PDF/HTML Page 1001 of 4199
single page version
कुतो द्विक्रियानुभावी मिथ्याद्रष्टिरिति चेत्–
तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुंति।। ८६।।
तेन तु
હવે ફરી પુછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદ્રષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છેઃ-
તેથી જ મિથ્યાદ્રષ્ટિ એવા
ગાથાર્થઃ– [यस्मात् तु] જેથી [आत्मभावं] આત્માના ભાવને [च] અને [पुद्गलभावं] પુદ્ગલના ભાવને- [द्वौ अपि] બન્નેને [कुर्वंति] આત્મા કરે છે એમ તેઓ માને છે [तेन तु] તેથી [द्विक्रियावादिनः] એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા [मिथ्याद्रष्टयः] મિથ્યાદ્રષ્ટિ [भवन्ति] છે.
ટીકાઃ– નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા) આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ) વ્યાપારપરિણામને (-વ્યાપારરૂપ પરિણામને) -કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને (ઘડારૂપ પરિણામને) -કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી; તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને- કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ
PDF/HTML Page 1002 of 4199
single page version
या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।। ५१।।
(आर्या)
एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ५२।।
એવા પુદ્ગલના પરિણામને-કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો. ભાવાર્થઃ– આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગલની-બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે. હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [यः परिणमति स कर्ता] જે પરિણમે છે તે કર્તા છે, [यः परिणामः भवेत् तत् कर्म] (પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે [तु] અને [या परिणतिः सा क्रिया] જે પરિણતિ છે તે ક્રિયા છે; [त्रयम् अपि] એ ત્રણેય, [वस्तुतया भिन्नं न] વસ્તુપણે ભિન્ન નથી. ભાવાર્થઃ– દ્રવ્યદ્રષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે અને પર્યાયદ્રષ્ટિએ ભેદ છે. ભેદદ્રષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં અભેદદ્રષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. પ૧. ફરી પણ કહે છે કેઃ- શ્લોકાર્થઃ– [एकः परिणमति सदा] વસ્તુ એક જ સદા પરિણમે છે, [एकस्य सदा परिणामः जायते] એકના જ સદા પરિણામ થાય છે (અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે) અને [एकस्य परिणतिः स्यात्] એકની જ પરિણતિ-ક્રિયા થાય છે; [यतः] કારણ કે [अनेकम् अपि एकम् एव] અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી. ભાવાર્થઃ– એક વસ્તુના અનેક પર્યાયો થાય છે; તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. પ૨.
PDF/HTML Page 1003 of 4199
single page version
उभयोर्न परिणतिः स्वाद्यदनेकमनेकमेव सदा।। ५३।।
नैकस्य च क्रिये द्वे एकमनेकं
र्दुर्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः।
तत्किं ज्ञानधनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। ५५।।
વળી કહે છે કેઃ-
શ્લોકાર્થઃ– [न उभौ परिणमतः खलु] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [उभयोः परिणामः न प्रजायेत] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [उभयोः परिणतिः न स्यात्] બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; [यत्] કારણ કે [अनेकम् सदा अनेकम् एव] અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.
ભાવાર્થઃ– બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી- એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. પ૩.
ફરી આ અર્થને દ્રઢ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [एकस्य हि द्वौ कर्तारौ न स्तः] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [च] વળી [एकस्य द्वे कर्मणी न] એક દ્રવ્યનાં બે કર્મ ન હોય [च] અને [एकस्य द्वे क्रिये न] એક દ્રવ્યની બે ક્રિયા ન હોય; [यतः] કારણ કે [एकम् अनेकं न स्यात्] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
ભાવાર્થઃ– આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. પ૪.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इह] આ જગતમાં [मोहिनाम्] મોહી (અજ્ઞાની) જીવોનો
PDF/HTML Page 1004 of 4199
single page version
आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते।। ५६।।
‘[परं अहम् कुर्वे] પરદ્રવ્યને હું કરું છું’ [इति महाहङ्काररूपं तमः] એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર- [ननु उच्चकैः दुर्वारं] કે જે અત્યંત દુર્નિવાર છે તે- [आसंसारतः एव धावति] અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કેઃ [अहो] અહો! [भूतार्थपरिग्रहेण] પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદ્રનયનું ગ્રહણ કરવાથી [यदि] જો [तत् एकवारं विलयं व्रजेत्] તે એક વાર પણ નાશ પામે [तत्] તો [ज्ञानधनस्य आत्मनः] જ્ઞાનઘન આત્માને [भूयः] ફરી [बन्धनम् किं भवेत्] બંધન કેમ થાય? (જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય.)
ભાવાર્થઃ– અહીં તાત્પર્ય એમ છે કે-અજ્ઞાન તો અનાદિનું જ છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક્ત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. પપ.
ફરીને વિશેષતાથી કહે છેઃ-
શ્લોકાર્થઃ– [आत्मा] આત્મા તો [सदा] સદા [आत्मभावान्] પોતાના ભાવોને [करोति] કરે છે અને [परः] પરદ્રવ્ય [परभावान्] પરના ભાવોને કરે છે; [हि] કારણ કે [आत्मनः भावाः] પોતાના ભાવો છે તે તો [आत्मा एव] પોતે જ છે અને [परस्य ते] પરના ભાવો છે તે [परः एव] પર જ છે (એ નિયમ છે.). પ૬.
હવે ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદ્રષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છેઃ-
‘નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે.’
આત્મા રાગ પણ કરે અને બોલવાની ભાષાની ક્રિયા પણ કરે એમ જે માને તે
PDF/HTML Page 1005 of 4199
single page version
મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! સત્ય સમજવું હોય તેના માટે આ ન્યાયથી -લોજીકથી સિદ્ધ થતી વાત છે. વિષયવાસનાના ભાવ પણ જીવ કરે અને શરીરની અવસ્થા થાય તેને પણ જીવ કરે એમ માને છે પણ એમ છે નહિ. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના ચોથા અધિકારમાં મિથ્યાદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્યાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે-“ જીવને કષાયભાવ થતાં શરીરની ચેષ્ટા પણ એ કષાયભાવ અનુસાર થઈ જાય છે જેમ ક્રોધાદિક થતાં રક્ત નેત્રાદિ થઈ જાય, હાસ્યાદિક થતાં પ્રફુલ્લિત વદનાદિક થઈ જાય, અને પુરુષવેદાદિ થતાં લિંગકાઠિણ્યાદિ થઈ જાય. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને છે કે-‘એ બધાં કાર્ય હું કરું છું” આ પ્રમાણે નિશ્ચયથી દ્વિક્રિયાવાદી એમ માને છે કે આત્માના પરિણામ અને પુદ્ગલના પરિણામને સ્વયં આત્મા કરે છે. પણ એમ છે નહિ. માટે આવું માનનાર મિથ્યાદ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે.
હવે કહે છે-‘એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઈચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ) વ્યાપારપરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને -કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી.’
કુંભાર ઘડાની ઉત્પત્તિને અનુકૂળ છે. તે પોતાની પોતાથી અભિન્ન એવી રાગાદિ ક્રિયા કરે, પણ ઘડાની ક્રિયાને તે કરી શકતો નથી. જુઓ, આ ભેદજ્ઞાનની વાત છે. ઘડો માટીએ કર્યો છે. માટીમાં ઘડો થવાનો કાળ હતો, ઘડાની ઉત્પત્તિની જન્મક્ષણ હતી તો ઘડો માટીમાંથી નીપજ્યો છે; કુંભારે તેમાં કાંઈ કર્યું નથી. સ્ત્રીઓ શીરો બનાવે, હલવો, બનાવે, સેવ બનાવે- ત્યાં લોકો એમ કહે છે કે બાઈ હોશિયાર હોય એને હળવા હાથે કરે તો સારું બને. અહીં કહે છે કે એ વાત તદ્દન જૂઠી છે. અરે ભાઈ! સેવ બની તે બાઈના હાથથી બની નથી, પાટિયાથી બની નથી અને પાટિયા નીચે જે ખાટલો હોય એનાથી પણ બની નથી. સેવ બનવાની જે ક્રિયા થઈ એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ-એ છ યે કારક પોતામાં પોતાનાં હોય છે અને એ વડે સેવ બની છે.
આ ચોખા પાકે છે તે પાણીથી પાકે છે એમ નથી. પાણી પોતાની ઉષ્ણ પર્યાયને કરે અને ચોખાને પકવવાની ક્રિયા પણ કરે એમ બનતું નથી. ચોખામાં પાકવાનો કાળ હતો તો તે પોતાના કાળે પાકીને તૈયાર થયા છે. પાણીથી ચોખા પાકયા છે જ નહિ. અરે, પાણી તો ચોખાને અડયુંય નથી.
PDF/HTML Page 1006 of 4199
single page version
પ્રશ્નઃ– શું આવી વાત સોનગઢના બજારમાં ચાલે?
ઉત્તરઃ– બજારમાં ન ચાલે તેથી શું? આ તો ભગવાન આત્માના ઘરની વાત છે અને દેવાધિદેવ અરિહંત ભગવાનની કહેલી છે. તે અનુસાર અહીં સ્પષ્ટીકરણ થાય છે. અહીં તો સમય સમયમાં આત્મામાં અને પરમાણુમાં પોતપોતાની થવાવાળી પર્યાયનો પરદ્રવ્ય કર્તા નથી, નિમિત્ત કર્તા નથી એ વાત સિદ્ધ કરે છે. ‘હોતા સ્વયં જગતપરિણામ, જ્ઞાતાદ્રષ્ટા આતમરામ’ એમ અહીં સિદ્ધ કરે છે. પરની ક્રિયા થાય તેનો આત્મા કર્તા નથી અને આત્મામાં જે ક્રિયા થાય તેનો પર નિમિત્ત કર્તા નથી. આવી વાત છે.
ઘડાની પર્યાય થાય તેમાં કુંભારના પરિણામ અનુકૂળ છે. પણ તે ઘડાના પરિણામ પોતાથી થયા છે. ઘડાની પર્યાય કુંભારના પરિણામથી થઈ છે એમ ત્રણકાળમાં સત્ય નથી. કહ્યું ને કે -કુંભાર ઘડો બનાવવાના અહંકારથી ભરેલો હોવા છતાં તેના વ્યાપારને અનુરૂપ માટીના ઘટ-પરિણામ કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કુંભાર કરે છે એમ પ્રતિભાસતું નથી. અહાહા...! કુંભાર ઘડો કરે છે એમ પ્રતિભાસતું નથી. નામું લખાય ત્યાં આ હોશિયાર પુરુષ સારા અક્ષરે નામું લખે છે એમ પ્રતિભાસતું નથી. ભાઈ! અક્ષરની પર્યાય અક્ષરથી પોતાથી થઈ છે, અંગુલિથી નહિ, કલમથી નહિ અને આત્માથી ય નહિ જ નહિ. ભગવાન! આવો વીતરાગનો અલૌકિક માર્ગ છે. કોઈની પર્યાયમાં કોઈ અન્યનો અધિકાર નથી.
બંધ અધિકારમાં ત્યાંસુધી વાત કરી છે કે કોઈ ઉપદેશ દેનાર એમ માને કે મારાથી બીજા મોક્ષ પામે છે તો એમ માનનાર તે મૂઢ છે. જીવના (મુક્તિના) વીતરાગ પરિણામનો જીવ પોતે કર્તા છે. તે પરિણામ પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે. તેને બીજાએ (ઉપદેશકે) કર્યા છે એમ પ્રતિભાસતું નથી એમ અહીં કહે છે.
આગળ કહે છે-‘તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને -કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ એવા પુદ્ગલના પરિણામને-કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો.’
જીવ પોતાના રાગ પરિણામને કરે છે. એ રાગ પુદ્ગલકર્મના બંધનમાં નિમિત્ત છે. પણ તે પુદ્ગલકર્મના પરિણામને જીવ કરે છે એમ નથી. અહીં કહે છે કે જીવ પોતાના પોતાથી અભિન્ન એવા રાગ પરિણામને કરે છે એમ પ્રતિભાસો પણ કર્મબંધનની
PDF/HTML Page 1007 of 4199
single page version
પર્યાયને કે જે પુદ્ગલથી અભિન્ન છે તેને જીવ કરે છે એમ ન પ્રતિભાસો. આત્મા પુદ્ગલકર્મને બાંધે વા કર્મનો નાશ કરે એમ છે જ નહિ. જીવ પોતાના પરિણામમાં રાગનો નાશ કરીને વીતરાગતા પ્રગટ કરે તે વખતે કર્મનો નાશ થઈ જાય છે, પરંતુ કર્મનાશની તે ક્રિયા આત્માએ કરી એમ નથી.
‘આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.’ જીવ રાગની ક્રિયાને કરે છે, પણ પરની ક્રિયાને કરતો નથી. શરીર ચાલે ત્યાં અજ્ઞાની માને છે કે હું શરીરને ચલાવું છું. પરંતુ એ તેની વિપરીત માન્યતા છે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના ચોથા અધિકારમાં મિથ્યાદર્શનનું સ્વરૂપ કહ્યું છે. ત્યાં લખ્યું છે કે -“ જીવના જ્ઞાનાદિક વા ક્રોધાદિકની અધિકતા-હીનતારૂપ અવસ્થાઓ થાય છે તથા પુદ્ગલ પરમાણુઓની વર્ણાદિ પલટાવારૂપ અવસ્થાઓ થાય છે-તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં ‘આ મારી અવસ્થા છે’ એવી મમકારબુદ્ધિ કરે છે વળી જીવને અને શરીરને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તેનાથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે. પોતાનો સ્વભાવ દર્શન-જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરનાં અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઈન્દ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે-હાથ વગેરે સ્પર્શ વડે મેં સ્પર્શ્યું, જીભ વડે મેં ચાખ્યું, નાસિકા વડે મેં સૂઘ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું!” ઈત્યાદિ અજ્ઞાનીની વિપરીત માન્યતા છે.
શરીરની ક્રિયા, ખાવાપીવાની ક્રિયા જે થાય તે જડની ક્રિયા જડથી થાય છે. આંખ આમ મટકું મારે તે બધી જડની ક્રિયા જડથી થાય છે. પરંતુ અજ્ઞાની માને છે કે તે ક્રિયા મારાથી થાય છે. તેની આ માન્યતા જૂઠ છે. જીભ, કાન આદિ ઈન્દ્રિયો જડ છે. જીભથી સ્વાદ ચાખ્યો અને કાનથી સાંભળ્યું એમ માને તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે, કેમકે ઈન્દ્રિયોથી તે જાણતો નથી, જ્ઞાનની પર્યાયથી જાણે છે. જાણવું છે તે જીવની જ્ઞાનપર્યાયથી છે. ઈન્દ્રિયો વડે હું જાણું છું એમ માને તે મિથ્યાત્વ છે. ઈન્દ્રિયો નિમિત્ત છે, પણ નિમિત્તનો અર્થ શું? પરમાં કાંઈન કરે એનું નામ નિમિત્ત છે. અહા! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે!
પ્રશ્નઃ– આવું કોણ માને?
ઉત્તરઃ– માને, ન માને; પણ વસ્તુસ્થિતિ આ જ છે. જેને સમ્યક્સ્વરૂપની જિજ્ઞાસા છે તે અવશ્ય માનશે. શરીરથી સ્ત્રીના શરીરને મેં સ્પર્શ કર્યો એમ માને પણ એ તો જડની ક્રિયા છે; જાણનાર તો ત્યાં આત્મા છે, જડ ઈન્દ્રિય નહિ. ભાઈ! સમયે સમયે જીવને મિથ્યાત્વભાવ કેમ થાય છે એની આ વાત છે. સુગંધને જાણે છે ત્યાં માને છે કે નાસિકા વડે મેં સૂંઘ્યું. પણ આ શરીર અને ઈન્દ્રિયો તો જડ છે, માટી છે. શું
PDF/HTML Page 1008 of 4199
single page version
એનાથી તે જાણે છે? ના, આત્મા જ્ઞાનથી જાણે છે; શરીર કે ઈન્દ્રિયોથી જાણતો નથી. અરે ભાઈ! જડ અને ચેતનના બંનેના સ્વભાવ પ્રગટ ભિન્ન છે છતાં અજ્ઞાની માને છે કે નાક વડે મેં સૂંઘ્યું, પણ એ જૂઠું છે. વળી દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે મેં ‘મન વડે જાણ્યું,’ પણ સ્મરણ તો જ્ઞાનની પર્યાય છે. તે કાંઈ જડ મનથી થતી નથી. વળી પોતાને બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે ત્યારે એકક્ષેત્રાવગાહ સંબંધથી શરીરનું અંગ પણ હાલતાં ભાષાવર્ગણારૂપ પુદ્ગલો વચનરૂપ પરિણમે છે; એ બધાને એકરૂપ માની આ એમ માને છે કે ‘હું બોલું છું.’ પણ આ બધું એનું અજ્ઞાન છે.
અરે! અજ્ઞાનીને આ ચોવીસ કલાકની બિમારી છે. આત્મસિદ્ધિમાં આવે છે કે-
સૂક્ષ્મ વાત છે, ભાઈ! લોકોને બહારની જડની ક્રિયામાં પોતાનું કર્તાપણું ભાસે છે તે રોગ છે, બિમારી છે. તે સ્વરૂપની સમજણ વડે જ દૂર કરી શકાય છે.
ત્યારે કોઈ તો વળી એમ કહે છે કે- પરનો કર્તા ન માને તે દિગંબર નથી. અરે ભાઈ! તું શું કહે છે? એમ ન હોય, ભાઈ! જીવ પરનો કર્તા ત્રણ કાળમાં નથી એમ અહીં શ્રેષ્ઠ દિગંબરાચાર્ય સિદ્ધ કરે છે. સમ્યક્દ્રષ્ટિ ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય હોય છે, છન્નુ હજાર રાણીઓ હોય છે. પણ એ તો માને છે કે રાગનો એક કણ પણ મારો નથી. તો બહારના જડ રજકણની ક્રિયા મારી એ વાત પ્રભુ? કયાં કહી? શ્રેણીક રાજા, ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા. તે એમ માનતા કે હું પરની ક્રિયાનો જાણનારો છું, હું તેનો કર્તા નથી. પરનો કર્તા માને તો બે દ્રવ્યોની એકતાબુદ્ધિ થઈ જાય છે તે મોટી મૂળમાં જ ભૂલ છે.
એક ને એક ત્રણ-એમ કહે તો તે મૂળમાં ભૂલ છે. પછી એ ભૂલ આગળ બધે વિસ્તરે છે. તેમ જડકર્મનો હું કર્તા અને શરીરાદિ પરદ્રવ્યની ક્રિયા હું કરું છું એમ જે માને તેને બે દ્રવ્યની એકતાબુદ્ધિની મૂળમાં ભૂલ છે. તે મિથ્યાદર્શન છે, દુઃખનો પંથ છે. ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે. સમ્યગ્દર્શન થાય તેને ભવનો અંત આવી જાય છે. અનાદિ મિથ્યાત્વની ગાંઠ તોડીને જેણે પરથી ભિન્ન જ્ઞાતાસ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો છે તે સુખના-મોક્ષના પંથે પડયા છે. એ સિવાય આ કારખાનાં જે ચાલે, વેપારની મોટી પેઢીઓ ચાલે-ઈત્યાદિ બધી જડની ક્રિયા થાય તે હું કરું છું એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે, તે ભવના પંથે છે, દુઃખના પંથે છે.
મોક્ષમાર્ગપ્રકાશકના ચોથા અધિકારમાં બહુ સરસ વાત કરી છે. ત્યાં કહ્યું છે- “ શરીરનો સંયોગ થવા અને છૂટવાથી જન્મ-મરણ હોય છે-તેને પોતાનાં જન્મ-મરણ
PDF/HTML Page 1009 of 4199
single page version
માની ‘હું ઉપજ્યો, હું મરીશ’ એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય જીવોથી સંબંધ માને છે. જેમકે -જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માત-પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે. શરીર વડે નીપજ્યાં તેને પોતાનાં દીકરા-દીકરી માને છે, શરીરને જે ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે. ઈત્યાદિરૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ? હરકોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે.” આનાથી જુદી જ વાત ત્યાં પ્રવચનસારમાં ચરણાનુયોગ અધિકારમાં આવે છે. દીક્ષા માટે તૈયાર થયેલો વૈરાગ્યપ્રાપ્ત સમકિતી એમ કહે છે-“અહો આ પુરુષના શરીરની જનનીના આત્મા! આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી આ આત્માને તમે છોડો. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરની રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપ જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે.” આવો સમકિતી અને મિથ્યાદ્રષ્ટિની માન્યતામાં આસમાન-જમીન જેટલો ફરક છે.
કોઈ મકાનમાં પાંચ-પચીસ વરસ રહે તો અજ્ઞાની માનવા લાગે કે આ મારું મકાન છે. તે મેં બનાવ્યું છે. તેની વૃત્તિ મકાનના આકારે થઈ જાય છે. પણ ભાઈ! મકાન કોણ બનાવે? આ આગમમંદિર બન્યું તે કોણે બનાવ્યું? એ તો પુદ્ગલોએ બનાવ્યું છે. સંસ્થાનો વહિવટ ચાલે તો કહે કે મારાથી ચાલે છે; પણ એમ છે નહિ. એ તો બધી બોલવાની કથનપદ્ધતિ છે. સંસ્થાનો વહિવટ ચાલે તે આત્મા કરતો નથી. આત્મા તેનું જ્ઞાન કરે, પણ ત્યાં જડની ક્રિયા જે થાય તેને આત્મા કરતો નથી. જ્ઞાની પરદ્રવ્યને અંતરમાં પોતાનું માનતા નથી. સમકિતીને છ ખંડના રાજ્યનો બહારમાં સંયોગ હોય પણ એ રાજ્યનો હું સ્વામી છું એમ તે માનતા નથી. પહેલાં ૭૩મી ગાથામાં આવી ગયું કે વિકલ્પ દ્વારા પણ એવો નિર્ણય કર કે રાગદ્વેષનો હું સ્વામી નથી. રાગના સ્વામીપણે સદા નહિ પરિણમનારો એવો હું નિર્મમ છું. ભવિષ્યમાં રાગ થશે, પણ એના સ્વામીપણે પરિણમનારો હું નથી. હું તો નિર્મમ છું. સ્ત્રીનો સ્વામી, મકાનનો સ્વામી, રાજ્યનો સ્વામી હું નથી; જ્ઞાની આમ સમજે છે. બહુ સંપત્તિ હોય તે લખપતિ કહેવાય છે ને. તો શું આત્મા લખપતિ એટલે જડનો પતિ છે? જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ જડનો પતિ જડ હોય છે. બાપુ! આત્મા જડનો સ્વામી નથી. પુણ્યનો સ્વામી પોતાને માને તે પણ જડ છે. ૪૭ શક્તિઓમાં છેલ્લી સ્વસ્વામી સંબંધરૂપ શક્તિ છે. ધર્મી માને છે કે હું તો મારા શુદ્ધ દ્રવ્ય-ગુણ અને નિર્મળ પર્યાયનો સ્વામી છું અને તેમારું સ્વ છે. રાગનો સ્વામી થાય,
PDF/HTML Page 1010 of 4199
single page version
પત્નીનો સ્વામી થાય, રાજ્યનો સ્વામી થાય, સંસ્થાનો સ્વામી થાય એ બધા મિથ્યાદ્રષ્ટિ છે. તથા બોલવાની, ચાલવાની, ખાવાની, પીવાની, હરવા-ફરવાની ઈત્યાદિ શરીરની અનેક ક્રિયાઓ થાય ત્યાં જે શરીરની ક્રિયાને અને પોતાને એક માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
આત્માની અને પુદ્ગલની-બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે. આત્માના પરિણામ અને શરીર, મન, વાણી, પૈસાના પરિણામ જો એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય. મારું અસ્તિત્વ પરથી અને પરનું અસ્તિત્વ મારાથી-એમ હોય તો બધાં દ્રવ્યોનો લોપ થઈ જાય એ મોટો દોષ ઉપજે. માટે એમ છે નહિ એમ યથાર્થ સ્વીકારવું.
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘यः परिणमति सः कर्ता’ જે પરિણમે છે તે કર્તા છે, ‘यः परिणामः भवेत् तत् कर्म’ (પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે. જે દ્રવ્ય પરિણમન કરનાર છે તે પરિણામનું કર્તા છે. જડના પરિણામનો કર્તા જડ છે. ખાવાપીવાના પરિણમનની ક્રિયાનું કર્તા જડ દ્રવ્ય છે. પરિણમે તે કર્તા છે. આ આંગળી હલે તે ક્રિયા પુદ્ગલની છે. તેનો આધાર આત્મા નથી. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયનો આધાર પોતાનો આત્મા છે. પરના પરિણામનો આધાર તે તે પરમાણુ છે. દેહનો આધાર આત્મા છે એમ માને તે જૂઠું છે. લોકો કહે છે કે જીવ છે ત્યાં સુધી શરીર ચાલે. પણ અહીં કહે છે કે શરીરને જીવનો આધાર નથી. શરીર શરીરના આધારે છે; આત્માના આધારે શરીર નથી. ભાઈ! આત્મા પરનું કાર્ય નથી તેમ આત્મા પરના પરિણામનો કર્તા નથી, કારણ કે જે પરિણમે તે કર્તા છે.
દુનિયા આવું માને છે કે હોશિયાર માણસ દુકાનના થડે બેસે તો વેપાર-ધંધા સારા ચાલે છે. અહીં કહે છે કે વેપારની ક્રિયા થાય તેનો કર્તા આત્મા નથી, કેમકે આત્મા વેપારની ક્રિયારૂપ પરિણમતો નથી. રેલ્વેમાં માલનાં વેગન આવે ત્યાં માલનાં રજકણો પોતાની ક્રિયાવતી શક્તિથી કાર્ય કરે છે. રેલના ડબાના કારણે તે માલ આવ્યો છે એમ નથી. માલની ક્રિયા માલમાં અને ડબાની ક્રિયા ડબામાં પોતપોતાના કારણે સ્વતંત્ર થાય છે. આત્મા તો તેનો જાણનાર છે, કર્તા નથી. તે પણ ખરેખર પરને જાણતો નથી પણ પરસંબંધીનું પોતાનું જ્ઞાન થયું તેને જાણે છે. સમયસાર ગાથા ૭પમાં આવી ગયું કે રાગ થાય તેનું જે જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી પણ તે જ્ઞાન પોતાનું છે. આત્મા પોતાને જાણે છે. ત્યાં સામે જેવી ચીજ છે તેવું અહીં જ્ઞાન થયું તે જ્ઞાન પોતાથી થયું છે. રાગ અને શરીર છે તો તેના કારણે જ્ઞાન થયું છે એમ નથી. તે ચીજ સંબંધીના જ્ઞાનની
PDF/HTML Page 1011 of 4199
single page version
ઉત્પત્તિ કાળમાં આત્મા જ્ઞાનના સ્વપરપ્રકાશક સ્વભાવના કારણે પરને પણ જાણે છે જ્ઞાનમાં પરને પ્રકાશવાનું સામર્થ્ય પરને લઈને નથી.
અહીં કહે છે કે જે પરિણમે છે તે કર્તા છે. આ શરીર પરિણમિત થાય તેનો કર્તા શરીર છે. પર જીવની દયા પાળવાના ભાવ થાય તે જીવનું પરિણમન છે અને તેનો કર્તા જીવ છે. અને તે દયાના પરિણામ કર્મ છે.
પરિણમે તે કર્તા છે અને પરિણામ કર્મ છે; કર્મ એટલે કાર્ય છે. ‘तु’ અને ‘या परिणति सा क्रिया’ જે પરિણતિ છે તે ક્રિયા છે. પ્રથમની પર્યાય પલટીને વર્તમાન પર્યાય થઈ તે ક્રિયા છે. ‘त्रयम् अपि’ એ ત્રણેય ‘वस्तुतया भिन्नम् न’ વસ્તુપણે ભિન્ન નથી. પર્યાયદ્રષ્ટિથી ત્રણ ભેદ પડે છે, વસ્તુપણે ભેદ નથી. સમયસાર કળશટીકાના ૪૯મા શ્લોકમાં તો એમ કહ્યું છે કે દ્રવ્ય કર્તા અને તેના પરિણામ એ તેનું કર્મ એ પણ ઉપચારથી છે. અને દ્રવ્ય પરનો કર્તા તો ઉપચારથી પણ નથી. , વ્યવહારથી પણ નથી. પોતાના જ્ઞાન પરિણામ તે કાર્ય અને તેનો કર્તા આત્મા એવો ભેદ ઉપચાર છે. નિશ્ચયથી તો પરિણામ અને પરિણામી અભેદ છે.
અહીં તો પરથી ભિન્ન પાડવાની વાત છે એટલે એમ કહ્યું કે જે પરિણમે છે તે કર્તા અને જે પરિણામ છે તે કર્મ છે. ખરેખર તો જે પરિણમે છે તે પર્યાય છે, દ્રવ્ય તેનું કર્તા નથી. પરિણતિનો કર્તા પરિણતિ પોતે છે, કેમકે એક સમયમાં જે પરિણતિ થઈ તે પોતાના ષટ્કારકથી થઈ છે. પરિણતિ થઈ તે દ્રવ્ય-ગુણના આલંબનથી થઈ નથી, પરના આલંબનથી પણ થઈ નથી. શુદ્ધ પરિણતિ હો કે અશુદ્ધ પરિણતિ હો, તે સમય સમયના પોતાના ષટ્કારકથી થાય છે. તે ક્રિયાનું કારણ દ્રવ્ય નથી. પરિણતિનું ઉપાદાન કારણ પરિણતિ પોતે છે; પરિણતિ ધ્રુવથી થઇ છે એમ નથી. પરિણતિ પરિણતિથી થઈ છે.
અહા! પરિણમે તે કર્તા, પરિણામ તે કર્મ અને પરિણતિ તે ક્રિયા-એમ ત્રણ ભેદ પાડવા તે ઉપચાર છે. ત્યારે લોકો વ્રત, તપ, ભક્તિ અને બ્રહ્મચર્ય પાળવું એમાં ધર્મ માને છે, પરંતુ એ માન્યતા તો મિથ્યાત્વ છે. વ્રતાદિ છે તે આસ્રવ છે. આસ્રવનું પાલન કરવું તે મિથ્યાત્વ છે. રાગને પાળવો-રાગની રક્ષા કરવી તે મિથ્યાત્વ છે. વર્તમાનમાં આ બધી ખૂબ ગડબડ ચાલે છે. પણ ભાઈ! તત્ત્વ તો આ છે. પરિણતિ તે ક્રિયા, પરિણમે તે કર્તા અને પરિણામ તે કર્મ- એ ત્રણેય વસ્તુ છે, વસ્તુથી ભિન્ન નથી.
પરનું કાર્ય પોતાથી થાય અને પોતાનું કાર્ય પરથી થાય એ વસ્તુસ્વરૂપ નથી. કહે છે ને કે ખેડૂતો ખેતીનાં કામ કરે છે; પણ એમ છે નહિ. ખેતીનાં કામ તો એના કારણે થાય છે, જીવથી તે થતાં નથી. ખેતીની પેદાશ જીવ કરે છે એમ છે જ નહિ. આત્મામાં આનંદની ઉત્પત્તિ થાય તે આત્માની પેદાશ છે. ખેતીની પેદાશ કોણ કરે? ખેતીની પેદાશ હું કરું છું એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે, એ દુઃખના ભાવ છે.
PDF/HTML Page 1012 of 4199
single page version
‘દ્રવ્યદ્રષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદ્રષ્ટિએ ભેદ છે. શુદ્ધ પરિણામ હો કે અશુદ્ધ પરિણામ હો, રાગના પરિણામ હો કે અરાગના પરિણામ હો, દ્રવ્યદ્રષ્ટિથી પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદ્રષ્ટિથી ભેદ છે.
શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧પમાં આવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણો ધ્રુવ છે, પરંતુ પર્યાયદ્રષ્ટિએ ગુણો પરિણમે છે એમ કહેવાય છે. દ્રવ્યદ્રષ્ટિથી ગુણ ગુણમાં ધ્રુવ છે અને પર્યાયદ્રષ્ટિથી ગુણ પરિણમે છે. આ બધાં પડખાને જાણી યથાર્થ નિર્ણય વડે પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરે તો ક્ષણમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયબુદ્ધિ છે તે મિથ્યાદ્રષ્ટિ છે. પ્રવચનસાર ગાથા ૯૩માં કહ્યું છે કે –‘पज्जयमूढा हि परसमया’ પર્યાયમૂઢ જીવો પરસમય છે.
ત્યારે કોઈ વાંધો લે છે કે પર્યાય તો પોતાની છે. તેને માને તે મૂઢ કેમ કહેવાય? તેને કહે છે- અરે ભાઈ! એક સમયની પર્યાયને પોતાનું સ્વરૂપ માને તે પરસમય છે કેમકે પર્યાય જેટલો જ ત્રિકાળી આત્મા નથી. પર્યાય જેટલો આત્માને માને અને ત્રિકાળી દ્રવ્યને ન માને તે પર્યાયમાં મૂઢ છે, તે પરસમય છે, મિથ્યાદ્રષ્ટિ છે. સમકિતી જીવની પ્રશંસા કરતાં નાટક સમયસારમાં બનારસીદાસ કહે છે કે-
સમકિતીને પર્યાયબુદ્ધિ હોતી નથી. ધર્માત્મા તો સ્વરૂપના લક્ષના લક્ષપતિ છે. ધનાદિ સંપત્તિના સ્વામી લખપતિ એ વાત નહિ. નિજ ચૈતન્યસ્વરૂપ લક્ષ્મીનું જેને લક્ષ છે તે લક્ષપતિ છે. અજાચી લક્ષપતિ છે એટલે પરથી પોતાનું કાર્ય થાય એમ માનતા નથી. અહાહા..! ગૃહસ્થાશ્રમમાં રહેલા સમકિતી આવા હોય છે. મુનિપણાની તો શી વાત! અહો મુનિપણું! ધન્ય ક્ષણ! ધન્ય અવતાર! મુનિપણું એ તો સાક્ષાત્ ચારિત્રની આનંદદશા! લોકો સમ્યગ્દર્શન વિના વ્રતાદિ ગ્રહીને ચારિત્ર માને છે, પણ એમાર્ગ નથી.
અહીં કહે છે-દ્રવ્યદ્રષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે અને પર્યાયદ્રષ્ટિએ ભેદ છે. ‘ભેદદ્રષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં
PDF/HTML Page 1013 of 4199
single page version
અભેદદ્રષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા કર્મ અને ક્રિયા -ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી.’ પરના પ્રદેશ ભિન્ન છે અહીં એ અપેક્ષાએ કથન છે. નિશ્ચયથી પર્યાયના પ્રદેશ ભિન્ન કહેવામાં આવે છે. અહીં તો પરના પ્રદેશથી પોતાના પ્રદેશ ભિન્ન સિદ્ધ કરવાની વાત છે.
નિશ્ચયથી તો પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને ધ્રુવ દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જેટલા ક્ષેત્રથી પર્યાય ઊઠે છે એટલું ક્ષેત્ર ધ્રુવથી ભિન્ન ગણવામાં આવ્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ! પોતાની કેવળજ્ઞાનની પર્યાય, પોતાની સમ્યગ્દર્શનની પર્યાયનું ક્ષેત્ર દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. બે વચ્ચે ભેદ છે. દ્રવ્યનો ધર્મ અને પર્યાયનો ધર્મ બન્ને ભિન્ન છે, સ્વતંત્ર છે. સમયસારના સંવર અધિકારમાં કહ્યું છે કે- વિકલ્પનું ક્ષેત્ર ભિન્ન છે અને સ્વભાવનું ક્ષેત્ર ભિન્ન છે. વિકલ્પ ચીજ ભિન્ન છે અને ભગવાન આત્મા ભિન્ન છે. ત્યાં તો એટલી વાત છે પણ બીજે એમ વાત આવે છે કે નિર્મળ પરિણતિનું ક્ષેત્ર ભિન્ન, તેની શક્તિ ભિન્ન; પર્યાયનો કર્તા પર્યાય, કર્મ પર્યાય, સાધન પર્યાય અને તેનો આધાર પણ તે પર્યાય. અહો! આવું અતિ સૂક્ષ્મ ભેદજ્ઞાનનું સ્વરૂપ છે.
સમયસાર કળશ ૧૩૧ માં કહ્યું છે કે-
જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે એના જ અભાવથી બંધાયા છે. ભેદજ્ઞાનના અભાવથી બંધાયા છે એમ કહ્યું છે પણ કર્મના કારણે બંધાયા છે એમ નથી કહ્યું. તેમ વ્યવહારના રાગથી સિદ્ધપદ પામ્યા છે એમ નથી પણ એનાથી ભિન્નપણાનું ભેદજ્ઞાન કરીને મુક્તિ પામ્યા છે.
લોકોને સત્ય વાત સાંભળવા મળી નથી એટલે ‘ચોર કોટવાળને દંડે’ એ ન્યાયે સત્ય વાતને જૂઠી ઠરાવવા લાગ્યા છે; શું થાય? અહીં કહે છે કે -અજ્ઞાનભાવે વિકારના પરિણામનો કર્તા આત્મા છે અને જ્ઞાનભાવે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો કર્તા આત્મા છે. કર્તા અને કર્મ બે ભિન્ન પાડવા તે ભેદકથન છે, ઉપચાર છે. પર્યાયનો કર્તા આત્મા અને પર્યાય એનું કર્મ એમ ભેદ કરવો તે ઉપચાર છે. આત્મા રાગનો કર્તા અને પરનો કર્તા-એ તો કયાંય રહી ગયું. ભાઈ! આવો ભેદજ્ઞાનનો અતિ સૂક્ષ્મ માર્ગ છે.
અહાહા...! એ ભેદજ્ઞાનનું ફળ શું? તો કહે છે અનંત જ્ઞાન અને અનંત આનંદ પર્યાયમાં પ્રગટે તે એનું ફળ છે. શ્રીમદે કહ્યું છે ને કે-
ભેદજ્ઞાનના ફળમાં સાદિ, અનંતકાળ જીવ અનંત સુખ-સમાધિદશામાં રહેશે.
PDF/HTML Page 1014 of 4199
single page version
ભૂતકાળથી ભવિષ્યનો કાળ અનંતગુણો અધિક છે. તે અનંતકાળ પર્યંત જીવ અનંત સુખમાં સમાધિસ્થ રહેશે એ ભેદજ્ઞાનનું ફળ છે. અહો ભેદજ્ઞાન!
પ્રશ્નઃ– વ્યવહારને મુક્તિનું સાધન કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, પણ એ ઉપચારથી કહ્યું છે. અને તે કથન અજ્ઞાનીના રાગને લાગુ પડતું નથી. જેને નિશ્ચયના ભાનપૂર્વક અભેદરત્નત્રય પ્રગટ થયેલ છે તે જ્ઞાનીને જે ભેદરત્નત્રયનો વિકલ્પ સહચરપણે છે તેને આરોપ આપીને વ્યવહારથી સાધન કહ્યો છે. ભેદરત્નત્રયના રાગનો અભાવ કરીને મુક્તિ પામશે એ અપેક્ષાએ તેને પરંપરા કારણ કહ્યું છે. બાકી વ્યવહારથી પરંપરા મુક્તિ થશે એ વ્યવહારનયનું કથન છે અને તે અસત્યાર્થ છે.
મુક્તિનું સાક્ષાત્ કારણ તો અભેદરત્નત્રય છે કેમકે અભેદરત્નત્રયની પર્યાયનો વ્યય થઈ કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. ખરેખર તો અભેદરત્નત્રયથી કેવળજ્ઞાન થયું એમ કહેવું એ પણ વ્યવહાર છે. તથા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને તેનું કારણ કહેવું એ પણ ઉપચાર છે. કેવળજ્ઞાનની પર્યાયનું વાસ્તવિક કારણ કેવળજ્ઞાનની પર્યાય જ છે, દ્રવ્ય-ગુણ નહિ, પૂર્વની અભેદરત્નત્રયની પર્યાય પણ નહિ અને ભેદરત્નત્રયનો રાગ પણ નહિ. બહુ ઝીણી વાત, પ્રભુ! ભરતક્ષેત્રમાં ભગવાનની ગેરહાજરી છે અને લોકો વ્યવહારથી ધર્મ થાય એમ માનવા લાગ્યા છે. શું થાય ભાઈ? સંતોનો અને વીતરાગનો એ અભિપ્રાય નથી.
અહીં કહે છે-કર્તા, કર્મ ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુ નથી. અસંખ્ય પ્રદેશમાં પર્યાય ઉત્પન્ન થાય છે, પ્રદેશભેદ નથી. બીજે એમ આવે છે કે પર્યાયનું ક્ષેત્ર ભિન્ન અને ધ્રુવનું ક્ષેત્ર ભિન્ન છે. એ તો દ્રવ્ય-પર્યાયની પરસ્પર ભિન્નતાની વાત છે. ધર્મ અને ધર્મી બન્ને નિરપેક્ષ છે એમ સિદ્ધ કરવાની વાત છે. પરંતુ અહીં તો સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતાની વાત છે. દ્રવ્યના પરિણામ દ્રવ્યથી અભિન્ન છે, પરદ્રવ્યથી ભિન્ન છે; પરદ્રવ્ય એમાં કાંઈ કરતું નથી.
નિમિત્તના, વ્યવહારના અને ક્રમબદ્ધપર્યાયના લોકોને વાંધા છે પણ ક્રમબદ્ધપર્યાય એ તો વસ્તુની સ્થિતિ છે. એક પછી એક જે સમયે જે પર્યાય થવાની હોય તેમાં દ્રવ્ય પણ ફેરફાર કરી શકતું નથી. ક્રમબદ્ધપર્યાય થાય તેને દ્રવ્ય જાણે પણ તેમાં ફેરફાર દ્રવ્ય કરી શકતું નથી. આત્મા અનંત શક્તિઓનો પિંડ છે. શક્તિવાન દ્રવ્ય શુદ્ધ છે, તેના ગુણો શુદ્ધ છે. અને તેની દ્રષ્ટિ થતાં પર્યાય પણ ક્રમસર નિર્મળ પરિણમે છે. શક્તિના વર્ણનમાં વિકારી પરિણામની વાત નથી કેમકે અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. ગુણો અક્રમે વર્તે છે અને પર્યાયો ક્રમે વર્તે છે. શક્તિવાન દ્રવ્યની જેને દ્રષ્ટિ થાય તેને નિર્મળ પર્યાયો ક્રમસર એક પછી એક થયા જ કરે છે.
અહીં એમ કહે છે કે કર્તા, કર્મ, ક્રિયા-ત્રણેયના પ્રદેશો અભિન્ન છે, તે ત્રણ પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. આ પ્રમાણે પરદ્રવ્યથી ભિન્નતા કહી.
PDF/HTML Page 1015 of 4199
single page version
ફરી પણ કહે છે કેઃ-
‘एकः परिणमति सदा’ વસ્તુ એક જ સદા પરિણમે છે, ‘एकस्य सदा परिणामः जायते’ એકના જ સદા પરિણામ થાય છે અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે. અને ‘एकस्य परिणतिः स्यात्’ એકની જ પરિણતિ-ક્રિયા થાય છે; ‘यत’ કારણ કે‘एकम् अनेकम् न स्यात्’ એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
‘એક વસ્તુના અનેક પર્યાયો થાય છે; તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે.’
પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ સમયસમયમાં અનેક પર્યાયયુક્ત છે. એટલે કે પ્રત્યેક દ્રવ્ય પોતાની અનેક પર્યાયથી યુક્ત છે. માટે અન્ય દ્રવ્ય તેની પર્યાય કરે એમ નથી. પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણો છે. તેથી એક સમયમાં તેની પર્યાયો પણ અનંત હોય છે. માટે અનંત પર્યાયરહિત કોઈ દ્રવ્ય હોતું નથી. જેમ આત્મદ્રવ્ય અનેક પર્યાયયુક્ત છે તેમ અન્ય દ્રવ્ય પણ અનેક પર્યાયયુક્ત છે. તો પછી અનેક પર્યાયયુક્ત બીજા દ્રવ્યની પર્યાયને આત્મા કેમ કરે?
દ્રવ્ય અનેક પર્યાયયુક્ત હોય છે. તેને પરિણામ પણ કહે છે. આત્મા પોતાની પર્યાય પ્રસિદ્ધ કરે તેને પરિણામ કહેવાય છે. અહીં સંસાર પર્યાયની જ વાત નથી. દરેક આત્મા શુદ્ધ કે અશુદ્ધ અનંત પર્યાયયુક્ત હોય છે. અશુદ્ધ વખતે પોતાની અશુદ્ધ અનંત પર્યાયયુક્ત આત્મા હોય છે. તો તે અશુદ્ધ પર્યાયને અન્ય દ્રવ્ય કેમ કરે?
પર્યાયને અવસ્થા પણ કહે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના અનંત ગુણની અવસ્થારૂપે પરિણમન કરે છે. પર્યાયને પરિણામ પણ કહે છે, અવસ્થા પણ કહે છે. હવે કહે છે- ‘તેઓ સંજ્ઞા, સંખ્યા લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી.; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે.’
દ્રવ્યનું નામ અને પર્યાયનું નામ જુદું છે માટે સંજ્ઞાભેદે ભેદ છે. દ્રવ્ય એક અને પર્યાય અનેક-એમ સંખ્યાભેદ છે. દ્રવ્ય ત્રિકાળ રહે છે અને પર્યાય એક સમય, માટે લક્ષણભેદ છે. અને દ્રવ્ય-પર્યાયનું પ્રયોજન ભિન્ન છે, માટે પ્રયોજનથી પણ ભેદ છે. તોપણ એક વસ્તુ જ છે. દ્રવ્યપર્યાય એક વસ્તુ જ છે. એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. આત્મા અભેદસ્વરૂપ છે એમ શાસ્ત્રમાં આવે છે. અહીં ભેદાભેદ સ્વરૂપ લીધું છે.
PDF/HTML Page 1016 of 4199
single page version
સમયસારની સાતમી ગાથામાં લીધું છે કે વસ્તુ ભેદાભેદસ્વરૂપ છે. સમજાવવામાં જે ભેદ પડે છે તે અંદર ભેદ છે. પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ અભેદ કહેવાય પણ વસ્તુમાં ગુણ અને પર્યાયનો ભેદ છે. અભેદની દ્રષ્ટિએ દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદ છે. ભેદથી જુઓ તો ત્રણનો ભેદ છે. વસ્તુ ભેદાભેદસ્વરૂપ છે. કઈ અપેક્ષાએ કથન છે તે યથાર્થ જાણવું જોઈએ. એકાંતે અભેદ કહો તો ગુણ-પર્યાયનો ભેદ સિદ્ધ નહિ થાય અને એકાંત ભેદ કહો તો અભેદ સિદ્ધ નહિ થાય. માટે ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે કે- “વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે.”
વળી ત્યાં કહ્યું છે-“અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાનઃ- એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે, તેથી ભેદને ગૌણ કરીને ભેદને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે.”
જુઓ આ એકાંત! એકાંત અભેદ એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. અનેકાંત લક્ષમાં હોવા છતાં સમ્યક્ એકાંત જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય અભેદ એકરૂપ અખંડાનંદરૂપ ચૈતન્ય ભગવાન છે એ જ દ્રષ્ટિનો વિષય છે. સમયસારની ૧૪ મી ગાથામાં પણ સમ્યક્ એકાંતનું કથન આવે છે કે- “જે પોતે એકાંત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.” એકાંત જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અનેકાંત ઉપર દ્રષ્ટિ રહે એટલે કે દ્રવ્ય અને પર્યાય બન્ને ઉપર દ્રષ્ટિ રહે તો સમ્યગ્દર્શન ન થાય.
વસ્તુ અભેદ છે એમ વાત આવે તે અપેક્ષાથી કથન છે. પરથી ભેદ છે માટે પોતાની અપેક્ષાએ અભેદ કહ્યુું છે. ત્યાં સાતમી ગાથામાં તો એમ કહ્યું કે અભેદ જે ત્રિકાળી વસ્તુ છે તેમાં પર્યાય નથી, જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, ભેદ વ્યવહાર પણ નથી. એ તો અભેદની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી પર્યાયાદિ નથી એમ કહ્યું છે. વસ્તુ તો ભેદાભેદસ્વરૂપ છે. વીતરાગ થયા બાદ ભેદાભેદનો જ્ઞાતા થઈ જાય છે. ત્યારે દ્રવ્યને જાણે છે, પર્યાયને પણ જાણે છે. પણ જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે.
રાગી પ્રાણીને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ જ થાય. ભેદનું જ્ઞાન તો કેવળજ્ઞાનીને પણ છે. કેવળી ભગવાન ભેદ-અભેદ બધું જાણે છે. ભેદને જાણવું તે રાગનું કારણ નથી, પણ રાગી પ્રાણીને ભેદનું લક્ષ થતાં રાગ થાય છે.
PDF/HTML Page 1017 of 4199
single page version
અભેદદ્રષ્ટિમાં ભેદ માલૂમ પડતો નથી માટે અભેદની દ્રષ્ટિમાં ભેદ નથી એમ કહ્યું છે. અંદર ગુણ-પર્યાયનો ભેદ છે તો ખરો, પણ અભેદની દ્રષ્ટિમાં ભેદ માલૂમ પડતો નથી. માટે ભેદને ગૌણ કરીને-અભાવ કરીને નહિ -વ્યવહાર કહેલ છે. એકાંત અને અનેકાંતના ભારે ગોટા ઊઠયા છે. અહીં તો અભેદદ્રષ્ટિ કરાવવા એકાંત ભણી લઈ જાય છે. પર્યાય અને ભેદનું લક્ષ છોડાવવા ભેદને ગૌણ કરી અભૂતાર્થ કહેલ છે.
ત્યારે કોઈ કહે કે ભેદદ્રષ્ટિથી અભેદદ્રષ્ટિ થાય અને અભેદની દ્રષ્ટિથી પણ અભેદનું લક્ષ થાય એમ અનેકાંત કરવું જોઈએ. તેને કહે છે કે ભાઈ! એવું અનેકાંતનું સ્વરૂપ નથી. ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સરાગીને ભેદના લક્ષે વિકલ્પ થાય છે. ભેદને જાણવાથી રાગ થાય એમ નહિ. પણ સરાગી પ્રાણી છે તેને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ થાય છે. તેથી નિર્વિકલ્પ દશા કરાવવા માટે ત્રિકાળી અભેદ એકરૂપ ચીજની દ્રષ્ટિ કરો એમ સમ્યક્ એકાંત કહ્યું છે.
અભેદદ્રષ્ટિથી સમ્યગ્દર્શન થાય અને ભેદદ્રષ્ટિથી ન થાય એનું નામ અનેકાંત છે. લોકોએ એકાંત-અનેકાંતને સમજ્યા વિના મોટી ગડબડ કરી દીધી છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે અભેદ ઉપર દ્રષ્ટિ મૂકવી જોઈએ. ભેદ અને પર્યાય હોવા છતાં એકાંત અભેદની દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કથંચિત્ ભેદના લક્ષથી અને કથંચિત્ અભેદના લક્ષથી સમ્યગ્દર્શન થાય એમ છે જ નહિ. એ અનેકાંત નથી, એ તો ફુદડીવાદ છે.
જુઓ, શું કહ્યું? વસ્તુનું સ્વરૂપ તો ભેદાભેદ છે. વીતરાગ થયા પછી અભેદને જાણે, ભેદને પણ જાણે. પણ સરાગી પ્રાણીને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ થાય છે. માટે ભેદને ગૌણ કરીને એક અભેદ ઉપર દ્રષ્ટિ સ્થાપિત કરવી. આવો જ વીતરાગનો માર્ગ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે-અનેકાંત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. ભાઈ! અંદર ત્રિકાળી શુદ્ધ અભેદ ચીજ પડી છે. એના ઉપર દ્રષ્ટિ આપ્યા વિના કોઈ વ્રતાદિના વિકલ્પથી, રાગથી, ભેદથી કે નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટ થાય એમ ત્રણકાળમાં બનતું નથી. વળી શ્રીમદ્ કહે છે -
અનેકાંતદ્રષ્ટિયુક્ત એકાંતની જે સેવા કરે છે એટલે કે પર્યાયાદિ ભેદનું જ્ઞાન કરીને જે અભેદનું સેવન કરે છે તે સમ્યક્પણે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું એમ જાણે છે. એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, હું એકાંત શુદ્ધ આનંદસ્વરૂપ છું. જુઓ, દુઃખ છે, અશુદ્ધતા છે એ વાત કરી નથી. સમ્યગ્દર્શનમાં સમ્યક્ એકાંત હોય છે. અહાહા..! અચિંત્ય સુખ પરમોત્કૃષ્ટ સુખમાત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં નિક્ષેપ શું? વિકલ્પ શું? ભય શું? ખેદ શું? બીજી અવસ્થા શું? હું તો માત્ર નિર્વિકલ્પ નિજસ્વરૂપમય ઉપયોગ કર્તા છું. તન્મય થા તો શાંતિ, શાંતિ, શાંતિ.
PDF/HTML Page 1018 of 4199
single page version
પર્યાયમાં અશુદ્ધતા છે અને ભેદ છે એ બધું અહીં ઉડાડી દીધું છે. દ્રષ્ટિનો વિષય આમ એકાંત હોય છે.
બે કારણથી કાર્ય થાય એમ નથી. પોતાના સ્વરૂપના લક્ષથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કારણ એક જ છે; પરંતુ પ્રમાણજ્ઞાનમાં બીજું નિમિત્ત કોણ છે એનું જ્ઞાન કરાવવા ઉપચારથી એને કારણ કહેવાય છે.
નયચક્રમાં આવે છે કે-શિષ્યે પ્રશ્ન કર્યો કે પ્રભુ! નિશ્ચયમાં તો એકલું દ્રવ્ય આવે છે, જ્યારે પ્રમાણનો વિષય તો દ્રવ્ય અને પર્યાય બન્ને છે. માટે નિશ્ચય કરતાં પ્રમાણ પૂજ્ય છે? તેના જવાબમાં કહ્યું કે -નહિ, પ્રમાણ પૂજ્ય નથી. તેમાં પર્યાયનો નિષેધ ન આવે તે પૂજ્ય નથી. આવો માર્ગ છે.
વળી કહે છે કેઃ-
‘न उभौ परिणमतः खलु’ બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, ‘उभयोः परिणामः न प्रजायेत’ બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને ‘उभयोः परिणतिः न स्यात्’ બે દ્રવ્યોની એક પરિણતિ -ક્રિયા થતી નથી.
શું કહે છે? આત્મામાં જે અશુદ્ધ રાગ-દ્વેષાદિ પરિણામ થાય તે પોતાથી પણ થાય અને કર્મથી પણ અશુદ્ધરૂપ ચેતના થાય એમ નથી. બે દ્રવ્યોની એક પરિણતિ હોતી નથી. કર્મથી વિકાર થાય છે એ માન્યતા ખોટી છે. પોતાનું અશુદ્ધ પરિણમન પોતાથી થાય છે. કર્મ પણ (જીવનું) અશુદ્ધ પરિણમન કરી દે છે એમ નથી. જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપ અથવા અશુદ્ધ ચેતનારૂપ વ્યાપ્યવ્યાપકભાવથી પરિણમે છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના અચેતનલક્ષણ પરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે. વસ્તુ તો આમ છે. પણ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બન્ને મળીને અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે એમ નથી.
શ્રી જયસેનાચાર્યની ટીકામાં એમ આવ્યું છે કે -જેમ માતાપિતા વિના પુત્ર થતો નથી તેમ આત્મા અને કર્મ વિના અશુદ્ધતા થતી નથી. પરંતુ એ તો ત્યાં પ્રમાણનું જ્ઞાન કરાવવા એમ વાત કરી છે. અહીં કહે છે કે જેમ આત્મા અશુદ્ધતારૂપે વ્યાપ્યવ્યાપકભાવથી પરિણમે છે તેમ પુદ્ગલ પણ આત્માને અશુદ્ધતારૂપે પરિણમાવી દે છે એમ કોઈ માને તો તે એમ નથી. જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બન્ને મળીને એક પર્યાયપણે પરિણમે એમ છે નહિ. જડકર્મ કર્મની પર્યાયને કરે અને જીવના અશુદ્ધ પરિણામને પણ કરે એમ છે નહિ.
લોકો મોટા વાંધા ઉઠાવે છે. પણ અહીં કહે છે કે જ્ઞાનાવરણાદિ કર્મ જીવમાં કાંઈ કરતું નથી. વિકાર પોતાની પર્યાયથી પોતાના કારણે થાય છે. પોતાની ષટ્કારકની
PDF/HTML Page 1019 of 4199
single page version
પરિણતિથી તે પર્યાય થાય છે. તો કોઈ કહે છે કે જો કર્મના નિમિત્ત વિના વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય! અરે ભાઈ! વિભાવરૂપે થાય તે પણ જીવનો પોતાનો પર્યાયસ્વભાવ છે. ‘स्वस्य भवनम् स्वभावः’ પોતાની શુદ્ધ-અશુદ્ધ પર્યાયરૂપે પરિણમન થાય તે પોતાનો સ્વભાવ છે. આ ત્રિકાળી સ્વભાવની વાત નથી. આ તો પર્યાયસ્વભાવની વાત છે. પર્યાય વિભાવરૂપ થાય તે પર્યાયનો સ્વભાવ છે.
પ્રશ્નઃ– તો શું કર્મ વિના વિકાર થાય છે?
ઉત્તરઃ– હા, નિશ્ચયથી કર્મ વિના વિકાર પોતાથી થાય છે. કર્મની પર્યાય કર્મથી થાય છે. જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બંને મળીને એક પર્યાયરૂપ પરિણમતાં નથી. જીવની પર્યાયને જીવ કરે અને જડકર્મ પણ કરે એમ છે નહિ. કળશટીકામાં કહ્યું છે કે- “ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા -કર્મ-ક્રિયાપણું ઘટે. તે તો એકરૂપ થતાં નથી તેથી જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટતું નથી.
અશુદ્ધ પરિણામ એકાંત પોતાથી થાય છે, કર્મથી બીલકુલ નહિ-આનું નામ અનેકાંત છે. કર્મ પોતાની ભિન્ન સત્તા છોડી આત્મામાં આવી જાય તો તે અશુદ્ધ પરિણામને કરે; પણ એમ બનતું નથી. તેમ જીવ પોતાની સત્તા છોડી જડકર્મરૂપે થાય તો તે કર્મપરિણામને કરે. પરંતુ પોતાની સત્તા કોઈ દ્રવ્ય ત્રણકાળમાં છોડતું નથી. માટે જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તા- કર્મ-ક્રિયાપણું ઘટતું નથી. પંડિત રાજમલજીએ કેટલું સ્પષ્ટ કર્યું છે. અહો! પહેલાંના પંડિતોએ બહુ સરસ કામ કર્યું છે.
પંડિત બનારસીદાસ તો શ્વેતાંબરમાં જન્મેલા. પણ દિગંબરની વાત સાંભળી ત્યાં થઈ ગયું કે માર્ગ તો આ જ સત્ય છે. અહીં કહે છે-બે દ્રવ્યની એક પરિણતિ થતી નથી; ‘यतः’ કારણ કે ‘अनेकम् सदा अनेकम् एव’ અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ રહે છે, પલટીને એક થઈ જતાં નથી.
કળશટીકામાં કળશ પર ના ભાવાર્થમાં કહ્યું છે કે-“ જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુદ્ગલપિંડ-કર્મનો કર્તા જીવ-વસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમકે એક સત્ત્વમાં કર્તા- કર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે; ભિન્ન સત્ત્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા કયાંથી ઘટશે?
આત્મા કર્મબંધનની પર્યાયને કરે અને જડકર્મ જીવના વિકારી પરિણામને કરે એવું જાણપણું એ મિથ્યાજ્ઞાન છે. એક સત્તામાં પણ કર્તા-કર્મ ના ભેદ જો ઉપચાર છે તો પર સત્તામાં આત્મા કરે અને આત્માની સત્તામાં પર કરે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. કર્મથી વિકાર થાય એ વાત તદ્દન ખોટી છે. અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને અને જૈનો જડકર્મને કર્તા માને -એ બધું સમાન રીતે અજ્ઞાન જ છે. અહીં તો કહે છે કે
PDF/HTML Page 1020 of 4199
single page version
અનેક દ્રવ્યો સદા અનેક જ રહે છે. જીવ અને જડ દ્રવ્યો ભિન્ન ભિન્ન અનેક છે તે અનેક જ રહે છે, પલટીને એક થઈ જતાં નથી.
આ બધા અમે કાર્યકર્તા છીએ એમ કહે છે ને! અરે ભાઈ! પરનું કાર્ય તું કદી કરી શકતો જ નથી એમ અહીં સિદ્ધ કરે છે. * કળશ પ૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન * ‘બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી- એવો નિયમ છે.’
પરવસ્તુ જો પોતાની સત્તામાં આવે તો પોતાનું કાર્ય કરે; અને પોતે પોતાનો અભાવ કરી બીજાની સત્તામાં પ્રવેશે તો પરની ક્રિયા કરે. પણ એમ છે નહિ. બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે. બેને પ્રદેશભેદ છે. પરદ્રવ્યના પ્રદેશ અને સ્વદ્રવ્યના પ્રદેશ ભિન્ન ભિન્ન જ છે. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશમાં છે અને પરમાણુ પોતાના એક પ્રદેશમાં છે. શું કોઈના પ્રદેશમાં કોઈ પેસે છે? ના; પોતાની સત્તામાં પરની સત્તાનો અભાવ છે અને પરની સત્તામાં પોતાની સત્તાનો અભાવ છે. હવે અભાવ છે તે ભાવને કઈ રીતે કરે? ભાઈ આ તો ન્યાયથી સમજવાની વાત છે. આ કારખાનાં ચાલે તે કાર્ય આત્મા કરતો નથી. પોતે (આત્મા) પરમાં જાય તો પરવસ્તુનું કાર્ય કરે, પણ એમ તો છે નહિ. ભાઈ! પરની અવસ્થા પરથી થાય છે. આત્માથી કદી નહિ. દૂધ છે તે અગ્નિથી ઉનું થતું નથી. અગ્નિ પોતાની સત્તા છોડી દૂધમાં પ્રવેશ કરે તો દૂધની ગરમ અવસ્થાને કરે. પણ અગ્નિ પોતાની સત્તામાં રહે છે અને દૂધ દૂધની સત્તામાં રહે છે. માટે દૂધ પોતાથી ઉનું થયું છે, અગ્નિથી નહિ. પ્રશ્નઃ– પાણી અગ્નિથી ઉનું થયું એમ પ્રત્યક્ષ દેખાય છે ને? ઉત્તરઃ– ના; પાણી અગ્નિથી ઉનું થયું નથી. તું શું દેખે છે ભાઈ? તું અગ્નિને દેખે છે કે પાણીની પોતાની અવસ્થાને? અગ્નિ પાણીમાં પેઠી જ નથી. તારી દ્રષ્ટિમાં ફેર છે, ભાઈ! બે વસ્તુ સર્વથા ભિન્ન છે. બન્નેને પ્રદેશભેદ છે. માટે બેનું મળીને એક પરિણામ થતું નથી. (પાણી પાણીની ગરમ અવસ્થાને કરે અને અગ્નિ પણ પાણીની ગરમ અવસ્થાને કરે એમ છે જ નહિ.) તેમ આત્મા અને કર્મ બે એક થઈને એક પરિણામને ઊપજાવતાં નથી. અશુદ્ધ પરિણામને આત્મા પણ કરે અને જ્ઞાનાવરણાદિ કર્મ પણ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. જીવમાં વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહિ. ભાઈ! શું થાય, વસ્તુનું સ્વરૂપ જ આમ છે. કળશ પ૪ માં કળશ ટીકાકારે કહ્યું છે કે- “ અહીં કોઈ મતાન્તર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને