Atmadharma magazine - Ank 078
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 25
single page version

background image
ધ ર્મ નું મૂ ળ સ મ્ય ગ્દ ર્શ ન
ચૈત્ર : સંપાદક : વર્ષ: સાતમું
૨૦૬ રામજી માણેકચંદ દોશી અંક છઠ્ઠો
વકીલ
રણમાં પોક
જ્યાં અધર્મ હોય ત્યાં તે પલટીને ધર્મ થાય છે. અધર્મ
ક્્યાં થાય છે? અધર્મ આત્માની હાલતમાં થાય છે. હજી અધર્મ
કયે ઠેકાણે થાય તે પણ જીવોએ કદી વિચાર્યું નથી. જો બહારમાં
અધર્મ થતો હોય તો આત્મા તેને કદી છોડી શકે નહિ. સ્વભાવની
ભ્રાંતિથી અધર્મ આત્માની અવસ્થામાં થાય છે. અને અંતર્મુખ
અવલોકતાં એટલે કે આત્માના સ્વભાવના ભાનથી તે અધર્મ
ટળીને ધર્મ થાય છે. સૌથી પહેલી સમ્યગ્દર્શનકળા કેમ પ્રગટે તેની
આ વાત છે. આવું ભાન પ્રગટ કર્યા વગર કોઈ જીવને સાચા
વ્રત, તપ, ચારિત્ર હોય નહિ; સૌથી પહેલાંં સમ્યગ્દર્શનરૂપી અપૂર્વ
કળા પ્રગટ કર્યા વિના જીવ જેટલું કરે તે બધું ય રણમાં પોક
સમાન અથવા તો એકડા વગરના મીંડા સમાન છે.
છૂટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટા આંકડિયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 25
single page version

background image
: ૯૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
ભવના અંત વિષે શ્રીમદ્ રાજચંદ્રજીના પડકાર
• વીર સં. ૨૪૭૫ ના ચૈત્ર વદ ૫ ના રોજ રાજકોટમાં પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન •
આજે શ્રીમદ્ રાજચંદ્રના સમાધિમરણનો દિવસ છે. ખરેખર સમાધિમરણ કોને કહેવું? સમાધિમરણનું
ખરું સ્વરૂપ શું છે? તેની વાત અહીં આજે આવશે.
આત્મા અનંત કાળનો–અનાદિ અનંત ટકનાર, કાયમ સત્તા ધરાવનાર–હોવારૂપ પદાર્થ છે. અનાદિઅનંત
ટકતા જ્ઞાનસ્વરૂપ આત્માને વર્તમાન દશામાં ભૂલને લઈને ભ્રમણ કરવું પડે છે. આત્મા સ્વભાવથી જાણનાર,
દેખનાર શુદ્ધ ચૈતન્ય, આનંદ સ્વરૂપ હોવા છતાં અનાદિથી વર્તમાન હાલતમાં આ શરીર તે હું, શરીરના કામો
મારાથી થાય, પર પદાર્થથી મારા આત્માને લાભ થાય, તથા દયા, દાનાદિ વિકારી ભાવોથી મારું હિત થાય એવી
વિપરીત માન્યતારૂપ ભ્રમણા તથા રાગ–દ્વેષાદિ વિકારી ભાવોરૂપ તે પરિણમે છે. અને તેને લઈને અનાદિ
સંસારમાં તેનું ભ્રમણ થયા કરે છે.
હવે, આત્મા પોતાના યથાર્થ સ્વરૂપને જેમ છે તેમ સમજે. કે શરીરાદિ પર પદાર્થો મારા નથી, હું તેમનાથી
ભિન્ન ચૈતન્ય જાણનાર દેખનાર છું તથા દયા, પૂજા, દાન વગેરે રાગના પરિણામ તે પણ મારું સ્વરૂપ નથી. તે
મારું ખરું આનંદસ્વરૂપ નથી કેમકે તે વિકારી ભાવોના લક્ષે મને ઉત્થાન અને આકુળતા ઉત્પન્ન થાય છે. આવી
સમજણ કરે તો આ આત્માને પરિભ્રમણ ન રહે.
આવું પરથી તથા રાગાદિથી ભિન્ન આત્માનું યથાર્થ સ્વરૂપ અનાદિથી એક સેકંડ માત્ર પણ જીવ સમજી
શક્યો નથી. અને જો આવું યથાર્થ સ્વરૂપ એક સેકંડ પણ સમજે તો તેને અંતર દશામાં સ્વભાવથી ખાતરી થાય કે
(અનુસંધાન પાના નં. ૯૯)
રાજકોટમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલા જિનબિોંની યાદી
૧ શ્રી સીમંધર ભગવાન રાજકોટ ૨૧ શ્રી મહાવીર ભગવાન (સ્ફટિકના) ઇંદોર
૨ શ્રી શાંતિનાથ ભગવાન ૨૨ શ્રી શાંતિનાથ ભગવાન (નાશિક માટે)
૩ શ્રી ચંદ્રપ્રભ ભગવાન ૨૩ શ્રી મહાવીર ભગવાન
૪ શ્રી નેમનાથ ભગવાન ૨૪ શ્રી શાંતિનાથ ભગવાન (પાવાગીરી માટે)
૫ શ્રી ઋષભદેવ ભગવાન ૨૫ શ્રી ઋષભદેવ ભગવાન (નાશિક માટે)
૬ શ્રી પાર્શ્વનાથ ભગવાન ૨૬ શ્રી પાર્શ્વનાથ ભગવાન (ચાંદીના)
૭ શ્રી ચંદ્રપ્રભ ભગવાન (ચાંદીના) ૨૭ શ્રી સિદ્ધ ભગવાન
૮ શ્રી મહાવીર ભગવાન ૨૮ શ્રી પાર્શ્વનાથ ભગવાન
૯ શ્રી સિદ્ધ ભગવાન ૨૯ શ્રી મહાવીર ભગવાન
૧૦ શ્રી અરનાથ ભગવાન ૩૦ શ્રી અનંતનાથ ભગવાન (નાશિક માટે)
૧૧ શ્રી પદ્મપ્રભ ભગવાન ૩૧ શ્રી ચંદ્રપ્રભ ભગવાન મુંબઈ
૧૨ શ્રી કુંથુનાથ ભગવાન ૩૨ શ્રી સીમંધર ભગવાન
૧૩ શ્રી સીમંધર ભગવાન વઢવાણ કેમ્પ ૩૩ શ્રી શાંતિનાથ ભગવાન
૧૪ શ્રી સુમતિનાથ ભગવાન વઢવાણ કેમ્પ ૩૪ શ્રી મહાવીર ભગવાન
૧૫ શ્રી આદિનાથ ભગવાન–૧ અજમેર ૩૫ શ્રી ઋષભદેવ ભગવાન
૧૬ શ્રી આદિનાથ ભગવાન–૨ અજમેર ૩૬ શ્રી સિદ્ધ ભગવાન રાણપુર
૧૭ શ્રી આદિનાથ ભગવાન ઇંદોર ૩૭ શ્રી પાર્શ્વનાથ ભગવાન પોરબંદર
૧૮ શ્રી શાંતિનાથ ભગવાન ૩૮ શ્રી શાંતિનાથ ભગવાન ઉજ્જૈન
૧૯ શ્રી પાર્શ્વનાથ ભગવાન–૧ ૩૯ શ્રી સિદ્ધ ભગવાન (ચાંદીના)
૨૦ શ્રી પાર્શ્વનાથ ભગવાન–૨ ઉપર મુજબ કુલ ૩૯ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા થઈ હતી.

PDF/HTML Page 4 of 25
single page version

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૯૯ :
અલ્પ કાળમાં મારી મુક્તિ થશે. આત્માનું ભાન થતાં પ્રથમ આવું સમ્યગ્જ્ઞાન થાય છે. તે સમ્યગ્જ્ઞાનમાં આત્માને
એવો ભાસ થાય કે અલ્પ કાળમાં મારી પરમાત્મપદની પ્રાપ્તિનો કાળ છે. પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય અથવા
પરમાત્મપદની પ્રાપ્તિનો સાચો પંથ–એકાવતારી થવાનો કાળ મુખ્યપણે મનુષ્યદેહમાં થાય છે.
શ્રીમદ્ રાજચંદ્રનું ઘણી નાની વયમાં દેહાવસાન થયું હતું. માત્ર તેત્રીશ વર્ષની નાની ઉંમરે તેમનો દેહ
છૂટ્યો હતો. તેમને નાની ઉંમરના જાતિસ્મરણ એટલે પૂર્વ ભવોનું સ્મરણ થયું હતું. પૂર્વના સંસ્કાર અને જ્ઞાનનો
ઉઘાડ તેમને ઘણો હતો. તેમણે ૧૬ વર્ષની ઉંમર પહેલાં ‘પુષ્પમાળા’ રચી હતી; તેમાં પ્રથમ જ આ વાક્ય લખ્યું
છે કે :–
‘રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો, નિદ્રાથી મુક્ત થવા ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.’
શરીરની આટલી નાની બાળવયમાં પ્રથમ જ આ વાક્ય લખાણું છે. તેમના અક્ષરદેહનું આ પ્રથમ વાક્ય
છે. તેમાં આત્માને અજ્ઞાનરૂપ ભાવનિદ્રાને ટાળી અંતરગ સ્વભાવની જાગૃતિ કરવા માટે કહ્યું છે. જીવ અનાદિથી
શરીર મારું છે; શરીરનાં તથા બહારનાં બીજા પદાર્થોનાં કાર્યો મારે લઈને થાય છે, રાગ–દ્વેષ, પુણ્ય–પાપના
વિકારી ભાવો મારા છે એમ પર પદાર્થને તથા અજ્ઞાનાદિ વિકારી ભાવોને પોતાના માને છે. તે માન્યતા ભૂલ
છે, ભ્રમ છે, મિથ્યા છે. આ મિથ્યા માન્યતા જીવ–પોતાનાં મૂળ શુદ્ધ સ્વરૂપનું ભાન નહિ હોવાથી–વર્તમાન
દશામાં–હાલતમાં અનાદિથી કર્યા કરે છે. તે ભૂલને લઈને જીવ રખડે છે અને જુદા જુદા અવતારો ધારણ કરીને
દુઃખી થાય છે.
જીવને થતી તે ભૂલને ટાળવાનો ઉપાય પણ એક જ છે. શ્રીમદે્ પોતે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે :–
‘એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ;’
આત્માના પરમાર્થ સ્વભાવની જાગૃતિના પંથ વિધવિધ હોતા નથી. સ્વભાવની અંતર જાગૃતિનો પંથ
ત્રણેકાળે એક જ હોય છે, બીજો પંથ હોતો નથી. જીવે જે શરીરાદિ બાહ્ય પદાર્થોને તથા દયા, દાનાદિ વિકારી
ભાવોને પોતાના માન્યા છે, તેનાથી ભિન્ન પોતાના ત્રિકાળી ચૈતન્ય સ્વભાવને પર તથા વિકાર રહિત ઓળખવો
એટલે કે આત્માની યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન અને સ્વભાવમાં સ્થિરતારૂપ ચારિત્ર કરવું તે, ભાવનિદ્રા એટલે ભૂલ–
ભ્રમણ ટાળવાનો એક જ ઉપાય છે.
રાત્રિ વ્યતિક્રમી ગઈ, સવાર થઈ (બાહ્ય) નિદ્રાથી જાગૃત થયા, પરંતુ ભાવનિદ્રા ટાળવા પ્રયત્ન કરજો.
ભાવનિદ્રા એટલે પર પદાર્થથી મને લાભ–નુકસાન થાય; હું પર પદાર્થને લાભ–નુકસાન કરી શકું તેવી મિથ્યા
માન્યતા, તેને ટાળવા પ્રથમ પ્રયત્ન કરજો. અહીં બીજું કાંઈ કરજો. પરની દયા પાળજો, પરની સેવા કરજો વગેરે
કાંઈ કહ્યું નથી; પણ પ્રથમ જ મિથ્યા માન્યતારૂપી ભાવનિદ્રા ટાળજો એમ કહ્યું છે; કારણ કે કોઈ પદાર્થ કોઈ પર
પદાર્થની સેવા કે ભલું કાંઈ કરી શકતો નથી. દરેક પ્રદાર્થ ભિન્ન સત્તાવાળો છે. તે પોતાની સત્તા–હયાતી–
અસ્તિત્વ પોતાથી જ ધરાવે છે. તે પદાર્થનું ભલું–બૂરું પોતાના અસ્તિત્વમાં–પોતાની સત્તામાં થાય છે. તેની
સત્તામાં ભલું–બૂરું બીજો કોઈ પદાર્થ કરી શકતો નથી કેમકે બંને પદાર્થની સત્તા ભિન્ન ભિન્ન છે. ભાવનિદ્રા
એટલે કે ભૂલ–મિથ્યા માન્યતા પોતાના પર્યાયની સત્તામાં–પોતાની હાલતમાં થાય છે તેથી તે ભાવનિદ્રાને
ટાળવાનો ઉપદેશ કર્યો છે.
ત્રિલોકીનાથ તીર્થંકરદેવે આત્માનું સ્વરૂપ પરિપૂર્ણ પ્રત્યક્ષ એક સમયમાં–નાનામાં નાના કાળમાં જાણ્યું છે.
તેમણે પોતે જાણીને આ આત્માનું સ્વરૂપ કહ્યું છે કે આ આત્મા સ્વભાવની એટલે અનંત ગુણોની ખાણ છે. તેમાં
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે અનંત ગુણો છે. આવા અનંત સ્વભાવની મહિમાવાળા આત્માને ઓળખ્યા
વિના, ‘આ શરીર મારું છે, તેના બધાં કાર્યો મારા કર્યાં થાય છે, શરીરને ચલાવવું, ખવરાવવું, પિવરાવવું વગેરે
ઈચ્છા પ્રમાણે હું કરી શકું છું,’ તેમ શરીરમાં એકત્વ બુદ્ધિ મારાપણાની માન્યતા તથા ‘પુણ્ય–પાપના ભાવ, દયા,
દાનના વિકારી ભાવ મારા છે, તેના વડે મારું કલ્યાણ થશે, બહારની અનુકૂળ સામગ્રી હોય તો મારું હિત થશે’ –
એવી ત્રિકાળ સ્વાધીન ચૈતન્યસ્વભાવને ચૂકીને પરાધીન માન્યતા તે ભાવમરણ અથવા ભાવનિદ્રા છે. આવી

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૧૦૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
મિથ્યા માન્યતા તેમજ દયા વગેરે શુભરાગના ભાવથી રહિત ચૈતન્ય જાણનાર–દેખનાર સ્વભાવની તાકાતવાળો
આ મારો આત્મા છેે એમ ન માનતાં વિપરીત માન્યતાથી તથા રાગાદિ ભાવોથી આત્માનું કલ્યાણ થાય એવી
માન્યતા તે ભાવનિદ્રા છે. આ ભાવનિદ્રા રહિત આત્માનું ત્રિકાળી જાગૃત–જાણનાર–દેખનાર સ્વરૂપ જેવું છે તેવું
બરાબર સમજવું તે ભાવનિદ્રા ટાળીને સ્વભાવમાં જાગૃત થવાનો ઉપાય છે. તે જ કલ્યાણ તથા આત્મહિતનો
માર્ગ છે.
આત્માની આ યથાર્થ વાત બધાએ સમજવાની છે. બાળ, જુવાન તથા વૃદ્ધ બધાનો આત્મા આ વાત
સમજી શકે તેમ છે કેમકે આત્મા કોઈ જુવાન–વૃદ્ધ કે બાળક નથી. અનાદિના બધા આત્મા વર્તતા વર્તતા
વર્તમાન ક્ષણ સુધી આવ્યા છે. કોઈ આત્મા ભવિષ્યની ક્ષણમાં વર્તમાન પહોંચી ગયો નથી. માટે કોઈ નાનું મોટું
નથી. જે કાંઈ નાના મોટાનો ભેદ લોકો વડે માનવામાં આવે છે તે માત્ર શરીરનાં હાડકાં તથા ચરબીની પુષ્ટિ
તથા કૃશતાની અપેક્ષાએ છે. શરીર પુષ્ટ હોય, શરીરમાં ચરબીના ખૂબ રજકણો હોય તેને લોકો જુવાન માને છે.
શરીર કૃશ હોય–ચરબી ઘટી ગઈ હોય, ચામડીમાં લીલરી પડી ગઈ હોય તેનેે લોકો વૃદ્ધ માને છે, પણ તેમાં
આત્મા કોઈ નાનો મોટો નથી. કોઈ પાંચ પચીશ વર્ષ પહેલાંં આ શરીરમાં આવ્યો અને કોઈ પાંચ પચીશ વર્ષ
પછી આ શરીરમાં આવ્યો તેથી આ વર્તમાન શરીરમાં આવવાની અપેક્ષાએ નાના મોટાના ભેદ કહેવાય છે. માટે
કોઈ આત્મા નાનો મોટો નથી; તેથી બધા આત્મા પોતાના સ્વભાવને સમજી શકે છે અને અનાદિથી ચાલી
આવતી ભાવનિદ્રાને ટાળી શકે છે.
આ ભગવાન આત્મા આ દેહાદિની અવસ્થાથી તો પાર છે. પણ જે દયા–દાન પૂજાની વૃત્તિનું શુભ
ઉત્થાન થાય કે જેને ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન પુણ્ય એટલે કે શુભ વિકાર કહે છે તેનાથી ચૈતન્યને લાભ
થાય એવી માન્યતા તેને પણ ભાવનિદ્રા તથા ભાવમરણ કહ્યાં છે.
યથાર્થ સમાધિમરણ એટલે અજ્ઞાન અને રાગ–દ્વેષ સ્વરૂપ ભાવમરણથી રહિતદશા શું છે? તેની વાત
ચાલે છે. શ્રીમદ્ રાજચંદ્ર દેહની અંતસ્થિતિ વખતે અહીં રાજકોટમાં તેમને ઘરે આરામ ખુરશીમાં બેઠા હતા.
તેમના ભાઈ, મનસુખભાઈ, તેમના માતા તથા તેમના બનેવી વગેરે કુટુંબીજનો ઓરડા બહાર બેઠા હતા. તેમણે
છેલ્લે મનસુખભાઈને કહ્યું હતું કે ભાઈ મનસુખ મને કોઈ બોલાવશો નહિ, હું મારા આત્મસ્વરૂપમાં સ્થિર થાઉં
છું. એ પ્રમાણે શ્રીમદે શરીરાદિથી ભિન્ન આત્માના સ્વભાવના ભાનપૂર્વક અંતર લીનતારૂપ સમાધિપૂર્વક–અંતર
સ્વભાવની આનંદદશામાં દેહ છોડ્યો. આવા મરણને સમાધિમરણ કહે છે.
શ્રીમદ્ને આત્મસ્વભાવની જાગૃતિ એટલે પરથી અને રાગાદિ વિકારી ભાવોથી રહિત ત્રિકાળી ચૈતન્ય
સ્વભાવનું જ્ઞાન ઘણા વર્ષો પહેલાંંથી થયું હતું. તે સમ્યગ્જ્ઞાનના બળવડે દેહની અંતસ્થિતિમાં તેમને સમાધિ
મરણ એટલે કે આત્માની અંતરશાંતિપૂર્વક દેહનું છૂટવું થયું. શ્રીમદ્દે અંદર આત્મ સ્વભાવની ઓળખાણ તથા
સ્વભાવની શાંતિ પોતાના આત્મામાંથી પ્રગટ કરી હતી. તેમણે બહારમાં કાંઈ કર્યું ન હતું. તેઓ ગૃહસ્થ હતા.
બાયડી, છોકરા, વેપાર, ધંધો વગેરે હતા. બહારમાં અનેક સંયોગોની નજીકમાં હોવા છતાં તેનાથી ભિન્ન
આત્માનું ભાન તેમને હતું, તેથી તેમને અંતર સમાધિ અને શાંતિ હતી. વળી દાન દયાદિ ભાવો રાગ છે, વિકાર
છે, તેના તરફ વલણની લાગણીથી જીવને આકુળતા થાય છે, અસમાધિ થાય છે. અને પર પદાર્થનું ગ્રહણ–ત્યાગ
કરી શકાતું જ નથી, કેમકે ભિન્ન હયાતી ધરાવતી ચીજ પોતાથી સ્વયં વર્તી રહી છે, તેનું પરસત્તા દ્વારા ગ્રહણ–
ત્યાગ થઈ શકે નહિ. જો પરસત્તા દ્વારા પરસત્તાનાં ગ્રહણ–ત્યાગ થાય તો તેની ભિન્ન સત્તા હયાતીરૂપ ન રહેતાં
તેનો નાશ થાય, પણ એમ કદી બનતું નથી. આવું અપૂર્વ ભેદવિજ્ઞાન શ્રીમદ્ને હતું. પૂર્વના સંસ્કાર તથા અપૂર્વ
વર્તમાન પુરુષાર્થ દ્વારા તેમને આવું આત્મસ્વભાવનું જ્ઞાન થયું હતું. પૂર્વના સંસ્કાર હોય પણ વર્તમાને તે
સંસ્કારનું સ્મરણ કરી ચાલુ રાખવા તે વર્તમાન નવો પુરુષાર્થ છે. તે વર્તમાન નવા પુરુષાર્થ વડે ‘હું આત્મા
ત્રિકાળી ચૈતન્ય જાણનાર દેખનાર છું. દેહ, વાણી તથા રાગાદિ દોષોથી રહિત જુદો છું.’ એવું ભાન તેમને હતું.
અને આવું આત્માનું યથાર્થ ભાન–સાચી સમજણ કરવી તે અપૂર્વ નવું–અનાદિથી નહિ કરેલું–કરવાનું છે. આ
સિવાય જગતમાં બીજું કાંઈ અપૂર્વ નથી.

PDF/HTML Page 6 of 25
single page version

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૦૧ :
આ આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદ કંદ, જેવો ત્રિલોકીનાથ તીર્થંકર ભગવાને જોયો છે તેવો તેને સમજવો
અને રાગ, દયા, દાન વગેરે વિકારી ભાવોનો સ્વભાવની રમણતા–સ્થિરતા વડે નાશ કરવો–અંતરંગ રાગ રહિત
શાંતિ પ્રગટ કરવી તે સમાધિ છે. આ સિવાય લોકો શ્વાસને રોકવા વગેરેની ક્રિયાને સમાધિ માને છે તે સમાધિ
નથી. શ્વાસ રોકાવો તે જડની ક્રિયા છે. તેના ઉપર આત્માનો અધિકાર નથી. આત્માનો અધિકાર અંદર
આત્માની શાંતિ ઉપર છે, પર પદાર્થ ઉપર નહિ. શ્વાસનું ઊંચું–નીચું થવું તે જડની ક્રિયા છે, અને તે તરફના
લક્ષવાળી રાગની ક્રિયા હઠ ક્રિયા છે. તે આત્માની સમાધિ નથી; તે આકુળતા છે; આત્માની સાચી ઓળખાણ
કરીને જે સ્વભાવની શાંતિ–સ્વરૂપસમાધિ–પ્રગટ કરે છે તેનાં ભાવનિદ્રા તથા ભાવમરણ નાશ પામે છે. એટલે
પરથી મને લાભ થાય એવી મિથ્યા માન્યતા નાશ પામે છે.
આ આત્માને ‘પરથી મને લાભ થાય, હું પર પદાર્થનું કરી શકું છું’ એવી જે માન્યતા થવી તેને ભાવ
મરણ કહે છે, શ્રીમદ્દે સોળ વર્ષની ઉંમરે ‘અમૂલ્ય તત્ત્વ–વિચાર’ માં ભાવમરણ વિષે કહ્યું છે–
‘બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્‌યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો?’
સોળ વર્ષ પછીનું આ કાવ્ય છે. નાનપણથી જ તેમને ભવના અંત ઉપર ખૂબ વજન છે, ભવના નાશની
ખૂબ તાલાવેલી છે. અનંતકાળથી નહિ સમજાયેલ આત્મસ્વરૂપને અપૂર્વ પુરુષાર્થ વડે સ્વભાવના પ્રયત્ન દ્વારા
સમજીને ફડાક દઈને ભવનો નાશ ન થાય તો પુરુષાર્થ અને સમજણની અપૂર્વતા શી? અનંતકાળે પ્રાપ્ત થવો
દુર્લભ એવા આ મનુષ્ય ભવમાં આત્માની ઓળખાણ કરી આત્મસ્વભાવથી વિરુદ્ધ એવા ભવભ્રમણના મૂળનો
નાશ ન કરે તો મનુષ્યભવની કાંઈ ગણતરી નથી. જગતમાં ગલુડિયા અને અણસિયાં જન્મીને મરે છે તેમ
મનુષ્યભવ પામીને પણ અજ્ઞાનમાં જીવન વિતાવીને મરે તો ગલુડિયાના ભવમાં અને મનુષ્યના ભવમાં કાંઈ
તફાવત નથી. બહુ પુણ્યના યોગથી એટલે કે પૂર્વના કોઈ દયાદિ મંદ કષાયના ફળરૂપે દુર્લભ મનુષ્યભવ મળ્‌યો.
આ મનુષ્યભવમાં આત્માના સ્વરૂપને સમજવાની મુખ્યતા છે માટે તેને શુભદેહ કહ્યો. દેહને શુભ કહેવો તે
વ્યવહારનું કથન છે. માનવદેહ પામીને આત્મા જો દેહ, વાણી અને રાગ વગેરેથી રહિત ત્રિકાળી આત્માનું સ્વરૂપ
ઓળખવાનો પ્રયત્ન કરે, સમજે તો દેહને શુભપણાનો ઉપચાર આવે છે. પણ જો આત્માની ઓળખાણ ન કરે તો
તેને શુભનો વ્યવહાર આવતો નથી. પણ ગલુડિયાં વગેરેની પેઠે ભાવમરણ–અજ્ઞાનમરણ–બાળમરણ, કરીને મરે
તેને તે ભવવૃદ્ધિનું નિમિત્ત કહેવાય છે.
આવો દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત થયો છતાં, અરેરે ભવ પરિભ્રમણનો એક આંટો પણ ટળ્‌યો નહિ? એને
એ ચાર ગતિનાં ભ્રમણ ઊભાં રહ્યાં. આત્માના સાચા સ્વરૂપને સમજ્યા વિના પર પદાર્થમાં પોતાનું સ્વરૂપ–
પરપદાર્થમાં સુખ–માની માનીને ભ્રમણ કર્યું! પણ અહો જગતના જીવો! જરા વિચાર તો કરો! કે બાહ્ય સુખ
પ્રાપ્ત કરતાં અંતરનું સુખ ટળે છે. શરીરમાં, વિષયોમાં સુખ છે, તેમાંથી મને સુખ પ્રાપ્ત થશે એવી માન્યતાથી,
પરમાં જ ભટકવાથી પોતાના અંતરંગ સ્વભાવનું સુખ–અંતરંગ શાંતિ ટળે છે. વિષયોમાં સુખ નથી, સુખ
આત્માનો સ્વભાવ છે. તેને બહારમાં ગોતતાં અંતરનું સુખ ટળે છે અને આકુળતા ઉત્પન્ન થાય છે. લેશ એ લક્ષે
લહો. લેશ એટલે જરી એને લક્ષમાં–ખ્યાલમાં તો લ્યો. અંતર ધીરા થઈ જરી વિચાર તો કરો કે મારું સુખ પરમાં
ન હોય. પ્રથમ લેશ તો લક્ષ કરો, સ્થિરતાની વાત પછી, પ્રથમ સત્યને લક્ષમાં તો લ્યો!
દેહની સોળ વર્ષની ઉંમર ટાણે આ વાત આવી છે. ઉંમર આત્માને લાગુ પડતી નથી. બધા આત્મા
અનાદિથી વર્તતા વર્તમાન વર્તી રહ્યા છે. કોઈ આત્મા વર્તમાન સમયથી આગળ વધીને ભવિષ્યમાં ગયો નથી.
માટે ખરેખર વૃદ્ધ કે જુવાન કોને કહેવા? બધા આત્મા અનાદિના છે. કોઈ નાના મોટા નથી. દેહની સ્થિતિને
લઈને વ્યવહારે કહેવાય છે પણ તેમ ખરેખર નથી.
જગતના અનંત ચૈતન્ય આત્માઓ અને અનંત જડ પદાર્થો–પરમાણુ વગેરે પદાર્થો અનાદિ અનંત છે.
ત્રિલોકીનાથ તીર્થંકર ભગવાને તેમની સત્તા–હોવાપણું જેમ જોયું છે તેમ તેઓની સત્તા–હયાતી પોતાને લઈને છે.
માટે કોઈની સત્તા કોઈ પદાર્થ ઉપર કામ કરે નહિ. દરેકે દરેક પદાર્થ પોતાની હયાતીથી કામ કરી રહ્યાં

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૧૦૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
છે, છતાં એક પદાર્થની હયાતીને લઈને–નિમિત્તને લઈને બીજા પદાર્થની સત્તામાં–હયાતીમાં લાભ થાય એવી
માન્યતા હોવી તેને શ્રીમદ્દે ભાવમરણ કહ્યું છે. તે ભાવમરણ ભવચક્રનું–પરિભ્રમણનું કારણ છે.
શ્રીમદ્ જગતના જીવોને કહે છે કે, આવી અજ્ઞાન માન્યતારૂપી ભાવમરણને લઈને–આવા ક્ષણ ક્ષણ
ભયંકર ભાવમરણને લઈને પરિભ્રમણ થાય છે છતાં તેમાં કાં રાચિ રહ્યા છો? એટલે કે રુચિપૂર્વક તેમાં કાં લાગી
રહ્યા છો? ક્ષણ ક્ષણ ભાવમરણ એટલે સમયે સમયે પર્યાયે પર્યાયે અજ્ઞાનભાવને લઈને આત્માના સ્વરૂપની
અણસમજણરૂપ ભાવમરણ–આત્મમરણ થઈ રહ્યું છે, તેનું અજ્ઞાનીને ભાન નથી અને તેમાં જ રુચિથી–હોંશથી
રાચિ રહે છે. જ્ઞાની કહે છે અહો! જીવો તમે તેમાં કેમ રાચિ રહો છો!
પુદ્ગલના છેલ્લામાં છેલ્લા પોઈન્ટને–નાનામાં નાના અંશને–પરમાણુ કહે છે. તે પરમાણુ જેટલા ક્ષેત્રમાં
રહે તેને એક પ્રદેશ કહેવાય છે. એવા અસંખ્ય પ્રદેશવાળો જીવ છે. જીવના સ્વદ્રવ્યનું, સ્વભાવનું તથા તેના
પર્યાયોનું ક્ષેત્ર પોતાના અસંખ્ય પ્રદેશ જેવડું છે. જીવ અંદર સ્વભાવમાંથી, સ્વક્ષેત્રમાંથી, પોતાની હયાતીમાંથી
સુખનો પ્રયત્ન ન કરતાં, સ્વસત્તાથી બહાર, દેહ, વાણી તથા પુણ્ય આદિ વિકારી ભાવોમાંથી સુખ પ્રાપ્ત કરવા
જતાં અંતર ચૈતન્ય સ્વભાવની જાગૃતિનો નાશ થાય છે. તેને લેશ તો લક્ષમાં–ખ્યાલમાં લહો.
આત્મતત્ત્વને શોધવા અંતરની દ્રષ્ટિ કામ કરે છે. અંદર ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવની ઓળખાણ વિના
બાહ્ય લક્ષે દયા દાનાદિ શુભવિકાર થાય કે દેહની ક્રિયા થાય તે આત્માનું સ્વરૂપ નથી, પરંતુ ત્રિકાળી
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિના જોરે જે આત્માના પરિણામ એટલે ભાવ થાય તેને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાનસ્વરૂપ
આત્માનું કામ કહ્યું છે. આ સિવાય લક્ષ્મી વગેરે જડના સંયોગો, દેહાદિ જડની ક્રિયા કે પુણ્ય–પાપના વિકારી
ભાવોને આત્માનું ખરું કાર્ય કહ્યું નથી છતાં તેનાથી તથા તેની વૃદ્ધિથી આત્માનું હિત માનવું તે ભાવમરણ છે.
વળી લક્ષ્મી અને અધિકાર વગેરે પ્રાપ્ત કરવાના વલણવાળા ભાવ વડે આત્મા સુખનું ટળે છે એ આકુળતા વધે
છે. તેને લેશ તો લક્ષમાં લ્યો!
લક્ષ્મી અને અધિકાર વગેરે બાહ્ય પદાર્થોમાં તો સુખ નથી, પણ પુણ્યરૂપી શુભભાવમાં પણ સુખ નથી.
સુખ શું બહારમાં કે વિકારમાં હોય? સુખ આત્માની સત્તામાં હોય કે પરની સત્તામાં? સર્વજ્ઞદેવ–સંપૂર્ણ જ્ઞાનાનંદ
ભગવાન–થયા તે આત્મામાંથી થયા કે બહારથી થયા? પરિપૂર્ણ સુખી અને પરિપૂર્ણ જ્ઞાની શ્રી વીતરાગ
અરિહંતદેવ આત્માની સ્વસત્તામાંથી થયા છે. બહારથી–દેહથી–વાણીથી તેઓ સુખી થયા નથી. માટે દેહ વગેરે
બાહ્ય પદાર્થો આત્માના સુખ માટે સાધન નથી. જેઓ દેહને કે બાહ્ય સંયોગોને સુખનું સાધન–કારણ માને છે તે
માન્યતા તેમનો ભ્રમ છે, અજ્ઞાન છે, મિથ્યા માન્યતા છે.
વળી દેહ જો સાધન હોય તો આવા દેહ તો જીવ અનંત વાર પ્રાપ્ત કરી ચૂક્યો છે. એવા દેહની અનંત
વાર રાખ થઈ ગઈ. પણ “દેહ મારો છે, તે મને ધર્મનું સાધન છે” એવી માન્યતા હોવાથી ભાવમરણ કરતાં
કરતાં અજ્ઞાની જીવને અનંતકાળથી પરિભ્રમણ થઈ રહ્યું છે. એક માત્ર આત્માની સાચી સમજણ કર્યા વિના
અજ્ઞાનને લઈને અનંતવાર ગલુડિયા વગેરેના ભવ ધારણ કર્યા. અરે! જૈનના નામે, જૈનનો દ્રવ્યલિંગી સાધુ
થઈને પણ આ શરીરાદિની ક્રિયા મને ધર્મનું સાધન છે અને વ્રત વગેરે પુણ્યભાવો કરતાં કરતાં ધર્મ એટલે
આત્માનું કલ્યાણ થઈ જશે,’ એવી અજ્ઞાન માન્યતા રાખીને જીવે અનંતવાર મિથ્યા માન્યતારૂપ આત્મમરણ
એટલે કે ભાવમરણ કર્યાં.
માટે ભગવાન સર્વજ્ઞ દેવ કહે છે કે આત્માના યથાર્થ સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા વિના કેવળ અમારો
વાડો પકડે તો તે કંઈ ભાવમરણ ટાળવાનો ઉપાય નથી. પણ તું અંતર દેહથી રહિત તથા રાગાદિથી રહિત
ભવથી રહિત,–ત્રિકાળી ચૈતન્યસ્વભાવને સમજ! તે સમજણ ભવભ્રમણ અથવા ભાવમરણ ટાળવાનો ઉપાય છે.
આવા યથાર્થ ભાનપૂર્વક આત્માને દેહનું છૂટવું તેને સમાધિમરણ અથવા પંડિતમરણ કહે છે. અને ‘હું જાણનાર
જ્ઞાતાસ્વભાવ જ છું, પરની ક્રિયાનો કર્તા–હર્તા હું નથી, પુણ્ય વગેરે રાગ ભાવો મારું સ્વરૂપ નથી. રાગ તો
આકુળતા છે. તેનાથી ભિન્ન અંતર સ્વભાવની શાંતિ, ચૈતન્યમાં આનંદના શેરડા ઊઠે તે મારો સ્વભાવ છે;’
આવા ભાવ વિના, ‘શરીરનો હું સ્વામી છું, શરીર વડે મેં આટલાં કાર્ય કર્યાં, પરનાં ભલાં કર્યાં વગેરે પરના
કર્તાપણાની અજ્ઞાન માન્યતાપૂર્વક દેહ છૂટે તે બાળમરણ છે, અજ્ઞાન મરણ છે, જ્ઞાનીઓ

PDF/HTML Page 8 of 25
single page version

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૦૩ :
તેને સમાધિમરણ કહેતા નથી; ભલે પછી એકકોર ખાડામાં જઈને શ્વાસ ચડાવીને દટાઈ જાય, પણ તે સમાધિ
નથી, તેને આત્માનું અજ્ઞાન હોવાથી ભાવમરણ સમયે સમયે થયા જ કરે છે.
પ્રભુ આત્મા! બહુશ્રુત થઈને સ્વભાવના ભાન વિના તેં બાળમરણ બહુ કર્યાં. ચૈતન્ય સ્વભાવના
ભાનપૂર્વક દેહ છૂટે તેને ભગવાન સમાધિ–મરણ કહે છે. ભાન વિના દેહ છૂટે તેને સમાધિ મરણ–પંડિત–મરણ
ભગવાન કહેતા નથી તે તો બાળમરણ છે. તેના ફળમાં જીવ કાગડા–કૂતરા વગેરે તિર્યંચ આદિ ચારે ગતિમાં
રખડે છે.
આધિ, વ્યાધિ ઉપાધિ અને સમાધિનું સ્વરૂપ
આધિ, વ્યાધિ, અને ઉપાધિ રહિત તે સમાધિ. આત્મા શાંતિ અને આનંદ સ્વભાવ છે, તેની વર્તમાન
દશામાં પરને લક્ષે દયા, દાન વગેરે શુભભાવ અને હિંસા જૂઠું વગેરે અશુભભાવના વિકલ્પો–ઉત્થાનો થાય તે
આધિ છે. રોગ એટલે શરીરમાં તાવ આવવો, ગૂમડાં, ભગંદર વગેરેને વ્યાધિ કહે છે. રોગ–નીરોગ લોકોની
કલ્પના છે. ખરેખર તો શરીરના પરમાણુની તે કાળે તેવી દશા થવાને યોગ્ય હોય છે તેથી તે ઉષ્ણ અથવા
સડવારૂપ પરિણમે છે. લોકો પોતાની કલ્પના અનુસાર શરીર ઠંડું હોય, અવયવો ઠીક હોય, શરીર પુષ્ટ હોય તેને
નીરોગપણું માને છે. જ્યારે તેની કલ્પનાથી બીજા પ્રકારે શરીરનું પરિણમન હોય ત્યારે તેને તે રોગ કહે છે.
ખરેખર પરમાણુમાં રોગ–નીરોગ એવાં નામ લખ્યા નથી. રોગ સંબંધી જીવની આકુળતા, દુઃખ ને વ્યાધિ કહેવાય
છે. અને સ્ત્રી, પુત્ર, ધન, લક્ષ્મી, આબરૂ વગેરે બાહ્ય સંયોગો પ્રત્યેની જીવની મમતાને ઉપાધિ કહે છે.
આ પ્રમાણે આધિ, વ્યાધિ, અને ઉપાધિરૂપ જીવના વિકારી ભાવો છે. તેઓ અજ્ઞાન, રાગદ્વેષ અને
આકુળતાળા છે. તે ત્રણ ભાવોથી રહિત હું ચૈતન્ય જાણનાર–દેખનાર, શાંતસ્વરૂપ, આનંદનો પિંડ છું, બધા બાહ્ય
પદાર્થો તથા રાગાદિ વિકારી ભાવો મારું સ્વરૂપ નથી, એવી આત્માની સાચી સમજણ કરીને ‘આ હું આત્મા
જ્ઞાન અને નિરાકુળ સુખસ્વભાવ જ છું’ એમ રાગથી–વિકલ્પથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કરવો
તે પ્રથમ સમ્યગ્દર્શનરૂપ સમાધિ છે. આ જ ધર્મનો પ્રથમ એકડો છે. આવા આત્માના ભાન અને અનુભવ
સહિત, દેહ છૂટે તેને વીતરાગ સર્વજ્ઞદેવ સમાધિ–મરણ કહે છે. ભગવાને પંડિતમરણનું સ્વરૂપ આવું બતાવ્યું છે.
જીવને મનના સંબંધે પુણ્ય–પાપના ભાવો થાય તે આધિ; ખરેખર પુણ્ય–પાપના ભાવો આત્માનું સ્વરૂપ
નથી, પણ આત્માના સ્વભાવનો ઘાત કરનાર છે. જગતમાં જેમ પવનનું તોફાન થતાં આંધિ ચઢે છે તેમ આ
પુણ્ય, દયા, દાન, હિંસા આદિના ભાવો રાગ એટલે આકુળતાનું તોફાન હોવાથી તેઓ આંધિ છે. તેનાથી ભિન્ન
પોતાના ત્રિકાળી સ્વભાવને ઓળખીને તે રાગાદિથી પાર થવું તે આધિથી છૂટવાનો ઉપાય છે, આધિથી વિરુદ્ધ
સમાધિ છે.
સાચી સમજણ થતાં અલ્પકાળમાં પરમાત્મ – પદ પામવાની ખાતરી
જીવનમાં, ધર્મ કરીએ છીએ એમ જીવ માને, પરંતુ અંતર આત્માથી તેને ખાતરી ન થાય કે મારે હવે
ભવબંધન છૂટવાનું છે તો તેનું જીવન અને તેણે કરેલો ધર્મ શો? લોકમાં પણ કોઈ પુરુષના હાથ દોરડા વતી
બાંધ્યા હોય, તેના હાથ ફરતા પંદર આંટા દીધા હોય, પરંતુ તે પુરુષે પ્રયત્નથી સળવળ સળવળ કરીને તે
દોરડાને ઢીલું કરી પાંચ આંટા ઉખેળી નાખ્યા, પાંચ આંટા ઊખળ્‌યા ત્યાં ત્યાર પછીના બીજા પાંચ આંટા ઢીલા
પડી ગયા અને છેલ્લા પાંચ આંટા હજુ સહેજ કઠણ છે, પણ તેને અંતર ખાતરી થઈ ગઈ કે હમણાં આ બીજા
પાંચ આંટાને ઉખેળી છેલ્લા પાંચ આંટાને ઢીલા કરી આખું ય બંધન કાઢી નાખીશ. આવી ખાતરી તેને પ્રથમથી
જ આવી જાય છે. તેમ આત્મસ્વભાવની અંતઃરુચિ વડે જીવે સાચી ઓળખાણ કરી ત્યાં દેહાદિ તથા પુણ્ય–પાપના
ભાવો મારા છે એવી અજ્ઞાન માન્યતારૂપ બંધન પ્રથમ જ ફડાક દઈને તૂટી ગયું. તે સાચી માન્યતા થતા વેત જ–
બંધનો એક ભાગ છૂટતાં જ રાગ–દ્વેષ આદિ ઢીલા થઈ ગયા. હજુ અસ્થિરતા છે, રાગ છે, સાક્ષાત્ શ્રેણિ અને
કેવળજ્ઞાનનો પુરુષાર્થ નથી ઊપડતો, એટલો છેલ્લો ભાગ સહેજ કઠણ છે, પરંતુ સ્વભાવના પુરુષાર્થ વડે
અલ્પકાળમાં આત્મસ્વરૂપમાં સ્થિર થઈ રાગ–દ્વેષને ટાળી કેવળજ્ઞાન પ્રગટ કરીશ. અસ્થિરતારૂપ બંધનને તોડીને
હું થોડા કાળમાં પૂર્ણ પરમાત્મપદને પામીશ એવી ખાતરી અંતરથી પોતાના આત્માની સાક્ષીએ, જ્ઞાનીને થયા
વગર રહેતી નથી. માટે આત્મા ધર્મ કરે અને અંતરથી ભવછૂટકારાનો નાદ ન આવે એમ બને જ નહિ. પરંતુ તે
ધર્મ કેવો?

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૧૦૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
લોકોએ માની લીધું છે એવું ધર્મનું સ્વરૂપ નથી. ધર્મ તો અંદર આત્માનો નિર્મળ પ્રગટ થતો પર્યાય છે.
આત્માની નિર્વિકારી શુદ્ધ દશા છે. સિદ્ધ ભગવાન જેવો પરમાનંદનો અંશ છે. લોકો બાહ્ય જડની ક્રિયામાં કે
પુણ્યમાં ધર્મ માને છે તે અજ્ઞાન છે, ભ્રમ છે. તેનાથી જીવનું પરિભ્રમણ મટે નહિ.
શ્રીમદ્નો ભવ – અંત વિષે પડકાર
શ્રીમદ્ને નાની ઉંમરથી જ અંતરથી પડકાર આવતો કે મારે ભવ ન જોઈએ તેમણે ઘણે ઠેકાણે ભવઅંતને
વિષે લખ્યું છે :–
‘કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા,
નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.’
જાણનાર–દેખનાર ચૈતન્યમાં ભવ એટલે અજ્ઞાન, રાગદ્વેષ અને તેના કારણે પરિભ્રમણ છે તે કલંક છે.
માટે મારે ભવ જોતો જ નથી. ભવ એટલે વિકારી ભાવો; પુણ્ય–પાપના વિકારો રહિત હું કેવળ જાણનાર–
દેખનાર–આનંદ–સ્વરૂપ છું. મારા ત્રિકાળી સ્વરૂપમાં ભવ નથી. માત્ર વર્તમાન હાલતમાં વિકાર છે તે મારું ખરું
સ્વરૂપ નથી. તેથી વિકાર અને તેનું ફળ–ભવ મારે જોતાં નથી.
પ્રશ્ન :– ભવ હોય તો બીજા જીવોનું ભલું કરી શકે ને? જો ભવ હોય તો શરીર હોય, અને શરીર હોય તો
બીજાની સેવા વગેરે કરી શકીએ! માટે ભવ શું ખોટા છે?
ઉત્તર :– અરે ભાઈ! એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ભલું–બૂરું કરી શકે તે વાત જ તદ્ન ખોટી છે. સામા
જીવનું ભલું–બૂરું થવું, સુખી–દુઃખી થવું તેના પરિણામને આધારે છે. તેને બીજો જીવ સુખી–દુઃખી કરી શકે નહિ.
વળી સામા જીવને દુઃખ કે સુખ બાહ્ય સંયોગોને કારણે નથી. પર પદાર્થથી મને સુખ–દુઃખ થાય છે એવી અજ્ઞાન
માન્યતાથી, પરમાં સુખ–દુઃખની કલ્પના કરે છે. ખરેખર તે કલ્પના તેને કલ્પિત સુખ
[ખરેખર જે દુઃખ જ છે]
અને દુઃખનું કારણ છે. સામો જીવ તેની કલ્પના છોડે તો ખરું સુખ પામે. માટે કોઈ જીવ કોઈ જીવને સુખ કરે
એવી માન્યતા તદ્ન ભ્રમ છે. વળી તેને માટે ભવની માગણી જે કરે તે પણ તદ્ન મૂઢ છે. બધા જીવો સાચું
સમજવાનો પુરુષાર્થ ન કરે. કોઈ અલ્પ જીવો સત્ય સમજવાનો પુરુષાર્થ કરે અને તેમનો ભવ અંત થાય. માટે
જીવે પોતાનું કલ્યાણ કરવા માટે પોતાનું સ્વરૂપ સમજીને પરિભ્રમણનો અંત કરવો. માટે ભવ જ ન જોઈએ,
ભવ અંતના આ ટાણાં આવ્યાં છે. સાચું સમજવાના ટાણાં આવ્યાં છે, ત્યાં અંતર સમજવાનો પુરુષાર્થ કરે તો
શીઘ્ર ભવનો અંત થઈ જાય. વળી લોકો માને છે કે પરનું કંઈ ભલું કરીએ. પણ ભાઈ! પરનું ભલું કોણ કરી શકે
છે? સૌથી નજીકમાં રહેલા આ શરીરમાં કોઢનાં ચાંદણાં થયા હોય તેને પણ ફેરવી નથી શકતો તો પછી દૂર એવા
પર પદાર્થોમાં તે શું કરે? શું તેને કોઢનાં ચાંદણાં રાખવાનો ભાવ છે? ચાંદણા શરીરની અવસ્થા છે. શરીરને–તે
પરમાણુઓને–જે સમયે જે રૂપે પરિણમવું હોય તેમ પરિણમે છે. અચેતન જડ શરીર પોતાની અવસ્થા બદલવાને
સ્વતંત્ર છે. તેમાં બીજા કોઈનો હાથ કામ ન કરે એટલે કે તેને બીજો કોઈ પદાર્થ પલટાવી શકે નહિ, માટે હે
જીવ! પરના કરવાપણાની માન્યતા ને તું છોડ! તે અજ્ઞાન માન્યતા છોડવી એ રાગ–દ્વેષ વગેરેને છોડવા તે
નિર્ગ્રંથનો પંથ–ભવના નાશનો ઉપાય છે.
સમ્યગ્જ્ઞાની સાધક જીવને પુરુષાર્થની કચાશને લીધે રાગ, વિકલ્પ રહી ગયો, તેના કારણે એકાદ ભવ
હોય ખરો, પરંતુ નિર્ગ્રંથનો માર્ગ ભવ બતાવતો નથી; તે તો ભવથી રહિત કેવળ સ્વભાવ જ બતાવે છે.
ઈશ્વર વીતરાગ છે, સાક્ષી છે. તે ભવ આપે નહિ.
વળી કેટલાક માને છે કે, ભગવાન–ઈશ્વર ભવ આપે સ્વર્ગ આપે, તે વાત સાચી નથી. ભગવાન તો
સર્વના જાણનાર, વીતરાગ નિર્દોષ છે. તેને કોઈને ભવ કે સ્વર્ગ આપવાની ઈચ્છા હોય નહિ. જો તેને ઈચ્છા
કલ્પો તો ભગવાન સર્વના સાક્ષી–જ્ઞાતા અને નિર્દોષ–રાગ–વિકાર રહિત રહેતા નથી, ભગવાન દોષી થઈ જાય,
પણ એમ બનતું નથી. માટે ભગવાન સર્વજ્ઞ, ઈચ્છા રહિત, વીતરાગ છે. તે કોઈને સ્વર્ગ આદિ આપે નહિ.
સ્વર્ગાદિ ગતિ જીવ પોતાના શુભાદિ પરિણામથી પ્રાપ્ત કરે છે.
પરિભ્રમણના નાશની અંતરધગશ
ભાઈ! તને ભવભ્રમણનો ત્રાસ થયો છે? ‘મારે હવે ભવ ન જોઈએ, આત્માની સાચી ઓળખાણ કરીને
તેનો હવે અંત લાવવો છે.’ એવી અંદરથી ધગશ થઈ છે? શ્રીમદ્ રાજચંદ્રને નાની ઉંમરથી જ અંદરમાંથી પડકાર
આવતો કે, ‘મારે આ ભવ–આ પરિભ્રમણ ન જોઈએ.’ આત્મા પર પદાર્થના આશ્રય રહિત સ્વતંત્ર

PDF/HTML Page 10 of 25
single page version

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૦૫ :
પદાર્થ છે. તેને પર પદાર્થનો આશ્રય માનવો તે ભયંકર ભાવમરણ છે. જ્ઞાની પુરુષો જગતના જીવોને સંબોધીને
કહે છે કે, ‘અરે જીવો! ક્ષણે ક્ષણે થતા એવા ભાવ–મરણોમાં તમે કાં રાચિ રહો છો!’
ભવનો નાશ કરવાની તે ભાવના અથવા સમાધિની ભાવના શ્રીમદ્ને અહીં આ રાજકોટમાં આજે (ચૈત્ર
વદ પાંચમે) પૂરી થઈ, એટલે કે તેમનું સમાધિ–મૃત્યુ અહીં રાજકોટમાં આજે થયું હતું.
ભવના અંતનો ઉપાય એક માત્ર આત્માની સાચી ઓળખાણ કરવી તે છે. આ જ આત્માને તરવાનો
ઉપાય છે. આ જ પંથે અનંત આત્માઓ ભૂતકાળમાં તર્યા છે અને ભવિષ્યકાળમાં પણ આ જ ઉપાયથી તરશે.
શ્રીમદ્ અંતરથી ઘણા ઉદાસીન હતા. મુંબઈ જેવા પ્રવૃત્તિવાળા શહેરમાં રહેવા છતાં મુંબઈને ‘મોહમયી
નગરી’ની ઉપમા આપીને, તેને ઉપાધિમય કહીને, વ્યાપાર આદિની ઉપાધિમાં જોડાવાનો નકાર કરતા હતા;
એટલે કે ઉપાધિમય ભાવથી નિવૃત્તિની ભાવના ભાવતા હતા.
આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત આત્માની સમાધિની વાત બધા જીવો સમજી શકે એમ છે. આઠ વર્ષના
બાળકો પણ આત્માની સાચી ઓળખાણ અને સમાધિ પ્રગટ કરી શકે છે.
શ્રીમદ્દે ૨૯માં વર્ષમાં આત્મસિદ્ધિશાસ્ત્ર બનાવ્યું છે. તેની પહેલી કડીમાં કહ્યું છે કે :
‘જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.’
આત્મસિદ્ધિમાં પ્રથમ જ કહ્યું છે કે : જીવ પોતાનું સાચું સ્વરૂપ સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો; પરંતુ
ત્યાં, ‘જીવે પરોપકાર ન કર્યો, કુટુંબનું ભલુ ન કર્યું, પર જીવોની દયા ન પાળી, જાત્રા, પૂજા, ઓળી કે આંબેલ ન
કર્યા માટે તે દુઃખ પામ્યો’ એમ ન કહ્યું; કારણ કે જીવે તે બધું અનંતવાર કર્યું છે, માત્ર એક પોતાનું સાચું સ્વરૂપ
જ નથી સમજ્યો, અને તેથી અનંતકાળથી અજ્ઞાનને લીધે અનંતુ દુઃખ પામ્યો છે. માટે જે જીવ શરીર અને રાગ
આદિ વિકારી ભાવોથી રહિત પોતાના શુદ્ધ સ્વરૂપને સમજે તેને દુઃખ મટવાનો આ ઉપાય કહેવાય છે. જેઓને
સમજવાની રુચિ નથી તેઓ તો સંસારમાં એમ ને એમ રહેવાના છે.
જીવ પોતાના સ્વરૂપની સાચી સમજણ વિના અનંત દુઃખ પામ્યો. ત્યાં, અનંત એટલે કાળ ક્રમે અનંત
દુઃખ પામ્યો એમ નહિ; પરંતુ અનંત પર પદાર્થોથી ભિન્ન અનંત જ્ઞાનદર્શનરૂપ, અનંત નિરાકુળ આનંદ
સ્વભાવરૂપ સુખ સ્વભાવનો, પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે વર્તમાન અવસ્થામાં નકાર કરીને અનંત
અનાકુળ સ્વભાવથી વિપરીત દશા ઊભી કરી તે જ વર્તમાન એક સમયના પર્યાયમાં અનંતું દુઃખ છે. આમ
સમય સમય કરતાં અનંત કાળથી જીવ દુઃખ દશા ભોગવે છે. પણ આત્માની સાચી સમજણથી તે દુઃખ નાશ
પામે છે. તેથી કહ્યું કે–
‘સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.’
જેમની પાસેથી સ્વરૂપની યથાર્થ સમજણ પ્રાપ્ત થઈ એવા ગુરુનો અહીં વિનય કર્યો છે. આ ભવમાં
શ્રીમદ્ને પોતાને ગુરુ મળ્‌યા નથી, પણ પૂર્વના સ્મરણમાં જે ગુરુ હતા તેમનો બહુમાનપૂર્વક વિનય કરીને આ
પ્રથમ શ્લોક કર્યો છે. આત્મસિદ્ધિ પૂર્ણ કરતાં છેલ્લે લખ્યું છે કે–
‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત,
તે જ્ઞાનીનાં ચરણમાં હો વંદન અગણિત,’
લોકો તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજે નહિ અને ઉપરથી જ્ઞાની જેવી ભાષા કરે એમાં સત્ય નથી. તળાવમાં
મધ્યની અને કાંઠાની સપાટી બહારથી તો સરખી લાગે, પરંતુ વાંસડા વડે તેની ઊંડાઈ જોવામાં આવે તો કાંઠે
ચાર આંગળ પાણી ઊંડું હોય અને મધ્યમાં બે, ચાર માથોડાં પાણી ઊંડું હોય એ પ્રમાણે જેને તત્ત્વનો વાસ્તવિક
ખ્યાલ નથી તેને ઉપરથી તો એમ જ લાગે કે બધા ય ઉપદેશકો આત્માની વાત કરે છે; પરંતુ જો તત્ત્વના મૂળમાં
જઈને ઊંડાણથી ગંભીરતાપૂર્વક તેનો વાસ્તવિક અભ્યાસ કરે તો તેને વીતરાગ માર્ગ અને બીજા–ધર્મના
નામના–ઉપદેશકો વચ્ચે ઉગમણા–આથમણા જેટલો તફાવત લાગે. જીવનું ખરું સ્વરૂપ શું? વિકારનું સ્વરૂપ શું?
વિકારનું કારણ કોણ? –કર્મ, પર પદાર્થો કે આત્માની ભૂલ? તેને ટાળવાનો ઉપાય શો? વિકાર રહિત મોક્ષનું
સ્વરૂપ શું? વગેરે તત્ત્વનું યથાર્થ સ્વરૂપ ઘણું ગહન છે. તેને બરોબર સમજવું જોઈએ.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
ખરેખર દેહાતીતનું સ્વરૂપ શું? દેહાતીત કોને કહેવો? કોઈ મારી નાખે, શરીરને કાપી નાખે અને
મોઢામાંથી ઊંહકારો ન કરે તે કાંઈ દેહાતીત નથી, કારણ કે આત્માના ભાન વગરના જીવો પણ લડાઈના
પ્રસંગમાં માનને લક્ષે, શરીર કપાતાં છતાં ઊંહકારો કરતા નથી. બાઈઓ ઘાસતેલ છાંટીને બળી મરે છે છતાં
ઊંહકારો કરતી નથી. શું તે દેહાતીત છે? –નહિ. જેને શરીર, વાણી આદિ પર પદાર્થોથી જુદાં એવા પોતાના
આત્માનું યથાર્થ ભાન છે, દેહ ઉપર મારો અધિકાર નથી, દેહ, જ્ઞાનાવરણીય આદિ કર્મોના સમૂહરૂપ બનેલું
કાર્મણ શરીર અને રાગ–દ્વેષ, દયા–દાનનાં શુભ પરિણામ તેમ જ અશુભ પરિણામ–એ બધાની પાર આત્મા છે;
આત્મામાં આ બધા નથી. પર તથા શુભાશુભ વિકારથી ભિન્ન એવા પોતાનું સ્વરૂપ સમજયો તે આત્મા જ
દેહાતીત થયો છે. સ્વરૂપની સાચી સમજણ થતાં તે એમ જાણે છે કે ‘આ શુભાશુભ વિકાર તે હું નહિ, આ શરીર,
વાણી વગેરે હું નથી, હું જ્ઞાતા છું અને તેઓ મારા જ્ઞેય છે.’
‘હું કર્તા અને શરીરાદિની કોઈ અવસ્થા મારું કાર્ય છે એમ નથી; હું ભોક્તા અને તે મારું ભોગ્ય છે એમ
નથી. ખરેખર તો શુભાશુભ વિકાર, દયાદિની લાગણીઓ મારું કાર્ય તેમ જ ભોગ્ય નથી; પરંતુ શુદ્ધ જ્ઞાનસ્વભાવ
પ્રગટ કરીને તેનો અનુભવ કરવો તે જ મારું કાર્ય અને ભોગ્ય છે.’ આવું ભાન થયાં છતાં અવસ્થામાં
નબળાઈને લીધે વૃત્તિ ઊઠે તો તેનું વલણ સર્વજ્ઞ ભગવાન તથા જ્ઞાનીઓ તરફ રહો, પરંતુ વિષય–કષાયાદિ
અશુભભાવમાં ન રહો. આવું ‘સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.’ આ કથનનું રહસ્ય છે. શ્રીમદ્ના
કથનનું રહસ્ય નહિ સમજતાં, રાગીઓ–પક્ષવાળા તેમના શબ્દોને ખેંચે છે (–આગ્રહથી લખ્યા પ્રમાણે શબ્દાર્થ કરે
છે, પરંતુ તેમનો હેતુ સમજતા નથી.), અને દ્વેષીઓ તેની નિંદા કરે છે. બેમાંથી કોઈ શ્રીમદ્ના આશયને
ઓળખી શકતા નથી.
શ્રીમદ્ રાજચંદ્રે એવું શું કર્યું કે તેમનું સમાધિ–મરણ વખણાય છે? શ્રીમદ્દે પોતાની એક કવિતામાં લખ્યું
છે કે :–
અવશ્ય કર્મનો ભોગ જે, ભોગવવા અવશેષ રે;
તેથી દેહ એક જ ધારિને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.
વળી તેમાં જ પહેલી કડીમાં કહે છે કે :–
ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે;
દશ વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે.
શ્રીમદ્ને અંતરમાં આત્માનું ભાન હતું. તેમને ચૈતન્ય–જાગૃત સત્તાની ઓળખાણ થઈ છે, છતાં
અસ્થિરતા છે તેટલો રાગ છે. એટલી કચાશને લઈને, દેહ છૂટતાં આ ભવમાં નથી, પણ અંતરમાં તેમને ખાતરી
છે કે આ અસ્થિરતાને–કચાશને–શુભાશુભરૂપ બહારના ઉત્થાને ટાળી પૂર્ણ વીતરાગ થઈ જશુ; સ્વ દેશ જશું.
પોતાના આત્મામાં પૂર્ણ થવું, સ્વરૂપમાં પૂર્ણ સમાઈ જવું તે સ્વદેશમાં જવું છે, આત્મા સિવાય કોઈ બહારનું ક્ષેત્ર
સ્વદેશ નથી. હવે એક દેહ ધારીને અંતરમાં સ્થિર થઈ સ્વદેશ જઈશું. આવા આત્મભાનપૂર્વક અને આત્મશાંતિ
સહિત તેમનું મરણ–આ દેહનો વિયોગ થયો હોવાથી તે વખણાય છે.
‘અપૂર્વ અવસર’માં પણ સ્વકાળની એટલે કે સ્વ પર્યાયની શુદ્ધતાની ભાવના છે. અપૂર્વ અવસરમાં
પહેલી કડીમાં ભાવના ભાવે છે કે :–
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો?
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ જો? અપૂર્વ.૧.
અંતર આત્માનું ભાન થયું છે પણ સ્વભાવના પુરુષાર્થ વડે અંતર અસ્થિરતાના રાગાદિને તોડી,
સ્વરુપમાં વિશેષ સ્થિર થઈ આભ્યંતર તેમ જ બાહ્ય નિર્ગ્રંથ કયારે થાશું ? બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ સ્વકાળ ક્યારે
પ્રગટ કરશું? એવો અપૂર્વ અવસર–અપૂર્વ નિર્મળ શુદ્ધ દશા અમને ક્યારે પ્રગટ થશે! અપૂર્વ અવસર એવો
ક્યારે આવશે? ક્યારે નિર્ગ્રંથ થશું? એમ નિર્ગ્રંથ થવાની શ્રીમદ્દે ભાવના ભાવી છે. અંતર સ્વભાવમાં લીનતા
કરી, અંતરમાં ઠરીને અપૂર્વ સ્વભાવ દશા–સ્વકાળ–અપૂર્વ સ્વ–રમણતા ક્યારે પ્રગટ કરશું? એવી અંતરની
ભાવના ભાવી છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૦૭ :
૩૩ વર્ષની દેહની સ્થિતિએ તેમણે આવી ભાવના ભાવી છે. ૩૩ વર્ષની આટલી નાની વયમાં તેમનો
દેહ–ત્યાગ થયો હતો. કોઈ એમ કહેતું હતું કે, તેમણે વ્યાપારાદિમાં વ્યવસાય–ઉપાધિ બહુ કરી માટે નાની વયમાં
તેમનું શરીર ક્ષીણ થઈ ગયું અને છૂટી ગયું. પરંતુ કહેનારની તે વાત ખોટી છે. ભાઈ! જે સમયે દેહ છૂટવાનો
હોય છે, પરમાણુઓની જે ટાણે જે અવસ્થા થવાની હોય છે તે તે જ સમયે – તે જ પ્રમાણે થાય છે; તેમાં કોઈ
કાંઈ આઘુંપાછું કરી શકતું નથી. ઘણી ચિંતા કરે માટે દેહ જલદી છૂટી જાય, એ વાત સાચી નથી. બહુ ઉપાધિ કરે
માટે દેહ ક્ષીણ થાય અને ઉપાધિ ઓછી કરે તો શરીરની અવસ્થા હૃષ્ટ–પુષ્ટ રહે, એ વાત ખોટી છે. જીવ ચિંતા
કરે તો તેને શાંતિ ઘટે છે અને આકુળતા થાય છે તે વાત સાચી છે, પણ ચિંતા–અચિંતાથી શરીરમાં રોગ–
નીરોગતા થાય એમ બનતું નથી. શ્રીમદ્ને શરીરમાં જ્યારે સંગ્રહણી–શરીરના પરમાણુઓની તેવી અવસ્થા–
થવાની હતી ત્યારે થઈ છે.
વળી તેઓ અપૂર્વ અવસરમાં, શત્રુ–મિત્ર પ્રત્યેના–દ્વેષ તેમ જ રાગની–લાગણી રહિત સમદર્શી સ્વભાવ
તથા ભવનો નાશ કરવો. અને મોક્ષ પ્રગટ કરવો એવા બન્ને વિકલ્પો રહિત કેવળ શુદ્ધ સ્વભાવના–કેવળ
સાક્ષી–સ્વભાવની–ભાવના ભાવે છે.
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શીતા, માન અમાને વર્તે તે જ સ્વભાવજો;
જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવજો. અપૂર્વ.
આ આત્માને બહારમાં કોઈ શત્રુ કે મિત્ર છે નહિ. આત્માનો શત્રુ અજ્ઞાન અને રાગ–દ્વેષ વિકારી
પરિણામ છે, અને મિત્ર ચૈતન્ય આનંદ–કંદ ત્રિકાળી સ્વભાવ છે. કહ્યું છે કે:–
पुरिसा तुममेव तुमं मित्तं, किं बहिया मितमिच्छसि।
હે જીવ! તું જ તારો મિત્ર છે, તું બાહ્ય–મિત્રની ઈચ્છા કેમ કરે છે? ખરેખર બહારમાં કોઈ તારો મિત્ર
નથી.
વળી માન–અપમાન કોનાં? સામો જીવ તેને ઠીક લાગે–તેને ગોઠે–તેમ તેના ભાવો કરે છે; તેને ન રુચે તે
તેનો (પોતાનો) અનાદર કરે છે અને રુચે તો પોતાની રુચિનો આદર કરે છે. પરનો આદર–અનાદર કોઈ કરતો
નથી.
વળી, ‘જીવન કે મરણે નહિ ન્યૂનાધિકતા,’ મરણ હોય તો ઠીક નહિ અને જીવન હોય તો ઠીક; અથવા
આ આમ કેમ? એવી ન્યૂનાધિકતા જેમાં નથી એવાં મુનિપદની તેઓ ભાવના ભાવે છે. શરીરના સંયોગ–
વિયોગની જે કાળે જે દશા થવાની હોય તેમ થાય છે; જીવન ટાણે જીવે એટલે કે શરીર જીવ સાથે એક ક્ષેત્રે રહે,
અને મરણ ટાણે શરીર છૂટે, સૌને ટાણે સૌ પોતપોતાનું કામ કરે, તેમાં આમ થાય તો ઠીક, એવો ન્યૂનાધિક
એટલે કે ઠીકાઠીકનો ભાવ જેમાં નથી એવા સ્વભાવ–પદની આ ભાવના છે.
‘ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવજો.’ –હું જ્ઞાનદર્શન સ્વભાવમાં રહેનારો છું, ભવ અને મોક્ષ એવા બે
ભેદોનો–બે વિકલ્પોનો આશ્રય કરનારો હું નથી. કોઈ કહે કે તારો આ ભવે મોક્ષ છે, તો ય શું? અને કોઈ કહે કે
તારો એક ભવે મોક્ષ છે, તો ય શું? ભવ મારામાં ખરેખર ક્યાં છે? અને મોક્ષના પર્યાય જેટલો ય હું ક્યાં છું, હું
તો ત્રિકાળી જ્ઞાન–દર્શન સ્વભાવ છું, ભવ–મોક્ષના પર્યાય જેટલો કે તે બેના વિકલ્પ જેટલો હું નથી. તે બંને
પર્યાયોમાં મન સમભાવ છે એટલે કે એ બંનેના વિકલ્પો તરફ મારું વલણ નથી, હું તેમનો જ્ઞાતા છું–જાણનાર
દેખનાર–સાક્ષીમાત્ર છું.
આત્મસ્વભાવનો મહિમા કરતાં, તે સ્વભાવ–પદ વાણીથી અગોચર છે, પૂર્ણ રીતે–સંતોષ થાય એમ સર્વ–
પ્રકારે–વાણીમાં તેનું કથન આવી શકતું નથી એમ કહે છે :–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ.
ભગવાન સર્વજ્ઞદેવે પોતાની નિર્મળ દશામાં–કેવળ જ્ઞાનમાં આત્માને જેવો પૂર્ણ જોયો તેવો તેને વાણી–
વાહનમાં તેઓ પણ પૂર્ણપણે કહી શક્યા નહિ. અલ્પજ્ઞને તો જ્ઞાન અલ્પ હોવાથી તેને વાણીમાં નિમિત્તતા અલ્પ
છે, પરંતુ સર્વજ્ઞ ભગવાન–કે જેમને પરિપૂર્ણ

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૦૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
જ્ઞાન પ્રગટ થયું છે, મોહ–રાગ–દ્વેષાદિ દોષોનો સર્વથા નાશ થયો છે, એક સમયમાં ત્રણકાળ–ત્રણલોકના
પદાર્થોને એક સાથે પૂર્ણ જાણે છે–તેમની દિવ્ય વાણી પણ આત્મસ્વભાવનું પૂર્ણ વર્ણન કરી શકતી નથી. તો
અલ્પજ્ઞની વાત શી? આત્મસ્વભાવ માત્ર સ્વાનુભવગોચર છે. પોતે જાતે તેની ઓળખાણ કરી–અનુભવ કરીને
તેનો પાર પમાય છે.
છેલ્લી કડીમાં કહે છે કે :–
એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજાવગર ને હાલ મનોરથ રૂપ જો;
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો; પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ.
પુણ્ય–પાપના વિકારથી રહિત આત્માના પૂર્ણપદની પ્રાપ્તિ માટે મેં ધ્યાન કર્યું છે. મારું ધ્યેય એટલે કે લક્ષ્ય
એક આત્માનું પૂર્ણ શુદ્ધ પદ જ છે. બીજુ કાંઈ મારું ધ્યેય નથી, શુભ વિકાર કે તેના ફળરૂપ દેવાદિના સંયોગો મારું
લક્ષ્ય નથી. મારું ધ્યાન તો પૂર્ણ શુદ્ધાત્મપદની પ્રાપ્તિમાં છે, છતાં આ ભવમાં તે પૂર્ણપદ પ્રાપ્ત કરું એવો મારો
પુરુષાર્થ નથી, તેથી ‘ગજાવગર ને હાલ મનોરથરૂપ જો.’ વર્તમાન પૂરો પુરુષાર્થ નહિ હોવાથી ગજાવગરનો છું,
છતાં પણ વર્તમાનમાં મનોરથ–મનરૂપી રથનાં પૈડાં–પૂર્ણાનંદ સ્વભાવ તરફ જ દોડે છે. પુણ્ય–પાપ તરફ દોડતાં
નથી. ‘તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો.’ અને મારા મનોરથ પૂર્ણ સ્વભાવ તરફ દોડતા હોવાથી, શ્રીમદ્
રાજચંદ્ર કહે છે કે :– ‘મારા આત્માને ખાતરી છે કે ‘પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” સર્વજ્ઞ ભગવાને સ્વયં
તે પરમપદ પ્રગટ કરીને તેનો જે પંથ કહ્યો, તેમણે જે આજ્ઞા કહી તે મારા ખ્યાલમાં છે. જે પ્રમાણે પરમપદનો પંથ
કહ્યો છે તે પ્રમાણે સ્થિર થતાં ‘થાશું તે જ સ્વરૂપ જો.’ એટલે કે અમે પોતે પરમપદરૂપ થઈ જશું.
ત્રિલોકીનાથ તીર્થંકર ભગવાને આત્માનો જેવો સ્વભાવ કહ્યો છે તેવો સમજવો તે તેમની આજ્ઞા છે.
‘આ’મર્યાદા, ‘જ્ઞા’–અંતર જ્ઞાન કરવું તે. આત્માદિ પદાર્થોનું જેવું સ્વરૂપ છે તેવું તેની સ્વરૂપ–મર્યાદા પ્રમાણે
સમજવું તે ભગવાનની આજ્ઞા છે. એ રીતે શરીરાદિ પરથી તથા રાગાદિ વિકારથી રહિત આત્માની ઓળખાણ
થઈ છે, અને જે કાંઈ અપૂર્ણતા રહી ગઈ છે તેનો નાશ કરીને પૂર્ણ થશું. આવી ભાવનાપૂર્વક આજના દિવસે
શ્રીમદ્દે રાજકોટમાં સમાધિમરણ કર્યું હતું.
કોઈ કહે છે કે શ્રીમદ્દે અહીંથી મરીને સીધો મનુષ્યદેહ ધારણ કર્યો છે, તે મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે
મનુષ્યપણે છે, અને તેમને કેવળજ્ઞાન થયું છે. આ વાત તદ્ન ખોટી છે. શ્રીમદ્ મહાવિદેહમાં મનુષ્યપણે જનમ્યા
નથી, કારણ કે સમ્યગ્દ્રષ્ટિ મનુષ્ય મરીને (કર્મભૂમિમાં) મનુષ્ય થાય જ નહિ. મનુષ્ય મરીને મનુષ્ય થાય તે તો
મૂઢ હોય–મિથ્યાદ્રષ્ટિ હોય. ‘શ્રીમદ્ મરીને મનુષ્ય થયા છે’ એમ કહેનારા પોતે શ્રીમદ્ને મૂઢ–મિથ્યાદ્રષ્ટિ ઠરાવે છે
તેનું તેને ભાન નથી. જ્ઞાની મનુષ્ય મરીને દેવમાં જ જાય, એવો નિયમ છે.
અંતર સ્વભાવની ભાવના ભાવતાં દેહ છૂટે, આત્માની શાંતિપૂર્વક દેહ–વિયોગ થાય તેને સમાધિ કહે છે.
આ સિવાય બીજું જે કાંઈ કરે તે સમાધિ નથી.
શ્રીમદ્ મોક્ષમાળામાં ‘અમૂલ્ય તત્ત્વવિચાર’ના પાઠમાં કહે છે કે :–
‘હું કોણ છું ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્ત્વો અનુભવ્યાં.
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે! આત્મ તારો! આત્મ તારો! શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.
હે જીવ! તું તારા આત્માને ઓળખીને સર્વાત્મમાં સમદ્રષ્ટિ કર! કોઈના પ્રત્યે વિષમભાવ રાખીને તારે શું
પ્રયોજન છે? સામો જીવ એને ભાવે તરે છે અને એના જોખમે બૂડે છે, તું તારામાં સમભાવ રાખ, ઠીક–
અઠીકભાવ રહિત સર્વને દેખ અને જાણ! આવી ભાવના રાખતાં દેહ છૂટે તેને સમાધિ–મૃત્યુ કહે છે. અનંત
વોને પૂર્વે આવાંં સમાધિ–મૃત્યુ થઈ ગયાં છે. અને વર્તમાનમાં જેઓને આત્મજ્ઞાન છે તથા ભવિષ્યમાં જેમને થશે
તેમને સમાધિ–મરણે દેહ છૂટશે, માટે આ સમાધિ–મરણ અનુમોદવા જેવું છે.

PDF/HTML Page 14 of 25
single page version

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૦૯ :
શ્રી પરમાત્મા – પ્રકાશ – પ્રવચનો
લેખાંક ૧૪ મો ] [અંક ૭ થી ચાલુ
: વીર સં: ૨૪૭૩ ભાદરવા સુદ ૧૦ બુધવાર : દસલક્ષણીપર્વનો ઉત્તમ સંયમદિન (૬)
[શ્રી પરમાત્મ પ્રકાશ–ગા. ૧૭–૧૮]
() ત્ત ર્ : આજે દસલક્ષણપર્વનો ઉત્તમ સંયમનો દિવસ છે, તે સંયમધર્મના
ફળમાં પરમાત્મદશા પ્રગટે છે. આત્માનો સ્વભાવ ત્રિકાળ પરમાત્મસ્વરૂપ છે, એની શ્રદ્ધા–જ્ઞાન પૂર્વક ઉત્તમ
સંયમ હોય છે અને તેના ફળમાં પરમાત્મ પર્યાય પ્રગટે છે.
() ધ્ ગ્ ત્સ્ ? : ધ્યાન કરવાયોગ્ય ત્રિકાળ પરમાત્મસ્વભાવ કેવો છે તે
આ ગાથામાં બતાવે છે.–
ગાથા – ૧૭
णिच्चु णिरंजणु णाणमउ परमाणंद सहाउ।
जो एहउ सो संतु सिउ तासु मुणिज्जहि भाउ।।
१७।।
ભાવાર્થ :– જેનો નિત્ય નિરંજન જ્ઞાનમય પરમાનંદ સ્વભાવ છે એવો આ આત્મા પોતે જ શાંત અને
શિવ–સ્વરૂપ છે; હે પ્રભાકર ભટ્ટ! તું એવા આત્મસ્વભાવને જાણ અર્થાત્ તેનું ધ્યાન કર.
આત્મા ત્રિકાળ પરમાનંદમય જ્ઞાનસ્વભાવી છે, વિકાર રહિત અબંધ છે; મોક્ષદશા થવી તે પર્યાયદ્રષ્ટિથી
છે. બંધ દશા હતી ને મોક્ષદશા થઈ–એવા બે ભેદ ત્રિકાળ આત્મસ્વભાવમાં નથી. બંધ–મોક્ષ પર્યાયમાં છે,
ત્રિકાળ સ્વભાવમાં નથી. એવા ત્રિકાળી સ્વભાવને જાણીને તેનું ધ્યાન કરવું તે જ મુક્તિનું કારણ છે.
() મ્ગ્ર્ ધ્ : આત્માના સ્વભાવમાં ત્રણે કાળે રાગ નથી, અને જ્યાં રાગ જ નથી
ત્યાં પરદ્રવ્ય સાથેનો સંબંધ ક્યાંથી હોય? આત્માનો સ્વભાવ ભાવકર્મથી રહિત છે, અને જડકર્મથી પણ રહિત
છે. ત્રિકાળ નિરપેક્ષ એકલા જ્ઞાનમય છે, જ્ઞાનથી પરિપૂર્ણ સ્વભાવ છે. આવી વસ્તુ તે જ સમ્યગ્દર્શનનું ધ્યેય છે.
અર્થાત્ એવી વસ્તુના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે.
() સ્ િિ જા . : સ્વભાવ ત્રિકાળ પરમાનંદમય છે અને તેની
દ્રષ્ટિથી જે પરમાનંદ પરિણતિ પ્રગટી તે પણ અભેદપણે સ્વભાવમાં જ સમાઈ ગઈ. ત્રિકાળના લક્ષે જે આનંદનો
અંશ પ્રગટ્યો તે અંશ ત્રિકાળમાં જ ભળી ગયો, એટલે તે પરમાનંદદશા પણ અભેદપણે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો
વિષય થઈ ગઈ.
() ર્ધ્ ત્તર્દ્ર ધ્ : આત્માનો સ્વભાવ નિત્ય–નિરંજન–જ્ઞાનમય પરમાનંદ સ્વરૂપ છે,
તે ત્રિકાળ કલ્યાણ સ્વરૂપ છે, તેમાં કદી ઉપદ્રવ નથી, બંધનની ઉપાધી નથી. હે શિષ્ય, તું એવા ત્રિકાળ શુદ્ધ બુદ્ધ
પરમાત્મસ્વભાવને જાણીને તેનું ધ્યાન કર. સ્વભાવનું જ્ઞાન કરીને ત્યાં જ એકાગ્ર થા, એ જ ધર્મધ્યાન છે.
રાગાદિમાં એકાગ્રતા તે આર્ત્ત–રૌદ્રધ્યાન છે. રાગાદિની એકાગ્રતા તે સંસાર છે, ને સ્વરૂપની એકાગ્રતા તે
મુક્તિનું કારણ છે.
() મ્ગ્ર્જ્ઞિત્ર ધ્ , ધ્ પ્ર : શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા
કરવી તે પણ પરમાત્મ–સ્વભાવનું જ ધ્યાન છે. સમ્યગ્દર્શન પણ સ્વરૂપની જ એકાગ્રતા છે, અને સમ્યગ્જ્ઞાન તે પણ
ધ્યાન જ છે, અને સમ્યક્ચારિત્ર પણ ધ્યાન છે. એ ત્રણે સ્વાશ્રયની એકાગ્રતારૂપ ધ્યાનના જ પ્રકાર છે. અને
પરાશ્રયની એકાગ્રતા તે મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે. ધ્યાનની જ મુખ્યતાથી આ શાસ્ત્રમાં વર્ણન છે.
પરમાત્મસ્વભાવના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યગ્જ્ઞાન પણ ચૈતન્યની એકાગ્રતારૂપ ધ્યાનથી જ
થાય છે, ને સમ્યક્ચારિત્ર પણ તે ધ્યાનથી જ થાય છે. પરંતુ કોઈ વિકલ્પની પ્રવૃત્તિથી કે જડની ક્રિયાથી સમ્યગ્દર્શન
જ્ઞાન કે ચારિત્ર થતાં નથી. રાગની એકાગ્રતા છોડીને, સ્વરૂપની એકાગ્રતા કરવી તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
એકલા જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરતાં જ રાગાદિની ચિંતા તૂટી જાય છે તે જ ‘એકાગ્ર ચિંતા નિરોધ’રૂપ ધ્યાન છે,
ને તે જ મોક્ષમાર્ગ છે.

PDF/HTML Page 15 of 25
single page version

background image
ગાથા–૧૮
: ૧૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
(૧૩૫) સ્વશ્રયભવ ત જ સમ્યગ્દશન છ. : – ધ્યાન એટલે સ્વરૂપનો આશ્રય; જેટલો સ્વાશ્રયભાવ તેટલો
મોક્ષમાર્ગ; ને જેટલો પરાશ્રયભાવ તેટલો બંધમાર્ગ. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે સ્વાશ્રયભાવ જ છે.
પ્રશ્ર :– જ્યારે સ્વાશ્રય કરે ત્યારે સમ્યગ્દર્શન થાય, કે જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે સ્વાશ્રય પ્રગટે?
ઉત્તર :– જે પર્યાયે સ્વાશ્રય કર્યો તે પોતે જ સમ્યગ્દર્શન છે. તેથી તેમાં પહેલાંં–પછી એવા ભેદ નથી.
પર્યાય સ્વાશ્રયમાં ઢળી તે જ સમ્યગ્દર્શન છે. સ્વાશ્રય પર્યાય અને સમ્યગ્દર્શન જુદાં નથી. ત્રિકાળસ્વભાવના
આશ્રયે જ મોક્ષમાર્ગ છે.
૧૭
() ત્સ્ : આત્માનો ત્રિકાળસ્વભાવ કેવો છે તે વિશેષ વર્ણવે છે –
जो णिय भाउ ण परिहरइ जो पर भाव ण लेइ।
जाणइ सयलु वि णिच्चु पर सो सिउ संतु हवेइ।।
१८।।
ભાવાર્થ :– જે પરમાત્મસ્વભાવ છે તે પોતાના સ્વભાવને કદી છોડતો નથી, ને પરભાવને કદી લેતો
નથી; પણ સદાય સર્વનો માત્ર જાણનાર છે, તે જ શિવસ્વરૂપ તથા શાંતસ્વરૂપ છે.
(૧૩૭) નજસ્વભવન અશ્રય કર. : – આત્મામાં વકિારી અવસ્થા અનાદથિી હોવા છતાં ત્રકિાળી
પરમાત્મશક્તિ કદી છૂટી ગઈ નથી. સ્વભાવ ત્રિકાળ એવો ને એવો છે. આત્માની પરમાત્મશક્તિ ત્રિકાળ
પૂરેપૂરી છે. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ, તું મુંઝા નહિ, તારો ત્રિકાળસ્વભાવ નાશ પામી ગયો નથી. તારા
નિજસ્વભાવનો કદી પણ નાશ થતો નથી, પણ સદાય એવો ને એવો પૂરેપૂરો છે, માટે આનંદથી તેનો આશ્રય
કર, તેનું ધ્યાન કર.
() દ્ધત્ત સ્ સ્ ર્ : જિનેન્દ્રદેવના ૧૦૦૮ નામોમાં એક ‘ઉદ્ધત્ત’ એવું
નામ આવે છે, એટલે કે હે જિનેશ! જગતના અંનત જીવોમાંથી કોઈને પણ આપે ગણકાર્યા નહિ, ભક્તોની પણ
દરકાર કરી નહિ, ને ઉદ્ધત થઈને કેવળજ્ઞાન પામી મુક્ત થયા. તેમ આત્માનો ત્રિકાળ સ્વભાવ કદી કોઈની
દરકાર કરતો નથી, વિકાર રહિત શુદ્ધ છે. સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, પણ તે શુદ્ધસ્વભાવને માને છે કોણ? તેને
માનનારી તો પર્યાય છે. તે પર્યાય નિર્મળ થાય છે. દ્રવ્ય–ગુણ ત્રિકાળ શુદ્ધ છે, ઉદ્ધત છે, ત્રિકાળ સ્વભાવમાં કદી
વિકારનું ગ્રહણ થતું જ નથી. એવી જે શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિ તે કોઈ વિકારને સ્વીકારતી નથી. ત્રણકાળમાં મારા
સ્વરૂપમાં મેં વિકારનું ગ્રહણ જ કર્યું નથી–એમ પર્યાયમાં પ્રતીતિ કરે છે.
() : ‘હું ત્રિકાળ ભગવાન જ છું, મારા સ્વભાવમાં પામરતા નથી’–આવી
સ્વભાવદ્રષ્ટિ તે જ ધર્મ છે. અજ્ઞાનીને પોતાનું ભગવાનપણું પ્રતીતમાં બેસતું નથી, પણ પામરતા જ ભાસે છે, એ
પર્યાયદ્રષ્ટિ છે; એવી પામરતાની દ્રષ્ટિ તો અનાદિથી છે, ને તેથી જ મિથ્યાત્વ છે, પણ પર્યાયમાં પામરતા હોવા
છતાં ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિમાં તેનો સ્વીકાર નથી. ત્રિકાળી ચૈતન્ય સ્વભાવનું કામ તો જાણવા– દેખવાનું જ
છે. એવો શાંતસ્વરૂપ ત્રિકાળમુક્ત આત્મા છે તેનું જ ધ્યાન કરવું યોગ્ય છે.
() િદ્ધ . : આત્માનો સ્વભાવ ત્રિકાળ પરમાત્મારૂપ જ
છે, સદા સિદ્ધસમાન જ છે. નાટક સમયસાર (પૃ. ૧૨) માં પં. શ્રી બનારસીદાસજી કહે છે કે–
चेतनरूप अनूप अमूरति, सिद्ध समान सदा पद मेरो।
मोहमहातम आतम अंग, कियौ परसंग महा तम धेरौ।
ग्यानकला उपजी अब मोहि, कहौं गुननाटक आगम केरौ।
जा सु प्रसाद सधै सिवमारग, वेगि मिटे भव वास बसेरो।।
११।।
ભાવાર્થ :– આમાં પહેલાંં તો પોતાનો ત્રિકાળી સિદ્ધસમાન સ્વભાવ સ્થાપીને પછી તે સ્વભાવની દ્રષ્ટિનું
ફળ બતાવ્યું છે; દ્રવ્યદ્રષ્ટિ અને પર્યાયદ્રષ્ટિ બંનેનું કથન તેમાં આવી જાય છે. તેમાં કહે છે કે, મારું સ્વરૂપ સદૈવ
ચૈતન્યરૂપ, ઉપમારહિત અને અમૂર્ત સિદ્ધસમાન છે; હું ત્રિકાળ સિદ્ધ છું. સ્વભાવ તો ત્રિકાળ આવો જ છે પરંતુ,–
અત્યાર સુધી પર્યાયમાં તેને ભૂલીને મોહથી આચ્છાદિત અંધ–અજ્ઞાની થઈ રહ્યો હતો. પણ હવે ત્રિકાળ
સિદ્ધસ્વભાવ છે એના આશ્રયે મને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે તેથી હું નાટક–સમયસાર ગ્રંથ કહું છું! અર્થાત્
આત્માનો સ્વભાવ વર્ણવું છું, જેના પ્રસાદથી (–પરમાત્મસ્વભાવના પ્રસાદથી) મોક્ષમાર્ગની સિદ્ધિ

PDF/HTML Page 16 of 25
single page version

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૧૧ :
થાય છે અને ભવનો વાસ (જન્મ–મરણ) જલદી ટળી જાય છે, એમ શ્રી બનારસીદાસજી કહે છે.
() િક્તરૂ ત્ પ્રરૂ ત્ : મુક્ત અવસ્થા પ્રગટે ત્યારે તો પ્રગટરૂપ
પરમાત્મદશા છે, પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી આત્મા ત્રિકાળ શિવસ્વરૂપ પરમાત્મા જ છે. કહ્યું છે કે–‘પરમાર્થનયે
સદા પરમાત્મસ્વરૂપ છે એવા આત્માને નમસ્કાર.’ આત્મા દ્રવ્યથી સદા મુક્તરૂપ છે. પરંતુ પર્યાયથી અનાદિથી
સંસાર છે, પરમાત્મદશા અનાદિથી પ્રગટ નથી; ત્રિકાળ શક્તિરૂપ શુદ્ધપરમાત્મા છે તેની દ્રષ્ટિ અને એકાગ્રતાવડે
પરમાત્મદશા પ્રગટે છે. શક્તિરૂપ પરમાત્મા બધા જ આત્માઓ છે, અને એ નિજશક્તિનું ભાન કરીને તેમાં
જેઓ લીન થાય છે તેઓ પ્રગટરૂપ પરમાત્મા થાય છે.
।। ૧૮।।
અહિંસ ધમ
– વાંકાનેરમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન –
પદ્મનંદી પંચવિંશતી–એકત્વ અધિકાર ગાથા ૫૬ સંવત ૨૦૦૬ મહા વદ ૭

આત્મા અનાદિથી છે. તેને કોઈએ બનાવ્યો નથી; ને તેનો કદી નાશ થતો નથી. પોતાના મૂળ સ્વરૂપને
ભૂલીને જીવ અનાદિથી સંસારમાં રખડે છે. આત્માનો અનાદિથી નહિ જાણેલો સ્વભાવ શું છે? –સર્વજ્ઞ ભગવાને
આત્માને કેવો કહ્યો છે? તેની આ વાત છે. આ શરીર, મન અને વાણી તો જડ છે, તેનાથી આત્મા તદ્ન ભિન્ન
છે. અને આત્માની અવસ્થામાં વર્તમાન પૂરતા જે કૃત્રિમ પુણ્ય–પાપના ભાવો થાય છે તેનાથી પણ આત્માનો
મૂળ સ્વભાવ ભિન્ન છે. શરીરથી જુદો અને પુણ્ય–પાપની વિકારી લાગણીઓથી રહિત, સદાય જ્ઞાનમૂર્તિ આત્મા
છે; એવા ત્રિકાળી આત્મસ્વભાવની શ્રદ્ધા તથા જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવું તે મંગળ છે. કહ્યું છે કે–
धम्मे, मंगलं उक्किठ्ठं अहिंसा संजमो तओ।
देवावि तं णमं संति जस्स धम्मे सया मणो।।
ધર્મ તે ઉત્કૃષ્ટ મંગળ છે, અને તે અહિંસા, સંયમ, તપ છે. જેનું મન સદા ધર્મને વિષે રહે છે તેને દેવો પણ
નમે છે. જગતમાં પુત્ર જન્મે, લક્ષ્મી મળે કે પુત્ર પરણે તે કાંઈ ખરેખર મંગળ નથી, પણ ધર્મ તે જ ઉત્કૃષ્ટ મંગળ
છે. તે ધર્મ કોને કહેવો? અહિંસા તે ધર્મ છે. પણ અહિંસા કોને કહેવી? અહિંસાનું સાચું સ્વરૂપ શું છે? પર
જીવની દયા વગેરે શુભ પરિણામને લોકો અહિંસા માને છે, પણ ખરેખર તે અહિંસા ધર્મ નથી. આત્મા જ્ઞાતા–
દ્રષ્ટા સાક્ષી સ્વરૂપ છે, પર જીવોને મારવાની કે બચાવવાની ક્રિયા તેને આધીન નથી. અને તેની અવસ્થામાં જે
દયા કે હિંંસાની પુણ્ય–પાપની લાગણીઓ થાય તે વિકાર છે, તે વિકારને આત્માનું સ્વરૂપ માનવું તે આત્માના
સ્વભાવની મહાન હિંસા છે. અને તે વિકાર રહિત આત્માના જ્ઞાતા સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને જેટલે અંશે
રાગરહિત દશા ઉત્પન્ન થાય તેને ભગવાન અહિંસા કહે છે. એવી અહિંસા તે ધર્મ છે, અને ધર્મ તે ઉત્કૃષ્ટ મંગળ
છે. એક સેંકડ પણ એવો ધર્મ પ્રગટ કરે તેની મુક્તિ થયા વિના રહે નહિ.
આત્મા જાણનાર દેખનાર ચૈતન્યમૂર્તિ જ્ઞાતા છે; તે કદી ઉત્પન્ન થયો નથી, તેમજ તેનો કદી નાશ થતો
નથી. દરેક આત્મા જ્ઞાનદર્શનથી ભરેલો પરિપૂર્ણ પદાર્થ છે. અનંતકાળમાં સત્સમાગમે પાત્રતાથી કદી પોતાના
આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરીને સાચી અહિંસા જીવે પ્રગટ કરી નથી. પર પ્રાણીને ન મારવો તેને લોકો અહિંસા કહે
છે, પણ ભગવાન તેને અહિંસા કહેતા નથી. ‘પરને હું મારી કે બચાવી શકું અને પરની દયાના શુભ પરિણામથી
મને ધર્મ થાય’ –એવી મિથ્યા માન્યતાથી પોતાના આત્માને હણે છે તે હિંસા છે. પર જીવનું મરવું કે બચવું તેમ
જ સુખી–દુઃખી થવું તે આ જીવને આધીન નથી. પર જીવને બચાવવાના ભાવ તે દયા છે, શુભભાવ છે, તેનાથી
પાપ નથી પણ પુણ્ય છે જીવ પોતાના રાગને લીધે પરને બચાવવાના ભાવ કરે, પણ પરને બચાવવા કોઈ સમર્થ
નથી;

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
કેમકે જગતમાં દરેક તત્ત્વનું બદલવું સ્વાધીનપણે થઈ રહ્યું છે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે હે આત્મા! વિકાર
વગરનો તારો સ્વભાવ છે, તેની પ્રતીત અને રુચિ કરીને તેને વિકારથી બચાવવો તે અહિંસા છે. આવી અહિંસા
તે ધર્મ છે, ધર્મ તે મંગળ છે, ને તેવા ધર્મવંત જીવોને દેવો પણ વંદન કરે છે.
જેમ સ્ફટિકનો મૂળ સ્વભાવ નિર્મળ છે, તેમાં કાળાં–રાતાં ફૂલના સંયોગે જે કાળી–રાતી ઝાંઈ દેખાય છે
તે તેનું મૂળ સ્વરૂપ નથી, પણ વર્તમાન અવસ્થાની યોગ્યતા છે. તેમ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જડ
શરીરથી ભિન્ન તત્ત્વ છે, તેના મૂળ સ્વભાવમાં પુણ્ય–પાપની ઝાંઈ નથી. પર સંયોગના લક્ષે જે પુણ્ય–પાપના
પરિણામ થાય છે તે આત્માનો સ્વભાવ નથી. નીચલી દશામાં ધર્મીને ઈચ્છા થાય ખરી, પણ ધર્મી જાણે છે કે
ઈચ્છા તે વિકાર છે, તે મારો સ્વભાવ નથી. હું જાણનાર–દેખનાર છું. સ્ફટિકના સ્વચ્છ સ્વભાવની જેમ આત્મા
નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન સ્વરૂપ છે, ઈચ્છા તેના સ્વભાવમાં નથી. જે ઈચ્છા થાય તેનાથી સ્વભાવમાં લાભ નથી, તેમ
જ તે ઈચ્છા વડે પરમાં પણ કાંઈ કામ થઈ શકતું નથી; એ રીતે ઈચ્છા તે સ્વભાવમાં તેમ જ પરમાં નિરર્થક છે.
એમ જો ઈચ્છાને નિરર્થક જાણે તો તે ઈચ્છાથી ભિન્ન પોતાના સ્વભાવને ઓળખીને તે તરફ વળે. જેટલી શુભ
કે અશુભ ઈચ્છાની ઉત્ત્પત્તિ થાય તે હિંસા છે. અને સ્વભાવ તરફના વલણમાં રહેતા ઈચ્છાની ઉત્પત્તિ જ ન થાય
તે અહિંસા છે. વહાલામાં વહાલો પુત્ર મરતો હોય તેને બચાવવાની ઈચ્છા કરે છતાં તે ઈચ્છાને લીધે પુત્ર બચતો
નથી. એ રીતે ઈચ્છાને લીધે પરનું કાર્ય થતું નથી, તેમ જ તે ઈચ્છા આત્માનો સ્વભાવ પણ નથી. આમ ઈચ્છા
રહિત જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં રાગરહિતપણે ઠરવું તેને ભગવાન સર્વજ્ઞદેવ અહિંસા કહે છે.
એવી અહિંસા તે મુક્તિનું કારણ છે. નજીકમાં રહેલું આ શરીર પણ આત્માની ઈચ્છાને આધીન કામ કરતું નથી
તો વળી બીજા પદાર્થોમાં તો આત્મા શું કરે? દયા વગેરે શુભ ઈચ્છા કરીને હું પરને મદદગાર થઈ શકું છું અને
હિંસાદિ પાપભાવની ઈચ્છાથી હું પરને નુકસાન કરી શકું છું–એમ અજ્ઞાની માને છે. હું પરનો જાણનાર નહિ પણ
હું પરને લાભ–નુકસાન કરનાર છું–એમ જેણે માન્યું તેણે પોતાના જ્ઞાનસ્વભાવની હિંસા કરી છે. જેમ સ્વચ્છ
સ્ફટિકમાં વર્તમાન પૂરતી કાળી–રાતી ઝાંઈ દેખીને મૂર્ખ માણસ તે સ્ફટિકને જ આખો કાળો–રાતો માની લે છે,
પણ ડાહ્યો માણસ તો જાણે છે કે સ્ફટિકમાં કાળી–રાતી ઝાંઈ તે ક્ષણિક છે. સ્ફટિકનું મૂળ સ્વરૂપ કાળું રાતું નથી.
તેમ આત્માની અવસ્થામાં ક્ષણિક પાપ કે પુણ્યના ભાવ દેખીને અધર્મી જીવ તો આખા આત્માને જ પુણ્ય–
પાપમય માની લે છે. પણ ધર્મી જીવ તો જાણે છે કે આ પુણ્ય–પાપ વર્તમાન પૂરતા છે, તે પુણ્ય–પાપ જેટલું
આત્માનું સ્વરૂપ નથી. આવી શ્રદ્ધા–જ્ઞાન કરીને આત્માના સ્વરૂપમાં એકાગ્ર થતાં વિકારની ઉત્પત્તિ જ થતી
નથી. એટલે તેણે પોતાના આત્માને વિકારથી ઉગારી લીધો, તે પરમાર્થે અહિંસા ધર્મ છે. આવા આત્મસ્વભાવનું
ભાન કરવું તે અપૂર્વ છે. આત્માના ભાન વગર શુભરાગરૂપ અહિંસા તો જીવે અનંતવાર કરી, તેમાં આત્માનું
કલ્યાણ નથી. આત્મભાન વગર શુભ તેમ જ અશુભ ભાવ કરીને અનંતકાળથી જીવ ચાર ગતિમાં રખડી રહ્યો
છે. પાપભાવ કરીને નરક–તિર્યંચગતિમાં ગયો છે, તેમ જ પુણ્ય ભાવ કરીને મોટો રાજા કે દેવ પણ અનંતવાર
થયો છે, તે કાંઈ અપૂર્વ નથી. પૂર્વે અનંતકાળમાં જેટલું કરી ચૂક્યો છે તે કાંઈ અપૂર્વ નથી અને તેમાં આત્માનું
કલ્યાણ નથી.
અહો, આત્મભાન પછી પણ પંચમહાવ્રતના શુભરાગની જે લાગણી ઉત્પન્ન થાય તે પણ હિંસા છે; તો
પછી અજ્ઞાનીના શુભ પરિણામની વાત તો ક્યાં રહી? એક સામાન્ય ભક્તિ–દયા વગેરેના શુભ પરિણામ થાય
તેને અજ્ઞાની ધર્મનું કારણ માની બેસે છે, પણ ભગવાન તો કહે છે કે અશુભરાગની જેમ શુભરાગવડે પણ
આત્માની હિંસા થાય છે, અને તે રાગથી ધર્મ માને તેમાં તો મિથ્યાત્વરૂપ મહા હિંસા, અને એ જ આત્માનું
ભાવમરણ છે. અનાદિ કાળથી ક્ષણે ક્ષણે એવા ભાવમરણમાં જીવ મરી રહ્યો છે.
ભગવાન ચિદાનંદ આત્માના સ્વભાવમાં દયાદિ કે હિંસાદિ ભાવો થાય તે વિકાર છે. અનાદિથી વિકાર
રહિત પોતાના સ્વભાવનો વિશ્વાસ કર્યો નથી ને વિકારને જ પોતાનું સ્વરૂપ માનીને પોતાની હિંસા કરી છે. જેમ
કસ્તુરિયામૃગની ડૂંટીમાં સુગંધી કસ્તૂરી ભરી છે પણ તેને તેનો વિશ્વાસ નથી, તેથી બાહ્યમાં ભટકે છે.

PDF/HTML Page 18 of 25
single page version

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૧૩ :
તેમ આત્માનો વિકાર રહિત ચિદાનંદ સ્વભાવ છે, તેનો વિશ્વાસ છોડીને બાહ્યમાં ભમે છે. અંતરના સ્વભાવનો
વિશ્વાસ કરીને તેમાં એકાગ્ર થવું તેનું નામ ધર્મ છે, અને તે મોક્ષનું મંગળ છે. મંગ એટલે પવિત્રતા, તેને જે લાવે
તે મંગળ છે. મંગળનો આ અર્થ અસ્તિથી છે. અને મમ એટલે અહંકાર, તેને જે ગાળે તે મંગળ છે. આ અર્થ
નાસ્તિથી છે. જે ભાવથી આત્મામાં પવિત્રતા પમાય અને અપવિત્રતા ટળે તે ભાવને મંગળ કહેવાય છે.
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે મંગળ છે, તે જ અહિંસા છે, ને તે જ ઉત્કૃષ્ટ ધર્મ છે.
–આ પ્રમાણે માંગળિક કર્યું
હવે શ્રી પદ્મનંદી પંચવિંશતીના એકત્વ અધિકારની ૫૬મી ગાથા વંચાય છે; તેમાં શ્રી આચાર્યદેવ કહે છે
કે આત્મામાં એકત્વ થાય તે જ પ્રયોજન છે અને એ જ શાંત તથા સુખી થવાનો ઉપાય છે–
एवं सति यदेवास्ति तदस्तु किमिहापरेः।
आसाद्यात्मन्निदं तत्त्वं शान्तो भव सुखी भव।।
५६।।
એ પ્રમાણે આત્માના એકત્વ સ્વભાવના ચિંતવનથી જે થાય છે તે થાઓ, એ સિવાય બીજા વિચારોથી
શું પ્રયોજન છે?–એ રીતે વાસ્તવિક સ્વરૂપને પામીને અરે આત્મા! તું શાંત થા, તથા સુખી થા.–એમ જ્ઞાન
પોતાના આત્માને શિક્ષા દે છે.
જેમ પિતા પુત્રને શિખામણ આપે કે હે ભાઈ! તું સ્વ ઘર છોડીને બહાર પર ઘરમાં ન જા. તેમ અહીં
સમ્યગ્જ્ઞાન પોતાના આત્માને શિખામણ આપે છે કે હે આત્મા! પુણ્ય–પાપ રહિત એકત્વ સ્વભાવના ચિંતવનથી
જે નિર્મળ ભાવ પ્રગટે છે તે પ્રગટો આત્મસ્વભાવ સિવાય બીજી ચીજોની ચિંતાથી તારે આ જગતમાં શું પ્રયોજન
છે? અહીં કહ્યું કે...‘જે થાય છે તે થાઓ’ એટલે શું? બીજું કાંઈ થતું નથી પણ આત્માના એકત્વ સ્વભાવના–
ચિંતવનથી તો નિર્મળ નિર્મળદશા પ્રગટીને આત્મામાં અભેદ થતી જાય છે. સ્વભાવના લક્ષે નિર્મળ પર્યાય થતી
જાય છે ખરી, પણ તે પર્યાયો ઉપર ધર્મીની દ્રષ્ટિ નથી. તેથી કહ્યું કે એકત્વ સ્વભાવના ચિંતવનથી જે થાય તે
થાઓ એટલે કે મારો જે નિર્મળાનંદ સ્વભાવ છે તે પ્રગટો, તે સિવાય બીજા કોઈની મારે જરૂર નથી.
આત્મા શરીરાદિથી ભિન્ન છે, અને અવસ્થામાં જે રાગાદિ વિકારીભાવો અનેક પ્રકારના થાય તે પણ
આત્માના સ્વભાવમાં નથી. અનંત ગુણ–પર્યાયોથી અભેદ એકાકાર જ્ઞાનાનંદ સ્વભાવ છે, તેની શ્રદ્ધા–જ્ઞાન અને
એકાગ્રતાથી સ્વભાવની દશા પ્રગટે તો પ્રગટો, એ સિવાય મારે બીજાથી શું પ્રયોજન છે. અહીં ‘સ્વભાવની દશા
પ્રગટે તો પ્રગટો’ એમ કહેવામાં નિર્મળદશા પ્રગટવાની શંકા નથી, સ્વભાવ દ્રષ્ટિના જોરે નિર્મળદશા તો થાય જ
છે, પરંતુ તે અવસ્થા ઉપર દ્રષ્ટિની મુખ્યતા નથી માટે ‘તે દશા પ્રગટે તો પ્રગટો’ એમ કહીને તેની ગૌણતા કરી
છે. જે નિર્મળ દશા પ્રગટે છે તે પણ સ્વભાવ સાથે જ એકતા કરે છે.
જે જ્ઞાન જાગૃત થયું છે તે પોતે પોતાના આત્માને અંતરમાં સમજાવે છે કે અરે પ્રભો! હવે ક્યાં સુધી
રખડવું છે? પરાશ્રય ભાવે અનાદિ કાળથી રખડી રહ્યો છે. શું હજી ચોરાશીના અવતારની રખડપટીના થાક તને
નથી લાગ્યા? અનાદિથી સ્વભાવને ચૂકીને પર સાથે એકત્વપણું માન્યું. હવે પરથી ભિન્નપણું સમજીને આત્મા
તરફ વળ, આત્મા સાથે એકતા કર. હવે મારે આત્મા જોઈએ છે, હવે મારે આત્માના ચિદાનંદમાં એકાગ્ર થવું
છે.–આવી આત્માની સાચી વિચારણા પણ પૂર્વે અનંતકાળમાં કદી જાગી નથી. સત્સમાગમે શ્રવણનો અવસર
મળ્‌યો ત્યારે પણ આત્માની રુચિથી સાંભળ્‌યું નથી.
માણસો કહે છે કે અમારે પૈસા વગર ને અનાજ વગર ન ચાલે. અહીં તો આચાર્ય ભગવાન કહે છે કે હે
જીવ! આત્મા સિવાય પર પદાર્થોથી તારે શું પ્રયોજન છે? એક આત્માને વિષે પર વસ્તુઓનો સદાય અભાવ જ
છે, એટલે દરેક આત્માને સદાય પર વસ્તુ વગર જ ચાલે છે. દરેક આત્મા પર પદાર્થના અભાવે જ નભી રહ્યો
છે. રાગ અને વિકાર વગર ન ચાલે એમ પણ અજ્ઞાની માને છે. ખરેખર આત્માના સ્વભાવમાં તો રાગ અને
વિકારનો પણ અભાવ છે. તેથી ધર્મી કહે છે કે અહો, ચિદાનંદી ભગવાન આત્મા સિવાય બીજાથી મારે શું
પ્રયોજન છે? દરેક તત્ત્વ અનાદિ અનંત પરના અભાવે જ નભી રહ્યું છે. પણ મારે પર વગર ન ચાલે એવી
મિથ્યા માન્યતા અને રાગ–દ્વેષ વગર જીવે અનાદિથી અવસ્થામાં ચલાવ્યું નથી. પણ

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
તે મિથ્યામાન્યતા અને રાગ–દ્વેષ એક સમય પૂરતા જ છે. તે એક સમયના વિકારનો ત્રિકાળી સ્વભાવમાં
અભાવ છે. જો ત્રિકાળી સ્વભાવમાં તેનો અભાવ ન હોય તો તે કદી ટળી શકે નહિ. માટે વિકાર વગર પણ
આત્માના સ્વભાવને નભી રહ્યું છે. આમ પરથી ભિન્ન અને વિકાર રહિત સ્વભાવની પ્રતીત તથા ભાવના કરવી
તેને ભગવાન ધર્મ કહે છે.
પહેલાંં જેમ છે તેમ યથાર્થ વસ્તુ સ્વરૂપ જાણવું જોઈએ. આત્માનો સ્વભાવ શું? અને વિકાર શું? તથા તે
વિકારની મર્યાદા કેટલી છે? લોકો એમ માને છે કે આપણે ઈચ્છાશક્તિથી પર પદાર્થોનાં કાર્ય કરી શકીએ. એ
માન્યતા તદ્ન ભ્રમ છે. આત્મા પોતાની અવસ્થામાં ઈચ્છા કરી શકે, પરંતુ તે ઈચ્છા વડે પરમાં કાંઈ પણ ફેરફાર
કરવા આત્મા સમર્થ નથી. તેમ જ ઈચ્છા તે દોષ છે–વિકાર છે, તેનાથી આત્માને કિંચિત્ લાભ થતો નથી. હજી
જેને પરનાં કાર્ય કરવાનું અભિમાન છે તેણે તો પરથી ભિન્ન પણ આત્માને માન્યો નથી, તો પછી ઈચ્છાથી પણ
પાર આત્માને તે ક્યાંથી જાણે? પર પદાર્થોથી ત્રિકાળ જુદો તેમ જ ક્ષણ પૂરતી ઈચ્છાથી પણ રહિત ચિદાનંદ
સ્વભાવ છે, તે સ્વભાવની સમજણ કરો, શ્રદ્ધા કરો, રુચિ કરો, વિશ્વાસ કરો. એ સ્વભાવની ભાવનાથી જ
નિર્મળ દશા પ્રગટે છે. માટે તે સ્વભાવની ભાવના સિવાય અન્ય કોઈ પદાર્થોનું શું પ્રયોજન છે?
આ એકત્વ અધિકાર છે. વર્તમાન અવસ્થાનું સ્વભાવ સાથે એકત્વ થાય તે જ ધર્મ છે. પર સાથે અને
વિકાર સાથે એકત્વ માનીને અનાદિથી ભટકી રહ્યો છે. હે આત્મા! હવે બસ થઈ. હવે અંતરમાં ઠર રે ઠર.
અંતરના એકત્વનો વિચાર કર. બહારના વિચાર તો અનંતકાળ કર્યા. હવે સમજણના ઘરમાં આવ. ચૈતન્યની
સાચી સમજણના રસ્તા લે. હે આત્મા! તારી ઊંધી માન્યતામાં તેં અનંત અવતારો કર્યા, પણ ક્યાંય તારો આરો
આવ્યો નહિ. હવે તું આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતાનો રસ્તો લઈને શાંત થા, સુખી થા. –આ પ્રમાણે
આત્માનું જ્ઞાન આત્માને વારંવાર શિક્ષા દઈ રહ્યું છે. અહીં ‘જ્ઞાન આત્માને શિક્ષા દઈ રહ્યું છે’ –એમ કહેવામાં
એવો આશય આવી જાય છે કે આત્મા જ્યારે સત્ય સમજે છે ત્યારે તે પોતાના જ્ઞાનથી જ સમજે છે. કોઈ બીજા
સંભળાવનાર વગેરે પરથી સમજતો નથી. તીર્થંકર વગેરે પર તો અનંતકાળમાં મળ્‌યા, સાક્ષાત્ તીર્થંકર
ભગવાનનો ઉપદેશ સાંભળ્‌યો, છતાં પોતે ન સમજ્યો. સમજનાર પોતે પોતાના જ્ઞાનથી ન સમજે તો પર
નિમિત્તો તેને શું કરે? માટે હે જીવ! હવે તું તારા જ્ઞાનથી સમજ. અત્યાર સુધી પોતે સમજણની લાયકાત પ્રગટ
ન કરી તેથી ન સમજ્યો. કોઈ નિમિત્ત ન મળ્‌યા તેથી ન સમજ્યો–એમ નથી. હવે તું પોતે તારા જ્ઞાનથી સમજે
તો સમજાય તેવું છે. આત્માના એકત્વ સ્વભાવના આશ્રયે જ શાંત અને સુખી થવાય છે. માટે હે જીવ! તું
આત્માની સમજણ કરીને સુખી અને શાંત થવાનો રસ્તો અંતરમાં લે.
બ્રહ્યચર્ય – પ્રતિજ્ઞા
(૧) સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવશ્રીના વિહાર દરમિયાન તેઓશ્રી વવાણિયા પધાર્યા તે પ્રસંગે માહ વદ ૩ ને
રવિવારના રોજ વવાણિયાના ભાઈશ્રી પ્રાણજીવન જસરાજ દોશી તથા તેમના ધર્મપત્ની સમજુબેન–એ બંનેએ
સજોડે આજીવન બ્રહ્યચર્ય પ્રતિજ્ઞા–પૂ. ગુરુદેવશ્રી પાસે ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મસ્થાનભુવન’માં અંગીકાર કરી છે.
આ માટે તેમને ધન્યવાદ.
(૨) સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવશ્રીના વિહાર દરમિયાન તેઓશ્રી મોરબી પધાર્યા તે પ્રસંગે મહા વદ ૫ ને
મંગળવારના રોજ ભાઈશ્રી રતિલાલ માણેકચંદ સંઘવી તથા તેમના ધર્મપત્ની કસ્તુરબેન–એ બંનેએ સજોડે
આજીવન બ્રહ્યચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે. તે માટે તેમને ધન્યવાદ.
[ઉપરના બંને સમાચાર ગયા અંકમાં છાપવા રહી ગયા તે માટે વાંચકો ક્ષમા કરે.]
(૩) રાજકોટ શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ફાગણ સુદ ૧૧ ના રોજ દીક્ષા
કલ્યાણક પ્રસંગે રાજકોટના ભાઈશ્રી ધીરજલાલ નાથાલાલ શાહ તથા તેમના ધર્મપત્ની મરઘાબેન–એ બંનેએ
સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્યચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. તે માટે તેમને ધન્યવાદ! એ સિવાય
એક વીરમગામના ભાઈ તથા બીજા એક મારવાડીભાઈ–એ બંનેએ પણ સજોડે બ્રહ્યચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી
પાસે લીધી છે. તેમને પણ ધન્યવાદ.

PDF/HTML Page 20 of 25
single page version

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૧૫ :
સૌરાષ્ટ્રના પાટનગરમાં શ્રી પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો મહોત્સવ
અને
• જિનેન્દ્ર શાસના જયકાર •

વર્તમાનમાં સૌરાષ્ટ્ર દેશમાં શ્રી જિનેન્દ્ર શાસનની પ્રભાવનાનો મહાન સુઅવસર પ્રવર્તી રહ્યો છે. પરમ
પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામી પોતાની ભગવતી વાણી વડે આધ્યાત્મિક ઉપદેશ આપીને સૌરાષ્ટ્રમાં
શ્રુતગંગાનો પ્રવાહ રેલાવી રહ્યા છે, અને પોતાનું ઊંડું આધ્યાત્મિક જ્ઞાન ભવ્ય જીવોને આપી રહ્યા છે; તેથી
આજે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર તત્ત્વચર્ચા ચાલે છે. અને અનેક પાત્ર જીવો સાચું તત્ત્વજ્ઞાન સમજતા થયા છે. જેમ જેમ
લોકો સત્ય તત્ત્વજ્ઞાન સમજતા જાય છે તેમ તેમ શ્રી વીતરાગ શાસનના દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે તેમને બહુમાન
અને ભક્તિ જાગતા જાય છે. અને શ્રી વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રની પ્રભાવના દિન દિન વધતી જાય છે. એના
પરિણામે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે શ્રી વીતરાગી જિનબિંબની સ્થાપના થઈ છે. એ રીતે સૌરાષ્ટ્ર દેશમાંથી શ્રી
જિનેન્દ્ર શાસનના જયનાદ ગાજી રહ્યા છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં ફાગણ સુદ ૧૨ના શુભ દિવસે ભગવાન શ્રી સીમંધરાદિ
જિનદેવના વીતરાગી જિનબિંબની સ્થાપનાનો પંચકલ્યાણક મહોત્સવ હતો. એ મહા મંગળ પ્રસંગે ફાગણ સુદ
એકમના રોજ પૂ. ગુરુદેવશ્રી રાજકોટ પધાર્યા. તે વખતે સમસ્ત મુમુક્ષુ સંઘે ભાવભર્યું ભવ્ય સ્વાગત કર્યું હતું. પૂ.
ગુરુદેવશ્રી મંડપમાં પધાર્યા ત્યારે શેઠ શ્રી નાનાલાલભાઈ વગેરે એ પોતાની ખાસ ભક્તિ વ્યક્ત કરી હતી.
ફાગણ સુદ એકમથી પ્રતિષ્ઠા વિધાનની શરૂઆત થઈ હતી. આ મહાન પ્રતિષ્ઠા પ્રસંગમાં અનેક ગામોના
જિનબિંબો હતા. અહો! જિનેન્દ્રોના ટોળાં સૌરાષ્ટ્રમાં ઊતર્યાં હતાં. એકંદર ૩૯ પ્રતિમાઓ હતા. આ પ્રતિષ્ઠામાં
મૂળનાયક તરીકે ભગવાન શ્રી સીમંધર પ્રભુ હતા. અને પંચકલ્યાણકમાં વિધિનાયક તરીકે શ્રી ચંદ્રપ્રભ ભગવાન
હતા. મહત્ત્વશાળી અંકન્યાસ વિધિ (કે જે વિધિ થયા બાદ પ્રતિમાઓ પૂજનીક બને છે તે) પરમ પૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના શુભહસ્તે થયો હતો. પ્રતિષ્ઠા કરાવનાર તરીકે મુખ્ય શેઠશ્રી નાનાલાલભાઈ
તેમજ અન્ય મુમુક્ષુ ગૃહસ્થો હતા. અને પ્રતિષ્ઠાની વિધિ કરાવવા માટે ઈંદોરથી પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી મુન્નાલાલજી
સાહેબ પધાર્યા હતા. તેમણે શાસ્ત્રવિધિ અનુસાર પ્રતિષ્ઠાવિધિ સારી રીતે કરાવી હતી. દેશોદેશના મુમુક્ષુ જનોએ
ઉત્સાહ વડે આ અમૂલ્ય અવસરને દીપાવ્યો હતો. અને અજમેરની ભજનમંડળીએ ભક્તિની રમઝટ દ્વારા એ
ઉત્સવને વિશેષ દીપાવ્યો હતો. પ્રતિષ્ઠાવિધિ દરમિયાન થયેલા કાર્યક્રમની ટૂંક યાદી અહીં આપી છે.
ફાગણ સુદ એકમના દિવસે સવારમાં શ્રીમંડપમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. અને સવા લાખ મંત્રના
જાપની શરૂઆત થઈ.
ફાગણ સુદ બીજને દિવસે સોનગઢમાં બિરાજમાન સીમંધર પ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિક ઉત્સવ હતો, તે
નિમિત્તે જ્ઞાનપૂજા થઈ હતી. ફાગણ સુદ ત્રીજથી નાંદિશ્વર મંડપ વિધાન શરૂ થયું હતું. આ વિધાન ફાગણ સુદ
છઠ્ઠ સુધી ચાલ્યું હતું.
ફાગણ સુદ ચોથને દિવસે મૃત્તિકાનયન તથા અંકૂરારોપણ વિધિ થઈ હતી.
ફાગણ સુદ પાંચમને દિવસે બપોરે નંદિ વિધાન થયું. તે પ્રસંગે સૌધર્મ વગેરે ઈન્દ્રોને પૂ. ગુરુદેવશ્રીના
હસ્તે મુકુટ બંધાવતાં, તથા શુભાશીર્વાદ અપાવતી વખતે પં. મુન્નાલલજીએ પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેનો ઉલ્લાસ
વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે–......
आपश्री जैसा प्रभावशाली पुरुष बहुत वर्षोमें हुआ हो ऐसा मेरा ख्यालमें
नहि है। लोग पूछा करते है कि आत्माका भान कैसे हो और आत्माका ध्यान कैसे हो? मैं उसे
द्रृढतापूर्वक कहता हूं कि यदि आत्माका ज्ञान और ध्यान करना हो तो तुम्हारा मुख सोनगढकी सन्मुख
फेरना पडेगा।
........
ફાગણ સુદ છઠ્ઠને દિવસે મંદિર, વેદી, ધ્વજદંડ તથા કલશની શુદ્ધિ થઈ હતી. જિન મંદિરમાં પ્રથમ