Samaysar (Gujarati). Gatha: 198-209 ; Kalash: 137-145.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 18 of 34

 

Page 310 of 642
PDF/HTML Page 341 of 673
single page version

सम्यग्दृष्टिः सामान्येन स्वपरावेवं तावज्जानाति
उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं
ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को ।।१९८।।
उदयविपाको विविधः कर्मणां वर्णितो जिनवरैः
न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः ।।१९८।।

ये कर्मोदयविपाकप्रभवा विविधा भावा न ते मम स्वभावाः एष टङ्कोत्कीर्णैक- ज्ञायकभावोऽहम्

सम्यग्दृष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति પરથીરાગના યોગથી[ सर्वतः ] સર્વ પ્રકારે [ विरमति ] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.) ૧૩૬.

હવે પ્રથમ, સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છેએમ ગાથામાં કહે છેઃ

કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો,
તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮.

ગાથાર્થઃ[ कर्मणां ] કર્મોના [ उदयविपाकः ] ઉદયનો વિપાક (ફળ) [ जिनवरैः ] જિનવરોએ [ विविधः ] અનેક પ્રકારનો [ वर्णितः ] વર્ણવ્યો છે [ ते ] તે [ मम स्वभावाः ] મારા સ્વભાવો [ न तु ] નથી; [ अहम् तु ] હું તો [ एकः ] એક [ ज्ञायकभावः ] જ્ઞાયકભાવ છું.

ટીકાઃજે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.

ભાવાર્થઃઆ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દ્રષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.

હવે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છેએમ કહે છેઃ


Page 311 of 642
PDF/HTML Page 342 of 673
single page version

पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो
ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को ।।१९९।।
पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः
न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः ।।१९९।।

अस्ति किल रागो नाम पुद्गलकर्म, तदुदयविपाकप्रभवोऽयं रागरूपो भावः, न पुनर्मम स्वभावः एष टङ्कोत्कीर्णैकज्ञायकभावोऽहम्

एवमेव च रागपदपरिवर्तनेन द्वेषमोहक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकाय- श्रोत्रचक्षुर्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि, अनया दिशा अन्यान्यप्यूह्यानि

एवं च सम्यग्दृष्टिः स्वं जानन् रागं मुञ्चंश्च नियमाज्ज्ञानवैराग्यसम्पन्नो भवति

પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯.

ગાથાર્થઃ[ रागः ] રાગ [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મ છે, [ तस्य ] તેનો [ विपाकोदयः ] વિપાકરૂપ ઉદય [ एषः भवति ] આ છે, [ एषः ][ मम भावः ] મારો ભાવ [ न तु ] નથી; [ अहम् ] હું તો [ खलु ] નિશ્ચયથી [ एकः ] એક [ ज्ञायकभावः ] જ્ઞાયકભાવ છું.

ટીકાઃખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે.)

વળી આ જ પ્રમાણે ‘રાગ’પદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.

આ રીતે સમ્યગ્દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાન- વૈરાગ્યસંપન્ન હોય છેએમ હવેની ગાથામાં કહે છેઃ


Page 312 of 642
PDF/HTML Page 343 of 673
single page version

एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं
उदयं कम्मविवागं च मुयदि तच्चं वियाणंतो ।।२००।।
एवं सम्यग्दृष्टिः आत्मानं जानाति ज्ञायकस्वभावम्
उदयं कर्मविपाकं च मुञ्चति तत्त्वं विजानन् ।।२००।।

एवं सम्यग्दृष्टिः सामान्येन विशेषेण च परस्वभावेभ्यो भावेभ्यो सर्वेभ्योऽपि विविच्य टङ्कोत्कीर्णैकज्ञायकभावस्वभावमात्मनस्तत्त्वं विजानाति तथा तत्त्वं विजानंश्च स्वपरभावो- पादानापोहननिष्पाद्यं स्वस्य वस्तुत्वं प्रथयन् कर्मोदयविपाकप्रभवान् भावान् सर्वानपि मुञ्चति ततोऽयं नियमात् ज्ञानवैराग्यसम्पन्नो भवति

સુદ્રષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો,
ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦.

ગાથાર્થઃ[ एवं ] આ રીતે [ सम्यग्दृष्टिः ] સમ્યગ્દ્રષ્ટિ [ आत्मानं ] આત્માને (પોતાને) [ ज्ञायकस्वभावम् ] જ્ઞાયકસ્વભાવ [ जानाति ] જાણે છે [ च ] અને [ तत्त्वं ] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [ विजानन् ] જાણતો થકો [ कर्मविपाकं ] કર્મના વિપાકરૂપ [ उदयं ] ઉદયને [ मुञ्चति ] છોડે છે.

ટીકાઃઆ રીતે સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને (સારી રીતે) જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દ્રષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે (એમ સિદ્ધ થયું).

ભાવાર્થઃજ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે.


Page 313 of 642
PDF/HTML Page 344 of 673
single page version

(मन्दाक्रान्ता)
सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या-
दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु

‘‘જે જીવ પરદ્રવ્યમાં આસક્તરાગી છે અને સમ્યગ્દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે’’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ

શ્લોકાર્થઃ‘‘[ अयम् अहं स्वयम् सम्यग्दृष्टिः, मे जातुः बन्धः न स्यात् ] આ હું પોતે સમ્યગ્દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી (કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દ્રષ્ટિને બંધ કહ્યો નથી)’’ [ इति ] એમ માનીને [ उत्तान-उत्पुलक-वदनाः ] જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત (રોમાંચિત) થયું છે એવા [ रागिणः ] રાગી જીવો (પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો) [ अपि ] ભલે [ आचरन्तु ] મહાવ્રતાદિનું આચરણ કરો તથા [ समितिपरतां आलम्बन्तां ] *સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો [ अद्य अपि ] તોપણ હજુ [ ते पापाः ] તેઓ પાપી (મિથ્યાદ્રષ્ટિ) જ છે, [ यतः ] કારણ કે [ आत्म-अनात्म-अवगम-विरहात् ] આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી [ सम्यक्त्व-रिक्ताः सन्ति ] તેઓ સમ્યક્ત્વથી રહિત છે.

ભાવાર્થઃપરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ ‘હું સમ્યગ્દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી’ એમ માને છે તેને સમ્યક્ત્વ કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે તે વળી સમ્યગ્દ્રષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ તો પોતાની નિંદા-ગર્હા કરતો જ રહે છે. જ્ઞાન થવામાત્રથી બંધથી છુટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ શુદ્ધોપયોગરૂપચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, ‘બંધ થતો નથી’ એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે.

અહીં કોઈ પૂછે કે ‘‘વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?’’ તેનું સમાધાનઃસિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી. * સમિતિ = વિહાર, વચન, આહાર વગેરેની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે

40

Page 314 of 642
PDF/HTML Page 345 of 673
single page version

आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा
आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः
।।१३७।।

વળી કોઈ પૂછે છે કે‘‘પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાદ્રષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ. અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યક્ત્વ કેમ છે?’’ તેનું સમાધાનઃઅહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથીભેદજ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી (વ્રત-સમિતિ પાળતાં) પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પર જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું; કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું. આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલુંબૂરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દ્રષ્ટિ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે આ કર્મનું જોર છે; તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. તે તેમને રોગવત્ જાણે છે. પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઇલાજ કરવારૂપે પ્રવર્તે છે તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદ્રષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું. અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે, મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દ્રષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દ્રષ્ટિ નથી. આવા (મિથ્યાદ્રષ્ટિના અને સમ્યગ્દ્રષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે. મિથ્યાદ્રષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છેવ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને છે, પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. જો કોઈ વિરલ જીવ યથાર્થ


Page 315 of 642
PDF/HTML Page 346 of 673
single page version

कथं रागी न भवति सम्यग्दृष्टिरिति चेत्
परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स
ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि ।।२०१।।
अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो
कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो ।।२०२।।
परमाणुमात्रमपि खलु रागादीनां तु विद्यते यस्य
नापि स जानात्यात्मानं तु सर्वागमधरोऽपि ।।२०१।।
आत्मानमजानन् अनात्मानं चापि सोऽजानन्
कथं भवति सम्यग्दृष्टिर्जीवाजीवावजानन् ।।२०२।।

यस्य रागादीनामज्ञानमयानां भावानां लेशस्यापि सद्भावोऽस्ति स श्रुतकेवलिकल्पोऽपि સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ છે તે અવશ્ય સમ્યગ્દ્રષ્ટિ બની જાય છે. ૧૩૭.

હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દ્રષ્ટિ ન હોય? તેનો ઉત્તર કહે છેઃ

અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને,
તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧.
નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદ્રષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨.

ગાથાર્થઃ[ खलु ] ખરેખર [ यस्य ] જે જીવને [ रागादीनां तु परमाणुमात्रम् अपि ] પરમાણુમાત્રલેશમાત્રપણ રાગાદિક [ विद्यते ] વર્તે છે [ सः ] તે જીવ [ सर्वागमधरः अपि ] ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ [ आत्मानं तु ] આત્માને [ न अपि जानाति ] નથી જાણતો; [ च ] અને [ आत्मानम् ] આત્માને [ अजानन् ] નહિ જાણતો થકો [ सः ] તે [ अनात्मानं अपि ] અનાત્માને (પરને) પણ [ अजानन् ] નથી જાણતો; [ जीवाजीवौ ] એ રીતે જે જીવ અને અજીવને [ अजानन् ] નથી જાણતો તે [ सम्यग्दृष्टिः ] સમ્યગ્દ્રષ્ટિ [ कथं भवति ] કેમ હોઈ શકે?

ટીકાઃજેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે તે ભલે


Page 316 of 642
PDF/HTML Page 347 of 673
single page version

ज्ञानमयस्य भावस्याभावादात्मानं न जानाति यस्त्वात्मानं न जानाति सोऽनात्मानमपि न जानाति, स्वरूपपररूपसत्तासत्ताभ्यामेकस्य वस्तुनो निश्चीयमानत्वात् ततो य आत्मानात्मानौ न जानाति स जीवाजीवौ न जानाति यस्तु जीवाजीवौ न जानाति स सम्यग्दृष्टिरेव न भवति ततो रागी ज्ञानाभावान्न भवति सम्यग्दृष्टिः


શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તાએ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે; (જેને અનાત્માનોરાગનોનિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્માબન્નેનો નિશ્ચય હોવો જોઈએ.) એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો; અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દ્રષ્ટિ જ નથી. માટે રાગી (જીવ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દ્રષ્ટિ હોતો નથી.

ભાવાર્થઃઅહીં ‘રાગ’ શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં ‘અજ્ઞાનમય’ કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દ્રષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી. વળી સમ્યગ્દ્રષ્ટિને રાગનો લેશમાત્ર સદ્ભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃસમ્યગ્દ્રષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો (સારો) સમજતો નથીતેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી.

જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તોભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણએમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થસ્વરૂપ નથી જાણ્યું, કર્મોદયજનિત રાગને જ સારો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવબે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દ્રષ્ટિ કેવો? માટે રાગી જીવ સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ.


Page 317 of 642
PDF/HTML Page 348 of 673
single page version

(मन्दाक्रान्ता)
आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः
एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः
शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति
।।१३८।।

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદેવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છેઃ

શ્લોકાર્થઃ(શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ) [ अन्धाः ] હે અંધ પ્રાણીઓ! [ आसंसारात् ] અનાદિ સંસારથી માંડીને [ प्रतिपदम् ] પર્યાયે પર્યાયે [ अमी रागिणः ] આ રાગી જીવો [ नित्यमत्ताः ] સદાય મત્ત વર્તતા થકા [ यस्मिन् सुप्ताः ] જે પદમાં સૂતા છે ઊંઘે છે [ तत् ] તે પદ અર્થાત્ સ્થાન [ अपदम् अपदं ] અપદ છેઅપદ છે, (તમારું સ્થાન નથી,) [ विबुध्यध्वम् ] એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) [ इतः एत एत ] આ તરફ આવોઆ તરફ આવો, (અહીં નિવાસ કરો,) [ पदम् इदम् इदं ] તમારું પદ આ છેઆ છે [ यत्र ] જ્યાં [ शुद्धः शुद्धः चैतन्यधातुः ] શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ [ स्व- रस-भरतः ] નિજ રસની અતિશયતાને લીધે [ स्थायिभावत्वम् एति ] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છેઅવિનાશી છે. (અહીં ‘શુદ્ધ’ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)

ભાવાર્થઃજેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડેસંબોધન કરે કે ‘‘તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા’’; તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિંત સૂતાં છેસ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છેજગાડે છેસાવધાન કરે છે કે ‘‘હે અંધ પ્રાણીઓ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓશુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો’’. ૧૩૮.


Page 318 of 642
PDF/HTML Page 349 of 673
single page version

किं नाम तत्पदमित्याह
आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं
थिरमेगमिमं भावं उवलब्भंतं सहावेण ।।२०३।।
आत्मनि द्रव्यभावानपदानि मुक्त्वा गृहाण तथा नियतम्
स्थिरमेकमिमं भावमुपलभ्यमानं स्वभावेन ।।२०३।।

इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वभावेनोपलभ्यमानाः, अनियतत्वावस्थाः, अनेके, क्षणिकाः, व्यभिचारिणो भावाः, ते सर्वेऽपि स्वयमस्थायित्वेन स्थातुः स्थानं भवितुमशक्यत्वात् अपदभूताः यस्तु तत्स्वभावेनोपलभ्यमानः, नियतत्वावस्थः, एकः, नित्यः, अव्यभिचारी भावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातुः स्थानं भवितुं शक्यत्वात् पदभूतः

હવે પૂછે છે કે (હે ગુરુદેવ!) તે પદ કયું છે? (તે તમે બતાવો). તે પ્રશ્નનો ઉત્તર કહે છેઃ

જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા,
સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩.

ગાથાર્થઃ[ आत्मनि ] આત્મામાં [ अपदानि ] અપદભૂત [ द्रव्यभावान् ] દ્રવ્ય-ભાવોને [ मुक्त्वा ] છોડીને [ नियतम् ] નિશ્ચિત, [ स्थिरम् ] સ્થિર, [ एकम् ] એક [ इमं ] આ (પ્રત્યક્ષ અનુભવગોચર) [ भावम् ] ભાવને[ स्वभावेन उपलभ्यमानं ] કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને[ तथा ] (હે ભવ્ય!) જેવો છે તેવો [ गृहाण ] ગ્રહણ કર. (તે તારું પદ છે.)

ટીકાઃખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે (દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મધ્યે), જે અતત્સ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા), અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે; અને જે તત્સ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે) અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ (ચૈતન્યમાત્ર જ્ઞાનભાવ) છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે


Page 319 of 642
PDF/HTML Page 350 of 673
single page version

ततः सर्वानेवास्थायिभावान् मुक्त्वा स्थायिभावभूतं परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाद्यम्

(अनुष्टुभ्)
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।।१३९।।
(शार्दूलविक्रीडित)
एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन्
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्
आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्
।।१४०।।

સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે.

ભાવાર્થઃપૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યંત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે (સદા વિદ્યમાન છે) અને તે બધા ભાવો અસ્થાયી છે (નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાનરહેઠાણથઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.

હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છેઃ

શ્લોકાર્થઃ[ तत् एकम् एव हि पदम् स्वाद्यं ] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [ विपदाम् अपदं ] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી) અને [ यत्पुरः ] જેની આગળ [ अन्यानि पदानि ] અન્ય (સર્વ) પદો [ अपदानि एव भासन्ते ] અપદ જ ભાસે છે.

ભાવાર્થઃએક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છેઆપત્તિરૂપ છે). ૧૩૯.

વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છેઃ

શ્લોકાર્થઃ[ एक-ज्ञायकभाव-निर्भर-महास्वादं समासादयन् ] એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, (એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [ द्वन्द्वमयं


Page 320 of 642
PDF/HTML Page 351 of 673
single page version

तथाहि
आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं
सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं जादि ।।२०४।।
आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च तद्भवत्येकमेव पदम्
स एष परमार्थो यं लब्ध्वा निर्वृत्तिं याति ।।२०४।।

स्वादं विधातुम् असहः ] દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપશમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ ), [ आत्म-अनुभव-अनुभाव-विवशः स्वां वस्तुवृत्तिं विदन् ] આત્માના અનુભવનાસ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને) જાણતોઆસ્વાદતો ( અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો) [ एषः आत्मा ] આ આત્મા [ विशेष-उदयं भ्रश्यत् ] જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, [ सामान्यं कलयन् किल ] સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, [ सकलं ज्ञानं ] સકળ જ્ઞાનને [ एकताम् नयति ] એકપણામાં લાવે છેએકરૂપે પ્રાપ્ત કરે છે.

ભાવાર્થઃઆ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે.

અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. ૧૪૦.

હવે, ‘કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે’ એવા અર્થની ગાથા કહે છેઃ

મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવલ તેહ પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪.

ગાથાર્થઃ[ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च ] મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન[ तत् ] તે [ एकम् एव ] એક જ [ पदम् भवति ] પદ છે (કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે); [ सः एषः परमार्थः ] તે આ પરમાર્થ છે (શુદ્ધનયના


Page 321 of 642
PDF/HTML Page 352 of 673
single page version

आत्मा किल परमार्थः, तत्तु ज्ञानम्; आत्मा च एक एव पदार्थः, ततो ज्ञानमप्येकमेव पदं; यदेतत्तु ज्ञानं नामैकं पदं स एष परमार्थः साक्षान्मोक्षोपायः न चाभिनिबोधिकादयो भेदा इदमेकं पदमिह भिन्दन्ति, किन्तु तेऽपीदमेवैकं पदमभिनन्दन्ति तथाहियथात्र सवितुर्घनपटलावगुण्ठितस्य तद्विघटनानुसारेण प्राकटयमासादयतः प्रकाशनातिशयभेदा न तस्य प्रकाशस्वभावं भिन्दन्ति, तथा आत्मनः कर्मपटलोदयावगुण्ठितस्य तद्विघटनानुसारेण प्राकटयमासादयतो ज्ञानातिशयभेदा न तस्य ज्ञानस्वभावं भिन्द्युः, किन्तु प्रत्युत तमभिनन्देयुः ततो निरस्तसमस्तभेदमात्मस्वभावभूतं ज्ञानमेवैकमालम्ब्यम् तदालम्बनादेव भवति पदप्राप्तिः, नश्यति भ्रान्तिः, भवत्यात्मलाभः, सिध्यत्यनात्मपरिहारः, न कर्म मूर्छति, न रागद्वेषमोहा उत्प्लवन्ते, न पुनः कर्म आस्रवति, न पुनः कर्म बध्यते, प्राग्बद्धं कर्म उपभुक्तं निर्जीर्यते,


વિષયભૂત જ્ઞાનસામાન્ય જ આ પરમાર્થ છે) [ यं लब्ध्वा ] કે જેને પામીને [ निर्वृतिं याति ] આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે.

ટીકાઃઆત્મા ખરેખર પરમાર્થ ( પરમ પદાર્થ ) છે અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે (ટેકો આપે છે). તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના *વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે, તેના (અર્થાત્ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસારે પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. તેના આલંબનથી જ (નિજ) પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, (એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી, રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી, (રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી, (આસ્રવ વિના) ફરી કર્મ બંધાતું નથી, પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે, સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ * વિઘટન = છૂટું પડવું તે; વિખરાઈ જવું તે; નાશ.

41

Page 322 of 642
PDF/HTML Page 353 of 673
single page version

कृत्स्नकर्माभावात् साक्षान्मोक्षो भवति

(शार्दूलविक्रीडित)
अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो
निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव
यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन्
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः
।।१४१।।

किञ्च થાય છે. (આવું જ્ઞાનના આલંબનનું માહાત્મ્ય છે.)

ભાવાર્થઃકર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ निष्पीत-अखिल-भाव-मण्डल-रस-प्राग्भार-मत्ताः इव ] પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [ यस्य इमाः अच्छ-अच्छाः संवेदनव्यक्तयः ] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો) [ यद् स्वयम् उच्छलन्ति ] આપોઆપ ઊછળે છે, [ सः एषः भगवान् अद्भुतनिधिः चैतन्यरत्नाकरः ] તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [ अभिन्नरसः ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, [ एकः अपि अनेकीभवन् ] એક હોવા છતાં અનેક થતો, [ उत्कलिकाभिः ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [ वल्गति ] દોલાયમાન થાય છેઊછળે છે.

ભાવાર્થઃજેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧.

હવે વળી વિશેષ કહે છેઃ


Page 323 of 642
PDF/HTML Page 354 of 673
single page version

(शार्दूलविक्रीडित)
क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः
क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि
।।१४२।।
णाणगुणेण विहीणा एदं तु पदं बहू वि ण लहंते
तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ।।२०५।।
ज्ञानगुणेन विहीना एतत्तु पदं बहवोऽपि न लभन्ते
तद् गृहाण नियतमेतद् यदीच्छसि कर्मपरिमोक्षम् ।।२०५।।

શ્લોકાર્થઃ[ दुष्करतरैः ] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં) અને [ मोक्ष-उन्मुखैः ] મોક્ષથી પરાઙ્મુખ એવાં [ कर्मभिः ] કર્મો વડે [ स्वयमेव ] સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના) [ क्लिश्यन्तां ] ક્લેશ પામે તો પામો [ च ] અને [ परे ] બીજા કોઈ જીવો [ महाव्रत-तपः-भारेण ] (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [ चिरम् ] ઘણા વખત સુધી [ भग्नाः ] ભગ્ન થયા થકા (તૂટી મરતા થકા) [ क्लिश्यन्तां ] ક્લેશ પામે તો પામો; (પરંતુ) [ साक्षात् मोक्षः ] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [ निरामयपदं ] નિરામય (રોગાદિ સમસ્ત ક્લેશ વિનાનું) પદ છે અને [ स्वयं संवेद्यमानं ] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત્ પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [ इदं ज्ञानं ] આ જ્ઞાન તો [ ज्ञानगुणं विना ] જ્ઞાનગુણ વિના [ कथम् अपि ] કોઈ પણ રીતે [ प्राप्तुं न हि क्षमन्ते ] તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી.

ભાવાર્થઃજ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨.

હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છેઃ

બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫.

ગાથાર્થઃ[ ज्ञानगुणेन विहीनाः ] જ્ઞાનગુણથી રહિત [ बहवः अपि ] ઘણાય લોકો (ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં) [ एतत् पदं तु ] આ જ્ઞાનસ્વરૂપ પદને [ न लभन्ते ] પામતા નથી;


Page 324 of 642
PDF/HTML Page 355 of 673
single page version

यतो हि सकलेनापि कर्मणा, कर्मणि ज्ञानस्याप्रकाशनात्, ज्ञानस्यानुपलम्भः केवलेन ज्ञानेनैव, ज्ञान एव ज्ञानस्य प्रकाशनात्, ज्ञानस्योपलम्भः ततो बहवोऽपि बहुनापि कर्मणा ज्ञानशून्या नेदमुपलभन्ते, इदमनुपलभमानाश्च कर्मभिर्न मुच्यन्ते ततः कर्ममोक्षार्थिना केवलज्ञानावष्टम्भेन नियतमेवेदमेकं पदमुपलम्भनीयम्

(द्रुतविलम्बित)
पदमिदं ननु कर्मदुरासदं
सहजबोधकलासुलभं किल
तत इदं निजबोधकलाबलात्
कलयितुं यततां सततं जगत्
।।१४३।।

[ तद् ] માટે હે ભવ્ય! [ यदि ] જો તું [ कर्मपरिमोक्षम् ] કર્મથી સર્વથા મુક્ત થવા [ इच्छसि ] ઇચ્છતો હો તો [ नियतम् एतत् ] નિયત એવા આને (જ્ઞાનને) [ गृहाण ] ગ્રહણ કર.

ટીકાઃકર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણા પ્રકારનાં) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.

ભાવાર્થઃજ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ इदं पदम् ] આ (જ્ઞાનસ્વરૂપ) પદ [ ननु कर्मदुरासदं ] કર્મથી ખરેખર દુરાસદ છે અને [ सहज-बोध-कला-सुलभं किल ] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [ ततः ] માટે [ निज-बोध-कला-बलात् ] નિજજ્ઞાનની કળાના બળથી [ इदं कलयितुं ] આ પદને અભ્યાસવાને [ जगत् सततं यततां ] જગત સતત પ્રયત્ન કરો.

ભાવાર્થઃસર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો ૧. દુરાસદ = દુષ્પ્રાપ્ય; અપ્રાપ્ય; ન જીતી શકાય એવું. ૨. અહીં ‘અભ્યાસવાને’ એવા અર્થને બદલે ‘અનુભવવાને’, ‘પ્રાપ્ત કરવાને’ એમ અર્થ પણ થાય છે.


Page 325 of 642
PDF/HTML Page 356 of 673
single page version

किञ्च
एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि
एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।।२०६।।
एतस्मिन् रतो नित्यं सन्तुष्टो भव नित्यमेतस्मिन्
एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम् ।।२०६।।

एतावानेव सत्य आत्मा यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्र एव नित्यमेव रतिमुपैहि एतावत्येव सत्याशीः यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव सन्तोषमुपैहि एतावदेव सत्यमनुभवनीयं यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव तृप्तिमुपैहि अथैवं तव नित्यमेवात्मरतस्य, आत्मसन्तुष्टस्य, आत्मतृप्तस्य च वाचामगोचरं सौख्यं भविष्यति तत्तु तत्क्षण


આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. જ્ઞાનની ‘કળા’ કહેવાથી એમ સૂચન થાય છે કેઃજ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપમતિજ્ઞાનાદિરૂપ છે; જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે. ૧૪૩.

હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છેઃ

આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬.

ગાથાર્થઃ(હે ભવ્ય પ્રાણી!) તું [ एतस्मिन् ] આમાં (જ્ઞાનમાં) [ नित्यं ] નિત્ય [ रतः ] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [ एतस्मिन् ] આમાં [ नित्यं ] નિત્ય [ सन्तुष्टः भव ] સંતુષ્ટ થા અને [ एतेन ] આનાથી [ तृप्तः भव ] તૃપ્ત થા; (આમ કરવાથી) [ तव ] તને [ उत्तमं सौख्यम् ] ઉત્તમ સુખ [ भविष्यति ] થશે.

ટીકાઃ(હે ભવ્ય!) એટલો જ સત્ય (પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છેએમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છેએમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છેએમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી


Page 326 of 642
PDF/HTML Page 357 of 673
single page version

एव त्वमेव स्वयमेव द्रक्ष्यसि, मा अन्यान् प्राक्षीः

(उपजाति)
अचिन्त्यशक्ति : स्वयमेव देव-
श्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्
सर्वार्थसिद्धात्मतया विधत्ते
ज्ञानी किमन्यस्य परिग्रहेण
।।१४४।।

कुतो ज्ञानी परं न परिगृह्णातीति चेत् તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, *બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?)

ભાવાર્થઃજ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવુંએ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.

હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ यस्मात् ] કારણ કે [ एषः ] આ (જ્ઞાની) [ स्वयम् एव ] પોતે જ [ अचिन्त्यशक्तिः देवः ] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [ चिन्मात्र-चिन्तामणिः ] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાત્ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [ सर्व-अर्थ-सिद्ध-आत्मतया ] જેના સર્વ અર્થ (પ્રયોજન) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [ ज्ञानी ] જ્ઞાની [ अन्यस्य परिग्रहेण ] અન્યના પરિગ્રહથી [ किम् विधत्ते ] શું કરે? (કાંઈ જ કરવાનું નથી.)

ભાવાર્થઃઆ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪.

હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છેઃ *मा अन्यान् प्राक्षीः (બીજાઓને ન પૂછ) નો પાઠાન્તરमाऽतिप्राक्षीः (અતિપ્રશ્નો ન કર)


Page 327 of 642
PDF/HTML Page 358 of 673
single page version

को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं
अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो ।।२०७।।
को नाम भणेद्बुधः परद्रव्यं ममेदं भवति द्रव्यम्
आत्मानमात्मनः परिग्रहं तु नियतं विजानन् ।।२०७।।

यतो हि ज्ञानी, यो हि यस्य स्वो भावः स तस्य स्वः स तस्य स्वामी इति खरतरतत्त्वद्रष्टयवष्टम्भात्, आत्मानमात्मनः परिग्रहं तु नियमेन विजानाति, ततो न ममेदं स्वं, नाहमस्य स्वामी इति परद्रव्यं न परिगृह्णाति

अतोऽहमपि न तत् परिगृह्णामि
‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય’ એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭.

ગાથાર્થઃ[ आत्मानम् तु ] પોતાના આત્માને જ [ नियतं ] નિયમથી [ आत्मनः परिग्रहं ] પોતાનો પરિગ્રહ [ विजानन् ] જાણતો થકો [ कः नाम बुधः ] કયો જ્ઞાની [ भणेत् ] એમ કહે કે [ इदं परद्रव्यं ] આ પરદ્રવ્ય [ मम द्रव्यम् ] મારું દ્રવ્ય [ भवति ] છે?

ટીકાઃજે જેનો સ્વભાવ છે તે તેનું ‘સ્વ’ છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છેએમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી ‘‘આ મારું ‘સ્વ’ નથી, હું આનો સ્વામી નથી’’ એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી).

ભાવાર્થઃલોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણસેવન કરતો નથી.

‘‘માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું’’ એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છેઃ ૧. સ્વ = ધન; મિલકત; માલિકીની ચીજ.


Page 328 of 642
PDF/HTML Page 359 of 673
single page version

मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ।।२०८।।
मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु गच्छेयम्
ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो मम ।।२०८।।

यदि परद्रव्यमजीवमहं परिगृह्णीयां तदावश्यमेवाजीवो ममासौ स्वः स्यात्, अहमप्य- वश्यमेवाजीवस्यामुष्य स्वामी स्याम् अजीवस्य तु यः स्वामी, स किलाजीव एव एवमवशेनापि ममाजीवत्वमापद्येत मम तु एको ज्ञायक एव भावः यः स्वः, अस्यैवाहं स्वामी; ततो मा भून्ममाजीवत्वं, ज्ञातैवाहं भविष्यामि, न परद्रव्यं परिगृह्णामि

अयं च मे निश्चयः
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.

ગાથાર્થઃ[ यदि ] જો [ परिग्रहः ] પરદ્રવ્ય-પરિગ્રહ [ मम ] મારો હોય [ ततः ] તો [ अहम् ] હું [ अजीवतां तु ] અજીવપણાને [ गच्छेयम् ] પામું. [ यस्मात् ] કારણ કે [ अहं ] હું તો [ ज्ञाता एव ] જ્ઞાતા જ છું [ तस्मात् ] તેથી [ परिग्रहः ] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ [ मम न ] મારો નથી.

ટીકાઃજો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું ‘સ્વ’ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે ‘સ્વ’ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.

ભાવાર્થઃનિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ- સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા છું.

‘વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે’ એમ હવે કહે છેઃ


Page 329 of 642
PDF/HTML Page 360 of 673
single page version

छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं
जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ।।२०९।।
छिद्यतां वा भिद्यतां वा नीयतां वाथवा यातु विप्रलयम्
यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम ।।२०९।।

छिद्यतां वा, भिद्यतां वा, नीयतां वा, विप्रलयं यातु वा, यतस्ततो गच्छतु वा, तथापि न परद्रव्यं परिगृह्णामि; यतो न परद्रव्यं मम स्वं, नाहं परद्रव्यस्य स्वामी, परद्रव्यमेव परद्रव्यस्य स्वं, परद्रव्यमेव परद्रव्यस्य स्वामी, अहमेव मम स्वं, अहमेव मम स्वामी इति जानामि

(वसन्ततिलका)
इत्थं परिग्रहमपास्य समस्तमेव
सामान्यतः स्वपरयोरविवेकहेतुम्
अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः
।।१४५।।
છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯.

ગાથાર્થઃ[ छिद्यतां वा ] છેદાઈ જાઓ, [ भिद्यतां वा ] અથવા ભેદાઈ જાઓ, [ नीयतां वा ] અથવા કોઈ લઈ જાઓ, [ अथवा विप्रलयम् यातु ] અથવા નષ્ટ થઈ જાઓ, [ यस्मात् तस्मात् गच्छतु ] અથવા તો ગમે તે રીતે જાઓ, [ तथापि ] તોપણ [ खलु ] ખરેખર [ परिग्रहः ] પરિગ્રહ [ मम न ] મારો નથી.

ટીકાઃપરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે ‘પરદ્રવ્ય મારું સ્વ નથી,હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું,હું જ મારો સ્વામી છું’એમ હું જાણું છું.

ભાવાર્થઃજ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી.

હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ

42