PDF/HTML Page 2141 of 4199
single page version
એને પ્રયોજન નથી; કેમકે એનાથી (વ્યવહારથી) પ્રયોજનની (મોક્ષમાર્ગ અને મોક્ષની) સિદ્ધિ થતી નથી એક વાત; અને જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે એવો ચિન્માત્ર- ચિંતામણિ ભગવાન આત્મા તેને પ્રાપ્ત થઈ ગયો છે. સમજાણું કાંઈ...? માટે હવે તે બીજાને (વિકલ્પોને) પકડીને શું કરે? શું કામ વિકલ્પોને પકડે? આ પ્રકારે જ્ઞાનીને નિર્જરા થાય છે એમ કહે છે. ભાઈ! તને મારગ આકરો લાગે છે પણ આ જ સત્ય મારગ છે. શુભભાવ કરીએ અને તે ધર્મમાં મદદરૂપ થશે એમ જ્ઞાનીને કદીય હોતું નથી.
પ્રશ્નઃ– હા, પણ કર્મથી વિકાર થાય છે ને? અને કર્મનો અભાવ થવાથી જીવ મોક્ષમાર્ગમાં પરિણમે છે ને?
સમાધાનઃ– ભાઈ! એમ નથી. પરપદાર્થથી (કર્મથી) પોતાનામાં વિકાર થાય છે એ માન્યતા યથાર્થ નથી. પરપદાર્થથી પોતાનામાં વિકાર કેમ થાય? વિકાર પોતે પોતાથી થાય છે; તેને કર્મની અપેક્ષા નથી. વિકાર થાય છે તે તેની જન્મક્ષણ છે અને તેવી રીતે મોક્ષમાર્ગ પણ તેની ઉત્પત્તિના કાળે સહજ પ્રગટ થાય છે. અહા! આવો જેને નિર્ણય થયો હોય છે તેની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જ હોય છે. મોક્ષમાર્ગ અર્થાત્ નિર્મળ રત્નત્રય જે પ્રગટ થાય છે તે તેની ઉત્પત્તિની જન્મક્ષણ છે. તેની ઉત્પત્તિના કાળે કર્મનો અભાવ હો ભલે, પણ તેને કર્મના અભાવની કે વ્યવહારના વિકલ્પની કોઈ અપેક્ષા નથી. ભાઈ! બધું આવું ક્રમબદ્ધ ન હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ નહિ થાય. પરંતુ જેની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયકભાવ ઉપર જ છે તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે, બીજાને મિથ્યાદ્રષ્ટિને નહિ.
ભાઈ! રાગની ઉત્પત્તિની પણ જન્મક્ષણ છે; માટે જે સમયે જે રાગ થવાનો છે તે તે તે સમયે થાય છે. તેવી રીતે શુદ્ધ રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પણ જન્મક્ષણ છે. પરંતુ એની જન્મક્ષણનો નિર્ણય અને અનુભવ કોને થાય? કે જેની જ્ઞાયક ઉપર દ્રષ્ટિ છે તેને; અને તેને જ (શુદ્ધ રત્નત્રયની) જન્મક્ષણનો કાળ સાચો પાકે છે. અહાહા...! અચિંત્યદેવ ભગવાન ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ તેને ક્રમબદ્ધનો યથાર્થ નિશ્ચય થાય છે અને તેમાં એક સાથે નિશ્ચયવ્યવહારરત્નત્રય બન્નેનું યથાર્થ જ્ઞાન થાય છે. ત્યાં વ્યવહારરત્નત્રય છે તે આરોપિત મોક્ષમાર્ગ છે. આરોપિત એટલે? મોક્ષમાર્ગ તરીકે આરોપિત છે, બાકી રાગ તરીકે તે યથાર્થ-સત્યાર્થ છે.
શું કહ્યું એ? કે રાગ તરીકે એ વ્યવહાર આરોપિત નથી, કેમકે રાગ દશાએ તો એ સત્યાર્થ જ છે પરંતુ તેને મોક્ષમાર્ગ કહેવો તે આરોપિત છે. સમજાણું કાંઈ...?
અરે! જન્મ-મરણ કરી કરીને તું હેરાન-હેરાન થઈ ગયો છો બાપા! જુઓને,
PDF/HTML Page 2142 of 4199
single page version
અકસ્માતમાં કેવો કચ્ચરઘાણ નીકળે છે? અરરર! આ દશા! રસ્તામાં બિચારાં પ્રાણીઓનો કચડાઈને કચ્ચરઘાણ નીકળી ગયો હોય છે. ભાઈ! તેને ખબર નથી પણ રાગની રુચિમાં તારા સ્વભાવનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. માટે રાગની -વ્યવહારની રુચિ તું એકવાર છોડ અને ચૈતન્યચિંતામણિ આનંદકંદ પ્રભુ આત્માની રુચિ કર. એમ કરતાં તું ન્યાલ થઈ જઈશ, તને ચૈતન્યચિંતામણિ પ્રાપ્ત થશે, તને સર્વ પ્રયોજન સિદ્ધ થશે.
અહીં કહે છે-જેને ચૈતન્યચિંતામણિ અમૃતના નાથ પ્રભુ આત્માની રુચિ થઈ છે એવો જ્ઞાની અન્યને પકડીને શું કરે? રાગ હો ભલે, પણ તેનો પરિગ્રહ-પકડ કરીને જ્ઞાની શું કરે? જેનાથી સર્વ પ્રયોજન સિદ્ધ થાય એવો ચૈતન્યચિંતામણિ હાથ આવ્યો પછી રાગથી-વ્યવહારથી એને શું મતલબ? જ્ઞાનીને તો ક્ષણે ક્ષણે અશુદ્ધતાની અને કર્મની નિર્જરા જ થાય છે. હવે જે નિર્જરે છે-ટળી જાય છે તેને જ્ઞાની કેમ પકડે? અહાહા...! જેને સ્વાશ્રયમાં અદ્ભુત આનંદ વેદાય છે તે હવે દુઃખકારી રાગને કેમ પકડે? અને તે હવે નવીન કર્મબંધમાં નિમિત્ત કેમ થાય? એને તો હવે નિર્જરા જ છે. ભાઈ! થોડું લખ્યું ઘણું કરીને માનજો, (બધું કરીને માનજો.) સમજાણું કાંઈ...?
‘આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે.’
આત્મા જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. તેમાં નથી રાગ કે નથી સંસાર, નથી શરીર કે નથી કર્મ. આવું જે આત્મતત્ત્વ છે તે જ્ઞાનમૂર્તિ છે અને તે જ પોતે અનંત શક્તિનો ધારક દેવ છે. ભાઈ! આ અરિહંત દેવ તો તારે માટે પર છે; તે કાંઈ તારા દેવ નથી. તારો દેવ તો અનંત શક્તિનો ધારક એવો જ્ઞાનમૂર્તિ ભગવાન તું પોતે જ છો. વળી તું સર્વ કાર્યની સિદ્ધિ કરે એવો ચૈતન્યચિંતામણિ છો. તું પોતાથી કાર્યની સિદ્ધિ કરનારો દેવ છો. મતલબ કે રાગના કારણે વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે એમ નથી.
અહાહા...! ચૈતન્યચિંતામણિ રતન ભગવાન આત્મા છે. તેથી તેની વાંછિત ભાવના સિદ્ધ થાય તેવું તેનું કાર્ય પોતાથી જ થાય છે; તેને રાગ કે નિમિત્તની અપેક્ષા નથી. જીણી વાત છે ભાઈ! પ્રભુ! તું પોતે જ અંદર ચૈતન્યચિંતામણિ દેવ અને ભગવાન છો. અરે! પણ એને કયાં એની ખબરેય છે? એ તો આ ધૂળ-પૈસામાં ભરમાઈ ગયો છે અને માને છે કે-અમે કરોડપતિ, આ ભંડાર મારો, આ બાયડી-છોકરાં મારાં ઈત્યાદિ. પણ બાપુ! એ તો બધી જડની સંપદા જડ છે, પર છે. (તારા ભાગે તો
PDF/HTML Page 2143 of 4199
single page version
મિથ્યાત્વાદિ જ આવે છે). જ્યારે ધર્મીને તો ચૈતન્યચિંતામણિરૂપ નિજ સ્વરૂપસંપદા ભાસી છે. એ તો માને છે કે-‘હું દેવ છું.’ આવે છે ને કે-
આ સ્ત્રીનું (દેહનું) રમણ તને ન હોય ભગવાન! તું તો મોક્ષરૂપી લક્ષ્મીનો રમનાર દેવ છો, દેવનોય દેવ છો, દેવાધિદેવ છો.
અહાહા...! સબ દેવન કે દેવ-એવું અચિન્ત્ય તારું સ્વરૂપ છે ભગવાન! જુઓને, શું કહે છે? કે-‘ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે.’ એટલે કે તેના કાર્ય માટે પર કે નિમિત્ત સામે તાકવું પડે એમ નથી. સંવર ને નિર્જરાની પર્યાય પ્રગટ કરવામાં તેને પરની-નિમિત્તની સામું જોવાનું નથી, પરંતુ સ્વ સામું જોતાં જ સંવર- નિર્જરાના પરિણામ પ્રગટ થાય એવો ચૈતન્યચિંતામણી દેવ પોતે છે. હવે આવી વાત બિચારો ધંધો-રોજગાર ને બૈરાં-છોકરાં સાચવવામાંથી નવરો પડે તો સાંભળે ને? ભાઈ! બધા મજુર છે મજુર! આખો દિ’ પાપની મજુરી કરનારા મજુર છે! આ કરું ને તે કરું- એમ કર્તાપણાની હોળીથી બિચારા બળી રહ્યા છે!! હવે તેમાં ‘હું અચિન્ત્ય દેવ છું’-એ કયાંથી ભાસે? અરેરે! જેને પરમાં દિવ્યતા ભાસે છે તેને આત્મા જે પોતે દેવ છે તેની દિવ્યતા કયાંથી ભાસે? પણ ભાઈ! આ સમજણ ના કરી તો અવસર ચાલ્યો જશે હોં. (મતલબ કે ભવભ્રમણ ઊભું રહેશે).
હવે કહે છે-‘માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે.’
જોયું? જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ છે કેમકે તેને ચૈતન્યચિંતામણિ એવા આત્માની પ્રાપ્તિ થઈ છે. હવે તે પોતાનું વાંછિત (સંવર, નિર્જરા ને મોક્ષરૂપ) કાર્ય સિદ્ધ કરવા પોતે જ સમર્થ છે પછી તેને પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય હોય? કાંઈ જ સાધ્ય નથી. રાગ ને વિકલ્પથી તેને કાંઈ જ કામ નથી. આવું નિશ્ચયનયનું સ્વરૂપ છે. વ્યવહાર દર્શાવવામાં આવે ત્યારે તેને વ્રતાદિના વિકલ્પ હોય છે એનું જ્ઞાન કરવું પ્રયોજનવાન છે, પરંતુ તે વિકલ્પ સાધ્યની સિદ્ધિમાં બીલકુલ પ્રયોજનવાન નથી-આવી વાત છે.
PDF/HTML Page 2144 of 4199
single page version
अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो।। २०७।।
आत्मानमात्मनः परिग्रहं तु नियतं विजानन्।। २०७।।
હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છેઃ-
ગાથાર્થઃ– [आत्मानम् तु] પોતાના આત્માને જ [नियतं] નિયમથી [आत्मनः परिग्रहं] પોતાનો પરિગ્રહ [विजानन्] જાણતો થકો [कः नाम बुधः] ક્યો જ્ઞાની [भणेत्] એમ કહે કે [इदं परद्रव्यं] આ પરદ્રવ્ય [मम द्रव्यम्] મારું દ્રવ્ય [भवति] છે?
ટીકાઃ– જે જેનો સ્વભાવ છે તે તેનું ‘૧સ્વ’ છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે-એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું ‘સ્વ’ નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી).
ભાવાર્થઃ– લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.
હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છેઃ- _________________________________________________________________
૧. સ્વ = ધન; મિલકત; માલિકીની ચીજ.
PDF/HTML Page 2145 of 4199
single page version
‘જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે- એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે,...’
શું કહ્યું? કે આત્માનો-પોતાનો જે સ્વભાવ છે તે તેનું-પોતાનું સ્વ છે. અહાહા...! પોતાનો જે ત્રિકાળી જ્ઞાનાનંદ સ્વભાવ છે તે પોતાનું સ્વ છે અને પોતે તેનો સ્વામી છે. -આમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ જાણે છે. જુઓ, ભગવાન આત્મા સૂક્ષ્મ નિર્વિકલ્પ વસ્તુ છે. તેને જ્ઞાની સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિથી પકડે છે. ભાઈ! આત્મા સ્થૂળ એવા શુભાશુભ વિકલ્પોથી પકડાય એવી ચીજ નથી. જ્ઞાની તેને સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિ વડે પકડે છે. અહાહા...! આત્મા સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિથી એટલે કે અંતર્મુખ થયેલા ઉપયોગ વડે જ પકડાય એવી ચીજ છે. જ્ઞાની આવી સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી પોતાના આત્માને જ પોતાનો પરિગ્રહ નિયમથી જાણે છે.
ધર્મી ચક્રવર્તી હોય તે છ ખંડના રાજ્યવૈભવમાં પડેલો દેખાય, પણ આ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા તે જ હું છું, એ જ મારો પરિગ્રહ છે એવું અંતરમાં તેને નિરંતર ભાન હોય છે. આ સ્ત્રી-કુટુંબ પરિવાર ને છ ખંડનું રાજ્ય હો, પણ તે મારું કાંઈ નથી. અરે! આ દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિના જે ભાવ આવે છે તે પણ મારા કાંઈ નથી. મારો તો એક જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છે, ભગવાન આત્માનો જ મને પરિગ્રહ છે-એમ તે માને છે. લ્યો, આ જ્ઞાનીનો પરિગ્રહ! અહો! એક આત્મા જ જ્ઞાનીનો પરિગ્રહ છે. જ્યારે અજ્ઞાની બહારનો ધનવૈભવ અને રાગાદિ ભાવોને પોતાનો પરિગ્રહ માને છે. અહા! તે મૂઢ છે.
પ્રશ્નઃ– શું આત્માને આત્માનો પરિગ્રહ હોય? સમાધાનઃ– હા; કેમકે જ્ઞાનીએ આત્માને પકડયો છે ને? પરિ એટલે સર્વથા-સર્વ પ્રકારે અને ગ્રહ એટલે પકડવું. જ્ઞાનીએ એક આત્માને જ પકડયો છે; માટે જ્ઞાનીને તો આત્મા જ પરિગ્રહ છે.
પ્રશ્નઃ– આ તો એક નવો પરિગ્રહ કહ્યો; અમે તો પૈસા આદિને પરિગ્રહ માનતા હતા.
સમાધાનઃ– નવો તો કાંઈ નથી; અનાદિકાળથી આત્માને આત્માનો જ પરિગ્રહ છે. ભાઈ! પૈસા-હીરા-માણેક-મોતી-રતન ઇત્યાદિ તો બધાં ધૂળ-પુદ્ગલ છે, પર છે. તે કય ાંથી તેનો (આત્માનો) પરિગ્રહ હોય?
PDF/HTML Page 2146 of 4199
single page version
પ્રશ્નઃ– હા, પણ તે (હીરા-માણેક આદિ) કિંમતી છે ને? તે વડે લોકો સુખી જણાય છે ને?
ઉત્તરઃ– એ ધૂળની ભાઈ! (આત્મામાં) કાંઈ કિંમત (-પ્રતિષ્ઠા) નથી. જોતા નથી આ પૈસાદિના કારણે તો લોક એકબીજાને મારી નાખે છે? તો પછી તે વડે લોક સુખી કેમ હોય? તે સુખનું કારણ કેમ થાય? ભાઈ! એ ધૂળેય સુખનું કારણ નથી સાંભળને. આવું તો (હીરા-માણેક આદિનો સંયોગ તો) અનંત વાર થઈ ગયું છે પ્રભુ! પણ તેથી શું? તે કયાં તારી ચીજ છે? તને ખબર નથી બાપુ! પણ એવા (-સંયોગના) ખેલ તો તેં અનંતવાર ખેલ્યા છે. (પણ દુઃખ તો ઊભું જ છે, ભવભ્રમણ ઊભું જ છે).
અહીં કહે છે-નિયમથી એટલે નિશ્ચયથી સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ જાણે છે. અહા! હું તો જ્ઞાનાનંદસ્વભાવી છું -એમ જેને અંતરમાં તેની પકડ થઈ ગઈ છે તેને પોતાનો આત્મા જ પરિગ્રહ છે. જુઓ, ભરત ચક્રવર્તી છ ખંડના રાજા હતા. ૩૨ લાખ વિમાનનો સાહ્યબો એવો સ્વર્ગનો ઇન્દ્ર એનો મિત્ર (મિત્ર એટલે સાથે બેસનારો) હતો. છતાં એના અંતરમાં આ હતું કે- જ્ઞાનાનંદસ્વભાવી મારો આત્મા એ જ મારો પરિગ્રહ છે; આ ચક્રવર્તીનું રાજ્ય, કે આ મિત્ર કે આ જે રાગ છે તે મારી ચીજ નથી, તેનો હું સ્વામી નથી. આવી વાત છે!
ઋષભદેવ ભગવાન જ્યારે અષ્ટાપદ પર્વત ઉપરથી મોક્ષ પધાર્યા ત્યારે ભરત ચક્રવર્તી ત્યાં હાજર હતા. અહા! સમકિતી-જ્ઞાની હોવા છતાં તેમની આંખમાંથી આંસુ આવ્યાં અને બોલ્યા, -‘અહા! ભગવાન મોક્ષ પધાર્યા! અરે! ભરતમાં જ્ઞાનસૂર્યનો અસ્ત થઈ ગયો! હવે અમે કોને પૂછશું? કોને અમે સવાલ કરીશું?’ ત્યારે તે વખતે એક એક વિમાનમાં અસંખ્ય દેવ એવા બત્રીસ લાખ વિમાનોનો લાડો-સ્વામી ઇન્દ્ર સાથે હતો તે ભરતને કહે-‘અરે! આંખમાં આંસુ? તમે આ શું કરો છો, ભરત? તમારે તો આ ભવે મોક્ષ જવું છે. અમે તો હજુ એક ભવ કરીને મનુષ્ય થશું ત્યારે મોક્ષ જશું. તમારે તો આ છેલ્લો દેહ છે, છતાં આ શું? ત્યારે ભરત કહે-‘સાંભળ, ઇન્દ્ર! સાંભળ; ભગવાનના વિરહથી કંઈક રાગ થઈ આવ્યો છે કેમકે હજુ પૂરણતા થવી બાકી છે ને? પણ તે રાગની અમને પકડ નથી; તે જાણેલો પ્રયોજનવાન છે -એમ તેને જાણીએ છીએ બસ; રાગનું અમને સ્વામિત્વ નથી.’ જુઓ, બારમી ગાથામાં આવે છે ને કે-વ્યવહાર तदात्वे–તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે? તેમ જ્ઞાની તે કાળે જાણે છે કે આ વ્યવહાર-રાગ છે, બસ એટલું જ; તે મારો છે એમ નહિ. અહો! આચાર્ય ભગવાનની કોઈ અદ્ભુત શૈલી ને અદ્ભુત વાત છે!
PDF/HTML Page 2147 of 4199
single page version
પ્રશ્નઃ– હા, પણ ભગવાન (ઋષભદેવ) જે વખતે મોક્ષ પધાર્યા તે વખતે બીજા પણ કેવળજ્ઞાનીઓ તો હશે જ ને?
ઉત્તરઃ– હા, હતા ને; પણ તીર્થંકરની દિવ્યધ્વનિમાં-ૐધ્વનિમાં તો ત્રણકાળ- ત્રણલોકની વાત આવે છે. (આવી સાતિશય દિવ્યધ્વનિ હોય છે). આવે છે ને કે-
અહા! ભગવાનની-તીર્થંકરની દિવ્યધ્વનિ સાંભળીને ચાર જ્ઞાનના ધણી ગણધરદેવો બાર અંગ-ચૌદ પૂર્વની રચના ક્ષણમાં કરે છે. અહો! એ દિવ્યધ્વનિ અલૌકિક હોય છે!
તેમાં આ આવ્યું છે કે-ધર્મીને પોતાના આત્માનો જ પરિગ્રહ છે. અહા! વિકલ્પ ઊઠે છે છતાં તે મારો નથી-એમ જેને તેની પકડ નથી તે ધર્મી છે. ધર્મીને તો આનંદનો કંદ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ પોતાનો છે. અરે! પણ આવું એને કયાં બેસે છે? બેસે પણ કેવી રીતે? તેને તો સ્ત્રીમાં સુખ, ને પૈસામાં-ધૂળમાં સુખ ને ભક્તિમાં સુખ-એમ પરમાં જ સુખ ભાસ્યું છે. તેથી પોતાના આત્મામાં સુખ છે તે તેને ભાસતું નથી. ત્યારે જેને આત્મામાં સુખ છે એવો વિશ્વાસ થયો છે, જેને આત્માની પકડ થઈ છે તેવા ધર્મીને અન્ય પરિગ્રહના સેવનથી શું છે? કાંઈ જ સાધ્ય નથી; કેમકે અન્ય પરિગ્રહ એનું સાધ્ય જ નથી. વ્યવહાર ધર્મીનું સાધ્ય જ નથી. ભગવાન ચિદાનંદ પરમાત્મસ્વરૂપે અંદર ત્રિકાળ પડયો છે તેને પકડવો બસ તે એક જ ધર્મીનું સાધ્ય છે.
કહે છે કે-‘સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી.’
અહા! રાગ ને રાગનાં ફળ એવો બાહ્ય વૈભવ-ધૂળ આદિ મારો છે એમ જ્ઞાની માનતો નથી. અહા! જુઓ તો ખરા! આ રાગાદિ પરદ્રવ્ય મારું સ્વ નથી અને હું એનો સ્વામી નથી એમ ધર્મી જાણે છે અને તેથી તે પરદ્રવ્યને-રાગાદિને ગ્રહતો-પરિગ્રહતો નથી. આ પત્નીનો હું પતિ ને આ દીકરાનો હું બાપ છું એમ ધર્મી માનતો નથી. અરે! દીકરો જ જ્યાં મારો નથી ત્યાં હું એનો બાપ કેમ હોઉં? દીકરો તો દીકરાનો છે. તેનો આત્માય પર છે ને શરીરેય પર છે અહો! નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા જેને પકડમાં આવી ગયો છે તે ધર્મી રાગને કે રાગના ફળને પોતાનાં માનીને તેનો સ્વામી થતો નથી.
પ્રશ્નઃ– તો આ મકાનનો કોણ સ્વામી છે? સમાધાનઃ– એ તો અજ્ઞાની એમ માને છે કે-હું (-પોતે) એનો સ્વામી છું.
PDF/HTML Page 2148 of 4199
single page version
પણ ભાઈ! એનો સ્વામી તું કયાંથી થયો? એ જડ, તું ચેતન; એનો-જડનો સ્વામી તું કેમ હોય? અરે! પ્રભુ! તું આમાં (પરનો સ્વામી થઈને) કયાં સલવાણો? તું તો ચૈતન્યચિંતામણિ અનંત આનંદનો સાગર છો ને પ્રભુ! હવે એમાં આ બીજાં મારાં છે અને હું એનો સ્વામી છું એ કયાંથી આવ્યું? અરે! તું જો તો ખરો કે આ ભરતાદિ ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય ને છન્નુ છન્નુ હજાર રાણીઓનો સંયોગ હોવા છતાં એમાં કય ાંય આત્મબુદ્ધિ કે સ્વામીપણું નથી! ન્યાલભાઈ સોગાનીજીએ કહ્યું છે કે ચક્રવર્તીએ છ ખંડ નથી સાધ્યા, એણે તો એક અખંડ આત્માને સાધ્યો છે. જગતથી સાવ જુદો આવો બાપુ! વીતરાગનો મારગ છે. આવો માર્ગ ને આવી વાત બીજે કયાંય નથી. બીજે તો બધે ગપેગપ છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– તો શું સોનગઢ સિવાય વીતરાગનો માર્ગ કયાંય નથી? ઉત્તરઃ– અરે ભાઈ! આત્મા સિવાય (આત્માને પકડવા સિવાય) બીજે કયાંય નથી એમ વાત છે. કહ્યું ને કે-જ્ઞાની પરદ્રવ્યને આ મારું સ્વ નથી હું એનો સ્વામી નથી એમ જાણે છે. વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ ઊઠે છે તે મારું સ્વ નથી એમ ધર્મી જાણે છે. એ સિવાય અજ્ઞાની કયાં એવું માને છે? અજ્ઞાની તો વ્યવહારરત્નત્રયથી લાભ માને છે અને તેથી તે વ્યવહાર-મૂઢ છે.
પ્રશ્નઃ– વ્યવહારરત્નત્રય છે તો આત્મા અનુભવમાં આવે છે ને? સમાધાનઃ– ભાઈ! એમ નથી બાપા! વ્યવહારરત્નત્રય છે એ તો રાગ છે. આત્માની એ ચીજ જ નથી ત્યાં એનાથી આત્માનુભવ થાય એ વાત કયાં રહી? રાગથી વીતરાગતા થાય એ વાત જ મહા વિપરીત છે. ભાઈ! તારી એ દ્રષ્ટિમાં ઘણી ઉંધાઈ છે, પાર વિનાની ઉંધાઈ છે. બાપુ! એને લઈને તું વર્તમાન દુઃખી જ છો અને ભવિષ્યમાં પણ દુઃખના ડુંગરે રખડવું પડશે.
અહીં કહે છે-‘તેથી આ મારું સ્વ નથી ને હું આનો સ્વામી નથી એમ જાણતો થકો જ્ઞાની પરદ્રવ્યને પરિગ્રહતો નથી. અહીં પરદ્રવ્ય શબ્દે જે વ્યવહારરત્નત્રયનો રાગ છે તેનો પણ સમાવેશ થઈ જાય છે કેમકે રાગ કાંઈ સ્વદ્રવ્યભૂત-આત્મભૂત નથી. ઓહો! સ્વદ્રવ્ય તો દિવ્યશક્તિમાન ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા છે; જ્યારે દયા, દાન આદિ વિકલ્પ તેમ જ એ પુણ્યના ફળ તરીકે આ જે ધૂળ-સંયોગ મળેલ છે તે બધુંય પરદ્રવ્ય છે. તે બધાં (પરદ્રવ્ય) મારાં છે નહિ અને હું તેનો સ્વામી નથી. આવું જાણતો જ્ઞાની તે બધાને ગ્રહતો નથી.
ભાઈ! જે જડનો સ્વામી થાય તે જડ થઈ જાય. જેમ ભેંસનો સ્વામી પાડો હોય છે તેમ ‘આ જડ બધાં મારાં છે’-એમ જડનો સ્વામી થાય તે જડ છે એટલે કે તે મૂઢ છે એમ કહે છે. આકરી વાત બાપા! અહીં કહે છે-જ્ઞાની પરદ્રવ્યને
PDF/HTML Page 2149 of 4199
single page version
પોતાનો પરિગ્રહ કરતો નથી. એટલે શું? એટલે કે તે જે રાગ આવે છે તેને જ્ઞાતાદ્રષ્ટાપણે-સાક્ષીભાવે માત્ર જાણે જ છે. તે મારો છે એમ નહિ પણ તે પર છે એમ સાક્ષીભાવે માત્ર જાણે છે. આ પ્રમાણે જ્ઞાનીને અશુદ્ધતા ને કર્મની નિર્જરા અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. (કેમકે રાગના અભાવમાં જ્ઞાનીને નવીન બંધ થતો નથી.)
‘લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.’
અહાહા...! જેને દ્રવ્યસ્વભાવનું ભાન થયું અર્થાત્ પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ આત્માનો અંતરમાં સ્વીકાર, સત્કાર ને આદર થયો તે સમ્યગ્દ્રષ્ટિ જીવ પરમાર્થ જ્ઞાની છે. બહારનું ઘણું બધું જાણપણું હોય તે પરમાર્થજ્ઞાની છે એમ નહિ, પણ પરમ પદાર્થ જે ભગવાન આત્મા તેનું જેને અંતરમાં જ્ઞાન થયું છે તે પરમાર્થજ્ઞાની છે. અહીં કહે છે- આવો પરમાર્થજ્ઞાની જીવ પોતાના સ્વભાવનેજ પોતાનું ધન જાણે છે. અહાહા...! આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવની લક્ષ્મીથી ભરેલો ભંડાર છે. જ્ઞાની તે એક સ્વભાવને જ પોતાની સંપદા માને છે; પરંતુ પરના ભાવને પોતાનો જાણતો નથી. જોયું? આ બહારનાં ધન-લક્ષ્મી, શરીર, મન, વાણી ઈત્યાદિ પરના ભાવને તે પોતાના જાણતો નથી. વળી અંદરમાં જે પુણ્ય-પાપના ભાવ થાય તે પણ પરભાવ છે. ધર્મી તે પરભાવોને પોતાના માનતો નથી.
શું કહ્યું? કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઈત્યાદિ જે પુણ્યના ભાવ અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઈત્યાદિ જે પાપના ભાવ તેને જ્ઞાની પોતાના જાણતો નથી કેમકે તે બધા પરભાવ છે. હવે આમ છે તો પછી આ પૈસા-બૈસા તો કયાંય વેગળા રહી ગયા! સમજાણું કાંઈ...! ભાઈ! એ ધૂળ તો બધી ધૂળમાં પુદ્ગલમાં રહી ગઈ. અહીં તો પોતાની એક સમયની પર્યાયમાં જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ થાય છે તે પણ અવસ્તુ એટલે પરવસ્તુ છે એમ જ્ઞાની જાણે છે.
સૂક્ષ્મ વાત છે પ્રભુ! કહે છે-પરમાર્થજ્ઞાની ધર્મી જીવ પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. જુઓ, શુભાશુભ ભાવ જ્ઞાનીને થાય તો છે, દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિનો રાગ તેને આવે તો છે, પણ તેને તે ગ્રહણ કરતો નથી. એટલે શું? એટલે કે તેની સાથે તે એકત્વ કરતો નથી પરંતુ ભેદજ્ઞાનના બળ
PDF/HTML Page 2150 of 4199
single page version
વડે તેને સ્વરૂપથી ભિન્ન પરપણે જાણે છે. આ પરભાવ છે-એમ બસ જાણે છે; મને છે કે મને લાભદાયી છે એમ નહિ.
‘આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.’ લ્યો, આ સરવાળો કહ્યો. અહાહા...! જ્ઞાનાનંદ સ્વભાવનો જેને દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે તે ધર્મી જીવ ચાહે છ ખંડના રાજ્યના સંયોગમાં દેખાય ચાહે વ્યવહારરત્નત્રયને પાળતો દેખાય પણ તે એ સર્વ પરભાવોનું ગ્રહણ-સેવન કરતો નથી. ગજબ વાત છે ભાઈ! ધર્મીની દ્રષ્ટિ પોતાની સ્વરૂપસંપદા-ચૈતન્યસંપદા પર છે ને! તે દ્રષ્ટિ આ પરભાવોને પોતાના સ્વીકારતી નથી, તે પોતાના છે એમ માનતી નથી અને જ્ઞાન તેને પોતાથી ભિન્ન પરપણે બસ જાણે છે. હવે આવી વાત લોકોને ભારે આકરી લાગે છે કેમકે આટલી દયા કરી, ને આટલાં તપ કર્યા ને આટલા ઉપવાસ કર્યા એટલે થઈ ગયો ધર્મ-એમ માને છે ને? ભાઈ! એમાં (-રાગમાં) તો ધૂળેય દયા ને તપ નથી સાંભળને. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે; એની પર્યાયમાં અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની ભરતી આવે તેને ભગવાને ધર્મ કહ્યો છે અને તેને સાચી દયા અને સાચું તપ કહે છે. સમજાણું કાંઈ...?
અહા! આત્માનો જ્ઞાન અને આનંદ કાયમી અસલી-અકૃત્રિમ સ્વભાવ છે. અહાહા... તેની અંદરમાં જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં પર્યાયમાં તે જ્ઞાન અને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે. તે નિર્મળ પર્યાય પોતાનું સ્વ છે. અહાહા...! દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પર્યાય તે પોતાનું સ્વ છે, અને તેનો પોતે (ધર્માત્મા) સ્વામી છે. જુઓ, આત્મામાં અનંત શક્તિઓ છે. તેમાં એક ‘સ્વસ્વામીસંબંધ શક્તિ’ છે. ૪૭ શક્તિમાં એક ‘સ્વસ્વામીસંબંધ શક્તિ’ કહી છે. આ શક્તિના કારણે ત્રિકાળી શુદ્ધ જે દ્રવ્ય તે હું આત્મા સ્વ છું, ત્રિકાળી પૂર્ણ શુદ્ધ જે ગુણો તે મારું સ્વ (સ્વરૂપ) છે અને તેની જે નિર્મળ-શુદ્ધ સ્વભાવપર્યાય પ્રગટ થાય તે પણ મારું સ્વ છે; અર્થાત્ પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ અને શુદ્ધ પર્યાય તે પોતાનું સ્વ છે ને તેનો આત્મા-ધર્મી સ્વામી છે. આ વાત છે; બાકી તે પત્નીનોય પતિ નથી અને લક્ષ્મીપતિય નથી-એમ કહે છે.
ઉદ્યોગપતિ તો છે ને? ધૂળમાંય ઉદ્યોગપતિ નથી સાંભળને. એ તો રાગનો અહોનિશ ઉદ્યોગ કરે છે. શું આત્મા તેનો (-રાગનો) સ્વામી છે? શું રાગ આત્માનો છે? ના; તો પછી એ ઉદ્યોગપતિ કયાંથી હોય? (ન હોય).
અહીં કહે છે-‘જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.’ ભાઈ! પરમાર્થે રાગનું કર્તાપણું અને રાગનું સેવન આત્માને છે જ નહિ. એનામાં કયાં રાગ છે કે તે રાગને
PDF/HTML Page 2151 of 4199
single page version
કરે અને સેવે? આવી વાત! બિચારા અજ્ઞાનીને પોતાના સ્વરૂપની ખબર નથી. પોતે સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે, સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર પ્રભુ પોતે છે. અહાહા...! આવા સ્વસ્વરૂપનો સ્વીકાર કરનાર ધર્મી સુખના પંથે છે. તે દયા, દાન આદિના વિકલ્પને (-દુઃખને) પોતાનો માની સેવન કરતો નથી; બસ જાણે છે કે એ ‘છે’ અને તે પણ પરપણે છે એમ જાણે છે. આનું નામ સમ્યગ્દ્રષ્ટિ ને ધર્મી કહેવામાં આવે છે.
PDF/HTML Page 2152 of 4199
single page version
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ।। २०८।।
ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो मम।। २०८।।
“માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છેઃ-
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.
ગાથાર્થઃ– [यदि] જો [परिग्रहः] પરદ્રવ્ય-પરિગ્રહ [मम] મારો હોય [ततः] તો [अहम्] હું [अजीवतां तु] અજીવપણાને [गच्छेयम्] પામું. [यस्मात्] કારણ કે [अहं] હું તો [ज्ञाता एव] જ્ઞાતા જ છું [तस्मात्] તેથી [परिग्रहः] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ [मम न] મારો નથી.
ટીકાઃ– જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું ‘સ્વ’ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે ‘સ્વ’ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.
ભાવાર્થઃ– નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા જ છું.
PDF/HTML Page 2153 of 4199
single page version
“માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી) જીવ કહે છેઃ-
‘જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું “સ્વ” થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય.’
જુઓ, શું કહે છે? કે ‘જો અજીવ પરદ્રવ્યને હું...’ અહીં અજીવ શબ્દે માત્ર શરીર, મન, વાણી ને પૈસા-એમ નહિ પણ પુણ્ય-પાપના ભાવ જે રાગ છે તે પણ અજીવ છે એમ વાત છે. પુણ્ય-પાપના ભાવ અજીવ છે એ વાત જીવ-અજીવ અધિકારમાં પહેલાં આવી ગઈ છે. અહાહા...! જીવ તો જ્ઞાન, દર્શન ને આનંદની મૂર્તિ પ્રભુ છે. પણ એને ખબર નથી કે સ્વ શું છે ને પર શું છે? અનાદિથી આંધળે-આંધળો છે. અહીં તો આત્માનું જેવું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેવું જેને અનુભવમાં અને પ્રતીતિમાં આવ્યું છે તે સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી જીવ એમ માને છે કે-‘જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ થાય.’ શું કહ્યું? કે રાગ જે અજીવ પરદ્રવ્ય છે તેને હું પરિગ્રહું-મારાપણે સ્વીકારું તો અવશ્યમેવ તે અજીવ રાગ મારું સ્વ થાય અને તો અવશ્યમેવ તે અજીવ રાગનો હું સ્વામી થાઉં. (પણ એમ તો છે નહિ).
અહાહા...! ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા ને પૂર્ણાનંદસ્વભાવી વસ્તુ છે. તે પૂર્ણસ્વભાવી વસ્તુ તે હું, તેના ગુણો તે હું અને તેની નિર્મળ પર્યાય જે થાય છે તે હું છું. આમ દ્રવ્ય-ગુણ ને શુદ્ધ પર્યાય તે મારું સ્વ અને હું તેનો સ્વામી છું. પણ રાગનો જો હું સ્વામી થાઉં એટલે કે રાગને મારો જાણી હું તેને ગ્રહણ કરું તો હું અજીવ થઈ જાઉં કેમકે રાગ જીવના સ્વભાવથી ભિન્ન અજીવ છે. ભાઈ! વ્યવહારરત્નત્રયનો વિકલ્પ કે દેવ-ગુરુ- શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ જે છે તે અજીવ છે. ધર્મી કહે છે-તેને જો હું પરિગ્રહું-પકડું તો જરૂર તે મારું સ્વ થાય અને હું તેનો -અજીવનો સ્વામી થાઉં અને તો હું અજીવ જ થઈ જાઉં. અહા! આવી વાત છે!
પ્રશ્નઃ– દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી તે શું મિથ્યાત્વ છે? સમાધાનઃ– કોણ કહે છે? દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા એ રાગ છે, મિથ્યાત્વ નહિ; પણ તે રાગ મારો છે એમ માને તે મિથ્યાત્વ છે. ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ મિથ્યાત્વ નથી પણ એનાથી મને લાભ છે અને એ મારો છે એમ માને તે મિથ્યાત્વ છે. અરે પ્રભુ! આવું (દુર્લભ) મનુષ્યપણું!! માંડ તરવાનો પ્રસંગ આવ્યો છે હોં. અહા! ભવનો અભાવ કરીને નીકળવાનાં ટાણાં આવ્યાં છે તો આ તું શું કરે
PDF/HTML Page 2154 of 4199
single page version
છે ભાઈ! બાપા! આ અવસર ફરી ફરીને નહિ આવે હોં. ભાઈ! જો તું અવસર ચૂકી ગયો તો કયાંય એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જઈશ. પછી આવું વિચારવાનો તો શું સાંભળવાનોય અવસર નહિ હોય. ભાઈ! તું એક વાર તારો (મિથ્યા) આગ્રહ છોડી દે.
અહીં કહે છે-જ્ઞાની એમ માને છે કે-જો હું રાગને પોતાનો માનું તો જરૂર તે અજીવ મારું સ્વ થઈ જાય અને હું જરૂર તે અજીવનો સ્વામી થઈ જાઉં. અહા! આવો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો મારગ મહા અલૌકિક છે! અહાહા...! તેમાં જેને અંતરમાં ધર્મની દશા પ્રગટી છે તે કહે છે-જો તારે ધર્મ પ્રગટ કરવો હોય તો દયા, દાન આદિનો રાગ મારો છે એમ ન માન; રાગ મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એમ તું ન માન; કેમકે રાગ અજીવ છે, અચેતન છે. અને તું? તું એકલું ચૈતન્ય છો. ભાઈ! રાગમાં ચૈતન્યનો કણ પણ નથી. રાગ પોતાનેય ન જાણે અને પરનેય ન જાણે એવો અચેતન આંધળો છે તેથી અજીવ છે. હવે એક સમયની પર્યાયમાં થતો રાગ પણ જ્યાં તારો નથી તો સ્ત્રી-પુત્ર ને જર-ઝવેરાત તો કયાંય દૂર રહી ગયાં. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે-આત્મા પૈસા તો કમાય ને? ભાઈ! પૈસા કોણ આત્મા કમાય? આત્મા તો પૈસાને અડેય નહિ તો પૈસા શું કમાય? ભાઈ! તને તારી ચીજની ખબર નથી, પણ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન જિનેન્દ્રદેવ અને તેમના કેડાયતી સંતો એમ ફરમાવે છે કે-નાથ! તું એકલા જ્ઞાન અને આનંદનો ચૈતન્યમય ભંડાર છો, એ તારું સ્વ છે અને એ સિવાય જે કાંઈ (રાગ, શરીર, પૈસા ઇત્યાદિ) છે તે સર્વ પર ચીજ છે. અહા! ધર્મી પુરુષો આમ જ માને છે.
ધર્મી કહે છે-જો આ રાગને હું મારો માનું તો તે રાગ મારું સ્વ થઈ જાય અને તો હું એનો જરૂર સ્વામી થઈ જાઉં. અને ‘અજીવનો જે સ્વામી (હોય) તે ખરેખર અજીવ જ હોય.’ જેમ ભેંસનો સ્વામી પાડો હોય, મનુષ્ય ન હોય તેમ અજીવનો સ્વામી અજીવ જ હોય, જીવ ન હોય.
શું કહ્યું એ? કે જેમ ભેંસનો સ્વામી પાડો હોય છે તેમ જો હું આ અજીવનો સ્વામી થાઉં તો હું અજીવ થઈ જાઉં (આવી આપત્તિ આવી પડે). અહા! પ્રભુ! એણે કોઈ દિ’ આ સાંભળ્યું જ નથી. પાંચ-દશ હજારનો મહિને પગાર મળે ને કાંઈક કરોડ-બે કરોડ એકઠા થઈ જાય એટલે એને એમ થઈ જાય કે-ઓહોહો...! અમે મોટા થઈ ગયા! ધૂળમાંય મોટા થયા નથી સાંભળને. ભાઈ! તેં પર ચીજથી પોતાની મોટપ માની
PDF/HTML Page 2155 of 4199
single page version
એટલે પરનો સ્વામી થયો એટલે તું પરરૂપ-જડરૂપ થયો ને સ્વરૂપ-ચિદ્રૂપને ચૂકી ગયો, નિરાકુલ આનંદસ્વભાવને ચૂકી ગયો. પણ એનું ફળ બહુ આકરું આવશે ભાઈ! ધર્મી તો પરભાવને ચૂકી જાય છે અને ચિદાનંદસ્વભાવને પોતાનો માને છે. અહો! તે અદ્ભુત અતીન્દ્રિય આનંદને પામે છે. આવો મારગ બાપા! ધર્મ આવો છે ભાઈ!
ભાઈ! આ તો દેવાધિદેવ અરિહંત પરમાત્માએ જે કહ્યું છે તે આ સંતો અહીં કહે છે. અહા! દિગંબર સંતો-ભાવલિંગી મુનિવરો જ્ઞાની ને આત્મધ્યાની સ્વરૂપમાં નિમગ્ન જાણે ‘ભગવાન’-સ્વરૂપ જ હતા. ભગવાનની વાણી પણ તેમને ભગવાનસ્વરૂપ જ કહે છે. ‘ભગવાન શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિ’-એમ ષટ્ખંડાગમમાં શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિને ‘ભગવાન’ કહ્યા છે. અહા! જરી રાગનો ભાગ ન ગણો તો (ગૌણ કરો તો) તેઓ ખરેખર ભગવાન જ છે. શ્રી નિયમસારમાં (કળશ ૨પ૩ માં) આવે છે કે-અરેરે! આપણે જડબુદ્ધિ છીએ કે વીતરાગ પરમેશ્વર અને વીતરાગપણાને પામેલા મુનિવરો વચ્ચે ભેદ કરીએ છીએ મતલબ કે વીતરાગી મુનિવરો વીતરાગ પરમેશ્વર જેવા ભગવાનસ્વરૂપ જ છે. ત્યાં (નિયમસારમાં) પહેલાં એ વાત કરી કે મુનિને કંઈક રાગ છે એટલો ફેર છે. પણ પછી તે કાઢી નાખીને (ગૌણ કરીને) વીતરાગપણાની મુખ્યતાથી તેઓ ભગવાન જ છે એમ કહ્યું છે. અહો! મુનિવરો ભગવાન ભટ્ટારક મહા પૂજનીક છે. ભટ્ટારક એટલે કે સર્વજ્ઞસ્વભાવના અનુભવી અને અંદર આનંદનું પ્રચુર સ્વસંવેદન જેમને પ્રગટ થયું છે તે મુનિવરોને ભટ્ટારક કહેવામાં આવ્યા છે.
આવા મુનિવરો-સંતો અહીં કહે છે-અહો! હું જ્ઞાનસ્વભાવી આત્મા છું અને તે મારી ચીજ છે અર્થાત્ હું જ મારું સ્વ છું અને તેનો હું સ્વામી છું. મારા ચૈતન્યસ્વભાવથી ભિન્ન આ જે રાગાદિ ઉત્પન્ન થાય છે, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ જે ઉત્પન્ન થાય છે તે મારો નથી, હું તેનો સ્વામી નથી કેમકે તે અજીવ છે. (જો વિકલ્પ મારો હોય તો હું અજીવ થઈ જાઉં).
પણ વ્યવહારરત્નત્રયથી નિશ્ચય પમાય છે ને? સમાધાનઃ– એમ નથી ભાઈ! વ્યવહારરત્નત્રય તો બાપુ! તેં અનંતવાર કર્યાં છે. નવમી ગ્રૈવેયક ગયો ત્યારે એવા નિશ્ચય વિનાના વ્યવહારાભાસ અનંતવાર કર્યા છે. ભાઈ! તેં દ્રવ્યલિંગ ધારીને પંચ મહાવ્રત ચોખ્ખાં પાળ્યાં, પ્રાણ જાય તોય ઉદ્દેશિક આહાર ન લીધો, નવમી ગ્રૈવેયક જાય એવી શુક્લલેશ્યા (શુક્લધ્યાન નહિ, શુક્લધ્યાન જુદું અને શુક્લ લેશ્યા જુદી છે. શુક્લલેશ્યા તો અભવીને પણ હોય છે) અનંતવાર કરી. પણ એથી શું? એ તો બધો રાગ હતો. ભાઈ! તું રાગથી ધર્મ થાય એવી માન્યતામાં રાગથી હઠયો નહિ અને તેથી તને અનંતકાળમાં પણ નિશ્ચય પ્રગટયો નહિ. છહઢાળામાં આવે છે ને કે-
PDF/HTML Page 2156 of 4199
single page version
અહા! આત્મજ્ઞાન શું ચીજ છે તે અજ્ઞાનીને ખબર નથી. ભાઈ! આત્મજ્ઞાન વિના પંચમહાવ્રતના પરિણામથી લેશ પણ સુખ ન થયું અર્થાત્ દુઃખ જ થયું. ભાઈ! પંચમહાવ્રત પણ દુઃખ છે એમ કહેવું છે.
તો શું પંચમહાવ્રતની ક્રિયા તે ચારિત્ર નથી? ભાઈ! પંચમહાવ્રતાદિ ક્રિયાને ઉપચારથી ચારિત્ર કહેલ છે. તે ઉપચાર પણ જેને નિશ્ચય ચારિત્ર પ્રગટયું છે તેવા સમકિતીની ક્રિયાને લાગુ પડે છે. બાકી જેને પોતાની વસ્તુની ખબર જ નથી એ તો મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદ્રષ્ટિની ક્રિયાને તો ઉપચાર પણ સંભવિત નથી. મારગ બાપુ! ભગવાનનો સાવ જુદો છે. અહીં તો આ કહે છે કે-રાગ જો મારો હોય તો હું જરૂર અજીવ થઈ જાઉં. એ જ વિશેષ કહે છે કે-
‘એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે.’ અહાહા...! જ્ઞાની આમ માને છે કે-‘चिद्रूपोऽहं’–ખરેખર હું જ્ઞાનઘન-ચિદ્ઘન ચિદ્રૂપસ્વરૂપ એવું પરમાત્મદ્રવ્ય છું. હું મારું સ્વ અને તેનો હું સ્વામી છું. પણ કમજોરીથી પર્યાયમાં જે આ રાગ થયો છે તેને જો હું મારો માનું તો હું તેનો સ્વામી થાઉં અને તો મને અવશે-લાચારીથી પણ અજીવપણું આવી પડે. જોયું? દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ધર્મીને હોય છે પણ તેને તે પોતાનો માનતો નથી, તેનો સ્વામી થતો નથી. અહીં કહે છે-તેનો જો હું સ્વામી થાઉં તો મને અવશે પણ અવશ્ય અજીવપણું આવી પડે. લ્યો, હવે આવી વાત છે જ્યાં ત્યાં આ લક્ષ્મી મારી ને કુટુંબ મારું ને દેશ મારો અને હું એનો સ્વામી એ વાત કયાં રહી? પર મારાં છે એમ માનનાર તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ અનંત સંસારી છે.
હવે કહે છે-‘મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું.’ અહાહાહા...! ધર્મી જીવ પોતાના એક જ્ઞાયક ભાવને જ પોતાનો માને છે. ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિસ્વરૂપ સદા જ્ઞાયકસ્વભાવી પ્રભુ અંદર જ્ઞાનના નૂરના પૂરથી ભરપુર પડયો છે. બસ તે જ મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એમ ધર્મી જીવ માને છે. અહો! અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા!
પણ આ બધાનું-જર-ઝવેરાતનું શું કરવું? કયાં નાખવાં? શું બહાર નાખી દેવાં? ભાઈ! એ પરને કોણ નાખે ને કોણ રાખે? અહીં કહે છે-એ બધાં મારાં છે એવી મિથ્યા માન્યતાને કાઢી નાખ. મારાં માન્યાં હતાં પણ તેઓ મારાં છે નહિ
PDF/HTML Page 2157 of 4199
single page version
એમ સુલટી જા. બાકી વસ્તુ તો વસ્તુમાં પડી છે, વસ્તુ વસ્તુના કારણે આવી છે, તેના પોતાના કારણે રહી છે અને પોતાના કારણે જાય છે. અહીં તો આ કહે છે કે-લક્ષ્મી મારી છે અને હું તેને દાનમાં આપું છું એમ જો હું માનું તો હું અજીવ થઈ જાઉં, કેમકે લક્ષ્મી અજીવ છે અને અજીવનો જે સ્વામી થાય તે અજીવ જ હોય. આવી વાત છે!
ત્યારે દેખવામાં તો એમ આવે છે કે હું દાન આપું છું? શું દેખવામાં આવે છે? એ તો (સંયોગને દેખતો અજ્ઞાની) એમ માને છે કે હું દાન આપું છું. ખરેખર તો લક્ષ્મી જાય છે તે તેની (પરમાણુઓની) ક્રિયાવતી શક્તિના કારણે જાય છે, લક્ષ્મીનું સ્થાનાંતર થવું તે તેના પરમાણુઓની ક્રિયાવતી શક્તિનું કાર્ય છે. છતાં કોઈ એમ કહે કે-લક્ષ્મી મારી છે અને હું તેને દાનમાં આપું છું તો તે અજ્ઞાની છે, દીર્ઘસંસારી છે.
અહીં તો આ કહ્યું છે કે-મારો તો એક જ્ઞાયકભાવ જ છે જે સ્વ છે. અહાહાહા...! ભાષા તો જુઓ! ‘જ’ નાખ્યો છે.
હા, પણ આ શું એકાન્ત નથી? રાગ પણ મારો છે એમ લો તો? મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ લીધું છે કે-દાનમાં જે રાગ થાય છે તે તો પોતાનો છે, દેવા-લેવાની ક્રિયા પોતાની નથી.
ભાઈ! એ તો પર્યાય-અપેક્ષાથી કહ્યું છે. રાગ પોતાની પર્યાયમાં થયો છે એ અપેક્ષાએ કહ્યું છે. રાગ મારી પર્યાયમાં છે એમ જણાવવા અર્થે કહ્યું છે. અહા! પૈસા, લક્ષ્મી, આહાર ને પાણી લેવા-દેવાની ક્રિયા મારી નથી પણ તેમાં જે ભાવ છે તે મારો છે એમ જાણવું પણ શ્રદ્ધાન તો એવું કરવું કે તે ધર્મ-મોક્ષમાર્ગ નથી. ત્યાં પણ આ જ કહ્યું છે.
રાગભાવ મારો છે તેમ મમત્વ પણ કરવું-એમ ત્યાં લખ્યું છે ને? હા, તેનો અર્થ એ છે કે-મારી પર્યાય મારાથી થઈ છે એમ જાણવું, પણ સ્વભાવની દ્રષ્ટિમાં તે (-રાગ) મારો છે જ નહિ એમ યથાર્થ માનવું. કહ્યું ને અહીં કે- મારો એક જ્ઞાયકભાવ જ મારું સ્વ છે; આ રાગાદિ સર્વ ભાવો પર છે, અજીવ છે, મારા નથી. ભાઈ! આ તો એક કોર રામ (આત્મા) ને એક કોર ગામ (આખું જગત) એવી વાત છે. રામ તે સ્વ છે અને ગામ બધું પર છે. આવો મારગ બાપા! અત્યારે કયાંય સાંભળવા મળે નહિ. અહા! સુખનો પંથ પરમાત્માનો નિરાળો છે ભાઈ!
અહીં કહે છે-રાગ મારો છે એવી જો રાગમાં આત્મબુદ્ધિ થઈ જાય, સુખબુદ્ધિ થઈ જાય તો રાગ મારું સ્વ થઈ જાય અને તેનો હું સ્વામી થઈ જાઉં; અને તો હું લાચારીથી પણ અજીવ થઈ જાઉં. પણ અહા! મારો તો એક જ્ઞાયકભાવ જ છે. જુઓ,
PDF/HTML Page 2158 of 4199
single page version
આ અસ્તિ-નાસ્તિ કરી! એક જ્ઞાયકભાવ જ મારું સ્વ ને તેનો હું સ્વામી છું પણ રાગાદિ અજીવ મારું સ્વ નહિ અને તેનો હું સ્વામી પણ નહિ.
પ્રશ્નઃ– કયારેક તો કોઈ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પામશે; કેમકે વ્યવહાર કરવાથી પુણ્ય થશે ને તેથી સ્વર્ગમાં જશે; ને ત્યાંથી શ્રી સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં જશે ને ત્યાં સમકિત પામશે.
સમાધાનઃ– અરે ભાઈ! સમોસરણમાં તો તું અનંતવાર ગયો છો. મહાવિદેહ ક્ષેત્રમાં પણ તું અનંતવાર જન્મ્યો છો. અહા! ૪પ લાખ યોજનમાં એક કણ પણ એવો ખાલી નથી જ્યાં અનંતવાર જન્મ-મરણ ન કર્યાં હોય. ૪પ લાખ જોજનમાં જ મનુષ્યક્ષેત્ર છે. તેનો એક કણ પણ એવો નથી જ્યાં અનંતવાર જન્મ-મરણ ન કર્યાં હોય. સમુદ્રમાં મનુષ્ય તો નથી, છતાં અનંતવાર ત્યાં જન્મ-મરણ કર્યાં છે. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય ને સમુદ્રમાં પડી જાય અને ત્યાં પણ પ્રસવ-જન્મ થઈ જાય. અહા! આવા ભવ પણ મનુષ્યપણે અનંત કર્યા છે.
સમુદ્રના કણે-કણ ઉપરથી અનંતા સિદ્ધો પણ થયા છે. કોઈ દેવ જ્ઞાની આત્મધ્યાની મુનિરાજને ઉપાડી જાય અને પછી ત્યાં સમુદ્રમાં ફેંકી દે. પણ મુનિરાજ તો ત્યાં કેવળજ્ઞાન ઉપજાવીને મોક્ષ ચાલ્યા જાય. અહા! ૪પ લાખ યોજનમાંથી કોઈ કણ ખાલી નથી કે જ્યાં તેની ઉપર અનંતા સિદ્ધ ન હોય. લવણ સમુદ્ર કે જે બે લાખ યોજનનો છે તેની ઉપર પણ અનંત સિદ્ધો છે. તે સિદ્ધો કયાંથી આવ્યા? અહીંથી (જમીન ઉપરથી) મોક્ષ પામીને ત્યાં (સમુદ્રની ઉપર) જાય એમ તો થતું નથી કેમકે સિદ્ધ તો સીધા સમશ્રેણીએ જાય છે. તો લવણ સમુદ્ર ઉપર સિદ્ધ કયાંથી આવ્યા? ભાઈ! લવણ સમુદ્રમાં કોઈએ મુનિને નાખ્યા, પણ તેઓ તો અંદર ધ્યાનમગ્ન રહ્યા અને દેહ છૂટી ગયો ત્યારે કેવળજ્ઞાન ઉપજાવીને સમશ્રેણીએ સીધા મોક્ષ પધાર્યા. આ પ્રમાણે લવણ સમુદ્ર ઉપરથી પણ અનંત સિદ્ધો થયા છે. ભાઈ! વીતરાગનો મારગ અપાર અને ગંભીર છે. અજ્ઞાની અનાદિ... અનાદિ... અનાદિનો રઝળે-રખડે છે. શું તેની કોઈ શરૂઆત છે? અહા! અનાદિ... અનાદિ... અનાદિથી રઝળતાં-રઝળતાં દરેક સ્થાનમાં, દરેક સમયમાં અનંત અનંતવાર તે જન્મ્યો ને મર્યો છે! શું કહીએ? અનંતવાર તે સમોસરણમાં પણ ગયો છે. પણ એથી શું? (રાગ કરતાં કરતાં ધર્મ થાય એવું શલ્ય એને છૂટયું નહિ તો શું લાભ?).
અહીં કહે છે-જો હું રાગાદિ પરને મારા માનું તો હું જરૂર લાચારીથી પણ અજીવ થઈ જાઉં. પણ હું અજીવ નથી, હું તો એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું, ને જ્ઞાયકસ્વભાવી આત્મા જ રહીશ. એ જ હવે કહે છે-
‘માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.’
PDF/HTML Page 2159 of 4199
single page version
પહેલાં ‘જો હું અજીવનો સ્વામી થાઉં તો હું અજીવ થઈ જાઉં, માટે મને અજીવપણું ન હો’-એમ નાસ્તિથી કહ્યું; અને હવે ‘હું તો જ્ઞાતા જ રહીશ’ -એમ અસ્તિથી કહે છે. અહા! ધર્મી તો એમ જ માને છે કે-હું તો જાણવા-દેખવાના સ્વભાવે જ છું અને જાણવા-દેખવાવાળો જ્ઞાતા-દ્રષ્ટા જ રહીશ; હું કદીય રાગરૂપે કે પરરૂપે થઈશ નહિ. જુઓ, છે અંદર? છે કે નહિ? ‘હું તો જ્ઞાતા જ રહીશ.’ અહો! સમયસાર તો ભરતક્ષેત્રનો અજોડ સૂર્ય છે! છેલ્લે ૨૪પ મા કળશમાં લખ્યું છે કે-‘આ એક (અદ્વિતીય) અક્ષય જગત-ચક્ષુ છે.’
અહાહાહા...! કહે છે-‘હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું’ શું કહ્યું? કે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ થશે તોપણ ‘તે મારો છે’-એમ હું નહિ માનું; અને ‘તેને મેં કર્યો છે’-એમ પણ નહિ માનું. તે મારું સ્વ નહિ અને હું તેનો સ્વામી નહિ; હું તો જ્ઞાતા-દ્રષ્ટા જ છું.
નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે.
શું કહું? કે નિશ્ચયનયથી એટલે યથાર્થ દ્રષ્ટિથી આ સિદ્ધાંત છે કે-‘જીવનો ભાવ જીવ જ છે.’ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઈત્યાદિ ભગવાન આત્માનો ભાવ છે. તે જીવનો ભાવ જીવ જ છે અને તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે. અહા! પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ, જ્ઞાનાનંદસ્વભાવ, સ્વચ્છતાનો સ્વભાવ તે પોતાનું સ્વ છે અને તેનો આત્મા સ્વામી છે. જે પોતાનું સ્વ છે તેનો આત્મા સ્વામી છે અર્થાત્ સ્વ- ભાવનો આત્મા સ્વામી છે. તેવી રીતે અજીવનો ભાવ અજીવ જ છે. રાગાદિ ભાવ અજીવનો છે તેથી તે અજીવ જ છે. અને તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. રાગનો સ્વ-સ્વામી સંબંધ અજીવની સાથે. અહા! રાગ અજીવ છે તો તેનો સ્વામી પણ અજીવ છે. નિશ્ચયથી રાગનો સ્વામી જીવ નથી. આ નિર્જરા અધિકાર છે ને? જ્ઞાની રાગનો સ્વામી નથી. આવી વાત છે.
કહે છે-જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ તે મારી ચીજ છે. રાગાદિ કયાં મારી ચીજ છે? રાગ તો મારા જ્ઞાનનું વ્યવહારે જ્ઞેય છે; તો પછી ‘તે મારી ચીજ છે’-એમ કેમ હોય? આવી અંતર-દ્રષ્ટિ-અનુભવદ્રષ્ટિ જેને થઈ છે તે જ્ઞાનીને કર્મની ને અશુદ્ધતાની નિર્જરા થાય છે. પણ રાગ મારો છે એવી જ્યાં માન્યતા છે ત્યાં તો મિથ્યાદર્શનનો નવો બંધ પડે છે. મારગ તો આવો છે ભાઈ! અજીવને-રાગાદિને પોતાના માને તો પોતે જ અજીવ થવાનો પ્રસંગ આવે છે.
પણ પાંચ-પચાસ લાખ રૂપિયા કમાય તો ખુશી ન થાય?
PDF/HTML Page 2160 of 4199
single page version
એમાં શું ધૂળ ખુશી થાવું ભાઈ? અરે! તને શું થયું છે પ્રભુ! કે આવી મૂર્ખાઈ (મૂઢતા) સેવે છે? અહા! પૈસા મને મળ્યા, ને હું ધનપતિ-લક્ષ્મીપતિ થયો -એમ તેં માન્યું એ તો તું જડ થઈ ગયો, કેમકે જડનો પતિ જડ જ હોય. ભગવાન! તારી ચીજ તો તારી પાસે જ છે ને? તારી ચીજ તું પોતે જ છો ને પ્રભુ! આ રાગાદિ ત્રણકાળમાં તું નથી, તારી ચીજ નથી.
એ જ અહીં વિશેષ કહે છે કે-‘જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે.’
શું કીધું? આ જડ રાગાદિ પર પદાર્થ છે તે ભગવાન આત્માના છે એમ જો માનવામાં આવે તો પોતે અજીવપણાને પામે અર્થાત્ પોતે જીવ છે તે અજીવપણે થઈ જાય. માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે, મિથ્યાશ્રદ્ધાન છે. કેવો સરસ ખુલાસો છે હેં! ભાઈ! જીવને અજીવ માને વા અજીવને જીવ માને તો તે મિથ્યાત્વ છે. રાગને પોતાનો માને તે મિથ્યાત્વ છે ભાઈ!
બાપુ! આ તો મારગડા જુદા છે નાથ! શ્રીમદે કહ્યું છે ને કે-‘સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો.’ ભાઈ! તારો જે શુદ્ધ એક જ્ઞાયકભાવ છે તેની રક્ષા કરવામાં લક્ષ દે. કેમકે પરની રક્ષા કરવા જઈશ તો તને રાગ જ થશે અને તે રાગ મારો છે વા મારું કર્તવ્ય છે એમ જો માનીશ તો તું મિથ્યાદ્રષ્ટિ થઈ જઈશ અર્થાત્ તને જૈનની શ્રદ્ધા રહેશે નહિ. આવો ભગવાનનો મારગ છે!
વળી કહે છે-‘જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ.’ જ્ઞાની શબ્દે ધર્મી. કોઈ વળી કહે છે જ્ઞાની જુદો ને ધર્મી જુદો તો એમ છે નહિ. ધર્મી કહો કે જ્ઞાની કહો -બન્ને એક જ છે. જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ પ્રગટી છે તે જ્ઞાની ને ધર્મી છે. અહા! જેને નિજ જ્ઞાનાનંદસ્વભાવની અંતરમાં પ્રતીતિ થઈ છે તેને સાથે અનંત ગુણનું અંશે શુદ્ધ પરિણમન પણ થયું છે, ને એવા જ્ઞાનીને મિથ્યાબુદ્ધિ હોતી નથી. શું કહ્યું? વ્યવહારરત્નત્રયનો રાગ મારો છે અને એનાથી મને લાભ થશે એવી મિથ્યાબુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. ભાઈ! શુભરાગથી મને લાભ થશે-એમ જે માને છે તે અશુભ રાગ પણ મારો છે એમ માને છે. સમજાણું કાંઈ...? હવે આવું અજ્ઞાનીને કઠણ પડે છે. પણ શું થાય? (સ્વરૂપ જ એવું છે).
અહા! કહે છે-‘જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા છું.’
જુઓ, સમકિતી નરકનો નારકી હો કે તિર્યંચ હો-તે એમ માને છે કે રાગાદિ પરદ્રવ્ય મારું નથી, હું તો જ્ઞાયકમાત્ર છું. સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્ય તિર્યંચ