PDF/HTML Page 1501 of 4199
single page version
अथोभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति–
बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं।। १४६।।
बध्नात्येवं जीवं शुभमशुभं वा कृतं कर्म।। १४६।।
હવે, (શુભ-અશુભ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છેઃ-
એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬.
ગાથાર્થઃ– [यथा] જેમ [सौवर्णिकम्] સુવર્ણની [निगलं] બેડી [अपि] પણ [पुरुषम्] પુરુષને [बध्नाति] બાંધે છે અને [कालायसम्] લોખંની [अपि] પણ બાંધે છે, [एवं] તેવી રીતે [शुभम् वा अशुभम्] શુભ તેમ જ અશુભ [कृतं कर्म] કરેલું કર્મ [जीवं] જીવને [बध्नाति] (અવિશેષપણે) બાંધે છે.
ટીકાઃ– જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (-જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.
હવે, (શુભ-અશુભ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છેઃ-
જેમ સુવર્ણ બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે) બાંધે છે.
PDF/HTML Page 1502 of 4199
single page version
અહીં ગાથામાં ‘कदं कम्मं’ શબ્દ છે ને! મતલબ કે કરેલું-કરાયેલું શુભાશુભ કર્મ કર્મબંધનનું કારણ છે, પણ જાણનારપણે રહીને થયેલું કર્મ કર્મબંધનનું કારણ નથી. સંસ્કૃતમાં ‘कृतं कर्म’ એમ પાઠ છે; એટલે કે કર્તા થઈને કરેલું શુભાશુભ કર્મ જીવને બાંધે છે.
અહાહા...! એક જ્ઞાયકપણે અંદર વિરાજમાન ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ ત્રિકાળ એકલો જ્ઞાનાનંદનો સાગર છે. આવા જ્ઞાનાનંદસ્વરૂપની જેને દ્રષ્ટિ નથી તે અજ્ઞાની જીવને શુભ કે અશુભરાગરૂપ કરાયેલું કર્મ બંધનું કારણ થાય છે. પરંતુ જ્ઞાતા થઈને જે જાણનારપણે પરિણમે છે તેને તો તે (શુભાશુભ કર્મ) જ્ઞાનનું જ્ઞેય થાય છે. ભગવાન આચાર્યદેવને અહીં એમ સિદ્ધ કરવું છે કે અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અથવા કરવા લાયક કાર્ય માને છે અને તેથી તેને કરેલું શુભાશુભ કર્મ અવશ્ય બાંધે છે; પણ જે માત્ર જાણે છે તેને તે કર્મબંધનનું કારણ થતું નથી.
૧૨ મી ગાથામાં કહ્યું ને કે જ્ઞાનીને જે વ્યવહાર આવે છે, હોય છે તે જાણેલો પ્રયોજનવાન છે. કેટલાક લોકો જેઓ આચાર્ય ભગવાનના આશયને સમજતા નથી તેઓ કહે છે કે વ્યવહારનો (વ્યવહાર આચરવાનો) ઉપદેશ કરવો, પણ એમ નથી પ્રભુ! વ્યવહાર ત્યાં જે હોય છે તેને જાણવો, બસ. અરે ભાઈ! રાગ જાણેલો પ્રયોજનવાન છે, કરેલો-કરાયેલો નહિ. સમજાણું કાંઈ...! કહ્યું ને અહીં કે ‘बंधदि एवं जीवं सुहमसुहुं वा कदं कम्मं’ કરેલું-કરાયેલું શુભાશુભ કર્મ પુરુષને (-આત્માને) બાંધે છે. શુભાશુભ ભાવ હોય છે ખરા; પણ એ જાણવા યોગ્ય છે આચરવા યોગ્ય (ઉપાદેય) નથી. ભાઈ! થોડા ફેરમાં બધો મોટો ફેર પડી જાય છે. (અર્થાત્ જાણવામાં જ્ઞાતાપણાનો-અકર્તાપણાનો સમ્યક્ભાવ છે અને કરવામાં કર્તાપણાનો મિથ્યાત્વભાવ છે).
‘જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી,.. .’ જુઓ, બેડી લોઢાની હોય કે સોનાની હોય, બન્ને કોઈ પણ તફાવત વિના પુરુષને બાંધે જ છે. સોનાની બેડી ભલે દેખવામાં સારી લાગે, પણ બંધનની દ્રષ્ટિએ તો બન્ને સમાન જ છે, કાંઈ ફેર નથી.
જુઓ, એક વહુ હતી, એણે ગળામાં એક સોનાની સાંકળી પહેરેલી. સાંકળીમાં એક ખૂબ ભારે ચગદુ હતું. ચગદુ લોઢાના એક શેરનું ઉપરથી સોનાથી મઢેલું હતું. વલોણું કરતી વખતે આ ચગદુ આમતેમ છાતીએ અથડાઈને વાગે એટલે સાસુએ વહુને કહ્યું-વહુજી, હમણાં વલોણું કરતી વેળા સાંકળી છોડી દો. પણ વહુને તે
PDF/HTML Page 1503 of 4199
single page version
કાઢવાનું મન ન થાય, કેમકે સાંકળી સોનાની ખરી ને! એટલે ચગદુ છાતીમાં વાગે પણ વહુ સાંકળી છોડે નહિ; ઉલટી ખુશ થાય. તેમ અજ્ઞાની જીવને અનુકૂળ સંયોગો મળતાં સંયોગની ભાવના છોડતો નથી. જ્ઞાની તેને કહે છે કે-ભાઈ! સંયોગની દ્રષ્ટિ દુઃખકારી છે, સંયોગની દ્રષ્ટિ છોડી દે. પણ તેને સંયોગ અને સંયોગની દ્રષ્ટિ છોડવાનું મન થતું નથી કેમકે સંયોગથી સુખ માન્યું છે ને! અરર...! અનુકૂળતામાં પણ પરાધીનતાનું દુઃખ હોવા છતાં સુખ માનીને અજ્ઞાની તેમાં ખુશી થાય છે!
અહીં કહે છે-જેમ સુવર્ણ અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે, ‘તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (-જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.’ ‘‘કાંઈ પણ તફાવત વિના બાંધે છે’’-ભાષા જોઈ? ગાથામાં ‘कदं कम्मं’ (-કરેલું કર્મ) શબ્દનો અર્થ અહીં ટીકામાં ‘‘કાંઈ પણ તફાવત વિના-અવિશેષપણે’’ એમ કર્યો છે. મતલબ કે અશુભ કરાયેલો ભાવ હોય કે શુભ કરાયેલો ભાવ હોય, બન્નેમાં ફરક નથી કેમકે કર્તાબુદ્ધિમાં કોઈ ફેર નથી અને તેથી બન્ને સમાનપણે કર્મબંધનું કારણ થાય છે. જે કર્તા થઈને શુભ કે અશુભ ભાવ કરે છે તેને એ બન્નેય ભાવ કાંઈ પણ તફાવત વિના કર્મબંધનું કારણ થાય છે.
આનાથી જુદું જ્ઞાનીને કર્તાબુદ્ધિ નથી, જ્ઞાતાની દ્રષ્ટિ છે. શુભને જાણતાં ઠીક અને અશુભને જાણતાં અઠીક એમ શુભાશુભભાવમાં જ્ઞાનીને ઠીક-અઠીકપણાની બુદ્ધિ નથી. ખરેખર તો જ્ઞાની એ શુભાશુભ ભાવને કયાં જાણે છે? એ તો શુભ કે અશુભ ભાવના કાળમાં પોતાની સ્વપર-પ્રકાશકજ્ઞાનની જે પર્યાય થાય છે તેને જાણે છે. જે પ્રકારનો રાગ છે તે સમયે તે જ પ્રકારની પરપ્રકાશક જ્ઞાનની પર્યાય થાય છે. ત્યાં એ રાગને લઈને નહિ પણ પોતાની સ્વપરપ્રકાશક પર્યાયના સામર્થ્યને લઈને એનું જ્ઞાન છે. શું એ રાગ છે માટે પરપ્રકાશક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ? (ના, એમ નથી). જેમ અજ્ઞાનીને શુભ-અશુભ રાગ કરવામાં ફેર નથી (અર્થાત્ બન્નેમાં સરખી જ કર્તાબુદ્ધિ છે) તેમ અહીં જ્ઞાનીને જાણવામાં ફેર નથી (અર્થાત્ બન્નેમાં સરખી જ જ્ઞાતાબુદ્ધિ-અકર્તાબુદ્ધિ છે). ખરેખર જ્ઞાની શુભાશુભને જાણતો નથી પણ પોતે તત્સંબંધી જે પોતાનું જ્ઞાન છે તેને જાણે છે. તે સમયે તે (શુભાશુભ) તેની યોગ્યતાથી ત્યાં ઉત્પન્ન થાય છે પણ જ્ઞાની તેને કરતો નથી. આ પ્રમાણે કર્તા (અજ્ઞાની) માં અને જ્ઞાતા (જ્ઞાની) માં બહુ મોટો ફેર છે. બાપુ! આ તો વીતરાગનો માર્ગ બહુ ગંભીર છે.
અહાહા...! કેવળી પરમેશ્વર કોને કહેવાય? કે જેની પર્યાયમાં આખું લોકાલોક-જેમાં અનંતા કેવળીઓ આવ્યા તે પણ જણાય. એ કેવળજ્ઞાન શું ચીજ છે ભાઈ!!
કેવળીએ દીઠું હશે એમ થશે (એમ કે કેવળીએ દીઠા હશે એટલા ભવ થશે), એમાં આપણે શું કરીએ? આ પ્રશ્ન બાબતે વિ. સં. ૧૯૭૨ માં ચર્ચા ચાલેલી ત્યારે
PDF/HTML Page 1504 of 4199
single page version
કીધું’ તું કે-ભાઈ! જુઓ, તમે બોલો છો એ વસ્તુની સ્થિતિ નથી. કેમકે કેવળીએ દીઠું છે એમ થશે એમ તમે કહો છો પણ હું તમને પૂછું છું કે-કેવળી છે એમ એના અસ્તિત્વની તમને પ્રતીતિ-શ્રદ્ધા છે? ભાઈ! સ્વસન્મુખ થયા વિના એનો યથાર્થ સ્વીકાર થઈ શકતો નથી અર્થાત્ એનો યથાર્થ સ્વીકાર કરનારને પોતાના કેવળજ્ઞાનસ્વભાવી આત્માનું દર્શન-સમ્યગ્દર્શન થઈ જાય છે; અને તો પછી એને ભવ કે ભવની શંકા રહેતાં નથી. સમજાણું કાંઈ....? અહા! જગતમાં સર્વજ્ઞ છે, એક સમયની પર્યાયમાં ત્રણકાળની સર્વ સત્તાઓને અડયા વિના જ જાણે એવા કેવળજ્ઞાનનું અસ્તિત્વ છે એનો સ્વીકાર કરનારને ભવ અને ભવનો ભાવ હોઈ શકે નહિ. એ વખતે પ્રવચનસાર વાંચ્યું ન હતું પણ એની ગાથા ૮૦-૮૧-૮૨ નો ભાવ આવ્યો હતો. કીધું કે જેને અરહંતની -કેવળીની પ્રતીતિ થઈ હોય તેના ભગવાને ભવ ન દીઠા હોય.
આગળ ગાથા ૧૬૦ માં આવે છે કે-‘सो सव्वणाणदरसी कम्मरएण णियेणावच्छण्णो’ ‘તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને’ મતલબ કે ભગવાન આત્મા તો સર્વજ્ઞ અને સર્વદર્શી છે તોપણ પોતાના કર્મરૂપી રજથી ખરડાયો થકો-જુઓ, આમાં બીજા કેટલાક લોકો કહે છે કે-દ્રવ્યકર્મના કારણે બંધ-અવસ્થામાં, સર્વ પ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. એને જ્ઞાનીઓ કહે છે-ભાઈ! એમ નથી. જુઓ, ટીકામાં અર્થ છે તે વાંચો. ટીકામાં કહ્યું છે કે-‘‘જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ...’’ જુઓ, ભાષા જુઓ; ‘કર્મરજ-આચ્છાદને’ એટલે પુદ્ગલકર્મથી લેપાયેલું છે એમ નહિ પણ પોતાના અપરાધથી પ્રવર્તતા કર્મમળ એટલે ભાવકર્મથી લેપાયું હોવાથી જ બંધ અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને ‘ण विजाणदि सव्वदो सव्वं’ સર્વથા સર્વ પ્રકારે જાણવા લાયક પોતાને જાણતો નથી તેથી સર્વ જ્ઞેયોને જાણતો નથી. અહા! સ્વભાવથી સર્વથા સર્વ પ્રકારે જાણનાર એવો પ્રભુ (-આત્મા) પોતાના પુરુષાર્થના અપરાધને લઈને પોતાને જાણતો નથી માટે બધાને જાણતો નથી. ‘कम्मरएण’-નો આ અર્થ કર્યો છે ભાઈ!
પ્રશ્નઃ– તો ગોમ્મટસારમાં જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે એમ આવે છે ને?
સમાધાનઃ– ભાઈ! એ તો નિમિત્તની મુખ્યતાથી કરેલું વ્યવહારનયનું કથન છે.
આ બાબતે વર્ણીજી સાથે વિ. સં. ૨૦૧૩ માં મોટી ચર્ચા થઈ હતી. તેનું રેકોર્ડિંગ થયેલું છે અને હજારો પુસ્તકો છપાઈ ગયાં છે.
પ્રશ્નઃ– રતનચંદજી (સહરાનપુર)ઃ-મહારાજ કાનજીસ્વામી એમ કહે છે કે-
PDF/HTML Page 1505 of 4199
single page version
જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી; પોતાની યોગ્યતાથી જ્ઞાનમાં ઘટ-વધ થાય છે, મહારાજ! શું આ ઠીક છે?
ઉત્તરઃ– ક્ષુલ્લક વર્ણીજી મહારાજઃ-શું ઠીક છે? તમે જ સમજો કેવી રીતે ઠીક છે? એ ઠીક નથી; કોઈ અંગધારી કહે તોપણ એ ઠીક નથી, જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનમાં ઘટ-વધ કરતું નથી એ ઠીક નથી, કરે છે-એમ એમના પુસ્તકમાં લખ્યું છે.
આ વાંધા (-મતભેદ) અહીંથી ઊઠયા. વર્ણીજી એમ માનતા કે નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી એ વાત બરાબર નથી.
પરંતુ ભાઈ! પરદ્રવ્ય આત્માને હીણું કરે એ વાત યથાર્થ નથી. જ્ઞાનાવરણીય કર્મ છે ખરું, પણ એ કર્તા થઈને જ્ઞાનને હીણું કરે એ વસ્તુસ્વરૂપ નથી. આમાં કીધું ને કે ‘‘પોતાના પુરુષાર્થના અપરાધથી’’ જ્ઞાનાદિ હીણું થાય છે. કહ્યું છે ને કે ‘અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.’’
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે-‘‘તું તારા અપરાધથી રખડયો. તારો અપરાધ એ કે પરને પોતાનું માનવું અને પોતાને ભૂલી જવું.’’ કર્મની વાત ત્યાં કયાંય લીધી નથી.
પ્રશ્નઃ– કોણ કરે છે એ અપરાધ?
ઉત્તરઃ– પોતે જ કરે છે. એ અપરાધનું ષટ્કારકરૂપ પરિણમન પોતાનું પોતાને કારણે છે. એમાં કર્મની અપેક્ષા છે નહિ.
ત્યાં (ગાથા ૧૬૦ માં) એમ કહ્યું કે-પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ બંધઅવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને નહિ જાણતો એટલે કે સર્વપ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતો...; જુઓ, શું ભાષા છે! સર્વથા સર્વ પ્રકારે પરને નહિ જાણતો એમ લીધું નથી, પરંતુ પોતાને નહિ જાણતો એમ લીધું છે. અહાહા...! પોતે સ્વભાવથી જ સર્વજ્ઞ, સર્વદર્શી છે (લોકાલોકને કારણે નહિ), તે પર્યાયના અપરાધને લઈને પોતે સર્વજ્ઞ-સર્વદર્શી છે એવા પોતાને જાણતો નથી. સમજાણું કાંઈ...? આ તો શબ્દે-શબ્દમાં ખૂબ ગંભીરતા ભરેલી છે.
આપણે અહીં વાત એમ ચાલે છે કે-સોનાની બેડી છે તેમાં પણ બંધનપણાની અપેક્ષાએ કાંઈ તફાવત નથી. ‘कदं कम्मं’ નો અર્થ અહીં બેયમાં કાંઈ પણ ફેર નથી એમ કર્યો છે. માટે શુભ કે અશુભ કરાયેલું કર્મ કાંઈ પણ તફાવત વિના જીવને બાંધે છે, કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં ફરક નથી. શુભ અને અશુભ બન્ને બંધનું કારણ છે, મોક્ષના કારણમાં બેમાંથી એકેય કર્મ આવતું નથી.
PDF/HTML Page 1506 of 4199
single page version
अथोभयं कर्म प्रतिषेधयति–
साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण।। १४७।।
स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण।। १४७।।
હવે બન્ને કર્મોનો નિષેધ કરે છેઃ-
છે કુશીલના સંસર્ગ–રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭.
ગાથાર્થઃ– [तस्मात् तु] માટે [कुशीलाभ्यां] એ બન્ને કુશીલો સાથે [रागं] રાગ [मा कुरुत] ન કરો [वा] અથવા [संसर्गम् च] સંસર્ગ પણ [मा] ન કરો [हि] કારણ કે [कुशीलसंसर्गरागेण] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી [स्वाधीनः विनाशः] સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે).
ટીકાઃ– જેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે.
હવે બન્ને કર્મોનો નિષેધ કરે છેઃ-
‘જેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે...’-જુઓ, હાથીને પકડવા માટે
PDF/HTML Page 1507 of 4199
single page version
ખાડો બનાવીને પછી પાળેલી મનોરમ કે અમનોરમ હાથણીને હાથી તરફ મોકલવામાં આવે છે. હાથણી હાથીને પોતા તરફ આકર્ષીને ખાડા ભણી દોરી લાવે છે અને ત્યારે હાથી ખાડામાં- બંધનમાં પડે છે. એ વાત અહીં કહે છે કે-જેમ કુશીલ હાથણી હાથીને બંધનનું કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ બેય બંધનનું કારણ થાય છે. હવે આ લોકોને આકરું પડે છે.
અહીં સ્પષ્ટ કહે છે ને કે શુભ અને અશુભભાવ બન્નેય કુશીલ છે; એ જીવનો સ્વભાવ કે જીવના સ્વભાવમય શુદ્ધ પરિણતિ નથી. ભાઈ! જીવ તો શુભાશુભભાવરહિત ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુ ત્રિકાળ છે. તેના આનંદના રસના સ્વાદમાં શુભાશુભભાવ છે નહિ. અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અતીન્દ્રિય આનંદરસનો સમુદ્ર છે. એના અનુભવમાં એકલો આનંદનો સ્વાદ હોય છે, એના અનુભવમાં-સેવનમાં કુશીલ એવા શુભાશુભભાવનો સ્વાદ હોતો નથી. ભાઈ! આવા આત્માના આનંદરસના-શાંતરસના અનુભવ- સેવન સિવાય અન્ય કોઈ મોક્ષમાર્ગ છે નહિ.
જુઓ, શુભાશુભભાવ કુશીલ છે, અને નિજ ચૈતન્યસ્વભાવનાં દ્રષ્ટિ-જ્ઞાન-રમણતા સુશીલ છે. અહાહા...! નિજ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માની શ્રદ્ધાન-જ્ઞાન-રમણતારૂપ નિર્મળ શાંત વીતરાગી પરિણતિને છોડીને જે દયા, દાન, વ્રત, ભકિત, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઇત્યાદિ જે શુભભાવરૂપ વિભાવરૂપ પરિણતિ છે તે, કુશીલ છે. આકરી વાત છે, ભાઈ! પણ આ જ સત્ય છે.
ત્યારે કોઈ કહે છે-આ તો સોનગઢનું હોય એમ લાગે છે.
અરે ભાઈ! આ સોનગઢનું છે કે ભગવાનનું (કહેલું) છે? વિદેહમાં સદેહે ભગવાન સીમંધરસ્વામી અરિહંતપદે વિરાજમાન છે. આચાર્ય કુંદકુંદદેવ તેમની પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ જે સાંભળી તે વાત અહીં આચાર્યદેવે કહી છે.
તેઓ અહીં કહે છે-ભાઈ! તેં શુભાશુભભાવ સેવીને શુભાશુભ ગતિ વિભાવની ગતિ અનંતવાર કરી છે, એમાં કાંઈ અપૂર્વ કે નવીન નથી. અહા! શુભભાવ ચાહે તો પંચપરમેષ્ઠીના સ્મરણનો હો કે અનંતગુણ-સંપન્ન નિજ આત્મદ્રવ્યના ગુણસ્તવનનો હો, એ બધોય વિકલ્પ છે, રાગ છે, કુશીલ છે. આવી ગજબ વાત, બાપા! પરમાત્મ-પ્રકાશમાં આવે છે કે ગુણસ્તવન કે વસ્તુસ્તવન બન્ને વિકલ્પ છે; સમજાણું કાંઈ...?
ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ ત્રિકાળી સત્ છે. ‘ओम् तत् सत् परमात्मस्वरूप’-એમ આવે છે ને! એટલે કે ઓમ્ એવું સ્વરૂપ આત્માનું છે. ‘ઓમ્’ બે પ્રકારે છેઃ એક આત્મિક અને એક શાબ્દિક. ‘ઓમ્’ શબ્દ છે તે વાચક છે
PDF/HTML Page 1508 of 4199
single page version
અને ‘ઓમ્’ જે પરમાત્મસ્વરૂપ છે તે એનું વાચ્ય છે. બનારસી વિલાસમાં (જ્ઞાન બાવનીમાં) આવે છે કે-
ઓંકારના બે અર્થ લીધાઃ એક તો શુદ્ધ આત્મસ્વરૂપ ચિદાનંદમય વસ્તુનું સ્વરૂપ તે ભાવ ઓંકાર છે અને બીજો ઓમ્-ઓમ્-ઓમ્ એવો જે અશુદ્ધ વિકલ્પ તે જડસ્વરૂપ છે. અહાહા...! ‘ઉઠયો રાય ચિદાનંદ’ એટલે કે આનંદરસનો જે સ્વાદ આવ્યો તે ભાવ ઓંકારરૂપ છે. અને ભગવાનના ગુણના સ્તવનનો વિકલ્પ કે હું શુદ્ધ ચિદાનંદમય અનંતગુણસ્વરૂપ આત્મા છું, શુદ્ધ છું, અબંધ છું એવો વસ્તુસ્વરૂપનો વિકલ્પ તે શુભરાગ છે. એવો વિકલ્પ દુઃખરૂપ છે, જડસ્વરૂપ છે, કુશીલ છે, બંધનું કારણ છે એમ અહીં કહે છે. આકરું લાગે પણ વસ્તુસ્વરૂપ જ આવું છે, ભાઈ! કર્તાકર્મ અધિકારમાં આવી ગયું કે-હું બદ્ધ છું, રાગી છું ઇત્યાદિ વ્યવહારનયનો પક્ષ તો પહેલેથી જ છોડાવતા આવ્યા છીએ, પણ તે ઉપરાંત હું અબંધ છું, અરાગી છું એવો શુદ્ધ આત્મસ્વરૂપનો વિકલ્પ પણ રાગ હોવાથી દુઃખરૂપ જ છે, છોડવા યોગ્ય જ છે.
પ્રશ્નઃ– ઘણે ઠેકાણે (પંચાસ્તિકાય આદિમાં) ભિન્ન સાધ્ય-સાધન કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, વ્યવહારથી કહ્યું છે. પણ ત્યાં સાધ્ય જે નિશ્ચય તેનું સાધન ભિન્ન જે રાગ તે ખરેખર સાધન છે એમ અર્થ નથી. વાસ્તવિક સાધન તો રાગથી ભિન્ન અંદર આત્માના સ્વાદનો જે અનુભવ થાય તે એક જ છે, અને એ ભૂમિકામાં જે વિકલ્પ-રાગ છે એને વ્યવહારથી સાધનનો આરોપ આપ્યો છે.
અત્યારે કેટલાક પંડિતોએ મોટો વિવાદ ઊભો કર્યો છે કે-આ સોનગઢનું એકાન્ત છે- એકાન્ત છે કેમકે તેઓ મહાવ્રતાદિ, ભગવાનનું સ્મરણ, ભક્તિ ઇત્યાદિ જે શુભ વિકલ્પની જાત છે એનાથી આત્માનો લાભ થાય એમ કહેતા નથી. પરંતુ ભાઈ! ‘ચિદાનંદ ભૂપાલકી રાજધાની’-ચિદાનંદસ્વરૂપ આત્મરાજાની રાજધાની કહેતાં સ્વભાવ તો એક જ્ઞાન અને આનંદ છે. અહાહા...! એનો અનુભવ કરતાં જે આનંદરસનો સ્વાદ આવે તે સુશીલ છે અને તે સિવાય બીજું બધું (શુભરાગ પણ) કુશીલ છે. આવી વાત છે. (માટે એનાથી આત્માને લાભ કેવી રીતે થાય?)
અહીં કહે છે કે જેમ હાથણી બહારમાં મનોરમ હોય કે અમનોરમ, બેય હાથણીરૂપી કૂટણી હાથીને ખાડામાં (બંધનમાં) નાખવા લઈ જવાવાળી હોવાથી કુશીલ છે, ખરાબ છે. તેમ શુભ કે અશુભ બેય પરિણામ કૂટણીની માફક જીવને
PDF/HTML Page 1509 of 4199
single page version
સંસારરૂપી ખાડામાં નાખી બંધન કરાવવાવાળા હોવાથી કુશીલ-ખરાબ છે. એકમાત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ મોક્ષમાર્ગ હોવાથી સુશીલ છે, સારો છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે-
અનુભવ મોક્ષનો માર્ગ છે એમ કહ્યું છે, પણ શુભભાવ મોક્ષમાર્ગ કે મોક્ષમાર્ગનું કારણ છે એમ છે નહિ. જોકે જ્ઞાનીને પણ સાધકદશામાં અશુભથી બચવા ભકિત, સ્તુતિ, પૂજા ઇત્યાદિ શુભભાવ હોય છે, આવે છે પણ એ છે બંધનું કારણ.
પરમાત્મપ્રકાશમાં આવે છે કે ભરત અને સગર આદિ સમકિતી પુરુષો પણ ગુણસ્તવન, વસ્તુસ્તવન કરે છે; વળી તેઓને શુદ્ધ રત્નત્રયધારી મુનિવરોને સુપાત્ર દાન આપવાનો શુભભાવ હોય છે; પણ એની સાથે એમને સ્વભાવનો અનુભવ છે. તેથી રાગની અપેક્ષાથી તેમને સરાગ સમ્યગ્દ્રષ્ટિ કહીએ છીએ. પણ કોઈને આત્માનુભવ હોય નહિ અને એકલો રાગ જ હોય તો તેને એવો વ્યવહાર લાગુ પડતો નથી.
અહીં તો કહ્યું ને કે-‘કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. જુઓ, આ દયા, દાન, વ્રત, ભકિત, પૂજા ઇત્યાદિ ભાવ કુશીલ છે, બંધનાં કારણ છે અને તેથી નિષિદ્ધ છે. ભગવાન સાક્ષાત્ ત્રણલોકના નાથ સમોસરણમાં વિરાજમાન હોય તેની બહુ પ્રકારે ભક્તિ કરે પણ એ શુભરાગ કુશીલ છે, બંધનું કારણ છે; માટે નિષિદ્ધ છે.
પ્રશ્નઃ– જો એમ છે તો તમે તે કરો છો શા માટે? આ ૨પ-૨૬ લાખનું પરમાગમ મંદિર, આ પોણાચાર લાખ અક્ષરો, બારીએ બારીએ ચિત્રામણ ઇત્યાદિ તમે લોકોને ખેંચવા સારુ કરો છો! વળી તમે નિમિત્તનો નિષેધ કરો છો અને પાછા નિમિત્ત દ્વારા લોકોને ધર્મ સમજાવો છો! તમારી કથની અને કરણીમાં આવો ફેર!!
સમાધાનઃ– ભાઈ! મંદિરની રચના ઇત્યાદિ તો એના કારણે અને એના ઉત્પત્તિકાળે પુદ્ગલોથી થઈ છે. એને અન્ય કોણ બનાવે? તથા ધર્મીને, જોકે કુશીલ છે તોપણ એવો શુભરાગ આવે છે, આવ્યા વિના રહેતો નથી; તથાપિ એ શુભરાગના કારણે મંદિરની રચના થઈ છે એમ નથી અને એ શુભરાગ ધર્મ છે કે ધર્મનું કારણ છે એમ પણ નથી. ધર્મી જીવ એવા શુભરાગને હેય જાણે છે. અસ્થાનના તીવ્ર રાગથી બચવા ધર્મીને આવા શુભભાવ આવે છે પણ તેના કર્તાપણાનો-સ્વામીપણાનો એને અભિપ્રાય નથી, એ તો માત્ર એના જ્ઞાતાપણે જ રહે છે. (કથની તો અભિપ્રાય અનુસાર છે અને કરણી વર્તમાન પુરુષાર્થની તારતમ્યતા અનુસાર છે અન.ે તેથી ધર્મીની કથની અને કરણીમાં ફેર જણાય છે). સમજાણું કાંઈ...?
PDF/HTML Page 1510 of 4199
single page version
વ્યવહાર ચારિત્ર-પાંચ મહાવ્રત, ૨૮ મૂળગુણ વગેરે જે મુનિનો વ્યવહાર ધર્મ છે એ બધાને અનાત્મા કહ્યો છે, આત્મા નહિ. પ્રવચનસાર, ગાથા ૧૭૨ માં અલિંગગ્રહણના વીસ બોલ છે. એમાં ૧૭ મો બોલ છે કે-‘આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે.’ યતિનો બાહ્ય આચાર-મહાવ્રત, ગુપ્તિ, સમિતિ ઇત્યાદિ અંતરસ્વરૂપમાં છે નહિ. પછી ૧૮ મો બોલ છે કે- ગુણભેદનો આત્માને સ્પર્શ નથી. ૧૯ મો બોલ છે કે-આત્મા અર્થાવબોધ એવો જે પર્યાય વિશેષ (પર્યાયનો ભેદ) તેનાથી સ્પર્શાતો નથી. પછી ૨૦ મો બોલ છે કે-પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે અર્થાવબોધ સામાન્ય તે પર્યાયને સ્પર્શતો નથી.
અહાહા...! આત્મા પોતે સામાન્ય છે તે વિશેષને સ્પર્શતું નથી. આ વિશેષ તે કોણ? કે શુભાશુભ ભાવરહિત નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ શાંતિ-ચારિત્ર જેને શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે તેને દ્રવ્યસામાન્ય સ્પર્શતું નથી. હવે આવી વાત છે ત્યાં આ શુભરાગરૂપ વ્યવહાર ચારિત્ર તો કયાંય દૂર રહી ગયું. સમયસાર કળશટીકા, કળશ ૧૦૮ માં એનો સરસ ખુલાસો છે. ત્યાં કહ્યું છે કે-‘‘કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે- વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દ્રુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષયકષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.’’
બહુ આકરી વાત ભાઈ! કેટલાકને એમ છે કે નિશ્ચય સમકિતની ખબર પડે નહિ, માટે તમે એના પર શું કામ જોર (વજન) આપો છો? (એમ કે એક જ મોક્ષમાર્ગ છે એમ શા માટે કહો છો?)
ભાઈ! નિશ્ચય સમકિતની ખબર પડે નહિ એમ તું કહે છે એથી જ અમે જાણીએ છીએ કે તને સમકિત નથી અર્થાત્ મિથ્યાત્વ જ છે. તારે વ્યવહારથી (શુભરાગથી) જ કામ ચલાવવું છે એટલે વ્યવહાર મોક્ષમાર્ગ એ (બીજો) સાચો મોક્ષમાર્ગ છે એમ તું દલીલ કરે છે. ભાઈ! એથી લોકો રાજી થશે પણ તારો આત્મા રાજી નહિ થાય પ્રભુ! એનું ફળ ખૂબ આકરું આવશે ભાઈ! કહ્યું ને કે ‘વ્યવહારચારિત્ર હોતું થકું દ્રુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે.’ ઝીણી વાત છે પ્રભુ! તું પરની-રાગની રુચિમાં ફસાઈને ભરમાઈ ગયો છે.
અનુભવપ્રકાશ પાન ૩૭ માં આવે છે કે-‘‘અવિદ્યા જડ નાની શક્તિથી તારી મહાન શક્તિ ન હણાઈ જાય. પરંતુ તારી શુદ્ધ શકિત પણ મોટી, તારી અશુદ્ધ શકિત પણ મોટી, તારી ચિંતવણી તારે ગળે પડી અને તેથી પરને દેખી આત્મા ભૂલ્યો, એ અવિદ્યા તારી જ ફેલાવેલી છે.’’ અહાહા...! ચિદાનંદઘનસ્વરૂપ
PDF/HTML Page 1511 of 4199
single page version
એવા તારા આત્માનો સ્વભાવ-શક્તિ તો અમાપ અપરંપાર છે અને અવિદ્યાની શક્તિ તો અલ્પ છે. જો તું અવિદ્યારૂપ કર્મમાં પોતાને ન જોડે તો એ જડનું તો કાંઈ જોર નથી. પરંતુ અજ્ઞાનને વશ થતાં તારી ચિંતવણી તારે ગળે પડી છે. પરને દેખીને એ મારી ચીજ છે એમ માની પોતાને (આત્માને) તું ભૂલ્યો છે. એટલે તો અમે કહીએ છીએ કે જેમ તારી શુદ્ધતા મોટી (બડી) તેમ તારી અશુદ્ધતા મોટી (બડી) છે. ભાઈ! તું એ અશુદ્ધતાના-શુભરાગના પ્રેમમાં, હાથી હાથણીમાં ફસાઈ જાય તેમ ફસાઈ ગયો છે. ભારે આકરું (-વિષમ) કામ ભાઈ! (કારણ કે એનું ફળ બહુ આકરું છે).
કુશીલ એવાં શુભાશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનું કારણ છે એમ કહ્યું એમાં કર્મ એટલે બંધાયેલું જડકર્મ એમ કેટલાક અર્થ કરે છે, પણ ખરેખર તો જીવની પર્યાયમાં શુભાશુભ પરિણામ જે થાય છે એને અહીં કર્મ કહ્યું છે. આ વાત આચાર્યદેવે ગાથા ૧પ૩ની ટીકામાં એકદમ સ્પષ્ટ કરી છે. ત્યાં ટીકામાં કહ્યું છે-‘‘જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે.’’ જુઓ, અહીં શુભકર્મો એટલે જડ કર્મના પરમાણુ જે બંધાય તે નહિ પણ શુભ પરિણામ, વ્રતાદિના શુભભાવ એમ અર્થ છે. શુભભાવને અહીં કર્મ કહ્યું છે.
આ વ્રત, નિયમ, શીલ, તપ કહ્યાં એમાં જે તપ કહ્યું એમાં તો બારે પ્રકારનાં તપ આવી ગયાં; એમાં ધ્યાનેય આવી ગયું. ત્યાં જે વિકલ્પરૂપ ધ્યાન કરે એ વિકલ્પ શુભકર્મ- શુભકાર્ય-શુભપરિણામ છે. એ ધ્યાનના વિકલ્પ કુશીલ છે એમ અહીં કહે છે. હમણાં ધ્યાન કરાવો, ધ્યાન કરાવો એમ ધ્યાનનું ખૂબ ચાલ્યું છે. એમ કે આ સોનગઢવાળા અધ્યાત્મ- અધ્યાત્મ કરે છે તો આપણે ધ્યાનનું ચલાવો. હમણાં હમણાં તો છાપામાં ધ્યાન કરવા બેઠા હોય એના ફોટા પણ આવે છે. પણ ધ્યાન કોને કહેવાય, બાપુ! અંદર શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈ ઠરવું તે ધ્યાન છે. પણ જેને હજુ આત્માની પ્રતીતિ થઈ નથી તે ઠરશે શામાં? પોતાની ચીજ જે ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદસ્વરૂપ છે તે હજી દ્રષ્ટિમાં-વેદનમાં-અનુભવમાં આવી નથી તો એ ચીજમાં મગ્ન થઈ ઠરવારૂપ ધ્યાન કયાંથી આવે? બાપુ! આ ધ્યાનના જે બાહ્ય વિકલ્પ છે એ તો રાગ છે અને તે કુશીલ છે, બંધનું કારણ છે; સમગ્ર શુભકર્મ બંધનું કારણ છે. આવી વાત છે.
અહા! પોતે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાનસ્વરૂપે છે. પરંતુ રાગની રુચિમાં ફસાઈ પોતાના નિજ સ્વરૂપને ભૂલીને તે અનાદિથી રાગની રમતોમાં પડયો છે. સત્ નામ શાશ્વત ચૈતન્ય અને આનંદ પોતાનો સ્વભાવ છે. આવા પોતાના સ્વભાવને
PDF/HTML Page 1512 of 4199
single page version
ભૂલીને દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ જે શુભરાગ એમાં જ ધર્મ માની બેઠો છે. તેને અહીં કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય ફરમાવે છે કે-ભાઈ! તારું તો પરમેશ્વર-પદ છે. એ પરમેશ્વરપદમાં શુભભાવ કયાં છે? શુભરાગ આવે ખરો પણ તે તારી ચૈતન્યમય વસ્તુમાં નથી, અને ચૈતન્યની પરિણતિમાં પણ નથી. જુઓ, ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ દિવ્યધ્વનિ દ્વારા જે કહેતા હતા તે આ વાત છે. અત્યારે કેટલાક લોકો શુભરાગને સાધન માની તે (-શુભરાગ) કરતાં કરતાં નિશ્ચય સ્વરૂપ પ્રગટશે એમ કહે છે પણ તે યથાર્થ નથી. શુભરાગની રુચિનું ફળ તો ચાર ગતિમાં ચોરાસીના અવતારમાં રખડવાનું છે.
અહીં કહે છે કે-શુભ અને અશુભ કર્મ (-કર્મ એટલે રાગરૂપ કાર્ય) સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી તેમનો રાગ અને સંસર્ગ નિષિદ્ધ છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભકિતનો રાગ, પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, વ્રત, તપ, બ્રહ્મચર્ય ઇત્યાદિનો રાગ અને ગુણ-ગુણીનો ભેદરૂપ રાગ ઇત્યાદિ સર્વ શુભકર્મ છે અને તેની રુચિ અને સંસર્ગ નિષિદ્ધ છે એમ કહે છે. ગજબ વાત છે ભાઈ! ચિદ્બ્રહ્મસ્વરૂપ પોતે પરમાત્મા છે તેની અંદર રમત રમ્યા વિના (બીજી રીતે, શુભરાગથી) મોક્ષમાર્ગ નહિ થાય અને તો મોક્ષ પણ નહિ થાય એમ કહે છે.
કોઈને બહુ સમજાવતાં આવડતું હોય માટે એનું જ્ઞાન સમ્યક્ છે એમ નથી, તથા સમજાવતાં ન આવડે તેથી સમ્યગ્જ્ઞાન નથી એમ પણ નથી. અહીં કહે છે કે-આ સમજાવવાનો જે વિકલ્પ છે તેનો રાગ-પ્રેમ-રુચિ અને સંસર્ગ કહેતાં વારંવારનો પરિચય બંધનાં કારણ હોવાથી નિષિદ્ધ કરવામાં આવ્યાં છે. આનો અર્થ જયસેનાચાર્યની ટીકામાં બીજી રીતે કર્યો છે. તે આ પ્રમાણે-
જયસેન આચાર્યે ટીકામાં રાગ અને સંસર્ગ એટલે મનથી, વાણીથી અને કાયાથી પણ શુભાશુભભાવનો રાગ અને સંસર્ગ કરીશ નહિ એમ અર્થ કર્યો છેઃ तस्मात् कारणात् कुशीलैः कुत्सितैः शुभाशुभकर्मभिः सह चित्तगतरागं मा कुरु–તે કારણથી કુશીલ એવા શુભાશુભકર્મ- પરિણામ સાથે ઊંડે ઊંડે મનમાં પણ રાગ કરીશ નહિ. बहिरंग वचनकायगतसंसर्गं च मा कुरु– અને બહિરંગ વચન અને કાયાથી પણ સંસર્ગ ન કરીશ. મતલબ કે વચનથી વ્યવહારે બોલીશ નહિ કે શુભાશુભભાવ કરવા જેવા છે; વારંવાર એની પ્રરૂપણા કરીશ નહિ; અને કાયાથી પણ એનો પરિચય કરીશ નહિ. શુભરાગ કરવા જેવો છે એમ માનનાર અને મનાવનારનો પરિચય કે સંગતિ કરીશ નહિ. અહાહા...! આવી વાત; સમજાણું કાંઈ...?
અહાહા...! પરમેશ્વર પદ પોતે શક્તિએ અંદર ગુપ્ત પડયું છે. એને તું વ્યવહારના રાગથી પ્રગટ કરવા માગે છે પણ એ રીતે પ્રગટ નહિ થાય. ભાઈ! શક્તિ અપેક્ષાએ
PDF/HTML Page 1513 of 4199
single page version
પરમાત્મપદ અંદર ગુપ્ત છે; ખરેખર તે ઢંકાયું છે એમ નથી, પણ શક્તિપણે ગુપ્ત છે. પર્યાયમાં રાગનો સંબંધ છે; રાગનો પ્રેમ છે એ ભાવઆવરણ છે અને દ્રવ્યઆવરણ (જડ કર્મ) તો એનું નિમિત્ત છે. આચાર્ય કહે છે-માટે ચિત્તમાં-મનમાં ઊંડે ઊંડે પણ રાગ પ્રત્યે પ્રેમ કરીશ નહિ. આગળ ગાથા ૧૪૮ માં આવશે-‘कुच्छियसीलं जणं वियाणित्ता’-આ કુશીલિયો છે, વ્યભિચારી છે એમ જાણીને સત્પુરુષો એનો સંગ-સંસર્ગ કરતા નથી તેમ સત્પુરુષ (સત્+પુરુષ) અર્થાત્ સત્સ્વરૂપ નિજ શુદ્ધ આત્માના આશ્રયે જેને સત્ જીવન જીવવું છે તેણે કુશીલ એવા રાગનો સંસર્ગ ન કરવો જોઈએ. માટે કહે છે-ભાઈ! चित्तगतं रागं मा कुरु–મનમાં ઊંડે ઊંડે પણ રાગની પ્રીતિ મા કર. ભાઈ! આ તારા હિતની વાત છે પ્રભુ!
અજ્ઞાની જીવ અનાદિથી કષાયનું-રાગનું સેવન કરી-કરીને ખુશી થઈ રહ્યો છે. તે શુભભાવરૂપ વ્રત, તપ ઇત્યાદિ કરે છે અને તેની ઉજવણી કરીને રાજી થાય છે. વળી સગાંસંબંધીઓ ભેગાં થાય તે પણ રાજીપો દર્શાવે છે અને અનુમોદન આપે છે. તેને અહીં સદ્ગુરુ કહે છે કે-ભાઈ! એ શુભરાગરૂપ જે કષાય છે તે અગ્નિ છે, આગ છે. તે તારા જીવને (પર્યાયમાં) બળતરા કરનારી છે, દુઃખદાયક છે. એમાં ખુશી થવા જેવું નથી ભાઈ! માટે શુભરાગનો સ્નેહ તું છોડી દે. ભગવાન! આ તારા હિતની વાત છે હોં. પ્રભુ! તને તારી પ્રભુતાની ખબર નથી! અંદર તું પરમેશ્વર સ્વરૂપે બિરાજે છે ને નાથ! આ રાગની પામરતા એ તારું પદ નથી. એ રાગની રુચિની આડમાં તને તારું નિજપદ-પરમેશ્વરપદ જણાતું નથી માટે તું રાગનાં રુચિ અને સંસર્ગ છોડી દે.
જુઓ, ‘આ રાગનો સંસર્ગ ન કરવો’ એનું સ્પષ્ટીકરણ ચાલે છે. ગાથામાં પદ પડયું છે ને કે-‘साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण’–કુશીલના સંસર્ગ અને રાગથી સ્વાધીનતાનો નિયમથી નાશ થાય છે. એનો અહીં આ અર્થ કર્યો કે ‘શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. ‘સ્વાધીનતાના નાશ’ નો અહીં અર્થ કર્યો કે એ બંધનાં કારણ છે. અહાહા...! સ્વાધીનતા શુદ્ધ અબંધસ્વરૂપ છે; એની પર્યાયમાં આ રાગ જે બંધનું કારણ છે તે પરાધીનતા છે. ભગવાન! તારું સ્વાધીન અબંધ પરમેશ્વરપદ છે એમાં આ શુભરાગનો પ્રેમ તારી સ્વાધીનતાનો નાશ કરે છે, તને બંધનમાં નાખી પરાધીન કરે છે. અહાહા...! જુઓ આ સંતોની વાણી!!-
‘‘જાગીને જોઉં તો જગત દીસે નહિ, અજ્ઞાનમાં અટપટા ખેલ દિખે.’’ સ્વરૂપમાં સાવધાન થઈને જુએ એને રાગ ને વિકલ્પને આખુંય જગત કયાં જણાય છે? કેમકે જગદીશમાં જગત અને જગતમાં જગદીશ પરમાર્થે છે જ નહિ ને. આ રાગ મારો
PDF/HTML Page 1514 of 4199
single page version
અને વિકલ્પ મારો ઇત્યાદિ તો અજ્ઞાનમાં ભાસે છે. સમજાણું કાંઈ...? હવે આવી વાત પેલા ભક્તિના રાગની હોંશવાળાને આકરી લાગે, પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે.
વ્યાખ્યાન સાંભળીને એક ભાઈએ રાત્રિચર્ચામાં પ્રશ્ન કર્યો કે-નિશ્ચયની પ્રાપ્તિ કરવી એ વાત તો સાચી, પણ એનું સાધન શું?
એમને મન એમ કે આ ભક્તિ કરીએ, સ્તુતિ ગાઈએ, વ્રત, પૂજા કરીએ એ બધું સાધન છે. પણ ભાઈ! એ બધાં સાધન છે જ નહિ. એ તો રાગ છે, કુશીલ છે અને એનું સાધન કરતાં બંધન થાય છે, સ્વાધીનતાનો નાશ થાય છે. કહ્યું ને અહીં કે-
ભાઈ! અંતરંગ સાધન નિજ શુદ્ધાત્મા છે અને તેના આશ્રયે પ્રગટ થતાં જે શુદ્ધરત્નત્રય તે બહિરંગ સાધન છે. આ સિવાય અન્ય કોઈ (-શુભરાગ) સાધન છે નહિ.
ગાથા ૧પ માં ના કહ્યું કે-‘जो पस्सदि अप्पाणं अबद्ध पुट्ठं......पस्सदि जिणसासणं सव्वं’–અબંધસ્વરૂપ ભગવાન આત્મા છે એને જે દેખે છે એવું સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તે જૈનશાસન છે; રાગ કાંઈ જૈનશાસન નથી. ભાઈ! વીતરાગનો આવો માર્ગ છે એને તું રુચિમાં તો લે. ભગવાન આત્માના અનુભવના રસના સ્વાદ વિના એ (મોક્ષના) માર્ગની શરૂઆત જ થતી નથી. આ રાગનો જે રસ છે, સ્વાદ છે એ તો આકુળતા છે, પરાધીનતા છે.
વિ. સં. ૨૦૧૦ માં પ્રશ્ન થયો હતો કે-
મહારાજ! આ દેવ-ગુરુ-શાસ્ત્ર તો શુદ્ધ છે. એ શુદ્ધને પરદ્રવ્ય કેમ કહેવાય?
ત્યારે કીધું હતું કે-ભાઈ! શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ આ (-પોતે) ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે અને એ સિવાય બીજું બધું પરદ્રવ્ય છે, કેમકે સ્વદ્રવ્યમાં એ સર્વનો અભાવ છે. સાક્ષાત્ જિનદેવ હોય કે જિનપ્રતિમા હોય કે જિન-વાણી હોય, એ સર્વનો સ્વદ્રવ્યમાં અભાવ છે માટે તે પરદ્રવ્ય છે. અને એ પરદ્રવ્યના આશ્રયે જે પરિણામ થાય તે રાગ છે. એ રાગ કુશીલ છે, બંધનું કારણ છે એમ અહીં કહે છે. પદ્મનંદી-પંચવિંશતિમાં કહ્યું છે કે-સ્વરૂપને છોડીને આ બુદ્ધિ જે શાસ્ત્રમાં જોડાય છે તે વ્યભિચારિણી છે. એટલે કે શુભરાગ છે તે વ્યભિચાર છે. જેમ પરસ્ત્રીનો સંસર્ગ વ્યભિચાર છે તેમ પરભાવનો સંસર્ગ એ વ્યભિચાર છે. જેમ સ્ત્રીના સંભોગમાં મૈથુન છે એમ રાગનો સંભોગ એ મૈથુન છે. ગજબ વાત છે ભાઈ! જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી સાધકદશામાં વચ્ચે એવા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના ભાવ આવે ખરા, પણ એ ધર્મનું કે મોક્ષનું કારણ છે એમ છે નહિ; સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– પરંપરાએ પણ નહિ?
PDF/HTML Page 1515 of 4199
single page version
ઉત્તરઃ– પરંપરાએ છે એનો અર્થ શું? સમકિતી ધર્માત્માને વર્તમાનમાં સાક્ષાત્ મોક્ષમાર્ગ છે અને સાથે યથાસંભવ રાગ પણ છે. હવે પછી તે સ્વભાવનો ઉગ્ર આશ્રય કરીને એ રાગને ટાળશે અને મોક્ષને પામશે માટે એ શુભરાગને ઉપચારથી પરંપરા કારણ કહ્યું છે. ખરેખર રાગ એ વીતરાગતાનું કારણ હોઈ શકે નહિ. (અજ્ઞાનીના રાગમાં આવો ઉપચાર પણ સંભવિત નથી).
કુંદકુંદાચાર્યનું બાર ભાવનાનું પુસ્તક છે. એમાં રાગને પરંપરા અનર્થનું કારણ કહ્યું છે. સમયસાર ગાથા ૭૪ માં શુભરાગને વર્તમાનમાં દુઃખનું કારણ અને ભવિષ્યમાંય દુઃખનું કારણ કહ્યું છે. એનો અર્થ શું? કે શુભભાવથી જે પુણ્ય બંધાશે એના કારણે ભવિષ્યમાં જિનદેવ, જિનગુરુ, જિનવાણી આદિ સંયોગો મળશે અને એનું લક્ષ થતાં એને રાગ જ થશે, દુઃખ જ થશે. ભાઈ! રાગ ગમે તે હો, પણ તે પરાધીનતા કરીને આત્માની શાંતિ અને સ્વાધીનતાનો નાશ જ કરે છે.
પ્રશ્નઃ– જો એમ છે તો હવે અમારે કરવું શું?
સમાધાનઃ– ભાઈ! આ કરવું કે પોતે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ વસ્તુ છે તેને રાગથી ભિન્ન પાડીને પોતાના શુદ્ધ સ્વરૂપનું સેવન કરવું. કામ તો કઠણ છે (કેમકે અનંતકાળમાં કર્યું નથી) પણ અલભ્ય નથી. ભગવાન! તું આત્મા (-પોતે) છે કે નહિ? (છે ને). તો એની સામે જો. એ (-પોતે) જ્યાં છે ત્યાં જો; જ્યાં એ નથી ત્યાં જોવાનું છોડી દે. આ જ માર્ગ છે.
ચોથી ગાથામાં આવે છે ને કે-
‘सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा’ કામ નામ ઇચ્છા અને ભોગ નામ ભોગવવું; રાગનું કરવું અને રાગનું ભોગવવું-એવી વાત તો તેં અનંતવાર સાંભળી છે, એનો અનંતવાર પરિચય કર્યો છે અને અનંતવાર અનુભવ પણ કર્યો છે. પ્રભુ! તું રાગથી ખૂબ ટેવાઈ ગયો છું, શુભરાગથી હોં; પછી અશુભની તો વાત જ શી કરવી? તું નિગોદમાં હતો ત્યાં પણ તને શુભાશુભ રાગનો જ અનુભવ હતો ને?
જુઓ, બટાટાની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે. એક એક શરીરમાં અનંત નિગોદના જીવ ઠસોઠસ ભરેલા છે. તે દરેક જીવ શક્તિ-સામર્થ્યપણે પરમાત્મસ્વરૂપે છે. આવા શક્તિપણે પરમાત્મસ્વરૂપ એવા અનંતા જીવો પર્યાયબુદ્ધિ વડે રાગની એકતાના અનુભવમાં જ પડેલા છે. એ બધા નિગોદના જીવ રાગને વશ થઈને ત્યાં રહ્યા છે, કર્મને કારણે નહિ. રાગના પ્રેમને આધીન થઈને પરાધીનપણે તેઓ નિગોદને છોડતા નથી. ગોમ્મટસારમાં (ગાથા ૧૯૭ માં) આવે છે કે-
‘‘भावकलंकसुपउरा णिगोदवासं ण मुञ्चन्ति’’ પ્રચુર ભાવકલંક કહેતાં મિથ્યાદર્શન
PDF/HTML Page 1516 of 4199
single page version
અને મિથ્યાજ્ઞાનને કારણે તેઓ નિગોદવાસને છોડતા નથી. અરે! એવા કેટલાય અનંતા જીવો એવા પડયા છે કે જે કદીય નિગોદવાસ નહિ છોડે! રાગને વશ થઈને કરવામાં આવતું જે મિથ્યાત્વનું સેવન તેને લઈને તેઓ નિગોદવાસને નહિ છોડે. આવી વાત છે.
અહીં કહે છે-શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગ સ્વાધીનતાનો નાશ કરતા હોવાથી અર્થાત્ બંધનાં કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવોએ અને સંતોએ શુભાશુભભાવનો નિષેધ કર્યો છે. અહાહા...! એક ગાથામાં કેટલું ભર્યું છે!! ભાઈ! ગાથાનો ભાવ (-મર્મ) બહુ ગંભીર છે.
PDF/HTML Page 1517 of 4199
single page version
अथोभयं कर्म प्रतिषेध्यं स्वयं द्रष्टान्तेन समर्थयते–
वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च।। १४८।।
वज्जंति परिहरंति य तस्संसग्गं सहावरदा।। १४९।।
वर्जयति तेन समकं संसर्गं रागकरणं च।। १४८।।
एवमेव कर्मप्रकृतिशीलस्वभावं च कुत्सितं ज्ञात्वा।
वर्जयन्ति परिहरन्ति च तत्संसर्गं स्वभावरताः।। १४९।।
હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દ્રષ્ટાંતથી સમર્થન કરે છેઃ-
સંસર્ગ તેની સાથ તેમ જ રાગ કરવો પરિતજે; ૧૪૮.
નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પરિહરે. ૧૪૯.
ગાથાર્થઃ– [यथा नाम] જેમ [कोऽपि पुरुषः] કોઈ પુરુષ [कुत्सितशीलं] કુત્સિત શીલવાળા અર્થાત્ ખરાબ સ્વભાવવાળા [जनं] પુરુષને [विज्ञाय] જાણીને [तेन समकं] તેની સાથે [संसर्गं च रागकरणं] સંસર્ગ અને રાગ કરવો [वर्जयति] છોડી દે છે, [एवम् एव च] તેવી જ રીતે [स्वभावरताः] સ્વભાવમાં રત પુરુષો [कर्मप्रकृतिशीलस्वभावं] કર્મપ્રકૃતિના શીલ-સ્વભાવને [कुत्सितं] કુત્સિત અર્થાત્ ખરાબ [ज्ञात्वा] જાણીને [तत्संसर्गं] તેની સાથે સંસર્ગ [वर्जयन्ति] છોડી દે છે [परिहरन्ति च] અને રાગ છોડી દે છે.
ટીકાઃ– જેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને
PDF/HTML Page 1518 of 4199
single page version
તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી, તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ)-બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.
ભાવાર્થઃ– હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કમાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી.
હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દ્રષ્ટાંતથી સમર્થન કરે છેઃ-
‘જેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી,.. .. જુઓ, આ દ્રષ્ટાંત છે.
‘તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ)-બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.’
‘આત્મા અરાગી જ્ઞાની થયો થકો’-એમ ભાષા લીધી છે. મતલબ કે રાગરહિત વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમય નિજ આત્મસ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે અરાગી જ્ઞાની છે. ધર્મી જીવ અરાગી હોય છે. જેને રાગની રુચિ હોય તે ધર્મી ન હોય. જેને દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિના રાગની કે ગુણ-ગુણી ભેદના વિકલ્પની રુચિ છે એ તો અજ્ઞાની છે.
પ્રશ્નઃ– અરાગી તો ૧૧ મે, ૧૨ મે ગુણસ્થાને થાય છે?
ઉત્તરઃ– હા, પણ એ વાત અહીં નથી. અહીં તો સમ્યગ્દર્શન થતાં જ સર્વ રાગની રુચિ છૂટી જાય છે એને અરાગી જ્ઞાની કહ્યો છે.
PDF/HTML Page 1519 of 4199
single page version
ભાઈ! જે રાગથી ધર્મ થવાનું માને કે મનાવે એ તો પ્રત્યક્ષ મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. લ્યો, આવી ઝીણી વાત છે.
ત્યારે કોઈ એમ કહે છે કે આપણે-અસંયમીઓએ સંયમીઓની ટીકા ન કરવી કેમકે દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી એના જવાબદાર તો એ પોતે છે; એમાં આપણે શું?
ભાઈ! અહીં કોઈની ટીકાનો સવાલ જ નથી. અહીં તો તત્ત્વના સ્વરૂપની વાત છે; કે જે કોઈ દયા, દાન, વ્રત, તપથી (-રાગથી) ધર્મ થાય એવી (આગમવિરુદ્ધ) પ્રરૂપણા કરે એ પ્રગટ મિથ્યાદ્રષ્ટિ છે. આ તો વીતરાગમાર્ગ છે. એમાં રાગથી ધર્મ થાય એવી પ્રરૂપણા આગમની યથાર્થ દ્રષ્ટિથી તદ્ન વિરુદ્ધ છે. આવું તત્ત્વસ્વરૂપ જેમ છે તેમ પોતાના હિત માટે જાણવું જોઈએ. આમાં પરનિંદાનો સવાલ જ કયાં છે?
શું થાય, ભાઈ! એક વખત જાહેરમાં કહ્યું હતું કે માર્ગ તો આ છે બાપુ! સત્ય વાતની પ્રસિદ્ધિ કરતાં કોઈને દુઃખ લાગે તો ક્ષમા કરજો, ભાઈ! રાગ જે પર તરફના વલણવાળી દશા છે એને ધર્મ માને અને મનાવે એ તો રાગી મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે અને જેને સમસ્ત રાગની રુચિ છૂટી ગઈ છે એવો આત્મદ્રષ્ટિવંત પુરુષ અરાગી જ્ઞાની છે. સમકિતી ધર્મી જીવ અરાગી છે. અહા! સમકિતીને અસ્થિરતાનો રાગ, આસક્તિ છે; પણ એને રાગની રુચિ નથી, રાગથી એકત્વબુદ્ધિ નથી.
અહો! આ ભાષા તે કાંઈ ભાષા છે!! અદ્ભુત વાત છે. ‘આત્મા અરાગી જ્ઞાની થયો થકો’-એમ કહ્યું એનો ભાવ એ છે કે આત્મા સ્વયં પોતાના પુરુષાર્થના બળે જ્ઞાની થયો છે, પણ કોઈ દર્શનમોહ કર્મે માર્ગ આપ્યો તો જ્ઞાની થયો છે એમ નથી. અહાહા...! કેટલી સ્પષ્ટતા છે? કેટલાક લોકો કહે છે કે-કર્મને લઈને આ થાય ને તે થાય; એમ કે કર્મને લઈને બિચારા જીવો ભૂલ કરે છે. પણ બાપુ! તને ખબર નથી. અપરાધ તું પોતે કરે અને નાખે કર્મને માથે એ તો અનીતિ છે. આવી અનીતિ વીતરાગશાસનમાં કેમ ચાલે? (ન ચાલે).
અહીં કહે છે કે ધર્મી-જ્ઞાની જીવ અરાગી છે. જુઓ આ ધર્મીની ઓળખાણ. અંદર પોતે પોતાના શુદ્ધ આત્માને અનુભવે છે, સંચેતે છે એ તેને ઓળખવાનું અંતરલક્ષણ છે અને બહારમાં રાગની રુચિનો અત્યંત અભાવ હોવાથી રાગથી ધર્મ માનતો નથી, મનાવતો નથી કે કોઈ અન્ય માનનારને અનુમોદતો નથી એ તેને ઓળખવાનું બાહ્ય લક્ષણ છે. ભાઈ! આ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો અનાદિ પરંપરાથી ચાલ્યા આવતા વીતરાગમાર્ગનું કથન છે. રાગમાત્ર પર તરફના લક્ષ-વલણવાળી વસ્તુ છે અને તેનો શુદ્ધ ચૈતન્યમય સ્વસ્વરૂપ અને સ્વસ્વરૂપ તરફના લક્ષ-વલણવાળી પરિણતિમાં કાંઈ સંબંધ નથી. આવી ઝીણી વાત છે.
કહે છે-આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી-ઉદયમાં આવતી મનોરમ કે અમનોરમ-શુભ કે અશુભ કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણે
PDF/HTML Page 1520 of 4199
single page version
છે. ઉદયમાં આવતી-સમીપ આવતી કર્મપ્રકૃતિ એમ ભાષા લીધી છે. આશય એમ છે કે શુભકર્મના ઉદયે શુભભાવ થાય અને અશુભકર્મના ઉદયે અશુભભાવ થાય એને કર્મપ્રકૃતિ સમીપ આવી કહેવાય. મતલબ કે શુભાશુભ પ્રકૃતિના ઉદય કાળે જે શુભાશુભભાવ થાય તેને જ્ઞાની જીવ બૂરા જાણે છે અને તેમને બૂરા જાણીને એની સાથે રાગ કે સંસર્ગ કરતો નથી.
હવે આવી વાત છે ત્યારે કેટલાક કહે છે કે આ તો જડ કર્મની વાત છે, શુભાશુભભાવની નહિ. પણ ભાઈ! એમ નથી. ગઈ કાલે ગાથા ૧પ૩ ની ટીકામાંથી બતાવ્યું હતું કે વ્રત, તપ, નિયમ, શીલ એ બધું શુભકર્મ છે. એટલે રાગરૂપી કાર્યને ત્યાં શુભકર્મ કહ્યું છે. જડ કર્મ તો ભિન્ન છે. ભાવકર્મનું નિમિત્ત જે કર્મ (-પ્રકૃતિ) તે ઉદયમાં આવતાં જે શુભાશુભ ભાવ થાય તેને જ્ઞાની બૂરાં જાણે છે. જડ કર્મ પ્રકૃતિને નહિ પણ એના ઉદયના નિમિત્તે થતા શુભાશુભ ભાવને બૂરા જાણે છે. ગાથા ૧૪પ માં પણ કર્મ શબ્દ છે. તેના ટીકામાં જે ચાર અર્થ કર્યા છે તે પૈકી એક અર્થ કર્મનો (જડ કર્મનો) હેતુ જે શુભાશુભભાવ તેને કર્મપણે ગ્રહણ કર્યો છે.
આવો માર્ગ બહુ આકરો બાપા! પણ સંતોએ આંટીઘૂંટીઓ દૂર કરીને સહેલો કરી દીધો છે. અહા! પુણ્યને ધર્મ માને, પુણ્યને સાધન માને, પુણ્યને ભલું માને એ બધી આંટીઘૂંટી છે ભાઈ! એને અનાદિથી રાગનો પ્રેમ અને સંસર્ગ છે ને! એટલે તો સ્વરૂપની અંતર્દ્રષ્ટિ વિના દિગંબર જૈન સાધુ થઈને નવમી ગ્રૈવેયક અનંતવાર ગયો. પણ તેથી શો લાભ? સ્વરૂપના ભાન વિના પંચમહાવ્રતના પરિણામ જે અચારિત્ર છે તેને ચારિત્ર માનીને પાળે, પણ એ બધી આંટીઘૂંટી છે, મિથ્યાદર્શન છે.
આત્મા જ્ઞાની થયો થકો ઉદયમાં આવતી બધીય કર્મપ્રકૃતિને (એટલે કે તે કાળે થતા શુભાશુભ ભાવને) પરમાર્થ બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. ‘શુભાશુભ ભાવ થાય છે તેને બૂરા જાણીને’ એમ કહ્યું એનો અર્થ જ એ થયો કે એ ભાવ થાય છે ખરા; જો ન થાય તો તો વીતરાગ હોય. તેથી થોડા શુભાશુભ ભાવ છે તેને બૂરા (-અહિતરૂપ) જાણીને એનાથી એકત્વ કરતો નથી. ‘પરમાર્થે બૂરી જાણીને’ -એમ કહ્યું ત્યાં કોઈ એમ અર્થ કાઢે કે ‘વ્યવહારે સારી જાણીને’ તો તે બરાબર નથી. એ જુદી વસ્તુ છે કે શુભને વ્યવહારે ઠીક કહેવાય, પણ અશુભને પણ વ્યવહારે ઠીક કેમ કહેવાય? બંધનની અપેેક્ષાએ તો બન્ને (સમાનપણે) અઠીક જ છે. (વ્યવહારે ઠીકનો અર્થ જ પરમાર્થે બૂરી સમજવું જોઈએ). તેથી અહીં કહે છે કે જ્ઞાની તેની સાથે રાગ એટલે ચિત્તમાં ઊંડે ઊંડે પણ શુભાશુભ પ્રત્યેનો રાગ અને સંસર્ગ એટલે વાણી દ્વારા તેની પ્રશંસા અને કાયાદ્વારા એ ઠીક છે એમ હાથ વગેરેની ચેષ્ટા થાય એવા ભાવ કરતો નથી. લ્યો, આવું ઝીણું છે.