Pravachan Ratnakar (Gujarati). Gatha: 283-287.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 141 of 210

 

PDF/HTML Page 2801 of 4199
single page version

અહા! એ અજ્ઞાનીને અનાદિથી કર્મનો ઉદય જેમનું નિમિત્ત છે એવા રાગદ્વેષમોહાદિ પરિણામો છે. શું કીધું? આ પરવસ્તુની પ્રીતિ તે રાગ, પરવસ્તુની અપ્રીતિ તે દ્વેષ, અને તે રાગદ્વેષ મારા-એવો ભાવ તે મોહ-એમ અજ્ઞાનીને અનાદિથી રાગદ્વેષમોહાદિ પરિણામો છે. આદિ કહેતાં વિષયવાસના, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક વગેરે બધા પરિણામો સમજી લેવા.

આ કોઈ મરી જાય ત્યારે બાઈઓ રોતી નથી? એમાં કોઈને ધણી મરી જાય ત્યારે ‘કુવામાં ઉંડા ઉતારીને’ -એવું બધું રોવે. આ બધું નવાં કર્મ બંધાય એમાં નિમિત્ત છે એમ કહે છે. એમાં (રાગદ્વેષાદિમાં) જુનાં કર્મ નિમિત્ત છે અને નવાં કર્મ બંધાય એમાં આ રાગદ્વેષમોહના પરિણામ નિમિત્ત છે. નિમિત્ત છે, પણ કોઈ-કોઈના (એકબીજાના) કર્તા નહિ હોં; પુણ્ય-પાપના-રાગદ્વેષમોહના ભાવ કરે એમાં જુનાં કર્મ નિમિત્ત છે, પણ કર્મે એ કર્યા નથી; અને એ રાગદ્વેષમોહના પરિણામ નવાં કર્મ બંધાય એમાં નિમિત્ત છે, પણ એ નવું કર્મબંધન રાગ-દ્વેષ-મોહે કર્યું નથી. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે પણ કર્તાકર્મભાવ નથી.

આમાં અત્યારે મોટા વાંધા ઊઠયા છે. એમ કે સોનગઢવાળા નિમિત્તને માનતા નથી. હમણાં ભાઈ! એ કૈલાસચંદ્રજીએ ખુલાસો કર્યો છે કે-સોનગઢવાળા નિમિત્તને માનતા નથી એમ નથી, નિમિત્ત છે એમ તો માને છે, પણ નિમિત્તથી પરમાં (ઉપાદાનમાં) કાંઈ થાય છે એમ માનતા નથી. -વાત તો સાચી છે.

બે વાત આવી છે. એક તો ક્રમબદ્ધની; એમ કે દરેક દ્રવ્યમાં જે સમયે જે અવસ્થા થવાની હોય તે સમયે તે અવસ્થા થાય થાય ને થાય એમ બધું ક્રમબદ્ધ જ છે; પણ એની યથાર્થ પ્રતીતિ એને થાય છે કે જેની દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય (-આત્મા) પર હોય છે. બીજી નિમિત્તનીઃ એમ કે સોનગઢવાળા નિમિત્તને નથી માનતા એમ નહિ, પણ તેઓ નિમિત્તને પરના કર્તા માનતા નથી. જેમ કે-પાણી ઉનું થાય ત્યારે અગ્નિ નિમિત્ત છે, પણ અગ્નિએ પાણી ઉનું કર્યું નથી. પાણી ઉનું થયું છે એ પોતાના કારણે થયું છે, અગ્નિના કારણે નહિ.

તો પ્રશ્ન થાય કે જો અગ્નિને દૂર કરો તો પાણી ઉનું નહિ રહે.

સમાધાન એમ છે કે-પાણી ઉનું નહિ રહે તે પણ પોતાના કારણે. ટાઢું થાય એ પણ પોતાના કારણે ને ઉનું થાય એ પણ પોતાના કારણે, અને ત્યારે અગ્નિનું ન હોવું ને હોવું એ તો નિમિત્તમાત્ર છે.

પરદ્રવ્યના કારણે પરમાં કાંઈ થતું નથી એ મૂળ સિદ્ધાંત છે. અજ્ઞાની કલ્પનાથી માને કે મેં આ કર્યું ને તે કર્યું. દુકાને-ધંધે બેઠો હોય ત્યારે આ વેચ્યું ને આ


PDF/HTML Page 2802 of 4199
single page version

ખરીદ્યું ને આટલું કમાણો એમ મોટા મોટા આંકડા ગણે પણ ભાઈ! ધૂળેય કમાણો નથી સાંભળને. એ બધી પરની ક્રિયા કે દિ’ તું કરી શકે છે? તેં તો ખાલી રાગ-દ્વેષ-મોહના ભાવ કર્યા બસ એટલું જ. અહિં કહે છે-અજ્ઞાનીને આ જે રાગદ્વેષમોહના પરિણામો છે તે જ ફરીને રાગદ્વેષમોહનું જે નિમિત્ત છે એવા પુદ્ગલકર્મના બંધનું નિમિત્ત કારણ થાય છે.

ઃ ગાથા ૨૮૨ નો ભાવાર્થઃ

‘અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણ થાય છે.’

જૂનું કર્મ રાગદ્વેષમોહાદિ વિકારનું નિમિત્ત થાય છે, અને તે વર્તમાન રાગદ્વેષમોહાદિના પરિણામ નવાં કર્મ બંધાય છે તેનું નિમિત્ત થાય છે આ પ્રમાણે અજ્ઞાનીને સંસાર પરંપરા છે. આવી વાત છે.

(પ્રવચન નં. ૩૪૧ (ચાલુ)*દિનાંક ૧૪-પ-૭૭)

PDF/HTML Page 2803 of 4199
single page version

ગાથા ૨૮૩ થી ૨૮પ
अप्पडिकमणं दुविहं अपच्चखाणं तहेव विण्णेयं।
एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा।। २८३।।
अप्पडिकमणं दुविहं दव्वे भावे अपच्चखाणं पि।
एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा।। २८४।।
जावं अप्पडिकमणं अपच्चखाणं च दव्वभावाणं।
कुव्वदि आदा तावं कत्ता सो होदि णादव्वो।। २८५।।
अप्रतिक्रमणं द्विविधमप्रत्याख्यानं तथैव विज्ञेयम्।
एतेनोपदेशेन चाकारको वर्णितश्चेतयिता।। २८३।।
अप्रतिक्रमणं द्विविधं द्रव्ये भावे तथाऽप्रत्याख्यानम्।
एतेनोपदेशेन चाकारको वर्णितश्चेतयिता।। २८४।।
यावदप्रतिक्रमणमप्रत्याख्यानं च द्रव्यभावयोः।
करोत्यात्मा तावत्कर्ता स भवति ज्ञातव्यः।।
२८५।।
અણપ્રતિક્રમણ દ્વયવિધ, અણપચખાણ પણ દ્વયવિધ છે,
–આ રીતના ઉપદેશથી વર્ણ્યો અકારક જીવને. ૨૮૩.
અણપ્રતિક્રમણ બે–દ્રવ્યભાવે, એમ અણપચખાણ છે,
–આ રીતના ઉપદેશથી વર્ણ્યો અકારક જીવને. ૨૮૪.
અણપ્રતિક્રમણ વળી એમ અણપચખાણ દ્રવ્યનું, ભાવનું,
આત્મા કરે છે ત્યાં લગી કર્તા બને છે જાણવું. ૨૮પ.

ગાથાર્થઃ– [अप्रतिक्रमणं] અપ્રતિક્રમણ [द्विविधम्] બે પ્રકારનું [तथा एव] તેમ [अप्रत्याख्यानं] અપ્રત્યાખ્યાન બે પ્રકારનું [विज्ञेयम्] જાણવું;- [एतेन उपदेशेन च] આ ઉપદેશથી [चेतयिता] આત્મા [अकारकः वर्णितः] અકારક વર્ણવવામાં આવ્યો છે.

[अप्रतिक्रमणं] અપ્રતિક્રમણ [द्विविधं] બે પ્રકારનું છે- [द्रव्ये भावे] દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી; [तथा अप्रत्याख्यानम्] તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે- દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી;- [एतेन उपदेशेन च] આ ઉપદેશથી


PDF/HTML Page 2804 of 4199
single page version

[चेतयिता] આત્મા [अकारकः वर्णितः] અકારક વર્ણવવામાં આવ્યો છે.

[यावत्] જ્યાં સુધી [आत्मा] આત્મા [द्रव्यभावयोः] દ્રવ્યનું અને ભાવનું [अप्रतिक्रमणम् च अप्रत्याख्यानं] અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન [करोति] કરે છે [तावत्] ત્યાં સુધી [सः] તે [कर्ता भवति] કર્તા થાય છે [ज्ञातव्यः] એમ જાણવું.

ટીકાઃ– આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે; કારણ કે, જો એમ ન હોય તો (અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો) અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ (બે પ્રકારનો) ઉપદેશ છે તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે. માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે. જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ અને દ્રવ્ય-અપ્રત્યાખ્યાનનો કર્તાપણાનાં નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય, અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિકભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે. માટે પરદ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો. અને એમ હોતાં, આત્મા રાગાદિકનો અકારક જ છે એમ સિદ્ધ થયું. (આ રીતે જોકે આત્મા રાગાદિકનો અકારક જ છે) તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને (-પરદ્રવ્યને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી (અર્થાત્ જ્યાં સુધી નિમિત્તભૂત દ્રવ્યનું પ્રતિક્રમણ તથા પચખાણ કરતો નથી) ત્યાં સુધી નૈમિત્તિકભૂત ભાવને (-રાગાદિભાવને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી, અને જ્યાં સુધી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી કર્તા જ છે; જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે જ નૈમિત્તિકભૂત ભાવને પ્રતિક્રમે છે તથા પચખે છે, અને જ્યારે પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે સાક્ષાત્ અકર્તા જ છે.

ભાવાર્થઃ– અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારાં જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ-અપ્રતિક્રમણ છે. તેવી રીતે આગામી કાળ સંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્યઅપ્રત્યાખ્યાન છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ-અપ્રત્યાખ્યાન છે. આમ દ્રવ્યઅપ્રતિક્રમણ ને ભાવ-અપ્રતિક્રમણ તથા દ્રવ્ય-અપ્રત્યાખ્યાન ને ભાવ-અપ્રત્યાખ્યાન


PDF/HTML Page 2805 of 4199
single page version

-એવો જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિકભાવને જણાવે છે. માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય તો નિમિત્ત છે અને રાગાદિભાવો નૈમિત્તિક છે. આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે રાગાદિભાવોનો અકર્તા જ છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જોકે આ આત્મા રાગાદિભાવોનો અકર્તા જ છે તોપણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યનાં અપ્રતિક્રમણ- અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તેને રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાં સુધી રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદિભાવોનો કર્તા જ છે; જ્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે, અને જ્યારે રાગાદિભાવોનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત્ અકર્તા જ છે.

*
સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮પઃ મથાળું

હવે પૂછે છે કે આત્મા રાગાદિકનો અકારક જ શી રીતે છે? તેનું સમાધાન (આગમનું પ્રમાણ આપીને) કરે છેઃ-

* ગાથા ૨૮૩ થી ૨૮પ ટીકા ઉપરનું પ્રવચન *

‘આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે; કારણ કે જો એમ ન હોય તો (અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો) અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ.’

જરી ઝીણો અધિકાર છે, (માટે) ધ્યાન દઈને સાંભળવું. પ્રભુ! કહે છે-શુદ્ધ ચિદાનંદરસકંદ પ્રભુ આત્મા પોતે પોતાના સ્વભાવથી રાગાદિ વિકારપણે થતો નથી. અહાહા...! એક જાણગ-જાણગ-જાણગ જેનો સ્વભાવ છે એવો એક જ્ઞાયક સ્વભાવમય આત્મા રાગાદિ વિકારનો પોતાથી કર્તા થાય એમ છે નહિ. અંતર સ્વભાવથી-... ‘आत्मना’ એમ છે ને? મતલબ કે અંતરસ્વભાવથી આત્મા રાગાદિકનો અકારક જ છે. લ્યો, આવી સૂક્ષ્મ વાત!

અરે! અનંતકાળથી એ દુઃખી છે, દુઃખથી દાઝેલો છે. જેમ અગ્નિના અંગારાથી શરીર બળે તેમ એ પુણ્ય-પાપરૂપ કષાયને કરનારો નથી. આત્માનો સ્વભાવ તો એકલો જ્ઞાન ને આનંદરૂપ છે. તે રાગને કેમ કરે? આ દયા, દાન, વ્રતાદિ વ્યવહારના વિકલ્પ હોય છે ને? ભગવાન આત્મા એનોય સ્વભાવથી કર્તા નથી, અકારક જ છે.

પ્રશ્નઃ– આવો સ્વભાવ છે તો એને રાગ કેમ થાય છે? ઉત્તરઃ– એ પરનું લક્ષ કરે છે ને? પરનો હું સ્વામી છું એમ માનીને પરનું


PDF/HTML Page 2806 of 4199
single page version

લક્ષ કરે છે તે એને વિકારનું-રાગાદિનું કારણ છે. પોતાનું સ્વરૂપ છે એનો સ્વ-સ્વામી સંબંધ ન કરતાં જે સ્વરૂપમાં નથી એવા પરદ્રવ્યો ને પુણ્ય-પાપના ભાવોમાં સ્વામિત્વની પ્રતીતિ કરે છે તેથી એને રાગ થાય છે ને બંધન થાય છે; એમાં પરદ્રવ્ય નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ છે એટલે એમ નહિ કે પરદ્રવ્ય એને નિમિત્તકારણ થઈને રાગ કરાવે છે, પણ પોતે પરદ્રવ્યના લક્ષે પરિણમે છે તેથી રાગ થાય છે એમ અર્થ છે. સમજાણું કાંઈ...?

અહિં કહે છે-આત્મા સ્વભાવથી રાગાદિનો અકારક જ છે. હવે તેનું કારણ આપે છે કે જો એમ ન હોય અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ. શું કીધું? કે આત્મા સ્વભાવથી જ જો શુભાશુભ ભાવોનો કર્તા હોય તો ભગવાને, દ્રવ્ય-ભાવનું પ્રતિક્રમણ કર, દ્રવ્ય-ભાવનું પ્રત્યાખ્યાન કર-એમ જે બે પ્રકારે (દ્રવ્યભાવનો) ઉપદેશ કર્યો છે તે બની શકે નહિ. દ્રવ્ય એટલે સંયોગી ચીજ ને ભાવ એટલે શુભાશુભ વિકાર-એમ બેયથી પાછા ફરવાનો ને બેયના પચખાણનો જે ભગવાનનો ઉપદેશ છે તે બની શકે નહિ કેમકે આત્મા સ્વભાવથી જ રાગાદિનો કારક હોય તો તે રાગાદિથી કેવી રીતે પાછો ફરે? એનું પચખાણ કેવી રીતે કરે?

ખરેખર તો બેયથી (દ્રવ્ય ને ભાવથી) પાછું હટવું-એવો ભગવાનનો ઉપદેશ છે. પણ રાગાદિનો જો આત્મા ખરેખર કર્તા હોય તો એનાથી પાછું હઠવું હોઈ શકે નહિ. આ ન્યાયનો જરી ઝીણો વિષય છે.

પહેલાં કહ્યું કે આત્મા ત્રિકાળી ધ્રુવ એકલો ચૈતન્યબિંબ પ્રભુ રાગદ્વેષાદિ વિકારના ભાવોનો પોતાના સ્વભાવથી અકારક જ છે. હવે કહે છે-જો એમ ન હોય તો, ભગવાનના ઉપદેશમાં જે એમ આવ્યું કે-ભાવ એટલે શુભાશુભ વિકાર અને દ્રવ્ય એટલે એ વિકારનું નિમિત્ત બાહ્યચીજ-એ બેયથી પાછો હઠ-એ બની શકે નહિ. વિકાર જો એનું સ્વરૂપ જ હોય તો એનાથી પાછા હઠવાનું કેમ બની શકે?

શું કીધું? આમાં ન્યાય સમજાય છે? જે સંયોગી ચીજ વિકારમાં નિમિત્ત છે તેને દ્રવ્ય કહીએ અને પર્યાયમાં જે વિકાર છે તેને ભાવ કહીએ. હવે ભગવાને ઉપદેશમાં એમ કહ્યું કે દ્રવ્ય-ભાવ બેયથી ખસી જા, અર્થાત્ વિકારનું નિમિત્ત જે બાહ્યચીજ એનાથી ખસી જા ને વિકારથીય હઠી જા. પરંતુ આત્મા જો સ્વભાવથી જ વિકારનો ને નિમિત્તનો કર્તા હોય તો ‘એનાથી, પાછો હઠી જા’ -એમ ઉપદેશ હોઈ શકે નહિ. માટે એમ નક્કી થયું કે વિકાર ને વિકારના નિમિત્તનું કરવાપણું સ્વભાવથી આત્માને છે જ નહિ અર્થાત્ આત્મા અકારક જ છે; અને તેથી જ દ્રવ્ય-ભાવ-બેયથી પાછો હઠી જા એમ ભગવાનનો ઉપદેશ છે. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 2807 of 4199
single page version

હવે આ વાણિયાને હાથ પડયો જૈનધર્મ! બિચારા વેપાર આડે નવરા પડે તો આનો વિચાર કરે ને? આખો દિ’ આ ભાવે લીધું ને આ ભાવે દીધું ને આટલું કમાણો- બસ એના સિવાય બીજો (-તત્ત્વનો) વિચાર જ ન હોય ત્યાં શું થાય? પણ ભાઈ! આ સમજવું પડશે હોં. તારા રૂપિયા તો કયાંય તિજોરીમાં રહેશે અથવા અન્ય અવસ્થાએ રહેશે, આ દેહ બળીને ખાખ થશે ને તું કયાંય ચાલ્યો જઈશ હોં. બધુંય ફરી જશે ભાઈ! ક્ષેત્ર ફરી જશે, કાળ ફરી જશે, ભવ ફરી જશે ને ભાવ ફરી જશે. ભગવાન! તું કયાં જઈશ? અહીં તો મોટો કરોડપતિ શેઠ હોય ને મરીને અરરર! વાંદરી ને કુતરીને પેટે જાય! શું થાય? માંસ-દારૂનું સેવન હોય નહિ એટલે નરકે તો ન જાય પણ માયા-કપટ ને આડોડાઈ ઘણી હોય એટલે આડોડાઈમાં જાય. આડોડાઈ એટલે આ ઢોરના શરીર આમ આડાં હોય છે એમાં જાય.

ધર્મ તો કર્યો ન હોય ને સ્વાધ્યાય આદિય ન કરે એટલે પુણ્યનાંય ઠેકાણાં ન હોય અને ધૂળ-પૈસા કમાવામાં ખૂબ કૂડ-કપટ-માયા કરે એટલે મરીને ઢોરમાં-તિર્યંચમાં જ જાય. માટે કહે છે-ભાઈ! એ પ્રપંચના ભાવ છોડીને સ્વ-સ્વરૂપમાં ઉદ્યમી થા. તારો ભગવાન એ પ્રપંચના ભાવોથી ભિન્ન છે. માટે પ્રપંચના ભાવોથી અને એનાં બાહ્ય નિમિત્તોથી હઠી જા. અહા! એ રાગદ્વેષાદિ ભાવો પરલક્ષે કૃત્રિમ ઊભા થયા છે; ભગવાન આત્મા એનો ખરેખર કર્તા નથી; જો કર્તા હોય તો ‘એનાથી હઠી જા’ એવો ભગવાનનો જે ઉપદેશ છે તે જ ન હોઈ શકે. સમજાણું કાંઈ...? હવે કહે છે-

‘અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ (બે પ્રકારનો) ઉપદેશ છે તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે.’

શું કીધું? કે વિકારનો ભાવ તે નૈમિત્તિક છે ને બાહ્યવસ્તુ જે સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન, વેપાર-ધંધો વગેરે તે નિમિત્ત છે. એ બેને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ત્યાં એ નિમિત્ત છે તો વિકાર થયો એમ નથી, અને વિકાર થયો માટે નિમિત્ત-ત્યાં આવ્યું એમેય નથી. પોતે પોતાના સ્વભાવને ભૂલીને વિકારભાવ કરે છે ત્યારે ત્યાં બીજી ચીજ સામે નિમિત્ત હોય છે બસ. આવો વિકારને ને બીજી ચીજને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે.

અહા! આ પુણ્ય-પાપના જે અસંખ્ય પ્રકારે વિકારી ભાવ છે એ નૈમિત્તિક છે અને બાહ્યચીજો એમાં નિમિત્ત છે. એ નિમિત્તને દ્રવ્ય કીધું ને વિકારને ભાવ કીધો. એ દ્રવ્ય અને ભાવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એ બેયનો સંબંધ છોડ એમ કહે છે; કારણ કે એ નિમિત્તના લક્ષે થયેલા વિકારો એ કાંઈ વાસ્તવિક-સાચું આત્મ સ્વરૂપ નથી. ‘એનાથી (બેયથી) પાછો હઠ’ -એ ઉપદેશનો અર્થ જ એ છે કે


PDF/HTML Page 2808 of 4199
single page version

વિકારનો કર્તા આત્મા છે નહિ. એ અજ્ઞાનભાવે એનો કર્તા પોતાને માને છે એ બીજી વાત છે. લ્યો, હવે આવું ઝીણું! એ બેયથી હઠવું એનું નામ પ્રતિક્રમણ. બાકી સવાર-સાંજ ‘પડિક્કમામિ ભંતે’ ઈત્યાદિ ભણી જાય એ તો ધૂળેય પડિક્કમણ નથી. એ તો રાગના પરિણામ છે અને એનો કર્તા થાય છે એ તો અપડિક્કમણ છે.

અહીં દ્રવ્યથી-બાહ્ય નિમિત્તથી હઠવાનું કહે છે કારણ કે એના તરફનું એને લક્ષ છોડાવવું છે. બાહ્ય નિમિત્તથી હઠી જા એનો અર્થ એમ કે નિમિત્તનું લક્ષ છોડી દે તો તારો ભાવ (-વિકાર) પણ છૂટી જશે, અને તું તારા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવીશ. લ્યો, આનું નામ ધર્મ ને આ પડિક્કમણ છે. અહા! આવો ઉપદેશ દ્રવ્ય ને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો આત્માના અકર્તાપણાને જ જણાવે છે.

અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બન્નેય બબ્બે પ્રકારનાં છે. એક તો દ્રવ્યનું એટલે પરદ્રવ્યનું લક્ષ અને બીજું ભાવનું એટલે પરદ્રવ્યના લક્ષે થતા વિકારનું આવું બેપણું એની પર્યાયમાં છે, પર્યાયના સંબંધમાં છે, પણ વસ્તુના સ્વભાવમાં નથી. તેથી પર્યાયમાં છે એનો ત્યાગ કરાવ્યો છે કેમકે એ ત્યાગ થઈ શકે છે, જો સ્વભાવમાં હોય તો ત્યાગ થઈ શકે નહિ અને એનો ઉપદેશ પણ બની શકે નહિ. એ બે પ્રકારનો ઉપદેશ દ્રવ્ય ને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો આત્મા અકર્તા છે એમ સિદ્ધ કરે છે. કેવો સરસ ન્યાય આપ્યો છે!

ભાઈ! એ દ્રવ્ય ને ભાવનું અપ્રતિક્રમણ અને દ્રવ્ય ને ભાવનું અપ્રત્યાખ્યાન તારી પર્યાયમાં છે. તે વર્તમાન કૃત્રિમ છે, તેને છોડ કેમકે એ તારો સ્વભાવ નથી. પરદ્રવ્યના લક્ષમાં જવું અને એના લક્ષે વિકાર કરવો એ (તારું) વસ્તુસ્વરૂપ નથી, વસ્તુએ તો તું અકર્તા છો ભગવાન!

અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકીનાથ પરમાત્મા એમ કહે છે કે-તું અકારક છો ને પ્રભુ! જેવો હું છું તેવો તું અંદર આત્મા છો ને નાથ! હું જેમ જગતનો જાણનાર- દેખનાર છું તેમ તું પણ જગતનો જાણનાર-દેખનાર છો ને! અહા! આ પુણ્ય ને પાપનું લક્ષ જાય એ તારો અકૃત્રિમ સ્વભાવ નથી. અહા! તું પરલક્ષમાં જાય ને વિકાર કરે એ કાંઈ તારું સ્વરૂપ છે? (ના.) ભગવાન! તું એનાથી ભિન્ન નિરાળી ચીજ છો. અહા! તને અમારું લક્ષ થાય એ અપડિક્કમણ છે, અપ્રત્યાખ્યાન છે, કેમકે અમે પરદ્રવ્ય છીએ અને પરદ્રવ્યના લક્ષે રાગ જ થાય છે. માટે પરદ્રવ્યના લક્ષથી ને રાગથી હઠી જા. લ્યો, હવે આવો ઉપદેશ અને આવો મારગ! બીજે કયાંય છે નહિ.

અહીં નિમિત્ત ને નૈમિત્તિક ભાવ બેયને છોડ એમ કહેતાં અંદર આત્મા સ્વભાવથી અકર્તા છે એમ સિદ્ધ થાય છે. ભગવાનનો ઉપદેશ એમ આવ્યો કે-પડિક્કમણ


PDF/HTML Page 2809 of 4199
single page version

કર, પચકખાણ કર; એટલે કે પરવસ્તુ જે બાહ્ય નિમિત્ત છે તેનો ત્યાગ કર અર્થાત્ એનું લક્ષ છોડી દે જેથી તત્સંબંધી ભાવનો પણ ત્યાગ થઈ જશે. અહીં એમ કહેવું છે કે જ્યારે નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં તું છો તો એ ભાવ થાય છે, પણ વસ્તુસ્વભાવમાં એ કાંઈ છે નહિ, તેથી વસ્તુના-સ્વના લક્ષમાં જતાં નિમિત્ત-નૈમિત્તિકભાવ છૂટી જાય છે. હવે કહે છે-

‘માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે.

સ્ત્રી-કુટુંબ, ધન-સંપત્તિ દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ બાહ્યવસ્તુ નિમિત્ત છે અને તેના લક્ષે-સંબંધે થતા આત્માના રાગાદિ-પુણ્ય-પાપના ભાવો નૈમિત્તિક છે. ત્યાં નિમિત્ત- બાહ્યવસ્તુ કાંઈ નૈમિત્તિક ભાવ જે રાગાદિ તેને કરતું-કરાવતું નથી, તથા નૈમિત્તિકભાવ જે રાગાદિ તે નિમિત્તને લાવતું-છોડાવતું નથી. માત્ર નિમિત્ત ઉપર દ્રષ્ટિ રાખી પરિણમે છે તો નૈમિત્તિક રાગાદિભાવ થાય છે, અને નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ ખસે છે ત્યારે નૈમિત્તિક ભાવ પરથી પણ દ્રષ્ટિ ખસે છે ને ત્યારે બન્ને દ્રષ્ટિમાંથી છૂટી જાય છે. આત્મા પરનો- વિકારનો સ્વભાવથી કર્તા છે નહિ માટે વિકાર છૂટી જાય છે, જો કર્તા હોય તો કદીય છૂટે નહિ.

હવે કહે છે-પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે; ‘જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ અને દ્રવ્ય-અપ્રત્યાખ્યાનનો કર્તાપણાના નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય.’

એ પરનું લક્ષ છોડ ને પરના લક્ષે થતા વિકારને છોડ-એવો ભગવાનનો ઉપદેશ છે. અહાહા...! ભગવાન એમ કહે છે કે-અમારા પ્રત્યેનું લક્ષ પણ તું છોડી દે. જુઓ, જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી ધર્મીને પણ દેવ-ગુરુ આદિ પરદ્રવ્યના લક્ષનો શુભભાવ આવે છે, પણ વાસ્તવમાં એ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે, એ કાંઈ સ્વરૂપનું વાસ્તવિક સાધન નથી.

પરદ્રવ્ય જે સ્ત્રી-કુટુંબ-પરિવાર આદિ એ તો પાપનાં નિમિત્ત છે, અને દેવ- ગુરુ-શાસ્ત્ર આદિ પુણ્યનાં નિમિત્ત છે, એ બેયનું પ્રતિક્રમણ કરાવ્યું છે. એ બેય દ્રવ્ય ને ભાવના ભેદે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો પરસ્પર સંબંધ (નિમિત્ત- નૈમિત્તિક સંબંધ) કઈ રીતે છે તે બતાવીને એમ કહે છે કે-ભગવાન! તું અકારક છો, માટે એ બેયને દ્રષ્ટિમાંથી છોડી દે. અહા! આ નૈમિત્તિક જે પુણ્ય-પાપના ભાવ એનો સંબંધ પરવસ્તુ-નિમિત્ત સાથે છે, તેથી એનું પડિક્કમણ કર, પચખાણ કર, અર્થાત્ પર તરફનું લક્ષને લક્ષવાળો ભાવ-બેયને છોડી દે. અહા! એ બાહ્યવસ્તુ અને એના લક્ષે થતો વિકારનો ભાવ એ તારા ઘરની-સ્વભાવની ચીજ નથી. અહા! એ


PDF/HTML Page 2810 of 4199
single page version

તારા ત્રિકાળી શુદ્ધ અસ્તિત્વમાં છે જ નહિ, માટે એ બેયથી પાછો ફર ને બેયને છોડી દે.

જુઓ, આ બંધ અધિકાર છે. એમાં અહીં એમ વાત લીધી છે કે આત્મા ખરેખર સ્વભાવથી અકારક જ છે. પરંતુ સ્વ-દ્રવ્યને છોડીને તે જ્યાં સુધી પરદ્રવ્યના લક્ષે પરિણમે ત્યાં સુધી તેને રાગાદિ વિકાર થાય છે અને તેથી તેને બંધ પણ થાય છે. ત્યાં પરદ્રવ્ય છે તે નિમિત્ત છે; અને એના લક્ષે થયેલો વિકારી ભાવ છે તે નૈમિત્તિક છે. એ બેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એક સમયની પર્યાયમાં છે, પણ બેય વસ્તુ-આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ જો વિકારરૂપ થવાનો હોય તો વિકાર ને વિકારના નિમિત્તોથી ખસવાનું એને કદીય બને નહિ; અને તો દ્રવ્યભાવરૂપ અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન છોડ એવો ભગવાનનો ઉપદેશ નિરર્થક જ થાય. પણ એમ છે નહિ, કેમકે વિકાર-રાગદ્વેષાદિ ભાવો નૈમિત્તિક છે, સ્વભાવ-ભાવ નથી; સ્વભાવના લક્ષે તે અવશ્ય છોડી શકાય છે.

જેમકે કુદેવ-કુગુરુ આદિ પરદ્રવ્યના લક્ષે જીવ પરિણમે ત્યાં સુધી તેને મિથ્યાત્વાદિ ભાવો થાય જ અને તેની બંધ પણ થાય જ. પણ કુદેવ-કુગુરુ આદિ પરદ્રવ્યનું લક્ષ છોડે, એના લક્ષે થતા વિભાવનું લક્ષ છોડે અને સ્વલક્ષમાં જાય ત્યાં દ્રવ્ય-ભાવ-બેયનું પ્રતિક્રમણ થાય છે અને એ ધર્મ છે, ઝીણી વાત છે ભાઈ!

જેણે ધર્મ કરવો છે એણે પોતાનું લક્ષ ફેરવવું જોઈએ. અહા! અનાદિથી પરદ્રવ્યના અને વિકારના લક્ષે પરિણમી રહ્યો છે પણ એથી તો રાગદ્વેષાદિ વિકાર-અધર્મ જ થાય છે. તેથી ત્યાંથી લક્ષ ફેરવી સ્વમાં લક્ષ કરવું જોઈએ, કેમકે સ્વસ્વરૂપમાં પરદ્રવ્ય નિમિત્તેય નથી અને નૈમિત્તિક વિભાવેય નથી. અહાહા...! પરદ્રવ્યનિમિત્ત અને એના લક્ષે થતા વિકારી પરિણામ-એ બેયના અભાવસ્વભાવરૂપ ભગવાન આત્માનો સ્વભાવ છે; અને તેથી દ્રવ્ય-ભાવરૂપ બેયનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ભગવાનનો ઉપદેશ છે. સમજાણું કાંઈ...?

અહાહા...! ભગવાન કહે છે-કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્રનું લક્ષ છોડ, સ્ત્રી-કુટુંબ, પરિવાર આદિનું લક્ષ છોડ અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનુંય લક્ષ છોડ (એમ સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડ); અને પરના લક્ષે થતા વિકારને પણ છોડ. આમ દ્રવ્ય ને ભાવ- બેયને ભગવાન છોડાવે છે. એનો અર્થ શું થયો? કે નહિ છોડવારૂપ ભાવ જે તારી પર્યાયમાં પડયો છે તે તારો સ્વભાવ નથી. અહાહા...! પરદ્રવ્યેય તારો સ્વભાવ નથી ને પરભાવેય તારો સ્વભાવ નથી. તારો તો પ્રભુ? એક જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. પરના લક્ષમાં રહેવું ને રાગનું-વિકારનું કરવું એ એમાં (-સ્વભાવમાં) છે જ નહિ. માટે એ બેયથી (પરદ્રવ્ય ને પરભાવથી) ખસી જા અર્થાત્ અંદર સ્વભાવમાં જા, સ્વભાવમાં વસ ને ત્યાં જ સ્થિત થા.


PDF/HTML Page 2811 of 4199
single page version

વ્યવહાર-દયા, દાન, ભક્તિના વિકલ્પો પણ ભગવાન! તારું કર્તવ્ય નથી, કેમકે પર ઉપર લક્ષ જાય ત્યારે એ વિકલ્પો થાય છે. આ જીવની દયા પાળું, આને હું આમ પૈસા, આહાર આદિ દઈને સુખી કરું-એમ પર તરફ લક્ષ જાય છે ત્યારે એ વિકલ્પો થાય છે. ત્યાં પર ઉપરનું લક્ષ અને તેથી થતા વિકલ્પ એ બેયનું કરવું તે એની દશામાં અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન છે. તેથી આ ભગવાનનો ઉપદેશ છે કે એ બેયને છોડી દે, દ્રવ્ય ને દ્રવ્યના લક્ષે થતા વિકારી ભાવ એ બેયને છોડી દે; કેમકે એ બેયને છોડી દે એવો તારો અંદર શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. ભાઈ! આ હિતની વાત છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ માં એક પદ આવે છે કે-

જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ;

ભગવાન આત્મા સદા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે; અને કર્મ નામ પુણ્ય- પાપના ભાવ બધું અન્ય એટલે પર-અજીવ છે. પુણ્ય-પાપમાં આત્મા નહિ, અને આત્માના સ્વભાવમાં પુણ્ય-પાપ નહિ. અહા! પુણ્ય-પાપના ભાવ તો પરના લક્ષે થતા નૈમિત્તિક ભાવ છે અને તે સ્વભાવના લક્ષે છોડવા યોગ્ય છે. લ્યો, આવો ઉપદેશ છે.

અહીં એમ કહે છે કે-જો પરદ્રવ્યોને ને આત્માના રાગાદિભાવોને પરસ્પર નિમિત્ત- નૈમિત્તિકપણું ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ એટલે પરનું લક્ષ ન છોડવું ને દ્રવ્ય-અપ્રત્યાખ્યાન એટલે પરનો ત્યાગ ન કરવો એવા અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનના ભાવને છોડી દેવાનો જે ભગવાનનો ઉપદેશ છે તે નિરર્થક જ થાય; ભગવાનના ઉપદેશની સાર્થકતા જ ન રહે. દ્રવ્ય-અપ્રતિક્રમણ ભાવ-અપ્રતિક્રમણનો નિમિત્તકર્તા છે, ને દ્રવ્ય અપ્રત્યાખ્યાન ભાવ-અપ્રત્યાખ્યાનનો નિમિત્તકર્તા છે-એમ જો ન માનવામાં આવે તો દ્રવ્ય ને ભાવ એમ બે પ્રકારના અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનને છોડવાનો ભગવાનનો જે ઉપદેશ છે તે નિરર્થક જ થાય અર્થાત્ એવો ઉપદેશ હોઈ શકે જ નહિ. હવે કહે છે-

‘અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે.’

જોયું? વિકારના ભાવો છે તે આત્માની દશામાં નૈમિત્તિક છે અને તેમાં પરદ્રવ્ય નિમિત્ત છે. એ બેયનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે છોડાવવો ઈષ્ટ છે. તેથી ભગવાને ઉપદેશમાં બેયનું-દ્રવ્ય ને ભાવનું-જે અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન પર્યાયમાં છે તે છોડાવ્યું છે, એટલે કે બેયનું-દ્રવ્ય ને ભાવનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરાવ્યું છે; ભગવાન એમ જ કહે છે કે- રાગ ને રાગના લક્ષવાળું તત્ત્વ તે આત્મા


PDF/HTML Page 2812 of 4199
single page version

નહિ, એનાથી ધર્મ નહિ, સુખ નહિ. આ તો આત્મા અંદર અનંતગુણમંડિત ચૈતન્યમહાપ્રભુ છે એને પરના લક્ષથી અને પરના લક્ષે થતા વિકારથી છોડાવીને સ્વભાવમાં લઈ જવા માટે ઉપદેશ છે; કેમકે સ્વભાવમાં જાય ત્યારે એને ધર્મ ને સુખ થાય છે. આવી વાત છે.

હવે આ રીતે જે ઉપદેશ છે તે નિરર્થક જાય તો શું થાય? શું દોષ આવી પડે? તો કહે છે-એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવી પડે અને તેથી મોક્ષનો અભાવ ઠરે.

અહાહા...! આત્મા જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ શુદ્ધ એક ત્રિકાળી દ્રવ્ય છે; અને રાગ ને રાગનું લક્ષ જે પરદ્રવ્ય-એનાથી એ ભિન્ન છે. તથાપિ રાગ અને રાગના લક્ષવાળું તત્ત્વ જો એનું સ્વરૂપ હોય વા એનો એ કર્તા હોય તો એ સદાય વિકાર કર્યા જ કરે અર્થાત્ કદીય એ વિકારરહિત થઈ શકે નહિ, વિકારથી કોઈ દિ’ પાછો હઠે નહિ. રાગાદિભાવોનું નિમિત્ત ભિન્ન પરદ્રવ્ય જ છે એમ જો ન માનવામાં આવે તો એક આત્માને જ રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડે, અને એમ હોતાં તેને રાગનું નિત્યકર્તૃત્વ આવી પડતાં તે કદીય રાગરહિત થઈ શકે નહિ. અહા! આત્મા પરથી પાછો હઠે એવો જો એનો સ્વભાવ ન હોય અને રાગનો કર્તા ને પરના લક્ષમાં જ રહેવાનો જો એનો સ્વભાવ હોય તો તે સદાય વિકાર કર્યા જ કરે અને સંસારમાં રખડયા જ કરે; કોઈ દિ’ એને રાગરહિત થવાનો પ્રસંગ આવે જ નહિ.

ભગવાન આત્મા ત્રિકાળ મોક્ષસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે. સ્વભાવથી તે રાગાદિનો અકારક જ છે. તેથી રાગાદિ વિકાર ને વિકારના લક્ષથી-બેયથી રહિત થવાનો ભગવાનનો ઉપદેશ છે. પણ એ ઉપદેશ નિરર્થક થતાં એક આત્માને જ પુણ્ય-પાપભાવોનું કર્તાપણું આવી પડે. અને એ પ્રમાણે જો રાગના કર્તાપણાનું એને કારકત્વ હોય તો કોઈદિ’ એને મોક્ષસ્વરૂપ પોતે જે શક્તિએ છે એની વ્યક્તતા ન થાય. અને વિકારી થઈને, દુઃખી થઈને ચારેય ગતિમાં રખડયા જ કરે. ચારેય ગતિ દુઃખરૂપ છે ભાઈ! એક મોક્ષદશા-વીતરાગ દશા જ પરમ સુખરૂપ છે. પણ આત્માને જ જો રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડે તો એને વિકારહિત સમ્યગ્દર્શનેય થાય નહિ તો મોક્ષ તો કેમ થાય? આ પ્રમાણે એને મોક્ષનો અભાવ ઠરે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– પણ આમાં કરવાનું શું? એ તો કાંઈ આવતું નથી. (એમ કે દયા, દાન, વ્રત, ભક્તિ કરવાનું તો આવતું નથી.)

સમાધાનઃ– ભાઈ! અંદર સમજવાનું એ કરવાનું છે. રાગ ને પુણ્ય-પાપના ભાવ ને એનું લક્ષ-એ બેયને છોડીને આ બાજુ અહિં આત્મામાં ઢળવું એ કરવાનું છે. વિભાવ ને વિભાવના નિમિત્તોનું લક્ષ છોડી સ્વભાવસન્મુખ થવું એ કરવાનું છે.


PDF/HTML Page 2813 of 4199
single page version

રાગથી વિમુખ થઈ સ્વભાવસન્મુખ થવું-એ સાર છે. બાકી દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિના રાગ એ કાંઈ કરવાયોગ્ય કર્તવ્ય નથી. જેને છોડવું છે તે કરવા યોગ્ય કેમ હોય?

અહાહા...! પરદ્રવ્ય નિમિત્ત અને એના લક્ષે થતા રાગાદિભાવો નૈમિત્તિક એમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવીને બેયનો ભગવાનના ઉપદેશમાં નિષેધ કર્યો ને ભગવાન આત્માને અવિકારી અકારક સ્વભાવમાં સ્થાપ્યો. હવે કહે છે-જો એમ ન હોય તો આત્મા પોતે સ્વભાવથી જ કારક ઠરી જાય એવો દોષ આવે; ને જો તે કારક ઠરે તો નિત્ય રાગાદિ વિકાર જ કર્યા કરે, દુઃખી જ થયા કરે, કદીય દુઃખથી મુક્ત થઈ શકે નહિ.

‘માટે પરદ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો. અને એમ હોતાં, આત્મા રાગાદિનો અકારક જ છે- એમ સિદ્ધ થયું.’

આ શું કીધું? કે પરદ્રવ્ય જ આત્માને વિકારનું નિમિત્ત-કારણ છે, સ્વદ્રવ્ય નહિ. અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચિદાનંદરસકંદ પ્રભુ આત્મા વિકાર થવામાં નિમિત્તકારણ નથી પણ પરદ્રવ્ય જ એને વિકારનું નિમિત્ત છે. એને પરદ્રવ્ય તરફ લક્ષ જાય છે માટે વિકાર થાય છે, માટે પરદ્રવ્ય જ વિકારનું નિમિત્ત છે. અષ્ટપાહુડમાં આવે છે કે- ‘परदव्वादो दुग्गइ’ પોતાના સ્વદ્રવ્ય સિવાય પરદ્રવ્યમાં લક્ષ જાય છે એ જ શુભાશુભ ભાવનું કારણ છે, એ જ જીવને દુર્ગતિનું કારણ છે.

‘પરદ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો’ -જુઓ, આમાંથી કેટલાક એમ કાઢે છે કે આત્માને પરદ્રવ્ય રાગદ્વેષ કરાવે છે; પણ એમ માનવું બરાબર નથી. જ્યારે પોતે રાગાદિ ભાવ કરે ત્યારે એનું લક્ષ પરદ્રવ્ય-નિમિત્ત તરફ હોય છે બસ એટલું પરદ્રવ્યના લક્ષે પરિણમતાં રાગાદિ થાય છે માટે રાગાદિનું નિમિત્ત પરદ્રવ્ય છે એમ કહ્યું છે. મૂળ તો રાગનું સ્વામીપણું એને છે એ પરદ્રવ્ય છે, અને એનું (રાગનું) સ્વામીપણું જ ખરેખર એને વિકારનું કારણ છે. આ પ્રમાણે પરદ્રવ્ય જ આત્માને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનું કારણ-નિમિત્ત છે. આમ હોતાં આત્મા પોતે પોતાથી રાગાદિનો અકારક જ છે એમ સિદ્ધ થયું. જુઓ, આ ટીકાની શરૂઆતમાં કહ્યું હતું એ સિદ્ધ કર્યું.

આ રીતે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ રાગાદિનો અકારક જ છે. રાગાદિનું મૂળ કારણ તો પરવસ્તુનું નિમિત્તપણું ને સ્વામીપણું છે. રાગ ને રાગના લક્ષવાળા દ્રવ્યો-એ બે તરફનું સ્વામીપણું છૂટયું ત્યારે આત્મા સ્વભાવનો સ્વામી થયો અને ત્યારે તે રાગાદિનો અકારક ભગવાન જ્ઞાતા-દ્રષ્ટા જણાયો. લ્યો, આનું નામ ધર્મ છે.


PDF/HTML Page 2814 of 4199
single page version

પ્રશ્નઃ– આનાથી બીજો કોઈ સહેલો મારગ છે કે નહિ? ઉત્તરઃ– આ જ સહેલો છે; જે રીતે હોય તે રીતે સહેલો હોય કે જે રીતે ન હોય તે રીતે સહેલો હોય? ભાઈ! મારગ આ જ છે, ને આ જ સહેલો છે.

હવે કહે છે- ‘તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને (-પરદ્રવ્યને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી નૈમિત્તિકભૂત ભાવને (-રાગાદિ ભાવને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી, અને જ્યાં સુધી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી કર્તા જ છે.;...’

જુઓ, શું કીધું? ‘તોપણ...’ એટલે કે આત્મા સ્વભાવથી તો અકારક જ છે તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત પરદ્રવ્યને પ્રતિક્રમતો નથી, પચખતો નથી અર્થાત્ પરદ્રવ્યના લક્ષથી હઠતો નથી અને એનું લક્ષ છોડતો નથી ત્યાં સુધી તે નૈમિત્તિકભૂત રાગાદિ ભાવને પ્રતિક્રમતો નથી, પચખતો નથી. અહા! તે અનાદિથી પરદ્રવ્યના લક્ષમાં દોરાઈ ગયો. જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ પોતે છે તેમાં ન આવતાં પરદ્રવ્ય-નિમિત્તમાં એ ઘેરાઈ ગયો છે. આ કરું ને તે કરું, દયા પાળું ને વ્રત કરું ને પૂજા કરું ને ભક્તિ કરું- એમ પરદ્રવ્યના લક્ષે એ ગુંચાઈ પડયો છે. અને એ પ્રમાણે નિમિત્તભૂત પરદ્રવ્યના લક્ષથી જ્યાં સુધી તે હઠતો નથી ત્યાં સુધી નૈમિત્તિક રાગાદિથી પણ તે હઠતો નથી. અહા નિમિત્તનું લક્ષ એ છોડતો નથી તો એના સંબંધે થતા વિકારને પણ એ છોડતો નથી. આવી વાત છે!

અહા! તે સ્વ-લક્ષ કરતો નથી ને પરના લક્ષમાં જાય છે તો અવશ્ય તેને વિકાર થાય જ છે. જ્યાં સુધી પર-લક્ષથી પાછો ફરતો નથી ત્યાં સુધી નૈમિત્તિક વિકારથી પણ તે પાછો ફરતો નથી.

આમાં આવ્યું ને? કે- ‘જ્યાં સુધી નિમિત્તભૂત પરદ્રવ્યને છોડતો નથી...’ હવે એમાંથી લોકો એમ અર્થ કાઢે છે કે પરદ્રવ્યને છોડો તો પરદ્રવ્યના સંબંધનો વિકાર છૂટી જશે; માટે પરદ્રવ્ય છોડો, છોડો એમ કહે છે. પરંતુ અહીં તો પરદ્રવ્યનું લક્ષ છોડે ત્યારે એના લક્ષે જે વિકાર થતો હતો એને પણ છોડે છે-એમ કહેવું છે. લ્યો, આવો ફેર છે. સમજાણું કાંઈ...! શરીરાદિ પરદ્રવ્યને છોડવું નથી પણ એનું લક્ષ છોડવું છે એમ વાત છે. (પરદ્રવ્ય તો છૂટું જ છે).

અહાહા...! કહે છે-જ્યાં સુધી નિમિત્તભૂત પરદ્રવ્યને (એનું લક્ષ) પ્રતિક્રમતો નથી, પચખતો નથી ત્યાં સુધી તે નૈમિત્તિક પુણ્ય-પાપના ભાવને પ્રતિક્રમતો નથી, પચખતો નથી; અહા! પરદ્રવ્યનું લક્ષ રહે ત્યાં સુધી તો શુભાશુભ વિકાર જ થાય. અને જ્યાંસુધી તે વિકારના ભાવને પ્રતિક્રમતો નથી, પચખતો નથી ત્યાં સુધી તે કર્તા જ છે. અહા! અજ્ઞાની રાગદ્વેષ-ભાવોનો કર્તા જ છે. વસ્તુનો સ્વભાવ અકર્તા


PDF/HTML Page 2815 of 4199
single page version

છે, પણ નિમિત્ત અને નિમિત્તના લક્ષે થતા વિકારને જ્યાં સુધી પચખતો નથી ત્યાં સુધી તે કર્તા જ છે.

પહેલાં (કર્તાની) ના પાડી હતી કે આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે. એ તો દ્રવ્યસ્વભાવ કહ્યો. હવે (પર્યાય) કહે છે કે જ્યાં સુધી તે સ્વદ્રવ્યના લક્ષમાં આવતો નથી અને પરદ્રવ્યના જ લક્ષમાં રહે છે ત્યાં સુધી તે પરદ્રવ્યના લક્ષે થતા રાગદ્વેષમોહાદિ ભાવોને છોડતો નથી અને તેથી ત્યાંસુધી તે કર્તા જ છે. જ્યાં સુધી સ્વભાવમાં આવતો નથી ત્યાંસુધી કર્તા જ છે. આવો વીતરાગનો મારગ બહુ ઝીણો બાપુ! પણ એનું ફળ અનંત આનંદ ને અનંત સુખ છે. અહાહા...! પોતે અંદર આનંદધામ પ્રભુ છે; એમાં- નિજાનંદરસમાં લીન થઈને રહે એના આનંદનું પૂછવું જ શું?

‘જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે જ નૈમિત્તિકભૂત ભાવને પ્રતિક્રમે છે તથા પચખે છે, અને જ્યારે ભાવને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે સાક્ષાત્ અકર્તા જ છે.’

જોયું? જ્યારે તે વિકારના નિમિત્તભૂત પરદ્રવ્યનું લક્ષ છોડે છે ત્યારે જ તે નૈમિત્તિકભૂત વિકારને છોડે છે અને જ્યારે વિકારના ભાવને છોડે છે ત્યારે સાક્ષાત્ અકર્તા જ છે. સ્વભાવથી અકર્તા છે; ને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટતાં સાક્ષાત્ અકર્તા થાય છે.

અહીં નિમિત્તભૂત પરદ્રવ્યને પચખે છે એમ કહ્યું ત્યાં પરદ્રવ્યને છોડવું છે એમ વાત નથી. પરદ્રવ્યને છોડે કોણ? એ તો છૂટું જ પડયું છે. પરદ્રવ્યને કયાં ગ્રહ્યું છે કે છોડે? વાસ્તવમાં આત્મા પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ રહિત જ છે. અહીં તો નિમિત્તને છોડે છે એટલે એનું લક્ષ છોડે છે-એમ અર્થ છે. સમજાણું કાંઈ...?

* ગાથા ૨૮૩–૨૮૪–૨૮પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારાં જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ-અપ્રતિક્રમણ છે.’

પૂર્વે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું એટલે શું? કે આ શરીર, વાણી, ઈન્દ્રિય અને સ્ત્રી-પુત્ર પરિવાર, ધનાદિ પર પદાર્થોને પોતાના માની તેમના લક્ષમાં રહ્યો હતો. તે સર્વ પરદ્રવ્યોને વર્તમાનમાં સારા જાણવા, તેમના સંસ્કાર રહેવા અને તેમના પ્રતિ મમત્વ રહેવું તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે. દ્રવ્ય કહેતાં પરવસ્તુ ને અપ્રતિક્રમણ એટલે એનાથી નહિ ખસવું તે. અહા! પરપદાર્થોના લક્ષથી હઠવું નહિ, પાછા ફરવું


PDF/HTML Page 2816 of 4199
single page version

નહિ તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે. પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાને છોડીને પૂર્વે ગ્રહ્યા હતા તે પરમાં-શરીરાદિ પદાર્થોમાં રોકાઈ જવું તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે.

અને શરીરાદિ પર પદાર્થોના નિમિત્તે પૂર્વે જે રાગદ્વેષના ભાવ થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, વા તે મારા હતા એમ તેમાં મમત્વ રહેવું તે ભાવ-અપ્રતિક્રમણ છે. અહા! પૂર્વે જે પરદ્રવ્યોના લક્ષે રાગદ્વેષાદિ ભાવો થયા હતા એનાથી વર્તમાનમાં પાછા ન ફરવું, એનાથી ખસવું નહિ એનું નામ ભાવ-અપ્રતિક્રમણ છે. અહા! તે એને મોટું મિથ્યાત્વનું પાપ છે.

આમ આ બધા લોકોની સેવા કરી ને આવા દાન દીધાં ને આમ જીવોની દયા પાળી-એમ જે પરદ્રવ્યોના લક્ષે રાગ વિકાર થયો હતો તેને વર્તમાનમાં ભલો જાણવો, તેના સંસ્કાર રહેવા અને તેનું મમત્વ રહેવું એ ભાવ-અપ્રતિક્રમણ છે. લ્યો, આવી આકરી વાત! સવાર સાંજ પાઠ કરતા હોય ને પડિક્કમણનો? એ સંપ્રદાયના-વાડાના લોકોને આ આકરું લાગે; એમ કે અમે પાઠ કરીએ ને એ પડિક્કમણ નહિ?

એ પડિક્કમણ નહિ બાપા! એ તો એકલો રાગ છે ભાઈ! પોતે સ્વવસ્તુ શું? ને એ પરવસ્તુ શું? -એનું હવે ભાનેય ન હોય એને પડિક્કમણ કેવું? પૂર્વે દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્‌યા હતા; એ પરદ્રવ્ય હતા. એના લક્ષથી પાછો હટયો નથી એ દ્રવ્ય-અપ્રતિક્રમણ છે; અને એમને ભલા જાણીને એમના પ્રતિ રાગ થયો હતો તેને વર્તમાનમાં ભલો જાણીને એનાથી પાછો હટયો નથી તે ભાવ-અપ્રતિક્રમણ છે. આવી વાત છે! સમજાણું કાંઈ...? આ અતીત કાળની વાત કરી. હવે કહે છે-

‘તેવી રીતે આગામી કાળસંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું તે ભાવ-અપ્રત્યાખ્યાન છે.’

હવે ભવિષ્યમાં શરીર સારું રૂપાળું મળે તો ઠીક, સામગ્રી અનુકૂળ મળે તો ઠીક- એવી ભવિષ્યના પરદ્રવ્યની વાંછા રાખવી ને તેમાં મમત્વ કરવું તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે. ભવિષ્યસંબંધી પરદ્રવ્યનું પચખાણ નથી કર્યું તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે. અને પર-દ્રવ્યના નિમિત્તે આગામી કાળમાં થનારા પુણ્ય-પાપ આદિ ભાવોની વાંછા રાખવી, ભવિષ્યમાં આવા શુભાશુભ ભાવો થાય તો ઠીક એમ વિભાવની વાંછા રાખવી, એનું મમત્વ રાખવું તે ભાવ-અપ્રત્યાખ્યાન છે.

અહાહા...! આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ એકલી પવિત્રતાનો પિંડ છે. જેમ પુદ્ગલનો સ્કંધ ઘણા રજકણોનો ખંધ-સ્કંધ છે તેમ ભગવાન આત્મા અનંત અનંત ગુણનો ખંધ નામ પિંડ છે-અહા! એવી પોતાની નિર્વિકાર નિર્મળ પવિત્ર ચીજને ભૂલીને


PDF/HTML Page 2817 of 4199
single page version

આ શરીરાદિ પરદ્રવ્ય-જેની સાથે એને કાંઈ સંબંધ નથી તે-મને ભવિષ્યમાં હો એવી ઈચ્છા કરવી તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે. આ દેવ-ગુરુ-શાસ્ત્રનું લક્ષ કરીને ભવિષ્યમાં તેમનો મને સંયોગ હો-એમ વાંછા રાખવી અને તેમનું મમત્વ કરવું તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે; અને તેના લક્ષે જે શુભભાવો થશે તે ઠીક છે એમ એની વાંછા કરવી તે ભાવ- અપ્રત્યાખ્યાન છે.

‘આમ દ્રવ્ય-અપ્રતિક્રમણ ને ભાવ-અપ્રતિક્રમણ તથા દ્રવ્ય-અપ્રત્યાખ્યાન ને ભાવ-અપ્રત્યાખ્યાન-એવો જે અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જણાવે છે.’

અહા! અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો ભગવાનનો બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જણાવે છે. મતલબ કે જે રાગદ્વેષાદિ વિકાર પર્યાયમાં થાય છે તેનું કારણ આત્મા નથી, વા તે આત્માનો સ્વભાવ નથી. પણ જે વિકારના પરિણામ છે તે નૈમિત્તિક છે અને જેના લક્ષે તે વિકાર થાય છે તે પરદ્રવ્યો નિમિત્ત છે. આમ દ્રવ્ય જે પરવસ્તુ-પરદ્રવ્ય અને તેના લક્ષે પર્યાયમાં થતો જે વિકાર ભાવ તે બન્નેને નિમિત્ત-નૈમિત્તિકપણું છે. ત્યાં નૈમિત્તિક વિકારને નિમિત્ત ઉત્પન્ન કરે છે એમ નહિ, પણ નિમિત્તના લક્ષે નૈમિત્તિક ભાવ-વિકારનો ભાવ ઉત્પન્ન થાય છે. એ જ કહે છે કે-

‘માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય તો નિમિત્ત છે અને રાગાદિભાવો નૈમિત્તિક છે.’ અહાહા...! આ રાગાદિભાવો છે તે નૈમિત્તિક છે, પરદ્રવ્યના-નિમિત્તના લક્ષે ઉત્પન્ન થયેલા છે. તેને ભગવાન આત્મા સાથે શું સંબંધ છે? તે નિમિત્ત જે પરવસ્તુ છે એની સાથે સંબંધ રાખવાવાળા છે.

આ શરીર છે તે જગતની ધૂળ છે, એની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી; આ વાણી છે તે જગતની ધૂળ છે. એની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી; આ આઠ કર્મ જે અંદરમાં છે તે જગતની ધૂળ છે, તેની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી. અહા! જગતની પ્રત્યેક વસ્તુ ભગવાન આત્માથી સંબંધરહિત ભિન્ન છે. અને તે પરવસ્તુના-નિમિત્તના લક્ષે ઉત્પન્ન થયેલા રાગાદિ ભાવો નૈમિત્તિક હોવાથી ભગવાન આત્માથી ભિન્ન છે. આવી વાત છે!

અહા! પરદ્રવ્ય નિમિત્ત છે, ને રાગાદિભાવો નૈમિત્તિક છે. ‘આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે રાગાદિ ભાવોનો અકર્તા જ છે એમ સિદ્ધ થયું.’

જુઓ, સહજ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી પ્રભુ આત્મા, કહે છે, સ્વયમેવ એટલે પોતે પોતાના સ્વભાવથી જ રાગાદિભાવો નહિ


PDF/HTML Page 2818 of 4199
single page version

કરતો હોવાથી રાગાદિભાવોનો અકર્તા જ છે. અહાહા.....! આત્મા પરદ્રવ્યને, પરદ્રવ્યના લક્ષને અને રાગાદિને કરે એવો એનો સ્વભાવ જ નથી. તેથી તે રાગાદિભાવોનો અકર્તા જ છે-એમ સિદ્ધ થયું. હવે કહે છે-

‘આ પ્રમાણે જોકે આ આત્મા રાગાદિભાવોનો અકર્તા જ છે તોપણ જ્યાંસુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાંસુધી તેને રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાંસુધી રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદિભાવોનો કર્તા જ છે.’

જુઓ, આત્મા સ્વભાવે અકર્તા જ હોવા છતાં જ્યાંસુધી એને ભૂતકાળ ને ભવિષ્યકાળના પરદ્રવ્યના લક્ષનો ત્યાગ નથી ત્યાં સુધી તેને નૈમિત્તિક રાગાદિભાવોનું પણ અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે. અને જ્યાંસુધી તે ભૂત-ભવિષ્યના પરદ્રવ્યોસંબંધી થતા રાગદ્વેષાદિ વિકારના ભાવોને છોડે નહિ ત્યાંસુધી તે રાગદ્વેષાદિ ભાવોનો કર્તા જ છે. અહા! જ્યાંસુધી ભૂત ને ભવિષ્ય કાળના વિકારી ભાવોનો-પુણ્ય-પાપના ભાવોનો એને પ્રેમ, સંસ્કાર ને મમત્વનો ભાવ છે ત્યાંસુધી તે રાગાદિનો કર્તા જ છે. સ્વભાવે અકર્તા છે છતાં વિકારને ને પરદ્રવ્યને ભલાં માનીને પરિણમે છે ત્યાંસુધી અજ્ઞાનભાવે તે રાગાદિનો કર્તા જ છે.

‘જ્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે, અને જ્યારે રાગાદિભાવોનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત્ અકર્તા જ છે.’

અહાહા...! આત્મા ગયા કાળના પરદ્રવ્યના લક્ષથી પાછો વળે અને ભવિષ્યના પરદ્રવ્યનો પણ વર્તમાનમાં ત્યાગ કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ જાય છે અને આનંદકંદ પ્રભુ આત્માનું લક્ષ ને ગ્રહણ થાય છે. લ્યો, ભૂત ભવિષ્ય સંબંધી પરદ્રવ્ય ને પરદ્રવ્યના નિમિત્તે થતા વિકાર-એનો જ્યારે ત્યાગ કરે અર્થાત્ અપ્રતિક્રમણ છે એનું પ્રતિક્રમણ કરે ત્યારે તે સ્વભાવમાં આવે છે અને એને સાચું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કહે છે. અહા! જ્યારે તે નિમિત્તભૂત દ્રવ્ય ને નૈમિત્તિક વિકારને દ્રષ્ટિમાંથી છોડી સ્વદ્રવ્યનું લક્ષ કરે ને એનો આશ્રય કરે ત્યારે તેને રાગાદિનાં પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય છે અને ત્યારે તે સાક્ષાત્ અકર્તા થાય છે.

અહાહા...! આ તો ધર્મ કેમ થાય એની અલૌકિક વાતુ છે બાપા! શું કહે છે? કે પરવસ્તુ ને પરવસ્તુના નિમિત્તે થતો વિકાર-ભૂતકાળ ને ભવિષ્યકાળનો - એ બેય તરફથી પાછા હઠી જવું અને નિર્વિકાર નિજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપમાં સાવધાન થઈ લીન થવું એનું નામ સમકિત ને ધર્મ છે.

અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તે એક સમયમાં પૂરણ જ્ઞાન ને


PDF/HTML Page 2819 of 4199
single page version

આનંદનો સાગર પ્રભુ છે. એમાંથી ખસી જઈને, એનો આશ્રય અને લક્ષ કર્યા વિના અનાદિથી એને ભૂતકાળના શરીરાદિ પરદ્રવ્યોના પ્રેમમાં ઠીક લાગ્યું છે તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે; વળી તે પરદ્રવ્યોના નિમિત્તે તેને થતા રાગાદિભાવોમાં તેને જે ઠીક લાગે છે તે ભાવ-અપ્રતિક્રમણ છે.

વળી તેવી રીતે આ વજ્રવૃષભનારાચ સંહનન હોય તો ઠીક, કેમકે એનાથી કેવળજ્ઞાન થાય, અને ભવિષ્યે મનુષ્યભવ હોય તો ભલો કેમકે એનાથી મુક્તિ થાય-એમ પરદ્રવ્ય પ્રત્યે ભવિષ્ય માટેના સંસ્કાર, મમતા તે ઠીકપણું રહે તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે, અને એ પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિ ભાવ થશે તેમાં ઠીકપણું ને મમતા માને એ ભાવ-અપ્રત્યાખ્યાન છે. ભવિષ્યના પરદ્રવ્યો અને તેના નિમિત્તે થનારા રાગાદિથી પાછો હઠયો નથી તે દ્રવ્ય-ભાવરૂપ અપ્રત્યાખ્યાન છે.

ભાઈ! આ બરાબર સમજવું બાપુ! આ વારંવાર ઘૂંટી-ઘૂંટીને તો કહેવાય છે. પણ શું થાય? જેને સંસારનો અધિક રસ હોય તેને આનો (-આત્માનો) રસ લાગે નહિ. બિચારાને બધું લુખું-લુખું લસ લાગે. પણ ભાઈ! આ જીવન (-અવસર) જાય છે હોં. હમણાં જો ના સમજ્યો તો ક્યારે સમજીશ? (પછી અનંતકાળેય અવસર નહિ મળે).

અરે! એણે અનંતકાળમાં સ્વ ને પર શું છે? -એની ભિન્નતા જાણી નથી. એણે પરમાં સદાય એકતા માની છે. પરદ્રવ્ય ને પરદ્રવ્યના નિમિત્તે થતા રાગાદિ વિકાર સાથે એણે એકતા કરી રાખી છે. પણ બાપુ! એ મિથ્યાભાવ છે, જૂઠો ભાવ છે, સંસારમાં રખડવા માટેનો ભાવ છે. અહીં કહે છે-એ ભૂત-ભવિષ્ય-સંબંધી પરદ્રવ્ય ને પરદ્રવ્યને નિમિત્તે થતા ભાવોની એકતા તોડીને જ્યારે સ્વ-સ્વભાવમાં એકતા કરે ત્યારે સાચું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય છે અને તે ધર્મ છે. લ્યો, આ પ્રમાણે તે સાક્ષાત્ અકર્તા થાય છે. વિકાર ને વિકારના નિમિત્તોથી પાછો હઠી શુદ્ધ સ્વભાવમાં આવે ત્યારે સાક્ષાત્ અકર્તા થાય છે. લ્યો, આ ગાથા પૂરી થઈ.

[પ્રવચન નં. ૩૪૧ (શેષ) ૩૪૨-૩૪૩ * દિનાંક ૧૪-પ-૭૭ થી ૧૬-પ-૭૭]

PDF/HTML Page 2820 of 4199
single page version

ગાથા ૨૮૬–૨૮૭

द्रव्यभावयोर्निमित्तनैमित्तिकभावोदाहरणं चैतत्–

आधाकम्मादीया पोग्गलदव्वस्स जे इमे दोसा। कह ते कुव्वदि णाणी परदव्वगुणा दु जे णिच्चं।। २८६।। आधाकम्मं उद्देसियं च पोग्गलमयं इमं दव्वं। कह तं मम होदि कयं जं णिच्चमचेदणं वुत्तं।। २८७।।

अधःकर्माद्याः पुद्गलद्रव्यस्य य इमे दोषाः।
कथं तान् करोति ज्ञानी परद्रव्यगुणास्तु ये नित्यम्।। २८६।।
अधःकर्मोद्देशिकं च पुद्गलमयमिदं द्रव्यं।
कथं तन्मम भवति कृतं यन्नित्यमचेतनमुक्तम्।। २८७।।

હવે દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાનું ઉદાહરણ કહે છેઃ-

આધાકરમ ઇત્યાદિ પુદ્ગલદ્રવ્યના આ દોષ જે,
તે કેમ ‘જ્ઞાની’ કરે સદા પરદ્રવ્યના જે ગુણ છે? ૨૮૬.
ઉદ્દેશી તેમ જ અધઃકર્મી પૌદ્ગલિક આ દ્રવ્ય જે,
તે કેમ મુજકૃત હોય નિત્ય અજીવ ભાખ્યું જેહને? ર૮૭.

ગાથાર્થઃ– [अधःकर्माद्याः ये इमे] અધઃકર્મ આદિ જે આ [पुद्गलद्रव्यस्य दोषाः] પુદ્ગલદ્રવ્યના દોષો છે (તેમને જ્ઞાની અર્થાત્ આત્મા કરતો નથી;) [तान्] તેમને [ज्ञानी] જ્ઞાની અર્થાત્ આત્મા [कथं करोति] કેમ કરે [ये तु] કે જે [नित्यम्] સદા [परद्रव्यगुणाः] પરદ્રવ્યના ગુણો છે?

માટે [अधःकर्म उद्देशिक च] અધઃકર્મ અને ઉદ્દેશિક [इदं] એવું આ [पुद्गलमयम् द्रव्यं] પુદ્ગલમય દ્રવ્ય છે (તે મારું કર્યું થતું નથી;) [तत्] તે [मम कृतं] મારું કર્યું [कथं भवति] કેમ થાય [यत्] કે જે [नित्यम्] સદા [अचेतनम् उक्तम्] અચેતન કહેવામાં આવ્યું છે?

ટીકાઃ– જેમ અધઃકર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત (આહાર આદિ) પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા (-મુનિ) નૈમિત્તિકભૂત