PDF/HTML Page 2841 of 4199
single page version
જોયું? ‘विवेच्य’ એટલે ભિન્ન કરીને..... , અહાહા....! સર્વોત્કૃષ્ટ નિમિત્ત અરિહંત પરમાત્મા હો તોપણ એનાથી પોતાને-સ્વદ્રવ્યને ભિન્ન કરીને તે પોતાના આત્માને પામે છે.
અહા! સિંહ આદિ પશુઓ, મનુષ્યો અને દેવતાઓ સમોસરણમાં ભગવાનની પાસે આવે છે અને અત્યંત નિર્ભય અને નમ્ર થઈને ખૂબ વિનયથી ભગવાનની વાણી સાંભળે છે. પણ જ્યાં સુધી સાંભળવામાં ને ભગવાનના દર્શનમાં લક્ષ છે ત્યાં સુધી તો રાગ છે, વિકલ્પની જાળ છે. અહીં કહે છે-એ વિકલ્પ-જાળને-રાગની સંતતિને ઉખેડી નાખવા માગતો પુરુષ-આત્મા ભગવાન અને ભગવાનની વાણીના લક્ષને મહા ઉદ્યમ વડે છોડી દે છે. અહા! તે સર્વ પરદ્રવ્યને પોતાથી ભિન્ન કરી દે છે અર્થાત્ સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડી દે છે.
‘સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરીને...’ લ્યો, આમાંથી કેટલાક આવો અર્થ કાઢે છે કે બધું ત્યાગ કરીને જંગલમાં ચાલી જાવું. પણ ભાઈ! આ તો અંદર આત્મામાં ચાલી જવાની વાત છે ભગવાન! બીજે ક્યાં ગરી ગયો છે એ? અહા! જેને અંદર પોતાના ચૈતન્યમહાપ્રભુનો આશ્રય થયો છે તે બહાર ઘરમાં હો કે વનમાં, એને એ બધું પરજ્ઞેય તરીકે છે. હા, એને જેટલું ઘરમાં કે વનમાં રહેવાનું અંદર લક્ષ છે એટલો રાગ છે અને વિવેકી પુરુષ જોરથી-મહા ઉદ્યમ વડે એ પરદ્રવ્યના લક્ષને છોડી દે છે અર્થાત્ પોતાને એનાથી ભિન્ન કરી દે છે અને સ્વસ્વરૂપને પ્રાપ્ત કરી દે છે.
અહા! પરદ્રવ્ય અંદર આત્મામાં ક્યાં ગરી ગયું છે કે એનો ત્યાગ કરે? તો અહીં ભાષા તો એમ છે કે- ‘સમસ્ત પરદ્રવ્યને બળથી ભિન્ન કરીને.....’ લ્યો, એક કોર ભગવાન! એમ કહે કે-પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ ભગવાન આત્મામાં નથી અને વળી બીજી કોર એમ કહે કે-પરદ્રવ્યને પચખો-ત્યાગો. અહા! આ કેવું! !
ભાઈ! એક રજકણ પણ કે દિ’ આત્મામાં ગરી ગયો છે કે ત્યાગે? પણ ઉપદેશની શૈલીમાં, રાગનો ત્યાગ કરાવવો છે એટલે જેના લક્ષે રાગ થાય છે તે પરદ્રવ્યને છોડ એમ કહેવામાં આવે છે. અહા! પરદ્રવ્યનું લક્ષ મટતાં તત્સંબંધી રાગ મટી જાય છે અને ત્યારે પરદ્રવ્ય ત્યાગ્યું એમ કહેવામાં આવે છે. બાપુ! શબ્દના ભાવમાં જરાય ફેર પડી જાય તો આખો ફેર થઈ જાય લ્યો, ‘વિવેચ્ય’ - ‘ભિન્ન કરીને..’ એટલે પરદ્રવ્યનું લક્ષ સંપૂર્ણ છોડી દઈને... એમ અર્થ છે. બંધ અધિકાર છે ને? તો પરને લક્ષે-આશ્રયે બંધ જ થાય એમ સિદ્ધાંત કહે છે.
પ્રશ્નઃ– તો પછી તમે આ બંધનાં કારણો કેમ ઊભાં કરો છો? આ ૨૬ લાખનાં મંદિર થયાં ને વીસ-વીસ લાખ પુસ્તકો છપાયાં ને હજી છપાયે જાય છે; આ બધું શા માટે?
ઉત્તરઃ– ભાઈ! મંદિર ને પુસ્તકો ઈત્યાદિ પરદ્રવ્યની ક્રિયા તો જે કાળે થવાની
PDF/HTML Page 2842 of 4199
single page version
હોય તે એના કારણે થાય; અને તે કાળે એને પરદ્રવ્યના આશ્રયવાળો શુભભાવ હોય છે, પણ એ છે બંધનું કારણ. ભગવાનનાં દર્શન કરવાનો ને ભગવાનની વાણી સાંભળવાનો ભાવ શુભભાવ છે, પણ એ બંધસાધક ભાવ છે, એનાથી પુણ્યબંધ થશે પણ ધર્મ નહિ.
લ્યો, આમ સમસ્ત પરદ્રવ્યને બળથી ભિન્ન કરીને ‘निर्भरवहत्–पूर्ण–एक– संविद्–युतं आत्मानं’ –અતિશયપણે વહેતું (-ધારાવાહી) જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને ‘समुपैति’ પામે છે,.... ... ...
અહાહા....! શું કહે છે? કે સર્વ રાગસંતતિને ઉખેડી નાખવાનો ઈચ્છુક પુરુષ સમસ્ત પરદ્રવ્યને બળથી ભિન્ન કરીને અર્થાત્ પરદ્રવ્ય તરફનું પૂર્ણ લક્ષ છોડીને અને પૂરણ સ્વભાવથી ભરેલા પૂર્ણાનંદના નાથનો પૂરણ આશ્રય કરીને, અતિશયપણે વહેતું જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત થયો થકો પોતાના આત્માને પામે છે. અહાહા...! પરનો પૂર્ણ આશ્રય છોડયો એટલે અહીં સ્વસ્વરૂપના પૂર્ણ આશ્રયમાં આવ્યો અને ત્યારે એને પૂરણ આનંદનું વેદન આવ્યું-એમ કહે છે. સમજાણું કાંઈ...? પૂર્ણ પરદ્રવ્ય તરફનો આશ્રય છોડીને પૂરણ સ્વરૂપ ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય કર્યો ત્યાં પર્યાયમાં પૂર્ણ સ્વસંવેદન પ્રગટ થયું, આત્મપ્રાપ્તિ થઈ. લ્યો, આવી વાત બહુ ઝીણી.
ઝીણી વાત છે, પણ આ સત્ય છે. એને જાણવું પડશે. એને જાણ્યા વિના એ અંતર્મુખ થશે શી રીતે? અહા! જેના જ્ઞાનમાં ખોટપ છે એ તો ક્યાંય પર તરફ ભટકશે, સંસારમાં-ચારગતિમાં રઝળી મરશે. અહીં કહે છે-જેને વિકારની સંતતિને ઉખેડી નાખવાની ભાવના છે તે વિકારનું જે નિમિત્ત છે તે સમસ્ત પરદ્રવ્યથી બળથી ખસીને- હઠીને પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માના-સ્વદ્રવ્યના પૂર્ણ આશ્રયમાં આવે છે અને ત્યારે તેને અતિશયપણે વહેતું પૂર્ણ એક સંવેદન-આત્માના આનંદનું પૂરણ ધારાવાહી વેદન પ્રગટ થાય છે. અહા! આવા સંવેદનથી યુક્ત તે પોતાના આત્માને પામે છે. પહેલાં જે પરદ્રવ્યના લક્ષે વિકારને પામતો હતો તે હવે સ્વદ્રવ્યના પૂરણ આશ્રયમાં આવતાં પૂરણ એક સ્વસંવેદન સહિત આત્માને પામે છે. અહા! આવો મારગ! લોકોએ અત્યારે એને વીંખી નાખ્યો છે. રાગમાં રગદોળી નાખ્યો છે.
અહા! ‘પૂરણ એક સંવેદન તેનાથી યુક્ત આત્માને પામે છે.’ સિદ્ધાંત તો જુઓ. ભગવાન પૂર્ણાનંદના નાથને પૂરણ અવલંબતાં પૂરણ એક સ્વસંવેદનની પ્રગટતા સહિત તે આત્માને પામે છે. હવે કહે છે- ‘યેન’ જેથી ‘उन्मूलितबन्धः हषः भगवान् आत्मा’ જેણે કર્મબંધને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા ‘आत्मनि’ પોતામાં જ (-આત્મામાં જ) ‘स्फूर्जति’ સ્ફુરાયમાન થાય છે.
PDF/HTML Page 2843 of 4199
single page version
અહા! જે પૂરણ એક સંવેદન-એનાથી યુક્ત આત્માને પામે છે ત્યારે એણે કર્મને મૂળમાંથી છોડી દીધું છે, ઉખેડી નાખ્યું છે. અહો! પૂર્ણ આનંદના વેદનની દશા! અત્યંત નિર્મળ ને નિર્વિકાર. અહા! સમસ્ત વિકારની સંતતિનો જેમાં નાશ થયો છે એવી પૂરણ આનંદની દશા અદ્ભૂત અલૌકિક છે.
અહા! આવો ધરમ ને આવી રીત! તારા મારગડા બહુ જુદા છે નાથ! અત્યારે તો એ સાંભળવા મળવાય દુર્લભ છે પ્રભુ! અહીં શું કહે છે? કે-જેને આત્માની પૂર્ણ આશ્રયની દશા પ્રગટી એની દશા પૂર્ણ થઈ ગઈ; એને કર્મ પૂર્ણ ઉખડી ગયાં, વિકારની સંતતિ પૂર્ણ નાશ પામી અને પૂર્ણ આનંદના ધારાવાહી સંવેદનની દશા પ્રગટી. અહીં ‘ધારાવાહી’ કીધું ને? એટલે કે નિરંતર એક પછી એક એમ પૂરણ નિર્મળ આનંદની ધારા ચાલી-એમ કહે છે. અહા! જે પૂરણ આનંદની દશા પ્રગટી તે કેવી છે? તો કહે છે- જેવો પૂરણ જ્ઞાનાનંદસ્વભાવ છે એવી પર્યાયમાં પૂરણ જ્ઞાન ને આનંદની પ્રગટતા વાળી છે. જેમ ટકતું તત્ત્વ ત્રિકાળ ધ્રુવ છે તેમ તેના આશ્રયે ટકતી દશા ધારાવાહી ધ્રુવ-કાયમ છે. સમજાણું કાંઈ....? ભાષા તો સાદી છે; ભાવ તો જે છે તે છે.
અહાહા...! આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન પ્રભુ અંદર સ્વભાવે સિદ્ધ સમાન જ છે. અને ‘अतति गच्छति इति आत्मा’ – જે જ્ઞાન ને આનંદના સ્વભાવે પરિણમે તે આત્મા છે, પણ રાગ ને વ્યવહારમાં પરિણમે તે આત્મા નહિ. જેવો પૂરણ સ્વભાવ છે તે ભાવરૂપ પૂરણ પરિણમે તે આત્મા. તેથી પૂરણનો પૂરણ આશ્રય કરીને, જેમાં પૂરણ કર્મનો નાશ થઈ ગયો છે એવા પૂરણ આનંદને વેદે ત્યારે તે પૂરણને પામે છે; અને તે આત્મોપલબ્ધિ છે.
અહી કહે છે-એવો આ ભગવાન આત્મા પોતામાં જ સ્ફુરાયમાન થાય છે.’ લ્યો, ‘ભગવાન આત્મા’ - એને ભગવાન કહીએ ત્યાં લોકો રાડ પાડી જાય છે. પણ બાપુ! એ અંદર ભગવાનસ્વરૂપ જ છે. ભગ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મીવાળો આત્મા ભગવાનસ્વરૂપ જ છે. ભગ નામ લક્ષ્મી-તે આ ધન-લક્ષ્મી નહિ. એ લક્ષ્મીવાળા ધૂળવાળા તો બિચારા ભિખારા છે. લાવો, લાવો, લાવો-એમ નિરંતર તેઓ તૃષ્ણારૂપી અગ્નિથી બિચારા બળી રહ્યા છે. અહીં આ ભગવાન તો જ્ઞાનાનંદરૂપ લક્ષ્મીનો ભંડાર એકલી શાંતિ-શાંતિ-શાંતિનો રસકંદ છે. અહા! આવો અપાર મહિમાવંત આત્મા-કે જેને મૂળમાંથી કર્મ ઉખડી ગયાં છે ને પૂરણ આનંદનું વેદન પ્રગટ થયું છે-તે પોતામાં જ સ્ફુરાયમાન થાય છે. અહો! શું અપાર અલૌકિક એનો મહિમા! ભગવાન સર્વજ્ઞની વાણીમાં પણ એનો પૂરણ મહિમા ન આવી શક્યો એવી એ અદ્ભુત ચીજ છે. શ્રીમદે કહ્યું છે ને કે-
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
PDF/HTML Page 2844 of 4199
single page version
અહાહા...! આવો ભગવાન આત્મા જેણે કર્મને મૂળથી ઉખેડી નાખ્યાં છે તે પોતામાં જ સ્ફુરાયમાન-પ્રગટ થાય છે. શક્તિરૂપે હતો તે પર્યાયમાં પ્રગટ થાય છે. અહાહા....! એકલા અમૃતથી કળશ ભર્યો છે. સ્ફુરાયમાન થાય છે એટલે શું? કે પૂરણ સ્વભાવનો પૂરણ આશ્રય લઈને, પૂરણ કર્મને પૂરણ ઉખેડી નાખીને પર્યાયમાં પૂરણ આનંદ સહિત પ્રગટ થાય છે. શક્તિરૂપે હતો તે વ્યક્તિરૂપે પર્યાયમાં પૂરણ પ્રગટ થાય છે. લ્યો, આ અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયનું અબંધદશારૂપ ફળ છે.
‘પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું જાણી....’ શું કીધું? કે આત્મા ત્રિકાળી શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ સ્વવસ્તુ છે. અને એ સિવાયની જગતની સર્વ ચીજ-શરીર, મન, વાણી, કર્મ, ધંધો-વેપાર-નોકરી, મકાન- મહેલ-હજીરા, દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ-પરવસ્તુ છે. એ પરદ્રવ્યને ને પોતાના વિકારને, કહે છે, નિમિત્ત-નૈમિત્તિકપણું છે. એટલે શું? કે પરદ્રવ્ય તે નિમિત્ત છે અને એના લક્ષે પોતે પરિણમે ત્યાં વિકાર થાય છે તે નૈમિત્તિક છે. ભાઈ! ચાહે સાક્ષાત્ તીર્થંકર પરમાત્માની સ્તુતિમાં ઊભો હોય તોય તે સ્તુતિનો ભાવ પરલક્ષે થયેલો વિકાર છે, ધર્મ નહિ.
લ્યો, એમ જાણી ‘સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં-ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે અને.....’
અહા! સમસ્ત પરદ્રવ્ય-દેવ-ગુરુ-શાસ્ત્ર સુદ્ધાં બધાંય-મારાથી ભિન્ન છે એમ વિવેક-ભેદજ્ઞાન કરીને પરદ્રવ્યથી લક્ષ હઠાવી લેવું એનું નામ પરદ્રવ્યને ભિન્ન કરવું- ત્યાગવું છે. શું કીધું? શુદ્ધ આનંદકંદ પ્રભુ પોતે સ્વતત્ત્વ છે, એની પર્યાયમાં જેટલા પુણ્ય- પાપના ભાવ થાય તે બધા નૈમિત્તિક ભાવ નિમિત્ત-પરદ્રવ્યના લક્ષે થયા છે. હવે જ્યારે પરદ્રવ્ય ને તેના લક્ષે થતો વિકાર-એ બેયનું લક્ષ છોડી દે ત્યારે એણે પરદ્રવ્યનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– કહેવામાં આવે છે તો ખરેખર શું છે? ઉત્તરઃ– ખરેખર તો એને પરનો સદા ત્યાગ જ છે, અર્થાત્ આત્મા પરથી રહિત જ છે. એણે પરને કદી પોતાનામાં ગ્રહ્યા જ નથી તો ત્યાગની વાત જ ક્યાં રહે છે? આત્મામાં પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. વાસ્તવમાં અનાદિથી એ પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપને ભૂલીને, પરવસ્તુ જે નિકટ ઉપસ્થિત છે તેનું લક્ષ કરીને તેના આશ્રયે પરિણમે છે અને તેથી તેને પુણ્ય-પાપના ભાવરૂપ વિકાર જ થયા કરે છે. હવે જ્યારે તે પરનું લક્ષ છોડી પરનો આશ્રય છોડે છે તો તે નૈમિત્તિક વિકારને પણ છોડે છે અને ત્યારે એણે પરદ્રવ્યનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. બાકી એક વસ્તુમાં
PDF/HTML Page 2845 of 4199
single page version
બીજી વસ્તુ જાય એમ ત્રણકાળમાં બની શકે નહિ, કેમકે એકમાં બીજીનો અભાવ છે. જો એમ ન હોય તો બધું એક થઈ જાય. સમજાણું કાંઈ.....?
જ્યારે તે સ્વદ્રવ્યના આશ્રયમાં આવે ત્યારે જેટલે દરજ્જે તે પરદ્રવ્યનો આશ્રય છોડે છે તેટલો તેને સ્વનો આશ્રય થાય છે અને તેટલે દરજ્જે તેને રાગાદિ કર્મ કપાઈ જાય છે. જ્યારે તે પૂરણ પરદ્રવ્યનો આશ્રય છોડે છે ત્યારે તેને સ્વદ્રવ્યનો પૂરણ આશ્રય થાય છે અને ત્યારે એને સમસ્ત રાગાદિની સંતતિ કપાઈ જાય છે. લ્યો, આવી ધર્મની વાતુ બહુ ઝીણી બાપુ! લોકો તો કાંઈક ને કાંઈક કલ્પીને બેઠા છે. (એમ કે શુભ કરતાં કરતાં શુદ્ધ થાય).
પણ ભાઈ! ‘पूयादिसु वयसहियं...’ ઈત્યાદિ ભાવપાહુડની ગાથામાં આચાર્ય કુંદકુંદ શું કહે છે? કે તીર્થંકર ભગવાનની મૂર્તિ હોય કે સાક્ષાત્ ભગવાન બિરાજતા હોય, તેમની પૂજા આદિનો ભાવ કે પાંચમહાવ્રતાદિના પાલનનો ભાવ પુણ્ય છે, ધર્મ નહિ. ત્યાં ‘પૂજા આદિ’ શબ્દ કહીને પરદ્રવ્યની પૂજા, ભક્તિ, સ્તુતિ, વંદના, નમસ્કાર, નામસ્મરણ, વૈયાવૃત્ય વગેરેનો શુભભાવ છે એ પુણ્ય છે, ધર્મ નહિ-એમ આચાર્યદેવ કહે છે. લોકોને બિચારાઓને ક્યાં ખબર છે કાંઈ? એ તો આંધળે-બહેરા કુટાયે જાય છે.
શું થાય? રળવું, કમાવું ને ખાવું-એમ બિચારા સલવાઈ ગયા છે. સંસારના કામ આડે નવરા પડે તો તત્ત્વાભ્યાસ કરે ને? પણ ભાઈ! આ જીવન (-અવસર) જાય છે હોં.
પ્રશ્નઃ– ખાવા રોટલા તો જોઈએ ને? ઉત્તરઃ– અહા! એ આયુષ્ય લઈને આવ્યો છે તે એને રોટલા નહિ મળે? (અને આયુ નહિ હોય તો રોટલા શું કરશે?)
પ્રશ્નઃ– પણ એ ધંધોય લઈને આવ્યો છે ને? ઉત્તરઃ– ના, એ ધંધો લઈને આવ્યો નથી. બહારમાં એને જે ધંધો ચાલે છે એ તો એના (ધંધાના) કારણે ચાલે છે; એ પરવસ્તુને કરે કોણ? શું આત્મા કરે? કદી ન કરે. અને ધંધાના લક્ષે એ અનેક અશુભ ભાવ કરે છે એ એનો વિપરીત પુરુષાર્થ છે અને તે નવીન છે, સંસાર-પરિભ્રમણનું કારણ છે. બાપુ! આ શરીરનું તું કાંઈ ન કરી શકે ત્યાં ધંધાનું શું કરે? જો ને, શરીરમાં પક્ષઘાત થાય તો તેને હલાવી શકે છે? એને પક્ષઘાત થતો રોકી શકે છે? બાપુ! એ તો જડ માટી ભાઈ! એ ભગવાન આત્માથી સદાય ભિન્ન વસ્તુ છે; એનું તું કરે શું? છતાં અરે! એને અનાદિનું આવું અભિમાન!
એને અહીં કહે છે કે જ્યારે તે સમસ્ત પરનું લક્ષ છોડે છે ત્યારે પરના સંબંધે થતા રાગાદિ ભાવોને પણ છોડે છે અર્થાત્ રાગાદિની સંતતિ એને કપાઈ જાય છે.
PDF/HTML Page 2846 of 4199
single page version
‘અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે.’
‘પોતાનો જ અનુભવ કરતો થકો’ -એમ કહ્યું ને? મતલબ કે જ્યારે સર્વ પરદ્રવ્યથી હઠી શુદ્ધ એક જ્ઞાનાનંદઘન પ્રભુ આત્મામાં એકાગ્ર થઈ એના જ ધ્યાનમાં રહે છે ત્યારે ધર્મ થાય છે અને કર્મ કપાય છે. લ્યો, આ પ્રમાણે કર્મ બંધનને કાપી પોતે પોતામાં જ પ્રકાશે છે. અહા! જેવો અંદર ચૈતન્યસ્વભાવ છે તેવો સ્વદ્રવ્યના ધ્યાનમાં જતાં પર્યાયમાં પ્રગટ પ્રકાશે છે.
લ્યો, આમાં હવે કાંઈ મોં-માથું હાથમાં આવે નહિ (સમજાય નહિ) એટલે કહે કે-ઈશ્વરને યાદ કરો, ઈશ્વરની ભક્તિ-પૂજા કરો ને ઈશ્વરનું ધ્યાન ધરો એટલે કર્મ કપાઈ જશે.
પણ ભાઈ! તું પોતે જ અંદર ઈશ્વર છો કે નહિ? તારું સ્વરૂપ જ ભગવાન! ઈશ્વર છે. તેમાં એકાગ્ર થઈને તેને જ ભજ ને; તેનું જ ધ્યાન કર ને પ્રભુ! જેને તું ઈશ્વર કહે છે એ તો પરદ્રવ્ય છે; એનું લક્ષ કરવા જઈશ તો તું તારા સ્વરૂપમાંથી ખસી જઈશ અને સ્વરૂપથી ખસી જઈશ એટલે પરના લક્ષે તને રાગ જ થશે. ભલે પુણ્ય થાય તોય એ રાગ જ છે, ધર્મ નહિ. સમજાણું કાંઈ.....?
અહા! ધર્મને નામે લોકોએ માર્ગ વીંખી નાખ્યો છે. એમને એટલી ગરજેય ક્યાં છે? સત્યને ખોજવાની એને ક્યાં પડી છે? એ તો વેપાર-ધંધાની ખોજ કરે કે ક્યાંથી માલ સસ્તો મળે? ને કેમ વધારે નફો થાય? નોકરીમાં કોણ વધારે પગાર આપે? -આ એમ બધી રખડવાની ખોજું કરે પણ પોતે અંદર જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે એને ખોજતો નથી. અહીં કહે છે-એની ખોજમાં જાય તો પરનાં લક્ષ છૂટી જાય ને પરનાં લક્ષ છૂટી જાય તો એને આત્માનુભવ થાય, અંદર જ્ઞાન ને આનંદની અનુપમ દશા પ્રગટ થાય. અહા! સ્વાનુભવમાં આવતાં તે કર્મબંધનને કાપીને પોતે પોતામાં જ પ્રકાશવા લાગે છે, અર્થાત્ પોતે પર્યાયમાં-વ્યક્ત પ્રગટ દશામાં-જ્ઞાનાનંદરૂપ થઈ જાય છે.
‘માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો.’
અહાહા....! જુઓ આ ઉપદેશ! એમ કે ભગવાન! તારી વર્તમાન દશામાં અહિત છે. પરદ્રવ્ય ને પરદ્રવ્યના લક્ષે થતા ભાવથી તું સંતુષ્ટ થાય ને તેમાં સ્વામીપણું કરે એ તારું અહિત છે પ્રભુ! માટે જો તને હિતની-કલ્યાણની-સુખની ભાવના છે તો અંદર સુખધામ પ્રભુ આત્મા છે તેમાં જા; સમસ્ત પરદ્રવ્યના વલણથી છૂટી સ્વદ્રવ્યના વલણમાં જા. અહાહા....! તારું સ્વદ્રવ્ય પ્રભુ! એકલા જ્ઞાન ને આનંદથી ભરેલું છે. તું જ્ઞાનાનંદનો દરિયો છો ને નાથ! માટે તેમાં જઈ ત્યાં જ અંતર્નિમગ્ન
PDF/HTML Page 2847 of 4199
single page version
થા. એમ કરતાં સર્વ અહિતનો નાશ થઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ નિરાકુળ આનંદ ને શાંતિની દશા પ્રગટ થશે; અને એ જ હિત છે.
પરથી ખસીને સ્વના આશ્રયમાં જવું ને રહેવું-આ એક જ હિતનો-મોક્ષનો પંથ છે. બાકી પરના લક્ષે દયા, દાન, ભક્તિ ઈત્યાદિના પરિણામ કોઈ (કર્તા થઈને) કરે એનાથી તો ભવપરંપરા મળે, ચારગતિમાં પરિભ્રમણ થાય. ધર્મીને પૂરણ વીતરાગતા ન થાય ત્યાં સુધી આવા પુણ્યભાવ આવે છે. આવ્યા વિના રહેતા નથી; પણ તેને તે બંધસાધક જ માને છે અને અંતરના ઉગ્ર-અતિ ઉગ્ર આશ્રય દ્વારા એને તે ક્રમશઃ ખતમ કરી દઈ પૂરણ આનંદની દશાને પ્રાપ્ત કરી લે છે. આવો મારગ છે.
હવે બંધ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે જ્ઞાનના મહિમાના અર્થનું કળશ કાવ્ય કહે છેઃ-
‘कारणानां रागादीनां उदयं’ – બંધના કારણરૂપ જે રાગાદિક (રાગાદિભાવો) તેમના ઉદયને ‘अदयम्’ નિર્દય રીતે (અર્થાત્ ઉગ્ર પુરુષાર્થથી) ‘दारयत्’ વિદારતી થકી,.... .... .... ..
જુઓ, આ લોકોત્તર માર્ગ કહે છે. શું કહે છે? કે બંધના કારણરૂપ જે અનાદિથી રાગદ્વેષમોહના ભાવો છે તેનો, આત્માના અતિ ઉગ્ર આશ્રય વડે નાશ કરી દે છે. લ્યો, હવે રાગાદિ શું છે એય લોકોને સમજવું મુશ્કેલ પડે છે. આ બીજાનું આમ ભલું કરી દઉં, જગતનું કલ્યાણ કરી દઉં ને જગતના સુખના પંથે દોરી જઉં ઈત્યાદિ જે ભાવ છે એ બધા બંધના કારણરૂપ રાગાદિભાવ છે. અહા! પુણ્ય ને પાપના બધાય ભાવ બંધના કારણરૂપ રાગાદિભાવ છે. તેમના ઉદયને સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી નિર્દય રીતે નાશ કરે છે. નાશ કરે છે એટલે શું? કે પોતે પોતાના શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવમાં સંલગ્ન રહે છે તો રાગ ઉત્પન્ન જ થતો નથી એને રાગનો નિર્દય રીતે નાશ કરે છે એમ કહેવાય છે. અહાહા....! અંદર નિર્દોષ નિર્વિકાર ચિન્મૂર્તિ પ્રભુ આત્મા વિરાજે છે તેનો આશ્રય લેતાં નિર્દોષ, નિર્વિકાર દશા થાય ને સદોષ દશા જાય એને સદોષનો નાશ કરે છે એમ કહેવામાં આવે છે.
લોકો તો બાયડી, ધંધા વગેરેના રાગને જ રાગ સમજે છે. પણ ભાઈ! આ દયા, દાન, ભક્તિ, પૂજા ને અહિંસાદિ વ્રતના પરિણામ-એય બધો રાગ જ છે, એ કાંઈ શુદ્ધ ચૈતન્યના પરિણામ નથી. અહાહા...! ચૈતન્યપ્રકાશનું પૂર, ચૈતન્યજ્યોતિસ્વરૂપ પ્રભુ આત્મા અંદર ઝળહળ ઝળહળ પ્રકાશે છે. એમાં આ શુભાશુભ પુણ્ય-પાપના ભાવ ક્યાં છે! અહા! પણ આવી વાત એને-રાંકને બેસે નહિ, હવે એક બે બીડી સરખી પીવે ત્યારે તો ભાઈ સા’બને દસ્ત ઉતરે ને કપ બે કપ ચા પીવે ત્યારે મગજ ઠેકાણે આવે
PDF/HTML Page 2848 of 4199
single page version
-આવાં તો જેનાં અપલખ્ખણ છે એને કહીએ કે-ભગવાન! તું ચિન્માત્રજ્યોતિસ્વરૂપ પૂરણ આનંદનો નાથ છો, ને આ વિકાર ઉત્પન્ન થાય તે તારું સ્વરૂપ નથી; પણ એને એ કેમ બેસે? બેસે કે ન બેસે, ભગવાન! તું સચ્ચિદાનંદસ્વરૂપ શાશ્વત ચૈતન્ય ને આનંદનું ધામ છો.
અહા! આવા પોતાના સ્વરૂપનો આશ્રય લઈને પર તરફથી ખસી જાય છે ત્યારે તેને રાગદ્વેષમોહ ઉદય પામતા નથી તો એણે રાગાદિનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. અહા! આવા પોતાના સ્વરૂપમાં ધ્યાનારૂઢ થઈને આઠ આઠ વર્ષના બાળકો પણ કેવળજ્ઞાન પામીને મોક્ષ પધાર્યા છે. અહા! આવી જ પોતાની શક્તિ છે, પણ શું થાય? એણે કદી પરવા જ કરી નથી. પરના મહિમા આડે એને પોતાનો મહિમા ભાસ્યો નથી. બહારમાં દેવ-ગુરુનો મહિમા કરે, પણ એમાં શું છે? એ તો રાગ છે ભાઈ! બંધનું કારણ છે. અહીં કહે છે-બંધનું કારણ એવા રાગાદિના ઉદયને આશ્રયના ઉગ્ર પુરુષાર્થથી વિદારતી થકી જ્ઞાનજ્યોત પ્રગટ થાય છે. જુઓ આ ધર્મ!
અહાહા.....! એક જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનનો ભંડાર પ્રભુ આત્મા છે. જ્ઞાન એટલે આ વકીલાત ને દાકતરીનાં જ્ઞાન એ નહિ; એ તો બધાં લૌકિક કુજ્ઞાન છે. અને પાંચ-પચીસ હજારના પગાર મળે એ પૈસા બધા જડ-ધૂળ છે. જેને જ્ઞાન નથી એ અચેતન-જડ છે. જુઓ, આ શરીર છે એને ખબર છે કે હું શરીર છું? ના. બાપુ! એ તો જડ માટી-ધૂળ છે. જાણનારો તો અંદર ચૈતન્યપ્રકાશનો પુંજ ભિન્ન છે, અને આ શરીર તો જડ પરમાણુનો ઢગલો છે. જુઓ, ધૂળમાંથી ઘઉં થયા, ને ઘઉંમાંથી રોટલી થઈ ને રોટલીમાંથી આ માંસ, લોહી આદિ થયા. બાપુ! આ તો બધા પરમાણુઓની દશાઓ પરમાણુ પોતે કાયમ રહીને સ્વતંત્ર બદલ્યા કરે. આત્મા એનું શું કરે? કાંઈ નહિ. પણ એનું લક્ષ કરે તો એને પર્યાયમાં રાગાદિ વિકાર થાય છે.
અરે! એણે અનંતકાળના પ્રવાહમાં પૂર્વે કોઈદિ’ પરથી-શરીરાદિથી ભિન્ન પડી એક જ્ઞાન જ જેનું સ્વરૂપ છે એવા આત્માનું ભાન કર્યું નથી. પરંતુ જે કોઈ પરના પડખેથી હઠી સ્વદ્રવ્યના પડખે આવે છે, સ્વદ્રવ્યના આશ્રયમાં આવે છે તેને પરદ્રવ્ય તરફના આશ્રયનો અભાવ થવાથી પરના નિમિત્તે થતા વિકારનો અભાવ થાય છે, અને સ્વદ્રવ્યના વલણવાળી-આશ્રયવાળી નિર્મળ વીતરાગી નિર્વિકાર પરિણતિ પ્રગટ થાય છે અને એ ધર્મ છે. બાકી બધું થોથેથોથાં છે. કોઈ બીજી રીતે ધર્મ માને ને લાખોનાં દાન કરે ને જીવદયા પાળે પણ એ બધો સંસાર છે, અધર્મભાવ છે. અહીં તો જેટલે દરજ્જે પરદ્રવ્યથી ખસે તેટલે દરજ્જે સ્વદ્રવ્યમાં આવે ને તેટલી એને ધર્મ પરિણતિ પ્રગટે છે એમ વાત છે. શું કરતી ધર્મ પરિણતિ પ્રગટે છે? તો કહે છે-
‘कार्य विविधं बन्धं’ તે રાગાદિના કાર્યરૂપ (જ્ઞાનાવરણાદિ) અનેક પ્રકારના બંધને ‘अधुना’ હમણાં ‘सद्यः एव’ તત્કાળ જ ‘पणुद्य’ દૂર કરીને,.....
PDF/HTML Page 2849 of 4199
single page version
શું કહે છે? કે પરના લક્ષે થતા એ પુણ્ય-પાપના કાર્યને-નૈમિત્તિક બંધને ભગવાન આત્મા સ્વસ્વરૂપના આશ્રયે તત્કાળ જ દૂર કરી નાખે છે. ‘તત્કાળ જ’ એટલે શું? કે જેમ જે સમયે પ્રકાશ થાય તે જ સમયે અંધારૂં જાય અને જે સમયે અંધારૂં જાય તે જ સમયે પ્રકાશ થાય; બન્નેને કાળભેદ નથી, અંધારૂં જવાનો ને પ્રકાશ થવાનો એક જ કાળ છે; તેમ ભગવાન આત્મા જે સમયે પરનું લક્ષ છોડીને પર તરફના ઝુકાવના પુણ્ય-પાપના ભાવ છોડે છે તે જ સમયે સ્વભાવના લક્ષમાં આવે છે ને સ્વના આશ્રયવાળી નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે અને તે જ સમયે વિભાવ-વિકારનું કાર્ય જે બંધ તે દૂર થઈ જાય છે. આત્મામાં સ્થિર થવું ને વિકાર ને વિકારના કાર્યનો અભાવ થવો એ બન્નેનો કાળ એક જ છે.
પ્રશ્નઃ– હવે આમાં શું કરવું? પૈસાનો સદુપયોગ કરવો કે શરીરનો સદુપયોગ કરવો-એવું કાંઈ તો આમાં આવતું નથી.
ઉત્તરઃ– અરે, સાંભળને ભાઈ! તું પરનું શું કરી શકે છે? કાંઈ જ નહિ. આ શરીર તો જડ માટી-ધૂળ છે, ને પૈસાય ધૂળ છે. એનો સદુપયોગ તું શું કરે? જે તારાથી ભિન્ન છે એનું તું શું કરે? દાન દેવાનો ભાવ હોય તો પુણ્ય થાય, અને એમાંય માનની-મોટપની અધિકતા હોય તો પાપ બાંધે. એક ભગવાન આત્મા પોતે સ્વ તેના આશ્રયે જ ધર્મ થાય અને સ્વ-આશ્રય કરવો ને પર-આશ્રય છોડવો એ જ કર્તવ્ય છે. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-રાગાદિકના કાર્યરૂપ અનેક પ્રકારના બંધને દૂર કરીને ‘एतत् ज्ञानज्योतः આ જ્ઞાનજ્યોતિ- ‘क्षपिततिमिरं’ કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે- ‘साधु’ સારી રીતે ‘सन्नद्धम्’ સજ્જ થઈ,... ...
અહાહા...! એકલા જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનના પ્રકાશનું પૂર જ્ઞાનજ્યોતિસ્વરૂપ પ્રભુ અંદર પોતે છે તેમાં એકાગ્ર થતાં તે તત્કાળ પર્યાયમાં પ્રગટ થાય છે. હવે આને ધર્મ કહેવો માણસને (ક્રિયાકાંડીને) ભારે પડે છે. પણ ભાઈ! આત્મા છે એનો સ્વભાવ જ જ્ઞાન છે. જેમ ગળપણ ગોળનો સ્વભાવ છે તેમ ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે. અહાહા...! જાણવું એ એનો સ્વભાવ છે, પણ રાગ કરવો એ એનો સ્વભાવ નથી. તેમ જાણવું એ રાગનો સ્વભાવ નથી. રાગ તો જડ અજ્ઞાનભાવ છે ભાઈ! આ બધા ક્રિયાકાંડ જડ અજ્ઞાનભાવ છે, આંધળા છે. અહાહા...! એ અજ્ઞાનરૂપી તિમિરનો નાશ કરી જ્ઞાનજ્યોતિ અંદરમાં પ્રગટ થાય છે. એટલે શું? કે જ્ઞાનજ્યોતિ પ્રગટતાં આ ક્રિયાકાંડ મારા ને ભલા એવો અજ્ઞાનભાવ નાશ પામી જાય છે.
અહા! અજ્ઞાનીએ અનાદિથી રાગ ને જ્ઞાન એક માન્યાં છે તે એની ભ્રમણા ને
PDF/HTML Page 2850 of 4199
single page version
અજ્ઞાન છે. અહીં કહે છે એ અજ્ઞાનનો નાશ કરતી સમ્યક્ પ્રકારે જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. અહાહા...! પોતે રાગ વગરની ચીજ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્મા છે. તે પરથી હઠી અંદર સ્વસ્વરૂપમાં જાય છે ત્યારે સ્વને સ્વ-જ્ઞાનસ્વરૂપ જાણે છે ને રાગને આંધળો અજ્ઞાનમય પર જાણે છે. આ પ્રમાણે સ્વપરની વહેંચણી કરતું સ્વપરપ્રકાશક જ્ઞાન જે શક્તિરૂપે અંદર છે તે પર્યાયમાં પ્રગટ થાય છે. આ મોક્ષનો મારગ અને આ ધર્મ છે. અહો! રાગથી ભિન્ન પડીને જ્ઞાન જ્ઞાનમાં આવ્યું ને સ્થિર થયું તે ધર્મ છે. આવી વાત છે!
અહા! તે જ્ઞાનજ્યોતિ સારી રીતે કેવી સજ્જ થઈ? તો કહે છે- ‘तद्–वत् यद– वत’ એવી રીતે સજ્જ થઈ કે ‘अस्य प्रसरम् अपरः कः अपि न आवृणोति’ તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહિ.
અહાહા...! જ્ઞાનનો પ્રકાશ જ્ઞાનસૂર્ય પ્રભુ આત્મા છે. શું કીધું? કે આત્મા જ્ઞાનસૂર્ય છે. આ સૂર્યનો પ્રકાશ તો જડ આંધળો છે. એને ખબરેય નથી કે હું પ્રકાશ છું. પણ આ સ્વ અને પરને પ્રકાશનારો જ્ઞાનપ્રકાશ ભગવાન જ્ઞાનસૂર્યમાં એકાગ્ર થઈ જ્યાં ઝગમગ- ઝગમગ પ્રગટ થયો ત્યાં એ જ્ઞાનપ્રકાશના ફેલાવને હવે કહે છે, કોઈ રોકી શકે નહિ. પહેલાં જ્ઞાનને રાગ ને પુણ્યમાં રોકીને એમ માનતો હતો કે આ (રાગ ને પુણ્ય) હું છું. એનાથી મને લાભ છે. પણ હવે એ અજ્ઞાન જ જ્યાં છૂટી ગયું, રાગથી જ્યાં ભિન્ન પડી ગયો ત્યાં જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થયું અને ત્યારે જે જ્ઞાનજ્યોતિ પોતાથી પ્રગટ થઈ તેના ફેલાવને હવે કોઈ આવરણ કરનારૂં નથી એમ કહે છે; અર્થાત્ તે આખા લોકાલોકને જાણવાના સામર્થ્ય સહિત પ્રગટ થઈ છે. આવી વાત છે!
અનાદિથી એને રાગાદિ-પુણ્ય-પાપના ભાવોમાં મારાપણું હતું તે અજ્ઞાનરૂપી અંધકાર હતો. પણ હવે જ્યારે રાગરહિત ભગવાન ચૈતન્યબિંબમાં સ્વામિત્વ કરીને એકાગ્ર થયો ત્યાં અજ્ઞાન-અંધકાર નાશ પામી ગયો અને અતિ ઉજ્જવળ જ્ઞાનના પ્રકાશ સહિત જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ. અહા! પોતે જ્ઞાનસ્વરૂપી ભગવાન અંદર છે તેનો આશ્રય કરતાં રાગદ્વેષમોહનું અજ્ઞાન નાશ પામી ગયું ને જ્ઞાનની અતિ નિર્મળ નિર્વિકાર પવિત્ર દશા પ્રગટ થઈ. અહા! આનું નામ ધરમ; ને આનાથી જન્મ-મરણ મટે એમ છે; બાકી કરોડોનું દાન કરે, મંદિરો બંધાવે, ઉત્સવો કરે ને ગજરથ કાઢે, પણ એ બધો શુભરાગ છે, બધા બહારના ભપકા છે, એનાથી જન્મ-મરણ ના મટે. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે- અનાદિથી પરવસ્તુમાં સ્વામિત્વપણે લીન હતો; અને તેથી એને રાગદ્વેષમોહ ને બંધન થતાં હતાં. પણ પરથી ખસીને હવે જ્યાં અંદર સ્વસ્વરૂપમાં
PDF/HTML Page 2851 of 4199
single page version
-ચિદાનંદ ચિદ્રૂપમાં આવ્યો અને લીન થયો ત્યાં રાગાદિક અજ્ઞાન હઠી ગયું અને અતિ ઉજ્જવળ જ્ઞાનધારા પ્રગટ થઈ. કેવી પ્રગટ થઈ? તો કહે છે-એવી પ્રગટ થઈ કે હવે તેના ફેલાવને કોઈ આવરી શકે નહિ. જેમ સૂર્યના પ્રકાશના ફેલાવને કોઈ (-અંધકાર) રોકી શકે નહિ તેમ સ્વ-આશ્રયે પ્રગટ થયેલી નિર્મળ જ્ઞાનજ્યોતિના ફેલાવને કોઈ રોકી શકે નહિ.
‘જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી, ત્યારે પછી તેને (-જ્ઞાનને) આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે.’
અહાહા...! એક ચૈતન્ય જેનો ભાવ છે એવો પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા છે. એની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ, રાગદ્વેષમોહના ભાવ થાય એ ચૈતન્યભાવથી વિરૂદ્ધ છે. પણ પર-આશ્રયને તજી જ્યારે તે શુદ્ધ ચૈતન્યભાવના આશ્રયમાં આવે છે ત્યારે તેને જ્ઞાનદશા પ્રગટ થાય છે અને ત્યારે તેને રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી. વિકાર નાશ પામતાં તેને નવા કર્મનું બંધન થતું નથી. ત્યારે પછી જ્ઞાનને આવરણ કરનારું-રોકનારું કોઈ રહેતું નથી. તે સદાય પ્રકાશમાન જ રહે છે. અહા! જ્ઞાનજ્યોતિ સદાય એકલી કેવળજ્ઞાન દશારૂપે રહે છે, એને હવે કોઈ રોકનાર નથી. એની પૂર્ણદશા થઈ તેમાં હવે અપૂર્ણતા થતી નથી. આનું નામ ઉત્કૃષ્ટ ધર્મદશા ને મોક્ષ કહેવામાં આવે છે.
* હવેની ટીકા * ‘આ પ્રમાણે બંધ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો’ ભાવાર્થઃ– ‘રંગભૂમિમાં બંધના સ્વાંગે પ્રવેશ કર્યો હતો. હવે જ્યાં જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં તે બંધ સ્વાંગને દૂર કરીને બહાર નીકળી ગયો.’ શું કહ્યું એ? કે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં બંધ રહ્યો નહિ, અબંધતા પ્રગટ થઈ.
હવે પંડિત શ્રી જયચંદજી છંદ કહે છેઃ-
શું કહે છે? કે જો કોઈ પુરુષ ચિકાશવાળા શરીરે-આ તેલ વગેરે શરીરે ચોપડે છે ને? તો તેલ આદિ ચોપડવાથી ચિકાશવાળા શરીરે રજમાં-ધૂળમાં પડે તો તેને રજ-ધૂળ અવશ્ય ચોંટે. આ તો દાખલો આપી સિદ્ધાંત સમજાવે છે.
PDF/HTML Page 2852 of 4199
single page version
તેમ કોઈ મતિહીન એટલે કે હું ત્રિકાળ અબદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એમ ખબર નથી એવો અજ્ઞાની પુરુષ રાગદ્વેષરૂપી ચિકાશ સહિત વિચરે છે-પ્રવર્તે છે તો તેને કર્મરૂપી રજ અવશ્ય ચોંટે છે; તેને અવશ્ય કર્મબંધન થાય છે.
હવે કહે છે-
શું કીધું? કે પોતે ભગવાન આત્મા વાસ્તવિક ચીજ શું છે? ને આ પર્યાયમાં બંધન કેમ છે? ઈત્યાદિનો યથાર્થ ઉપદેશ મળે ત્યારે તે રાગદ્વેષને છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. પહેલાં રાગદ્વેષને ચાટતો હતો તે હવે અતીન્દ્રિય આનંદના સ્વાદને અનુભવે છે, ચાટે છે.
જુઓ, આ શરીર, વાણી, મોસંબી, શેરડી કે સ્ત્રીનું શરીર-ઈત્યાદિનો સ્વાદ તો આત્માને હોય નહિ, કેમકે એ બધા જડ પર પદાર્થો છે. તો શું છે? કે એ બાહ્ય પદાર્થોના લક્ષે જે આ રાગ-દ્વેષ કરે છે તેનો એને સ્વાદ આવે છે. અજ્ઞાની અનાદિથી પરલક્ષે થતાં રાગદ્વેષને ચાટે છે. પણ યથાર્થ ઉપદેશ મળે છે ત્યારે તે રાગદ્વેષના સ્વાદને છોડી દઈ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદને વેદે છે-ચાટે છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
‘નિજ ચાટૈ’ -એમ કીધું ને? એટલે શું? કે અનાદિ સંસારથી માંડીને જ્ઞાન ને આનંદ પોતાનું સ્વરૂપ છે એની એને ખબર નથી. તો પોતાના સ્વરૂપના ભાન વિના પરદ્રવ્યોના લક્ષે તેને પર્યાયમાં નિરંતર રાગદ્વેષરૂપ વિકાર ઊભો થાય છે તેને તે વેદે- અનુભવે છે, ચાટે છે. પણ એ મહા ભયાનક દુઃખનો-ઝેરનો સ્વાદ છે. પણ કોઈ નિકટભવિ જીવ યથાર્થ ઉપદેશને પ્રાપ્ત થઈ પર તરફના વલણને છોડી વિકારના-ઝેરના સ્વાદને છોડી દે છે ત્યારે તેને ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના અમૃતનો સ્વાદ- અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે. ‘નિજ ચાટૈ’ -એ ધર્મ છે.
આ છોકરાં નાનાં આંગળાં નથી ચાટતાં? એ તો એમ કહેવાય બાકી આંગળાં કોણ ચાટે? એ તો જડ પદાર્થ છે; એને આત્મા કેમ ચાટે? પણ જડ તરફનું વલણ કરીને ‘આ ઠીક છે’ -એમ રાગને એ ચાટે છે. અહા! અજ્ઞાની બાળ જીવ શુભ ને અશુભ ભાવ કરીને એને વેદે છે-અનુભવે છે-ચાટે છે.
અહા! અંદર સ્વરૂપમાં જાય તો એકલું ત્યાં અમૃત ભર્યું છે. પણ અજ્ઞાનીને સ્વરૂપની ખબર નથી અને તેથી તે રાગાદિને-ઝેરને જ વેદે છે-અનુભવે છે અને હું સુખી છું એમ માને છે. તો વાસ્તવિક શું છે? અહાહા...! યથાર્થ ઉપદેશને પ્રાપ્ત થઈ કોઈ પરદ્રવ્યના નિમિત્તે થતા નૈમિત્તિક ભાવને-વિકારને છોડીને શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં
PDF/HTML Page 2853 of 4199
single page version
અંતર્લીન થાય છે ત્યારે તેને શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટ થાય છે અને તેમાં તે નિરાકુલ આનંદને વેદે-અનુભવે છે. અહા! આવી નિજાનંદરસલીન દશા તે ‘નિજ ચાટૈ’ ને તે ધર્મ; બાકી આ કરું ને તે કરું-એ બધા વિકલ્પ અધર્મ છે.
હવે કહે છે- ‘નાહિં બંધૈ તબ કર્મસમૂહ’ -અહાહા...! અતીન્દ્રિય આનંદનું દળ ચિદ્ઘન ચિત્પિંડ પ્રભુ આત્માના અનુભવની નિજાનંદરસલીન-એવી દશા થાય છે ત્યારે, કહે છે, કર્મબંધન થતું નથી; નવાં કર્મ બંધાતાં નથી, અને જૂનાં ઝરી જાય છે. આ જુઓ તો ખરા અનુભવની દશા! બનારસીદાસે કહ્યું છે ને કે-
લ્યો, આવું! અનુભવ મોક્ષસ્વરૂપ! હવે વ્યવહાર કરતાં કરતાં કર્મબંધન છૂટે એ ક્યાં રહ્યું? એમ છે જ નહિ.
તો બીજે (પંચાસ્તિકાયમાં) ભિન્ન સાધ્ય-સાધન કહ્યું છે ને? એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે બાપુ! એક કોર સમયસારની ૧૧મી ગાથામાં કહે કે ભૂતાર્થ ત્રિકાળીના આશ્રયે સમ્યગ્દર્શન થાય, આનંદની અનુભૂતિ થાય ને બીજે (પંચાસ્તિકાયમાં) એમ કહે કે રાગને આશ્રયે થાય-તો એ તો વિરોધ થયો. તો ખરેખર શું વિરોધ છે? ના; આત્માના આશ્રયે ધર્મ થાય એ તો નિશ્ચય યથાર્થ અને રાગના આશ્રયે થાય એમ કહે તે વ્યવહાર-ઉપચાર. આમ યથાર્થ સમજતાં વિરોધ મટી જાય છે. આ રીતે અવિરોધ છે.
અહાહા...! આત્મા પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયકભાવસ્વરૂપ ચૈતન્યમહાપ્રભુ અંદર ભગવાનસ્વરૂપે વિરાજે છે. એનાથી ખસી જઈ અજ્ઞાની અનાદિથી પુણ્ય-પાપના ભાવની મીઠાશમાં રહ્યો છે. તેથી તેને મિથ્યાત્વ ને કષાયનું વેદન થાય છે. અહા! એ દુઃખનું વેદન છે અને એ સંસાર છે. સંસાર બીજી શું ચીજ છે? કષાય અને એનું ફળ જે ચાર ગતિ- તેમાં સંસરવું-ભમવું એ જ સંસાર છે. અહીં કહે છે-પુણ્ય-પાપના ભાવને છોડી અંદરમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તેને નવાં કર્મ બંધાતાં નથી.
હવે કહે છે- ‘આપ ગહૈ પરભાવનિ કાટૈ’ - પોતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહે છે, પકડે છે ને પરભાવને-કર્મને છેદી નાખે છે. લ્યો, આમ બંધ અધિકારની પ૧ ગાથાઓનો સંક્ષેપમાં પદ્યદ્વારા જયચંદજીએ સાર કહ્યો.
વાત એમ છે કે અજ્ઞાની જીવને પોતાના આત્માનું આવડું મોટું સ્વરૂપ બેસતું નથી. કોઈક બીજો મોટો ઈશ્વર છે, હજાર હાથવાળો ભગવાન છે એવા ખ્યાલમાં ‘હું મહાન ઈશ્વરસ્વરૂપ જ છું’ - એમ એને બેસતું નથી. પણ ભાઈ! તને તારી મોટપની ખબર નથી. તારી વર્તમાન વર્તતી જે દશાઓ છે એ તો બધી ઉપર
PDF/HTML Page 2854 of 4199
single page version
ઉપરની રમતુ છે. પરંતુ એ પર્યાયોની પાછળ અંદર ત્રિકાળી ધ્રુવતત્ત્વ મહાકસવાળું વિદ્યમાન છે. અહાહા...! જેમાં જ્ઞાનકસ, આનંદકસ, વીર્યકસ ઇત્યાદિ અનંત ગુણનો કસ પૂરણ ભર્યો છે એવું તારું તત્ત્વ નિત્ય વિદ્યમાન છે. અહા! તે અનંતચતુષ્ટયની ઉત્પત્તિનો ગર્ભ છે. અહા! આવી ભગવાન આત્માની અપરિમિત મોટપ છે. અરે! પણ એને એ બેસતું નથી. એને એમ છે કે કોઈ ભગવાન મહાન શિવપદનો દેનારો છે. ભક્તિમાં- સ્તુતિમાં આવે છે ને કે-ભગવાન! અમને શિવપદ દેજો. તો શું ત્યાંથી શિવપદ આવતું હશે? અહીં કહે છે- ‘આપ ગહૈ પરભાવનિ કાટૈ’ . એ બંધ અધિકાર પૂરો થયો, લ્યો.
આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનોનો સાતમો બંધ અધિકાર સમાપ્ત થયો.
PDF/HTML Page 2855 of 4199
single page version
अथ प्रविशति मोक्षः।
नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्।
इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं
परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते।। १८०।।
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે ‘હવે મોક્ષ પ્રવેશ કરે છે’ . જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે, તેથી અધિકારના આદિમાં આચાર્યદેવ સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [इदानीम्] હવે (બંધ પદાર્થ પછી), [प्रज्ञा–क्रकच–दलनात् बन्ध– पुरुषौ द्विधाकृत्य] પ્રજ્ઞારૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા (જુદા જુદા-બે) કરીને, [पुरुषम् उपलम्भ–एक–नियतम्] પુરુષને-કે જે પુરુષ માત્ર *અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને- [साक्षात् मोक्षं नयत्] સાક્ષાત્ મોક્ષ પમાડતું થકું, [पूर्ण ज्ञानं विजयते] પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. કેવું છે તે જ્ઞાન? [उन्मज्जत्– सहज–परम–आनन्द–सरसं] પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ અર્થાત્ રસયુક્ત છે, [परं] ઉત્કૃષ્ટ છે, અને [कृत–सकल–कृत्यं] કરવાયોગ્ય સમસ્ત કાર્યો જેણે કરી લીધાં છે (-જેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી) એવું છે.
ભાવાર્થઃ– જ્ઞાન બંધ-પુરુષને જુદા કરીને, પુરુષને મોક્ષ પમાડતું થકું, પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરીને જયવંત પ્રવર્તે છે. આમ જ્ઞાનનું સર્વોત્કૃષ્ટપણું કહેવું તે જ મંગળવચન છે. ૧૮૦. _________________________________________________________________ * જેટલું સ્વરૂપ-અનુભવન છે તેટલો જ આત્મા છે.
PDF/HTML Page 2856 of 4199
single page version
तिव्वं मंदसहावं कालं च वियाणदे तस्स।। २८८।।
कालेण उ बहुगेण वि ण सो णरो पावदि विमोक्खं।। २८९।।
इय कम्मबंधणाणं एदेसठिइपयडिमेवमणुभागं।
जाणंतो वि ण मुच्चदि मुच्चदि सो चेव जदि सुद्धो।। २९०।।
तीव्रमन्दस्वभावं कालं च विजानाति तस्य।। २८८।।
कालेन तु बहुकेनापि न स नरः प्राप्नोति विमोक्षम्।। २८९।।
इति कर्मबन्धनानां प्रदेशस्थितिप्रकृतिमेवमनुभागम्।
जानन्नपि न मुच्यते मुच्यते स चैव यदि शुद्धः।। २९०।।
હવે, મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો, જે જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી-એમ કહે છેઃ-
તે તીવ્ર–મંદ સ્વભાવ તેમ જ કાળ જાણે બંધનો, ૨૮૮.
પણ જો કરે નહિ છેદ તો ન મુકાય, બંધનવશ રહે,
ને કાળ બહુયે જાય તોપણ મુક્ત તે નર નહિ બને; ૨૮૯.
ત્યમ કર્મબંધનનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને
જાણે છતાં ન મુકાય જીવ, જો શુદ્ધ તો જ મુકાય છે. ૨૯૦.
ગાથાર્થઃ– [यथा नाम] જેવી રીતે [बन्धनके] બંધનમાં [चिरकालप्रतिबद्धः] ઘણા કાળથી બંધાયેલો [कश्चित् पुरुषः] કોઈ પુરુષ [तस्य] તે બંધનના [तीव्रमन्दस्वभावं]
PDF/HTML Page 2857 of 4199
single page version
તીવ્ર-મંદ (આકરા-ઢીલા) સ્વભાવને [कालं च] અને કાળને (અર્થાત્ આ બંધન આટલા કાળથી છે એમ) [विजानाति] જાણે છે, [यदि] પરંતુ જો [न अपि छेदं करोति] તે બંધનને પોતે કાપતો નથી [तेन न मुच्यते] તો તેનાથી છૂટતો નથી [तु] અને [बन्धनवशः सन्] બંધનવશ રહેતો થકો [बहुकेन अपि कालेन] ઘણા કાળે પણ [सः नरः] તે પુરુષ [विमोक्षम् न प्राप्नोति] બંધનથી છૂટવારૂપ મોક્ષને પામતો નથી; [इति] તેવી રીતે જીવ [कर्मबन्धनानां] કર્મ-બંધનોનાં [प्रदेशस्थितिप्रकृतिम् एवम् अनुभागम्] પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને [जानन् अपि] જાણતાં છતાં પણ [न मुच्यते] (કર્મબંધથી) છૂટતો નથી, [च यदि सः एव शुद्धः] પરંતુ જો પોતે (રાગાદિને દૂર કરી) શુદ્ધ થાય [मुच्यते] તો જ છૂટે છે.
ટીકાઃ– આત્મા અને બંધનું દ્વિધાકરણ (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા) તે મોક્ષ છે. ‘બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ છે (અર્થાત્ બંધના સ્વરૂપને જાણવામાત્રથી જ મોક્ષ થાય છે)’ એમ કેટલાક કહે છે, તે અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી (-આ કથનથી), જેઓ કર્મબંધના પ્રપંચની (-વિસ્તારની) રચનાના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને ઉત્થાપવામાં આવે છે.
ભાવાર્થઃ– બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવામાત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે.
વચનિકાકાર શ્રી જયચંદજી મંગલાચરણ કરે છેઃ-
નમું સિદ્ધ પરમાતમા, કરું ધ્યાન અમલાન.
અહાહા...! શું કહે છે? કે જેટલા સિદ્ધ પરમાત્મા થયા તે બધાય સમસ્ત કર્મનો નાશ કરીને થયા છે. અહા! તેઓ સમસ્ત દુઃખનો સંપૂર્ણ નાશ કરીને પરિપૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત થયા છે. તે સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરીને અમ્લાન એટલે નિર્મળ નિર્વિકાર નિજ આત્માનું ધ્યાન કરું છું. અહા! અંદરમાં સિદ્ધ સમાન શુદ્ધ નિશ્ચય આત્મદ્રવ્યનું ધ્યાન કરું છું ને બહારમાં ભગવાન સિદ્ધનું ધ્યાન કરું છું. લ્યો, આવી વાત છે!
PDF/HTML Page 2858 of 4199
single page version
હવે, પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કેઃ- ‘હવે મોક્ષ પ્રવેશ કરે છે.’ મોક્ષ એ પર્યાય છે; એ ત્રિકાળી વસ્તુ નથી. જેમ સંસાર વિકારી ભેખ છે, ને મોક્ષમાર્ગ અંશે નિર્મળ ભેખ છે તેમ મોક્ષ છે એ પૂરણ આનંદની દશાનો ભેખ છે. જેટલી કોઈ નવી નવી અવસ્થાઓ થાય છે તે બધા ભેખ-સ્વાંગ છે. મોક્ષ એક સ્વાંગ છે. અને કાયમ રહેનારું તત્ત્વ તો ત્રિકાળી એક ધ્રુવ ચિન્માત્રસ્વરૂપ પ્રભુ આત્મા છે.
જેમ નૃત્યના અખાડામાં-નાટકમાં સ્વાંગ એટલે નાટક કરનારો પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષ તત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે. શું કીધું? કે શુદ્ધ ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાન આસ્રવ, બંધ, સંવર, નિર્જરા મોક્ષ આદિ બધા ભેખોને-સ્વાંગોને જાણે છે. આગળ ગાથા ૩ર૦માં લેશે કે જ્ઞાન આ બધા સ્વાંગને જાણે છે. તેથી અધિકારના આદિમાં આચાર્યદેવ સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ-
‘इदानीम्’ હવે ‘प्रज्ञा–क्रकच–दलनात् बन्ध–पुरुषौ द्विधाकृत्य’ પ્રજ્ઞારૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા કરીને,...
શું કહે છે? હવે એટલે બંધ પદાર્થ પછી પ્રજ્ઞારૂપી કરવત વડે એટલે અંતઃસન્મુખ વળેલી વર્તમાન જ્ઞાનદશારૂપી કરવત વડે વિદારણ દ્વારા પુરુષ કહેતાં આત્મા અને રાગને- બંધને છેદી જુદા પાડવામાં આવે છે. અહાહા...! શું કીધું? કે જેમ લાકડાને કરવત વડે છેદતાં બે ટુકડા થઈ જાય તેમ પ્રજ્ઞારૂપી કરવત વડે છેદતાં આત્મા અને રાગ જુદા પડી જાય છે. બંધ એટલે રાગ અર્થાત્ વ્યવહારભાવ અને આત્મા-નિશ્ચય શુદ્ધ વસ્તુ બન્ને પ્રજ્ઞાકરવતથી છેદતાં ભિન્ન પડી જાય છે. અહા! બંધ અને આત્મા-બે ભિન્ન ચીજ છે; એને પોતાના જ્ઞાનમાં ભિન્ન જાણવાં એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ...?
પુરુષાર્થસિદ્ધયુપાયમાં પોતાની જે જ્ઞાનાનંદ ચેતના તેને જે સેવે તેને પુરુષ કહ્યો છે. આ પુરુષનું શરીર તે પુરુષ એમ નહિ; એ તો જડ માટી-ધૂળ છે. અને જે અનાદિથી પુણ્ય-પાપની સેવા કરે છે તેય પુરુષ નહિ; એને નપુંસક કહ્યો છે. અહા! જે પોતાની શુદ્ધ જ્ઞાન-ચેતનાને સેવે છે તે પુરુષ કહેતાં આત્મા છે.
અહીં કહે છે-અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ આત્મા અને પર્યાયમાં થતાં પુણ્ય-પાપનો-રાગનો સમૂહ, રાગગ્રામ-એ બન્નેને જુદા કરીને, ‘पुरुषम् उपलम्भएक– नियतम्’ પુરુષને-કે જે પુરુષ માત્ર અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને- ‘साक्षात् मोक्षं नयत्’ સાક્ષાત્ મોક્ષ પમાડતું થકું, ‘पूर्णं ज्ञानं विजयते’ પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે.
શું કહે છે? કે જેટલા કોઈ રાગાદિના વિકલ્પ છે એનાથી ભગવાન આત્માને
PDF/HTML Page 2859 of 4199
single page version
ભિન્ન જાણીને, રાગનું લક્ષ છોડી, રાગથી અધિક જે વસ્તુ અંદર જ્ઞાનસ્વરૂપ છે તેમાં ઢળતાં જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ વડે ભગવાન આત્મા નિશ્ચિત થાય છે, પ્રાપ્ત થાય છે. રાગ વડે કે વ્યવહાર વડે આત્મા પ્રાપ્ત થાય છે એમ છે નહિ. જેનાથી આત્મા ભિન્ન પાડવો છે એનાથી કેમ પ્રાપ્ત થાય? રાગથી-વ્યવહારથી તો આત્મા ભિન્ન કરવો છે, તો એનાથી આત્મા કેમ પ્રાપ્ત થાય? ન થાય.
લોકો રાડું નાખે છે કે-વ્યવહારથી થાય, વ્યવહારથી થાય. એને કહે છે-ભાઈ! વ્યવહાર ને નિશ્ચય બન્ને છે ખરા! પણ બન્નેને જુદા કરવા એનું નામ ધર્મ છે. શું થાય? આ પ્રરૂપણા જ નહોતી ને! એટલે આ કરવું ને તે કરવું એમ વ્યવહારની પદ્ધતિ-પ્રથા થઈ ગઈ. પણ ભાઈ! પુણ્ય-પાપના વિકલ્પ એ રાગ છે, ને રાગ છે એ બંધ છે. એનાથી ભિન્ન પડી અબંધસ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિથી આત્મા પ્રાપ્ત થાય છે એમ અહીં કહે છે.
અહાહા...! પુરુષ ને બંધને પ્રજ્ઞા વડે છેદીને, પુરુષને મોક્ષ પમાડતું થકું, પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. ભગવાન આત્મા દ્રવ્યરૂપથી-શક્તિરૂપથી સ્વભાવે તો સદા મોક્ષસ્વરૂપ જ છે. તેને પર્યાયમાં મોક્ષ પમાડતું અર્થાત્ અબંધદશાને પમાડતું પૂર્ણ જ્ઞાન એટલે કેવલજ્ઞાન જયવંત પ્રવર્તે છે. અહા! મોક્ષદશામાં જ્ઞાનની પૂર્ણતા જયવંત વર્તે છે; અર્થાત્ એવું ને એવું પૂર્ણજ્ઞાન સાદિ-અનંત કાળ સુધી પ્રગટ થયા જ કરે છે. મોક્ષ થયા પછી હવે એમાં અપૂર્ણતા થશે નહિ એમ કહે છે.
હવે કહે છે- કેવું છે તે જ્ઞાન? ‘उन्मज्जत्–सहज–परम–आनन्द–सरसं’ પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ અર્થાત્ રસયુક્ત છે,... ...
‘उन्मज्जत्’ –કીધું ને! એટલે કે અંદર શક્તિરૂપે જે કેવલજ્ઞાન હતું તે પર્યાયમાં પ્રગટ થયું છે. શું કીધું એ? કે કેવળજ્ઞાન પર્યાયમાં નહોતું, શક્તિરૂપે અંદર હતું તે શક્તિના પિંડમાં અંતર-એકાગ્ર થતાં પર્યાયમાં પ્રગટ થયું. સમજાણું કાંઈ... ...!ં
અહા! તે કેવલજ્ઞાન સહજ પરમ આનંદ વડે સરસ છે, રસયુક્ત છે. આપણે નથી કહેતા કે આ વસ્તુ સરસ છે? ‘સરસ’ એટલે કે આનંદ પમાડે તેવું રસયુક્ત, અહા! મોક્ષમાં કેવલજ્ઞાન સર્વોત્કૃષ્ટ સહજ આનંદના રસથી ભરેલું છે. અર્થાત્ કેવળજ્ઞાન અતીન્દ્રિય આનંદના રસથી સહિત છે.
વળી તે (-કેવલજ્ઞાન) ‘परं’ ઉત્કૃષ્ટ છે, અને ‘कृत–सकल–कृत्यं’ કરવાયોગ્ય સમસ્ત કાર્યો જેણે કરી લીધાં છે એવું છે.
શું કીધું? કે સકલ કર્મનો નાશ થઈ જવાથી પર્યાયમાં પણ કાર્યની પૂર્ણતા થઈ ગઈ તેથી કરવાનું કાંઈ બાકી રહ્યું નહિ એવું પૂરણ જ્ઞાન છે. અહીં તો લોકોને મરવાનું ટાણું આવે ત્યાં સુધી ‘આ છોડી કુંવારી રહી ગઈ’ , ‘આટલું કરવાનું હજુ
PDF/HTML Page 2860 of 4199
single page version
બાકી રહી ગયું’ -એમ થયા જ કરે છે. અહા! સંસારમાં કેટલો કાળ ગાળવો છે પ્રભુ? ત્યાં તારાં છોતાં નીકળી જશે ભાઈ! અહીં જો, આ તારો આત્મા ભગવાન નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે. બાકી તો બધાં થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
‘જ્ઞાન, બંધ-પુરુષને જુદા કરીને પુરુષને મોક્ષ પમાડતું થકું, પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરીને જયવંત પ્રવર્તે છે.’
જ્ઞાન કહેતાં અંદર વળેલું જ્ઞાન બંધ ને પુરુષને જુદા કરી દે છે. શું કીધું? રાગથી ભિન્ન પડીને જે પ્રજ્ઞા સ્વસ્વરૂપને અનુભવે છે તે બંધને ને આત્માને જુદા કરી નાખે છે. અહા! તે જ્ઞાન આત્માને મોક્ષ પમાડતું થકું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ જે કેવલજ્ઞાન તેને પ્રગટ કરીને સદા જયવંત પ્રવર્તે છે. શક્તિરૂપે અંદર જે અનંતજ્ઞાન ને આનંદ હતાં તે શક્તિવાનમાં એકાગ્રતાના ધ્યાનથી પર્યાયમાં પ્રગટ થયાં અને તે હવે જયવંત પ્રવર્તે છે અર્થાત્ સદા એવાને એવાં રહે છે. હવે અપૂર્ણતા થાય ને એને નવો અવતાર ધરવો પડે એમ છે નહિ.
‘આમ જ્ઞાનનું સર્વોત્કૃષ્ટપણું કહેવું તે જ મંગલ વચન છે.’ લ્યો, આત્માનું જ્ઞાન સર્વોકૃષ્ટ છે એ જ મંગળવચન છે. આવી વાત છે!
હવે, મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો, જે જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી-એમ કહે છેઃ-
‘આત્મા અને બંધનું દ્વિધાકરણ તે મોક્ષ છે.’ આત્મા અને બંધને જુદા જુદા કરવા એનું નામ મોક્ષ છે. ‘મોક્ષ’ શબ્દ છે ને? એમાં ‘મૂકાવું’ -એમ અપેક્ષા છે. અહા! બંધથી મૂકાવું એનું નામ મોક્ષ છે. બંધથી મૂકાવું ને સ્વરૂપમાં રહેવું એનું નામ તે મોક્ષ. પરભાવથી મૂકાવું એમ અર્થ લઈને અહીં દ્વીધાકરણ કહ્યું છે. ભાઈ! આ માથે સિદ્ધશિલા ઉપર લટકવું એ કાંઈ મોક્ષ નથી. મોક્ષ એટલે જ્ઞાનાનંદ સ્વરૂપી ભગવાન આત્મા, બંધની-દુઃખની દશા જે પરવસ્તુ છે એનાથી ભિન્ન પડીને એક આનંદરસકંદ પ્રભુ આત્મામાં રહેવું તે મોક્ષ છે. પર્યાયમાં પરમ આનંદનો લાભ થાય એનું નામ મોક્ષ છે-એમ નિયમસારમાં કહ્યું છે. અ હા હા...! પૂર્ણ ચૈતન્યઘન પ્રભુ આત્માની સમ્યગ્દર્શનમાં પ્રતીતિ કરી, કેવલજ્ઞાનમાં પૂરણ ઉપલબ્ધિ કરવી એનું નામ મોક્ષ છે. શ્રીમદે કહ્યું છે ને કે-