુ આત્મા છો. તેની રુચિ કર, તેને પોસાણમાં લે. ભાઈ! તને જે બીજું (રાગાદિ) પોસાય છે તેને છોડી દે. રાગના પોસાણમાં ભાઈ! તને ઠીક લાગે છે પણ તે નુકશાનકારક છે. માટે તારા પ્રભુને- નિર્મળાનંદના નાથને-પોસાણમાં લે, તેની જ રુચિ કર અને તેમાં જ લીન થઈ જા. હવે કોઈને પૂછવા રોકાઈશ મા કેમકે આ જ કર્તવ્ય છે, આ જ સુખની અનુભૂતિનો માર્ગ છે. લ્યો, આવી ઊંચી ગાથા છે! એકલો માલ છે! અહો! આચાર્ય ભગવંતે જગતને ન્યાલ કરી દીધું છે!
‘જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું- એ પરમ ધ્યાન છે.’
શું કહ્યું? કે ‘જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું.’ જુઓ, અહીં ‘રતિ કર’નો અર્થ અંદર ‘લીન થવું’ એમ કર્યો છે. અહાહા...! જ્ઞાન ને આનંદ તે આત્માનો સ્વભાવ છે અને ભગવાન આત્મા સ્વભાવવાન છે. આવા જ્ઞાનાનંદસ્વભાવી આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું-એ પરમ ધ્યાન છે. જુઓ, મૂળ આનું નામ ધ્યાન છે. વિકલ્પથી છૂટીને જ્ઞાનાનંદસ્વભાવમાં લીન થવું તે ધ્યાન છે અર્થાત્ નિર્વિકલ્પ દશામાં-ધ્યાનમાં આવો જ્ઞાનાનંદસ્વભાવ આવે છે-એમ કહેવું છે.
કહે છે-જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું-એ પરમધ્યાન છે. જોયું? ‘પરમધ્યાન છે’ એમ કહ્યું છે. મતલબ કે આત્મામાં લીન થાય છે ત્યારે ધ્યાનની નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે અને ત્યારે અન્ય વિકલ્પ રહેતા નથી, વિકલ્પની વિચારધારા સમાપ્ત થઈ જાય છે. અહા! કેવો સરસ ખુલાસો કર્યો છે! ભાવાર્થકારે સત્યને સ્પષ્ટ મૂકયું છે.
ભાઈ! તારું ધ્યાન જે પરલક્ષમાં વળેલું છે એ તો આર્ત્ત-રૌદ્રધ્યાન છે; એ દુઃખકારી છે. માટે હવે ધર્મધ્યાન પ્રગટ કર. તે ધર્મધ્યાનના બે પ્રકાર છે-૧. નિશ્ચય અને ૨. વ્યવહાર. વસ્તુનું-આત્માનું પરમ ધ્યાન તે નિશ્ચયધર્મધ્યાન છે. ધર્મનો ધરનાર ધર્મી જ્યાં પડયો છે, દ્રવ્ય-ગુણ જ્યાં પરિપૂર્ણ પડયા છે ત્યાં એકાગ્રતા કરી
PDF/HTML Page 2137 of 4199
single page version
લીન થવું તે નિશ્ચયધર્મધ્યાન છે અને જે શુભવિકલ્પ છે તે વ્યવહારધર્મધ્યાન છે. (વ્યવહારધર્મધ્યાન એ આરોપિત કથનમાત્ર ધર્મધ્યાન છે અને તે ધર્મીને-જ્ઞાનીને હોય છે.)
‘एकाग्र चिंतानिरोधो ध्यानम्’ એક + અગ્ર - નામ એક આત્માને દ્રષ્ટિમાં લઈને તેમાં લીન થતાં ચિંતાનો-વિકલ્પનો નિરોધ થઈ જાય છે તેનું નામ ધ્યાન છે. અહાહા...! વસ્તુ-પૂર્ણાનંદનો નાથ પરિપૂર્ણસ્વભાવે પ્રભુ આત્મા છે. તેમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે પરમધ્યાન છે. હવે કહે છે-‘તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.’ જુઓ, પહેલાં પૂર્ણસ્વરૂપ પ્રભુ આત્માની ધ્યાનમાં પ્રાપ્તિ તે ધ્યાનની પ્રથમ દશા છે, અપૂર્ણ દશા છે. તેનાથી, કહે છે, વર્તમાન આનંદ અનુભવાય છે અને પછી થોડા જ કાળમાં એટલે ધ્યાન જામતાં જામતાં પરિપૂર્ણ દશા થતાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તેમાં પૂર્ણજ્ઞાન અને પૂર્ણઆનંદની પ્રાપ્તિ-અનુભવ થાય છે. સમજાણું કાંઈ...?
દ્રવ્યસંગ્રહની ૪૭ મી ગાથામાં આવે છે ને કે-
બે પ્રકારનો મોક્ષમાર્ગ-સાચો અને આરોપિત મોક્ષમાર્ગ-મુનિને ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. અહાહા...! અંદર ધ્યેયને (શુદ્ધ આત્મદ્રવ્યને) ગ્રહતાં-પકડતાં જે વિકલ્પ વિનાની એકાકાર-ચિદાકાર દશા થાય છે તે ધ્યાન છે અને એ ધ્યાનમાં બે પ્રકારનો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. ત્યાં શુદ્ધ રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિશ્ચય (સત્યાર્થ) મોક્ષમાર્ગ છે, જ્યારે તેની સાથે જે રાગ બાકી રહે છે તે વ્યવહાર (આરોપિત) મોક્ષમાર્ગ છે. આ બન્ને મોક્ષમાર્ગ પ્રભુ! તને ધ્યાનમાં પ્રાપ્ત થશે. અરે! પરંતુ જેને હજુ પોતે કેવો છે, કેવડો છે- એની ખબરેય નથી તેને ધ્યાન કેવું? તેને મોક્ષમાર્ગ કેવો?
અહીં કહે છે-પ્રભુ! તું શુદ્ધ આત્મદ્રવ્યમાં લીન થા, એમાં જ સંતુષ્ટ થા, એમાં જ તૃપ્ત થા અર્થાત્ એમાં જ તારું ધ્યાન લગાવ. તેથી તને વર્તમાનમાં આનંદનો અનુભવ થશે અને થોડા જ કાળમાં (ધ્યાનના દ્રઢ-દ્રઢતર-દ્રઢતમ અભ્યાસથી) તને જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. અહાહા...! ધ્યાન વડે પ્રભુ! તને અલ્પકાળમાં પૂર્ણદશાની પ્રાપ્તિ થશે. વળી કહે છે-‘આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.’ (બ્રહ્મલીન પુરુષ જ પરમાનંદને અનુભવે છે, બીજા મિથ્યાદ્રષ્ટિઓને અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થતો નથી). આવી વાત છે.
PDF/HTML Page 2138 of 4199
single page version
હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છેઃ-
‘यस्मात्’ કારણ કે ‘एषः’ આ (જ્ઞાની) ‘स्वयम् एव’ પોતે જ ‘अचिंन्त्यशक्तिः देवः’ અચિન્ત્યશક્તિવાળો દેવ છે...
શું કહ્યું? ભગવાન આત્મા અચિન્ત્યશક્તિવાળો એટલે કે ચિંતનમાં-વિકલ્પમાં ન પ્રાપ્ત થાય એવો દેવ-પ્રભુ છે. તથા તેનો જેણે અંતરમાં અનુભવ કર્યો છે તે જ્ઞાની પણ પોતે અચિન્ત્યશક્તિવાળો દેવ છે. અહાહા...! જે ચિંતવનાથી જાણી શકાય નહિ તે અચિન્ત્યશક્તિવાળો આત્મા પોતે જ દેવ અને ભગવાન છે. અહાહા...! એ તો પોતે પોતાના સ્વભાવથી (સ્વભાવના લક્ષે, સ્વાનુભૂતિમાં) જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા-દ્રષ્ટા- સ્વભાવી પ્રભુ આત્મા છે.
કોઈને વળી થાય કે વ્યવહાર હોય તો નિશ્ચય થાય ને? નિમિત્ત હોય તો ઉપાદાનમાં કાર્ય થાય ને?
ભાઈ! ‘નિમિત્તથી થયું’ એમ કહેવું એ તો નિમિત્તની કથનશૈલી છે; બાકી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ જ થતું નથી. જુઓને! અહીં શું કહે છે? કે ભગવાન આત્મા અચિન્ત્ય દેવ છે; અર્થાત્ તેની દિવ્યશક્તિને પ્રગટ કરવા કોઈ રાગની-વ્યવહારની અપેક્ષા નથી. અહીં તો ધર્મી-જ્ઞાની પણ અચિન્ત્ય દેવ છે એમ કહ્યું છે કેમકે જ્ઞાનીને અચિન્ત્ય દેવ એવો જે આત્મા તે સ્વાનુભવમાં પ્રત્યક્ષ અનુભવાયો છે. સમજાણું કાંઈ...?
અહાહા...! જેણે સ્વાનુભવમાં આત્મા પ્રગટ અનુભવ્યો છે એવો ધર્મી-જ્ઞાની અચિન્ત્ય દેવ છે. તથા ‘चिन्मात्र–चिन्तामणिः’ તે ચિન્માત્ર-ચિંતામણિ છે. જુઓ, ધર્મી જીવ ચૈતન્યચિંતામણિ રત્ન છે; કેમકે ચિન્માત્ર-ચિંતામણિ એવો આત્મા તેણે હસ્તસિદ્ધ કર્યો છે. જેમ ચિંતામણિ રત્ન જેના હાથમાં હોય તેને તે જે ચિંતવે તે પ્રાપ્ત થાય છે; તેમ ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ છે. એટલે શું? કે તેમાં જે એકાગ્ર થાય તેને નિર્મળ ચૈતન્યરત્નો (જ્ઞાન, દર્શન આદિ) પ્રાપ્ત થાય છે. ભાઈ! રાગ ચૈતન્ય-ચિંતામણિ નથી. આ દયા, દાનના વિકલ્પ કે વ્યવહારરત્નત્રયના વિકલ્પ જે છે તે ચૈતન્યચિંતામણિ નથી કેમકે તેમાં એકાગ્ર થતાં ચૈતન્યરત્નો (સમ્યગ્દર્શન આદિ) પ્રગટતાં નથી, પણ જીવ પામર દશાને જ પ્રાપ્ત થાય છે. (ચતુર્ગતિને જ પ્રાપ્ત થાય છે).
જેમ જેને પુણ્ય હોય છે તેને દેવ-અધિષ્ઠિત ચિંતામણિરત્ન પ્રાપ્ત થાય છે. તેમ જેને અંતરમાં અચિન્ત્યદેવ ચિન્માત્રચિંતામણિ પ્રભુ આત્મા છે એવો અનુભવ થયો છે તેને તે (-આત્મા) પ્રાપ્ત થાય છે.
અહા! આ નિર્જરા અધિકાર ભાઈ! સૂક્ષ્મ છે. અરે! અજ્ઞાની તો એમ કહે
PDF/HTML Page 2139 of 4199
single page version
છે કે ઉપવાસ કર્યો એટલે નિર્જરા થઈ ગઈ કેમકે ઉપવાસ કરવો તે તપ છે અને તપથી નિર્જરા છે, તથા નિર્જરા તે મોક્ષનું કારણ છે.
ભાઈ! ઉપવાસ કરવો એમાં તો ધૂળેય તપ નથી સાંભળને. એને તપ કહ્યું છે એ તો નિમિત્તથી વ્યાખ્યા છે. બાકી વાસ્તવિક તપ તો એને કહીએ કે જેમાં અચિંત્યદેવ ચિન્માત્રચિંતામણિ પ્રભુ આત્માનો આશ્રય અને અનુભવ હોય. જેને આવો અનુભવ છે તે (સત્યાર્થ) તપનો કરનારો છે અને તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થાય છે. અહા! આનું નામ તપ, આનું નામ ધર્મ ને આનું નામ મોક્ષનો મારગ છે.
બહારમાં જે દેવ-અધિષ્ઠિત ચિંતામણિરત્ન છે એ તો જડ પથ્થર છે. (તે નિરાકુળ આનંદ દેવા સમર્થ નથી). જ્યારે આ ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ રત્ન છે. આ ચૈતન્યચિંતામણિરત્નની અંતરએકાગ્રતા વડે અનુભવદશા પ્રગટ કરી તેનો જેટલો અનુભવ કરે તેટલો નિરાકુળ અનુપમ આનંદ આવે એવું એ મહા રત્ન છે. અહાહા...! જેમ ભગવાન પરમાત્મા (અરિહંતાદિ) ચૈતન્યચિંતામણિને પ્રાપ્ત કરી પૂરણ આનંદને પ્રાપ્ત થયા છે તેમ ધર્મીને પણ સમ્યગ્દર્શનમાં ચૈતન્યચિંતામણિ રતનની પ્રાપ્તિ છે અને જેટલો જેટલો તે અંતરએકાગ્રતા વડે અંતરરમણતા કરે છે તેટલા તેટલા નિરાકુળ આનંદની તેને પ્રાપ્તિ થાય છે એમ કહે છે. (પૂરણ એકાગ્રતા સિદ્ધ થતાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે). આવી વાત છે; સમજાણું કાંઈ?
હવે કહે છે-જ્ઞાની પોતે જ અચિન્ત્ય દેવ અને ચિન્માત્ર-ચિંતામણિ છે માટે, ‘सर्व–अर्थ–सिद्ध–आत्मतया’ જેના સર્વ અર્થ સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી...
જોયું? વ્યવહારના વિકલ્પથી ભેદ કરીને ચૈતન્યચિંતામણિ રતન અને પોતે જ દેવ છે એવા આત્મામાં જેની દ્રષ્ટિ પડી છે તેનું સ્વરૂપ કહે છે કે -તેને ભગવાન આત્માની સ્વાનુભવમાં પ્રાપ્તિ થઈ હોવાથી જેના સર્વ અર્થ સિદ્ધ થયા છે એવા સ્વરૂપે તે થયો છે. જુઓ, છે અંદર? કે ‘જેના સર્વ અર્થ સિદ્ધ થયા છે એવા સ્વરૂપે હોવાથી’... અહાહા...! ભગવાન આત્માનો દ્રષ્ટિમાં લાભ થયો તો તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયાં એમ કહે છે.
પ્રશ્નઃ– શું તેને પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થઈ ગયું? સમાધાનઃ– ભાઈ! તેને પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થશે જ; તેથી તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયાં એમ કહ્યું છે. જેને આત્મલાભ થયો અને સમ્યગ્દર્શન થયું તેને વર્તમાનમાં નિરાકુલ આનંદની પ્રાપ્તિ છે અને અલ્પકાળમાં પૂરણ આનંદની પ્રાપ્તિ થશે. માટે તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયાં છે-એમ કહે છે.
અહા! આવો પોતે દેવાધિદેવ પરમાત્મસ્વરૂપે અંદર સદા બિરાજમાન છે છતાં
PDF/HTML Page 2140 of 4199
single page version
અજ્ઞાની તેને (-પોતાને) ભૂલીને પદ્માવતી અને ક્ષેત્રપાલ આદિને આરાધે છે! અરે! આ તને શું થયું છે પ્રભુ? આ તું કયાં રખડવા જા’ છો? ભગવાન! તું ચૈતન્ય-ચિંતામણિ છો ને! તેને ઓળખી તેમાં જા ને! ત્યાં તને અદ્ભુત આનંદ આવશે, માનો સર્વ અર્થ સિદ્ધ થઈ ગયાં હોય તેવો નિરાકુળ આનંદ પ્રાપ્ત થશે. આવી વાત છે. ભાઈ! આ પરમ સત્ય વસ્તુ છે. આ કોઈ કલ્પનાની કે કોઈના પક્ષની ચીજ નથી.
અહાહા...! કહે છે-ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ અને અચિંત્ય શક્તિવાળો દેવ છે. તેનું જ્યાં અંતરમાં ભાન થયું ત્યાં સર્વ અર્થ સિદ્ધ થઈ ગયા. હવે કહે છે-
‘ज्ञानी’ જ્ઞાની ‘अन्यस्य परिग्रहेण’ અન્યના પરિગ્રહથી ‘किम् विधत्ते’ શું કરે?
ગજબ વાત છે ભાઈ! કહે છે-જ્ઞાનીને અન્ય પરિગ્રહણથી એટલે કે શુભાશુભ ક્રિયાથી-પુણ્ય-પાપના પરિણામથી અને દ્રવ્ય-ગુણ આદિના ભેદના વિચારોથી હવે શું કામ છે? શું કહ્યું એ? કે ચિંતામણિ દેવ ભગવાન આત્મા જ્યાં અંતરમાં પ્રાપ્ત થયો-ગ્રહણમાં આવ્યો ત્યાં હવે તેને અન્ય પરિગ્રહણથી-જડના પરિગ્રહણથી શું કામ છે? અંદરમાં શુભાશુભ વિકલ્પો જે ઊઠે છે એનાથી એને શું પ્રયોજન છે? હવે આવી વાત છે ત્યાં અજ્ઞાની કહે છે કે વ્યવહારથી-શુભરાગથી નિશ્ચય થાય છે. અહીં કહે છે-જ્ઞાનીને એનાથી (વ્યવહારના વિકલ્પથી) શું પ્રયોજન છે? બેમાં આવડો મોટો ફેર છે! સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-જ્ઞાની અન્ય પરિગ્રહણ શા માટે કરે? તે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પોનું પરિગ્રહણ શું કામ કરે? કેમકે એને હવે કાંઈ કરવાનું નથી. જેને અનંત ગુણનું ગોદામ-સંગ્રહાલય એવો ચિંતામણિસ્વરૂપ ભગવાન આત્મા જ્યાં મળ્યો ત્યાં એને આવા (-જડ) વિકલ્પોનો સંગ્રહ કરીને શું કામ છે? જેમ કોઈને ચિંતામણિ રત્ન હાથ આવ્યું છે તે પૈસા આદિ સામગ્રીને સંઘરતો નથી કેમકે તેને જ્યારે જે જોઈએ ત્યારે તે સર્વ ચિંતવેલું મળી જાય છે. તેમ ભગવાન આત્મા જે ચૈતન્યચિંતામણિ દિવ્યશક્તિનો ધારક પોતે દેવ છે તે જેને પ્રાપ્ત થયો તે વિકલ્પોના પરિગ્રહણમાં પડતો નથી કેમકે સ્વસ્વરૂપમાં જ એકાગ્ર થતાં નિરાકુલ આનંદની પ્રાપ્તિ થઈ જાય તેવો આત્મા પોતે જ દેવ છે. આવું પોતાનું સ્વરૂપ છે તોપણ અરે! પૈસાના ઢગલા અને શરીરની સુંદરતા- નમણાઈ અને વચનની મધુરતા ઇત્યાદિની રુચિ આડે અજ્ઞાનીને તેનો મહિમા આવતો નથી! પરના માહાત્મ્યમાં રોકાઈને તે સ્વને ભૂલી ગયો છે! પણ ભાઈ! એનું ફળ બહુ આકરું આવશે બાપા!
અહી કહે છે-ધર્મીને વિકલ્પથી શું પ્રયોજન છે? વ્યવહારથી શું પ્રયોજન છે? તો શું ધર્મીને વ્યવહાર હોતો જ નથી? સમાધાનઃ– વ્યવહાર હો; ધર્મીને (યથાસંભવ) વ્યવહાર હોય છે પણ એનું