Pravachan Ratnakar (Gujarati). Kalash: 178-179.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 142 of 210

 

PDF/HTML Page 2821 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात्
तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम्।
आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं
येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति।। १७८।।

બંધસાધક ભાવને પચખતો (ત્યાગતો) નથી, તેમ સમસ્ત પરદ્રવ્યને નહિ પચખતો (- નહિ ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખતો (ત્યાગતો) નથી. વળી, “ અધઃકર્મ આદિ જે પુદ્ગલદ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે, માટે અધઃકર્મ અને ઉદ્દેશિક એવું જે પુદ્ગલદ્રવ્ય તે મારું કાર્ય નથી કારણ કે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે,” -એમ તત્ત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને પચખતો આત્મા (-મુનિ) જેમ નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખે છે, તેમ સમસ્ત પરદ્રવ્યને પચખતો (ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખે છે. આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને નિમિત્તનૈમિત્તિકપણું છે.

ભાવાર્થઃ– અહીં અધઃકર્મ અને ઉદ્દેશિક આહારનાં દ્રષ્ટાંતથી દ્રવ્ય અને ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું દ્રઢ કર્યું છે.

જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધઃકર્મ કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે. જે આહાર, ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉદ્દેશિક કહેવામાં આવે છે. આવા (અધઃકર્મ અને ઉદ્દેશિક) આહારને જેણે પચખ્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે. આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત-નૈમિત્તિકભાવ જાણવો. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને રાગાદિભાવો પણ થાય છે, તે તેમનો કર્તા પણ થાય છે અને તેથી કર્મનો બંધ પણ કરે છે; જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને કાંઈ ગ્રહણ કરવાનો રાગ નથી, તેથી રાગાદિરૂપ પરિણમન પણ નથી અને તેથી આગામી બંધ પણ નથી. (એ રીતે જ્ઞાની પરદ્રવ્યનો કર્તા નથી.)

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જેમાં પરદ્રવ્યને ત્યાગવાનો ઉપદેશ કરે છેઃ-

શ્લોકાર્થઃ– [इति] આમ (પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું) [आलोच्य] વિચારીને, [तद्–मूलां इमाम् बहुभावसन्ततिम् समम् उद्धर्तुकामः] પરદ્રવ્ય


PDF/HTML Page 2822 of 4199
single page version

(मंदाक्रान्ता)
रागादीनामुदयमदयं दारयत्कारणानां
कार्य बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य।
ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत्
तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति।। १७९।।

જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકીસાથે ઉખેડી નાખવાને ઈચ્છતો, પુરુષ, [तत् किल समग्रं परद्रव्यं बलात् विवेच्य] તે સમસ્ત પરદ્રવ્યને બળથી (-ઉદ્યમથી, પરાક્રમથી) ભિન્ન કરીને (ત્યાગીને), [निर्भरवहत्–पूर्ण–एफ–संविद्–युतं आत्मानं] અતિશયપણે વહેતું (-ધારાવાહી) જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને [समुपैति] પામે છે, [येन] કે જેથી [उन्मूलितबन्धः एषः भगवान् आत्मा] જેણે કર્મબંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા [आत्मनि] પોતામાં જ (-આત્મામાં જ) [स्फूर्जति] સ્ફુરાયમાન થાય છે.

ભાવાર્થઃ– પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં-ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. ૧૭૮.

હવે બંધ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે જ્ઞાનના મહિમાના અર્થનું કળશકાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [कारणानां रागादीनाम् उदयं] બંધનાં કારણરૂપ જે રાગાદિક (રાગાદિકભાવો) તેમના ઉદયને [अदयम्] નિર્દય રીતે (અર્થાત્ ઉગ્ર પુરુષાર્થથી) [दारयत्] વિદારતી થકી, [कार्य विविधम् बन्धं] તે રાગાદિકના કાર્યરૂપ (જ્ઞાનાવરણાદિ) અનેક પ્રકારના બંધને [अधुना] હમણાં [सद्यः एव] તત્કાળ જ [प्रणुद्य] દૂર કરીને, [एतत् ज्ञानज्योतिः] આ જ્ઞાનજ્યોતિ- [क्षपिततिमिरं] કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે- [साधु] સારી રીતે [सन्नद्धम्] સજ્જ થઈ, - [तद्–वत् यद्–वत्] એવી રીતે સજ્જ થઈ કે [अस्य प्रसरम् अपरः कः अपि न आवृणोति] તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહિ.

ભાવાર્થઃ– જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી, ત્યારે પછી તેને (-જ્ઞાનને) આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે. ૧૭૯.


PDF/HTML Page 2823 of 4199
single page version

इति बन्धो निष्क्रान्तः। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ बन्धप्ररूपकः सप्तमोऽङ्कः।।

ટીકાઃ– આ પ્રમાણે બંધ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.

ભાવાર્થઃ– રંગભૂમિમાં બંધના સ્વાંગે પ્રવેશ કર્યો હતો. હવે જ્યાં જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં તે બંધ સ્વાંગને દૂર કરીને બહાર નીકળી ગયો.

જો નર કોય પરૈ રજમાંહિ સચિક્કણ અંગ લગૈ વહ ગાઢૈ,
ત્યોં મતિહીન જુ રાગવિરોધ લિયે વિચરે તબ બંધન બાઢૈ;
પાય સમૈ ઉપદેશ યથારથ રાગવિરોધ તજૈ નિજ ચાટૈ,
નાહિં બંધૈ તબ કર્મસમૂહ જુ આપ ગહૈ પરભાવનિ કાટૈ.

આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં બંધનો પ્રરૂપક સાતમો અંક સમાપ્ત થયો.

*
સમયસાર ગાથા ૨૮૬–૨૮૭ઃ મથાળું

હવે દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાનું ઉદાહરણ કહે છેઃ-

* ગાથા ૨૮૬–૨૮૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ અધઃકર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત (આહાર આદિ) પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા (-મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો નથી, તેમ...’

જુઓ, સાધુને માટે સાધુએ કહ્યું હોય ને આહાર બન્યો હોય એને અધઃકર્મ કહે છે. સાધું કહે કે -અમારે માટે આ બનાવજો, પીણું ગરમ કરાવજો ઈત્યાદિ અને ગૃહસ્થો તેમ આહારાદિ કરે એને અધઃકર્મ દોષ કહે છે, તે મહાપાપ છે.

વળી ઉદ્દેશથી નીપજેલું એટલે સાધુના નિમિત્તે ગૃહસ્થો આહારાદિ બનાવે, પાણી ભરી લાવી ઉનું કરે, સાધુને આ જોઈશે ને તે જોઈશે એમ વિચારી અનેક પ્રકારની રસોઈ બનાવે, કેરી લાવે, મોસંબી લાવે ઇત્યાદિ બધું ઉદ્દેશીને આહાર બનાવે તે ઉદ્દેશિક આહાર છે. ભલે સાધુએ કહ્યું ન હોય પણ એમને ઉદ્દેશીને કરે તે ઉદ્દેશિક આહાર છે.

અહા! અહીં કહે છે-અધઃકર્મથી અને ઉદ્દેશથી નીપજેલો નિમિત્તભૂત જે આહારાદિ તેને સાધુ છોડતો નથી તે, તેના સંબંધે જે પાપભાવ નીપજે છે તેને


PDF/HTML Page 2824 of 4199
single page version

પણ છોડતો નથી. અત્યારે તો લ્યો, છાપાંમાં આવે કે-મહારાજ પધાર્યા છે, આટલા દિ’ રોકાશે એટલે ગૃહસ્થો આવીને ચોકા કરે. અરે! બહુ બગડી ગયું ભાઈ! બધો ફેરફાર થઈ ગયો! નિશ્ચય તત્ત્વ તો ક્યાંય એકકોર રહી ગયું પણ વ્યવહારેય આખો બગડી ગયો! બહારમાંય કાંઈ ઠેકાણું ન રહ્યું! એને (-સાધુને) માટે પાણી ઉનાં કરવાં, આહાર બનાવવો, ઘરમાં બનાવતા હોય એમાં દાળ, ચોખા, લોટ વગેરે ઉમેરીને એને માટે આહાર બનાવવો-એ ઉદ્દેશિક આહાર છે. સાધુને ખબર હોય વા ખ્યાલમાં આવે કે આ આહાર- પાણી મારે માટે બનાવ્યો છે, ઉદ્દેશિક છે અને તે ગ્રહણ કરે તો તે પોતાને મહાપાપ ઉપજાવે છે. વાસ્તવમાં એ સાધુપદને શોભે નહિ, ઉદ્દેશિક આહાર ગ્રહણ કરે ત્યાં સાધુપણું રહે નહિ. લ્યો, આવી વાત આકરી પડે એટલે રાડું પાડે પણ શું થાય? તત્ત્વ તો જેમ છે તેમ છે.

પ્રશ્નઃ– પણ શ્રાવકને તો પુણ્ય થાય ને? ઉત્તરઃ– એને આહારદાનના શુભભાવથી પુણ્ય થાય પણ એ પાપાનુબંધી પુણ્ય છે કેમકે તે ઉદ્દેશિક આહાર આપે છે એ મિથ્યાત્વનું મહાપાપ તો સાથે ઊભું જ છે. અત્યારે તો પત્રોમાં ચોકખું આવે છે કે-અત્રે સાધુ બિરાજે છે, ચોકા કરવા આવો, ચોકા કરો ને આહારદાનનો લાભ લો. લ્યો, હવે આવું! પોતાને માટે બનાવેલો આહાર સાધુ લે, અને ગૃહસ્થ એને સાધુ માનીને દે-બન્ને ભ્રષ્ટ છે બાપા!

અહીં કહે છે-અધઃકર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત આહારાદિ પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા (-મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો નથી. સાધુને ખબર છે કે ગૃહસ્થને ઘરે બે જ માણસ છે ને આટલો બધો આહાર (-ભોજન) બનાવ્યો છે તે બીજા (-સાધુ) માટે બનાવેલો છે, ઉદ્દેશિક છે, અને છતાં તે આહાર લે તો કહે છે-નિમિત્તભૂત આહારાદિ દ્રવ્યોને નહિ પચખતો તે નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો નથી. અર્થાત્ અનિવાર્યપણે તેને બંધભાવ- પાપભાવ થાય જ છે જુઓ, આ બંધ અધિકાર છે ને? એમાં આ કહે છે કે સાધુ ઉદ્દેશિક આહારને ગ્રહણ કરે તે બંધસાધક ભાવ છે, પાપભાવ છે, બંધનું કારણ છે.

અહા! અધઃકર્મથી નીપજેલો ને ઉદ્દેશથી નીપજેલો આહાર મુનિને યોગ્ય નથી; છતાં એને મુનિ લે છે તો એને તેથી પાપબંધ જ થાય છે; એ તો ખરેખર વ્યવહારેય મુનિ કહેવા યોગ્ય નથી. આ વાત બહાર આવતાં બીજે ખળભળાટ મચી જાય છે, પણ શું થાય? વસ્તુતત્ત્વ તો આ છે ભાઈ!

કોઈ કહેતું હતું કે અત્યારે તો ઉદ્દેશિક આહાર જ લેવાય છે, કારણ કે અણ- ઉદ્દેશિક આહાર મળે ક્યાંથી? કોને ઘેર જઈને આહાર લેવાનો છે એ તો અગાઉથી નક્કી થઈ ગયું હોય છે. આ તો એક બે ચોકા હોય ને ત્યાં ઉનાં પાણી, શેરડીનો રસ, મોસંબીનો રસ, રોટલી, ઉનું દૂધ વગેરે સાધુના ઉદ્દેશથી કરે ને ત્યાં સાધુ


PDF/HTML Page 2825 of 4199
single page version

જઇને ઉદ્દેશિક આહાર જાણીને લે છે. અહા! એ તો પાપબંધન કરે છે ભાઈ! લેનારા ને દેનારા બન્ને પાપબંધન કરે છે. મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ, આહારશુદ્ધિ, જળશુદ્ધિ વગેરે એ બધું જુઠું બોલે છે; (મુનિનેય એ ખબર હોય છે) કેમ કે આહાર બનાવ્યો હોય સાધુ માટે ને બોલે એમ-આહારશુદ્ધિ વગેરે-એ જુઠું બોલે છે. આ બધી નગ્ન દિગંબર મુનિની વાત છે હોં, બીજા લુગડાંવાળા તો મૂળ જૈનધર્મથી જ ભ્રષ્ટ છે. આવું બહુ આકરું લાગે પણ શું થાય? મારગ તો આવો છે પ્રભુ! આચાર્ય શ્રી કુંદકુંદે સૂત્ર પાહુડમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે-વસ્ત્રનો એક ધાગો પણ રાખીને કોઈ મુનિ માને, મનાવે કે માનનારની અનુમોદના કરે તે નિગોદ જાય.

અહીં તો એમ વાત છે કે કોઈ બહારથી નગ્ન દિગંબર સાધુ હોય, પંચમહાવ્રતાદિ પાળતો હોય પણ પોતાને માટે બનાવેલાં ઉદ્દેશિક આહાર-પાણી ગ્રહણ કરે તો તે એના નિમિત્તથી થતા બંધસાધક ભાવને પચખતો નથી. વાસ્તવમાં તેને સાધુપણું જ નથી. મારગ તો આવો છે બાપુ! આ કોઈ વ્યક્તિની વાત નથી, મારગ શું છે-એની વાત છે. આવી વાતુ લોકોને આકરી લાગે એટલે વિરોધ કરે; પણ શું કરે છે પ્રભુ! તું? અરે! કેવળીના વિરહ પડયા! કેવળજ્ઞાન રહ્યું નહિ, અને અવધિજ્ઞાન તથા મનઃપર્યયજ્ઞાન થવાનીય લાયકાત રહી નહિ ને આ બધી ગડબડ ઊભી થઈ!

અહા! ભગવાન કુંદકુંદાચાર્ય ને એમના પછી હજાર વર્ષે થયેલા અમૃતચંદ્રાચાર્ય ભાવલિંગી વીતરાગી મુનિવર-સંત જેને અંતરમાં પ્રચુર અતીન્દ્રિય આનંદનાં ઝરણાં ઝરે છે તે કહે છે કે- મુનિને માટે જે આહાર બનાવ્યો હોય તે ઉદ્દેશિક છે, ને મુનિએ કહ્યું હોય ને બનાવ્યો હોય તે અધઃકર્મી છે. એ અધઃકર્મીને ઉદ્દેશિક આહાર સાધુને હોય નહિ અને છતાં કોઈ એવો આહાર લે તો તે તેના નિમિત્તે ઉપજતા બંધસાધક પાપને પચખતો નથી, અર્થાત્ તે પાપબંધ જ કરે છે. લ્યો, આ મુનિરાજ પોતે કહે છે. (આ કાંઈ સોનગઢવાળા ઘરનું કહે છે એમ નથી).

પ્રશ્નઃ– તો પછી કોઈ ધરમ પાળી શકે એવું ન રહ્યું? (એમ કે ઉદ્દેશિક આહાર લેતાં ને દેતાં પાપ થાય તો ધર્મ કેમ કરીને પાળવો?)

ઉત્તરઃ– અરે ભાઈ! ધર્મ તો અંદર આત્મામાં થાય કે ક્યાંય બહારમાં આહારાદિમાં થાય? શું આહાર-પાણી કરીને દે એટલે ધર્મ થાય છે? ના, હોં; અંદર શુદ્ધ અંતઃતત્ત્વમાં એકાગ્ર થાય તો ધર્મ થાય છે, બીજી કોઈ રીતે નહિ.

પ્રશ્નઃ– તો શાસ્ત્રમાં તો એમ આવે છે કે સાધુને આહાર આપ્યો એ તો માનો મોક્ષમાર્ગ આપ્યો?

ઉત્તરઃ– હા, આવે છે; પણ એ તો ભાવલિંગી સાધુની વાત છે ભાઈ! જે અંદર વીતરાગ નિર્મળ પરિણતિએ પરિણમ્યા છે અને જે અત્યંત નિર્દોષ આહાર-પાણી ગ્રહે


PDF/HTML Page 2826 of 4199
single page version

છે તેમને નિર્દોષ આહારદાન દેનાર માટે વ્યવહારે એમ કહ્યું છે. મોક્ષમાર્ગમાં એને બાહ્ય સહકારી જાણી વ્યવહારથી શાસ્ત્રમાં એમ કહેલું છે. જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.

અહા! એ તો પહેલાં આવી ગયું કે-દ્રવ્ય એટલે ભૂત અને ભવિષ્યનું નિમિત્તભૂત પરદ્રવ્ય ને ભાવ એટલે એના નિમિત્તે થતો નૈમિત્તિકભૂત વિકાર-એને જે છોડતો નથી એને અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન વર્તે છે. અહીં એ દ્રવ્ય-ભાવના નિમિત્ત- નૈમિત્તિકપણાનું દ્રષ્ટાંત આપ્યું છે-કે મુનિરાજ, નિમિત્તભૂત દ્રવ્ય જે ઉદ્દેશિક આહાર તેને ગ્રહણ કરે તો તે નૈમિત્તિકભૂત બંધ ભાવને પચખતો નથી, અર્થાત્ તેને પાપબંધ અવશ્ય થાય છે. અને ગૃહસ્થ કે જે મહારાજને આજે આહાર દેવો છે એમ વિચારીને આહાર- પાણી મહારાજ માટે તૈયાર કરે છે તે પણ પાપ જ ઉપજાવે છે. આવું છે ભાઈ! હવે કહે છે-

‘તેમ સમસ્ત પરદ્રવ્યને નહિ પચખતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખતો નથી.’

આ, ઉદ્દેશિક આહારનો દાખલો દીધો ને હવે કહે છે-તેમ જે સમસ્ત પરદ્રવ્યનું લક્ષ છોડતો નથી તે તેના નિમિત્તે થતા વિકારના-રાગદ્વેષમોહના ભાવને છોડતો નથી અર્થાત્ તેને બધું અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન જ છે.

લોકોને હવે ખ્યાલ આવી ગયો છે કે આ ઉદ્દેશિક આહાર છે તે પાપ છે. પણ હવે કરવું શું? અંદરમાં કાંઈ ક્રિયા (શુદ્ધોપયોગની) છે નહિ અને બહારમાં ત્યાગ લઈ લીધો. પણ ભાઈ! એ મારગ નથી.

ત્યારે કોઈ વળી કહે છે-આપ (-કાનજીસ્વામી) થોડું મોળું મૂકો અને અમે કાંઈક મોળું મૂકીએ એટલે આપણે એક થઈ જઈએ.

પરંતુ ભાઈ! આ તો વીતરાગનો મારગ બાપુ! આમાં મોળું મૂકવાનો ક્યાં અવકાશ છે? વસ્તુના સ્વરૂપમાં બાંધછોડ શું? એ તો જેમ છે તેમ જ છે. હવે તત્ત્વદ્રષ્ટિની ખબર ન મળે ને બહાર ક્રિયાકાંડમાંય ઠેકાણાં ન મળે ને કહે કે-મોળું મૂકો. અરેરે! એણે મારગને વીંખી નાખ્યો છે!

ભગવાન કુંદકુંદાચાર્ય તો બહુ મોટેથી પોકારીને કહે છે કે સાધુ માટે ઉનું પાણીય બનાવેલું હોય એને એ લે ને દેનારો દે-એ બેય પાપને બાંધે છે. ભાઈ! આ કોઈ વ્યક્તિની વાત નહિ બાપા! આ તો ભગવાનનો મારગ આવો છે એમ વાત છે. જેનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન કરવું છે તે મારગ આવો છે. સમજાણું કાંઈ....? હવે કહે છે-

‘વળી અધઃકર્મ આદિ જે પુદ્ગલદ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો


PDF/HTML Page 2827 of 4199
single page version

નથી કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે,....’

શું કહે છે? કે એને માટે કરેલો જે આહાર છે એને લેવાના એ (-મુનિ) દોષયુક્ત પરિણામ કરતો જ નથી. નિર્દોષ હોય તો લે નહિતર મુનિ ચાલ્યા જાય. એને માટે બનાવેલું છે એ લે તો એ રાગ છે, (ભૂમિકાથી વિરુદ્ધનો એ રાગ છે.) ને રાગનું કાર્ય તો અજ્ઞાનીનું છે, એનું (-જ્ઞાનીનું, મુનિનું) નહિ. પોતાને માટે બનેલો આહાર લે એ ધર્મીનું-મુનિનું કાર્ય નથી; અહા! એ આત્માનું કાર્ય નથી.

પ્રશ્નઃ– એ આત્માનું કાર્ય નથી તો પછી એ લે તો શું વાંધો? ઉત્તરઃ– ના, એ કદીય ના લે. અહીં તો એના માટે બનાવેલા આહારને લેવાનો એને ભાવ હોતો જ નથી તેથી તે એનું કાર્ય નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ....? મુનિરાજને-ભાવલિંગી સંતને પોતાને માટે બનાવેલાં આહાર-જળ લેવાના પરિણામ થતા જ નથી માટે તે એનું-આત્માનું કાર્ય નથી, કેમકે એ રાગના પરિણામ પરદ્રવ્યના- પુદ્ગલના પરિણામ છે. આવી વાત છે!

‘માટે અધઃકર્મ અને ઉદ્દેશિક એવું જે પુદ્ગલદ્રવ્ય તે મારું કાર્ય નથી કારણકે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે,’ .....

જોયું? ‘અધઃકર્મ અને ઉદ્દેશિક એવું પુદ્ગલદ્રવ્ય મારું કાર્ય નથી’ એનો અર્થ એ છે કે એ લેવાના પરિણામ મારા (આત્માના) હોઈ શકે જ નહિ, એ તો પરમાણુના- જડના છે. અહા! જેની દ્રષ્ટિ શુદ્ધની છે અર્થાત્ જે શુદ્ધ દ્રષ્ટિવંત છે એને અશુદ્ધતા પોતાનું કાર્ય હોય જ નહિ અર્થાત્ તે અશુદ્ધતાનો કર્તા છે જ નહિ, અશુદ્ધતા તો જડ-પુદ્ગલનું કાર્ય છે.

વિ. સં. ૧૯૬૯ માં પ્રશ્ન થયો હતો કે-તમારા માટે મકાન બનાવ્યું, તમે કર્યું નથી, કરાવ્યું નથી; તો એને વાપરો તો એમાં શું? એમ કે એમાં શું દોષ?

ત્યારે કહ્યું કે નવકોટિમાં એક ‘અનુમોદના’ ની કોટિ એમાં તૂટે છે. વાપરે તો નવકોટિમાં એક કોટિએ ભંગ થતાં નવે કોટિ જૂઠી થઈ જાય છે. અહા! મુનિરાજ કહે છે- અધઃકર્મ આદિ અશુદ્ધતા અમારું કાર્ય જ નથી.

અહાહા....! મુનિરાજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મામાં અંતર્નિમગ્ન હોય છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન ને પ્રચુર આનંદના સ્વામી છે. તેથી તેની ભૂમિકામાં ઉદ્દેશિક આહાર ન લેવો એટલે કે એને લેવા પ્રત્યેનો ભાવ ન થવો એ સહજ છે; અને એને ઉદ્દેશિકનો ત્યાગ ને પચખાણ કહે છે. અહાહા...! અધઃકર્મ ને ઉદ્દેશિક આહાર એ તો પુદ્ગલદ્રવ્યનું કાર્ય છે, એને મુનિરાજ લે એ રાગનું અજ્ઞાનમય કાર્ય છે, પણ એવો રાગ એ મુનિદશામાં હોય જ નહિ. તેથી કહે છે કે-એ મારું કાર્ય નથી, એ નિત્ય


PDF/HTML Page 2828 of 4199
single page version

અચેતન હોવાથી એને મારા કાર્યપણાનો અભાવ છે. અહો! આવી અલૌકિક મુનિની અંતરદશા હોય છે. સમજાણું કાંઈ.....?

અહાહા....! આત્મા જ્ઞાન ને આનંદનું ભરેલું ત્રિકાળી તત્ત્વ છે. એની સન્મુખ થઈને પરિણમતાં વ્યવહારના ભાવની રુચિ એને ઉડી જાય છે. શું કીધું? અંતદ્રષ્ટિ કરનારને વ્યવહારની દ્રષ્ટિ-રુચિ રહેતી નથી અને એ વ્યવહારનો ત્યાગ છે. અહા! રાગ ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રનો હો કે પંચમહાવ્રતનો હો, એની રુચિ જ્યાંસુધી છે ત્યાંસુધી આત્માના સ્વભાવનો ત્યાગ છે, ને અંતર-સ્વભાવની દ્રષ્ટિ-રુચિ થાય છે ત્યારે વ્યવહારની રુચિનો ત્યાગ છે. વ્યવહાર ભલે હો, પણ વ્યવહારની રુચિનો ધર્મીને ત્યાગ છે. હવે આમ છે ત્યાં મુનિરાજ ઉદે્શિક આહારને કેમ ગ્રહણ કરે? એને લેવાનો ભાવ તો જડ અજ્ઞાનમય રાગ છે અને તેને, મુનિરાજ કહે છે, મારા કાર્યપણાનો અભાવ છે અર્થાત્ ઉદ્દેશિક આહાર-પાણી લેવાનો રાગ મારું કાર્ય હોઈ શકતું નથી.

પહેલું તો વ્યવહારનો જે પ્રેમ છે એ સ્વદ્રવ્યથી વિરુદ્ધ પરદ્રવ્ય છે. બીજે પર્યાયને પરદ્રવ્ય કીધું છે એ વાત અહીં નથી લેવી. અહીં તો આ વ્યવહારની-રાગની ક્રિયા જેટલી છે તે બધી પરમાર્થે પરદ્રવ્ય છે એમ વાત છે અને પરદ્રવ્યનું કાર્ય મારું એ માન્યતા મિથ્યાત્વભાવ છે. સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારનું કાર્ય મારું-એમ વ્યવહારની રુચિ હોતી નથી. એને વ્યવહારનો રાગ આવે છે, પણ એને વ્યવહાર જે પરદ્રવ્ય એની રુચિ છૂટી ગઈ હોય છે. ઝીણી વાત છે.

હવે આમાં ચરણાનુયોગનો દાખલો આપીને ઉદ્દેશિક આહારનો મુનિને ત્યાગ હોય છે એ વાત કરી છે. આકરી વાત છે; અત્યારે તો બધી ગડબડ થઈ ગઈ છે, બધું તત્ત્વ - વિરુદ્ધ ચાલે છે. અહીં તો પોતે સ્વદ્રવ્ય ને બધાં પરદ્રવ્યો-એ બે વચ્ચેનો વ્યવહાર (નિમિત્ત-નૈમિત્તિક) આખોય તોડી નાખવાનો સિદ્ધાંત કહે છે. એટલે સ્વદ્રવ્ય પોતે ચૈતન્યમહાપ્રભુ-એની જ્યાં અંતદ્રષ્ટિ ને રુચિ થઈ ત્યાં એને વ્યવહાર જે પરદ્રવ્ય એની રુચિ છૂટી જાય છે. હવે આગળ જતાં મુનિને, જ્યારે વિશેષ અંતર-સ્થિરતા થઈ છે, ચારિત્રના આનંદમાં વિશેષ રમણતા થઈ છે-એવી અંતર-દશા થતાં મુનિરાજ કહે છે-આ જે ઉદ્દેશિક છે એ જડથી બનેલું જડ છે, અને એને લેવાનો ભાવ એ પણ જડ છે. એ જડને-જડના કાર્યને હું કેમ કરું? અહા! ઉદ્દેશિક લેવાના ભાવને મારા કાર્યપણાનો અભાવ છે. અર્થાત્ મુનિરાજને ઉદ્દેશિક આહારના ગ્રહણના ભાવનો અભાવ જ હોય છે. આ પચખાણ છે.

‘-એમ તત્ત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને પચખતો આત્મા (-મુનિ) જેમ નૈમિત્તિકભૂત બંધ સાધકભાવને પચખે છે, તેમ.......’

‘એમ તત્ત્વજ્ઞાનપૂર્વક......... ’ જુઓ આ સૂક્ષ્મ વાત! એમ સમ્યગ્દર્શન રહિત ઉદ્દેશિક આહાર ન લે અને આહાર ન લે (ઉપવાસ કરે) એવું તો એણે અનંતવાર


PDF/HTML Page 2829 of 4199
single page version

કર્યું છે. પણ એથી શું? તત્ત્વજ્ઞાનપૂર્વક-આત્મજ્ઞાનપૂર્વક તે સંબંધીનું લક્ષ અને તે સંબંધીના રાગનું કાર્ય એને છૂટી જાય એને વાસ્તવિક મુનિપણું કહે છે.

એમ તો દ્રવ્યલિંગી સાધુ હોય તે પણ પોતાને માટે બનાવેલા ઉદ્દેશિક આહાર- પાણી લેતા નથી. જો પોતાને માટે બનાવેલાં આહાર-પાણી લે એવો એનો ભાવ હોય તો તે નવમી ગ્રૈવેયક જઈ શકે નહિ. અહા! દ્રવ્યલિંગી પોતાને માટે બનાવેલા જળનું ટીપુય, ખૂબ આકરી તૃષા હોય તોય, પ્રાણાંતે પણ ન લે એવો એને અંદર શુભભાવ હોય છે. પણ એ કાંઈ નથી, કેમકે એને અંદર તત્ત્વજ્ઞાન હોતું નથી, અર્થાત્ રાગના અભાવસ્વરૂપ શુદ્ધ ચૈતન્યનું પરિણમન તેને હોતું નથી. તે શુભભાવમાં સંતોષાઈ ગયો છે અને એનાથી ભિન્ન એક જ્ઞાયકસ્વભાવી આત્માની દ્રષ્ટિ એ કરતો નથી. તેથી આત્મજ્ઞાન વિના પોતાને માટે કરેલો આહાર ન લે તોય એ કાંઈ (-ત્યાગ) નથી.

અહીં કહે છે-તત્ત્વજ્ઞાનપૂર્વક એટલે આત્મજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને એટલે ઉદ્દેશિક આહારાદિને પચખતો-લક્ષમાંથી છોડતો તે (-મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખે છે. જોયું? ઉદ્દેશિક આહારાદિ લેવાનો ભાવ બંધસાધક ભાવ છે. અહા! ઉદ્દેશિક આહાર લે એ બંધનો ભાવ છે ને તે મુનિને હોય નહિ, થાય નહિ. તેથી કહ્યું કે ઉદ્દેશિક આદિ આહારના લક્ષને છોડે છે તે તેના નિમિત્તે થતા વિકારના-બંધના પરિણામને છોડે છે, અર્થાત્ તેને બંધભાવ થતો નથી, અબંધ રહે છે. છે? ‘બંધસાધક ભાવને પચખે છે.’ સામે પુસ્તક છે કે નહિ? ભાઈ! આ તો તત્ત્વજ્ઞાનની વાર્તા! આ કાંઈ કથા નથી.

અહા! ખ્યાલમાં આવે કે આ ઉદ્દેશિક આહાર મારે માટે કર્યો છે અને એ લે તો એને બંધસાધક ભાવ ઊભો છે, એને અંતરંગમાં મુનિપણું નથી; અને જો એના લક્ષને છોડયું છે તો તેના નિમિત્તે થતા બંધસાધક ભાવને તે છોડે છે અર્થાત્ તેને અબંધ પરિણામ છે. મુનિ અંદર એટલા અબંધ પરિણામને પ્રગટ કરે છે. ન્યાયથી ધીમે ધીમે સમજવું બાપુ! વસ્તુનું સ્વરૂપ જે યથાર્થ છે તેમાં ‘ની’ (નય્) એટલે જ્ઞાનને દોરી જવું- લઈ જવું તે ન્યાય છે. સમજાણું કાંઈ...?

ગૃહસ્થાશ્રમમાં સમકિતી તત્ત્વજ્ઞાની હોય તેને આહારાદિનો ભાવ હોય છે તે બંધભાવ છે. તે અસ્થિરતાનો દોષ છે, દ્રષ્ટિમાં એને દોષ નથી. અહીં મુનિદશાની વાત છે. મુનિદશાની અંતર-સ્થિરતા એવી હોય છે જેથી તે નિમિત્તભૂત ઉદે્શિક આદિ આહારના લક્ષને છોડતો લક્ષભૂત બંધસાધક ભાવને છોડે છે, અર્થાત્ તેને ઉદ્દેશિક આદિ આહાર લેવાનો ભાવ ઉત્પન્ન થતો નથી. આવી મુનિદશા છે. તથાપિ કોઈ ઉદે્શિક આદિ આહારને ગ્રહણ કરે તો તે બંધ સાધકભાવમાં ઊભો છે, તેને અંતરમાં સાચું મુનિપણું નથી. આ કોઈ વ્યક્તિની વાત નથી; આ તો સિદ્ધાંત અને સત્ય શું છે - એની વાત છે. અહા! તત્ત્વદ્રષ્ટિ-સમ્યગ્દ્રષ્ટિને રાગનું પરિણમન હોય છે, પણ એનો


PDF/HTML Page 2830 of 4199
single page version

એ કર્તા થતો નથી. અહીં તો મુનિને એય કાઢી નાખ્યું કે-મુનિરાજને ઉદે્શિક આદિ આહાર નથી હોતો અને તત્સંબંધી (-નૈમિત્તિક) રાગનું પરિણમન પણ નથી હોતુ.ં આ તો સિદ્ધાંત કહ્યો એમાં આ ચરણાનુયોગનો ન્યાય આપ્યો.

હવે સર્વ સિદ્ધાંત સિદ્ધ કરે છેઃ- ‘તેમ સમસ્ત પરદ્રવ્યને પચખતો (ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખે છે. આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને નિમિત્ત નૈમિત્તિકપણું છે.’

અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પ્રભુ ત્રિકાળ પરમાત્મદ્રવ્ય છે. એમાં એકાગ્ર થતો સમસ્ત પરદ્રવ્યનું લક્ષ છોડતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખે છે. ઓલામાં તો ઉદે્શિક ને અધઃકર્મનું દ્રષ્ટાંત લીધું. પણ આમાં તો સમસ્ત પરદ્રવ્યો-એમાં દેવ-ગુરુ-શાસ્ત્ર પણ આવી ગયા-ઉપર લીધું છે. મતલબ કે દેવ-ગુરુ- શાસ્ત્રના લક્ષને છોડતો આત્મા તેના નિમિત્તે થતા રાગને પણ છોડે છે. અહીં તો સિદ્ધાંત આ છે કે- ‘परदव्वादो दुग्गह’ (અષ્ટપાહુડ) -પરદ્રવ્યના લક્ષમાં જાય ત્યાં વિકાર થાય છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર પણ પરદ્રવ્ય છે. તેના નિમિત્તે-આશ્રયે એને નૈમિત્તિક વિકાર થાય છે. અહીં કહે છે-આત્મા સર્વ પરદ્રવ્ય તરફનું વલણ છોડીને પરદ્રવ્યોના નિમિત્તે થતા વિકારને છોડી દે છે. અહા! એનું જ્ઞાન અત્યંત સ્થિર થઈ ગયું હોય છે, અસ્થિરતા એને હોતી નથી આનું નામ પચખાણ છે. ગાથા ૩૪માં આવ્યું ને કેઃ-

“સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે,
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે.”

‘સમસ્ત પરદ્રવ્યને પચખતો’ એમ કીધું ને? એમાં તો પોતાના સિવાય જેટલાં પરદ્રવ્ય છે તે દરેકને છોડે છે એમ વાત છે. અધઃકર્મી ને ઉદે્શિક આહાર અને સદોષ આહારને છોડે છે એટલું જ નહિ, નિર્દોષ આહારને પણ છોડે છે. ભલે મુનિપણાને યોગ્ય આહાર નિર્દોષ હો, પણ આહારનો વિકલ્પ બંધસાધક ભાવ છે ને? સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડે છે એમાં તો આહાર નિર્દોષ લેવો એ પણ રહ્યું નહિ; કેમકે એ પરદ્રવ્ય છે ને પરદ્રવ્યના લક્ષે નૈમિત્તિક વિકાર વિના રહે નહિ.

હવે આવી વાત ચોકખી છે એમાંય લોકોને તકરાર-વાંધા. એમ કે એક અધઃકર્મ ને ઉદે્શિક આહાર થઈ ગયો એમાં શું થઈ ગયું? બાકી તો બધું મુનિપણું છે ને? નગ્ન છે, એક ટંક ઊભા ઊભા ખાય છે, ઉઘાડા પગે જોઈને ચાલે છે ઈત્યાદિ બધું તો છે.

પણ બાપુ! એમ મારગ નથી ભાઈ! અહીં આ તારા હિતની વાત છે પ્રભુ! અહીં તો સર્વ નિમિત્ત-નૈમિત્તિક સંબંધને તોડવાની વાત છે. નિશ્ચયથી મુનિમાર્ગ તો એક શુદ્ધોપયોગ જ છે. પરદ્રવ્ય સંબંધી વિકલ્પ છે એ કાંઈ મુનિપણું નથી.


PDF/HTML Page 2831 of 4199
single page version

‘જયધવલ’ માં તો ત્યાં સુધી લીધું છે કે- મેં એક શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા કરી હતી, પણ એમાં હું ન રહી શક્યો ને આ છ કાયની દયાનો વિકલ્પ થયો, નિર્દોષ આહારનો વિકલ્પ થયો એમાં મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ, એમાં પચખાણનો ભંગ થયો; કેમકે પરતરફના વલણનો ભાવ વિકાર છે. એક સ્વદ્રવ્યના વલણનો ભાવ નિર્વિકાર છે. એમ કે મારે સ્વદ્રવ્યમાં જ રહેવું એવી પ્રતિજ્ઞા લીધી હતી ત્યાં અરે! આ છ કાય આદિના વિકલ્પ!

જુઓ, મુનિને નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ આવે એમાં મુનિદશાને બાધ નથી, એથી મુનિપણું જાય નહિ પણ એને અધઃકર્મી, ઉદે્શિક આદિ દોષયુક્ત આહાર લેવાનો વિકલ્પ આવે તો ત્યાં મુનિપણું રહેતું નથી. આવી વાત છે. હિત કરવું હોય તેણે હિતની સત્ય વાત સમજવી જ પડશે.

અહીં તો સઘળાય પરદ્રવ્ય તરફનું વલણ એટલે આહારનું, વિહારનું, દેવ-ગુરુ- શાસ્ત્ર પ્રત્યે વિનય-ભક્તિનું વલણ છોડીને એક સ્વદ્રવ્યમાં આવવું ને રહેવું એ મુનિને હોય છે અને એ વાસ્તવિક મુનિદશા છે-એમ સત્ય સિદ્ધાંત સિદ્ધ કરે છે.

પ્રશ્નઃ– તો પછી પ્રતિક્રમણ કરે કે નહિ?

ઉત્તરઃ– સ્વદ્રવ્યમાં આવવું ને રહેવું તે અસ્તિ ને પરદ્રવ્યથી-છ કાય આદિથી હઠવું તે નાસ્તિ-એ પ્રતિક્રમણ છે. અહાહા...! નિર્મળાનંદના નાથ પ્રભુ આત્મામાં આવીને વસવું તે પરથી ખસવું છે ને તે પ્રતિક્રમણ છે. આ સિવાય પરદ્રવ્ય તરફ લક્ષ જાય-એ તો કહ્યું ને કે- ‘परदव्वादो दुग्गइ’ - એ દુર્ગતિ છે, એ ચૈતન્યની ગતિ નથી. વિકાર થાય એ કાંઈ ચૈતન્યની ગતિ નહિ. અહો! આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાંય છે નહિ.

અહા! ભાષા તો જુઓ! કે જેમ ઉદે્શિક આહારને છોડતો મુનિ તે સંબંધીના બંધસાધક ભાવને છોડે છે તેમ આત્મા સિવાય જેટલા પરદ્રવ્યો છે તે બધાય તરફના લક્ષને છોડે છે તે તેના સંબંધે થતા વિકારી ભાવને પણ છોડે છે. પણ આ બધું તત્ત્વજ્ઞાનપૂર્વક હોં; બાકી સમ્યગ્દર્શન વિના પોતાને માટે કરેલું ઉદે્શિક ન લે-એવું તો એણે અનંતવાર કર્યું છે ને અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો છે. પણ એથી શું? ભવનો એક ફેરોય ઘટયો નહિ.

વીતરાગનો મારગ ભારે આકરો બાપા! પ્રથમ તો પરદ્રવ્યથી લાભ થાય એ દ્રષ્ટિ મિથ્યાત્વ છે, સમકિતીને પરદ્રવ્યમાં લાભની દ્રષ્ટિ નથી છતાં પરદ્રવ્ય તરફનું જેટલું લક્ષ રહે છે એટલો ચારિત્રનો દોષ છે. એ ચારિત્રના દોષને મટાડવાની આ વાત છે કે - સમસ્ત પરદ્રવ્યને પચખતો તે તત્સંબંધી નૈમિત્તિક વિકારને છોડે છે અર્થાત્ ચારિત્ર દોષને મટાડે છે. પરદ્રવ્યમાં લક્ષ જતું હતું તે ચારિત્રદોષ હતો, હવે પરદ્રવ્યથી લક્ષ છોડતાં ચારિત્રનો દોષ છૂટી જાય છે.


PDF/HTML Page 2832 of 4199
single page version

‘સમસ્ત પરદ્રવ્યને પચખતો’ એટલે શું? કે એક સ્વદ્રવ્યનો જ આશ્રય કરવો ને એમાં જ રહેવું. પંચમહાવ્રતને પાળવાં એમેય નહિ. કેમકે પંચમહાવ્રતના પરિણામનો આશ્રય પરદ્રવ્ય છે. એ તો આવી ગયું ને? (ગાથા ૨૭૬-૭૭માં) કે આચારાંગ આદિ શબ્દશ્રુતનું જ્ઞાન તે જ્ઞાન છે, જીવાદિ નવ પદાર્થો દર્શન છે ને છ જીવનિકાય ચારિત્ર છે- એ બધો વ્યવહાર છે. એ વ્યવહાર હેય છે, નિષેધ્ય છે.

લોકોને આ મોટા વાંધા છે; એમ કે નિશ્ચય-વ્યવહાર-બેય જોઈએ

પણ ભાઈ! વ્યવહાર હોય છે, (એની કોને ના છે?) પણ છે એ બંધનું કારણ ને હેય. ભાવલિંગી સંત દિગંબર મુનિરાજને પણ વ્યવહાર હોય છે, પણ એને એ બંધનું કારણ જાણી હેય જ માને છે. વ્યવહારથી નિશ્ચય થાય એમ ત્રણકાળમાં છે નહિ. પર તરફનું લક્ષ કરે ને સ્વ-લક્ષવાળી દશા થાય એમ કદીય બને નહિ. એ તો અંધારાથી અજવાળું થાય એના જેવી અસંભવ વાત છે. વ્યવહારનું લક્ષ પર ઉપર છે, ને નિશ્ચયનું સ્વ ઉપર છે. બેયની દશાની દિશામાં ફેર છે ત્યાં વ્યવહારથી નિશ્ચય કેમ થાય? ન થાય.

અહીં તો સમસ્ત પરદ્રવ્ય પચખવાની વાત લીધી છે. નિર્દોષ આહાર લે એય વિકલ્પ છે, એય છોડ એમ કહે છે. નિર્દોષ આહાર લે ત્યાં મુનિપણાને આંચ આવે છે એમ નહિ, પણ અહીં પરદ્રવ્યનો સર્વથા આશ્રય છોડાવવા એક સ્વદ્રવ્યનો પૂરણ આશ્રય કરવો એમ વાત છે કેમકે એને ત્યારે શુદ્ધનય પૂરો થાય છે અર્થાત્ ત્યારે કેવળજ્ઞાન થાય છે. સમજાણું કાંઈ....?

લ્યો, હવે મારગ આવો, અને વાત આવી આવે એમાં કરવું શું? એક પત્રમાં મોટો લેખ આવ્યો છે વિરોધનો; એમ કે નિશ્ચય-વ્યવહાર બેય જોઈએ; બેય છે, વ્યવહાર સાધન છે ને નિશ્ચય સાધ્ય છે. ‘પંચાસ્તિકાય’ માં વ્યવહાર સાધન સાધ્યની વાત આવે છે.

બાપુ! એ તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે ભાઈ! નહિતર આખા સત્યનો વિરોધ થઈ જશે. અહીં એમ કહે છે કે-પરદ્રવ્યના લક્ષમાં જેટલો જાય તેટલો તેને વિકાર થશે અને વિકારથી એને બંધ જ થશે. શું એનાથી ધર્મ થશે? ના; એનાથી અવશ્ય બંધ થશે. એને સાધન કહેવું એ તો નિમિત્તનું-સહચરનું જ્ઞાન કરાવતું ઉપચારનું કથન છે. સમજાણું કાંઈ....?

લ્યો, હવે આ સરવાળો કહે છે કે- ‘આ પ્રમાણે દ્રવ્ય અને ભાવનું નિમિત્ત- નૈમિત્તિકપણું છે.’

શું કીધું એ? કે આ પ્રમાણે પરદ્રવ્ય બધા નિમિત્ત છે અને નિમિત્તને લક્ષે થતો વિકારી ભાવ નૈમિત્તિક છે. ધર્મી પુરુષો-મુનિવરો એ સમસ્ત પરદ્રવ્યના લક્ષને


PDF/HTML Page 2833 of 4199
single page version

અને તેના સંબંધે થતા વિકારી ભાવને પચખે છે ત્યારે સ્વદ્રવ્યનો આશ્રય સંપૂર્ણ-પૂરો થાય છે અને એને કેવળજ્ઞાન થાય છે. આવી વાત છે.

-ઉદે્શિક આદિ દોષયુક્ત આહાર લેવાનો બંધસાધક ભાવ હોય ત્યાં મુનિપણું હોતું નથી; અને

-સાચા ભાવલિંગી મુનિવરને નિર્દોષ આહાર-પાણી લેવાનો, છ જીવ-નિકાયની રક્ષાનો ઈત્યાદિ વિકલ્પ રહે ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી.

ભાઈ! સિદ્ધાંત તો આમ છે. ભગવાને કહેલાં તત્ત્વોનું સત્ તો આ રીતે છે. કોઈ ઉંધું માને એથી કાંઈ સત્ અસત્ ન થઈ જાય અને અસત્ સત્ ન થઈ જાય.

પ્રથમ તો વ્યવહારથી લાભ થાય એવી જે દ્રષ્ટિ છે તે જૂઠી છે. સમકિતીને તે નથી. સમકિતીને શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિ થતાં તેને વ્યવહારમાં હેયપણું થઈ જાય છે. પરંતુ સ્વદ્રવ્યનો શુદ્ધ એક જ્ઞાયકબિંબ પ્રભુ આત્માનો આશ્રય તેને જેટલો ઓછો છે તેટલો તેને પરદ્રવ્યનો આશ્રય થાય છે અને તેટલો તેને બંધસાધક ભાવ-વ્યવહારનો ભાવ ઉત્પન્ન થાય છે. આ રીતે તેને યથાક્રમ વ્યવહાર હોય છે. પણ તેને એમાં હેયબુદ્ધિ છે ને? તેથી તે સ્વદ્રવ્યનો આશ્રય ઉગ્ર કરીને, સમસ્ત પરદ્રવ્યનું લક્ષ છોડતો થકો સર્વ વ્યવહારને ઉડાવી દે છે, અને સ્વદ્રવ્યનો પૂર્ણ આશ્રય કરીને કેવળજ્ઞાન ઉપજાવે છે. લ્યો, અહીં તો સર્વ વ્યવહારના ભાવોને ઉડાવી દેવાની વાત છે. સમજાણું કાંઈ...?

* ગાથા ૨૮૬–૨૮૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અહીં અધઃકર્મ ને ઉદ્દેશિક આહારના દ્રષ્ટાંતથી દ્રવ્ય ને ભાવનું નિમિત્ત- નૈમિત્તિકપણું દ્રઢ કર્યુ છે.’

અધઃકર્મ ને ઉદ્દેશિક આહાર એ પરદ્રવ્ય નિમિત્ત ને એના આશ્રયે થતો વિકારનો ભાવ તે નૈમિત્તિક. આ પ્રમાણે દ્રવ્ય-ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું છે. નિમિત્તનું-પરદ્રવ્યનું લક્ષ કરે એને નૈમિત્તિક વિકારી ભાવ થાય એવો નિમિત્ત-નૈમિત્તિક વ્યવહાર ઊભો થાય છે. મતલબ કે એટલો સ્વદ્રવ્યનો એને આશ્રય છે નહિ. જેટલો નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં જાય એટલો સ્વદ્રવ્યનો આશ્રય નથી.

અજ્ઞાનીને સ્વદ્રવ્યનો આશ્રય સર્વથા હોતો નથી.

આત્મા-સ્વદ્રવ્ય પોતે જે સ્વરૂપે છે તેનો પ્રથમ આશ્રય લેતાં સમ્યગ્દર્શન-અબંધ પરિણામ ઉત્પન્ન થાય છે અને ત્યારે એને વ્યવહારની રુચિ છૂટી જાય છે. પછી તે જેટલું પરદ્રવ્ય-નિમિત્તનું લક્ષ છોડે છે તેટલા તત્સંબંધી રાગને તે છોડે છે અને


PDF/HTML Page 2834 of 4199
single page version

ત્યારે સ્વદ્રવ્યના આશ્રયે તેને સ્થિરતા વધે છે. આ તો ન્યાયના સિદ્ધાંત બાપુ! અહીં તો દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. લોકો (નિશ્ચય, નિશ્ચય-એમ) રાડુ પાડે છે પણ બાપુ! એમાં (- સમયસારમાં) બધું છે ભાઈ! ચરણાનુયોગનું છે, કરણાનુયોગનુંય છે. પ્રથમાનુયોગનું આમાં કથા તરીકે ન હોય પણ આચાર્ય જયસેનની ટીકામાં પાંડવો વગેરે ઘણા મુનિવરોની કથાય આવે છે.

અધઃકર્મ એટલે સાધુ કહે કે મારા માટે આહાર-પાણી બનાવો અને ગૃહસ્થ એના માટે એ પ્રમાણે બનાવે તે આહારને અધઃકર્મ અર્થાત્ મહાપાપથી નીપજેલો આહાર કહેવાય. અને ઉદ્દેશિક એટલે સાધુએ કીધું ન હોય પણ ગૃહસ્થે એને માટે કરેલો હોય તે ઉદે્શિક આહાર છે. અહીં આહારના દ્રષ્ટાંત વડે દ્રવ્ય ને ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું દ્રઢ કર્યું છે. આહાર તે નિમિત્ત છે અને એના આશ્રયે થતો વિકારી ભાવ તે નૈમિત્તિક છે એમ નિમિત્ત-નૈમિત્તિકપણું સમજાવ્યું છે.

‘જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધઃકર્મ કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે. જે આહાર ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉદે્શિક કહેવામાં આવે છે.’

જુઓ, આહાર નીપજે એમાં પાપકર્મ થાય છે. ત્યાં એ પાપકર્મને અધઃકર્મ કહે છે. તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહે છે, જે પાપકર્મ છે એને તો અધઃકર્મ કીધું પણ આહારને પણ અધઃકર્મ કીધું. એનો અર્થ શું? કે અધઃકર્મથી નીપજેલો જે આહાર છે તેને ગ્રહણ કરવાનો ભાવ છે એ અધઃકર્મ-પાપકર્મ છે ને તેથી આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે.

વળી સાધુના નિમિત્તે ગૃહસ્થ જે આહાર-પાણી બનાવે તે ઉદે્શિક આહાર છે. આજે મહારાજ આહાર માટે પધારવાના છે, માટે એમના માટે આહાર-જલ બનાવો -એમ બનાવેલો આહાર ઉદે્શિક આહાર છે.

‘આવા (અધઃકર્મને ઉદે્શિક) આહારને જેણે પચખ્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી...........’

શું કીધું? કે આવો અધઃકર્મ ને ઉદે્શિક આહાર જેણે પચખ્યો-છોડયો નથી તેણે એના નિમિત્તે થતા વિકારી ભાવને પચખ્યો-છોડયો નથી. અહા! વીતરાગના મારગડા ન્યારા છે પ્રભુ! અત્યારે તો બધો ફેરફાર કરી નાખ્યો. આવું સત્ય બહાર આવ્યું એટલે એનો વિરોધ કરવા લાગ્યા કે-આ લોકો (-સોનગઢવાળા) સાધુને માનતા નથી, અને એને મિથ્યાદ્રષ્ટિ કહે છે.

અરે ભાઈ! અમને તો ‘ણમો લોએ સવ્વસાહૂણં’ છે; પણ શું થાય? સાચા સાધુ તો હોવા જોઈએને! પણ જેની પ્રરૂપણા જ ‘આસ્રવથી સંવર થાય’ -એમ વિપરીત


PDF/HTML Page 2835 of 4199
single page version

છે તેનું શું કહેવું? તથા પોતાને માટે કરેલા આહારને ગ્રહણ કરે તેનું પણ શું કહેવું? એ તો પાપમાં ઊભો છે. અહા! પહેલાને શ્રદ્ધાનનો દોષ છે ને બીજાને ખોટી શ્રદ્ધા સહિત ચારિત્રદોષ છે. ભાઈ! આ કોઈ વ્યક્તિની વાત નથી. આ તો સનાતન દિગંબર જૈનદર્શન-અનંતા તીર્થંકરોએ પ્રરૂપેલો મારગ-તે આ છે એમ વાત છે. અહા! આવો મારગ ને આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાંય નથી.

હવે કહે છે- ‘અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે.’

અહા! તત્ત્વજ્ઞાનપૂર્વક એટલે શુદ્ધ અંતઃતત્ત્વ પ્રભુ આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન સહિત જેણે ઉદે્શિક આદિ આહારને પચખ્યો-છોડયો છે તેણે તેના નિમિત્તે થતા વિકારના ભાવને પચખ્યો છે અર્થાત્ તેને તેવો વિકાર ઉત્પન્ન જ થતો નથી.

ત્યારે કોઈ વળી કહે છે-અત્યારે તો ઉદે્શિક આહાર જ છે; બશેર પાણીનોય નિર્દોષ આહાર મળી શકે નહિ એવી સ્થિતિ છે. તો શું કરવું?

શું કરવું? એ તો કહ્યું ને કે-દિગંબર ભાવલિંગી સંત-મુનિવરને ઉદે્શિક આદિ દોષવાળા આહારનો ભાવ હોતો નથી; એને એ ભાવોનું પચખાણ છે. તથાપિ કોઈ વિવશ થઈ ઉદે્શિક આદિ આહારને ગ્રહણ કરે છે તો તેને અંતરંગમાં મુનિપણું હોતું નથી. કોઈને રુચે, ન રુચે પણ મારગ તો આવો છે. જેને મારગનું શ્રદ્ધાન નથી તેને મોક્ષમાર્ગ કેમ હોય? એ તો મિથ્યામાર્ગમાં જ છે. સમજાણું કાંઈ..?

‘આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત-નૈમિત્તિક ભાવ જાણવો.’ ‘આ રીતે’ એટલે આ દ્રષ્ટાંતે સમસ્ત અન્યદ્રવ્ય તે નિમિત્ત અને એના લક્ષે ઉત્પન્ન થતો ભાવ-વિકાર તે નૈમિત્તિક-એમ દ્રવ્યને અને ભાવને નિમિત્ત-નૈમિત્તિકભાવ છે. અહાહા....! ભગવાન કહે છે-અમે (તારા માટે) પરદ્રવ્ય છીએ તેથી અમારા તરફ તારું જેટલું લક્ષ જશે તેથી તને વિકાર જ થશે. અહા! પોતાના આત્મા સિવાય સમ્મેદશિખર ને શત્રુંજય આદિ બધાં નિમિત્ત છે અને એમાં લક્ષ જાય તેથી નૈમિત્તિક રાગ થાય છે-એમ કહે છે.

પણ જાત્રા કરીએ તો ધર્મ થાય કે નહિ? ભાઈ! જાત્રા અંદરમાં સ્વદ્રવ્ય જિનસ્વરૂપ ભગવાન જ્ઞાયકબિંબ છે એની કરે તો ધર્મ થાય. બાકી અશુભથી બચવા બહારમાં જિનબિંબ આદિના લક્ષે શુભભાવ હો, પણ તે ધર્મ નથી, ધર્મનું કારણેય નથી. વાસ્તવમાં એ બંધસાધક ભાવ છે.

ત્યારે કાંઈ (ભક્તિ, પૂજા, જાત્રા વગેરે) કરવું જ શું કામ? કોણ કરે ભાઈ? પૂર્ણ વીતરાગ ન હોય ત્યાં લગી એને હેયબુદ્ધિએ એ ભાવ આવ્યા વિના રહે નહિ. પણ એ (-જ્ઞાની) કર્તવ્યબુદ્ધિએ એને કરતો નથી.


PDF/HTML Page 2836 of 4199
single page version

‘જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને રાગાદિભાવો પણ થાય છે, તે તેમનો કર્તા પણ થાય છે અને તેથી કર્મનો બંધ પણ કરે છે;.....’

જોયું? જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે એટલે પરદ્રવ્યના લક્ષે પરિણમે છે તેને રાગદ્વેષાદિભાવો થયા વિના રહે નહિ અને તેનો તે કર્તા થઈ પરિણમે છે તેથી કર્મનો બંધ પણ કરે છે. અજ્ઞાની આ રીતે કર્મનો બંધ કરે છે.

‘જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને કાંઈ ગ્રહણ કરવાનો રાગ નથી, તેથી રાગાદિરૂપ પરિણમન પણ નથી અને તેથી આગામી બંધ પણ નથી. (એ રીતે જ્ઞાની પરદ્રવ્યનો કર્તા નથી).’

જુઓ, આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને પરદ્રવ્ય ગ્રહણ કરવાનો રાગ નથી. અહીં અત્યારે ઉત્કૃષ્ટ મુનિપણાની વાત છે. તેથી, કહે છે, તેને રાગાદિ પરિણમન પણ નથી, પરદ્રવ્ય ઉપરનું લક્ષ નથી તો તત્સંબંધી રાગાદિ પરિણમન પણ નથી. તેથી તેને આગામી બંધ પણ નથી. એને નવો બંધ થતો નથી.

આ રીતે જ્ઞાની પરદ્રવ્યનો કર્તા નથી. અહા! સમસ્ત પરદ્રવ્યના લક્ષને છોડતો જ્ઞાની તેના નિમિત્તે થતા રાગને છોડી દે છે અને તેથી તે કર્તા નથી. જ્યાંસુધી અસ્થિરતા છે ત્યાંસુધી કિંચિત્ પરદ્રવ્યના લક્ષે રાગનું પરિણમન હોય છે, પણ અહીં તો સર્વ પરદ્રવ્યના લક્ષને છોડતો પૂરણ સ્વના આશ્રયે પરિણમતો તે સર્વ અસ્થિરતાને છોડી દે છે ને પૂર્ણ વીતરાગ થઈ જાય છે એમ વાત છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જેમાં પરદ્રવ્યને ત્યાગવાનો ઉપદેશ કરે છેઃ-

* કળશ ૧૭૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इति’ આમ (પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું) ‘आलोच्य’ વિચારીને.......

શું કહ્યું એ? કે આત્મા છે એ સ્વદ્રવ્ય છે. અહાહા....! આઠ કર્મથી રહિત અંદર અનુપમ ચિદ્ઘન-જ્ઞાનઘન, એક જ્ઞાન જેનું શરીર છે એવો ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે. અને એના સિવાય આ શરીર-વાણી-કર્મ, સ્ત્રી-પુત્ર-પરિવાર કે દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ બધું પરદ્રવ્ય છે. ભાઈ! જેને આત્માનું કલ્યાણ કરવું હોય એણે પરદ્રવ્ય ત્યાગવું જોઈએ એટલે કે પરદ્રવ્ય જે નિમિત્ત-આશ્રય છે તેનું લક્ષ છોડવું જોઈએ; કેમકે પરદ્રવ્યનો આશ્રય-લક્ષ કરવાથી રાગાદિ વિકાર થાય છે. સ્વદ્રવ્યનો આશ્રય છોડીને પરદ્રવ્યનો આશ્રય-લક્ષ કરે છે તેને એના નિમિત્તે નૈમિત્તિક રાગદ્વેષમોહના ભાવ થાય છે.

અહાહા....! પરદ્રવ્ય નિમિત્ત છે અને પોતાનો રાગદ્વેષમોહનો ભાવ નૈમિત્તિક છે એમ વિચારીને ‘तद्–मूलां इमाम् बहुभावसन्ततिम् समम् उद्धर्तुकामः’ પરદ્રવ્ય જેનું


PDF/HTML Page 2837 of 4199
single page version

મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકી સાથે ઉખેડી નાખવાને ઈચ્છતો પુરુષ.......

શું કીધું? કે વિકારના-દુઃખના ભાવો-ચાહે પુણ્ય હો કે પાપ હો-એ બહુભાવોની સંતતિનો પ્રવાહ જે ચાલી રહ્યો છે તેનું મૂળ કારણ પરદ્રવ્ય એટલે પરદ્રવ્યનું સ્વામીપણું છે. પરદ્રવ્યના નિમિત્તે પોતામાં જે વિકાર થાય તેનો એ સ્વામી થાય એ એની સંતતિનું મૂળ છે.

પાઠ તો એમ છે કે- ‘પરદ્રવ્ય જેનું મૂળ છે’ -કોનું? કે બહુભાવ-સંતતિનું. જેમ દીકરાનો દીકરો, એનો દીકરો-એમ વંશપરંપરા ચાલે તેમ રાગદ્વેષમોહના બહુભાવોનો સંતતિ-પ્રવાહરૂપ પરંપરા જે ચાલે તેનું મૂળ પરદ્રવ્ય છે એમ કહે છે. એટલે શું? કે વિકારની સંતતિનો પ્રવાહ પરદ્રવ્યના આશ્રયે-નિમિત્તે ઊભો થાય છે. પરદ્રવ્યનો આશ્રય- લક્ષ કરવાથી વિકારની પરંપરા થાય છે.

‘પરદ્રવ્ય જેનું મૂળ છે’ - આમાંથી કેટલાક લોકો ઉંધો અર્થ કાઢે છે કે-જુઓ, વિકારનું મૂળ પરદ્રવ્ય છે અર્થાત્ પરદ્રવ્ય વિકાર કરાવે છે.

અરે ભાઈ! એનો અર્થ એમ નથી. પણ પરદ્રવ્યના લક્ષે વિકાર જ થાય છે તેથી વિકારની સંતતિનું મૂળ પરદ્રવ્ય કહ્યું છે. વિકારના ભાવોની પ્રવાહરૂપ સંતતિ જે ઉઠે છે એનું કારણ તો આને જે પરદ્રવ્યનો આશ્રય, પરદ્રવ્યનું સ્વામીપણું, અને પરદ્રવ્યના આશ્રયે થતા વિકારનું સ્વામીપણું છે તે છે.

અહાહા....! આત્મા શુદ્ધ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે; તે સ્વદ્રવ્ય છે. બાકી બધું લોકાલોક પરદ્રવ્ય છે. અહીં કહે છે-પોતાના સ્વદ્રવ્યને છોડીને લોકાલોકની ચીજો જે નિમિત્ત છે એનો આશ્રય-લક્ષ કરે ત્યાં વિકાર જ થાય છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર અને સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા હોય તોય તેના આશ્રયે-લક્ષે વિકાર જ થાય. અહાહા....! ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપ પ્રભુ સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળ નિર્વિકાર કલ્યાણસ્વરૂપ ધર્મના પરિણામ થાય છે અને એને છોડીને પરદ્રવ્યનો આશ્રય કરી પરિણમે ત્યાં અકલ્યાણરૂપ વિકારની-દોષની સંતતિનો પ્રવાહ ઊભો થાય છે.

પાઠમાં ‘तन्मूलां’ શબ્દનો શબ્દાર્થ એમ છે કે-દોષનું મૂળ કારણ પરદ્રવ્ય છે, પણ ભાવ એમ નથી. શ્રી રાજમલજીએ કળશટીકામાં ‘तन्मूलां’ નો અર્થ કર્યો છે કે- “ પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેનું એવી છે.” મતલબ કે વિકાર સંતતિનું મૂળ કારણ પરદ્રવ્યનું સ્વામીપણું છે. અહા! પૂરણ જ્ઞાન ને આનંદની સહજાનંદસ્વરૂપ મૂર્તિ પ્રભુ આત્માનું સ્વામીપણું છોડી દઈ જે એ પરદ્રવ્યના ઝુકાવમાં જાય છે એ વિકારની સંતતિ- પરંપરાનું મૂળ છે.

પ્રશ્નઃ– બીજાને સમજાવે તો ધર્મનો પ્રચાર થાય ને?


PDF/HTML Page 2838 of 4199
single page version

ઉત્તરઃ– કોણ સમજાવે? ભાષા તો પરદ્રવ્ય છે. એનો આશ્રય લેવા જાય તો વિકાર થાય છે એમ કહે છે. બીજાને આશ્રયે પણ વિકાર જ થાય છે. પરનો આશ્રય બહુ ભાવસંતતિનું-વિકારનું જ મૂળ છે. હવે આવું આકરું લાગે એટલે કહે કે આ સોનગઢવાળાઓએ નવું કાઢયું છે. પણ બાપુ! આ નવું નથી ભાઈ! આ તો અનંત તીર્થંકરો ને કેવળીઓએ કહેલી પ્રવાહથી ચાલી આવેલી વાત છે.

સમકિતીને સ્વદ્રવ્યનો આશ્રય થયો છે, પણ હજી અપૂર્ણ છે. તેથી તેને કંઈક પરનો આશ્રય છે ને તેથી તેને હજી અલ્પ રાગાદિ થાય છે; ધર્મ પ્રચારનો ભાવ પણ એને હોય છે, પણ એને મિથ્યાત્વ હોતું નથી. અજ્ઞાનીને તો બીજો મને સમજાવી દે -એમ પરદ્રવ્યના આશ્રયમાં સ્વામીપણું ને લાભબુદ્ધિ વર્તે છે ને તેથી તેને મિથ્યાત્વ અને રાગદ્વેષની પરંપરાનો જ લાભ થાય છે. સમજાણું કાંઈ....?

મોક્ષપાહુડમાં ગાથા ૧૬ માં આવે છે કે-

परदव्वादो दुग्गइ सद्व्वादो हु सग्गई होई

સ્વદ્રવ્યના આશ્રયે સુગતિ નામ નિર્મળ મોક્ષની પરિણતિ થાય છે ને પરદ્રવ્યના આશ્રયે દુગર્તિ નામ મલિન સંસારની પરિણતિ થાય છે. ત્યાં ૧૩મી ગાથામાં પણ કહ્યું છે કે- સ્વદ્રવ્યમાં રતિ તે મોક્ષનું કારણ ને પરદ્રવ્યમાં રતિ તે સંસારનું કારણ છે. લ્યો, આવું ટુંકું પણ કેવું સ્પષ્ટ!

હવે સ્વદ્રવ્ય-પરદ્રવ્ય કોને કહીએ? અહા! પરદ્રવ્ય ત્રણ પ્રકારે છેઃ સચેત, અચેત અને મિશ્ર. ત્યાં અરિહંતનો આત્મા, સ્ત્રીનો આત્મા, નિગોદનો આત્મા એ બધા સચેત; એક પરમાણુથી માંડીને મહાસ્કંધ એ અચેત છે અને શિષ્ય, નગર, સ્ત્રી-પરિવાર આદિ સહિત બધા મિશ્ર છે. આ કોઈ પણ-સચેત, અચેત કે મિશ્ર-પરદ્રવ્યનો આશ્રય લેતાં વિકાર જ થાય છે.

તથા આઠ કર્મથી રહિત નિર્મળ નિર્વિકાર શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્મા છે તે સ્વદ્રવ્ય છે, અને સ્વદ્રવ્યનો આશ્રય લેતાં કલ્યાણરૂપ પરમ વીતરાગ ભાવ થાય છે. અહા! વીતરાગનો આ માર્ગ તો જુઓ! કેટલું વહેંચી નાખ્યું છે.! ભગવાન વીતરાગદેવ એમ કહે છે કે-અમારી સામે લક્ષ કરશો ને વાણી સાંભળશો તો તમને રાગ જ થશે, કેમકે અમે તમારે માટે પરદ્રવ્ય છીએ. અહો! આવી અલૌકિક વાત વીતરાગના શાસન સિવાય બીજે ક્યાંય છે નહિ.

અહા! જેના નિમિત્તે નવાં નવાં કર્મ બંધાય છે તે વિકારની સંતતિનું મૂળ પરદ્રવ્યનું સ્વામીપણું છે; અને સ્વદ્રવ્યનું સ્વામીપણું એ મુક્તિનું કારણ છે. અહા! પર- આશ્રયે બંધ ને સ્વ-આશ્રયે મુક્તિ-આ સર્વનો સંક્ષેપમાં સાર છે.

અહીં બંધ અધિકારમાં પરદ્રવ્યનો આશ્રય બંધનું કારણ લીધું, સમયસાર


PDF/HTML Page 2839 of 4199
single page version

નાટકમાં બનારસીદાસે મોહ અને રાગદ્વેષના પરિણામ બંધનું કારણ લીધું અને કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ પરભાવના સ્વામીપણાને મૂળ કારણ કીધું, મોક્ષપાહુડમાં ‘પરદવ્વાદો દુગ્ગઈ’ એમ લીધું-આ બધાનો અર્થ એક જ છે.

અહા! વ્યવહાર-દયા, દાન, પૂજા આદિનો રાગ-બંધનું કારણ છે એ વાત કેટલાકને આકરી પડે છે. પણ ભાઈ! પૂર્ણ આશ્રય નથી, કેવળજ્ઞાનની દશા નથી અને સાધકદશા છે ત્યાં સુધી ધર્મીને પરદ્રવ્યના આશ્રયના દયા, દાન, ભક્તિ, વ્રત, તપ આદિના પુણ્યભાવ આવે ખરા, આવ્યા વિના રહે નહિ, પણ છે એ બંધનું કારણ. આ બંધ અધિકાર છે ને? એમાં પરદ્રવ્યના લક્ષે થયેલા સઘળા પરિણામ બંધ સાધક ભાવ છે એમ કહે છે.

હા, પણ લોકો ‘એકાંત છે, એકાંત છે’ -એમ રાડો પાડે છે કે નહિ? એમ કે દેવ-ગુરુ-શાસ્ત્રથી પણ લાભ થાય છે, વ્યવહારથી પણ લાભ થાય છે-એમ અનેકાન્ત છે. ભગવાને નિશ્ચય ને વ્યવહાર-બે નય કીધા છે, તો બેયથી લાભ થાય એમ કહો તે અનેકાન્ત છે.

સમાધાનઃ– ભગવાન! બે નય છે, બે નયના વિષય છે-એમ ભગવાને કીધું છે એ તો યથાર્થ છે; પણ બન્ને નય આદરણીય છે એમ ક્યાં ભગવાને કીધું છે? બાપુ! બે નયને આદરણીય માને તો બેય એક થઈ જાય, બે રહે નહિ. પણ બેય છે, બન્નેના વિષય પણ છે, નિશ્ચય છે ને વ્યવહારેય છે; પણ આદરણીય-ઉપાદેય તો એક નિશ્ચય જ છે. વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ (જુઓ, ગાથા ૧૨ ટીકા) કોઈ વ્યવહાર નથી એમ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે, ને વ્યવહારથી લાભ થાય એમ માને તોય મિથ્યાદ્રષ્ટિ છે.

પ્રશ્નઃ– વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ તો ખરું ને? ઉત્તરઃ– શું ખરું? શું ઝેર પીતાં પીતાં અમૃતનો ઓડકાર આવે? ન આવે. તેમ પરદ્રવ્યનો આશ્રય કરતાં કરતાં સ્વદ્રવ્યનો આશ્રય કદીય ન આવે. રાગ કરતાં કરતાં વીતરાગતા કદીય ના થાય. આ તો ન્યાયથી વાત છે; આમાં કોઈની મતિ-કલ્પના ન ચાલે.

એક કોર ભગવાન આત્મા અંદર પોતે શુદ્ધ જીવ-તત્ત્વ છે, ને બીજી કોર પુણ્ય- પાપના ભાવ એ ભિન્ન આસ્રવ તત્ત્વ છે અને શરીર અને કર્મ એ અજીવ તત્ત્વ છે. હવે એક સમયની જે પર્યાય છે તે વ્યવહારે આત્મા છે. અહા! એ પર્યાયની બુદ્ધિમાં તો અનાદિ કાળથી રહેલો છે; પર-આશ્રયમાં તે અનાદિ કાળથી રહેલો છે. હવે એને નિશ્ચય શુદ્ધ જીવતત્ત્વ અખંડ એક જ્ઞાયકભાવરૂપ સ્વદ્રવ્યમાં સ્થાપીને સ્વદ્રવ્યના આશ્રયે જેટલી જે દશા થાય તે ધર્મ છે, મોક્ષનું કારણ છે. અને સ્વનો આશ્રય છોડીને જેટલો પરદ્રવ્યના આશ્રયમાં જાય, પરદ્રવ્ય ચાહે તો સમ્મેદશિખર હો કે સાક્ષાત્ તીર્થંકર દેવ હો, તેટલો એને વિકાર થાય, બંધ થાય; શુભભાવ થાય એથી પણ (પુણ્ય) બંધ જ થાય.


PDF/HTML Page 2840 of 4199
single page version

અહા! જેણે સ્વદ્રવ્યને જાણ્યું એણે બધુંય જાણ્યું. અહીં કહે છે-પરદ્રવ્ય એટલે સ્વદ્રવ્ય સિવાય જે દેવ-ગુરુ-શાસ્ત્ર, સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ આદિ આખું જગત છે તે પરદ્રવ્ય છે. ત્યાં સ્વનો આશ્રય છોડીને આત્મા જેટલો પર નિમિત્તના આશ્રયમાં જાય છે તેટલો તેને દોષ-વિકાર થાય છે; ચાહે પુણ્ય હો કે પાપ-બેય વિકારની સંતતિ છે, આત્માની સંતતિ નહિ.

કોઈ વળી કહે છે-વિકારની સંતતિનું પરદ્રવ્ય કારણ છે. હા, કારણ છે એટલે નિમિત્ત છે. એ તો પહેલાં જ કીધું ને કે- ‘પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું વિચારીને’ .... , એટલે કે પરદ્રવ્ય તો નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કે એ પરમાં (-જીવમાં) કાંઈ કરતું નથી; કરે તો નિમિત્ત રહે નહિ.

શું કીધું? સિદ્ધાંત સમજાય છે? ચાહે તો ત્રણલોકના નાથ અરિહંત પરમાત્મા અને એમનું વાણીનું નિમિત્ત હો, પણ એ નિમિત્ત કાંઈ આત્માને જ્ઞાન-શ્રદ્ધાન કરાવી દે એમ છે નહિ. જ્ઞાન-શ્રદ્ધાન પોતાને થાય છે એ તો સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે. હું પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ છું એવું પરિપૂર્ણનું જ્ઞાન-શ્રદ્ધાન તો સ્વને આશ્રયે જ થાય છે. પર નિમિત્ત હો, પણ એ જીવમાં કાંઈ કરતું નથી.

‘પરમાત્મપ્રકાશ’ માં આવે છે કે-ભગવાનની દિવ્યધ્વનિથી પણ આત્મા જણાય એવો નથી.

ત્યારે લોકો રાડું પાડે છે કે-શું એનાથી ન જણાય? પ્રવચનસારમાં તો પાઠ છે કે- ‘सत्यं समधिदव्यं’ -શાસ્ત્ર સમધ્યયનીય છે. (ગાથા ૮૬)

ભાઈ! એનો અર્થ એ છે કે-તારું લક્ષ આત્મા ઉપર રાખી શાસ્ત્ર શું કહે છે એ બરાબર સાંભળ અને સમજ. ભલે વિકલ્પ છે, પણ આત્માનું લક્ષ છે તેથી એને અંદર નિર્જરા થાય છે. જેટલો વિકલ્પ રહે છે એટલો બંધ છે, પણ એને ગૌણ ગણીને શાસ્ત્ર બરાબર જાણવાં, સમજવાં એમ કહ્યું છે.

અહીં કહે છે-શાસ્ત્ર પરદ્રવ્ય છે, નિમિત્તમાત્ર છે, અને એના લક્ષે નૈમિત્તિક વિકાર થશે, પુણ્યભાવ થશે, બંધભાવ થશે. ભાઈ! પરદ્રવ્યનો આશ્રય અને સ્વામીપણું એ વિકારની-પુણ્ય-પાપભાવની સંતતિનું મૂળ છે. જ્યાં સુધી એને પરદ્રવ્યના નિમિત્તપણાનું લક્ષ છે. ત્યાં સુધી વિકારની -દુઃખની સંતતિ ઊભી જ રહે છે.

અહા! ‘એ બહુભાવસંતતિને એકી સાથે ઉખેડી નાખવાને ઈચ્છતો પુરુષ’ -પુરુષ કહેતાં આત્મા; જે અસંખ્ય પ્રકારે શુભાશુભ ભાવો છે તેની સંતતિને એકી સાથે ઉખેડી નાખવા માગે છે તે પુરુષ-આત્મા ‘तत् किल समगं्र परद्रव्यं बलात् विवेच्य’ -તે સમસ્ત પરદ્રવ્યને બળથી (-ઉદ્યમથી, પરાક્રમથી) ભિન્ન કરીને.....