Page 362 of 540
PDF/HTML Page 371 of 549
single page version
‘સત્’ છે તે સત્તા ગુણથી જુદું નથી. આ પરમાણુ ય સત્ છે, આત્મા ય સત્ છે. તો જે સત્ છે તે
સત્તા નામના ગુણથી તે સત્ જુદું નથી. આહા... હા! જરી ઝીણો વિષય છે. લોજિકથી સિદ્ધ કરે છે.
હવે સત્તા-વસ્તુ છે એમાં સત્તા નામનો ગુણ છે. ‘છે’ એવી સત્તા નામનો ગુણ છે. (એ ગુણ) ન
હોય તો વસ્તુ જ ન હોય. આત્મા, પરમાણુ આદિ (છ દ્રવ્યો) એમાં સત્તા નામનો ગુણ છે. એ સત્તા
ને દ્રવ્ય અર્થાંતરો, ભિન્નપદાર્થો નથી. સત્તા ભિન્ન છે ને દ્રવ્ય ભિન્ન છે એમ નથી. સત્તા ગુણ છે દ્રવ્ય
ગુણી છે. છતાં તે ભિન્ન નથી. (ભિન્ન) નહિ હોવા વિષે (આ ગાથામાં) યુક્તિ રજૂ કરે છે.
हवदि पुणो अण्णं वा तम्हा दव्वं सयं सत्ता ।। १०५।।
વો ભિન્ન ઠરતું સત્ત્વથી! તેથી સ્વયં તે સત્ત્વ છે. ૧૦પ.
સ્વરૂપથી જ જો હયાતી ધરાવતી ન હોય, એના સ્વરૂપથી જ સત્તા ન હોય, નિજ સ્વરૂપથી જ એમાં
સત્ત્વ ન હોય, આહા...! “તો બીજી ગતિ એ થાય કે” શું કીધું ઈ? સમજાણું? વસ્તુ જે છે આત્મા,
આ પરમાણુ, એમાં જો દ્રવ્ય સ્વરૂપથી સત્તા ન હોય, પોતાથી જ સત્તાપણે-હોવાપણે ન હોય-હયાત
રહે-ટકે (અર્થ આપ્યો છે) અંદર (નીચે ફૂટનોટમાં) (કે સત્તાનું કાર્ય એટલું જ છે કે તે દ્રવ્યને હયાત
રાખે. જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત રહે-ટકે, તો પછી સતાનું પ્રયોજન જ રહેતું નથી,
અર્થાત્ સત્તાના અભાવનો પ્રસંગ આવે છે) (જો એમ હોય) તો બીજી ગતિ શી થાય? કેઃ
આહા... હા... હા!
Page 363 of 540
PDF/HTML Page 372 of 549
single page version
હોય, સત્તા સ્વરૂપ ન હોય, હોવાપણાના ગુણવાળું ન હોય, તો તે અસત્ હોય. તો તે ધ્રૌવ્યના
અસંભવને લીધે, કાયમ રહેવું એના અસંભવને લીધે, પોતે નહિ ટકતું થકું, દ્રવ્ય જ પોતે ટકતું નથી.
(તેથી) “દ્રવ્ય જ અસ્ત થાય” છે. વસ્તુ નાશ પામી જાય છે. સમજાય છે કાંઈ? બધો ન્યાયનો
વિષય છે! આ ‘પ્રવચનસાર’.
આહા... હા! હા! “દ્રવ્ય જ અસ્ત થાય.” છે’ એવું જો દ્રવ્ય પોતાથી છે એમ ન હોય, તો તે દ્રવ્યનો
નાશ થાય. આહા... હા... હા! “જો સત્તાથી પૃથક હોય.” વસ્તુ જે છે ભગવાન આત્મા કે પરમાણુ
(વગેરે) એની સત્તા નામના ગુણથી જો તે (સત્) જુદું હોય.
હોય તો, સત્તા સિવાય પણ પોતાથી ટકતું (-હયાત રહેતું) થકું,
જ માત્ર જેનું પ્રયોજન છે.” સત્તાનું પ્રયોજન એ છે કે દ્રવ્ય પોતે પોતાથી છે. જો ઈ સત્તાને ન માને, તો
દ્રવ્ય નો જ અભાવ થઈ જાય. અસ્તિત્વ ન રહે ‘છે’ ઈ છે સત્તાથી છે. સત્તાની ના પાડે તો વસ્તુ અસ્ત
થઈ જાય. આહા.. હા! સમજાય છે!
થાય. ‘સત્તા’ છે તો આત્મા-દ્રવ્ય છે. એમ જો સત્તા ન માને. અથવા (સત્તાને સત્થી) ભિન્ન માને
તો (દ્રવ્યનું) હોવાપણું જ નકાર થઈ જાય. દ્રવ્યના હોવાપણાની (જ) નાસ્તિ થઈ જાય. આહા... હા...
હા!
સત્ છે. પરમાણુ (એ) પરમાણુ પોતાથી સત્ છે. આહા... હા! તો
(અર્થાત્ સિદ્ધ થાય છે.) ” કહે છે (તેથી) દ્રવ્યની સિદ્ધિ થાય છે. આહા... હા! આવું છે. વાણિયાને
વેપાર સિવાય હવે આવી વાતું (સમજવી) બીજી જાતની છે આ બધી! અહીંયાં સત્તાગુણ, અસ્તિત્વ
ગુણ, સત્તાગુણ, (એ જા અસ્તિત્વ, એ આત્મા (ને સત્તાગુણ) બે અભેદ છે. જો એમ ન હોય તો
અસ્તિત્વ વિના, સત્તાના ગુણ વિના દ્રવ્ય જ, તેનો અભાવ થઈ જાય. આહા... હા... હા!
સમજાણું? “સત્તાથી પૃથક રહીને પોતે ટકતું (હયાત રહેતું) થકું એટલું જ માત્ર જેનું
Page 364 of 540
PDF/HTML Page 373 of 549
single page version
નથી. સત્તાથી તદ્ન ભિન્ન દ્રવ્ય હોય, (એટલે) દ્રવ્યમાં સત્તા (ગુણ) ન હોય, તો તે સત્તા વિના દ્રવ્ય
જ રહેતું નથી. આહા.. હા... હા! (શ્રોતાઃ) આનું શું કામ છે? આટલું બધું સમજવાનું શું કામ છે?
(ઉત્તરઃ) કામ છે. ઈ વસ્તુસ્થિતિ આવી છે. ‘છે’ ગુણ અને ગુણી. ગુણ અને ગુણી (બન્નેને)
અતદ્ભાવ કહેશે. એક ન્યાયે. અહીંયાં તો તે અતદ્ભાવે (હોવા) છતાં અનન્ય છે. એમ અહીંયાં સિદ્ધ
કરવું છે. આહા... હા!
આહા... હા! (પરંતુ) “જો દ્રવ્ય સ્વરૂપથી જ સત્ હોય.” વસ્તુ પોતાથી જ છે. સત્ છે. સચ્ચિદાનંદ
પ્રભુ! પોતાથી સત્ છે આત્મા (અને બાકીના દ્રવ્યો) આહા.. હા! તો - (૧) ધ્રૌવ્યના સદ્ભાવને
લીધે પોતે ટકતું થકું.” પોતાથી જ સત્તાવાળું સત્ છે. તેથી ધ્રૌવ્યના સદ્ભાવને લીધે, પોતે ટકતું થકું,
સત્તા પોતાની છે, પોતાની સત્તાથી પોતામાં હોવું (હયાત રહેવું) તેથી તે ધ્રૌવ્યપણે ટકતું થકું.
(શ્રોતાને ઉદે્ેશીને) આ વાંચી તો ગ્યા હશે, કે? વાંચ્યું’ તું ને તમે? અહા.. હા.. હા! ‘એટલું જ
માત્ર જેનું પ્રયોજન છે એવી સત્તાને ઉદિત કરે છે (અર્થાત્ સિદ્ધ કરે છે) તેથી દ્રવ્ય સિદ્ધ થાય છે. શું
કીધું? કે આ તત્ત્વ છે ઈ સ્વરૂપથી જ ન હોય, પોતાના સ્વરૂપથી જ સત્ હોય, તો તો પોતે
પોતાનાથી ધ્રૌવ્ય રહે. બીજા-બીજા રાખે તો રહે (પણ) સત્તા તો એનો ગુણ છે. (સત્) ને
સતાસહિત છે. હોવાપણાસહિત છે. અસ્તિત્વગુણ સહિત છે. એવી અસ્તિત્વગુણને લઈને, એનું
ધ્રૌવ્યપણું ટકી રહે છે. અને અસ્તિત્વગુણ જો ભિન્ન છે અને આત્માને (છએ) દ્રવ્ય (અસ્તિત્વગુણથી)
ભિન્ન છે તો તો અસ્તિત્વગુણ વિના આત્માનો (છએ દ્રવ્યોનો) અભાવ થઈ જાય છે. સત્તા, સત્તા
એકેય નથી (રહેતી) અસત્તા થઈ જાય છે. આહા... હા! (ભાઈ) આ જ તો આવ્યા!! ૯૩ ગાથાથી
ઝીણું હાલે છે આ. આહા... ‘જ્ઞેય અધિકાર’ છે. જ્ઞેય-ભગવાને જોયાં (છ એ દ્રવ્યો જ્ઞેય) આવું
સ્વરૂપ છે. એની મર્યાદા કેટલી? કેમ છે? તે જણાવે છે. મર્યાદાથી વિપરીત, અધિક કે ઓછું કે
વિપરીત-એ શ્રદ્ધા વિપરીત છે. આહા... હા!
એટલે ‘છે’. જો (વસ્તુમાં) સત્તાગુણ ન હોય તો દ્રવ્ય સિદ્ધ થતું નથી.’ સમજાણું કાંઈ
Page 365 of 540
PDF/HTML Page 374 of 549
single page version
સત્તાને આત્મા (બેય) જુદા છે. એક અપેક્ષાએ એમ કીધું હો અત્યારે. પછી બીજી અપેક્ષા આવશે.
હજી. આહા... હા! આવું ક્યાં? માણસને નવરાશ છે? હેં? હીરા-માણેકના ધંધા આડે! લાખો રૂપિયા
પેદા થાય (ઈ) ન્યાં બહારે ય દેખાય. લોકો માને કે આહા...! પૈસાવાળા છે! આહા...! પૈસા..વાળા
કોને કહેવા? અહીંયાં તો સત્તાવાળું દ્રવ્ય છે. આહા... હા... હા! એટલું જ સિદ્ધ કરવું છે. બાકી તો
સત્તાને દ્રવ્ય, (બંનેને) પ્રદેશ ભેદ નથી. અને સંજ્ઞાભેદે ભેદ તે અન્યત્વ ભેદ છે. આહા.. હા!
પ્રયોજન છે. એ સત્તા પોતાથી જ હોય, તે બરાબર વ્યાજબી દેખાય. એમ કહે છે. લોજિક! ન્યાય
ઝીણા બહુ!! સાધારણ બુદ્ધિમાં તો (કે) આ સમજમાં ન આવે, પત્તો શું અંદર છે? આત્મા’ છે’ પણ
કહે છે કે આત્મામાં સત્તાના અભાવે અસત્ થઈ જશે. આહા...હા! અને, સત્તાથી જો દ્રવ્ય હશે, તો તે
સત્તાથી ટકતું દ્રવ્યપણું, તેને લઈને, પોતાને લઈને ધ્રૌવ્યપણું રહેશે. અને તેથી સત્તાપણું, સ્વરૂપ એનું
છે તેથી તે દ્રવ્ય, એમ ન હોય તો, તેનું હોવાપણું, પદાર્થનું- દ્રવ્યનું હોવાપણું સાબિત થશે. નહીંતર
પદાર્થનું સાબિતપણું નહીં થાય. આહા...હા..!
અહીંયાં (એમ) સ્વીકારવું એમ કહે છે. પરને લઈને નથી. , તેમ સત્તા નામનો ગુણ, એનાથી
ધ્રૌવ્યનું-ટકવું થાય છે. એથી દ્રવ્યની પ્રસિદ્ધિ થાય છે. તેથી દ્રવ્ય પોતાથી ‘સત્’ છે. એમ સાબિત થાય
છે. આહા... હા!
તો-મોહનગરી! આખો દિ’ ધમાલ (ધમાલ) આહા.. હા!
જુઓ આવ્યા છે (સમાચાર) એમને એમ છે, બે શુદ્ધ છે આહા.. હા! આમને આમ પડયો છે (દેહ)
શરીર મોળું પડતું જાય છે!!
Page 366 of 540
PDF/HTML Page 375 of 549
single page version
જેને એ સિદ્ધિની ખબર નથી, એ બધા અસાધ્ય (અભાન) છે. આહા... હા.! એને અસાધ્યનો રોગ
લાગુ પડયો છે આહા...! કેટલા કાળથી (એ અસાધ્યરોગ) છે? કે તે તો અનંતકાળથી છે. આહા...
હા! (શ્રોતાઃ) હવે વીતરાગને સાંભળવા આવ્યાને...! (ઉત્તરઃ) એ તો હવે, ટાઈમ આવી ગ્યો હવે!
આહા... હા! શરીરના પરમાણુ- અસ્તિત્વ, પરમાણુનું અસ્તિત્વ આત્માથી જુદું છે અને પરમાણુમાં
અસ્તિત્વ ન હોય, પરમાણુ ટકી શકે નહીં. (પરમાણુ) દ્રવ્ય જ સિદ્ધ થાય નહીં. પણ પરમાણુ,
પોતાથી-સત્તાથી હોય, એના સત્તા નામના ગુણથી પોતે હોય, તો્ર દ્રવ્ય (પરમાણુ) સિદ્ધ થાય.
ધ્રૌવ્યપણું સિદ્ધ થાય. પોતાથી ધ્રૌવ્યપણું સિદ્ધ થાય. આહા... હા... હા!
નામના ગુણને લઈને ‘છે’ એકલાથી હોય તો સત્તા વિનાનો અસત્ થઈ જાય. ‘નથી દ્રવ્ય’ એમ થઈ
જાય. આહા... હા... હા! ન્યાય સમજાય છે? ‘આત્મા છે’ પરમાણુ છે’ એ ‘છે’ એમાં દ્રવ્યમાં સત્તા
જો ન હોય, તો ‘દ્રવ્ય છે’ એવું ટકવું જ ત્યાં રહે નહીં. ન રહે તો દ્રવ્યોનો જ અભાવ થાય. આહા...
હા!
બીજી અપેક્ષા જુદી આવશે. અત્યારે તો અહીંયાં એટલું જ સિદ્ધ કરવું છે કે સત્તાવાન ને સત્તાનો
ધરનાર દ્રવ્ય, ભાવવાન “અપૃથક પણા વડે અન્યપણું છે.” (બંને) જુદા નથી એથી અનેરાપણું નથી.
અનન્યપણું છે. સત્તાને દ્રવ્યને અનન્યપણું છે, અનન્યપણું નથી. (અર્થાત્) અનન્યપણું છે અન્યપણું
નથી. આહા... હા! હેઠે કહયું છે (ફૂટનોટમાં-૪) સત્તાનું કાર્ય એટલું જ છે કે તે દ્રવ્યને હયાત રાખે.
જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત રહે-ટકે, તો પછી સતાનું પ્રયોજન જ રહેતું નથી અર્થાત્
સત્તાના અભાવનો પ્રસંગ આવે છે.
અને અન્યત્વનો ભેદ જે અપેક્ષાએ છે તે અપેક્ષા લઈને તેમના ખાસ (જુદા) અર્થો હવેની ગાથામાં
કહેશે, તે અર્થો અહીં લાગુ ન પાડવા.
(એટલે) સત્તા ને આત્મા વચ્ચે અન્યપણું છે. અનન્ય નથી. આહા... હા! કેમ કે દ્રવ્ય છે એનું નામ
Page 367 of 540
PDF/HTML Page 376 of 549
single page version
અન્યપણું છે. અતદ્ભાવ તરીકે પૃથકપણું નહીં આહા... હા! આવું હોય? યાદ કોને? રસ (કોને
હોય?) આવશે. (અતદભાવની ચોખવટ) (હવેની) ગાથામાં કહેશે, તે અર્થો અહીં લાગુ ન પાડવા.
પછીના અર્થમાં આવશે કેઃ ‘સત્તા’ અન્ય છે. ‘દ્રવ્ય’ અન્ય છે. (પરંતુ) પૃથકપણું નથી. પણ જે ભાવ
‘ગુણીનો’ છે તે ભાવ ‘ગુણનો’ નથી. (અથવા) ગુણીનો જે ‘ભાવ’ છે તે ‘ભાવ’ ગુણનો નથી.
એથી તે અપેક્ષાએ સત્તા ને (સત્ને) અન્યત્વ એટલે અનેરા-અનેરા (કહીને) ત્યાં (કહીને) ત્યાં
(બંને) અનેરા છે (એમ) કહેશે. અહીંયાં અન્યત્વ કહે છે ત્યાં ભિન્ન કહેશે. આહા... હા... હા! આવું
છે! વીતરાગ મારગ!! (બધાથી નિરાળો છે.) લોકોને સાંભળવા મળ્યો નથી બિચારાંને! અને એમને
એમ જિંદગી વઈ જાય, થઈ રહ્યું! આહા... હા!
નો છે તેભાવ ‘ગુણ’ નો નહીં. (એટલે) જે ભાવ ‘ગુણનો’ છે એ ભાવ ‘દ્રવ્ય’ નો નહીં. તેથી એ
બે વચ્ચે ‘અતદ્ભાવ’ ને લીધે ‘અન્યપણું’ પણ કહી શકાય છે. આહા...હા...હા!
અપૃથકપણું છે ઈ જુદા નથી. અનન્યપણું છે, અનેરાપણું નથી. અનન્ય એટલે એકમેક છે.
“અપૃથકપણા વડે અનન્યપણું છે.” આહા... હા! (ગાથા-૧૦પ) અહીંયાં આટલા સુધી સિદ્ધ કર્યું.
હવે (વાત આવશે ગાથા એકસો) છઠ્ઠીની.
Page 368 of 540
PDF/HTML Page 377 of 549
single page version
अन्यत्वमतद्धावो न तद्धवत् भवति कथमेकम् ।। १०६।।
અન્યત્વ જાણ અતત્પણું; નહિ તે–પણે તે એક ક્યાં? ૧૦૬.
આ પ્રમાણેઃ જેમ જે શુક્લત્વના-ગુણના-પ્રદેશો છે તે જ વસ્ત્રના -ગુણીના છે તેથી તેમને પ્રદેશવિભાગ
(પ્રદેશભેદ) નથી, તેમ જ સત્તાના-ગુણના-પ્રદેશો છે તે જ દ્રવ્યના-ગુણીના-છે તેથી તેમને
પ્રદેશવિભાગ નથી.
શુક્લત્વગુણ છે તે સમસ્તઇન્દ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર નથી, તથા જે સમસ્તઇન્દ્રિયસમૂહને
ગોચર થતું એવું વસ્ત્ર છે તે એક ચક્ષુ -ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી
----------------------------------------------------------------------
Page 369 of 540
PDF/HTML Page 378 of 549
single page version
તેવી રીતે
કોઈના આશ્રયે રહેતી, નિર્ગુણ, એકગુણની બનેલી, વિશેષણ, વિધાયક અને વૃત્તિસ્વરૂપ એવી સત્તા
નથી, તેથી તેમને તદ્ભાવનો અભાવ છે. આમ હોવાથી જ જો કે સત્તા અને દ્રવ્યને કથંચિત્
અનર્થાંતરપણું (-અભિન્નપદાર્થપણું, અનન્યપદાર્થપણું) છે તો પણ, તેમને સર્વથા એકત્વ હશે એમ
શંકા ન કરવી; કારણ કે તદ્ભાવ એકત્વનું લક્ષણ છે. જે ‘તે’ -પણે જણાતું નથી તે (સર્વથા) એક
કેમ હોય? નથી જ; પરંતુ ગુણ-ગુણીરૂપ અનેક જ છે એમ અર્થ છે.
આંખથી જ જણાય છે, જીભ, નાક વગેરે બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું નથી, અને વસ્ત્ર તો પાંચે
ઇન્દ્રિયોથી જણાય છે. માટે (કથંચિત્) વસ્ત્ર તે સફેદપણું નથી અને સફેદપણું તે વસ્ત્ર નથી. જો એમ
ન હોય તો વસ્ત્રની માફક સફેદપણું પણ જીભ, નાક વગેરે સર્વ ઇન્દ્રિયોથી જણાવું
----------------------------------------------------------------------
જેમ આત્મા જ્ઞાનગુણવાળો, વીર્યગુણવાળો વગેરે છે. પરંતુ જ્ઞાનગુણ કાંઈ વીર્યગુણવાળો કે અન્યગુણવાળો નથી; તેમ દ્રવ્ય
અનંતગુણોવાળુ છે પરંતુ સત્તા ગુણવાળી નથી. (અહીં, જેમ દંડી દંડવાળો છે તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું કારણ કે દંડી અને
દંડને તો પ્રદેશભેદ છે, દ્રવ્ય ને ગુણ તો અભિન્નપ્રદેશી છે.)
૪. વિધાયક= વિધાન કરનાર; રચનાર.
પ. વૃત્તિ= વર્તવું તે; હોવું તે; હયાતી; ઉત્પાદવ્યયધ્રૌવ્ય.
૬. વિશેષ્ય= ખાસિયતોને ધરનાર પદાર્થ; લક્ષ્ય; ભેદ્યપદાર્થ-ધર્મી
ચારિત્ર, વીર્ય વગેરે આત્માનાં વિશેષણો છે અને આત્મા તે વિશેષણોથી વિશેષિત થતો (ઓળખાતો, લક્ષિત થતો, ભેદાતો) પદાર્થ
છે, તેમ સત્તા વિશેષણ છે અને દ્રવ્ય વિશેષ્ય છે. (વિશેષ્ય અને વિશેષણોને પ્રદેશભેદ નથી એ ખ્યાલ ન ચૂકવો.)
૮. વૃત્તિમાન= વૃત્તિવાળું; હયાતીવાળું; હયાત રહેનાર. (સત્તા વૃત્તિસ્વરૂપ અર્થાત્ હયાતી સ્વરૂપ છે અને દ્રવ્ય હયાત રહેનાર સ્વરૂપ છે.)
Page 370 of 540
PDF/HTML Page 379 of 549
single page version
એમ સિદ્ધ થાય છે.
(કથંચિત્) દ્રવ્ય તે ગુણપણે નથી અને ગુણ તે દ્રવ્યપણે નથી. ૧૦૬.
ચોવિહાર કરવો (આવી પ્રિયાનું) સમજાય તો ખરું! (પણ એમાં) શું સમજાય? ધૂળ સમજાય? (ઈ
તો) અજ્ઞાન છે અનાદિનું! આહા... હા... હા! પરનો ત્યાગ કરું છું, ને હું આમ કરું છું ને તેમ કરું છું,
ઈ તો (કરું, કરુંના) મિથ્યાત્વ ભાવ છે. આહા...! અરે... રે!
ગુણ વિના અસ્તિત્વ આત્માનું છે, ધ્રૌવ્ય આત્મા છે એ સિદ્ધનહીં થાય. એ કારણે સત્તાથી દ્રવ્યનું
અસ્તિત્વ છે, એમ અનન્યપણું-એકમેપણું કહ્યું. પણ જરી ફેર એમાં છે ઈ હવે ફેર પાડશે. (આ
ગાથામાં). આહા... હા... હા! (જુઓ!)
(દેહ) એ બે વચ્ચે પૃથકપણું છે. કારણ કે આના (શરીરના) પ્રદેશ જુદા છે ને આત્માના પ્રદેશ જુદા
છે. છતાં
ભેદ છે. સત્તા એટલે હોવાપણું રહે. દ્રવ્ય તો અનંતગુપણે હોવાપણે છે. એટલે સત્તા અને દ્રવ્ય વચ્ચે
નામભેદે, લક્ષણભેદે અન્યપણું છે. ભેદ નથી એમ પહેલાં સિદ્ધ કર્યું છે. (અહીંયાં ભેદ છે એમ કહે છે.)
આહા... હા! આવું છે! કેટલાંકને કાને પહેલું પડતું હોય! કોઈ દી’ ખબર ન મળે કાંઈ!
કરો... આમ કરો.. આમ કરો.. (તો માણસો ઝાઝા ભેગાં થાય!)
Page 371 of 540
PDF/HTML Page 380 of 549
single page version
અધિકાર નથી. આહા... હા! દેશની સેવા કરવી, ભૂખ્યાનેત્રપ આહાર આપવો (પરના કામ કરવા)
એ તારા અધિકારની વાત નથી, એમ કહે છે અહીંયાં તો. આહા... હા... હા! (શ્રોતાઃ) પોતામાં
અસંખ્યપ્રદેશ છે, એમાં આહાર ક્યાં હતો?
જેના પ્રદેશ જુદા, તેની વસ્તુ જુદી! અહીંયાં તો સત્તાના ને દ્રવ્યના પ્રદેશ એક છે. પ્રદેશની અપેક્ષાએ
પૃથકપણું નથી. પણ દ્રવ્યઅને ગુણ, દ્રવ્ય ને સત્તા, નામભેદ પડે છે (તે) સંજ્ઞાભેદે અન્યપણું કહેવામાં
આવે છે. આહા... હા... હા.. હા! આવો મારગ!!
એમ બધા અનંત તીર્થંકરો (નો ઉપદેશ એમ છે.)
અન્યત્વ જાણ અતત્પણું; નહિ તે–પણે એક ક્યાં? ૧૦૬
પરમાણુનું ને આત્માનું ક્ષેત્ર જુદું છે. એમ એક આત્માના પ્રદેશ (તે) બીજા આત્માના પ્રદેશ (થી)
જુદા છે. આહા.. હા!
કર્મના પરમાણુઓ આત્માથી જુદા (છે). અને આત્માથી, શરીરને કર્મના (પરમાણુઓથી) ભગવાન
આત્મા તદ્ન જુદો છે. બે ના પ્રદેશ જુદા છે. બેનું ક્ષેત્ર જુદું છે. આહા...હા! તેથી તેના ભાવ પણ ભિન્ન
છે. આહા...હા...હા!
છે.
Page 372 of 540
PDF/HTML Page 381 of 549
single page version
એટલે સત્તા, જ્ઞાન આદિ ને ગુણી દ્રવ્ય, એને જુદા પ્રદેશનો અભાવ હોંય છે. કોની પેઠે? દ્રષ્ટાંત આપે
છે. “શુક્લત્વ અને વસ્ત્રની માફક.” “તે આ પ્રમાણેઃ” જેમ ધોળાપણું ગુણના પ્રદેશો છે તે જ
વસ્ત્રના પ્રદેશો છે. તે (પ્રદેશો પણ) ગુણીના છે. જુઓ! આ વસ્ત્ર છે. એ જે પ્રદેશો છે વસ્ત્રના. એ
આ ધોળું છે એના એ પ્રદેશો છે. ધોળપમાં એ જ પ્રદેશો છે. ધોળપના પ્રદેશો જુદા, વસ્ત્રના પ્રદેશ
જુદા, એમ નથી. સમજાણું કાંઈ આમાં? આહા..! ભેદ સૂક્ષ્મ! ભેદ કરે છે. ભેદજ્ઞાનની વાત છે આ.
આહા... હા! પરથી તો પૃથક છે માટે જુદાં, પણ પોતે ગુણ-ગુણીનો ભેદ, પણ ભેદ પડયો એ
અપેક્ષાએ અન્ય છે, માટે નજરું એને અભેદ પર કરવાની છે! આહા... હા... હા!
દ્રવ્ય નથી’ નહીંતર બેના નામ જુદા કેમ પડે? (માટે જુદા છે) એવું અન્યત્વ દ્રવ્ય ને સત્તા વચ્ચે છે.
છતાં દ્રષ્ટિવંતે અન્યત્વને (બે ગુણ, ગુણીને) ભિન્ન ન પાડતાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી. આહા..! આ
પ્રયોજન! આહા...! (શ્રોતાઃ) બરાબર, બરાબર! (ઉત્તરઃ) હેં, આહા.. હા! સમજાય એવું છે સમજે
તો, (દેહને દેખાડીને) આના પ્રદેશ ને આત્મા તો નીકળી જાય ને આ તો અહીંયાં પડયા રહે છે. આ
માટી! એના પ્રદેશ- અંશ બધા જુદા છે. એના સત્તાના પ્રદેશો જુદા, આત્મ ભગવાનની સત્તાના પ્રદેશ
જુદા, આહા.. હા! છતાં, ગુણીને ગુણના વિભક્તપ્રદેશનો અભાવ હોવાથી, “જેમ જે શુક્લત્વના–
ગુણના–પ્રદેશો છે.” જે ધોળાગુણના પ્રદેશો છે આ “તે જ વસ્ત્રના–ગુણીના છે.” કાંઈ વસ્ત્રના પ્રદેશો
જુદા ને આ ધોળાના (પ્રદેશો) જુદા એમ છે? (નથી.)
ગુણના–પ્રદેશો છે.” સત્તા (એટલે) અસ્તિત્વ (અથવા) અસ્તિત્વગુણ, એના જે પ્રદેશો છે તે જ
આત્માના પ્રદેશો છે. “તે જ દ્રવ્યના–ગુણીના–છે. આહા... હા! “તેથી તેમને પ્રદેશવિભાગ નથી.”
Page 373 of 540
PDF/HTML Page 382 of 549
single page version
પ્રદેશ બે ય એકમેક છે. એમ સત્તાના ને દ્રવ્યના પ્રદેશ એકમેક છે. (આત્મામાં) એમ સત્તાના પ્રદેશ
જુદા અને આત્માના પ્રદેશ જુદા, એમ પરમાણુમાં, પરમાણુની સત્તાના પ્રદેશ જુદા ને પરમાણુના
પ્રદેશ જુદા એમ નથી. આહા... હા... હા! ધીમે.. થી તો કહેવાય.. છે... ભાઈ! આ તો બહુ.. મૂળ
સત્તાની વાત છે. મૂળનું અસ્તિત્વ જે છે, ઈ અસ્તિત્વ સત્તાને લઈને છે. સત્તાનું એટલું પ્રયોજન
હતું કે ઈ ટકી શકે. હવે સત્તાને આત્માથી ભિન્ન કરી નાંખવું, તો ભિન્ન કરે તો સત્તાનું જે ટકવું એ
નહીં રહે. આહા... હા!
સત્તાવાન, ગુણ (એટલે) ભાવ, ને આત્મા ભગવાન. એ જુદા નથી. છતાં દ્રવ્ય અને ગુણ વચ્ચે
અન્યત્વપણું છે. આહા.. હા.. હા... હા! કારણ કે જે દ્રવ્ય છે તે ગુણ નથી ને ગુણ છે તે દ્રવ્ય નથી.
આહા... હા... હા... હા!
એક ઈ અપેક્ષાએ પૃથક નહીં. છતાં સત્તા ગુણ છે ને દ્રવ્ય ગુણી છે. એટલા ભાવની અપેક્ષાએ
અનેરાપણું પણ છે. ગુણીથી ગુણ અન્ય છે ને ગુણથી ગુણી અન્ય છે. (તેથી અન્યત્વ છે.) આહા...
હા! આવું આવ્યું’ તું ચોપડામાં એમાં? (નહીં.) અત્યારે તો સંપ્રદાયમાં ય હાલતું નથી. આવી ઝીણી
વાત કોણ કરે? (અનુભવી કરે!) આહા.. હા! હવે એક તો સમજી શકે નહીંને... પણ બાપુ! વસ્તુ
આ છે. (માટે રુચિ કર.)
શ્રીમદ્રાજચંદ્ર) આત્મા છે તે નિત્ય છે. ‘છે’ નિત્ય છે’ પણ સત્તાગુણને લઈને ‘છે’ . સત્તાગુણનું
પ્રયોજન ‘છે’ એથી સત્તાગુણ જુદો રહી જાય, તો દ્રવ્ય સિદ્ધ છે ઈ કોઈ રીતે સાબિત ન થાય.
આહા... હા... હા!
વિચાર છે) મરીને ક્યાં જાશું? દેહ છૂટીને ક્યાં જઈશું? હારે ઓલું છે (મિથ્યાત્વ) આહા.. હા! ઘણા-
ઘણાને તિર્યંચના અવતાર થાશે. પશુ થાશે ઘણાં. સમ્યગ્દર્શન નથી’ પુન્યના પરિણામ એવા નથી કે
સત્સમાગમ, સાચો ચાર-ચાર કલાક હંમેશા કે વાંચન કે શ્રવણ તો પુન્યે ય બંધાય. ઈ એ ન મળે,
કલાક મળે, સાંભળવા જાય તો ઊંધું સાંભળવા મળે! મિથ્યાત્વનું પોષણ! આહા... હા! અરે.. રે! એને
ક્યાં જાવું ભાઈ!
Page 374 of 540
PDF/HTML Page 383 of 549
single page version
અન્યત્વપણે છે. એ ય પણ પ્રદેશપણાની અપેક્ષાએ એકપણે છે. પણ ભાવ ને આ ભાવવાન, આ ગુણ
ને ગુણી, એ અપેક્ષાએ અન્યપણું પણ છે. જુઓ આ સિદ્ધાંત!! (વીતરાગનાં સિદ્ધાંતની સૂક્ષ્મતા!)
આહા.. હા.. હા!
લઈને? સત્તાનું પ્રયોજન તો એટલું જ છે કે ‘કાયમ રહેવું’ હવે જો સત્તા ભિન્ન ઠરાવો તો ‘કાયમ
રહેવું’ રહેતું નથી. આહા..! માટે તે સત્તા, અને આત્મા પૃથક નથી, છતાં-એમ નકકી કર્યા છતાં -બે
વચ્ચે અન્યપણું છે જ. આ.. રે! આહા...હા...હા! ભઈ! ધ્યાન રાખે તો, પકડાય તેવું છે. આહા...હા!
મીઠાલાલજી! પકડાય એવું છે કે નહીં? આહા... હા!
માટે તે સત્તા ને ઈ પરમાણુના પ્રદેશ એક છે. અભેદ છે, એમ આત્મા એનામાં સત્તા નામનો એક
ગુણ છે. એ ગુણ વિનાનું ધ્રુવપણું (આત્માનું) ટકી શી રીતે શકે? સત્તા નથી, હોવાપણાની શક્તિ
નથી, તો હોવાપણે રહેવું ક્યાંથી બને? (ન બને.) આહા... હા... હા! એ અપેક્ષાએ, ગુણીને ગુણ
વચ્ચે, પૃથકપણું નથી, પણ અન્યપણું છે. આહા... હા... હા... હા! ઈ કહે છે જુઓ!
સત્તાગુણ બે વચ્ચે અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે. બે જુદા છે, અનેરા છે એવું અન્યત્વલક્ષણ તેમાં
છે. આહા.. હા! ગુણ અને ગુણી ભિન્ન છે એવું અન્યત્વ લક્ષણ છે. ગુણ તે કંઈ ગુણી થઈ જતો નથી
ને ગુણી તે કંઈ ગુણ થઈ જતો નથી. આહા... હા... હા! મુનિઓએ આવું કર્યું છે. આહા.. હા!
દિગંબર સંતોએ આવી ટીકા કરી હશે! આનંદમાં રહેતા અતીન્દ્રિયઆનંદમાં ઝૂલતાં! એકલવિહારીને
આવી ટીકા થઈ ગઈ! આહા.. હા! છતાં પ્રભુ કહે છેઃ અમે તો અમારા જ્ઞાનમાં છીએ, એ ટીકામાં-
કરવામાં-પરમાં અમે આવ્યા જ નથી. આહા...! ટીકાનો વિકલ્પ છે એમાં ય આવ્યા નથી ને! આહા...
હા! ત્યારે કોઈ કહે છે કે (એ તો) નિર્માનપણાનું કથન છે. (પણ એમ નથી) એ વસ્તુના સ્વરૂપનું
કથન છે. આહા.. હા!
Page 375 of 540
PDF/HTML Page 384 of 549
single page version
એ અમારાથી થઈ નથી! (ભાષાએ ભાષાનું કામ કર્યું છે.) આહા.. હા! આંહી તો થોડું’ ક કામ જ્યાં
કરે, એના અભિમાન ચડી જાય. અમે આ કામ કર્યું ને અમે આ કર્યું ને અમે તે કર્યું ને.. ‘મરી
જવાના રસ્તા છે બધા’ આહા... હા... હા... હા!
આહા... હા.. હા! ‘સત્’ નહીં ટકે એટલે? વસ્તુ, સચ્ચિદાનંદપ્રભુ! જ્યાં સત્તા ને આત્માને ભિન્નતા
નથી, તેથી સત્તા છે તે દ્રવ્ય છે. ને સત્તા છે એનું પ્રયોજન અસ્તિત્વ રહેવું તો પ્રયોજન અસ્તિત્વ એને
લઈને રહ્યું છે. એવું હોવા છતાં- રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપની વાત અહીં નથી લેવી. સત્તાની વાત
છે અત્યારે તો. આહા... હા! છતાં ભગવાન આત્મા ગુણી છે, ભાવવાન છે. અને સત્તા તે ભાવ છે.
એવું બે વચ્ચે અન્યપણું (છે.) આવું અન્યપણું છે. પૃથકપ્રદેશનું અન્યપણું નથી. પણ પૃથકભાવનું
અન્યપણું છે. આહા... હા... હા! આહા... હા... હા! આવો કેવો ઉપદેશ આ તે? ગુલાબચંદજી! આમાં
ઝાઝું ભણ્યે ય મળે તેવું નથી ક્યાં’ ય!
વિકલ્પ આવ્યો. (ટીકા રચવાનો) આહા.. હા! પદ્મપ્રભમલધારીદેવ કહે છે ને ભાઈ! (
કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ?
પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્યવૃત્તિ’ નામની આ ટીકા રચાય છે.
આહા.. હા! ધન્ય! મુનિરાજ!! જેને એમ છે કે આ ટીકા કરનાર અમે કોણ મંદબુદ્ધિ! હમણાં એવું
કંઈક રહ્યા કરે છે કે કંઈક થાય, થાય, થાય. પણ એ ટીકા, અમારાથી થઈ નથી ઈ ટીકાના
પરમાણુની પર્યાય, તે વખતે તેના દ્રવ્યને પહોંચી વળે છે ને થાય છે. આહા... હા... હા! પરમાણુઓ તે
સમયની પર્યાયનો, એ ટીકાની પર્યાયને પહોંચી વળે છે, તેથી ટીકા થાય છે. આહા... હા.. હા! અને તે
પર્યાય, એના દ્રવ્ય ને ગુણથી તે પર્યાય થાય છે. અમારાથી નહીં ને અમે નહીં (એ કાર્યમાં) આહા...
હા... હા! કઠણ પડે!! ક્યારેય સાંભળ્યું નથી એથી કઠણ પડે!! આહા... હા! આ તો વકીલોની-
જાતની વાત છે! વેપારીઓને તો આ તર્ક! આહા... હા!
Page 376 of 540
PDF/HTML Page 385 of 549
single page version
(એટલે કે) દ્રવ્યગુણ એક (મેક) છે. ગુણ અને ગુણી બે એકપણે નથી. પ્રદેશ ભેદ નથી, પણ ગુણ-
ગુણીનો ‘ભાવ’ એકપણે નથી. આહા... હા... હા! અરે.. રે! જ્યાં ગુણીથી ગુણી પણ અન્યત્વ છે,
ગુણથી ગુણી અન્યત્વ છે, તો પછી શરીર, કર્મ ને આ બધી ચીજો મકાન ને બંગલા એ તો ક્યાં’ય
રહી ગયા, એ તો પ્રદેશભેદ છે એને તો. જેના પ્રદેશભેદ નથી છતાં તે અન્યત્વ છે આહા... હા... હા!
કેમ કે સત્તા નામનો ગુણ છે ને ગુણી પોતે (છે.) ભલે સત્તાથી તેને સિદ્ધ કર્યું એમ હોવા છતાં,
સંજ્ઞા, સંખ્યા, નામ આદિ લક્ષણથી ગુણ ને ગુણીના ભેદ છે એથી તે બે વચ્ચે અન્યપણું છે. આહા..
હા! તો આ બાયડી-છોકરાં, પૈસા-ધંધાપણે અન્યપણું ક્યાં આવ્યું! એક-એકનું કરવા આહા.. હા.. હા!
તો દેરાસર બનાવવા ને પૂજા-ભક્તિ કરવી ને ઈ તો અનેરાપણે છે. અનેરાપણાને તું અનેરો કેમ કરી
શકે? આહા.. હા! આવી વાત છે. હોશું ઊડી જાય એવું છે. અમે આમ કરીએ છીએ ને અમે આમ
કરી દઈએને, બે લાખ રૂપિયા આપ્યા ને પાંચ લાખ આપ્યા ને.. હમણાં પાંચ લાખ આપ્યા ને...
મિશ્રિલાલ ગંગવાલ!
કામ ચાલે છે. કડિયો એને પહોંચી વળતો નથી, કડિયો એની પર્યાયને (પોતાની ઈચ્છાને) પહોંચી
વળે છે આહા... હા! અને તે પર્યાય, દ્રવ્ય ને ગુણથી ઉત્પન્ન થાય છે. એ પર્યાય પરથી (ઉત્પન્ન) થાય
છે એમ નથી. બહુ ફેર ભાઈ!! આવું વીતરાગનું સ્વરૂપ હશે?! જિનેશ્વર દેવની આ વાણી છે બાપુ!
આહા.. હા! જેના પ્રદેશ ભિન્ન છે એની તો વાત શું કહીએ. પણ જેના પ્રદેશ એક છે ગુણ-ગુણીના,
એને પણ અન્યત્વ લાગુ પડે છે. આહા... હા... હા!
છે. આહા... હા! (વળી) અનેરાપણાના લક્ષણનો સદ્ભાવ છે, ઓલામાં એકપણાનો સદ્ભાવ હતો.
આહા...હા...હા! પછી આ વાંચ્યું છે કે નહીં કોઈ દી’?
અન્યત્વલક્ષણ લાગુ પડે છે.
(કથંચિત્) તે-પણે નહિ હોવું તે; (કથંચિત્) અતત્પણું.
Page 377 of 540
PDF/HTML Page 386 of 549
single page version
આહા.. હા.. હા! ઝીણું બહુ ભઈ! અહીંયાં.
અભિન્ન છે. પણ ગુણ ને ગુણીના નામ ને લક્ષણથી, અન્યપણે પણ છે. આહા.. હા! સમજાણું કાંઈ?
લક્ષણ ઈ અતદ્ભાવ (છે.)
(છે.) આહા.. હા! આવી વાતું હવે ક્યાં! ઓલા-એમ. એ ના પૂછડાં લગાડે ને.. વકિલો
એલ.એલ.બી. ના લગાડે... એમાં આવું કાંઈ ન આવે! આહા...હા! આ તો થોડે...થોડે...થોડે... ધીમે..
ધીમે સમજવા જેવી વાત છે બાપુ! પરમસત્ય! એ જગતથી જુદી, જુદી જાત છે! આહા... હા! અરે!
પરમ સત્ય કાને ન પડે! એને વિચાર કે દિ’ આવે ને આનું પૃથકપણું કે દિ’ કરે! આહા.. હા!
ભાવનું લક્ષણ ‘અતદ્ભાવ અન્યત્વનું લક્ષણ છે.”