Page 490 of 513
PDF/HTML Page 521 of 544
single page version
यत्तावत्सम्यग्दर्शनज्ञानचारित्रयौगपद्यप्रवृत्तैकाग्र्यलक्षणं साक्षान्मोक्षमार्गभूतं श्रामण्यं तच्च शुद्धस्यैव । यच्च समस्तभूतभवद्भाविव्यतिरेककरम्बितानन्तवस्त्वन्वयात्मकविश्वसामान्यविशेष- प्रत्यक्षप्रतिभासात्मकं दर्शनं ज्ञानं च तत् शुद्धस्यैव । यच्च निःप्रतिघविजृम्भितसहजज्ञानानन्द- मुद्रितदिव्यस्वभावं निर्वाणं तत् शुद्धस्यैव । यश्च टङ्कोत्कीर्णपरमानन्दावस्थासुस्थितात्मस्व- भावोपलम्भगम्भीरो भगवान् सिद्धः स शुद्ध एव । अलं वाग्विस्तरेण, सर्वमनोरथस्थानस्य मोक्षतत्त्वसाधनतत्त्वस्य शुद्धस्य परस्परमङ्गाङ्गिभावपरिणतभाव्यभावकभावत्वात्प्रत्यस्तमित- स्वपरविभागो भावनमस्कारोऽस्तु ।।२७४।। शत्रुमित्रादिसमभावपरिणतिरूपं साक्षान्मोक्षकारणं यच्छ्रामण्यम् । तत्तावत्त्त्त्त्क स्य । सुद्धस्स य शुद्धस्य च शुद्धोपयोगिन एव । सुद्धस्स दंसणं णाणं त्रैलोक्योदरविवरवर्तित्रिकालविषयसमस्तवस्तुगतानन्तधर्मैक----- समयसामान्यविशेषपरिच्छित्तिसमर्थं यद्दर्शनज्ञानद्वयं तच्छुद्धस्यैव । सुद्धस्स य णिव्वाणं अव्याबाधानन्त- सुखादिगुणाधारभूतं पराधीनरहितत्वेन स्वायत्तं यन्निर्वाणं तच्छुद्धस्यैव । सो च्चिय सिद्धो यो
અન્વયાર્થઃ — [शुद्धस्य च] શુદ્ધને ( – શુદ્ધોપયોગીને) [श्रामण्यं भणितं] શ્રામણ્ય કહ્યું છે, [शुद्धस्य] શુદ્ધને [दर्शनं ज्ञानं] દર્શન અને જ્ઞાન કહ્યું છે, [शुद्धस्य च] શુદ્ધને [निर्वाणं] નિર્વાણ હોય છે, [सः एव] તે જ ( – શુદ્ધ જ) [सिद्धः] સિદ્ધ હોય છે; [तस्मै नमः] તેને નમસ્કાર હો.
ટીકાઃ — પ્રથમ તો, સમ્યગ્દર્શન -જ્ઞાન -ચારિત્રના યુગપદપણારૂપે પ્રવર્તતી એકાગ્રતા જેનું લક્ષણ છે એવું જે સાક્ષાત્ મોક્ષમાર્ગભૂત શ્રામણ્ય, તે ‘શુદ્ધ’ને જ હોય છે; સમસ્ત ભૂત -વર્તમાન -ભાવી વ્યતિરેકો સાથે મિલિત (મિશ્રિત), અનંત વસ્તુઓના અન્વયાત્મક જે વિશ્વ તેના (૧) સામાન્યના અને (૨) વિશેષના પ્રત્યક્ષ પ્રતિભાસસ્વરૂપ જે (૧) દર્શન અને (૨) જ્ઞાન, તે ‘શુદ્ધ’ને જ હોય છે; નિર્વિઘ્ન -ખીલેલાં સહજ જ્ઞાનાનંદની મુદ્રાવાળો ( – સ્વાભાવિક જ્ઞાન અને આનંદની છાપવાળો) દિવ્ય જેનો સ્વભાવ છે એવું જે નિર્વાણ, તે ‘શુદ્ધ’ને જ હોય છે; અને ટંકોત્કીર્ણ પરમાનંદ -અવસ્થારૂપે સુસ્થિત આત્મસ્વભાવની ઉપલબ્ધિથી ગંભીર એવા જે ભગવાન સિદ્ધ, તે ‘શુદ્ધ’ જ હોય છે (અર્થાત્ શુદ્ધોપયોગી જ સિદ્ધ થાય છે). વચનવિસ્તારથી બસ થાઓ; સર્વ મનોરથના સ્થાનભૂત, મોક્ષતત્ત્વના સાધનતત્ત્વરૂપ ‘શુદ્ધ’ને, જેમાંથી પરસ્પર અંગ -અંગીપણે પરિણમેલા ૧ભાવક -ભાવ્યપણાને લીધે સ્વપરનો વિભાગ અસ્ત થયો છે એવો ભાવનમસ્કાર હો. ૨૭૪. ૧. ભાવક ( – ભાવનમસ્કાર કરનાર) તે અંગ ( – અંશ) છે અને ભાવ્ય ( – ભાવનમસ્કાર કરવાયોગ્ય પદાર્થ)
Page 491 of 513
PDF/HTML Page 522 of 544
single page version
नाकारचर्यया युक्तः सन् शिष्यवर्गः स्वयं समस्तशास्त्रार्थविस्तरसंक्षेपात्मकश्रुतज्ञानोपयोग-
હવે (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) શિષ્યજનને શાસ્ત્રના ફળ સાથે જોડતા થકા શાસ્ત્ર સમાપ્ત કરે છેઃ —
જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. ૨૭૫.
વર્તતો થકો [एतत् शासनं] આ ઉપદેશને [बुध्यते] જાણે છે, [सः] તે [लघुना कालेन] અલ્પ કાળે [प्रवचनसारं] પ્રવચનના સારને ( – ભગવાન આત્માને) [प्राप्नोति] પામે છે.
લાગેલો હોવાને લીધે સાકાર -અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો થકો, જે શિષ્યવર્ગ પોતે સમસ્ત શાસ્ત્રના અર્થોના ૨વિસ્તારસંક્ષેપાત્મક શ્રુતજ્ઞાનોપયોગપૂર્વક પ્રભાવ વડે કેવળ આત્માને लौकिकमायाञ्जनरसदिग्विजयमन्त्रयन्त्रादिसिद्धविलक्षणः स्वशुद्धात्मोपलम्भलक्षणः टङ्कोत्कीर्णज्ञायकैक- स्वभावो ज्ञानावरणाद्यष्टविधकर्मरहितत्वेन सम्यक्त्वाद्यष्टगुणान्तर्भूतानन्तगुणसहितः सिद्धो भगवान् स चैव शुद्धः एव । णमो तस्स निर्दोषिनिजपरमात्मन्याराध्याराधकसंबन्धलक्षणो भावनमस्कारोऽस्तु तस्यैव । अत्रैतदुक्तं भवति — अस्य मोक्षकारणभूतशुद्धोपयोगस्य मध्ये सर्वेष्टमनोरथा लभ्यन्त इति मत्वा शेषमनोरथपरिहारेण तत्रैव भावना कर्तव्येति ।।२७४।। अथ शिष्यजनं शास्त्रफलं दर्शयन् शास्त्रं समापयति — पप्पोदि प्राप्नोति । सो स शिष्यजनः कर्ता । क म् । पवयणसारं प्रवचनसारशब्दवाच्यं निजपरमात्मानम् । केन । लहुणा कालेण स्तोककालेन । यः किं करोति । जो बुज्झदि यः शिष्यजनो बुध्यते जानाति । किम् । सासणमेदं शास्त्रमिदं । किं नाम । पवयणसारं प्रवचनसारं, — सम्यग्ज्ञानस्य तस्यैव ૧. આત્માનું સ્વરૂપ માત્ર સુવિશુદ્ધ જ્ઞાન અને દર્શન છે. [તેમાં, જ્ઞાન સાકાર છે અને દર્શન અનાકાર
છે.] ૨. વિસ્તારસંક્ષેપાત્મક = વિસ્તારાત્મક કે સંક્ષેપાત્મક
Page 492 of 513
PDF/HTML Page 523 of 544
single page version
पूर्वकानुभावेन केवलमात्मानमनुभवन् शासनमेतद्बुध्यते स खलु निरवधित्रिसमय- प्रवाहावस्थायित्वेन सकलार्थसार्थात्मकस्य प्रवचनस्य सारभूतं भूतार्थस्वसंवेद्यदिव्यज्ञानानन्द- स्वभावमननुभूतपूर्वं भगवन्तमात्मानमवाप्नोति ।।२७५।।
इति तत्त्वदीपिकायां श्रीमदमृतचन्द्रसूरिविरचितायां प्रवचनसारवृत्तौ चरणानुयोगसूचिका चूलिका नाम तृतीयः श्रुतस्कन्धः समाप्तः ।।३।।
ज्ञेयभूतपरमात्मादिपदार्थानां तत्साध्यस्य निर्विकारस्वसंवेदनज्ञानस्य च, तथैव तत्त्वार्थश्रद्धानलक्षण- सम्यग्दर्शनस्य तद्विषयभूतानेकान्तात्मकपरमात्मादिद्रव्याणां तेन व्यवहारसम्यक्त्वेन साध्यस्य निज- शुद्धात्मरुचिरूपनिश्चयसम्यक्त्वस्य च, तथैव च व्रतसमितिगु प्त्याद्यनुष्ठानरूपस्य सरागचारित्रस्य तेनैव साध्यस्य स्वशुद्धात्मनिश्चलानुभूतिरूपस्य वीतरागचारित्रस्य च प्रतिपादकत्वात्प्रवचनसाराभिधेयम् । कथंभूतः सः शिष्यजनः । सागारणगारचरियया जुत्तो सागारानागारचर्यया युक्तः । आभ्यन्तररत्न -त्रयानुष्ठानमुपादेयं कृत्वा बहिरङ्गरत्नत्रयानुष्ठानं सागारचर्या श्रावकचर्या । बहिरङ्गरत्नत्रयाधारेणाभ्यन्तर -रत्नत्रयानुष्ठानमनागारचर्या प्रमत्तसंयतादितपोधनचर्येत्यर्थः ।।२७५।। इति गाथापञ्चकेन पञ्चरत्नसंज्ञं पञ्चमस्थलं व्याख्यातम् । एवं ‘णिच्छिदसुत्तत्थपदो’ इत्यादि द्वात्रिंशद्गाथाभिः स्थलपञ्चकेन शुभोप -योगाभिधानश्चतुर्थान्तराधिकारः समाप्तः ।।
इति श्रीजयसेनाचार्यकृतायां तात्पर्यवृत्तौ पूर्वोक्तक्रमेण ‘एवं पणमिय सिद्धे’ इत्याद्येक- विंशतिगाथाभिरुत्सर्गाधिकारः । तदनन्तरं ‘ण हि णिरवेक्खो चागो’ इत्यादि त्रिंशद्गाथाभिरपवादाधिकारः । ततः परं ‘एयग्गगदो समणो’ इत्यादिचतुर्दशगाथाभिः श्रामण्यापरनामा मोक्षमार्गाधिकारः । ततोऽप्यनन्तरं ‘णिच्छिदसुत्तत्थपदो’ इत्यादिद्वात्रिंशद्गाथाभिः शुभोपयोगाधिकारश्चेत्यन्तराधिकारचतुष्टयेन सप्तनवतिगाथाभिश्चरणानुयोगचूलिका नामा तृतीयो महाधिकारः समाप्तः ।।३।। અનુભવતો, આ ઉપદેશને જાણે છે, તે (શિષ્યવર્ગ) ખરેખર, ૧ભૂતાર્થ -સ્વસંવેદ્ય દિવ્ય જ્ઞાનાનંદ જેનો સ્વભાવ છે એવા, પૂર્વે નહિ અનુભવેલા, ભગવાન આત્માને પામે છે — કે જે (આત્મા) ત્રણે કાળના નિરવધિ પ્રવાહમાં અવસ્થાયી ( – ટકનારો) હોવાથી ૨સકળ પદાર્થોના સમૂહાત્મક પ્રવચનના સારભૂત છે. ૨૭૫.
આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસાર શાસ્ત્રની શ્રીમદ્- અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત તત્ત્વદીપિકા નામની ટીકામાં ચરણાનુયોગસૂચક ચૂલિકા નામનો તૃતીય શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
૧. પારમાર્થિક (સત્યાર્થ), સ્વસંવેદ્ય અને દિવ્ય એવાં જે જ્ઞાન અને આનંદ તે ભગવાન આત્માનો સ્વભાવ છે. ૨. પ્રવચન સકળ પદાર્થોના સમૂહનું પ્રતિપાદન કરે છે તેથી તેને સકળ પદાર્થોના સમૂહાત્મક કહ્યું છે.
તેમાં એક નિજાત્મપદાર્થ જ પોતાને ધ્રુવ છે, બીજો કોઈ પદાર્થ પોતાને ધ્રુવ નથી.]
Page 493 of 513
PDF/HTML Page 524 of 544
single page version
ननु कोऽयमात्मा कथं चावाप्यत इति चेत्, अभिहितमेतत् पुनरप्यभिधीयते । आत्मा हि तावच्चैतन्यसामान्यव्याप्तानन्तधर्माधिष्ठात्रेकं द्रव्यमनन्तधर्मव्यापकानन्तनयव्याप्येकश्रुत- ज्ञानलक्षणप्रमाणपूर्वकस्वानुभवप्रमीयमाणत्वात् । तत्तु द्रव्यनयेन पटमात्रवच्चिन्मात्रम् १ । पर्यायनयेन तन्तुमात्रवद्दर्शनज्ञानादिमात्रम् २ । अस्तित्वनयेनायोमयगुणकार्मुकान्तरालवर्ति- संहितावस्थलक्ष्योन्मुखविशिखवत् स्वद्रव्यक्षेत्रकालभावैरस्तित्ववत् ३ । नास्तित्वनयेनानयोमया- गुणकार्मुकान्तरालवर्त्यसंहितावस्थालक्ष्योन्मुखप्राक्त नविशिखवत् परद्रव्यक्षेत्रकालभावैर्नास्ति-
अत्राह शिष्यः — परमात्मद्रव्यं यद्यपि पूर्वं बहुधा व्याख्यातम्, तथापि संक्षेपेण पुनरपि कथ्यतामिति । भगवानाह — केवलज्ञानाद्यनन्तगुणानामाधारभूतं यत्तदात्मद्रव्यं भण्यते । तस्य च नयैः
કરવામાં આવે તો તેનો ઉત્તર (પૂર્વે) કહેવાઈ ગયો છે અને (અહીં) ફરીને પણ કહેવામાં આવે છેઃ —
પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્યસામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય) પ્રમેય થાય છે ( – જણાય) છે.
તે આત્મદ્રવ્ય દ્રવ્યનયે, પટમાત્રની માફક, ચિન્માત્ર છે (અર્થાત્ આત્મા દ્રવ્યનયે ચૈતન્યમાત્ર છે, જેમ વસ્ત્ર વસ્ત્રમાત્ર છે તેમ). ૧.
આત્મદ્રવ્ય પર્યાયનયે, તંતુમાત્રની માફક, દર્શનજ્ઞાનાદિમાત્ર છે (અર્થાત્ આત્મા પર્યાયનયે દર્શનજ્ઞાનચારિત્રાદિમાત્ર છે, જેમ વસ્ત્ર તંતુમાત્ર છે તેમ). ૨.
આત્મદ્રવ્ય અસ્તિત્વનયે સ્વદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અસ્તિત્વવાળું છે; — લોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોન્મુખ તીરની માફક. (જેમ કોઈ તીર સ્વદ્રવ્યથી લોહમય છે, સ્વક્ષેત્રથી દોરી ને કામઠાના વચગાળામાં રહેલું છે, સ્વકાળથી સંધાન -દશામાં છે અર્થાત્ ધનુષ્ય પર ચડાવીને ખેંચાયેલી સ્થિતિમાં છે અને સ્વભાવથી લક્ષ્યોન્મુખ છે અર્થાત્ નિશાનની સન્મુખ છે, તેમ આત્મા અસ્તિત્વનયે સ્વચતુષ્ટયથી અસ્તિત્વવાળો છે.) ૩.
આત્મદ્રવ્ય નાસ્તિત્વનયે પરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી નાસ્તિત્વવાળું છે; — અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર અન્ય તીરના દ્રવ્યની અપેક્ષાથી અલોહમય છે, અન્ય તીરના ક્ષેત્રની અપેક્ષાથી દોરી ને કામઠાના વચગાળામાં નહિ રહેલું છે, અન્ય તીરના કાળની અપેક્ષાથી સંધાયેલી સ્થિતિમાં નહિ રહેલું છે અને
Page 494 of 513
PDF/HTML Page 525 of 544
single page version
त्ववत् ४ । अस्तित्वनास्तित्वनयेनायोमयानयोमयगुणकार्मुकान्तरालवर्त्यगुणकार्मुकान्तराल- वर्तिसंहितावस्थासंहितावस्थलक्ष्योन्मुखालक्ष्योन्मुखप्राक्तनविशिखवत् क्रमतः स्वपरद्रव्यक्षेत्र- कालभावैरस्तित्वनास्तित्ववत् ५ । अवक्तव्यनयेनायोमयानयोमयगुणकार्मुकान्तरालवर्त्यगुण- कार्मुकान्तरालवर्तिसंहितावस्थासंहितावस्थलक्ष्योन्मुखालक्ष्योन्मुखप्राक्त नविशिखवत् युगपत्स्वपर- द्रव्यक्षेत्रकालभावैरवक्त व्यम् ६ । अस्तित्वावक्तव्यनयेनायोमयगुणकार्मुकान्तरालवर्तिसंहितावस्थ- लक्ष्योन्मुखायोमयानयोमयगुणकार्मुकान्तरालवर्त्यगुणकार्मुकान्तरालवर्तिसंहितावस्थासंहिता- प्रमाणेन च परीक्षा क्रियते । तद्यथा – एतावत् शुद्धनिश्चयनयेन निरुपाधिस्फ टिकवत्समस्तरागादि- विकल्पोपाधिरहितम् । तदेवाशुद्धनिश्चयनयेन सोपाधिस्फ टिकवत्समस्तरागादिविकल्पोपाधिसहितम् । शुद्धसद्भूतव्यवहारनयेन शुद्धस्पर्शरसगंंंंंधवर्णानामाधारभूतपुद्गद्गद्गद्गद्गलपरमाणुवत्केवलज्ञानादिशुद्धगुणानामाधार- અન્ય તીરના ભાવની અપેક્ષાથી અલક્ષ્યોન્મુખ છે, તેમ આત્મા નાસ્તિત્વનયે પરચતુષ્ટયથી નાસ્તિત્વવાળો છે.) ૪.
આત્મદ્રવ્ય અસ્તિત્વનાસ્તિત્વનયે ક્રમશઃ સ્વપરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અસ્તિત્વ- નાસ્તિત્વવાળું છે; — લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી લોહમયાદિ અને અલોહમયાદિ છે, તેમ આત્મા અસ્તિત્વનાસ્તિત્વનયે ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી અસ્તિત્વવાળો અને નાસ્તિત્વવાળો છે.) ૫.
આત્મદ્રવ્ય અવક્તવ્યનયે યુગપદ્ સ્વપરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અવક્તવ્ય છે; — લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. (જેમ પહેલાંનું તીર યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી યુગપદ્ લોહમયાદિ અને અલોહમયાદિ હોવાથી અવક્તવ્ય છે, તેમ આત્મા અવક્તવ્યનયે યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી અવક્તવ્ય છે.) ૬.
આત્મદ્રવ્ય અસ્તિત્વ -અવક્તવ્યનયે સ્વદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી તથા યુગપદ્ સ્વપરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અસ્તિત્વવાળું -અવક્તવ્ય છે; — (સ્વચતુષ્ટયથી) લોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોન્મુખ એવા તથા (યુગપદ્ સ્વપરચતુષ્ટયથી) લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમજ દોરીને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના
Page 495 of 513
PDF/HTML Page 526 of 544
single page version
वस्थलक्ष्योन्मुखालक्ष्योन्मुखप्राक्तनविशिखवत् स्वद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकाल- भावैश्चास्तित्ववदवक्त व्यम् ७ । नास्तित्वावक्तव्यनयेनानयोमयागुणकार्मुकान्तरालवर्त्यसंहिता- वस्थालक्ष्योन्मुखायोमयानयोमयगुणकार्मुकान्तरालवर्त्यगुणकार्मुकान्तरालवर्तिसंहितावस्थासंहिता- वस्थलक्ष्योन्मुखालक्ष्योन्मुखप्राक्तनविशिखवत् परद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकाल- भावैश्च नास्तित्ववदवक्त्व्यम ८ । अस्तित्वनास्तित्वावक्तव्यनयेनायोमयगुणकार्मुकान्तराल- वर्तिसंहितावस्थलक्ष्योन्मुखानयोमयागुणकार्मुकान्तरालवर्त्यसंहितावस्थालक्ष्योन्मुखायोमयानयो- भूतम् । तदेवाशुद्धसद्भूतव्यवहारनयेनाशुद्धस्पर्शरसगन्धवर्णानामाधारभूतव्द्यणुकादिस्कन्धवन्मतिज्ञानादि- विभावगुणानामाधारभूतम् । अनुपचरितासद्भूतव्यवहारनयेन व्द्यणुकादिस्कन्धेषु संश्लेशबन्धस्थित- તીરની માફક. [જેમ પહેલાંનું તીર (૧) સ્વચતુષ્ટયની તથા (૨) એકીસાથે સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) લોહમયાદિ તથા (૨) ન કહી શકાય એવું છે, તેમ આત્મા અસ્તિત્વ- અવક્તવ્યનયે (૧) સ્વચતુષ્ટયની તથા (૨) યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) અસ્તિત્વવાળો તથા (૨) અવકતવ્ય છે.] ૭.
આત્મદ્રવ્ય નાસ્તિત્વ -અવક્તવ્યનયે પરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી તથા યુગપદ્ સ્વ- પરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી નાસ્તિત્વવાળું -અવક્તવ્ય છે; — (પરચતુષ્ટયથી) અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોન્મુખ એવા તથા (યુગપદ્ સ્વપરચતુષ્ટયથી) લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. [જેમ પ્રથમનું તીર (૧) પરચતુષ્ટયની તથા (૨) એકીસાથે સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) અલોહમયાદિ તથા (૨) અવક્તવ્ય છે, તેમ આત્મા નાસ્તિત્વ -અવક્તવ્યનયે (૧) પરચતુષ્ટયની તથા (૨) યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) નાસ્તિત્વવાળો તથા (૨) અવક્તવ્ય છે.] ૮. આત્મદ્રવ્ય અસ્તિત્વ -નાસ્તિત્વ -અવક્તવ્યનયે સ્વદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી, પરદ્રવ્ય -ક્ષેત્ર- કાળ -ભાવથી તથા યુગપદ્ સ્વપરદ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવથી અસ્તિત્વવાળું -નાસ્તિત્વવાળું- અવક્તવ્ય છે; — (સ્વચતુષ્ટયથી) લોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોન્મુખ એવા, (પરચતુષ્ટયથી) અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોન્મુખ એવા તથા (યુગપદ્ સ્વપરચતુષ્ટયથી) લોહમય તેમ જ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં રહેલા તેમ જ દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા તેમ જ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને લક્ષ્યોન્મુખ તેમ જ અલક્ષ્યોન્મુખ એવા પહેલાંના તીરની માફક. [જેમ પહેલાંનું તીર (૧) સ્વચતુષ્ટયની, (૨) પરચતુષ્ટયની તથા (૩) યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) લોહમય, (૨) અલોહમય તથા
Page 496 of 513
PDF/HTML Page 527 of 544
single page version
मयगुणकार्मुकान्तरालवर्त्यगुणकार्मुकान्तरालवर्तिसंहितावस्थासंहितावस्थलक्ष्योन्मुखालक्ष्योन्मुख- प्राक्त नविशिखवत् स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्चास्ति- त्वनास्तित्ववदवक्त व्यम् ९ । विकल्पनयेन शिशुकुमारस्थविरैकपुरुषवत् सविकल्पम् १० । अविकल्पनयेनैकपुरुषमात्रवदविकल्पम् ११ । नामनयेन तदात्मवत् शब्दब्रह्मामर्शि १२ । स्थापनानयेन मूर्तित्ववत् सकलपुद्गलालम्बि १३ । द्रव्यनयेन माणवकश्रेष्ठिश्रमणपार्थिव- वदनागतातीतपर्यायोद्भासि १४ । भावनयेन पुरुषायितप्रवृत्तयोषिद्वत्तदात्वपर्यायोल्लासि १५ । पुद्गलपरमाणुवत्परमौदारिकशरीरे वीतरागसर्वज्ञवद्वा विवक्षितैकदेहस्थितम् । उपचरितासद्भूतव्यवहारनयेन काष्ठासनाद्युपविष्टदेवदत्तवत्समवसरणस्थितवीतरागसर्वज्ञवद्वा विवक्षितैकग्रामगृहादिस्थितम् । इत्यादि परस्परसापेक्षानेकनयैः प्रमीयमाणं व्यवह्रियमाणं क्रमेण मेचकस्वभावविवक्षितैकधर्मव्यापकत्वादेक- (૩) અવક્તવ્ય છે, તેમ આત્મા અસ્તિત્વ -નાસ્તિત્વ -અવક્તવ્યનયે (૧) સ્વચતુષ્ટયની, (૨) પરચતુષ્ટયની તથા (૩) યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) અસ્તિત્વવાળો, (૨) નાસ્તિત્વવાળો તથા (૩) અવક્તવ્ય છે.] ૯.
આત્મદ્રવ્ય વિકલ્પનયે, બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક, સવિકલ્પ છે (અર્થાત્ આત્મા ભેદનયે, ભેદ સહિત છે, જેમ એક પુરુષ, બાળક, કુમાર અને વૃદ્ધ એવા ભેદવાળો છે તેમ). ૧૦.
આત્મદ્રવ્ય અવિકલ્પનયે, એક પુરુષમાત્રની માફક, અવિકલ્પ છે (અર્થાત્ અભેદનયે આત્મા અભેદ છે, જેમ એક પુરુષ બાળક -કુમાર -વૃદ્ધ એવા ભેદો વિનાનો એક પુરુષમાત્ર છે તેમ). ૧૧.
આત્મદ્રવ્ય નામનયે, નામવાળાની માફક, શબ્દબ્રહ્મને સ્પર્શનારું છે (અર્થાત્ આત્મા નામનયે શબ્દબ્રહ્મથી કહેવાય છે, જેમ નામવાળો પદાર્થ તેના નામરૂપ શબ્દથી કહેવાય છે તેમ). ૧૨.
આત્મદ્રવ્ય સ્થાપનાનયે, મૂર્તિપણાની માફક, સર્વ પુદ્ગલોને અવલંબનારું છે (અર્થાત્ સ્થાપનાનયે આત્મદ્રવ્યની પૌદ્ગલિક સ્થાપના કરી શકાય છે, મૂર્તિની માફક). ૧૩.
આત્મદ્રવ્ય દ્રવ્યનયે, બાળક શેઠની માફક અને શ્રમણ રાજાની માફક, અનાગત અને અતીત પર્યાયે પ્રતિભાસે છે (અર્થાત્ આત્મા દ્રવ્યનયે ભાવી અને ભૂત પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે, જેમ બાળક શેઠપણાસ્વરૂપ ભાવી પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે અને મુનિ રાજાસ્વરૂપ ભૂત પર્યાયરૂપે ખ્યાલમાં આવે છે તેમ). ૧૪.
આત્મદ્રવ્ય ભાવનયે, પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રીની માફક, તત્કાળના (વર્તમાન) પર્યાયરૂપે ઉલ્લસે – પ્રકાશે – પ્રતિભાસે છે (અર્થાત્ આત્મા ભાવનયે વર્તમાન પર્યાયરૂપે પ્રકાશે છે, જેમ પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રી પુરુષત્વરૂપ પર્યાયરૂપે પ્રતિભાસે છે તેમ). ૧૫.
Page 497 of 513
PDF/HTML Page 528 of 544
single page version
सामान्यनयेन हारस्रग्दामसूत्रवद्वयापि १६ । विशेषनयेन तदेकमुक्ताफलवदव्यापि १७ । नित्यनयेन नटवदवस्थायि १८ । अनित्यनयेन रामरावणवदनवस्थायि १९ । सर्वगतनयेन विस्फारिताक्षचक्षुर्वत्सर्ववर्ति २० । असर्वगतनयेन मीलिताक्षचक्षुर्वदात्मवर्ति २१ । शून्यनयेन शून्यागारवत्केवलोद्भासि २२ । अशून्यनयेन लोकाक्रान्तनौवन्मिलितोद्भासि २३ । ज्ञानज्ञेया- द्वैतनयेन महदिन्धनभारपरिणतधूमकेतुवदेक म् २४ । ज्ञानज्ञेयद्वैतनयेन परप्रतिबिम्बसम्पृक्त- दर्पणवदनेकम् २५ । नियतिनयेन नियमितौष्ण्यवह्निवन्नियतस्वभावभासि २६ । अनियतिनयेन स्वभावं भवति । तदेव जीवद्रव्यं प्रमाणेन प्रमीयमाणं मेचकस्वभावानामनेकधर्माणां युगपद्वयापकत्वा- च्चित्रपटवदनेकस्वभावं भवति । एवं नयप्रमाणाभ्यां तत्त्वविचारकाले योऽसौ परमात्मद्रव्यं जानाति स
આત્મદ્રવ્ય સામાન્યનયે, હાર – માળા – કંઠીના દોરાની માફક, વ્યાપક છે (અર્થાત્ આત્મા સામાન્યનયે સર્વ પર્યાયોમાં વ્યાપે છે, જેમ મોતીની માળાનો દોરો સર્વ મોતીમાં વ્યાપે છે તેમ). ૧૬.
આત્મદ્રવ્ય વિશેષનયે, તેના એક મોતીની માફક, અવ્યાપક છે (અર્થાત્ આત્મા વિશેષ- નયે અવ્યાપક છે, જેમ પૂર્વોક્ત માળાનું એક મોતી આખી માળામાં અવ્યાપક છે તેમ). ૧૭.
આત્મદ્રવ્ય નિત્યનયે, નટની માફક, અવસ્થાયી છે (અર્થાત્ આત્મા નિત્યનયે નિત્ય – ટકનારો છે, જેમ રામ -રાવણરૂપ અનેક અનિત્ય સ્વાંગ ધરતો હોવા છતાં પણ નટ તેનો તે જ નિત્ય છે તેમ). ૧૮.
આત્મદ્રવ્ય અનિત્યનયે, રામ -રાવણની માફક, અનવસ્થાયી છે (અર્થાત્ આત્મા અનિત્યનયે અનિત્ય છે, જેમ નટે ધારણ કરેલા રામ -રાવણરૂપ સ્વાંગ અનિત્ય છે તેમ). ૧૯.
આત્મદ્રવ્ય સર્વગતનયે, ખુલ્લી રાખેલી આંખની માફક, સર્વવર્તી (બધામાં વ્યાપનારું) છે. ૨૦.
આત્મદ્રવ્ય અસર્વગતનયે, મીંચેલી આંખની માફક, આત્મવર્તી (પોતામાં રહેનારું) છે. ૨૧.
આત્મદ્રવ્ય શૂન્યનયે, શૂન્ય (ખાલી) ઘરની માફક, એકલું (અમિલિત) ભાસે છે. ૨૨. આત્મદ્રવ્ય અશૂન્યનયે, લોકોથી ભરેલા વહાણની માફક, મિલિત ભાસે છે. ૨૩. આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેય -અદ્વૈતનયે (જ્ઞાન અને જ્ઞેયના અદ્વૈતરૂપ નયે), મોટા ઇંધનસમૂહરૂપે પરિણત અગ્નિની માફક, એક છે. ૨૪.
આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેયદ્વૈતનયે, પરનાં પ્રતિબિંબોથી સંપૃકત દર્પણની માફક, અનેક છે (અર્થાત્ આત્મા જ્ઞાન અને જ્ઞેયના દ્વૈતરૂપ નયે અનેક છે, જેમ પર -પ્રતિબિંબોના સંગવાળો અરીસો અનેકરૂપ છે તેમ). ૨૫.
આત્મદ્રવ્ય નિયતિનયે નિયત સ્વભાવે ભાસે છે, જેને ઉષ્ણતા નિયમિત (નિયત) હોય છે એવા અગ્નિની માફક. [આત્મા નિયતિનયે નિયતસ્વભાવવાળો ભાસે છે, જેમ પ્ર. ૬૩
Page 498 of 513
PDF/HTML Page 529 of 544
single page version
नियत्यनियमितौष्ण्यपानीयवदनियतस्वभावभासि २७ । स्वभावनयेनानिशिततीक्ष्णकण्टक- वत्संस्कारानर्थक्यकारि २८ । अस्वभावनयेनायस्कारनिशिततीक्ष्णविशिखवत्संस्कारसार्थक्य- कारि २९ । कालनयेन निदाघदिवसानुसारिपच्यमानसहकारफलवत्समयायत्तसिद्धिः ३० । अकालनयेन कृत्रिमोष्मपाच्यमानसहकारफलवत्समयानायत्तसिद्धिः ३१ । पुरुषकारनयेन पुरुषकारोपलब्धमधुकुक्कुटीकपुरुषकारवादिवद्यत्नसाध्यसिद्धिः ३२ । दैवनयेन पुरुषकार- निर्विकल्पसमाधिप्रस्तावे निर्विकारस्वसंवेदनज्ञानेनापि जानातीति ।। पुनरप्याह शिष्यः — ज्ञातमेवात्म- द्रव्यं हे भगवन्निदानीं तस्य प्रा प्त्युपायः कथ्यताम् । भगवानाह — सकलविमलकेवलज्ञान- અગ્નિને ઉષ્ણતાનો નિયમ હોવાથી અગ્નિ નિયતસ્વભાવવાળો ભાસે છે તેમ.] ૨૬.
આત્મદ્રવ્ય અનિયતિનયે અનિયત સ્વભાવે ભાસે છે, જેને ઉષ્ણતા નિયતિથી ( – નિયમ વડે) નિયમિત નથી એવા પાણીની માફક. [આત્મા અનિયતિનયે અનિયત- સ્વભાવવાળો ભાસે છે, જેમ પાણીને (અગ્નિના નિમિત્તે થતી) ઉષ્ણતા અનિયત હોવાથી પાણી અનિયતસ્વભાવવાળું ભાસે છે તેમ.] ૨૭.
આત્મદ્રવ્ય સ્વભાવનયે સંસ્કારને નિરર્થક કરનારું છે (અર્થાત્ આત્માને સ્વભાવનયે સંસ્કાર નિરુપયોગી છે), જેને કોઈથી અણી કાઢવામાં આવતી નથી (પણ જે સ્વભાવથી જ અણીવાળો હોય છે) એવા તીક્ષ્ણ કાંટાની માફક. ૨૮.
આત્મદ્રવ્ય અસ્વભાવનયે સંસ્કારને સાર્થક કરનારું છે (અર્થાત્ આત્માને અસ્વભાવનયે સંસ્કાર ઉપયોગી છે), જેને (સ્વભાવથી અણી હોતી નથી પણ સંસ્કાર કરીને) લુહાર વડે અણી કાઢવામાં આવી હોય છે એવા તીક્ષ્ણ તીરની માફક. ૨૯.
આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક. [કાળનયે આત્મદ્રવ્યની સિદ્ધિ સમય પર આધાર રાખે છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતી કેરીની માફક.] ૩૦.
આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે, કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળની માફક. ૩૧.
આત્મદ્રવ્ય પુરુષકારનયે જેની સિદ્ધિ યત્નસાધ્ય છે એવું છે, જેને પુરુષકારથી *લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે ( – ઊગે છે) એવા પુરુષકારવાદીની માફક. [પુરુષાર્થનયે આત્માની સિદ્ધિ પ્રયત્નથી થાય છે, જેમ કોઈ પુરુષાર્થવાદી મનુષ્યને પુરુષાર્થથી લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે તેમ.] ૩૨.
આત્મદ્રવ્ય દૈવનયે જેની સિદ્ધિ અયત્નસાધ્ય છે ( – યત્ન વિના થાય છે) એવું છે, પુરુષકારવાદીએ દીધેલા *લીંબુના ઝાડની અંદરથી જેને (યત્ન વિના, દૈવથી) માણેક *અહીં ‘मधुकुक्कुटी’નો અર્થ ‘લીંબુનું ઝાડ’ કર્યો છે. શ્રી પાંડે હેમરાજજીએ હિંદી પ્રવચનસારમાં
Page 499 of 513
PDF/HTML Page 530 of 544
single page version
वादिदत्तमधुकुक्कुटीगर्भलब्धमाणिक्यदैववादिवदयत्नसाध्यसिद्धिः ३३ । ईश्वरनयेन धात्रीहटा- वलेह्यमानपान्थबालकवत्पारतन्त्र्यभोक्तृ ३४ । अनीश्वरनयेन स्वच्छन्ददारितकुरङ्गकण्ठीरववत्स्वा- तन्त्र्यभोक्तृ ३५ । गुणिनयेनोपाध्यायविनीयमानकुमारकवद्गुणग्राहि ३६ । अगुणिनयेनोपाध्याय- विनीयमानकुमारकाध्यक्षवत् केवलमेव साक्षि ३७ । कर्तृनयेन रञ्जकवद्रागादिपरिणाम- कर्तृ ३८ । अकर्तृनयेन स्वकर्मप्रवृत्तरञ्जकाध्यक्षवत्केवलमेव साक्षि ३९ । भोक्तृनयेन हिता- हितान्नभोक्तृव्याधितवत् सुखदुःखादिभोक्तृ ४० । अभोक्तृनयेन हिताहितान्नभोक्तृ- व्याधिताध्यक्षधन्वन्तरिचरवत् केवलमेव साक्षि ४१ । क्रियानयेन स्थाणुभिन्नमूर्धजातदृष्टि- दर्शनस्वभावनिजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसंजातरागाद्युपाधि- रहितपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादानुभवमलभमानः सन् पूर्णमासीदिवसे जलकल्लोलक्षुभितसमुद्र પ્રાપ્ત થાય છે એવા દૈવવાદીની માફક. ૩૩.
આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક. ૩૪.
આત્મદ્રવ્ય અનીશ્વરનયે સ્વતંત્રતા ભોગવનાર છે, હરણને સ્વચ્છંદે (સ્વતંત્રપણે, પોતાની મરજી અનુસાર) ફાડી ખાતા સિંહની માફક. ૩૫.
આત્મદ્રવ્ય ગુણીનયે ગુણગ્રાહી છે, શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવા કુમારની માફક. ૩૬.
આત્મદ્રવ્ય અગુણીનયે કેવળ સાક્ષી જ છે ( – ગુણગ્રાહી નથી), શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવો જે કુમાર તેને જોનાર પુરુષની ( – પ્રેક્ષકની) માફક. ૩૭.
આત્મદ્રવ્ય કર્તૃનયે, રંગરેજની માફક, રાગાદિપરિણામનું કરનાર છે (અર્થાત્ આત્મા કર્તાનયે રાગાદિ પરિણામોનો કર્તા છે, જેમ રંગારો રંગકામનો કરનાર છે તેમ). ૩૮.
આત્મદ્રવ્ય અકર્તૃનયે કેવળ સાક્ષી જ છે ( – કર્તા નથી), પોતાના કાર્યમાં પ્રવૃત્ત રંગરેજને જોનાર પુરુષની ( – પ્રેક્ષકની) માફક. ૩૯.
આત્મદ્રવ્ય ભોક્તૃનયે સુખદુઃખાદિનું ભોગવનાર છે, હિતકારી -અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક. [આત્મા ભોક્તાનયે સુખદુઃખાદિને ભોગવે છે, જેમ હિતકારી કે અહિતકારી અન્નને ખાનાર રોગી સુખ કે દુઃખને ભોગવે છે તેમ.] ૪૦.
આત્મદ્રવ્ય અભોક્તૃનયે કેવળ સાક્ષી જ છે, હિતકારી -અહિતકારી અન્નને ખાનાર રોગીને જોનાર વૈદ્યની માફક. [આત્મા અભોક્તાનયે કેવળ સાક્ષી જ છે — ભોક્તા નથી, જેમ સુખદુઃખને ભોગવનાર રોગીને જોનાર જે વૈદ્ય તે તો કેવળ સાક્ષી જ છે તેમ.] ૪૧.
Page 500 of 513
PDF/HTML Page 531 of 544
single page version
लब्धनिधानान्धवदनुष्ठानप्राधान्यसाध्यसिद्धिः ४२ । ज्ञाननयेन चणकमुष्टिक्रीतचिन्तामणिगृह- कोणवाणिजवद्विवेकप्राधान्यसाध्यसिद्धिः ४३ । व्यवहारनयेन बन्धकमोचकपरमाण्वन्तरसंयुज्य- मानवियुज्यमानपरमाणुवद्बन्धमोक्षयोर्द्वैतानुवर्ति ४४ । निश्चयनयेन केवलबध्यमानमुच्यमानबन्ध- मोक्षोचितस्रिग्धरूक्षत्वगुणपरिणतपरमाणुवद्बन्धमोक्षयोरद्वैतानुवर्ति ४५ । अशुद्धनयेन घटशराव- विशिष्टमृण्मात्रवत्सोपाधिस्वभावम् ४६ । शुद्धनयेन केवलमृण्मात्रवन्निरुपाधिस्वभावम् ४७ । इव रागद्वेषमोहकल्लोलैर्यावदस्वस्थरूपेण क्षोभं गच्छत्ययं जीवस्तावत्कालं निजशुद्धात्मानं न प्राप्नोति इति । स एव वीतरागसर्वज्ञप्रणीतोपदेशात् एकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियसंज्ञिपर्याप्तमनुष्यदेशकुल-
આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, થાંભલા વડે માથું ભેદાતાં દ્રષ્ટિ ઉત્પન્ન થઈને જેને નિધાન મળે છે એવા અંધની માફક. [ક્રિયાનયે આત્મા અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય એવો છે, જેમ કોઈ અંધ પુરુષને પત્થરના થાંભલા સાથે માથું ફોડવાથી માથામાંના લોહીનો વિકાર દૂર થવાને લીધે આંખો ખૂલી જાય અને નિધાન પ્રાપ્ત થાય તેમ.] ૪૨.
આત્મદ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણિ ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી તેની માફક. [જ્ઞાનનયે આત્માને વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે, જેમ ઘરના ખૂણામાં બેઠેલો વેપારી ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણિ ખરીદી લે તેમ.] ૪૩.
આત્મદ્રવ્ય વ્યવહારનયે બંધ અને મોક્ષને વિષે +દ્વૈતને અનુસરનારું છે, બંધક (બંધ કરનાર) અને મોચક (મુક્ત કરનાર) એવા અન્ય પરમાણુ સાથે સંયુક્ત થતા અને તેનાથી વિયુક્ત થતા એવા પરમાણુની માફક. [વ્યવહારનયે આત્મા બંધ અને મોક્ષમાં (પુદ્ગલ સાથે) દ્વૈતને પામે છે, જેમ પરમાણુના બંધને વિષે તે પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોગ પામવારૂપ દ્વૈતને પામે છે અને પરમાણુના મોક્ષને વિષે તે પરમાણુ અન્ય પરમાણુથી છૂટો થવારૂપ દ્વૈતને પામે છે તેમ.] ૪૪.
આત્મદ્રવ્ય નિશ્ચયનયે બંધ અને મોક્ષને વિષે અદ્વૈતને અનુસરનારું છે, એકલો બંધાતો અને મુકાતો એવો જે બંધમોક્ષોચિત સ્નિગ્ધત્વરૂક્ષત્વગુણે પરિણત પરમાણુ તેની માફક. [નિશ્ચયનયે આત્મા એકલો જ બદ્ધ અને મુક્ત થાય છે, જેમ બંધ અને મોક્ષને ઉચિત એવા સ્નિગ્ધત્વગુણે કે રૂક્ષત્વગુણે પરિણમતો પરમાણુ એકલો જ બદ્ધ અને મુક્ત થાય છે તેમ.] ૪૫.
આત્મદ્રવ્ય અશુદ્ધનયે, ઘટ અને રામપાત્રથી વિશિષ્ટ માટીમાત્રની માફક, સોપાધિસ્વભાવવાળું છે. ૪૬.
આત્મદ્રવ્ય શુદ્ધનયે, કેવળ માટીમાત્રની માફક, નિરુપાધિસ્વભાવવાળું છે. ૪૭. +દ્વૈત = બે -પણું. [વ્યવહારનયે આત્માના બંધને વિષે કર્મ સાથેના સંયોગની અપેક્ષા આવતી હોવાથી દ્વૈત છે અને આત્માના મોક્ષને વિષે કર્મના વિયોગની અપેક્ષા આવતી હોવાથી ત્યાં પણ દ્વૈત છે.]
Page 501 of 513
PDF/HTML Page 532 of 544
single page version
तदुक्तम् — ‘‘जावदिया वयणवहा तावदिया चेव होंति णयवादा । जावदिया णयवादा तावदिया चेव होंति परसमया ।।’’ ‘‘परसमयाणं वयणं मिच्छं खलु होदि सव्वहा वयणा । जइणाणं पुण वयणं सम्मं खु कहंचि वयणादो ।।’’ एवमनया दिशा प्रत्येकमनन्त- धर्मव्यापकानन्तनयैर्निरूप्यमाणमुदन्वदन्तरालमिलद्धवलनीलगाङ्गयामुनोदकभारवदनन्तधर्माणां परस्परमतद्भावमात्रेणाशक्यविवेचनत्वादमेचकस्वभावैकधर्मव्यापकैकधर्मित्वाद्यथोदितैकान्तात्मा- त्मद्रव्यम् । युगपदनन्तधर्मव्यापकानन्तनयव्याप्येकश्रुतज्ञानलक्षणप्रमाणेन निरूप्यमाणं तु रूपेन्द्रियपटुत्वनिर्व्याध्यायुष्यवरबुद्धिसद्धर्मश्रवणग्रहणधारणश्रद्धानसंयमविषयसुखनिवर्तनक्रोधादिकषायव्या- वर्तनादिपरंपरादुर्लभान्यपि कथंचित्काकतालीयन्यायेनावाप्य सकलविमलकेवलज्ञानदर्शनस्वभावनिज-
[અર્થઃ — જેટલા ૧વચનપંથ છે તેટલા ખરેખર નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય (પર મત) છે.
પરસમયોનું (મિથ્યામતીઓનું) વચન સર્વથા (અર્થાત્ અપેક્ષા વિના) કહેવામાં આવતું હોવાથી ખરેખર મિથ્યા છે; અને જૈનોનું વચન કથંચિત્ (અર્થાત્ અપેક્ષા સહિત) કહેવામાં આવતું હોવાથી ખરેખર સમ્યક્ છે.]
એ રીતે આ (ઉપરોક્ત) સૂચન પ્રમાણે (અર્થાત્ ૪૭ નયોમાં સમજાવ્યું તે વિધિથી) એક એક ધર્મમાં એક એક નય (વ્યાપે) એમ અનંત ધર્મોમાં વ્યાપક અનંત નયો વડે નિરૂપણ કરવામાં આવે તો, સમુદ્રની અંદર મળતા ૨શ્વેત -નીલ ગંગા -યમુનાના જળસમૂહની માફક, અનંત ધર્મોને પરસ્પર અતદ્ભાવમાત્ર વડે જુદા પાડવા અશક્ય હોવાથી, આત્મદ્રવ્ય ૩અમેચકસ્વભાવવાળું, એક ધર્મમાં વ્યાપનારું, એક ધર્મી હોવાને લીધે યથોક્ત એકાંતાત્મક (એકધર્મસ્વરૂપ) છે. પરંતુ યુગપદ્ અનંત ધર્મોમાં વ્યાપક એવા અનંત નયોમાં વ્યાપનારા એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણ વડે નિરૂપણ કરવામાં આવે તો, બધી નદીઓના જળસમૂહના ૧. વચનપંથ = વચનના પ્રકાર. [જેટલા વચનના પ્રકારો છે તેટલા નયો છે. અપેક્ષા સહિત નય તે
સમ્યક્ નય છે અને અપેક્ષા રહિત નય તે મિથ્યા નય છે; તેથી જેટલા સમ્યક્ નયો છે તેટલા જ મિથ્યા નયો છે.] ૨. ગંગાનું પાણી શ્વેત હોય છે અને જમનાનું પાણી નીલ (વાદળી) હોય છે. ૩. અમેચક = અભેદ; વિવિધતા રહિત; એક.
Page 502 of 513
PDF/HTML Page 533 of 544
single page version
समस्ततरङ्गिणीपयःपूरसमवायात्मकैकमकराकरवदनन्तधर्माणां वस्तुत्वेनाशक्यविवेचनत्वा- न्मेचकस्वभावानन्तधर्मव्याप्येकधर्मित्वात् यथोदितानेकान्तात्मात्मद्रव्यम् ।
स्वात्मद्रव्यं शुद्धचिन्मात्रमन्तः ।।१९।।
इत्यभिहितमात्मद्रव्यमिदानीमेतदवाप्तिप्रकारोऽभिधीयते — अस्य तावदात्मनो नित्य- मेवानादिपौद्गलिककर्मनिमित्तमोहभावनानुभावघूर्णितात्मवृत्तितया तोयाकरस्येवात्मन्येव क्षुभ्यतः क्रमप्रवृत्ताभिरनन्ताभिर्ज्ञप्तिव्यक्तिभिः परिवर्तमानस्य ज्ञप्तिव्यक्तिनिमित्ततया ज्ञेयभूतासु परमात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसंजातरागाद्युपाधिरहितपरमानन्दैक- સમવાયાત્મક (સમુદાયસ્વરૂપ) એક સમુદ્રની માફક, અનંત ધર્મોને વસ્તુપણે જુદા પાડવા અશક્ય હોવાથી આત્મદ્રવ્ય +મેચકસ્વભાવવાળું, અનંત ધર્મોમાં વ્યાપનારું, એક ધર્મી હોવાને લીધે યથોક્ત અનેકાન્તાત્મક (અનેકધર્મસ્વરૂપ) છે. [જેમ એક વખતે એક નદીના જળને જાણનારા જ્ઞાનાંશ વડે જોવામાં આવે તો સમુદ્ર એક નદીના જળસ્વરૂપ જણાય છે, તેમ એક વખતે એક ધર્મને જાણનારા એક નયથી જોવામાં આવે તો આત્મા એક ધર્મસ્વરૂપ જણાય છે; પરંતુ જેમ એકીસાથે સર્વ નદીઓનાં જળને જાણનારા જ્ઞાન વડે જોવામાં આવે તો સમુદ્ર સર્વ નદીઓનાં જળસ્વરૂપ જણાય છે, તેમ એકીસાથે સર્વ ધર્મોને જાણનારા પ્રમાણ વડે જોવામાં આવે તો આત્મા અનેક ધર્મસ્વરૂપ જણાય છે. આ રીતે એક નયથી જોતાં આત્મા એકાંતાત્મક છે અને પ્રમાણથી જોતાં અનેકાંતાત્મક છે.]
[હવે એ જ આશયને કાવ્ય દ્વારા કહીને ‘આત્મા કેવો છે’ એ વિષેનું કથન પૂરું કરવામાં આવે છેઃ]
[અર્થઃ – ] આ રીતે સ્યાત્કારશ્રીના (સ્યાત્કારરૂપી લક્ષ્મીના) વસવાટને વશ વર્તતા નયસમૂહો વડે (જીવો) જુએ તોપણ અને પ્રમાણ વડે જુએ તોપણ સ્પષ્ટ અનંત ધર્મોવાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધચૈતન્યમાત્ર દેખે છે જ.
એ રીતે આત્મદ્રવ્ય કહેવામાં આવ્યું. હવે તેની પ્રાપ્તિનો પ્રકાર (રીત) કહેવામાં આવે છેઃ પ્રથમ તો, અનાદિ પૌદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે એવી મોહભાવનાના (મોહના અનુભવના) પ્રભાવ વડે આત્મપરિણતિ સદાય ઘૂમરી ખાતી હોવાથી આ આત્મા સમુદ્રની માફક પોતામાં જ ક્ષુબ્ધ થતો થકો ક્રમે પ્રવર્તતી અનંત જ્ઞપ્તિવ્યક્તિઓ વડે પરિવર્તન પામે *શાલિની છંદ + મેચક = જુદા જુદા; વિધવિધ; અનેક.
Page 503 of 513
PDF/HTML Page 534 of 544
single page version
बहिरर्थव्यक्तिषु प्रवृत्तमैत्रीकस्य शिथिलितात्मविवेकतयात्यन्तबहिर्मुखस्य पुनः पौद्गलिक- कर्मनिर्मापकरागद्वेषद्वैतमनुवर्तमानस्य दूरत एवात्मावाप्तिः । अथ यदा त्वयमेव प्रचण्ड- कर्मकाण्डोच्चण्डीकृताखण्डज्ञानकाण्डत्वेनानादिपौद्गलिकक र्मनिर्मितस्य मोहस्य वध्यघातकविभाग- ज्ञानपूर्वकविभागकरणात् केवलात्मभावानुभावनिश्चलीकृतवृत्तितया तोयाकर इवात्मन्येवाति- निष्प्रकम्पस्तिष्ठन् युगपदेव व्याप्यानन्ता ज्ञप्तिव्यक्तीरवकाशाभावान्न जातु विवर्तते, तदास्य ज्ञप्तिव्यक्तिनिमित्ततया ज्ञेयभूतासु बहिरर्थव्यक्तिषु न नाम मैत्री प्रवर्तते; ततः सुप्रतिष्ठितात्मविवेकतयात्यन्तमन्तर्मुखीभूतः पौद्गलिककर्मनिर्मापकरागद्वेषद्वैतानुवृत्तिदूरीभूतो दूरत एवाननुभूतपूर्वमपूर्वज्ञानानन्दस्वभावं भगवन्तमात्मानमवाप्नोति । अवाप्नोत्वेव ज्ञानानन्दात्मानं जगदपि परमात्मानमिति । लक्षणसुखामृतरसास्वादानुभवलाभे सत्यमावास्या दिवसे जलकल्लोलक्षोभरहितसमुद्र इव रागद्वेष- मोहकल्लोलक्षोभरहितप्रस्तावे यदा निजशुद्धात्मस्वरूपे स्थिरो भवति तदा तदैव निजशुद्धात्मस्वरूपं प्राप्नोति ।। છે, તેથી ૧જ્ઞપ્તિવ્યક્તિઓનાં નિમિત્તરૂપ હોવાથી જે જ્ઞેયભૂત છે એવી બાહ્યપદાર્થવ્યક્તિઓ પ્રત્યે તેને મૈત્રી પ્રવર્તે છે, તેથી આત્મવિવેક શિથિલ થયો હોવાને લીધે અત્યંત બહિર્મુખ એવો તે ફરીને પૌદ્ગલિક કર્મને રચનારા રાગદ્વેષદ્વૈતરૂપે પરિણમે છે અને તેથી તેને આત્મપ્રાપ્તિ દૂર જ છે. પરંતુ હવે જ્યારે આ જ આત્મા પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી અનાદિ -પૌદ્ગલિક -કર્મરચિત મોહને ૨વધ્યઘાતકના વિભાગજ્ઞાનપૂર્વક વિભક્ત (જુદો) કરવાને લીધે (પોતે) કેવળ આત્મભાવનાના (આત્માના અનુભવના) પ્રભાવ વડે પરિણતિ નિશ્ચળ કરી હોવાથી સમુદ્રની માફક પોતામાં જ અતિ નિષ્કંપ રહેતો થકો એકીસાથે જ અનંત જ્ઞપ્તિવ્યક્તિઓમાં વ્યાપીને અવકાશના અભાવને લીધે બિલકુલ વિવર્તન (પરિવર્તન) પામતો નથી, ત્યારે જ્ઞપ્તિવ્યક્તિઓનાં નિમિત્તરૂપ હોવાથી જે જ્ઞેયભૂત છે એવી બાહ્યપદાર્થવ્યક્તિઓ પ્રત્યે તેને ખરેખર મૈત્રી પ્રવર્તતી નથી અને તેથી આત્મવિવેક સુપ્રતિષ્ઠિત (સુસ્થિત) થયો હોવાને લીધે અત્યંત અંતર્મુખ થયેલો એવો આ આત્મા પૌદ્ગલિક કર્મને રચનારા રાગદ્વેષદ્વૈતરૂપ પરિણતિથી દૂર થયો થકો પૂર્વે નહિ અનુભવેલા અપૂર્વ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને અત્યંતપણે જ પ્રાપ્ત કરે છે. જગત પણ જ્ઞાનાનંદાત્મક પરમાત્માને પ્રાપ્ત કરો જ. ૧. વ્યક્તિઓ = પ્રગટતાઓ; પર્યાયો; વિશેષો. [બાહ્યપદાર્થવિશેષો જ્ઞપ્તિવિશેષોનાં નિમિત્ત હોવાથી
જ્ઞેયભૂત છે.] ૨. આત્મા વધ્ય અર્થાત્ હણાવાયોગ્ય છે અને મોહ ઘાતક અર્થાત્ હણનાર છે.
Page 504 of 513
PDF/HTML Page 535 of 544
single page version
इति श्रीजयसेनाचार्यकृतायां तात्पर्यवृत्तौ एवं पूर्वोक्तक्रमेण ‘एस सुरासुर’ इत्याद्येकोत्तरशत- गाथापर्यन्तं सम्यग्ज्ञानाधिकारः, तदनन्तरं ‘तम्हा तस्स णमाइं’ इत्यादि त्रयोदशोत्तरशतगाथापर्यन्तं
સરિતામાં) જે ડૂબેલું છે, જગતને જોવાને સમર્થ એવી મહાસંવેદનરૂપી શ્રી (મહાજ્ઞાનરૂપી લક્ષ્મી) જેમાં મુખ્ય છે, ઉત્તમ રત્નના કિરણ જેવું જે સ્પષ્ટ છે અને જે ઇષ્ટ છે એવા ઉલ્લસતા (પ્રકાશમાન, આનંદમય) સ્વતત્ત્વને જનો સ્યાત્કારલક્ષણ જિનેશશાસનના વશે પામો ( – ‘સ્યાત્કાર’ જેનું ચિહ્ન છે એવા જિનભગવાનના શાસનનો આશ્રય કરીને પામો).
[હવે, ‘અમૃતચંદ્રસૂરિ આ ટીકાના રચનાર છે’ એમ માનવું યોગ્ય નથી એવા અર્થના કાવ્ય દ્વારા યથાર્થ વસ્તુસ્વરૂપને દર્શાવી સ્વતત્ત્વપ્રાપ્તિની પ્રેરણા કરવામાં આવે છેઃ]
[અર્થઃ] (ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણમાવી શકતો નથી, તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં જ્ઞેયપણે – પ્રમેયપણે પરિણમે છે, શબ્દો તેમને જ્ઞેય બનાવી – સમજાવી શકતા નથી માટે) ‘આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યેય (સમજાવવાયોગ્ય) છે, વાણીની ગૂંથણી તે વ્યાખ્યા (સમજૂતી) છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા (વ્યાખ્યા કરનાર, સમજાવનાર) છે’ એમ મોહથી જનો ન નાચો ( – ન ફુલાઓ). (પરંતુ) સ્યાદ્વાદવિદ્યાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વ તત્ત્વને પ્રાપ્ત કરીને આજે (જનો) અવ્યાકુળપણે નાચો ( – પરમાનંદપરિણામે પરિણમો).
[હવે કાવ્ય દ્વારા ચૈતન્યનો મહિમા ગાઈને, તે જ એક અનુભવવાયોગ્ય છે એમ પ્રેરણા કરીને, આ પરમ પવિત્ર પરમાગમની પૂર્ણાહુતિ કરવામાં આવે છેઃ] *શાર્દૂલવિક્રીડિત છંદ
Page 505 of 513
PDF/HTML Page 536 of 544
single page version
अपरमिह न किञ्चित्तत्त्वमेकं परं चित् ।।२२।।
ज्ञेयाधिकारापरनामा सम्यक्त्वाधिकारः, तदनन्तरं ‘एवं पणमिय सिद्धे’ इत्यादि सप्तनवतिगाथापर्यन्तं चारित्राधिकारश्चेति महाधिकारत्रयेणैकादशाधिकत्रिशतगाथाभिः प्रवचनसारप्राभृतं समाप्तम् ।।
[અર્થઃ — ] આ રીતે (આ પરમાગમમાં) અમંદપણે (જોરથી, બળવાનપણે, મોટે અવાજે) જે થોડુંઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું. (અગ્નિને વિષે હોમવામાં આવતા ઘીને અગ્નિ ખાઈ જાય છે, જાણે કે કાંઈ હોમાયું જ ન હોય! તેવી રીતે અનંત માહાત્મ્યવંત ચૈતન્યનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તોપણ જાણે કે એ સમસ્ત વર્ણનને અનંત મહિમાવંત ચૈતન્ય ખાઈ જાય છે; ચૈતન્યના અનંત મહિમા પાસે બધું વર્ણન જાણે કે વર્ણન જ ન થયું હોય એમ તુચ્છતાને પામે છે.) તે ચૈતન્યને જ ચૈતન્ય આજે પ્રબળપણે – ઉગ્રપણે અનુભવો (અર્થાત્ તે ચિત્સ્વરૂપ આત્માને જ આત્મા આજે અત્યંત અનુભવો) કારણ કે આ લોકમાં બીજું કાંઈ જ (ઉત્તમ) નથી, ચૈતન્ય જ એક પરમ (ઉત્તમ) તત્ત્વ છે.
આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પ્રવચનસાર શાસ્ત્રની શ્રીમદ્- અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) તત્ત્વદીપિકા નામની સંસ્કૃત ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
*માલિની છંદ. પ્ર. ૬૪
Page 506 of 513
PDF/HTML Page 537 of 544
single page version
શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
વ્યવહારનય સ્વદ્રવ્ય -પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ -કાર્યાદિકને કોઇના કોઇમાં મેળવી નિરુપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરુપણ કરે છે તથા કોઇને કોઇમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃ—જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ ?
ઉત્તરઃ—જિનમાર્ગમાં કોઇ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું, તથા કોઇ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’’ એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરુપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્નઃ—જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આયો ? એક નિશ્ચયનયનું જ નિરુપણ કરવું હતું ?
ઉત્તરઃ—એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આયો છે કે— જેમ કોઇ અનાર્ય -મલે.છને મલે.છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઇ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે—એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવાયોગ્ય નથી.
Page 507 of 513
PDF/HTML Page 538 of 544
single page version
अइसयमादसमुत्थं
अजधाचारविजुत्तो
अट्ठे अजधागहणं
अट्ठेसु जो ण मुज्झदि
अत्थं अक्खणिवदिदं
अत्थि अमुत्तं मुत्तं
अत्थित्तणिच्छिदस्स
अत्थि त्ति य णत्थि त्ति
अत्थो खलु दव्वमओ
अधिगगुणा सामण्णे
अधिवासे व विवासे
अपदेसं सपदेसं
अपदेसो परमाणू
अपयत्ता वा चरिया
अपरिच्चत्तसहावेणुप्पाद
अप्पडिकु ट्ठं उवधिं
अप्पडिकुट्ठं पिंडं
अप्पा उवओगप्पा
अप्पा परिणामप्पा
अब्भुट्ठाणं गहणं
अब्भुट्ठेया समणा
अयदाचारो समणो
अरसमरूवमगंधं
अरहंतादिसु भत्ती
अववददि सासणत्थं
अविदिदपरमत्थेसु
असुभोवओगरहिदा
असुहोदएण आदा
असुहोवओगरहिदो
Page 508 of 513
PDF/HTML Page 539 of 544
single page version
एक्कं खलु तं भत्तं
एक्को व दुगे बहुगा
एगंतेण हि देहो
एगम्हि संति समये
एगुत्तरमेगादी
एदाणि पंचदव्वाणि
एदे खलु मूलगुणा
एयग्गगदो समणो
एवं जिणा जिणिंदा
एवं णाणप्पाणं
एवं पणमिय सिद्धे
एवं विदिदत्थो
एवंविहं सहावे
एस सुरासुरमणुसिंद
एसा पसत्थभूदा
एसो त्ति णत्थि
एसो बंधसमासो
ओगाढगाढणिचिदो
ओरालिओ य देहो
कत्ता करणं कम्मं
कम्मत्तणपाओग्गा
कम्मं णामसमक्खं
कालस्स वट्टणा से
किच्चा अरहंताणं
किध तम्हि णत्थि
किं किंचण त्ति तक्कं
कुलिसाउहचक्कधरा
कुव्वं सभावमादा
केवलदेहो समणो
कोहादिएहि चउहि
गुणदोधिगस्स विणयं
Page 509 of 513
PDF/HTML Page 540 of 544
single page version
जीवा पोग्गलकाया
जीवो परिणमदि
जीवो पाणणिबद्धो
जीवो भवं भविस्सदि
जीवो ववगदमोहो
जीवो सयं अमुत्तो
जुत्तो सुहेण आदा
जे अजधागहिदत्था
जे णेव हि संजाया
जे पज्जयेसु णिरदा
जेसिं विसएसु रदी
जो इंदियादिविजई
जो एवं जाणित्ता
जो खलु दव्वसहावो
जो खविदमोहकलुसो
जो जाणदि अरहंतं
जो जाणदि सो णाणं
जो जाणादि जिणिंदे
जो णवि जाणदि एवं
जो ण विजाणदि
जो णिहदमोहगंठी
जो णिहदमोहदिट्ठी
जोण्हाणं णिरवेक्खं
जो तं दिट्ठा तुट्ठो
जो पक्कमपक्कं वा
जो मोहरागदोसे
जो रयणत्तयणासो
जो हि सुदेण
ठाणणिसेज्जविहारा
ण चयदि जो दु
णत्थि गुणो त्ति व
णत्थि परोक्खं
णत्थि विणा परिणामं