PDF/HTML Page 2301 of 4199
single page version
પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અનંતગુણધામ સુખધામ છે. ‘સ્વયંજ્યોતિ સુખધામ’ એમ આત્મસિદ્ધિમાં આવે છે ને? શુદ્ધ ચૈતન્યજ્યોત સુખધામ પ્રભુ આત્મા છે. અહાહા...! તે આનંદનું સ્થાન છે જેમાંથી આનંદ જ પાકે. તો જેને આનંદ પાકયો છે તેવા જીવને પરના નાના-મોટા સંયોગને કારણે પરિણામ પલટીને અપરાધરૂપ-બંધરૂપ થઈ જાય એવી શંકા ન કરવી એમ કહે છે. સંયોગ આવ્યો માટે મને બંધ થશે એમ શંકા ન કરવી. ઝીણી વાત છે પ્રભુ! આ તો વીતરાગદેવ વસ્તુનો સ્વભાવ વર્ણવે છે. કહે છે- ભગવાન! તારો સ્વભાવ તો શુદ્ધ છે ને? સ્વભાવનું તને ભાન થયું ને હવે કોઈ સંયોગો દેખાય છે તો તેનાથી અપરાધ થઈ ગયો એમ શંકા ન કરવી. ભાઈ! આ સિદ્ધાંત કાંઈ સ્વચ્છંદી થવા માટે નથી, પણ તેને પરના કારણે દોષ થાય છે એવી શંકાથી પર થવા માટેની વાત છે. આવો ભગવાન વીતરાગનો ઉપદેશ છે!
હવે કહે છે-જો એવી શંકા કરીશ તો ‘પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે’ -એવું માનવાનો પ્રસંગ આવે છે.”
શું કહે છે? કે પરદ્રવ્યનો સંયોગ છે માટે મને નુકશાન છે એમ શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે એમ માનવાનો પ્રસંગ આવે છે. પણ ધર્મીને એવી શંકા હોતી નથી. ચક્રવર્તીને એક એક મિનિટની અબજોની પેદાશ હોય છે, મોટા નવનિધાન હોય છે છતાં તેને લઈને મને અપરાધ થશે-બંધ થશે એવી શંકા એને હોતી નથી. ભાઈ! ધર્મી બહારના ઘણા સંયોગોમાં દેખાય માટે તે અપરાધી છે એમ માપ ન કર. તથા કોઈને સંયોગો મટી ગયા-નગ્ન થયો માટે તે ધર્મી થયો એમ પણ માપ ન કર. નગ્ન મુનિ થયો, રાજપાટ છોડયાં, હજારો રાણીઓ છોડી માટે તે ધર્મી એમ માપવાનું રહેવા દે ભાઈ! સંયોગો ઘટયા તે તેના કારણે ઘટયા છે; તે ઘટયા છે માટે ત્યાં ધર્મ છે એમ છે નહિ. શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર દ્રષ્ટિ ન હોય તેને સંયોગો ઘટયા હોય તોપણ તે મિથ્યાદ્રષ્ટિ છે તથા અનેક સંયોગો વચ્ચે હોય તોપણ જેની દ્રષ્ટિ શુદ્ધ આત્મદ્રવ્ય-સ્વદ્રવ્ય પર છે તે નિરપરાધ ધર્માત્મા છે. આવી સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતાની સૂક્ષ્મ વાત છે.
‘ભોગવ’નો અર્થ એ છે કે પૂર્વના પુણ્યના કારણે સમકિતીને સંયોગ ઘણા હો, પણ એથી તેને નુકશાન છે વા તે સંયોગ અપરાધ છે એમ નથી. અહા! આવો મારગ સમજવો પડશે ભાઈ! બહારથી માપ કાઢીશ કે આને આ છોડયું ને તે છોડયું તો માપ ખોટાં પડશે, કેમકે ખરેખર વસ્તુમાં પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. સૂક્ષ્મ વાત છે ભાઈ! પરનો ત્યાગ કરવો ને પરને ગ્રહણ કરવું એ વસ્તુમાં -આત્મામાં છે જ નહિ. જ્યાં આમ છે ત્યાં પરનો ત્યાગ થયો માટે ત્યાગી થયો એમ માને એ તો અજ્ઞાન છે.
PDF/HTML Page 2302 of 4199
single page version
શું કહ્યું એ? કે આત્મામાં એક ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ છે. અહાહા...! ભગવાન આત્મામાં એક એવો ગુણ છે-અનાદિ સત્નું સત્ત્વ એવું છે-કે પરમાણું પરસ્ત્રી ઇત્યાદિ પર પદાર્થને આત્માએ ગ્રહ્યા નથી તેમ જ તેને છોડતો પણ નથી. પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ રહિત જ તેનું સ્વરૂપ છે. હવે જેના ગ્રહણત્યાગથી રહિત પોતે છે તેને હું ત્યાગું તો ધર્મ થાય એમ માનવું તે અજ્ઞાન છે. નિશ્ચયથી તો રાગના ત્યાગનું કર્તાપણું પણ આત્માને નથી એમ વાત છે. વીતરાગસ્વરૂપ ભગવાન પોતે છે એમ જેને અંતર્દ્રષ્ટિ થઈ છે તેને રાગનો ત્યાગ થયો એમ કહેવું તે નામમાત્ર છે; કારણ કે પોતે (શુદ્ધ દ્રવ્ય) રાગરૂપે થયો જ નથી તો રાગનો ત્યાગ કર્યો એ કયાંથી આવ્યું? ૩૪ મી ગાથામાં આવે છે કે ધર્માત્માએ રાગનો ત્યાગ કર્યો છે તે નામમાત્ર કથન છે. હવે આમ છે ત્યાં પરનો ત્યાગ કર્યો માટે ધર્માત્મા થઈ ગયો એ કયાં રહ્યું? એમ માનવું એ તો અજ્ઞાન છે. લ્યો, આવી વાતુ છે! અહીં કહે છે-કોઈ (ધર્મીજીવ) પરના ઘણા સંયોગમાં છે માટે તે અજ્ઞાની છે એમ (માનવું) પ્રભુ! રહેવા દે. એમ વસ્તુનું સ્વરૂપ નથી. ભાઈ! શ્લોક બહુ આકરો છે. પણ સ્વચ્છંદી માટે આ વાત નથી. (આ તો જ્ઞાની-ધર્મીની વાત છે.)
કોઈને વળી થાય કે અમે ગમે તે પરદ્રવ્યને ભોગવીએ તો તેમાં શું (હાનિ છે)? સમાધાનઃ– અરે ભાઈ! તું પરદ્રવ્યને ભોગવે છે જ ક્યાં? પરદ્રવ્યને જ્યાં તું અડતોય નથી ત્યાં તેને ભોગવવાનો પ્રશ્ન જ કયાં છે? તથાપિ સ્વચ્છંદે ભોગવવાની તને જે ચેષ્ટા છે તે અજ્ઞાન છે, અને તે મોટું નુકશાન છે. સમજાણું કાંઈ...? અહીં તો એમ કહેવું છે કે-પૂર્વના પુણ્યને લીધે સમકિતીને ઝાઝા સંયોગ છે તો ભલે હો, તે પરદ્રવ્યરૂપ સંયોગને લીધે તેના જ્ઞાન-શ્રદ્ધાનને કાંઈ હાનિ થશે એમ છે નહિ. પરદ્રવ્યને કારણે મને લાભ-હાનિ છે એમ સમકિતી શંકા કરે નહિ એમ અહીં વાત છે.
જુઓ, સ્વદ્રવ્યને ભૂલીને પરદ્રવ્ય સાથે વા પરભાવ સાથે એકપણું કરે તે અપરાધ છે અને તે અપરાધ પોતાનો પોતાથી છે, કોઈ પરદ્રવ્ય તેને પરાણે અપરાધ કરાવે છે એમ નથી. અને જ્ઞાનીની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય-સ્વદ્રવ્ય પર રહેલી છે. તથાપિ પૂર્વના પુણ્યના કારણે પરદ્રવ્યના સંજોગો હોય તો તે સંજોગો મને સમકિતમાં નુકશાન કરશે એવી શંકા કરવી છોડી દે એમ અહીં કહે છે, કારણ કે નિજ સ્વરૂપથી પૂર્ણ એવું સ્વદ્રવ્ય સદાય પરદ્રવ્યથી ભિન્ન જ છે. આવી વાત છે. પ્રભુ! તારી પ્રભુતાનો પાર નથી. આવે છે ને કે-
પ્રભુ મેરે! તૂ સબ બાતે હૈ પૂરા, પરકી આશ કહા કરૈ પ્રીતમ... અહા! પરકી આશ કહા કરૈ વહાલા... કઈ બાતે તૂ અધૂરા... પ્રભુ મરે! સબ બાતે તૂ પૂરા.
PDF/HTML Page 2303 of 4199
single page version
નાથ! તું કઈ વાતે અધૂરો છે કે આમ પરની સામે જોયા કરે છે? પર મને લાભ કરશે વા પર મને નુકશાન કરશે-એવી આશંકા છોડી દે. ભગવાન! તું સબ (સર્વ) ભાવે પૂરો છે ને નાથ! જ્ઞાને પૂરો, વીર્યે પૂરો, આનંદે પૂરો, વીતરાગતાએ પૂરો, શાંતિએ પૂરો, પ્રભુતાએ પૂરો, સ્વચ્છતાએ પૂરો-એમ અનંતગુણે તું પૂરો છે, ને નાથ! તો આવા પ્રભુ સ્વરૂપનો સંગ કર્યો ને હવે આ બહારનો પરદ્રવ્યનો સંગ (સંયોગ) મને નુકશાન કરશે એવી આશંકા રહેવા દે પ્રભુ! રાગના સંગ વિના અસંગ શુદ્ધ ચૈતન્યમહાપ્રભુનો સંગ કર્યો તો હવે આ જરી રાગ આવ્યો ને સંયોગ ઘણા આવી પડયા એટલે મને નુકશાન છે એમ (વિચારવું) રહેવા દે, કેમકે તું તો એ સર્વનો જાણનાર છો.
અહાહા...! ભગવાન આત્મા પોતાનું અને પરનું માપ કરે છે (જ્ઞાન કરે છે) પણ પર મારાં છે એવું કયાં છે એમાં? ‘પ્રમાણ’ કહ્યું છે ને? તો પ્રમાણ કરનારો કહો કે માપ કરનારો કહો-એક જ છે. પ્ર+માણ = વિશેષે માપ કરનાર. ભગવાન આત્માની જ્ઞાનપર્યાય માપ આપે છે. અહાહા...! પોતાનું અને પરનું સ્વરૂપ કેવું છે તેનું તે માપ આપે છે પણ પર મારાં છે એવું જ્ઞાન-પ્રમાણમાં કયાં છે? નથી. પરદ્રવ્યનો સંયોગ થયો તેનું પ્રમાણ જ્ઞાન કરે છે પણ તે સંયોગ લાભ-નુકશાન કરે એવું એમાં કયાં છે? માટે મને અરે! આવા ઝાઝા સંયોગ!-એમ એનાથી મને નુકશાન છે એવી આશંકાથી રહિત થઈ જા-એમ કહે છે. ક્રોડો અપ્સરાઓ છે માટે મને બંધનું કારણ છે એમ રહેવા દે, એમ છે નહિ; અને અમે સ્ત્રીનો ત્યાગ કર્યો છે, અમે બાલબ્રહ્મચારી છીએ માટે અમને ધર્મ થયો છે એમ પણ રહેવા દે, એમ છે નહિ. અહો! આ તો ગજબની શૈલી છે! વીતરાગદેવની આ વાત બાપુ! બેસવી મહા કઠણ છે અને જેને બેસી ગઈ એ તો માનો ન્યાલ થઈ ગયો! સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ જ સમજવું. સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે.’
શું કહે છે? કે આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવ ચૈતન્ય મહાપ્રભુ છે. તે જેના સ્વસંવેદનમાં આવ્યો, અનુભવમાં આવ્યો તેને કહે છે-ભાઈ! સંયોગો ગમે તે હો, તેઓ તને નુકશાન કરશે વા તેમનાથી તારું અહિત થશે એવી શંકા ન કર. આ પ્રમાણે પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા અહીં મટાડી છે, પરંતુ પરનો સંયોગ કર ને સ્વચ્છંદે તેને ભોગવ, એથી તને કાંઈ દોષ નથી-એમ સ્વચ્છંદી થવાની પ્રેરણા કરી નથી. ભાઈ! દ્રષ્ટિ જો સ્વદ્રવ્યથી ખસી ગઈ ને પરદ્રવ્યથી એકપણાને પામી તો તો નુકશાન જ છે, પછી ભલે પરદ્રવ્યના સંયોગ હો કે ન હો. બાકી દ્રષ્ટિ જેની એક જ્ઞાયકભાવ પર સ્થિર છે તેને સંયોગના ઢગલા હોય તોય શું? કેમકે તે એકેય
PDF/HTML Page 2304 of 4199
single page version
પરચીજ એની કયાં છે? એક હોય કે ક્રોડો હોય-એ બધી સંખ્યા તો બહારની છે. બહારની સંખ્યાથી આત્માને શું લાભ-હાનિ છે? કાંઈ લાભ-હાનિ નથી.
ભાઈ! કોઈ નગ્ન દિગંબર મુનિ થયો હોય એને ભલે સંયોગ કાંઈ ન હોય પણ અંદરમાં પોતાના ચિદાનંદ ભગવાન આત્માને છોડી પોતાને રાગવાળો માન્યો છે વા રાગથી પોતાને લાભ થવો માન્યો છે તો તે મિથ્યાદ્રષ્ટિ છે અને ૯૬ કરોડ પાયદળ ઇત્યાદિ વૈભવની વચમાં ભરત ચક્રવર્તી પડયો હોય ને રોજ સેંકડો રાજકન્યા પરણતો હોય તોપણ તે ધર્માત્મા છે. કેમ? કેમકે એની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યમય સ્વદ્રવ્ય પર છે. બહારનો વૈભવ તો પરદ્રવ્ય છે. એ કયાં સ્વદ્રવ્યને અડે છે? દ્રષ્ટિમાં તો એને એ સર્વનો ત્યાગ થઈ ગયો છે. દ્રષ્ટિમાં તો જ્યાં સર્વ રાગનોય ત્યાગ છે ત્યાં પરવસ્તુનું તો પૂછવું જ શું? પરવસ્તુનો તો સ્વભાવમાં ત્યાગ જ છે. તેથી કહે છે કે પરવસ્તુથી પોતાને નુકશાન થશે એવી શંકા ન કરવી. પણ તેથી કરીને પરવસ્તુથી મને નુકશાન નથી એમ વિચારીને સ્વચ્છંદી થઈ ભોગ ભોગવવામાં લીન ન રહેવું, કેમકે સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. સ્વચ્છંદી થઈને પરને ને રાગને પોતાના માનવા એ તો મિથ્યાત્વ છે, મહા અપરાધ છે. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 2305 of 4199
single page version
संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादुं।। २२०।।
तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे।
भुंजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं।। २२१।।
जइया स एव संखो सेदसहावं तयं पजहिदृण।
गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे।। २२२।।
तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण।
अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे।। २२३।।
शंखस्य श्वेतभावो नापि शक्यते कृष्णकः कर्तुम्।। २२०।।
तथा ज्ञानिनोऽपि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि।
मुञ्जानस्यापि ज्ञानं न शक्यमज्ञानतां नेतुम्।। २२१।।
गच्छेत् कृष्णभावं तदा शुकॢत्वं प्रजह्यात्।। २२२।।
હવે આ જ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ-
પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦.
ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે,
પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧.
જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને,
પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨.
ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને,
અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩.
PDF/HTML Page 2306 of 4199
single page version
अज्ञानेन परिणतस्तदा अज्ञानतां गच्छेत्।। २२३।।
ગાથાર્થઃ– [शंखस्य] જેમ શંખ [विविधानि] અનેક પ્રકારનાં [सचित्ताचित्त– मिश्रितानि] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [द्रव्याणि] દ્રવ્યોને [भुञ्जानस्य अपि] ભોગવે છે-ખાય છે તોપણ [श्वेतभावः] તેનું શ્વેતપણું [कृष्णकः कर्तु न अपि शक्यते] (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, [तथा] તેમ [ज्ञानिनः अपि] જ્ઞાની પણ [विविधानि] અનેક પ્રકારનાં [सचित्ताचित्तमिश्रितानि] સચિત્ત અચિત્ત અને મિશ્ર [द्रव्याणि] દ્રવ્યોને [भुञ्जानस्य अपि] ભોગવે તોપણ [ज्ञानं] તેનું જ્ઞાન [अज्ञानतां नेतुम् न शक्यम्] (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી.
[यदा] જ્યારે [सः एव शंखः] તે જ શંખ (પોતે) [तकं श्वेतस्वभावं] તે શ્વેત સ્વભાવને [प्रहाय] છોડીને [कृष्णभावं गच्छेत्] કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) [तदा] ત્યારે [शुक्लत्वं प्रजह्यात्] શ્વેતપણાને છોડે (અર્થાત્ કાળો બને), [तथा] તેવી રીતે [खलु] ખરેખર [ज्ञानी अपि] જ્ઞાની પણ (પોતે) [यदा] જ્યારે [तकं ज्ञानस्वभावं] તે જ્ઞાનસ્વભાવને [प्रहाय] છોડીને [अज्ञानेन] અજ્ઞાનરૂપે [परिणतः] પરિણમે [तदा] ત્યારે [अज्ञानतां] અજ્ઞાનપણાને [गच्छेत्] પામે.
ટીકાઃ– જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ તેનું શ્વેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી.
વળી જ્યારે તે જ શંખ, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, શ્વેતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય), તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે (અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે) બંધ થાય છે.
ભાવાર્થઃ– જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની
PDF/HTML Page 2307 of 4199
single page version
भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः।
बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम्।। १५१।।
कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः।
ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।। १५२।।
પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.
હવે આનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [ज्ञानिन्] હે જ્ઞાની, [जातु किञ्चित् कर्म कर्तुम् उचितं न] તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી [तथापि] તોપણ [यदि उच्यते] જો તું એમ કહે છે કે ‘[परं मे जातु न, भुंक्षे] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું’, [भोः दुर्भुक्तः एव असि] તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (-ખરાબ) રીતે જ ભોગવનાર છે; [हन्त] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે! [यदि उपभोगतः बन्धः न स्यात्] જો તું કહે કે ‘પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું’, [तत् किं ते कामचारः अस्ति] તો શું તને ભોગવવાની ઇચ્છા છે? [ज्ञानं सन् वस] જ્ઞાનરૂપ થઈને વસ (-શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [अपरथा] નહિ તો (અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશ- અજ્ઞાનરૂપે પરિણમીશ તો) [ध्रुवम् स्वस्य अपराधात् बन्धम् एषि] તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ.
ભાવાર્થઃ– જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય? ૧પ૧.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [यत् किल कर्म एव कर्तारं स्वफलेन बलात् नो योजयेत्] કર્મ જ
PDF/HTML Page 2308 of 4199
single page version
અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની
ઇચ્છા નથી. ૧પ૨.
કારણ) બની શકતું નથી,...’
એકલો વિકારી ભાવ એમ નહીં પણ કોઈ દ્રવ્ય પરદ્રવ્યના કોઈ પણ ભાવરૂપ અન્ય દ્રવ્યને
કરી શકતું નથી એમ અર્થ છે.
પ્રશ્નઃ– આપ કહો છો કે પરદ્રવ્યને કોઈ ભોગવે-ખાય નહીં અને પાછું કહ્યું કે
તો કહે છે કે શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ શંખનું શ્વેતપણું પર વડે કૃષ્ણ
PDF/HTML Page 2309 of 4199
single page version
જીવડાં ખાય તોપણ તેથી કાંઈ તેનું શ્વેતપણું પર વડે પલટી જાય એમ નથી. આ તો અહીં એક જ સિદ્ધાંત કહેવો છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુને પરભાવરૂપ કરી શકતું નથી. મતલબ કે જે સમયે જે દ્રવ્યની જે પર્યાય તેના પોતાથી થાય છે તેને કોઈ બાહ્ય નિમિત્ત આવીને ફેરવી દે એમ છે નહિ. કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યને તેના પોતાના ભાવને પલટીને પરભાવરૂપ કરી દે એમ છે નહિ.
તો નિમિત્ત આવીને કરે શું? ભાઈ! નિમિત્ત બીજાનું (-ઉપાદાનનું) શું કરે? નિમિત્ત એનું (પોતાનું) કરે પણ પરનું તો કાંઈ ન કરે. તે બીજાની (ઉપાદાનની) અપેક્ષાએ નિમિત્ત છે, પણ પોતાનું પરિણમન કરવામાં તો ઉપાદન છે. અહા! આત્મા પરનું કાંઈ કરી શકે નહિ ને પરદ્રવ્ય આત્માનું કાંઈ કરી શકે નહિ એમ કહે છે.
પણ નિમિત્ત હોય છે ને? નિમિત્ત હો, (તે નથી એમ કોણ કહે છે?); પણ તેથી શું છે? જે કાળે જે દ્રવ્યની પર્યાય પોતાથી થાય છે તે દ્રવ્યની તે પર્યાય, બીજા દ્રવ્યથી એટલે કે પરદ્રવ્યના ભાવથી થાય છે એમ ત્રણકાળમાં બનતું નથી. અહા! આ તો મહાસિદ્ધાંત છે.
હવે કહે છે-‘તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી.’
જોયું? પરના ભોગ વડે આત્માનું જ્ઞાન અજ્ઞાન થાય એમ છે નહિ. કેમ? કેમકે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું કારણ બનતું નથી. પર્યાયમાં ઉપાદાનની યોગ્યતા હોય તે થાય છે અને અત્યારે પરવસ્તુ નિમિત્ત હો પણ તે ઉપાદાનના ભાવને કાંઈ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. આ તો ગજબ સિદ્ધાંત છે ભાઈ!
પ્રશ્નઃ– તો શું ચોખા એકલા તેની મેળે ચડે છે? ઊનું પાણી ને અગ્નિ હોય ત્યારે તો ચડે છે. અગ્નિ ને પાણી વિના તે લાખ વરસ રહે તોય ન ચડે.
સમાધાનઃ– ભાઈ! ચોખાની ચડવાની પર્યાય છે ત્યારે તે ચડે છે અને ત્યારે અગ્નિ ને પાણી નિમિત્ત છે, પણ નિમિત્ત વડે ચોખા ચડે છે એમ છે નહિ કેમકે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરી શકતું નથી.
પણ વગર પાણીએ તે ચડે કેવી રીતે? ભાઈ! તેની મેળે તે ચડે છે; કેમકે તે પદાર્થ છે કે નહિ? પદાર્થ છે તો તેને પોતાની પર્યાય હોય છે કે નહિ? અને પર્યાય પ્રતિસમય પલટે છે કે નહિ? પલટે છે તો તેને પરદ્રવ્ય પલટાવી દે એમ છે નહિ. ભાઈ? કોઈ પણ દ્રવ્યનો ભાવ કોઈ પરદ્રવ્ય (નિમિત્ત)
PDF/HTML Page 2310 of 4199
single page version
વડે કરાતો નથી એ મૂળ સિદ્ધાંત છે. ભાઈ! આત્માનો વિકારી કે નિર્વિકારી ભાવ જે વખતે થાય છે તે વખતે પરદ્રવ્ય વડે તે ભાવ (-પરભાવ) કરી શકાય છે એમ છે નહિ. (આત્માનો ભાવ પરદ્રવ્યની અપેક્ષાએ પરભાવ છે).
ભાઈ! વસ્તુની સ્થિતિની એવી મર્યાદા છે કે પોતાના ભાવને પોતે કરે પણ પરદ્રવ્ય વડે પરદ્રવ્યનો ભાવ કરાય એમ કયારેય ન બને; કેમકે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને- બીજા દ્રવ્યનો જે ભાવ છે તેને-કરવાનું નિમિત્ત-કારણ બની શકતું નથી. અહા! નિમિત્ત પરમાં અકિંચિત્કર છે અર્થાત્ નિમિત્ત પરમાં કાંઈ પણ કરે નહિ. અહા! જીવ જે કાળે જે ભાવથી પરિણમે છે તે કાળે બીજી ચીજ તે ભાવને કરે કે પલટાવી દે એમ ત્રણકાળમાં બનતું નથી. જુઓ આ મહાસિદ્ધાંત છે!
પ્રશ્નઃ– નિયતક્રમમાં તો નિયતવાદ થઈ જાય છે! સમાધાનઃ– એમ નથી; કેમકે સમ્યક્ નિયતક્રમમાં પાંચે સમવાય આવી જાય છે. અહા! જે સમયે થવાનો પર્યાયનો ક્રમ છે તે ત્રિકાળમાં પલટે નહિ. વસ્તુ સ્થિતિ જ આવી છે ને ભાઈ! અને એનો યથાર્થ નિર્ણય કોને છે? કે જેની દ્રષ્ટિ અંતરમાં દ્રવ્યસ્વભાવ ઉપર ગઈ છે. અહા! દ્રવ્યસ્વભાવ-શુદ્ધ એક ચૈતન્યઘનસ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે તેને પર્યાયમાં પાંચે સમવાયથી કાર્ય થયું એમ યથાર્થ જ્ઞાન થાય છે. અહા! દરેકમાં (વિકારી કે નિર્વિકારી પર્યાયમાં-દરેકમાં) પાંચે સમવાય હોય છે. જે સમયે જે પર્યાય થાય છે ત્યાં સ્વભાવ છે, પુરુષાર્થ છે, કાળલબ્ધિ છે, તે સમયનો ભાવ-ભવિતવ્ય છે ને યોગ્ય નિમિત્ત પણ છે. સમવાય તો પાંચે એકસાથે હોય જ છે. જે સમયે ચૈતન્યની જે પર્યાય થવાનો કાળ છે તે સમયે તેને અનુકૂળ બહિરંગ નિમિત્ત હોય જ છે, જેમ પાણી (નદીનું) ચાલ્યું જતું હોય તેને બે કાંઠા અનુકૂળ હોય છે તેમ.
પણ નિમિત્ત અનુકૂળ છે ને? તો અનુકૂળનો અર્થ શું ભાઈ! કે બે કાંઠા છે, બસ. બાકી પાણી જે ચાલે છે તે પોતાને કારણે ચાલ્યું જાય છે, તે કાંઈ બે કાંઠાને લઈને નહિ.
નદીનો પ્રવાહ બદલાય છે ને? એ તો પોતાને કારણે બદલાય છે. તે કાળે તેવી પર્યાય થવામાં તેનું જ કારણ છે અને નિમિત્ત-કાંઠા પણ એમ જ અનુકૂળ છે. કાંઠાના કારણે પ્રવાહ બદલાય છે એમ છે નહિ.
પણ કાંઠા બાંધે છે ને? કોણ બાંધે? એ તો સૌ પોતપોતાના કારણે હોય છે. નદીનો પ્રવાહ વહ્યો જાય છે તે કાંઈ કાંઠાના કારણે નહિ; પ્રવાહ પ્રવાહના કારણે વહે છે ને કાંઠા કાંઠાના કારણે છે;
PDF/HTML Page 2311 of 4199
single page version
કાંઠા પ્રવાહને અનુકૂળ છે બસ એટલું. એ તો બે વાત (ગાથા ૮૬ માં) આવે છે ને ભાઈ? કે નિમિત્ત છે તે અનુકૂળ છે અને નૈમિત્તિક છે તે અનુરૂપ છે.
અહા! જે પર્યાય જે ક્ષણે જ્યાં થાય છે ત્યાં તેને તે ક્ષણે અનુકૂળ નિમિત્ત હોય છે. પણ અનુકૂળ કહ્યું માટે તને લઈને (ઉપાદાનમાં) કાર્ય થયું છે એમ નથી. એ તો કહ્યું ને અહીં કે-પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ એટલે કે પરભાવના સ્વરૂપે કરવાનું કારણ બની શકતું નથી.
ત્યારે કોઈ વળી કહે છે-આ તો એકાંત થઈ જાય છે. નિમિત્ત આવે તેવું પણ હોય છે ને?
અરે ભાઈ! નિમિત્ત હોય છે એનો કોને ઇન્કાર છે. દ્રવ્યમાં જે કાળે જે પર્યાય થાય છે તે કાળે તેને ઉચિત બહિરંગ નિમિત્ત હોય છે; પણ નિમિત્ત દ્રવ્યની પર્યાય કરે છે એમ નથી.
હા; પણ નિમિત્ત હોય, ઉપાદાન હોય તોપણ જો પ્રતિબંધક કારણ હોય તો કાર્ય થાય નહિ. જેમકે-દીવો થવાની યોગ્યતા છે, દિવાસળી નિમિત્ત છે પરંતુ જો પવનનો ઝપાટો હોય તો દીવો થાય નહિ.
સમાધાનઃ– બાપુ! એમ નથી ભાઈ! કાર્યનો થવાનો કાળ હોય ત્યારે સર્વ સામગ્રી (પાંચે સમવાય) હોય ને પ્રતિબંધક કારણ ન હોય. ત્યારે ઉપાદાનેય હોય અને નિમિત્ત પણ હોય છે. છતાં નિમિત્ત છે તે બહારની-દૂરની ચીજ છે. તે અંદર (ઉપાદાનને) અડે નહિ, જો અડે તો નિમિત્ત ન રહે. બાપુ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એ મૂળ વાત છે. ઝીણી વાત છે પ્રભુ! અજ્ઞાનીને મૂળ તત્ત્વદ્રષ્ટિ જ નથી, ત્યાં શું થાય?
અહીં તો આ ચોખ્ખી ભાષા છે, બેયમાં (દ્રષ્ટાંત ને સિદ્ધાંતમાં) છે લ્યો; નિમિત્ત (શબ્દ) છે જુઓ, ‘परभावत्वनिमित्तत्वानुपपत्तेः’ છે કે નહિ? પરભાવ એટલે જે દ્રવ્ય છે તેનો ભાવ, અને તેને પરદ્રવ્ય-નિમિત્ત ‘अनुपपतेः’ પ્રાપ્ત કરાવે એમ છે નહિ. શું કહ્યું? કે નિમિત્ત છે, પણ તે પરભાવને એટલે કે જે દ્રવ્ય છે તેના ભાવને પ્રાપ્ત કરાવે નહિ. લ્યો, આવી વાત! એ તો ‘હાજર’ એમ આવે છે ને? શાસ્ત્રમાં ‘સાન્નિધ્ય’ શબ્દ આવે છે; એમ કે કાર્યકાળે નિમિત્તનું-બહિરંગ ઉચિત નિમિત્તનું સાન્નિધ્ય હોય છે. ઉચિતનો અર્થ અનુકૂળ છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી.’ દેહાદિ પરની ક્રિયા થાય માટે જ્ઞાનીને અપરાધ-બંધ થાય એમ છે નહિ, કેમકે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બનતું નથી; કોઈ દ્રવ્યના ભાવને કોઈ અન્ય દ્રવ્ય કરે કે પલટી દે એમ વસ્તુસ્વરૂપ નથી.
PDF/HTML Page 2312 of 4199
single page version
હવે કહે છે-‘વળી જ્યારે તે જ શંખ પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, શ્વેતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય),...’
જુઓ, શું કહે છે? શંખ કાળી માટી, કીડા આદિનું ભક્ષણ કરે તોપણ તે વડે તે કાળો ન થઈ શકે, પણ પોતે જ્યારે ધોળામાંથી કાળારૂપે પરિણમન કરે છે ત્યારે કાળી માટી, કીડા આદિને ભોગવે કે ન ભોગવે, તે પોતાના કાળે પરિણમી જાય છે. ધોળામાંથી કાળારૂપે પરિણમન જે કાળે થવા યોગ્ય હોય તે કાળે શંખ સ્વયં તે-રૂપે પરિણમી જાય છે અને ત્યારે તેમાં બાહ્ય ચીજ અનુકૂળ નિમિત્ત હોય છે. ત્યાં બીજી ચીજ (નિમિત્ત) શંખનું પરિણમન કરાવી દે છે એમ નથી. શંખ તો પોતે પોતાને કારણે પરિણમે છે ત્યારે બહારની ચીજ નિમિત્તમાત્ર છે. ભાઈ આ તો જીવની ને પરમાણુની-બધાની સ્વતંત્રતાનો (સ્વતંત્ર પરિણમનનો) ઢંઢેરો છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં ‘कालाइलद्धिजुत्ता...’ ઇત્યાદિ ગાથામાં છ યે દ્રવ્યને કાળલબ્ધિ હોય છે એમ સ્વામી કાર્તિકેય કહે છે. પ્રત્યેક દ્રવ્યને સમયસમયની પર્યાયની લબ્ધિ અર્થાત્ પ્રાપ્તિનો કાળ હોય છે, અને તેનાથી તે સમયે સમયે પરિણમે છે. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં તેની (પર્યાયની) જન્મક્ષણ હોવાની વાત છે. બન્ને એક જ વાત છે. તેથી, તે પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે ત્યારે ઉત્પન્ન થાય છે.
આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ નામની શક્તિ છે અને તેમાં અકાર્યકારણત્વ શક્તિનું રૂપ છે. તેથી આત્મામાં જે ઉત્પાદ થાય છે તે, તેમાં અકાર્યકારણત્વ શક્તિનું રૂપ હોવાથી, કોઈનું (અન્યનું) કારણ થાય નહિ અને કોઈનું (અન્યનું) કાર્યપણ થાય નહિ. જેમ આત્મામાં એક જ્ઞાનગુણ છે, અને તેમાં અકાર્ય-કારણત્વ શક્તિનું રૂપ છે; તેથી જ્ઞાનનું જે કાળે જે પરિણમન થાય છે તે કોઈનું (અન્યનું) કારણ નથી અને કોઈનું (અન્યનું) કાર્ય પણ નથી. આ પ્રમાણે દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે કોઈ અન્યના કારણે નથી અને તે કોઈ અન્યનું કારણ થાય એમ પણ નથી.
જુઓ, અહીં ટીકામાં ‘स्वयमेव’ શબ્દ પડયો છે. પાઠમાં તે નથી. ‘સ્વયમેવ’ એટલે પોતાથી જ. પણ કોઈ ‘સ્વયમેવ’ એટલે પોતાથી જ એમ અર્થ કરવાને બદલે પોતારૂપ-જીવરૂપ, અજીવરૂપ-એમ અર્થ કરે છે. પરંતુ અહીં એમ અર્થ નથી. ‘સ્વયમેવ’ એટલે પોતાથી જ અર્થાત્ પોતાના કારણે જ તે તે પર્યાય-પરિણતિ થાય છે, પણ નિમિત્તને કારણે થાય છે એમ નહિ; તથા પ્રતિબંધક કારણને લઈને તે અટકે છે એમ પણ નહિ, અને પ્રતિબંધક કારણ ટળ્યું માટે તે પર્યાય થાય છે એમ પણ નહિ. અહા! આવી વાત છે! અહીં ‘સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે’-એના ઉપર વજન છે. અરે ભગવાન! આમાં પોતાની (મિથ્યા) દ્રષ્ટિએ શાસ્ત્રના અર્થ કરે તે ન ચાલે. શાસ્ત્ર જે કહેવા માગે છે તે અભિપ્રાયમાં પોતાની દ્રષ્ટિ લઈ જવી જોઈએ.
PDF/HTML Page 2313 of 4199
single page version
આ વાત અત્યારે ચાલતી નહોતી એટલે કેટલાક લોકો ‘આ એકાન્ત છે એકાન્ત છે, આ નિયતિવાદ થઈ જાય છે’-એમ રાડો પાડે છે, પણ બાપુ! આ સમ્યક્ નિયતિ છે. નિયતિવાદમાં-મિથ્યા નિયતિમાં તો એકલું થવા કાળે થાય-એમ હોય છે, તેમાં સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત (નિમિત્તનો અભાવ) ઇત્યાદિ હોતાં નથી. જ્યારે અહીં (સમ્યક્ નિયતિમાં) તો જે સમયે જે દ્રવ્યની જે પર્યાય થવા યોગ્ય હોય તે તે સમયે થાય જ અને તેમાં તે કાળે વીર્યશક્તિનું પણ પરિણમન છે, સ્વભાવનું પણ પરિણમન છે અને તેનામાં અભાવ નામની એક શક્તિ છે તેથી નિમિત્તના અભાવરૂપ તેનું પરિણમન પણ હોય છે.
અહા! કર્મનો અભાવ થયો માટે આત્મામાં કેવળજ્ઞાન થાય છે એમ નથી; પણ પોતામાં અભાવ નામની શક્તિ છે તેથી તે (નિમિત્તના) અભાવપણે પરિણમે છે. આવી વાત છે! આત્મામાં એક ભાવ નામની શક્તિ છે. તેનું કાર્ય શું? કે દ્રવ્યની પર્યાય જે કાળે થવાની હોય તે થાય જ. આ ભાવગુણનું કાર્ય છે, પણ નિમિત્તનું કાર્ય નથી, તથા સંયોગી ચીજ મળી માટે કાર્ય થયું છે એમ નથી. અહાહા...! ભાવ નામનો ગુણ છે અને તે ગુણનો ધરનાર ભગવાન આત્મા ભાવવાન છે. તે ભાવવાન ઉપર જ્યાં દ્રષ્ટિ ગઈ ત્યાં ભાવગુણને લઈને તેનામાં નિર્મળ પર્યાય થાય જ છે; મલિનની અહીં વાત જ નથી. આવી વાત! ભાઈ! હઠ છોડી મધ્યસ્થ થઈને સમજે તો સમજાય એવું છે. આ કાંઈ કલ્પિત વાત નથી. આ તો અનંતા તીર્થંકરોએ દિવ્યધ્વનિમાં પોકારેલી વાત છે. અહા! પણ વીતરાગદેવને સમજવા મહા કઠણ છે!
અરે ભાઈ! આવો મનુષ્યદેહ મળ્યો, વીતરાગની વાણી સાંભળવા મળી ને આ ટાણે જો નિર્ણય નહિ કરે તો કે દિ કરીશ? ભાઈ! આ નિર્ણય કરવામાં સમ્યદર્શન છે. જે કાળે જે થવા યોગ્ય હોય તે થાય અને નિમિત્ત એમાં કાંઈ કરે નહિ એવી સ્વતંત્રતાનો નિર્ણય કરવા જાય ત્યાં ફટ દ્રષ્ટિ પર્યાયથી ને પરથી ખસી એક જ્ઞાયકભાવ ઉપર જાય છે અને તેનું નામ સમ્યગ્દર્શન છે. જેમ, સર્વજ્ઞ ભગવાને જોયું છે તેવું પર્યાયમાં થાય-એવો નિર્ણય કરનારની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જાય છે તેમ ત્રિકાળ ધ્રુવ સર્વજ્ઞસ્વભાવી એક જ્ઞાયકભાવ પ્રભુ આત્માને કારણ બનાવે ત્યારે પર્યાય તેના સ્વકાળે ક્રમબદ્ધ થાય છે એવો નિર્ણય યથાર્થ થાય છે. ભાઈ! આ ‘માસ્ટર કી’ (Master Key) છે, બધે લગાડી દેવી. અહા! આ ત્રણલોકના નાથની રીત છે. અહા! આવો નિર્ણય કર્યા વિના કોઈ વ્રતાદિ પાળે પણ એથી શું વળે!
અહીં કહે છે-‘શંખ... શ્વેતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય.’ જોયું? ‘સ્વયમેવ’ ને ‘સ્વયંકૃત’ એમ બે શબ્દો છે, સંસ્કૃતમાં પણ બે છે. છે? છે કે નહિ? પહેલાં શબ્દ છે ‘સ્વયમેવ’, એટલે કે પોતાથી જ-એક વાત. અને પછી શબ્દ છે ‘સ્વયંકૃત’, એટલે કે પોતાથી
PDF/HTML Page 2314 of 4199
single page version
કરાયેલો; અર્થાત્ શંખ પોતાથી જ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ પોતાથી કરાયેલા કૃષ્ણભાવને પ્રાપ્ત થાય છે. શું કહ્યું? કે શંખ છે તે જ્યારે પોતે પોતાથી જ કાળો થાય અને સ્વયંકૃત એટલે પોતાથી કાળો કરાયેલો હોય ત્યારે તે કાળો થાય છે, પરંતુ તે પરથી કાળો કરેલો કે પરથી કાળો કરાયેલો નથી. સ્વયમેવ એટલે પોતાથી જ અને સ્વયંકૃત એટલે પોતાથી કરાયેલો; નિમિત્ત કે પરકૃત છે એમ નહિ.
પણ પૂર્વના પુણ્યનો યોગ હોય તો પૈસા મળે છે ને? ભાઈ! તે (પૈસાના) પરમાણુની પર્યાય તે કાળે તે રીતે થવાની હતી તો તે રીતે થઈ છે; તે કાંઈ એના પુણ્યના કારણે થઈ છે એમ નથી. પુણ્યના રજકણો તો એનાથી ભિન્ન ચીજ છે, તે એને (પૈસાના પરમાણુને) અડતાય નથી. ઝીણી વાત છે ભાઈ! વળી પૈસા થાય છે તે પૈસાના-ધૂળના છે, એમાં જીવને શું છે? અહા! દર્શનશુદ્ધિ વિના બધું થોથેથોથાં છે.
હવે કહે છે-‘તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય.’
જુઓ, પોતે સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે છે અર્થાત્ વિષય-ભોગમાં રસ-રુચિ કરીને સ્વયં અજ્ઞાનભાવે પરિણમે છે એમ કહે છે. વિષયભોગમાં રસ છે, મીઠાશ છે-એવો જે અજ્ઞાનભાવ છે તેને અજ્ઞાની પોતાથી જ કરે છે; પણ મોહનીય કર્મનો ઉદય તેને અજ્ઞાન કરાવે છે એમ નથી. અહા! કેટલું સ્પષ્ટ છે!
પ્રશ્નઃ– દર્શનમોહનો ઉદય આવ્યો ત્યારે મોહ થયો ને? ક્રોધ પછી માન થાય ને ક્રોધ ન થાય એનું કારણ ત્યાં માનકર્મનો ઉદય છે ને?
સમાધાનઃ– ભાઈ! અહીં તો કહે છે કે ઉદય-નિમિત્ત જીવના ભાવને કરી શકતો નથી. કર્મનો ઉદય નિમિત્ત હો, પણ તે જીવના ભાવને કરે છે એમ નથી; જીવ સ્વયં પોતે પોતાથી જ અજ્ઞાનભાવને કરે છે.
જુઓ, અહીં કહે છે-‘જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો...’ ભોગવતો એટલે શું? એટલે કે અંદર એનો રાગ કરતો; પરદ્રવ્ય તો કયાં ભોગવાય છે? પણ પરદ્રવ્યના (ભોગના) કાળે રાગ હોય છે તેથી ભોગવે છે એમ કહેવાય છે. ‘જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો અર્થાત્ નહિ ભોગવતો થકો’-અર્થાત્ ન પણ ભોગવે તોપણ ‘જ્ઞાનને છોડીને’ -એટલે કે પોતાના જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે છે. અહા! વિષયમાં, આબરૂમાં મઝા છે-એમ અજ્ઞાનરૂપે તે સ્વયમેવ પરિણમે છે.
PDF/HTML Page 2315 of 4199
single page version
હવે આવું સમજવું એના કરતાં વ્રત લઈએ ને તપશ્ચર્યા કરીએ તો? ભાઈ! અજ્ઞાનભાવે અનંતકાળ વ્રતમાં કાઢે તોય શું? ને ક્રોડો જન્મ તપશ્ચર્યા તપે તોય શું? વિના આત્મજ્ઞાન સંસાર ઊભો જ રહે છે.
અહાહા...! કહે છે-‘સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય.’ જુઓ બેયમાં ‘સ્વયમેવ’ ને ‘સ્વયંકૃત’ આવ્યું છે. પહેલાં શંખના દ્રષ્ટાંતમાં આવ્યું કે-શંખ ધોળામાંથી સ્વયમેવ કાળું થયું છે અને તે કાળાપણું સ્વયંકૃત છે, નિમિત્તથી કરાયેલું નથી. હવે આ સિદ્ધાંતમાં કહે છે કે-જ્ઞાન સ્વયમેવ અજ્ઞાન થયું છે અને જ્ઞાનનું અજ્ઞાન સ્વયંકૃત છે, નિમિત્તથી-કર્મથી કરાયેલું છે એમ નથી. અહા! કેટલી ચોખ્ખી વાત છે! પણ અજ્ઞાની તો હું પરનું કરી દઉં એમ માને છે. એ તો પેલું આવે છે ને કે-
‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.’ ગાડાની નીચે કુતરું ચાલતું હોય ને ગાડાનું ઠાઠું તેને અડે એટલે તે એમ માને કે મારાથી ગાડું ચાલે છે, ગાડાનો ભાર હું ઉપાડું છું તેમ અજ્ઞાની દુકાનના થડે બેસીને માને કે હું આ બધું ધ્યાન રાખું છું, દુકાન હું ચલાવું છું. ભાઈ! એમ માનનારા અજ્ઞાની પણ કૂતરા જેવા જ છે, કાંઈ ફરક નથી.
પણ આ બધું કામ અમે કરીએ તો છીએ? ભાઈ! એ બધાં જડનાં કામ કોણ કરે? શું આત્મા કરે? આત્મા તો જડને અડતોય નથી. ભાઈ! એ બધાં જડનાં કામ તો એના પોતાના કારણે થાય છે; આત્મા એ કરી શકતો જ નથી. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-‘જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે...’ જુઓ, પેલામાં (ગાથા ૧૨૧ થી ૧૨પ માં) પણ ‘સ્વયં’ આવે છે ને કે-જો ‘સ્વયં’ પરિણમવાની શક્તિ ન હોય તો પર વડે કેમ પરિણમાવી શકાય? અને જો ‘સ્વયં’ પરિણમવાની શક્તિ છે તો પરની શી જરૂર છે? અહા! આવું તો સ્પષ્ટ છે બાપુ! અહા! જગતમાં અનંત દ્રવ્ય ભગવાને કહ્યાં છે તે અનંત કયારે માન્યાં કહેવાય? કે અનંત દ્રવ્ય પૈકી પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર પરની સહાય વિના સ્વયં પરિણમે છે એમ માનવામાં આવે તો અનંત અનંતપણે રહે અને તો અનંત દ્રવ્ય સાચાં માન્યાં કહેવાય. અહાહા...! અનંતદ્રવ્યો પ્રત્યેક સ્વયંકૃત હોય તો જ અનંત દ્રવ્યો ભિન્નપણે રહે; જો પરથી કાંઈ થાય છે એમ માનવામાં આવે તો અનંત ભિન્ન ભિન્ન રહે નહિ; બધાં એક બીજામાં ભળી જાય અને તો અનંતપણું ખલાસ થઈ જાય.
ભાઈ! આ તો પોતામાં પરની પર્યાય કાંઈ કરી શકે નહિ એમ કહે છે. અહાહા...!
PDF/HTML Page 2316 of 4199
single page version
બહુ ભારે વાત ભાઈ! કે શંખનો કાળાપણારૂપે થવાનો કાળ હોય છે ત્યારે તે પોતે પોતાથી જ કાળો થાય છે, તે પર વડે કાળો થાય છે એમ નહિ. તેમ જ્ઞાનીને પણ જ્યારે પરમાં એકપણારૂપ રસ-રુચિ થાય છે ત્યારે તે કાળે તે પોતે પોતાથી જ અજ્ઞાનપણે પરિણમે છે’ પરને વા દર્શનમોહને કારણે અજ્ઞાનપણે પરિણમે છે એમ નહિ. અહા! ગાથામાં કેટલો ખુલાસો છે! છે કે નહિ અંદર? ભાઈ! આ તો જે અંદરમાં છે એનું સ્પષ્ટીકરણ થાય છે.
આ કાંઈ કલ્પનાની વાત નથી. આ તો જે અંદર છે તેનું સ્પષ્ટીકરણ થાય છે. છતાં કોઈ કહે છે કે તમે ઘરનું કહો છો. કહો તો કહો ભાઈ! તમે પણ ભગવાન છો બાપુ! અહા! એક સમયની ભૂલ છે, બાકી એક સમયની ભૂલ ટળી જાય એવા સામર્થ્યથી યુક્ત તમે પણ ભગવાન છો. ત્રિકાળી આનંદકંદ જ્ઞાનાનંદ પ્રભુ આત્મા તો ભગવાન છે ને! ભલે અત્યારે તેને આ વિરુદ્ધ બેસે પણ પોતાની ભૂલ ટાળશે ત્યારે એક સમયમાં ટાળી દેશે. અહા! ભગવાન જિનેશ્વરદેવનો-વીતરાગદેવનો માર્ગ સમજવો બહુ કઠણ છે ભાઈ! પુરુષાર્થવિશેષથી-સ્વભાવસન્મુખ પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય એમ છે. હવે આવો માર્ગ, સ્વ-આશ્રયનો માર્ગ પ્રાપ્ત કર્યા વિના કોઈ વ્રત પાળે ને તપ કરે તોપણ એ બધાં બાળવ્રત ને બાળતપ એટલે કે મૂર્ખાઈ ભર્યાં વ્રત ને મૂર્ખાઈ ભર્યાં તપ છે.
અહાહા...! કહે છે-જ્ઞાની, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનપણે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. ‘માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે) બંધ થાય છે.’
અહા! ‘પોતાના જ અપરાધના નિમિત્તે’ એટલે શું? એટલે કે જ્ઞાનનું અજ્ઞાન થાય છે તે પોતાના અપરાધથી થાય છે. શરીરની ક્રિયા કે ભોગની બાહ્ય ક્રિયા થઈ માટે અપરાધ થાય છે એમ નથી. કેટલું સ્પષ્ટ કર્યું છે! કે પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે બંધ થાય છે. પરમાં-વિષયમાં મીઠાશ આવે, રસ આવે એ અજ્ઞાન કૃત પોતાની બુદ્ધિ છે અને એનાથી બંધ થાય છે પણ પરને કારણે બંધ થાય છે એમ નથી એમ કહે છે.
જ્ઞાની શુદ્ધ ચૈતન્યમય પોતાના અબંધ પરિણામનો કર્તા છે, તે બંધભાવનો- વિકારનો કર્તા થતો નથી તેથી તેને બંધ થતો નથી. પરંતુ જો જ્ઞાની શુદ્ધ જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનપણે પરિણમે છે તો બંધ થાય છે. અહા! તેને જો પરમાં મીઠાશ આવી જાય, રસ આવી જાય તો પરમાં એકપણું પામતા તેને સ્વયં જ્ઞાનનું અજ્ઞાન થાય છે અને તેથી તેને બંધ થાય છે, પણ બહારના વિષયો તેને બંધ કરે છે એમ નથી.
અહા! ભરત ચક્રવર્તીને ૯૬ હજાર સ્ત્રીઓ હતી અને તેનો ભોગ છ લાખ પૂર્વ સુધીનો હતો. એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષ થાય. આવા છ લાખ
PDF/HTML Page 2317 of 4199
single page version
પૂર્વ સુધી ભરતને ભોગ રહ્યો, પણ તેમાં તેને એકપણાની આસક્તિ ક્યાં હતી? ન હતી. તો કહે છે-જ્ઞાનીને એનું બંધન નથી. પરંતુ જ્યારે જે અસ્થિરતાનો રાગ છે. તેનો વિચાર કરીએ તો જ્ઞાનીને કિંચિત્ અલ્પ રાગ છે અને તેનું અલ્પ બંધન પણ છે પણ તેની અહીં (સ્વભાવની દ્રષ્ટિમાં) ગણતરી નથી. અહા! ભરતને તે અલ્પ દોષ હતો પણ જ્યાં અંદરમાં ધ્યાનમાં ઉતરી ગયા ત્યાં અંતઃમુહૂર્તમાં કેવળજ્ઞાન લીધું. અહા! છ લાખ પૂર્વ પર્યંતના ભોગની આસક્તિના દોષને અંતર્મુહૂર્તમાં ફડાક દઈને ટાળી દીધો. દોર હાથમાં હતો ને! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચિદાનંદ ભગવાન આત્માનો દોર હાથમાં હતો તો જે અલ્પ દોષ હતો તેને અંતર્મુહૂર્તમાં ટાળી દઈને કેવળજ્ઞાન લીધું. આ તો જ્ઞાનીને દોષ કેટલો અલ્પ હતો (હોય છે) એ કહેવું છે. અહીં તે અલ્પદોષને કાઢી નાખ્યો છે, ગૌણ કર્યો છે. અહીં તો અજ્ઞાનીને જ બંધ છે એમ સિદ્ધ કરવું છે.
જુઓ, શ્રેણીક રાજાએ સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું. પરંતુ અહા! જ્યાં સમ્યગ્દર્શન પામ્યા ત્યાં એકદમ ૩૩ સાગરોપમની જે સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ. અહીં તો આ કહેવું છે કે પરને લઈને બંધ નથી પણ પરમાં જે એકપણાની આસક્તિ છે તેનું બંધન છે. જ્ઞાનીને પરમાં આસક્તિ નથી તેથી બંધ નથી. તથા કિંચિત્ બંધ છે તે પણ કેવો ને કેટલો? જુઓને! અંતર્મુહૂર્તમાં ૩૩ સાગરની સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ.
ભાઈ! જેની એક ક્ષણ પણ સહી ન જાય એવી પીડા ને એવું વેદન પહેલી નરકે છે. એ વેદનામાં ૮૪ હજાર વર્ષ સુધી શ્રેણીક રાજા રહેશે, પણ તેઓને આત્માના સુખ આગળ તેનું લક્ષ નથી. ભજનમાં આવે છે ને કે-
અહા! નરકના દુઃખ ભોગવે છતાં અંતરમાં તો સુખની ગટાગટી છે, સુખના ઘૂંટડા પીવે છે.
પણ ત્યાં (નરકમાં) સુખના કયાં સંજોગ છે? ભાઈ! અંદરમાં રાગથી ભિન્ન પડીને આત્માનો જેણે અનુભવ કર્યો છે તેને નરકમાં પણ આનંદની ગટાગટી છે અને અહીં (મિથ્યાદ્રષ્ટિ કોઈ) અબજોપતિ હોય તોપણ તેને દુઃખની ગટાગટી છે. અહા! નરકમાં બળતા મડદા જેવાં શરીર હોય છે અને જન્મે ત્યારથી જ સોળ રોગ હોય છે તોપણ અંદર સચ્ચિદાનંદમય પોતાના ભગવાનનું ભાન થયું છે ને! તેથી નરકમાં પણ જ્ઞાનીને સુખ છે. અહા! ભ્રમણા ને અનંતાનુબંધી કષાય ટળ્યાં છે તેટલું ત્યાં જ્ઞાનીને સુખ છે, કારણ કે જીવને કષાયનું જ દુઃખ છે, સંજોગનું નહિ. તેથી અનંતાનુબંધી કષાય ટળ્યો છે તેનું ત્યાં સુખ છે.
PDF/HTML Page 2318 of 4199
single page version
‘જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે,...’
અહા! અહીં કોઈનો રંગ ધોળો હોય ને તે ગમે તે કાળું ખાય તો તેથી શું તેનો ધોળો રંગ ચાલ્યો જાય છે? ના. અને કોઈ કાળો માણસ હોય-શરીરની ચામડી કાળી હોય તે એકલું માખણ ખાય તો તેથી શું એનો કાળો રંગ ઉતરી જાય છે? ના. અરે ભાઈ! પોતે દિશા પલટીને દશા પલટે નહિ ત્યાં બધાં થોથાં છે. પરની દિશામાં જે દશા છે એ તો મિથ્યાદશા છે, અને તે પોતાની કરેલી છે, કોઈ કર્મને લઈને છે એમ નથી.
અહા! જૈનમાં કર્મનું લાકડું ઘણું છે. કર્મને લઈને આમ (બંધન) થાય એમ અજ્ઞાની માને છે પણ એમ છે નહિ. અરે ભાઈ! દુઃખ પણ તેં તારા કારણે ઊભું કર્યું છે. કષાય અને મિથ્યાત્વની એકતાબુદ્ધિ એ જ મહા દુઃખ છે; દુઃખનો મૂળ સ્રોત જ મિથ્યાત્વ ને કષાય છે. બાકી જેણે આનંદમૂર્તિ પ્રભુ આત્માની દ્રષ્ટિ કરી છે, દિશા ફેરવીને અંતર દશા પ્રગટ કરી છે તે, નિર્ધન હો કે નરકમાં હો, સુખી છે. સાતમે નારકે પણ સમકિતી સુખી છે. જોકે અહીંથી જાય ત્યારે મિથ્યાત્વ લઈને જાય છે અને ત્યાંથી નીકળે ત્યારે મિથ્યાત્વ લઈને નીકળે છે, પણ વચ્ચેના ગાળામાં સમ્યક્ અનુભવ પામે છે તો તે સુખી છે.
અહીં કહે છે-શ્વેત શંખ પરના ભક્ષણથી કાળો થતો નથી, પરંતુ પોતે કાળાપણે પરિણમે છે ત્યારે કાળો થાય છે. જુઓ, કેટલી સ્વતંત્રતા! હવે કહે છે-‘તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.’ જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ જે કહ્યો છે તે આ અપેક્ષાએ છે. બાકી ભોગમાં તો રાગ છે અને એ તો દુઃખ છે, પાપ છે. પણ ત્યાં દ્રષ્ટિની પ્રધાનતામાં સ્વભાવની મુખ્યતાનું જોર દેવા, જ્ઞાનીને, દ્રષ્ટિમાં ભગવાન આત્મા અંદર બિરાજે છે તેને, બંધ નથી એમ કહ્યું છે. આવી વાત છે.
હવે આનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘ज्ञानिन्’ હે જ્ઞાની! ‘जातु किञ्चित् कर्म कर्तुम् उचितम् न’ તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી.
શું કહે છે? કે રાગ કરવો એ તારે યોગ્ય નથી. અહાહા...! પરવસ્તુમાં મીઠાશ આવવી એ તને હોય નહિ-એમ કહે છે.
PDF/HTML Page 2319 of 4199
single page version
તો વ્યવહાર કરવો યોગ્ય નથી એમ ને? અરે ભાઈ! ખરેખર વ્યવહારને જ્ઞાની કરે છે કયાં? જ્ઞાનીને વ્યવહારનું કર્તૃત્વ છે જ નહિ. વ્યવહાર તો એને હોય છે. નિશ્ચયરત્નત્રયની સાથે વ્યવહારરત્નત્રય એને હોય છે. પણ જેટલો વ્યવહાર છે એ તો બંધ છે, બંધનું કારણ છે, માટે જ્ઞાનીને વ્યવહારનો રસ નથી. અહા! જેને અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવ્યો તેને રાગના રસમાં કેમ રસ આવે? ન આવે. અહીં તો વિશેષે ભોગની વાત લેવી છે. તેથી કહે છે-હે જ્ઞાની! તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી અર્થાત્ પરવસ્તુમાં મીઠાશ છે એવા ભોગના ભાવ તને હોય તે યોગ્ય નથી. આમ કહીને એને સ્વચ્છંદીપણું છોડાવ્યું છે. ગમે તેવા ભોગ થાય તોય અમારે શું? જો એમ સ્વચ્છંદે પરિણમે તો કહે છે-ભાઈ! મરી જઈશ; જ્ઞાનીને તો પરદ્રવ્યને ભોગવવામાં રસ હોય નહિ-એમ કહેવું છે.
અહાહા...! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. આવા આત્માનો જેને અનુભવ થયો છે, અહાહા... દેહ, મન, વાણીથી ભિન્ન અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે પુણ્યભાવ એનાથી જુદો ને હિંસાદિ પાપના ભાવથી જુદો ભગવાન આત્મા અંદર પોતે છે એવો અંતરમાં સ્વરૂપસન્મુખતા વડે જેને અનુભવ થયો છે તે જ્ઞાની છે. આવા જ્ઞાનીને પૂર્વકર્મના ઉદયથી સામગ્રી અનેક પ્રકારે મળે તોય તે સામગ્રીને હું ભોગવું એમ રુચિ હોતી નથી. કિંચિત્ અસ્થિરતાનો ભાવ હોય એ જુદી વાત છે, પણ જ્ઞાનીને ભોગ ભોગવવામાં રુચિ હોતી નથી. અહાહા...! વિષયસુખની તેને ભાવના હોતી નથી.
‘હે જ્ઞાની! તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી.’ હવે આ તો શબ્દ થયા. એનો અર્થ શું? એમ કે રાગ કરવા જેવો છે એવું તારે હોય નહિ. વિષય-ભોગ કરવા જેવા છે, ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એવી પરમાં સુખબુદ્ધિ તને હોય નહિ. અહાહા...! જેને અંદરમાં આખું આનંદનું નિધાન પ્રભુ આત્મા નજરે પડયો તેને ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એમ કેમ ભાસે? ન જ ભાસે.
અતીન્દ્રિય આનંદની ખાણ-ખજાનો પ્રભુ આત્મા છે. આવા આત્માના આનંદનો જેને સ્વાદ આવ્યો છે તે જ્ઞાની છે. ભારે વ્યાખ્યા ભાઈ! તો કહે છે-હે જ્ઞાની! જો તને આત્માના આનંદનો સ્વાદ છે તો...
પ્રશ્નઃ– આત્માના આનંદનો સ્વાદ એ વળી શું? આ પાંચ-પચાસ કરોડ પૈસા મળે વા રૂપાળી સ્ત્રીનો દેહ હોય તેના ભોગનો સ્વાદ તો આવે છે, પણ આ આત્માનો સ્વાદ કેવો?
સમાધાનઃ– અરે ભાઈ! આ શરીર તો જડ માટી-ધૂળ છે, ને પૈસા પણ જડ, માટી-ધૂળ છે. શું એનો સ્વાદ આત્માને આવે? જડનો સ્વાદ તો કદી આત્માને હોય જ નહિ; પરંતુ એમાં ‘આ ઠીક છે’ એવો જે અજ્ઞાનીને રાગનો રસ ઉત્પન્ન થાય
PDF/HTML Page 2320 of 4199
single page version
છે તે રાગરસનો સ્વાદ અજ્ઞાની લે છે. અહા! મૂઢ અજ્ઞાની જીવ, વિષય-વાસનાનો જે રાગ ઉત્પન્ન થાય છે તેને ભોગવે છે, પણ શરીરનો કે પૈસાનો ભોગવટો ત્રણકાળમાં એને છે નહિ. આ મૈસૂબ, માવો ને માખણનો ભોગવટો એને છે નહિ, કેમકે એ તો બધા ભિન્ન જડ પદાર્થો છે. પણ આ બધા ‘ઠીક છે’ એવા રાગને મૂઢ અજ્ઞાની ભોગવે છે. મૂઢ અજ્ઞાની કેમ કહ્યો? કેમકે એ ભોગવે છે રાગને અને માને છે કે હું જડ વિષયોને ભોગવું છું. આવી વાત છે.
અજ્ઞાનીને અનાદિથી રાગનો-ઝેરનો સ્વાદ છે. એમાં (રાગમાં) તે મૂઢ થઈને અનંતકાળથી ચાર ગતિમાં રખડયા કરે છે. અહા! અનાદિથી તે દુઃખના-રખડવાના પંથે છે. પણ જ્યારે તેને અંદર અતીન્દ્રિય આનંદની ખાણ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માની દ્રષ્ટિ થાય છે ત્યારે તેને નિર્મળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આ અતીન્દ્રિય આનંદનો સ્વાદ તે આત્માના આનંદનો સ્વાદ છે ને તે એકલા અમૃતનો સ્વાદ છે. આવો નિરાકુળ આનંદનો સ્વાદ જેને આવ્યો તે ધર્માત્મા છે અને તેને, અહીં કહે છે. વિષયોમાં સુખબુદ્ધિ હોય નહિ; હું વિષયો ભોગવું એવો ભોગવવાનો રસ હોય નહિ-એમ કહે છે.
કોઈને વળી થાય કે ભગવાનના માર્ગમાં તો છ કાયના જીવોની દયા કરવી, વ્રત કરવા, ઉપવાસાદિ તપ કરવાં ઇત્યાદિ તો હોય છે પણ આ તે કેવો મારગ?
ભાઈ! તું કહે છે એ તો બધાં થોથાં છે, કેમકે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે શુભભાવ છે તેનાથી પુણ્ય બંધાય છે, પણ ધર્મ ન થાય. ધર્મ તો એક વીતરાગભાવ છે.
અહાહા...! કહે છે-હે જ્ઞાની! તારે કદી કોઈ કર્મ કરવું યોગ્ય નથી અર્થાત્ રાગ કરવા લાયક છે એમ માનીને રાગ કરવાનો તને હોય નહિ.
હવે કહે છે-“तथापि’ તોપણ ‘यदि उच्यते’ જો તું એમ કહે છે કે ‘परं मे जातु न, भुंक्षे’ “પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું”, ‘भोः दुभुक्तः एव असि’ તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (-ખરાબ) રીતે જ ભોગવનાર છે;
અહાહા...! આ શરીર તો જડ માંસ-હાડકાંનું પોટલું છે, અજીવ છે; સ્ત્રીનું શરીર પણ જડ માટી-ધૂળ છે તથા પૈસા પણ જડ માટી-ધૂળ છે. તો, તું એમ કહે કે એ પરદ્રવ્ય મારું કદી નથી અને વળી તું કહે છે કે હું પરદ્રવ્યને ભોગવું છું તો એ કય ાંથી આવ્યું ભાઈ? આકરી વાત બાપા! વીતરાગનો મારગ બહુ આકરો છે, લોકોએ જૈનધર્મને અન્યધર્મ જેવો માની લીધો છે. વીતરાગ પરમેશ્વરે કહેલો માર્ગ જાણે લુપ્ત થઈ ગયો છે.