Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 5

PDF/HTML Page 61 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ પ૪ઃ વૈશાખ સુદ ૨
તીર્થ મહિમા
રત્નત્રયરૂપ ભાવતીર્થવડે સંસાર તરતાં તરતાં, જે પવિત્ર
સંતોએ પોતાની પાવન ચરણરજ વડે ભૂમિને પણ
તીર્થરૂપ પૂજ્ય બનાવી તે સંતોને નમસ્કાર હો, તેમની
સાધનાભૂમિરૂપ તીર્થને નમસ્કાર હો.
તીર્થનો અપાર મહિમા છે કે એની યાત્રા કરતાં અનેક આરાધક જીવોનું
સ્મરણ થાય છે ને જિજ્ઞાસુને આત્મસાધનાની પ્રેરણા જાગે છે. તીર્થભૂમિ તો
દેવભૂમિ છે; દેવ–ગુરુ–શાસ્ત્રની પૂજામાં દેવની પૂજાનું જે સ્થાન છે લગભગ તે જ
સ્થાન તીર્થપૂજાનું છે. તીર્થયાત્રા કરનાર મુમુક્ષુયાત્રિક તીર્થયાત્રા વખતે સંસારથી
પાર કોઇ અનેરા શાંત વાતાવરણમાં અધ્યાત્મભાવનાઓની ઊર્મિઓનો આનંદ
મહાલે છે.–અને તેમાંય, જો તે તીર્થયાત્રા કોઇ ધર્માત્મા–સંતની સાથે હોય તો એના
મહિમાનું શું કહેવું?
આપણા આ ગં્રથનાયક પૂ. શ્રી કાનજીસ્વામીએ હજારો યાત્રિકો સાથે
ભારતના મહાનતીર્થોની ઉલ્લાસ અને ભક્તિપૂર્વક યાત્રા કરીને જૈનશાસનમાં એક
સોનેરી ઇતિહાસ રચ્યો છે. એ સમ્મેદશિખર ને એ પાવાપુરી, એ રાજગૃહી ને એ
ચંપાપુરી, એ ગીરનાર ને એ શત્રુંજય, એ સિદ્ધવરકૂટ ને એ બડવાની, ઊંચા ઊંચા
અડોલજોગીએ બાહુબલી ને એ પાવનધામ પોન્નૂર, એ રત્નપ્રતિમાને
સિદ્ધાંતગં્રથો.....એ અયોધ્યા ને એ હસ્તિનાપુરી, એ શૌરપુરી ને એ કાશી....એ
મથુરા ને એ ખંડગિરિ, ઉદયગિરિ, એ કુંથલગિરિ–દ્રોણગિરિ ને
મુક્તાગિરિ...અહા, કેવા કેવા એ તીર્થો!! ને કેવી ભાવભીની એ યાત્રા!!–એનાં
સ્મરણો પણ એ સાધક સંતો પ્રત્યે ને એ સાધનાભૂમિ પ્રત્યે કેવી આનંદની
ઉર્મિઓ જગાડે છે! વાહ રે વાહ! સંતો તમારી આત્મસાધના! વાહ તમારી
તિર્થભૂમિ! અને ધન્ય એની યાત્રા!

PDF/HTML Page 62 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ પપઃ
જગતમાં સંતના દર્શનનો પરમ મહિમા છે; અને તીર્થના દર્શનનો પણ
અપાર મહિમા છે; એકેકનો પણ આટલો મહિમા છે તો પછી, તીર્થ અને સંત એ
બન્નેના દર્શન એક સાથે થાય. એના મહિમાની શી વાત! તીર્થધામમાં સંત ઊભા
હોય ને એ તીર્થનો મહિમા સમજાવતા હોય એવા ધન્ય પ્રસંગો ગુરુપ્રતાપે
આપણને યાત્રામાં પ્રાપ્ત થયા....એક વાર નહિ પણ આઠ વાર! –આઠ વાર!
જી....હા....આઠ વાર, બે વાર બાહુબલી–પોન્નૂરયાત્રા એકવાર સમ્મેદશિખરયાત્રા,
ત્રણવાર ગીરનારયાત્રા ને બેે વાર શત્રુંજયયાત્રા–ગણો જોઇએ, કેટલી યાત્રા થઇ?
હજી ભોપાલ તરફ ગયા તે વખતની સિદ્ધવરકૂટ, પાવાગીર વગેરેની યાત્રા તો
આમાં ગણતા નથી.
અહા, ગુરુદેવ સાથે નવા નવા તીર્થોની યાત્રા કરતાં નવો નવો આહ્લાદ
જાગતો હતો. યાત્રિકોને એમ થતું કે કોઇ મહાન પુણ્યોદયે આ પવિત્રયોગ પ્રાપ્ત
થયો છે. આવા મહાન તીર્થોની યાત્રા ને આવા પવિત્ર સંતોનો યોગ–ખરેખર
સંસારના સર્વ કલેશોને ભૂલાવી દે છે. સંતના શરણમાં કે તીર્થના આવાસમાં
જીવન આનંદિત બને છે, આરાધનાનો ઉત્સાહ જાગે છે, આરાધક જીવો પ્રત્યે પરમ
બહુમાન જાગે છે. સમયસારમાં તથા ભગવતી આરાધના વગેેરેમાં વીતરાગી
આચાર્યોએ માત્ર સમ્યગ્દર્શનધારક સંતધર્માત્માનો પણ કેટલો અગાધ મહિમા
સમજાવ્યો છે!–જે વાંચતા પણ મુમુક્ષુને રોમે રોમે પ્રસન્નતા થાય તો એવા
ધર્માત્મારૂપ તીર્થના સાક્ષાત્ દર્શનની શી વાત!! અહા, આત્માનો સાક્ષાત્કાર
પામેલા જીવોની મુદ્રાનું દર્શન પ્રાપ્ત થવું તે પરમાત્માનો સાક્ષાત્કાર થવા સમાન
છે. આ કાળે તો સાક્ષાત્ ભગવાનના દર્શન જેટલો જ ધર્માત્માના દર્શનનો મહિમા
છે. જેમ સમ્મેદશિખર વગેરે પાવન તીર્થોનું દર્શન તીર્થંકરભગવંતોને યાદ કરાવે છે
તેમ ચૈતન્ય સાધક ધર્માત્માનું દર્શન પણ પૂર્ણ પરમાત્મપદનું સ્મરણ કરાવીને તેને
સાધવાની પ્રેરણા જગાડે છે. જેમ તીર્થના દર્શન માટે જીવો (અગાઉ–તો પગપાળા
જતા ને માંડ બે ત્રણ વર્ષે યાત્રા થતી) ગમે તેટલી મુશ્કેલી હોંશથી ઓળંગીને પણ
તીર્થયાત્રા કરે છે, તેમ મોક્ષનો યાત્રિક એવો આત્માર્થી જીવ જગતની ગમે તેવી
મુશ્કેલીઓને પણ હોંશથી ભોગવીને ધર્માત્માનો સાક્ષાત્કાર કરે છે....તેની છાયામાં
રહે છે. પ્રત્યક્ષ ધર્માત્મા પ્રત્યે પરમ પ્રીતિ–ભક્તિરૂપ ઉલ્લાસભાવ જેને ન જાગે
તેને તીર્થ પ્રત્યે પણ ખરો ઉલ્લાસ હોતો નથી; કેમકે તીર્થોનો સંબંધ તો ધર્માત્માના
ગુણોની સાથે છે; જગતમાં જે કોઇ તીર્થ હોય તે કોઇપણ

PDF/HTML Page 63 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ પ૬ઃ વૈશાખ સુદ ૨
આરાધક સંતના નિમિત્તે તીર્થ બન્યું હોય છે. તો પછી આરાધક સંત પોતે સાક્ષાત્
બિરાજતા હોય–તે સ્થાન તો તીર્થધામ બને એમાં શું આશ્ચર્ય! જ્યાં ધર્માત્મા બિરાજે છે
ત્યાં તીર્થ જ છે, એની વાણી પણ તીર્થ છે. અહા, આવા તીર્થ, અને એમની સાથે જ
તીર્થયાત્રા,–એમ ડબલ તીર્થની પ્રાપ્તિથી મુમુક્ષુના હર્ષની શી વાત! વિશ્વના શ્રેષ્ઠ
સુયોગની પ્રાપ્તિથી આનંદિત થયેલો મુમુક્ષુ ભવોભવનાં બંધનને ક્ષણમાં ભેદી નાંખે છે ને
સાધકભાવનો પુરુષાર્થ ઉપાડે છે.
સન્તો અને તીર્થોનો ગમે તેટલો મહિમા કરીએ પણ એમના સાક્ષાત્
સેવનવડે જ ખરો લાભ પામી શકાય છે. સંતસમાગમની ને તેમની સાથેની
તીર્થયાત્રાની ખરી મોજ અવારનવાર આપણને ચખાડીને ગુરુદેવે જીવનભર યાદ
રહી જાય એવો જે આનંદ કરાવ્યો છે ને હજી કરાવી રહ્યા છે. તે ખરેખર તેઓશ્રીનો
મહાન ઉપકાર છે.
(અભિનંદન–ગં્રથમાંથી)
ભવના અભાવ માટેનો ભવ
ગુરુદેવ ઘણા ભાવથી કહે છે કેઃ આ એક ભવ અનંત
ભવના અભાવ માટે મળ્‌યો છે. આ ભવ, ભવને
વધારવા માટે હોઇ શકે નહીં. અરે આ ભવમાં ભવનો
અભાવ ન કર્યો તો ક્યારે કરીશ? ભવના અભાવરૂપ
ભવવું–એટલે કે મોક્ષ તરફ પરિણમવું તે આ ભવમાં
કરવાનું છે.

PDF/HTML Page 64 of 83
single page version

background image
श्री कानजीस्वामी–हीरकजयंती–अभिनंदन–अंक

PDF/HTML Page 65 of 83
single page version

background image
श्री कानजीस्वामी–हीरकजयंती–अभिनंदन–अंक

PDF/HTML Page 66 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ પ૭ઃ
“આત્મધર્મ”ના ગતાંકમાં પહેલે પાને આપણે બે ચિત્રો આપ્યા હતા, તેમાં એક
ચિત્ર ઉપર મુજબ હતું. એ ચિત્ર નથી તો કલકત્તાના હાવરાબ્રીજનું કે નથી બીજી કોઇ
નદીના પૂલનું.–એ દ્રશ્ય તો છે સોનગઢના જિનમંદિરનું! હજી તમે ન ઓળખ્યું? સં.
૨૦૧૨માં જ્યારે સોનગઢનું મોટું જિનમંદિર બંધાતું હતું અને તેની છત ભરાતી હતી
ત્યારે છતની નીચેના બીમની મજબૂતી માટે તેમાં વચ્ચે જે લોખંડના સળિયા બાંધવામાં
આવેલા, તે જ ઉપરના ચિત્રમાં દેખાય છે. આ ઉપરથી જિનમંદિરની ભવ્યતાનો ને
મજબૂતીનો ખ્યાલ આવી શકશે.
***********************************
ચારભાઈ
ચાર ભાઈ છે....મહા સુંદર, મહા પવિત્ર, મહા સમર્થ.....એની માતા છે
જિનવાણી....એના પિતા છે એક મુનિરાજ....એનું મોસાળ છે મહાવિદેહમાં.....એનું
જન્મસ્થળ છે પોન્નૂરધામ. ચારેય ભાઈઓ ઝરીયનના સુંદર વસ્ત્રાભૂષણથી સોનગઢના
સ્વાધ્યાયમંદિરમાં શોભી રહ્યા છે....કહાનગુરુને એ ચારેય ભાઈઓ બહુજ વહાલા છે,
ને એમની પાસેથી હંમેશા કંઇક ને કંઇક નવું જાણે છે. જોકે તેમને બીજા પણ કેટલાક
ભાઈઓ છે, પણ આ ચાર ભાઈઓ તો જૈનશાસનમાં અજોડ છે....અનેક સંતમુનિઓએ
તેમનું બહુમાન કર્યું છે....ને કોઇક મુનિઓએ તેમની ટીકા પણ કરી છે....
ઓળખ્યા તમે એ ચાર ભાઈને...
‘આત્મધર્મ’ના આવતા અંકમાં તમને એ ચારે ભાઈઓના દર્શન થશે.

PDF/HTML Page 67 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ પ૮ઃ વૈશાખ સુદ ૨
દ....સ....વા....ર્તા....
ધર્મપ્રેમી બાલબંધુઓ, આ વૈશાખ સુદ બીજે ગુરુદેવનો જન્મોત્સવ;
જન્મોત્સવ તો ખરો, પણ હીરકજન્મોત્સવ બહુ આનંદનો ઉત્સવ એ
જન્મોત્સવના આનંદનિમિત્તે આ ખાસ અંક બહાર પાડયો છે. આ અંકમાં
તમારા માટે કંઇક સારૂં સારૂં તમને ગમે એવું આપું.
બોલો જોઈએ, તમને શું ગમે?
અમને તો સારી મજાની વાર્તા ગમે
શેની વાર્તા ગમે?
ધર્મની વાર્તા બહુ ગમે.
ધર્મની વાર્તામાં કોની વાર્તા ગમે?
કોઇ ભગવાનની, કોઇ મુનિની, કોઇ ધર્માત્માની, કોઇ સતીની કોઇ
સિંહની, વાઘની, હાથીની–એવી એવી વાર્તા અમને ગમે.
સારૂં; તો તમને ગમે છે એવી જ વાર્તા આ અંકમાં આપીએ છીએ.
પણ કેટલી વાર્તા આપીશું?
દસ!
દસ વાર્તા! ઠીક ચાલો દસ વાર્તા આપીએ; પણ હોંશથી ને આનંદથી
વાંચજો. વાંચીને તેમાંથી ધર્મનો બોધ લેજો.
* * *

PDF/HTML Page 68 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ પ૯ઃ
વાર્તા પહેલી
વર્ષીતપનું પારણું
આઠ ભવના સાથીદાર ઋષભદેવ અને શ્રેયાંસકુમારના સંબંધનો આ પ્રસંગ છે.
વૈશાખ સુદ ત્રીજનો દિવસ છે.
વૈશાખ સુદ બીજની રાતે શ્રેયાંસકુમારને સ્વપ્ન આવ્યું કે અહા! મારે આંગણે
કલ્પવૃક્ષ આવ્યું છે! દેવો મારા આંગણે વાજાં વગાડે છે, પુષ્પવૃષ્ટિ થાય છે...ઇત્યાદિ
મહામંગલ સ્વપ્નથી શ્રેયાંસકુમાર બહુ પ્રસન્ન થાય છે.
વૈશાખ માસ એટલે શેરડીની મોસમ!.....શેરડીના નિર્દોષ રસના ઘડા ભરી
ભરીને પ્રજાજનો શ્રેયાંસકુમારને ત્યાં મૂકી જાય છે.....
ભોજન સમયે એક અવધુત યોગી ચૈતન્યના પ્રતપનમાં મસ્ત ચાલ્યા આવે છે.
આત્મસાધનામાં મસ્ત એ યોગીને એક વર્ષના ઉપવાસ થઈ ચૂકયા છે. એ છે ભગવાન
આદિનાથ મુનિરાજ! તેમને જોતાં જ શ્રેયાંસકુમારને તેમની સાથેના ભવોભવના
સંસ્કાર તાજા થાય છે, તેમની સાથેના મુનિવરોને દીધેલા આહારદાનનું સ્મરણ થાય
છે....ને પરમ ભક્તિપૂર્વક વર્ષ ઉપરાંતના તપસ્વી યોગીરાજને પોતાના આંગણે
વિધિપૂર્વક પડગાહન કરીને નવધાભક્તિથી શેરડીના રસનું આહારદાન કરે
છે....ભરતક્ષેત્રમાં આ ચોવીસમાં મુનિરાજને આહારદાન દેવાનો એ પ્રસંગ અસંખ્ય
વર્ષોના અંતરે આ પહેલોવહેલો બન્યો. ભરતચક્રવર્તી જેવાએ ભક્તિથી તેની અનુમોદના
કરી....ને પછી શ્રેયાંસકુમાર દક્ષિત થઇને ભગવાન આદિનાથના ગણધર બન્યા...ને
છેવટે અક્ષયપદ પામ્યા.
–ઃઆ છે અક્ષયત્રીજનો ટૂકો ઇતિહાસઃ–
***

PDF/HTML Page 69 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૬૦ઃ વૈશાખ સુદ ૨
વાર્તા
બીજી
નેમ
રાજુલ વૈરાગ્ય
નેમિનાથ ભગવાનની જાન જુનાગઢ નજીક આવી પહોંચી ત્યાં તો પશુઓના
કરુણ ચિત્કાર સાંભળીને ભગવાને રથ અટકાવી દીધો...એ વૈરાગી મહાત્માનું હૃદય
પશુઓના કરુણ ચિત્કાર કેમ સહન કરી શકે? જગતમાં વીતરાગી અહિંસાનો શંખ
ફૂંકવા અવતરેલા એ સંત પોતાના જ નિમિત્તે થતી પશુહિંસાને કેમ સાંખી શકે!! એમણે
રથ પાછો વાળી દીધો....ન પરણવાનો નિર્ધાર કરીને એ તો ગીરનારધામમાં ચાલ્યા
ગયા ને મુનિ થઇ ને આત્મસાધનામાં તત્પર થયા.
આ બાજુ નેમસ્વામીનો રથ પાછો ફર્યાના ને તેમના વૈરાગ્યના સમાચાર
સાંભળીને રાજીમતીએ કેટલું આક્રંદ કર્યું હશે!!–ના, ના! એ તો રાજીમતી હતી,–ન તો
એણે આક્રંદ કર્યું કે ન તો માતા–પિતાની અનેક સમજાવટ છતાં એણે બીજે પરણવાનો
વિચાર કર્યો;–એણે તો વૈરાગ્યમાર્ગ અંગીકાર કર્યો. જે માર્ગે સ્વામી નેમિનાથ સંચર્યા
એ જ મારો માર્ગ!–એવા દ્રઢ નિર્ધાર સાથે એ પહોંચી ગઇ ગીરનારધામમાં....તે તલ્લીન
બની આત્મ સાધનામાં–ધન્ય બની સૌરાષ્ટ્રની ધરા!
એ નેમ અને રાજુલનું જીવન આજેય જગતને આદર્શ વૈરાગ્યજીવનનો સન્દેશ
આપી રહ્યું છે.
વાર્તા
ત્રીજી
લવ–કુશ
વૈરાગ્ય
રાજા રામચંદ્રજીના બે પુત્રોઃ લવ અને કુશ.
ઇન્દ્રસભામાં રામ–લક્ષ્મણના પ્રેમની પ્રસંશા થઇ, દેવો તેની પરીક્ષા કરવા
આવ્યા...તેમણે કૃત્રિમ વાતાવરણ ઊભું કરી લક્ષ્મણને કહ્યું કે રાજા રામચંદ્રજી સ્વર્ગવાસ
પામી ગયા...એ સાંભળતાં જ “હા...રામ!” એમ કહેતાંક લક્ષ્મણજી સિંહાસનમાં ઢળી
પડયા

PDF/HTML Page 70 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬૧ઃ
ને તેમના પ્રાણ ઊડી ગયા....રામચંદ્રજી તીવ્ર પ્રેમને લીધે લક્ષ્મણનાં મૃતશરીરને ખભે
ઉપાડીને સાથે ફેરવે છે.
આ બાજુ લવ અને કુશ બન્ને કુમારો કાકાનું મૃત્યુ ને પિતાની આવી દશા
દેખીને સંસારથી વૈરાગ્ય પામે છે....ને રામચંદ્રજી પાસે આવી હાથ જોડીને કહે છે કે
પિતાજી! આ અસાર સંસારની સ્થિતિ જોઈને અમારુ ચિત્ત સંસારથી વિરક્ત થયું
છે...હવે અમે દીક્ષા લઈને મુનિ થઇશું ને આત્માને સાધીને કેવળજ્ઞાન પામીશું–માટે
અમને રજા આપો. અંતરમાં જોયેલો જે સિદ્ધનો માર્ગ, તે માર્ગે હવે અમે વિચરશું.–
આમ કહી અમૃતસાગર મુનિરાજ પાસે જઇને બન્ને ભાઈઓએ દીક્ષા લીધી, ને
ચૈતન્યમાં લીન થઇ, કેવળજ્ઞાન પામી પાવાગઢ સિદ્ધક્ષેત્રથી મુક્તિ પામ્યા.–એ
પાવાગઢથી પાંચ કરોડ મુનિવરો મુક્તિ પામ્યા છે. ત્યાંની યાત્રાવખતે ગુરુદેવે
ગવડાવ્યું હતું કે–
ધન્ય લવ–કુશ મુનિ આતમહિતમેં છોડા સબ રાજપાટ....કિ તુમને છોડા સબ
સંસાર. રામ છોડા, અયોધ્યા છોડા. જાના જગત અસાર કિ તુમને છોડા સબ સંસાર
અહા, ધન્ય એ રાજકુમારોનું જીવન!
વાર્તા
ચોથી
સી....તા....વૈ....રા....ગ્ય
રાજા રામે લોકોપવાદના ભયથી સીતાને ત્યાગી દીધા; પછી સીતાના બે પુત્રો
લવ–કુશે મોટા થઈને લડાઈમાં રામ–લક્ષ્મણને હરાવ્યા....પરસ્પર ઓળખાણ થતાં
સીતાજીને ફરી અયોધ્યા તેડાવવાની વાત થઈ; સીતાજીના શીલસંબંધી લોકોનો સંદેહ
દૂર કરવાને લોકોમાં તેમના શીલની પ્રસિદ્ધિ કરવા રામચંદ્રજીએ સીતાજીની અગ્નિ
પરીક્ષા યોજી. યોજના પ્રમાણે મોટો અગ્નિકુંડ તૈયાર થયો, અને, પંચપરમેષ્ઠી
ભગવંતોના સ્મરણપૂર્વક, એ ભડભડતા અગ્નિકુંડમાં સીતાજી કૂદી પડયા, સર્વત્ર
હાહાકાર છવાઈ ગયો...
એક તરફ અહીં અગ્નિની ભડભડતી જ્યોત પ્રગટી છે, તો બીજી તરફ એક
મહા મુનિરાજને કેવળજ્ઞાનની ઝગઝગતી જ્યોત પ્રગટી છે; ત્યાં ઉત્સવ મનાવવા
જઈ રહેલા

PDF/HTML Page 71 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૬૨ઃ વૈશાખ સુદ ૨
દેવોએ સીતાજીની અગ્નિ પરીક્ષાનું દ્રશ્ય જોયું....ને તરત જ મૂશળધાર વરસાદ વડે
અગ્નિના સ્થાને જલસરોવર કરી દીધું, વચ્ચે કમળની રચનામાં સીતાજી શોભતા
હતા...દેવોએ સીતાજીના શીલની પ્રસંશા કરીને તેના શીલમહિમાને જગપ્રસિદ્ધ કર્યો.
હવે રાજા રામ સીતાને કહે છેઃ દેવી! અયોધ્યામાં ચાલો...પણ ધર્માત્મા સીતા
વૈરાગ્યથી કહે છે કેઃ હવે અમારે સંસાર જોઈતો નથી, હવે તો અમે દીક્ષા લઈ, આ
અસાર સંસારને છોડીને આત્મકલ્યાણ કરશું. એમ કહી, રામને અને લવ–કુશ જેવા
પુત્રોને પણ છોડીને, વાળનો લોચ કરીને પૃથ્વીમતિ આર્યિકાના સંઘમાં સમાઈ જાય છે.
સીતાના વૈરાગ્યપ્રસંગે રામચંદ્રજી મૂર્છા પામી જાય છે.–આ કથા આપણને શીલ અને
વૈરાગ્યનો સન્દેશ આપે છે.
વાર્તા પાંચમી
સપ્તર્ષિ મુનિભગવંતો
વીસમા તીર્થંકરના શાસનની વાત છે. એ ધન્યકાળે એક સાથે સાત મુનિવરો
ભરતભૂમિને પાવન કરતા હતા; મનુ, સુરમનુ, નિચય, સર્વસુંદર, જયવાન, વિનય અને
સંજય–એ સાતેય મુનિવરો સગા ભાઈ હતા, મહા ઋદ્ધિવંત હતા, ચરમશરીરી હતા. એ
વખતે મથુરાનગરીમાં રાજાશત્રુઘ્ન રાજ્ય કરતા હતા; ચરમેન્દ્રકૃત ઘોર મરકીનો ઉપદ્રવ
ત્યાં ચાલી રહ્યો હતો. એવામાં આ સાતેય આકાશવિહારી મુનિવરો મથુરાનગરીમાં
પધાર્યા. તેમના પ્રભાવથી મરકીનો ઘોર ઉપદ્રવ શાંત થઇ ગયો, ફળફૂલથી નગરી ખીલી
ઊઠી....નગરજનોનાં હૃદય પણ ભક્તિથી ખીલી ઉઠયા. આખી નગરીએ
આનંદોત્સવપૂર્વક મુનિવરોનાં દર્શન–પૂજન કર્યા. મથુરામાં આજેય એ સપ્તર્ષિ
ભગવંતોના પ્રતિમા શોભી રહ્યા છે.
મથુરાથી ચાતુર્માસ દરમિયાન આ મુનિવરો અયોધ્યાતીર્થની વંદના કરવા
આવેલા પણ અર્હંત્દાસશેઠે ભ્રમથી તેમને સ્વેચ્છાચારી માની, આદર ન કરેલો; પછી
તેમના મહિમાની ખબર પડતાં મથુરા જઈ ભક્તિથી વંદન–પૂજન કર્યું. સીતાજીએ
અયોધ્યાપુરીમાં આ મુનિવરોને ભક્તિથી આહારદાન કર્યું.
જગતમંગલકારી એ મુનિભગવંતોને નમસ્કાર હો.

PDF/HTML Page 72 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬૩ઃ
વાર્તા છઠ્ઠી
સૌરાષ્ટ્રની શ્રુતવત્સલ સંતત્રિપુટી
સૌરાષ્ટ્રના ગીરનારધામ ઉપરનું श्रुतवत्सल–संतत्रिपुटीनुं આ દ્રશ્ય જોતાં જ
એ શ્રુતવત્સલ–સંતત્રિપુટી પ્રત્યે અને શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિથી હૃદય ભીંજાઇ જાય છે.
લગભગ બે હજાર વર્ષ પહેલાં ગીરનારની ચંદ્રગૂફામાં ધરસેનાચાર્યદેવ બિરાજતા
હતા, વીરપ્રભુની પરંપરાથી ચાલ્યું આવતું અંગ–પૂર્વનું એકદેશ જ્ઞાન તેમને હતું.
તેઓ ભારે શ્રુતવત્સલ હતા. આ અંગપૂર્વની જ્ઞાનપરંપરા અચ્છિન્ન ટકી રહે એવી
ભાવનાથી તેમણે બે મુનિઓને બોલાવ્યા. બન્ને સમર્થ મુનિવરો આવી રહ્યા હતા
ત્યારે અહીં ધરસેનસ્વામીએ મંગળસ્વપ્ન જોયું કે બે ધોરી બળદ પ્રદક્ષિણાપૂર્વક
ચરણોમાં નમી રહ્યા છે. શાસનની ધૂરા વહન કરી શકે એવા બે મુનિઓના
આગમનસૂચક સ્વપ્ન જોતાં “શ્રુતદેવતા જયવંત હો” એવા આશીર્વચન
આચાર્યદેવના મુખથી નીકળ્‌યા.
પછી બન્ને મુનિઓની પરિક્ષા કરીને, તેમને સર્વજ્ઞપરંપરાથી ચાલ્યું આવતું
શ્રુતજ્ઞાન આપ્યું.–એમાંથી સિદ્ધાંતશાસ્ત્રો षट्खंडागम રચાયા, ને અંકલેશ્વરમાં જેઠ સુદ
પાંચમે એ શ્રુતજ્ઞાનની પૂજાનો મોટો મહોત્સવ ચતુર્વિધસંઘે ઊજવ્યો....ત્યારથી એ દિવસ
‘શ્રુતપંચમી’ તરીકે પ્રસિદ્ધ થયો, જે આજે પણ જૈન શાસનમાં સર્વત્ર ઉજવાય છે.
નમસ્કાર હો એ જિનવાણીરક્ષક શ્રુતવત્સલ સંત ભગવંતોને!
વાર્તા સાતમી
અકંપનાચાર્યની અડગતા.....વિષ્ણુકુમારની વત્સલતા
નિર્દોષ વાત્સલ્યનું પ્રતીક એવું રક્ષાબંધન–પર્વ એ જૈનોનું એક મહાન
ઐતિહાસિક પર્વ છે. ૭૦૦ મુનિવરોની રક્ષાનો અને ધર્મરક્ષણની મહાન વાત્સલ્ય
ભાવનાનો પ્રસંગ એ પર્વ સાથે જોડાયેલો છે. એ પ્રસંગ હસ્તિનાપુરમાં બન્યો. પહેલાં
ઉજ્જૈનનગરીમાં અકંપનાચાર્ય ૭૦૦ મુનિઓના સંઘસહિત પધાર્યા, દુષ્ટ મંત્રીઓ સાથે
રાજા તેમને વંદન

PDF/HTML Page 73 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૬૪ઃ વૈશાખ સુદ ૨
કરવા ગયો ત્યારે પ્રસંગ વિચારી આચાર્યે સંઘને મૌનધારણની આજ્ઞા કરી. તેમાં
સંઘરક્ષાનું વાત્સલ્ય દેખાઇ આવે છે. બે મુનિઓએ મંત્રીઓને વાદવિવાદમાં મૌન કરી
દીધા, તેથી તે દુષ્ટ મંત્રીઓ રાત્રે મુનિઓ ઉપર પ્રહાર કરવા તૈયાર થાય છે ત્યારે
જૈનધર્મનો ભક્ત યક્ષદેવ તેમની રક્ષા કરીને ભક્તિભર્યું વાત્સલ્ય પ્રસિદ્ધ કરે છે.
પછી એ ૭૦૦ મુનિઓનો સંઘ હસ્તિનાપુરમાં આવે છે, ને અપમાનિત
થયેલા મંત્રીઓ (બલિરાજા વગેરે) ઘોર ઉપદ્રવ કરે છે. એ ઉપસર્ગ દૂર ન થાય
ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીને હસ્તિનાપુરના શ્રાવકજનો ધર્માત્મા પ્રત્યેની
અજબ વત્સલતા ને પરમભક્તિ વ્યક્ત કરે છે. બીજી બાજુ મિથિલાપુરીમાં
આચાર્યશ્રુતસાગર પણ મુનિવરો ઉપરનો ઉપસર્ગ જોઇને રહી શકતા નથી ને
તીવ્રવત્સલતાને લીધે મૌન તોડીને ‘હા...’ એવા ઉદ્ગાર તેમના મુખથી નીકળી
જાય છે. મહાન ઋદ્ધિધારક મુનિરાજ વિષ્ણુકુમાર બધી હકીકત જાણીને વાત્સલ્યથી
પ્રેરાઈ છે ને યુક્તિપૂર્વક ૭૦૦ મુનિવરોની રક્ષા કરે છે....હસ્તિનાપુરમાં
જયજયકાર છવાઈ જાય છે....બલિરાજ વગેરે પણ માફી માંગીને જૈનધર્મના
શ્રદ્ધાળુ બને છે. વિષ્ણુકુમાર ફરી મુનિ થઇ કેવળજ્ઞાન પામે છે.
વાત્સલ્યનો એ મહાન દિવસ એટલે શ્રાવણ સુદ પૂર્ણિમા!
વાર્તા આઠમી
શ્રેણિક મહારાજાને ધર્મપ્રાપ્તિ
જૈનધર્મની પરમભક્ત રાણી ચેલણા ઉદાસ હતી,....ઘણું સમજાવવા છતાં રાજા
શ્રેણિકને જૈનધર્મ ઉપર શ્રદ્ધા બેસતી ન હતી.
પરમ જૈનસંત યશોધરમુનિરાજ જંગલમાં ધ્યાનસ્થ હતા; રાજા શ્રેણિકે તેમને
જોયા ને “આ તો દંભી છે” એવા મુનિદ્વેષથી તેમના ગળામાં સર્પ નાંખ્યો. રાજમાં
આવીને રાણીચેલણાને પોતાના પરાક્રમની વાત કરી. એ સાંભળતાં જ રાણી
ચેલણાનું ભક્તહૃદય આકુળવ્યાકુળ થઈ ગયું. ઉદાસ થઈને તત્કાળ મુનિરાજનો
ઉપસર્ગ દૂર કરવા એ

PDF/HTML Page 74 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬પઃ
તત્પર બની. શ્રેણિક કહે છેઃ અરે, એ તારા ગુરુ તો કયારનાય સર્પને દૂર ફેંકીને
બીજે ચાલ્યા ગયા હશે! ‘નહિ રાજન!’ ચેલણાએ કહ્યું–, આત્મસાધનામાં લીન
મારા ગુરુને, વીતરાગી જૈનસંતને, શરીરનું એવું મમત્વ હોતું નથી. તેઓ એમને
એમ જ બેઠા હશે. નજરે જોવું હોય તો ચાલો મારી સાથે!’
રાજા અનેે રાણી બન્ને ત્યાં જાય છે, યશોધરમુનિરાજ એમને એમ
સમાધિમાં બેઠા છે. રાણી અતિ ભક્તિપૂર્વક સર્પને દૂર કરે છે. રાજા તો દેખીને
સ્તબ્ધ બની ગયો....એનો દ્વેષ ઓગળી ગયો, હૃદય ગદગદિત થઇ ગયું. એવામાં
ધ્યાન પૂર્ણ થતાં મુનિરાજે રાણી અને રાજા બન્નેને ધર્મવૃદ્ધિના સમાન
આશીર્વાદ આપ્યા, મુનિરાજની આવી મહાન સમતા દેખીને રાજા શ્રેણિક ચકિત
થઇ ગયોઃ ‘ધન્ય છે આ જૈનમુનિરાજને! ધન્ય છે આવા વીતરાગી
જૈનધર્મને!–આવા બહુમાનપૂર્વક પોતાના અપરાધની ક્ષમા માંગી, રાજા
જૈનધર્મી થયો સમ્યગ્દર્શન પામ્યો.
–ત્યારે ચેલણારાણીની પ્રસન્નતાની તો શી વાત!!
વાર્તા નવમી
રાણી ચેલણાનો ધર્મપ્રેમ
ભગવાન મહાવીરના વખતમાં મગધદેેશના મહારાજા હતા શ્રેણિક ચેટકરાજાની
સુપુત્રી ચેલણા–કે જે ત્રિશલામાતાની બહેન અને મહાવીરની માસી થાય–તેની સાથે
રાજા શ્રેણિકે વિવાહ કરેલા, ને એ ચેલણા મગધદેશની મહારાણી બની; પરંતુ એને ત્યાં
જરાય ચેન પડતું નથી, કેમકે શ્રેણિકરાજા તો અન્યધર્મને માને છે, જૈનધર્મ ઉપર તેને
પ્રેમ નથી. જૈનધર્મની જાહોજલાલી વચ્ચે ઊછરેલી એ ચેલણાને જૈનધર્મ વગર રાજમાં
ચેન ક્યાંથી પડે? તે રાજાને કહે છે કે અરે રાજન્! જૈનધર્મ વગરના આ રાજ્યને
ધિક્કાર છે! રાજા તેને જૈનધર્મને અનુસરવાની ને જિનમંદિર બંધાવવા વગેરેની છૂટ
આપે છે. પછી તો ચેલણારાણી પરમ જિનભક્તિપૂર્વક મહાન જિનાલય બંધાવે છે,
આનંદથી પૂજનભક્તિ

PDF/HTML Page 75 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૬૬ઃ વૈશાખ સુદ ૨
કરે છે...અનુક્રમે રાજાના હૃદયનું પણ પરિવર્તન કરી નાંખે છે. રાજા પણ અંતે
જૈનધર્મના દ્રઢશ્રદ્ધાળુ બને છે અને જ્યારે રાજગૃહીમાં વિપુલાચલ પર મહાવીરનું
સમવસરણ આવે છે ત્યારે ભગવાનના પાદમૂળમાં ક્ષાયકસમકિત પામીને રાજા
શ્રેણિક તીર્થંકર નામકર્મ બાંધે છે.–ને જૈનધર્મના જયજયકારથી ભારત ગાજી ઊઠે છે–
જૈનધર્મનો જય હો.
વાર્તા દસમી
સિંહ સમ્યગ્દર્શન પામે છે
મુનિરાજના સંબોધનથી વૈરાગ્ય પામેલ સિંહની આંખોમાંથી આંસુ ચાલ્યા
જાય છે ને તે સમ્યગ્દર્શન પામે છે.–એ સિંહ કોણ છે, ખબર છે? એ તો ભગવાન
મહાવીરનો જીવ! એના દસમા ભવનો આ પ્રસંગ છે. વિદેહક્ષેત્રના તીર્થંકરની
વાણીથી મુનિઓએ જાણેલું કે સિંહનો આ જીવ દસમા ભવે તીર્થંકર થશે.
આ બાજુ એ વનરાજા તો એક હરણને ફાડી ખાતા હતા; ત્યાં ઉપરથી બે
મુનિવરો ઊતર્યા...ને સિંહની સામે આવી ઊભા. સિંહ તો આશ્ચર્યથી જોઈ જ રહ્યો.
મુનિઓએ તેને સંબોધીને કહ્યુંઃ અરે સિંહ! અરે, આત્મા! તને આ નથી શોભતું;
દસમા ભવે તો તું ત્રિલોકનાથ તીર્થંકર થવાનો છે. અરે, જગતને વીતરાગી
અહિંસાનો સંદેશ આપનારો તું આવી હિંસામાં પડયો છે! છોડ રે છોડ એ
ભાવ...જાગ....જાગ. એ સાંભળતાં જ સિંહને પૂર્વભવનું ભાન થાય છે,
પશ્ચાતાપથી મિથ્યાત્વ ઓગળીને આંસુ દ્વારા બહાર નીકળી જાય છે, ને તે
સમ્યગ્દર્શન પામે છે. બહુમાન અને ભક્તિના ભાવથી મુનિઓને પ્રદક્ષિણા કરે
છે....ને પછી અનુક્રમે આત્મસાધનામાં આગળ વધીને તીર્થંકર મહાવીર થાય છે.
અહા, સિંહને સમ્યક્ત્વપ્રાપ્તિનો એ પ્રસંગ કેવો અદ્ભુત છે’

PDF/HTML Page 76 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬૭ઃ
વાર્તા અગિયારમી
વૈરાગ્યવંત હાથી
લંકાનો રાજા રાવણ...એની પાસે લાખો હાથી, તેમાં સૌથી મુખ્ય હાથીનું
નામ ત્રિલોકમંડન! રાજા રાવણે સમ્મેદશિખર પાસેના મધુવનમાંથી એને પકડયો
હતો.
પછી તો રામ અને રાવણ વચ્ચે મોટી લડાઇ થઇ...રાવણ મરાયો; રામ જીત્યા; ને
ત્રિલોકમંડન હાથીને લઈને સૌ અયોધ્યા આવ્યા. એ હાથી બહુ પુણ્યવાન! બહુ વૈરાગી!
ને બહુ સંસ્કારી.
ભરતને એ હાથી બહુ વહાલો, ને એ હાથીને પણ ભરત ઉપર ઘણું વહાલ,
એકવાર એ હાથી ઉશ્કેરાઇને ભાગ્યો ને હાહાકાર મચાવી દીધો; પણ ભરતને
દેખતાં જ તે શાંત થઇ ગયો. ભરતે તેને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો.
એકવાર દેશભૂષણ અને કુલભૂષણ નામના બે કેવળી ભગવંતો અયોધ્યા
પધાર્યા; રામચંદ્ર, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સૌ ત્રિલોકમંડન હાથી ઉપર બેસીને
તેમના દર્શન કરવા ગયા. ભગવંતોને દેખીને ચારે ભાઈ પ્રસન્ન થયા, હાથી પણ
ખુશી થયો. ત્યાં ભગવાનનો ઉપદેશ સાંભળીને ભરત તો દીક્ષિત થયા. હાથી પણ
વૈરાગ્ય પામ્યો ને સમ્યગ્દર્શન સહિત વ્રત અંગીકાર કર્યા. એણે આભૂષણો છોડી
દીધા. પંદર પંદર ઉપવાસ કર્યા. એ વૈરાગી હાથીને નગરજનો ભક્તિપૂર્વક પારણું
કરાવી રહ્યા છે.
હાથી જેવા પ્રાણી પણ કેવો ધર્મ સાધી શકે છે, ને ધર્માત્મા શ્રાવકોને
કેવો વાત્સલ્યભાવ આવે છે–તે આપણને સ્વાધ્યાય મંદિરનું આ ચિત્ર ઉપદેશી
રહ્યું છે.

PDF/HTML Page 77 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૬૮ઃ વૈશાખ સુદ ૨
વાર્તા બારમી
૨૬ રાજપુત્રોની સાથે વજ્રબાહુનો વૈરાગ્ય
રાજકુમાર વજ્રબાહુ મનોદયારાણી સાથે હાથી ઉપર બેસીને નગરી તરફ જઈ
રહ્યા છે, સાથે તેમના સાળા ઉદયસુન્દર અને બીજા ૨૬ રાજપુત્રો છે. વનમાંથી પસાર
થતાં થતાં એકાએક વજ્રબાહુની નજર થંભી ગઇ...આશ્ચર્યથી એક ઝાડ તરફ એકીટસે
જોઈ રહ્યા.
ઉદયસુન્દરે કહ્યુંઃ કુમારજી! કયા દેખ રહે હો?
કુમારે અંગુલિનિર્દેશપૂર્વક કહ્યુંઃ દેખો! ઝાડ નીચે વહ મુનિ બિરાજમાન હૈ....અહા!
કૈસી અદ્ભુત હૈ ઉનકી દશા!! ધન્ય હૈ ઉનકા જીવન!!
ઉદયસુન્દરે કહ્યુંઃ કુમારજી! કયાંક આપ પણ એમના જેવા ન થઇ જતા!
વજ્રકુમારે કહ્યુંઃ વાહ! ભાઈ, હું એજ ભાવના ભાવતો હતો...તમે મારા મનની વાત
જાણી લીધી; હવે મારા મનમાં શું છે તે કહો?
“મારી પણ એજ ભાવના છે”–ઉદયસુન્દરે કહ્યું. અને બન્ને રાજકુમારો
મુનિરાજના ચરણસમીપ ચાલ્યા....સાથે છવીસેય રાજપુત્રો પણ ચાલ્યા....મુનિરાજ પાસે
દીક્ષા લઇને એ બધાય મુનિ થઇ ગયા...રાણી મનોદયા વગેરે પણ સંસારથી વિરક્ત થઇ
અર્જિકા થયા.
ધન્ય ધન્ય એ સંસારવિરક્ત સન્તોને.
વાર્તા તેરમી
વાઘણ પણ વૈરાગ્ય પામે છે
સુકોશલ રાજકુમારનો જન્મ થતાં જ તેને રાજતિલક કરીને રાજા કીર્તિધરે દીક્ષા
લઈ લીધી...એમની દીક્ષાથી આઘાત પામેલી રાણી સહદેવીને મુનિવરો પ્રત્યે અણગમો
થઇ ગયો...ને એકનો એક કુમાર પણ મુનિને દેખીને ક્યાંક મુનિ ન થઇ જાય એવી
બીકથી

PDF/HTML Page 78 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬૯ઃ
તેણે દુષ્ટ હુકમ કર્યો કોઈ મુનિને નગરીમાં આવવા ન દેવા.
એકવાર રાજમહેલની અગાશીમાં ઊભો ઊભો કુમાર જુએ છે કે નગરના
દરવાજે કોઈ તેજસ્વી મહાત્મા આવી રહ્યા છે ને દરવાન તેમને અટકાવે છે. વૈરાગી
કુમારે પૂછયુંઃ માતા! એ તેજસ્વી નગ્ન મહાત્મા કોણ છે? ને દરવાન તેમને કેમ રોકી
રહ્યો છે?
કુંવરનો પ્રશ્ન સાંભળતાં જ માતાના મનમાં ધ્રાસકો પડયો. તેણે કહ્યુંઃ બેટા એ
તો હશે કોઇક ભીખારી!’ અરરર! એક વખતના પોતાના પતિને અને મહાન વીતરાગી
જૈન મુનિરાજને આ દુષ્ટરાણી ભીખારી કહી રહી છે.–એ સાંભળીને ધાવમાતા રડી
પડી....કુંવરે પૂછતાં તેણે ખુલાસો કર્યો કેઃ બેટા! તારી મા જેને ભીખારી કહી રહી છે તે
અન્ય કોઈ નહિ પણ તારા પિતા જ છે, એ મુનિ થયા છે; ને તારી માતાના હુકમથી જ
દરવાન તેને રોકી રહ્યો છે....એક વખતના રાજના માલિકને આજે નગરમાં પ્રવેશતા
એક દરવાન રોકી રહ્યો છે!–રે સંસાર!!
કુંવર તો આ સાંભળતા જ પિતા પાસે દોડી ગયો....ત્યાં ને ત્યાં જ જિનદીક્ષા
ધારણ કરીને રાજપુત્ર મટીને મુનિપુત્ર બન્યો....પિતાનો સાચો વારસદાર બન્યો....માતા
દુષ્ટ પરિણામથી મરીને વાઘણ થઇ....ને ધ્યાનમાં બેઠેલા પુત્રને (સુકોશલ મુનિને)
ખાવા લાગી....પણ એનો હાથ જોતાં એને જાતિ સ્મરણ થયુંઃ અરે! આ તો મારો
પુત્ર!! પછી તો કીર્તીધર મુનિરાજે તેને સંબોધન કરીને એ વાઘણને વૈરાગ્યનો ઉપદેશ
આપ્યો....ને એ વાઘણ પણ ધર્મ પામી.
બસ. દસ વાર્તા પૂરી થઇ....અરે, દસને બદલે તેર વાર્તા થઇ; તમને કેવી મજા
પડી! પણ તમને બીજી એક વાત કહું? જુઓ, આ વાર્તાઓ તમે વાંચીને, એ વાર્તા
‘અભિનંદનગં્રથ’માં છાપી છે. તેમાં તો આ વાર્તાના ચિત્રો પણ છે. ગુરુદેવની
હીરકજયંતીનો અંક તમે જરૂર જોજો એમાં કેટલાય સારા મજાના ચિત્રો છે તમને ગમે
એવા કેટલાય લેખો છે....ગુરુદેવ નાનકડા હતા ત્યારે કેવી વાતચીત કરતા’તા–તે પણ
એમાં છે, ને ગુરુદેવની બા એક હાલરડું ગાય છે તે પણ ગમશે...તમે જરૂર એ ગ્રંથ
વાચજો હોં.
–જય જિનેન્દ્ર

PDF/HTML Page 79 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૭૦ઃ વૈશાખ સુદ ૨
અભિનન્દન ગ્રંથ
ભારતના અધ્યાત્મસાહિત્યનું એક ગૌરવ
ભારતના ભૂષણસ્વરૂપ મહાન અધ્યાત્મસંત પૂ.
શ્રી કાનજીસ્વામીની ૭પમી જન્મજયંતી પ્રસંગે
મુંબઇનગરીમાં હીરકજયંતીમહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે
તૈયાર થયેલ એક સુન્દર અભિનન્દન ગ્રંથ–જે વૈશાખ સુદ
ત્રીજે પૂ. શ્રી કાનજીસ્વામીને અર્પણ કરવામાં આવ્યો તે
ગ્રંથ ભારતના અધ્યાત્મસાહિત્યનું એક ગૌરવ છે; અહીં
તે ગ્રંથનું વિહંગાવલોકન આપ્યું છે.
(બ્ર. હ. જૈન)
ગુરુદેવને અર્પણ કરવામાં આવેલ અભિનંદનગ્રંથના ચાંદીની કારીગરીવાળા ને
હીરલે મઢેલા પૂંઠા ઉપર નજર પડતાં જ હૃદય ત્યાં આકર્ષાઈ જાય છે. હીરક
જન્મોત્સવના આનંદપ્રસંગને આલેખતા એ રંગબેરંગી ચિત્રમાં, ગુરુદેવ ઉપર જાણે કે
તીર્થંકરભગવંતો આશીર્વાદ વરસાવી રહ્યા હોય–એમ ૨૪ ભગવંતોની હારમાળા સૌથી
ઉપર નજરે પડે છે...એ મીનાકારીમાં એક વિશેષતા એ છે કે ચોવીસે ભગવંતોના વર્ણ
તે–તે ભગવંતોના વર્ણ–અનુસાર છે. અને ઝવેરાતથી ઝગઝગતું નામ આ ગ્રંથના
ગૌરવને પ્રસિદ્ધ કરી રહ્યું છે.
પછી, ગુરુદેવના મંગલહસ્તાક્ષરપૂર્વક ગ્રંથના પ્રારંભમાં જ ગુરુદેવના
આશીર્વાદ નજરે પડે છે...ને ગુરુદેવનું રંગબેરંગી ભવ્યચિત્ર જોતાં ચિત્ત પ્રસન્ન થાય
છે....એમને અભિનંદીને અને નિવેદનો વાંચીને, પછી ‘ગુજરાતી વિભાગ’ શરૂ થાય
છે. મંગલાચરણમાં પંચપરમેષ્ઠીના સ્તવન અને જૈનઝંડાના ગીત પછી તરત
સોનગઢનું ભવ્ય જિનમંદિર અને સીમંધર ભગવાનના રંગબેરંગી મનોહર ચિત્રનાં
દર્શન થાય છે, ને ઘડીભર ચિત્ત થંભી જાય છે. પછી ચાલીસ પાનાં સુધી કેટલાક
ચિત્રોસહિત ગુરુદેવનો જીવનપરિચય અને તેમના દ્વારા થયેલી જિનશાસનની
પ્રભાવનાનું વર્ણન છે.

PDF/HTML Page 80 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૭૧ઃ
પછી શરૂ થાય છે શ્રદ્ધાંજલિ, અભિનંદન અને વિવિધલેખો....૨૦૦ પાનાં
સુધીના આ વિભાગમાં ગામેગામના મુમુક્ષુમંડળો, જિનમંદિરો, જિનબિંબો
વગેરેના ૧૦૯ જેટલા આકર્ષક દ્રશ્યો ઉપરાંત શ્રદ્ધાંજલિ અને અભિનંદનસૂચક
૧પ૧ જેટલા લેખો કાવ્યો વગેરે છે....તેમાં મુમુક્ષુ ભક્તજનોની વિવિધ ઉર્મિઓ
નજરે પડે છે.
૨૦૦ પાનાં પછી તરત સુંદર ચિત્રો નજરે પડે છે, જેમાં ગુરુકહાન
સીમંધરનાથને સન્દેશ પાઠવે છે તે ઉપરાંત હીરકજયંતીના ઉપલક્ષમાં ૭પ વિવિધ
ચિત્રોનું સંકલન છે. એ ચિત્ર દર્શન પછી પાનું ૨૦૧ થી ૨૭૨ સુધી ‘પ્રવચન
વિભાગ’ દ્વારા આપણને ગુરુદેવનો અધ્યાત્મ સન્દેશ જાણવા મળે છે,–જેમાં
પચાસ જેટલા શાસ્ત્રો ઉપરના ગુરુદેવના પ્રવચનોનું દોહન ભરેલું છે. પછી
ઉપદેશ–રત્નાકરમાંથી ૭પ રત્નો ઝળકે છે....પછી ચિત્રકથા વિભાગમાં સોનગઢના
અનેક ચિત્રો અને તેની ટૂંકી કથાઓ સૌને ગમી જાય તેવી છે. ત્યાર પછી
‘તીર્થયાત્રા’ વિભાગમાં તીર્થોનો મહિમા અને રંગબેરંગી દ્રશ્યો, તથા તીર્થયાત્રાના
સંભારણાં વાંચકને આનંદિત કરે છે. ૩૧૨ પાનાં પછી ૨૮ પાનાંના પરિશિષ્ટમાં
કેટલીક વિવિધ વાનગી સાથે ગુજરાતી વિભાગ પૂરો થાય છે.....ત્યારબાદ
અભિનંદન ગ્રંથનો હિન્દી વિભાગ શરૂ થાય છે...૩૦૪ પાનાંના આ વિભાગમાં
શરૂઆતમાં શ્રદ્ધાંજલિ–અભિનંદન સંબંધી ૧૨૦ જેટલા લેખો છે, અનેક
જિનમંદિરો વગેરેના દ્રશ્યો છે; પછી પૃ. ૧૦૯થી શરૂ થતા લેખાંજલિ વિભાગમાં
વીસ ઉપરાંત લેખો છે; પછી શ્રુતધર આચાર્યો અને વિદ્વાનોનો પરિચય છે. અને
ત્યાર પછી અંતભાગમાં ષટખંડાગમ વગેરે સત્શ્રુતનો પરિચય છે.–આખુંય પુસ્તક
સુંદર–સુશોભિત છે. આ પુસ્તકની કિંમત અંદાજ રૂા. ૧૮ હોવા છતાં તેની કિંમત
માત્ર રૂા. ૬ રાખવામાં આવી છે. સંપાદક સમિતિમાં પં. ફૂલચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્રી,
પં. હિંમતલાલ જે. શેઠ; ખીમચંદ જે. શેઠ અને બ્ર. હરિલાલ જૈન; મુંબઈ
મુમુક્ષુમંડળ તરફથી આ પુસ્તક પ્રકાશિત થયું છે.
–ઃ મળવાનું સ્થળઃ–
દિ. જૈન મુમુક્ષુ મંડળ
૧૭૩, ૧૭પ મુમ્બાદેવી રોડ
મુંબઈ–૨