PDF/HTML Page 2321 of 4199
single page version
અને આત્માનો સ્વાદ તને આવ્યો છે તો હે જ્ઞાની! પરવસ્તુ, રાગ ને શરીરાદિ સામગ્રી કદી મારી નથી એમ તો તું માને છે અને છતાં વળી તું કહે છે કે હું તેને ભોગવું છું તો એ કયાંથી લાવ્યો? મૂઢ છો કે શું? શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ હું છું અને આ રાગ-પુણ્ય-પાપના પરિણામ, શરીર અને આ બધી કર્મની સામગ્રી પર છે, મારાથી ભિન્ન છે એમ તો તું યથાર્થ માને છે અને વળી તેને હું ભોગવું છું એમ ભોગવવાનો રસ લે છે તો સ્વચ્છંદી છો કે શું? અહા! વિષય ભોગવવામાં જો તને રસ છે તો અમે કહીએ છીએ કે તું દુર્ભુક્ત છો. ખોટી રીતે જ ભોગવનાર છો. ધર્મી નામ ધરાવે અને કર્મના નિમિત્તથી મળેલી સામગ્રીમાં-પરદ્રવ્યમાં ભોગવવાનો રસ પણ ધરાવે તો તું ધર્મી છે જ નહિ.
શું કહે છે? કે તને જો પરને ભોગવવામાં રસ પડતો હોય અને તું તને ધર્મી માનતો હોય તો તું મૂઢ સ્વચ્છંદી છો, ધર્મી છો જ નહિ. કહ્યું ને કે તું ખોટી રીતે જ ભોગવનાર છો અર્થાત્ અજ્ઞાની જ છો. વિશેષ કહે છે કે-
‘हन्त’ ‘જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે!’
શું કહે છે? કે શરીર, સ્ત્રી-પુત્ર-પરિવાર, પૈસા, મહેલ-મકાન ઇત્યાદિ પર છે, તારામાં નથી છતાં તેને તું ભોગવે છે એ મહાખેદ છે. આમ કહીને ધર્માત્માને ‘પરને હું ભોગવું-એમ પરમાં કદીય સુખબુદ્ધિ હોતી નથી એમ કહે છે. ધર્મી હોવાની આ અનિવાર્ય શરત છે.
અરેરે! જિંદગી એમ ને એમ ચાલી જાય છે. કેટલાકને તો ૬૦-૭૦ વર્ષ થઈ ગયાં. ભાઈ! જેટલો સમય જાય છે તેટલી મરણની સમીપતા થતી જાય છે કેમકે આયુની મુદત તો નિશ્ચિત જ છે; જે સમયે દેહ છૂટવાનો છે તે તો નિશ્ચિત જ છે. હવે એમાં આ આત્મા શું ને પર શું એનું ભાન ન કર્યું તો બધા ઢોર જેવા જ અવતાર છે પછી ભલે તે કરોડપતિ હો કે અબજોપતિ હો.
અહીં આમાં ન્યાય શું આપ્યો છે? કે પ્રભુ! તું જ્ઞાની છો એમ તને થયું છે અને જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનું તને ભાન થયું છે તથા પોતાના ચિત્સ્વરૂપ આત્મા સિવાય પરવસ્તુ મારી નથી એવો તને નિર્ણય પણ થયો છે છતાં પણ હું પરવસ્તુને ભોગવું-એમ ભોગવવાનો તને રસ છે તો તું મૂઢ જ છો, દુર્ભુક્ત છો, મિથ્યા ભોક્તા છો અર્થાત્ અજ્ઞાની છો. અહીં ધર્મભાવના (રુચિ) ને પરની ભોક્તાપણાની ભાવના એ બે સાથે હોઈ શકતાં નથી, રહી શકતાં નથી એમ કહે છે.
વળી કહે છે-‘यदि उपभोगतः बन्धः न स्यात्’ જો તું કહે કે-‘પરદ્રવ્યના ભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છે.’ ‘तत् किं कामचारः अस्ति’ તો શું તને ભોગવવાની ઇચ્છા છે?
PDF/HTML Page 2322 of 4199
single page version
અહાહા...! શું કહે છે? કે પરદ્રવ્યના ભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું તો પૂછીએ છીએ કે શું તને ભોગવવાની ઇચ્છા છે? ઇચ્છા છે ને વળી તું કહે કે મને બંધ નથી તો તેમ છે નહિ. જો તને ઇચ્છા છે તો તું ભોગનો રસીલો છે અને તો તને જરૂર બંધ છે. માટે કહે છે-‘ज्ञानं सन् वस’ જ્ઞાનરૂપ થઈને વસ; અર્થાત્ શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર. જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં જ રહે. આવો મારગ વીતરાગનો છે.
શું કહે છે? કે જ્ઞાનરૂપ થઈને વસ; શુદ્ધસ્વરૂપમાં નિવાસ કર. એટલે કે ઘરમાં નહિ, કુટુંબમાં નહિ, પૈસામાં નહીં ને રાગમાં પણ નહિ પણ શુદ્ધ ચિન્માત્રવસ્તુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પોતે છે તેમાં વસ. લ્યો, પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ-એ ટૂકું ને ટચ. ભાઈ! આ શબ્દો તો થોડા છે પણ એનો ભાવ ગંભીર છે. અહાહા...! અમૃતનો સાગર પ્રભુ આત્મા છે; તેના અમૃતનાં પાન કીધાં ને હવે પરદ્રવ્યને ભોગવવાની વૃત્તિ-ઝેરને પીવાની વૃત્તિ કેમ હોય? ન હોય. માટે કહે છે કે અમૃતસ્વરૂપ એવા સ્વસ્વરૂપમાં વસ.
‘अपरथा’ નહિ તો અર્થાત્ ભોગવવાની જો ઇચ્છા કરીશ વા જો અજ્ઞાનરૂપે પરિણમીશ તો ‘धुवम्’ स्वस्य अपराधात् बन्धम् एषि’ તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ.
શું કહે છે? કે શુદ્ધસ્વરૂપમાં નિવાસ કર; જો ભોગવવાની ઇચ્છા કરીશ તો ‘धुवम्’ ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. અહાહા...! છે અંદર ‘ध्रुवम्’નો અર્થ ચોક્કસ કર્યો છે, એમ કે આત્માના આનંદરસને ભૂલીને જો તું વિષયના ભોગનો રસ લઈશ તો જરૂર તને અપરાધ થશે અને તે પોતાના અપરાધથી જરૂર તું બંધાઈશ. ભાઈ! આ ફુરસદ લઈને સમજવું પડશે હોં.
ત્યારે કોઈ અજ્ઞાનીઓ વળી કહે છે-હમણાં તો મરવાનીય ફુરસદ નથી. અહા! આખો દિ’ બિચારા પાપની મજુરીમાં-રળવા-કમાવામાં, બાયડી-છોકરાં સાચવવામાં ને ભોગમાં -એમ પાપની પ્રવૃત્તિમાં ગાળતા હોય તે દેખી કોઈ સત્પુરુષો કરુણા વડે કહે કે -ભાઈ! કાંઈક નિવૃત્તિ લઈ સ્વાધ્યાયાદિ કરો; ત્યારે કહે છે-અમને તો મરવાય ફુરસદ નથી? અહાહા...! શું મદ (મોહ મહામદ) ચઢયો છે!! ને શું વક્રતા!! કહે છે-મરવાય ફુરસદ નથી! પણ ભાઈ! એનું ફળ બહુ આકરું આવશે હોં. હમણાં જેને મરવાય ફુરસદ નથી તેને જ્યાં વારંવાર જન્મ-મરણ થાય એવા સ્થાનમાં (નિગોદમાં) જવું પડશે. શું થાય? મિથ્યાત્વનું પરંપરા ફળ નિગોદ જ છે.
અહીં કહે છે-જેને આત્માના આનંદના રસનો અનુભવ થયો છે એવા ધર્મીને પરદ્રવ્ય પ્રત્યે ભોગવવાનો રસ હોતો નથી. અહાહા...! સ્વરૂપના રસિયાને પરદ્રવ્યને
PDF/HTML Page 2323 of 4199
single page version
હું ભોગવું એવો ભાવ હોતો નથી. કાંઈક અસ્થિરતાનો ભાવ હોય છે એ જુદી વાત છે પણ તેને વિષયરસની ભાવના હોતી નથી. જુઓ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ તીર્થંકર હતા, ચક્રવર્તી હતા ને કામદેવ પણ હતા. ૯૬ હજાર સ્ત્રીઓનો ને અપાર વૈભવનો યોગ હતો પણ તેમાં તેઓને રસ ન હોતો. જ્યારે અજ્ઞાનીને તો અંદર રાગનો રસ પડયો હોય છે. અહીં કહે છે-જો ભોગવવાના રસપણે પરિણમીશ તો અવશ્ય અપરાધ થશે અને અવશ્ય બંધાઈશ. બાપુ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે! એણે અનંતકાળમાં ધર્મ પ્રગટ કર્યો નથી. જો એક ક્ષણમાત્ર પણ અંદર સ્વરૂપને સ્પર્શીને ધર્મ પ્રગટ કરે તો જન્મ-મરણનો નાશ થઈ જાય એવી એ ચીજ છે.
અહાહા...! કહે છે-‘જો અજ્ઞાનરૂપે પરિણમીશ તો તું ચોક્કસ પોતાના અપરાધથી...’ પાછી ભાષા શું છે જોઈ? કે ‘પોતાના અપરાધથી’ બંધને પામીશ. એમ કે ભોગની સામગ્રીથી બંધને પામીશ એમ નહિ, કેમકે સામગ્રી તો પર છે; પણ પોતાના અપરાધથી બંધને પામીશ. એમ કે શુદ્ધ ચૈતન્યરસને ભૂલીને તું વિષયરસમાં-રાગના રસમાં જોડાઈશ તો તે તારો અપરાધ છે અને તે પોતાના અપરાધથી તું બંધને જરૂર પામીશ. અહા! આ તો અધ્યાત્મની વાત! બાપુ! આ તો વીતરાગનાં-કેવળીનાં પેટ છે! અરેરે! આની સમજણ હમણાં નહિ કરે તો કયાં જઈશ પ્રભુ! ભવ સમુદ્રમાં કયાંય ખોવાઈ જઈશ).
‘જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી.’ કર્મ શબ્દે ક્રિયા-પુણ્ય ને પાપની ક્રિયા જ્ઞાનીને કરવી ઉચિત નથી. દયા, દાન, વ્રત આદિ પુણ્યની ક્રિયા ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ પાપની ક્રિયા-એમ સર્વ કર્મ જ્ઞાનીએ કરવું ઉચિત નથી. ભોગના રસના પરિણામ કરવા જ્ઞાનીને ઉચિત નથી.
‘જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે.’
શું કહ્યું એ? કે ભગવાન આત્માના આનંદ સિવાય જે પરવસ્તુ-શરીર, મન, વાણી, ધનાદિ સામગ્રી ને પુણ્ય-પાપના ભાવ છે તેને હું ભોગવું છું એમ જો માને છે તો તું ચોર છો, લુંટારું છો. અહા! વાત તો એવી છે બાપા! ભગવાન આત્માને તું લૂંટી નાખે છે પ્રભુ! ભોગના રાગના રસમાં તું તારા નિર્મળ આનંદને ખોઈ બેસે છે. અહા! પરદ્રવ્યમાંથી આનંદ મેળવવા જતાં તું તારા આનંદસ્વરૂપનો જ ઘાત કરે છે. અહા! તું આ પરદ્રવ્ય છે એમ જાણીને તેને ભોગવવાના ભાવ કરે છે તો તું ચોર છો, અન્યાયી છો; પણ ધર્મી તો રહ્યો નહિ, અધર્મી જ ઠર્યો.
PDF/HTML Page 2324 of 4199
single page version
‘વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી.’
જુઓ, સિદ્ધાંતમાં ઉપભોગથી જ્ઞાનીને બંધ કહ્યો નથી કારણ કે તેને તે જાતનો રસ નથી. જ્ઞાનીને કોઈ કર્મને કારણે સામગ્રી હોય ને તેમાં જરી રાગ આવી જાય તો બળજોરીથી તે ભોગવે છે, તેમાં એને સુખબુદ્ધિ નથી. પુરુષાર્થની મંદતામાં રાગનું જોર છે એમ જાણીને ભોગવે છે, પણ ભોગવવાની ઇચ્છા નથી, સામગ્રીની ઇચ્છા નથી. માટે ત્યાં તેને બંધ કહ્યો નથી. ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે તો તેને ત્યાં બંધ કહ્યો નથી. ભાઈ! આ તો થોડા શબ્દે ઘણું કહ્યું છે. ગાગરમાં સાગર ભર્યો છે.
હવે કહે છે-‘જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય?’
શું કહું? કે રસ લઈને ભોગવે તો અવશ્ય બંધ થાય. ભોગવવાનો જે રસ છે તે અપરાધ છે અને તેથી રસ લઈને ભોગવે તો અપરાધી થતાં જરૂર બંધ થાય. પણ જ્ઞાનીને રસ નથી, ઇચ્છા નથી. એ તો જામનગરવાળાનો દાખલો આપ્યો નહોતો?
કે એક ભાઈને હંમેશાં ચુરમું ખાવાની ટેવ-આદત. હવે બન્યું એવું કે એનો એકનો એક પુત્ર મરી ગયો. પુત્રને બાળીને આવ્યા પછી તે કહે કે-આજ તો રોટલા કરો. સગાંવહાલાં કહે-ભાઈ! તમે રોટલા કદી ખાધા નથી. તે તમને માફક પણ નથી. તમારો તો ચુરમાનો ખોરાક છે એમ કહી તેમના માટે ચુરમું બનાવ્યું થાળીમાં ચુરમું આવ્યું; પણ ત્યારે જુઓ તો આંખમાંથી આંસુની ધારા ચાલી જાય. શું ખાવાનો રસ છે? ચુરમું હો કે રોટલા હો; ભોજનમાં રસ નથી. એમ ધર્મીને સામગ્રી ગમે તે હો પણ તેને ભોગવવામાં રસ નથી; ભોગવવા કાળે ખરેખર એને અંતરમાં ખેદ હોય છે. આવી વાત છે બાપુ! અત્યારે જગતમાં બધી વાત ફરી ગઈ છે. અરે! રાગની રુચિમાં ધર્મ મનાવવા લાગ્યા છે!
કહે છે-‘જો પોતે ઇચ્છાથી ભોગવે...’ ઇચ્છા એટલે રસ, રુચિ હોં, ભોગવવાનો રસ. ‘જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય?’ લ્યો, બધુંય આમાં આવી ગયું. જ્ઞાનીને શુભભાવમાં રસ નથી. રસથી શુભભાવ કરે તો તે અપરાધી થાય ને તો તેને અવશ્ય બંધ થાય. ભાઈ! દયા, દાન, વ્રત આદિના શુભભાવ છે તે રાગ છે, ઝેર છે. એ ઝેરનું પાન મહા દુઃખદાયી છે પણ એને ખબર નથી.
પ્રશ્નઃ– પણ જ્ઞાની વ્યવહારથી પુણ્ય-પાપના ભેદ કરે ને?
PDF/HTML Page 2325 of 4199
single page version
સમાધાનઃ– વ્યવહારથી કરે છે, પણ બેય બંધનાં જ કારણ છે એમ તે જાણે છે. એ તો કહ્યું તું ને કે-
અહા! લોકોને ખબર નથી કે ચક્રવર્તી કોને કહેવાય? જેની સોળ હજાર દેવો સેવા કરતા હોય, જેના ઘરે ચૌદ રત્ન ને નવ નિધાન હોય, જેને ઘેર ૯૬ હજાર રાણીઓ હોય, અહાહા...! જેને ૭૨ હજાર નગર ને ૯૬ કરોડ ગામ હોય, જેનું ૯૬ કરોડનું પાયદળ હોય-એવા અપાર વૈભવનો સ્વામી ચક્રવર્તી હોય છે. તોપણ કહ્યું ને કે-
સમકિતી ધર્મી જીવ આ બધી સંપદાને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. કેમ? કેમકે એની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા પર હોય છે. આવો મારગ બાપા! દુનિયાથી સાવ જુદો છે ભાઈ! આ વેપાર (પાપનો) કરી ખાય એ વાણિયાઓને ખબર નહિ પણ બાપુ! આત્માનો વેપાર કરતાં આવડે તે ખરો વાણિયો છે.
અહીં કહે છે કે જેને આત્માના નિર્મળ નિરાકુળ આનંદનો રસ આવ્યો છે તેને પરનો ભોગ ઝેર જેવો લાગે છે અને તે ધર્મી-ધર્માત્મા છે.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
‘यत् किल कर्म एव कर्तारं स्वफलेन बलात् नो याजयेत्’ કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી (કે તું મારા ફળને ભોગવ).
અહા! પુણ્યને લઈને આ સામગ્રી આવી તો તે કાંઈ એમ નથી કહેતી કે- તું મને ભોગવ. પણ ‘फललिप्सुः एव हि कुर्वाणः कर्मणः यत् फलं प्राप्नोति’ ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે. કર્મનું ફળ એટલે રંજિત પરિણામ, ભોગવવાના કાળે રાગના રસનો ભાવ. અહા! રાગમાં જેને રસ છે તેને કર્મના ફળને ભોગવવાનો ભાવ થાય છે. અહા! ફળની જેને ઇચ્છા છે અર્થાત્ ભોગવવાના રાગમાં જેને રસ છે તે કર્મ કરતો થકો કર્મના ફળને અર્થાત્ ભોગવવાના ભાવને પ્રાપ્ત થાય છે.
‘ज्ञानं सन्’ માટે જ્ઞાનરૂપે રહેતો એટલે કે શુદ્ધ ચિદ્ઘન પ્રભુ આત્મામાં રહેતો અને ‘तद् अपास्त–रागरचनः’ જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે અર્થાત્ રાગને ભોગવવાના રસનો જેણે નાશ કરી નાખ્યો છે એવો ‘मुनिः’ મુનિ અર્થાત્ સમકિતી
PDF/HTML Page 2326 of 4199
single page version
ધર્માત્મા ‘तत्–फल–परित्याग–एक–शीलः’ કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, ‘कर्म कुर्वाणः अपि हि’ કર્મ કરતો છતો પણ ‘कर्मणा नो बध्यते’ કર્મથી બંધાતો નથી.
કળશટીકામાં ‘મુનિ’નો અર્થ શુદ્ધસ્વરૂપના અનુભવે બિરાજમાન સમ્યગ્દ્રષ્ટિ જીવ- એમ કર્યો છે. અહાહા...! કેવો છે તે ‘મુનિ’ કહેતાં સમકિતી ધર્મી જીવ? તો કહે છે- કર્મના ફળના ત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે તેવો તે ધર્મી છે. અહાહા...! ધર્મીનો તો એક જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. શુદ્ધ જ્ઞાતાસ્વભાવે રહેતા તેને કર્મ કરવા પ્રતિ ને કર્મ ભોગવવા પ્રતિ રાગરસ ઊઠી ગયો છે. અહાહા...! માતા સાથે જેમ ભોગ ન હોય તેમ ધર્મીને જડના ભોગ ન હોય. તેને કર્મના ઉદયથી મળેલી સામગ્રીને ભોગવવાનો રસ, જેમ મા-દીકરાને ભોગવવાનો રસ હોતો નથી તેમ, ઊડી ગયો છે. સમજાણું કાંઈ...?
ભારે કઠણ વાત ભાઈ! અરે પ્રભુ! તારા સત્નો મારગ તેં કદી સાંભળ્યો નથી. અહી કહે છે-‘तत्–फल–परित्याग–एक–शीलः’ કર્મના ફળના પરિત્યાગરૂપ જ ધર્મીનો એક શીલ-સ્વભાવ છે. ધર્મીનો તો રાગના ત્યાગરૂપ જ એક સ્વભાવ છે. તેને રાગ કરવા પ્રતિ ને ભોગવવા પ્રતિ રસ જ નથી. માટે કહે છે-તે કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી. ગજબ વાત છે ભાઈ!
પ્રશ્નઃ– તો બીજે આવે છે કે અનાસકિતએ ભોગવવું; આ એ જ વાત છે ને? ઉત્તરઃ– અરે ભાઈ! અનાસક્તિ એટલે શું? અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ ઉડી ગયો છે. માટે ‘ભોગવવું’-એમ જે ભોગવે છે તેને અનાસક્તિ છે એમ કેમ કહેવાય? ભોક્તા થઈને ભોગવે છે તેને અનાસક્તિ છે જ નહીં. અહીં તો અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ જ્ઞાનીને ઉડી ગયો છે-એમ વાત છે. અહા! ધર્મીને આત્માના આનંદના રસ આગળ ચક્રવર્તીના રાજ્યની સંપદાનો પણ રસ ઉડી ગયો છે. જુઓ, પહેલા દેવલોકનો સૌધર્મ ઇન્દ્ર છે. તે સમકિતી એક ભવતારી છે. તેને ક્રોડો અપ્સરાઓ-ઇન્દ્રાણીઓ છે. પણ તેને ભોગ પ્રત્યે ઉત્સાહ નથી-રસ નથી; અંદરમાં રસ ઉડી ગયો છે. જેમ કોઈ આર્યના મોંમાં કોઈ માંસ મૂકી દે તો તેમાં શું એને રસ છે? જરાય નહિ. તેમ ધર્મીને આત્માના આનંદના રસ આગળ પર ચીજની ઇચ્છાનો રસ ઉડી ગયો છે; તેણે પરચીજની ઇચ્છાના રાગનો નાશ કરી નાખ્યો છે અને તેથી તે કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી, પણ તેને નિર્જરા થાય છે.
અરે ભાઈ! આવું મનુષ્યપણું મળ્યું ને જો આ ન સમજ્યો તો બધા ઢોરના અવતાર તારા જેમ નિષ્ફળ ગયા તેમ આ પણ નિષ્ફળ જશે. ભલે બહારમાં ખૂબ પૈસા
PDF/HTML Page 2327 of 4199
single page version
ને આબરૂ મેળવે કે લોકો તને બહુ આવડતવાળો ચતુર કહે પણ આ અવસરમાં આ ન સમજ્યો તો તારા જેવો મૂરખ કોઈ નહિ હોય, કેમકે અહીંથી છૂટીને તું કયાંય સંસારસમુદ્રમાં ખોવાઈ જઈશ.
આ નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા કોને થાય એની આમાં વ્યાખ્યા છે. કહે છે-‘કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી.’
કર્મ શબ્દે અહીં ક્રિયા અર્થ છે. કર્મના ઉદયથી મળેલી જે સામગ્રી છે તે સામગ્રીમાં જે ક્રિયા થાય છે તે ક્રિયા જબરદસ્તીથી કર્તાને પોતાના ફળ સાથે જોડતી નથી, અર્થાત્ તે ક્રિયામાં પ્રેમ કરવો કે ન કરવો તે કાંઈ ક્રિયા કહેતી નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! કર્મ કહેતાં ક્રિયા જબરદસ્તીથી કર્તાને પોતાના ફળ સાથે જોડતી નથી.
‘પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે.’ શું કહે છે? કે ક્રિયાને કરતો થકો જે તેના ફળની વાંછા કરે તે જ તેનું ફળ-ભોગ સામગ્રી ને ભોગપરિણામ-પામે છે.
‘માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની ઇચ્છા નથી.’
અહાહા...! ધર્મી તો, ‘હું જ્ઞાન ને આનંદસ્વરૂપ છું’-એવા સ્વરૂપના અનુભવમાં રહેવાવાળો છે. તેને ક્રિયામાં રસ નથી, પ્રેમ નથી. તેથી તેને ભવિષ્યમાં ફળ મળે તેવા ભાવ નથી.
શું કહે છે? કે ધર્મી સમકિતી જીવ જાણવા-દેખવાવાળો ને આનંદમાં રહેવાવાળો છે. તે પોતાના જ્ઞાનસ્વભાવમાં વર્તે છે પણ રાગની-સામગ્રીની ક્રિયામાં તેનું વર્તવું છે નહિ. તે રાગ વિના કર્મ કરે છે એટલે શું? એટલે કે તેને ક્રિયાકાંડમાં રસ નથી. શરીરની ને રાગની જે ક્રિયા થાય છે તેમાં તેને રસ નથી. માટે રાગ વિના જે ક્રિયા કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી.
ચિદાનંદઘન પ્રભુ આત્માની જેને દ્રષ્ટિ થઈ છે અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે તેને એક આનંદની ભાવના છે. તેને રાગની ક્રિયા થાય છે પણ તેની ભાવના નથી. ‘આ (-રાગ) ઠીક છે’ અને ‘એનું ફળ મળો’-એવી ભાવના જ્ઞાનીને હોતી નથી. ઝીણી વાત છે ભાઈ! જ્ઞાનીને કર્મના ફળની ઇચ્છા નથી. અહા! એને જે ક્રિયા થાય છે તેનું ફળ (સ્વર્ગાદિ) મને હો એવી ઇચ્છા નથી. અહીં તો નિર્જરા બતાવવી છે ને!
PDF/HTML Page 2328 of 4199
single page version
૧. કર્મનું ઝરવું ૨. અશુદ્ધતાનો નાશ થવો ૩. શુદ્ધતાની ઉત્પત્તિની વૃદ્ધિ થવી. આ ત્રણ પ્રકારે જ્ઞાનીને નિર્જરા છે, કેમકે જ્ઞાનીને કર્મના ફળની ઇચ્છા નથી. અહા! સમકિતીને શુદ્ધ એક આનંદસ્વરૂપની જ રુચિ છે. તેને રાગની ક્રિયા થઈ આવે છે પણ એની એને રુચિ નથી. ‘કામ કરવું પણ અનાસક્તિથી કરવું’ -એમ જે અજ્ઞાની કહે છે એ આ વાત નથી હોં, એ તો પરનાં કામ કરવાનું માને છે, જ્યારે વાસ્તવમાં આત્મા પરનું કાંઈ કરી શકતો જ નથી. આ તો અંતરમાં પુરુષાર્થ ઉગ્ર નથી તો રાગ થઈ આવે છે છતાં જ્ઞાનીને રાગમાં (ક્રિયામાં) રસ નથી એમ વાત છે, અને તેથી ભવિષ્યમાં ક્રિયાનું ફળ મળે એવું છે નહિ. ફળની ઇચ્છા-રહિતપણે થતી ક્રિયાની જ્ઞાનીને નિર્જરા જ થઈ જાય છે-એમ કહે છે.
જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ જે કહ્યું છે તેનો અર્થ આ છે. બાકી ભોગ તો રાગ છે. પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિનું જોર સ્વભાવ ઉપર છે, રાગ ઉપર તેની દ્રષ્ટિ છે નહિ. જ્ઞાનીનો તો રાગના ત્યાગસ્વભાવરૂપ સ્વભાવ છે. છે ને કળશમાં કે ‘तत्–फल– परित्याग–एक–शीलः’ અર્થાત્ ધર્માત્માને-સમ્યગ્દ્રષ્ટિને રાગનો ત્યાગ છે અને તેથી (તેના) ફળનો પણ ત્યાગ છે; આવો રાગના ત્યાગસ્વભાવરૂપ જ્ઞાનીનો સ્વભાવ છે. તેથી રાગની ક્રિયામાં રસ નહિ હોવાથી જ્ઞાનીને બંધન થતું નથી, ફળ પ્રાપ્ત થતું નથી પણ રાગ આવ્યો છે તે ખરી જાય છે, ઝરી જાય છે. ઝીણી વાત પ્રભુ!
શું કહે છે? કે જ્ઞાની ‘એક શીલઃ’ એક સ્વભાવવાળો છે. વજન અહીં છે કે- ધર્મીને એક જ્ઞાયકસ્વભાવ-જ્ઞાનાનંદસ્વભાવ એક સ્વભાવભાવ છે. અહાહા...! તેની દ્રષ્ટિનો વિષય એક સ્વભાવભાવ છે. અહા! ઝીણી વાત છે પ્રભુ! સમ્યગ્દર્શન અને તેનું ધ્યેય જે એક સ્વભાવભાવ-એક જ્ઞાયકભાવ તેની વાત બહુ ઝીણી છે. પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ સમ્યગ્દ્રષ્ટિનું ધ્યેય છે. તે કારણે તેની દ્રષ્ટિ એક સ્વભાવભાવ પર જ છે. તેથી તેને ક્રિયાનો રાગ આવ્યો છે પણ તેમાં રસ નથી. અહાહા...! એક આનંદસ્વભાવમાં લીન એવા જ્ઞાનીને જે ક્રિયા આવી પડે છે તેમાં રસ નથી અને તેથી તેને બંધન પણ નથી અને ભવિષ્યમાં તેનું ફળ પણ તેને પ્રાપ્ત થતું નથી. આવી ઝીણી વાત છે!
કહે છે-નિમિત્તથી, રાગથી ને એક સમયની પર્યાયથી હઠીને જેણે શુદ્ધ એક જ્ઞાયકભાવરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં દ્રષ્ટિ અને રુચિ લગાવી છે તેને બીજે કયાંય રુચિ રહેતી નથી. તેને ભોગનો વિકલ્પ આવે છે પરંતુ તે વિકલ્પમાં રસ નથી. તેને એ વિકલ્પ ઝેર જેવા ભાસે છે. તેથી તેને બંધન થતું નથી. અજ્ઞાનીને
PDF/HTML Page 2329 of 4199
single page version
રાગમાં મીઠાશ આવે છે; તેને રાગમાં રસ છે અને તે કારણે રાગનું ફળ, અત્યારે જેમ સંયોગી ભોગ મળ્યો છે તેમ, ભવિષ્યમાં મળશે. પણ જ્ઞાનીને તો કર્મની નિર્જરા થઈ ગઈ છે અને તેથી તેને ભોગ મળશે નહિ.
જુઓ! ‘જ્ઞાનરૂપે વર્તે છે’-એમ કહ્યું છે ને? એટલે શું? કે જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છે, તેમાં જ એકત્વ કરીને સમ્યગ્દ્રષ્ટિ વર્તે છે, એમાં જ એકપણું કરીને તે રહે છે. વળી તે રાગ વિના કર્મ કરે છે. એટલે કે તેને જે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે રાગના વિકલ્પ આવે છે તે વિકલ્પમાં એને રસ નથી, એ વિકલ્પમાં તે એકમેક નથી. અહા! શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકપણું પામેલા જ્ઞાનીને રાગની ક્રિયામાં રસ નથી; અને જે રાગ આવે છે તેમાં રસ નથી માટે બંધ નથી. અહીં આ અપેક્ષાએ વાત છે કે-રાગમાં રસ નથી માટે બંધન નથી. બાકી જેટલો રાગ થાય છે તેટલો બંધ થાય છે; પણ એને અહીં ગૌણ કરીને કહે છે કે-રાગમાં-ક્રિયામાં રસ નથી માટે બંધ નથી, પણ નિર્જરા થાય છે. આવો વીતરાગનો મારગ સમજવોય કઠણ છે! વીતરાગનો મારગ બહુ દુર્લભ ભાઈ!
અહા! સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે જે આ આત્મા જોયો છે તે ચિન્માત્ર અતીન્દ્રિય વીતરાગી આનંદનો કંદ પ્રભુ છે. તેમાં રાગ નથી, પુણ્ય-પાપ નથી. જે રાગ છે, પુણ્ય- પાપના ભાવ છે તે આસ્રવ તત્ત્વ છે, ને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છે. તથા આ શરીર, કર્મ આદિ છે તે અજીવ તત્ત્વ છે. આ રીતે એક જ્ઞાયકભાવસ્વરૂપ પ્રભુ આત્મા રાગથી-પુણ્યપાપથી ને શરીરાદિથી ભિન્ન છે. અહાહા...! આવું જેને સ્વરૂપના આશ્રયે ભેદજ્ઞાન પ્રગટ થયું છે તે ધર્માત્મા છે, સમકિતી છે. અહીં કહે છે-જેને સ્વરૂપનો- જ્ઞાનાનંદસ્વભાવનો આશ્રય વર્તે છે તેને રાગમાં રસ નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર રહે નહિ તેમ જેને ભગવાન આનંદના નાથનો પ્રેમ છે તેને રાગનો પ્રેમ નથી; અને જેને રાગનો પ્રેમ છે તેને આત્માનો પ્રેમ નથી. લ્યો, આવો મારગ! તેથી કહે છે-જ્ઞાનીને કર્મફળની-ક્રિયાના ફળની ઇચ્છા છે નહિ તેથી તેને બંધન થતું નથી, નિર્જરા જ થાય છે.
PDF/HTML Page 2330 of 4199
single page version
तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए।। २२४।।
एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं।
तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए।। २२५।।
जह पुण सो च्चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं।
तो सो ण देदि राया विविहे भोगे सुहुप्पाए।। २२६।।
एमेव सम्मदिट्ठी विसयत्थं सेवदे ण कम्मरयं।
तो सो ण देदि कम्मो विविहे भोगे सुहुप्पाए।। २२७।।
तत्सोऽपि ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान्।। २२४।।
एवमेव जीवपुरुषः कर्मरजः सेवते सुखनिमित्तम्।
तत्तदपि ददाति कर्म विविधान् भोगान सुखोत्पादकान्।। २२५।।
હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ-
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪.
ત્યમ જીવપુરુષ પણ કર્મરજનું સુખઅરથ સેવન કરે,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨પ.
વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં,
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં; ૨૨૬.
સુદ્રષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭.
PDF/HTML Page 2331 of 4199
single page version
तत्सोऽपि न ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान्।। २२६।।
एवमेव सम्यग्द्रष्टिः विषयार्थ सेवते न कर्मरजः।
तत्तन्न ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान्।। २२७।।
ગાથાર્થઃ– [यथा] જેમ [इह] આ જગતમાં [कः अपि पुरुषः] કોઈ પુરુષ [वृत्तिनिमित्तं तु] આજીવિકા અર્થે [राजानम्] રાજાને [सेवते] સેવે છે [तद्] તો [सः राजा अपि] તે રાજા પણ તેને [सुखोत्पादकान्] સુખ ઉત્પન્ન કરનારા [विविधान्] અનેક પ્રકારના [भोगान्] ભોગો [ददाति] આપે છે, [एवम् एव] તેવી જ રીતે [जीवपुरुषः] જીવપુરુષ [सुखनिमित्तम्] સુખ અર્થે [कर्मरजः] કર્મરજને [सेवते] સેવે છે [तद्] તો [तत् कर्म अपि] તે કર્મ પણ તેને [सुखोत्पादकान्] સુખ ઉત્પન્ન કરનારા[विविधान्] અનેક પ્રકારના [भोगान्] ભોગો [ददाति] આપે છે.
[पुनः] વળી [यथा] જેમ [सः एव पुरुषः] તે જ પુરુષ [वृत्तिनिमित्तं] આજીવિકા અર્થે [राजानम्] રાજાને [न सेवते] નથી સેવતો [तद्] તો [सः राजा अपि] તે રાજા પણ તેને [सुखोत्पादकान्] સુખ ઉત્પન્ન કરનારા [विविधान्] અનેક પ્રકારના [भोगान्] ભોગો [न ददाति] નથી આપતો, [एवम् एव] તેવી જ રીતે [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [विषयार्थ] વિષય અર્થે [कर्मरजः] કર્મરજને [न सेवते] નથી સેવતો [तद्] તો (અર્થાત્ તેથી) [तत् कर्म] તે કર્મ પણ તેને [सुखोत्पादकान्] સુખ ઉત્પન્ન કરનારા [विविधान्] અનેક પ્રકારના [भोगान्] ભોગો [न ददाति] નથી આપતું.
ટીકાઃ– જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દ્રષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું. એમ તાત્પર્ય (અર્થાત્ કહેવાનો આશય) છે.
ભાવાર્થઃ– અહીં એક આશય તો આ પ્રમાણે છેઃ- અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે. જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.
બીજો આશય આ પ્રમાણે છેઃ- અજ્ઞાની સુખ (-રાગાદિપરિણામ) ઉત્પન્ન
PDF/HTML Page 2332 of 4199
single page version
किंत्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत्।
तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।। १५३।।
કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું.
આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.
હવે, “જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે?” એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [येन फलं त्यक्तं सः कर्म कुरुते इति वयं न प्रतीमः] જેણે કર્મનું ફળ છોડયું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શક્તા નથી. [किन्तु] પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે- [अस्य अपि कुतः अपि किंचित् अपि तत् कर्म अवशेन आपतेत्] તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે (-તેના વશ વિના) આવી પડે છે. [तस्मिन् आपतिते तु] તે આવી પડતાં પણ, [अकम्प–परम– ज्ञानस्वभावे स्थितः ज्ञानी] જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની [कर्म] કર્મ [किं कुरुते अथ किं न कुरुते] કરે છે કે નથી કરતો [इति कः जानाति] તે કોણ જાણે?
ભાવાર્થઃ– જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.
અવિરત સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા. તેમાં, અવિરત સમ્યગ્દ્રષ્ટિ, દેશવિરત સમ્યગ્દ્રષ્ટિ અને આહારવિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જ્વળ છે. તે ઉજ્જ્વળતાને તેઓ જ (-જ્ઞાનીઓ જ-) જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓ તે ઉજ્જ્વળતાને
PDF/HTML Page 2333 of 4199
single page version
यद्वजे्रऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि।
सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं
जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि।। १५४।।
જાણતા નથી. મિથ્યાદ્રષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? ૧પ૩.
હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [यत् भय–चलत्–त्रैलोक्य–मुक्त–अध्वनि वजे्र पतति अपि] જેના ભયથી ચલાયમાન થતા-ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં, [अमी] આ સમ્યગ્દ્રષ્ટિ જીવો, [निसर्ग–निर्भयतया] સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, [सर्वाम् एव शङ्कां विहाय] સમસ્ત શંકા છોડીને, [स्वयं स्वम् अवध्य–बोध–वपुषं जानन्तः] પોતે પોતાને (અર્થાત્ આત્માને) જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય (અર્થાત્ કોઈથી હણી શકાય નહિ એવું) છે એવો જાણતા થકા, [बोधात् च्यवन्ते न हि] જ્ઞાનથી ચ્યુત થતા નથી. [इदं परं साहसम् सम्यग्द्रष्टयः एव कर्तु क्षमन्ते] આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દ્રષ્ટિઓ જ સમર્થ છે.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. ૧પ૪.
હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ-
‘જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે.’
PDF/HTML Page 2334 of 4199
single page version
શું કહે છે? કે જો કોઈ પુરુષ ફળની ઇચ્છાથી-જમીન, પૈસા, ધન-ધાન્ય આદિ મેળવવાની ભાવનાથી-રાજાની સેવા કરે છે તો તે રાજા તેને ફળ કહેતાં ધનાદિ સામગ્રી આપે છે. તેવી રીતે ફળને અર્થે જો કોઈ જીવ કર્મને સેવે છે અર્થાત્ ક્રિયા કરે છે તો તે ક્રિયા તેને ફળ આપે છે. શું કહ્યું? કે કોઈ પુરુષ મને આવા ભોગો પ્રાપ્ત હો એવી વાંછા જો ક્રિયા કરે છે તો તેને તે ક્રિયાના ફળમાં બંધ થઈને ભોગો -સંયોગો પ્રાપ્ત થાય છે.
હવે કહે છે-‘વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દ્રષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું-એમ તાત્પર્ય છે.’
શું કહે છે? કે જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો. આ દ્રષ્ટાંત થયું. તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ કે જેની દ્રષ્ટિ સ્વસન્મુખ થયેલી છે ને જે શુદ્ધ આનંદરસનો રસિયો છે તે ફળ અર્થે કર્મને સેવતો નથી અર્થાત્ ક્રિયા કરતો નથી તો તે ક્રિયા તેને ફળ આપતી નથી. ઝીણી વાત ભાઈ! જ્ઞાનીને જે ક્રિયા હોય છે તે ફળની વાંછારહિતપણે હોય છે અને તેથી તે ક્રિયા ભવિષ્યમાં ભોગમાં એકપણાના રંજિત પરિણામ થાય તેવું ફળ દેતી નથી. અહાહા...! ક્રિયામાં રાગનો રંગ ચઢી જાય એવું જ્ઞાનીને હોતું નથી. જેને આત્માના આનંદનો રંગ (અમલ) ચઢયો છે તેને વર્તમાન ક્રિયામાં રાગનો રંગ નથી; અને તો તેના ફળમાં તેને રંજિત પરિણામ થતા નથી. રાગનો રસ નથી હોતો ને? રાગમાં એકત્વ નથી તેથી જ્ઞાનીને રાગનું ફળ જે બંધ તે થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિ ફળને માટે કર્મની સેવા નથી કરતો. રાગની ક્રિયા વડે મને કોઈ સાનુકૂળ ભોગાદિ ફળ મળે અને તે હું ભોગવું એવા રંજિત પરિણામની જ્ઞાનીને ઇચ્છા હોતી નથી. અહા! ‘ભરતજી ઘરમેં વૈરાગી’-એમ આવે છે ને? ૯૬ હજાર સ્ત્રીઓ, ૯૬ કરોડ પાયદળ અને ૯૬ કરોડ ગામ હોવા છતાં એ સર્વ પરચીજમાં એમને રસ નથી; પોતાનો રસ તો શુદ્ધ ચૈતન્યસત્તામાં જ છે. ‘ઘરમાં વૈરાગી’ લ્યો, ગજબ વાત છે ને! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ નામ શાશ્વત, ચિદ્+આનંદ નામ જ્ઞાન ને આનંદનો ખજાનો પ્રભુ આત્મા છે. આવા ભગવાન આત્માનો જેને રસ આવ્યો છે તેને ચક્રવર્તીપદ કે ઇન્દ્રપદમાં રસ આવતો નથી. આવો મારગ છે!
‘અહીં એક આશય તો આ પ્રમાણે છેઃ- અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે.’
PDF/HTML Page 2335 of 4199
single page version
શું કહે છે? કે અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રાગને ભોગવવાના હેતુએ ઉદયાગત કર્મને એટલે કર્મનો જે ઉદય આવ્યો છે તેને સેવે છે તેથી તે કર્મ તેને રંજિત પરિણામ અર્થાત્ રાગથી રંગાયેલા પરિણામ આપે છે. હવે કહે છે-
‘જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.’
અહાહા...! જ્ઞાની એટલે કે જ્ઞાન ને આનંદરસનો રસિક એવો ધર્મી જીવ વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે એટલે કે રાગના રસના પરિણામને માટે ઉદયાગત કર્મને સેવતો નથી. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ અર્થાત્ રાગના રસવાળું પરિણામ આપતું નથી. અહા! જ્ઞાનીને ભગવાન આત્મા આનંદરૂપ લાગ્યો છે ને રાગ દુઃખરૂપ લાગ્યો છે. તેથી રાગમાં તેને રસ કેમ આવે? અહા! જ્ઞાનીને રાગના રસથી ભરેલા પરિણામ હોતા નથી. આવી બહુ ઝીણી વાત ભાઈ! જૈનદર્શનમાં જ અને તે દિગંબર જૈનમાં જ આ અધિકાર છે, બાકી બીજે આવી વાત છે જ નહિ. અહો! દિગંબર મુનિવરોએ જંગલમાં બેઠા બેઠા જગતને ન્યાલ કરી દીધું છે!
કહે છે-જેને સમ્યગ્દર્શન થયું છે, ચિદાનંદઘન પ્રભુ આત્મામાં સુખબુદ્ધિ થઈ છે તેને રાગમાં રસ ઉડી ગયો છે, રાગમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે. અહા! જ્ઞાનીને રાગમાં ને ભોગમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે તે કારણે રંજિત પરિણામમાં તે લીન થઈ જાય તેવા પરિણામ તેને હોતા નથી. તેથી ભવિષ્યમાં જે કર્મોદય પ્રાપ્ત ભોગસામગ્રી આવે તેમાં રંજિત પરિણામ તેને થતા નથી. અહા! આત્માના નિરાકુળ આનંદના જ્યાં રંગ ચડયા ત્યાં રંજિત પરિણામ હોતા નથી એમ કહે છે. મારગ બાપા! આવો અલૌકિક છે. જ્ઞાની રંજિત પરિણામ અર્થે કર્મને સેવતો નથી તો કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.
‘બીજો આશય આ પ્રમાણે છેઃ- અજ્ઞાની સુખ (-રાગાદિ પરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે.’
શું કહે છે આ? કે અજ્ઞાની કર્મ એટલે વ્રત, તપ આદિ ક્રિયા તેમાં એકરસ થઈને કરે છે. શા માટે રાગાદિ પરિણામોને ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષા છે તેથી; ભવિષ્યમાં પણ રાગ થાય એવા ભોગની વાંછા છે તેથી વ્રત, તપ આદિ શુભકર્મ તે કરે છે, અજ્ઞાનીને વર્તમાન ભોગમાં પણ અભિલાષા-મીઠાશ છે અને તેનું ફળ જે આવે તેમાં પણ તેને મીઠાશ છે. જ્યારે જ્ઞાનીને વર્તમાન ભોગમાં મીઠાશ નથી અને ભવિષ્યે જે ભોગસામગ્રી મળે તેની પણ મીઠાશ નથી. આવી ધર્મકથા છે અહા! જેણે અંદર આત્મામાં રમતું માંડી છે, ભગવાન આતમરામ નિજસ્વરૂપમાં જ્યાં
PDF/HTML Page 2336 of 4199
single page version
રમે છે ત્યાં-તેને રાગની રમતુ છૂટી જાય છે. અને અજ્ઞાની જે રાગની રમતુમાં રહ્યો છે તેને આત્માની રમતુ છૂટી ગઈ છે.
અહા! છે? અંદર છે? કે ‘જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું. અર્થાત્ જ્ઞાનીને જે વર્તમાન વ્રતાદિના પરિણામ છે એમાં રસ નથી, એકત્વ નથી. વળી તે વ્રતાદિના ફળમાં જે સંયોગ મળે તેમાં પણ તેને રસ નથી. હવે આવી ખબરેય ન મળે ને ધર્મ થઈ જાય એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ! આત્મા શું? આત્માનુભૂતિ શું? સમ્યગ્દર્શન શું? ઇત્યાદિ યથાર્થ સમજણ વિના ધર્મ કયાંથી આવ્યો? સમ્યગ્દર્શન-જ્ઞાન વિના ચારિત્ર કયાંથી આવ્યું? બાપુ! વિના સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્ર વૃથા છે, નિઃસાર છે. છહઢાલામાં કહ્યું છે ને કે-
અહીંયા શું કહ્યું? કે અજ્ઞાની રાગાદિ પરિણામ ઉત્પન્ન કરવાવાળા આગામી ભોગોની વાંછાથી વ્રત, તપ આદિ શુભક્રિયા કરે છે અને તેથી તે ક્રિયા રંજિત પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્યારે જ્ઞાનીને-શુદ્ધદ્રષ્ટિવંત પુરુષને-વર્તમાનમાં રાગાદિ ઉત્પન્ન કરે તેવો ભાવ છે નહિ; વર્તમાનમાં જે વ્રત, તપ આદિ શુભકર્મ છે તેમાં તેને રસ છે નહિ, એ તો તેને જ્ઞાતા-દ્રષ્ટાના ભાવે માત્ર જાણે છે. અજ્ઞાની વ્રતાદિ કરે છે ત્યાં તેને વ્રતાદિના શુભરાગની વાંછા છે. જ્ઞાનીને રાગની વાંછા નથી. આવો ક્રિયાસંબંધી બેમાં ફેર છે.
‘આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.’
આ સરવાળો કહ્યો. અજ્ઞાની જે વ્રત, તપ, આદિ ક્રિયા કરે છે તે ફળની વાંછા સહિત રાગરસ વડે ક્રિયામાં એકાકાર થઈને કરે છે તેથી તે ફળને પામે છે અર્થાત્ રંજિત પરિણામને ને બંધને પામે છે. જ્યારે જ્ઞાનીને જે વ્રત, તપ આદિ ક્રિયા હોય છે તે રાગરસથી રહિત હોય છે અને તેથી તેને જે રાગ આવે છે તે ખરી જાય છે, પણ ફળ દેતો નથી, રંજિત પરિણામ ઉત્પન્ન કરતો નથી. આવી વાત છે.
હવે, “જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે?” એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છેઃ-
‘येन फलं त्यक्तं स कर्म कुरुते इति वयं न प्रतीमः’ જેણે કર્મનું ફળ છોડયું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીત કરી શકતા નથી.
PDF/HTML Page 2337 of 4199
single page version
જુઓ, હું એક શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં પ્રતીતિ ને ભાન થયાં છે તેને રાગમાં રસ નથી અર્થાત્ તેણે રાગનું ફળ છોડી દીધું છે. હવે જેણે રાગનું ફળ છોડી દીધું છે તે જ્ઞાની રાગની ક્રિયા કરે છે એમ, આચાર્યદેવ કહે છે, અમે પ્રતીત કરી શકતા નથી. અહા! જે જ્ઞાતા થયો છે તે રાગનો કર્તા છે એમ અમે માનતા નથી એમ કહે છે.
હા, પણ તે અજ્ઞાનીને કેમ ખબર પડે? (કે જ્ઞાની રાગનો કર્તા નથી). અરે ભાઈ! અજ્ઞાનીને ખબર ન પડે તો તેનું શું કામ છે? ખુદ આચાર્ય (પરમેષ્ઠી ભગવાન) તો કહે છે કે નિજ આનંદરસનો રસિયો જ્ઞાની કે જેને રાગનો રસ છૂટી ગયો છે તે રાગની ક્રિયા તેમાં એકાકાર થઈને કરે છે એમ અમે પ્રતીત કરી શકતા નથી. અહા! બહુ સરસ અધિકાર છે.
ભાઈ! દિગંબર આચાર્ય અમૃતચંદ્રનો આ કળશ છે. ભગવાન કુંદકુંદાચાર્યની ગાથા પર આ અમૃતચંદ્રાચાર્યનો ટીકા-કળશ છે. અહા! તે વીતરાગી મુનિવરો પ્રચુર આનંદના અનુભવનારા શુદ્ધોપયોગી સંત હતા, જાણે ચાલતા સિદ્ધ! અહાહા...! મુનિ તો શુદ્ધોપયોગી હોય છે. છહઢાળામાં આવે છે ને કે-
હવે અજ્ઞાનીને તો મુનિપણું શું ને સમ્યગ્દર્શન શું એનીય ખબર નથી તો તેને આવી ખબર ન પડે તો તેથી શું છે? મુનિવરો તો આ કહે છે કે-જેની પરિણતિ નિર્મળ આનંદરસમાં-એક ચૈતન્યરસમાં લીન છે તેને રાગનો રસ ઊડી ગયો છે અને તેથી તે ક્રિયા (રાગ) કરે છે એમ અમે પ્રતીત કરી શકતા નથી.
પ્રશ્નઃ– તો બીજાને (-જ્ઞાનીને) એવો ખ્યાલ આવી જાય એમ ને? ઉત્તરઃ– હા, બધો ખ્યાલ આવી જાય; પ્રરૂપણા ને આચરણ દ્વારા ન્યાયમાં બધો ખ્યાલ આવી જાય; ન જણાય એ વાત અહીં નથી. ઝીણી વાત છે પ્રભુ! કહે છે-‘येन फलं त्यक्तं’ અહાહા...! જેણે ક્રિયાનું ફળ છોડી દીધું છે અર્થાત્ જેને વર્તમાન ક્રિયામાં રસ નથી અને આગામી ફળની વાંછા નથી તે ક્રિયા કરે છે એમ ‘वयं न प्रतीमः’ અમે પ્રતીતિ કરી શકતા નથી. જ્ઞાનીને જે વ્રત, તપ, ભક્તિ આદિ ક્રિયા હોય છે તે ક્રિયાને તે કરે છે એમ અમે માનતા નથી એમ કહે છે. કેમ માનતા નથી? કારણ કે તેને ક્રિયામાં-રાગમાં રસ નથી અને તેણે ક્રિયાનું ફળ છોડી દીધું છે. અહાહા...! શુદ્ધ આત્માના આનંદના રસમાં એકાગ્રપણે લીન એવા જ્ઞાનીએ રાગનું ફળ છોડી દીધું છે. ગજબ વાત છે ભાઈ! વળી જે રાગરસમાં લીન છે, જે વ્રત, તપ, ભક્તિ આદિ રાગના રસમાં ચઢી ગયો છે અર્થાત્ જેને રાગનો રંગ ચડી ગયો
PDF/HTML Page 2338 of 4199
single page version
છે તેને આત્માનો રસ છે, ધર્મ-ચારિત્ર છે એમ અમે માનતા નથી. આવો વીતરાગનો મારગ ભારે સૂક્ષ્મ ભાઈ!
પ્રશ્નઃ– જ્ઞાની રાગ કરે છે એમ આપ પ્રતીતિ કરતા નથી તો આપ શું પ્રતીતિ કરો છો?
ઉત્તરઃ– બસ, આ-કે તે જ્ઞાતા-દ્રષ્ટા છે. અહાહા...! તેને જે વ્રત, તપ આદિ ક્રિયા હોય છે તેનો તે જ્ઞાતા-દ્રષ્ટા છે; નિજાનંદરસલીન એવો જ્ઞાની ક્રિયાનો કર્તા નથી, જ્ઞાતા છે. ઝીણી વાત છે બાપા! વીતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. એકદમ બે ફડચા કરી નાખ્યા છે. શું? કે જે આનંદધામ-ચૈતન્યધામ પ્રભુ આત્માના આનંદરસમાં લીન છે તેને રાગમાં રસ નથી, ક્રિયામાં રસ નથી અને તેથી તે જ્ઞાતાદ્રષ્ટા છે; અને જે રાગના રસમાં લીન છે તે ક્રિયાનો (વ્રત, તપ આદિ રાગનો) કરનારો કર્તા છે, તેને જ્ઞાતાનું પરિણમન નથી, ધર્મ નથી. રાગનો રસ છે તેને ધર્મ છે જ નહિ.
પ્રશ્નઃ– જ્ઞાનીને આ દ્રવ્યલિંગી છે એમ ઓળખાણ થઈ જાય? ઉત્તરઃ– હા, થોડો પરિચય કરે એટલે ખ્યાલમાં આવી જાય. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે આ દ્રવ્યલિંગી છે. પણ જો બહારમાં ૨૮ મૂલગુણ આદિ આચરણ સાચું-બરાબર (આગમાનુસાર) હોય તો જાહેર ન કરે.
જાહેર કેમ ન કરે? વ્યવહારમાં બહારથી બરાબર છે ને? તો જાહેર ન કરે કેમકે એમ કરવાથી સંઘમાં વિરોધ થાય. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં (આઠમા અધિકારમાં) આવે છે કે- જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે અંદરમાં આને નિશ્ચય ધર્મ નથી તથાપિ બહારમાં આચરણ બરાબર આગમાનુસાર હોય તો તે બહાર ન પાડે. વળી ત્યાં બીજી એ વાત પણ કરી છે કે ધર્મીને ખબર પડે કે આને નિશ્ચય ધર્મ છે નહિ તોપણ બાહ્ય આચરણ, પ્રરૂપણા આદિ યથાર્થ છે તો તે તેનો વંદનાદિ વિનય કરે છે. વ્યવહાર સાચો હોવો જોઈએ. બરાબર નિર્દોષ આહાર લેતો હોય, પોતાના માટે કરેલો આહાર કદી ન લેતો હોય ઈત્યાદિ બાહ્ય વ્યવહાર આગમ પ્રમાણે ચોખ્ખો હોય તો સમકિતી તેને આચરણમાં બહારથી વડેરા છે એમ જાણી વંદન કરે છે. પણ જો બાહ્ય આચરણ બરાબર ન હોય તો સમકિતી તેને વંદનાદિ વિનય ન કરે. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં (છટ્ઠા અધિકારમાં) દ્રષ્ટાંત આપ્યું છે કે-ચોમાસામાં કોઈ ચારણ ઋદ્ધિધારી મુનિવર નગરમાં આવ્યા તો શ્રાવકોને શંકા થઈ કે આટલામાં કોઈ મુનિ તો હતા નહિ તો
PDF/HTML Page 2339 of 4199
single page version
કયાંથી આવ્યા? તેથી તેમણે આહાર ન આપ્યો. (જોકે મુનિરાજ તો ઋદ્ધિને કારણે અદ્ધર રહીને આવ્યા હતા). લ્યો, આવું! તો પ્રત્યક્ષ ભ્રષ્ટ શિથિલાચારી હોય તેને સમકિતી વંદન આદિ ન કરે એવો મારગ છે. મારગ બહુ આકરો બાપા!
અહા! ધર્મીએ રાગ ને રાગનું ફળ છોડી દીધું છે જ્યારે અજ્ઞાની રાગ ને રાગના ફળની વાંછા કરે છે. આમ બે વચ્ચે મોટો ફેર છે.
હવે કહે છે-‘किन्तु’ પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે-‘अस्य अपि कुतः अपि किंचित् अपि तत् कर्म अवशेन आपतेत्’ તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે (-તેના વશ વિના) આવી પડે છે. અર્થાત્ (પુરુષાર્થની) નબળાઈ (કમજોરી)ને કારણે રાગ અવશે-પોતાના વશ વિના-આવી પડે છે. અહીં ‘અવશ’નો અર્થ એમ છે કે જ્ઞાનીને રાગની રુચિ નથી તોપણ રાગ આવી પડે છે. હવે કહે છે-
‘तस्मिन् आपतिते तुं’ તે આવી પડતાં પણ, ‘अकम्प–परम–ज्ञानस्वभावे स्थितः ज्ञानी’ અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત જ્ઞાની... , જોયું? રાગ આવ્યો છે તોપણ જ્ઞાની પોતે તો જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે, રાગમાં સ્થિત નથી કેમકે રાગ તો તેને ઝેર સમાન ભાસે છે. રાગ તો આવી પડેલો છે, એમાં કયાં એને રસ છે. અહા! જ્ઞાની તો પરમ જ્ઞાનાનંદસ્વરૂપમાં જ સ્થિત છે.
અહાહા...! આત્મા ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પ્રભુ પરમ એક જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે; તે દ્રવ્ય છે અને તેમાં સ્થિત થવું તે પર્યાય છે. કોઈને વળી થાય કે આ તે વળી અમારે જાણવાનું? અરે ભાઈ! વીતરાગનો મારગ જ આ છે. આ સિવાય વ્રતાદિ રાગની ક્રિયામાં જે તને રસ છે એ તો અજ્ઞાન છે, મિથ્યાદશા છે. સમજાણું કાંઈ...?
અહીં શું કહે છે આ? કે જે અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની ‘कर्म’ કર્મ ‘किं कुरुते अथ किं न कुरुते’ કરે છે કે નથી કરતો ‘इति कः जानाति’ તે કોણ જાણે?
અહા! જ્ઞાની કર્મ નામ ક્રિયા-રાગ કરે છે કે નથી કરતો તેની અજ્ઞાનીને શું ખબર પડે? અહા! જેને રાગની કર્તાબુદ્ધિ ઉડી ગઈ છે, ભોક્તાબુદ્ધિ ઉડી ગઈ છે અને સ્વામિત્વ પણ ઉડી ગયું છે તે કર્મ કરે છે કે નહિ તે અજ્ઞાની શું જાણે?
તો કોણ જાણે છે? જ્ઞાની જાણે છે કે તે રાગનો-ક્રિયાનો કર્તા છે જ નહિ, માત્ર જ્ઞાતા છે. પ્રશ્નઃ– આ પોતે પોતાની વાત કરે છે ને? ઉત્તરઃ– ના, સૌની (બધા જ્ઞાનીની) વાત કરે છે. બીજા (જ્ઞાની) રાગ કરે છે કે નહિ તે કોણ જાણે? અર્થાત્ અજ્ઞાનીને એની ખબર ન પડે પણ અમે જાણીએ છીએ
PDF/HTML Page 2340 of 4199
single page version
કે તે રાગ કરતો નથી. ‘કોણ જાણે?’-એનો અર્થ એમ નથી કે જ્ઞાની જાણતો નથી પણ જ્ઞાની રાગ કરે છે કે નહિ તે તને-અજ્ઞાનીને શી ખબર પડે?-એમ કહેવું છે. અહા! જે જ્ઞાતા છે તે કર્તા છે જ નહિ એમ અમે જાણીએ છીએ. સમયસાર નાટકમાં છે ને કે-
આવો મારગ બાપા! આચાર્ય કહે છે-જેને રાગમાંથી રસ ઉડી ગયો છે અને અતીન્દ્રિય આનંદનું ધામ પ્રભુ આત્માનો રસ જાગ્યો છે તે ક્રિયા કરે છે કે નથી કરતો તેની તને (-અજ્ઞાનીને) શું ખબર પડે? અમે જાણીએ છીએ કે તે કર્તા નથી, જ્ઞાતા છે. અજ્ઞાની તો જ્ઞાની ક્રિયા કરે છે એમ માને છે કેમકે તેને તો સંયોગદ્રષ્ટિ છે ને? સંયોગથી જુએ છે તો કરે છે એમ માને છે.
તો આમાં સમજવું શું? શું સમજવું શું? કહ્યું ને કે-જ્ઞાની રાગ કરતો જ નથી. તેને રાગ થાય છે છતાં પણ તેનો તે કર્તા નથી જ્ઞાતા છે કેમકે તેણે તો રાગ ને રાગનું ફળ છોડી દીધાં છે.
પ્રશ્નઃ– હા, પણ આ જ્ઞાની છે એમ બીજાને શું ખબર પડે? સમાધાનઃ– એ તો ન્યાય જુએ, એની દ્રષ્ટિ (અભિપ્રાય) જુએ, એની પ્રરૂપણા- ઉપદેશ આદિ જુએ એટલે ખબર પડી જાય.
પણ તે કેમ દેખાય? દેખાય, દેખાય, બધું દેખાય. પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે સ્વપરપ્રકાશક સદા જાણનાર સ્વભાવે છે; તેને ન જણાય એ વાત કેવી?
હા, પણ એ તો સિદ્ધાંત કહ્યો? અરે ભાઈ! જો એ સિદ્ધાંત છે તો તેનું ફળ આ છે કે તે જાણી શકે. આત્મા જાણે; તે સ્વને જાણે ને પરને પણ જાણે એવો તેનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે બરાબર જાણે, ન જાણે એ વાત નથી, જાણે જ.
જુઓ, શાસ્ત્રમાં દાખલો આવે છેઃ- કે રાજકુમાર શ્રેયાંસકુમારને સ્વપ્ન આવ્યું કે કલ્પવૃક્ષ સુકાય છે. ત્યારે નિમિત્તજ્ઞાનીને પૂછયું કે આ શું? તો કહે કે-‘મુનિ ભગવાન (છદ્મસ્થ દશામાં) આહાર લેવા આવશે, તેમને બાર મહિનાના ઉપવાસ થયા છે.’ જુઓ, ભગવાન ઋષભદેવને બાર મહિનાથી આહાર નહોતો મળ્યો.
બન્યું એવું કે ભગવાન આહાર માટે પધાર્યા. આ રાજકુમાર શ્રેયાંસકુમાર તો