Page 132 of 170
PDF/HTML Page 161 of 199
single page version
टीका — यदुत्प्रेक्षाजालं चिंताजालं कथम्भूतं ? अन्तर्जल्पसंपृक्तं अन्तर्वचनव्यापारोपेतं । आत्मनो दुःखस्य मूलं कारणं । तन्नाशे तस्योत्प्रेक्षाजालस्य विनाशे । इष्टमभिलषितं यत्पदं तच्छिष्टं प्रतिपादितम् ।।८५।।
અન્વયાર્થ : — (अन्तर्जल्पसंपृक्तं) અંતરંગ જલ્પયુક્ત (यत् उत्प्रेक्षाजालं) જે વિકલ્પજાલ છે તે (आत्मनः) આત્માના (दुःखस्य) દુઃખનું (मूलं) મૂલ – કારણ છે. (तन्नाशे) તેનો એટલે વિકલ્પજાલનો નાશ થતાં (इष्ट) હિતકારી (परमं पदं शिष्टम्) પરમ પદની પ્રાપ્તિ થાય છે – એમ પ્રતિપાદન કર્યું છે.
ટીકા : — જે ઉત્પ્રેક્ષાજાલ એટલે વિકલ્પજાલ છે, તે કેવી છે? અન્તર્જલ્પથી યુક્ત અર્થાત્ અંતરંગ વચન – વ્યાપારથી યુક્ત છે, તે આત્માના દુઃખનું મૂલ એટલે કારણ છે. તેનો નાશ થતાં અર્થાત્ તે ઉત્પ્રેક્ષાજાલનો (વિકલ્પજાલનો) નાશ થતાં, એ પદ ઇષ્ટ એટલે અભિલષિત છે (જે પદની અભિલાષા કરવામાં આવી છે) તે શિષ્ટ છે અર્થાત્ તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ભાવાર્થ : — અંતરંગ જલ્પ (સૂક્ષ્મ – વચન – પ્રવૃત્તિ) યુક્ત જે અનેક પ્રકારના વિકલ્પરૂપ કલ્પનાજાલ છે તે સંસારી આત્માને દુઃખનું મૂલ છે. તેનો નાશ થાય તો જ પરમ વીતરાગ પદની પ્રાપ્તિ થાય.
આ જીવ પોતાના ચિદાનન્દમય પરમ અતીન્દ્રિય અવિનાશી નિર્વિકલ્પ સ્વરૂપને ભૂલી, જ્યાં સુધી બાહ્ય વિષયોના લક્ષે દુઃખોના મૂલ કારણભૂત અન્તર્જલ્પરૂપ અનેક વિકલ્પોની જાળમાં ફસાયેલો રહે છે, ત્યાં સુધી તેને સુખમય પરમ વીતરાગ પદની પ્રાપ્તિ થતી નથી. તે પદની પ્રાપ્તિ તો તેને હોય જે અન્તર્જલ્પરૂપ વિકલ્પોની જાલનો સર્વથા ત્યાગ કરી પોતાના ચૈતન્ય ચમત્કારરૂપ વિજ્ઞાનઘન આત્મામાં લીન થઈ જાય.
હિંસાદિ અવ્રતરૂપ અશુભ વિકલ્પો અને અહિંસાદિ વ્રતરૂપ શુભ વિકલ્પો – બંને પ્રકારના વિકલ્પો રાગ – દ્વેષાદિરૂપ હોવાથી આત્મસ્વરૂપના ઘાતક છે. ભગવાનની પૂજા – ભક્તિ, અણુવ્રત મહાવ્રતાદિ તથા તપાદિ કરવાના ભાવ પણ શુભ વિકલ્પ છે. આ સમસ્ત શુભ – અશુભ વિકલ્પોથી હઠી ઉપયોગ જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે જ પરમ વીતરાગ પદની પ્રાપ્તિ થાય છે.
Page 133 of 170
PDF/HTML Page 162 of 199
single page version
तस्य चोत्प्रेक्षाजालस्य नाशं कुर्वाणोऽनेन क्रमेण कुर्यादित्याह —
‘‘આત્માને આત્મા વડે બે પુણ્ય – પાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન – જ્ઞાનમાં સ્થિત થઈ અને અન્ય વસ્તુની ઇચ્છાથી વિરમી (અટકી) જે આત્મા (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થઈ પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે – કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, પોતે ચેતયિતા (દેખનાર – જાણનાર) હોવાથી એકત્વને જ ચિંતવે છે – ચેતે છે – અનુભવે છે, તે આત્મા આત્માને ધ્યાતો, દર્શન – જ્ઞાનમય અને અનન્યમય થઈ અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.’’૧
‘‘.....વસ્તુસ્વરૂપને જેમ છે તેમ જાણીને જ્યાં જ્ઞાન તેમાં એકાગ્ર થાય ત્યાં રાગ કે વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી; એનું નામ જ ચિત્તનો નિરોધ. આ સિવાય ‘હું ચિત્તને રોકું, હું વિકલ્પને રોકું’ એવી નાસ્તિના લક્ષે કાંઈ વિકલ્પ તૂટતો નથી, પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે. ‘હું ચૈતન્યમાત્ર સ્વભાવ છું’ એમ અસ્તિત્વભાવ તરફ જ્ઞાનનું જોર આપતાં ચિત્તનો નિરોધ સહેજે થઈ જાય છે, સ્વભાવની એકાગ્રતાના જોરે રાગના – વિકલ્પનો અભાવ થઈ જાય છે; માટે પહેલાં વસ્તુના સ્વભાવને બધાં પડખાથી જેમ છે તેમ જાણવો જોઈએ.
જ્યાં શ્રુતજ્ઞાનને સન્મુખ વાળીને અંદર સ્વભાવમાં એકાગ્ર કર્યું ત્યાં સર્વ વિકલ્પો સ્વયં વિલય થાય છે અને અનંત ધર્મોનો ચૈતન્ય – પિંડલો સ્વસંવેદનમાં આવી જાય છે.’’ ૮૫.
તે ઉત્પ્રેક્ષાજાલનો નાશ કરનારે આ ક્રમથી કરવું – તે કહે છેઃ —
અન્વયાર્થ : — (अव्रती) હિંસાદિક પાંચ અવ્રતોમાં અનુરક્ત માણસે (व्रतं आदाय)અહિંસાદિ વ્રતોનું ગ્રહણ કરીને અવ્રતાવસ્થામાં થતાં વિકલ્પોનો નાશ કરવો તથા (व्रती) અહિંસાદિક વ્રતોના ધારકે (ज्ञानपरायणः) જ્ઞાનસ્વભાવમાં લીન થઈ વ્રતાવસ્થામાં થતા વિકલ્પોનો નાશ કરવો અને પછી અરહંત – અવસ્થામાં (परात्मज्ञानसम्पन्नः) કેવળજ્ઞાનથી યુક્ત ૧. શ્રી સમયસાર – ગુ. આવૃત્તિ – ગાથા ૧૮૭, ૧૮૮, ૧૮૯. ૨. નયપ્રજ્ઞાપન – પૃ. ૮, ૨૩.
Page 134 of 170
PDF/HTML Page 163 of 199
single page version
टीका — अव्रतित्वावस्थाभावि विकल्पजालं व्रतमादाय विनाशयेत् । व्रतित्वावस्थाभावि पुनर्विकल्पजालं ज्ञानपरायणो ज्ञानभावनानिष्ठो भूत्वा परमवीतरागतावस्थायां विनाशयेत् । संयोगिजिनावस्थायां परात्मज्ञानसम्पन्नः परं सकलज्ञानेभ्यः उत्कृष्टं तच्चा तदात्मज्ञानं च केवलज्ञानं तेन सम्पन्नो युक्तः स्वयमेव गुर्वाद्युपदेशानपेक्षः परः सिद्धस्वरूपः परमात्मा भवेत् ।।८६।। થઈ (स्वयम् एव) સ્વયં જ (परः भवेत्) પરમાત્મા થવું – સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવું.
ટીકા : — અવ્રતીપણાની અવસ્થામાં થતાં વિકલ્પોની જાલનો, વ્રત ગ્રહણ કરીને, વિનાશ કરવો, તથા વ્રતીપણાની અવસ્થામાં થતાં વિકલ્પોની જાલનો, જ્ઞાનપરાયણ થઈને, અર્થાત્ જ્ઞાનભાવનામાં લીન થઈને પરમ વીતરાગતાની અવસ્થામાં (તેનો) વિનાશ કરવો. સયોગીજિન અવસ્થામાં પરાત્મજ્ઞાનસંપન્ન અર્થાત્ પર એટલે સર્વ જ્ઞાનોમાં ઉત્કૃષ્ટ જે આત્મજ્ઞાન – જે કેવળજ્ઞાન – તેનાથી સંપન્ન એટલે યુક્ત થઈને સ્વયં જ અર્થાત્ ગુરુ આદિના ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના (નિરપેક્ષ થઈને) પર એટલે સિદ્ધસ્વરૂપ પરમાત્મા થવું.
ભાવાર્થ : — વિકલ્પ – જાલનો નાશ કરી સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરવી તેનો નીચે પ્રમાણે આચાર્યે ક્રમ બતાવ્યો છેઃ —
૧. અવ્રત અવસ્થામાં હિંસાદિ પાપોના જે વિકલ્પો થાય તેનો અહિંસાદિ વ્રતોનું ગ્રહણ કરી નાશ કરવો.
૨. વ્રત અવસ્થામાં અહિંસાદિ શુભભાવરૂપ જે વિકલ્પો થાય તેનો જ્ઞાનપરાયણ થઈ અર્થાત્ જ્ઞાનભાવનામાં લીન થઈ વિનાશ કરવો.
૩. જ્ઞાનભાવનામાં લીન થતાં પરમ વીતરાગ તથા કેવળજ્ઞાનયુક્ત જિન દશા (અરહંતઅવસ્થા) પ્રગટે છે;
૪. અને સ્વયં જ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે.
‘‘વ્રત – અવ્રત એ બંને વિકલ્પરહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણ – ત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો ઉદાસીન વીતરાગ શુદ્ધોપયોગ છે, તે જ મોક્ષમાર્ગ છે.......
......પહેલાં અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય, પછી શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય, એવી ક્રમપરિપાટી છે.’’૧ ૧. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૬૨
Page 135 of 170
PDF/HTML Page 164 of 199
single page version
ધર્મની શરૂઆત ચોથા અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનથી થાય છે. તે પહેલાં જીવની મિથ્યાત્વ અવસ્થા હોય છે. આ અવસ્થામાં જે વ્રત – તપાદિ કરવાનો વિકલ્પ આવે છે તે બધાં બાલ તપ ગણાય છે.૧
અવિરત સમ્યગ્દ્રષ્ટિઓને, દેશવિરત શ્રાવકોને અને મુનિઓને ભૂમિકાનુસાર શુભ – અશુભ વિકલ્પો આવે છે, પરંતુ તેમને ભેદ – વિજ્ઞાન હોવાથી તે વિકલ્પોને તેઓ શ્રદ્ધા-જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ માનતા નથી, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં તેમને વિઘ્નરૂપ માને છે અને તે છોડવા માટે પોતાની ભૂમિકાનુસાર પ્રયત્ન કરે છે.
‘જેને (સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને) જેટલે અંશે સમ્યગ્દર્શન હોય છે (શુદ્ધિ છે – શુદ્ધભાવ છે, રાગરહિત અંશ છે) તેટલે અંશે તેને બંધ નથી; જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે.
તેને જેટલે અંશે સમ્યગ્જ્ઞાન છે તેટલે અંશે બંધ નથી અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે;
તેને જેટલે અંશે સમ્યક્ચારિત્ર છે તેટલે અંશે તેને બંધ નથી અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે.’’૨
આથી સ્પષ્ટ છે કે સમ્યગ્દ્રષ્ટિને ભૂમિકાનુસાર જે પૂજા, ભક્તિ, આદિ તથા વ્રત, મહાવ્રત, નિયમાદિનો શુભભાવ આવે છે તે પણ આસ્રવ – બંધનું કારણ છે, પણ તે સંવર – નિર્જરાનું કારણ નથી. સંવર – નિર્જરાનું કારણ તો શુભ અંશો સાથે જે શુદ્ધ અંશ છે તે જ છે. જે શુભ રાગ બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ કદી હોઈ શકે નહિ. માટે વ્રતાદિના શુભ વિકલ્પોને પણ અવ્રતાદિ અશુભ વિકલ્પોની જેમ મોક્ષમાર્ગમાં હેય – છોડવા યોગ્ય ગણવામાં આવ્યા છે. ૧. જુઓ – શ્રી સમયસાર ગાથા – ૧૫૨, ૧૫૩. २.येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।।२१२।।
येनांशेन ज्ञान तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।।२१३।।
येनांशेन चारित्रं तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।।२१४।। (પુરુષાર્થસિદ્ધ્યુપાય-ગા. ૨૧૨ થી ૨૧૪)
Page 136 of 170
PDF/HTML Page 165 of 199
single page version
यथा च व्रतविकल्पो मुक्तिहेतुर्न भवति तथा लिङ्गविकल्पोऽपीत्याह —
टीका — लिङ्गं जटाधारणनग्नत्वादिदेहाश्रितं दृष्टं शरीरधर्मतया प्रतिपन्नं । देह एवात्मनो भवः संसारः । यत एवं तस्माद्ये लिंगकृताग्रहाः लिंगमेव मुक्तेर्हेतुरितिकृताभिनिवेशास्ते न मुच्यंते । कस्मात् भवात् ।।८७।।
‘‘જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી, ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે – શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બંને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. તે સ્થિતિમાં કર્મ (અશુદ્ધભાવરૂપ કર્મ) પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન (શુદ્ધભાવરૂપ જ્ઞાનકર્મ) પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય – કષાયના વિકલ્પો કે વ્રત – નિયમના વિકલ્પો — શુદ્ધસ્વરૂપનો વિચાર સુદ્ધાં — કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.’’૧
સાતમા અપ્રમત્ત ગુણસ્થાનથી જે નિર્વિકલ્પ દશા થાય છે તે દશામાં આત્મસ્વરૂપમાં સ્થિરતા જામતી જાય છે અને અંતે શુક્લધ્યાન દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. ૮૬.
જેમ વ્રતનો વિકલ્પ મુક્તિનો હેતુ નથી, તેમ લિંગનો વિકલ્પ પણ મુક્તિનો હેતુ નથી, તે કહે છેઃ —
અન્વયાર્થ : — (लिङ्गं) નગ્નપણું આદિ (देहाश्रित दृष्टं) દેહને આશ્રિત જોવામાં આવે છે. (देहः एव) દેહ જ (आत्मनः भवः) આત્માનો ભવ (સંસાર) છે; (तस्मात्) તેથી (ये लिङ्गकृताग्रहाः) જે લિંગના જ આગ્રહી છે (ते पुरुषाः) તે પુરુષો (भवात्) સંસારથી (न मुच्यन्ते) મુક્ત થતા નથી. ૧. શ્રી સમયસાર ગુ. આવૃત્તિ – કલશ ૧૧૦નો ભાવાર્થ.
Page 137 of 170
PDF/HTML Page 166 of 199
single page version
येऽपि ‘वर्णानां ब्राह्मणो गुरुरतः स एव परमपदयोग्य’ इति वदन्ति तेऽपि न मुक्तियोग्या इत्याह —
ટીકા : — લિંગ એટલે જટાધારણ, નગ્નપણું, આદિ — તે દેહાશ્રિત દેખાય છે – અર્થાત્ શરીરના ધર્મરૂપે માનવામાં આવે છે. દેહ જ આત્માનો ભવ એટલે સંસાર છે; તેથી જે લિંગને વિષે આગ્રહ રાખે છે – અર્થાત્ લિંગ એ જ મુક્તિનો હેતુ છે એવા અભિનિવેશવાળા જે છે તે (લોક) મુક્ત થતા નથી. શાનાથી? ભવથી (સંસારથી).
ભાવાર્થ : — જે જીવ કેવળ લિંગ અથવા બાહ્ય વેષને જ મોક્ષનું કારણ માને છે તે દેહાત્મદ્રષ્ટિ છે અર્થાત્ તે દેહને જ આત્મા માને છે, તેથી તે મુક્તિ પામતો નથી. લિંગ શરીરને આશ્રિત છે અને શરીર સાથેના સંબંધથી જ આત્માનો સંસાર છે. શરીરના અભાવમાં સંસાર હોતો નથી. માટે જે લિંગનો આગ્રહી છે અર્થાત્ જે લિંગને જ મુક્તિનું કારણ સમજે છે તે સંસારનો જ આગ્રહી છે; તે કદી સંસારથી છૂટી શકતો નથી.
અંતરંગ વીતરાગસ્વરૂપ આત્માના ધર્મ વિના લિંગમાત્રથી – બાહ્ય વેષમાત્રથી ધર્મની સમ્પત્તિરૂપ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી; માટે રાગદ્વેષરહિત આત્માનો શુદ્ધજ્ઞાન – દર્શનરૂપ સ્વભાવ જે અંતરંગ ભાવધર્મ છે તેને, હે ભવ્ય! તું જાણ. બાહ્ય લિંગ – વેષમાત્રથી તને શું પ્રયોજન છે? કાંઈ પણ નહિ.૧
શરીરની નગ્ન અવસ્થા, અઠ્ઠાવીસ મૂલ ગુણોનું પાલનાદિ બાહ્યલિંગ એ મુનિ અવસ્થામાં નિયમા હોય છે; તેથી વિરુદ્ધ દશા હોય તો તે ભાવલિંગી મુનિ હોય નહિ, પરંતુ તે બાહ્ય લિંગથી અથવા અઠ્ઠાવીસ મૂલ ગુણોના પાલનથી મોક્ષ થાય એવી જે શ્રદ્ધા કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. લિંગ સંબંધીનો વિકલ્પ પણ આત્મ – સાધનામાં બાધક છે. મુનિને બાહ્ય લિંગ હરકોઈ હોય તો ચાલે એમ અહીં કહેવાનો હેતુ નથી. શ્રી કુન્દકુન્દાચાર્યે જે ત્રણ પ્રકારના લિંગ કહ્યા છે તે તે તે ગુણસ્થાને નિયમ હોય છે ખરાં, પણ તેના લક્ષે મોક્ષ થતો નથી, પણ તેના લક્ષે રાગ થાય છે, તેથી તે તરફનો ઝુકાવ અને વિકલ્પ છોડી આત્મામાં લીન થવા માટે આ શ્લોક કહ્યો છે. ૮૭.
‘વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે, તેથી તે જ પરમપદને યોગ્ય છે’ એવું જે બોલે છે તેઓ પણ મુક્તિ યોગ્ય નથી, તે કહે છેઃ — १. धर्मेण भवति लिंगं न लिंगमात्रेण धर्मसंप्राप्तिः ।
Page 138 of 170
PDF/HTML Page 167 of 199
single page version
टीका — जातिर्ब्राह्मणादिर्देहाश्रितेत्यादि सुगमं ।।८८।।
तर्हिं ब्राह्मणादिजातिविशिष्टो निर्वाणादिदीक्षया दीक्षितो मुक्तिं प्राप्नोतीति वदन्तं प्रत्याह —
અન્વયાર્થ : — (जातिः) જાતિ (देहाश्रिता दृष्टा) શરીરને આશ્રિત જોવામાં આવે છે અને (देहः एव) દેહ જ (દેહમાં આત્મબુદ્ધિ જ) (आत्मनः भवः) આત્માનો ભવ (संसार) છે; (तस्मात्) તેથી (ये) જેમને (जातिकृताग्रहाः) મુક્તિની પ્રાપ્તિ માટે જાતિનો હઠાગ્રહ છે (ते अपि) તેઓ (भवात् न मुच्यन्ते) સંસારથી મુક્ત થતા નથી.
ટીકા : — બ્રાહ્મણાદિ દેહાશ્રિત છે, ઇત્યાદિ અર્થ સુગમ છે (અર્થાત્ સમજવો સહેલો છે).
ભાવાર્થ : — લિંગની માફક જાતિ પણ દેહાશ્રિત છે અને દેહમાં આત્મબુદ્ધિ તે સંસાર છે, તેથી જેઓ મુક્તિ માટે જાતિનો આગ્રહ રાખે છે અર્થાત્ જાતિને જ મુક્તિનું મૂળ માને છે તેઓ પણ સંસારથી છૂટતા નથી, કારણ કે તેઓ સંસારના આગ્રહી છે.
જાતિ પણ મુનિ અવસ્થામાં, જે પ્રકારની આગમમાં કહી છે તે પ્રમાણે, નિયમા હોય છે; તેનાથી વિરુદ્ધ જાતિ ભાવલિંગી મુનિને હોતી નથી. તે જાતિથી કે તે તરફના વલણ કે વિકલ્પથી મોક્ષ થતો નથી, કિન્તુ રાગ ઉત્પન્ન થાય છે. માટે તે તરફનું વલણ છોડી આત્મસન્મુખ થઈ તેમાં લીન થવાથી મોક્ષ થાય છે એમ આ શ્લોક ઉપરથી સમજવું. ૮૮.
ત્યારે તો બ્રાહ્મણાદિ જાતિવિશિષ્ટ નિર્વાણાદિની દીક્ષાથી દીક્ષિત થઈને મુક્તિ પ્રાપ્ત કરી શકે એવું બોલનાર પ્રતિ કહે છેઃ —
Page 139 of 170
PDF/HTML Page 168 of 199
single page version
टीका — जातिलिंगरूपः विकल्पो भेदस्तेन येषां शैवादिनां समयाग्रहः आगमानुबंधः उत्तमजातिविशिष्टं हि लिंग मुक्तिहेतुरित्यागमे प्रतिपादितमतस्तावन्मात्रेणैव मुक्तिरित्येवंरूपो येषामागमाभिनिवेशः तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ।।८९।।
અન્વયાર્થ : — (येषां) જેમને (जातिलिंगविकल्पेन) જાતિ અને લિંગના વિકલ્પથી મુક્તિ થાય છે એવો (समयाग्रहः) આગમ સંબંધી આગ્રહ છે (ते अपि) તેઓ પણ (आत्मनः परं पदं) આત્માના પરમ પદને (न प्राप्नुवन्ति एव) પ્રાપ્ત કરી શકતા જ નથી.
ટીકા : — જાતિ અને લિંગરૂપ વિકલ્પ એટલે ભેદ તેનાથી જે શૈવાદિને સમયનો આગ્રહ એટલે આગમનો આગ્રહ છે – અર્થાત્ ઉત્તમ જાતિવિશિષ્ટ લિંગ જ મુક્તિનું કારણ છે એવું આગમમાં પ્રતિપાદન કર્યું છે, તેથી તે માત્રથી જ મુક્તિ છે – એવો જેને આગમનો અભિનિવેશ (આગ્રહ) છે, તેઓ પણ આત્માના પરમ પદને પ્રાપ્ત કરી શકતા જ નથી.
ભાવાર્થ : — જાતિ અને લિંગ બંને દેહાશ્રિત છે. તેના તરફના વિકલ્પથી રાગ થાય છે, અને રાગ તે સંસાર છે. તેથી જે એવું માને છે કે આગમમાં જાતિ અને લિંગથી મોક્ષ થાય છે એમ પ્રતિપાદન કર્યું છે, તે હઠાગ્રહી છે અને આગમના સ્વરૂપથી તદ્દન અજ્ઞાત છે. વીતરાગી આગમ તો કહે છે કે વીતરાગતાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય, અને વીતરાગતા થતાં બાહ્ય લિંગાદિ હોય ખરાં, પણ તેના આશ્રયે મોક્ષ ન થાય, તેના વિકલ્પથી પણ મોક્ષ ન થાય. જાતિ, લિંગ ને તે સંબંધી વિકલ્પથી મોક્ષ થાય એમ માનનારા સમયાગ્રહી છે – સમયના જાણકાર નથી.
લિંગ એ મોક્ષનું સાચું કારણ નથી. તેનું પ્રતિપાદન કરતાં શ્રી કુન્દકુન્દાચાર્યે શ્રી સમયસારમાં કહ્યું છે કે —
‘‘બહુ પ્રકારનાં મુનિ – લિંગોને અથવા ગૃહી – લિંગોને ગ્રહણ કરીને મૂઢ (અજ્ઞાની)જનો એમ કહે છે કે ‘આ (બાહ્ય) લિંગ મોક્ષમાર્ગ છે.’ પરંતુ લિંગ મોક્ષમાર્ગ નથી, કારણ કે અર્હંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને છોડીને દર્શન – જ્ઞાન – ચારિત્રને જ સેવે છે.
જેઓ બહુ પ્રકારનાં મુનિલિંગોમાં અથવા ગૃહસ્થલિંગોમાં મમકાર કરે છે (અર્થાત્ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), તેમણે સમયસારને નથી જાણ્યો.
જેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (શ્રાવક) છું’ એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ ‘અનાદિરૂઢ’ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં
Page 140 of 170
PDF/HTML Page 169 of 199
single page version
तत्प्रदप्राप्यर्थं जात्यादिविशिष्टे शरीरे निर्ममत्वसिद्धयर्थं भोगेभ्यो व्यावृत्त्यापि पुनर्मोहवशाच्छशरीर एवानुबन्धं प्रकुर्वन्तीत्याह —
टीका — यस्य शरीरस्य त्यागाय निर्ममत्वाय भोगेभ्यः स्रग्वनितादिभ्यो निवर्तन्ते । तथा यदवाप्तये यस्य परमवीतरागत्वस्यावाप्तये प्राप्तिनिमित्तं भोगेभ्यो निवर्तन्ते । प्रीतिमनुबन्धं तत्रैव शरीरे एव कुर्वन्ति द्वेषं पुनरन्यत्र परमवीतरागत्वे । के ते ? मोहिनो मोहवन्तः ।।९०।। મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (જે પરમાર્થ સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા – અનુભવતા નથી.’’૧ ૮૯.
તે પદની પ્રાપ્તિ અર્થે જાતિ આદિ વિશિષ્ટ શરીરમાં નિર્મમત્વની સિદ્ધિ માટે ભોગોથી વ્યાવૃત્ત થઈને (પાછો હઠીને) પણ ફરીથી મોહવશ શરીરમાં જ અનુબંધ (અનુરાગ) કરે છે તે કહે છેઃ —
અન્વયાર્થ : — (यत्त्यागाय) જેના (શરીરના) ત્યાગ માટે અર્થાત્ જેનાથી મમત્વ હઠાવવા માટે અને (यद् अवाप्तये) જેને (પરમ વીતરાગપદને) પ્રાપ્ત કરવા માટે (भोगेभ्यः) ઇન્દ્રિયોના ભોગોથી (निवर्तन्ते) નિવૃત્તિ પામે છે (तत्र एव) તેમાં જ એટલે શરીર અને ઇન્દ્રિયોના વિષયોમાં જ (मोहिनः) મોહી જીવો (प्रीतिं कुर्वन्ति) પ્રીતિ કરે છે અને (अन्यत्र) બીજે એટલે વીતરાગ પદ ઉપર (द्वेषं कुर्वन्ति) દ્વેષ કરે છે.
ટીકા : — શરીરના ત્યાગ માટે અર્થાત્ તેમાં નિર્મમત્વ માટે ભોગોથી એટલે માળા – વનિતાદિથી નિવૃત્ત થાય છે (પાછા હઠે છે) તથા જેની પ્રાપ્તિ માટે અર્થાત્ જે પરમ વીતરાગતા, તેની પ્રાપ્તિ માટે એટલે પ્રાપ્તિ નિમિત્તે ભોગોથી નિવૃત્ત થાય છે; તેમાં જ એટલે આ બદ્ધ શરીરમાં પ્રીતિ એટલે અનુબંધ કરે છે અને બીજે અર્થાત્ પરમ વીતરાગતા ઉપર ૧. શ્રી સમયસાર-ગાથા-૪૦૮, ૪૦૯, ૪૧૩ અને ટીકા.
Page 141 of 170
PDF/HTML Page 170 of 199
single page version
तेषां देहे दर्शनव्यापारविपर्यासं दर्शयन्नाह —
टीका — अनन्तरज्ञो भेदाग्राहक पुरुषो यथा पङ्गोर्दष्टिमन्धके सन्धत्ते आरोपयति । कस्मात् संयोगात् पंग्वन्ध्योः सम्बन्धमाश्रित्य । तद्वत् तथा देहात्मनोः संयोगादात्मनो दृष्टिमंगेऽपि सन्धत्ते अंगं (गः) पश्यतीति [मन्यते मोहाभिभूतो बहिरात्मा ।।९१।। દ્વેષ કરે છે. કોણ તેઓ? મોહી – મોહાન્ધ જીવો.
ભાવાર્થ : — શરીરાદિ પર પદાર્થોથી મમત્વ હઠાવવા માટે પરમ વીતરાગ પદની પ્રાપ્તિ માટે કેટલાક જીવો વિષય – ભોગોનો ત્યાગ કરી સંયમના સાધન અંગીકાર કરે છે, પરંતુ પાછળથી મોહવશ તેઓ તે જ શરીર અને વિષય – ભોગોમાં પ્રીતિ કરે છે અને સંયમનાં સાધનો ઉપર દ્વેષ કરે છે.
મોહની આવી વિચિત્ર લીલા છે; તેથી પુરુષાર્થ દ્રઢ કરી જીવ મોહમાં ન ફસાય તે માટે આચાર્યનો આ શ્લોક દ્વારા ઉપદેશ છે. ૯૦.
તેમનો દેહમાં દર્શન – વ્યાપારનો વિપર્યાસ (વિપરીતતા) બતાવીને કહે છેઃ —
અન્વયાર્થ : — (अनन्तरज्ञः) તફાવતને – ભેદને નહિ જાણનાર પુરુષ (यथा) (संयोगात्) સંયોગના કારણે ભ્રમમાં પડી (पंगोः दृष्टिं) લંગડાની દ્રષ્ટિને પુરુષમાં (अन्धके) અંધ (संधत्ते)આરોપે છે, (तद्वत्) તેમ (आत्मनः दृष्टिं) આત્માની દ્રષ્ટિને (अङ्गे अपि) શરીરમાં પણ (संधत्ते) આરોપે છે.
ટીકા : — અનન્તરને (ભેદને) નહિ જાણનાર – ભેદને ગ્રહણ નહિ કરનાર પુરુષ, જેમ લંગડાની દ્રષ્ટિને અંધ પુરુષમાં જોડે છે – આરોપે છે, શાથી? સંયોગથી અર્થાત્ લંગડા અને અંધપુરુષના સંબંધનો આશ્રય કરીને, તેમ દેહ અને આત્માના સંયોગને લીધે, આત્માની દ્રષ્ટિને શરીરમાં પણ આરોપે છે, અર્થાત્ મોહાભિભૂત બહિરાત્મા માને છે કે ‘શરીર દેખે છે.’
Page 142 of 170
PDF/HTML Page 171 of 199
single page version
अन्तरात्मा किं करोतीत्याह —
ભાવાર્થ : — શરીર અને આત્માના સંયોગ – સંબંધને લીધે અજ્ઞાનીને ભ્રમ થાય છે કે શરીરની ક્રિયા જીવ કરે છે. આચાર્ય આ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. અંધ, લંગડાને ખભા ઉપર બેસાડી રસ્તે જઈ રહ્યો છે. ઠીક રસ્તે જવા માટે લંગડો અંધાને ઇશારો કરે છે. લંગડા – આંધળાનું – બંનેનું સંયોગરૂપ જોડું છે. માર્ગે ચાલવામાં લંગડાની દ્રષ્ટિ અને આંધળાના પગ કામ કરે છે. આ બંનેની સંયુક્ત ગતિનો ભેદ નહિ જાણનાર કોઈ મંદ દ્રષ્ટિવાળો પુરુષ એમ સમજે છે કે આ અંધો જ સાવધાનીપૂર્વક જોઈને ચાલી રહ્યો છે, પણ તેનો એ ભ્રમ છે; તેવી રીતે આત્મા અને શરીરના સંયોગ સંબંધનો ભેદ નહિ જાણનાર બહિરાત્મા શરીરની ક્રિયાને આત્માની ક્રિયા સમજે છે અર્થાત્ શરીરને જ આત્મા માને છે. એ તેનો તેવો જ ભ્રમ છે.
જેમ આંધળાની ગતિમાં લંગડાની દ્રષ્ટિ નિમિત્તમાત્ર છે – અર્થાત્ જેમ એ ગતિ અને દ્રષ્ટિ વચ્ચે કર્તાકર્મ સંબંધ નથી પણ માત્ર નિમિત્ત – નૈમિતિક સંબંધ છે – તેમ શરીરની ગતિનો આત્મા કર્તા નથી. બંને વચ્ચે કોઈ વખતે માત્ર નિમિત્ત – નૈમિત્તિક સંબંધ હોય છે, પરંતુ કર્તાકર્મ સંબંધ હોતો નથી. અજ્ઞાનીને સંયોગ – સંબંધને લીધે બંનેના એકપણાનો ભ્રમ થઈ જાય છે અને તેથી તે શરીર અને આત્માને એક ગણી શરીરની ક્રિયા જીવ કરે છે એમ માને છે.
નિમિત્ત હોવા છતાં, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે.૧ ૯૧.
અંતરાત્મા શું કરે છે તે કહે છેઃ —
અન્વયાર્થ : — (दृष्टभेदः) જે ભેદ જાણે છે તે (यथा) જેમ (पंगोः दृष्टिं) લંગડાની દ્રષ્ટિને (अंधे) અંધ પુરુષમાં (न योजयेत्) યોજતો નથી – આરોપતો નથી (तथा) તેમ १. वज्झ कारण निरपेक्खो वथ्थु परिणामो । વસ્તુનું પરિણમન બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. (જુઓ-જયધવલ-પેરા – ૨૪૪, પૃ. ૧૧૭; પુસ્તક ૭.)
Page 143 of 170
PDF/HTML Page 172 of 199
single page version
टीका — दृष्टभेदः पंग्बन्धयोः प्रतिपन्नभेदः पुरुषो यथा पंगोर्दष्टिमन्धे न योजयेत् । तथा आत्मनो दृष्टिं देहे न योजयेत् । कोऽसौ ? दृष्टात्मा देहाद्भेदेन प्रतिपन्नात्मा ।।९२।।
बहिरन्तरात्मनोः काऽवस्था भ्रान्तिः का वाऽभ्रान्तिरित्याह — (दृष्टात्मा) આત્માને શરીરાદિથી ભિન્ન અનુભવનાર અન્તરાત્મા (आत्मनः दृष्टिं) આત્માની દ્રષ્ટિને – તેના જ્ઞાન – દર્શન – સ્વભાવને – (देहे) દેહમાં (न योजयेत्) આરોપતો નથી – અર્થાત્ દેહ સાથે એકરૂપ કરતો નથી.
ટીકા : — ભેદ જાણનાર અર્થાત્ લંગડા અને અંધનો ભેદ (તફાવત) જાણનાર પુરુષ, જેમ લંગડાની દ્રષ્ટિને અંધમાં યોજતો (આરોપતો) નથી, તેમ તે આત્માની દ્રષ્ટિને દેહમાં આરોપતો નથી. કોણ તે? દ્રષ્ટાત્મા – અર્થાત્ જેણે દેહથી ભેદ કરીને આત્મા જાણ્યો છે તે (અંતરાત્મા).
ભાવાર્થ : — જે આંધળા અને લંગડાનો ભેદ બરાબર જાણે છે, તે બંનેના સંયોગના કારણે ભ્રમમાં પડી લંગડાની દ્રષ્ટિને આંધળામાં આરોપતો નથી – અર્થાત્ આંધળાને દ્રષ્ટિહીન અને લંગડાને દ્રષ્ટિવાન સમજે છે; તેવી રીતે ભેદજ્ઞાની અન્તરાત્મા, આત્મા અને શરીરના સંયોગસંબંધથી ભ્રમમાં પડી કદી પણ શરીરમાં આત્માની કલ્પના કરતો નથી, અર્થાત્ તે શરીરને ચેતનારહિત જડ અને આત્માને જ્ઞાન – દર્શનસ્વરૂપ જ સમજે છે.
આત્મા અને શરીરનો એકક્ષેત્રાવગાહ સંબંધ હોવા છતાં ઉપયોગરૂપ લક્ષણથી આત્મા પરખાય છે; જેમ સોના – રૂપાનો એકપણારૂપ સંબંધ હોવા છતાં, તેમના વર્ણાદિ દ્વારા તે બંને ભિન્ન ભિન્ન પારખી શકાય છે તેમ.૧
અન્તરાત્માને શરીર અને આત્માના લક્ષણોનું બરાબર જ્ઞાન છે, તેથી તે બંનેને એકરૂપ અથવા એકને બીજારૂપ માનતો નથી. ૯૨.
બહિરાત્મા અને અન્તરાત્માની અવસ્થા ભ્રાન્તિરૂપ છે અને કઈ અભ્રાન્તિરૂપ છે તે કહે છેઃ — ૧. સર્વાર્થસિદ્ધિ – અ. ૨/સૂત્ર ૮ની સં. ટીકા.
Page 144 of 170
PDF/HTML Page 173 of 199
single page version
टीका — सुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमः प्रतिभासते । केषाम् ? अनात्मदर्शिनां यथा – वदात्मस्वरूपपरिज्ञानरहितानां बहिरात्मनाम् । आत्मदर्शिनोऽन्तरात्मनः पुनरक्षीणदोषस्य मोहाक्रान्तस्य बहिरात्मनः सम्बंधिन्यः सर्वावस्थाः सुप्तोन्मत्ताद्यवस्थावत् जाग्रत्प्रबुद्धानुन्मत्ताद्यवस्थाऽपि विभ्रमः प्रतिभासते यथावद्वस्तुप्रतिभासाभावात् । अथवासुप्तोन्मत्ताद्यवस्थैव एवकारोऽपिशब्दार्थे तेन सुप्तोन्मत्ताद्यवस्थाऽपि न विभ्रमः । केषाम् ? आत्मदर्शिनां दृढतराभ्यासात्तदवस्थायामपि आत्मनि
અન્વયાર્થ : — (अनात्मदर्शिनाम्) જેમને આત્મસ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન નથી તેવા બહિરાત્માઓને, (सुप्तोन्मत्तादि अवस्था एव) સુપ્ત અવસ્થા અને ઉન્મત્તાદિ અવસ્થા જ (विभ्रमः) વિભ્રમરૂપ લાગે છે, પરંતુ (आत्मदर्शिनः) આત્માનુભવી અન્તરાત્માને, (अक्षीणदोषस्य) મિથ્યાત્વાદિ દોષો જેના ક્ષીણ થયા નથી તેવા બહિરાત્માની (सर्वावस्थाः) બધીય અવસ્થાઓ (विभ्रमः) વિભ્રમરૂપ લાગે છે.
ટીકા : — સુપ્ત અને ઉન્મત્તાદિ અવસ્થા જ વિભ્રમરૂપ પ્રતિભાસે છે. કોને? આત્મસ્વરૂપ નહિ જાણનારાઓને – અર્થાત્ આત્મસ્વરૂપના યથાર્થ પરિજ્ઞાનથી રહિત બહિરાત્માઓને, આત્મદર્શીને એટલે અંતરાત્માને, અક્ષીણ દોષવાળા એટલે જેના દોષ ક્ષીણ થયા નથી તેવા મોહથી ઘેરાએલા બહિરાત્મા સંબંધીની સર્વ અવસ્થાઓ – જાગ્રત, પ્રબદ્ધ, અનુન્મત્તાદિ અવસ્થા પણ સુપ્ત, ઉન્મત્તાદિ અવસ્થાની જેમ, વિભ્રમરૂપ પ્રતિભાસે છે; કારણ કે તેને (બહિરાત્માઓને) યથાર્થપણે વસ્તુના પ્રતિભાસનો અભાવ છે;
અથવા સુપ્ત ઉન્મત્તાદિ અવસ્થા પણ (અહીં एव શબ્દ अपिના અર્થમાં છે) વિભ્રમરૂપ (ભાસતી નથી). કોની? આત્મદર્શીઓની, કારણ કે દ્રઢતર અભ્યાસને લીધે તે અવસ્થામાં પણ તેમને આત્મા વિષે અવિપર્યાસ (અવિપરીતતા) હોય છે અને સ્વરૂપ – સંવેદનમાં વૈકલ્યનો (ચ્યુતિનો) અભાવ હોય છે.
Page 145 of 170
PDF/HTML Page 174 of 199
single page version
तेषामविपर्यासात् । स्वरूपसंवित्तिवैकल्यासम्भवाच्च । यदि सुप्ताद्यवस्थायामप्यात्मदर्शनं स्यात्तदा जाग्रदवस्थावत्तत्राप्यात्मनः कथं सुप्तादिब्यपदेश इत्युप्युक्तम् । यतस्तत्रेन्द्रियाणां स्वविषये निद्रया प्रतिबन्धात्तद्व्यपदेशो न पुनरात्मदर्शनप्रतिबन्धादिति । तर्हि कस्याऽसौ विभ्रमो भवति ? अक्षीणदोषस्य बहिरात्मनः । कथम्भूतस्य ? सर्वावस्थात्मदर्शिनः सर्वावस्थां बालकुमारादिलक्षणां सुप्तोन्मत्तादिरूपां चात्मेति पश्यत्येवं शीलस्य ।।९३।।
જો સુપ્તાદિ અવસ્થામાં પણ આત્મદર્શન હોય તો જાગૃત અવસ્થાની જેમ, તેમાં પણ આત્માને સુપ્તાદિનો વ્યપદેશ (કથન) કેવી રીતે ઘટે? માટે તે પણ અયોગ્ય છે.
(સમાધાન) — ત્યાં ઇન્દ્રિયોને સ્વવિષયમાં નિદ્રાને લીધે પ્રતિબંધ છે, પરંતુ ત્યાં આત્મદર્શનનો પ્રતિબંધ નથી, માટે તેનો વ્યપદેશ ઘટે છે.
ત્યારે કોની તે વિભ્રમરૂપ લાગે છે? અક્ષીણ દોષવાળા બહિરાત્માની. કેવા (બહિરાત્માની)? સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની – અર્થાત્ બાલકુમારાદિરૂપ અને સુપ્ત – ઉન્મત્તાદિરૂપ સર્વ અવસ્થાને જે આત્મા માને છે તેવા સ્વભાવવાળાની (બહિરાત્માની).
ભાવાર્થ : — સંસ્કૃત ટીકાકારે પ્રસ્તુત શ્લોકને નીચેના રૂપમાં સમજી બીજો અર્થ પણ કર્યો છેઃ —
અર્થઃ — આત્મદર્શી પુરુષોની નિદ્રાવસ્થા અને ઉન્મત્તાવસ્થા પણ વિભ્રમરૂપ હોતી નથી અને સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની (બહિરાત્માની) – જેના મિથ્યાત્વાદિ દોષો ક્ષીણ થયા નથી તેવાની – તે (નિદ્રાવસ્થા અને જાગ્રતાવસ્થાદિ સર્વ અવસ્થાઓ) વિભ્રમરૂપ છે.
જે આત્મદર્શી અન્તરાત્મા છે તેને સુપ્તાદિ અવસ્થા વિભ્રમ નથી, તો જાગ્રતાદિ અવસ્થાઓ તો વિભ્રમરૂપ કેમ જ હોય? ન જ હોય, કારણ કે આત્મસ્વરૂપના દ્રઢતર અભ્યાસના કારણે તેનું જ્ઞાન તે અવસ્થાઓમાં આત્મસ્વરૂપથી ચ્યુત થતું નથી. ઇન્દ્રિયોની શિથિલતા અને રોગાદિવશ કદાચિત્ તેને ઉન્મત્તતા પણ આવી જાય, તો પણ તેના આત્માનુભવ સંસ્કાર છૂટતા નથી – બરાબર કાયમ જ રહે છે; પરંતુ અજ્ઞાની બહિરાત્મને બાલ, કુમારાદિરૂપ તથા સુપ્ત – ઉન્મત્તાદિરૂપ સર્વ અવસ્થાઓમાં દેહાધ્યાસ – આત્મબુદ્ધિ હોવાથી તેની બધી ક્રિયાઓ વિભ્રમરૂપ – મિથ્યા છે.
અંતરાત્માને નિરંતર જ્ઞાનચેતનાનું પરિણમન હોવાથી બધી અવસ્થાઓમાંઓ – સુપ્ત કે જાગ્રત, ઉન્મત્ત કે અનુન્મત્ત અવસ્થામાં – તેની ક્રિયાઓ વિભ્રમરૂપ હોતી નથી, પરંતુ
Page 146 of 170
PDF/HTML Page 175 of 199
single page version
ननु सर्वावस्थात्मदर्शिनोऽप्यशेषशास्त्रपरिज्ञानान्निद्रारहितस्य मुक्तिर्भविष्यतीति वदन्तं प्रत्याह —
टीका — न मुच्यते न कर्मरहितो भवति । कोऽसौ ? देहात्मदृष्टिर्बहिरात्मा । कथम्भूतोऽपि ? विदिताशेषशास्त्रोऽपि परिज्ञाताशेषशास्त्रोऽपि देहात्मदृष्टिपर्यतः देहात्मनोर्भेदरुचिरहितो यतः । पुनरपि कथम्भूतोऽपि ? जाग्रदपि निद्रयाऽनभिभूतोऽपि । यस्तु ज्ञातात्मा परिज्ञातात्मस्वरूपः स सुप्तोन्मत्तोऽपि બહિરાત્માને સર્વ અવસ્થાઓમાં નિરંતર અજ્ઞાન ચેતનાનું પરિણમન હોવાથી તેની બધી ક્રિયાઓ વિભ્રમરૂપ – મિથ્યા હોય છે.
આ રીતે બહિરાત્મા અને અન્તરાત્માની અવસ્થામાં મોટો ફેર છે. અંતરાત્મા આત્મસ્વરૂમાં સદા જાગૃત રહે છે અને બહિરાત્માની એનાથી વિપરીત દશા હોય છે. ૯૩.
સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની પણ, અશેષ (સંપૂર્ણ) શાસ્ત્રોના પરિજ્ઞાનને લીધે નિદ્રારહિત (જાગ્રત) થયેલાની મુક્તિ થશે? એવું બોલનાર પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : — (देहात्मदृष्टिंः) શરીરમાં આત્મબુદ્ધિ રાખનાર બહિરાત્મા (विदिताशेषशास्त्रः अपि) સંપૂર્ણ શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં તથા (जाग्रत अपि) જાગતો હોવા છતાં (न मुच्यते) કર્મબંધનથી છૂટતો નથી; કિન્તુ (ज्ञातात्मा) ભેદજ્ઞાની – અન્તરાત્મા (सुप्तोन्मत्तः अपि) નિદ્રાવસ્થામાં યા ઉન્મત્તાવસ્થામાં હોવા છતાં (मुच्यते) કર્મબંધનથી મુક્ત થાય છે – વિશિષ્ટ રૂપથી કર્મોની નિર્જરા કરે છે.
ટીકા : — મુક્ત થતો નથી – કર્મરહિત થતો નથી. કોણ તે? શરીરમાં આત્મબુદ્ધિ રાખનાર – બહિરાત્મા કેવો હોવા છતાં? સર્વ શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં સર્વ શાસ્ત્રોના પરિજ્ઞાનવાળો હોવા છતાં – , કારણ કે તે દેહાત્મદ્રષ્ટિ છે અર્થાત્ દેહ અને આત્માના ભેદની રુચિ વિનાનો છે. વળી તે કેવો (હોવા છતાં) છે? જાગૃત હોવા છતાં – નિદ્રાથી અભિભૂત (ઘેરાયેલો) નહિ હોવા છતાં.
Page 147 of 170
PDF/HTML Page 176 of 199
single page version
मुच्यते विशिष्टां कर्मनिर्जरां करोति दृढतराभ्यासात्सुप्ताद्यवस्थायामप्यात्मस्वरूपसंवित्त्यवैकल्यात् ।।९४।।
कुतस्तदा तदवैकल्यमित्याह —
જે જ્ઞાતાત્મા છે અર્થાત્ જેણે આત્મસ્વરૂપ જાણ્યું છે (અનુભવ્યું છે) તે સુપ્ત અને ઉન્મત્ત હોવા છતાં મુક્ત થાય છે – વિશિષ્ટ કર્મ – નિર્જરા કરે છે, કારણ કે તેને દ્રઢતર અભ્યાસને લીધે સુપ્તાદિ અવસ્થામાં પણ આત્મસ્વરૂપના સંવેદનમાં વૈકલ્ય (ચ્યુતિ) હોતું નથી.
ભાવાર્થ : — જેને શરીરમાં આત્મબુદ્ધિ છે – જે શરીરને જ આત્મા માને છે એટલે કે શરીરની ક્રિયા આત્મા કરે છે એવું માને છે – તે ભલે સર્વ શાસ્ત્રોનો જાણકાર હોય અને જાગૃતાવસ્થામાં (સભાન અવસ્થામાં) હોય, તો પણ ભેદવિજ્ઞાનના અભાવે તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જેને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે અને આત્મસ્વરૂપના અનુભવનો દ્રઢતર અભ્યાસ છે તેવો અન્તરાત્મા, નિદ્રાવસ્થામાં યા ઉન્મત્તાવસ્થામાં હોવા છતાં વિશિષ્ટ પ્રકારે કર્મોની નિર્જરા કરે છે કારણ કે તેને નિરંતર જ્ઞાન ચેતનાનું પરિણમન છે. આ કર્મનિર્જરા તેની મુક્તિના કારણરૂપ બને છે.
અજ્ઞાની જીવને અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન હોય, પોતાના શાસ્ત્રજ્ઞાનથી બીજાઓને મુગ્ધ કરે, પ્રશંસાને પાત્ર બને, પણ જો તે આત્મજ્ઞાનશૂન્ય હોય તો તેનું બધું જ્ઞાન આત્મહિત માટે કાર્યકારી નથી – બાધક છે. ગધેડા ઉપર લાદેલાં શાસ્ત્રોના બોજા સમાન તે જ્ઞાન તેને બોજારૂપ છે. ૯૪.
(સુપ્તાદિ અવસ્થાઓમાં પણ) તે અવૈકલ્ય (અચ્યુતિ) શા કારણે હોય છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (यत्र एव) જ્યાં જ એટલે જે કોઈ વિષયમાં જ (पुंसः) પુરુષની
Page 148 of 170
PDF/HTML Page 177 of 199
single page version
टीका — यत्रैव यस्मिन्नेव विषये आहितधीः दत्तावधाना बुद्धिः । ‘‘यत्रात्महितधीरिति च पाठः यत्रात्मनो हितमुपकारस्तत्राहितधीर्बुद्धिरिति’’ स हितमुपकारक इति बुद्धिः । कस्य ? पुंसः । श्रद्धा रुचिस्तस्य तत्रैव तस्मिन्नेव विषये जायते । यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते आसक्तं भवति ।।९५।। (आहितधीः) દત્તાવધાનરૂપ બુદ્ધિ હોય છે, (तत्र एव) ત્યાં જ એટલે તે વિષયમાં જ તેને (श्रद्धा जायते) શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને (यत्र एव) જ્યાં જ એટલે જે વિષયમાં શ્રદ્ધા (श्रद्धा जायते) શ્રદ્ધા ઉત્પન્ન થાય છે (तत्र एव) ત્યાં જ એટલે તે વિષયમાં જ (चित्तं लीयते) તેનું ચિત્ત લીન (તન્મય) થઈ જાય છે.
ટીકા : — જ્યાં જ એટલે જે વિષયમાં જ બુદ્ધિ લાગે છે અર્થાત્ બુદ્ધિ દત્તાવધાનરૂપ (લગ્ન) હોય છે – ‘‘यत्रात्महितधीरिति’ એવો પણ પાઠ છે, (તેનો અર્થ એ છે કે) જ્યાં આત્મહિતની બુદ્ધિ છે અર્થાત્ જ્યાં આત્માનું હિત – ઉપકાર હોય છે એટલે જ્યાં ‘તે હિતકર – ઉપકારક છે’ એવી બુદ્ધિ હોય છે ત્યાં ધી એટલે બુદ્ધિ (લાગે છે.) કોની? પુરુષની. તેની શ્રદ્ધા – રુચિ ત્યાં જ એટલે તે વિષયમાં જ ઉત્પન્ન થાય છે. જ્યાં જ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યાં જ ચિત્ત લીન થાય છે – આસક્ત થાય છે.
ભાવાર્થ : — જે વિષયમાં કોઈ પુરુષની બુદ્ધિ સાવધાનીપૂર્વક લાગી રહે છે, અર્થાત્ જે વિષય તેને હિતકર કે ઉપકારક લાગે છે, તેમાં તેને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને જ્યાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યાં ચિત્ત લીન થઈ જાય છે. ચિત્તની આ લીનતા જ સુપ્ત – ઉન્મત્ત અવસ્થામાં પણ પુરુષને તે વિષયથી હઠાવી શકતી નથી, અર્થાત્ તે પુરુષ તે વિષયથી ચ્યુત થતો નથી, તેમાં લીન રહે છે.
ભેદ – વિજ્ઞાન દ્વારા શ્રદ્ધાપૂર્વક આત્મસ્વરૂપના જે સંસ્કારો જામ્યા છે તેનું બળ કોઈ પણ અવસ્થામાં – જાગૃત, સુપ્ત કે ઉન્મત્ત અવસ્થામાં ચાલુ રહ્યા વિના રહેતું નથી; તેથી આત્માર્થીએ ભેદવિજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપના સંવેદન માટે આત્મરુચિપૂર્વક એવો અવિરત પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આત્મશ્રદ્ધામાં બાહ્ય કોઈપણ પરિસ્થિતિ વિઘ્નરૂપ થાય નહિ કે ચ્યુત કરે નહિ. જેમ – જેમ સ્વ - પર પદાર્થોના ભેદવિજ્ઞાન દ્વારા આત્માનું ઉત્તમ સ્વરૂપ, સંવેદનમાં વિકસિત થતું જાય છે, તેમ તેમ સહજ પ્રાપ્ત રમણીય પંચેન્દ્રિયના વિષયો પણ રુચતા નથી, અર્થાત્ તેમના પ્રતિ ઉપેક્ષા અને ઉદાસીનતા ઉત્પન્ન થાય છે.૧ ૯૫. १. यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् ।
Page 149 of 170
PDF/HTML Page 178 of 199
single page version
क्व पुनरनासक्तं चित्तं भवतीत्याह —
टीका — यत्र यस्मिन्विषये अनाहितधीरदत्तावधाना बुद्धिः । ‘‘यत्रैवाहितधीरिति च पाठः यत्र च अहितधीरनुपकारकबुद्धिः ।’’ कस्य ? पुंसः । तस्माद्विषयात्सकाशात् श्रद्धा निवर्तते । यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः तस्मिन् विषये लय आसक्तिस्तल्लयः कुतो नैव कुतश्चिदपि ।।९६।।
વળી ચિત્ત ક્યાં અનાસક્ત હોય છે તે કહે છેઃ —
અન્વયાર્થ : — (यत्र) જ્યાં એટલે જે વિષયમાં (पुंसः) પુરુષની (अनाहित धीः) બુદ્ધિ સાવધાનરૂપ હોતી નથી, (तस्मात्) તેનાથી (श्रद्धा) શ્રદ્ધા, (निवर्तते) હઠી જાય છે – ઊઠી જાય છે; અને (यस्मात्) જેનાથી (श्रद्धा) શ્રદ્ધા (निवर्तते) હઠી જાય છે તે વિષયમાં (चित्तस्य) ચિત્તની (तल्लयः कुतः) લીનતા કેવી રીતે હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ.
ટીકા : — જ્યાં એટલે જે વિષયમાં બુદ્ધિ સંલગ્ન હોતી નથી અર્થાત્ બુદ્ધિ દત્તાવધાનરૂપ હોતી નથી, – ‘यत्रैवाहितधीरिति’ એવો પણ પાઠ છે, તેનો અર્થ એ છે કે – જ્યાં અહિત બુદ્ધિ એટલે અનુપકારક બુદ્ધિ હોય છે – કોની? પુરુષની, તે વિષયથી શ્રદ્ધા પાછી ફરે છે. જેનાથી શ્રદ્ધા પાછી ફરે, તે વિષયમાં ચિત્તની લીનતા કેમ હોઈ શકે? તે વિષયમાં ચિત્તનો લય એટલે આસક્તિ ક્યાંથી થાય? ક્યાંયથી પણ નહિ.
ભાવાર્થ : — જે વસ્તુને પુરુષ હિતકારી સમજતો નથી તે વસ્તુમાં તેને રુચિ ઉત્પન્ન થતી નથી અને જે વસ્તુમાં રુચિ ન હોય તે વસ્તુમાં તેનું મન કેવી રીતે લાગે? ન જ લાગે.
અજ્ઞાની જીવોને ઇન્દ્રિયોના વિષયો ઇષ્ટ લાગે છે – હિતકારી લાગે છે, તેથી તેમની રુચિ તેમાં ઉત્પન્ન થાય છે અને મન તેમાં લાગે છે; જ્ઞાનીને તે વિષયો અનિષ્ટ લાગતા નથી, પણ તે પ્રત્યેનો રાગ અનિષ્ટ – અહિતકારી લાગે છે, તેથી તેની રુચિ તે તરફથી હઠે છે અને તેમાં મન લાગતું નથી. તે વિષયો પ્રત્યે ઉદાસીન રહે છે.
Page 150 of 170
PDF/HTML Page 179 of 199
single page version
यत्र च चित्तं विलीयते तद्ध्येयं भिन्ननभिन्नं च भवति, तत्र भिन्नात्मनि, ध्येये फलमुपदर्शयन्नाह —
टीका — भिन्नात्मानमाराधकात् पृथग्भूतमात्मानमर्हत्सिद्धरूपं उपास्याराध्य आत्मा आराधकः पुरुषः परः परमात्मा भवति तादृशोऽर्हत्सिद्धस्वरूपसदृशः । अत्रैवार्थे दृष्टान्तमाह वर्तिरित्यादि । दीपाद्भिन्ना वर्तिर्यथा दीपमुपास्य प्राप्य तादृशी भवति दीपरूपा भवति ।।९७।।
જેમ જેમ સહજ પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયોથી રુચિ હઠતી જાય છે – ઘટતી જાય છે, તેમ તેમ શુદ્ધ આત્મસ્વરૂપ સ્વાનુભવમાં આવતું જાય છે – સ્વસંવેદનનો વિષય બનતો જાય છે.૧ ૯૬.
જેમાં ચિત્ત લીન થાય છે, તે ધ્યેય ભિન્ન તથા અભિન્ન (એમ બે પ્રકારે) હોય છે; ત્યાં ભિન્નાત્મરૂપ ધ્યેયનું ફલ દર્શાવી કહે છેઃ —
અન્વયાર્થ : — (आत्मा) આત્મા (भिन्नात्मानं) પોતાનાથી ભિન્ન આત્માની (उपास्य) ઉપાસના કરીને (तादृशः) તેના સમાન (परः भवति) પરમાત્મા થાય છે. (यथा) જેમ (भिन्नावर्तिः) દીપકથી ભિન્ન બત્તી (વાટ) (दीपं उपास्य) દીપકની ઉપાસના કરીને (તેને પામીને) (तादृशी) તેના જેવી – દીપકસ્વરૂપ (भवति) થઈ જાય છે તેમ.
ટીકા : — ભિન્ન આત્માની એટલે આરાધકથી પૃથક્ભૂત અર્હત્ સિદ્ધરૂપ આત્માની ઉપાસના કરી – આરાધના કરી, આત્મા એટલે આરાધક પુરુષ, તેવો એટલે અર્હત્ – સિદ્ધસ્વરૂપ સમાન, પર એટલે પરમાત્મા થાય છે. અહીં તે જ અર્થનું દ્રષ્ટાન્ત કહે છે – વાટ ઇત્યાદિ – १. यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि ।
Page 151 of 170
PDF/HTML Page 180 of 199
single page version
इदानीमभिन्नात्मनोपासने फलमाह — જેમ દીપથી ભિન્ન વાટ (દીવેટ) દીપને ઉપાસી એટલે પામી તાદ્રશ (તેના જેવી) થાય છે – અર્થાત્ દીપરૂપ થાય છે તેમ.
ભાવાર્થ : — જેમ વાટ દીપકની ઉપાસના કરી (દીપકનો ગાઢ નજીક સંબંધ સાધી) તદ્રૂપ (દીપકરૂપ) થઈ જાય છે, તેમ આ આત્મા પોતાનાથી ભિન્ન આત્માની (અર્હન્ત – સિદ્ધરૂપ પરમાત્માની) ઉપાસના કરીને સ્વયં તેમના સમાન પરમાત્મા થઈ જાય છે.
અર્હંતાદિ ભિન્ન સાધ્યની ઉપાસના દ્વારા અર્થાત્ તેમના દ્રવ્ય – ગુણ – પર્યાયના સત્ય જ્ઞાન દ્વારા જો જીવ પોતાના દ્રવ્ય – ગુણ – પર્યાયને સમ્યક્પણે જાણે અને તેની પ્રતીતિ કરે તથા ત્યારબાદ અર્હંતાદિ પર તરફનું પણ વલણ હઠાવી સ્વસન્મુખ થઈ સમ્યક્ શ્રદ્ધા – જ્ઞાનપૂર્વક પોતાના ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા કરે તો તેનો મોહ નાશ પામે છે અને તે પરમાત્મા થાય છે.૧
આત્મસ્વરૂપમાં સ્થિરતા તે નિશ્ચય ઉપાસના અર્થાત્ અભિન્ન સાધ્યની ઉપાસના છે અને અર્હંતાદિ ભિન્ન સાધ્યની ઉપાસના તે વ્યવહાર ઉપાસના છે.
સાધક દશામાં સમ્યગ્દ્રષ્ટિ જીવને અસ્થિરતાના કારણે ભગવાનની પૂજા – ભક્તિ આદિરૂપ પુણ્યબંધની સંપ્રાપ્તિના હેતુભૂત શુભ રાગ ભૂમિકાનુસાર આવે છે, પણ તે તેને આત્મહિત માટે ભલો માનતો નથી. તે રાગને રોગ સમાન ગણે છે, તેથી તેને તે હેયબુદ્ધિએ વર્તે છે – અર્થાત્ તેને રાગનો રાગ નથી – તેનું તેને સ્વામીત્વ નથી. તેનો આ શુભ રાગ સવારની લાલ સંધ્યા જેવો છે. જેમ સવારની લાલ સંધ્યાનો અભાવ થતાં તુરત જ સૂર્યના તેજસ્વી પ્રકાશનો આવિર્ભાવ થાય છે, તેમ સમ્યગ્દ્રષ્ટિના હેયબુદ્ધિએ વર્તતા શુભ રાગનો અભાવ થતાં – તેનો અતિક્રમ થતાં આત્માના નિર્મળ પ્રચંડ પ્રકાશનો આવિર્ભાવ થાય છે. રાગરૂપ સવિકલ્પ દશાનો (વ્યવહારનો) અભાવ થતાં વીતરાગરૂપ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. આ દશામાં જીવને વચનાતીત અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. એ રીતે સમ્યગ્દ્રષ્ટિના ભિન્નાત્માની ઉપાસનારૂપ શુભ રાગનો અભાવ તે મોક્ષનું – પરમાત્મપદનું સાક્ષાત્ કારણ છે. ૯૭.
હવે અભિન્ન આત્માની ઉપાસનાનું ફલ કહે છેઃ — ૧. જુઓ – શ્રી પ્રવચનસાર ગાથા – ૮૦.