PDF/HTML Page 1 of 25
single page version
PDF/HTML Page 2 of 25
single page version
પ્રગટે તેનું નામ જૈનધર્મ છે. ભવનું મથન કરી નાંખે,–ભવનો નાશ કરી નાંખે તે જ જૈનધર્મ છે.
હજી તો અનંત ભવની શંકામાં જે પડયો હોય, અરે! ભવ્યપણામાં પણ જેને શંકા હોય–એવા જીવને
તો જૈનધર્મની ગંધ પણ આવી નથી. આહા! જૈનધર્મ શું ચીજ છે તેની વાત લોકોએ યથાર્થ
સાંભળી પણ નથી. એક ક્ષણ પણ જૈનધર્મ પ્રગટ કરે તો અનંતભવનો કટ થઈ જાય ને આત્મામાં
મોક્ષની છાપ પડી જાય, મુક્તિની નિઃશંકતા થઈ જાય.–આવો જૈનધર્મ છે. આ જ જૈનધર્મની
શ્રેષ્ઠતા છે, તેથી હે ભવ્ય જીવ! ભવના નાશ માટે તું આવા જૈનધર્મને ભાવ.
PDF/HTML Page 3 of 25
single page version
અને જેઓ, ગુજરાતી પમું ધોરણ કે તેથી ઉપરના ગુજરાતી કે અંગ્રેજી
ધોરણોમાં અભ્યાસ કરતા હોય, તેમને દાખલ કરવામાં આવે છે.
કાનજી સ્વામી’ ના વ્યાખ્યાન–શ્રવણનો, અપૂર્વ લાભ મળે તેમ છે.
પ્રવેશપત્ર તથા ધારાધોરણ અને નિયમો તા. ૩૦–૪–પ૭ સુધીમાં
મંગાવી ભરી તા. ૨૦–પ–પ૭ સુધીમાં પરત મોકલી આપવાં.
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
બદલે હવેથી ભાવનગરથી થશે અને વ્યવસ્થા પણ ત્યાંથી થશે; માટે
વ્યવસ્થા બાબતનો પત્રવ્યવહાર હવેથી નીચેના સરનામે કરવોઃ–
આત્માને પ્રકાશિત કર્યો તે જીવ ખરેખર
‘ધર્મ–દીવાકર’ છે– તે જ ‘જ્ઞાનદીવાકર’ છે;
તેને આત્માના અસંખ્ય પ્રદેશે જ્ઞાનદીવડા
પ્રગટી ગયા છે અને અજ્ઞાન–અંધકારનો નાશ
થઈ ગયો છે. હજી તો જેને જ્ઞાનપ્રકાશી
આત્માનું ભાન પણ નથી, આત્મામાં
જ્ઞાનદીવડો પ્રગટાવ્યો નથી ને અજ્ઞાનનું
અંધારું ટાળ્યું નથી તે ‘ધર્મદીવાકર’ શેનો?
ચિદાનંદતત્ત્વમાં સમ્યક્શ્રદ્ધાની ચીનગારીવડે
જેમણે અતીન્દ્રિય જ્ઞાનથી ઝગમગતા દીવડા
પ્રગટાવ્યા એવા ધર્માત્મા જ ખરેખરા
ધર્મદીવાકર છે.
૧ પ્રસિદ્ધિ સ્થળ –આનંદ પ્રેસ, ભાવનગર
૨ પ્રસિદ્ધિ ક્રમ– દરેક મહિનાની વદ તેરસ
૩ મુદ્રકનું નામ– શ્રી હરિલાલ દેવચંદ શેઠ
કયા દેશના – ભારતીય
ઠેકાણું–આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર
૪ પ્રકાશકનું નામ– શ્રી જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી હરિલાલ
દેવચંદ શેઠ–ભાવનગર
કયા દેશના– ભારતીય
ઠેકાણું – આનંદ પ્રેસ–ભાવનગર
પ તંત્રીનું નામ–રામજી માણેકચંદ દોશી
કયા દેશના–ભારતીય
ઠેકાણું–જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
૬ સામયિકના માલિકનું નામ–
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
માન્યતા મુજબ બરોબર છે.
તા. ૨૦–૪–પ૭
PDF/HTML Page 4 of 25
single page version
નિર્દોષ દશા પ્રગટે છે.
છે, તે તેને ભાસતો નથી,–દોષથી જરાય ભિન્નતા ભાસતી નથી, એટલે તે દોષને
ટાળી શકતો નથી. જ્ઞાની તો ક્ષણિક દોષ વખતે પણ પોતાના ત્રિકાળી ગુણસ્વભાવને
દોષથી ભિન્ન જાણતા થકા, ગુણના જોરે દોષનો નાશ કરી નાંખે છે.
PDF/HTML Page 5 of 25
single page version
પ્રભો! અંદર એક સમયમાં જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ભરેલો તારો આત્મા જ તને શરણ છે; તેને ઓળખ, ભાઈ!
એકલા સંયોગોની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે...તેના ભાઈને પૂછે છે કે, ‘અરે ભાઈ! કોઈ શરણ!!
આ ઘોર દુઃખમાં કોઈ સહાયક!! ..... કોઈ આ વેદનાથી છોડાવનાર!!! ત્યાં સમકિતી ભાઈ કહે છે કે–અરે
બંધુ! કોઈ સહાયક નથી; અંદરમાં ભગવાન ચૈતન્ય જ આનંદથી ભરેલો છે તેની ભાવના જ આ દુઃખથી
બચાવનાર છે; ચૈતન્યની ભાવના વિના બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, બીજું કોઈ સહાયક નથી. આ દેહ, ને
આ પ્રતિકૂળ સંયોગો એ બધાયથી પાર ચૈતન્યસ્વરૂપી આત્મા છે,–આવા ભેદજ્ઞાનની ભાવના સિવાય જગતમાં બીજું
કોઈ દુઃખથી બચાવનાર નથી. કોઈ શરણ નથી; માટે ભાઈ! એક વાર સંયોગને ભૂલી જા....ને અંદર ચૈતન્ય તત્ત્વ
આનંદસ્વરૂપ છે તેની સન્મુખ જો. તે એક જ શરણ છે. પૂર્વે આત્માની દરકાર કરી નહિ ને પાપ કરતાં પાછું
વાળીને જોયું નહિ તેથી આ નરકમાં અવતાર થયો....હવે તો આ જ સ્થિતિમાં હજારો વર્ષનું આયુષ્ય પૂરું કર્યે
છૂટકો....સંયોગ નહિ ફરે, તારું લક્ષ ફેરવી નાંખ! સંયોગથી આત્મા જુદો છે તેના ઉપર લક્ષ કર. સંયોગમાં તારું
દુઃખ નથી; તારા આનંદને ભૂલીને તેં જ મોહથી દુઃખ ઊભું કર્યું છે, માટે એક વાર સંયોગને અને આત્માને ભિન્ન
જાણીને, સંયોગની ભાવના છોડ ને ચૈતન્યમૂર્તિ આત્માની ભાવના કર. હું તો જ્ઞાનમૂર્તિ–આનંદમૂર્તિ છું. આ સંયોગ
અને આ દુઃખ બંનેથી મારો આત્મસ્વભાવ જુદો, જ્ઞાનઆનંદની મૂર્તિ છે,–આમ આત્માનો નિર્ણય કરીને તેની
ભાવના કરવી તે જ દુઃખના નાશનો ઉપાય છે. ચૈતન્યની ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. ‘જ્યાં દુઃખ
કદી ન પ્રવેશી શકતું ત્યાં નિવાસ જ રાખીએ...’ ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં આનંદનું વેદન છે, તેમાં
દુઃખનો પ્રવેશ નથી....એવા ચૈતન્યમાં એકાગ્ર થઈને નિવાસ કરવો તે જ દુઃખથી છૂટકારાનો ઉપાય છે. કષાયોથી
સંતપ્ત આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન જ તેનાથી છૂટવાનો ઉપાય છે; માટે હે બંધુ! સ્વસ્થ થઈને તારા
આત્માની ભાવના કર.....તેના ચિંતનથી તારા દુઃખો ક્ષણ માત્રમાં શાંત થઈ જશે.
આતાપથી બચવા હું મારા ચૈતન્ય તત્ત્વની શાંત....ઉપશાંત....આનંદ ઝરતી છાયામાં જ જાઉં છું....મારા
ચૈતન્યસ્વભાવની જ ભાવના કરું છું.
PDF/HTML Page 6 of 25
single page version
સાથે આનંદ–મંગલ અને ઉલ્લાસપૂર્વક સંઘ વિચરી રહ્યો છે. મહાન તીર્થધામોની
યાત્રા કરતાં પૂ. ગુરુદેવને ઘણી પ્રસન્નતા થઈ છે ને તેઓશ્રી વારંવાર ભક્તિભર્યા
ઉદ્ગારો કાઢે છે.
અહીં જૈનોના ૨પ–૩૦ જ ઘર છે. ગુરુદેવ પધારતાં પં. કૈલાસચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્ર, પં. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી, પ્રો.
ખુશાલચંદ્રજી વગેરે વિદ્વાન ભાઈઓએ
PDF/HTML Page 7 of 25
single page version
દૂર ગંગાકિનારે આવેલું છે. ગંગાકિનારે ચંદ્રપુરી–જન્મધામનું દ્રશ્ય પ્રસન્નતા ઉપજાવે તેવું છે....ત્યાં ચંદ્રપ્રભુ
ભગવાનના પ્રતિમાજી તેમજ ચરણકમળ બિરાજે છે. ત્યાં દર્શન–પૂજન કરીને સૌ સિંહપુરી આવ્યા...શ્રેયાંસનાથ
ભગવાનના આ જન્મધામમાં પ્રવેશતાં જ હૃદયમાં શાંતિના શેરડા પડે છે. અહા! શું એ શાંતિનું ધામ!! અહીં
બૌદ્ધોના સારનાથ–સ્તંભની સામે જ શ્રેયાંસનાથ પ્રભુનું સુંદર મંદિર છે, ને શ્રેયાંસનાથ ભગવાનના શાંત ભાવવાહી
પ્રતિમાજી બિરાજે છે. ત્યાં ગુરુદેવ સાથે સૌએ અર્ઘ ચડાવીને ભક્તિ કરી.....પૂ. બેનશ્રીબેને ઘણા ઉલ્લાસથી
ભગવાનના જન્મની વધાઈ ગવડાવી હતી. ત્યાં દર્શન કરીને સાંજે પાછા બનારસ આવ્યા.
પણ દર્શન કર્યા.
PDF/HTML Page 8 of 25
single page version
અહીં પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ તથા ધૂન થઈ હતી.
વાર્ષિક સંમેલન થયું......અહીં બે જિનમંદિરો છે. ને સુપાર્શ્વનાથ ભગવાનની જન્મભૂમિ પણ અહીં છે. આ સ્થાન
ગંગાકિનારે જ છે, ને ગંગાના પાણી જાણે કે ભગવાનનો અભિષેક કરતા હોય તેમ તેને ઘસાઈને જ વહી રહ્યા છે.
અહીંનું દ્રશ્ય બહુ રમણીય છે. અહીં ઘણી ઉમંગભરી ભક્તિ થઈ. ભગવાનના જન્મધામનું ખાસ સ્તવન પૂ.
બેનશ્રીબેને બનાવેલું તે અહીં ગવડાવ્યું. ભક્તિ પ્રસંગે ગુરુદેવ પણ વિશેષ આનંદિત હતા....સંતોની સાથે આ
જન્મધામના દર્શનથી સૌ ભક્તોને ઘણો આનંદ થયો. સ્યાદ્વાદ વિદ્યાલયમાં પૂ. ગુરુદેવનું સુંદર પ્રવચન થયું...
ગંગાકિનારે ગુરુદેવે અધ્યાત્મગંગાનો પ્રવાહ વહેવડાવ્યો.
કર્યા. આ મંદિરમાં મહાવીર ભગવાનના મોટા ભાવવાહી પ્રતિમાજી બિરાજે છે.
પ્રતિમાજી બિરાજે છે ત્યાં રાત્રે ભક્તિ થઈ હતી. ભક્તિ ઘણા ઉલ્લાસપૂર્વક થઈ હતી.
કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીમતી રમાદેવી શેઠાણીએ તથા શેઠ શાંતિપ્રસાદજી શાહુએ ભક્તિપૂર્વક શ્રદ્ધાંજલિ
અર્પણ કરી હતી. આ પ્રસંગે શેઠજીએ કહ્યું હતું કે–“અમારું પરમ સૌભાગ્ય છે કે પૂ. સ્વામીજી અમારા આંગણે
સંઘસહિત પધાર્યા છે ને અમને તેમના સ્વાગતનું સૌભાગ્ય મળ્યું છે. હું આ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પૂ. સ્વામીજીનું
અને સંઘનું સ્વાગત–સન્માન કરું છું.” ત્યારબાદ ડાલમીઆ નગરની જૈન સમાજ તેમજ સારી જનતા તરફથી એક
શ્રદ્ધાંજલિ ભેટ કરવામાં આવી હતી; તેમજ શ્લોકવાર્તિક વગેરે શાસ્ત્રો ગુરુદેવને ભેટ આપ્યા હતા.
શેઠ શાંતિપ્રસાદજી શાહુ તરફથી કરવામાં આવી હતી. ગુરુદેવ પ્રત્યે તેમણે ઘણો પ્રેમ અને ભક્તિભાવ દર્શાવ્યો હતો.
બાદ ગુરુદેવ જિનમંદિરોના દર્શન કરવા પધાર્યા....ભક્તજનો પણ આનંદથી ભક્તિની ધૂન ગાતાં ગાતાં
ફાગણઃ ૨૪૮૩
PDF/HTML Page 9 of 25
single page version
મંદિર આવ્યું, ત્યાં પૂલ ઉપરથી પસાર થતાં થતાં ભક્તો ગાતા હતા કે–
લેજો....આપણે સોનગઢમાં કરવું હોય તો કામ આવે.” આ નંદીશ્વરની રચના જોતાં જ ભક્તો ધૂન ગાવા માંડયાં–
એક જિનમંદિરમાં શ્રી સમ્મેદશિખરજી ધામની સરસ રચના હતી; ત્યાં પણ દર્શન કર્યા. અનેક જિનમંદિરોના દર્શન
કરીને પૂ. ગુરુદેવ બ્ર. ચંદાબાઈના જૈન બાલાશ્રમમાં પધાર્યા. અહીં ગુરુદેવનો ઉતારો હતો.
એક તરફ બાહુબલિ ભગવાન અને તેની સામે માનસ્તંભમાં શ્રી આદિનાથ ભગવાન,–એ રીતે પિતા–પુત્ર
એકબીજાની સન્મુખ બહુ શોભી રહ્યા છે. પ્રવચન બાદ ગુરુદેવ બાહુબલિની ભક્તિ કરવા પધાર્યા હતા....
પણ ઘણા ભક્તિભાવથી કર્યો હતો.
ત્યારબાદ પુષ્પમાળા અર્પણ કરી...બ્ર. ચંદાબાઈએ પણ ગુરુદેવ પ્રત્યે ઘણો ભાવ બતાવ્યો હતો અને ગુરુદેવ અહીં
પધારવાથી તેઓ ઘણા ખુશી થયા હતા. આ પ્રસંગે ગુરુદેવે સોનગઢના બ્ર. આશ્રમ વગેરે સંબંધી કેટલોક ખાસ
પરિચય આપ્યો હતો....ગુરુદેવના મુખેથી એ પરિચય સાંભળીને બ્ર. ચંદાબાઈ વગેરે ખુશી થયા હતા, ને તેમણે પૂ.
બેનશ્રીબેનનું પણ સન્માન કર્યું હતું.
ઃ ૮ઃ
PDF/HTML Page 10 of 25
single page version
સૌભાગ્ય છે; તેમનું પ્રવચન સાંભળતાં આત્માનો વિષય જે જટીલ લાગતો હતો તે અમને સુગમ થઈ ગયો.
સ્વામીજી પધારતાં અમારો ટાઈમ કયાં ચાલ્યો ગયો તે અમને ખબર ન પડી, સ્વામીજી અહીં વધારે ટાઈમ રહે એવી
અમારી હાર્દિક અભિલાષા છે.”
ગુરુદેવે હીરા–માણેકનો અર્ઘ ચડાવ્યો. ત્યારબાદ થોડે દૂર શ્રી સુદર્શન (શેઠ) મુનિરાજની મોક્ષભૂમિ છે તેનાં દર્શન
કરવા પધાર્યા. સૌ ભક્તજનો પણ ભક્તિ ગાતાં ગાતાં ગુરુદેવની સાથે ચાલ્યા, નિર્વાણભૂમિમાં શ્રી સુદર્શન–
ભગવાનના ચરણકમળ છે ત્યાં જઈને એ દ્રઢ બ્રહ્મચારી વૈરાગ્યવંત સંતના ચરણની પૂજા કરી.....પૂજન બાદ ઘણી
ભક્તિ થઈ.
આવો આવોજી..... જૈન જગ સાર,
દ્રઢ બ્રહ્મચારી નેતા..............
ગવડાવ્યું હતું.
પાંચ સુંદર રળિયામણાં પર્વતો છે; તેમાં
ફાગણઃ ૨૪૮૩
PDF/HTML Page 11 of 25
single page version
પામ્યા હતા અને અહીં જ બારઅંગની રચના કરી હતી. તે ઉપરાંત અહીં રાજગૃહીમાં ૨૩ તીર્થંકરોના સમવસરણ
થયા હતા. શ્રેણિકરાજાની આ રાજધાની હતી; તેમજ મુનિસુવ્રતપ્રભુના ચાર કલ્યાણક અહીં થયા હતા. આવા પાવન
ધામમાં ભગવાનના સમવસરણનું સ્મરણ કરતાં કરતાં ને ભક્તિગાન ગાતાં ગાતાં ગુરુદેવની સાથે સાથે ભક્તજનો
વિપુલાચલ પર્વત ઉપર જતા હતા...જાણે કે ગુરુદેવ સાથે ભગવાનના સમવસરણમાં જતા હોઈએ એવા ભાવો સૌ
ભક્તજનોને ઉલ્લસતા હતા.
હતું. ત્યાં ઘણા ઉલ્લાસથી ભક્તિ કર્યા બાદ બીજા અને ત્રીજા પર્વતની યાત્રા કરી.
એ રીતે ત્રણ પર્વતની યાત્રા કરીને ગુરુદેવ નીચે પધાર્યા..કેટલાક ભક્તજનોએ ચોથા પહાડની પણ યાત્રા કરી.
બપોરે જિનમંદિરના ચોકમાં ગુરુદેવનું સુંદર પ્રવચન થયું. પ્રવચન બાદ ગયા અને પટનાના જૈન સમાજ
ચડાવ્યો, ત્યારબાદ ઘણી મહાન ભક્તિ થઈ. પહેલાં ગુરુદેવે બે સ્તવનો ગવડાવ્યાં હતા.
અમને ઉતારો ભવોદધિ પાર રે....
બાદ પૂ. બેનશ્રીબેને પણ ઘણા ઉમંગપૂર્વક–
દિગંબર જિનપ્રતિમાઓનું ગુરુદેવ સહિત સૌએ અવલોકન કર્યુ હતું. બે હજાર વર્ષો જૂના જિનવૈભવને જોતાં
ગુરુદેવના મુખમાંથી અનેક વાર ઉદ્ગારો નીકળતા કે જુઓ, ઈતિહાસ પણ દિગંબર જૈનધર્મની સાક્ષી પૂરે છે.
કોતરેલ એક સ્તંભ છે. આ વિશાળ અને શાંત ગુફામાં પ્રવેશતાં જ એમ થાય છે કે અહીં પૂર્વે અનેક સંતમુનિઓ
વસ્યા હશે ને આત્મધ્યાન કર્યાં હશે.
PDF/HTML Page 12 of 25
single page version
ગવડાવી હતી–
સબ મિલ દર્શન કર લો,
ભાવભક્તિ ઉર ધર લો.....
સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
જન્મકલ્યાણકની વધાઈની ધૂન ગવડાવી હતી. નાલંદામાં બૌદ્ધોની જૂની વિદ્યાપીઠ ખોદકામ કરતાં નીકળેલી છે, જેમાં
શ્રી અકલંક–નિકલંક ગુપ્ત વેષે ભણતા હતા ને પકડાઈ જતાં તેમને કેદ કર્યા હતા....ત્યાંથી છટકીને જતાં, પાછળથી
પકડાઈ ગયા ને નિકલંકનું બલિદાન દેવાયું. પછી તો અકલંક સ્વામીએ બૌદ્ધોને હરાવીને જૈનધર્મનો જોરદાર પ્રભાવ
ફાગણઃ ૨૪૮૩
PDF/HTML Page 13 of 25
single page version
ભક્તજનો અકલંક–નિકલંકના સ્મરણથી લાગણીવશ બની જતા હતા, ને હૃદય જૈનધર્મ પ્રત્યેની ભક્તિથી ભરાઈ
જતું હતું, કુંડલપુર અને નાલંદા થઈને ગુરુદેવ સંઘસહિત પાવાપુરી પધાર્યા.
બીજા પણ અનેક મંદિરો છે. તેમ જ ૨૪ ભગવંતોના ચરણકમળ અને મહાવીરપ્રભુના તથા ગૌતમગણધરના
ચરણકમળ પણ છે.
(તા. ૩) ફાગણ સુદ બીજઃ આજે સવારમાં જલમંદિરે સામૂહિક પૂજનભક્તિ ઘણા ઉલ્લાસથી થયા હતા.
પાવાપુરી જલમંદિરમાં વીરપ્રભુના તેમજ ગૌતમપ્રભુ અને સુધર્મપ્રભુના ચરણકમળ બિરાજે છે. સરોવરની
ચાલ્યા...પ્રભુના ચરણ પાસે આવીને બેઠા; ભાવપૂર્વક હીરામાણેકનો અર્ઘ ચડાવ્યો...ગુરુદેવે પ્રભુચરણનો અભિષેક
પણ કર્યો...પછી ભક્તિ શરૂ કરતાં પહેલાં ગુરુદેવે કહ્યું કેઃ જુઓ ભગવાન અહીંથી મોક્ષ પધાર્યા...અહીંથી ઉપર
ભગવાન બિરાજે છે...એમ કહીને હાથ ઊંચો કરીને સિદ્ધાલય બતાવ્યું...અને પછી ભક્તિ શરૂ કરી–
અહીંથી વીરપ્રભુજી નિર્વાણ પદને પામીયા રે.....
શ્રી ગૌતમગણધરજી પામ્યા કેવળજ્ઞાન.....
સુરનર આવો આવો નિર્વાણ મહોત્સવ ઉજવવા રે.
અહીંથી સમશ્રેણી માંડીને સિદ્ધ થયા ને ઉપર બિરાજી રહ્યા છે.
અહીં ભરતક્ષેત્રે તીર્થંકર વિરહા પડયા રે.....
મોક્ષધામ સીધાવ્યાઃ–
અગણિત ભવ્ય ઉગારીને.....પામ્યા પદ નિર્વાણ.....
અમને કેવળના વિરહામાં મૂકી ચાલીયા રે.....
PDF/HTML Page 14 of 25
single page version
પાવનધામોનાં દર્શન ગુરુદેવ સાથે થતાં સૌ ભક્તોના અંતરમાં બહુ જ ભક્તિનો આહ્લાદ થતો હતો.
જ કરે છે. આજે ગુરુદેવની સાથે સાથે જિનેન્દ્રદેવનું પૂજન કરતાં ભક્તજનોને જે આનંદ થયો તેનું વર્ણન અહીં શું
થઈ શકે?
ભાવભીને ચિત્તે બંને બેનોએ શીર લગાવીને નમસ્કાર કર્યા....જાણે કે એ નમસ્કાર મંત્રના બળવડે ઉપરના સિદ્ધ
ભગવંતોને નીચે ઉતારીને પોતાના હૃદયમાં પધરાવ્યા.....
PDF/HTML Page 15 of 25
single page version
મુક્તિના આ ધામ દેખ્યાં.....વાહવા જી વાહવા.....
ગુરુદેવની સાથે દેખ્યાં.....વાહવા જી વાહવા.....
ગુરુદેવે ભક્તિ કરી.....વાહવા જી વાહવા.....
સંતો સાથે જાત્રા થઈ.....વાહવા જી વાહવા.....
અનંતકાળની ભાવના પૂરી થઈ.....
ભક્તોને ઘણો ઉલ્લાસ થયો.
વીરપ્રભુની અંતિમ દેશનાનું (સમવસરણનું) સ્થાન છે, તે જોવા પણ ગુરુદેવ પધાર્યા હતા. ત્યાં સમવસરણ જેવી
રચના (ત્રણ પીઠીકા) છે ને તેમાં વીરપ્રભુના પુરાણા (લગભગ અઢી હજાર વર્ષ જૂના) ચરણકમળ છે, ત્યાં ગુરુદેવે
ભક્તજનો સહિત અર્ઘ ચઢાવ્યો હતો.
છે; તે ઉપરાંત પાવાપુરી જેવું એક નાનું રળિયામણું જલમંદિર પણ છે. સરોવર વચ્ચે જલમંદિરમાં ગૌતમ સ્વામીના
ચરણકમળ શોભે છે. ગુણાવા ઉપશાંત વાતાવરણવાળું સિદ્ધિધામ છે. અહીં ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ હતી, તેમાં પૂ.
ગુરુદેવે પણ ભક્તિ ગવડાવી હતી.
સમ્મેદશિખરજી ગયેલા ને ત્યાં રાત્રે જિનમંદિરમાં ભક્તિ કરી હતી.
જ પ્રસન્નતા થતી હતી...ત્રણ–ચાર હજાર શ્રોતાજનોની સભામાં માંગળિક સંભળાવતાં ગુરુદેવે કહ્યું કે–અનંત
તીર્થંકરો અને સંત મુનિવરો અહીંથી મોક્ષ પામ્યા છે, તેથી આ સમ્મેદશિખરજી તીર્થ તે મંગળ છે; જુઓ,
અહીંથી ઉપર અનંત સિદ્ધભગવંતો બિરાજે છે. આત્માનો જ્ઞાન–આનંદ સ્વભાવ જે ભાવથી પ્રગટયો તે ભાવ
પણ મંગળ છે. ધવલામાં તો વીરસેનાચાર્ય કહે છે કે –ભવિષ્યમાં મોક્ષ પામનાર આત્મ દ્રવ્ય પણ મંગળ છે,
કેમકે અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાનું છે અને જે કાળે આત્મા મુુક્તિ પામ્યો તે કાળ પણ મંગળ છે. જેણે
આત્માના જ્ઞાન–આનંદ સ્વભાવની પ્રતીત કરીને પોતામાં સમ્યગ્દર્શન–જ્ઞાનરૂપ મંગળ પ્રગટ કર્યું તે જીવ
ભગવાનને પણ પોતાના મંગળનું કારણ કહે છે, ને ભગવાન જ્યાંથી મોક્ષ પધાર્યા એવા આ સમ્મેદશિખરજી
વગેરે તીર્થધામને પણ તે મંગળનું નિમિત્ત કહે છે. કેમ કે આવી નિર્વાણભૂમિ જોતાં તેને મોક્ષતત્ત્વનું સ્મરણ
થાય છે. આ રીતે મોક્ષ તત્ત્વની પ્રતીતમાં અને સ્મરણમાં આ ભૂમિ નિમિત્ત છે તેથી આ ભૂમિ પણ મંગલ છે.
તેની જાત્રા માટે અહીં આવ્યા છીએ. આ રીતે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સર્વ પ્રકારે માંગલિક કર્યું.
ઃ ૧૪ઃ
PDF/HTML Page 16 of 25
single page version
ભક્તજનો થઈ ગયા હતા, ને ગુરુદેવ સાથે આ શાશ્વત સિદ્ધિધામને ભેટવા સૌનાં હૃદય આતુર થઈ રહ્યા હતા....કયારે એ
સિદ્ધિધામને ભેટીએ? ને કયારે ગુરુદેવ સાથે યાત્રા કરીને એ સિદ્ધિધામને દેખીએ? એમ સૌ ભાવના ભાવી રહ્યા હતા.
વાતચીત થઈ હતી....એ સિવાય સમ્મેદશિખરજી ધામમાં ફરીને પણ અનેક વાર બંનેનું મિલન અને વાતચિત થયા
હતા. વર્ણીજીએ પ્રેમપૂર્વક કહ્યું હતું કે
પ્રભાવિત થયા હતા. પં. બંસીધરજી, પં. કૈલાસચંદ્રજી, પં. ફૂલચંદજી વગેરેએ ઘણો પ્રેમ બતાવ્યો હતો.
ને “
ફાગણ સુદ છઠ્ઠ (તા. ૭) ના રોજ સવારમાં પૂ. ગુરુદેવ ભક્તજનો સહિત તળેટીના જિનમંદિરોના દર્શને
પુષ્પદંત ભગવાન, ચંદ્રપ્રભુ ભગવાન, સહસ્રકૂટ જિનાલય, ચોવીસ ખડ્ગાસન ભગવંતો તેમાં મહાવીર પ્રભુના મોટા
પ્રતિમાજી, નંદીશ્વર જિનધામની વિશાળ રચના, સીમંધરપ્રભુના ચરણકમળ, વગેરે અદ્ભુત જિનેન્દ્રવૈભવ છે તેના
ભક્તિપૂર્વક દર્શન કર્યા.
હતા ત્યારનું દ્રશ્ય ઘણું ભક્તિપ્રેરક હતું. સમ્મેદશિખર ધામની તેમજ સિદ્ધ ભગવાનની વગેરે અનેક પૂજાઓ થઈ હતી.
બપોરે પ્રવચન થયું હતું. અહીં પ્રવચનો ખૂબ જ ભાવભરેલા થતા હતા...અને એ ભાવભર્યા પ્રવચનો સાંભળીને
હજારો શ્રોતાજનો તેમ જ વિદ્વાનો પણ મુગ્ધ થઈ જતા હતા.
આજે મંગલદિન છે, ચંદ્રપ્રભુના કલ્યાણકનો પણ આજે દિવસ છે, આવા મંગલ દિવસે ગુરુદેવ સાથે શાશ્વત
તીર્થધામની યાત્રા કરતાં સૌ ભક્તોને ઘણો આનંદ થયો હતો.
સહિત ગુરુદેવ ઉપર પહોંચી ગયા......આજની આ મહામંગલ યાત્રા બાબત ગુરુદેવ ખૂબ પ્રસન્નતાપૂર્વક વારંવાર ચર્ચા
કરતા હતા.
ફાગણઃ ૨૪૮૩
PDF/HTML Page 17 of 25
single page version
સમ્મેદશિખરજી તીર્થ ઉપરથી આ ચોવીસીના ૨૦ તીર્થંકર ભગવંતો તેમજ કરોડો મુનિવરો મોક્ષ પામ્યા છે; ઉપર ૨પ
ટૂંકો છે. તેમાં ભગવાનના ચરણકમળ બિરાજે છે. પહેલી ટૂંકે શરૂઆતમાં પૂ. ગુરુદેવે એક સ્તવન ગવડાવ્યું હતું.....તેમાં
વચ્ચે કહ્યું કેઃ જુઓ, અહીંથી અનંતા તીર્થંકરો ને મુનિઓ મોક્ષ પધાર્યા છે, તે અનંતા સિદ્ધ ભગવંતો અત્યારે
ઉપર બિરાજી રહ્યા છે.....ઉપર પંક્તિમાં અનંત સિદ્ધ ભગવંતો બિરાજે છે, તેનાં અહીં સ્મરણ થાય છે.....
કાંકરીએ અનંતા જીવો મોક્ષ ગયા છે, પણ નજીકના કાળને હિસાબે વર્તમાન ચોવીસીમાં શ્રી કુંથુનાથ ભગવાન અહીંથી
મોક્ષ ગયા છે. અનંતા સિદ્ધ ભગવંતો અહીં આપણા શીર ઉપર બિરાજે છે; મોક્ષપદ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે તેથી તેઓ
લોકમાં સૌથી શ્રેષ્ઠ–ઊંચા સ્થાને બિરાજે છે. ઇત્યાદિ ઘણા ઘણા પ્રકારે ગુરુદેવ સિદ્ધ ભગવંતોનો મહિમા ભક્તજનોને
સમજાવતા હતા....ને “આવા સિદ્ધભગવંતોને તમારા હૃદયમાં સ્થાપીને તેમનું ધ્યાન કરો.” એવી પ્રેરણા ભક્તોના
હૃદયમાં જગાડતા હતા. ત્યારબાદ પૂ. બેનશ્રીબેને પણ નવા નવા સ્તવનો દ્વારા અદ્ભુત ભક્તિ કરાવી હતી. તીર્થધામ
હજારો ભક્તોથી ઉભરાઈ ગયું હતું.....ને ચારે કોરના રસ્તા યાત્રાળુઓથી છવાઈ ગયા હતા.
ચરણકમળનો ભાવપૂર્વક અભિષેક કર્યો.....ને પછી “હું એક શુદ્ધ સદા અરૂપી.....જ્ઞાનદર્શનમય ખરે” એ ધૂન
બોલ્યા....તેમજ “ અપૂર્વ અવસર” ની કેટલીક ગાથાઓ ઘણા જ ઉપશાંત ભાવથી બોલ્યા હતા..... તે વખતનું
વાતાવરણ ભક્તિથી ને ઉપશાંત ભાવનાથી છવાઈ ગયું હતું.
શાશ્વત તીર્થધામની યાત્રા પૂર્ણ થઈ હતી.....
PDF/HTML Page 18 of 25
single page version
तीर्थराज श्री सम्मेदाचलकी बन्दना करनेके पवित्र संकल्पको लेकर आप सौराष्ट्रसे ५००
धार्मिक बन्धुओं और बहिनोंके साथ मार्गमें आनेवाले अनेक सिद्धक्षेत्रों व दूसरे तीर्थोंकी
बन्दना करते हुए डालमियानगर पधारे हैं। हमने आपकी लोक–कल्याणकारिणी अमृतमयी
अध्यात्मवाणीका रसास्वादन किया है। फलस्वरूप आज इस मंगलबेलामें हम सब आपके
प्रति बहुमान प्रकट करते हुए अपनेको धन्य अनुभव करते हैं।
कुन्दकुन्दप्रणीत विश्वभारती के अनुपम रत्न श्री समयसार आदि ग्रन्थरत्नोंके स्वाध्याय
और मनन से आपने प्राप्त की हैं। परिणामस्वरूप आपको अपने प्रपञ्चबहुल जीवनका
परित्याग कर निश्चित ध्येय की सिद्धिके लिए ऐसी करवट लेनी पडी़ हैं जो मोहग्रस्त
संसारी प्राणियोंके लिए अनुपम उदाहरणके रूपमें सदा प्रसिद्ध रहेगी।
तरहसे अनुभव करते है कि रत्नत्रयपूत इस मार्ग पर चले बिना यह संसारी प्राणी मोक्षका
अधिकारी नहीं हो सकता।
प्रभावक आध्यात्मिक प्रवचनों–द्वारा इन संसारी प्राणियोंको निरूपधि आत्मतत्त्वका
दिग्दर्शन कराते हुए यदा कदा यत्र तत्र भ्रमण करते रहते हैं। आपकी यह परम
कल्याणकारिणी वृत्ति अभिनन्दनीय हैं।
PDF/HTML Page 19 of 25
single page version
व बहिन इस दुश्चर तपका पालन कर रहे है। आपके पावन निवाससे सोनगढ़ सबके लिए
तीर्थ बन गया है।
श्री १००८ जिनेन्द्र भगवान् श्री महावीरस्वामीका पुण्य नाम स्मरण कर यह मनःकामना
करते हैं कि आप अपने जीवनमें यथाजात रूपके अधिकारी बन चिरकाल तक मुमुक्षु
जनोंको साक्षात् मोक्षमार्गका पथ प्रदर्शन करतें रहें।
गई। आपके पुनीत दर्शनो से हम कितने सुखी, आपके अमृत तुल्य सदुपदेश से हम
कितने भावविभोर एवं आपके महान् व्यक्तित्व से हम कितने प्रभावित हुये हैं, इसका
प्रकाशन वाणी की शक्ति के परे की चीज है। सूर्योदयका प्रकाश पाकर जैसे कमल
विकसित हो उठता है, वैसे ही आपके दर्शन एवं अद्भुत प्रवचन–शैली से गया जैन समाज
का हृदय कमल विकसित हो उठा है।
प्रेरणा के अपूर्व छन्द, आदर्श के एक अलौकिक संगीत और ज्ञान की एक दिव्य दीप्ति से
समुद्भासित है। विमल त्याग और कठोर तपस्या की निरन्तर आहुति से आपके हृदय में
PDF/HTML Page 20 of 25
single page version
अन्धकार को दूर करती है। आपने आपत्तियों की तीखी आँच मे तप–तपा कर, बाधा–
विघ्नों की कठिन कसौटी पर कस कसाकर अपने जीवन को पारस पत्थर बनाया है, जो
अपने लिये तो सब प्रकार से निःस्व है, पर जिन्दगी के लोहे की जिस लकड़ी को छू देता
है, वह मूल्य, महत्व और महिमा की दमक से सोना हो उठता है।
और अपरिमित प्रभाव की रूपरेखा शब्द नहीं आकें सकते। ओज–तेज के उस प्रकाश में,
शान्ति–सौम्यता की शीतल छाँह में जिसे भी घड़ी भर टिकने का सौभाग्य हुआ है, वही
उस शब्द–रूपहीन स्वर्गीय सुख की अनुपम अभिज्ञता से धन्य हो उठा है। आपके जीवन
का प्रवाह अपनी राह बहता है और उसके दोनों कूल धूल–सिंच कर हरे भरे लहराते हैं।
जाना है और आजीवन साधना के जो अनमोल बोल झड़ते है, उन्हें जतन से चुना है और
तब यह समझा है कि आपका व्यक्तित्व कितना पारदर्शी है, किन आदर्शो पर उसकी नींव
पड़ी है और उसके फल–फूल उसकी छाया में सन्तप्त लोक–जीवन के लिये कैसा मन्त्र है,
दुखी मानवता के लिये कैसी अमोघ औषधि है।
और अन्धकार में भटकने वाली आत्माओं की आँखोको विमल प्रकाश, लड़खड़ाते चरणों
को सच्ची सुगम राह, एवं पीड़ित जीवनों को आश्वासन की वाणी सुनाकर उन्हें सही
मंजिल की ओर चलने की सद्प्रेरणा देते रहेंगे।
दीर्घ जीवन की मंगल कामना करते है।