Page 112 of 170
PDF/HTML Page 141 of 199
single page version
टीका — एकान्तिकी अवश्यम्भाविनी तस्यान्तरात्मनो मुक्तिः । यस्य चित्ते अविचला धृतिः आत्मस्वरूपधारणं स्वरूपविषया प्रसतिर्वा । यस्य तु चित्ते नास्त्यचला धृतिस्तस्य नैकान्तिकी मुक्तिः ।।७१।।
चित्तेऽचलाधृतिं च लोकसंसर्ग परित्यज्यात्मस्वरूपस्य संवेदनानुभवे सति स्यान्नान्यथेति दर्शयन्नाह —
અન્વયાર્થ : — (यस्य) જેના (चित्ते) ચિત્તમાં (अचला) આત્મસ્વરૂપની નિશ્ચલ (धृतिः) ધારણા છે (तस्य) તેની (ऐकान्तिकी मुक्तिः) એકાન્તે એટલે નિયમથી મુક્તિ થાય છે. (यस्य) જેને (अचला धृतिः न अस्ति) આત્મસ્વરૂપમાં નિશ્ચલ ધારણા નથી (तस्य) તેની (एकान्तिकी मुक्तिः न) અવશ્યપણે મુક્તિ થતી નથી.
ટીકા : — એકાન્તિક એટલે અવશ્ય થવાવાળી મુક્તિ તે અન્તરાત્માને થાય છે કે જેના ચિત્તમાં અવિચલ (નિશ્ચલ) ધૃતિ અર્થાત્ આત્મસ્વરૂપની ધારણા હોય કે સ્વરૂપમાં પ્રસત્તિ (લીનતા) હોય; પરંતુ જેના ચિત્તમાં અચલ ધૃતિ (ધારણા) હોતી નથી, તેને અવશ્યંભાવી મુક્તિ થતી નથી.
ભાવાર્થ : — જેનો ઉપયોગ બીજે નહિ ભમતાં આત્મસ્વરૂપમાં જ સ્થિર થાય છે, તેની નિયમથી મુક્તિ થાય છે, પરંતુ જેનો ઉપયોગ એકથી બીજે ભમે છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતો નથી, તેની કદી મુક્તિ થતી નથી. જ્યાં મોહભાવ સહિત ઉપયોગ પર પદાર્થોમાં અટકે છે ત્યાં સવિકલ્પ દશા વર્તે છે. આ સવિકલ્પ દશામાં ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી. નિર્વિકલ્પ દશામાં જ ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. જેનો ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે તેને જ મુક્તિ થાય છે, બીજા કોઈને નહિ. ૭૧.
ચિત્તમાં અચલ ધૃતિ, લોકના સંસર્ગનો પરિત્યાગ કરીને આત્મસ્વરૂપના સંવેદનનો અનુભવ થતાં થાય છે. બીજી રીતે નહિ. તે દર્શાવી કહે છેઃ —
Page 113 of 170
PDF/HTML Page 142 of 199
single page version
टीका — जनेभ्यो वाक् वचनप्रवृत्तिर्भवति । प्रवृत्तेः स्पन्दो मनसः व्यग्रता मानसे भवति । तस्याऽऽत्मनः स्पन्दाच्चित्तविभ्रमाः नानाविकल्पपवृत्तयो भवन्ति । यत एवं, तत्तस्मात् योगी त्यजेत् । कं ? संसर्ग सम्बन्धम् । कैः सह ? जनैः ।
અન્વયાર્થ : — (जनेभ्यः) લોકોના સંસર્ગથી (वाक्) વચનની પ્રવૃત્તિ થાય છે; (ततः) તેનાથી એટલે વચનપ્રવૃત્તિથી (मनसः स्पन्दः) મનની વ્યગ્રતા થાય છે – ચિત્ત ચલાયમાન થાય છે, (तस्मात्) તેનાથી એટલે ચિત્તની ચંચલતાથી (चित्त – विभ्रमाः भवन्ति) ચિત્તમાં વિવિધ પ્રકારના વિકલ્પો ઊઠવા લાગે છે અર્થાત્ મન વિક્ષિપ્ત થઈ જાય છે; (ततः) તેથી (योगी) યોગીએ – યોગમાં સંલગ્ન થવાવાળા અન્તરાત્માએ – (जनैः संसर्गं त्यजेत्) લૌકિક જનોના સંસર્ગનો ત્યાગ કરવો.
ટીકા : — લોકો સાથે બોલવાથી વચનની પ્રવૃત્તિ થાય છે, પ્રવૃત્તિથી મનનું સ્પંદન – મનમાં વ્યગ્રતા – થાય છે, તે આત્માના (ભાવમનના) સ્પંદનથી ચિત્તવિભ્રમો અર્થાત્ વિવિધ પ્રકારના વિકલ્પોની પ્રવૃત્તિ થાય છે; તેટલા માટે યોગીએ તજવો. શું (તજવો)? સંસર્ગ – સંબંધ કોની સાથેનો? લોકો સાથેનો.
ભાવાર્થ : — લૌકિક જનો સાથે વાર્તાલાપ કરવાથી મન વ્યગ્ર બને છે, – ચિત્ત ચલાયમાન થાય છે અને વિવિધ પ્રકારના સંકલ્પ – વિકલ્પો ઊઠે છે. તેનાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા રહેતી નથી. માટે આત્મસ્વરૂપના અભ્યાસીએ લૌકિક જનોના સંસર્ગથી દૂર રહેવું યોગ્ય છે.
સાધકને જેમ જેમ ભેદ – વિજ્ઞાનનું બળ વધતું જાય છે તેમ તેમ તેને પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ થાય છે અને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતાના પ્રમાણમાં તે આત્મસ્થિરતા પ્રાપ્ત કરે છે. સ્વરૂપ – સ્થિરતાના કાળે લૌકિક જનો સાથેનો સંસર્ગ સ્વયં છૂટી જાય છે. ૭૨.
Page 114 of 170
PDF/HTML Page 143 of 199
single page version
तहिर्तैः संसर्ग परित्यज्याटव्यां निवासः कर्तव्य इत्याशंकां निराकुर्वन्नाह —
टीका — ग्रामोऽरण्यमित्येवं द्वेधा निवासः स्थानं अनात्मदर्शिनामलब्धात्मस्वरूपोपलम्भानां दृष्टात्मनामुपलब्धात्मस्वरूपाणां निवासस्तु विविक्तात्मैव रागादिरहितो विशुद्धात्मैव निश्चलः चित्तव्याकुलतारहितः ।।७३।।
તો શું તેમનો (લોકોનો) સંસર્ગ છોડી જંગલમાં નિવાસ કરવો? એવી આશંકાનું નિરાકરણ કરતાં કહે છેઃ —
અન્વયાર્થ : — (अनात्मदर्शिनां) જેમને આત્માનો અનુભવ થયો નથી તેવા લોકોને (ग्रामः अरण्यम्) ગ્રામ કે અરણ્ય (इति द्वेधा निवासः) એવાં બે પ્રકારના નિવાસસ્થાન છે; (तु) કિન્તુ (दृष्टात्मनां) જેમને આત્મસ્વરૂપનો અનુભવ થયો છે તેવા જ્ઞાની પુરુષોને, (निश्चल) ચિત્તની વ્યાકુલતા રહિત (विविक्तात्मा एव) રાગાદિરહિત શુદ્ધ આત્મા જ (निवासः) નિવાસસ્થાન છે.
ટીકા : — ગ્રામ અને અરણ્ય એ બે પ્રકારનાં નિવાસસ્થાન, અનાત્મદર્શીઓ માટે અર્થાત્ જેમને આત્માનો અનુભવ થયો નથી, જેમને આત્માની ઉપલબ્ધિ થઈ નથી તેવાં લોકો માટે છે, પરંતુ જેમને આત્માનો અનુભવ થયો છે, જેમને આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થઈ છે, તેવા (જ્ઞાની) લોકોને માટે તો નિવાસસ્થાન વિવિક્ત એટલે વિમુક્ત આત્મા જ અર્થાત્ રાગાદિરહિત શુદ્ધ આત્મા જ છે જે નિશ્ચલ, એટલે ચિત્તની આકુલતારહિત છે.
ભાવાર્થ : — જેને આત્માનો અનુભવ નથી, ભેદ – જ્ઞાન નથી તે પુરુષને જ ગામ કે જંગલમાં વસવાનો વિકલ્પ આવે છે.
જે આત્મદર્શી છે – જેમને આત્માનો અનુભવ છે – તેમનું નિવાસસ્થાન વાસ્તવમાં પોતાનો શુદ્ધાત્મા જ છે. તે રાગ – દ્વેષાદિ રહિત અને નિશ્ચલ હોવાથી, તેમને ગ્રામનિવાસ માટે કે
Page 115 of 170
PDF/HTML Page 144 of 199
single page version
अनात्मदर्शिनो दृष्टात्मनश्च फलं दर्शयन्नाह —
टीका – देहान्तरे भवान्तरे गतिर्गमनं तस्य बीजं कारणं किं ? आत्मभावना । क्व ? વનનિવાસ માટે પ્રેમ હોતો નથી અને તેમનું ચિત્ત સંકલ્પો – વિકલ્પોથી આકુલિત હોતું નથી. તેઓ ગ્રામ કે વનને પોતાના આત્મસ્વરૂપથી બહિર્ભૂત સમજે છે; તેથી કોઈમાં પણ આસક્તિ રાખવી કે તેને પોતાનું નિવાસસ્થાન માનવું એ તેમને ઇષ્ટ નથી. તેઓ તો શુદ્ધાત્મસ્વરૂપને જ પોતાની વિહાર – ભૂમિ બનાવે છે અને તેમાં જ સદા રમ્યા કરે છે.
‘‘ચટાઈ, પત્થર, ઘાસ, જમીન, લાકડાનું પાટિયું વગેરે ધ્યાન માટે નિસ્સાર છે, કારણ કે જેણે રાગ – દ્વેષ અને વિષય – કષાયરૂપી શત્રુઓને દૂર કર્યા છે તેવા પુરુષને તો તેનો આત્મા જ ધ્યાન માટે સાચું અત્યંત નિર્મળ આસન છે – એવું જ્ઞાનીજનોએ માન્યું છે’’૧
આત્મસ્વરૂપના અનુભવ માટે ગ્રામ – અરણ્યની જેમ અન્ય પર પદાર્થો પણ નિસ્સાર છે; ત્રિકાલી શુદ્ધાત્માનું અવલંબન જ સારભૂત છે. ૭૩.
અનાત્મદર્શી અને આત્મદર્શીના ફલને દર્શાવી કહે છેઃ —
અન્વયાર્થ : (अस्मिन् देहे) આ શરીરમાં (आत्मभावना) આત્માની ભાવના અર્થાત્ શરીરને જ આત્મા માનવો તે (देहान्तरगतेः) અન્ય શરીરગ્રહણરૂપ ભવાન્તરપ્રાપ્તિનું (बीजं) બીજ એટલે કારણ છે અને (आत्मनि एव) આત્મામાં જ (आत्मभावना) આત્માની ભાવના અર્થાત્ આત્માને જ આત્મા માનવો તે (विदेहनिष्पत्तेः) શરીરના સર્વથા ત્યાગરૂપ મુક્તિનું(बीजं) બીજ છે.
ટીકા : અન્ય દેહમાં એટલે અન્ય ભવમાં ગતિ એટલે ગમન – તેનું બીજ એટલે १. न संस्तरोऽश्मा न तृणं न मेदिनी, विधानतो नो फलको विनिर्मितः ।
Page 116 of 170
PDF/HTML Page 145 of 199
single page version
देहेऽस्मिन् अस्मिन्कर्मवशाद्गृहीते देहे । विदेहनिष्पत्तेः विदेहस्य सर्वथा देहत्यागस्य निष्पत्तेर्मुक्तिप्राप्तेः पुनर्बीजं स्वात्मन्येवात्मभावना ।।७४।।
तर्हि मुक्तिप्राप्तिहेतुः क श्चिद्गुरुर्भविष्यतीति वदन्तं प्रत्याह – કારણ. ક્યું? આત્મભાવના. શામાં? આ દેહમાં એટલે કર્મવશ ગ્રહેલા આ દેહમાં. વિદેહનિષ્પત્તિનું – વિદેહની અર્થાત્ સર્વથા દેહત્યાગની નિષ્પત્તિનું એટલે મુક્તિ પ્રાપ્તિનું બીજ પોતાના આત્મમાં જ આત્મભાવના (કરવી તે) છે.
ભાવાર્થ : શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી એટલે શરીરને જ આત્મા માનવાથી અન્ય ભવમાં પણ શરીરની જ પ્રાપ્તિ થાય છે અને પોતાના આત્મામાં જ – નિજ સ્વરૂપમાં જ આત્મબુદ્ધિ કરવાથી અર્થાત્ આત્માને જ આત્મા માનવાથી મુક્તિ થાય છે – દેહનો સંબંધ સર્વથા છૂટી જાય છે.
માટે ફરીથી શરીરની પ્રાપ્તિ ન થાય — પુનર્ભવ કરવો ન પડે તે માટે જ્ઞાનીએ શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને પોતાના આત્મામાં જ આત્મ-ભાવના કરવી એ જ યોગ્ય છે.
‘‘જ્યાં સુધી દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે.’’૧
‘‘જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે? (અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.)’’૨
‘‘જે અજ્ઞાની જીવ (શરીરાદિક) પુદ્ગલ દ્રવ્યને અભિનંદે છે — અર્થાત્ તેને પોતાનું માને છે – તેમાં આત્મીય ભાવ કરે છે, તે જીવની સાથે સંયોગ-સંબંધ ચારે ગતિઓમાં તે પુદ્ગલ દ્રવ્ય છોડતું નથી.’’૩ ૭૪
તો મુક્તિ-પ્રાપ્તિનો હેતુ કોઈ ગુરુ હશે — એવું બોલનાર પ્રતિ કહે છે. ૧. કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી,
૨. કરી ઇન્દ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને-ઉપયોગને,
૩. ‘ઇષ્ટોપદેશ’ – શ્લોક ૪૬
Page 117 of 170
PDF/HTML Page 146 of 199
single page version
टीका — जन्म संसारं नयति प्रापयति । कं ? आत्मानं । कोऽसौ ? आत्मैव देहादौ दृढात्मभावनावशात् । निर्वाणमेव च आत्मानमात्मैव नयति स्वात्मन्येवात्मबुद्धिप्रकर्षसद्भावात् । यत एवं तस्मात् परमार्थतो गुरुरात्मात्मनः । नान्यो गुरुरस्ति परमार्थतः । व्यवहारेण तु यदि भवति तदा भवतु ।।७५।।
અન્વયાર્થ : (आत्मा एव) આત્મા જ (आत्मानं) આત્માને (जन्म निर्वाणम् एव च नयति) જન્મ અને નિર્વાણ પ્રતિ દોરે છે – અર્થાત્ પ્રાપ્ત કરાવે છે; (तस्मात्) માટે (परमार्थतः) નિશ્ચયથી (आत्मनः गुरुः) આત્માનો ગુરુ (आत्मा एव) આત્મા જ છે; (अन्यः न अस्ति) બીજો કોઈ નહિ.
ટીકા : — જન્મ એટલે સંસાર પ્રતિ દોરે છે – પ્રાપ્ત કરાવે છે. કોને? આત્માને. કોણ તે? દેહાદિમાં દ્રઢ આત્મભાવનાવશ આત્મા જ (જન્મ પ્રાપ્ત કરાવે છે); અને પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિના પ્રકર્ષ સદ્ભાવથી આત્મા જ આત્માને નિર્વાણ પ્રતિ લઈ જાય છે, કારણ કે વાસ્તવમાં આત્મા આત્માનો ગુરુ છે; પરમાર્થે બીજો કોઈ ગુરુ નથી. વ્યવહારે તે હોય તો ભલે હો.
ભાવાર્થ : — જે આત્મા દેહાદિમાં દ્રઢ આત્મબુદ્ધિ કરે છે તે જન્મ – મરણરૂપ સંસારમાં ભ્રમણ કરે છે – અર્થાત્ આત્મા જ પોતાના આત્માને સ્વ – અપરાધથી સંસારમાં રખડાવે છે, અને તે જ આત્મા જો પોતાના આત્મામાં જ દ્રઢ આત્મબુદ્ધિ કરે, તો તે સંસારભ્રમણથી મુક્ત થાય છે – નિર્વાણ પામે છે – અર્થાત્ આત્મા જ પોતાના આત્માને નિર્વાણ પમાડે છે; તેથી પરમાર્થે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ નથી.
અહીં આચાર્યે સ્પષ્ટ કર્યુ છે કે જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ઉપાદાનથી જ પોતાના આત્માનું હિત – અહિત કરે છે. તેમાં કર્મ કે પર પદાર્થો અહેતુવત્ છે અકિંચિત્કર છે.
Page 118 of 170
PDF/HTML Page 147 of 199
single page version
देहे स्वबुद्धिर्मरणोपनिपाते किं करोतीत्याह —
જ્યાં સુધી જીવ પોતાના આત્માના સામર્થ્યનું ભાન કરી અંતરંગ રાગાદિ શત્રુઓ અર્થાત્ કષાયપરિણતિ પર વિજય પ્રાપ્ત કરી સ્વયં પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરતો નથી, ત્યાં સુધી તે સંસારરૂપી કીચડમાં ફસ્યો રહે છે અને જન્મમરણનાં અસહ્ય કષ્ટો ભોગવતો રહે છે, પરંતુ જ્યારે તે આત્મસ્વરૂપનું બરાબર જ્ઞાન કરી સ્વભાવ – સન્મુખ વિશેષ ઉગ્ર પુરુષાર્થ આદરે છે, ત્યારે ક્રમે ક્રમે રાગ – દ્વેષાદિ કષાય – ભાવોનો યા વિભાવ પરિણતિનો સ્વયં ત્યાગ થઈ જાય છે અને રાગાદિ ભાવથી સર્વથા મુક્ત થતાં અર્થાત્ પરમ વીતરાગતા પ્રાપ્ત થતાં તે મોક્ષ પામે છે.
‘આત્મા, પોતાના આત્મામાં મોક્ષસુખની સદા અભિલાષા કરે છે, અભીષ્ટ મોક્ષસુખનું જ્ઞાન કરાવે છે અને સ્વયં કલ્યાણકારી આત્મ – સુખની પ્રાપ્તિમાં પોતાને યોજે છે, તેથી આત્મા જ આત્માનો ગુરુ છે.૧
માટે આત્મા પરનું – નિમિત્તનું અવલંબન છોડી પોતે પોતાનો ગુરુ બને અર્થાત્ ધર્મની સિદ્ધિ માટે સ્વાશ્રયી બને, તો તે જન્મ – મરણનાં દુઃખોથી મુક્ત થઈ નિર્વાણ પામે. ૭૫.
દેહમાં આત્મબુદ્ધિ કરનાર (બહિરાત્મા) મરણ નજીક આવતા શું કરે છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (देहादौ दृढात्मबुद्धिः)દેહાદિમાં દ્રઢ આત્મબુદ્ધિવાળો બહિરાત્મા (आत्मनः नाशं) પોતાના એટલે પોતાના શરીરના નાશને (च) અને (मित्रादिभिः वियोगं) મિત્રાદિથી થતા વિયોગને (उत्पश्यन्) દેખીને (मरणात्) મરણથી (भृशम्) અત્યંત (बिभेति) ડરે છે. १. स्वस्मिन्सदाभिलाषित्वादभीष्टज्ञापकत्वतः ।
Page 119 of 170
PDF/HTML Page 148 of 199
single page version
टीका — देहादौ दृढात्मबुद्धिरविचलात्मदृष्टिर्बहिरात्मा । उत्पश्यन्नवलोकयन् । आत्मनो नाशं मरणं मित्रादिभिर्वियोगं च मम भवति इति बुद्ध्यमानो मरणाद्बिभेति भृशमत्यर्थम् ।।७६।।
यस्तु स्वात्मन्येवात्मबुद्धिः स मरणोपनिपाते किं करोतीत्याह —
ટીકા : — દેહાદિના દ્રઢ આત્મબુદ્ધિવાળો એટલે અવિચલ આત્મદ્રષ્ટિવાળો બહિરાત્મા, પોતાનો નાશ એટલે મરણ જોઈને – અવલોકીને તથા ‘મિત્રાદિથી મારો વિયોગ થશે’ એમ સમજીને મરણથી અત્યંત ભય પામે છે; એવો અર્થ છે.
ભાવાર્થ : — અજ્ઞાની જીવ શરીરને જ દ્રઢપણે આત્મા માને છે, તેથી શરીર છૂટવાના સમયે અર્થાત્ મરણ સમયે પોતાના આત્માનો નાશ અને તેથી કરીને સ્ત્રી – પુત્ર – મિત્રાદિથી વિયોગ – એ બે વાત જાણી મરણથી ઘણો જ ભય પામે છે.
જે પુરુષોનું ચિત્ત સંસારમાં આસક્ત છે, તેમને માટે મૃત્યુ ભયનું કારણ છે. કારણ કે તે માને છે કે ‘મારા શરીરનો નાશ થતાં, સ્ત્રી – પુત્રાદિથી વિયોગ થશે. હવે મને તેમના સંયોગનું સુખ મલશે નહિ.’ આવા વિયોગના દુઃખથી તે મરણથી બહુ બીવે છે. ૭૬.
પરંતુ જેને પોતાના આત્મમાં જ આત્મબુદ્ધિ છે તે મરણ નજીક આવતાં શું કરે છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (आत्मनि एव आत्मधीः) આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિવાળો (शरीरगतिं) શરીરની ગતિને – શરીરના વિનાશને (आत्मनः अन्यां) આત્માથી ભિન્ન (मन्यते) માને છે અને (वस्त्रं त्यक्त्वा वस्त्रान्तरग्रहम् इव) મરણના અવસરને એક વસ્ત્રને છોડી બીજા વસ્ત્રનું ગ્રહણ કરવાની જેમ સમજી (निर्भयं मन्यते) પોતાને નિર્ભય માને છે.
Page 120 of 170
PDF/HTML Page 149 of 199
single page version
टीका — आत्मन्येवात्मस्वरूप एव आत्मधीः अन्तरात्मा शरीरगतिं शरीरविनाशं शरीरपरिणतिं वा बालाद्यवस्थारूपां आत्मनो अन्यां भिन्ना निर्भयं यथा भवत्येवं मन्यते । शरीरोत्पादविनाशौ आत्मनो विनाशोत्पादौ (उत्पादविनाशौ इति साधुः) न मन्यत इत्यर्थः । वस्त्रं त्यक्त्वा वस्त्रान्तरग्रहणमिव ।।७७।।
ટીકા : — આત્મામાં જ એટલે આત્મસ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળો – અંતરાત્મા, શરીરની ગતિને એટલે શરીરના વિનાશને અથવા બાલાદિ અવસ્થારૂપ શરીરની પરિણતિને નિર્ભયપણે (નિઃશંકપણે) આત્માથી અન્ય – ભિન્ન માને છે, શરીરના ઉત્પાદ – વિનાશને આત્માનો ઉત્પાદ – વિનાશ એ માનતો નથી – એવો અર્થ છે, જેમ વસ્ત્રનો ત્યાગ કરીને અન્ય વસ્ત્રનું ગ્રહણ કરવું તેમ.
ભાવાર્થ : — અંતરાત્મા આત્માને શરીરથી ભિન્ન સમજે છે, બંનેને એકરૂપ માનતો નથી, તેથી તે શરીરની અવસ્થાને આત્માની અવસ્થા માનતો નથી, અર્થાત્ શરીરની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ અને શરીરના નાશથી આત્માનો નાશ માનતો નથી. જેમ એક વસ્ત્ર તજી બીજું વસ્ત્ર ગ્રહણ કરતાં શરીરને કાંઈ થતું નથી, તેમ એક દેહ તજી બીજો દેહ ધારણ કરતાં આત્માને કાંઈ થતું નથી – એમ સમજી તે મરણ – સમયે નિર્ભય રહે છે, મરણથી ડરતો નથી.
જ્ઞાની સમજે છે કે જેમ મકાનનો નાશ થતાં તેમાં વ્યાપેલા આકાશ દ્રવ્યનો નાશ થતો નથી, તેમ શરીરનો નાશ થતાં તેમાં રહેલા આત્માનો કદી નાશ થતો નથી. આવી સમજણને લીધે તેને કોઈ પણ પ્રકારની આકુલતા રહેતી નથી. તે મરણ – પ્રસંગે નિર્ભયતા સેવે છે અને આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે.
જ્ઞાની મરણ સમયે વધુ દ્રઢતા માટે પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કેઃ —
‘હે આત્મન્, તું તો જ્ઞાનરૂપી દિવ્ય શરીરનો ધારી છે, માટે સેંકડો કીડોના સમૂહથી ભરેલા આ જીર્ણ – શીર્ણ શરીરરૂપી પીંજરાના નાશ સમયે તને ભય કરવો ઉચિત નથી.’
‘હે આત્મન્, આ મૃત્યુરૂપ મહોત્સવ પ્રાપ્ત થવાથી તું કેમ ડરે છે? કારણ કે આ મૃત્યુ દ્વારા તો તું જ્ઞાનાદિક સ્વરૂપમાં સ્થિત રહીને અન્ય શરીરરૂપ નવા નગર તરફ ગમન કરે છે.’
‘ગર્ભથી લઈ આજ સુધી, દેહ પીંજરામાં તું અનેક પ્રકારનાં દુઃખ ભોગવતો પડ્યો રહ્યો છે. મૃત્યુરૂપી બલવાન રાજા સિવાય બીજો કોણ તને આ દેહ – પીંજરામાંથી મુક્ત કરી શકે તેમ છે?’
Page 121 of 170
PDF/HTML Page 150 of 199
single page version
एवं च स एव बुध्यते यो व्यवहारेऽनादरपरः यस्तु तत्रादरपरः स न बुध्यत इत्याह —
टीका — व्यवहारे विकल्पाभिधानलक्षणेप्रवृत्तिनिवृत्यादिस्वरूपे वा सुषुप्तोऽप्रयत्नपरो यः स जागर्त्यात्मगोचरे आत्मविषये संवेदनोद्यतो भवति । यस्तु व्यवहारेऽस्मिन्नुक्तप्रकारे जागर्ति स सुषुप्तः आत्मगोचरे ।।७८।।
‘જે પુરુષે, મૃત્યુરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થવા છતાં, પોતાના આત્માનું હિત સાધ્યું નહિ, તે સંસારરૂપી કાદવમાં ફરી ફસાઈ જઈ પોતાનું શું કલ્યાણ કરશે?’૧
આવા વિચારથી જ્ઞાની મરણથી ભય પામતો નથી, પણ મરણને તે મિત્ર સમાન ગણે છે, તેને એક મહોત્સવ તરીકે લેખે છે, અને તેથી તે નિરાકુલતાપૂર્વક આત્મસ્વરૂપમાં સ્થિર થઈ સમાધિ – મરણ સાધે છે. ૭૭.
આવું જ્ઞાન તેને જ થાય કે જે વ્યવહાર વિશે અનાદર રાખે છે, પરંતુ જેને ત્યાં (વ્યવહારમાં) આદર છે તેને આવું જ્ઞાન થતું નથી. તે કહે છેઃ —
અન્વયાર્થ : — (यः) જે (व्यवहारे) વ્યવહારમાં (सुषुप्तः) સૂતેલો છે, (सः) તે (आत्मगोचरे) આત્માના વિષયમાં (जागर्ति) જાગે છે (च) અને જે (अस्मिन् व्यवहारे) આ વ્યવહારમાં (जागर्ति) જાગે છે તે (आत्मगोचरे) આત્માના વિષયમાં (सुषुप्तः) સૂતેલો છે.
ટીકા : — વ્યવહારમાં એટલે વિકલ્પ નામ જેનું લક્ષણ છે તેમાં (‘વિકલ્પના સ્થાનરૂપ’) અર્થાત્ પ્રવૃત્તિ – નિવૃત્તિ – આદિસ્વરૂપ (વ્યવહારમાં) જે સૂતો છે – પ્રયત્નપરાયણ નથી, તે આત્મદર્શનમાં એટલે આત્મવિષયમાં જાગે છે અર્થાત્ સંવેદનમાં (આત્માનુભવમાં) તત્પર હોય છે, પણ જે આ ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે તે આત્મ – વિષયમાં સૂતો છે. (અર્થાત્ આત્મદર્શન પામતો નથી.) ✽
૧. ‘મૃત્યુમહોત્સવ’ – શ્લોક ૯, ૧૦, ૧૨, ૧૪.
Page 122 of 170
PDF/HTML Page 151 of 199
single page version
यश्चात्मगोचरे जागर्ति स मुक्तिं प्राप्नोतीत्याह —
ભાવાર્થ : — જ્ઞાની, પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ સાંસારિક કાર્યોમાં અનાસક્ત તેમ જ અપ્રયત્નશીલ હોય છે અને આત્માનુભવના કાર્યમાં સજાગ રહે છે – તત્પર રહે છે, જ્યારે અજ્ઞાની પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ સંસારનાં કાર્યોમાં પ્રયત્નશીલ રહે છે – જાગૃત રહે છે અને આત્માનુભવના કાર્યમાં અતત્પર રહે છે.
અહીં આચાર્યે એ બતાવ્યું છે કે પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ વ્યવહારમાં – અર્થાત્, અહિંસા, ભક્તિ, વ્રત, નિયમાદિ શુભ પ્રવૃત્તિરૂપ વ્યવહારમાં અને હિંસા, જૂઠ, ચોરી, આદિ અશુભ કાર્યથી નિવૃત્તિરૂપ વ્યવહારમાં – એમ બન્ને વ્યવહારોમાં જે અતત્પર હોય છે તે જ આત્માનુભવ કરી શકે છે. પરંતુ ભક્તિ આદિ શુભ કાર્યોમાં પ્રવૃત્તિથી અને અશુભ કાર્યમાં નિવૃત્તિથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તે પ્રવૃત્તિ વિકલ્પારૂઢ છે – રાગયુક્ત છે. રાગ ભલે શુભ હોય તો પણ તેનાથી આત્મજ્ઞાન થતું નથી.
જ્ઞાની તો આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ પ્રવૃત્તિ કરે છે, તેથી તેને વ્યવહાર ધર્મથી સ્વયં નિવૃત્તિ થઈ જાય છે. તેની તે પ્રવૃત્તિ વિકલ્પારૂઢ નથી, પણ નિર્વિકલ્પ છે અને તેનાથી ધર્મ થાય છે.
જ્ઞાનીને અસ્થિરતાને લીધે કદાચિત્ પૂજા – ભક્તિ આદિનો શુભ રાગ આવે, પણ તે તેને ભલો માનતો નથી, તેને તેનું સ્વામીત્વ કે કર્તાબુદ્ધિ નથી. તેને તે રાગ હેયબુદ્ધિએ વર્તે છે; તેથી તેમાં તેની પ્રવૃત્તિ દેખાવા છતાં તે વાસ્તવમાં નિવૃત્તિમય જ છે.
અજ્ઞાની શુભરાગમય પ્રવૃત્તિને ધર્મ માની તેનાથી સંતુષ્ટ થાય છે અને આત્મસ્વરૂપની ભાવના માટે અતત્પર હોય છે.
‘‘વળી કોઈ જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે, પણ તે તો જેમ અન્યમતી ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું; ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે, માટે તે મોક્ષનું કારણ નથી. રાગનો ઉદય આવતાં જો ભક્તિ ન કરે તો પાપાનુરાગ થાય, એટલા માટે અશુભ રાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે. વા મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્તમાત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતો નથી, પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે.....’’૧ ૧. મોક્ષમાર્ગપ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૨૭.
Page 123 of 170
PDF/HTML Page 152 of 199
single page version
टीका — आत्मानमन्तरेऽभ्यन्तरे दृष्ट्वा देहादिकं बहिर्दष्टवा तयोरात्मदेहयोरन्तरविज्ञानात् भेदविज्ञानात् अच्युतो मुक्तो भवेत् । ततोऽच्युतो भवन्नप्यभ्यासाद्भेदज्ञानभावनातो भवति न पुनर्भेदविज्ञानमात्रात् ।।७९।।
‘‘........આ ભક્તિ, કેવળ ભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય છે તથા તીવ્ર રાગજ્વર મટાડવા અર્થે વા અસ્થાનનો રાગ નિષેધવા અર્થે કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.’’૧ એટલે કે જ્ઞાની જ્યારે સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી ત્યારે તેને આવી ભક્તિ હેયબુદ્ધિએ હોય છે. ૭૮.
જે આત્મસ્વરૂપમાં જાગે છે, તે મુક્તિ પામે છે, તે કહે છેઃ —
અન્વયાર્થ : — (अन्तरे) અંતરંગમાં (आत्मानं) આત્માના વાસ્તવિક સ્વરૂપને (दृष्ट्वा) જોઈને અને (बहिः) બાહ્યમાં (देहादिकं) શરીરાદિ પર ભાવોને (दृष्ट्वा) જોઈને (तयोः) બન્નેના – આત્મા અને શરીરાદિકના – (अन्तरविज्ञानात्) ભેદવિજ્ઞાનથી તથા (अभ्यासात्) તેના અભ્યાસથી (अच्युतः भवेत्) અચ્યુત એટલે મુક્ત થવાય.
ટીકા : — આત્માને અંતરમાં – અભ્યંતરમાં જોઈને અને દેહાદિકને બાહ્ય જોઈને, તે બન્નેના અર્થાત્ આત્મા અને દેહના અંતરવિજ્ઞાનથી એટલે ભેદવિજ્ઞાનથી (જીવ) અચ્યુત એટલે મુક્ત થાય. તેથી એકલા ભેદજ્ઞાનથી જ અચ્યુત થાય એમ નહિ, પણ તેના (ભેદજ્ઞાનના) અભ્યાસથી – ભેદજ્ઞાનની ભાવનાથી અચ્યુત થાય.
ભાવાર્થ : — આત્મા અને દેહના ભેદજ્ઞાનથી અને તેના નિરંતર અભ્યાસથી અર્થાત્ ભેદજ્ઞાનની નિરંતર ભાવનાથી – એ બંનેથી જ સંસારથી મુક્ત થવાય, કારણ કે અભ્યાસથી ભેદજ્ઞાનમાં દ્રઢતા આવે છે અને દ્રઢતાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા પામી મુક્ત થવાય છે. ૧. શ્રી પંચાસ્તિકાય – ગાથા ૧૩૬ની ટીકા.
Page 124 of 170
PDF/HTML Page 153 of 199
single page version
यस्य च देहात्मनोर्भेददर्शनं तस्य प्रारब्धयोगावस्थायां निष्पन्नयोगावस्थायां च कीदृशं जगत्प्रतिभासत इत्याह —
જ્યારે જીવ અંદરના આત્માને અને બાહ્ય શરીરાદિક પર પદાર્થોને તેમનાં લક્ષણો દ્વારા એકબીજાથી ભિન્ન ભિન્ન સમજે છે – બંનેનું ભેદવિજ્ઞાન કરે છે. ત્યારે તેની પરિણતિમાં પલટો આવે છે. તે બાહ્ય વિષયોથી હઠી અંતર્મુખ થાય છે અને પોતાના ઉપયોગને ઇન્દ્રિયોના વિષયોમાં નહિ ભમાવતાં તેને હવે સ્વસન્મુખ વાળી આત્મસ્વરૂપમાં એકાગ્ર થવા અભ્યાસ કરે છે. આત્મસાધનાનો અભ્યાસ વધારતાં વધારતાં એને આત્મસ્વરૂપમાં એટલી દ્રઢતા – સ્થિરતા પ્રાપ્ત થાય છે કે તે ફરીથી આત્મસ્વરૂપથી ચ્યુત થતો નથી, અને આત્મિક ગુણોનો પૂર્ણ વિકાસ થતાં તે મોક્ષપદ પ્રાપ્ત કરે છે.
ભેદ – વિજ્ઞાન એ મુક્તિનું પ્રથમ પગથિયું છે. તેના વિના મુક્તિ કદી પ્રાપ્ત થાય નહિ. માટે ભેદ – વિજ્ઞાન કરી તેનો અભ્યાસ ત્યાં સુધી જારી રાખવો કે જ્યાં સુધી જ્ઞાનનો ઉપયોગ પર પદાર્થોથી હઠી આત્મસ્વરૂપમાં સ્થિર થાય.’’૧
‘‘જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ – વિજ્ઞાનથી સિદ્ધ થાય છે; જે કોઈ બંધાયા છે તે તેના જ (ભેદ – વિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.’’૨
ભેદજ્ઞાન – જ્યોતિને કેવલજ્ઞાન ઉત્પન્ન કરનારી કહી છે.૩
અવિચળ આત્માનુભૂતિનું મૂળ કારણ ભેદવિજ્ઞાન છે. ૭૯. જેને દેહ અને આત્માનું ભેદ – દર્શન છે, તેને પ્રાથમિક યોગાવસ્થામાં અને પૂર્ણ (સિદ્ધિ) યોગાવસ્થામાં જગત્ કેવું પ્રતિભાસે છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (पूर्व) પ્રથમ અર્થાત્ યોગાભ્યાસની પ્રાથમિક અવસ્થામાં, ૧. – ૨. શ્રી સમયસાર કલશ ૧૩૦, ૧૩૧. ૩. જુઓ – શ્રી સમયસાર ગાથા. ૨ ની ટીકા
Page 125 of 170
PDF/HTML Page 154 of 199
single page version
टीका — पूर्वं प्रथमं दृष्टात्मतत्त्वस्य देहाद्भेदेन प्रतिपन्नात्मस्वरूपस्य प्रारब्धयोगिनः विभात्युन्मत्तवज्जगत् स्वरूपचिंतनविकलत्वाच्छुभेतरचेष्टायुक्तमिदं जगत् नाना – बाह्यविकल्पैरूपेतमुन्मत्तमिव प्रतिभासते । पश्चान्निष्पन्नयोगावस्थायां सत्यां स्वभ्यस्तात्मधियः सुष्टुभावितमात्मस्वरूपं येन तस्य निश्चलात्मस्वरूपमनुभवतो जगद्विषयचिन्ताभावात् काष्ठपाषाणवत्प्रतिभाति । तत्र परमौदासीन्यावलम्बात् ।।८०।। (दृष्टात्मतत्त्वस्य) જેને આત્મદર્શન થયું છે એવા અંતરાત્માને (जगत्) જગત્ (उन्मत्तवत्) ઉન્મત્ત જેવું – પાગલ જેવું (विभाति) જણાય છે, અને (पश्चात्) પછીથી અર્થાત્ યોગની પરિપક્વ અવસ્થામાં, (स्वभ्यस्तात्मधियः) આત્મસ્વરૂપના અભ્યાસમાં પરિપક્વબુદ્ધિવાળા અંતરાત્માને આ (काष्ठपाषाणरूपवत्) કાષ્ઠ – પાષાણ જેવું (નિશ્ચેષ્ટ) ભાસે છે.
ટીકા : — પ્રથમ, જેણે આત્મ – તત્ત્વ જાણ્યું છે અર્થાત્ દેહથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવું જેને પ્રથમ જ્ઞાન થયું છે તેવા યોગનો આરંભ કરનાર યોગીને જગત્ ઉન્મત્ત જેવું (પાગલ જેવું) લાગે છે – અર્થાત્ સ્વરૂપ – ચિંતનના વિકલપણાને લીધે શુભ – અશુભ ચેષ્ટાયુક્ત આ જગત્ વિવિધ બાહ્ય વિકલ્પયુક્ત, ઉન્મત્ત જેવું લાગે છે. પછીથી જ્યારે યોગની પરિપક્વ અવસ્થા થાય, ત્યારે જેને આત્મબુદ્ધિનો સારો અભ્યાસ થયો છે અર્થાત્ જેણે આત્મસ્વરૂપની સારી પેઠે ભાવના કરી છે, તેવા નિશ્ચલ આત્મસ્વરૂપનો અનુભવ કરનારને, જગત્ સંબંધી ચિંતાના અભાવને લીધે અર્થાત્ પરમ ઉદાસીનપણાના અવલંબનને લીધે તે (જગત્) કાષ્ઠ – પાષાણવત્) પ્રતિભાસે છે.
ભાવાર્થ : — જેને સ્વ – પરનું ભેદજ્ઞાન થયું છે તેવા અન્તરાત્માને, આત્માનુભવની પ્રથમ ભૂમિકામાં અર્થાત્ યોગના આરંભકાલમાં આ સચેષ્ટ અને વિકલ્પારૂઢ જગત્ ઉન્મત્ત જેવું – પાગલ જેવું લાગે છે, પરંતુ બાદમાં જ્યારે તે યોગના પરિપક્વ અભ્યાસદ્વારા આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેને આ જગત્ સંબંધી બુદ્ધિપૂર્વક કાંઈ વિકલ્પ ઊઠતો નથી, કારણ કે તેને તે સમયે નિર્વિકલ્પ દશા વર્તે છે.
પ્રથમ ભૂમિકામાં અર્થાત્ સવિકલ્પ દશામાં જ્ઞાનીનો ઉપયોગ બાહ્ય પદાર્થો તરફ જાય છે અને તેથી વિવિધ વિકલપો થાય છે, પરંતુ જેમ જેમ તે સ્વરૂપ – સ્થિરતાનો અભ્યાસ વધારતો જાય છે, તેમ તેમ ઉપયોગનું પર તરફનું વલણ છૂટતું જાય છે અને તે સ્વરૂપમાં સ્થિર થતો જાય છે. અભ્યાસના બળે છેવટે આત્મસ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા એટલી જામે છે કે તેને તે સમયે બાહ્ય જગત્નો બિલકુલ વિચાર પણ આવતો નથી.
Page 126 of 170
PDF/HTML Page 155 of 199
single page version
ननु स्वभ्यस्तात्मधियः इति व्यर्थम् । शरीराद्भेदेनात्मनस्तस्वरूपविद्भ्यः श्रवणात्स्वयं वाऽन्येषां तत्स्वरूपप्रतिपादनान्मुक्तिर्भविष्यतीत्याशङ्कयाह —
टीका — अन्यत उपाध्यायपदेः कामं अत्यर्थं श्रृण्वन्नपि कलेवराद्भिन्नमात्मानमाकर्णयन्नपि ततो भिन्नं तं स्वयमन्यान् प्रति वदन्नपि यावत्कलेवराद्भिन्नमात्मानं न भावयेत् । तावन्न मोक्षभाक् मोक्षभाजनं तावन्न भवेत् ।।८१।।
‘‘વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપસન્મુખ થયું. કેમ કે આ જ્ઞાન ક્ષયોપશમરૂપ છે, તે એક કાળમાં એક જ્ઞેયને જ જાણી શકે; હવે તે જ જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે અન્યને જાણવાનું સહેજે જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ – ધ્યાનીને તેની કાંઈ ખબર નથી......’’ ૮૦.૧
‘स्वभ्यस्तात्मधियः’ એ પદ વ્યર્થ છે, કારણ કે ‘શરીરથી આત્મા ભિન્ન છે’ તેવું તેના સ્વરૂપના જાણનારાઓ પાસેથી સાંભળવાથી અથવા સ્વયં બીજાઓને તેનું સ્વરૂપ સમજાવવાથી મુક્તિ થઈ શકે છે – એવી આશંકા કરી કહે છેઃ —
અન્વયાર્થ : — આત્માનું સ્વરૂપ (अन्यतः) બીજા પાસેથી (कामम्) બહુ જ (शृण्वन् अपि) સાંભળવા છતાં તથા (कलेवरात्) મુખથી (वदन् अपि) બીજાઓને કહેવા છતાં પણ (यावत्) જ્યાં સુધી (आत्मानं) આત્માને (भिन्नं) શરીરાદિથી ભિન્ન (न भावयेत्) ભાવે નહિ, (तावत्) ત્યાં સુધી (मोक्षभाक् न) જીવ મોક્ષને પાત્ર થતો નથી.
ટીકા : — બીજા પાસેથી એટલે ઉપાધ્યાયાદિ પાસેથી બહુ જ સાંભળવા છતાં અર્થાત્ શરીરથી આત્મા ભિન્ન છે એવું શ્રવણ કરવા છતાં, તેનાથી (શરીરથી) તે (આત્મા) ભિન્ન છે એવું સ્વયં બીજાઓ પ્રતિ કહેવા છતાં, જ્યાં સુધી શરીરથી આત્મા ભિન્ન છે એવી ભાવના ૧. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક – શ્રી ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી – પૃ ૩૪૯ (ગુ. આવૃતિ)
Page 127 of 170
PDF/HTML Page 156 of 199
single page version
ન કરે, ત્યાં સુધી જીવ મોક્ષભાજન – મોક્ષપાત્ર થઈ શકે નહિ.
ભાવાર્થ : — ‘શરીરાદિથી આત્મા ભિન્ન છે’ એ વાત ઘણી વાર ગુરુમુખેથી સાંભળે તથા બીજાઓને તેવો ઉપદેશ પણ વારંવાર આપે, છતાં જ્યાં સુધી આત્માને શરીરાદિથી દ્રઢપણે ભિન્ન અનુભવે નહિ અર્થાત્ જ્યાં સુધી સ્વસન્મુખતાપૂર્વક તેનું તેને ભાવ – ભાસન થાય નહિ, ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહિ.
ભેદ – વિજ્ઞાન દ્વારા સ્વસન્મુખતાપૂર્વક જીવ – અજીવાદિ તત્ત્વોનું ભાવ – ભાસન થવું – સાચી પ્રતીતિ થવી – તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે, તે વિન જીવ મોક્ષને પાત્ર થાય નહિ.
‘‘વળી શાસ્ત્રમાં ‘तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्’ (મોક્ષશાસ્ત્ર અ. ૧ સૂત્ર ૨) એવું વચન કહ્યું છે, તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદિ તત્ત્વ લખ્યાં છે તેમ પોતે શીખી લે છે, ત્યાં જ ઉપયોગ લગાવે છે તથા અન્યને ઉપદેશ આપે છે, પરંતુ પોતાને તેનો ‘ભાવ ભાસતો’ નથી; અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે, એટલે ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થશ્રદ્ધાન ક્યાંથી હોય?’’
‘‘વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બતાવે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી; તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે, તો પણ તે શાણો નથી; તેમ આને પણ સમ્યગ્દ્રષ્ટિ કહેતા નથી.’’
‘વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આત્માનું કથન કરે છે, પરંતુ ‘એ આત્મા હું જ છું’ એવો ભાવ ભાસતો નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે, પરંતુ ‘હું એ શરીરાદિથી ભિન્ન છું’ એવો ભાવ ભાસતો નથી......’’૧
માટે ‘આત્મા શરીરથી ભિન્ન છે’ એવું જાણવા છતાં, જો તેનું ભાવ – ભાસન ન થાય અર્થાત્ અનુભવમાં ન આવે તો તે જાણવું કાર્યકારી નથી. ૮૧.
તે ભાવનામાં પ્રવૃત્ત થઈ તેણે (અંતરાત્માએ) શું કરવું? તે કહે છેઃ — ૧. જુઓ – મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૩૦.
तावन्न मुच्यते यावन्न भेदाभ्यासनिष्ठितः ।। (જ્ઞાનાર્ણવ)
નિષ્ઠિત (પરિપક્વ) થતો નથી ત્યાં સુધી તે મુક્તિ પામતો નથી.
Page 128 of 170
PDF/HTML Page 157 of 199
single page version
तद्भावनायां च प्रवृत्तोऽसौ किं कुर्यादित्याह —
टीका — देहाद्व्यावृत्त्य शरीरात्पृथक्कृत्वा आत्मानं स्वस्वरूपं आत्मनि स्थितं तथैव भावयेत् शरीराद्भेदन दृढतरभेदभावनाप्रकारेण भावयेत् । यथा पुनः स्वप्ने स्वप्नावस्थायां देहे उपलब्धेऽपि तत्र आत्मानं न योजयेत् देहमात्मतया नाध्यवस्येत् ।।८२।।
અન્વયાર્થ : — અંતરાત્માએ (देहात्) દેહથી (आत्मानं) આત્માને (व्यावृत्य) પાછો વાળી અર્થાત્ ભિન્ન અનુભવીને (आत्मनि) આત્મા વિષે (तथा एव) એવી રીતે (भावयेत्) તેની (આત્માની) ભાવના કરવી (यथा पुनः) કે જેથી ફરીથી (स्वप्नेऽपि) સ્વપ્નમાં પણ (देहे) દેહમાં (आत्मानं) આત્માને તે (न योजयेत्) યોજે નહિ, અર્થાત્ શરીરમાં આત્મ – બુદ્ધિ કરે નહિ.
ટીકા : — દેહથી આત્માને વ્યાવૃત્ત કરીને (ભિન્ન અનુભવીને) – શરીરથી પૃથક્ કરીને (અનુભવીને) આત્મા વિષે સ્થિત સ્વસ્વરૂપને એવી રીતે ભાવવું (અનુભવવું) – અર્થાત્ શરીરથી ભેદ કરીને (ભિન્ન કરીને) દ્રઢતર ભેદભાવનાના પ્રકારે (એવી રીતે) ભાવવું કે ફરીથી સ્વપ્નમાં – સ્વપ્નાવસ્થામાં – દેહની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થાય તો પણ તેમાં (દેહમાં) આત્માનું જોડાણ થાય નહિ અર્થાત્ દેહને આત્મસ્વરૂપે માનવામાં આવે નહિ.
ભાવાર્થ : — શરીરથી આત્માને ભિન્ન જાણી અર્થાત્ આત્માને આત્મારૂપે જ જાણી, શરીરરૂપે નહિ જાણી, તેની એવી દ્રઢ ભાવના કરવી કે સ્વપ્નમાં પણ ફરીથી દેહને આત્મા માનવાનો અધ્યવસાય થાય નહિ.
સ્વ – પરને ભિન્ન જાણવાનું ચિન્હ તો જ્ઞાન – વૈરાગ્યશક્તિ છે. ભેદ – વિજ્ઞાનની ભાવનાથી એ વૈરાગ્યભાવ એટલે રાગથી વિરુદ્ધ ભાવ – પર પદાર્થોમાં ઉપેક્ષા ભાવ જો શ્રદ્ધા અને જ્ઞાનમાં પણ ન હોય તો તે ભાવના કાર્યકારી નથી.
‘સમ્યગ્દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યશક્તિ હોય છે; કારણ કે તે (સમ્યગ્દ્રષ્ટિ
Page 129 of 170
PDF/HTML Page 158 of 199
single page version
यथा परमौदासीन्यावस्थायां स्वपरविकल्पस्त्याज्यस्तथा व्रतविकल्पोऽपि । यतः —
टीका — अपुण्यमधर्मः अव्रतैर्हिंसादिविकल्पैः परिणतस्य भवति । पुण्यं धर्मो व्रतैः हिंसादिविरतिविकल्पैः परिणतस्य भवति । मोक्षः पुनस्तस्योः पुण्यापुण्ययोर्व्ययो विनाशो मोक्षः । यथैव જીવ) સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે ‘આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે’ એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે (ટકે છે) અને પરથી રાગના યોગથી – સર્વ પ્રકારે વિરમે છે.’’૧
ભેદ – વિજ્ઞાનની દ્રઢ ભાવનાથી અન્તરાત્મા શરીરાદિ પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ સેવે છે. ૮૨.
જેમ પરમ ઉદાસીન અવસ્થામાં સ્વ – પરનો વિકલ્પ ત્યાગવા યોગ્ય છે, તેમ વ્રતનો વિકલ્પ પણ (ત્યાગવા યોગ્ય છે) કારણ કેઃ —
અન્વયાર્થ : — (अव्रतैः) હિંસાદિ પાંચ અવ્રતોથી (अपुण्यम्) અપુણ્ય થાય છે અને (व्रतैः) અહિંસાદિ વ્રતોથી (पुण्यम्) પુણ્ય થાય છે. (तयोः) બંનેનો – પુણ્ય અને પાપનો – (व्ययः) નાશ તે (मोक्षः) મોક્ષ છે; (ततः) તેથી (मोक्षार्थी) મોક્ષના અભિલાષી પુરુષે (अव्रतानि इव) અવ્રતોની માફક (व्रतानि अपि) વ્રતોનો પણ (त्यजेत्) ત્યાગ કરવો.
ટીકા : — અવ્રતોથી એટલે હિંસાદિ વિકલ્પોથી પરિણત (જીવ)ને અપુણ્ય – અધર્મ થાય છે અને વ્રતોથી અર્થાત્ અહિંસાદિ વિકલ્પોથી પરિણત (જીવ)ને પુણ્ય – ધર્મ થાય છે. મોક્ષ તો, તે બંનેનો એટલે પુણ્ય અને અપુણ્યનો વ્યય એટલે વિનાશ તે મોક્ષ છે. જેમ લોઢાની સાંકળ (બેડી) બંધનું કારણ છે (એટલે તેનાથી બંધ થાય છે), તેમ સુવર્ણની સાંકળ (બેડી) પણ (બંધનું કારણ છે); માટે જેમ બેઉ સાંકળના અભાવે, વ્યવહારમાં મુક્તિ (છૂટકારો) છે, ૧. શ્રી સમયસાર – કલશ ૧૩૬.
Page 130 of 170
PDF/HTML Page 159 of 199
single page version
हि लोहश्रृङ्खला बंधहेतुस्तथा । सुवर्णश्रृङ्खलाऽपि । अतो यथोभयश्रृंङ्खलाभावाद्व्यवहारे मुक्तिस्तथा परमार्थेऽपीति । ततस्तस्मात्मोक्षार्थी अव्रतानीव । इव शब्दो यथाऽर्थः यथाऽव्रतानि त्यजेत्तथा व्रतान्यपि ।।८३।।
कथं तानि त्यजेदिति तेषां त्यागक्रमं दर्शयन्नाह —
टीका — अव्रतानि हिंसादिनि प्रथमतः परित्यज्य व्रतेषु परिनिष्ठितो भवेत् । पश्चात्तान्यपि त्यजेत् । किं कृत्वा ? समप्राप्य । किं तत् ? परमं पदं परमवीतरागतालक्षणं क्षीणकषायगुणस्थानं । તેમ પરમાર્થમાં પણ (પુણ્ય – પાપના અભાવે મોક્ષ છે). તેથી મોક્ષના અર્થીએ અવ્રતોની જેમ [इव શબ્દ यथाના અર્થમાં છે] વ્રતોને પણ છોડવાં.
ભાવાર્થ : — મોક્ષમાર્ગમાં હિંસાદિ પાંચ અવ્રતભાવોની જેમ પાંચ અહિંસાદિ વ્રતભાવો પણ બાધક છે, કારણ કે અવ્રતભાવ તે અશુભ ભાવ છે, તે પાપબંધનું કારણ છે અને વ્રતભાવ તે શુભ ભાવ છે, તે પુણ્યબંધનું કારણ છે; બંને બંધના કારણ છે. પુણ્ય અને પાપ એ બંનેનો નાશ થાય ત્યારે જ મુક્તિ થાય છે. માટે મોક્ષાર્થીએ લોઢા અને સોનાની બેડીની જેમ અવ્રતભાવોનો તેમ જ વ્રતભાવોનો પણ ત્યાગ કરવો જોઈએ.૧
પુણ્ય અને પાપ – બંને વિભાવ પરિણતિથી ઉપજ્યા હોવાથી બંને બંધરૂપ જ છે; બંને સંસારનું કારણ હોઈ એકરૂપ જ છે. માટે મોક્ષાર્થીએ તો એ બંનેનો ત્યાગ કરી શુદ્ધોપયોગની નિરંતર ભાવના ભાવી આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો યોગ્ય છે. ૮૩.
તે કેવી રીતે તજવાં તેનો ત્યાગ – ક્રમ દર્શાવી કહે છેઃ —
અન્વયાર્થ : — (अव्रतानि) હિંસાદિક પાંચ અવ્રતોને (परित्यज्य) છોડીને (व्रतेषु) અહિંસાદિક વ્રતોમાં (परिनिष्ठितः) નિષ્ઠાવાન રહેવું – અર્થાત્ તેનું દ્રઢતાથી પાલન કરવું; પછી (आत्मनः) આત્માના (परमं पदं) પરમ વીતરાગ પદને (प्राप्य) પ્રાપ્ત કરને (तानि अपि) ૧. જુઓ – શ્રી સમયસાર – ગાથા ૧૪૫ થી ૧૫૦.
Page 131 of 170
PDF/HTML Page 160 of 199
single page version
कस्य तत्पदं ? आत्मनः ।।८४।।
कुतोऽव्रत – व्रतविकल्पपरित्यागे परमपदप्राप्तिरित्याह —
તે વ્રતોને (त्यजेत्) ત્યજવાં.
ટીકા : — પ્રથમ હિંસાદિ અવ્રતોનો પરિત્યાગ કરીને અવ્રતોમાં પરિનિષ્ઠિત થવું. પછી તેનો પણ ત્યાગ કરવો. શું કરીને? પ્રાપ્ત કરીને. શું (પ્રાપ્ત કરીને)? પરમ પદને અર્થાત્ પરમ વીતરાગતારૂપ ક્ષીણકષાયગુણસ્થાન (પ્રાપ્ત કરીને). કોના તે પદને? આત્માના.
ભાવાર્થ : — અવ્રત અશુભ ભાવ છે તથા વ્રત શુભ ભાવ છે, બંને આસ્રવો છે. તે બંને છોડવા યોગ્ય છે તેવી શ્રદ્ધા તો અન્તરાત્માને છે, પણ તે બંને એકી સાથે છોડી શકાતાં નહિ હોવાથી તે પ્રથમ અશુભભાવરૂપ અવ્રતોને છોડી શુભભાવરૂપ વ્રતોમાં અતન્મય ભાવે વર્તે છે. પછી પુરુષાર્થ વધારી વીતરાગ પદની પ્રાપ્તિ માટે આ શુભભાવરૂપ વ્રતોનો પણ ત્યાગ કરે છે.
જ્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધોપયોગરૂપ ન પરિણમે, ત્યાં સુધી તેને અશુભથી બચવા માટે પૂજા, ભક્તિ, વ્રત, તપ, સંયમ, શીલાદિના શુભ ભાવ આવે છે, પરંતુ તેમાં તેને હેયબુદ્ધિ વર્તે છે. તેને તે ધર્મ માનતો નથી.
સમ્યક્ત્વ વિના વ્રતાદિના શુભ વિકલ્પોને વ્યવહારથી ચારિત્ર નામ પણ પ્રાપ્ત થતું નથી, અર્થાત્ મિથ્યાદ્રષ્ટિના શુભ વિકલ્પોને તો વ્યવહારથી પણ ચારિત્ર કહેતા નથી, તે બાલ વ્રત, તપાદિ કહેવાય છે. તેવા શુભ વિકલ્પો સંસારનું કારણ છે. મોક્ષનું કારણ નથી, છતાં કોઈ તેને મોક્ષનું પરંપરા પણ કારણ માને તો તે તેની મૂલમાં ભૂલ છે. ૮૪.
અવ્રત – વ્રતના વિકલ્પનો પરિત્યાગ કરતાં પરમપદની પ્રાપ્તિ શી રીતે થાય? તે કહે છેઃ —