PDF/HTML Page 2281 of 4199
single page version
ભગવાનની ભક્તિ-પૂજા કરવાં ઇત્યાદિ રાગ તેને હોય છે. જ્યાં લગી પૂરણ વીતરાગ ન થાય ત્યાં લગી રાગભાવ પણ છે. સ્વાશ્રયથી વીતરાગભાવ છે તો પરના આશ્રયે કિંચિત્ રાગભાવ પણ છે. એક જ્ઞાનધારા ને બીજી કર્મધારા -એમ બન્ને સાથે ચાલે છે. એ તો ‘यावत् पाकमुपैत्ति’... ઇત્યાદિ કળશમાં આવે છે ને કે-કર્મની ક્રિયા પૂર્ણપણે અભાવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મની ક્રિયા-રાગાદિ પણ જ્ઞાનીને હોય છે. પણ તે રાગનો પ્રેમ જ્ઞાનીને નથી, એ તો રાગને હેયબુદ્ધિએ જાણે છે. માટે રાગની ક્રિયા તેને પરિગ્રહપણાને પામતી નથી. શું કહ્યું? એમ તો રાગ અભ્યંતર પરિગ્રહ છે અને આ પૈસા-ધૂળ આદિ બાહ્ય પરિગ્રહ છે. પણ ‘આ રાગાદિ મારા છે’-એમ જ્ઞાનીને નથી તેથી તે રાગાદિ ક્રિયા પરિગ્રહપણાને પામતી નથી. અહો! દિગંબર સંતો સિવાય તત્ત્વની સ્થિતિની આવી વાત બીજે કયાંય છે નહિ; સંતોએ વસ્તુના સ્વરૂપને અત્યંત સ્પષ્ટ કર્યું છે.
અહાહા...! કહે છે-‘જ્ઞાની...’ ‘જ્ઞાની’ શબ્દે કોઈ એમ માની લે કે જેને બહુ જાણપણું (ક્ષયોપશમ) હોય તે જ્ઞાની તો એમ નથી. તથા કોઈ એમ કહે કે અમે ધર્મી છીએ પણ જ્ઞાની નથી તો એમ પણ નથી. જે જ્ઞાની છે તે ધર્મી છે ને જે ધર્મી છે તે જ્ઞાની છે એમ વાત છે. સમ્યગ્દ્રષ્ટિને ભલે અલ્પ ક્ષયોપશમ હોય પણ તે જ્ઞાની જ છે. સ્વરૂપના આશ્રયે આત્મજ્ઞાન પ્રગટ થયું છે તો તે જ્ઞાની જ છે. ભાઈ! થોડું પણ સમકિતીનું જ્ઞાન વિજ્ઞાન છે, ને અજ્ઞાનીનું નવ પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન છે. સૂક્ષ્મ વાત છે ભાઈ! જેને રાગની રુચિ છે અને આત્માની રુચિ નથી એવા અજ્ઞાનીને કદાચિત્ નવ પૂર્વ સુધીની લબ્ધિ પ્રગટ થઈ જાય તોપણ તે અજ્ઞાન છે કેમકે એ બધું પરલક્ષી જ્ઞાન છે; જ્યારે જેને દ્રવ્યસ્વભાવનો-વિજ્ઞાનઘનસ્વભાવનો આશ્રય થયો છે એવા સમકિતીને થોડું જ્ઞાન હોય તોપણ તે વિજ્ઞાન છે કેમકે તેને સ્વરૂપલક્ષી જ્ઞાન છે.
અહીં કહે છે-જ્ઞાની રાગરસથી રિક્ત એટલે ખાલી છે, માટે તેને કર્મ એટલે રાગની ક્રિયા પરિગ્રહપણાને પામતી નથી. રાગની ક્રિયા તેને હોય છે, પણ તે પરિગ્રહભાવને એટલે કે રાગ મારો છે એવા પકડરૂપ ભાવને ધારતી નથી કેમકે તેને રાગમાં રસ નથી, રુચિ નથી.
જ્ઞાનીને વ્યવહાર-રાગ હોય છે તેથી કોઈ એમ માને કે વ્યવહારથી નિશ્ચય થાય છે તો તેમ નથી. નિશ્ચય (વીતરાગ પરિણામ) થાય તેમાં વ્યવહાર નિમિત્ત છે, પણ એનો અર્થ જ એ થયો કે નિમિત્ત જે વ્યવહાર છે તે નિશ્ચયનો કર્તા નથી. જેમ કુંભાર, ઘડો થાય એમાં નિમિત્ત છે પણ કુંભાર ઘડાનો કર્તા નથી તેમ વ્યવહાર નિમિત્ત હો, પણ તે નિશ્ચયનો કર્તા નથી. ૩૭૨ મી ગાથામાં આચાર્ય અમૃતચંદ્ર કહે છે-અમે તો ઘડો માટીથી ઉત્પન્ન થયેલો જોઈએ છીએ પણ કુંભારથી ઉત્પન્ન થયેલો
PDF/HTML Page 2282 of 4199
single page version
દેખતા નથી કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણને (પર્યાયને) ઉત્પન્ન કરે એવી તેમાં અયોગ્યતા છે. અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણને ઉત્પન્ન કરે જ નહિ. માટે માટીના સ્વભાવે ઉપજેલા ઘડાને તે કાળે કુંભાર નિમિત્ત હો, પણ કર્તા નથી. તેમ જ્ઞાનીને વ્યવહાર હો, પણ તે નિશ્ચયના કર્તા નથી. આટલો બધો ફેર માનવો જગતને કઠણ પડે છે. પણ શું થાય?
ભાઈ! જ્ઞાનીને પોતાના શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ આત્મામાં મમપણું છે. જેમ અતીન્દ્રિય આનંદસ્વરૂપમાં મમપણું છે તેમ તેને રાગમાં મમપણું નથી. જુઓ, આ ચોકલેટ વગેરે દેખાડીને નથી કહેતા બાળકને કે-‘લે, મમ લે મમ;’ તેમ જ્ઞાનીનું ‘મમ’ આનંદઘન પ્રભુ આત્મા છે. અહાહા...! તેને અતીન્દ્રિય આનંદનો જે ભોગ છે તે તેનું ‘મમ’ છે; અને તેથી રાગનું તેને ‘મમ’ (ભોજન, ભોગ) હોતું નથી. શું રાગ તેને ભાવે છે? નથી ભાવતો. જેમ લાડુ ખાતાં કાંકરી આવે તો ફટ તેને કાઢી નાખે તેમ નિરાકુલ આનંદનું ભોજન કરતાં વચ્ચે રાગ આવે તેને ફટ કાઢી નાખે છે, જુદો કરી નાખે છે. જેને આત્માનો આનંદ ભાવે છે તેને રાગ કેમ ભાવે? ન ભાવે. તે કારણે રાગ તેને આવે છે તે પરિગ્રહપણાને પામતો નથી, આવી વાત છે.
‘જેમ લોધર, ફટકડી વગેરે લગાડયા વિના વસ્ત્ર પર રંગ ચઢતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી.’
‘રાગભાવ વિના’ એમ કહ્યું એનો અર્થ શું? રાગ તો છે જ્ઞાનીને, પણ રાગની રુચિ નથી. તો રાગની રુચિ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી એમ અર્થ છે. અહા! ભોગની પર્યાય ઉત્પન્ન થાય પણ જ્ઞાનીને તે ઝેર સમાન ભાસે છે. જ્ઞાનીને જે સ્ત્રીના વિષયમાં રાગ આવે છે તે ઝેર જેવો તેને લાગે છે. અહા! અમૃતના સાગર ભગવાન આત્માના નિરાકુળ આનંદરૂપ અમૃતનો જેણે સ્વાદ ચાખ્યો તેને રાગ ભાવતો નથી. લ્યો, જેને આત્મા ભાવે છે તેને રાગ ભાવતો નથી. જુઓ, જ્ઞાનીને કર્મોદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી’ -એમ કહ્યું તેથી કરીને ભોગ કરવા ને ભોગ ઠીક છે-એમ અહીં કહેવું નથી.
કોઈ વળી કહે છે-જ્ઞાની કુશીલ સેવે તોય પાપ નથી. અરરર! પ્રભુ! તું શું કહે છે આ? પ્રભુ! અહીં તો વ્યવહારરત્નત્રયનો ભાવ પણ પાપ છે એમ કહે છે. (તો પછી કુશીલની તો શું વાત?).
PDF/HTML Page 2283 of 4199
single page version
આચાર્ય યોગીન્દ્રદેવ આ કહે છે કે-અનુભવી બુધ પુરુષ તો પુણ્યને પણ પાપ જાણે છે. સમયસારનો પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત કરતાં ટીકામાં આ કહે છે કે-પુણ્ય- પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને બહાર નીકળી ગયું. વળી ત્યાં કહ્યું છે કે-સ્વરૂપથી પતિત થાય છે તો વ્યવહારરત્નત્રય-રાગ ઉત્પન્ન થાય છે માટે તે પાપ છે. પહેલાં તેને પુણ્ય કહ્યું ને પછી તેને પાપમાં નાખી દીધું. આમ છે તો પછી જ્ઞાનીને પાપનો પ્રેમ કેમ હોય? અહા! જ્યાં સ્વ-સ્ત્રી સંબંધી ભોગના પરિણામ પણ પાપ છે તો પછી પરસ્ત્રીના ભોગનું તો કહેવું શું? એ તો મહાપાપ છે, બાપુ!
અહીં તો જ્ઞાનીને રાગમાં રસ નથી એમ બતાવવું છે; જ્ઞાનીને ભોગના પરિણામમાં રસ નથી તેથી તે પરિગ્રહપણાને પામતા નથી એમ વાત છે. પહેલાં કળશ ૧૩પમાં આવ્યું હતું ને કે-જ્ઞાની સેવક છતાં અસેવક છે; બસ આ વાત અહીં છે. રાગના ને ભોગના પરિણામમાં પ્રેમ નથી તેથી તેને કર્મોદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી.
ફરી કહે છે કેઃ-
આ નિર્જરા અધિકાર છે. તો નિર્જરા કોને હોય છે, ધર્મ કોને હોય છે-એની અહીં વાત કરે છે. કહે છે-‘यतः’ કારણ કે ‘ज्ञानवान्’ જ્ઞાની ‘स्वरसतः अपि’ નિજરસથી જ ‘सर्वरागरसवर्जनशीलः’ સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો ‘स्यात्’ છે.
જોયું? અતીન્દ્રિય આનંદરસના ચૈતન્યરસના નિજરસથી જ જ્ઞાની સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. અહાહા...! જેને ચૈતન્યરસ નિજરસ છે તેને રાગનો રસ નિજરસ નથી. જ્ઞાનીને નિજરસ જે ચૈતન્યરસ-ચિદાનંદરસ તે રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. આ અસ્તિ-નાસ્તિ કર્યું કે જ્ઞાનીને નિજરસ ચૈતન્યરસપણે છે ને રાગરસપણે નથી. રાગરસની નિજરસમાં-ચૈતન્યરસમાં નાસ્તિ છે. અહાહા...! જેને નિજરસ નામ વીતરાગરસરૂપ ચિદાનંદરસનો સ્વાદ આવ્યો છે તેને રાગમાં રસ છે નહિ. હવે આવી વાતો લોકોને આકરી લાગે છે! પણ બાપુ! આ શાસ્ત્ર જ આમ પોકાર કરે છે.
અહાહા...! જેને આત્મરસ-અતીન્દ્રિય આનંદનો રસ અનુભવમાં આવ્યો છે તે જ્ઞાની છે અને તે નિજરસથી જ ‘स्वरसतः अपि’–સર્વ રાગના રસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. ગજબ વાત છે ભાઈ!
પ્રશ્નઃ– પણ એ (આનંદરસનો અનુભવ) તો ક્રમબદ્ધમાં આવવાવાળો હશે તો આવશે?
PDF/HTML Page 2284 of 4199
single page version
સમાધાનઃ– અરે ભાઈ! એ ક્રમબદ્ધમાં આવવાવાળો હોય તો આવે એનો નિશ્ચય કોને હોય? કે જેને ચિદાનંદઘન પ્રભુ આત્મા છે તેમાં ઝુકાવ દ્વારા નિજરસની- આનંદરસની પ્રાપ્તિ થઈ હોય. અને તે (આનંદરસની પ્રાપ્તિ) સ્વભાવ પ્રત્યેના પુરુષાર્થથી થાય છે. સમજાણું કાંઈ? (બાકી તો ખાલી ક્રમબદ્ધ કહે તેને તો સંસારનું જ ક્રમબદ્ધ હોય છે). આવો મારગ! લોકોને લાગે છે કે આ નવો (સોનગઢવાળાનો) છે પણ ભાઈ! આ તો અનાદિનો મારગ છે; તેં કદી સાંભળ્યો નથી એટલે નવો લાગે છે.
અરે ભાઈ! અનાદિ કાળથી એને નિજરસ-ચૈતન્યરસના ભાન વિના એકાંત રાગનો જ સ્વાદ આવ્યો છે. અહા! દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈને તે અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો તોપણ ત્યાં એને એકાંતે રાગનો જ રસ હતો, નિજરસ ન હતો. એણે પંચમહાવ્રતાદિની શુભરાગની જે ક્રિયાઓ કરી તે સર્વ રાગરસને જ આધીન હતી, અને તે રાગરસની રુચિમાં પોતાના નિજરસને ભૂલી જ ગયો હતો. અહાહા...! જ્ઞાની નિજરસના સ્વાદ આગળ રાગનો રસ ભૂલી જાય છે, ત્યારે અજ્ઞાની રાગરસની રુચિના કારણે દયા, દાન, વ્રત આદિ રાગમાં એવો તલ્લીન થઈ જાય છે કે તે ચૈતન્યરસને ભૂલી જાય છે. અરે ભાઈ! અનંતકાળથી તું ચૈતન્યરસથી વિરક્ત થઈને રાગરસમાં રક્ત રહ્યો છે પણ તે અજ્ઞાન છે અને તેનું ફળ ચારગતિરૂપ સંસાર છે. આવી વાત છે.
અહા! જેને શુભભાવમાં રસ છે તે અજ્ઞાની છે. રસની વ્યાખ્યા તો આગળ આવી ગઈ કે-એકમાં એકાગ્ર થઈને બીજાની ચિંતા છોડી દેવી તેનું નામ રસ છે. અહા! જેને દયા, દાન, વ્રતાદિના રાગમાં રસ છે તેને તેમાં એક જ (રાગ જ) ચીજ છે, પણ બીજી ચીજ છે નહિ. રાગના રસમાં આત્મા છે નહિ.
ત્યારે કોઈ કહે છે-આવો મોંઘો ધર્મ! અરે ભાઈ! ધર્મ તો જે છે તે છે. તેં કદી સાંભળ્યો નથી તેથી કઠણ લાગે છે. અહી કહે છે-ભગવાન! તું આનંદરસથી-ચૈતન્યરસથી ભરેલો છો ને નાથ! તું રાગરસમાં લીન થઈને નિજ આનંદરસને ભૂલી ગયો. પ્રભુ! જુઓ, સ્ત્રીના દેહનો, લક્ષ્મીનો, મકાનનો કે આબરુનો રસ તો કોઈને છે નહિ, કેમકે એ તો પર જડ છે. પરંતુ તે તરફનું લક્ષ કરતાં જે રાગ થાય છે તે રાગના રસમાં અનાદિથી અજ્ઞાની પડયો છે. વળી અનાદિથી અજ્ઞાની વ્રત પાળે, તપ કરે, ભક્તિ-પૂજા કરે તોપણ તે રાગના રસમાં જ પડેલો છે. તેને કહે-ભાઈ! ધર્મી જીવ તો નિજરસથી જ સર્વ રાગરસથી વિરક્ત છે. તેને નિજરસનો-ચૈતન્યરસનો-આનંદરસનો જે સ્વાદ છે તે ધર્મ છે. અહા! ધર્મ આવો સૂક્ષ્મ છે. તેં બહારમાં ધર્મ માની લીધો છે એટલે તને કઠણ-મોંઘો લાગે છે.
PDF/HTML Page 2285 of 4199
single page version
પ્રશ્નઃ– તો શું આ ઉપવાસ કરીએ તે તપ ને તે વડે નિર્જરા-એમ બરાબર નથી? ઉત્તરઃ– ધૂળેય બરાબર નથી સાંભળને. ભોજન ન લેવું તેને તું ઉપવાસ કહે છે પણ એ તો જડની ક્રિયા છે, અને એનો જે શુભ વિકલ્પ છે તે રાગ છે. એમાં આત્મા કયાં છે કે એને તપ કહીએ? તે તપ છે નહિ અને એનાથી નિર્જરાય છે નહિ. અહીં તો અતીન્દ્રિય આનંદના નાથ પ્રભુ આત્માના સમીપ જતાં જે આનંદના રસનો સ્વાદ આવે છે તે ઉપવાસ છે. ‘ઉપવસતિ ઇતિ ઉપવાસઃ’ આત્માની સમીપ નામ સન્નિકટ રહેવું એનું નામ ઉપવાસ છે. આનું નામ ધર્મ છે, નિર્જરા છે. અહીં કહે છે-જ્ઞાનીને નિજરસથી જ સર્વ રાગરસનો ત્યાગ છે. ‘સર્વ રાગરસ’ એમ શબ્દ છે ને? મતલબ કે ગમે તેવો શુભરાગ હો, જ્ઞાનીને તેના રસથી વિરક્તિ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યરસમાં અનુરક્ત એવા જ્ઞાનીને સર્વ રાગરસથી વિરક્તિ છે; જ્ઞાની રાગમાં રક્ત છે જ નહિ. આવો મારગ છે ભાઈ!
પ્રશ્નઃ– સમ્મેદશિખરની જાત્રા કરી લઈએ તો? તો તો ધર્મ ખરો ને? કહ્યું છે ને કે-‘એકવાર વંદે જો કોઈ તાકો નરક-પશુ ગતિ નહિ હોઈ’.
સમાધાનઃ– ભાઈ! સમ્મેદશિખરની જાત્રાથી શું વળે? એ તો શુભભાવ-પુણ્યભાવ છે, એનાથી પુણ્ય બંધાશે, ધર્મ નહિ થાય. આ ભવ પછી કદાચિત્ સીધી નરક-પશુ ગતિ ન મળે તો પછી મળે, કેમકે જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં જન્મ-મરણનો અંત નથી. મિથ્યાદર્શનનું ફળ તો પરંપરા નિગોદ જ છે ભાઈ! માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવું એ અપૂર્વ છે અને એ પ્રથમ ધર્મ છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે ભાઈ! તેનો લૌકિક સાથે કોઈ મેળ થાય એમ નથી.
અહા! જેને રાગનો રસ છે, તે પછી ચાહે ભગવાનની ભક્તિનો હો કે જાત્રાનો હો, તે ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદરસથી વિરક્ત છે, રહિત છે અને તે મિથ્યાદ્રષ્ટિ છે. જ્યારે ચોથે ગુણસ્થાને સમકિતી કે જેણે નિજરસ-આત્માના આનંદનો રસ-ચાખ્યો છે તે નિજરસથી જ રાગથી વિરક્ત છે. અસંખ્ય પ્રકારે શુભરાગ હો, પણ ધર્મીને રાગનો રસ હોતો નથી. શુદ્ધ ચૈતન્યના અમૃતમય સ્વાદ આગળ ધર્મીને રાગનો રસ ઝેર જેવો ભાસે છે
અહા! જ્ઞાની નિજરસથી જ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. હવે કહે છે- ‘ततः’ તેથી ‘एषः’ તે ‘कर्ममध्यपतितः अपि’ કર્મમધ્યે પડયો હોવા છતાં પણ ‘सकलकर्मभिः’ સર્વ કર્મોથી ‘न लिप्यते’ લેપાતો નથી, તેથી એટલે જ્ઞાની રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો હોવાથી તે કર્મ એટલે કર્મજનિત સામગ્રી-સ્ત્રી, કુટુંબ, લક્ષ્મીધૂળ, આબરૂ તથા અંદરમાં જે રાગાદિ-પુણ્યપાપ થાય તે ક્રિયા ઇત્યાદિમાં પડયો હોવા છતાં તે કર્મથી લેપાતો નથી.
PDF/HTML Page 2286 of 4199
single page version
અહાહા...! આખું પડખું બદલાઈ ગયું. અજ્ઞાનદશામાં રાગરસમાં-રાગના પડખે હતો, તે હવે જ્ઞાન થતાં, શુદ્ધ ચૈતન્યરસનો સ્વાદ આવતાં ચૈતન્યના પડખે આવ્યો. હવે રાગનો રસ રહ્યો નહિ, તો ભલેને ૯૬ હજાર સ્ત્રીઓના વૃંદમાં હો તોપણ તે લેપાતો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! જેને અંતરમાં ચૈતન્યની પ્રભુતાનો રસ આવ્યો તેને પામર રાગ-રસ છૂટી જાય છે અને તેથી સમકિતી કર્મની સામગ્રીના મધ્યમાં પડયો હો કે રાગાદિની ક્રિયાના મધ્યમાં પડયો હો તોપણ તે સર્વ કર્મોથી લેપાતો નથી; અર્થાત્ તેને તે બાહ્ય સામગ્રીથી કે અંદરના ક્રિયાકાંડથી બંધ થતો નથી. તેમાં રસ નથી ને? તેથી તે લેપાતો નથી. આવી વાત છે.
PDF/HTML Page 2287 of 4199
single page version
णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं।। २१८।।
लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं।। २१९।।
नो लिप्यते रजसा तु कर्दममध्ये यथा कनकम्।। २१८।।
लिप्यते कर्मरजसा तु कर्दममध्ये यथा लोहम्।। २१९।।
હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છેઃ-
પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮.
તે કર્મરજ લેપાય છે, જ્યમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯.
ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [सर्वद्रव्येषु] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે [रागप्रहायकः] રાગ છોડનારો છે તે [कर्ममध्यगतः] કર્મ મધ્યે રહેલો હોય [तु] તોપણ [रजसा] કર્મરૂપી રજથી [नो लिप्यते] લેપાતો નથી- [यथा] જેમ [कनकम्] સોનું [कर्दममध्ये] કાદ્રવ મધ્યે રહેલું હોય તોપણ લેપાતું નથી તેમ. [पुनः] અને [अज्ञानी] અજ્ઞાની [सर्वद्रव्येषु] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે [रक्तः] રાગી છે તે [कर्ममध्यगतः] કર્મ મધ્યે રહ્યો થકો [कर्मरजसा] કર્મરજથી [लिप्यते तु] લેપાય છે- [यथा] જેમ [लोहम्] લોખંડ [कर्दममध्ये] કાદ્રવ મધ્યે રહ્યું થકું લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે) તેમ.
ટીકાઃ– જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડયું હોય તોપણ કાદવથી લેપાતું નથી (અર્થાત્ તેને કાટ લાગતો નથી) કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લેપાતો નથી કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની
PDF/HTML Page 2288 of 4199
single page version
कर्तु नैष कथञ्चनापि हि परैरन्याद्रशः शक्यते।
अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं
ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।। १५०।।
કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મધ્યે પડયું થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે) કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે.
ભાવાર્થઃ– જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [इह] આ લોકમાં [यस्य याद्रक् यः हि स्वभावः ताद्रक् तस्य वशतः अस्ति] જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ) હોય છે. [एषः] એવો વસ્તુનો જે સ્વભાવ તે, [परैः] પરવસ્તુઓ વડે [कथञ्चन अपि हि] કોઈ પણ રીતે [अन्याद्रशः] બીજા જેવો [कर्तु न शक्यते] કરી શકાતો નથી. [हि] માટે [सन्ततं ज्ञानं भवत्] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે [कदाचन अपि अज्ञानं न भवेत्] કદી પણ અજ્ઞાન થતું નથી; [ज्ञानिन्] તેથી હે જ્ઞાની! [भुंक्ष्व] તું (કર્મોદ્રયજનિત) ઉપભોગને ભોગવ, [इह] આ જગતમાં [पर–अपराध–जनितः बन्धः तव नास्ति] પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી.)
ભાવાર્થઃ– વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે-તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો એવી શંકા કરીશ તો ‘પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે’ એવું માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ૧પ૦.
PDF/HTML Page 2289 of 4199
single page version
હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છેઃ-
‘જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડયું હોય તોપણ કાદવથી લેપાતું નથી કારણ કે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે,.......’
જુઓ, શું કહ્યું? કે-‘જેમ ખરેખર..... ‘यथा खलु’ એમ પાઠ છે ને? खलु એટલે ખરેખર, વાસ્તવમાં, નિશ્ચયથી સુવર્ણ હજારો મણ કીચડની વચ્ચે પડયું હોય તો પણ તે કાદવથી લેપાતું નથી અર્થાત્ તેને કાટ લાગતો નથી. શું સોનાને કાટ લાગે? ન લાગે. કેમ ન લાગે? કારણ કે તેનો સ્વભાવ જ અલિપ્ત રહેવાનો છે. આ નિર્જરાની વાત દ્રષ્ટાંતથી કહે છે.
પ્રશ્નઃ– શાસ્ત્રમાં-તત્ત્વાર્થસૂત્રમાં તો તપથી નિર્જરા કહી છે. ‘तपसा निर्जरा च’ અને ઉપવાસાદિ કરવા તે તપ છે. તો એ તપથી નિર્જરા છે કે નહિ?
સમાધાનઃ– ભાઈ! એ તો બાહ્ય નિમિત્તથી કથન છે, બાકી નિર્જરા તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થતાં-સ્થિત થતાં થાય છે. આત્માના આનંદરસમાં લીન રહેવું તે તપ છે અને તે વડે નિર્જરા છે. જેમ સુવર્ણને કાટ લાગતો નથી તેમ ભગવાન આત્માને, તેના અનુભવની દ્રષ્ટિમાં રહેતાં રાગનો કાટ લાગતો નથી અને તેથી તેને નિર્જરા થાય છે.
આવી વ્યાખ્યા ભારે આકરી! બાપુ! આ સમજ્યા વિના સંસારમાં રખડતાં રખડતાં અનંતકાળ ગયો. એક- એક યોનિમાં એકેન્દ્રિયાદિમાં અનંત અનંત અવતાર કર્યા. એ જન્મથી મરણ પર્યંતના દુઃખની કથા શું કહીએ? બાપુ! તું ભૂલી ગયો છે. આ સક્કરકંદ, લસણ, ડુંગળી નથી આવતાં? તેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક દેહ છે; અને એક એક દેહમાં અનંત-નિગોદના જીવ છે. હવે આવા (નિગોદના) પણ અનંત ભવ કર્યા છે કે જ્યાં મન નહિ, વાણી નહિ, માત્ર દેહનો સંયોગ હતો. આ પૈસા ને મકાન ને કુટુંબ ને આબરૂ તો બધાં કયાંય રહી ગયાં. ભગવાન એકવાર સાંભળ તો ખરો! ત્યાં એક શ્વાસમાં અઢાર ભવ એવા અનંતા શ્વાસમાં અનંત ભવ ભગવાન! એણે અનંતવાર કર્યા છે. એના દુઃખને શું કહીએ?
હવે ત્યાંથી નીકળીને કોઈ મનુષ્ય થયો; અને ભગવાનની વાણીનું કારણ પામીને સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ જાગ્રત કરીને અંતરમાં આનંદના રસમાં ગયો તો પરથી એનું લક્ષ છૂટી ગયું. અહાહા...! પરમ અદ્ભુત રસ એવા ચૈતન્યરસનો-આનંદરસનો
PDF/HTML Page 2290 of 4199
single page version
અનુભવ થતાં તેને બહારના રાગ ને રાગના ફળરૂપ સંયોગ તરફનું લક્ષ છૂટી ગયું. હવે તે જ્ઞાની થયો થકો, જેમ કીચડમાં પડયું હોવા છતાં કંચન કાદવથી લિપ્ત થતું નથી તેમ, તે કર્મ મધ્યે હોવા છતાં કર્મથી લેપાતો નથી. ગજબ વાત છે ભાઈ! એ જ કહે છે કે-
‘તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લેપાતો નથી કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે.’
અહાહા...! શું કહ્યું? કે ‘જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ...’ એટલે શું? કે ધર્મી ઇન્દ્રના સુખના ભોગમાં હો કે ચક્રવર્તીના અપાર વૈભવમાં હો કે પછી અસંખ્ય પ્રકારની શુભરાગની ક્રિયાની મધ્યમાં હો તોપણ તે કર્મથી લેપાતો નથી, કારણ કે તે કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે.
ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ સદા નિર્લેપસ્વભાવી છે. ધર્મીને પોતાની દ્રષ્ટિ નિરંતર સદા નિર્લેપસ્વભાવી આત્મા પર છે, તેની દ્રષ્ટિ રાગ પર નથી. તેથી તે અનેક રાગની ક્રિયાઓ મધ્યે હોવા છતાં કર્મથી લેપાતો નથી. આવી વાત સાંભળવા મળવીય મુશ્કેલ છે. લોકો તો બહારની હો-હા ને હરીફાઈ કરવામાં-ગજરથ કાઢવામાં ને પાંચ- પચીસ લાખ દાનમાં વાપરવામાં-ઇત્યાદિમાં ધર્મ થવાનું માને છે પણ ભાઈ! એમાં તો ધૂળેય ધર્મ નથી. તને ધર્મની ખબર જ નથી. વીતરાગ પરમેશ્વરે કહેલો ધર્મ તો નિજાનંદરસમાં લીન થતાં થાય છે અને ધર્મીને પોતાની દ્રષ્ટિ સદા શુદ્ધ જ્ઞાયકસ્વભાવ પર રહેલી હોય છે.
અહાહા...! કહે છે-‘જ્ઞાની’ ‘જ્ઞાની’ એટલે? કોઈ એમ માને કે બહુ જ્ઞાન (ક્ષયોપશમ) હોય તે જ્ઞાની તો એમ વાત નથી. અહીં તો જ્ઞાની એટલે શુદ્ધ ચૈતન્યરસમાં-જ્ઞાનાનંદરસમાં લીન થઈ જે પ્રવર્તે છે તે જ્ઞાની છે. તેને જ્ઞાની કહો કે ધર્મી કહો-એક જ છે. અહાહા...! જેને અંતરમાં સ્વાનુભવરસ પ્રગટ થયો છે તે ચોથે ગુણસ્થાનકે વર્તતો જીવ જ્ઞાની છે, ધર્મી છે. અને તે સર્વ કર્મ મધ્યે-કર્મ નામ શુભ ક્રિયાકાંડ અને કર્મની સામગ્રી મધ્યે-રહ્યો હોય તોપણ તે કર્મથી લેપાતો નથી. અહાહા...! જેને અંતરમાં અતીન્દ્રિય આનંદનો રસ પ્રગટ થયો છે ને સર્વ રાગનો રસ ઊડી ગયો છે તે કર્મથી લેપાતો નથી એમ કહે છે. હવે આવી વ્યાખ્યામાં પોતાની માન્યતા (દુરભિનિવેશ) અનુસાર કાંઈ મળે નહિ એટલે કહે કે નવું કાઢયું છે, પણ બાપુ! આ કાંઈ નવું નથી, આ તો અનાદિનો મારગ જ આ છે. સમજાણું કાંઈ...? એક તો સંસારનાં કામમાંથી નવરો થાય નહિ અને કદાચિત્ નવરો પડે તો આવું
PDF/HTML Page 2291 of 4199
single page version
સાંભળી આવે કે-આ કરો ને તે કરો એટલે ધર્મ થઈ જશે, પણ બાપુ! એમ ને એમ જિંદગી એળે જશે. અહીં તો કહે છે-સ્વરૂપલીનતા કરવા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી.
જેમ જેને દૂધપાકનો સ્વાદ આવ્યો તેને જુવારના રોટલાનો સ્વાદ ઊડી જાય છે. તેમ ધર્મીને કે જેને અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો તેને આકુળતારૂપ રાગનો રસ ઊડી જાય છે. તેથી તે લિપ્ત થતો નથી.
કેમ લિપ્ત થતો નથી? કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું જ્ઞાનીને છે. અહાહા...! જ્ઞાનીને રાગના અભાવસ્વભાવપણું છે. વસ્તુ આત્મા રાગના અભાવસ્વભાવપણે છે અને જ્ઞાનીને પણ રાગના અભાવસ્વભાવપણું છે. ઓહો...! ! આ તો ગજબ ટીકા છે! સંતો જગતને કરુણા કરીને માર્ગ બતાવે છે. પ્રભુ! એક વાર સાંભળ તો ખરો! આ મનુષ્યપણું તો જોત જોતામાં ચાલ્યું જશે; પછી કયાં મુકામ કરીશ ભાઈ! બહારમાં તને કોઈ શરણ નથી હોં; અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા જ એક શરણ છે.
આ બધા શેઠિયાઓ, રાજાઓ ને દેવો-બધા દુઃખી છે. કેમ? કેમકે તેઓ બહારની ચમકમાં-વૈભવની ચમકમાં ગુંચાઈ ગયા છે, રોકાઈ ગયા છે. તથા કોઈ અજ્ઞાની વ્રતાદિ પાળે તોપણ તે દુઃખી છે કેમકે તે શુભરાગના પાશમાં-પ્રેમમાં ગુંચાઈ ગયો છે. કર્મજનિત સામગ્રીને અને શુભરાગને તેઓ પોતાના માને છે ને? તેથી રાગની મધ્યમાં ને સામગ્રીની મધ્યમાં પડેલા તેઓ બંધાય છે; જ્યારે ધર્મી બંધાતો નથી? કેમકે ધર્મીને તો રાગના અભાવસ્વભાવરૂપ સ્વભાવપણું છે. અહાહા...! નિજાનંદરસના સ્વભાવવાળો ધર્મી રાગના ત્યાગસ્વભાવરૂપ સ્વભાવવાળો છે એમ કહીને અહીં અસ્તિનાસ્તિ કર્યું છે. અહો! શું અદ્ભુત ચમત્કારિક શૈલી છે! આવી વાત બીજે કયાંય છે નહિ.
અહીં શું કહેવું છે? કે ભગવાન આત્મા રાગના ત્યાગસ્વભાવરૂપ પ્રભુ જ્ઞાનાનંદસ્વભાવ છે. એટલે કે વ્યવહારરત્નત્રયના રાગના પણ અભાવસ્વભાવરૂપ આત્મા છે. એમ છે કે નહિ? તો પ્રભુ! જેનો સ્વભાવ રાગના અભાવસ્વભાવરૂપ છે તેને વ્યવહારરત્નત્રયથી કેમ લાભ થાય? ન થાય. એમ છે છતાં ભગવાન! આ તું શું કરે છે? વ્યવહારથી-રાગથી લાભ થાય એવી ઊંધી માન્યતાથી તને નુકશાન છે હોં. તારા હિતની વાત તો અહીં આ સંતો કહે છે તે છે.
અહા! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતનો રાગ કે શાસ્ત્ર ભણવાનો રાગ-ઇત્યાદિ સર્વ રાગના અભાવસ્વભાવરૂપ આત્મા છે. અને આનંદરસના રસિયા જ્ઞાનીને
PDF/HTML Page 2292 of 4199
single page version
સર્વ રાગના અભાવસ્વભાવપણું છે, અલિપ્તસ્વભાવપણું છે. જુઓને! શું કહે છે? કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવવાળો હોવાથી જ્ઞાની કર્મથી લેપાતો નથી, બંધાતો નથી. અસ્થિરતાનો થોડો રાગ જોકે જ્ઞાનીને છે અને તેટલો તેને થોડો બંધ પણ છે, પણ તેને અહીં ગણતરીમાં લીધો નથી. અહીં તો જ્ઞાનીની દ્રષ્ટિ રાગ પર નથી, દ્રષ્ટિ શુદ્ધ એક જ્ઞાયકભાવ પર છે તો કહ્યું કે કર્મમધ્યે હોવા છતાં પણ જ્ઞાની કર્મથી લેપાતો નથી. આવી વાત!
સોનાનું દ્રષ્ટાંત આપ્યું ને? કે લાખ મણ ચીકણા કાદવની મધ્યમાં સોનું રહ્યું હોય-પડયું-હોય-તોપણ લિપ્ત થતું નથી, તેને કાટ લાગતો નથી. કેમ? કેમકે કાદવના ત્યાગસ્વભાવરૂપ સોનું છે, અર્થાત્ કાદવથી અલિપ્ત રહેવાનો સોનાનો સ્વભાવ છે. તેમ જ્ઞાની ક્રિયારૂપ રાગની મધ્યમાં અને કર્મના ઉદયની સામગ્રીના મધ્યમાં પડયો હોય તોપણ લિપ્ત થતો નથી કેમકે તેનાથી અલિપ્ત રહેવાનો રાગના ત્યાગરૂપ તેનો સ્વભાવ છે. અહાહા...! ક્રિયાનો રાગ ને કર્મના ઉદયની સામગ્રી-એ બધું કાદવ છે; આ વ્યવહારરત્નત્રયનો રાગ પણ કાદવ (-મલિન) છે ભાઈ! લોકોને આકરું લાગે પણ આ સત્ય છે. આવે છે ને કે-
ધર્મી-સમ્યગ્દ્રષ્ટિ પુરુષો ચક્રવર્તીની સંપદા ને ઇન્દ્રના ભોગોને અર્થાત્ પુણ્ય ને પુણ્યના ફળને કાગડાની વિષ્ટા સમાન ગણે છે. આ માણસની વિષ્ટ તો ખાતરમાંય કામ આવે પણ આ તો ખાતરમાંથી જાય. મતલબ કે ધર્માત્માને રાગ અને રાગના ફળમાં કિંચિત્ પણ રસ નથી, રુચિ નથી. સમજાણું કાંઈ...?
આ બધા પૈસાવાળા ને આબરૂવાળા ધૂળના પતિ પુણ્યરૂપી ઝેરનાં ફળ ભોગવવામાં પડેલા છે. પાંચ-પચાસ કરોડ પૈસા થાય એટલે ઓહોહો... જાણે અમે શુંય થઈ ગયા એમ માને પણ ભાઈ! એમાં ધૂળેય નથી સાંભળને. એ તો બધાં પુણ્યનાં- ઝેરનાં ફળ છે બાપા! એમાં કયાં ભગવાન આત્મા છે?
હા, જ્ઞાની તો એમ જ કહે ને? અરે ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે અને જેવું છે તેવું જ્ઞાની કહે છે. બહારની ચીજ-પૈસા આદિ-તો જડની છે અને અંદરમાં (ભોગવવાનો) રાગ આવે છે તે વિકાર છે; તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. ભગવાન આત્માનો તો રાગના ત્યાગરૂપ જ્ઞાનાનંદ સ્વભાવ છે અને સ્વભાવ પર જેની દ્રષ્ટિ છે તેવો જ્ઞાની પણ રાગના અભાવ-સ્વભાવે પરિણમે છે, તે રાગના રસથી રહિતપણે પરિણમે છે. આનું નામ ધર્મ છે. પણ આ શેઠિયાઓને પૈસા કમાવા આડે આ સમજવાની નવરાશ કયાં છે?
PDF/HTML Page 2293 of 4199
single page version
પણ પૈસા હોય તો નિવૃત્તિ લઈ શકાય ને? નિવૃત્તિ? પૈસા હોય તો નિવૃત્તિ થાય એમ નહિ, પણ પૈસા મારી ચીજ નથી એમ પૈસા પ્રત્યેના રાગથી નિવૃત્તિ થતાં નિવૃત્તિ થાય છે. સમજાણું કાંઈ...?
અહીં તો આ સિદ્ધાંત છે કે-પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની રાગને ગ્રહણ કરતો નથી, પણ રાગને પોતાના જ્ઞાનમાં રહીને પરજ્ઞેય તરીકે જાણે છે. જ્ઞાની, જે રાગ આવે છે તે રાગમાં જઈને (પેસીને) રાગનું જ્ઞાન કરતો નથી પણ પોતામાં રહીને રાગને અડયા વિના એનું જ્ઞાન કરે છે. આવી વાત બીજે કયાં છે? એટલે તો બિચારા લોકો કહે છે કે આ નવી વાત છે; એમ કે આવો જૈનધર્મ! જૈનધર્મ તો દયા પાળવી, ઉપવાસ કરવો, ચોવિહાર પાળવા, કંદમૂળ ન ખાવું, બ્રહ્મચર્ય પાળવું-ઇત્યાદિ છે. અરે ભાઈ! એ તો બધી રાગની ક્રિયા છે, એ કાંઈ વીતરાગનો ધર્મ નથી; વીતરાગનો ધર્મ તો રાગથી તદ્ન જુદો છે, બાપા!
જુઓને! કહે છે-‘સર્વ પરદ્રવ્યો પ્રત્યે કરવામાં આવતો જે રાગ...’ આમાં ‘સર્વ પરદ્રવ્ય’ શબ્દો પર વજન છે. એમાં અરહંત, સિદ્ધ આદિ પરદ્રવ્ય પણ આવી ગયા. ભાઈ! જ્ઞાનીને અરહંતાદિ પ્રત્યે થતા રાગના ત્યાગરૂપ સ્વભાવપણું છે. અહાહા...! વ્યવહારરત્નત્રયના રાગના ત્યાગરૂપ સ્વભાવપણું જ્ઞાનીને છે એમ કહે છે. અર્થાત્ વ્યવહારરત્નત્રય મારાં કર્તવ્ય છે એમ જ્ઞાની માનતો નથી. અજ્ઞાની એમ માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય છે, પણ ભાઈ! એ કાંઈ વીતરાગનો માર્ગ નથી. વીતરાગનો મારગ તો વ્યવહારથી-રાગથી નહિ પણ વીતરાગતાથી શરૂ થાય છે. ભાઈ! તને આકરી લાગે પણ તારા હિતની આ વાત છે. ત્યારે કોઈ વળી કહે છે-
આ તો વ્યવહારનો લોપ થઈ જાય છે? અરે પ્રભુ! તું સાંભળ તો ખરો નાથ! વ્યવહાર તો જ્યાં (જે ગુણસ્થાને) જેવો છે તેવો છે, પણ એનાથી અંતરમાં ધર્મ-વીતરાગતારૂપ ધર્મ-પ્રગટ થયો છે એમ નથી. જ્ઞાની તો સ્વભાવસન્મુખ થઈને રાગના અભાવ-સ્વભાવે એક જ્ઞાયકભાવપણે પરિણમ્યો છે. તે હવે રાગની રચના કેમ કરે? રાગની રચના કરે એ તો નપુંસક છે; શુભરાગની રચના કરે એય નપુંસક છે, કેમકે જેમ નપુંસકને પુત્ર-પ્રજા હોય નહિ તેમ શુભરાગની રચનામાં રહેલાને ધર્મની પ્રજા થતી નથી. જ્ઞાનીને જે રાગ-વ્યવહાર હોય છે તેને તે માત્ર સ્વભાવમાં રહીને જાણે જ છે, કરતો નથી. આવો મારગ છે!
હવે કહે છે-‘જેમ લોખંડ કાદવ મધ્યે પડયું થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે) કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે,...’
PDF/HTML Page 2294 of 4199
single page version
જુઓ, પહેલાં સોનાનું દ્રષ્ટાંત કહ્યું. હવે લોઢાનું દ્રષ્ટાંત કહે છે. કહે છે-લોઢું કાદવમાં પડયું થકું કાદવથી લેપાય છે અર્થાત્ તેને કાટ લાગે છે કેમકે કાદવથી લેપાવાનો તેનો સ્વભાવ છે. સ્વભાવથી જ લોઢું કાદવમાં પડયું કાટ ખાઈ જાય છે. હવે કહે છે-
‘તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે.’
શું કહ્યું? ‘તેવી રીતે ખરેખર અજ્ઞાની...’ એટલે કે જેમ લોખંડ કાદવથી લેપાય છે તેમ રાગની ક્રિયામાં ને કર્મના ઉદયની સામગ્રીમાં એકત્વ માનતો અજ્ઞાની કર્મની મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે. આ શુભરાગ સાધન છે, શરીર સાધન છે, વાણી સાધન છે, પરદ્રવ્ય મારાં સાધન છે-એમ પરથી એકપણું માનનાર ખરેખર અજ્ઞાની છે અને તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે. અહીં ‘કર્મ’ શબ્દે વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ક્રિયા એમ અર્થ છે. અજ્ઞાની ક્રિયાકાંડને કરતો થકો કર્મોથી લેપાય છે, બંધાય છે. અહા! દ્રષ્ટાંત પણ કેવું લીધું છે! જેમ લોખંડ કાદવ મધ્યે લેપાય છે તેમ અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મોથી લેપાય છે.
અરેરે! આવું મનુષ્યપણું મળ્યું અને જો તત્ત્વની સમજણ કરીને સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યું તો અવતાર ઢોર જેવો છે ભાઈ! પાપની મજુરી કરી-કરીને એણે મરવાનું છે, પછી ભલે પ-૧૦ કરોડની સંપત્તિ એકઠી થઈ હોય. અજ્ઞાનીને પાંચ-દસ કરોડ થઈ જાય એટલે જોઈ લ્યો, જાણે ‘હું પહોળો ને શેરી સાંકડી એમ એને થઈ જાય પણ અરે ભગવાન! આ શું થયું છે તને? બાપુ! એ સંપત્તિ કયાં તારામાં છે? અહીં તો કહે છે- કોઈ દિગંબર નગ્ન મુનિ થયા, પાંચ મહાવ્રતાદિ પાળે પણ જો તેને રાગમાં રસ છે, એકત્વ છે તો તે અજ્ઞાની છે અને તેને, જેમ લોઢાને કાદવમાં કાટ લાગે છે તેમ, મિથ્યાત્વનો કાટ લાગે છે; તે કર્મોથી લેપાય છે, બંધાય છે.
ખરેખર અજ્ઞાની રાગાદિ ક્રિયા ને કર્મના ઉદયથી મળેલી સામગ્રીની મધ્યમાં રહ્યો થકો કર્મોથી લેપાય છે કારણ કે તેની દ્રષ્ટિ રાગ ઉપર છે, પર ઉપર છે. પોતાનું અસ્તિત્વ તો શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપે છે; પણ અજ્ઞાનીને આવા નિજ સ્વરૂપની દ્રષ્ટિ છે નહિ. તેથી કયાંય બીજે-દયા-દાન, વ્રતાદિના રાગમાં ને પરમાં તેણે પોતાનું અસ્તિત્વ માન્યું છે. અહાહા...! હું આનંદકંદ પ્રભુ આત્મા છું એમ સ્વીકારવાને બદલે હું રાગ છું, હું ધનાદિમય છું એમ અન્યત્ર પોતાનું અસ્તિત્વ અજ્ઞાનીએ માન્યું છે.
પૈસાથી તો દુનિયામાં મોટાં મોટાં કામ થાય છે ને? શું થાય છે? ધૂળેય પૈસાથી થતું નથી સાંભળને. શું પૈસાથી સમકિત થાય
PDF/HTML Page 2295 of 4199
single page version
છે? પૈસા તો ધૂળ-માટી છે. એ ધૂળમાં શું છે કે એનાથી મોટાં કામ (સમકિત આદિ) થાય? અહીં તો રાગથી-શુભરાગથીય આત્મામાં (સમકિત આદિ) કાંઈ ન થાય એમ કહે છે, કેમકે રાગમાં આત્મા નથી ને આત્મામાં રાગ નથી. ભાઈ! આ દયા, દાન, વ્રતાદિનો ભાવ રાગ છે અને તે આત્માની ચીજ નથી. ખરેખર અજ્ઞાની રાગની ક્રિયામાં પડયો થકો હું રાગી છું એમ માનતો કર્મથી લેપાય છે.
જુઓ, સર્વજ્ઞ પરમાત્મા મહાવિદેહમાં સદા બિરાજે છે. કયારેય-કોઈ દિ’ મહાવિદેહમાં ભગવાન તીર્થંકરદેવનો વિરહ હોતો નથી. સાક્ષાત્ ભગવાન ત્યાં અત્યારે પણ બિરાજે છે ને સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ છૂટે છે. હવે ત્યાં સમોસરણની મધ્યમાં બેઠો હોય તોપણ અજ્ઞાની રાગથી-મિથ્યાત્વથી લિપ્ત થાય છે. કેમ? કેમકે અજ્ઞાનીને સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું છે. જોયું? શુભરાગના ગ્રહણરૂપ જેનો સ્વભાવ છે તે અજ્ઞાની છે. અજ્ઞાનીનો રાગના ગ્રહણરૂપ સ્વભાવ છે. જ્ઞાનીને રાગના ત્યાગસ્વભાવપણું છે, જ્યારે અજ્ઞાનીને રાગના ગ્રહણરૂપ સ્વભાવપણું છે. બેમાં આવડો મોટો ફેર છે.
અજ્ઞાનીનો રાગને ગ્રહણ કરવારૂપ સ્વભાવ છે. તેને શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ કરવાપણું નથી તેથી રાગને ગ્રહણ કરવાનો તેનો સ્વભાવ છે. અજ્ઞાનીને રાગની પકડ છે તેથી તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લિપ્ત થાય છે. જ્યારે જ્ઞાનીને રાગ આવે છે, પણ રાગની પકડ નથી. જ્ઞાની તો રાગના ત્યાગરૂપ સ્વભાવવાળો છે ને? તેથી તેને રાગની પકડ નથી. તેથી તે કર્મ મધ્યે હોવા છતાં કર્મથી લિપ્ત થતો નથી. જ્ઞાની સ્વભાવને પકડે છે ને રાગને છોડી દે છે; જ્યારે અજ્ઞાની સ્વભાવને છોડી દે છે અને રાગને પકડે છે તો તે રાગથી બંધાય છે. આવી વાત છે.
‘જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની બંધાય છે. આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.’
શું કહ્યું? કે જ્ઞાની શુભાશુભ પરિણામની મધ્યમાં રહેલો હોય છતાં તેને કર્મ બંધાતું નથી. કેમ? કેમકે શુભાશુભના કાળે પણ તેની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર છે. જ્યારે અજ્ઞાની કર્મથી બંધાય છે. કેમ? કેમકે એની દ્રષ્ટિ શુભાશુભ પરિણામમાં છે. શુભાશુભ પરિણામ જ હું છું એમ અજ્ઞાનીની પરિણામ ઉપર દ્રષ્ટિ છે તેથી તે બંધાય છે. આવો જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
પ્રશ્નઃ– જ્ઞાનનો મહિમા તો બરાબર, પણ અજ્ઞાનનો મહિમા શું? ઉત્તરઃ– ભાઈ! રાગને-કે જે પોતાનો સ્વભાવ નથી તેને-પોતાનો માને તે
PDF/HTML Page 2296 of 4199
single page version
અજ્ઞાનનો મહિમા છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે-તેરી શુદ્ધતા ભી બડી, તેરી અશુદ્ધતા ભી બડી. પાર ન પમાય તેવી પ્રભુ! તારી અશુદ્ધતા છે, આ તો પર્યાયની વાત હોં; બાકી અંદર શુદ્ધતાની તો શું વાત! શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા શુદ્ધ શુદ્ધ શુદ્ધ એક ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. અહાહા...! એની શું વાત! અને એની દ્રષ્ટિ થતાં જે નિર્મળ પરિણતિ પ્રગટે તેની પણ શી વાત! એ નિર્મળ પરિણતિ અશુદ્ધતાને પોતાનામાં ભળવા દેતી નથી એવો કોઈ અચિંત્ય જ્ઞાનનો મહિમા છે.
અહીં કહે છે-જેને શુભાશુભ પરિણામ થાય છે તેવા સમકિતીને શુભાશુભભાવ ઉપર દ્રષ્ટિ નહિ હોવાથી અને શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર જ દ્રષ્ટિ હોવાથી બંધન થતું નથી જ્યારે શુભાશુભભાવ ઉપર જેની દ્રષ્ટિ છે અને જેણે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માને ભાવ્યો નથી તેવા અજ્ઞાનીને બંધન થાય છે. આવી વાત છે.
હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इह’ આ લોકમાં ‘यस्य याद्रक् यः हि स्वभावः ताद्रक् तस्य वशतः अस्ति’ જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ) હોય છે.
શું કહે છે? કે વસ્તુ-ભગવાન આત્મા શુદ્ધ શુદ્ધ પરમ પવિત્ર જ્ઞાનાનંદસ્વભાવ છે અને તે સ્વાધીન જ છે. અહાહા-! આત્માનો શુદ્ધ એક જ્ઞાયકભાવ-ચૈતન્યભાવ છે તે સહજ સ્વાધીન જ છે; તે પરાધીન નથી. પર્યાયમાં જે અપવિત્રતા-અશુદ્ધતા હોય છે તે પરને આધીન-નિમિત્ત (કર્મ)ને આધીન હોય છે, પણ શુદ્ધ એક સ્વભાવ-જ્ઞાયકસ્વભાવ તો સહજ સ્વાધીન જ હોય છે.
હવે કહે છે-‘एषः’ એવો વસ્તુનો જે સ્વભાવ તે, ‘परैः’ પર વસ્તુઓ વડે ‘कथञ्चन अपि हि’ કોઈ પણ રીતે ‘अन्याद्रशः’ બીજા જેવો ‘कर्तुं न शक्यते’ કરી શકાતો નથી. અહીં, સિદ્ધાંત આ સિદ્ધ કરવો છે કે ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ જે શુદ્ધ ને પવિત્ર છે તે, પર વડે-ધર્મી પરની સામગ્રીમાં રહેતો હોય તોપણ-તે પર સામગ્રી વડે બીજા જેવો કરી શકાતો નથી. પરપદાર્થના કારણે ધર્મીને અપરાધ થાય એમ કદીય નથી.
એ જ વિશેષ કહે છે કે-‘हि’ માટે ‘सन्ततं ज्ञानं भवत्’ જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે ‘कदाचन अपि अज्ञानं न भवेत्’ કદી પણ અજ્ઞાન થતું નથી.
અહાહા...! ધર્મીને નિરંતર શુદ્ધ ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્મા પોતાનો છે અને
PDF/HTML Page 2297 of 4199
single page version
તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. અહીં કહે છે તે કદીય (પર વડે) અજ્ઞાન થતું નથી. અહા! તેને કોઈ પણ રીતે પરદ્રવ્યના કારણે અજ્ઞાન થતું નથી. જરા ધીરે ધીરે વાત આવશે; આકરી વાત છે પ્રભુ!
શું કહે છે? કે ‘ज्ञानिन्’ તેથી હે જ્ઞાની! ‘भुंक्ष्व’ તું (કર્મોદયજનિત) ઉપભોગને ભોગવ.
ભાઈ! અહીં કાંઈ ભોગ, ભોગવવાનું કહે છે એમ નથી. એ તો શબ્દો છે. અહીં તો એમ કહેવું છે કે-ભગવાન! તું શુદ્ધ ચૈતન્યઘન છો ને પ્રભુ! તો તને પરદ્રવ્યની પરિણતિથી નુકશાન થાય એમ છે નહિ. જડના ઉપભોગને જડની પરિણતિથી તારામાં નુકશાન થાય એમ છે નહિ, શું કીધું? કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો પૈસા, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ આદિ તરફનું લક્ષ થતાં તને તે જડના કારણે વા પરના કારણે નુકશાન થાય એમ છે નહિ. ભગવાન! તું તો જ્ઞાનાનંદસ્વભાવી છો, તો તને પરવસ્તુના અપરાધે નુકશાન થાય એમ કેમ હોય? એમ છે નહિ, ઝીણી વાત છે ભાઈ!
પ્રશ્નઃ– અહીં ‘ભોગવ’ એમ ચોકખું કહ્યું છે ને? સમાધાનઃ– ભાઈ! આ તો મુનિ (આચાર્ય) છે! શું તે ભોગવવાનું કહે? (અને જ્ઞાની ક્યાં ભોગવે છે?) ‘ભોગવ’નો અર્થ તો એમ છે કે-‘પરદ્રવ્યથી તને નુકશાન નથી’-એમ તેને નિઃશંક કરાવે છે. શરીરની ક્રિયા કે વાણીની ક્રિયા કે બહારના સંયોગને લઈને ધર્મીને અપરાધ થાય, પરદ્રવ્યને લઈને ધર્મીને અપરાધ થાય એમ છે નહિ એમ દ્રઢ કરે છે. સ્વદ્રવ્યના સ્વભાવે નિરપરાધભાવે પરિણમતા જ્ઞાનીને પરદ્રવ્યથી અપરાધ થાય એમ છે નહિ એમ અહીં કહેવું છે. સમજાણું કાંઈ...?
શું કહે છે? કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ છે. તેનો જેને અંતરમાં સ્વાનુભવમાં સ્વીકાર અને સત્કાર થયો છે તેવા ધર્મીને શુદ્ધ ચૈતન્યમય પરિણમન હોય છે અને તે નિર્મળ પરિણમન પરદ્રવ્ય વડે બીજું કરી શકાતું નથી. શરીરાદિની બહારની ગમે તેટલી ક્રિયા થાય તોપણ એનાથી નિરપરાધી ભગવાન આત્માને અપરાધરૂપ કરાતો નથી એમ કહેવું છે.
અહાહા...! કહે છે-હે જ્ઞાની! તું કર્મોદયજનિત ઉપભોગને ભોગવ અર્થાત્ બહારની સામગ્રીને તું ભોગવ. એટલે શું? એટલે કે તારું લક્ષ ત્યાં સામગ્રીમાં જાય તેથી કરીને પરને લઈને તને નુકશાન છે એમ નથી. તારું લક્ષ ત્યાં જાય અને વિકલ્પ ઊઠે તે તારો દોષ છે, પણ પર વસ્તુને કારણે તને કાંઈ દોષ થાય છે એમ છે નહિ. પૈસાનો ખૂબ સંચય થયો કે શરીરની ક્રિયા-વિષયાદિની-ખૂબ થઈ તેથી એ જડની ક્રિયાથી તને નુકશાન થાય છે એમ નથી. પરંતુ તારા ભાવમાં (એ સામગ્રી મારી છે એવો) વિપરીતભાવ હોય તો તને મોટું નુકશાન છે. આવી વાત છે.
PDF/HTML Page 2298 of 4199
single page version
એ જ કહે છે-‘इह’ આ જગતમાં ‘पर–अपराध–जनितः बन्धः तव नास्ति’ પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી).
લ્યો; આ સિદ્ધાંત કહ્યો. શરીરની ક્રિયાથી, પૈસાથી, સ્ત્રીના દેહથી કે એવી જડની ક્રિયાથી તને નુકશાન થાય છે એમ નથી, કેમકે એ તો પરદ્રવ્ય છે. ભાઈ! અહીં ‘પરના અપરાધથી તને બંધ થતો નથી’-આ સિદ્ધ કરવું છે હોેં.’ ‘ભોગવ’ એમ કહ્યું ત્યાં કાંઈ ભોગવવાનું કીધું નથી પણ પરદ્રવ્યના સંબંધમાં પરદ્રવ્યને લઈને તને નુકશાન છે એમ નથી એમ સમજાવવું છે, સિદ્ધ કરવું છે.
‘વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ.’
શું કહે છે? કે આત્માનો જ્ઞાનાનંદસ્વભાવ સહજ સ્વાધીન જ છે અને જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા જે જ્ઞાન ને આનંદરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય કોઈ દિ’ અજ્ઞાન કરાવી શકે નહિ. શરીરની ગમે તેટલી ક્રિયા થાય ને લક્ષ્મીના ઢગલા હોય તોપણ તેને લઈને જીવમાં અજ્ઞાન થાય એમ નથી; (જો અજ્ઞાન થાય તો તે) પોતાના અપરાધથી થાય છે, પણ અહીં તો જ્ઞાનીને તે (અજ્ઞાન) છે નહિ એમ વાત છે. ધર્મીને તો શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ આત્મા પોતાનો છે ને? તે તો જ્ઞાનરૂપે પરિણમે છે એટલે તેને પરિણામમાં (અજ્ઞાનમય) અશુદ્ધતા છે જ નહિ. જ્ઞાનીને તો શરીરાદિના ભોગને કાળે પણ અશુદ્ધતા (અસ્થિરતા) ટળતી જાય છે અને શુદ્ધતા વધતી જાય છે-એમ વાત છે; કારણ કે પરને લઈને જીવમાં અશુદ્ધતા (અજ્ઞાન) થાય એમ છે નહિ. ઝીણી વાત છે ભાઈ! પરંતુ આથી કોઈ સ્વચ્છંદે પરિણમે તો એ અજ્ઞાનીની અહીં વાત નથી. અહીં તો સિદ્ધાંત-નિશ્ચય સત્ય શું છે તે સિદ્ધ કરે છે.
ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છે. અને તેને નિહાળનારને-જોનારને તો જ્ઞાન અને આનંદના પરિણામ થાય છે. તે જ્ઞાનમય પરિણામને પરદ્રવ્યની ક્રિયાઓ ફેરવી દે-અજ્ઞાનમય કરી દે એમ ત્રણકાળમાં નથી. અહા! ‘પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ’-આ સિદ્ધાંત છે.
પ્રશ્નઃ– ૯૬ હજાર રાણીઓ હોય છતાં ચક્રવર્તી તીર્થંકર સમકિતી? સમાધાનઃ– ભાઈ! સાંભળ. ૯૬ હજાર રાણીઓ જ્ઞાનીને તો પરદ્રવ્ય છે; તે નુકશાનનું કારણ કેમ થાય? પરદ્રવ્યને લઈને નુકશાન કયાં છે? હા, તેને
PDF/HTML Page 2299 of 4199
single page version
પોતાનું માનવું તે મોટું નુકશાન છે, પણ ધર્મીને તો તેવી માન્યતા છે નહિ. મારગ જુદા છે બાપા! ઝાઝા જડના સંયોગ છે માટે જ્ઞાનીને તે બંધનું કારણ થાય એમ છે નહિ અને કોઈને (-અજ્ઞાનીને) ઓછા સંયોગ છે માટે બંધ ઓછો છે એમ પણ છે નહિ.
નિશ્ચયથી તો પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્મામાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ છે અને પૂર્વની પર્યાયનો વ્યય થયો તે વિયોગ છે. ધર્મીને આવો સંયોગ વિયોગ હોય છે. શું કીધું એ? પંચાસ્તિકાયની ૧૮ મી ગાથામાં આવે છે કે વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેને જે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય થાય તે સંયોગ છે અને પૂર્વની પર્યાયનો નાશ થયો તે વિયોગ છે. ભાઈ! આ સંયોગ ને વિયોગ તેની પોતાની પર્યાયમાં છે, પણ બહારના સંયોગ વિયોગ જ્ઞાનીને કયાં છે? બહારની ચીજ તો પરદ્રવ્ય છે.
અહીં કહે છે-આ કર્મ, શરીર, લક્ષ્મી, કુટુંબ આદિ જે પરદ્રવ્ય છે તે પરદ્રવ્યને કારણે આત્માને અજ્ઞાન કે બંધન થાય એમ છે નહિ. પોતાને પૂર્વે જે અજ્ઞાન હતું તે કાંઈ પરને લઈને ન હોતુ. પોતે જ પરથી ને રાગથી એકતાબુદ્ધિ કરી હતી અને તેથી અજ્ઞાન હતું અને હવે સ્વદ્રવ્યના લક્ષે અજ્ઞાન ટાળીને જ્ઞાન કર્યું તો તે જ્ઞાનમય પરિણમનને કોઈ પરદ્રવ્ય અજ્ઞાનરૂપ કરી દે એમ છે નહિ. ચક્રવર્તીને ઝાઝી રાણીઓ છે ને ઇન્દ્રને ઝાઝી ઇન્દ્રાણીઓ છે તેથી તે પરદ્રવ્ય તેની જ્ઞાનમય પરિણતિને નુકશાન કરી દે એમ નથી. ભાઈ! આ તો તત્ત્વદ્રષ્ટિની વાત છે. જેને અંતરમાં પોતાનું શુદ્ધ અંતઃતત્ત્વ અનુભવાયું છે તેની દશામાં હવે પરદ્રવ્ય (સંયોગી પદાર્થ) થોડા હો કે ઝાઝા હો, તેઓ જ્ઞાનને અજ્ઞાન કરી શકતા નથી, કેમકે સ્વદ્રવ્યને પરદ્રવ્ય તો અડતું ય નથી.
હવે કહે છે-‘આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે-તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ.’
અહીં ઉપભોગને ભોગવ’ એમ કહ્યું છે પરંતુ શું કોઈ ધર્માત્મા ભોગવવાનું કહે? ના કહે. તો શું આશય છે? ભાઈ! અહીં તો પરદ્રવ્યના કારણે તને અપરાધ થતો નથી એમ દ્રઢ કરવું છે, એમ કે-આ ધનાદિ વૈભવ ને ઘણી સ્ત્રીઓ ઇત્યાદિ ઝાઝો સંયોગ છે તો હો, તે સંયોગો તારામાં કયાં છે કે તે તને નુકશાન કરે? થોડા કે ઝાઝા સંયોગમાં તારું જરી લક્ષ જાય ને વિકલ્પ થાય એ જુદી વાત છે બાકી તે થોડા કે ઝાઝા સંયોગો છે તે તને અજ્ઞાન કરી નાખે વા તારા પરિણમનને બદલાવી નાખે એમ છે નહિ. ભાઈ! આ તો વીતરાગના સિદ્ધાંત છે બાપા! સમકિતી ચક્રવર્તી બાહ્ય વૈભવના ઢગલા વચ્ચે હોય તેથી તે બહારના વૈભવના કારણે તેના જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય એમ છે નહિ. તથા કોઈને બહારના સર્વ સંયોગો છૂટી ગયા હોય, બહારથી
PDF/HTML Page 2300 of 4199
single page version
લોકોને લાગે કે આ મહા ત્યાગી છે એવી નગ્ન મુનિદશા હોય, પણ જો અંતરમાં રાગથી એકતાબુદ્ધિ હોય તો તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, ત્યાગી નથી; ધર્મનો ત્યાગી છે. આવી સૂક્ષ્મ વાત ભાઈ!
બહારના સંયોગ ઝાઝા છે માટે અજ્ઞાની ને બહારના સંયોગ નથી માટે જ્ઞાની એવી માન્યતા યથાર્થ નથી. એ જ અહીં કહે છે કે-‘તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ’ મતલબ કે પરદ્રવ્યના સંયોગમાં તું ભલે હો, પણ તેનાથી તને બંધન છે એમ નથી. ભોગવવાનો અર્થ આ છે કે સંયોગમાં તું હો તો હો, એનાથી તને બંધન નથી. અત્યારે તો લોકો કોઈ બહારના સંયોગ ઘટાડે એટલે ત્યાગી થઈ ગયો એમ માને છે પણ ભાઈ! સંયોગ વડે જ્ઞાની-અજ્ઞાનીનું માપ નીકળતું નથી. આ સત્યનો પોકાર છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય પોકાર કરે છે કે-ભગવાન! તું સ્વદ્રવ્ય છો ને! સ્વદ્રવ્યની દ્રષ્ટિનું તને પરિણમન થયું અને તને પરદ્રવ્યના ઘણા સંયોગ છે તો તે સંયોગને કારણે તને નુકશાન છે એમ નથી. લોકો ભલે કહે કે-આટલો બધો પરિગ્રહ! આટલી બધી સ્ત્રીઓ! આટલા બધા પુત્રો! ચક્રવર્તીને તો ૩૨ હજાર પુત્રીઓ, ૬૪ હજાર પુત્રો ને ૯૬ હજાર સ્ત્રીનો સંયોગ છે. પણ તે સંયોગ બંધનું કારણ છે એમ નથી. ભાઈ! પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ નથી; હા, સ્વદ્રવ્યમાં પરને કે રાગને પોતાનો માન્યો હોય તો, ભલે ને કાંઈ પણ સંયોગ ન હોય તોપણ, મિથ્યાત્વનો અપરાધ ઊભો થાય છે.
ભાઈ! શરીરનો થોડો આકાર હોય ત્યાં આત્માના પ્રદેશનો આકાર પણ થોડો હોય છે. પરંતુ તેથી તેને નુકશાન છે કે લાભ છે એમ નથી. કેવળી સમુદ્ઘાત કરે ત્યારે લોકના આકાર જેટલો આકાર થઈ જાય છે, ભગવાનના પ્રદેશનો આકાર ત્યારે લોકાકાશ જેટલો થઈ જાય છે. પણ આકાર મોટો થયો માટે તેને નુકશાન છે અને સાત હાથનો આકાર ધ્યાનમાં-કેવળજ્ઞાનમાં હોય તો તેને લાભ છે એમ નથી. હવે પોતાના નાના-મોટા આકારથી પણ જ્યાં લાભ-નુકશાન નથી ત્યાં પરદ્રવ્યથી લાભ-નુકશાન કયાંથી હોય? ભાઈ! જૈનદર્શનનું તત્ત્વ કોઈ અલૌકિક છે! વીતરાગ પરમેશ્વર-જિનેશ્વરનો માર્ગ ખૂબ ગંભીર છે.
કહે છે-‘ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર.’ શું કહ્યું? કે ઝાઝા સંયોગમાં-શરીર, પૈસા, સ્ત્રી-કુટુંબ-ઇત્યાદિમાં આવ્યો માટે તેને લઈને મને બંધ થશે એવી શંકા ન કર. લ્યો, ‘ભોગવ’નો આ અર્થ છે કે-સંયોગો ઘણા હો પણ એનાથી નુકશાન નથી, બંધ નથી. સંયોગ તો પરચીજ છે; તે સ્વદ્રવ્યમાં કયાં છે કે તે લાભ-નુકશાન કરે? ભાઈ! તારી દ્રષ્ટિ જો રાગને પુણ્યના પરિણામથી એકત્વ પામે તો તને નુકશાન તારાથી છે, પણ પરદ્રવ્યથી નથી.