PDF/HTML Page 3821 of 4199
single page version
જુઓ, શું કીધું? કે આ વિશ્વ સ્વભાવથી જ બહુભાવોથી ભરેલું છે. એનો અર્થ એ થયો કે વિશ્વમાં જે અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુ આદિ છ દ્રવ્યો છે એ અકૃત્રિમ છે, કોઈએ કર્યા નથી. તે પદાર્થોને કોઈએ કર્યા નથી, તેમ તે પદાર્થો કોઈના કર્તા નથી. વળી દરેક પદાર્થનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં અર્થાત્ પોતે વસ્તુપણે એક હોવા છતાં દ્વૈતપણું પણ છે, પોતે પરપણે નથી એવું દ્વૈતપણું રહેલું છે. વસ્તુપણે એક હોવા છતાં, ગુણ-પર્યાયરૂપથી અનેક છે એવા દ્વૈતનો નિષેધ થઈ શકતો નથી; અર્થાત્ જે અદ્વૈત છે તે જ દ્વૈત છે. આ દ્વૈતાદ્વૈતપણું કોઈ પરને લઈને છે એમ નથી. આત્મા સ્વપણે છે એવું અસ્તિપણું-અદ્વૈતપણું અને પરપણે નથી એવું નાસ્તિપણું-દ્વૈતપણું-એવા બે ધર્મો વસ્તુમાં સહજ જ સિદ્ધ છે.
જેને ત્રણકાળ-ત્રણલોક પ્રત્યક્ષ જણાયા છે એવા સર્વજ્ઞ પરમાત્માએ એમ કહ્યું કે- ભગવાન! તું જ્ઞાનમાત્ર એવા અસ્તિપણે છો. અહા! આવું પોતાના અસ્તિપણાનું જ્ઞાન જેને થયું તેને તો અનેકાન્ત સિદ્ધ થઈ જાય છે, અર્થાત્ તેને જ્ઞાન સાથે આત્મામાં અનંત ધર્મો રહેલા છે એવું જ્ઞાન થઈ જાય છે. પણ જેને એની ખબર નથી એવા અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર કહીને તેનો અનેકાન્ત-સ્યાદ્વાદ સાધન વડે નિર્ણય કરાવે છે. સમજાણું કાંઈ.....?
આત્મા જ્ઞાનમાત્ર છે એમ અસ્તિ કહેતાં જ પરપણે નથી એમ નાસ્તિ સિદ્ધ થાય છે. વળી જ્ઞાન છે તો જ્ઞાનનો આનંદ પણ ભેગો છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાન છે તેનું અંદરમાં પ્રયોજનભૂત પરિણમવારૂપ વસ્તુપણું પણ સિદ્ધ થાય છે. જ્ઞાન છે તો પોતે પોતાના જ્ઞાનમાં આવી શકે છે એવો પ્રમેયગુણ સિદ્ધ થાય છે; અને પ્રમેયને જાણનાર પોતે પ્રમાણ છે એમ સિદ્ધ થાય છે. આમ, કહે છે, દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી દરેક વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્ય-ગુણ-પર્યાયરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે. અહો! વીતરાગના શાસન સિવાય આ વાત બીજે ક્યાંય નથી. બીજે તો કલ્પિત વાતો કરીને કલ્પિત માર્ગે લોકોને ચઢાવી દીધા છે. અહા! પોતે અદ્વૈત હોવા છતાં દ્વૈત કેવી રીતે છે? તો કહે છે- પોતાના દ્રવ્યમાં, પોતાના જ્ઞાનાદિ અનંત ગુણોમાં તથા પોતાની પરિણતિમાં પ્રવૃત્ત થવું એટલે રહેવું અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાયપણે ન થવું -એ રીતે દ્વૈતપણું છે.
વેદાંતવાળા જેમ બધું થઈને એક કહે છે એમ આ અદ્વૈત નથી. અરે! આત્માને સર્વવ્યાપક માનનાર એ લોકોએ આત્માને (અભિપ્રાયમાં) ખંડ ખંડ કરી નાખ્યો છે. હા, આત્મા સર્વને જાણે છે, જાણવાના સામર્થ્યરૂપ છે એ અપેક્ષાએ તેને સર્વવ્યાપક
PDF/HTML Page 3822 of 4199
single page version
કહીએ, પણ ક્ષેત્ર અપેક્ષાએ બધામાં એક (વ્યાપક) થઈને રહે છે એમ ત્રણકાળમાં વસ્તુ નથી.
અરે! લોકોને બિચારાઓને હું અનંતગુણનો પિંડ પ્રભુ છું, સ્વાધીન છું, મારી વર્તમાન પરિણતિ મારાથી થાય છે અને પરથી થતી નથી એ વાત બેસતી નથી! વળી જ્ઞાન થવા કાળે સામે જ્ઞેય એવું જ હોય છે તેથી તેમને એમ ભાસે છે કે સામે જ્ઞેય છે માટે મારા જ્ઞાનનો આકાર (પરિણામ) આવો થયો. મારી પર્યાયનો જ આવા આકારપણે (જાણવાપણે) થવાનો સ્વભાવ છે માટે હું થયો છું, પરથી થયો નથી એમ બેસતું નથી! તેથી જ એ લોકો વારંવાર સંદેહ -શંકા કરે છે કે દિવ્યધ્વનિથી તો લાભ થાય ને? કર્મને લઈને આત્મામાં વિકાર થાય ને? જ્ઞેયને લઈને અહીં જ્ઞાન થાય ને? લોકોને આ શંકા જ (આત્મલાભ થવામાં) બહુ નડે છે.
જુઓ, આ અરીસો છે ને? તે અરીસા સામે શ્રીફળ, ગોળ, કોલસા આદિ જે મૂકયું હોય તેવું અરીસામાં દેખાય છે. ત્યાં (ખરેખર તો) અરીસાની પોતાની અવસ્થારૂપે અરીસો થયો છે, અરીસો (શ્રીફળ, ગોળ આદિ) પરરૂપે થયો નથી. જે (પ્રતિબિંબ) દેખાય છે તે અરીસાની જ અવસ્થા છે, અને તે સામે જેવી પર ચીજ છે તેવી થવા છતાં, પરચીજથી થઈ નથી. તેમ જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે તે જ્ઞાનની જ અવસ્થા છે, જેવું જ્ઞેય છે તેવું જણાય છે છતાં તે જ્ઞેયથી થઈ નથી, જ્ઞેયકૃત નથી. જ્ઞાન જ પોતાની અવસ્થાએ તેપણે થયું છે. સમજાણું કાંઈ....? આ ભગવાન કેવળીની વાણીમાં આવેલી વાત છે. પણ અરે! ભ્રાન્તિવશ લોકોને બેસતી નથી!
‘સ્વરૂપમાં પ્રવૃત્તિ ને પરરૂપથી વ્યાવૃત્તિ’ -એમ કહીને તો આખો ન્યાય મૂકી દીધો છે. ભગવાન આત્મા જ્ઞાનમાત્ર છે તો એની સાથે જ્ઞાનમાત્રનું સ્વાધીનપણું, આનંદપણું પણ છે જ. તેથી સ્વાધીનપણે આત્મા દ્રવ્ય-ગુણ ને વર્તમાન પર્યાયમાં આનંદપણે વર્તે છે અને દુઃખ અને પરથી નિવર્તે છે. એવું જ એનું સ્વરૂપ છે ભાઈ! અહીં કહે છે-પ્રભુ! તું આત્મા વસ્તુ છો તે દ્રવ્યપણે, જ્ઞાન, દર્શન આદિ અનંતગુણપણે અને તેને જાણનારી-શ્રદ્ધનારી-અનુભવનારી પર્યાયપણે સત્ છો, ને પરદ્રવ્ય અને પરભાવોથી અસત્ છો. માટે ભગવાનની વાણીને લઈને તારામાં જ્ઞાન-શ્રદ્ધાનની પર્યાય થઈ છે એમ છે નહિ. તારા ગુણનું જે પરિણમન સમયે-સમયે થાય છે તે તે દશામાં તું પ્રવૃત્ત છો, ને પરથી તો વ્યાવૃત્ત (ભિન્ન) છો. માટે પરને-દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને તારા ગુણનું પરિણમન છે એમ છે નહિ. તેવી રીતે કર્મને લઈને વિકાર થાય છે એમ પણ છે નહિ.
બાપુ! આ તો વીતરાગ સર્વજ્ઞદેવનાં વચનો છે ભાઈ! પોતાનું પરિણમન સ્વથી છે, અને પરથી નથી એવું જાણતાં પરથી સાચી ઉદાસીનતા થઈ આવે તેને સાચો વૈરાગ્ય કહે છે. ચાહે સર્વજ્ઞદેવ ત્રિલોકીનાથ હો કે એની વાણી હો, એનાથી આત્મા
PDF/HTML Page 3823 of 4199
single page version
વ્યાવૃત્ત-નિવૃત્ત જ છે. ભાઈ! ભગવાન તો પોતાના સ્વરૂપમાં જ પ્રવૃત્ત છે, અને આ આત્મા તો એનાથી સદા નિવૃત્ત જ છે. આમ પોતાથી પ્રવૃત્તિ અને પરથી નિવૃત્તિ હોવાથી મારી પર્યાય મારાથી જ થાય, નિમિત્ત કે પરથી ન થાય એ સિદ્ધાંત છે. સ્વને જાણતાં બીજી ચીજ છે એનું જ્ઞાન થાય તે કોઈ બીજી ચીજને લઈને થયું છે? જરાય નહિ. એ તો જ્ઞાન જ પોતે તદ્રૂપે પરિણમ્યું છે, એમાં બીજી ચીજનું કાંઈ જ કામ નથી. ભાઈ! પરથી આત્મામાં કાંઈ થાય કે આત્માથી પરમાં કાંઈ થાય તો તો બધું ભેળસેળ-એક થઈ જાય; પણ એમ છે નહિ. અહો! આ તો આચાર્ય અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડયાં છે. ‘અમૃત વરસ્યાં રે પંચમકાળમાં.’ સાક્ષાત્ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માને હાજર કર્યો છે.
ભાઈ! ખોટી તકરાર કરવી રહેવા દે બાપુ! એકવાર તારી ચીજ શું છે તે ખ્યાલમાં લે તો અંદર સર્વ સમાધાન થઈ જશે. અહાહા....! અંદર જો તો ખરો! તું પોતે જ ચૈતન્યસ્વરૂપ ભગવાન છો. ‘ભગ’ નામ જ્ઞાનાનંદની લક્ષ્મી ને ‘વાન’ એટલે વાળો. અહાહા...! જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરપૂર અંદર ભગવાન છો ને પ્રભુ! તારા આનંદ માટે તને બીજી ચીજની ગરજ ક્યાં છે? અંતર્મુખ થાય કે આનંદનો ભંડાર અંદર ખુલી જાય છે; આનંદને બહારમાં ખોજવાની ક્યાં જરૂર છે? અને બહારમાં છે પણ ક્યાં? બાપુ! દેવ-ગુરુ-શાસ્ત્રથી પણ તારો આનંદ નથી. બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર ભલે હો, પણ અંતર-સન્મુખ થયા વિના દેવ-ગુરુ-શાસ્ત્રથી તારા આનંદનું પરિણમન થાય એમ છે નહિ. અને પરથી ખસી સ્વસન્મુખ પરિણમતાં જ આનંદનું પરિણમન થઈ જાય છે, કેમકે પોતે જ આનંદસ્વરૂપ છે. સમજાણું કાંઈ...? અહા! આ તો વીતરાગની વાણી બાપા! ‘જેણે જાણી તેણે જાણી છે.’ જ્યાં પરિણમનમાં સ્વીકાર થયો કે હું મારાપણે છું, ને પરપણે નથી ત્યાં એને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું નિર્મળ પરિણમન શરું થઈ જાય છે અને તે આનંદની દશા છે, તે જ ધર્મ છે.
ભાઈ! એક એક પરમાણુ પણ પોતાથી છે, ને પરથી-આ આત્માથી કે બીજા પરમાણુથી નથી. આ એક પાણીનું બિંદુ છે ને! એમાં અનંત પરમાણુ છે. તે દરેક પરમાણુ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી સત્ છે, ને પરથી (બીજા પરમાણુથી) અસત્ છે. એટલે કે પોતાથી પ્રવૃત્ત છે ને પરથી વ્યાવૃત્ત છે. હવે એક પરમાણુ બીજા પરમાણુથી અસત્ હોવાથી તેની પર્યાયને કરે નહિ તો આત્મા જડની પર્યાયને કરે એ કેમ બને? કદીય ના બને; કેમકે બન્નેમાં પરસ્પર અત્યંતાભાવ છે. ભાઈ! આત્માનું સત્પણું પોતાની વસ્તુ- ગુણને પરિણતિથી છે. અને પરથી તે અસત્ છે. આ અનેકાન્ત છે. સ્વની અપેક્ષા પર ચીજ અસત્ છે, ને પરચીજની અપેક્ષા સ્વ નામ આત્મા અસત્ છે. આવી વાત!
PDF/HTML Page 3824 of 4199
single page version
આ રીતે સમસ્ત વસ્તુઓ સ્વરૂપમાં પ્રવૃત્તિ ને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે, અર્થાત્ બન્ને ભાવો વસ્તુમાં રહેલા છે. જેમકે - આ એક આંગળી પોતાપણે છે ને તે બીજી આંગળીપણે નથી. આ રીતે તે પોતામાં પ્રવૃત્તિપણે અને બીજી આંગળીથી વ્યાવૃત્તિપણે છે. આવું જ વસ્તુનું સહજ સ્વરૂપ હોવાથી શરીર આમ રહે, ને આંખો આમ બંધ કરીએ તો ધ્યાન થાય એવી માન્યતા બરાબર નથી, કેમકે શરીરની અવસ્થા ને આંખો બધું પર છે. આંખોનું ખુલ્લું રહેવું કે બંધ રહેવું ને શરીરની અમુક અવસ્થા રહેવી એ બધું ભગવાન આત્મામાં છે જ નહિ.
અહા! આ ચૈતન્યદેવની લીલા તો જુઓ, જાણનારો જાણગસ્વભાવી પ્રભુ પોતે જ જ્ઞાન છે, ને પોતે જ જ્ઞેય પણ છે. પ્રમાણ પણ પોતે ને પ્રમેય પણ પોતે જ છે. દ્વૈતને નિષેધવું અશક્ય છે એમ કહ્યું ને! પોતે જાણવાના ભાવપણે પ્રમાણ છે, અને પોતે પોતામાં જણાવાના ભાવપણે પ્રમેય પણ છે. આમ એક જ્ઞાન-પ્રમાણમાં દ્વૈત છે, ભેદ છે.
ભાઈ! આ એક વાત યથાર્થ સમજે તો નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય, ને ક્રમબદ્ધ ન થાય ઇત્યાદિ બધી તકરારો મટી જાય. કેટલાક કહે છે કે-હોનહાર (જે કાળે જે થવાનું હોય તે કાળે તે જ થાય) એમ કહીને તમે બધું નિયત કહેવા માગો છો, તેને કહીએ છીએ કે-હા ભાઈ! એ સમ્યક્ નિયત જ છે. જે સમયે વસ્તુનો જે પર્યાય સ્વકાળે પ્રવર્તીત છે તે પરને લઈને તો નહિ પણ બીજી પર્યાય જે બીજે સમયે થવાની હોય કે થઈ હોય તે પર્યાયને લઈને પણ નહિ. તે પર્યાય તે સમયે નિયત જ છે. વસ્તુ જે વર્તમાન-વર્તમાન પરિણમે છે તે પોતાની પર્યાયથી સ્વતંત્ર જ પરિણમે છે. આવી જ વસ્તુસ્થિતિ છે ત્યાં શું થાય?
અત્યાર સુધી ટુંકામાં જે કહેવાયું તેનો હવે વિસ્તાર કરે છેઃ- ‘ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ (-આત્મા), શેષ (બાકીના) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા-જ્ઞેયના સંબંધને લીધે અને અનાદિ કાળથી જ્ઞેયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પરરૂપે માનીને (અર્થાત્ જ્ઞેયરૂપે અંગીકાર કરીને) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-રૂપથી (-જ્ઞાનરૂપથી) તત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાન્ત જ (સ્યાદ્વાદ જ) તેને ઉદ્ધારે છે-નાશ થવા દેતો નથી.’
શું કીધું આ? કે આ આત્મા પોતાનાથી અન્ય પદાર્થો સાથે નિજ રસથી પ્રવર્તેલા જ્ઞાતા-જ્ઞેયના સંબંધને લીધે-પોતે જ્ઞાતા છે ને બીજા પદાર્થો જ્ઞેય છે એવા સહજ સંબંધને લીધે -અનાદિકાળથી જ્ઞેયોના પરિણમનથી પોતાનું (જ્ઞાનનું) પરિણમન છે એમ માની બેઠો છે. જ્ઞાનમાં જ્ઞેય જણાતાં જ્ઞેયને લઈને મારું પરિણમન છે એમ તે
PDF/HTML Page 3825 of 4199
single page version
જેમ સૂકા હાડકાને ચાવતા કૂતરાને હાડકુ વાગતાં મોઢામાંથી લોહી નીકળે છે, ને માને છે કે હાડકામાંથી લોહી આવે છે તેમ અજ્ઞાની પ્રાણી પરિણમતા પરજ્ઞેયથી મને જ્ઞાન થાય છે એમ માને છે. આ ભગવાનની વાણી આ શાસ્ત્રો છે તેને લઈને મારું જ્ઞાન થયું છે એમ અજ્ઞાની માને છે. શાસ્ત્રમાં શબ્દો જેવા ભિન્ન ભિન્ન છે એવું જ્ઞાનનું પરિણમન અહીં (-આત્મામાં) સ્વતઃ જ થાય છે, તો શબ્દોને લઈને અહીં જ્ઞાનનું પરિણમન થયું એમ તે માને છે. કાનમાં શબ્દો પડયા તે શબ્દોનું પરિણમન છે, ને તે કાળે જ્ઞાન તેને સ્વયં સ્વતઃ જાણે છે, પણ શબ્દોને લઈને આ મારા જ્ઞાનનું પરિણમન થયું એમ અજ્ઞાની જીવ માને છે. હું એક જ્ઞાયકતત્ત્વ છું, ને મારું જ્ઞેયોને જાણવારૂપ પરિણમન સ્વતઃ સહજ થઈ રહ્યું છે એમ તેને શ્રદ્ધા નથી. આ રીતે તે પોતાના જ્ઞાનતત્ત્વને પરરૂપ કરીને, પોતાને પરજ્ઞેયરૂપ અંગીકાર કરીને અજ્ઞાની થયો થકો નાશ પામે છે, પોતાના જ્ઞાનસ્વભાવનો અભાવ કરે છે.
જગતમાં જ્ઞાનતત્ત્વ છે, ને એનાથી જુદું જ્ઞેયતત્ત્વ પણ છે. બન્ને ભિન્નભિન્ન છે. જ્ઞેયના અસ્તિત્વમાં જ્ઞાન નથી, ને જ્ઞાનની સત્તામાં જ્ઞેય નથી. જ્ઞાનનું પરિણમન જ્ઞાનના અસ્તિત્વમાં પોતાને લઈને જ છે. જ્ઞેયને લઈને જરાય નહિ; જ્ઞાનમાં જ્ઞેય જણાયું માટે જ્ઞાનનું પરિણમન થયું છે એમ બિલકુલ નથી; છતાં અજ્ઞાની જ્ઞાનનું પરિણમન જ્ઞેયકૃત છે એમ વિપરીત માનીને પોતાને જ્ઞેયરૂપ કરતો થકો પોતાના જ્ઞાનતત્ત્વનો અભાવ કરે છે.
ભાઈ! આ આત્મા એક વસ્તુ છે કે નહિ? મોજુદગીવાળી ચીજ છે કે નહિ? જેમ આ શરીર છે તેમ આત્મા, એનો જાણનારો મોજુદગીવાળો-અસ્તિરૂપ એક પદાર્થ છે. તે આ ભગવાન આત્મા એના દ્રવ્યે એટલે વસ્તુએ જ્ઞાનભાવ, એની શક્તિએ-ગુણે જ્ઞાનભાવ અને પર્યાયે પણ ખરેખર જ્ઞાનભાવે પરિણમવાપણે છે. પણ એના ઉપર (ધ્રુવ એક જ્ઞાનસ્વભાવી આત્મા ઉપર) એની દ્રષ્ટિ નહિ હોવાથી, અનાદિથી પોતે ચૈતન્યપ્રકાશમાં પોતાની શક્તિથી પ્રવર્તતો હોવા છતાં, એના જ્ઞાનમાં જે દયા, દાન, પૂજા, ભક્તિ આદિનો રાગ ને શરીર, મન, વાણી ઇત્યાદિ પરજ્ઞેય જણાય છે તે હું છું, એનાથી હું
PDF/HTML Page 3826 of 4199
single page version
છું એમ માનીને તે પોતાની જ્ઞાનસત્તાનો અનાદર કરે છે, પોતાની જે રીતે (જ્ઞાનસ્વભાવમાત્ર) મોજુદગી છે તે રીતે સ્વીકારતો નથી.
ભગવાન આત્મા જ્ઞાતા છે, ને શરીરાદિ પદાર્થો જ્ઞેય છે; આત્મા દ્રષ્ટા છે, ને શરીર-મન-વાણી આદિ દ્રશ્ય છે. જ્ઞાતા-જ્ઞેય, દ્રષ્ટા-દ્રશ્ય-એવો (વ્યવહાર) સંબંધ જોઈને, પોતે જ્ઞાનસ્વભાવમાત્ર હોવા છતાં, જે જ્ઞેયો-શરીર, મન, વાણી, સ્ત્રી-કુટુંબ આદિ-જ્ઞાનમાં જણાય તે વડે મારા જ્ઞાનનું પરિણમન છે વા તે હું છું એમ માનતો થકો, પોતાને પરરૂપ કરીને અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવનો ઈન્કાર-તિરસ્કાર કરે છે. શું કરે બિચારો? જે રીતે પોતે જ્ઞાનસ્વભાવમાત્ર છે એ રીતે લક્ષમાં ન આવે ત્યાં સુધી ક્યાંક બીજે હું છું એમ માનવું પડે, એટલે જ્ઞાનમાં જે પુણ્ય-પાપ આદિ ભાવો ને શરીર, મન, વાણી ઈત્યાદિ દેખાય છે તે હું છું એમ પોતાને પરરૂપ માનીને, પોતાના જ્ઞાનસ્વભાવમય જીવનનો ઘાત કરે છે. આનું નામ જ વાસ્તવિક હિંસા છે. સમજાણું કાંઈ....? ન્યાય સમજાય છે કે નહિ? આ તો ભેદજ્ઞાનની વાતુ બાપુ! અરે, આવા ભેદજ્ઞાન વિના એણે વ્રત-તપ આદિ અનંતવાર કીધાં, મહિના-મહિનાના ઉપવાસ કર્યા, બબ્બે મહિનાના સંથારા કર્યા, પણ એ બધું શું કામ આવે? વિના ભેદજ્ઞાન બધું થોથેથોથાં છે બાપુ!
હવે જ્ઞાનસ્વભાવથી પોતાને તત્પણું છે એમ પ્રકાશીને જ્ઞાની-ધર્મી પુરુષ પોતાને જીવાડે છે, નાશ થવા દેતો નથી એમ વાત કરે છેઃ
શું કહે છે? કે જ્ઞાનમાત્રવસ્તુ હું આત્મા સ્વસ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છું એવી પ્રતીતિના અભાવે હું પરજ્ઞેયસ્વરૂપ છું એમ માનતો થકો અજ્ઞાની જીવ રાગદ્વેષમોહભાવે પરિણમીને પોતાનો નાશ કરે છે; ત્યારે ધર્મી-જ્ઞાની પુરુષ આ જ્ઞાનમાત્રવસ્તુ હું આત્મા સ્વસ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છું એમ પ્રકાશતો થકો સ્વસ્વરૂપના નિર્મળ જ્ઞાનશ્રદ્ધાનરૂપ પરિણમન વડે પોતાને જિવાડે છે. અહા! હું ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છું અને મારું અસ્તિપણું મારાથી જ છે એમ અંતરંગમાં નિર્ણય થાય ત્યારે અવસ્થામાં પરિણમન શુદ્ધ થાય છે. આ શુદ્ધ પરિણમન પોતાના ષટ્કારકપણે સ્વતંત્ર થાય છે હોં. જેમ આત્મામાં જ્ઞાન, આનંદ આદિ સ્વભાવ ત્રિકાળ છે, તેમ તેમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-એમ ષટ્કારકરૂપ સ્વભાવ ત્રિકાળ છે. આત્મામાં કર્તા થવાનો કર્મ-કાર્ય થવાનો, સાધન થવાનો, સંપ્રદાન (નિર્મળ પર્યાય પોતે પ્રગટ કરી પોતાને દેવાનો) થવાનો, અપાદાન થવાનો, ને અધિકરણ થવાનો સ્વભાવ ત્રિકાળ છે. તેથી જે નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન આદિ પરિણમન થયું તેનું અન્ય કોઈ નિમિત્ત કે રાગ કર્તા ને તે પરિણમન એનું કાર્ય એમ છે નહિ. અહા! હું શુદ્ધ ચૈતન્યપ્રકાશમય છું એવી પ્રતીતિ-નિર્ણયરૂપ જે કાર્ય થયું તે કોઈ નિમિત્તનું-દેવ-ગુરુ-શાસ્ત્રનું કાર્ય છે એમ
PDF/HTML Page 3827 of 4199
single page version
ભગવાન આત્મા જાણગ-જાણગ સ્વભાવી ચૈતન્યસૂર્ય છે એવા ભાવનું તત્પણું પ્રકાશીને... એટલે શું? કે જ્ઞાનસ્વરૂપથી હું છું, ને વિકલ્પ ને પુણ્ય ને શરીરાદિને લઈને હું નથી એવો નિર્ણય અંતર્દ્રષ્ટિ -જ્ઞાયકની દ્રષ્ટિ થતાં પર્યાયમાં થાય છે, અને ત્યારે અંતરંગમાં શુદ્ધ અંતઃતત્ત્વ અનુભવાતાં પર્યાયમાં આત્માના જ્ઞાન ને આનંદસ્વભાવનું શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે. આ જ્ઞાતાનું પરિણમન છે. તે પરિણમન પરને (દેવ-ગુરુને) લઈને થયું છે એમ નથી. જ્ઞેયની પર્યાય તે કાળે ભલે હો, પણ એને લઈને અહીં જ્ઞાતાનું પરિણમન થયું છે એમ છે નહિ.
અહાહા...! ભગવાન, તું જ્ઞાનભાવમાત્ર છો ને! એ જ્ઞાનભાવમાં અનંતગુણો સમાઈ જાય છે. અહા! આવી જ્ઞાનભાવમાત્ર વસ્તુનો અંતરંગમાં તત્પણે-જ્ઞાનભાવપણે અંર્તદ્રષ્ટિ વડે સ્વીકાર કરતાં પર્યાયમાં જ્ઞાતાસ્વભાવના પરિણમનરૂપ અવસ્થા જ્ઞાનપણે, આનંદપણે, શ્રદ્ધાનપણે શાન્તિપણે પરિણમી જાય છે. તે પરિણમનમાં પરનો બિલકુલ અધિકાર નથી. હું જ્ઞાનમાત્ર આત્મા છું એમ જાણીને જ્ઞાનની પર્યાય જ્યાં એમાં ઠરી ત્યાં અનંતગુણ ભેગા નિર્મળ ઉત્પાદરૂપ થાય છે, પ્રગટ થાય છે. હજુ કેવળજ્ઞાન થયું નથી ત્યાં સુધી કંઈક રાગ છે. પણ એ તો પરજ્ઞેય છે; મારા નિર્મળ પરિણમનમાં એ કાંઈ નથી. લ્યો, આવું જ્ઞાતાનું જ્ઞાનમય પરિણમન છે. આ તો અંતરની ચૈતન્યલક્ષ્મીની વાત છે. અંતરની લક્ષ્મી એ જ લક્ષ્મી છે, જ્ઞાન એ જ લક્ષ્મી છે, બાકી આ તમારા પૈસા આદિ તો બધી ધૂળની ધૂળ છે. સમજાણું કાંઈ....?
આ તો ભગવાનના દરબારમાંથી-ધર્મસભામાંથી આવેલી વાતુ છે. સર્વજ્ઞ પરમાત્મા ત્રણલોકના નાથ અરિહંત પ્રભુ દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ કરે છે. ગણધરો, મુનિવરો ને બત્રીસ-બત્રીસ લાખ વિમાનનો સ્વામી શક્રેન્દ્ર તે સાંભળે છે. અહા! તે વાણી કેવી હોય! જીવોની દયા પાળો ને ધર્મ થઈ જશે-શું ભગવાનની વાણીમાં આ આવતું હશે? ના હો; દયા પાળો એમ તો કુંભાર પણ કહે છે. બાપુ! ભગવાનની વાણી તો અંતઃપુરુષાર્થ જગાડનારી અદ્ભુત અલૌકિક હોય છે. સ્તવનમાં આવે છે ને કે- ‘જિનેશ્વરની વાણી જેણે જાણી તેણે જાણી છે.’ અહા! એ ૐધ્વનિ સાંભળી ગણધર ભગવાન તેનો અર્થ વિચારે છે અને સંતો-મુનિવરો તે ભાવોને સમજી આગમ રચે છે. એમાંનું આ પરમાગમ શાસ્ત્ર છે. તેમાં અહીં કહે છે -
કાયમ ટકતા ત્રિકાળી દ્રવ્ય ઉપર પર્યાયનું લક્ષ જતાં ‘આ જ્ઞાનમાત્ર આત્મા હું છું’
PDF/HTML Page 3828 of 4199
single page version
-એવા અનુભવરૂપ જ્ઞાન ને આનંદનું પરિણમન થાય છે અને એમાં દ્રવ્ય, ગુણ ને પર્યાય -ત્રણેય-ત્રિમય હું છું, અને પરરૂપ હું નથી એમ આત્માનો સ્વીકાર થયો તે જ જીવનું યથાર્થ જીવન છે. અહા! જેણે પોતાની મોજુદગી જે રીતે છે તે રીતે સ્વીકારી તેણે પોતાની જીવતી જ્યોતને જીવતી રાખી, તેનું જીવન સફળ ને ધન્ય થયું. અને જેણે એ રીતે (જ્ઞાનમાત્રપણે) ન સ્વીકારતાં હું પુણ્યવાળો ને શરીરવાળો ને બાયડીવાળો ને ધનવાળો ઈત્યાદિ માન્યું તેણે જીવતી જ્યોતને બુઝાવી દીધી, પોતાના જીવતરનો નાશ કરી નાખ્યો, આત્મઘાત કર્યો. સમજાણું કાંઈ....?
અહા! સ્વરૂપથી-જ્ઞાનસ્વભાવથી તત્પણે પ્રકાશતો થકો ધર્મી પુરુષ જ્ઞાતાપણે પરિણમે છે. એટલે શું? કે હવે તેને પરના-નિમિત્તના આશ્રયની જરૂર ભાસતી નથી. અહા! હવે સ્વભાવથી સંબંધ જોડીને તેણે નિમિત્તનો સંબંધ તોડી નાખ્યો છે, રાગથી સંબંધ તોડી નાખ્યો છે. આ પ્રમાણે જ્ઞાનરૂપથી પોતાનું તત્પણું પ્રકાશીને અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને જ્ઞાતાપણે પરિણમનને લીધે અનેકાન્ત જ તેને જિવાડે છે, અર્થાત્ તેના જીવતરને નષ્ટ થવા દેતો નથી, પણ યથાર્થ જ્ઞાનમય જીવનને પ્રગટ કરે છે, સ્વરૂપથી તત્ છું ને પરરૂપથી અતત્ છું એવું અનેકાન્ત જ જીવનને સફળ-ઉત્તમ ફળ સહિત-પ્રગટ કરે છે.
અનેકાન્ત-અનેક અંત; આત્મા અનેક (અનંત) ગુણ-ધર્મસ્વરૂપ છે. પોતે સ્વથી તત્ ને પરથી અતત્-એમ આત્મામાં તત્-અતત્પણું છે એ અનેકાન્ત છે, અને આ અનેકાન્ત પરમ અમૃત છે. પ્રવચનસારમાં આવે છે કે-આ પરિપૂર્ણ પરમાનંદસ્વરૂપ પ્રભુ પોતે સ્વસ્વરૂપથી છે ને રાગથી ને પરથી નથી એવું ભેદવિજ્ઞાન પામતાં અંદર પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે, અમૃત ઝરે છે. અહા! એને ધર્મ કહીએ ને એને ‘અમૃતના વેણલાં વાયાં’ કહીએ. આ બાઈયું લગ્નમાં ગાય છે ને! કે ‘વેણલાં ભલાં વાયાં રે’ . ત્યાં તો ધૂળેય વેણલાં વાયાં નથી સાંભળને. અનાદિનું વેણ એણે પરમાં ને રાગમાં ને પુણ્યમાં જોડી દીધું છે. એ તો બધું ઝેર બાપા! અહીં તો અંદર આનંદકંદ પ્રભુ પોતે છે તેને તત્પણે પ્રકાશીને -આ જ હું છું એમ નિર્ણય કરીને- જે આનંદરૂપે પરિણમ્યો તેને આનંદનાં-અમૃતનાં વેણલાં વાયાં. ભાઈ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે એની અંર્તદ્રષ્ટિ કરી અને પરથી દ્રષ્ટિ હઠાવી જે તત્પણે-જ્ઞાનસ્વભાવપણે પ્રકાશ્યો તેનું જીવન સફળ છે, તે સત્યાર્થપણે જીવતો છે, બાકી બધાં મડદાં જ છે. અષ્ટપાહુડમાં એવા જીવોને ચલશબ - ચાલતાં મડદાં કહ્યા છે જેને પોતાની સ્વભાવથી ટકતી સત્તાનો સ્વીકાર નથી, એની દ્રષ્ટિ નથી, એમાં એકતા નથી એવા બધા જીવોને રાગમાં ને પરમાં એકતા છે, તે બધા જીવો મડદા સમાન જ છે.
જ્ઞાની-ધર્મી પુરુષ પોતાના શાશ્વત ટકતા તત્ત્વને જોઈને પોતાનું જીવન ટકાવી
PDF/HTML Page 3829 of 4199
single page version
હવે કહે છે- ‘વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “ખરેખર આ બધું આત્મા છે” એમ અજ્ઞાનતત્ત્વને સ્વ-રૂપે (જ્ઞાનરૂપે) માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે (-સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાન્ત જ તેને પોતાનો (-જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી.
શું કહ્યું? જ્ઞાનમાત્રભાવ.... જાણગ જાણગસ્વભાવ તે આત્મા છે, અને પુણ્ય- પાપના ભાવ અને શરીર-મન-વાણી ઈત્યાદિ બધું અનાત્મા છે, અજ્ઞાનતત્ત્વ છે. તે અજ્ઞાનતત્ત્વને-અનાત્માને અજ્ઞાની જીવો આત્મારૂપ માને છે. અહા! આ પુણ્ય-પાપના ભાવ ને શરીર, મન, વાણી ઇત્યાદિ જે જ્ઞાનમાં પરજ્ઞેયપણે જણાય છે એ બધું હું આત્મા છું એમ અજ્ઞાની માને છે. ગજબ છે ભાઈ! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનપુંજ પ્રભુ સ્વરૂપથી-જ્ઞાનરૂપથી તત્ છે, ને પુણ્ય-પાપ આદિ તથા શરીરાદિ પરજ્ઞેયરૂપથી અતત્ છે. છે તો આમ; પણ એમ ન માનતાં પરજ્ઞેયોથી-શરીરાદિથી હું તત્ છું એમ અજ્ઞાનીઓ માને છે અને એ રીતે તેઓ પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માનો લોપ-અભાવ કરે છે.
કોઈ પૂછે કે- અજ્ઞાનીને ધર્મ કેમ થતો નથી? તો કહે છે- પોતે અંદર ચૈતન્ય પ્રકાશનો પુંજ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે તેને ‘આ હું છું’ એમ ન માનતાં આ પુણ્ય- પાપના પરિણામ હું છું, પુણ્યભાવથી મને લાભ-ધર્મ છે, ને જડ શરીરની ક્રિયાઓ (ઉપવાસાદિ) થાય છે તે મારી છે, શરીર મારું છે-એમ પર એવા અજીવ અને આસ્રવ તત્ત્વને તે આત્મા માને છે. પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ તે આસ્રવ તત્ત્વ છે. તે દુઃખ અને બંધનું કારણ છે, અને ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ ને અબંધસ્વરૂપ છે. આ રીતે આસ્રવ અને અજીવથી પોતાને-આત્માને ભિન્નતા હોવા છતાં તેને આત્મસ્વરૂપ માનીને તે પોતાના આત્માનો અનાદર કરે છે. હવે પોતાનો જ અનાદર-તિરસ્કાર કરે તેને ધર્મ કેમ થાય? ન થાય.
પ્રશ્નઃ– પુણ્ય-પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં? તેને અજ્ઞાનતત્ત્વ કેમ કહો?
ઉત્તરઃ– ભાઈ! પુણ્ય-પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં, પણ તેઓ વિભાવ અર્થાત્ વિપરીત ભાવ છે. તેઓ દુઃખરૂપ અને દુઃખ અને બંધના કારણરૂપ છે. વળી તેમાં ચૈતન્યનો-જ્ઞાનનો અંશ નથી. તેથી તેઓ ચૈતન્યથી જુદા અજ્ઞાનતત્ત્વ છે એમ કહીએ છીએ. સમજાણું કાંઈ........?
PDF/HTML Page 3830 of 4199
single page version
અરે ભાઈ! પુણ્ય-પાપ આદિ ભાવ અને આ શરીર, મન, વાણી, દીકરા, દીકરી, કુટુંબ-પરિવાર, ધન આદિ અનાત્મરૂપ ચીજો તારી ક્યાંથી આવી? એ તારા ચૈતન્યપ્રકાશસ્વરૂપ છે જ નહિ. મારી છે, એ તો તારી અનાદિકાલીન ભ્રમણા છે બાપુ! ભ્રમણામાં ને ભ્રમણામાં તેં આ સર્વ અજ્ઞાનતત્ત્વને તારા જ્ઞાનતત્ત્વ સાથે ભેળવીને એકમેક કરી દીધાં છે. અરે, તારા આત્માની અપેક્ષાએ સાક્ષાત્ સર્વજ્ઞપરમાત્મા, પંચ પરમેષ્ઠી અને શાસ્ત્ર ઈત્યાદિ બધુંય અજ્ઞાનતત્ત્વ છે, કેમકે તે આ આત્માના જ્ઞાનરૂપ નથી, પરજ્ઞેયરૂપ છે. આ ભેદજ્ઞાન છે. પોતાની ભિન્ન ચીજ છે એને ભિન્ન નહિ માનતાં બીજી ચીજ (અજ્ઞાનતત્ત્વ) હું છું એમ તું માને એ તો નર્યું અજ્ઞાન છે; એ વડે તો તારા આત્માનો- તારા વાસ્તવિક જીવનનો-નાશ જ થઈ રહ્યો છે. સમજાણું કાંઈ......? અહો! આ અનેકાન્તમાં તો આચાર્યદેવે આખું ભેદવિજ્ઞાન સમાવી દીધું છે!
જુઓને! એક બાજુ રામ ને એક બાજુ ગામ મૂકી દીધાં છે. એક બાજુ અનંત ગુણસ્વરૂપ જ્ઞાનપુંજ પ્રભુ આત્મા તે રામ, અને બીજી બાજુ પુણ્ય-પાપના વિકલ્પથી માંડીને શરીર, મન, વાણી, ધન, પરિજન, દેવ, ગુરુ ઇત્યાદિ વિશ્વની સઘળી પર ચીજ તે ગામ છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા વિશ્વની આ સઘળી પરચીજને જાણવાવાળો છે, પણ એ બધી પરચીજ પોતાની છે એમ એમાં ક્યાં છે? નથી. છતાં અજ્ઞાની જીવ જેમાં પોતાનો જ્ઞાનસ્વભાવ નથી એવી આ પરચીજ-અજ્ઞાનતત્ત્વ હું છું એમ અજ્ઞાન-તત્ત્વને - પરચીજને સ્વપણે માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે અર્થાત્ પોતાના સિવાય અનંત પર પદાર્થોના ગ્રહણ વડે પોતાના જ્ઞાનતત્ત્વનો-જ્ઞાનસ્વરૂપનો અનાદર કરે છે, પોતાની શુદ્ધ ચૈતન્યમય જીવનશક્તિનો નાશ કરે છે. આવો આત્મઘાત એ જ હિંસા છે, અધર્મ છે. ભાઈ! ધર્મ ને અધર્મ એ તો અંતરંગ માન્યતા ને આચરણના આધારે છે, બાહ્યથી એનું માપ નીકળે એમ નથી.
અહા! ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. ક્યાંય બીજે (ઇન્દ્રિય કે ઇન્દ્રિયના વિષયોમાં) એનો આનંદ નથી; આનંદનું ઢીમ છે ને પોતે! છતાં મારો આનંદ પરમાંથી (વિષયોમાંથી) આવે છે, પરથી મને સુખ થાય છે એમ જે માને છે તે પરને પોતારૂપ-સ્વરૂપ માને છે. આ પૈસાથી મને સુખ મળે છે, આ મનોહર બાગ-બંગલામાં મને આરામ છે, ચૈન છે, મઝા છે, આ રૂપાળા વસ્ત્રોથી મારી શોભા છે એમ જે માને છે તે પૈસાને, બાગ-બંગલાને ને વસ્ત્રાદિને જ આત્મરૂપ કરે છે, આત્મા માને છે; અને એ રીતે તે પોતાના આનંદસ્વભાવનો, આ આનંદસ્વભાવી આત્મા હું નહિ, આ પૈસા આદિ પરચીજ હું છું; એમ પરચીજને અંગીકાર કરીને, નાશ કરે છે. સમજાણું કાંઈ......?
આ દેહ તો માટી-ધૂળ છે ભાઈ! અને આ મીઠાં ભોજન-લાડવા ને પાંતરાં
PDF/HTML Page 3831 of 4199
single page version
વળી કોઈ વેદાંતવાળા એમ માને છે કે જ્ઞાનમાં કપાસાદિ (પરજ્ઞેયો) જણાય છે માટે તે (કપાસાદિ) જ્ઞાનની જાત છે, કારણ કે જ્ઞાનની જાત હોય તે જણાય; પણ આ માન્યતા અજ્ઞાન છે. સર્વને (પરજ્ઞેયોને) જ્ઞાનસ્વરૂપ-આત્મસ્વરૂપ માનવા એ અજ્ઞાન છે, કેમકે વસ્તુ એમ નથી. પોતે (-આત્મા) એક જ્ઞાનસ્વરૂપ છે, ને તે સિવાયનું બધું જ પરજ્ઞેય છે. સમજાણું કાંઈ.....?
આ માણસો ધ્યાન નથી કરતાં? ધ્યાન કરે છે ત્યારે તે પોતાની સન્મુખ થાય છે; એટલે કે પોતે જેટલા ક્ષેત્રમાં વ્યાપક છે તેની સન્મુખ થાય છે. મતલબ કે પોતાના ક્ષેત્રમાં જ એનું હોવાપણું છે. છતાં વિશ્વની જે અનંત ચીજો છે તે સર્વમાં હું વ્યાપક છું -મારો આત્મા વિશ્વના બધા ક્ષેત્રમાં વ્યાપક છે એમ કોઈ માને તો તે અજ્ઞાની છે, તે પોતાની જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુનો અનાદર કરીને પોતાનો ઘાત-હિંસા કરે છે. અહા! વિશ્વનાં બધાં (અનંતા) દ્રવ્યોને પોતારૂપ-સ્વરૂપ માની-કરીને તે જગતથી ભિન્ન એવા નિજ આત્મસ્વરૂપનો-જ્ઞાનાનંદસ્વરૂપનો નાશ કરે છે. બધી ચીજોથી (પરજ્ઞેયોથી) પોતે ભિન્ન છે એમ જે માનતો ને અનુભવતો નથી તે પોતાનો નાશ કરે છે.
વળી કોઈને પાંચ-પચાસ હજારનું મકાન નવું થયું હોય એટલે વાત-વાતમાં કહે - એમ કે ભૂખ્યા-તરસ્યા તો થોડા દિ’ રહેવાય પણ શું મકાન વિના રહેવાય? રોટલા વિના થોડા દિ’ ચાલે, પણ ઓટલા (મકાન) વિના કેમ ચાલે? આ બધાય મૂઢેમૂઢ ભેગા થયા છે. ખબર ન મળે કે રોટલા ને ઓટલા બધીય પરવસ્તુ છે. શું આત્મા ઓટલામાં- મકાનમાં રહી શકે છે? એ તો પરવસ્તુ છે; એમાં એ કેમ રહે? એમાં એની રક્ષા કેમ થાય? લોકોને આ તત્ત્વની વાત કઠણ પડે છે. એટલે ધર્મને નામે બહારની ક્રિયાઓ-વ્રત, તપ, દાન, ભક્તિ આદિ અનંતકાળથી કર્યા કરે, પણ ભાઈ! એ તો બધો શુભરાગ છે બાપુ! એ કાંઈ ધર્મ નથી, ને ધર્મનું કારણેય નથી. પણ શું થાય? રાગથી ને પરથી
PDF/HTML Page 3832 of 4199
single page version
ભિન્ન પોતાની ચીજનો જે સ્વીકાર કરતો નથી તે બીજે પોતાપણું કરીને, જગતને પોતારૂપ માનીને પોતાનો નાશ કરે છે.
ત્યારે તે જ્ઞાનમાત્રભાવનું પરરૂપથી અતત્પણું પ્રકાશીને વિશ્વથી ભિન્ન પોતાને માનતો થકો જ્ઞાની પોતાનો નાશ થવા દેતો નથી. હું સ્વરૂપથી જ જ્ઞાનાનંદસ્વભાવપણે તત્ છું એમ પોતાથી તત્ ને પુણ્ય-પાપ આદિ ને શરીર આદિ અનંતા પરજ્ઞેયોથી અતત્ છું એવી ભેદજ્ઞાનની દ્રષ્ટિ ધર્મીને ખીલી ગઈ હોય છે. આ રીતે ધર્મી સત્યાર્થ દ્રષ્ટિ વડે પોતાને જીવતો રાખે છે અર્થાત્ આનંદમય જીવન જીવે છે. અહા! ચાહે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવરૂપ પ્રશસ્ત રાગ હો કે ચાહે બહારમાં અનુકૂળ ધન, પરિજન, મકાન આદિ ઈષ્ટ સંયોગ હો-એ બધું હું નહિ, એનાથી મારાં અનુકૂળ ધન, પરિજન, મકાન આદિ ઈષ્ટ સંયોગ હો- એ બધું હું નહિ, એનાથી મારાં જ્ઞાન, આનંદ ને શાન્તિ નહિ - એમ પરથી અતત્પણું પ્રકાશતો, વિશ્વથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જ પોતાપણે અનુભવતો ધર્મી જીવ પોતાનો નાશ થવા દેતો નથી, આવી વાત!
‘જ્ઞાનમાત્રભાવનું પરથી અતત્પણું પ્રકાશીને’ ..... , લ્યો, હવે આવું છે ત્યાં ઓલા (એક શ્વેતાંબર સાધુ) કહે -ચશ્માં વિના જ્ઞાન ન થાય. અરે, આ શું કહે છે બાપુ? ચશ્માં હોય તો જ્ઞાન થાય- આ શું (અજ્ઞાન) છે? લીંબડીમાં એક ફેરી ચર્ચા થયેલી શ્વેતાંબર સાધુ સાથે. એ આવ્યા’ તા ત્યાં ચર્ચા કરવા. ત્યારે કહ્યું’ તું કે-ભાઈ! અમે કોઈ સાથે ચર્ચા-વાદ કરતા નથી. તો એ કહે-
તમે નહિ કરો તો તમારી કિંમત નહિ રહે. (એમ કે તમે ચર્ચાથી ડરી ગયા) વળી કહે -તમે સિંહ છો તો હુંય સિંહનું બચ્ચું છું. ત્યારે કહ્યું-
ભાઈ! અમે સિંહેય નથી, બચ્ચુંય નથી. અમારે વાદથી-ચર્ચાથી કામ નથી. પછી થોડીવાર પછી એ કહે-
ચશ્માં હોય તો દેખાય ને? ચશ્માં વિના દેખાય? મે કહ્યું- થઈ ગઈ ચર્ચા. હવે પોતાની જ્ઞાનની પર્યાય આંખથી ને ચશ્માંથી થાય એમ માની, ને પોતાથી થાય છે એમ માની નહિ એ તો એકલું અજ્ઞાન છે. શું પોતાની જ્ઞાનની દશા આંખથી ને ચશ્માંથી-જડથી થાય છે? આ આંખ ને ચશ્માં તો માટી-જડ છે; એમાં શું જ્ઞાન છે? પણ અજ્ઞાની એવું માને છે કે નિમિત્તથી ને જ્ઞેયથી જ્ઞાન થાય છે. અહીં કહે છે-જ્ઞાની, પોતાના જ્ઞાનમાત્રભાવનું પરથી અતત્પણું અર્થાત્ પરરૂપે નહિ હોવાપણું પ્રકાશીને, વિશ્વથી ભિન્ન પોતાને જ્ઞાનપણે પ્રગટ કરીને, પોતાને જિવિત રાખે છે, નષ્ટ-ભ્રષ્ટ થવા દેતો નથી. જુઓ આ અનેકાન્તનો મહિમા! હું પૂર્ણાનંદ પ્રભુ સ્વરૂપથી તત્ છું ને પરથી અતત્ છું એવો અનેકાન્ત જીવને જિવાડે છે, આત્માનુભૂતિ પમાડે છે. સમજાણું કાંઈ....?
PDF/HTML Page 3833 of 4199
single page version
જ્ઞાની અતત્ને અતત્ માને છે. જ્યારે અજ્ઞાની અતત્ને તત્ માને છે. જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવથી પણ હું ભિન્ન-જુદો છું એમ જ્ઞાની માને છે, જ્યારે અજ્ઞાની તીર્થંકર ગોત્ર બાંધે એને લઈને કેવળજ્ઞાન થાય એમ માને છે. જો કે અજ્ઞાનીને તીર્થંકર ગોત્ર બંધાતું નથી, અને જેને તીર્થંકર ગોત્ર બંધાય છે તે જ્ઞાની તેને પોતાનું માનતા નથી. જેમકે-શ્રેણીક રાજા સમ્યગ્દ્રષ્ટિ હતા, ભગવાનના (મહાવીર સ્વામીના) સમોસરણમાં તેમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું, પણ તે તીર્થંકર ગોત્ર, અને જે ભાવથી તે બંધાયું તે ભાવ મારી ચીજ છે એમ તે માનતા ન હતા; કેમકે જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાય એ તો શુભરાગ છે, તે રાગથી શું કેવલજ્ઞાન થાય? ન થાય.
પ્રશ્નઃ– ‘પુણ્યફલા અરહંતા....’ અરિહંતપણું પુણ્યનું ફળ છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– એ તો બાહ્ય સામગ્રીની વાત છે ભાઈ! અરિહંત પરમાત્માને બહારમાં સમોસરણની રચના થાય, દિવ્યધ્વનિ છૂટે ઈત્યાદિ પુણ્યના ફળરૂપ છે. બાકી કેવળજ્ઞાન થયું એ કાંઈ પુણ્યનું ફળ નથી. પુણ્ય ને પર પદાર્થથી આત્માને લાભ થાય એમ જે માને છે તે અતત્ને તત્ માને છે. ધર્મી પુરુષ અતત્ એવા નિમિત્તથી કે વ્યવહારથી -રાગથી પોતાને આત્મલાભ થાય એમ કદી માનતા નથી. આ પ્રમાણે, કહે છે, પોતાના આત્માને વિશ્વથી ભિન્ન દેખાડતો અર્થાત્ અંર્તદ્રષ્ટિ વડે પોતાને વિશ્વથી ભિન્ન રાખતો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતું નથી, જિવિત રાખે છે.
આથી વિરુદ્ધ જે શુભભાવથી પરંપરા મુક્તિ થવી માને છે, શરીરની ક્રિયાથી ધર્મ થવાનું માને છે, કર્મથી વિકાર થાય એમ માને છે તે પરથી હું અતત્ છું એમ માનતો નથી અને એ રીતે તે પોતાનો નાશ કરે છે. આ તત્-અતત્ના બે બોલ પૂરા થયા.
હવે એક-અનેકના બોલ.... ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક જ્ઞેયાકારો વડે (- જ્ઞેયોના આકારો વડે) પોતાનો સફળ (-આખો અખંડ) એક જ્ઞાન-આકાર ખંડિત (- ખંડ-ખંડરૂપ થયો માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.’
સૂક્ષ્મ વાત છે જરી. શ્રી સમંતભદ્રાચાર્ય કહે છે ને કે-હે પ્રભુ! એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં-એક સમયમાં આપે ઉત્પાદ-વ્યય ને ધ્રુવ જાણ્યાં તે આપના સર્વજ્ઞપણાનું ચિહ્ન છે. એક સમયમાં વસ્તુ પૂર્વ અવસ્થાથી વ્યય થાય, ઉત્તર-નવી અવસ્થાથી ઉત્પન્ન થાય અને વસ્તુપણે ધ્રુવ કાયમ રહે એ આપે જાણ્યું તેથી મેં નક્કી કર્યું કે આપ સર્વજ્ઞ છો. અહા! એ સર્વજ્ઞની વાણીમાં આવેલી આ વાત છે.
કહે છે- આ જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેની દશામાં અનેક જ્ઞેયોનું જાણપણું થાય
PDF/HTML Page 3834 of 4199
single page version
છે; તો અજ્ઞાની માને છે કે હું ખંડખંડ થઈ ગયો. જે અનેક જ્ઞેયોનું જાણપણું થયું એ તો પર્યાયનો સ્વભાવ-ધર્મ છે, પણ એને તે માનતો નથી. તેથી હું એક જ્ઞાન-આકાર ન રહ્યો, અનેકરૂપ થઈ ગયો, ખંડિત થઈ ગયો એમ માનીને અજ્ઞાની નાશ પામે છે. તે પોતાને (સર્વથા) એકરૂપ જ જાણતો હોવાથી પર્યાયમાં અનેકપણું થાય છે તેનો નિષેધ કરી પોતાનો (અભિપ્રાયમાં) નાશ કરે છે. હું અખંડ એક જ્ઞાનાકાર છું, ને જાણવામાં પણ એકપણું જ હોવું જોઈએ એમ એકાંતે માનતો તે, અનેક જ્ઞેયો જાણવામાં આવતાં હું ખંડખંડ થઈ ગયો એમ માની પોતાનો નાશ કરે છે. સમજાય છે કાંઈ....?
પરને લઈને અનેકપણું થાય છે એમ માને છે એ અહીં વાત નથી. પરંતુ પોતાની પર્યાયમાં અનેકપણું થવું તે આત્માનો પર્યાય-સ્વભાવ છે, અહા! અનેક જ્ઞેયોને જાણે એ એની જ્ઞાન-પર્યાયનો સ્વભાવ છે. છતાં એકાંતે મારો તો એકરૂપ રહેવાનો સ્વભાવ છે એમ માનતો થકો અજ્ઞાની, અરે, આ અનેકપણું કેમ થયું? અનેકપણું થયું માટે હું ખંડખંડ થઈ ગયો-એમ પર્યાયધર્મનો નિષેધ કરી તે પોતાનો નાશ કરે છે. બીજી રીતે કહીએ તો આ જ્ઞાનમાત્રભાવ અનેક જ્ઞેયાકારો દ્વારા પોતાનો એક અખંડ જ્ઞાનાકાર ખંડિત થયો માની પોતાનો નાશ કરે છે.
ત્યારે જ્ઞાનમાત્રભાવનું દ્રવ્યથી એકપણું પ્રગટ કરતો થકો અર્થાત્ પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્યસ્વભાવે હું અખંડ એક છું એમ પ્રકાશિત કરતો થકો અનેકાન્ત જ તેને જિવિત રાખે છે. દ્રવ્યે હું એક જ છું, અનેક થયો નથી; તથા પર્યાયથી હું અનેક છું એમ દ્રવ્યે એક ને પર્યાયથી અનેક -એવું જે અનેકાન્ત તે એને જિવાડે છે, બચાવે છે, નષ્ટ થવા દેતું નથી. અહા! ધર્મી જીવ હું દ્રવ્યથી એક જ છું, પર્યાયથી ભલે અનેક હો- એવા અનેકાન્તપણે પોતાને જાણતો થકો પોતાને જિવિત રાખે છે.
જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર જણાય છે એનો અભાવ-ત્યાગ કરી અજ્ઞાની પોતાનો નાશ કરે છે, ત્યારે ધર્મી દ્રવ્યથી જ્ઞાનમાત્ર ભાવનું એકત્વ પ્રકાશતો, પર્યાયમાં અનેકપણું હોવા છતાં વસ્તુપણે હું એક જ છું એમ દ્રવ્યથી એકત્વ પ્રકાશિત કરતો અનેકાન્ત વડે પોતાને જિવિત રાખે છે. આવી ઝીણી વાત! હવે કહે છે-
‘વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક જ્ઞેયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.’
જરી ઝીણી વાત છે ભાઈ! શું કહે છે -કે પોતાના એક જ્ઞાનાકારને ગ્રહણ કરવા માટે અજ્ઞાની અનેક જ્ઞેયોને જાણવાનું છોડી દે છે, પરંતુ પર્યાયમાં અનેકનું જાણપણું
PDF/HTML Page 3835 of 4199
single page version
આ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે એમાં અનંતગુણની અનંત અવસ્થાઓ (સમયે સમયે) થાય છે. અજ્ઞાનીને તે અનેકપણું સંમત નહિ હોવાથી એકપણું ગ્રહણ કરવા માટે અનેકપણારૂપ જે અવસ્થાઓ તેનો ત્યાગ કરી દે છે અર્થાત્ પર્યાય અપેક્ષા અનેકપણું તે સ્વીકારતો નથી. એક જ્ઞાનની પર્યાય અનંત જ્ઞેયને જાણે છે. આવું વસ્તુસ્વરૂપ અજ્ઞાનીને ખ્યાલમાં નહિ હોવાથી, મારામાં અનંતનું જ્ઞાન થાય એ મારી ચીજ નહિ એમ તે માને છે. આ રીતે, જેમ આગળ આવી ગયું તેમ, અનેક જ્ઞેયાકારોના ત્યાગ દ્વારા તે પોતાની ચીજનો નાશ કરે છે.
પ્રશ્નઃ– આ કોની વાત છે? શું કેવળજ્ઞાનીની વાત છે? ઉત્તરઃ– ના, આ છદ્મસ્થ અજ્ઞાની તથા સમ્યગ્જ્ઞાનીની વાત છે; કેવળજ્ઞાનીની વાત નથી, પણ કેવળજ્ઞાન થવાના સાધનની વાત છે. અહાહા....! વસ્તુને સિદ્ધ કરી છે કાંઈ! અહો! આચાર્ય અમૃતચંદ્રદેવે અદ્ભુત અલૌકિક વાત કરી છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ પંચમ આરામાં તીર્થંકરતુલ્ય કામ કર્યું છે તો આચાર્ય અમૃતચંદ્રદેવે આ ટીકા રચીને તેમના ગણધરતુલ્ય કામ કર્યું છે. મહા અલૌકિક પરમ અમૃતસ્વરૂપ!
અહા! જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને, તેના અનંતગુણને તથા તે સાથે પ્રગટ થયેલી દર્શનની, આનંદની, શ્રદ્ધાની, શાન્તિની, સ્વચ્છતાની, પ્રભુતાની-બધી પર્યાયોને પણ જાણે છે; વળી તે પર્યાય પરને અને રાગને પણ જાણે. અહા! આવું જ કોઈ જ્ઞાનની પર્યાયનું સ્વ-પરને પ્રકાશવાનું ચમત્કારિક સામર્થ્ય છે. આમ પર્યાય અપેક્ષા અનેકપણું જેને કબુલ નથી એવો અજ્ઞાની અનેકપણાનો ત્યાગ-અભાવ કરીને પોતાનો નાશ કરે છે અર્થાત્ સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થવા યોગ્ય અતીન્દ્રિય આનંદથી દૂર રહે છે; ત્યારે ધર્મી-જ્ઞાની પુરુષ જ્ઞાનમાત્ર ભાવનો પર્યાયથી અનેકત્વ પ્રકાશતો થકો પોતાનો નાશ થવા દેતો નથી. આવી વાત! સમજાણું કાંઈ...?
અહા! ધર્મી માને છે કે દ્રવ્યથી હું એકરૂપ હોવા છતાં પર્યાયથી અનેકપણું હોવું એ મારો સ્વભાવ છે. અનેકપણું છે તે આશ્રય કરવા લાયક છે એમ નહિ, આશ્રય કરવા યોગ્ય તો એક ત્રિકાળી દ્રવ્ય જ છે, પણ પર્યાયથી અનેકપણું હોવું એ વસ્તુસ્થિતિ છે. દ્રવ્ય-વસ્તુ જે અપેક્ષાએ એક છે તે જ અપેક્ષા અનેક છે એમ નહિ, તથા જે અપેક્ષાએ અનેક છે તે જ અપેક્ષાએ એક છે એમ પણ નહિ. અહીં તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપથી એક હોવા છતાં પર્યાયરૂપથી તેને અનેકપણું છે એમ વાત છે, અને
PDF/HTML Page 3836 of 4199
single page version
ધર્મી આ વાસ્તવિક વસ્તુ-સ્થિતિને સ્વીકારતો થકો યથાર્થદ્રષ્ટિ વડે પોતાનું જીવન સુરક્ષિત રાખે છે, નાશ થવા દેતો નથી.
પર્યાય વિકારી હો કે અવિકારી, એ અનેક પર્યાયપણે થવાનો મારો સ્વભાવ છે, એ અનેક પર્યાયપણે હું છું, અર્થાત્ મારી વિકારી પર્યાય પણ પરને લઈને થઈ છે એમ નથી- આવું ધર્માત્માને (અંતરસન્મુખના વલણમાં) જ્ઞાન થાય છે. તેને અનેકપણામાં જે રાગાદિ ને નિર્મળ પર્યાય થાય છે એનો ભેદ (ભેદજ્ઞાન) વર્તે છે, અને એ રીતે તે કેવળ રાગનો જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. સાથે રહેવું જ્ઞાન જાણે છે કે પર્યાય અપેક્ષાએ રાગ મારામાં છે. આમ સત્યાર્થ દ્રષ્ટિ દ્વારા ધર્મી પુરુષ પોતાના જીવનને ટકાવી રાખે છે, આ અનેકાન્તનું ફળ છે.
પ્રશ્નઃ– જ્ઞાની પર્યાયમાં દુઃખને વેદે નહિ, દુઃખને જાણે અને વેદે એમ જો કહો તો જ્ઞાતાદ્રષ્ટાપણું ક્યાં રહ્યું?
ઉત્તરઃ– દુઃખને જાણે કહો કે વેદે કહો-એક જ વાત છે. દુઃખને દુઃખરૂપે જાણે-વેદે નહિ તો દુઃખ ક્યાં આવ્યું? એકલો આનંદ આવ્યો. પણ ધર્મીને આનંદની સાથે જ દુઃખનું પણ વેદન છે. આ દુઃખ છે એ પોતે જ વેદન છે. એક પર્યાયમાં ધર્મીને આનંદ અને દુઃખ બન્નેનું વેદન છે. આમ ન માનવામાં આવે તો વસ્તુ સિદ્ધ નહિ થાય. એને દુઃખ-દોષ છે એનો જ્ઞાતા-દ્દષ્ટા કહીએ એ તો દ્રવ્યદ્રષ્ટિથી વાત છે, પણ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાન (આત્મા) દોષ-દુઃખને વેદે છે. દોષ શું કાંઈ અદ્ધર (બહાર) થાય છે? ના; તો દોષનું- દુઃખનું વેદન છે.
પ્રશ્નઃ– જ્ઞાની રાગને-દુઃખને જાણે છે, તો તે જ્ઞાતા છે કે ભોક્તા છે? ઉત્તરઃ– જ્ઞાતાય છે ને ભોક્તાય છે. તે આ રીતે -સ્વભાવની દ્રષ્ટિએ તે જ્ઞાતા છે, કર્તા-ભોક્તા નથી; પણ પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાએ તે કર્તા-ભોક્તા છે, વેદક છે. આમ જો ન સ્વીકારવામાં આવે તો દુઃખનું વેદન પરદ્રવ્યને છે એમ (આપત્તિ) આવશે. જ્ઞાનીને કર્મધારા છે એનો અર્થ શું થયો? કે પર્યાયના વેદનની અપેક્ષા તેને દુઃખનું વેદન છે. આમ ન માને એ એકાન્ત છે. આવો મારગ! કોઈને થાય કે વ્રત પાળવાં, ને દયા કરવી ને વિધવાઓનાં આંસુ લૂછવાં, દીન-દુઃખિયાને ભોજન-વસ્ત્ર દેવાં એની વાત તો કરતા નથી. એવી વાત તો ભાઈ! અન્યમતમાં પણ ખૂબ આવે છે, પણ એ તો બધો રાગ છે બાપુ! એનાથી ધર્મ થાય એમ માને એ તો મૂઢપણું છે. લોકોને કાંઈ ખબર ન મળે અને પરમાં ને પરમાં રોકાઈ રહે, પણ એ તો જીવનનો ઘાત કરવાપણું છે; કેમકે પરનાં કામ આત્મા ત્રણકાળમાં પણ કરી શકતો નથી. સમજાણું કાંઈ....?
PDF/HTML Page 3837 of 4199
single page version
તત્-અતત્, એક-અનેક-એમ ચાર બોલ થયા. હવે પાંચમો બોલઃ- ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને -અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે- નાશ પામવા દેતો નથી.’
શું કહે છે? કે આ જ્ઞાનસ્વરૂપ આત્મવસ્તુ, એના જ્ઞાનમાં શરીરાદિ પરદ્રવ્યમય ચીજો જાણવામાં આવતાં, પોતાથી ભિન્ન તે અનંતા દ્રવ્યો પર છે એમ ન માનતાં તે હું છું એમ માનીને નિજ જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે. અહા! શરીર, વાણી, કર્મ ઈત્યાદિ પરદ્રવ્યને જાણવાપણે થયો તે જાણનાર હું છું એમ ન માનતાં પરદ્રવ્યનું પરિણમન જે જાણવામાં આવ્યું તે હું છું એમ પોતાને પરદ્રવ્યરૂપ કરીને પોતાનો અભાવ-નાશ કરે છે. નાશ કરે છે એટલે વસ્તુ નાશ પામે છે એમ નહિ. વસ્તુ તો જેવી ને તેવી ધ્રુવપણે છે, પણ મિથ્યાશ્રદ્ધાન વડે તે મિથ્યાત્વને સેવે છે, ને દુઃખને અનુભવે છે.
આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પૈકી પહેલો દ્રવ્યનો બોલ ચાલે છે. શું કહે છે? કે પરદ્રવ્યના શરીરાદિરૂપ પરિણમનને જાણવાના કાળે અજ્ઞાનીનું લક્ષ પર ઉપર હોય છે. એટલે પરદ્રવ્યની શરીરાદિ જે જે દશાઓ થાય તે હું છું અર્થાત્ પરદ્રવ્ય હું છું એમ અંગીકાર કરીને તે પોતાના સ્વદ્રવ્યનો-જ્ઞાતૃદ્રવ્યનો લોપ કરે છે, ઈન્કાર કરે છે. વાસ્તવમાં જે પરનું પરિણમન છે તે પરરૂપ છે, આત્મરૂપ નથી; ને તેનું પોતામાં જ્ઞાન જે થાય તે પોતાનું છે, પોતે છે. પણ એમ ન માનતાં અજ્ઞાની જીવ આ પરદ્રવ્યનું પરિણમન છે તે હું છું અર્થાત્ એનાથી હું છું એમ અંગીકાર કરીને, સ્વ-પરને એક કરતો થકો સ્વનો નાશ કરે છે. સમજાય છે કાંઈ......?
અનાદિથી જીવને પરદ્રવ્યનું લક્ષ છે, સ્વદ્રવ્યનું લક્ષ નથી. એટલે તે પરની હયાતીમાં પોતાની હયાતી ભાળે છે. પૈસા વિના ન ચાલે, અન્નપાણી વિના ન ચાલે, મકાન વિના ન ચાલે-એમ પરથી જ મારું જીવન છે એમ તે માને છે. મૂઢ છે ને! સ્વદ્રવ્યપણે પોતે અનાદિ-અનંત સત્ હોવા છતાં, એને લક્ષ્ય અને ધ્યેય ન બનાવતાં પરને લક્ષ્ય અને ધ્યેય બનાવી પોતાને પરદ્રવ્યરૂપ કરે છે અને એ રીતે પોતાનો - સ્વદ્રવ્યનો અભાવ કરે છે, અર્થાત્ સ્વાનુભૂતિ કરતો નથી.
ત્યારે ધર્મી પુરુષ, હું એક આત્મા-જ્ઞાતૃદ્રવ્ય મારા સ્વદ્રવ્યપણે સત્ છું, મને પરદ્રવ્યથી શું કામ છે? -એમ જાણે-માને છે અને અંતર્મુખ થઈ પોતાના સત્ને અનુભવે છે. અહા! મારા સ્વદ્રવ્યથી હું છું એમ સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો અર્થાત્ સ્વસત્તામાં પોતાની દ્રષ્ટિ સ્થાપતો જ્ઞાની પુરુષ અનેકાન્ત તત્ત્વનો આદર કરીને પોતાને જિવાડે છે. અહા! અનેકાન્તનો આવો અલૌકિક મહિમા છે.
PDF/HTML Page 3838 of 4199
single page version
ભાઈ! આમાં તો મિથ્યાત્વનો નાશ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેમ થાય એની વાત છે. જ્યાં સુધી હું સ્વદ્રવ્યથી છું, ને પરદ્રવ્યથી નથી એવું ભેદજ્ઞાન ન કરે ત્યાં સુધી સમ્યગ્દર્શન અને ધર્મ થવાં સંભવિત નથી. અહા! જાણનારને જાણ્યા-ઓળખ્યા વિના કોઈ વ્રત-તપ કરીને સૂકાઈ જાય તોય શું? એ તો બધો રાગ છે બાપા! એનાથી સમકિતે નહિ ને ધર્મેય નહિ. વાસ્તવમાં પરથી ને રાગથી નિરપેક્ષ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપે પોતાનું હોવાપણું છે એમ સ્વસત્તાનો સ્વાભિમુખ થઈ સ્વીકાર કરે એનું નામ સમ્યગ્દર્શન છે અને એ પ્રથમ ધર્મ છે. આ સિવાય તો અજ્ઞાની પરમાં પોતાની હયાતી ભેળવી દઈને પોતાને મારી નાખે છે, નષ્ટ કરે છે. સમજાણું કાંઈ.....?
હવે છઠ્ઠો બોલઃ- ‘વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “ સર્વ દ્રવ્યો હું જ છું (અર્થાત્ સર્વ દ્રવ્યો આત્મા જ છે) ” એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસત્પણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.’
જુઓ, પાંચમા બોલમાં સ્વદ્રવ્યથી સત્પણાની વાત હતી, અને અહીં છઠ્ઠા બોલમાં પરદ્રવ્યથી અસત્પણાની વાત છે. વેદાંત આદિ માને છે ને કે- બધા આત્માઓ-બધું જગત એક જ છે. આવી માન્યતાવાળા જીવો, અહીં કહે છે, પોતાનો નાશ કરે છે, અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ છે. એવા જીવોને ભગવાને પાખંડી કહ્યા છે, અને એના મતને પાખંડ કહ્યો છે.
બાળપણમાં માબાપનો આધાર, ભણવામાં માસ્તરનો આધાર, ધર્મમાં દેવ-ગુરુનો આધાર એમ લોકો માને છે ને! પણ વાસ્તવમાં કોઈને કોઈનો આધાર નથી. ભગવાન આત્મા પોતાથી સત્ ને બધા પરદ્રવ્યોથી અસત્ છે. અરે ભાઈ! જેનાથી તું અસત્ છે, જેનાથી તું છો નહિ તેનો શું આધાર? ભગવાન! તું તારાથી છો ને પરદ્રવ્યને લઈને ત્રણકાળમાં નથી. આ ધારણાની વાત નહિ બાપુ! આ તો અંતરમાં બેસાડવાની વાત છે. પરદ્રવ્યોરૂપ જ્ઞેયોથી, શરીર-મન-વાણીથી, દેવથી, ગુરુથી, શાસ્ત્રથી-હું ત્રિકાળ અસત્ છું એ અંતરમાં બેસાડવાની વાત છે. સમજાણું કાંઈ....? જેઓ આ પરદ્રવ્યો હું છું એમ પરદ્રવ્યોને પોતાસ્વરૂપ કરે છે તેઓ પરદ્રવ્યમાં ભળી જઈને પોતાની ચૈતન્યસત્તાનો નાશ કરે છે; તેઓ મૂઢ છે, અજ્ઞાની છે, આત્મઘાતી છે.
અહા! પરદ્રવ્યોથી હું સદાય અસત્ છું એમ પરદ્રવ્યથી અસત્પણું પ્રકાશતો થકો- પરવસ્તુપણે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ થવા દેતો નથી. જુઓ, આ અનેકાન્ત! સ્વપણે ત્રિકાળ સત્ છું ને પરપણે ત્રિકાળ અસત્ છું- એમ અસ્તિ-નાસ્તિરૂપ અનેકાન્ત છે, અને એનું ફળ સ્વ-પરનું ભેદવિજ્ઞાન છે. નિશ્ચયથી પણ ધર્મ થાય ને વ્યવહારથી પણ ધર્મ થાય એમ લોકો અનેકાન્ત કહે
PDF/HTML Page 3839 of 4199
single page version
આત્મા સ્વદ્રવ્યથી સત્ છે, ને પરદ્રવ્યથી અસત્ છે. આમ હોવાથી કોઈ પરદ્રવ્ય વા ઈશ્વર એનો કર્તા કે ઉત્પાદક છે નહિ. બાપુ! આ પરમ સત્યને પહોંચવું મહા કઠણ છે. અનંતકાળમાં એણે આ લક્ષમાં લીધું નથી. (એમ કે હમણાં દાવ છે તો યથાર્થ લક્ષ કર).
હવે સાતમો બોલઃ- ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત (-પરક્ષેત્રે રહેલા) જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.’
શું કીધું? આ જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષેત્રમાં છે, ને શરીર-મન-વાણી બધાં પરક્ષેત્ર - ગત-પરક્ષેત્રે રહેલાં છે. તે પરક્ષેત્રગત જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી મારું જ્ઞાન છે, પરક્ષેત્રથી મારું ક્ષેત્ર છે એમ માનીને અજ્ઞાની સ્વક્ષેત્રનો નાશ કરે છે.
રહેવા-સૂવાનું સારું મકાન હોય, સારું ક્ષેત્ર હોય, ઉગમણા-આથમણા બેય બાજુથી અજવાળાં ને હવાથી ભરેલું હોય, વચ્ચે ઢોલિયો (પલંગ) પડયો હોય- આવા લાંબા- પહોળા મકાનથી-પરક્ષેત્રથી મને ઠીક પડે-આનંદ આવે એમ પરક્ષેત્રને લઈને પોતાની હયાતી માનનાર મૂઢ અજ્ઞાની છે, તે પોતાના સ્વક્ષેત્રનો અર્થાત્ પોતાના સ્વરૂપનો નાશ કરે છે.
ત્યારે જ્ઞાની-ધર્મી પુરુષ, અસંખ્ય પ્રદેશી પોતાનું સ્વક્ષેત્ર એનાથી હું સત્ છું ને પરક્ષેત્રથી મને કાંઈ પ્રયોજન નથી એમ માનતો થકો પોતાનો નાશ થવા દેતો નથી. (શરીરગત) લોકપ્રમાણ ચૈતન્યના અસંખ્યાત પ્રદેશ તે મારું સ્વક્ષેત્ર છે, એનાથી મારી હયાતી છે, એ સિવાય બીજે ક્યાંય (પરક્ષેત્રમાં) હું નથી એમ સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો અર્થાત્ સ્વક્ષેત્રમાં જ ઠરીઠામ થતો જ્ઞાની પુરુષ અનેકાન્ત દ્વારા પોતાને જિવાડે છે અર્થાત્ પોતાના વાસ્તવિક જીવનને જીવે છે. આવી વાત વીતરાગમાર્ગ સિવાય બીજે ક્યાંય નથી.
પ્રશ્નઃ– હા, પણ અમારે ધર્મ કેમ કરવો તે વાત કરો ને? આવી ઝીણી વાત શું કરો છો? (એમ કે આત્મા શરીર પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે અને તે પ્રદેશો લોકાકાશ પ્રમાણ છે એનાથી (એવી વાતથી) અમને શું પ્રયોજન છે?)
ઉત્તરઃ– ભાઈ! એ જ તો માંડી છે. (ધર્મ કેમ થાય એ જ વાત તો થાય છે). પરક્ષેત્રથી હું છું, પરક્ષેત્રથી મને ચૈન છે એવી માન્યતા અધર્મ છે, અને મારું સ્થાન- રહેઠાણ અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં છે એવી દ્રષ્ટિ થવી એનું નામ ધર્મ છે.
PDF/HTML Page 3840 of 4199
single page version
ત્યારે એક ભાઈ કહેતા હતા કે ગિરનાર ને સમ્મેદશિખરજી જઈએ તો તો લાભ થાય ને? પૂજામાં આવે છે કે - ‘એક વાર વંદે જો કોઈ, તાકે નરક-પશુ ગતિ નહિ હોઈ.’
ઉત્તરઃ– એક શું લાખ વાર વંદે તોય એનાથી શું? એ તો શુભભાવ છે. એનાથી પુણ્ય બંધાશે, પણ ધર્મ નહિ થાય.
ત્યારે કોઈ વળી કહે છે- શેત્રુંજયનું ક્ષેત્ર બહુ સારું, ત્યાં જાય એના ભાવ બહુ સારા-ઉજ્જ્વળ થાય છે.
અરે ભાઈ! શું એ ભાવ ક્ષેત્રને લઈને થતા હશે? એમ બિલકુલ નથી, કેમકે તારું ચૈતન્યક્ષેત્ર ને એને અત્યંત ભિન્નતા છે; તું એ પરક્ષેત્રથી અસત્ છો.
તો મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે નારકીને ક્ષેત્રગત વેદના છે. આ કેવી રીતે છે? હા, કહ્યું છે. પણ એ તો વ્યવહારનયની કથની બાપુ! એનો અર્થ શો? એ ક્ષેત્રની વેદના છે કે પોતાની વેદના છે? એ પોતાનું વેદન પોતાના ક્ષેત્રમાં છે કે નારકીના ક્ષેત્રને લઈને છે? ભાઈ! ચૈતન્યના ક્ષેત્રમાં-સ્વક્ષેત્રમાં તો નરકના ક્ષેત્રનો અત્યંત અભાવ છે. માટે પરક્ષેત્રને-નરકના ક્ષેત્રને લઈને વેદના ન હોય. તે કાળે મોહજન્ય જે પોતાના રાગદ્વેષના ભાવ પોતાના ક્ષેત્રમાં છે એનું વેદન છે. (પોતાની પર્યાયનું વેદન છે). શાસ્ત્રમાં જે ક્ષેત્રગત વેદનાનું કથન છે એ તો સંયોગથી-નિમિત્તથી કરેલું કથન છે. (નિમિત્તથી કથન કરવાની એવી પદ્ધતિ છે). બાકી આત્મા પરક્ષેત્રને અડે જ છે ક્યાં કે એના કારણે એને વેદન થાય? અરે! લોકોને અનાદિથી એવો અધ્યાસ છે કે પરક્ષેત્રને- પરચીજને એ વેદે છે. બાપુ! આ અધ્યાસ-આ શલ્ય તારો નાશ કરે છે હોં. એ (એ શલ્ય) વડે તને તારું એકત્વ- વિભક્તપણું ભાસતું નથી. અહીં કહે છે-સ્વક્ષેત્ર અને પરક્ષેત્ર વચ્ચે અંદરથી પ્રજ્ઞારૂપી કરવત મૂક. જો, જ્ઞાની સ્વક્ષેત્રમાં જ હું છું પરક્ષેત્રથી નથી એમ ભેદવિજ્ઞાનની કલા અંતરમાં વિકસાવીને સ્વક્ષેત્રમાં નિવાસ પામીને જીવન જીવી જાણે છે, સત્યાર્થ જીવનને પ્રાપ્ત થાય છે.
હવે આઠમો બોલઃ- ‘વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષેત્રે હોવાને (-રહેવાને, પરિણમવાને) માટે, પરક્ષેત્રગત જ્ઞેયોના આકારોના ત્યાગ વડે (અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે રહીને જ પરક્ષેત્રગત જ્ઞેયોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.’
જુઓ, અજ્ઞાની જીવો એમ માને છે કે-જે જ્ઞાનમાં પરક્ષેત્રના જ્ઞેયાકારો જણાય છે તેને