Samadhitantra (Gujarati). Gatha: 58-70.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 10

 

Page 92 of 170
PDF/HTML Page 121 of 199
single page version

नन्वेवमात्मतत्त्वं स्वयमनुभूय मूढात्मनां किमिति न प्रतिपाद्यते येन तेऽपि तज्जानन्त्विति वदन्तं प्रत्याह

अज्ञापितं न जानन्ति यथा मां ज्ञापितं तथा
मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापनश्रमः ।।५८।।

टीकामूढात्मानो मां आत्मस्वरूपमज्ञापितमप्रतिपादितं यथा न जानन्ति मूढात्मत्वात् તેની ક્રિયા તું કરી શકે છે એમ માને છેએ તારો ભ્રમ છે. એ ભ્રમ હવે છોડી દે અને તારા શરીરને સદા અનાત્મબુદ્ધિએ જો, એટલે કે તે પર છે એમ જો; તે તું છે એવી આત્મબુદ્ધિથી ન જો. તારા આત્માને શરીરાદિથી નિરંતર ભિન્ન અનુભવ કરે, બંનેની એકતાબુદ્ધિ છોડી દે. તું તારા શરીરના સંબંધમાં જેવી ભૂલ કરે છે તેવી જ ભૂલ બીજા જીવોના શરીરના સંબંધમાં પણ કરે છે. તું તેમના શરીરને પણ તેમનો આત્મા માને છે. માટે તેમના આત્માને પણ તેમના શરીરથી ભિન્ન જાણ. શરીરને શરીર જાણ અને આત્માને આત્મા જાણ.

‘સ્વસ્વરૂપમાં સ્થિર થઈ જ્યાં સુધી તું સ્વપરનું ભેદજ્ઞાન કરીશ નહિ ત્યાં સુધી શરીરાદિ પર પદાર્થો સાથે તારી આત્મબુદ્ધિએકતાબુદ્ધિમમત્વબુદ્ધિકર્તાબુદ્ધિ થયા વગર રહેશે નહિ અને તારા દુઃખનો અંત આવશે નહિ. માટે બહિરાત્મપણું છોડી આત્મસ્વરૂપમાં સ્થિર થા. એ જ સુખનો ઉપાય છે.’ ૫૭.

એવી રીતે આત્મતત્ત્વને સ્વયં અનુભવીને મૂઢ આત્માઓને કેમ સમજાવતા નથી, જેથી તેઓ પણ તે જાણે? એવું બોલનાર પ્રતિ કહે છેઃ

શ્લોક ૫૮

અન્વયાર્થ :જ્ઞાનીઓ વિચારે છે કે(यथा) જેમ (मूढात्मानः) મૂર્ખ અજ્ઞાની જીવો (अज्ञापितं) જાણ કરાવ્યા વિના (मां) મને એટલે મારા આત્મસ્વરૂપને (न जानन्ति) જાણતા નથી, (तथा) તેમ (ज्ञापितं) જાણ કરાવ્યા છતાં પણ (न जानन्ति) જાણતા નથી (ततः) તેથી (तेषां) તેમનેએ મૂઢ જીવોને(मे ज्ञापनश्रमः) બોધ કરવાનો મારો પરિશ્રમ (वृथा) વ્યર્થ છેનિષ્ફળ છે.

ટીકા :જેમ મૂઢ આત્માઓ મને એટલે આત્મસ્વરૂપને, વગર કહ્યે (વગર

મૂઢાત્મા જાણે નહીં વણબોધ્યે જ્યમ તત્ત્વ,
બોધ્યે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ. ૫૮.

Page 93 of 170
PDF/HTML Page 122 of 199
single page version

तथा ज्ञापितमपि मां ते मूढात्मत्वादेव न जानन्ति ततः तेषां सर्वथा परिज्ञानाभावात् तेषां मूढात्मनां सम्बंधित्वेन वृथा मे ज्ञापनश्रमो विफलो मे प्रतिपादनप्रयासः ।।५८।।


સમજાવ્યે) મૂઢાત્મપણાને લીધે જાણતા નથી, તેમ કહ્યાં છતાં પણ તેઓ મને (આત્મસ્વરૂપને) મૂઢાત્મપણાને લીધે જ જાણતા નથી; તેથી તેમને સર્વથા પરિજ્ઞાનનો અભાવ હોવાથી તે મૂઢાત્માઓના સંબંધમાં બોધ કરવાનો (તેમને કહેવાનો) મારો શ્રમ વૃથા (વ્યર્થ) છે, અર્થાત્ તેમને તે સ્વરૂપ સમજાવવાનો મારો પ્રયાસ વિફલ (ફોગટ) છે.

ભાવાર્થ :આત્માનુભવી જ્ઞાની જીવ વિચારે છે કેજેમ મૂઢ જીવો અજ્ઞાનતાને લીધે વગર સમજાવ્યે આત્મસ્વરૂપ જાણતા નથી, તેમ તેમને આત્મસ્વરૂપ સમજાવવામાં આવે, તોપણ તેઓ મૂઢપણાને લીધે સમજવાના નથી; તેથી તેમને આત્મસ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ છે; કારણ કે તેમની બાબતમાં સમજાવો કે ન સમજાવોબેઉ સરખું છે.

વિશેષ

જ્ઞાનીઓ મૂર્ખ જીવોને આત્મસ્વરૂપ સમજાવવામાં ઉદાસીન હોય છે, કારણ કેઃ

(૧) મૂર્ખ જીવો બહિર્મુખ હોય છે. તેમની દ્રષ્ટિ બાહ્ય વિષયો તરફ જ હોય છે. તેમને આત્મસ્વરૂપ જાણવાની બિલકુલ જિજ્ઞાસા કે રુચિ હોતી નથી. તેઓ સદા વિષયોમાં જ રત હોય છે.

(૨) ‘હું બીજાઓને સમજાવી દઉં’ એવી બુદ્ધિ જ્ઞાનીઓને હોતી નથી, કારણ કે તેઓ જાણે છે કે કોઈ કોઈને સમજાવી શકે નહિ. તેમને બરાબર ખ્યાલમાં છે કે દરેક પદાર્થ પોતપોતાની મર્યાદામાં સ્વયં પરિણમે છે, કોઈ કોઈને આધીન નથી. તેમ કોઈ પદાર્થ કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એવો વિશ્વનો અફર નિયમ છે. તેથી પર સંબંધમાં તેમને બિલકુલ કર્તાબુદ્ધિ નથી.

(૩) અસ્થિરતાને લીધે જ્ઞાનીને બીજાને સમજાવવાનો કદાચ વિકલ્પ ઊઠે, પણ અભિપ્રાયમાં તેનો નિષેધ છે, કારણ કે ભાષાવર્ગણાનું પરિણમન વિકલ્પથી નિરપેક્ષ છે સ્વતંત્ર છે. વિકલ્પના કારણે ઉપદેશ વાણી નીકળે છે એમ તેઓ કદી માનતા નથી.

(૪) મારું સ્વરૂપ તો જાણવુંદેખવું તે જ છે. એ સિવાય હું બીજું કાંઈ ન કરી શકું. જો કાંઈ કરવાનો વિકલ્પ ઊઠે તો રાગ ઉત્પન્ન થાય. વાણીનો તો હું કદી કર્તા છું જ નહિ અને વાસ્તવમાં વિકલ્પનો પણ કર્તા નથી. ૧. જુઓમોક્ષમાર્ગ પ્રકાશકગુ. આવૃત્તિ પૃ. ૯૨; ૩૦૮

શ્રી સમયસારગુ. આવૃત્તિગા. ૧૦૩; ૩૭૨.

Page 94 of 170
PDF/HTML Page 123 of 199
single page version

किंच

यद्बोधयितुमिच्छामि तन्नाहं यदहं पुनः
ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यस्य बोधये ।।५९।।

(૫) ચૈતન્યસ્વરૂપ સ્વસંવેદનગમ્ય છે; વાણી કે વિકલ્પ દ્વારા તે બીજાને સમજાવી શકાય તેવું નથી.

માટે જ્ઞાની મુખ્યતયા બીજાઓને ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં પડતા નથી. તેઓ તો સદા પોતાનું આત્મહિત સાધવામાં જ તત્પર રહે છે. કદાચ ઉપદેશાદિની વૃત્તિ ઊઠે તો તેની મુખ્યતા નથી; તે વખતે પણ તેમને ચૈતન્યસ્વરૂપની જ ભાવના હોય છે.

પરોપદેશની પ્રવૃત્તિનો વિકલ્પએ શુભ રાગ છે. તે આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં બાધારૂપ છે. માટે આ રાગના વ્યામોહમાં પડી જ્ઞાની કદી આત્મહિત ભૂલતા નથી.

‘‘જગતમાં જીવો, તેમના કર્મ, તેમની લબ્ધિઓ, વગેરે અનેક પ્રકારનાં છે. તેથી સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પર જીવોને સમજાવી દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વાત્માવલંબનરૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે.’’ ૫૮.

વળીઃ

શ્લોક ૫૯

અન્વયાર્થ :(यत्) જેને વિકલ્પાધિરૂઢ આત્મસ્વરૂપને અથવા દેહાદિકને (बोधियितुं) સમજાવવાને (इच्छामि) હું ઇચ્છું છું (तत्) તે (न अहं) હું નથી અર્થાત્ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. (पुनः) વળી (यत्) જે એટલે જ્ઞાનાનંદમય સ્વયં અનુભવગમ્ય આત્મસ્વરૂપ (अहं) હું છું (तदपि), તે પણ (अन्यस्य) બીજાને (ग्राह्यं न) ગ્રાહ્ય નથી; (तत्) તેથી (अन्यस्य) બીજાને (किं बोधये) હું શો બોધ કરું? ૧. છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ, અરે!

તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે......(૧૫૬) (શ્રી નિયમસારગુજ. ગા. ૧૫૬)
જે ઇચ્છું છું બોધવા, તે તો નહિ ‘હું’તત્ત્વ;
‘હું’ છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ? ૫૯.
૧૬

Page 95 of 170
PDF/HTML Page 124 of 199
single page version

टीकायद् विकल्पाधिरूढमात्मस्वरूपं देहादिकं वा बोधयितुं ज्ञापयितुमिच्छामि तन्नाहं तत्स्वरूपं नाहमात्मस्वरूपं परमार्थतो भवामि यदहं पुनः यत्पुनरहं चिदानन्दात्मकं स्वसंवेद्यमात्मस्वरूपं तदपि ग्राह्यं नान्यस्य स्वसंवेदनेन तदनुभूयते इत्यर्थः यत्किमन्यस्य बोधये तत्तस्मात्किं किमर्थं अन्यस्यात्मस्वरूपं बोधयेहम् ।।५९।।

ટીકા :જેનો, અર્થાત્ વિકલ્પાધિરૂઢ આત્મસ્વરૂપનો અથવા દેહાદિકનો હું બોધ કરાવવા ઇચ્છું છુંજેને સમજાવવા ઇચ્છું છું, તે (તો) હું નથી, અર્થાત્ તે (વિકલ્પાધિરૂઢ સ્વરૂપ) હું નથીપરમાર્થે આત્મસ્વરૂપ નથી. વળી જે હું અર્થાત્ વળી જે હું ચિદાનન્દમય સ્વસંવેદ્ય આત્મસ્વરૂપ છું; તે પણ બીજાને સ્વયંગ્રાહ્ય (સમજાય તેવું) નથી (કેમ કે) તે સ્વસંવેદનથી અનુભવાય છેએવો અર્થ છે. તો બીજાને હું શો બોધ કરું? અર્થાત્ તેથી બીજાને હું શા માટે આત્મસ્વરૂપનો બોધ કરું?

ભાવાર્થ :મૂઢાત્માને આત્મસ્વરૂપનો બોધ આપવો વ્યર્થ છે; કારણ આપતા જ્ઞાની કહે છે કેઃ

હું બીજાઓને શબ્દો દ્વારા આત્મસ્વરૂપ સમજાવવા ઇચ્છું, તો વિકલ્પરાગ ઉત્પન્ન થાય છે અને રાગ તે આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી; અર્થાત્ શબ્દો દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવી શકાય નહિ.

વળી જે આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ છે તે બીજાને શબ્દો દ્વારા સમજાય તેવું નથી. તે તો કેવળ સ્વસંવેદનથી જ અનુભવમાં આવે તેવું છે. તેથી બીજાને તેનો બોધ કરવો વ્યર્થ છે.

આત્મસ્વરૂપ સ્વસંવેદનગોચર છે. તે શબ્દો દ્વારા કે વિકલ્પ દ્વારા બીજાને સમજાવી શકાય તેવું નથી અને બીજાઓ શબ્દાદિ બાહ્ય સાધનથી તે કદી સમજી શકે પણ નહિ. જેમ મેં સ્વસંવેદનથી આત્માને અનુભવ્યો તેમ બીજાઓ પણ તે સ્વસંવેદનથી જ અનુભવી શકે. માટે બીજાઓને આત્મસ્વરૂપનો બોધ આપવાનો વિકલ્પ છોડી સ્વરૂપમાં સાવધાન રહેવું તે જ યોગ્ય છે. ૫૯. ૧. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,

કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
(શ્રીમદ્ રાજચંદ્રકૃત ‘અપૂર્વ અવસર’૨૦)

Page 96 of 170
PDF/HTML Page 125 of 199
single page version

बोधितेऽपि चान्तस्तत्त्वे बहिरात्मनो न तत्रानुरागः सम्भवति मोहोदयात्तस्य बहिरर्थ एवानुरागादिति दर्शयन्नाह

बहिस्तुष्यति मूढात्मा पिहितज्योतिरन्तरे
तुष्यत्यन्तः प्रबुद्धात्मा बहिर्व्यावृत्तकौतुकः ।।६०।।

टीकाबहिः शरीराद्यर्थे तुष्यति प्रीतिं करोति कोऽसौ ? मूढात्मा कथम्भूतः ? पिहितज्योतिर्मोहाभिभूतज्ञानः क्व ? अन्तरे अन्तस्तत्त्वविषये प्रबुद्धात्मा मोहानभिभूतज्ञानः अन्तस्तुष्यति स्वस्वरूपे प्रीतिं करोति किं विशिष्टः सन् ? बहिर्व्यावृत्तकौतुकः शरीरादौ निवृत्तानुरागः ।।६०।।

આત્મસ્વરૂપનો બોધ આપવા છતાં બહિરાત્માને તેમાં અનુરાગ સંભવતો નથી; મોહના ઉદયથી તેને બાહ્ય પદાર્થમાં જ અનુરાગ હોય છેએમ દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૬૦

અન્વયાર્થ :(अन्तरे पिहितज्योतिः) અંતરંગમાં જેની જ્ઞાનજ્યોતિ મોહથી આચ્છાદિત થઈ ગઈ તેવો (मूढात्मा) બહિરાત્મા (बहिः) બાહ્યમાં એટલે શરીરાદિ પર પદાર્થોમાં (तुष्यति) સંતુષ્ટ રહે છેઅનુરાગ કરે છે; પરંતુ (प्रबुद्धात्मा) જેને સ્વરૂપવિવેક જાગૃત થયો છે તેવો અન્તરાત્મા (बहिर्व्यावृत्तकौतुकः) બાહ્ય શરીરાદિ પદાર્થોમાં કૌતુક (અનુરાગ) રહિત થઈ (अन्तः) અંતરંગ આત્મસ્વરૂપમાં (तुष्यति) સંતોષ કરે છે.

ટીકા :બાહ્યમાં એટલે શરીરાદિ પદાર્થમાં તે સંતોષ કરે છેપ્રીતિ કરે છે. કોણ તે? મૂઢાત્મા (બહિરાત્મા). તે કેવો છે? જેની જ્યોતિ ઢંકાઈ ગઈ છે, અર્થાત્ મોહથી જેનું જ્ઞાન પરાભવ પામ્યું છે. ક્યાં? અંતરંગમાં એટલે અર્ન્તતત્ત્વના વિષયમાં. પ્રબુદ્ધાત્મા એટલે જેનું જ્ઞાન મોહથી અભિભૂત થયું નથી (પરાભવ પામ્યું નથી) તેવો (આત્મસ્વરૂપમાં જાગૃત) આત્મા, અંતરંગમાં સંતોષ કરે છેસ્વસ્વરૂપમાં પ્રીતિ કરે છે, કેવો થઈને? બાહ્યમાં કૌતુકરહિત થઈનેશરીરાદિમાં અનુરાગરહિત થઈને (આત્મસ્વરૂપમાં પ્રીતિ કરે છે).

ભાવાર્થ :જ્ઞાનીને પ્રશ્ન પૂછેલો કે, ‘તમે બહિરાત્માને આત્મસ્વરૂપનો બોધ કેમ કરતા નથી? તેના પ્રત્યુત્તરમાં એમ કહ્યું કેઃ

અંતર્જ્ઞાન ન જેહને, મૂઢ બાહ્યમાં તુષ્ટ;
કૌતુક જસ નહિ બાહ્યમાં, બુધ અંતઃસંતુષ્ટ. ૬૦.

Page 97 of 170
PDF/HTML Page 126 of 199
single page version

कुतोऽसौ शरीरादिविषये निवृत्तभूषणमण्डनादिकौतुक इत्याह

न जानन्ति शरीराणि सुखदुःखान्यबुद्ध्यः
निग्रहानुग्रहधियं तथाप्यत्रैव कुर्वते ।।६१।।

(૧) બહિરાત્માઓ વસ્તુસ્વરૂપથી તદ્દન અજ્ઞાત છે. તેઓ એટલા મૂઢ છે કે તેમને બોધ કરો કે ન કરો, તેમને માટે બધું સરખું છે. (જુઓઃ શ્લોક ૫૮)

(૨) આત્મસ્વરૂપ સ્વસંવેદનગમ્ય છે. તે શબ્દો દ્વારા બીજાને સમજાવી શકાય નહિ અને તે સમજે પણ નહિ, એટલે તેમને બોધ કરવો વ્યર્થ છે. (જુઓઃ શ્લોક ૫૯)

(૩) આ શ્લોક ૬૦માં કહ્યું છેઃ

અનાદિ મિથ્યાત્વને લીધે બહિરાત્માને સ્વપરનું ભેદવિજ્ઞાન નથી, તેને આત્મસ્વરૂપનું ભાન નથી; તેથી તે શરીરાદિ બાહ્ય પદાર્થોમાં જ આનંદ માને છે, તેમાં જ અનુરાગ કરે છે, પણ આત્મસ્વરૂપનો મહિમા લાવી તેમાં પ્રીતિ કરતો નથી. તેનું કારણ અવિદ્યાના ગાઢ સંસ્કારથી તેનું જ્ઞાન મૂર્ચ્છાઈ ગયું છે, આચ્છાદિત થઈ ગયું છે; તે છે.

અન્તરાત્માને વિવેકજ્યોતિ પ્રગટ થઈ છે, તેથી તેને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં પ્રીતિ નથી. તેમાં તેને ક્યાંય સુખ ભાસતું નથી. તે તરફ તે બહુ ઉદાસીન રહે છે. તે ત્યાંથી હઠી સ્વસન્મુખ થઈ આત્મસ્વરૂપમાં સ્થિત થવા માટે સદા પ્રયત્નશીલ છે. જ્યાં એને આવી જ્ઞાનદશા વર્તતી હોય, ત્યાં બીજાઓને બોધ દેવાનું તેને કેમ ગમે? ન જ ગમે. ૬૦.

કયા કારણે તે (અન્તરાત્મા) શરીરાદિ વિષયમાં ભૂષણમંડનાદિમાં અનુરાગરહિત (ઉદાસીન) હોય છે? તે કહે છેઃ

શ્લોક ૬૧

અન્વયાર્થ :અન્તરાત્મા વિચારે છે કે(शरीराणि) શરીરો (सुखदुःखानि न जानन्ति) સુખ તથા દુઃખને જાણતાં નથી. (तथापि) તેમ છતાં (अबुद्ध्यः) મૂઢ જીવો (अत्र एव) એમાં જ એટલે એ શરીરોમાં જ (निग्रहानुग्रहधियं) નિગ્રહ અને અનુગ્રહની બુદ્ધિ (कुर्वते) કરે છે.

તન સુખ-દુખ જાણે નહીં, તથાપિ એ તનમાંય,
નિગ્રહ ને અનુગ્રહ તણી બુદ્ધિ અબુધને થાય. ૬૧.

Page 98 of 170
PDF/HTML Page 127 of 199
single page version

टीकासुखदुःखानि न जानन्ति कानि ? शरीराणि जडत्वात् अबुद्ध्यो बहिरात्मनः तथापि यद्यपि न जानन्ति तथापि अत्रैव शरीरादावेव कुर्वते कां ? निग्रहानुग्रहधियं द्वेषवशादुपवासादिना शरीरादेः कदर्थनाभिप्रायो निग्रहबुद्धिं रागवशात्कटकटिसूत्रादिना भूषणाभिप्रायोऽनुग्रहबुद्धिम् ।।६१।।

ટીકા :સુખ દુઃખ જાણતાં નથી. કોણ (જાણતાં નથી)? શરીરો જડપણાને લીધે (જાણતાં નથી); બુદ્ધિ વિનાના બહિરાત્માઓ, તેમ છતાં અર્થાત્ (શરીરો) જાણતાં નથી તેમ છતાં, એમાં જ એટલે શરીરાદિમાં જ કરે છે. શું (કરે છે)? નિગ્રહઅનુગ્રહની બુદ્ધિ (કરે છે)અર્થાત્ દ્વેષને આધીન થઈ ઉપવાસાદિ દ્વારા શરીરાદિને કૃશ કરવાનો અભિપ્રાય તે નિગ્રહબુદ્ધિ અને રાગને આધીન થઈ કંકણ, કટિસૂત્રાદિ વડે (શરીરાદિને) ભૂષિત કરવાનો (શણગારવાનો) અભિપ્રાય તે અનુગ્રહબુદ્ધિ (કરે છે).

ભાવાર્થ :શરીરો અચેતનજડ છે. તેમને સુખદુઃખ નથી, તેમ જ તેમને જ્ઞાન નથી; તેમ છતાં બુદ્ધિ વિનાના બહિરાત્માઓ દ્વેષવશ ઉપવાસાદિ દ્વારા તેમને (શરીરોને) નિગ્રહ કરવાની અર્થાત્ કૃશ કરવાની બુદ્ધિ કરે છે અને રાગવશ તેમને કંકણ, કટિસૂત્ર (કંદોરો) આદિ વડે વિભૂષિત કરી અનુગ્રહ (કૃપા) કરવાની બુદ્ધિ કરે છે.

બહિરાત્માને દેહાધ્યાસ છે એટલે દેહમાં તેને આત્મબુદ્ધિ છે; તેથી તેને શરીરાદિ વિષે નિગ્રહઅનુગ્રહ બુદ્ધિ રહે છે, પરંતુ અન્તરાત્માને ભેદજ્ઞાન વર્તે છે. તે આત્માને શરીરાદિથી અત્યંત ભિન્ન માને છે. તેને તેની સાથે એકતાબુદ્ધિ નથી, તેથી તેને શરીરાદિ વિષે રાગદ્વેષ કે અનુગ્રહનિગ્રહબુદ્ધિનો શ્રદ્ધામાં અભાવ હોય છે. અસ્થિરતાને લીધે શરીરાદિ શણગારવાનો રાગ આવે, પણ અભિપ્રાયમાં તેનો સ્વીકાર નથી, તેને તે દોષ માને છે, એટલે તે શરીરાદિ પર પદાર્થો પ્રત્યે ઉદાસીન હોય છે.

વિશેષ

અજ્ઞાનીઓ માને છે કે શરીરાશ્રિત ઉપવાસ, વ્રત, નિયમાદિથી શરીરને કૃશ કરતાં ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે, વિષયોમાં તેમની પ્રવૃત્તિ અટકી જાય છે અને તેથી રાગદ્વેષાદિ થતાં નથી; પણ આ માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે શરીરાશ્રિત ઉપવાસ કરવા, પંચાગ્નિ તપ કરવું, મૌન રાખવું, તાટક કરવું, અનેક યોગઆસનો કરવાં વગેરે પૌદ્ગલિક જડ ૧. જુઓઃ ‘શરીરાશ્રિત ઉપવાસાદિ માટે ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ ગુ. આવૃત્તિ પૃ. ૨૩૫ અને ૨૪૫.

(‘‘.....જો દેહાશ્રિત વ્રતસંયમને પણ પોતાનાં માને (અર્થાત્ પોતાને તેનો કર્તા માને) તો તે મિથ્યાદ્રષ્ટિ
છે......’’) પૃ. ૩૪૪.

Page 99 of 170
PDF/HTML Page 128 of 199
single page version

यावच्च शरीरादावात्मबुद्ध्या प्रवृत्तिस्तावत्संसारः तदभावान्मुक्तिरिति दर्शयन्नाह

स्वबुद्ध्या यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम्
संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निर्वृत्तिः ।।६२।।

टीकास्वबुद्ध्या आत्मबुद्ध्या यावद् गृहणीयात् किं ? त्रयम् केषाम् ? कायवाक्चेतसां सम्बन्धमिति पाठः तत्र कायवाक्चेतसां त्रयं कर्तृ आत्मनि यावत्सम्बन्धं गृह्णीयत्स्वीकुर्यादित्यर्थः तावत्संसारः एतेषां कायवाक्चेतसां भेदाभ्यासे तु आत्मनः सकाशात् ક્રિયાઓ છે. તેનો સંબંધ શરીર સાથે છે, આત્મા સાથે નથી. શરીર જડ છે. તેને સુખ દુઃખ હોતું નથી. અજ્ઞાનીને શરીર સાથે એકતાબુદ્ધિ છે, તેથી તે શરીરની જે અવસ્થાઓ થાય છે તે પોતાની (આત્માની) થઈ માને છે, એ તેનો ભ્રમ છે.

વળી અજ્ઞાની મોહવશાત્ વસ્ત્રઆભૂષણાદિ દ્વારા શરીર ઉપર અનુગ્રહ (ઉપકાર) કરવાની બુદ્ધિ કરે છે, કારણ કે તેને દેહાધ્યાસ છેશરીરમાં તેને આત્મબુદ્ધિ છે, એટલે તેના પ્રત્યે રાગના કારણે તેવો અનુગ્રહ કરવા ઇચ્છે છે, પરંતુ આ પણ તેનો ભ્રમ છે.

માટે શરીર વિષે નિગ્રહઅનુગ્રહબુદ્ધિ કરવી તે અજ્ઞાનતા છે. ૬૧.

જ્યાં સુધી શરીરાદિમાં આત્મબુદ્ધિથી પ્રવૃત્તિ છે, ત્યાં સુધી સંસાર છે. તેના અભાવે મુક્તિ છે. તે દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૬૨

અન્વયાર્થ :(यावत्) જ્યાં સુધી (कायवाक्चेतसां त्रयं) શરીર, વચન અને મન એ ત્રણને જીવ (स्वबुद्ध्या) આત્મબુદ્ધિથી (गृह्णीयात्) ગ્રહણ કરે, (तावत्) ત્યાં સુધી (संसारः) સંસાર છે, (तु) પરંતુ (एतेषां) એ મનવચનકાયનો (भेदाभ्यासे) આત્માથી ભિન્નરૂપ અભ્યાસ થતાં (निर्वृत्तिः) મુક્તિ થાય છે.

ટીકા :સ્વબુદ્ધિથી એટલે આત્મબુદ્ધિથી જ્યાં સુધી ગ્રહણ કરે, શું (ગ્રહણ કરે)? ત્રયને (ત્રણને). કોના (ત્રયને)? કાય, વાણી અને મનના ત્રયનેઅર્થાત્ જ્યાં સુધી આત્મા વિષે કાયવાણીમનનો સંબંધ ગ્રહણ કરેસ્વીકાર કરે, એવો અર્થ છેત્યાં સુધી સંસાર છે,

જ્યાં લગી મન-વચ-કાયને આતમરૂપ મનાય,
ત્યાં લગી છે સંસાર ને ભેદ થકી શિવ થાય. ૬૨.

Page 100 of 170
PDF/HTML Page 129 of 199
single page version

कायवाक्चेतांसि भिन्नानीति भेदाभ्यासे भेदभावनायां तु पुनर्निर्वृत्तिः मुक्तिः ।।६२।। પણ એ કાયવાણીમનના ભેદનો અભ્યાસ થતાં અર્થાત્ આત્માથી કાયવાણીમન ભિન્ન છે. એવો ભેદનો અભ્યાસ થતાં એટલે ભેદભાવના થતાં નિર્વૃત્તિ એટલે મુક્તિ થાય છે.

ભાવાર્થ :જ્યાં સુધી જીવને મનવચનકાયમાં આત્મબુદ્ધિ રહે છે, તેને આત્માના અંગ સમજે છે એટલે કે તેની સાથે અભેદબુદ્ધિએકતાબુદ્ધિ કરે છે, ત્યાં સુધી તે સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે, પરંતુ જ્યારે તેને મનવચનકાયમાં આત્મબુદ્ધિનો ભ્રમ ટળી જાય છે, અર્થાત્ તે ત્રણે ‘આત્માથી ભિન્ન છે’ એવો નિશ્ચયપૂર્વક અનુભવનો અભ્યાસ થાય છે, ત્યારે તે સંસારના બંધનથી મુક્તિ પામે છે.

વિશેષ

જ્યાં શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ છે ત્યાં એકતાબુદ્ધિ છે. જ્યાં એકતાબુદ્ધિ હોય છે, ત્યાં કર્તાભોક્તાબુદ્ધિ અવશ્ય હોય છે અને જ્યાં કર્તાબુદ્ધિ છે, ત્યાં સંસારના કારણભૂત રાગાદિ ભાવ અનિવાર્યપણે હોય છે. એ રીતે શરીરાદિ પર પદાર્થોમાં આત્મ બુદ્ધિ તે જ સંસારનું કારણ છે અને આત્મા તથા શરીરાદિનો ભેદવિજ્ઞાનપૂર્વક દ્રઢ અભ્યાસ તે મુક્તિનું કારણ છે.

મનવચનકાયની પ્રવૃત્તિ એ સંસારનું કારણ નથી, કારણ કે તે જડની ક્રિયા છે, પરંતુ તેમાં આત્મબુદ્ધિએકતાબુદ્ધિ કરવી તે સંસારનું કારણ છે. પ્રસ્તુત શ્લોકમાં ‘स्वबुद्ध्या’ શબ્દથી આ વાત સૂચિત થાય છે.

‘‘કર્મબંધ કરનારું કારણ નથી, બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, નથી ચલન સ્વરૂપ કર્મ (અર્થાત્ કાયવચનમનની ક્રિયારૂપ યોગ), નથી અનેક પ્રકારનાં કારણો કે નથી ચેતનઅચેતનનો ઘાત. ‘ઉપયોગભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે છે તે જ એક (માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ) ખરેખર પુરુષોને બંધનું કારણ છે.’’

માટે શરીરાદિની ક્રિયામાં આત્મબુદ્ધિ અર્થાત્ તે ક્રિયાઓ હું કરું છું એવી માન્યતા તે સંસારનું કારણ છે અને તે ક્રિયાઓમાં આત્મબુદ્ધિ અર્થાત્ કર્તાબુદ્ધિનો અભાવ તે મોક્ષનું કારણ છે. ૬૨. ૧. જુઓશ્રી સમયસાર કલશ ૧૬૪ અને ગા. ૨૩૭ થી ૨૪૧.


Page 101 of 170
PDF/HTML Page 130 of 199
single page version

शरीरदावात्मनो भेदाभ्यासे च शरीरदृढतादौ नात्मनो दृढतादिकं मन्यते इति दर्शयन् धनेत्यादि श्लोकचतुष्टयमाह

घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा
घने स्वदेहेप्यात्मानं न घनं मन्यते बुधः ।।६३।।

‘‘શરીરાદિમાં આત્માનો ભેદાભ્યાસ થતાં, તે (અન્તરાત્મા) શરીરની દ્રઢતાદિ થતાં આત્માની દ્રઢતાદિક માનતો નથી,’’ એમ બતાવી ‘ઘન’ ઇત્યાદિ ચાર શ્લોક કહે છેઃ

શ્લોક ૬૩

અન્વયાર્થ :(यथा) જેવી રીતે (घने वस्त्रे) જાડું વસ્ત્ર પહેરવાથી (बुधः) બુદ્ધિમાન પુરુષ (आत्मानं) પોતાને એટલે પોતાના શરીરને (घनं) જાડોપુષ્ટ (न मन्यते) માનતો નથી, (तथा) તેવી રીતે (स्वदेहे अपि घने) પોતાનું શરીર જાડુંપુષ્ટ થવા છતાં, (बुधः) અન્તરાત્મા (आत्मानं) આત્માને (घनं न मन्यते) જાડોપુષ્ટ માનતો નથી.

ટીકા :ઘન એટલે ગાઢું (જાડું) વસ્ત્ર પહેરવાથી, જેમ બુધ (ડાહ્યો પુરુષ) પોતાને (શરીરને) જાડોપુષ્ટ માનતો નથી, તેમ પોતાનું શરીર જાડુંપુષ્ટ થવા છતાં બુધ (અન્તરાત્મા) આત્માને જાડોપુષ્ટ માનતો નથી.

ભાવાર્થ :જેમ જાડું વસ્ત્ર પહેરવાથી, ડાહ્યો માણસ, પોતાને જાડો થયેલો માનતો નથી, તેમ શરીર જાડું થતાં, આત્મા જાડો થયો, એમ અન્તરાત્મા કદી માનતો નથી.

જેમ શરીર અને વસ્ત્ર ભિન્ન ભિન્ન છે, તેમ શરીર અને આત્મા પણ એકબીજાથી ભિન્ન છે. આમ છતાં દેહમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે; આ ભ્રાન્તિથી તે સારા ખોરાકાદિથી શરીરને પુષ્ટ કરવાની બુદ્ધિ કરે છે; પરંતુ જ્ઞાની તે બાબતમાં ઉદાસીન રહે છે, કારણ કે તે શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ કદી માનતો નથી. તેને શરીર અને આત્માબંનેનું ભેદજ્ઞાન વર્તે છે; તેથી તે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રથી જ પોતાના આત્માની પુષ્ટિ માને છે. ૬૩.

સ્થૂલ વસ્ત્રથી જે રીતે સ્થૂલ ગણે ન શરીર,
પુષ્ટ દેહથી જ્ઞાનીજન પુષ્ટ ન માને જીવ. ૬૩.

Page 102 of 170
PDF/HTML Page 131 of 199
single page version

टीकाघने निविडावयवे वस्त्रे प्रावृते सति आत्मानं घन दृढावयवं यथा बुधो न मन्यते तथा स्वदेहेऽपि घने दृढे आत्मानं घनं दृढं बुधो न मन्यते ।।६३।।

जीर्णे वस्त्रे यथाऽऽत्मानं न जीर्णं मन्यते तथा
जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीर्णं मन्यते बुधः ।।६४।।

टीकाजीर्णे पुराणे वस्त्रे प्रावृते यथाऽऽत्मानं बुधो जीर्णे न मन्यते तथा जीर्णें वृद्धे स्वदेहेऽपि स्थितमात्मानं न जीर्णं वृद्धमात्मानं मन्यते बुधः ।।६४।।

શ્લોક ૬૪

અન્વયાર્થ :(यथा) જેવી રીતે (वस्त्रे जीर्णे) પહેરેલું વસ્ત્ર જીર્ણ થતાં (बुधः) બુદ્ધિમાન પુરુષ (आत्मानं) પોતાને એટલે પોતાના શરીરને (जीर्ण न मन्यते) જીર્ણ માનતો નથી, (तथा) તેવી રીતે (स्वदेहे अपि जीर्णे) પોતાનું શરીર જીર્ણ થતાં પણ (बुधः) અન્તરાત્મા (आत्मानं) (जीर्ण न मन्यते) જીર્ણ માનતો નથી.

ટીકા :જીર્ણ અર્થાત્ પુરાણું વસ્ત્ર પહેરવા છતાં, જેમ બુધ (ડાહ્યો માણસ) પોતાને (પોતાના શરીરને) જીર્ણ માનતો નથી, તેમ પોતાનો દેહ જીર્ણવૃદ્ધ થવા છતાં, તે અન્તરાત્મા (શરીરમાં) રહેલા આત્માને જીર્ણવૃદ્ધ માનતો નથી.

ભાવાર્થ :જેમ પહેરેલું વસ્ત્ર જીર્ણ થવા છતાં, ડાહ્યો માણસ પોતાના શરીરને જીર્ણ થયેલું માનતો નથી, તેમ અન્તરાત્મા શરીર જીર્ણ થતાં, પોતાના આત્માને જીર્ણ માનતો નથી.

જેમ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, એકના પરિણમનથી બીજાનું પરિણમન થતું નથી, તેમ શરીર અને આત્મા એકબીજાથી ભિન્ન હોઈ શરીરના જીર્ણરૂપ પરિણમનથી આત્માનું જીર્ણરૂપ પરિણમન થતું નથી.

વિશેષ

શરીર જીર્ણ હોય; રોગગ્રસ્ત હોય, છતાં જીવ આત્મહિત કરી શકે છે એમ જ્ઞાની

जिण्णिं वत्थिं जेम बुहु देहु ण मण्णइ जिण्णु
देहिं जिण्णिं णाणि तहँ अप्पु ण मण्णइ जिण्णु ।।(२-१७९)
परमात्मप्रकाश, योगीन्दुदेवः
જીર્ણ વસ્ત્રથી જે રીતે જીર્ણ ગણે ન શરીર,
જીર્ણ દેહથી જ્ઞાનીજન જીર્ણ ન માને જીવ. ૬૪.
૧૭

Page 103 of 170
PDF/HTML Page 132 of 199
single page version

नष्टे वस्त्रे यथाऽऽत्मानं न नष्टं मन्यते तथा
नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ।।६५।।

टीकाप्रावृत्ते वस्त्रे नष्टे सति आत्मानं यथा नष्टं बुधो न मन्यते तथा स्वदेहेऽपि विनष्टे कुतश्चित्कारणाद्विनाशं गते आत्मानं न नष्टं मन्यते बुधः ।।६५।। જાણે છે અને માને છે; તેથી શરીરની પ્રતિકૂળતામાં પણ તેની આત્મપ્રવૃત્તિ ચાલુ જ હોય છે.

અજ્ઞાનીને શરીર સાથે એકતાબુદ્ધિ હોવાથી શરીરની પ્રતિકૂળતામાં તે આત્મહિત માટે પોતાને અસમર્થ સમજે છે. તે તો એમ જ માને છે કે શરીર સ્વસ્થ હોયનીરોગી હોય તો જ ધર્મ થાય, જીર્ણ કે રોગગ્રસ્ત શરીરે ધર્મ ન થાય. એ એનો ભ્રમ છે. ૬૪.

શ્લોક ૬૫

અન્વયાર્થ :(यथा) જેવી રીતે (वस्त्रे नष्टे) વસ્ત્રનો નાશ થતાં (बुधः) બુદ્ધિમાન પુરુષ (आत्मानं) પોતાને એટલે પોતાના શરીરને (नष्टं न मन्यते) નાશ થયેલું માનતો નથી, (तथा) તેવી રીતે (बुधः) અન્તરાત્મા (स्वदेहे अपि नष्टे) પોતાના દેહનો નાશ થવા છતાં (आत्मानं) (नष्टं न मन्यते) નાશ થયેલો માનતો નથી.

ટીકા :જેમ પહેરેલું વસ્ત્ર નાશ પામવા છતાં, ડાહ્યો પુરુષ પોતાનો (પોતાના શરીરનો) નાશ માનતો નથી, તેમ પોતાનો દેહ નાશ પામતાં અર્થાત્ કોઈ કારણે તેનો વિનાશ થતાં, અન્તરાત્મા આત્માને નાશ થયેલો માનતો નથી.

ભાવાર્થ :જેમ પહેરેલું વસ્ત્ર નાશ પામતાં, ડાહ્યો માણસ પોતાના શરીરને નાશ થયેલું માનતો નથી, તેમ શરીર નાશ પામતાં અંતરાત્મા પોતાના આત્માને નાશ પામેલો માનતો નથી.

જેમ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, તેમ શરીર અને આત્મા પણ એકબીજાથી ભિન્ન છે.

वत्थु पणट्ठइ जेम बुहु देहु ण मण्णइ णट्ठु
णट्ठु देहे णाणि तहँ अप्पु ण मण्णइ णट्ठु ।।२-१८०।।परमात्मप्रकाशे. योगीन्दुदेवः
વસ્ત્રનાશથી જે રીતે નષ્ટ ગણે ન શરીર,
દેહનાશથી જ્ઞાનીજન નષ્ટ ન માને જીવ. ૬૫.

Page 104 of 170
PDF/HTML Page 133 of 199
single page version

रक्ते वस्त्रे यथाऽऽत्मानं न रक्तं मन्यते तथा
रक्ते स्वदेहेप्यात्मानं न रक्तं मन्यते बुधः ।।६६।।

શરીર અને આત્માનો સંયોગ સંબંધ છે, છતાં અજ્ઞાનીને તે બંનેની એકતાબુદ્ધિ હોવાથી તે શરીરના વિયોગથી (નાશથી) પોતાના આત્માનો નાશ માને છે અને તેના સંયોગથી પોતાના આત્માની ઉત્પત્તિ માને છે. કહ્યું છે કેઃ

‘તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ જાન.’

મિથ્યાદ્રષ્ટિ શરીરની ઉત્પત્તિને આત્માનો જન્મ માને છે અને શરીરના નાશને આત્માનો નાશ માને છે.

વિશેષ

શરીરમાં આત્મબુદ્ધિ હોવાથી તેને આવી ઊંધી માન્યતા હોય છે. પરના શરીર સંબંધી પણ તેને આવો જ ભ્રમ હોય છે. સ્ત્રી કે પુત્રના શરીરનો નાશ થતાં, તેના આત્માનો નાશ માની તે દુઃખી થાય છે.

‘‘......જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે, કેટલોક કાળ તે રહે, તે પછી તેને છોડી કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે, તેમ જીવ પણ નવીન શરીર ધારણ કરે, તે કેટલોક કાળ ધારણ કરી રહે પછી તેને પણ છોડી અન્ય નવીન શરીર ધારણ કરે છે. માટે શરીર સંબંધની અપેક્ષાએ, જન્માદિક છે. જીવ પોતે જન્માદિક રહિત નિત્ય છે, તો પણ મોહી જીવને ભૂત ભવિષ્યનો વિચાર ન હોવાથી પર્યાયમાત્ર જ પોતાનું અસ્તિત્વ માની પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે છે.....’’

જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે, તેથી શરીરના નાશ વખતે વ્યાકુલ થતો નથી. કદાચિત્ અસ્થિરતાને લીધે અલ્પ વ્યાકુલતા થાય, પણ શ્રદ્ધા અને જ્ઞાનમાં તે એવો દ્રઢ છે કે શરીરના નાશથી આત્માનો નાશ કદી માનતો નથી અને આકુલતાનો સ્વામી થતો નથી. ૬૫.

रत्तें वत्थें जेम बुहु देहु ण मण्णइरत्तु
देहिं रत्तिं णाणि तहँ अप्पुण मण्णइ रत्तु ।। (२-१७८)परमात्मप्रकाश योगीन्दुदेवः

૧. જુઓશ્રી દૌલતરામજી કૃત ‘છહઢાલા’//૫. ૨.મોક્ષમાર્ગ પ્રકાશકગુ. આવૃત્તિ પૃ. ૪૭.

રક્ત વસ્ત્રથી જે રીતે રક્ત ગણે ન શરીર,
રક્ત દેહથી જ્ઞાનીજન રક્ત ન માને જીવ. ૬૬.

Page 105 of 170
PDF/HTML Page 134 of 199
single page version

टीकारक्ते वस्त्रे प्रावृते सति आत्मानं यथा बुधो न रक्तं मन्यते तथा स्वदेहेऽपि कुंकुमादिना रक्ते आत्मानं रक्तं न मन्यते बुधः ।।६६।।

एवं शरीरादिभिन्नमात्मानं भावयतोऽन्तरात्मनः शरीरादेः काष्ठादिना तुल्यताप्रतिभासे मुक्तियोग्यता भवतीति दर्शयन्नाह

શ્લોક ૬૬

અન્વયાર્થ :(यथा) જેવી રીતે (वस्त्रे रक्ते) પહેરેલું વસ્ત્ર લાલ હોવા છતાં (बुधः) ડાહ્યો માણસ (आत्मानं) પોતાનેપોતાના શરીરને (रक्तं न मन्यते) લાલ માનતો નથી, (तथा) તેવી રીતે (स्वदेहे अपि रक्ते) પોતાનું શરીર લાલ હોવા છતાં (बुधः) અન્તરાત્મા (आत्मानं) આત્માને (रक्तं न मन्यते) લાલ માનતો નથી.

ટીકા :જેમ લાલ વસ્ત્ર પહેરવા છતાં, ડાહ્યો પુરુષ પોતાને (પોતાના શરીરને) લાલ માનતો નથી, તેમ પોતાનો દેહ કુંકુમાદિથી લાલ થવા છતાં અન્તરાત્મા આત્માને લાલ માનતો નથી.

ભાવાર્થ :જેમ પહેરેલા લાલ વસ્ત્રથી શરીર લાલ થતું નથી, તેમ પોતાનું શરીર કુંકુમાદિથી લાલ થતાં, આત્મા કાંઈ લાલ વર્ણનો થતો નથી.

જેમ લાલ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, તેમ લાલ વર્ણવાળું શરીર અને આત્મા પણ ભિન્ન ભિન્ન છે.

આત્મા રસ, વર્ણ, ગંધ અને સ્પર્શ રહિત છે, છતાં શરીર સાથે એકતાબુદ્ધિ હોવાને લીધે, અજ્ઞાની શરીરનો જેવો વર્ણ હોય તેવા વર્ણનો આત્માને (પોતાને) પણ માની રાગ દ્વેષ કરે છે.

જ્ઞાનીને આત્મસ્વરૂપનું ભાન છે, તેથી તેને શરીરના કોઈ પણ વર્ણથી રાગદ્વેષ થતો નથીઅર્થાત્ પોતાનું કે પરનું સુંદર વર્ણવાળું શરીર જોઈને તે ખુશ થતો નથી કે અણગમતા વર્ણવાળું શરીર જોઈને નાખુશ થતો નથી, તે જાણે છે કે રૂપ, રસ, ગંધાદિ પુદ્ગલના ધર્મ છે, આત્માના ધર્મ નથી. આત્મા તો નિરંજન, નિરાકાર, અરૂપી, અતીન્દ્રિય અને સ્વસંવેદન ગમ્ય છે. ૬૬.

એ રીતે શરીરાદિથી ભિન્ન આત્માની ભાવના કરનાર અંતરાત્માને, શરીરાદિ કાષ્ઠાદિ સમાન પ્રતિભાસતાં, મુક્તિની યોગ્યતા થાય છેએમ બતાવીને કહે છેઃ ૧. નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં,

નહિ રૂપ કે ન શરીર, ન સંસ્થાન સંહનને નહીં. (૫૦)
શ્રી સમયસારગુ. આવૃત્તિગા. ૫૦

Page 106 of 170
PDF/HTML Page 135 of 199
single page version

यस्य सस्पन्दमाभाति निःस्पन्देन समं जगत्
अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः ।।६७।।

टीकायस्मात्मनः सस्पन्दं परिस्पन्दसमन्वितं शरीरादिरूपं जगत् आभाति प्रतिभासते कथम्भूतं ? निःस्पन्देन समं निःसपन्देन काष्ठपाषाणादिना समं तुल्यं कुत स्तेन तत्समं ? अग्रज्ञं जडमचेतनं यतः तथा अक्रियाभोगं क्रियापदार्थपरिस्थितिः भोगः सुखाद्यनुभवः तौ न विद्येते यत्र यस्यैवं तत्प्रतिभासते स किं करोति ? स शमं याति शमं परमवीतरागतां संसारभोगदेहोपरि वा वैराग्यं गच्छति कथम्भूतं शमं ? अक्रियाभोगमित्येतदत्रापि सम्बंधनीयम् क्रिया वाक्कायमनोव्यापारः भोग इन्द्रियप्रणालिकया विषयानुभवनं विषयोत्सवः तौ न विद्येते यत्र

શ્લોક ૬૭

અન્વયાર્થ :(यस्य) જેને એટલે જે જ્ઞાની પુરુષને (सस्पन्दं जगत्) ક્રિયાઓ ચેષ્ટાઓ કરતું (શરીરાદિરૂપ) જગત (निःस्पन्देन समं) નિઃશ્ચેષ્ટ કાષ્ઠપાષાણાદિ સમાન (अप्रज्ञं) ચેતનારહિત જડ અને (अक्रियाभोगं) ક્રિયા અને સુખાદિ અનુભવરૂપ ભોગથી રહિત (आभाति) માલૂમ પડે છે, (सः) તે (अक्रियाभोगं शमं याति) મનવચનકાયાની ક્રિયાની તથા ઇન્દ્રિયવિષયભોગથી રહિત એવા પરમ વીતરાગતારૂપ શાન્તિસુખને પામે છે; (इतरः न) બીજો કોઈ અર્થાત્ તેનાથી વિલક્ષણ બહિરાત્મા જીવ ઉપરોક્ત શાન્તિસુખને પામતો નથી.

ટીકા :જે આત્માને (જ્ઞાની આત્માને) સસ્પંદ એટલે પરિસ્પન્દયુક્ત (અનેક ક્રિયાઓ કરતું) શરીરાદિરૂપ જગત્ લાગે છેપ્રતિભાસે છે, કેવું (જગત)? નિઃસ્પન્દ (નિશ્ચેષ્ટ) સમાન, અર્થાત્ કાષ્ઠપાષાણાદિ સમાન એટલે તુલ્ય નિઃસ્પન્દ (નિશ્ચેષ્ટ). શાથી તે સમાન (ભાસે છે)? કારણ કે તે ચેતનારહિત જડઅચેતન છે તથા અક્રિયાભોગ અર્થાત્ ક્રિયા એટલે પદાર્થોની પરિણતિ અને ભોગ એટલે સુખાદિ અનુભવએ બંનેનો જેમાં અભાવ છે, એવું તે (જગત્) જેને પ્રતિભાસે છે તે શું કરે છે? તે શાંતિ પામે છે, અર્થાત્ શમ એટલે પરમ વીતરાગતા અથવા સંસાર, ભોગ અને દેહ ઉપર વૈરાગ્યતેને પામે છે. કેવી શાન્તિ? અહીં પણ તેની (શમની) સાથે અક્રિયાભોગનો સંબંધ લેવો. ક્રિયા એટલે વાણી, કાય અને મનનો વ્યાપાર અને ભોગ એટલે ઇન્દ્રિયોની પ્રણાલિકાથી (ઇન્દ્રિયોદ્વારા) વિષયોનું અનુભવન એટલે વિષયોત્સવતે બંને જેમાં વિદ્યમાન ન હોય એવી શાન્તિને પામે છે. બીજો કોઈ નહિ, અર્થાત્

સક્રિય જગ જેને દીસે જડ અક્રિય અણભોગ,
તે જ લહે છે પ્રશમને, અન્યે નહિ તદ્યોગ. ૬૭.

Page 107 of 170
PDF/HTML Page 136 of 199
single page version

तमित्थंभूतं शमं स याति नेतरः तद्विलक्षणो बहिरात्मा ।।६७।।

सोप्येवं शरीरादिभिन्नमात्मानं किमिति न प्रतिपद्यत इत्याह

शरीरकंचुकेनात्मा संवृतज्ञानविग्रहः
नात्मानं बुध्यते तस्माद्भ्रमत्यतिचिरं भवे ।।६८।।

टीकाशरीरमेव कंचुकं तेन संवृतः सम्यक् प्रच्छादितो ज्ञानमेव विग्रहः स्वरूपं यस्य તેનાથી વિપરીત લક્ષણવાળો બહિરાત્મા (તેવી શાન્તિ પામી શકતો નથી.)

ભાવાર્થ :જેને શરીરાદિરૂપ જગત્ કાષ્ટપાષાણાદિ તુલ્ય અચેતનજડ અને નિશ્ચેષ્ટ ભાસે છે, અર્થાત્ પરિણમનરૂપ ક્રિયાથી અને સુખાદિ અનુભવરૂપ ભોગથી રહિત પ્રતિભાસે છે, તે એવી પરમ વીતરાગતારૂપ શાન્તિને પામે છે, કે જેમાં મનવચનકાયની પ્રવૃત્તિનો તથા ઇન્દ્રિયોના વિષયભોગનો અભાવ હોય છે. અજ્ઞાની બહિરાત્મા આવી શાન્તિ પામતો નથી.

જે સમયે અન્તરાત્મા આત્મસ્વરૂપની ભાવના કરતાં કરતાં સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, તે સમયે તેને આ જડક્રિયાત્મકપ્રવૃત્તિમય જગત્ તરફનું લક્ષ છૂટી જાય છે અને તે પરમ વીતરાગતાને પ્રાપ્ત થઈ નિર્વિકલ્પ નિરાકુલ આનંદ અનુભવે છે. ૬૭.

તે (બહિરાત્મા) પણ એવી રીતે શરીરાદિથી ભિન્ન આત્માને કેમ પ્રાપ્ત કરતો (જાણતો) નથી? તે કહે છેઃ

શ્લોક ૬૮

અન્વયાર્થ :(शरीरकंचुकेन) શરીરરૂપી કાંચળીથી (संवृतज्ञानविग्रहः आत्मा) જેનું જ્ઞાનરૂપી શરીર ઢંકાયેલું છે તે બહિરાત્મા (आत्मानं) આત્માના યથાર્થ સ્વરૂપને (न बुध्यते) જાણતો નથી; (तस्मात्) તેથી (अतिचिरं) બહુ લાંબા કાળ સુધી (भवे) સંસારમાં તે (भ्रमति) ભમે છે.

ટીકા :શરીર તે જ કંચુક (કાંચળી)તેનાથી ઢંકાયેલું એટલે સારી રીતે આચ્છાદિત થયેલું જ્ઞાનરૂપી શરીર અર્થાત્ સ્વરૂપ જેનું, [અહીં શરીર સામાન્યનું ગ્રહણ કરવા છતાં કાર્મણ

તનકંચુકથી જેહનું સંવૃત જ્ઞાનશરીર,
તે જાણે નહિ આત્મને, ભવમાં ભમે સુચિર. ૬૮.

Page 108 of 170
PDF/HTML Page 137 of 199
single page version

शरीरसामान्योपादानेऽप्यत्र कार्मणशरीरमेव गृह्यते तस्यैव मुख्यवृत्त्या तदावरकत्वोपपत्तेः इत्थंभूतो बहिरात्मा नात्मानं बुध्यते तस्मादात्मस्वरूपानवबोधाम् अतिचिरं बहुतरकालं भवे संसारे भ्रमति ।।६८।।


શરીરનું જ ગ્રહણ સમજવું, કારણ કે તેની જ મુખ્ય વૃત્તિએ તેના આવશ્યકપણાની ઉપપત્તિ છે અર્થાત્ તે આવરણરૂપ છે.] એવો બહિરાત્મા આત્માને જાણતો નથી; તેથી આત્મસ્વરૂપ નહિ જાણવાના કારણે તે અતિ ચિરકાળબહુ બહુ કાળ સુધી ભવમાં એટલે સંસારમાં ભમે છે.

ભાવાર્થ :વાસ્તવમાં આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જ તેનું શરીર છે, પરંતુ અનાદિ કાળથી સંસારી આત્માને કાર્મણ શરીર સાથે એકપણાના અધ્યાસથી તેનું સ્વરૂપ વિકૃત થઈ ગયું છે. તેવા બહિરાત્માને આત્માના યથાર્થસ્વરૂપનું જ્ઞાન નથી, તેથી તે સંસારમાં ચિરકાળ સુધી ભમ્યા કરે છે.

અહીં કાંચળીનું દ્રષ્ટાંત સ્થૂલતાની અપેક્ષાએ છે, કારણ કે જેવી રીતે કાંચળી સર્પના ઉપરના ભાગમાં રહે છે, તેવી રીતે કાર્મણ શરીરનો સંબંધ આત્મા સાથે નથી, પરંતુ પાણીમાં નિમક જેમ મળી જાય છે, તેમ બંનેનો એકક્ષેત્રાવગાહરૂપ સંબંધ છે.

વિશેષ

આત્મા અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે, પણ તે પ્રવાહરૂપે છે. જ્યારે અજ્ઞાનવશ જીવ કર્મના ઉદયમાં જોડાય છે તે જ સમયે ઉદયમાં આવેલાં કર્મ ખરે છે અને નવાં કર્મ સ્વયં બંધાય છે. એમ કર્મસંતતિ પ્રવાહરૂપે ચાલુ રહે છે. જો જીવ કર્મના ઉદયમાં ન જોડાય તો નવાં કર્મ બંધાતાં નથી અને જૂનાં કર્મ ખરી જાય છે.

જ્યાં સુધી જીવ પોતાની વિપરીત માન્યતા ટાળતો નથી, ત્યાં સુધી દર્શનમોહનીય કર્મનો પ્રવાહ ચાલુ રહે છે અને જીવ તેના ઉદયમાં જોડાતો રહે છે, અને તેથી સંસારમાં રખડ્યા જ કરે છે.

‘‘દ્રવ્ય પ્રત્યયોનો ઉદય થતાં, શુદ્ધાત્મસ્વરૂપની ભાવનાનો ત્યાગ કરીને (જીવ) જ્યારે રાગાદિભાવે પરિણમે છે ત્યારે બંધ થાય છે, ઉદયમાત્રથી નહિ જ. જો ઉદયમાત્રથી બંધ થાય તો સર્વદા સંસાર જ રહે. કેવી રીતે? સંસારીઓને સર્વદા જ કર્મોદયનું વિદ્યમાનપણું હોય છે માટે. તો શું કર્મોદય બંધનું કારણ નથી થતું? ના, નિર્વિકલ્પ સમાધિથી ભ્રષ્ટ ૧. સર્પની કાંચળી તેના શરીરથી જુદી થવા યોગ્ય ન હોય ત્યાં સુધી તે સર્પના શરીર સાથે સંલગ્ન (ચોંટેલી)

રહે છે, તેમ અજ્ઞાની જ્યાં સુધી કાર્મણ શરીર સાથે એકતા કરે છે ત્યાં સુધી કર્મો સાથે બંધ ચાલુ
રહે છે; જેમ સર્પની કાંચળી તેના શરીર સાથે ચાલુ રહે છે તેમ.

Page 109 of 170
PDF/HTML Page 138 of 199
single page version

यद्यात्मनः स्वरूपमात्मत्वेन बहिरात्मानो न बुद्ध्यन्ते तदा किमात्मत्वेन ते बुद्धयन्ते इत्याह

प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ
स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्ध्यः ।।६९।।

टीकातं देहामात्मानं प्रपद्यन्ते के ते ? अबुद्धयो बहिरात्मानः कया कृत्वा ? स्थितिभ्रान्त्या क्व ? देहे ? कथम्भूते देहे ? व्यूहे समूहे केषां ? अणूनां परमाणूनां किं विशिष्टानां ? प्रविशद्गलतां अनुप्रविशतां निर्गच्छतां च पुनरपि कथम्भूते ? समाकृतौ समानाकारे सदृशपरापरोत्पादेन आत्मना सहैकक्षेत्रे समानावगाहेन वा इत्थम्भूते देहे या स्थितिभ्रान्तिः स्थित्या થએલાઓને મોહસહિત કર્મોદય વ્યવહારથી નિમિત્ત થાય છે, પણ નિશ્ચયથી તો પોતાનો રાગાદિ અજ્ઞાન ભાવ જ અશુદ્ધ ઉપાદાન કારણ છે.’’ ૬૮.

જો બહિરાત્માઓ આત્મસ્વરૂપને આત્મપણે ન જાણતા હોય, તો તેઓ કોને આત્મપણે જાણે છે? તે કહે છેઃ

શ્લોક ૬૯

અન્વયાર્થ :(अबुद्धयः) અજ્ઞાની બહિરાત્મા જીવો, (प्रविशद् गलतां अणूनां व्यूहे देहे) પ્રવેશ કરતા અને બહાર નીકળતાએવા પરમાણુઓના સમૂહરૂપ દેહમાં, (समाकृतौ) આત્મા અને શરીરની આકૃતિના સમાનરૂપમાં (स्थितिभ्रान्त्या) આત્મા સ્થિત હોવાથીઅર્થાત્ શરીર અને આત્મા એક ક્ષેત્રમાં સ્થિત હોવાથીબંનેને એકરૂપ સમજવાની ભ્રાન્તિથી (तम्) તેને એટલે શરીરને (आत्मानं) આત્મા (प्रतिपद्यते) સમજી લે છે.

ટીકા :તેઓ દેહને આત્મા સમજે છે. કોણ તેઓ? બુદ્ધિ વિનાના બહિરાત્માઓ. શાથી (એમ સમજે છે)? સ્થિતિની ભ્રાન્તિથી. શામાં? દેહમાં. કેવા દેહમાં? વ્યૂહરૂપ એટલે સમૂહરૂપ (દેહમાં). કોના (સમૂહરૂપ)? અણુઓનાપરમાણુઓના (સમૂહરૂપ). કેવા પ્રકારના (પરમાણુઓના)? પ્રવેશતાગલતા અર્થાત્ પ્રવેશ કરતા અને નીકળતા (પરમાણુઓના). વળી કેવા (દેહમાં)? સમાકૃતએકબીજાના સદ્રશ ઉત્પાદથી સમાન આકારવાળા (દેહમાં)અર્થાત્ ૧. જુઓશ્રી સમયસાર ગા. ૧૬૪૧૬૫ની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા.

અસ્થિર અણુનો વ્યૂહ છે સમ-આકાર શરીર,
સ્થિતિભ્રમથી મૂરખ જનો તે જ ગણે છે જીવ. ૬૯.

Page 110 of 170
PDF/HTML Page 139 of 199
single page version

कालान्तरावस्थायित्वेन एकक्षेत्रावस्थानेन वा भ्रान्तिर्देहात्मनोरभेदाध्यवसायस्तया ।।६९।।

ततो यथावदात्मस्वरूपप्रतिपत्तिमिच्छन्नात्मानं देहाद्भिन्नं भावयेदित्याह આત્માની સાથે સમાન અવગાહથી એક ક્ષેત્રવાળા (દેહમાં). આવા દેહમાં જે સ્થિતિ ભ્રાન્તિસ્થિતિથી એટલે કાલાન્તરઅવસ્થાયિપણાને લીધે યા એક ક્ષેત્રમાં રહેવાના કારણેજે ભ્રાન્તિ અર્થાત્ દેહ અને આત્માના અભેદરૂપ અધ્યવસાયતેના કારણે (દેહને આત્મા માને છે).

ભાવાર્થ :નિરંતર પ્રવેશ કરતા અને બહાર નીકળતા પુદ્ગલપરમાણુઓના સમૂહરૂપ દેહમાં સમાન આકૃતિએએક ક્ષેત્રે આત્મા સ્થિત હોવાથી, દેહ અને આત્માની એકપણાની ભ્રાન્તિને લીધે બહિરાત્મા શરીરને જ આત્મા માને છે.

આ શરીર પુદ્ગલ પરમાણુઓનું બનેલું છે, આ પરમાણુઓ તેના તે કાયમ રહેતા નથી. સમયે સમયે અગણિત પરમાણુઓ શરીરની બહાર નીકળે છે અને નવા નવા પરમાણુઓ શરીરની અંદર દાખલ થાય છે. પરમાણુઓના નીકળી જવાથી તથા બીજાનો પ્રવેશ થવાથી શરીરની બાહ્ય આકૃતિમાં સ્થૂલ દ્રષ્ટિએ કાંઈ ફેર લાગતો નથી. વળી આત્મા અને શરીરને એકક્ષેત્રાવગાહ સંયોગ સંબંધ છે, તેથી બંનેની સમાન આકૃતિ હોવાથી અજ્ઞાની જીવને ભ્રમ થાય છે કે ‘આ શરીર જ હું છું.’ તેને અભ્યંતર રહેલા આત્મતત્ત્વનું જ્ઞાન જ નથી.

શરીર અને આત્માને દૂધપાણીની જેમ એકક્ષેત્રાવગાહ સ્થિતિ છે. શરીર ઇન્દ્રિયગમ્ય છે અને આત્મા અતીન્દ્રિયગમ્ય છે. અજ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન હોવાથી તે શરીરને જ દેખે છે, આત્માને દેખતો નથી; તેથી તે શરીરને જ આત્મા માની એકતાબુદ્ધિ કરે છે અને શરીર સંબંધી રાગદ્વેષ કરે છે.

વિશેષ

‘‘જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીરાદિ નોકર્મમાં ‘આ હું છું’ અને હુંમાં (આત્મામાં) ‘આ કર્મનોકર્મ છે’એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ (અજ્ઞાની) છે.’’

શ્લોકમાં કર્મના કારણે જીવ ભ્રમમાં પડે છે એમ કહ્યું નથી, પણ પોતાના અપરાધથી જ તે તેવા ભ્રમમાં પડે છે. ૬૯.

તેથી યથાર્થરૂપે આત્મસ્વરૂપને સમજવાની ઇચ્છા કરનારે આત્માને દેહથી ભિન્ન ભાવવો. તે કહે છેઃ ૧. નોકર્મકર્મે ‘હું’, હુંમાં વળી ‘કર્મ’ ને નોકર્મ છે,’

એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. (૧૯)
(શ્રી સમયસારગુ. આવૃત્તિગા. ૧૯.)
૧૮

Page 111 of 170
PDF/HTML Page 140 of 199
single page version

गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गे नाविशेषयन्
आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।।७०।।

टीकागौरौऽहं स्थूलोऽहं कृशोवाऽहमित्यनेन प्रकारेणाङ्गेन विशेषणेन अविशेषयन् विशिष्टं अकुर्वन्नात्मानं धारयेत् चित्तेऽविचलं भावयेत् नित्यं सर्वदा कथम्भूतं ? केवलज्ञप्तिविग्रहं केवलज्ञानस्वरूपं अथवा केवला रूपादिरहिता ज्ञप्तिरेवोपयोग एव विग्रहः स्वरूपं यस्य ।।७०।।

यश्चैवं विधमात्मानमेकाग्रमनसा भावयेत्तस्यैव मुक्तिर्नान्यस्येत्याह

શ્લોક ૭૦

અન્વયાર્થ :(अहं) હું (गौरः) ગોરો છું, (स्थूलः) જાડો છું, (वा कृशः) અથવા પાતળો (इति) એવી રીતે (अंगेन) શરીર સાથે (आत्मानं) આત્માને (अविशेषयन्) એકરૂપ નહિ કરતાં (नित्यं) સદા (आत्मानं) પોતાના આત્માને (केवलज्ञप्तिविग्रहम्) કેવલ જ્ઞાનરૂપ શરીરવાળો (धारयेत्) ધારવોમાનવો.

ટીકા :હું ગોરો છું, હું સ્થૂલ (જાડો) છું કે હું કૃશ (પાતળો) છુંએવા પ્રકારે શરીર વડે આત્માને, વિશેષરૂપે એટલે વિશિષ્ટરૂપે નહિ માની (તેને) ધારવો અર્થાત્ ચિત્તમાં તેને નિત્યસર્વદા અવિચલપણે ભાવવો. કેવા (આત્માને)? કેવલ જ્ઞાનવિગ્રહરૂપ એટલે કેવલ જ્ઞાનસ્વરૂપ અર્થાત્ કેવલ રૂપાદિરહિત જ્ઞપ્તિ જઉપયોગ જ જેનું વિગ્રહ એટલે સ્વરૂપ છે તેવા આત્માને (ચિત્તમાં ધારવો).

ભાવાર્થ :ગોરાપણું, સ્થૂલપણું, કૃશપણું વગેરે અવસ્થાઓ શરીરની છેપુદ્ગલની છે, આત્માની નથી. આ શરીરની અવસ્થાઓ સાથે આત્માને એકરૂપ નહિ માનવો અર્થાત્ તે અવસ્થાઓને આત્માનું સ્વરૂપ નહિ માનવું. તેને શરીરથી ભિન્ન, રૂપાદિરહિત અને કેવલ જ્ઞાનસ્વરૂપ જ સમજવો અને તે સ્વરૂપે જ તેનું નિરંતર ચિત્તમાં ધ્યાન કરવું. ૭૦.

જે એવા પ્રકારના આત્માની એકાગ્ર મનથી ભાવના કરે તેને જ મુક્તિ હોય છે. બીજા કોઈને નહિતે કહે છેઃ

हउँ गोरउ हउँ सांभलउ हउँ जि वभिण्णउ वण्णु
हउँ तणु अंगउँ थूलु हउँ एहउँ मुढउ मण्णु ।।८०।।(श्री परमात्मप्रकाशेयोगीन्द्रदेवः)
હું ગોરો કૃશ સ્થૂલ ના, એ સૌ છે તનભાવ,
એમ ગણો, ધારો સદા આત્મા જ્ઞાનસ્વભાવ. ૭૦.