Pravachan Ratnakar (Gujarati). Gatha: 278-279 ; Kalash: 175-176.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 139 of 210

 

PDF/HTML Page 2761 of 4199
single page version

વ્યભિચારયુક્ત છે. જેમાં શુદ્ધ આત્માનો આશ્રય છે તે એક જ ઐકાંતિક એટલે સમ્યક્ એકાંત છે, અવ્યભિચાર છે.

અહાહા...! જેને જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ભગવાન શુદ્ધ આત્માનો આશ્રય છે તેને નિશ્ચય વસ્તુ યથાર્થ છે, સત્યાર્થ છે; તેને મોક્ષના કારણભૂત જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિર્મળ રત્નત્રય અવશ્ય હોય જ છે. અહીં પહેલાં જ્ઞાનથી ઉપાડયું છે. તત્ત્વાર્થસૂત્રમાંसम्यग्दर्शनज्ञानचारित्राणिमोक्षमार्गः’ કીધું એમાં પહેલું દર્શન લીધું છે. અહીં પહેલાં ‘જ્ઞાન’ થી કેમ ઉપાડયું? કે જ્ઞાન જાણનાર છે. જ્ઞાન પોતાનેય જાણે ને દર્શન અને ચારિત્રની પર્યાયને પણ જાણે છે; પણ દર્શનની પર્યાય પોતે પોતાનેય જાણે નહિ અને જ્ઞાન ને ચારિત્રનેય જાણે નહિ. તેવી રીતે ચારિત્રની પર્યાય પોતે પોતાને જાણે નહિ અને જ્ઞાન ને દર્શનનેય જાણે નહિ. આ પ્રમાણે જ્ઞાન જાણનાર છે તેથી તેને અહીં પહેલું લીધું છે. અહા! શુદ્ધ ચિદ્રૂપ ચૈતન્યરસકંદ પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાનની પર્યાય થઈ તે દર્શનને જાણે, ચારિત્રને જાણે અને નિરાકુળ આનંદના વેદનનેય જાણે છે. અહો! જ્ઞાનનું સ્વ-પરને જાણવાનું અદ્ભુત અલૌકિક સામર્થ્ય છે.

હવે કહે છે-આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છે-એમ કે શબ્દશ્રુત આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છે ને શુદ્ધ આત્માને જ્ઞાનાદિનું આશ્રયપણું ઐકાંતિક છે- એ વાત કારણ સહિત સમજાવવામાં આવે છેઃ-

કહે છે- ‘આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના (અર્થાત્ શબ્દશ્રુતના) સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે.’

શું કહે છે? કે ભગવાને કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન પણ એકાંતે જ્ઞાનનું નિમિત્ત-કારણ નથી કેમકે એને કારણ માનવામાં વ્યભિચાર આવે છે. જુઓ, અત્યારે સર્વજ્ઞ પરમેશ્વરે કહેલાં આચારાંગ આદિ શાસ્ત્રો મૂળ છે નહિ પણ એના અનુસારે રચાએલા સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, ધવલા આદિ શાસ્ત્રો છે. એમાં આ કહે છે કે- આચારાંગ આદિ ભગવાન સર્વજ્ઞે કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન તે યથાર્થ જ્ઞાન નહિ, પણ એ તો પુણ્ય છે. ભાઈ! મિથ્યાત્વની મંદતા ને અનંતાનુબંધીની કાંઈક મંદતા હોય તો એ શાસ્ત્રજ્ઞાન હોય છે, પણ એ કાંઈ વસ્તુ નથી કારણ કે તે યથાર્થનું કારણ નથી. જન્મ- મરણ રહિત થવાની બહુ ઝીણી વાત બાપુ!

ભાઈ! ચોરાસી લાખ યોનિમાં અનંત અનંત વાર જન્મ-મરણ કરી કરીને તારા સોથા નીકળી ગયા છે. એક અંતર્મુહૂર્તમાં (-શ્વાસોચ્છ્વાસમાં) નિગોદના અઢાર ભવ એવા અનંત અનંત વાર કર્યા ભાઈ! આવે છે ને કે-

‘એક શ્વાસમાં અઠ દસ બાર, જન્મ્યો મર્યો ભર્યો દુઃખભાર.’

PDF/HTML Page 2762 of 4199
single page version

અહા! એના દુઃખનું શું કથન કરીએ? અહા! કેવા અકથ્ય પારાવાર દુઃખમાં રહ્યો તે ભૂલી ગયો પ્રભુ! અહીં તને એ દુઃખથી મુક્ત થવાની વાત કરે છે.

કહે છે-આ લૌકિક જ્ઞાન-એલ.એલ.બી, ને એમ.ડી ને પી.એચ.ડી ઇત્યાદિનું જે છે એની વાત તો એકકોર રહી, કેમકે એ તો નર્યું પાપ છે; પણ ભગવાન સર્વજ્ઞદેવના શ્રીમુખેથી જે ઓમ્ધ્વનિ નીકળી અને એમાંથી જે બાર અંગરૂપ શબ્દશ્રુત રચાણું તે આચારાંગ આદિ શબ્દશ્રુતનું જ્ઞાન પણ સમ્યગ્જ્ઞાન નથી, પણ વિકલ્પ છે, શુભભાવ છે- એમ કહે છે; એનાથી પુણ્યબંધ થાય છે, પણ સમ્યગ્જ્ઞાન નહિ, ધર્મ નહિ. લ્યો, આવી આકરી વાત છે.

જેમ માણસને પાંચ-પચાસ લાખની સંપત્તિ થાય ને કુટુંબ બહોળું થાય ત્યાં એમાં તે ગુંચાઈ જાય છે, જેમ ખાંડેલાં સૂકાં મરચાંનો કીડો-ઈયળ મરચાનું ઘર (બાચકાં) કરીને મરચામાં રહે છે તેમ અજ્ઞાની અનાદિથી લૌકિક જ્ઞાનમાં, મિથ્યાજ્ઞાનમાં ભરમાઈ ને પડયો છે. એ તો નિરંતર પાપ જ બાંધે છે. એની અહીં વાત નથી. અહીં તો કોઈ ભગવાન કેવળીએ કહેલાં દિગંબર પરંપરાથી ચાલ્યાં આવતાં સત્શાસ્ત્રોનું ભણતર કરે અને એથી એને જે શબ્દશ્રુતજ્ઞાન થાય તે એકાંતે જ્ઞાનનો આશ્રય નથી અર્થાત્ એનાથી સમ્યગ્જ્ઞાન થાય છે એમ નથી એમ કહે છે. અહા! શાસ્ત્રોનું જ્ઞાન છે એ શબ્દજ્ઞાન છે, પણ આત્મજ્ઞાન નહિ. શાસ્ત્રને જાણનારો શબ્દને જાણે છે, પણ આત્માને નહિ. આવી વાત છે! સમજાણું કાંઈ...?

અહાહા...! આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી એટલે શું કીધું? કે શબ્દશ્રુતનું જ્ઞાન સમ્યગ્જ્ઞાનનું કારણ નથી. અહાહા...! મોક્ષનું કારણ એવું જે સમ્યગ્જ્ઞાન તે શબ્દશ્રુતના આશ્રયે થતું નથી. હવે સત્શાસ્ત્ર કોને કહેવાય એનીય ખબર ન મળે ને જે તે કલ્પિત શાસ્ત્રોનો કોઈ અભ્યાસ રાખે એ તો બધા પાપના વિકલ્પ ભાઈ! આ તો ભગવાન કેવળીની વાણી અનુસાર રચાયેલાં શાસ્ત્રોનું જ્ઞાન પણ સમ્યગ્જ્ઞાનનું- આત્મજ્ઞાનનું કારણ નથી એમ કહે છે. શાસ્ત્રજ્ઞાન વિકલ્પ છે ને? પુણ્યભાવ છે, એનાથી પુણ્યબંધ થાય છે પણ આત્મજ્ઞાન નહિ. જુઓ, અભવ્યને શાસ્ત્રજ્ઞાનની-આચારાંગ આદિ અગિયાર અંગ સુધીના જ્ઞાનની-હયાતી છે પણ શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; અર્થાત્ એને શુદ્ધ આત્માનો આશ્રય નહિ હોવાથી કદીય સમ્યગ્જ્ઞાન થતું નથી.

અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એકલો જ્ઞાનનો પિંડ છે. શું કીધું? કે જેમ સક્કરકંદ ઉપરની છાલ ન જુઓ તો અંદર એકલી મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા શાસ્ત્રજ્ઞાનના-વ્યવહારજ્ઞાનના વિકલ્પથી ભિન્ન અંદર એકલો જ્ઞાનનો પિંડ શુદ્ધ જ્ઞાનઘન છે. પણ અહા! પાણીના પૂરની જેમ શાસ્ત્ર ભણી જાય એવું


PDF/HTML Page 2763 of 4199
single page version

શાસ્ત્રજ્ઞાન હોવા છતાં શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ આત્માના આશ્રયના અભાવે અભવ્ય જીવને જ્ઞાનનો-મોક્ષના કારણભૂત સમ્યગ્જ્ઞાનનો અભાવ છે. મારગ બહુ ઝીણો ભાઈ! હવે આવી વાતુ કાનેય ન પડે તે બિચારા શું કરે? (સંસારમાં આથડી મરે).

અહા! આવું મનુષ્યપણું મળ્‌યું, કાંઈક પહોળો-પહોંચતો ક્ષયોપશમ થયો, ને એમાં જો શુદ્ધ તત્ત્વની અંતરમાં સમજણ ન કરી તો શું કર્યું ભાઈ? અહા! શુદ્ધ આત્માનું જ્ઞાન ન કર્યું તો એણે કાંઈ ન કર્યું; આખી જિંદગી એળે ગઈ. અરે! જીવન (આયુ) તો પૂરું થશે અને દેહ છૂટી જશે; ત્યારે તું કયાં રહીશ પ્રભુ? મિથ્યાજ્ઞાનમાં રહેવાનું ફળ તો અનંત સંસાર છે ભાઈ! એકલો દુઃખનો સમુદ્ર! !

અહા! આચાર્ય કહે છે-અંદર શુદ્ધ વિજ્ઞાનઘન પ્રભુ આત્માના જ્ઞાનના અભાવને લીધે શાસ્ત્રજ્ઞાનનો સદ્ભાવ હોવા છતાં અભવ્યને જ્ઞાન નથી. એથી એમ નક્કી થયું કે શાસ્ત્રજ્ઞાન કાંઈ (લાભદાયી) નથી; આત્મજ્ઞાન જ જ્ઞાન છે. હવે લૌકિક જ્ઞાન ને અજ્ઞાનીઓએ કહેલાં કલ્પિત શાસ્ત્રોનું જ્ઞાન એ તો કયાંય રહી ગયાં. એ તો બધાં અજ્ઞાન અને કુજ્ઞાન જ છે. અહીં તો આ ચોકખી વાત છે કે જેમાં ભગવાન આત્માનો આશ્રય નથી તે કાંઈ નથી, એ બધું અજ્ઞાન જ છે. હવે આવું તત્ત્વ સમજવાય રોકાય નહી અને આખો દિ’ ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં... , ને પડિક્કમ્મામિ ભંતે ઇરિયાવહિયાએ... એમ પાઠ રચ્યા કરે પણ એથી શું? બાપુ! મારગડા જુદા છે નાથ! એવું લાખ રટે તોય કાંઈ નથી કેમકે આત્મજ્ઞાનથી ઓછું કાંઈપણ (શબ્દશ્રુતજ્ઞાન પણ) જ્ઞાન નથી. સમજાણું કાંઈ...?

હવે બીજી વાતઃ- ‘જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે.’

જુઓ, સમ્યગ્દર્શન જેને ભગવાન સત્યદર્શન-આત્મદર્શન કહે છે એનો આશ્રય- આધાર નવ પદાર્થો નથી. એટલે શું? કે ભગવાને જે જીવ, અજીવ આદિ નવ પદાર્થ કહ્યા છે એના ભેદરૂપ શ્રદ્ધા નથી એટલે કે એનાથી ભગવાન આત્માનું શ્રદ્ધાન અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન થતું નથી. નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા તો રાગ છે. એ કાંઈ સમકિતનું કારણ નથી.

લ્યો, એ જ હેતુ-દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. જીવ આદિ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે. જોયું? અભવ્ય જીવને, કહે છે, નવતત્ત્વની શ્રદ્ધા તો હોય છે પણ તેને સમકિત હોતું નથી. કેમ? તો કહે છે-એને શુદ્ધ આત્માના શ્રદ્ધાનનો અભાવ છે. આ તો અભવ્યનો દાખલો આપ્યો છે. બાકી ભવ્ય જીવને પણ નવતત્ત્વની શ્રદ્ધાનો સદ્ભાવ હોવા છતાં શુદ્ધ આત્માની શ્રદ્ધાના અભાવને લીધે સમ્યગ્દર્શનનો


PDF/HTML Page 2764 of 4199
single page version

અભાવ છે. આમાં શું સિદ્ધ થયું? કે નવતત્ત્વની શ્રદ્ધાથી સમકિત નથી પણ શુદ્ધ આત્મશ્રદ્ધાન તે સમકિત છે. અહા! જેમાં શુદ્ધ આત્માની પ્રતીતિ ન હોય તે સમકિત નહિ. સમકિતનો આધાર-આશ્રય શુદ્ધ આત્મા છે, નવ પદાર્થો નહિ.

તો તત્ત્વાર્થસૂત્રમાં આચાર્ય ઉમાસ્વામીએ ‘तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्’ કહ્યું છે ને?

હા, પણ ત્યાં એ નિશ્ચય સમકિતની વ્યાખ્યા છે. ત્યાં ‘તત્ત્વાર્થ’ ની વ્યાખ્યા કરતાં એકવચન લીધું છે ને? મતલબ કે નવતત્ત્વોથી ભિન્ન જે એક શુદ્ધ જ્ઞાયકજ્યોતિસ્વરૂપ પ્રભુ આત્મા અંદર પ્રકાશમાન છે તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે-એમ ત્યાં આશય છે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ નવ તત્ત્વનું શ્રદ્ધાન સમકિત કહ્યું એ અભેદથી કહ્યું છે. પણ અહીં તો ‘નવ પદાર્થો’ એમ બહુવચન છે તેથી એ ભેદરૂપ શ્રદ્ધાની વાત છે. અહીં કહે છે-એ નવ પદાર્થોના ભેદરૂપ શ્રદ્ધાનથી નિશ્ચય સમકિત થતું નથી.

અહા! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવરૂપ આત્માનો જ્યાં અનુભવ ને દ્રષ્ટિ થયાં તેમાં બધાય નવતત્ત્વની શ્રદ્ધા આવી જાય છે, કેમકે અસ્તિપણે આ શુદ્ધ આત્મા નિશ્ચય જીવતત્ત્વ છે એવી પ્રતીતિમાં એ પર્યાયો નાસ્તિરૂપ છે એમ એકરૂપ દ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન આવી જાય છે. આ પ્રમાણે ‘तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्’ કહ્યું છે એ નિશ્ચય સમકિતની વ્યાખ્યા છે; અને ભેદરૂપ શ્રદ્ધાન તો બીજી ચીજ છે, સમકિત નહિ. સમજાણું કાંઈ...?

અહાહા...! પ્રભુ તું કોણ છો? સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે જેને આત્મા જાણ્યો છે તેવો ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છો. અહા! આવા આત્મસ્વરૂપની શ્રદ્ધા વિના નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા નિરર્થક છે, કાંઈ વસ્તુ નથી. આકરી વાત પ્રભુ! વાડામાં-સંપ્રદાયમાં તો આ વાત છે નહિ. લોકો તો વ્યવહારને જ માર્ગ માની બેઠા છે. શું થાય? પણ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે-અમારી શ્રદ્ધા, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, સંવર-નિર્જરા-મોક્ષ આદિની ભેદરૂપ શ્રદ્ધા તો અભવ્ય પણ કરે છે, પણ એને કદીય સમ્યગ્દર્શન નથી. ભાઈ! આ તો અંદર છે એના અર્થ થાય છે. જેમ દશેરાથી દિવાળી સુધી ચોપડા મેળવે છે તેમ બાપુ! આ ભગવાનના ચોપડા સાથે તારી શ્રદ્ધાને મેળવ તો ખરો.

હવે ત્રીજી વાતઃ ‘છ જીવ-નિકાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે.’

શું કહે છે? કે આ છ કાયના જીવોની દયા પાળવી એ ચારિત્ર નથી; અહિંસાદિ પંચમહાવ્રતના ભાવ ચારિત્રનો આધાર નામ આશ્રય-નિમિત્ત-કારણ નથી.

ત્યારે કોઈ કહે છે-છ કાયની દયા પાળો એ ધર્મ છે.


PDF/HTML Page 2765 of 4199
single page version

અરે! સાંભળને બાપુ! એ તો વ્યવહાર નામ ઉપચાર છે; વાસ્તવિક નહિ. જુઓ, સર્વજ્ઞ વીતરાગ જૈન પરમેશ્વર કહે છે કે-સક્કરકંદ, ડુંગળી, લસણ વગેરેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને એક એક શરીરમાં અનંતા નિગોદના જીવો છે. અહા! આ જીવ અનંતકાળ ત્યાં (-નિગોદમાં) રહ્યો છે. ભગવાન! તું ભૂલી ગયો પણ અનંતકાળ તું નિગોદમાં રહ્યો છે. માંડ બહાર નીકળ્‌યો ત્યાં પરમાં (છ કાયની દયામાં) ગુંચાઈ ગયો. અહા! ભગવાન સર્વજ્ઞના શાસન સિવાય છ જીવ- નિકાયની કયાંય વાત નથી. પણ ભગવાન! તું છ જીવ-નિકાયમાં ગુંચાઈ-ભરાઈ પડયો! અનંતા નિગોદના જીવ, પૃથ્વીકાય, અપકાય આદિ એકેન્દ્રિય જીવો, બે ઇન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે બધા છ જીવ-નિકાય છે. અહીં કહે છે-એ છ જીવ- નિકાયની દયા એ શુભરાગ છે, ચારિત્ર નામ ધર્મ નહિ. આકરી વાત પ્રભુ! ભાઈ! એવી છ કાયની દયા તો અભવ્ય જીવ પણ પાળે છે, અને ભવ્ય જીવે પણ અનંતવાર પાળી છે. પણ એથી શું? તો-

દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ;
અનંત જીવ મુક્તિ ગયા, દયા તણા પરિણામ.

-એમ આવે છે ને? હા, પણ એ કઈ દયા ભાઈ? એ આ છ કાયની દયા નહિ, પણ સ્વદયાની વાત છે. અહા! અંદર શુદ્ધ એક ચિદ્રૂપ ચૈતન્યરસકંદ આનંદકંદ પ્રભુ પોતે છે તેનો સ્વીકાર કરી તેમાં ઠરવું તે સ્વદયા છે ને તે સુખની ખાણ ને મુક્તિનો માર્ગ છે. બાકી આ છ જીવ-નિકાય કાંઈ ચારિત્રનો-ધર્મનો આશ્રય નથી. છ કાયની દયાનો ભાવ તો પર તરફના વલણવાળો ભાવ છે; તે શુભરાગ છે, ચારિત્ર નહિ.

અહા! મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે તેનો છ જીવ-નિકાય આશ્રય નથી. કેમ? કારણ કે તેના એટલે કે છ જીવ-નિકાયની દયાના સદ્ભાવમાં પણ શુદ્ધ આત્માના અભાવને લીધે અભવ્યોને ચારિત્રનો અભાવ છે. અહા! અભવ્યને છ જીવ-નિકાયની દયાના પરિણામ બરાબર હોય છે પણ એને ચારિત્ર કદીય હોતું નથી. કેમ? કેમકે શુદ્ધ આત્માનો તેને અભાવ છે, અર્થાત્ તેને કદીય શુદ્ધ આત્માનો-જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના ભગવાનનો-આશ્રય થતો નથી. અહા! એ છ કાયની દયા પાળે, એકેન્દ્રિય લીલોતરીનો દાણો પણ હણાય તો આહાર ન લે, પાણીનું એક બિંદુ જેમાં અસંખ્ય જીવ છે એને હણીને કોઈ ગરમ પાણી એના માટે બનાવે તો એ પ્રાણ જાય તોય ન લે. અહા! આવો એને દયાનો ભાવ હોય છે, પણ એને ચારિત્ર નથી કેમકે શુદ્ધ આત્માના આશ્રયનો એને અભાવ છે.

પ્રશ્નઃ– તો ધર્માત્મા પુરુષ છ જીવ-નિકાયની દયા પાળે છે ને?


PDF/HTML Page 2766 of 4199
single page version

સમાધાનઃ– શુદ્ધ નિશ્ચય એક આત્માનું જ્ઞાન ને દર્શન થયા પછી પણ ધર્માત્માને છ કાયની દયાનો વિકલ્પ-વ્યવહાર હોય છે, પણ તેને એ હેયપણે છે. આત્માનાં શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જેને પ્રગટ છે એવા મુનિવરને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઇત્યાદિ વ્યવહાર-રાગ હોય છે પણ તેને એ હેયબુદ્ધિએ હોય છે. એમાં એને સ્વામિત્વ નથી. સાધકને એક સમયમાં બેય હોય છે. સાધક છે ને? અધૂરો છે ને? સાધક હોય એટલે ત્યાં બાધકપણું હોય પણ તેને એ હેય છે.

મિથ્યાદ્રષ્ટિને એકલું બાધકપણું છે, ભગવાન કેવળીને એકલા સાધકપણાનું ફળ પૂર્ણ દશા છે અને સાધકને સાધક-બાધક બેય છે. એને સ્વના આશ્રયે જ્ઞાન, દર્શન ને ચારિત્ર તે નિશ્ચય ને પરના આશ્રયે જરી રાગ થાય તે વ્યવહાર-એમ બેય હોય છે. પણ એ વ્યવહાર કાંઈ સ્વ-વસ્તુ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી. એ તો સહચર નિમિત્ત જાણીને એને વ્યવહાર કહેવામાં આવે છે, બાકી છે એ હેય જ. સમજાણું કાંઈ...?

અહા! આવો વ્યવહાર અભવ્યો અને ભવ્યો પણ કરે છે, પણ અંતરંગમાં શુદ્ધ આત્માનો આશ્રય કર્યા વિના એને ચારિત્રનો અભાવ છે. અહા! અનંત કાળમાં એણે અનંત પદ્ગલપરાવર્તન કર્યાં. એક એક પુદ્ગલપરાવર્તનના અનંતમા ભાગમાં અનંતા દ્રવ્યલિંગ, યથાર્થ દ્રવ્યલિંગ હોં, અનંતવાર ધાર્યાં, પણ ભગવાન આત્માના આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કર્યાં નહિ. એ બધી બહારની ક્રિયા તો શુભરાગ છે. એને ધર્મ માની એ કરે ને બહારમાં લોકો પણ એને સારું આચરણ કહે પણ સર્વજ્ઞ પરમાત્મા એને સદાચરણ (સત્ય આચરણ) નહિ પણ અસદાચરણ અર્થાત્ અસત્ય આચરણ કહે છે. સમજાણું કાંઈ...? બાપુ! જે આચરણમાં સચ્ચિદાનંદનો નાથ પ્રભુ આત્મા હોય નહિ તે અસદાચરણ છે.

ભાઈ! આ ત્રિલોકનાથ સીમંધર ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી અહીં આવી છે. શ્રી સીમંધર પરમાત્મા વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં મોજુદ છે. વીસમા મુનિસુવ્રતનાથના સમયથી તેઓ મહાવિદેહમાં બિરાજે છે. તેમનો પાંચસો ધનુષ્યનો દેહ છે, અને ક્રોડ પૂર્વનું આયુષ્ય છે. તે, આવતી ચોવીસીમાં અહીં તેરમા તીર્થંકર થશે ત્યારે મોક્ષે જશે. ભગવાન કુંદકુંદાચાર્ય સંવત ૪૯ માં ત્યાં સીમંધર ભગવાન પાસે ગયા હતા. આઠ દિ’ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં આ કહે છે કે-ચિદ્બ્રહ્મ- ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા અંદર છે તેનો જ્યાં આશ્રય નથી ત્યાં ચારિત્ર નથી. કોઈ ભલે છ કાયના જીવની દયા ને પંચમહાવ્રતાદિનો વ્યવહાર પાળે, પણ એ કાંઈ ચારિત્રનો આશ્રય નથી અર્થાત્ એનાથી ચારિત્ર પ્રગટતું નથી. હવે આવું લોકોને આકરું પડે પણ શું થાય? મારગ તો આવો છે.

આમ બફમમાં ને બફમમાં (ભ્રમમાં) અંદર સચ્ચિદાનંદ ભગવાન છે એનો


PDF/HTML Page 2767 of 4199
single page version

આશ્રય નહિ લે તો આ મનુષ્યભવ નિરર્થક જશે. જિંદગી ચાલી જશે પ્રભુ! ને સંસાર ઊભો રહેશે. અહા! આ ગધેડાને ને કૂતરાને હમણાં મનુષ્યપણું નથી અને તને છે પણ સમજણ કરીને અંતદ્રષ્ટિ નહિ કરે તો ફેરો (-દાવ) ફોગટ જશે ને ચાર ગતિના ફેરા (ચક્કર) ઊભા રહેશે. સમજાણું કાંઈ...?

આ પ્રમાણે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર તે સત્યાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી એમ કહ્યું. હવે સત્યાર્થ કહે છેઃ-

‘શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુતના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે;...’

જોયું? શું કહે છે? કે સમ્યગ્જ્ઞાનનો શુદ્ધ આત્મા જ એક આશ્રય છે. ‘શુદ્ધ આત્મા જ’ -એમ કહીને બીજું બધું કાઢી નાખ્યું. આ સમ્યક્ એકાંત કર્યું છે. અહા! સમ્યગ્જ્ઞાનને એક આત્મા જ આશ્રય છે, બીજું કાંઈ નહિ-શાસ્ત્રજ્ઞાનેય નહિ ને દેવ-ગુરુય નહિ. સમજાણું કાંઈ...?

જુઓ, ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. તે વીતરાગતા કેમ થાય? તો કહે છે-જ્ઞાનની પર્યાય શુદ્ધ આત્માના આશ્રયે ભગવાન આત્માનું જ્ઞાન કરે તો વીતરાગતા થાય. કોઈ ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ અનેક ચારે અનુયોગનાં શાસ્ત્ર ભણે તો તેને સમકિત થાય કે નહિ? તો કહે છે-ચારે અનુયોગ ભણે માટે થાય જ એમ નહિ, કદાચિત્ થાય તો એનાથી (શાસ્ત્ર ભણતરથી) થાય એમેય નહિ; થાય તો શુદ્ધ જ્ઞાનાનંદ પ્રભુ આત્માના જ આશ્રયે થાય બીજી કોઈ રીતે નહિ. ભાઈ! વીતરાગી જ્ઞાનામૃતનો પિંડ પ્રભુ આત્મા અંદર છે એને સ્વાનુભવમાં ન જાણે ત્યાંસુધી એનાં ભણતર-બણતર કાંઈ લેખે લાગે નહિ.

અહાહા...! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ એકલા જ્ઞાનામૃતરસનો દરિયો છે. એણે જાણનારું જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે. હવે એમાં બીજું (-શાસ્ત્ર) આવડે ન આવડે એની સાથે કાંઈ સંબંધ નથી. જુઓ, શિવભૂતિ મુનિને દ્રવ્યશ્રુતનું કાંઈ વિશેષ જ્ઞાન ન હતું (‘मा रुष, मा तुष’ એટલું પણ યાદ રહેતું ન હતું) પણ અંતરમાં ભાવશ્રુત હતું કે-હું જ્ઞાનાનંદનો સાગર પ્રભુ આત્મા છું, કેમકે અંદર શુદ્ધ આત્માનો આશ્રય હતો. આવી વાત છે! ઝીણી પડે પણ વસ્તુ જ આવી છે.

અહા! જ્ઞાન-સમ્યગ્જ્ઞાન કેમ થાય એની આ વાત છે. શરીર, મન, વાણી, ઇન્દ્રિયથી તો થાય નહિ કેમકે તે બધાં રૂપી જડ પુદ્ગલ છે ને ભગવાન આત્માનું જ્ઞાન અરૂપી ચૈતન્યમય છે. વળી પુણ્ય-પાપના વિકલ્પથીય જ્ઞાન ન થાય કેમકે તે વિકલ્પ જડસ્વભાવ છે, અજ્ઞાનસ્વભાવી છે. ચારે અનુયોગ ભણે એથીય કાંઈ આત્માનું


PDF/HTML Page 2768 of 4199
single page version

જ્ઞાન ન થાય કેમકે એ બધું પરલક્ષી-પર તરફના લક્ષવાળું જ્ઞાન છે. અહા! દિશા પલટે અને અંદર સ્વમાં લક્ષ કરી સ્વસ્વરૂપને જાણવામાં પ્રવર્તે ત્યારે આત્માનું જ્ઞાન થાય છે અને તે સમ્યગ્જ્ઞાન છે. આવી વાત છે.

અહા! અહીં મોક્ષમાર્ગ બતાવવો છે એમાં પહેલાં સમ્યગ્જ્ઞાનથી ઉપાડયું છે, કેમકે જાણ્યા વિના કોની પ્રતીતિ કરે? જે વસ્તુ જાણવામાં ન આવે તેની પ્રતીતિ કેમ થાય? તેથી પહેલાં જ્ઞાનથી ઉપાડયું છે. તો કહે છે-જ્ઞાનનો એક શુદ્ધાત્મા જ આશ્રય છે. બીજું ગમે તેટલું જાણે તોય આત્મપ્રાપ્તિ ન થાય પણ જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળી સ્વસન્મુખતા કરે ત્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

‘શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે’ -આમાં ‘જ’ કારથી એકાન્ત કીધું ને? મતલબ કે શુદ્ધાત્માનું જ્ઞાન એય જ્ઞાન ને શાસ્ત્રનું જ્ઞાન એય જ્ઞાન એમ નથી; પણ એક શુદ્ધ આત્મા જ જેનું નિમિત્ત-આશ્રય છે તે જ્ઞાન-સમ્યગ્જ્ઞાન છે. અહા! સમ્યગ્જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ આત્મા જ નિમિત્ત-કારણ છે. નિમિત્ત એટલે તે પર્યાયમાં કાંઈ કરે છે એમ નહિ; પણ એના આશ્રયે એના પૂર્ણ સામર્થ્યનું જ્ઞાન અહીં પર્યાયમાં આવે છે ને તે જ્ઞાન મોક્ષનો મારગ છે.

શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુત હો કે ન હો, શુદ્ધ આત્માના સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે. લ્યો, શું કહે છે આ? કે શાસ્ત્રનું જ્ઞાન ભલે હોય કે ન હોય, શુદ્ધ આત્માના સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે. હવે આવી નિશ્ચયની વાત ઘણા લોકોને-વ્યવહારવાળાઓને ખટકે છે. શબ્દશ્રુત હો કે ન હો એમ કીધું ને? મતલબ કે શબ્દશ્રુત કાંઈ નથી. માત્ર (દ્રવ્યશ્રુતથી) દિશા ફરે તો દશા ફેર થાય છે. પરથી ખસી જ્ઞાનની દિશા સ્વ ભણી વળે તે સમ્યગ્જ્ઞાન થાય છે. અહા! દશા દશાવાન તરફ ઢળે તો જ્ઞાન સાચું છે; બાકી બધાં થોથાં છે. સમજાણું કાંઈ...?

હવે કહે છે- ‘શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ દર્શનનો સદ્ભાવ છે;...’

શું કીધું? કે સમ્યગ્દર્શનનો આશ્રય એક શુદ્ધ આત્મા જ છે, નવ પદાર્થો નહિ. નવ પદાર્થોની શ્રદ્ધા તો રાગ છે. અહા! જેનો આશ્રય નવ તત્ત્વો છે એ તો રાગ છે, સમ્યગ્દર્શન નહિ. ભગવાન જેને સમ્યગ્દર્શન કહે છે એનો આશ્રય-લક્ષ એક શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ આત્મા જ છે.

અહાહા...! નવતત્ત્વથી ભિન્ન પૂરણ શુદ્ધ એક જ્ઞાનઘન પ્રભુ આત્મા છે. એના સન્મુખનું શ્રદ્ધાન-દર્શન તે સમ્યગ્દર્શન છે. અભેદથી કહીએ તો શુદ્ધ આત્મા જ


PDF/HTML Page 2769 of 4199
single page version

સમ્યગ્દર્શન છે. હવે આત્મા શું ને નવતત્ત્વ શું એની ખબરેય ન હોય ને આ અમને ભગવાનની શ્રદ્ધા છે એ સમકિત અને આ વ્રત લઈએ તે ચારિત્ર એમ કોઈ માને છે પણ બાપુ! એ તો બધાં એકડા વિનાનાં મીંડાં છે ભાઈ! સમ્યગ્દર્શન કે જેને ચોથું ગુણસ્થાન કહીએ, જે શ્રાવક થવા પહેલાં આવે છે, તેનો આશ્રય, અહીં કહે છે, એક શુદ્ધ આત્મા જ છે; ભગવાનેય નહિ ને નવતત્ત્વેય નહિ. આમાં શ્રાવક કહ્યા તે આ વાડાના શ્રાવક નહિ, એ તો બધા સાવજ છે; આ તો વીતરાગી શાંતિ અને સ્થિરતા કાંઈક થયાં છે એવા પંચમગુણસ્થાનવાળા શ્રાવકની વાત છે.

અહાહા...! શું કહે છે? કે જીવાદિ નવ પદાર્થોની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ હો કે ન હો, શુદ્ધ આત્માના સદ્ભાવથી જ દર્શનનો સદ્ભાવ છે. આનો અર્થ શું થયો? કે નવ પદાર્થોનું ભેદરૂપ શ્રદ્ધાન કાંઈ વસ્તુ નથી, અર્થાત્ એનાથી સમ્યગ્દર્શન નથી, પણ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે.

ત્યારે કોઈ વળી કહે છે-આ અધ્યાત્મવાળા એક શુદ્ધ આત્માને જ આશ્રય-ધ્યેય બનાવે છે તે એકાંત છે, બીજે નવપદાર્થોનો આશ્રય પણ કહ્યો છે.

અરે ભાઈ! બીજે નવતત્ત્વના આશ્રયે શ્રદ્ધાન કહ્યું છે એ તો વ્યવહાર છે અને એ તો અહીં પહેલાં કહ્યું ને તેનો નિષેધ કર્યો, કેમકે આત્મદર્શન વિના વ્યવહાર કાંઈ નથી અર્થાત્ રાગદ્વેષમોહ જ છે. ભાઈ! શુદ્ધ ચિદાનંદઘન એકલા જ્ઞાન ને આનંદ દળ પ્રભુ આત્મા છે તે એકમાં અંતર્મુખાકાર થઈ એનું દર્શન-શ્રદ્ધાન કરે તે વાસ્તવિક નિશ્ચય સમ્યગ્દર્શન છે. નારકીને પણ આવું સમ્યગ્દર્શન થાય છે પણ તે આ રીતે જ, અને ત્યારે તેને જે, નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન હોય છે તે વ્યવહાર છે. આ પ્રમાણે અનેકાન્ત છે.

પ્રશ્નઃ– પણ કાળલબ્ધિ હોય ત્યારે સમ્યગ્દર્શન થાય ને? ઉત્તરઃ– કાળલબ્ધિ એ સમયે જ હોય છે. અહાહા...! અંદર ત્રિકાળી ધ્રુવ સ્વસ્વભાવ એક જ્ઞાયકભાવને જ્યાં ધ્યેય બનાવ્યો ત્યાં તે જ સમયે

-સ્વભાવનો આશ્રય થયો, -કાળલબ્ધિ થઈ ગઈ, -વર્તમાન પર્યાયનો પુરુષાર્થ થઈ ગયો, -કર્મનાં ઉપશમ આદિ પણ થઈ ગયાં અને -થવા યોગ્ય સમ્યગ્દર્શનની પર્યાય જ થઈ તે ભવિતવ્ય થયું. એક સાથે પાંચે સમવાય મળ્‌યાં. આ પ્રમાણે શુદ્ધ આત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને એમાં પાંચે સમવાય સમાઈ જાય છે.


PDF/HTML Page 2770 of 4199
single page version

હવે ત્રીજી ચારિત્રની વાત લે છેઃ- ‘શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવ-નિકાયના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે.’

જુઓ, જેને મોક્ષના કારણભૂત ચારિત્ર કહીએ તેનો આશ્રય એક શુદ્ધાત્મા જ છે, છ જીવ-નિકાય નહિ. અહાહા...! અંદર શુદ્ધ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છે તે એકમાં જ ચરવું-રમવું-ઠરવું એનું નામ ચારિત્ર છે.

અત્યારે તો કોઈ લોકો કહે છે કે-અટ્ઠાવીસ મૂલગુણ પાળે-એ શુભથી શુદ્ધ ઉપયોગ થાય.

અરે ભાઈ! એ (મૂળગુણના) શુભભાવની રાગની દિશા તો પર તરફ છે, ને આ ચારિત્રની દિશા સ્વ તરફ છે. હવે પર તરફની દિશાએ જતાં સ્વ તરફની દિશાવાળી દશા કેવી રીતે થાય? અહા! રાગમાંથી વીતરાગતા કેમ થાય? રાગમાં-દુઃખમાં રહેતાં અતીન્દ્રિય સુખ કેમ પ્રગટે? બાપુ! અતીન્દ્રિય સુખ તો અતીન્દ્રિય સુખનો સાગર ચિદાનંદઘન પ્રભુ આત્માના એકના આશ્રયે જ પ્રગટ થાય છે એમ અહીં કહે છે.

કોઈક દિ’ કાને પડે એટલે માણસને એમ લાગે કે આવો ધર્મ! આવો મારગ! પણ ભાઈ! વીતરાગ જૈન પરમેશ્વરે ચારિત્રનો-ધર્મનો આશ્રય એક શુદ્ધ આત્મા જ કહ્યો છે. અર્થાત્ છ જીવ-નિકાય ચારિત્રનો આશ્રય નથી. શું કીધું? પહેલાં પંચમહાવ્રતાદિ પાળે માટે પછી ચારિત્ર થશે એમ છે નહિ. જ્યારે એને ચારિત્ર થશે ત્યારે એક શુદ્ધ આત્માના જ આશ્રયે થશે; અર્થાત્ શુદ્ધ આત્માનો આશ્રય કરશે ત્યારે જ ચારિત્ર થશે.

અત્યારે તો લુગડાં ફેરવે કે નગ્ન થઈ જાય એટલે માને કે થઈ ગઈ દીક્ષા; ને કાંઈક ઉપવાસ કરે એટલે માને કે તપસ્યા ને નિર્જરા થઈ ગયાં. પણ એમ તો ધૂળેય દીક્ષા ને તપસ્યા નથી સાંભળને. દીક્ષા કાળે લુગડાં તો સહજ છૂટી જાય છે, છોડવાં પડતાં નથી લુગડાં છૂટવાની-અજીવની ક્રિયા તો અજીવમાં થાય છે. એને છોડે કોણ? વળી લુગડાંવાળા છે એ તો દ્રવ્યે કે ભાવે સાધુ જ નથી. આકરી વાત ભાઈ! દુનિયાથી મેળ ખાય, ન ખાય પણ વસ્તુ તો આ જ છે.

અહીં કહે છે-છ જીવ-નિકાયની દયાનો વિકલ્પ હોય કે ન હોય, શુદ્ધ આત્માના સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે. એટલે શું? કે છ જીવ-નિકાયની દયાનો વિકલ્પ ને પંચમહાવ્રતાદિનો વિકલ્પ એ કાંઈ વસ્તુ (ચારિત્ર) નથી. છ જીવ-નિકાયની દયાનો વિકલ્પ હોય તોપણ ચારિત્ર તો સ્વના આશ્રયે જે (નિર્મળ પરિણતિ) છે તે જ છે. શુદ્ધ આત્માના સદ્ભાવથી જ અર્થાત્ જેને શુદ્ધ આત્માનો આશ્રય છે તેને જ ચારિત્ર છે.


PDF/HTML Page 2771 of 4199
single page version

અહા! જેનો એક જ્ઞાનસ્વભાવ છે એવા છ કાયના અનંતા જીવ આખા લોકમાં ઠસાઠસ ભર્યા છે. અહીં પણ અનંતા સૂક્ષ્મ જીવો છે. અહા! આવો આખા લોકનો જીવ સમૂહ જેમાં નિમિત્ત છે એવી દયાનો વિકલ્પ, અહીં કહે છે, ચારિત્ર નથી. દુનિયાથી ઘણો ફેર ભાઈ! દુનિયા તો માને કે પર જીવને ન હણો એટલે અહિંસા. અહીં કહે છે- ભગવાન! તું પોતે પોતાને ન હણે અર્થાત્ જેવો તું ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાનઘન પ્રભુ છે તેવો એને પોતાની દશામાં જાણવો, માનવો ને એમાં જ સ્થિર થઈ ડરવું એનું નામ અહિંસા-દયા છે. અહા! આનંદના નાથમાં રમણતા કરવી એનું નામ ચારિત્ર છે; આ સિવાય બધાં થોથેથોથાં છે. આવી વાત છે.

* ગાથા ૨૭૬–૨૭૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું, તથા છ કાયના જીવોની રક્ષા-એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતાં, તેથી વ્યવહાર નય તો નિષેધ્ય છે;...’

જુઓ, આચારાંગ આદિ વીતરાગ સર્વજ્ઞદેવે કહેલા શબ્દશ્રુતનું જાણવું એ વ્યવહાર જ્ઞાન છે, સત્યાર્થ નહિ. ભગવાનને નામે આચારાંગ આદિ નામ પાડી પાછળથી જે કલ્પિત શાસ્ત્ર રચવામાં આવ્યાં છે એનું જ્ઞાન તો વ્યવહારેય જ્ઞાન નથી, એ તો બધું કુજ્ઞાન છે. અહીં તો એમ કહે છે કે-સત્શાસ્ત્રોનું જ્ઞાન, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન અને છ કાયના જીવોની દયાનો ભાવ-એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન-દર્શન-ચારિત્ર નથી હોતાં. અભવ્ય જીવ જે છે તે તો મોક્ષને લાયક જ નથી; પણ ભવ્ય જીવ વ્યવહાર ચારિત્ર પાળે એમાંથી એને નિશ્ચય ચારિત્ર થાય ને?

તો કહે છે-એમ છે નહિ. પરાશ્રયે કોઈ દિ’ ત્રણકાળમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય નહિ. પરાશ્રયે પરિણમે એને કાળલબ્ધિ આદિ હોય નહિ. સ્વ-આશ્રયે જ દર્શન- જ્ઞાન-ચારિત્ર થાય છે અને સ્વ-આશ્રયે પરિણમે એને જ કાળલબ્ધિ આદિ હોય છે.

જો એમ છે તો કરવું શું? આમાં કરવાનું તો કાંઈ આવતું નથી.

અરે ભાઈ! જે કરવું છે તે બધું અંદરમાં છે; અર્થાત્ શુદ્ધ ચૈતન્યમય પોતાની આત્મવસ્તુમાં ઢળવું ને તેમાં જ ઠરવું બસ આ કરવું છે. આ સિવાય બીજું કરવું બધું મિથ્યા છે, સંસાર વધારવા માટે જ છે.

જુઓ, અહીં શું કહે છે? કે વ્યવહારનય નિષેધ્ય છે. બાપુ! આ વ્યવહાર જેટલો છે એ બધો નિષેધ કરવા લાયક છે, કેમકે બંધનું કારણ છે. તેથી તો તેને અહીં બંધ અધિકારમાં નાખ્યો છે. હવે કહે છે-


PDF/HTML Page 2772 of 4199
single page version

‘અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો છે.’

અહા! જેના જ્ઞાનમાં શુદ્ધાત્મા આવ્યો, દર્શનમાં શુદ્ધાત્મા આવ્યો ને રમણતામાં શુદ્ધાત્મા છે તેને શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે. તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. સ્વના આશ્રયે નિશ્ચય જે છે એ પર-આશ્રયનો-વ્યવહારનો નિષેધક છે. હવે નિશ્ચય જ્યાં વ્યવહારનો નિષેધક છે અને વ્યવહાર નિષેધ્ય છે ત્યાં વ્યવહારથી નિશ્ચય થાય એ કયાં રહ્યું?

માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો છે; અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્મા જ એક આશ્રય કરવા યોગ્ય છે એમ સમજવું.

*

હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૭૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

रागादयः बन्धनिदानम् उक्ताः’ રાગાદિકને બંધનાં કારણ કહ્યાં અને વળી ‘ते शुद्धचिन्मात्र–महः– अतिरिक्ताः’ તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી (અર્થાત્ આત્માથી) ભિન્ન કહ્યા; ‘तद–निमित्तम्’ ત્યારે તે રાગાદિકનું નિમિત્ત ‘किमु आत्मा वा परः આત્મા છે કે બીજું કોઈ...?

જુઓ, શું પ્રશ્ન છે એ સમજાય છે કાંઈ...? કે આ જે રાગ છે વ્યવહારનો એને ભગવાન! આપે બંધનું કારણ કહ્યો; અહા! આ આચારાંગ આદિનું જ્ઞાન, દેવ-ગુરુ-શાસ્ત્રની તથા નવ પદાર્થોની શ્રદ્ધા ને છ જીવ- નિકાયની દયાનો વિકલ્પ ઇત્યાદિ બધાં બંધનું કારણ છે એમ આપે કહ્યું અને વળી આપ કહો છો રાગ આત્માથી ભિન્ન છે, રાગ આત્માનો છે નહિ; તો પછી એને (આત્માને) બંધ શી રીતે થાય? રાગાદિકને શુદ્ધ- ચૈતન્યમાત્ર જ્યોતિથી (-શુદ્ધ આત્માથી) ભિન્ન કહો છો ત્યારે રાગાદિકનું નિમિત્ત અર્થાત્ કારણ કોણ છે? આત્માનાં રાગાદિક છે નહિ, અને રાગથી બંધન થાય; ત્યારે એ રાગનું કારણ કોણ? શું એનું અર્થાત્ શુભાશુભરાગનું કારણ આત્મા છે કે બીજું કોઈ? લ્યો, શિષ્યનો આવો પ્રશ્ન છે.

इति पणुन्नाःं पुनः एवम् आहुः’ એવા શિષ્યના પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્ય ભગવાન ફરીને આમ કહે છે. લ્યો, આ પ્રશ્નના ઉત્તરરૂપે હવે ગાથા કહે છે એમ કહે છે.

[પ્રવચન નં. ૩૩૩ થી ૩૩૮ * દિનાંક ૨પ-૩-૭૭ થી ૧૧-પ-૭૭]

PDF/HTML Page 2773 of 4199
single page version

ગાથા ૨૭૮–૨૭૯

जह फलिहमणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। रंगिज्जदि अण्णेहिं दु सो रत्तादीहिं दव्वेहिं।। २७८।। एवं णाणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। राइज्जदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं।। २७९।।

यथा स्फटिकमणिः शुद्धो न स्वयं परिणमते रागाद्यैः।
रज्यतेऽन्यैस्तु स रक्तादिभिर्द्रव्यैः।। २७८।।
एवं ज्ञानी शुद्धो न स्वयं परिणमते रागाद्यैः।
रज्यतेऽन्यैस्तु स रागादिभिर्दोषैः।।
२७९।।

ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્યભગવાન ગાથા કહે છેઃ-

જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૭૮.
ત્યમ ‘જ્ઞાની’ પણ છે શુદ્ધ, રાગરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯.

ગાથાર્થઃ– [यथा] જેમ [स्फटिकमणिः] સ્ફટિકમણિ [शुद्धः] શુદ્ધ હોવાથી [रागाद्यैः] રાગાદિરૂપે (રતાશ-આદિરૂપે) [स्वयं] પોતાની મેળે [न परिणमते] પરિણમતો નથી [तु] પરંતુ [अन्यैः रक्तादिभिः द्रव्यैः] અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે [सः] તે [रज्यते] રક્ત (-રાતો) આદિ કરાય છે, [एवं] તેમ [ज्ञानी] જ્ઞાની અર્થાત્ આત્મા [शुद्धः] શુદ્ધ હોવાથી [रागाधैः] રાગાદિરૂપે [स्वयं] પોતાની મેળે [न परिणमते] પરિણમતો નથી [तु] પરંતુ [अन्यैः रागादिभिः दोषैः] અન્ય રાગાદિ દોષો વડે [सः] તે [रज्यते] રાગી આદિ કરાય છે.

ટીકાઃ– જેવી રીતે ખરેખર કેવળ (-એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું


PDF/HTML Page 2774 of 4199
single page version

(उपजाति)
न जातु रागादिनिमित्तभाव–
मात्मात्मनो याति यथार्ककान्तः।
तस्मिन्निमित्तं परसङ्ग एव
वस्तुस्वभावोऽयमुदेति तावत्।। १७५।।

હોવાથી સ્ફટિકમણિને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે; તેવી રીતે ખરેખર કેવળ (-એકલો) આત્મા, પોતે પરિણમન-સ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને રાગાદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે. -આવો વસ્તુનો સ્વભાવ છે.

ભાવાર્થઃ– સ્ફટિકમણિ પોતે તો કેવળ એકાકાર શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ-આદિરૂપે પરિણમતો નથી પરંતુ લાલ આદિ પરદ્રવ્યના નિમિત્તે (અર્થાત્ સ્વયં લાલાશ-આદિરૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે) લાલાશ-આદિરૂપે પરિણમે છે. તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી પરંતુ રાગાદિરૂપ પરદ્રવ્યના નિમિત્તે (અર્થાત્ સ્વયં રાગાદિરૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે) રાગાદિરૂપે પરિણમે છે. આવો વસ્તુનો જ સ્વભાવ છે. તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यथा अर्ककान्तः] સૂર્યકાંતમણિની માફક (અર્થાત્ જેમ સૂર્યકાંતમણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ) [आत्मा आत्मनः रागादिनिमित्तभावम् जातु न याति] આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી, [तस्मिन् निमित्तं परसङ्गः एव] તેમાં નિમિત્ત પરસંગ જ (-પરદ્રવ્યનો સંગ જ) છે. - [अयम् वस्तुस्वभावः उदेति तावत्] આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. (સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી.) ૧૭પ.


PDF/HTML Page 2775 of 4199
single page version

(अनुष्टुभ्)
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः।
रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः।।
१७६।।

‘આવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इति स्वं वस्तुस्वभावं ज्ञानी जानाति] એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની જાણે છે [तेन सः रागादीन् आत्मनः न कुर्यात्] તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી, [अतः कारकः न भवति] તેથી તે (રાગાદિકનો) કર્તા નથી. ૧૭૬.

સમયસાર ગાથા ૨૭૮–૨૭૯ઃ મથાળું

ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્ય ભગવાન ગાથા કહે છેઃ-

* ગાથા ૨૭૮–૨૭૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેવી રીતે ખરેખર કેવળ (-એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ...’

જુઓ, સ્ફટિકમણિ શુદ્ધ ઉજ્જ્વળ ધોળો હોય છે. વિ. સં. ૧૯૯૧ માં મોટો સ્ફટિકમણિ જોયો હતો. આપણે અહીં સ્ફટિકમણિની ઉજ્જ્વળ ધોળી-સફેદ પ્રતિમા છે ને? અહા! એવો સ્ફટિકમણિ સ્વભાવથી શુદ્ધ સફેદ ઉજ્જ્વલ હોય છે.

એ સ્ફટિકમણિ ખરેખર એકલો હોય, બીજાના સંગમાં ન હોય અર્થાત્ બીજાના સંબંધમાં ન હોય તો પોતે પોતાની મેળે રાગાદિરૂપે અર્થાત્ લાલાશ આદિરૂપે પરિણમતો નથી, પણ જેવો સ્વભાવ છે તેવો સફેદ ઉજ્જ્વલ જ પરિણમે છે. અહા! પલટવું એ એનો સ્વભાવ છે; પરિણમનસ્વભાવવાળો હોવાથી પ્રતિસમય પર્યાયપણે તે બદલે છે, પલટે છે; પણ એને ત્રિકાળ શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી એકલો પોતાની મેળે તે રાગાદિરૂપે-લાલાશ આદિરૂપે પરિણમતો નથી. શું કીધું? કે સ્ફટિકમણિ પોતે પોતાને લાલાશ આદિરૂપ પરિણમનનું નિમિત્ત-કારણ નથી અર્થાત્ એકલો સ્ફટિકમણિ પોતાની મેળે લાલાશ આદિરૂપ થાય એવો એનો સ્વભાવ નથી; અને તેથી એકલો પોતાની મેળે લાલાશ આદિરૂપે પરિણમતો નથી. હવે કહે છે-

‘પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી સ્ફટિકમણિને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થયો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે,...’


PDF/HTML Page 2776 of 4199
single page version

જુઓ, એક નિર્મળ જેનો સ્વભાવ છે તેવો સ્ફટિકમણિ એકલો પોતાની મેળે રાતાદિરૂપે થતો નથી, પરંતુ પરદ્રવ્યના-લાલ-પીળા-ફૂલના સંગે એમાં લાલ-પીળી ઝાંય થાય છે. જુઓ, એમાં લાલ-પીળી ઝાંય જે થાય છે તે એની વર્તમાન દશાની યોગ્યતા છે, પણ લાલ-પીળા ફૂલને કારણે એ થઈ છે એમ નથી. લાલ-પીળા ફૂલથી જ જો એ ઝાંય થતી હોય તો લાકડામાં પણ થવી જોઈએ. પણ એમ બનતું નથી કેમકે એની એવી યોગ્યતા નથી; સ્ફટિકમણિમાં થાય છે એ એની પર્યાય યોગ્યતા છે.

તો ‘પરદ્રવ્ય વડે જ રાગાદિરૂપે પરિણમાવાય છે’ એમ લખ્યું છે ને?

ભાઈ! એ તો નિમિત્તની ભાષા છે. પોતે પોતાની વર્તમાન યોગ્યતાથી પરદ્રવ્યના નિમિત્તે-સંગે લાલાશ આદિરૂપ પરિણમે છે તો પરદ્રવ્ય વડે પરિણમાવાય છે એમ નિમિત્તથી કહેવાય છે. બાકી નિમિત્તે-પરદ્રવ્યે એમાં કાંઈ વિલક્ષણતા ઉત્પન્ન કરી છે એમ નથી. આવી વાત છે! સમજાણું કાંઈ...?

જુઓ, આ દ્રષ્ટાંત કહ્યું, હવે તેને આત્મામાં ઉતારે છેઃ-

‘તેવી રીતે ખરેખર કેવળ (-એકલો) આત્મા, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ...’

જુઓ, શું કહે છે? કે એકલો આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી. કેમ? કેમકે પોતાને ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું-કારણપણું નથી. અહાહા...! આત્મા પોતે પર્યાયરૂપથી બદલવાના સ્વભાવવાળો હોવા છતાં, શુદ્ધ-પવિત્ર સ્વભાવપણાને લીધે તેને રાગાદિ વિકારનું કારણપણું નહિ હોવાથી એકલો પોતાની મેળે રાગાદિ વિકારપણે પરિણમતો નથી.

લ્યો, આથી કેટલાક પંડિતો કહે કે-નિમિત્તથી થાય છે.

ભાઈ! નિમિત્ત બીજી ચીજ છે ખરી, પણ નિમિત્ત પરમાં કાંઈ કરે છે એમ નથી. જેમ પાણી ટાઢાનું ઉનું થાય છે એમાં અગ્નિ નિમિત્ત છે, પણ અગ્નિએ પાણી ઉનું કર્યું છે એમ નથી. એ (પાણી) ઉનું થવાની પોતાની લાયકાતથી ઉનું થયું છે અને ત્યારે અગ્નિ નિમિત્ત છે બસ. તેમ શુદ્ધ આત્માના આશ્રયે થતાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા-એમાં વ્યવહારનો રાગ નિમિત્ત હોય છે, પણ એ નિમિત્તે (-રાગે) અહીં નિશ્ચય સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર કર્યાં છે એમ નથી. જેમ અગ્નિએ પાણી ઉનું કર્યું નથી તેમ વ્યવહારે નિશ્ચય કર્યો નથી. આવી વાત છે. અત્યારે તો પંડિતોની દ્રષ્ટિમાં ઘણો ફેર છે. પણ દ્રષ્ટિ-ફેરે તો આખા શાસ્ત્રના અર્થ ફરી જાય ભાઈ!


PDF/HTML Page 2777 of 4199
single page version

અહીં કહે છે-ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પોતે રાગ-દ્વેષ આદિ વિકારી ભાવોનું નિમિત્ત-કારણ નહિ હોવાથી એકલો પોતાની મેળે રાગાદિ વિકારરૂપે પરિણમતો નથી. હવે કહે છે-

‘પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે-આવો વસ્તુનો સ્વભાવ છે.’

જુઓ, જે એટલે પરદ્રવ્ય-જડકર્મ પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી પોતાની મેળે રાગાદિના ઉદયરૂપે પરિણમે છે તે, આત્માને-કે જે પોતાના શુદ્ધસ્વભાવથી ચ્યુત થાય છે તેને-રાગાદિનું નિમિત્ત થાય છે. અહા! આત્મા જ્યાં પોતાના અશુદ્ધ ઉપાદાનથી પોતે રાગરૂપે પરિણમે છે ત્યારે કર્મનો રાગરૂપ ઉદય નિયમથી નિમિત્ત હોય છે તેથી ‘પરદ્રવ્ય વડે જ રાગાદિરૂપે પરિણમાવાય છે’ એમ કહ્યું છે. પંડિત શ્રી ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રીએ ‘જૈન તત્ત્વમીમાંસા’ માં આવો જ અર્થ કર્યો છે કે- પરિણમાવાય છે એટલે પરિણમે છે. ત્યાં એવા શબ્દો મૂકયાં છે કે-બે ગુણ અધિક પરમાણુ એટલે ચાર ગુણવાળો પરમાણુ અને બે ગુણગાળા પરમાણુનો સ્કંધ થાય છે ત્યારે તે ચાર ગુણવાળા પરમાણુ વડે બીજા બે ગુણવાળા પરમાણુને ચારગુણવાળો પરિણમાવાય છે. એના અર્થ જ એ છે કે બે ગુણવાળો પરમાણુ ચારગુણવાળા પરમાણુના નિમિત્તે પોતે ચારગુણપણે પરિણમે છે; અને ત્યારે નિમિત્તથી પરિણમાવાય છે અથવા નિમિત્ત પરિણમાવે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વાતુ છે. લોકોને તત્ત્વનો અભ્યાસ નહિ એટલે વ્યવહારને ને નિમિત્તને વળગી પડે; પણ શું થાય? જ્યાં જે નયથી કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.

અહાહા...! આત્મા અનંતગુણનો પિંડ પરમ પવિત્ર પ્રભુ ત્રિકાળ શુદ્ધ પૂરણ વીતરાગસ્વભાવ છે. કોઈ ગુણ-સ્વભાવ એનામાં એવો નથી કે પોતે પોતાથી વિકારપણે થાય; પણ પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે તે રાગાદિરૂપે થાય છે અને ત્યારે તે પરદ્રવ્ય વડે થાય (-પરિણમાવાય) છે એમ કહેવામાં આવે છે. પર્યાયમાં વિકાર સ્વદ્રવ્યના નિમિત્તે નથી થતો પણ પરદ્રવ્યના નિમિત્તે થાય છે એટલે પરદ્રવ્ય વડે જ રાગાદિરૂપ પરિણમાવાય છે એમ વ્યવહારથી કહેવાય છે. હવે સત્ય શું છે એ સમજવાની માણસને ફુરસદ ન હોય તો શું થાય?

ત્યારે કોઈ પંડિત કહેતા હતા કે-જુઓને! આ તમારા સોનગઢવાળા હિંમતભાઈએ શું લખ્યું છે? કે-


PDF/HTML Page 2778 of 4199
single page version

જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને.
એમ જ્ઞાની પણ છે શુદ્ધ રાગરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને.

આવું ચોક્ખું તો લખ્યું છે-એમ એ બોલ્યા હતા.

અરે ભાઈ! એ સ્ફટિકમણિમાં લાલ આદિ ફૂલના સંગના કાળે એનામાં લાલ આદિ અવસ્થા થવાની જન્મક્ષણ-ઉત્પત્તિ ક્ષણ છે તેથી તે લાલ આદિ થાય છે, પણ પર વડે થાય છે એમ અર્થ છે જ નહિ. (લાલ આદિરૂપે) પરિણમે છે પોતે ત્યારે પરદ્રવ્ય વડે પરિણમાવાય છે એમ નિમિત્તની મુખ્યતાથી કહેવાય છે. લ્યો, આવી વાત છે.

કોઈને વળી થાય કે-આમાં ધર્મ કયાં આવ્યો? ને આમાં અમારે કરવું શું?

તો કહે છે કે-ભાઈ! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પોતે ત્રિકાળ છે. ત્યાં પોતામાં પોતે દ્રષ્ટિ કરે તો તે પોતાની મેળે વિકારપણે થતો નથી પણ નિર્મળ નિર્વિકારપણે પરિણમે છે અને તે ધર્મ છે. અંતર્દષ્ટિએ પરિણમવું તે ધર્મ ને કર્તવ્ય છે. પરંતુ વર્તમાન દશામાં પરનું લક્ષ કરી પરિણમે તો તે અવશ્ય રાગાદિરૂપ થાય છે, ત્યારે તેની યોગ્યતા પણ એવી જ હોય છે. પરદ્રવ્ય-કર્મ એને પરાણે રાગાદિરૂપ કરાવે છે એમ નહિ, પોતે પોતાની વર્તમાન યોગ્યતાથી જ રાગાદિરૂપ થાય છે અને તેમાં પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. પરદ્રવ્ય એને રાગાદિરૂપ કરે છે એમ કહેવું એ તો ઉપચાર કથન છે.

એ તો ત્રીજી ગાથામાં આવ્યું ને કે-એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. પદાર્થ પોતાના દ્રવ્યમાં રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે પણ પરદ્રવ્યને કદીય ચુંબતો-સ્પર્શતો નથી. આ લાકડી હાથમાં છે ને? એ લાકડી હાથને સ્પર્શતી નથી. આ બે આંગળી ભેગી થાય ત્યારે એક આંગળી બીજીને અડતી નથી, કેમકે એકમાં બીજીનો અભાવ છે. ઝીણી વાત છે ભાઈ!

ત્યારે લોકો કહે છે-આ અડી-એમ પ્રત્યક્ષ દેખાય છે તે શું ખોટું છે?

ભાઈ! તું સંયોગ દેખે છે ને? એટલે એમ જણાય છે; બાકી ખરેખર જો અડે તો બન્ને એક થઈ જાય. એ તો પહેલાં પ્રશ્ન થયો હતો કે-એ ચટાઈનાં તરણાં અગ્નિથી બળે છે, અગ્નિ વિના બળે નહિ; અર્થાત્ તરણાં પોતાથી બળે નહિ. પણ અહીં કહે છે-અગ્નિના પરમાણુ ચટાઈ ને અડયા જ નથી. એ તો ચટાઈ અગ્નિપણે થવાની પોતાની લાયકાતથી બળે છે, એમાં બહારની અગ્નિ તો નિમિત્તમાત્ર છે. તેમ આત્મામાં વિકાર થાય છે તે તેની તત્કાલીન યોગ્યતાથી થાય છે, પરદ્રવ્ય-કર્મ તો એમાં


PDF/HTML Page 2779 of 4199
single page version

નિમિત્તમાત્ર છે. નિમિત્ત છે, પણ નિમિત્ત એમાં કાંઈ કરે છે એમ નથી. જો નિમિત્ત પરને કરે તો નિમિત્ત ને બીજી ચીજ બન્ને એક થઈ જાય. સમજાણું કાંઈ...?

આ પ્રમાણે આત્મા (પોતાની તત્કાલીન યોગ્યતાથી) પર્યાયમાં રાગાદિરૂપે પરના સંગે-નિમિત્તે પરિણમે છે-એવો વસ્તુનો સ્વભાવ છે. કેટલાક કહે છે એમ પરને લઈને વિકાર થાય છે એવો વસ્તુનો સ્વભાવ નથી.

* ગાથા ૨૭૮–૨૭૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જુઓ, પહેલાં દાખલો આપીને આત્માને વિકાર કેમ થાય એ વાત સિદ્ધ કરે છેઃ શું કહે છે? કે- ‘સ્ફટિકમણિ પોતે તો કેવળ એકાકારશુદ્ધ જ છે; તે પરિણમન- સ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ-આદિરૂપે પરિણમતો નથી પરંતુ લાલ આદિ પરદ્રવ્યના નિમિત્તે લાલાશ-આદિરૂપે પરિણમે છે.’

જુઓ, સ્ફટિકમણિ પોતે સ્વભાવથી શુદ્ધ જ છે. તેથી તે એકલો પોતાની મેળે લાલાશ-આદિરૂપે કદી પરિણમતો નથી. પરંતુ જોડે લાલ કે પીળાં ફૂલ હોય તો તેમના નિમિત્તે લાલ કે પીળી ઝાંયપણે પરિણમે છે. ત્યાં સ્ફટિકમણિ પોતાની વર્તમાન એવી યોગ્યતાને લઈને લાલ કે પીળી ઝાંયપણે પરિણમે છે, લાલ કે પીળાં ફૂલ તો એમાં નિમિત્તમાત્ર છે. જ્યારે, સ્ફટિકમણિ પોતે પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી લાલ આદિ ઝાંયપણે પરિણમે ત્યારે પરદ્રવ્ય-લાલ આદિ ફૂલ તેમાં નિયમથી નિમિત્ત હોય છે, આ દ્રષ્ટાંત છે. હવે કહે છે-

‘તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી પરંતુ રાગાદિરૂપ પરદ્રવ્યના નિમિત્તે રાગાદિરૂપે પરિણમે છે. આવો વસ્તુનો જ સ્વભાવ છે. તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી.’

અહાહા...! આત્મા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ શુદ્ધ શાશ્વત છે. તે એકલો પોતાની મેળે રાગાદિ વિકારપણે પરિણમે એમ કદીય બની શકે નહિ. આત્મામાં એવો કોઈ સ્વભાવ-ગુણ-શક્તિ નથી કે જેને લઈને વિકાર થાય. પરંતુ પરદ્રવ્ય-જડ કર્મનો ઉદય-જે સ્વયં રાગાદિપણે પરિણમે છે તેના નિમિત્તે જીવ રાગાદિરૂપે પરિણમે છે. હવે આમાં બધાને વાંધા છે-એમ કે વિકાર આત્મામાં થાય છે એ કર્મને લઈને થાય છે, અન્યથા આત્મા તો શુદ્ધ જ છે. એને અશુદ્ધતા છે એ પરદ્રવ્ય-કર્મને લઈને છે.

એ તો કહ્યું ને? કે લાકડા જોડે લાલ ફૂલ મૂકો તો લાકડામાં લાલ થશે? ના; કેમકે લાકડામાં એવી યોગ્યતા નથી. પણ સ્ફટિકમણિ જોડે લાલ ફૂલ મૂકો તો એમાં લાલ થશે. જો લાલ ફૂલના કારણે લાલ થતું હોય તો લાકડામાં પણ લાલ થવું જોઈએ,


PDF/HTML Page 2780 of 4199
single page version

પણ ત્યાં લાલ થતું નથી સ્ફટિકમણિમાં લાલ થાય છે એ એની તત્કાલીન યોગ્યતાથી થાય છે અને લાલ ફૂલ તો એમાં નિમિત્તમાત્ર છે.

તેવી રીતે આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ પોતે તો શાશ્વત શુદ્ધ છે. એની વર્તમાન દશામાં રાગ-દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ આદિ વિકાર થાય છે એ એની વર્તમાન પર્યાયની જન્મક્ષણ-ઉત્પત્તિક્ષણ છે માટે થાય છે, ને તેમાં કર્મ નિમિત્ત છે. તેમાં કર્મનો ઉદય નિમિત્ત અવશ્ય છે, પણ એ કાંઈ જીવમાં કરે છે એમ નથી. જુઓ, નિમિત્ત હોતું નથી એમ નહિ અને એ કાંઈ જીવમાં કરે છે એમેય નહિ.

પ્રશ્નઃ– નિમિત્ત કાંઈ કરતું નથી, પણ કરાવે તો છે ને? ઉત્તરઃ– ના; જરાય નહિ. એ તો ભાષામાં એમ બોલાય. પોતે વિકારપણે પરિણમે તો પરદ્રવ્ય-નિમિત્ત પરિણમાવે છે એમ આરોપથી કહેવાય છે. બાકી જડકર્મને તો ખબરેય નથી કે-આમ પરિણમું ને તેમ પરિણમું. પરંતુ આ (જીવ) પરના-નિમિત્તના લક્ષે પરિણમે તો એને વિકાર થાય છે, ને પરલક્ષે ન પરિણમે અર્થાત્ સ્વલક્ષે પરિણમે તો નિર્વિકાર શુદ્ધ પરિણમે છે.

કોઈ પંડિતો વળી એવો સિદ્ધાંત રજુ કરે છે કે-કર્મ નિમિત્ત થઈને આવે એટલે એને (-જીવને) વિકાર કરવો જ પડે.

પણ એમ નથી બાપા! નિમિત્ત તો બાહ્ય ચીજ છે. એ તો પોતે એના લક્ષે વિકાર કરે તો એને નિમિત્ત કહેવાય છે. અહીં તો એમ કહેવું છે કે-સ્વભાવ શુદ્ધ જ હોવાથી સ્વભાવના આશ્રયે રાગરૂપે ન પરિણમે, પણ રાગરૂપે પરિણમે તો પર નિમિત્તના આશ્રયે રાગરૂપે પરિણમે છે. નિમિત્ત એને રાગ કરાવી દે છે ને સંસારમાં રખડાવે છે એમ નથી, પણ પોતે પરાધીન થઈ રાગાદિપણે પરિણમે છે ને સંસારમાં રખડી મરે છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. એમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી. અહા! આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવને ભૂલીને પરને-નિમિત્તને આધીન થઈને પરિણમે તો અવશ્ય વિકાર થાય એવો વસ્તુનો સ્વભાવ છે; એમાં કોઈ અન્ય તર્કને અવકાશ નથી.

હવે આને બદલે કર્મને લઈને વિકાર થાય, કર્મનો કરાવ્યો વિકાર થાય એમ કોઈ માને એ તો દ્રષ્ટિનો મોટો ફેર છે ભાઈ! એ મિથ્યાદ્રષ્ટિ છે કેમકે એક ન્યાયના ફેરે આખું સ્વરૂપ ફરી જાય.

અહા! યથાર્થ દ્રષ્ટિ વિના ભગવાન! તું ભવસમુદ્રમાં ૮૪ લાખ યોનિના અવતાર ધરી ધરીને રખડયો; હવે કયાં જવું છે ભાઈ? એ ભવસમુદ્રને પાર કરવાનું સાધન તો મહા અલૌકિક છે-પ્રભુ! અહાહા...! અંદર ચૈતન્યમૂર્તિ પ્રભુ તું એકલા આનંદનો સાગર છો; એની અંતદ્રષ્ટિ કરીને પરિણમતાં નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય