PDF/HTML Page 3721 of 4199
single page version
तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। २४२।।
र्द्रश्यते समयसार एव न ।
ज्ञानमेकमिदमेव हि स्वतः।। २४३।।
જેમની દ્રષ્ટિ (-બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, [इह तुष–बोध– विमुग्ध–बुद्धयः तुषं कलयन्ति, न तण्डुलम्] જેમ જગતમાં ૧તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (-મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, ૨તંડુલને જાણતા નથી.
ભાવાર્થઃ– જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટયા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મઅનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. ૨૪૨.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–
દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ-વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; [यत् इह द्रव्यलिङ्गम् किल अन्यतः] કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, [इदम् ज्ञानम् एव हि एकम् स्वतः] આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી) થાય છે.
ભાવાર્થઃ– જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. ૨૪૩.
________________________________________ ૧. તુષ = ડાંગરનાં ફોતરાં; અનાજનાં ફોતરાં. ૨. તંડુલ = ફોતરાં વિનાના ચોખા; ફોતરાં વિનાનું અનાજ.
PDF/HTML Page 3722 of 4199
single page version
હવે આ અર્થની ગાથા કહે છેઃ-
‘જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું” એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા......’
અહા! કોઈ નગ્ન દિગંબર મુનિલિંગ ધારે, પંચમહાવ્રતાદિ ક્રિયાઓ પાળે અને તે વડે દ્રવ્યલિંગમાં મમત્વ કરી મિથ્યા અહંકાર કરે કે-હું શ્રમણ છું, મુનિ છું તો અહીં કહે છે કે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, બહુ આકરી વાત બાપા! પણ આ હિતની વાત છે પ્રભુ! તને ખબર નથી પણ વીતરાગનો માર્ગ તો ચૈતન્યના વીતરાગી પરિણામથી ઉત્પન્ન થાય છે, રાગથી ઉત્પન્ન થતો નથી. પંચમહાવ્રત આદિ જેવાં ભગવાને કહ્યાં છે તેવાં ચોકખાં પાળે તોય એ રાગ જ છે, ધર્મ નહિ. એ રાગ વડે તું માને કે હું સાધુ-મુનિ થઈ ગયો છું પણ એ તારો દુરભિનિવેશ છે, મિથ્યા માન્યતા છે.
તે જ પ્રમાણે કોઈ શ્રાવકનું નામ ધારણ કરી બાર વ્રત પાળે ને દયા, દાન, ભક્તિ-પૂજા ઈત્યાદિમાં પ્રવર્તે અને તે વડે મિથ્યા અહંકાર કરે કે હું શ્રાવક છું તો તેને પણ આત્માની ખબર નથી. તે પણ મૂઢ અજ્ઞાની જ છે. આજ કારતકી પૂનમ છે ને! હજારો માણસો શત્રુંજયની જાત્રાએ જશે. ત્યાં જો રાગની મંદતા થાય તો પુણ્યબંધ થશે, પણ ધર્મ નહિ. તેમાં ધર્મ માને એ તો નરી મૂઢતા છે ભાઈ! અરે! શ્રાવક કોને કહીએ? જેને સ્વપરનો અંતર-વિવેક જાગ્યો હોય અને જે રાગથી છૂટો પડી સ્વરૂપમાં રમે તેને શ્રાવક કહીએ. અને મુનિદશા તો એથીય અધિક ઊંચી પ્રચુર આનંદની દશા છે.
અહાહા.....! ભગવાન આત્મા અનાકુળ આનંદરસનો-ચૈતન્યરસનો કંદ પ્રભુ છે. અંતર્મુખ થઈ તેને જાણતો-અનુભવતો નથી અને વ્યવહાર ક્રિયાકાંડમાં પોતાનું હિત માને છે, તેમાં ધર્મ અને મુનિપણું -શ્રાવકપણું માને છે તે અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ છે. શુભભાવનો આવો વ્યવહાર તો અનાદિથી ચાલ્યો આવે છે, અનંતવાર કર્યો છે. અહા! નવમી ગ્રૈવેયકના સ્વર્ગમાં જાય એવા શુભભાવ અત્યારે તો છે નહિ, પણ એવા શુભભાવ પણ એણે અનંતવાર કર્યા છે. એમાં નવું શું છે? શુભ-અશુભ ભાવ તો નિગોદના જીવ પણ નિરંતર કરે છે. આ લસણ-ડુંગળી નથી આવતાં? તેની રાઈ જેટલી એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને એક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જ્ઞાનમાં આ જોયા છે. અહા! તે નિગોદના જીવોને પણ ક્ષણમાં
PDF/HTML Page 3723 of 4199
single page version
નિયમસારમાં કળશ (૧૨૧) માં કહ્યું છે કે- જે મોક્ષનું કથનમાત્ર કારણ છે એવા વ્યવહારરત્નત્રયને ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં સાંભળ્યું છે અને આચર્યું છે; પરંતુ અરેરે! ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને જીવે સાંભળ્યું-આચર્યું નથી. ભાઈ! સ્વભાવના ભાન વિના વ્યવહારના ક્રિયાકાંડ તો એણે અનંતવાર કર્યા છે. પણ એથી શું? એ બધા ફોગટ જ છે. (એનાથી સ્વરૂપપ્રાપ્તિ થતી નથી).
એ જ વિશેષ કહે છે- ‘...... તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (- નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (-જે પરમાર્થે સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી.’
પાપના પરિણામ તો દુર્ગતિનું કારણ છે, ને પુણ્યના પરિણામથી સ્વર્ગાદિ મળે છે તેય દુર્ગતિ છે, કેમકે એનાથી-આત્માનો ધર્મ -મળતો નથી. વળી શુભભાવને હિતરૂપ માને એ તો મિથ્યાત્વ છે, તે અનંત સંસારનું મૂળ છે. ભાઈ! મિથ્યાત્વનો અંશ પણ બુરો છે. અજ્ઞાની જીવો અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ રહીને પ્રૌઢ વિવેકયુક્ત નિશ્ચય પર અનારૂઢ વર્તે છે, ઓહો! રાગની ક્રિયાથી શુદ્ધ ચૈતન્ય તત્ત્વ અંદર ભિન્ન છે એવા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અજ્ઞાની આરૂઢ થતો નથી. અહા! રાગના-વ્યવહારના ઘોડે ચઢીને અજ્ઞાની ચતુર્ગતિમાં ભમે છે, રખડે છે, તેને પ્રૌઢ વિવેકયુક્ત નિશ્ચય પ્રગટતો નથી. ભાઈ! આ બધું અત્યારે સમજવું પડશે હોં. બાકી અહીં મોટા કરોડપતિ શેઠિયા હોય તોય મરીને ક્યાંય પશુગતિમાં ચાલ્યા જશે.
શું થાય? માંસ-દારૂ ઈત્યાદિનો ખોરાક નથી એટલે નરકે ન જાય, વળી સ્વાધ્યાય, દાન, ભક્તિ આદિ શુભભાવનાંય ઠેકાણાં નથી એટલે સ્વર્ગ કે મનુષ્યગતિમાં પણ ન જાય, એટલે તીવ્ર લોલુપતાવાળા જીવો અનેક પ્રકારના માયાચાર વડે મરીને તિર્યંચમા-પશુગતિમાં જ જાય. અહર્નિશ રળવા-કમાવામાં ને ઈન્દ્રિયના વિષયમાં વખત વીતાવે તે જીવો મિથ્યાભાવને સેવતા થકા ક્યાંય ચાલ્યા જાય છે. અહીં કહે છે-અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ એવા જીવો નિજસ્વભાવમાં અનારૂઢ વર્તતા થકા પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી, અર્થાત્ ચાર ગતિમાં જ રખડે જ છે. સમજાણું કાંઈ...?
અરે ભાઈ! શુક્લલેશ્યા પર્યંતના શુભભાવ તો અભવિને પણ થાય છે. પણ
PDF/HTML Page 3724 of 4199
single page version
એનાથી સહિત તે દુઃખી જ છે. શું થાય? અનાદિથી અજ્ઞાની જીવોને આ હઠ છે કે આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહારના ભાવોથી મુક્તિ થશે. તે વ્યવહારના-રાગના ઘોડે આરૂઢ થયો છે, રાગમાં આરૂઢ થયેલો તે નિજચૈતન્યપદ પર અનારૂઢ છે. અહા! આવા વ્યવહાર-વિમૂઢ જીવો, અહીં કહે છે, પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા નથી. અનુભવતા નથી.
પ્રશ્નઃ– તો ધર્મી ને -શ્રાવક અને મુનિને-વ્રતાદિનો શુભરાગ તો હોય છે? સમાધાનઃ– હા, હોય છે; ધર્મીને તે પૂર્ણપણે સ્વભાવ પર આરૂઢ ન થાય ત્યાં સુધી યથાસંભવ વ્રતાદિનો શુભરાગ હોય છે, પણ તેને તે સત્યાર્થ મોક્ષમાર્ગ જાણતા નથી. તે આદરણીય છે એમ તે માનતા નથી. ભાઈ! જે શુભરાગ આવે છે તેને તું વ્યવહાર તરીકે બસ જાણ, પણ તેનાથી પોતાનું કલ્યાણ થાય એમ માનવું છોડી દે.
વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ વ્યવહારથી સ્થાપન કરવામાં આવ્યું છે, પરંતુ તે સાચો મોક્ષમાર્ગ ક્યાં છે? વાસ્તવમાં તો તે રાગ જ હોવાથી બંધનના કારણરૂપ છે. તે શુભભાવ સાધકદશામાં આવે છે તેને જાણવો જોઈએ, પરંતુ એનાથી જીવનું કલ્યાણ થાય એમ માનવાનું છોડી દેવું જોઈએ. અજ્ઞાની તો દયા, દાન, વ્રત આદિનો શુભભાવ જ મારું સર્વસ્વ છે એમ તેમાં મૂઢ થઈ ગયો છે. અહા! પ્રૌઢ વિવેકથી પ્રાપ્ત થવા-યોગ્ય શુદ્ધ નિશ્ચય નિજ ચૈતન્યપદ પર તે અનારૂઢ વર્તતો થકો નિજ સમયસારને પ્રાપ્ત થતો નથી- અનુભવતો નથી. આવી વાત! સમજાણું કાંઈ......?
વ્યવહાર સમકિતીને હોય છે, અવશ્ય હોય છે, પરંતુ તેમાં તે આરૂઢ નથી, તે તો શુદ્ધ એક નિજ ચૈતન્યપદ પર આરૂઢ છે. વ્યવહાર છે-એમ બસ ધર્મી તેનો જાણનાર અને દેખનાર છે, એનાથી મારું ભલું થશે એમ તે વ્યવહારમાં મોહિત-મૂઢ નથી. ભાઈ! ધર્મીને શુભભાવ આવે છે એટલી મર્યાદા છે, પરંતુ એ કાંઈ એના કલ્યાણનું કારણ નથી.
અહો! વીતરાગી સંતો-કેવળીના કેડાયતીઓ ભગવાનના આડતિયા થઈને આ માલ જગતને જાહેર કરે છે. ભાઈ! તારું ચૈતન્યપદ જ્ઞાન અને આનંદના સ્વભાવથી પૂરણ ભરેલું છે. તેના પર આરૂઢ થા તો તને નિરાકુળ આનંદની પ્રાપ્તિ થશે. જેઓ નિજ ચૈતન્યપદ પર અનારૂઢ વર્તતા થકા વ્યવહારમાં મૂઢ થઈ પ્રવર્તે છે તેઓ ચાર ગતિના પરિભ્રમણના કારણમાં-માર્ગમાં પડેલા છે. પ્રવચનસારમાં કહ્યું છે કે-શુભ કે અશુભમાં- બન્નેમાં કાંઈ તફાવત નથી એમ જેઓ માનતા નથી તેઓ મોહથી મૂર્છિત થયા થકા અપાર ઘોર સંસારસાગરમાં ડૂબેલા છે. ભાઈ! શુભ-અશુભ બન્નેય જગપંથ છે.
હા, પણ અમે નિવૃત્તિ લઈ બ્રહ્મચર્યથી રહીએ છીએ ને?
PDF/HTML Page 3725 of 4199
single page version
બ્રહ્મચર્ય કોને કહીએ બાપુ? બ્રહ્મ નામ આત્મા શુદ્ધ ચિદાનંદ ચૈતન્યચિંતામણિ પ્રભુને ચર્ય નામ ચરવું; શુદ્ધ ચૈતન્યમાં ચરવું તેનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો વિકલ્પ એ તો શુભભાવ છે, એનાથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય. એનાથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાત્વનું મહાપાપ છે. અરે! આવા મિથ્યાત્વને સેવીને તો ભગવાન તું રઝળી મર્યો છે.
અરે! કદીક એ અનેક પ્રકારની સાંસારિક ચિંતાઓથી, કુટુંબ-પરિવાર આદિથી નિવૃત્ત થયો તો શુભભાવ ને શુભભાવના નિમિત્તોને ચોંટી પડયો, એનાથી જ મારું કલ્યાણ થશે એમ માનવા લાગ્યો. પણ ભાઈ રે! મોક્ષપાહુડમાં ભગવાન કુંદકુંદાચાર્ય ફરમાવે છે કે- ‘पर दव्वादो दुग्गइ’ પરમાનંદમય નિજ ચૈતન્યપ્રભુ છે તેને છોડીને જેટલું પરદ્રવ્ય-કુંટુંબ-પરિવાર કે દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ લક્ષ જાય તે બધોય રાગ દુર્ગતિ છે, તે આત્માની-ચૈતન્યની ગતિ નથી. શુભભાવથી સ્વર્ગગતિ મળે, પણ તે દુર્ગતિ છે. જેનાથી ગતિ મળે તે ભાવ દુર્ગતિ છે ને તે ગતિ દુર્ગતિ છે. અહાહા....! ભગવાન કહે છે- અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અમારા લક્ષે તને રાગ થશે. સ્વરૂપમાં રમવું છોડીને તું અમારું લક્ષ કરે તે દુર્ગતિ છે.
આ નગ્નદશા, પંચમહાવ્રતનું પાલન, ૨૮ મૂળગુણની ક્રિયા-આવી ક્રિયા બધી શુભભાવ છે. એમાં કોઈ માને કે -આ મારો ધર્મ ને આ મારું મુનિપણું તેને સંતો કહે છે- પ્રભુ! તું એકવાર સાંભળ. બાપુ! તું બીજે અવળે પાટે ચઢી ગયો છે. મોક્ષમાર્ગનો- આત્માના હિતનો -આ માર્ગ નથી. અહીં ત્રણ બોલ કહ્યા છેઃ અનાદિરૂઢ, વ્યવહારમૂઢ, ને નિશ્ચય સ્વભાવમાં અનારૂઢ. અહો! આ તો ગાથામાં એકલું માખણ ભર્યું છે. કોઈ ભાગ્યવંતને પ્રાપ્ત થશે. કહ્યું છે ને કે-
અહા! અંતરીક્ષમાં ભગવાન બિરાજે ત્યાંથી ૐધ્વનિના ધોધ છૂટયા. ભવ્યોના કાન પર વાણી પડી, તે વાણીમાંથી ચૈતન્યતત્ત્વરૂપ માખણ નીકળ્યું. તે કોઈ વિરલ ભાગ્યવંતને પ્રાપ્ત થયું અને જગત તો વ્યવહારની છાશમાં જ ભરમાઈ ગયા, રાજી.... રાજી....થઈ ગયા. ભાઈ! મહાવ્રતાદિના પરિણામ એ તો છાશ એટલે કાંઈ નથી. ભાઈ! તને ખબર નથી પણ એ રાગથી આત્મપ્રાપ્તિ નહિ થાય. આવો મારગ પ્રભુ! એમાં તું શત્રુંજય ને સમ્મેદશિખરની જાત્રા કરીને માની લે કે મને ધર્મ થયો, પણ ધૂળેય ધર્મ નહિ થાય સાંભળને. ધર્મ તો કોઈ જુદી અંતરની અલૌકિક ચીજ છે બાપુ!
PDF/HTML Page 3726 of 4199
single page version
તો પૂજામાં તો એમ આવે છે કે-
ભાઈ! એ તો જાત્રામાં વિશેષ ભક્તિના શુભભાવ હોય તો કદાચિત્ સ્વર્ગે જાય, પણ આત્મદર્શન વિના ત્યાંથી નીકળીને ક્યાં જાય? ક્રમે કરીને નરક-તિર્યંચમાં જાય. અહીં તો ભવના અભાવની વાત છે, ને એ શુભભાવમાં ભવનો અભાવ કરવાનું સામર્થ્ય નથી. સ્વસ્વરૂપનો અનુભવ કર્યા વિના શુભાશુભ થયા જ કરશે અને તેને ચોરાશીનું પરિભ્રમણ ફળ્યા જ કરશે. આવી વાત! સમજાણું કાંઈ...?
અહો! સંતોને અંદરમાં અતીન્દ્રિય આનંદરસના પ્યાલા ફાટયા છે. કહે છે- અતીન્દ્રિય રસના વેદન-સંવેદન વિના માત્ર ક્રિયાકાંડ વડે અને બાહ્ય વેશ વડે કોઈ માને હું શ્રમણ-શ્રાવક છું તો તે જૂઠા છે; વ્યવહારવિમૂઢ અને નિશ્ચય-અનારૂઢ તેઓ પરમાર્થ પદને-ચૈતન્યપદને પામતા નથી-અનુભવતા નથી.
અહો! આ સમયસાર શાસ્ત્ર સં. ૧૯૭૮ માં હાથમાં આવ્યું ત્યારથી લાગ્યું કે માર્ગ બીજો છે, આ ક્રિયાકાંડ અને વેશ તે માર્ગ નથી. રાગથી, ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે જ મોક્ષનો ઉપાય અને તે જ ધર્મ છે; શુભભાવ છોડી પાપમાં પ્રવર્તવું એમ અહીં વાત નથી, પણ શુભભાવ મોક્ષનો ઉપાય નથી એમ જાણી તેનું લક્ષ છોડી અંતર-સ્વભાવમાં દ્રષ્ટિ કરવી અને ત્યાં જ લીન થઈ પ્રવર્તવું બસ એ જ ઉપાય છે.
‘અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે- “ આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે,” પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાર્થરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.’
ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપ છે. આ બાહ્ય વ્રતાદિકના ભેખ તે એનું સ્વરૂપ નથી. એ તો બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા ભાવ છે. શું કીધું? આ પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દયા, દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિના ભાવ -એ બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા સંયોગી ભાવ છે. એ પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ છે, મોહિત છે તેઓ માને છે કે-આ બાહ્ય વ્રતાદિક ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે, પણ તે યથાર્થ નથી; કેમકે તે ભાવ અબંધ નથી, બંધરૂપ છે, દુઃખરૂપ છે, વળી તેઓ ચૈતન્યમય નથી, પણ અચેતન છે. વળી જેનાથી ભેદજ્ઞાન થાય એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. તેથી વ્યવહાર વિમૂઢ આવા પુરુષો શુદ્ધજ્ઞાનમય ભગવાન સમયસારને દેખતા નથી- અનુભવતા નથી.
PDF/HTML Page 3727 of 4199
single page version
અહો! અંદર વસ્તુ તો પોતે ત્રિકાળી એક જ્ઞાયક ચૈતન્યના આનંદનું પૂર પ્રભુ છે. અહા! આવી નિજ વસ્તુની અંતર્દષ્ટિ વડે તેના આશ્રયે જે પ્રચુર આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષમાર્ગ છે, અને પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષ છે. અરે! પણ એણે અંદર નજર કરી નથી, પરદ્રવ્યના આશ્રયે પરિણમ્યા કરે છે. ત્યાં અવ્રતના પરિણામ થાય તે પાપ છે, ને વ્રતના પરિણામ થાય તે પુણ્ય છે. ત્યાં પુણ્યભાવમાં મોહિત-મૂર્છિત થઈને એનાથી મારો મોક્ષ થશે એમ તે માને છે. વળી ભેદાભ્યાસ કરીને જેનાથી ભેદજ્ઞાન થાય એવા નિશ્ચયને તે જાણતો નથી. શુભભાવના મોહપાશથી બંધાયેલા તેને નિશ્ચય વસ્તુને જાણવાની દરકાર નથી. તેથી બહિરાત્મદ્રષ્ટિ એવો તે સત્યાર્થસ્વરૂપ નિજ સમયસારને પામતો નથી-અનુભવતો નથી.
અહા! રાગની-આસ્રવની ક્રિયાઓ તો અનાદિકાળથી જીવ કરતો આવ્યો છે, અવ્રતના પાપભાવ પણ અનાદિથી કર્યા છે, ને વ્રતના પુણ્યભાવ પણ અનાદિથી અનંતવાર કર્યા છે. તેમાં નવું શું છે? તે સઘળા-પુણ્ય અને પાપના-વિકારી સંયોગીભાવ બંધપદ્ધતિ છે, મોક્ષપદ્ધતિ નથી. તેથી તો શુભભાવ અનંતવાર કર્યા છતાં ચતુર્ગતિ- પરિભ્રમણ ઉભું છે, તેથી તો અનંતકાળથી તું ચોરાસીના અવતારમાં રઝળી મર્યો છે. ભાઈ! તું આ વ્યવહારના શુભભાવ મને મોક્ષની પ્રાપ્તિ કરાવશે એમ તું માને છે પણ તારી માન્યતા બરાબર નથી. તારી એ માન્યતાએ જ તને રઝળાવી માર્યો છે, પછી તે ઠીક કેમ હોય? માટે જો તને મોક્ષની ઈચ્છા છે તો અંતર્મુખ દ્રષ્ટિ કરી ભેદજ્ઞાન કર. અંતર્મુખ દ્રષ્ટિ વડે જ ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન વડે જ અંદર શુદ્ધ નિશ્ચય પરમાર્થ વસ્તુ પોતે છે તેનો અનુભવ થાય છે. આનું જ નામ ધર્મ ને આનું જ નામ મોક્ષનો ઉપાય છે. અનાદિકાળનું ભવભ્રમણ મટાડવાનો આ જ એક ઉપાય છે.
આ સિવાય શુભરાગની ક્રિયાઓમાં ધર્મ માનનારા વ્યવહારમાં વિમોહિત પુરુષો, અનેક પ્રકારના ક્રિયાકાંડ આચરવા છતાં શુદ્ધજ્ઞાનમય નિજ સમયસારને દેખતા નથી. અનુભવતા નથી. આવી બહુ ચોક્ખી વાત છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘व्यवहार–विमूढ–द्रष्टयः जनाः परमार्थ नो कलयन्ति’ વ્યવહારમાં જ જેમની દ્રષ્ટિ (બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, ‘इह तुष–बोध–विमुग्ध–बुद्धयः तुषं कलयन्ति, न तण्डुलम्’ જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (-મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી.
જુઓ, આ સંસારીઓના લૌકિક વ્યવહારની વાત નથી. એ લૌકિક વ્યવહાર તો
PDF/HTML Page 3728 of 4199
single page version
એકલું પાપ છે. અહીં તો ધર્મી પુરુષોને (સહકારી) બહારમાં જે મહાવ્રતાદિનો વ્યવહાર- રાગ હોય છે એની વાત છે. કહે છે- ધર્મના નામે મહાવ્રતાદિનો જે વ્યવહાર તેમાં જેની બુદ્ધિ મોહિત છે તે પુરુષો પરમાર્થને જાણતા નથી અર્થાત્ ચૈતન્યમૂર્તિ નિજ સ્વરૂપને તેઓ ઓળખતા નથી. બિચારા વ્યવહાર ક્રિયાકાંડના ફંદમાં ફસાઈ ગયા છે તેઓને નિજ સ્વરૂપના અનુભવના રસનો રસાસ્વાદ પ્રાપ્ત થતો નથી. તેવા જીવો એમ ને એમ ૨૦૦૦ કંઈક અધિક સાગરની ત્રસની સ્થિતિ પૂરી કરીને ક્યાંય એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે. ત્રસમાં-આ કાગડા, કુતરા, કીડી, મકોડા ઈત્યાદિ દશામાં-રહેવાનો ઉત્કૃષ્ટ કાળ ૨૦૦૦ સાગરોપમ કાંઈક અધિક છે. આવો શાસ્ત્રમાં લેખ છે. સમજાણું કાંઈ....? દાખલો આપે છે. -
જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી. આવે છે ને એમાં -દોહા પાહુડમાં-
હે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણને છોડી માત્ર તુષ જ ખાંડે છે. તું પરમાર્થ જાણતો નથી માટે મૂઢ જ છે. અહા! જેઓ પરમાર્થને જાણતા નથી તેઓ ચાવલ (ચોખા) છોડીને એકલાં ફોતરાં-ભૂંસું ખાંડે છે. એક બાઈ ઘેર ડાંગર ખાંડતી હતી. ચાવલ (-કણ) નીચે અને ઉપર ફોતરાં રહે. તે દેખીને બીજી એક બાઈ ફોતરાં ભેગાં કરીને ખાંડવા મંડી. તેને શું ખબર કે એકલાં ફોતરાં ખાંડવાથી કાંઈ ન મળે? તેથી કાંઈ ચાવલ મળે? ન મળે.
તેમ ધર્મી પુરુષો-ગણધરાદિ મહા મુનિવરો અંતર્દષ્ટિના અનુભવમાં પડયા હોય તેમને મહાવ્રતાદિના વિકલ્પો સાથે હોય છે, તે ફોતરાં સમાન છે. તેને દેખીને અજ્ઞાની મહાવ્રતાદિ ધારણ કરી તેને ધર્મ માની તેનું જ આચરણ કર્યા કરે છે. પણ તેથી શું લાભ? ખરેખર તે તંડુલ છોડીને તુષમાં જ રાજી થઈ ગયો છે. પંચમહાવ્રતાદિના પરિણામ તો ફોતરાં છે ભાઈ! ચૈતન્યરસના કસથી ભરેલી ચીજ તો અંદર છે. ને તે સ્વાનુભવમાં પ્રગટ થાય છે. અજ્ઞાની ફોતરાં સમાન મહાવ્રતાદિમાં મોહિત -મુગ્ધ છે. તે ગમે તેટલું બહારનું આચરણ કરવા છતાં સ્વસ્વરૂપને દેખતો-પામતો નથી.
અરે! એણે અનંત વાર દીક્ષા ગ્રહણ કરી ને અનંતવાર પંચમહાવ્રત પાળ્યાં. પણ એથી શું? એ ક્યાં મોક્ષમાર્ગ છે? વ્યવહારમાં મોહિતબુદ્ધિવાળા જીવ અંદર ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ છે તેને દેખતા-અનુભવતા નથી.
‘જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટયા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે
PDF/HTML Page 3729 of 4199
single page version
મહાવ્રતના પરિણામને તત્ત્વાર્થ સૂત્રમાં આસ્રવ કહ્યા છે. તે ભાવ દુઃખ છે. મોક્ષ અધિકારમાં તેને વિષકુંભ કહેલો છે. હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ પાપના ભાવ તો મહાદુઃખરૂપ છે, એ અતિ આકરા ઝેરનો ઘડો છે, પરંતુ મહાવ્રતાદિ શુભપરિણામ પણ ઝેરનો ઘડો છે તેનાથી ભિન્ન અંદર ચૈતન્યઘનસ્વરૂપ આત્મા છે તે અમૃતકુંભ છે. અતીન્દ્રિય આનંદરસના રસિયા રસિક પુરુષો તેને સ્વાનુભવની ધારાએ પીવે છે, અનુભવે છે.
બેનશ્રીમાં (-વચનામૃતમાં) આવે છે કે -“મુનિરાજ કહે છે- અમારો આત્મા અનંત ગુણરસથી, અનંત અમૃતરસથી ભરેલો અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃતપીવાય એવા સ્વસંવેદનથી અમને સંતોષ નથી. અમારે તો પ્રત્યેક સમયે પૂરું અમૃત પીવાય એવી પૂર્ણ દશા જોઈએ છે.” અહો! કેવું અલૌકિક ચૈતન્ય દ્રવ્ય અને કેવી અલૌકિક એની પૂરણ વ્યક્ત દશા! ! એ પૂરણ દશામાં સાદિ-અનંતકાળ પ્રતિસમય પૂરું અમૃત પીવાય છે અને ઘડોય સદા પૂર્ણ ભરેલો જ રહે છે. અહા! જુઓ આ મુનિરાજની ભાવના! અંદર પ્રચુર આનંદને અનુભવે છે, પણ ધારાવાહી અતીન્દ્રિય પૂર્ણ આનંદ જોઈએ છે. અહા! આવી અલૌકિક મુનિદશા છે. પણ વ્યવહારમાં મુગ્ધ જીવોને અંતર- દશાની ખબર નથી, બહારમાં શરીરની ક્રિયાને દેખી શરીરની ક્રિયામાં જ મમત્વ ધારણ કરે છે. અરે! તેઓને પરમાર્થસ્વરૂપ નિજ શુદ્ધ તત્ત્વનો અનુભવ થતો નથી. જેમ ફોતરાંને જ કૂટયા કરે તેને તંડુલની પ્રાપ્તિ થતી નથી તેમ પરદ્રવ્યને જ આત્મા જાણી આચરણ કરે છે તેમને પરમાર્થસ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. સમજાણું કાંઈ...?
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
‘द्रव्यलिंग–ममकार–मीलितैः समयसारः एव न द्रश्यते’ જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ-વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; ‘यत् इह द्रव्यलिंगम् किल अन्यतः’ કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્ય દ્રવ્યથી થાય છે, ‘इदम् ज्ञानम् एव हि एकम् स्वतः’ આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી) થાય છે.
અહા! એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણ્યા એ ભગવાનની ૐધ્વનિમાં સિંહનાદ થયો કે-ભગવાન! તું નિશ્ચયે પરમાત્મસ્વરૂપ છો, મારી જાત એ જ તારી
PDF/HTML Page 3730 of 4199
single page version
જાત છે. હું જેમ સર્વજ્ઞરૂપે થયો છું તેમ સ્વભાવે તારું અંદર એવું જ સર્વજ્ઞને સર્વદર્શી સ્વરૂપ છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ પરિણામ તો રાગ છે, અન્યદ્રવ્ય છે, તારું સ્વરૂપ નથી. આમ છતાં દયા, દાન, વ્રત આદિ પરિણામથી ધર્મ થવાનું માને તે ઓલા બકરાંના ટોળામાં ભળી ગયેલું સિંહનું બચ્ચું પોતાને બકરું માને એના જેવા છે. અહા! દ્રવ્યલિંગના મમકાર વડે તેઓ વિવેકરહિત-અંધ બની ગયા છે. તેઓ નિજ સમયસારને જ દેખતા નથી, બકરાંના ટોળામાં રહેલું સિંહનું બચ્ચું માને કે હું બકરું છું એની જેમ દ્રવ્યલિંગમાં મમકાર કરે તે મૂઢ છે.
અરે ભાઈ! તું કોણ છો? ભગવાનની ૐધ્વનિમાં ગર્જના થઈ છે કે-પ્રભુ તું અનંત અનંત બેહદ જ્ઞાન અને આનંદના સ્વભાવનો સમુદ્ર છો, ને સ્વસંવેદ્ય અર્થાત્ સ્વસંવેદનમાં જણાય એવો છો. ભાઈ! તું અન્યદ્રવ્યમય ક્રિયાકાંડથી આત્મલાભ થવાનું માને એ તારું અંધપણું છે, વિવેકરહિતપણું છે. બાહ્યલિંગમાં મમકાર કરનાર નિજ આત્મસ્વરૂપને જ દેખતો નથી. રાગ ભગવાન આત્માને સ્પર્શતો જ નથી, છતાં રાગની ક્રિયાથી લાભ થશે એમ માનનાર અંધ-વિવેકરહિત જ છે. અંધ કેમ કહ્યો? કે તે પોતાને જ ભાળતો નથી.
હવે ઘણા બધા લોકો તો અશુભમાં-દુકાન-ધંધા, રળવું-કમાવું ને ઈન્દ્રિયના વિષયની પ્રવૃત્તિમાં પડયા છે. એમાં તો ભારે નુકશાન છે ભાઈ! આવી પ્રવૃત્તિથી ઝટ વિરક્ત થઈ જા બાપુ! જુઓ, આ બોટાદના એક મુમુક્ષુભાઈ! મુંબઈમાં મોટી દુકાન-ધંધો ચાલે. ભાઈઓને કહ્યું- ભાઈ! મને મુક્ત કરો; મારે નિવૃત્તિ લઈ સ્વહિત થાય એમ કરવું છે. મોટો ધંધો હોં, લાખોની પેદાશ, નાની ઉંમર બેતાલીસની, પણ કહે-મારે ગુરુચરણમાં રહી મારું હિત કરવું છે, હવે મને ધંધામાં રસ નથી; મારા ભાગે આવતી રકમમાંથી મને ચાર આની આપો, પણ મારે નિવૃત્તિ લેવી છે. જુઓ, આ સત્સમાગમ અને સ્વહિતની જાગૃતિ! આ પૈસાવાળાઓએ દાખલો લેવા જેવો છે. ભાઈ! બહારની જંજાળમાં શું છે? અહીં વિશેષ એમ કહે છે કે-અંદર જ્ઞાન અને આનંદનું ધામ પ્રભુ આત્મા છે એનો વિશ્વાસ ન મળે અને દયા, દાન, વ્રત આદિ ક્રિયાથી ધર્મ થશે એમ માનનાર વિવેકરહિત અંધ છે. શાસ્ત્રમાં તેમને ‘वराकाः’ રાંક-બિચારા કહ્યા છે. અહા! દ્રવ્યલિંગ છે તે અન્યદ્રવ્યથી નિપજેલા વિકારી ભાવ છે, તેમાં માને કે ‘આ હું’ ને ‘એનાથી મને લાભ’ તે અંધ છે. આવી વાત! ભાઈ તને આકરી લાગે પણ આ ૐધ્વનિમાં આવેલો સત્ય પોકાર છે.
અરે ભાઈ! આ દેહ તો છૂટી જશે ને તું ક્યાં જઈશ? શું તારી તને કાંઈ પડી નથી? આ વંટોળિયે ચઢેલું તરણું ઉંચે ચડીને ક્યાં જઈ પડશે-નક્કી નહિ તેમ રાગની ક્રિયા મારી છે એવી માન્યતારૂપ મિથ્યાત્વના વંટોળિયે ચઢેલો જીવ ક્યાંય જઈને ચાર
PDF/HTML Page 3731 of 4199
single page version
एव न द्रश्यते’ તેઓ સમયસારને જ દેખતા નથી.
સમયસાર એટલે શું? અહાહા.....! શરીરથી, કર્મથી, રાગથી રહિત એકલું ચૈતન્યનું ધ્રુવ દળ -એનું નામ સમયસાર છે. હવે રાગને જ દેખનાર રાગના રસિયા રાગ વિનાના ભગવાનને કેમ દેખે? -દેખતો નથી. થોડા શબ્દે કેટલું ભર્યું છે?
અરે! આ શેઠિયા બધા બહારની ધૂમધામમાં રોકાઈ ગયા છે. બિચારાઓને આ બધું વિચારવાનો વખત નથી. એમાંય પાંચ-દસ કરોડની પુંજી થઈ જાય એટલે જોઈ લ્યો, જાણે હું પહોળો ને શેરી સાંકડી. અરે, પાગલ થયો છો કે શું? અંદર અનંતી ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન સમયસાર છે તેને દેખતો નથી અને વિષયના-રાગના રસમાં ચઢી ગયો છે? જાણે બકરાંના ટોળામાં સિંહ ગરી ગયો ને સિંહને થયું કે હું બકરૂં છું! અરે, તું બકરું નથી ભાઈ! તું સિંહ છો, અનંતા વીર્યનો સ્વામી ભગવાન ચૈતન્યસિંહ છો. અંતર્દ્રષ્ટિરૂપ ગર્જના કર ને તને ખાત્રી થશે. ચૈતન્યસ્વભાવની સમીપ જઈ વિશ્વાસ કર, તને ભગવાનના ભેટા થશે અર્થાત્ તું પર્યાયમાં પૂરણ વીર્યનો સ્વામી થઈશ.
હિંસાદિ પાપના પરિણામ તો દૂર રહ્યા, અહીં કહે છે-અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ ને બ્રહ્મચર્ય આ પાંચ વ્રત ચૈતન્યસ્વભાવથી વિપરીત ભાવ છે. આ પાંચમાં મમકાર કરી પોતાનું અસ્તિત્વ માને તે નિજ-સમયસારને જાણતો નથી, માનતો નથી. ભગવાન સર્વજ્ઞદેવનો આ પોકાર છે. જેમાં આનંદનો અનુભવ થાય તે ‘મમ’ (-મારું, ભોજન) છે. છોકરાં મા ને કહે- ‘મમ’ આપ. અહીં સંતો કહે છે- તારા નિત્યાનંદસ્વભાવનો અંતર્મુખ થઈ અનુભવ કર, તે તારું ‘મમ’ (સ્વ વા ભોજન) છે. ભાઈ! એ નિરાકુલ આનંદની અધુરી (-એકદેશ) દશા તે સાધન અને તેની પૂર્ણ દશા તે સાધ્ય છે. બધી રમત અંદર છે બાપુ! બહાર તારે કાંઈ જ સંબંધ નથી, રાગના કણથીય નહિ ને શરીરના રજકણથીય નહિ; એ બધી રાગની ને શરીરની ક્રિયા તો બહાર જ છે. ભાઈ! તું રાગની ક્રિયામાં અંજાયો છે પણ એ તારા ચૈતન્યને સ્પર્શતી જ નથી પછી એનાથી ચૈતન્યની પ્રાપ્તિ કેમ થશે? રાગની ક્રિયામાં અંજાઈ જાય તેને ‘સમયસાર’ જોતાં આવડતું નથી, તે ભગવાન સમયસારને દેખતો જ નથી.
PDF/HTML Page 3732 of 4199
single page version
ભગવાન! તું રાગ નહિ હોં! તું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છો. અંદર તારું ધ્રુવ પરમાત્મસ્વરૂપ છે તેના અસ્તિત્વને માનતો નથી ને તું રાગના છંદે (-કુછંદે) ચઢી ગયો છો? અરે પ્રભુ! તું શું કરે છે? આ વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ ઈત્યાદિ કરી કરીને તું ધર્મ માને છે પણ બાપુ! એ ધર્મ નહિ, એ સ્વદ્રવ્ય નહિ, એ તો અન્યદ્રવ્ય છે. તારું સ્વદ્રવ્ય તો બેહદ વીતરાગસ્વભાવથી ભરેલો આનંદકંદ અનાકુળ શાંતરસ-ચૈતન્યરસનો પિંડ છે. તેને જ અંતર્મુખ થઈ જાણવો, માનવો-શ્રદ્ધવો ને તેમાં જ લીન થવું તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે. અરે, તું કરવાનું કરતો નથી, અને ન કરવાનું કરવામાં રોકાઈ ગયો! તું એકવાર સાંભળ તો ખરો, અહીં આચાર્યદેવ શું કહે છે? કે જગતમાં દ્રવ્યલિંગ ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, આ જ્ઞાન જ એક પોતાથી-આત્મદ્રવ્યથી થાય છે. ભાઈ! તારે આત્માની શાંતિ ખોવી હોય, ચારગતિમાં રખડવું હોય તો રાગના વાડે (-ક્ષેત્રમાં) જા. કહેવત છે ને કે- ઘો મરવાની થાય તો વાઘરીવાડે જાય, તેમ જેને જન્મ-મરણ જ કરવાં છે તે રાગના વાડે જાય. આવી વાત!
અહાહા....! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અહા! એ જ્ઞાનનું જ્ઞાનસ્વભાવે થવું એ જ્ઞાન જ એક આત્મદ્રવ્યથી થાય છે. જ્ઞાનનું જ્ઞાન થવું, જ્ઞાનનું શ્રદ્ધાનભાવે થવું ને જ્ઞાનની રમણતા થવી-એ જ્ઞાન જ એક પોતાનું સ્વરૂપ છે. અહા! જ્ઞાનની જ્ઞાન-શ્રદ્ધાન- આચરણરૂપે પરિણતિ થવી તે એક જ સાધન છે, તેની પૂર્ણતા તે તેનું ફળ છે. વચ્ચે વ્યવહાર-દ્રવ્યલિંગ છે ખરું, પણ તે સાધન નથી. વ્યવહાર છે એમ એનું સ્થાપન છે, પણ વ્યવહાર તરીકે. વ્યવહાર જે વચ્ચે (-સાધકદશામાં) હોય છે તેને જાણે-માને નહિ તો જ્ઞાન મિથ્યા છે, ને વ્યવહારને વાસ્તવિક સાધન જાણે ને માને તો તેનું શ્રદ્ધાન મિથ્યા છે. વ્યવહાર વચ્ચે છે ખરો, પણ તે હેય છે, બંધનનું કારણ છે. મુનિરાજ તેને હેયપણે જ જાણે છે, અને પુરુષાર્થની ધારા ઉગ્ર કરતા થકા તેને હેય (-અભાવરૂપ) કરતા જાય છે. હવે જેનો અભાવ કરવો છે તે સાધન કેમ હોય? તે આદરણીય કેમ હોય? ભાઈ! વ્યવહાર છે-બસ એટલું રાખ. તે હિતકર છે એ વાત છોડી દે, એનાથી ધર્મ થાય એ વાત જવા દે.
અહાહા...! આત્મા જાણગ.... જાણગ.... જાણગ સ્વભાવનો પિંડ છે. તેનાં જ્ઞાન- દર્શન-રમણતા તે આત્માની જ્ઞાનક્રિયા છે. તે જ્ઞાન જ એક પોતાથી થાય છે. આ તો ભાષા સાદી છે ભાઈ! ભાવ તો જે છે તે અતિ ગંભીર છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ થવી-બસ એ એક જ સ્વદ્રવ્યથી થાય છે. રાગ- ક્રિયાકાંડ છે એ તો પરદ્રવ્યથી થાય છે; એ પરદ્રવ્ય જ છે. એ (-રાગ) સ્વદ્રવ્યને તો અડતા સુદ્ધાં નથી. સમજાણું કાંઈ...?
એક ભાઈ આવીને કહે -મહારાજ! આ સમયસાર તો આખું હું પંદર દિ’ માં વાંચી ગયો. અરે ભાઈ! તને ખબર છે આ શું ચીજ છે? આ સમયસાર તો પરમ અદભુત ચીજ છે- એમાં તો ત્રણલોકના નાથની વાણીનાં રહસ્યો ભર્યાં છે. તેના શબ્દેશબ્દ
PDF/HTML Page 3733 of 4199
single page version
અપાર અગાધ રહસ્યોથી ભર્યા છે. ભાઈ! આ તો કેવળીની વાણી બાપા! કહે છે-જ્ઞાન- દર્શન-આનંદનું જ થવું આત્માથી થાય છે. રાગનું થવું તે આત્મા નહિ. જ્ઞાનનું થવું તે જ જ્ઞાનસ્વરૂપ છે, આત્મા છે; તે જ મોક્ષમાર્ગ છે ને તે જ (પૂર્ણતા થયે) મોક્ષ છે. ખૂબ ગંભીર વાત ભાઈ!
અહાહા....! ભગવાન! તું અંદર પૂરણ શુદ્ધ જ્ઞાનમાત્ર-ચિન્માત્ર વસ્તુ પરમાત્મા છો. અલ્પજ્ઞતા ને વિપરીતતા તારું સ્વરૂપ નથી. પર્યાયમાં તે અજ્ઞાનવશ ઉભું થયું છે તે તું ભૂલી જા (ગૌણ કરી દે); અને નક્કી કર કે-જ્ઞાન જ એક સ્વદ્રવ્યથી થાય છે. ઝીણી વાત પ્રભુ! છે ને અંદર- ‘इदम् ज्ञानम् एव हि एकम स्वतः’ અહાહા.....! જ્ઞાનસ્વરૂપે થવું, નિર્મળ રત્નત્રયપણે થવું-બસ એક જ આત્મસ્વરૂપ છે. લ્યો, આ ધર્મ ને આ મોક્ષમાર્ગ, અહાહા....! વસ્તુ અંદર કારણપરમાત્મપણે છે, અને તેના આશ્રયે તેના પરિણમનનું કાર્ય થયું તે કાર્યપરમાત્મા છે. લ્યો, આનું નામ ‘એક જ્ઞાન જ આત્માથી છે’ આ તો થોડામાં ઘણું ભર્યું છે. અહો! દિગંબર મુનિવરોએ જગતને ન્યાલ કરી દીધું છે!
અહાહા.....! આનંદનો નાથ અંદર પૂર્ણસ્વરૂપે પડયો છે ને પ્રભુ! પર્યાય જેટલું જ એનું અસ્તિત્વ નથી. મોક્ષની પર્યાય જેટલો પણ એ નથી, એ તો પૂર્ણ ચિદાનંદઘન પરમાત્મા છે. તારા શ્રદ્ધાનને એનો રંગ ચઢાવી દે પ્રભુ! તે શ્રદ્ધાન અને જ્ઞાનનું થવું તે જ જ્ઞાનસ્વરૂપ આત્માનું થવું છે. રાગ તો અન્યદ્રવ્યનું પરિણમન છે, એને જ્ઞાનના થવા સાથે કાંઈ જ સંબંધ નથી. માટે જો મોક્ષની ઈચ્છા છે તો વ્યવહારના ક્રિયાકાંડથી ધર્મ થશે એ વાત જવા દે. આ હિતની વાત છે ભાઈ!
‘જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી; કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે.’
જુઓ, શું કહે છે? કે દ્રવ્યલિંગમાં જેને મમત્વ છે તે અંધ છે, અર્થાત્ સ્વપરનો વિવેક કરનારાં નેત્ર તેને બીડાઈ ગયાં છે, તેમને શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ જ થતો નથી. દ્રવ્યલિંગથી-ક્રિયાકાંડથી મારું કલ્યાણ થશે એવી માન્યતા આડે તેને પોતાના પરમાત્મસ્વરૂપનો અનુભવ જ થતો નથી.
સાધકને સ્વપરનો વિવેક છે, તેને નિજ સ્વરૂપનું અંદર ભાન વર્તે છે. સાથે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ આવે છે તેને તે જાણે છે, વ્યવહાર છે બસ
PDF/HTML Page 3734 of 4199
single page version
એટલું; એનાથી મોક્ષમાર્ગ છે એમ તે જાણતો-માનતો નથી. ભાઈ! વ્યવહાર છે એને ન જાણે-માને તો એકાન્ત થઈ જાય. વ્યવહાર જાણવા માટે પ્રયોજન-વાન છે, પણ તે આદરવાલાયક નથી.
અજ્ઞાની ક્રિયાકાંડના મમત્વ વડે અંધ છે. તે વ્યવહારને જ પરમાર્થ માનતો હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. હવે આમ છે તો પછી તેને શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય?
PDF/HTML Page 3735 of 4199
single page version
णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि।। ४१४।।
निश्चयनयो नेच्छति मोक्षपथे सर्वलिङ्गानि।। ४१४।।
‘વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને-એ બન્ને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી’ -એમ હવે ગાથામાં કહે છેઃ-
નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪.
ગાથાર્થઃ– [व्यावहारिकः नयः पुनः] વ્યવહારનય [द्वे लिङ्गे अपि] બન્ને લિંગોને [मोक्षपथे भणति] મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત્ વ્યવહારનય મુનિલિંગ તેમ જ ગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); [निश्चयनयः] નિશ્ચયનય [सर्वलिङ्गानि] સર્વ લિંગોને (અર્થાત્ કોઈ પણ લિંગને) [मोक्षपथे न इच्छति] મોક્ષમાર્ગમાં ગણતો નથી.
ટીકાઃ– શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે-એવો જે પ્રરૂપણ પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે; શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત, દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર (-માત્ર દર્શન-જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છે- એવું જે નિસ્તુષ (-નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે, કારણ કે તે (અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી (-પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે.
ભાવાર્થઃ– વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ
PDF/HTML Page 3736 of 4199
single page version
रयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः।
स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रा–
न्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। २४४।।
विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत्।। २४५।।
પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે (તેથી તેઓ જ મોક્ષને પામે છે).
‘બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો’ -એવા અર્થનું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अतिजल्पैः अनल्पैः दुर्विकल्पैः अलम् अलम्] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ; બસ થાઓ; [इह] અહીં એટલું જ કહેવાનું છે કે [अयम् परमार्थः एकः नित्यम् चेत्यताम्] આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; [स्व–रस– विसर–पूर्ण–ज्ञान–विस्फूर्ति–मात्रात् समयसारात् उत्तरं खलु किञ्चित् न अस्ति] કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર (- પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજુ કાંઈ પણ સારભૂત નથી).
ભાવાર્થઃ– પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજું કાંઈ પણ સારભૂત નથી. ૨૪૪.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [आनन्दमयम् विज्ञानघनम् अध्यक्षतां नयत्] આનંદમય વિજ્ઞાનઘનને (- શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું [इदम् एकम् अक्षयं जगत्–चक्षः] આ એક (-અદ્વિતીય) અક્ષય જગત-ચક્ષુ (-સમયપ્રાભૃત) [पूर्णताम् याति] પૂર્ણતાને પામે છે.
ભાવાર્થઃ– આ સમયપ્રાભૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે-બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે, કારણ
PDF/HTML Page 3737 of 4199
single page version
‘વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને-એ બન્ને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈલિંગને મોક્ષમાર્ગ કહેતો નથી’ -એમ હવે ગાથામાં કહે છેઃ-
‘શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે- એવો જે પ્રરૂપણ -પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે;........’
જુઓ, શું કહે છે આ? કે શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે એવી જે પ્રરૂપણા તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી. મુનિદશામાં જે વ્રત-તપ આદિ વિકલ્પ ને નગ્નદશા છે તે સહચારીપણે કારણ છે, તેને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહારપણે તે વ્યવહાર છે, પણ નિશ્ચયે તે આશ્રય કરવાલાયક નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. શ્રી ટોડરમલજીએ સ્પષ્ટતાથી ખુલાસો કર્યો છે કે-“ હવે મોક્ષમાર્ગ તો બે નથી, પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય-મોક્ષમાર્ગ છે તથા જ્યાં મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ જાણવા મિથ્યા છે.” ભાઈ! દ્રવ્યલિંગને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવાય પણ તેને મોક્ષમાર્ગ જાણવો મિથ્યા છે. દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ કહીએ એ તો આરોપિત કથન છે.
ભાવલિંગી સંત-મુનિવરને પંચમહાવ્રતાદિ પરિણામ હોય છે, નિયમથી હોય છે, તે ભાવો સહચારીપણે છે, પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. તેને મોક્ષમાર્ગ કહીએ તે આરોપિત કથન છે, યથાર્થ નથી. ભાઈ! તું વ્યવહારને વ્યવહારપણે જાણે તે બરાબર છે, પરંતુ તે ધર્મ વા ધર્મનું કારણ છે એમ નથી. બે નય છે એમ જાણવું તે બરાબર છે, પણ બન્ને નય આશ્રય કરવાલાયક છે એમ નથી. આશ્રય-યોગ્ય તો એક શુદ્ધ નિશ્ચયનય જ છે. સમજાણું કાંઈ....!
PDF/HTML Page 3738 of 4199
single page version
અહાહા....! અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ વિરાજે છે. તેનાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા કરતાં જે નિરાકુળ નિર્વિકલ્પ આનંદની ધારા અંતરમાં ઉમટે તે એક જ મોક્ષમાર્ગ છે અને તે જ ધર્મ છે. સહચરપણે રહેલા વ્રતાદિના રાગને ધર્મ કહીએ તે કેવળ વ્યવહારથી જ છે, આરોપિત છે, યથાર્થ-પરમાર્થ નથી, કારણ કે તે (વ્યવહાર) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે, શું કીધું? આ વ્રત-તપ-ભક્તિના ભાવ અશુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ છે; તે શુદ્ધ દ્રવ્યના અનુભવરૂપ નથી. અશુદ્ધ દ્રવ્યનો અનુભવ કહો કે દુઃખનો અનુભવ કહો -એક જ વાત છે, તેમાં નિરાકુલ આનંદનો અનુભવ નથી.
આત્મા અતીન્દ્રિય આનંદનો મહાન ડુંગર છે. ક્ષેત્ર ભલે નાનું હોય, તેનો ભાવ બેહદ અપરિમિત છે, અનંત અમાપ છે-અહા! તેના આશ્રયે જેટલી શુદ્ધ પરિણતિ-નિર્મળ રત્નત્રયપરિણતિ પ્રગટ થાય તે પરમાર્થ મોક્ષનો માર્ગ છે. તેની સાથે જે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિનો રાગ હોય છે તે, કહે છે, અશુદ્ધ દ્રવ્યનું -દુઃખનું વેદન છે. હવે એ દુઃખનું વેદન મોક્ષ અર્થાત્ પરમ સુખની દશાનું કારણ કેમ થાય? આત્માના પૂર્ણ શુદ્ધ પરિણામ મોક્ષ છે, તો તેનું કારણ પણ આત્માના શુદ્ધ પરિણામ હોવા જોઈએ. વ્રતાદિ રાગના પરિણામ છે તે આત્મ-પરિણામ નથી, તે વિભાવ છે, ઔપાધિક ભાવ છે, તેને પહેલા અધિકારમાં અજીવ-અનાત્મા કહ્યા છે. હવે તે મોક્ષનું કારણ કેમ બને? ન બને. તેથી તેમાં (દ્રવ્યલિંગમાં) પરમાર્થપણાનો અભાવ છે. હવે કહે છે-
‘શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાન્ત, દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર (-માત્ર દર્શનજ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છે-એવું જે નિસ્તુષ (-નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે, કારણકે તે (-અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે.’
અહાહા...! આત્મા અનંત ગુણરતનથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. તેનું એકેક ગુણરતન અનંત અનંત પ્રભુતાથી ભર્યું છે. તેનો મહિમા લાવી અંતરમાં તેનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. તે શુદ્ધ દ્રવ્યના નિસ્તુષ અનુભવનરૂપ છે. તેથી તેને જ પરમાર્થપણું છે. નિસ્તુષ એટલે રાગરહિત શુદ્ધ વીતરાગી અનુભવન તે પરમાર્થ છે. એક સ્વદ્રવ્યનું વેદન છે તેને જ પરમાર્થપણું છે.
આ દેહ તો નાશવાન ચીજ છે, અને આ બૈરાં-છોકરાં એ બધી બહારની ભૂતાવળ છે, નિયમસારમાં એ બધાને ધૂતારાઓની ટોળી કહી છે. વળી શુભરાગ જે થાય તેય પુણ્ય છે, ધર્મ નથી. ત્રિકાળી શુદ્ધ જે સ્વદ્રવ્ય છે તેનો આશ્રય કરતાં જે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય તે એક જ ધર્મ છે. તે શુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી પરમાર્થ છે. ભાઈ! જન્મ-મરણ રહિત થવાનો આ માર્ગ છે. વસ્તુ તારી
PDF/HTML Page 3739 of 4199
single page version
યા કારણ મિથ્યાત દિયો તજ, કયોં કરિ દેહ ધરેંગે;
અબ હમ અમર ભયે, ન મરેંગે.
અહાહા.....! પોતાની ચીજ અંદર શુદ્ધ જ્ઞાનાનંદમય અમર છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન- આચરણ પ્રગટતાં અમરપણું પ્રગટે છે. આ એક જ પરમાર્થ માર્ગ છે. સાથે વ્યવહાર ભલે હો, પણ તેને પરમાર્થપણું નથી. આવી વાત. સમજાણું કાંઈ....?
અહાહા....! મુનિ અને શ્રાવકના વિકલ્પથી પાર ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ જે નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણતિ છે તે એક જ, કહે છે, પરમાર્થ મોક્ષમાર્ગ છે. આ એકાન્ત-સમ્યક્ એકાન્ત છે. આ સિવાય કોઈ પચીસ-પચાસ લાખ દાનમાં ખર્ચે, મોટાં મંદિર બંધાવે ને ભગવાનની પ્રતિષ્ઠા કરાવે તો એ પુણ્ય છે બસ, એ મોક્ષમાર્ગ નથી, કેમકે એ અશુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી અપરમાર્થ છે, અસત્યાર્થ છે. ભાઈ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ બધા ફોતરા સમાન નિઃસાર છે, અંતઃતત્ત્વ - ચૈતન્યતત્ત્વના અનુભવન વિના બધું થોથેથોથાં છે અર્થાત્ કાંઈજ નથી (વ્યવહારેય નથી). સમજાણું કાંઈ....? હવે કહે છે-
‘માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી (-પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે.’
વીતરાગ પરમેશ્વરનો કહેલો સત્યાર્થ માર્ગ તેં સાંભળ્યો નથી ભાઈ! અંદર રાગરહિત પોતાનું સ્વદ્રવ્ય છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા-લીનતા થાય તે પરમાર્થ મોક્ષમાર્ગ છે. હવે તેને તો જાણે નહિ, અને વ્યવહારને જ પરમાર્થ માનીને કોઈ અનુભવે છે તો, કહે છે, તેઓ સમયસારને જ અનુભવતા નથી. આ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ -એમ વ્રતના વિકલ્પ, શાસ્ત્રભણતરનો ભાવ અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા-તેને જ પરમાર્થ જાણીને અનુભવે છે તેઓ શુદ્ધ દ્રવ્યને-નિજ સમયસારને જ અનુભવતા નથી.
અરે ભાઈ! પરમાર્થ માનીને શુભરાગની ક્રિયાઓ તો અનંતવાર કરી છે. વ્રત ને તપ ને ઉપવાસ ને પડિકમણ ને પોસા ઈત્યાદિ ક્રિયાઓ તેં ધર્મ સમજીને અનંત વાર કરી છે. પણ એથી શું? એનાથી ધર્મ થાય એમ તું માને પણ ધૂળેય ધર્મ
PDF/HTML Page 3740 of 4199
single page version
નથી સાંભળને. એ તો બધી રાગની ક્રિયા બાપા! તારા ચૈતન્યતત્ત્વને સ્પર્શ સુદ્ધાં કરતી નથી તો એનાથી તને ધર્મ કેમ થાય? ભાઈ! એકવાર નિર્ણય કરી શ્રદ્ધામાં તો લે કે વ્યવહાર ક્રિયાકાંડની ક્રિયા આત્મરૂપ નથી. આ સિવાય કોઈ લાખ ક્રિયાઓ કરે તો પણ તેઓ નિજ જ્ઞાનાનંદ-સહજાનંદસ્વરૂપને અનુભવતા નથી; તેઓ રાગને-દુઃખને જ વેદે છે. એક સમયની પર્યાયમાં જેમનું લક્ષ છે તેમની રમત રાગમાં છે, અંદરમાં ચૈતન્યચિંતામણિ પોતે છે તેને તેઓ અનુભવતા નથી.
પરમાર્થ વસ્તુ અંદર પોતાનું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. તેને જેઓ પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેનાં જ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે છે તેઓ જ સમયસારને અનુભવે છે; અર્થાત્ તેઓ જ મોક્ષમાર્ગ અને તેનું ફળ જે મોક્ષ તેને પ્રાપ્ત થાય છે. આવી વાત છે.
‘વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે.’
શું કહે છે? કે આ વ્રત, તપ, ભક્તિ આદિના ભાવ એ વ્યવહારનયનો વિષય ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે. અહા! કોઈ ક્રોડો રૂપિયા દાનમાં ખર્ચે, લાખ મંદિરો બનાવે, જીવન પર્યંત બ્રહ્મચર્ય પાળે, શાસ્ત્રો ભણે ને પંચ મહાવ્રતાદિ પાળે, એકેન્દ્રિયને પણ દુભવે નહિ -ઈત્યાદિ બધો જે પ્રશસ્ત રાગ છે તે ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે. અહીં અશુદ્ધ દ્રવ્ય કેમ કહ્યું? સ્વભાવથી તો અંદર દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ જ છે, પણ પર્યાય અશુદ્ધ છે એ અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્ય છે એમ કહ્યું. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કાંઈ અશુદ્ધ થઈ જતું નથી, પણ વર્તમાનમાં અશુદ્ધ પરિણમ્યું છે ને! તો અશુદ્ધ પરિણમ્યું છે તે અશુદ્ધ દ્રવ્ય છે એમ વાત છે. સમજાણું કાંઈ.....!
આ સમજ્યા વિના મોટા અબજોપતિ શેઠ હો કે રાજા હો- એ બધા દુઃખી જ છે. અંદર આત્મા અમૃતનો સાગર છે તેનાથી ઉલટી દશા-ચાહે તે અતિ મંદ રાગની હો તો પણ -તે બધું જ દુઃખ જ છે. ભાઈ! ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યનો અનુભવ તે પરમાર્થ નથી, મોક્ષમાર્ગ નથી. અહા! રત્નજડિત રાજમહેલ, રાજપાટ અને રાણીઓ -સર્વ છોડીને, નગ્ન દિગંબરદશા ધારણ કરી કોઈ જંગલમાં ચાલ્યો જાય અને ત્યાં ધર્મબુદ્ધિથી અનેક મંદરાગની ક્રિયાઓ કરે, પણ અંતર્દ્રષ્ટિ કરે નહિ તો એવો અશુદ્ધદ્રવ્યનો અનુભવ પરમાર્થ નથી. બહારના ત્યાગ વડે માને કે મેં ઘણું છોડયું, પણ અંદરથી મિથ્યાત્વ છોડયા વિના તેણે શું છોડયું? કાંઈ જ નહિ. (એક આત્મા છોડયો છે). અહા! આવી આવી વ્યવહારની ક્રિયાઓ તો જીવે અનંતવાર કરી છે. એ બધો વ્યવહારનયનો