Page 152 of 170
PDF/HTML Page 181 of 199
single page version
टीका — अथवा आत्मानमेव चित्स्वरूपमेव चिदानन्दमयमुपास्य आत्मा परमः परमात्मा जायते । अमुमेवार्थं दृष्टान्तद्वारेण समर्थयमानः प्राह – मथित्वेत्यादि । यथाऽऽत्मानमेव मथित्वा घर्षयित्वा तरुरात्मां (?) तरुरूषः स्वभावः स्वत एवाग्निर्जायते ।।९८।।
અન્વયાર્થ : — (अथवा) અથવા (आत्मा) આત્મા (आत्मानं एव) પોતાના આત્માની જ (उपास्य) ઉપાસના કરી (परमः) પરમાત્મા (जायते) થઈ જાય છે; (यथा) જેમ (तरुः) વાંસનું ઝાડ (आत्मानं) પોતાને (आत्मा एव) પોતે જ (मथित्वा) મથીને – રગડીને (अग्निः) અગ્નિરૂપ (जायते) થઈ જાય છે તેમ.
ટીકા : — અથવા આત્માની જ એટલે ચિદાનન્દમય ચિત્સ્વરૂપની જ ઉપાસના કરીને આત્મા પરમ એટલે પરમાત્મા થાય છે. આ જ અર્થનું દ્રષ્ટાન્ત દ્વારા સમર્થન કરી કહે છે — મથીને ઇત્યાદિ – જેમ પોતે પોતાને જ મથીને (રગડીને) – ઘસીને, વૃક્ષ અર્થાત્ વૃક્ષરૂપ સ્વભાવ સ્વતઃ જ અગ્નિરૂપ થાય છે, તેમ (આત્મા આત્માને જ મથીને – ઉપાસીને – પરમાત્મારૂપ થાય છે).
ભાવાર્થ : — જેમ વાંસનું વૃક્ષ વાંસ સાથે રગડી (મથી) સ્વયં અગ્નિરૂપ થઈ જાય છે, તેમ આત્મા પણ પોતાના ચિદાનન્દમય ચિત્સ્વરૂપની ઉપાસના કરીને સ્વયં પરમાત્મારૂપ થઈ જાય છે.
જેમ વાંસના વૃક્ષમાં અગ્નિ શક્તિરૂપે વિદ્યમાન છે અને તે ઘર્ષણથી પ્રગટ થાય છે, તેમ આત્મામાં પણ પૂર્ણ જ્ઞાનાદિ ગુણો શક્તિરૂપે વિદ્યમાન છે અને તે આત્માની આત્મા સાથે એકરૂપતા થતાં પ્રગટ થાય છે – અર્થાત્ આત્મા અન્ય બાહ્યાભ્યંતર સંકલ્પ – વિકલ્પરૂપ વ્યાપારોથી પોતાના ઉપયોગને હઠાવી સ્વરૂપમાં એકાગ્ર કરી દે છે ત્યારે તેના તે ગુણ (શુદ્ધ પર્યાયો) પ્રગટ થાય છે. આત્માના આત્મા સાથેના સંઘર્ષથી ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે. તેના નિમિત્તે જ્યારે કર્મરૂપી ઇન્ધન સર્વથા બળી જાય છે. ત્યારે તે આત્મા પરમાત્મા થઈ જાય છે.
Page 153 of 170
PDF/HTML Page 182 of 199
single page version
उक्तमर्थमुपसंहृत्य फलमुपदर्शयन्नाह —
સમ્યગ્દ્રષ્ટિ જ્યારે આત્મધ્યાનમાં મગ્ન થઈ જાય છે, ત્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય — એવો ભેદ રહેતો નથી, વચન કે અન્ય વિકલ્પ હોતા નથી. ત્યાં (આત્મધ્યાનમાં) તો આત્મા જ કર્મ, આત્મા જ કર્તા અને આત્માનો ભાવ તે ક્રિયા હોય છે – અર્થાત્ કર્તા, કર્મ અને ક્રિયા – તે ત્રણે તદ્દન અખંડ અભિન્ન થઈ જાય છે; શુદ્ધોપયોગની નિશ્ચલ દશા પ્રગટ થાય છે અને સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર પણ એકસાથે એકરૂપ થઈને પ્રકાશે છે.૧
આ શ્લોકમાં આચાર્યદેવે એ બતાવ્યું છે કે – પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમજી, અર્હંતાદિની ઉપાસનાના રાગથી પરાઙ્મુખ થઈ, સ્વસન્મુખ થઈ જીવ જો પોતાના શુદ્ધાત્માની – પરમ પારિણામિક કારણ પરમાત્માની – જ ઉપાસના કરે તો તે સ્વયં પરમાત્મા થઈ શકે છે. દરેક જીવમાં દ્રવ્યદ્રષ્ટિએ પરમાત્મા થવાની શક્તિ છે. જો તે જિનોપદેશાનુસાર પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરે, તો તે શક્તિને સંપૂર્ણપણે વ્યક્ત કરી પરમાત્મા થઈ શકે. ૯૮.
ઉક્ત અર્થનો ઉપસંહાર કરીને ફલ દર્શાવી કહે છેઃ —
અન્વયાર્થ : — (इति) ઉક્ત પ્રકારે (इदं) ભેદ – અભેદરૂપ આત્મસ્વરૂપની (नित्यं) નિરન્તર (भावयेत्) ભાવના ભાવવી. એમ કરવાથી (तत्) તે (अवाचां गोचरं पदं) અનિર્વચનીય પરમાત્મપદને (स्वतः एव) સ્વતઃ જ – પોતાની મેળે જ આ જીવ (आप्नोति) પ્રાપ્ત કરે છે. (यतः) જે પદથી (पुनः) ફરીથી તે (न आवर्तते) પાછો આવતો નથી. ૧.જહઁ ધ્યાન – ધ્યાતા – ધ્યેય કો ન વિકલ્પ વચ – ભેદ ન જહાઁ,
તીનોં અભિન્ન અખિન્ન શુધ ઉપયોગ કી નિશ્ચલ દશા,
પ્રગટી જહાઁ દ્રગ – જ્ઞાન – વ્રત યે તીનધા એકૈ લસા.
Page 154 of 170
PDF/HTML Page 183 of 199
single page version
इति एवमुक्तप्रकारेण इदं भिन्नमभिन्नं चात्मस्वरूपं भावयेत् नित्यं सर्वदा । ततः किं भवति ? आप्नोति । किं ? तत्पदं मोक्षस्थानं । कथम्भूतं ? अवाचां गोचरं वचनैरनिर्देश्यं । कथं तत्प्राप्नोति ? स्वतः एव आत्मनैव परमार्थतो न पुनर्गुर्वादिबाह्यनिमित्तात् । यतः प्राप्तात् तत्पदान्नावर्तते संसारे पुनर्न भ्रमति ।।९९।।
ટીકા : — આ પ્રમાણે એટલે ઉક્ત પ્રકારે આ ભિન્ન ને અભિન્ન આત્મસ્વરૂપની, નિત્ય એટલે સર્વદા, ભાવના કરવી. તેથી શું થાય છે? તે પદ – મોક્ષસ્થાન (પ્રાપ્ત થાય છે). તે (પદ) કેવું છે? વાણીને અગોચર એટલે વચનો દ્વારા કહી શકાય નહિ તેવું (અનિર્વચનીય) છે. તે કેવી રીતે પ્રાપ્ત કરે છે? પરમાર્થે સ્વતઃ જ (પોતાની મેળે જ) – આત્માથી જ (પ્રાપ્ત કરે છે) પણ ગુરુ આદિ બાહ્ય નિમિત્ત વડે નહિ; જ્યાંથી એટલે પ્રાપ્ત થયેલા તે પદથી (મોક્ષસ્થાનેથી) તે પાછો આવતો નથી – અર્થાત્ ફરીથી સંસારમાં ભમતો નથી.
ભાવાર્થ : — સાધકને નિર્વિકલ્પ દશામાં પોતાના આત્માનો આશ્રય અને સવિકલ્પ દશામાં અર્હંતાદિની ઉપાસનાદિ હોય છે. ક્રમે ક્રમે આત્માનો આશ્રય વધતો જાય છે અને ભગવાનની ઉપાસનાદિરૂપ વ્યવહાર ઘટતો જાય છે. પોતાના આત્માની ઉપાસના પૂર્ણ થતાં ભગવાનની ઉપાસનારૂપ વિકલ્પનો પણ અભાવ થાય છે. તેનું નામ ભિન્ન ને અભિન્ન આત્મસ્વરૂપની નિત્ય ભાવના કરવી એમ કહેવામાં આવે છે. તે પ્રમાણે વીતરાગતા પૂર્ણ થતાં કેવળજ્ઞાન પામી જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે અને મોક્ષસ્થાન પામ્યા પછી જીવ કદી સંસારમાં પાછો આવતો નથી; કેમ કે તેને રાગનો સર્વથા અભાવ વર્તે છે. રાગ વિના સંસાર અર્થાત્ ભવભ્રમણ – જન્મ
આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જેમણે આત્માનો પૂર્ણ વિકાસ સાધ્યો છે તેવા અર્હન્ત અને સિદ્ધ પરમાત્માના સ્વરૂપને યથાર્થપણે જાણી તદ્રૂપ થવાની ભાવનામાં મગ્ન રહેવું, અને પછી પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો સદા દ્રઢ અભ્યાસ કરવો. એમ કરવાથી વચનાતીત અતીન્દ્રિય પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. તે પદ પ્રાપ્ત કર્યા પછી સંસારમાં ફરીથી જન્મ લેવો પડતો નથી. સદાને માટે સંસારના સર્વ પ્રકારનાં દુઃખોથી છૂટકારો થાય છે અને તે સદા જ્ઞાનાનન્દમાં મગ્ન રહે છે.
પ્રસ્તુત શ્લોકમાં ‘स्वतः एव’ શબ્દો ઘણા અર્થસૂચક છે. તે બતાવે છે કે પરમાત્મપદની પ્રાપ્તિ પોતનામાંથી જ પોતાના પુરુષાર્થથી જ થાય છે. તેમાં તીર્થંકર ભગવાન આદિની ઉપાસના, દિવ્ય – ધ્વનિ, ગુરુના ઉપદેશાદિ બાહ્ય નિમિત્તો હોવા છતાં નિમિત્તોથી નિરપેક્ષપણે
Page 155 of 170
PDF/HTML Page 184 of 199
single page version
ननु आत्मनि सिद्धे तस्य तत्पदप्राप्तिः स्यात् न चासौ तत्त्वचतुष्टयात्मकाच्छरीरात्तत्त्वान्तरभूतः सिद्ध इति चार्वाकाः । सदैवात्मा मुक्तः सर्वदा स्वरूपोपलम्भसम्भवादिति सांख्यास्तान् प्रत्याह —
टीका — चित्तत्त्वं चेतनालक्षणं तत्त्वं यदि भूतजं पृथिव्यप्तेजोवायुलक्षणभूतेभ्यो जातं यद्यभ्युपगम्यते तदाऽयत्नसाध्यं निर्वाणं यत्नेन तात्पर्येण साध्यं निर्वाणं न भवति । પરમપદની પ્રાપ્તિ થાય છે. નિમિત્તથી કદી થતી નથી, કેમ કે જ્યાં સુધી નિમિત્ત તરફ લક્ષ હોય ત્યાં સુધી આત્મા તરફ લક્ષ વળતું નથી.
પરમાત્મા થવાની શક્તિ પોતાનામાં મોજૂદ છે. તે શક્તિનું સમ્યક્ પ્રકારે શ્રદ્ધાન – જ્ઞાન કરી, આત્મસન્મુખ થઈ તેને પ્રગટ કરવાનો અવિરત પ્રયત્ન કરવામાં આવે તો પરમપદની પ્રાપ્તિ અવશ્ય થાય. ૯૯.
આત્મા છે એવું સિદ્ધ હોય, તો તેને તે પદની પ્રાપ્તિ સંભવે, પણ તે (આત્મા) ચાર તત્ત્વોના સમૂહરૂપ શરીરથી ભિન્ન અન્ય તત્ત્વરૂપ સિદ્ધ થતો નથી એવું ચાર્વાકો માને છે; અને સર્વદા સ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોવાથી સદાય મુક્ત છે – એવો સાંખ્યમત છે. તેમના પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : — (चित्तत्वं) ચેતના લક્ષણવાળો આ જીવ (यजि भूतजम्) જો ભૂત – ચતુષ્ટયથી ઉત્પન્ન થયેલા હોય, તો (निर्वाणं) મોક્ષ (अयत्नसाध्यं) યત્ન સાધવા યોગ્ય રહે નહિ, (अन्यथा) અથવા (योगतः) યોગથી એટલે શારીરિક યોગક્રિયાથી (निर्वाणं) નિર્વાણની પ્રાપ્તિ થાય, તો (तस्मात्) તેનાથી (योगिनां) યોગીઓને (क्वचित्) કોઈ પણ અવસ્થામાં (दुःखं न) દુઃખ હોય નહિ.
ટીકા : — ચિત્તત્વ એટલે ચેતનાસ્વરૂપ તત્ત્વ જો ભૂત જ હોય અર્થાત્ પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે, તો નિર્વાણ અયત્નસાધ્ય રહે
Page 156 of 170
PDF/HTML Page 185 of 199
single page version
एतच्छरीरपरित्यागेन विशिष्टावस्थाप्राप्तियोग्यस्यात्मन एव तन्मते अभावादित्यात्मनो मरणरूपविनाशादुत्तरकालमभावः । सांख्यमते तु भूतजं सहजं भवनं भूतं शुद्धात्मतत्त्वं तत्र जातं तत्स्वरूपसंवेदकत्वेन लब्धात्मलाभं एवंविधं चित्तत्त्वं यदि तदाऽयत्नसाध्यं निर्वाणं यत्नेन ध्यानानुष्ठानादिना साध्यं न भवति निर्वाणं । सदा शुद्धात्मस्वरूपानुभवे सर्वदैवात्मनो निरुपायमुक्तिप्रसिद्धेः । अथवा निष्पन्नेतरयोग्यपेक्षया अयत्नेत्यादिवचनम् । तत्र निष्पन्नयोग्यपेक्षया
चित्तत्त्वं भूतजं स्वभावजं । भूतशब्दोऽत्र स्वभाववाची । मनोवाक्कायेन्द्रियैरविक्षिप्तमात्मस्वरूपं भूतं
तस्मिन् जातं तत्स्वरूपसंवेदकत्वेन लब्ध्यात्मलाभं एवंविधं चित्तत्त्वं यदि तदाऽयत्नसाध्यं निर्वाणं तथाविधमात्मस्वरूपमनुभवतः कर्मबंधाभावतो निर्वाणस्याप्रयाससिद्धत्वात् अथवा अन्यथा प्रारब्धयोग्यपेक्षया भूतजं चित्तत्त्वं न भवति । तदा योगतः स्वरूपसंवेदनात्मक- चित्तवृत्तिनिरोधाभ्यासप्रकर्षान्निर्वाणं । यत एवं तस्मात्क्वचिदप्यवस्थाविशेषे दुर्धरानुष्ठाने छेदनभेदनादौ
અથવા યત્નથી નિર્વાણ સાધવા યોગ્ય ન રહે. આ શરીરના પરિત્યાગથી વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ યોગ્ય આત્માનો તેના મતમાં (ચાર્વાકના મતમાં) અભાવ છે, કેમ કે (તેઓ) મરણરૂપ (શરીરના) વિનાશથી ઉત્તરકાલે આત્માનો અભાવ (માને છે).
‘સાંખ્યમત’માં ભૂત જ એટલે સહજ ભવન તે ભૂત અર્થાત્ શુદ્ધાત્મતત્ત્વ – તેમાં ઉત્પન્ન થયેલું તે. તેના સ્વરૂપના સંવેદકપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્તત્વ જો હોય, તો નિર્વાણ અયત્નસાધ્ય થાય અર્થાત્ યત્નથી એટલે ધ્યાનના અનુષ્ઠાનાદિથી નિર્વાણ સાધવા યોગ્ય રહેતો નથી, કારણ કે નિત્ય શુદ્ધાત્મસ્વરૂપના અનુભવમાં સર્વદા જ આત્માની નિરુપાય (અયત્નસાધ્ય) મુક્તિ પ્રસિદ્ધ છે.
અથવા (આ શ્લોકમાં) અયત્ન ઇત્યાદિ વચન છે તે નિષ્પન્ન ઇતર યોગીની અપેક્ષાએ છે. ત્યાં નિષ્પન્ન યોગીની અપેક્ષાએ ચિત્તત્વ જો ભૂત જ એટલે સ્વભાવ જ હોય, [ભૂત શબ્દને અહીં સ્વભાવના અર્થમાં સમજવો] – અર્થાત્ મન, વાણી, કાયા, ઇન્દ્રિયો, આદિથી અવિક્ષિપ્ત આત્મસ્વરૂપ ભૂત એટલે તેમાં ઉત્પન્ન થયેલું હોય અર્થાત્ તેના સ્વરૂપના સંવેદકપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્તત્વ જો હોય, તો નિર્વાણ અયત્નસાધ્ય છે, કારણ કે તેવા પ્રકારના આત્મસ્વરૂપનો અનુભવ કરનારને કર્મબંધનો અભાવ હોવાથી નિર્વાણ વગર પ્રયાસે સિદ્ધ છે.
અથવા – અન્ય પ્રકારે પ્રારબ્ધ યોગીની અપેક્ષાએ ભૂત જ ચિત્તત્વ ન હોય, તો યોગદ્વારા સ્વરૂપસંવેદનાત્મક ચિત્તવૃત્તિના નિરોધના પ્રકર્ષ અભ્યાસથી નિર્વાણ થાય, તેથી ક્વચિત્ પણ અવસ્થાવિશેષમાં અર્થાત્ દુર્ધર અનુષ્ઠાનમાં કે છેદન – ભેદનાદિમાં યોગીઓને દુઃખ ન હોય,
Page 157 of 170
PDF/HTML Page 186 of 199
single page version
वा योगिनां दुःखं न भवति । आनन्दात्मकस्वरूपसंवित्तौ तेषां तत्प्रभवदुःखसंवेदना-सम्भवात् ।।१००।। કારણ કે આનંદાત્મક સ્વરૂપના સંવેદનમાં તેમને તેનાથી ઉત્પન્ન થતાં દુઃખના વેદનનો અભાવ છે.
ભાવાર્થ : — ‘ચાર્વાકમત’ અનુસાર જીવતત્ત્વ ભૂત જ છે – અર્થાત્ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ – એ ભૂતચતુષ્ટયથી ઉત્પન્ન થાય છે. જો ભૂતચતુષ્ટયથી ઉત્પન્ન થયેલા શરીરને જ આત્મા માનવામાં આવે, તો શરીરના નાશને જ મોક્ષ માનવાનો પ્રસંગ આવે અને તેથી મોક્ષ અયત્નસાધ્ય રહે; નિર્વાણ માટે અન્ય કોઈ પુરુષાર્થની જરૂર રહે નહિ. માટે શરીરનો નાશ થતાં આત્માનો અભાવ માનવો અને આત્માના અભાવને મોક્ષ માનવો – એવી ચાર્વાકોની જીવાત્મા સંબંધી કલ્પના ભ્રમમૂલક – મિથ્યા છે.
‘સાંખ્યમતાનુસાર’ આત્મા ભૂત જ અર્થાત્ સર્વથા સ્વભાવસિદ્ધ શુદ્ધસ્વરૂપ જ છે. તેને સર્વ અવસ્થાઓમાં શુદ્ધ જ માને છે. નિર્વાણ માટે સમ્યક્જ્ઞાન, ધ્યાન, તપાદિરૂપ પુરુષાર્થની તેમને આવશ્યકતા નહિ જણાતી હોવાથી, તેમના મતે મોક્ષ અયત્નસાધ્ય છે. માટે સાંખ્યની કલ્પના પણ યુક્તિસંગત નથી.
‘જૈનમતાનુસાર’ સ્વરૂપ – સંવેદનાત્મક ચિત્તવૃત્તિના નિરોધના દ્રઢ અભ્યાસ દ્વારા સર્વ વિભાવ પરિણતિને હઠાવી શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ નિર્વાણ ‘યત્નસાધ્ય’ છે. અને તેવા પ્રકારના આત્મસ્વરૂપનો અનુભવ કરનારને કર્મનો અભાવ સ્વયં થવાથી નિર્વાણની સિદ્ધિ કર્મ અપેક્ષાએ પ્રયત્ન વિના અર્થાત્ ‘અયત્નસાધ્ય’ થાય છે, કેમ કે કર્મ પુદ્ગલ છે. તેની અવસ્થા જીવ કરી શકતો નથી; તેથી તેના અભાવ માટે જીવને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી.
યોગીજનોને, અતિ ઉગ્ર તપ યા ધ્યાનાદિ કરતી વખતે કોઈ પણ પ્રકારનો ખેદ કે દુઃખ થતું નથી, પરંતુ પોતાના લક્ષ્યની સિદ્ધિ થતી જોઈ તપ – ધ્યાનાદિ કરવામાં આનંદ માને છે. તેઓ શરીરને આત્માથી ભિન્ન સમજે છે, તેથી શરીર કૃશ થતાં તેઓ ખેદ ખિન્ન થતા નથી તથા ઉપસર્ગ સમયે પોતાના સામ્યભાવની સ્થિરતાને છોડતા નથી.
‘‘જેમ સુવર્ણ, અગ્નિથી તપાવા છતાં તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયે તપ્ત હોવા છતાં તે પોતાના જ્ઞાનીપણાને છોડતો નથી.’’૧ ૧૦૦. ૧.જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહિ તજે, ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. (૧૮૪)
Page 158 of 170
PDF/HTML Page 187 of 199
single page version
नन्वात्मना मरणरूपविनाशादुत्तरकालमभावसिद्धेः कथं सर्वदाऽस्तित्वं सिध्येदिति वदन्तं प्रत्याह —
टीका — स्वप्ने स्वप्नावस्थायां दृष्टे विनष्टेऽपि शरीरादौ आत्मनो यथा नाशो नास्ति तथा जागरदृष्टेऽपि जागरे जाग्रदवस्थायां दृष्टे विनष्टेऽपि शरीरादौ आत्मनो नाशो नास्ति । ननु स्वप्नावस्थायां भ्रांतिवशादात्मनो विनाशः प्रतिभातीति चेत्तदेतदन्यत्रापि समानं । न खलु शरीरविनाशे आत्मनो विनाशमभ्रान्ती मन्यते । तस्मादुभयत्राप्यात्मनो विनाशोऽनुपपन्नो विपर्यासाविशेषत् । यथैव हि स्वप्नावस्थायामविद्यमानेऽप्यात्मनो विनाशे विनाशः प्रतिभासत इति विपर्यासः तथा जाग्रदवस्थायामपि ।।१०१।।
મરણરૂપ વિનાશથી ઉત્તરકાલમાં (વિનાશ પછી) આત્માનો અભાવ સિદ્ધ હોય તો તેનું સર્વદા અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય? એવું બોલનાર પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : — (स्वप्ने) સ્વપ્ન – અવસ્થામાં (दृष्टे विनष्टे अपि) પ્રત્યક્ષ જોવામાં આવેલા શરીરાદિકનો નાશ થવા છતાં (यथा) જેમ (आत्मनः) આત્માનો (नाशः न अस्ति) નાશ થતો નથી (यथा) તેમ (जागरदृष्टे अपि) જાગ્રત અવસ્થામાં પણ દેખેલા શરીરાદિકનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી; (विपर्यासाविशेषतः) કારણ કે બંને અવસ્થાઓમાં વિપરીત પ્રતિભાસમાં કાંઈ ફેર નથી.
ટીકા : — સ્વપ્નમાં એટલે સ્વપ્ન – અવસ્થામં દેખવામાં આવેલા શરીરાદિનો નાશ થવા છતાં જેમ આત્માનો નાશ થતો નથી, તેમ જાગ્રત અવસ્થામાં પણ દેખવામાં આવેલા શરીરાદિનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી. સ્વપ્ન – અવસ્થામાં ભ્રાન્તિને લીધે આત્માનો વિનાશ પ્રતિભાસે છે એમ શંકા કરવામાં આવે, તો અન્યત્ર પણ (જાગ્રત અવસ્થામાં પણ) તે સમાન છે. ભ્રાન્તિ વિનાનો માણસ, શરીરનો વિનાશ થતાં આત્માનો વિનાશ ખરેખર માનતો નથી. તેથી બંનેમાં (સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થમાં) પણ વિપર્યાસમાં (ભ્રાન્તિમાં) ફેર નહિ હોવાથી (ભ્રાન્તિ સમાન હોવાથી) આત્માનો વિનાશ નહિ હોવા છતાં (તેનો) વિનાશ પ્રતિભાસે છે, તેમ એવી ભ્રાન્તિ જાગ્રત અવસ્થામાં પણ થાય છે.
Page 159 of 170
PDF/HTML Page 188 of 199
single page version
नन्वेव प्रसिद्धस्याप्यनाद्यनिधनस्यात्मनो मुक्त्यर्थं दुर्द्धरानुष्ठानक्लेशो व्यर्थो ज्ञानभावनामात्रैणैव मुक्तिसिद्धेरित्याशङ्कयाह —
ભાવાર્થ : — સ્વપ્નમાં શરીરનો નાશ જોવા છતાં આત્માનો નાશ થતો નથી તો પણ આત્માના નાશનો ભ્રમ (વિપરીત પ્રતિભાસ) થાય છે; તેમ જાગ્રત – અવસ્થામાં પણ શરીરનો નાશ જોવા છતાં આત્માના વિનાશનો ભ્રમ થાય છે. બંને અવસ્થાઓમાં જે ભ્રમ થાય છે તે સમાન છે. તેમાં કાંઈ તફાવત નથી. પરમાર્થ દ્રષ્ટિએ જોવામાં આવે તો સ્વપ્નમાં મનુષ્યના શરીરનો અને તેના આત્માનો નાશ થયો નથી; તેમ જાગ્રત અવસ્થામાં પણ મરણથી મનુષ્યના શરીરનો અને તેમાં રહેલા આત્માનો નાશ થતો નથી, કારણ કે દરેક દ્રવ્ય સત્ છે. સત્નો કદી નાશ થતો નથી, ફક્ત તેની પર્યાયમાં ફેરફાર થાય છે. એક પર્યાયનો વ્યય, બીજી પર્યાયનો ઉત્પાદ અને તે બંનેમાં દ્રવ્યનું ધ્રૌવ્યરૂપે કાયમ રહેવું – એવી વસ્તુસ્થિતિ છે.
આત્મા એક ચેતન, અમૂર્તિક, અવિનાશી પદાર્થ છે. તેના વિનાશની કલ્પના કરવી એ નિતાન્ત ભ્રમ છે. સંસાર – અવસ્થામાં શરીર સાથે આત્માનો પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ સંયોગ સંબંધ છે, પણ અજ્ઞાનીને તે બંનેનું ભેદવિજ્ઞાન નહિ હોવાથી બંનેને એકરૂપ માને છે; તેથી શરીરરૂપ પુદ્ગલ – પર્યાયનો વ્યય જોઈ તેમાં સંયોગરૂપે રહેલા આત્માનો પણ ભ્રમથી વિનાશ માને છે; પરંતુ ઝૂંપડી બળી જતાં તેમાં રહેલું આકાશ કાંઈ બળી જતું નથી, તેમ શરીરનો નાશ થતાં તેમાં રહેલા આત્માનો નાશ થતો નથી. ૧૦૧.
અનાદિનિધન આત્મા પ્રસિદ્ધ હોવા છતાં તેની મુક્તિ માટે દુર્દ્ધર તપશ્ચરણરૂપ ક્લેશ કરવો વ્યર્થ છે, કારણ કે જ્ઞાનભાવનામાત્રથી જ મુક્તિની સિદ્ધિ છે એવી આશંકા કરી કહે છેઃ — ✽
Page 160 of 170
PDF/HTML Page 189 of 199
single page version
टीका — अदुःखेन कायक्लेशादिकष्टं विना सुकुमारोपक्रमेण भावितमेकाग्रतया चेतसि पुनः पुनः संचिन्तितं ज्ञानं शरीरादिभ्यो भेदेनात्मस्वरूपपरिज्ञानं क्षीयते अपकृष्यते । कस्मिन् ? दुःखसन्निधौ दुःखोपनिपाते सति । यत एवं तस्मात्कारणात् यथाबलं स्वशक्त्यनतिक्रमेण मुनिर्योगी आत्मानं दुःखैर्भावयेत् कायक्लेशादिकष्टेः सहाऽऽत्मस्वरूपं भावयेत् । कष्टसहोभवन्सदाऽऽत्मस्वरूपं चिन्तयेदित्यर्थः ।।१०२।।
ननु यद्यात्मा शरीरात्सर्वथाभिन्नस्तदा कथमात्मनि चलति नियमेन तच्चलम् तिष्ठति नियमेन तिष्ठेदिति वदन्तं प्रत्याह —
અન્વયાર્થ : — (अदुःखभावितं ज्ञानं) જે જ્ઞાનદુઃખ વિના ભાવવામાં આવે છે, તે (दुःखसनिधौ) ઉપસર્ગાદિ દુઃખો આવી પડતાં (क्षीयते) નાશ પામે છે, (तस्मात्) માટે (मुनिः) મુનિએ અન્તરાત્મા યોગીએ – (यथाबलं) પોતાની શરીરાદિથી ભિન્ન ભાવના ભાવવી.
ટીકા : — દુઃખ વિના એટલે કાયક્લેશાદિના કષ્ટ વિના સુકુમાર ઉપક્રમથી ભાવવામાં આવેલું અર્થાત્ એકાગ્રતાથી મનમાં વારંવાર ચિંતવેલું જ્ઞાન એટલે શરીરાદિથી ભિન્ન આત્મસ્વરૂપનું પરિજ્ઞાન ક્ષય પામે છે – ક્ષીણ થાય છે. ક્યારે? દુઃખની સન્નિધિમાં (ઉપસ્થિતિમાં) – દુઃખો આવી પડતાં, તેટલા માટે યથાશક્તિ એટલે પોતાની શક્તિનું ઉલ્લંઘન કર્યા સિવાય મુનિએ – યોગીએ દુઃખથી આત્માની ભાવના ભાવવી અર્થાત્ કાયક્લેશાદિરૂપ કષ્ટોથી આત્મસ્વરૂપની ભાવના કરવી – કષ્ટ સહીને સદા આત્મસ્વરૂપનું ચિંતવન કરવું – એવો અર્થ છે.
ભાવાર્થ : — જેમને શરીરાદિની અનુકૂળતામાં યા સાતાશીલપણામાં જ્ઞાન – ભાવના કરવાની આદત પડી છે, તેમને ઉપસર્ગાદિ આવતાં જ્ઞાન – ભાવના અચલ રહી શકતી નથી, કારણ કે તેઓ ભૂખ, તરસ, ગરમી, ઠંડી વગેરેની થોડી પણ બાધા સહી શકતા નથી. તેઓ નજીવું સંકટ આવી પડતાં ગભરાઈ જાય છે અને જ્ઞાન – ભાવનાથી ચલિત થઈ જાય છે; તેથી આચાર્યદેવે આ શ્લોકમાં કહ્યું છે કે જ્ઞાન – ભાવનાના અભ્યાસીને ઉચિત છે કે તે અનેક કષ્ટો સહન કરવાની એવી ટેવ પાડે કે કષ્ટો આવી પડે તો પણ તે જ્ઞાન – ભાવનાથી ચલાયમાન થાય નહિ. ૧૦૨.
જો આત્મા શરીરથી સર્વથા ભિન્ન હોય તો તેના ચાલવાથી શરીર નિયમથી કેમ ચાલે અને તેના ઊભા રહેવાથી તે (શરીર) નિયમથી કેમ ઊભું રહે છે? એમ શંકા કરનાર પ્રતિ કહે છેઃ —
Page 161 of 170
PDF/HTML Page 190 of 199
single page version
टीका — आत्मनः सम्बंधिनः प्रयत्नाद्वायुः शरीरे समुच्चलति कथम्भूतात् प्रयत्नात् ? इच्छाद्वेषप्रवर्तितात् रागद्वेषाभ्यां जनितात् । तत्र समुच्चलिताच्च वायोः शरीरयंत्राणि शरीराण्येव यंत्राणि शरीरयंत्राणि । किं पुनः शरीराणां यंत्रैः साधर्म्ययतस्तानि यन्त्राणीत्युच्यन्ते ? इति चेत् उच्यते – यथा यंत्राणि काष्ठादिविनिर्मितसिंहव्याध्रादीनि स्वसाध्यविविधक्रियायां परप्रेरितानि प्रवर्तन्ते तथा शरीराण्यपीत्युभयोस्तुल्यतां । तानि शरीरयंत्राणि वायोः सकाशाद्वर्तन्ते । केषु ? कर्मसु क्रियासु । कथम्भूतेषु ? स्वेषु स्वसाध्येषु ।।१०३।।
અન્વયાર્થ : — (इच्छाद्वेषप्रवर्तितात्) ઇચ્છા (રાગ) – દ્વેષની પ્રવૃત્તિથી થતા (आत्मनः प्रयत्नात्) આત્માના પ્રયત્નના નિમિત્તે (वायुः) વાયુ ઉત્પન્ન થાય છે – વાયુનો સંચાર થાય છે. (वायोः) વાયુના સંચારથી (शरीर यंत्राणि) શરીર યંત્રો (स्वेषु कर्मसु) પોત પોતાના કાર્યોમાં (वर्तन्ते) પ્રવર્તે છે.
ટીકા : — આત્માના પ્રયત્નથી વાયુનો શરીરમાં સંચાર થાય છે. કેવા પ્રયત્નથી? ઇચ્છાદ્વેષથી પ્રવર્તેલા – રાગ – દ્વેષથી ઉત્પન્ન થયેલા (પ્રયત્નથી), તેમાં (શરીરમાં) સંચારિત વાયુથી શરીર યંત્રો – શરીરો એ જ યંત્રો તે શરીરયંત્રો – (સ્વકાર્યમાં પ્રવર્તે છે).
શું શરીરોને યંત્રો સાથે સમાન ધર્મ છે કે જેથી તેઓ (શરીરો) યંત્રો કહેવાય છે? એમ પૂછો તો કહેવાનું કે જેમ લાકડા વગેરેનાં બનેલાં સિંહ – વ્યાઘ્રાદિયંત્રો પરપ્રેરિત થઈને પોતપોતાને સાધવા યોગ્ય વિવિધ ક્રિયાઓમાં પ્રવર્તે છે, તેમ શરીરો પણ (પ્રવર્તે) છે. એમ બંનેમાં (શરીર અને યંત્રોમાં) સમાનતા છે. તે શરીરયંત્રો વાયુ દ્વારા પ્રવર્તે છે. શામાં? કાર્યોમાં – ક્રિયાઓમાં. કેવા (કાર્યોમાં)? પોતપોતાને સાધવા યોગ્ય (કાર્યોમાં).
ભાવાર્થ : — જીવને જ્યારે શરીરની ક્રિયા કરવાની ઇચ્છા થાય છે, ત્યારે તેના (ઇચ્છાના) નિમિત્તે વાયુ પોતાની યોગ્યતાથી શરીરમાં ઉત્પન્ન થાય છે. તે વાયુના સંચાર નિમિત્તે શરીરયંત્રો અર્થાત્ શરીરની ક્રિયાઓ પોતપોતાની યોગ્યતાથી પોતાનું કામ કરે છે.
Page 162 of 170
PDF/HTML Page 191 of 199
single page version
આમ જીવની ઇચ્છા અને શરીરની ક્રિયાને સીધો નિમિત્ત – નૈમિત્તિક સંબંધ નથી, પરંતુ જીવની ઇચ્છા અને વાયુને નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે અને વાયુ તથા શરીરની ક્રિયાને નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે.
સ્થૂલદ્રષ્ટિએ (વ્યવહાર નયે) જીવની ઇચ્છાથી શરીર ચાલે છે એમ કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે જીવની ઇચ્છાથી કે વાયુથી શરીરની ક્રિયાઓ ખરેખર થતી નથી, પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી તેમ કહેવામાં આવે છે.૧
યોગ (અર્થાત્ મન – વચન – કાયના નિમિત્તે આત્મ – પ્રદેશોનું ચલન) અને ઉપયોગ (અશુદ્ધ ઉપયોગ – જ્ઞાનનું કષાયો સાથે જોડાવું) – એ બંનેનો કર્તા, આત્મા કદાચિત ભલે હો, તથાપિ પર દ્રવ્ય – સ્વરૂપ કર્મનો કર્તા તો તે નિમિત્તપણે પણ કદી નથી. અજ્ઞાન અવસ્થામાં જ આત્માને યોગ – ઉપયોગનો કર્તા કહી શકાય, પણ શરીરાદિ પર દ્રવ્યોનો કર્તા તો તે નિમિત્તપણે પણ કદી નથી.
આ ઉપરથી એમ સમજવું કે જો જીવ, પુદ્ગલ – કર્મનો ખરેખર કર્તા નથી, તો શરીરની કોઈ ક્રિયાનો કર્તા તે કેમ હોઈ શકે? જરા પણ નહિ; પરંતુ અજ્ઞાન દશામાં જીવનો યોગ અને ઉપયોગ, શરીરની ક્રિયામાં નિમિત્ત થાય છે.
દ્રવ્યદ્રષ્ટિથી તો ‘કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનો કર્તા નથી,’ પરંતુ પર્યાયદ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે, તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત – કર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનો (શુદ્ધ – અશુદ્ધ પરિણામનો) કર્તા છે, તે અન્ય દ્રવ્યના પરિણામનો કર્તા નથી.૨
‘‘અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની (પર્યાયની) ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે) ‘સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ ઊપજે છે.’’૩
‘‘.....સર્વ દ્રવ્યો, નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં નથી, પરંતુ પોતાના ૧. જુઓ – મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૫૬. ૨. જુઓ – શ્રી સમયસાર ગુ. આવૃત્તિ – ગા. ૧૦૦ અને તેનો ભાવાર્થ. ૩. કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
Page 163 of 170
PDF/HTML Page 192 of 199
single page version
तेषां शरीरयंत्राणामात्मन्यारोपाऽनारोपौ कृत्वा जडविवेकिनौ किं कुर्वंत इत्याह —
टीका — तानि शरीरयंत्राणि साक्षाणि इंद्रियसहितानि आत्मनि समारोप्य गौरोऽहं સ્વભાવથી જ ઊપજે છે, કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી સર્વ દ્રવ્યોને, નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ.....’’૧
‘‘.......વળી પર્યાયમાં જીવ – પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે; તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે, પણ આ જીવની ક્રિયા છે તેમાં પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે, એમ (અજ્ઞાનીને ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી........’’૨
માટે જીવની ક્રિયાથી શરીરની ચાલવાની તથા ઊભા રહેવાની વગેરે ક્રિયા થતી માનવી તે ભ્રમ છે. ૧૦૩.
તે શરીરયંત્રોનો આત્મામાં આરોપ અને અનારોપ કરીને જડ (અજ્ઞાની) અને વિવેકી પુરુષો શું કરે છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (जडः) અજ્ઞાની બહિરાત્મા (साक्षाणि) ઇન્દ્રિયો સહિત (तानि) તે શરીરયંત્રોને (आत्मनि समारोप्य) આત્મામાં આરોપી (असुखं आस्ते) દુઃખી થાય છે. (पुनः) કિન્તુ (विद्वान्) જ્ઞાની અંતરાત્મા (आरोपं त्यक्त्वा) શરીરાદિકમાં આત્માનો આરોપ (આત્માની કલ્પના) છોડી (परमं पदं) પરમ પદને – મોક્ષને (प्राप्नोति) પ્રાપ્ત કરે છે.
ટીકા : — તે અક્ષ સહિત એટલે ઇન્દ્રિયો સહિત શરીરયંત્રોને આત્મામાં આરોપીને ૧. શ્રી સમયસાર ગુ. આવૃત્તિ – ગા. ૩૭૨ ટીકા. ૨. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૩૦.
Page 164 of 170
PDF/HTML Page 193 of 199
single page version
सुलोचनोऽहं स्थूलोऽहंमित्याद्यभेदरूपतया आत्मन्यध्यारोप्य जडो बहिरात्मा असुखं सुखं वा यथा भवत्येवमास्ते । विद्वानन्तरात्मा पुनः प्राप्नोति किं ? तत्परमं पदं मोक्ष । किं कृत्वा ? त्यक्त्वा । कं ? आरोपं शरीरादिनामात्मन्यध्यवसायम् ।।१०४।।
कथमसौ तं त्यजतीत्याह – अथवा स्वकृतग्रन्थार्थमुपसंहृत्य फलमुपदर्शयन्मुक्त्वेत्याह — (શરીરાદિને આત્મા કલ્પી) – અર્થાત્ હું ગોરો, હું સુંદર આંખવાળો, હું જાડો ઇત્યાદિ અભેદરૂપપણે (એકતાબુદ્ધિએ) આત્મામાં આરોપીને, જડ – બહિરાત્મા જેમ અસુખ – સુખ થાય તેમ વર્તે છે, પરંતુ વિદ્વાન – અન્તરાત્મા પ્રાપ્ત કરે છે. શું? તે પરમપદને – મોક્ષને. શું કરીને? ત્યજીને, શું (ત્યજીને)? શરીરાદિનો આત્મા વિષે જે આરોપ છે – અધ્યવસાય છે તેને (ત્યજીને).
ભાવાર્થ : — હું ગોરો, હું સુંદર, હું જાડો ઇત્યાદિરૂપ, શરીરાદિમાં આત્માની અભેદ કલ્પના કરી (આત્મબુદ્ધિ કરી) અજ્ઞાની બહિરાત્મા સુખ – દુઃખ માને છે, પરંતુ જ્ઞાની અંતરાત્મા આત્મામાં શરીરાદિનો મિથ્યા અભેદ – અધ્યવસાયનો ત્યાગ કરી પરમપદને – મોક્ષને પ્રાપ્ત કરે છે.
અનાદિથી શરીર અને આત્માને સંયોગસંબંધ છે. આ સંબંધને લીધે શરીરના અંગોપાંગની ક્રિયા જોઈ અજ્ઞાનીને ભ્રમ થાય છે કે એ બધી ક્રિયાઓ આત્માની છે, પણ વાસ્તવમાં આત્મા અને શરીર લક્ષણે એકબીજાથી તદ્દન ભિન્ન છે. એક ચેતન અને અરૂપી છે અને બીજું અચેતન – જડ અને રૂપી છે. બંને વચ્ચે માત્ર નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે, પણ અજ્ઞાની ભ્રમથી નિમિત્ત – નૈમિત્તિક સંબંધને બદલે કર્તા – કર્મ સંબંધ સમજી પોતાને સુખી – દુઃખી કલ્પે છે.
જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે. તે શરીરની ક્રિયાઓને આત્માની ક્રિયા માનતો નથી. તેને શરીરમાં આત્મબુદ્ધિ – એકતાબુદ્ધિ નથી, તેથી શરીરની ક્રિયામાં તેને કર્તા – બુદ્ધિ નથી. શરીરાદિમાં કર્તા – બુદ્ધિ નહિ હોવાથી તેને હર્ષ – શોક કે રાગ – દ્વેષ પણ નથી. તેના અભાવમાં જ્ઞાનીને કર્મનો નવો બંધ થતો નથી. ભેદવિજ્ઞાનના બળે જેમ જેમ વીતરાગતા વધતી જાય છે, તેમ તેમ જૂનાં કર્મ પણ ઉદયમાં આવી નિર્જરી જાય છે. અંતે કર્મોનો સંપૂર્ણપણે અભાવ થતાં પરમ વીતરાગપદની પ્રાપ્તિ થાય છે. ૧૦૪.
તે તેને કેવી રીતે ત્યજે છે તે કહે છે – અથવા પોતાના રચેલા ગ્રન્થના અર્થનો ઉપસંહાર કરીને ફલ દર્શાવતાં. ‘મુક્ત્વા’ એમ કહીને, કહે છેઃ —
Page 165 of 170
PDF/HTML Page 194 of 199
single page version
संसारदुःखजननीं जननाद्विमुक्तः ।
टीका — उपैति प्राप्नोति । किं तत् ? सुखं । कथम्भूतं ? ज्योतिर्मयं ज्ञानात्मकं । किंविशिष्टः सन्नसौ तदुपैति ? जननाद्विमुक्तः संसाराद्विशेषेण मुक्तः । ततो मुक्तोऽप्यसौ कथम्भूतः सम्भवति ? परमात्मात्मनिष्ठः परमात्मस्वरूपसंवेदकः । किं कृत्वाऽसौ तन्निष्ठः स्यात् । मुक्त्वा । कां ? परबुद्धिं अहंधियं च स्वात्मबुद्धिं च । क्व ? परत्र शरीरादौ । कथम्भूतां तां ?
અન્વયાર્થ : — (तन्मार्ग) તે પરમપદની પ્રાપ્તિનો ઉપાય બતાવનાર (एतत् समाधितंत्र) આ ‘સમાધિતંત્ર’ શાસ્ત્રનું (अधिगम्य) અધ્યયન કરીને – અનુભવ કરીને (संसारदुःखजननीं) સંસારનાં દુઃખોને ઉત્પન્ન કરવાવાળી, (परत्र) શરીરાદિ પદાર્થોમાં (अहंधियं परबुद्धिं च) અહંબુદ્ધિને તથા પરબુદ્ધિને (પર તે હું છું એવી બુદ્ધિને) (मुक्त्वा) છોડીને (परात्मनिष्ठः) પરમાત્માની ભાવનામાં સ્થિર ચિત્તવાળો અન્તરાત્મા (जननात् विमुक्तः) સંસારથી મુક્ત થઈને (ज्योतिर्मयं सुखं) જ્ઞાનમય સુખને (उपैति) પ્રાપ્ત કરે છે.
ટીકા : — પામે છે એટલે પ્રાપ્ત કરે છે. શું તે? સુખ. કેવું (સુખ)? જ્યોતિર્મય એટલે જ્ઞાનાત્મક (સુખ). કેવા પ્રકારનો થઈ તે તે (સુખ) પ્રાપ્ત કરે છે? જન્મથી મુક્ત એટલે ખાસ કરીને સંસારથી મુક્ત થઈને (સુખ પ્રાપ્ત કરે છે). તેનાથી (સંસારથી) મુક્ત થયેલો છતાં તે કેવો સંભવે છે? (તે) પરમાત્મનિષ્ઠ – પરમાત્મસ્વરૂપનો સંવેદક (થાય છે). શું કરીને તે તનિષ્ઠ (એટલે પરમાત્મનિષ્ઠ) બને? છોડીને. શું (છોડીને)? પરબુદ્ધિ અને અહંબુદ્ધિ એટલે સ્વાત્મબુદ્ધિ (છોડીને). શામાં (છોડીને)? પરમાં – શરીરાદિમાં. કેવી તે (બુદ્ધિને)? સંસારનાં દુઃખોને ઉત્પન્ન કરનારી – ચતુર્ગતિનાં દુઃખોની ઉત્પત્તિના કારણભૂત (બુદ્ધિને). તેથી તેવા
Page 166 of 170
PDF/HTML Page 195 of 199
single page version
संसारदुःखजननीं चतुर्गतिक दुःखोत्पत्तिहेतुभूतां । यतस्तथाभूतां तां त्यजेत् । किं कृत्वा ? अधिगम्य । किं तत् ? समाधितंत्रं समाधेः परमात्मस्वरूपसंवेदनैकाग्रतायाः परमोदासीनताया वा तन्त्रं प्रतिपादकं शास्त्रं । कथम्भूतं तत् ? तन्मार्ग तस्य ज्योतिर्मयसुखस्य मार्गमुपायमिति ।।१०५।।
टीका – प्रशस्तिः
मोक्षोऽनन्तचतुष्टयाऽमलवपुः सद्ध्यानतः कीर्तितः ।
પ્રકારની તે (બુદ્ધિ)નો ત્યાગ કરવો. શું કરીને? જાણીને. શું (જાણીને)? સમાધિતંત્રને – સમાધિના એટલે પરમાત્મસ્વરૂપના સંવેદનમાં એકાગ્રતાના અથવા પરમ ઉદાસીનતાના તંત્રને એટલે પ્રતિપાદક શાસ્ત્રને. તે કેવું છે? તેના માર્ગરૂપ છે, તેના એટલે જ્યોતિર્મય સુખના માર્ગરૂપ એટલે ઉપાયરૂપ (શાસ્ત્ર) છે.
ભાવાર્થ : — શ્રી પૂજ્યપાદાચાર્ય – વિરચિત આ ‘સમાધિતંત્ર’ શાસ્ત્ર, પરમાત્મસ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા જ સમાધિ છે – અર્થાત્ પરમપદની પ્રાપ્તિનો ઉપાય છે – તેનું પ્રતિપાદન કરે છે. આ ‘સમાધિતંત્ર’નો સારી રીતે અભ્યાસ કરીને, શરીરાદિ પર પદાર્થોમાં જે અંતરાત્મા અહંબુદ્ધિ અને પરબુદ્ધિનો ત્યાગ કરે છે અને પરમાત્માની ભાવનામાં ચિત્ત સ્થિર કરે છે તે સંસારના દુઃખોથી મુક્ત થઈ કેવળજ્ઞાનમય પરમ સુખને પ્રાપ્ત કરે છે.
એ રીતે આચાર્યદેવે પ્રસ્તુત ‘સમાધિતંત્ર’ની અગત્યતા દર્શાવી પરમ પદની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે.
જ્યાં સુધી સ્વ – પરનું ભેદજ્ઞાન થાય નહિ, ત્યાં સુધી જીવ અજ્ઞાની રહે છે અને અજ્ઞાનજનિત ભ્રમને લીધે તે શરીરાદિ પરપદાર્થોમાં અહંબુદ્ધિ – આત્મબુદ્ધિ કરે છે, અર્થાત્ તેમાં પોતાના આત્માની કલ્પના કરી કર્તા – બુદ્ધિ સેવે છે. તે શરીરની ક્રિયા અથવા પરનાં કાર્યો હું કરું છું – એમ માને છે. વળી તેને શરીર અને પરપદાર્થો પ્રત્યે મમકારબુદ્ધિ હોય છે, અર્થાત્ શરીર મારું, સ્ત્રી – પુત્ર – મકાનાદિ મારાં – એવી ભ્રમજનિત માન્યતા તે કરે છે. આ અજ્ઞાનમૂલક માન્યતાના કારણે જીવને રાગ – દ્વેષાદિ કષાયભાવ થાય છે જે ચતુર્ગતિરૂપ સંસાર – ભ્રમણનું મૂલ કારણ છે. સ્વસન્મુખ થઈ આત્મસ્વરૂપમાં સ્થિર થવાની ભાવના કરવી તે જ સંસારનાં દુઃખોથી મુક્તિનો અને પરમ પદની પ્રાપ્તિનો ઉપાય છે. ૧૦૫.
જેમણે આત્માને બર્હિ, અંતર ને ઉત્તમ – એમ ત્રણ પ્રકારે વર્ણવી બતાવ્યો છે, જેમણે
Page 167 of 170
PDF/HTML Page 196 of 199
single page version
भव्यानन्दकरः समाधिशतकश्रीमत्प्रभेन्दुः प्रभुः ।।१।।
સદ્ધ્યાનથી અનન્ત – ચતુષ્ટમય અમલ શરીરરૂપ મોક્ષ છે એમ પ્રસિદ્ધ કર્યું છે, તે પૂજ્યપાદ પ્રભુ અહીં જય પામો! તે કેવા છે? તે જિન છે, તેમના (ઇન્દ્રિય) વિષયો બધા અસ્ત થઈ ગયા છે, તે અમલ છે, ભવ્ય જીવોને આનંદકર છે, સમાધિશતકરૂપ શ્રીથી યુક્ત છે અને પ્રભામાં ચંદ્ર સમાન છે.
આ શ્લોકમાં સમાધિતંત્રના (અપર નામ સમાધિશતકના) રચયિતા શ્રી પૂજ્યપાદાચાર્ય પ્રતિ પ્રશસ્તિ દ્વારા પૂજ્યભાવ પ્રગટ કરી તેના ટીકાકાર શ્રી પ્રભાચન્દ્રે ગર્ભિતપણે ‘શ્રીમત્ પ્રભેન્દુ’ શબ્દો દ્વારા સમાધિશતકના ટીકાકાર તરીકે પોતાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
Page 168 of 170
PDF/HTML Page 197 of 199
single page version
अचेतनमिदं दृश्य૪૬૮૫
अज्ञापितं न जानन्ति૫૮૧૦૫
अदुःखभावितं ज्ञानं૧૦૨ ૧૭૨
अनन्तरज्ञः संधत्ते૯૯૧૬૬
अपमानादयस्तस्य૩૮૭૨
अपुण्यमव्रतैः पुण्यं૮૩૧૪૨
अयत्नसाध्यं निर्वाणं૧૦૦ ૧૬૮
अविक्षिप्तं मनस्तत्त्वं૩૬૬૮
अविद्याभ्याससंस्कारैः૩૭૭૦
अविद्यासंज्ञितस्तस्मात्૧૨૩૧
अव्रतानि परित्यज्य૮૪૧૪૩
अव्रती व्रतमादाय૮૬૧૪૬
आत्मज्ञानात्૫૦૯૧
आत्मदेहान्तर૩૪૬૫
आत्मन्येवात्मधी૭૭૧૩૨
आत्मविभ्रमजं – ૪૧૭૬
आत्मानमन्तरे૭૯૧૩૬
इतीदं भावयेन्नित्य – ૯૯૧૬૬
उत्पन्नपुरुषभ्रान्ते૨૧૪૬
उपास्यात्मानमेवात्मा૯૮૧૬૪
एवं त्यक्त्वा बहिर्वाचं૧૭૩૯
क्षीयन्तेऽचैव૨૫૫૨
गौरः स्थूलः૭૦૧૨૩
ग्रामोऽरण्यमिति૭૩૧૨૭
Page 169 of 170
PDF/HTML Page 198 of 199
single page version
नष्टे वस्त्रे यथात्मनं૬૫૧૧૬
नारकं नारकांगस्थं૯૨૫
निर्मलः केवलः शुद्धः૬૨૧
परत्राहंमतिः૪૩૮૦
पश्येन्निरतंरं૫૭૧૦૩
पूर्वस्य दृष्टात्मतत्त्वस्य૮૦૧૩૭
प्रचाव्य विषयेभ्यो૩૨૬૨
प्रयत्नादात्मनो – ૧૦૩ ૧૭૩
प्रविशद्गलतां૬૯૧૨૨
बहिरन्तः परश्चेति૮૨૫
बहिरात्मा शरीरादौ૫૧૭
बहिरात्मेन्द्रियद्वारैः૭૨૨
बहिस्तुष्यति मूढात्मा૬૦૧૦૯
भिन्नात्मानमुपास्य – ૯૭૧૬૩
मत्तश्च्युत्वेन्द्रिय૧૬૩૭
मामापश्यन्नयं૨૬૫૪
मुक्तिरेकान्तिकी૭૨૧૨૫
मुक्त्वा परत्र परबुद्धि૧૦૫ ૧૭૭
मूढात्मा यत्र विश्वस्त૨૦૪૪
मूलं संसारदुःखत्य૧૫૩૫
यत्त्यागाय निवर्तन्ते૯૦૧૫૩
यत्परैः प्रतिपाद्या૧૯૪૨
यत्पश्यामीन्द्रियै – ૫૧૯૩
यत्रावाहितधीः૯૫૧૬૦
यथासौ चेष्टते૨૨૪૮
यदग्राह्यं न गृह्णाति૨૦૪૪
यदन्तर्जल्पसंपृक्त૮૫૧૪૪
यदभावे सुषुप्तो – ૨૪૫૧