Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 5

PDF/HTML Page 41 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૩૪ઃ વૈશાખ સુદ ૨
આપણો ભારતદેશ
(અહીં આપેલા પ્રશ્નોત્તરદ્વારા આપણા ભારતદેશની કેટલીક
વિશેષતા જાણીને જિજ્ઞાસુઓને આનંદ થશે)
પ્રશ્નઃ–ભારતદેશના તીર્થોમાં મુખ્ય તીર્થ કયું?
ઉત્તરઃ–શ્રી સમ્મેદશિખરજી તીર્થધામ તે ભારતનું મુખ્ય તીર્થ છે, તે શાશ્વત
નિર્વાણધામ છે ને વર્તમાન ૨૪માંથી ૨૦ તીર્થંકરો ત્યાંથી મોક્ષ પામ્યા છે.
પ્રશ્નઃ–ભારતદેશમાં અત્યારે મુખ્ય પ્રતિમા કઇ?
ઉત્તરઃ–દક્ષિણ ભારતમાં શ્રવણબેલગોલમાં ચંદ્રગિરિપર્વત ઉપર સ્થિત બાહુબલી
ભગવાનના પ્રતિમાજી અત્યારે ભારતમાં સૌથી મુખ્ય છે, તે પ૬ ફૂટ
ઊંચા છે, ચૈતન્યસાધનામાં લીન પરમ અદ્ભુત તેનો દેદાર છે....વિશ્વની
એક અજાયબી છે. કહાનગુરુ એને જોઈને અતિ પ્રસન્ન થયા છે.
પ્રશ્નઃ–ભારતદેશમાં જૈનોની મુખ્ય નગરી કઇ,–કે જ્યાં દિ.જૈનધર્મના સૌથી વધુ
મંદિર હોય?
ઉત્તરઃ–ભારતદેશમાં જયપુરનગરીમાં સૌથી વધુ જિનમંદિરો છે, અહીં ૨૦૦
જેટલા દિ.જિનમંદિરો છે, ત્રીસ હજાર જેટલી દિ. જૈનોની વસતી છે. આ
જયપુરનગરી ભારતમાં જૈનોની મુખ્ય નગરી છે.
પ્રશ્નઃ–ભારતમાં અત્યારે કયા પર્વત ઉપર સૌથી વધુ દિ. જિનમંદિરો છે?
ઉત્તરઃ–ઉત્તર ભારતમાં સોનાગિરિપર્વત ઉપર હાલ સૌથી વધુ દિ. જિનમંદિરો છે.
આ પર્વત અંગ–અનંગ મુનિઓનું સિદ્ધક્ષેત્ર છે, ને તેના ઉપર ૭૭
જિનમંદિરો છે, તે બધા જ દિગંબર જૈનોના છે.

PDF/HTML Page 42 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૩પઃ
પ્રશ્નઃ–ભારતદેશમાં અત્યારે સૌથી વધુ દિ. જિનપ્રતિમાઓ ક્યાં છે?
ઉત્તરઃ–મધ્ય ભારતમાં આવેલા દેવગઢ પર્વત ઉપર સૌથી વધુ જિનપ્રતિમાઓ છે,
ત્યાં લાખો પ્રાચીન જિનપ્રતિમાઓ બિરાજમાન છે, તેનું અદ્ભુત
કળાકૌશલ્ય દેશ–વિદેશમાં પ્રસિદ્ધ છે.
પ્રશ્નઃ–આ ભરતક્ષેત્રની આ ચોવીશીના ૨૪ તીર્થંકરો ક્યાં જન્મ્યા?
ઉત્તરઃ–ભરતક્ષેત્રના ચોવીશે તીર્થંકરો ત્રણે કાળ આપણા આ ભારતદેશમાં જ
જન્મે છે. આ ચોવીશીમાંના પાંચ તીર્થંકરો અયોધ્યામાં જન્મ્યા છે. આ
ભરતક્ષેત્રમાં જેટલા ચક્રવર્તીઓ થાય તેઓ પણ ભારતમાં જ જન્મે છે.
આ રીતે ભારતનું આધ્યાત્મિક ગૌરવ ભરતક્ષેત્રમાં અજોડ છે.
તીર્થંકરોના જન્મસ્થાન નીચે મુજબ છે–
નંનામજન્મસ્થાન નંનામજન્મસ્થાન
૧.શ્રી. ઋષભનાથઅયોધ્યા૧૩ શ્રી વિમળનાથ કંપિલાનગરી
૨.” અજિતનાથઅયોધ્યા૧૪ ” અનંતનાથઅયોધ્યા
૩.” સંભવનાથશ્રાવસ્તી૧પ ” ધર્મનાથરત્નપુરી
૪.” અભિનંદનઅયોધ્યા૧૬ ” શાન્તિનાથ હસ્તિનાપુર
પ.” સુમતિનાથઅયોધ્યા૧૭ ” કુન્થુનાથહસ્તિનાપુર
૬.” પદ્મપ્રભુકૌશાંબી૧૮ ” અરનાથહસ્તિનાપુર
૭.” સુપાર્શ્વનાથવારાણસી૧૯ ” મલ્લિનાથ મિથિલાપુરી
૮.” ચન્દ્રપ્રભુચંદ્રપુરી૨૦ ” મુનિસુવ્રતરાજગૃહી
૯.” પુષ્પદંતકાકંદી૨૧ ” નમિનાથમિથિલાપુરી
૧૦. ” શીતલનાથભદ્રિકાપુરી ૨૨ ” નેમનાથશૌરપુર
૧૧. ” શ્રેયાંસનાથસિંહપુરી૨૩ ” પાર્શ્વનાથવારાણસી
૧૨. ” વાસુપૂજ્યચંપાપુરી૨૪ ” મહાવીરવૈશાલી
***

PDF/HTML Page 43 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૩૬ઃ વૈશાખ સુદ ૨
વાંચો જોઇએ–આ મંત્ર!
ઉપર એક સરસ મજાનો મંત્ર આપ્યો છે; આ વખતે દક્ષિણયાત્રામાં ગયેલા ત્યારે
ટૂમ્કુર નામના ગામમાં જિનમંદિરમાં એ લખેલું છે...શું લખ્યું છે?–નથી ઊકલતું? જરા
ફરીને જુઓ....દરેક લાઇનના પહેલા અક્ષરો તો સરખા જ છે ને! હા....અને છેલ્લા
અક્ષરો પણ પાંચેય લાઇનમાં સરખા છે. બસ, પાંચ લાઇન, એનો પહેલો અને છેલ્લો
અક્ષર સરખો, ને જિનમંદિરમાં એ લખેલું....હવે તો તમે ઉપરનું લખાણ જરૂર વાંચી
શકશો....વાંચો જોઇએ. અરે, તમને એ મંત્ર આવડે છે છતાં વાંચી નથી શકતા? તો
આવતા અંકમાં ગુજરાતીમાં વાંચશોજી.
–જયજિનેન્દ્ર

PDF/HTML Page 44 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૩૭ઃ
[રાગઃ ભજ ભજ પ્યારે ભજ ભગવાન...]
વંદીયે વિદેહના ભગવાનછે સીમંધર રૂડા નામ
હૃદય બિરાજો મારા નાથ!ભાવું છું હું તો દિનરાત....।। ટેક।।
દૂર દૂર પ્રભુ તારો દેશ,પહોંચું કઈ વિધ હજુર જિનેશ!
પ્રભુજી દેખો જ્ઞાન મોઝાર,સેવક વંદે વાર હજાર.....વંદીયે
અમ અનાથનો છે તું નાથ,શિવપુરનો તું સાચો સાથ;
નિત નિત ઊઠી કરું પ્રણામ,પાઉં જીવન કે અભિરામ.... વંદીયે
ચંદા આવે નિત નિત નાથ,સંદેશ પૂછું તારા નાથ;
ફિર ફિર ભેજું દરશન કાજ,જાવ ચંદાજી દેખો નાથ.... વંદીયે
ચંદા કે’છે સુણો! જિન–દાસ,વાણી સૂણી જિનની આજ;
ધર્મવૃદ્ધિના આશિષ આજ,ભરતના ભક્તોને ભેજે નાથ...વંદીયે
કહાનગુરુ શાસન શિરતાજ,શોભે છે શાસન યુવરાજ;
સી
મં


જિ

સ્ત

જય જય વરતે ભરતે આજ,જૈન ધરમના જય જયકાર.... વંદીયે

PDF/HTML Page 45 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૩૮ઃ વૈશાખ સુદ ૨
સમ્યગ્દર્શન માટે આત્માર્થીનો ઉલ્લાસ
અને
નિર્વિકલ્પ અનુભૂતિ
સમ્યગ્દર્શન–સન્મુખ થયેલા જિજ્ઞાસુ જીવને પોતાનું કાર્ય કરવાનો ઘણો હર્ષ
હોવાથી અંતરંગ પ્રીતિથી તેનો ઉદ્યમ કરે છે. પોતાનું કાર્ય એટલે સમ્યગ્દર્શન;
સમ્યગ્દર્શન કરવું એ જ એના જીવનનું ધ્યેય છે–એ જ એના જીવનનું સાધ્ય છે, તેથી
સમ્યગ્દર્શન માટે ઉલ્લાસપૂર્વક નિરંતર પ્રયત્ન કરે છે, તેમાં પ્રમાદ કરતો નથી. પોતાનું
આત્મકાર્ય સાધવા માટે આત્માર્થીના પરિણામ નિરંતર ઉલ્લાસમાન હોય છે.
સમ્યગ્દર્શન સિવાય બીજું કાર્ય પોતાનું ભાસતું નથી એટલે તેમાં રસ નથી,
નિજકર્તવ્યને એક ક્ષણ પણ અંતરથી વિસારતો નથી.–આવો જીવ અલ્પકાળમાં
સમ્યગ્દર્શન પામે છે.
તત્ત્વવિચાર કરીને પણ જ્યારે અંતરમાં સ્વસન્મુખ થાય ત્યારે એ નિર્વિકલ્પ
દશામાં જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. માત્ર તત્ત્વવિચાર તે જ કાંઇ સમ્યગ્દર્શન નથી.
સમ્યગ્દર્શન ક્યારે થયું કહેવાય? કે જ્યારે સ્વરૂપસન્મુખ થઇને નિર્વિકલ્પ અનુભૂતિ
થાય–અતીન્દ્રિય આનંદનું વેદન થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે
જ યથાર્થ પ્રતીતિ છે; તે સિવાય યથાર્થ પ્રતીતિ કહેવાય નહીં. તત્ત્વવિચાર પછી ઊંડો
ઊતરીને–અંતર્મુખ થઇને સ્વરૂપની નિર્વિકલ્પ અનુભૂતિ ન કરે ત્યાંસુધી જીવ
સમ્યગ્દર્શન પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો પરમ મહિમા લાવી, તેને
લક્ષગત કરીને તેની નિર્વિકલ્પઅનુભૂતિ કરવી–પ્રત્યક્ષ સ્વસંવેદન કરવું–તે
સમ્યગ્દર્શન છે. નિર્વિકલ્પઅનુભૂતિપૂર્વક આવું સમ્યગ્દર્શન પ્રગટયા પછી, જ્ઞાનીને
સવિકલ્પદશામાં પણ તે સતત ટકીને રહે છે. જિજ્ઞાસુએ સમ્યક્ત્વઆરાધનાનો
પ્રયત્ન નિરંતર કર્તવ્ય છે.
* * *

PDF/HTML Page 46 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૩૯ઃ
જૈનશાસન
જૈનશાસન એટલે શું? જેને જાણવાથી જરૂર મુક્તિ થાય તે જૈનશાસન.
કોને જાણવાથી જરૂર મુક્તિ થાય?
આત્માના શુદ્ધજ્ઞાનાનંદસ્વભાવને શુદ્ધનયથી જે દેખે તે સમસ્ત જિનશાસનને
દેખે છે, અને તેની જરૂર મુક્તિ થાય છે.
રાગ તે જૈનશાસન છે કે નથી?
ના, રાગ તે જૈનશાસન નથી, તેમજ એકલા રાગ તરફનું જ્ઞાન તે પણ
જૈનશાસન નથી. તો જૈનશાસન શું છે?
અંતર્મુખ ભાવશ્રુતજ્ઞાન વડે જે આ ભગવાન શુદ્ધ આત્માની અનુભૂતિ છે તે
સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે. આ રીતે શુદ્ધ આત્મા તે જ જિનશાસન છે.
જિનશાસનમાં રાગનું પણ કથન તો છે?
પદાર્થોનું સ્વરૂપ ઓળખાવવા માટે જિનશાસનમાં કથન તો બધુંય આવે, પરંતુ
તેથી કાંઇ તે બધાયને જિનશાસન ન કહેવાય. જિનશાસનમાં તો પાપોનું પણ વર્ણન
આવે છે તો શું પાપભાવ તે જિનશાસન છે? શુદ્ધ આત્માની અનુભૂતિ વગર
જિનશાસનને જાણી શકાતું નથી.
રાગ અને નિમિત્તોને જાણવા તે જૈનશાસન છે કે નથી?
એકલા રાગને અને નિમિત્તો વગેરેને જ જાણવામાં રોકાય, પણ શુદ્ધ આત્માના
સ્વભાવ તરફ જ્ઞાનને ન વાળે તો તે જીવ જિનશાસનમાં આવ્યો નથી; કેમકે
જિનશાસનમાં કાંઇ એકલા રાગનું ને નિમિત્તોનું જ કથન નથી, પરંતુ તેમાં રાગથી ને
નિમિત્તોથી પાર એવા શુદ્ધ આત્માનું પણ પ્રધાન કથન છે. અને તે શુદ્ધ આત્માને રાગને
તથા નિમિત્તોને એ સર્વેને જે જાણે તે જીવનું જ્ઞાન શુદ્ધ આત્મા તરફ વળ્‌યા વગર રહે જ
નહિ, ને રાગાદિથી પાછું ફર્યા વગર રહે જ નહિ. એ રીતે સ્વભાવ–વિભાવ ને સંયોગ
ઇત્યાદિ સર્વેને જિનશાસન અનુસાર જાણીને શુદ્ધનયના અવલંબન વડે જે જીવ પોતાના
આત્માને શુદ્ધપણે અનુભવે છે તે જ જિનશાસનમાં આવ્યો છે ને તેણે જ સકલ
જિનશાસનને જાણ્યું છે.–એવો જીવ અલ્પકાળમાં જરૂર મુક્તિ પામે છે.

PDF/HTML Page 47 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૪૦ઃ વૈશાખ સુદ ૨
પં....દ....ર મિ....નિ....ટ
એકવાર ચર્ચામાં પૂ. ગુરુદેવે આત્માર્થીના હિતની વાત કરતાં વાત્સલ્ય
હૃદયે કહ્યું કેઃ આત્માર્થી જીવ પોતાના આત્મહિત માટે હંમેશા સ્વાધ્યાય અને
મનન જરૂર કરે. જેને આત્માની લગની લાગી હોય તે સ્વાધ્યાય અને મનન
વગર એક પણ દિવસ ખાલી જવા દ્યે નહિ. જેમ વ્યસની માણસને પોતાના
વ્યસનની ચીજ વગર એક પણ દિવસ ચાલતું નથી તેમ આત્માર્થી જીવને
આત્માના સ્વાધ્યાય મનનનું વ્યસન (લગની) લાગી જાય છે. જેમ બને તેમ
સદ્ગુરુના સાક્ષાત્ સત્સમાગમમાં રહીને આત્માનું શ્રવણ–મનન કરવું જોઇએ;
અને જ્યારે સદ્ગુરુના સાક્ષાત્ સત્સમાગમનો યોગ ન બની શકે ત્યારે તેમની
આજ્ઞા અનુસાર શાસ્ત્રનું વાંચન અને મંથન કરવું જોઇએ. “પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ
નહિ ત્યાં આધાર સુપાત્ર’ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગમાં રહીને શ્રવણ–મનન કરવું તે
તો ઉત્તમ છે, પરંતુ જ્યારે સદ્ગુરુના પ્રત્યક્ષ યોગમાં પોતે ન હોય ત્યારે તેમના
કહેલા આત્મસ્વરૂપ બતાવનારા સત્શાસ્ત્રોનું સ્વાધ્યાય અને મનન કરવું તે સુપાત્ર
જીવોને આધારરૂપ છે. શ્રાવકોએ હંમેશા કરવા યોગ્ય છ કર્તવ્યોમાં સ્વાધ્યાયને
પણ એક કર્તવ્ય ગણ્યું છે. રોજ રોજ નવા નવા પ્રકારના વાંચન–મનનથી
આત્માર્થી જીવ પોતાના જ્ઞાનની નિર્મળતા વધારતો જાય છે. ગમે તેવા સંયોગમાં
અને ગમે તેવી પ્રવૃત્તિમાં પડયો હોય તો પણ હંમેશાં ચોવીસ કલાકમાંથી કલાક બે
કલાકનો વખત તો સ્વાધ્યાય–મનનમાં ગાળવો જ જોઇએ, અરે! છેવટમાં
છેવટ....ઓછામાં ઓછો પા કલાક તો હંમેશાં નિવૃત્તિ લઇને એકાંતમાં શાંતિપૂર્વક
આત્માના સ્વાધ્યાય ને વિચાર કરવા જ જોઇએ. હંમેશાં પા કલાક વાંચન–
વિચારમાં કાઢે તો પણ મહિનામાં સાડાસાત કલાક થાય; તથા હંમેશ–હંમેશ સત્નું
સ્વાધ્યાય–મનન કરવાથી અંતરમાં તેના સંસ્કાર તાજા રહ્યા કરે અને તેમાં દ્રઢતા
થતી જાય. જો સ્વાધ્યાય–મનન બિલકુલ છોડી દ્યે તો તો તેના સંસ્કાર પણ ભુલાય
જાય. નિવૃત્તિ લઇને આત્માનો વિચાર કરવા પણ જે નવરો ન થાય તો પછી
વિકલ્પ તોડીને આત્માના અનુભવનો

PDF/HTML Page 48 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૪૧ઃ
અવસર તેને કયાંથી આવશે? માટે આત્માર્થી જીવોએ ગમેતેવા ક્ષેત્રમાં કે ગમેતેવી
પ્રવૃત્તિમાં પણ નિરંતર અમુક વખત તો ચોક્કસપણે સત્ની સ્વાધ્યાય ને મનન
કરવું જોઇએ. ‘જાણે હું તો જગતથી છૂટો છું, જગતની સાથે મારે કાંઇ સંબંધ નથી,
જગતના કોઇ કામનો બોજો મારા ઉપર નથી, હું તો અસંગ ચૈતન્યતત્ત્વ છું’–આ
પ્રમાણે, નિવૃત્ત થઇને ઘડી–બે ઘડી પણ પોતાના આત્માનું ચિંતન–મનન કરવું
જોઇએ. સત્પુરુષની વાણીનું વારંવાર અંતરમાં ચિંતન અને મનન કરવું તે
અનુભવનો ઉપાય છે.
* * *
મુનિદર્શનની ભાવના
વે મુનિવર કબ મિલિ હૈ ઉપગારી.......।।ટેક।।
સાધુ દિગંબર નગન નિરમ્બર, સંવર ભૂષણધારી....વે મુનિ....(૧)
કંચન–કાચ બરાબર જિનકે, જ્યોં રિપુ ત્યોં હિતકારી,
મહલ મસાન, મરન અરૂ જીવન, સમ ગરિમા અરૂ ગારી....વે મુનિ...(૨)
સમ્યક્જ્ઞાન પ્રધાન પવન બલ, તપ પાવક પરજારી,
શોધત જીવ–સુવર્ણ સદા જે, કાય–કારિમા ટાળી....વે મુનિ...(૩)
જોરી જુગલ કર ભૂધર વિનવે, તિન પદ ઢોક હમારી,
ભાગ ઉદય દરસન જબ પાઉં, તા દિનકી બલિહારી....વે મુનિ....(૪)

PDF/HTML Page 49 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૪૨ઃ વૈશાખ સુદ ૨
ચૈત્ર સુદ તેરસના રોજ ગુરુદેવે સંભળાવેલ
મહાવીર સન્દેશ
ચૈત્ર સુદ તેરસના રોજ શ્રી હીરાભાઈ ભગતના મકાનમાં કે જ્યાં
પૂ. ગુરુદેવ કેટલોક સમય રહ્યા હતા અને જ્યાં ૨૬ વર્ષ પહેલાંની ચૈત્ર સુદ
તેરસે કરેલું પરિવર્તન શાસનવૃદ્ધિનું કારણ બન્યું છે, તે પરિવર્તનધામમાં
પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું, તેમાં ગુરુદેવે સંભળાવેલો મહાવીરસન્દેશ
સહર્ષ રજુ કરવામાં આવ્યો છે.

PDF/HTML Page 50 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૪૩ઃ
આજે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મનો કલ્યાણક દિવસ છે.
ઇન્દ્રો પણ જેનો ઉત્સવ ઊજવે છે. ભગવાનનો જન્મ ઘણા જીવોને તરવાનું કારણ
છે. તેથી તે કલ્યાણક છે. તે આત્મા પોતે આત્મભાન કરીને ઉન્નતિક્રમમાં ચડતા
ચડતા પૂર્ણાનંદદશાને આ ભવમાં પામવાનો છે. આત્માનું ભાન કરીને વીરતા
પ્રગટ કરી, પણ હજી પૂર્ણતા થઇ ન હતી ત્યારે ધર્મની પૂર્ણતા પ્રાપ્ત કરવાની
ભાવનામાં વચ્ચે વિકલ્પથી તીર્થંકરનામકર્મ બંધાયું. ચૈતન્યના
અતીન્દ્રિયસ્વભાવની કિંમત કરીને અંતરમાં તેનું વેદન કરતાં કરતાં આ અવતાર
થયો છે. પહેલાં સ્વભાવની કિંમત ભૂલીને અજ્ઞાનથી સંયોગની કિંમત કરતો,
પછી ચિદાનંદસ્વભાવનું ભાન કરીને તેની કિંમત મહિમા આવતાં ભગવાનનો
આત્મા તેના વેદન તરફ વળ્‌યો....અહો, આ ભવમાં ભગવાને આત્માની સાધના
પૂરી કરી. ઇન્દ્રો ભગવાનને આજે મેરુપર્વત ઉપર જન્માભિષેક કરવા લઈ ગયા
હતા. ચૈતન્યવજ્રમાં જેમ વિભાવ ન પ્રવેશે, તેમ ભગવાનનું શરીર પણ વજ્રકાય
હતું. મોટા મોટા યોજનના ઘડા ભરી ભરીને પાણી મસ્તક ઉપર ઇન્દ્રો રેડે–છતાં
ભગવાનને જરાય આંચ નથી આવતી. અંતરમાં ચિદાનંદ તત્ત્વને દેહથી પાર ને
રાગથી પાર દેખ્યું છે,–એને જોતાં ઇન્દ્ર ને ઇન્દ્રાણી પણ ભક્તિથી નાચી ઊઠે છે.
અહા, અનાદિના સંસારનો અંત કરીને ભગવાન હવે આ ભવમાં સાદિઅનંત
એવી સિદ્ધદશાને સાધશે–રાગ અને સ્વભાવની એકતારૂપ બેડીના બંધન તો અમે
પણ તોડી નાખ્યા છે–એવા ભાનસહિત જેમ માતા પાસે કે પિતા પાસે બાળક
થનગન નાચે, તેમ ભગવાન પાસે ઇન્દ્રો નાચી ઊઠે છે. હજી તો ભગવાન પણ
ચોથા ગુણસ્થાને છે, ને ઇન્દ્ર પણ ચોથા ગુણસ્થાને છે છતાં તે ઇન્દ્ર ભગવાન
પાસે ભક્તિથી નાચી ઊઠે છે કે અહા! આ ભરતક્ષેત્રની ધન્ય પળ છે; વીરતા
પ્રગટ કરીને પોતે તો પૂર્ણ પરમાત્મા થશે, ને જગતના ઘણા જીવોને પણ ભવથી
તરવાનું નિમિત્ત બનશે. ધન્ય છે ભગવાનનો અવતાર! એના જન્મની ધન્ય ઘડી,
ધન્ય પળ ને ધન્ય દિવસ છે, ભગવાને અમૃતના સાગરને ઊછાળીને મુનિદશા
અને કેવળજ્ઞાન પ્રગટ કર્યું, પછી પાવાપુરીથી મોક્ષધામ પામ્યા.
આ રીતે ભગવાન આત્માનું પરિવર્તન થતાં આખો સંસાર ડુબો ગયો.
આપણે પણ આજે પરિવર્તનનો દિવસ છે. ૨૬ વર્ષ પહેલાં અહીં પરિવર્તન
કર્યું હતું. ભગવાન સર્વજ્ઞપરમાત્માએ દિવ્યધ્વનિવડે જે ઉપદેશ આપ્યો તેને
“પ્રવચન” કહેવાય છે. તે પ્રવચનનો સાર શું છે. તે કુંદકુંદઆચાર્યદેવે આ
પ્રવચનસારમાં વર્ણવ્યું છે.

PDF/HTML Page 51 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૪૪ઃ વૈશાખ સુદ ૨
ભગવાન કુંદકુંદાચાર્યદેવને મહાવીરપરમાત્માનો સીધો પ્રત્યક્ષ સંબંધ થયો
ન હતો, પરોક્ષ ભક્તિ હતી ને સીમંધરપરમાત્માનો તો સાક્ષાત્ પ્રત્યક્ષયોગ થયો
હતો. અહો, પંચમકાળે આ ક્ષેત્રના જીવને બીજા ક્ષેત્રના તીર્થંકરનો સાક્ષાત્
ભેટો થાય એ પાત્રતા કેટલી! ને કેટલા પુણ્ય!
એવા આચાર્યભગવાને
તીર્થંકરપરમાત્માની વાણી ઝીલીને આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં આત્માનું સ્વસંવેદન
કેમ થાય તે વાત આ ૧૭૨મી ગાથામાં અલૌકિક રીતે બતાવી છે. અલિંગગ્રહણના
૨૦ બોલમાંથી આજે છઠ્ઠો બોલ ચાલે છે.
અતીન્દ્રિય ચિદાનંદમૂર્તિ ભગવાન આત્મા ઇન્દ્રિયોથી જાણનારો નથી, તેમ જ
તે ઇન્દ્રિયોવડે જણાય તેવો નથી; ઇન્દ્રિયગમ્ય ચિહ્નો વડે તે જણાતો નથી, એકલા
અનુમાનવડે પણ તે જણાતો નથી, તેમ જ પોતે એકલા અનુમાનવડે બીજાને જાણે–
એવો પણ નથી. લિંગથી એટલે ઇન્દ્રિયોથી–વિકલ્પોથી કે એકલા અનુમાનથી નહિ
પણ પ્રત્યક્ષ

PDF/HTML Page 52 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૪પઃ
સ્વસંવેદનથી જાણનાર એવો પ્રત્યક્ષજ્ઞાતા આત્મા છે, પહેલા પાંચ બોલમાં ઇન્દ્રિયો કે
એકલું અનુમાન વગેરે વ્યવહાર કાઢી નાખ્યો, ને આ છઠ્ઠા બોલમાં હવે પ્રત્યક્ષજ્ઞાતા
કહીને અસ્તિથી વાત કરી છે.
વર્તમાન પર્યાયની સ્ફુરણામાં નિર્ણયનું જોર ન આવે ત્યાંસુધી તે અંતર્મુખ થઇ
શકે નહિ. સ્વસંવેદનથી સ્વયં પ્રકાશે એવો સ્વયંપ્રકાશી આત્મા છે. ભાઈ, ચૈતન્યનો
મહિમા ઘૂંટતા ઘૂંટતા તારા નિર્ણયમાં એમ આવે કે અહો! મારી આ વસ્તુ જ સ્વયં
પરિપૂર્ણજ્ઞાનાનંદસ્વરૂપ છે,–આવા નિર્ણયથી અંતર્મુખ થતાં સ્વસંવેદનવડે આત્મા
પ્રત્યક્ષજ્ઞાતા થઇ જાય છે;–એનું નામ સમ્યગ્દર્શન છે, તે પૂર્ણતાના પંથે ચડયો, તેણે
પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તે વીર થઇને વીરના માર્ગે વળ્‌યો,–આ છે ભગવાન
મહાવીરનો સન્દેશ!
ભાઈ, બહારનું બધું એકવાર ભૂલી, અંતરવસ્તુનો નિર્ણય કરવામાં એવું
જોર લાવ કે દ્રષ્ટિ અંતરમાં વળે....સ્વભાવનું ઘણું ઘણું મહાત્મ્ય અને અધિકાઇ
લક્ષમાં લેતાં તે અનુભવમાં આવે–
તેનું નામ ધર્મ છે. આ સિવાય બીજા ઝગડામાં
રૂકાવટ થાય તે પંથમાં આડખીલીરૂપ છે. તારા જ્ઞાન ને આનંદનું તને પ્રત્યક્ષ વેદન
થાય–તે ન જણાય એવું નથી, પ્રત્યક્ષજ્ઞાતા થઇને આત્મા પોતે સ્વસંવેદનથી પોતાને
જાણે છે. પહેલા પાંચ બોલમાં ઇન્દ્રિયો વગેરેનો નિષેધ કરીને છઠ્ઠા બોલમાં
સ્વભાવવડે જાણે એમ કહીને તેને પ્રત્યક્ષજ્ઞાતા કહ્યો. આત્મા પોતે ઇન્દ્રિયોની
અપેક્ષા વગર, મનના કે વિકલ્પના અવલંબન વગર સ્વભાવથી જ સ્વસંવેદનવડે
પોતાને જાણે છે.
ઉપયોગ તે આત્માનું ચિહ્ન છે. તે ઉપયોગ નામના લક્ષણમાં જ્ઞેયોનું અવલંબન
નથી, પણ તે ઉપયોગ આત્માને જ અવલંબીને કામ કરે એવો તેનો સ્વભાવ છે.
ઉપયોગવડે બહારનું ઘણું જાણ્યું કે ઘણા શાસ્ત્ર વાંચ્યા માટે હવે ઉપયોગને અંતરમાં
વાળવાનું સહેલું પડશે–એમ નથી. ઉપયોગને આત્માનું અવલંબન છે, શાસ્ત્રના
અવલંબનવાળો ઉપયોગ તે ખરો ઉપયોગ નથી. તેમાં પરાવલંબન છે. તેમાં ઉપયોગની
હાની છે. ઉપયોગ પોતાનો ને અવલંબન કરે એકલા પરનું–તો એવા ઉપયોગને
આત્માનો ઉપયોગ કોણ કહે? ઉપયોગ અંતરમાં વળીને આત્મદ્રવ્યનું અવલંબન કરે તે
જ ખરો ઉપયોગ છે. તેમાં જ આત્માનું ગ્રહણ છે. આત્માનું ઘર છોડીને એકલા પરઘરમાં
જ ફરે–તો એવી

PDF/HTML Page 53 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૪૬ઃ વૈશાખ સુદ ૨
પરિણતિને શાસ્ત્રો વ્યભિચારિણીબુદ્ધિ કહે છે. ભાઈ ઉપયોગને અંતરમાં વાળ્‌યા
વગર ત્રણ કાળમાં સમ્યગ્દર્શન થતું નથી. આથી કાંઇ શાસ્ત્રના અભ્યાસનો નિષેધ
નથી, પણ એકલા શાસ્ત્રના અભ્યાસથી જે ધર્મ માની લેતો હો–ને ઉપયોગને
અંતરમાં વાળવાનો ઉદ્યમ ન કરતો હોય–તો તેને કહે છે કે ઊભો રહે.–એમ
એકલા શાસ્ત્રથી ધર્મ નહિ થાય; ઉપયોગને અંતરમાં વાળીને આત્માને લક્ષમાં
લીધા વગર કદી ધર્મ થાય નહીં. ઉપયોગને અંતરમાં પણ ન વાળે ને શાસ્ત્રનો
અભ્યાસ પણ છોડી દ્યે–તો તો સ્વચ્છંદી થઇને અશુભમાં જશે. ભલે એકલા
શાસ્ત્રથી અંતરમાં નથી જવાતું પણ જેને આત્માના અનુભવનો પ્રેમ હોય તેને
તેના અભ્યાસ માટે શાસ્ત્રાભ્યાસ, ઉપદેશશ્રવણ વગેરેનો પણ પ્રેમ આવે છે,–બન્ને
પડખાંનો વિવેક કરવો જોઈએ.
ઉપયોગને પરાવલંબનથી છોડાવીને, અંતરમાં ચૈતન્યના અવલંબને પૂર્ણતા
સાધી. ભગવાન વીરે આ કામ કર્યું ને જગતને પણ એ જ સન્દેશ આપ્યો. અહો,
અનાદિના વિકારનો અંત કરી નાખ્યો; ને અપ્રતિહત નિર્મળ દશા પ્રગટ કરી. જે
સદાકાળ સ્વાલંબને એમને એમ અનંત અનંતકાળ ટકી રહેશે. આવું ભગવાન વીરે કર્યું
ને તેનો જ ઉપદેશ આપ્યો. આ રીતે મોક્ષને સાધીને મોક્ષનો પંથ બતાવ્યો તેથી
ભગવાનના જન્મનો ઉત્સવ ઉજવાય છે.
વીરપ્રભુએ ઉપયોગને અંતર્મુખ કરીને, આત્મિક વીરતા વડે મોક્ષદશા સાધી,
અને ઉપદેશમાં પણ એ જ માર્ગની હાકલ કરી, કે હે જીવો! તમારા ઉપયોગને અંતરમાં
વાળીને આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરો. જુઓ, આ વીરહાક! આ છે વીરપ્રભુનો
સન્દેશ.
વીરહાકવડે વીરસન્દેશ સંભળાવીને વીરશાસનની વૃદ્ધિ કરનાર
કહાન ગુરુદેવનો જય હો...
આત્મા જ આનંદધામ છે, વિષયોનું ત્યાં શું કામ છે?
શરણ આતમરામ છે, ત્યાં બીજાનું શું કામ છે?

PDF/HTML Page 54 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૪૭ઃ
અહો! આત્માનો સર્વજ્ઞ સ્વભાવ
સિદ્ધભગવંતોના નિરુપાધિ જ્ઞાન–દર્શન ને સુખનું વર્ણન કરતાં
આચાર્યદેવ પંચાસ્તિકાય ગા. ૨૯માં કહે છે કે નિજ શક્તિના અવલંબનથી
સ્વયમેવ સર્વજ્ઞ થયેલા જે સ્વકીય સુખને અનુભવનારા સિદ્ધભગવંતોને
પરથી કાંઇ પ્રયોજન નથી. એ સિદ્ધ ભગવંતોના સર્વોચ્ચ આદર્શને લક્ષમાં
લઇને તું પણ હે જીવ! પરાલંબનની બુદ્ધિ છોડ, ને સ્વાલંબનમાં આત્માને
જોડ....આમ કરવાથી તારો આત્માય સિદ્ધના માર્ગે સંચરશે.
* * * * *
जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरसी य
पप्पोदि सुहमणंतं अव्वाबाध सगममुत्त।। २९।।
હરિગીત
સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે,
ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. (૨૯)
પંચાસ્તિકાયની આ ગાથામાં આચાર્યદેવ કહે છે કે, જીવનો સ્વભાવ પોતાની
મેળે સર્વજ્ઞ થવાનો છે. દેહથી ભિન્ન આત્મતત્ત્વ છે, તેનામાં પોતાના સ્વભાવથી સર્વને
જાણવા–દેખવાની તાકાત છે; જ્યાં જ્ઞાન–દર્શનની પૂર્ણતા થાય ત્યાં આનંદની પણ
પૂર્ણતા હોય જ. જેને આત્માનું હિત કરવું હોય તેણે શું કરવું તેની આ વાત છે.
શરીર તે જડ છે, અજીવ છે; ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ છે. મારામાં જ
સર્વજ્ઞસર્વદર્શી અને પૂર્ણ આનંદ થવાની તાકાત છે. પર્યાયમાં અલ્પજ્ઞતા હોવા છતાં હું
સ્વયં મારા સ્વભાવથી પૂર્ણ જ્ઞાન–દર્શન–આનંદમય થઇ શકું છું. આવી પ્રથમ પ્રતીત
કરવી જોઇએ. તે માટે પહેલાં સર્વજ્ઞની સિદ્ધિ કરે છે.

PDF/HTML Page 55 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૪૮ઃ વૈશાખ સુદ ૨
નાસ્તિક કહે છે કેઃ–આ જગતમાં સર્વજ્ઞ છે જ નહિ એટલે કે કોઇ આત્મા ત્રણ
કાળ ત્રણ લોકને જાણી શકે એવા જ્ઞાનવાળો હોય–એમ અમને ભાસતું નથી; કેમકે
સર્વજ્ઞ પ્રત્યક્ષ દેખાતા નથી; જેમ ગધેડાના શિંગડા દેખાતાં નથી તેમ સર્વજ્ઞ દેખાતા
નથી માટે સર્વજ્ઞ નથી–આમ નાસ્તિક કુતર્ક કરે છે. તમે તો કહો છો કે અનંતા સર્વજ્ઞો
છે, એકેક જીવમાં સર્વજ્ઞ થવાનું સામર્થ્ય છે, અત્યારે મહાવિદેહમાં સીમંધર ભગવાન
વગેરે સર્વજ્ઞ ભગવંતો બિરાજે છે. પણ અમને તો સર્વજ્ઞ દેખાતા નથી.
તો તેને અમે પૂછીએ છીએ કે હે ભાઈ! સર્વજ્ઞ નથી એમ તું કઇ રીતે કહે છે? શું
આ કાળમાં ને આ ક્ષેત્રમાં જ સર્વજ્ઞ નથી? કે સર્વ કાળમાં ને સર્વ ક્ષેત્રમાં સર્વજ્ઞ નથી?
આ કાળે આ ક્ષેેત્રે સર્વજ્ઞ નથી એ તો બરાબર છે, પણ જગતમાં ક્યાંય સર્વજ્ઞ નથી
એમ જો તું કહેતો હો તો શું તેં ત્રણ લોકને અને ત્રણ કાળને જોયા છે? બધું ક્ષેત્ર જોયા
વિના “અહીં સર્વજ્ઞ નથી” એમ કહી શકાય નહીં એટલે બધા ક્ષેત્રમાં ને બધા કાળમાં
સર્વજ્ઞ નથી એમ કહેતાં તું જ ત્રણ કાળ ને ત્રણ લોકનો જાણનાર થઇ ગયો એટલે
સર્વજ્ઞની સિદ્ધિ થઇ ગઇ.
વળી ગધેડાંનાં શીંગડાં નથી, પણ ભેંસ વગેરેને તો શીંગડાં છે ને? તેમ આ
ક્ષેત્રમાં સર્વજ્ઞ નથી, પણ પંચ વિદેહક્ષેત્રમાં તો સર્વજ્ઞ છે, માટે સર્વજ્ઞનો સર્વથા અભાવ
નથી. જેમ “અમુક જગ્યાએ ઘડો નથી” એમ ક્યારે કહેવાય? કે જ્યારે તે ક્ષેત્ર જોયું
હોય ત્યારે; તેમ “સર્વજ્ઞ નથી” એમ ક્યારે તું કહી શકે? કે તેં બધુ ક્ષેત્ર જોયું હોય તો.
એટલે તેમાં સર્વજ્ઞ સિદ્ધ થઇ જાય છે. પોતે જે ક્ષેત્ર જોયું ન હોય તે ક્ષેત્રમાં “અહીં ઘટ
નથી” અથવા અહીં સર્વજ્ઞ નથી” એમ નિષેધ કરી શકાય નહિ.
જે સર્વજ્ઞ હોય તે સર્વજ્ઞનો નિષેધ કરી શકે નહિ; અને જેણે સર્વ કાળ સર્વ લોક
જોયા ન હોય તે સર્વજ્ઞનો નિષેધ કરી શકે નહિ. દેખતો ના પાડે નહિ ને આંધળાનો
વિશ્વાસ કરાય નહિ.
બીજી વાતઃ તું કહે છે કે “અમને સર્વજ્ઞ દેખાતા નથી” પણ ભાઈ! તું તો
આવતી કાલની વાત પણ જાણી શકતો નથી, તો શું તેથી આવતી કાલનો અભાવ છે?
નહિ. તેમજ

PDF/HTML Page 56 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૪૯ઃ
અમારા ચિત્તના ભાવને કે એક સૂક્ષ્મ પરમાણુને પણ તું જાણી શકતો નથી, તો
શું અમારા ચિત્તનો કે પરમાણુનો અભાવ છે? નહિ જ. તેમ સર્વજ્ઞ તને તારા
સ્થૂળ જ્ઞાનમાં ન જણાય તેથી કાંઇ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થતો નથી.
હવે નાસ્તિક પૂછે છે કેઃ તમે સર્વજ્ઞની અસ્તિ કઇ રીતે સિદ્ધ કરો છો?
તો કહે છે કેઃ–અમે અમારા જ્ઞાનના અંશ ઉપરથી સર્વજ્ઞનું અનુમાન કરીએ
છીએ. વિકાર ટાળીને જ્ઞાન કાયમ રહે છે. તો તે જ્ઞાનને ધરનાર જ્ઞાનસ્વભાવી
આત્મામાં એકાગ્ર થઇ રહેતાં રાગ દ્વેષ છૂટીને પૂર્ણજ્ઞાન પણ પ્રગટી શકે છે–એમ અમારૂં
અનુમાન છે અને જે અનુમાન છે તે બીજા કોઇને પ્રત્યક્ષ પણ જરૂર વર્તે છે. વળી
સર્વજ્ઞના બાધકપ્રમાણનો અભાવ છે.
જ્ઞાનના અલ્પ ઉઘાડમાંથી વિશેષ ઉઘાડ આવતો દેખાય છે, તો તે ક્યાંથી
આવ્યો? જ્ઞાનનો પૂર્ણ સ્વભાવ ભર્યો છે તેમાંથી જ તે વિશેષ જ્ઞાન આવ્યું છે, ને તેના
અવલંબને પૂર્ણ જ્ઞાન પ્રગટતાં સર્વજ્ઞતા પ્રગટે છે એમ સ્વભાવની પ્રતીતપૂર્વક સર્વજ્ઞનું
અનુમાન થાય છે.
જેમ લીંડીપીપરના સ્વભાવમાં ૬૪ પહોરી તીખાશ ભરી છે તે જ પ્રગટે છે તેમ
આત્મામાં જ્ઞાનસ્વભાવ ત્રિકાળ પડયો છે, તેનું વીતરાગી વિજ્ઞાન થતાં તેમાંથી જ
પૂર્ણાનંદમય સર્વજ્ઞદશા પ્રગટે છે. જ્ઞાન તરફ એકાગ્ર થતાં જ્ઞાન ખીલે છે, ને પૂર્ણ એકાગ્ર
થતાં પૂરૂં જ્ઞાન પણ ખીલે છે. જુઓ! આમાં સર્વજ્ઞને સિદ્ધ કરતાં મોક્ષમાર્ગ પણ ભેગો જ
આવી જાય છે.
આત્માનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવને કબૂલીને તેમાં લીન થઇને
સર્વજ્ઞ થયેલા આત્મા આ જગતમાં છે. જેને આત્માને કબૂલવો હોય તેણે આવો
સર્વજ્ઞ સ્વભાવ કબૂલવો પડશે. સર્વજ્ઞતા ક્યાંય બહારથી આવતી નથી. પર્યાયને
અંતરમાં એકાગ્ર કરતાં અલ્પજ્ઞતામાંથી સર્વજ્ઞતા થઇ જાય છે. તારો
આત્મકલ્યાણનો માર્ગ નિમિત્ત અને રાગ રહિત એકલા ધ્રુવ સ્વભાવમાં
પરિણતિને એકાગ્ર કરવી તે જ છે. એમ કહેનારા સર્વજ્ઞ દેવ તે જ દેવ છે, એમ
કહેનારા ગુરુ તે જ સાચા ગુરુ છે ને એમ બતાવનારી વાણી તે જ શાસ્ત્ર છે. આ
સિવાય બીજાને માને તો વ્યવહાર ખોટો છે અને બહારના અવલંબનમાં ધર્મ માને
તે મૂઢ છે.

PDF/HTML Page 57 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ પ૦ઃ વૈશાખ સુદ ૨
‘સર્વજ્ઞ છે’ તેને કોઇ બાધક પ્રમાણ નથી. આત્માનો સ્વભાવ જ જ્ઞાન
છે. તેમાં શરીરાદિ તો ક્યાંય રહ્યાં, ને રાગાદિ પણ તેના સ્વભાવમાં નથી.
આત્મામાં જ્ઞાનાદિ અનંતગુણો ત્રિકાળ ધ્રુવ છે, તેમાં ક્ષણે ક્ષણે પલટો થાય છે
તે પલટો સ્વભાવના આશ્રયે થતાં જ્ઞાન–આનંદ વગેરે ખીલે છે, પણ કોઇ
નિમિત્ત વગેરેના આશ્રયે જ્ઞાનાદિ ખીલતાં નથી. પર્યાયમાં રાગાદિ અને
અલ્પજ્ઞતા છે. તે તો ઉપરનો ક્ષણિક ભાગ છે ને ધ્રુવ સ્વભાવ પૂર્ણ ત્રિકાળ છે.
આત્મા ચૈતન્ય હીરો છે, તેની પર્યાયના એક પાસામાં જરાક ડાઘ છે, પણ
જ્ઞાન–દર્શન–આનંદનો કંદ આખો ચૈતન્ય હીરો ડાઘવાળો નથી. એમ પર્યાયને
ગૌણ કરીને ધ્રુવ આનંદકંદ ચિદાનંદ સ્વભાવને પ્રતીતમાં લઇને તેમાં એકાગ્રતા
કરતાં આત્મામાંથી રાગાદિ નીકળીને પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટે છે. સર્વજ્ઞતા થાય
ત્યાં પૂર્ણ આનંદ હોય જ.
પહેલાં સાધક દશામાં અધૂરો આનંદ હતો; અજ્ઞાનીએ પરમાં સુખ અને આનંદ
માન્યો હતો, તેને બદલે હું તો પરથી ભિન્ન ચિદાનંદ સ્વભાવ છું–એમ અંતરદ્રષ્ટિનો
વિષય કરતાં સ્વભાવમાંથી આનંદ પ્રગટયો ને પૂર્ણાનંદની પ્રતીત થઇ ગઇ. જૂઓ, આ
સર્વજ્ઞની પ્રતીત!
હું મારા આત્મામાં પૂર્ણજ્ઞાન અને આનંદ પ્રગટ કરવા માગું છું તો મારા પહેલાં
પૂર્ણજ્ઞાન–આનંદ પ્રગટ કરનારા જીવો થઇ ગયા છે, તે કેવા છે? ક્યાં છે? કેટલા છે?
એમ નક્કી કરવું જોઇએ.
અનાદિકાળથી ક્રમે ક્રમે સર્વજ્ઞો થતા જ આવે છે, સિદ્ધલોકમાં એવા અનંત સિદ્ધો
સર્વજ્ઞપણે બિરાજે છે, મહાવિદેહમાં સીમંધરાદિ તીર્થંકરો અને લાખો કેવળી ભગવંતો
અત્યારે દેહસહિત સર્વજ્ઞપણે બિરાજે છે.
આ રીતે અનાદિકાળ, સિદ્ધલોક, મહાવિદેહ ક્ષેત્ર એ બધું કબૂલ્યા વિના
સર્વજ્ઞને માની શકે નહિ. જે સર્વજ્ઞ થયા તે બધાય પોતાના આત્મામાંથી જ થયા
છે–એમ નક્કી કરીને પોતે પોતાના આત્માના સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ કરવી તે
પ્રથમ ધર્મ છે.
કેવળી સર્વજ્ઞ કેવા હોય? ક્યાં હોય? તે સર્વજ્ઞતા ક્યાંથી પ્રગટે? તે સર્વજ્ઞતાના
સાધક સંતોની દશા કેવી હોય? ને સર્વજ્ઞનાં કહેલાં શાસ્ત્રો કેવાં હોય? આ બધું નક્કી
કર્યા વિના ધર્મ થાય નહિ.

PDF/HTML Page 58 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ પ૧ઃ
જેમ એક ને એક બે થાય તેમાં કોઈ ડાહ્યો માણસ તો ના ન પાડે તેમ સર્વજ્ઞતા
જગતમાં સિદ્ધ છે તેની કોઇ ના પાડી શકે નહિ.
કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે અહો! “जादोसयं स चेदा सव्वण्हू
આત્મા સ્વયં પોતાના સ્વભાવથી સર્વજ્ઞ થાય છે. પોતાના સ્વાધીન સર્વજ્ઞ
સ્વભાવની પ્રતીત કરવી તે જ પરમાત્મા થવાનો ઉપાય છે. જેને અવતાર જોઇતો
ન હોય, જેને ભવનાં દુઃખનો ભય લાગ્યો હોય ને આત્માની પૂર્ણાનંદ
પરમાત્માદશા પ્રગટ કરવાની ધગશ હોય તે સર્વજ્ઞનો નિર્ણય કરીને યુક્તિ,
આગમ, અનુભવપ્રમાણથી પોતાના આત્માના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરો,
તેની પ્રતીત કરો ને તેમાં અંતર્મુખ થઇને પરિણતિની એકાગ્રતા કરો–આ સર્વજ્ઞ
થવાનો ઉપાય છે. જુઓ! અલ્પજ્ઞતા છે, રાગ છે, નિમિત્ત છે પણ તેના આશ્રયે
સર્વજ્ઞતા થતી નથી. સર્વજ્ઞતા તો પોતાના ધ્રુવ સ્વભાવમાંથી જ પ્રગટે છે.
અહો! ધીરો થઇને ચૈતન્યના સ્વભાવનો વિચાર કર. ક્યાં વળવાથી
સર્વજ્ઞતા ખીલે? સર્વજ્ઞતા છે, તેનો ઉપાય કરનારા અને કહેનારા પણ છે,
તેનાથી વિપરીત કહેનારા પણ છે. માટે પરીક્ષા કરીને સર્વજ્ઞને, સર્વજ્ઞતાને
સાધનારા સંતોને, તથા તેમણે કહેલા સર્વજ્ઞતાના ઉપાયને જાણવા જોઇએ.
ટકાની ત્રણ તોલડી લેવા જાય તો ય ત્યાં ટકોરા મારીને પરીક્ષા કરે છે, જો તેને
સર્વજ્ઞ થવું હોય–પૂર્ણાનંદ પ્રગટ કરવો હોય તેણે જ્ઞાનમાં પરીક્ષા કરીને સર્વજ્ઞને
નક્કી કરવા જોઇએ અને તેના જેવો પોતાના આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે તેને
પરખવો જોઇએ.
“પારખ્યાં માણેક મોતિયાં, પરખ્યાં હેમ કપૂર;
પણ એક ન પરખ્યો આતમા, ત્યાં રહ્યો દિગ્મૂઢ.”
માટે અહીં આચાર્ય ભગવાન આત્માનો સર્વજ્ઞ સ્વભાવ ઓળખાવે છે.
અહો! સ્વયં આત્મા જ સર્વજ્ઞતાપણે પરિણમે છે–આવો નિર્ણય કરે તેને અંતરમાં
મુક્તિનો માર્ગ ખૂલ્યા વિના રહે નહિ, તેને કોઇ જાતનો સંદેહ રહે નહિ. સ્વભાવ
શું? પર્યાય શું? વિકાર શું? નિમિત્ત શું?–તે બધાની ઓળખાણ કરીને સ્વભાવ
તરફ વળે તો મુક્તિમાર્ગ પ્રગટે. આ સિવાય બીજા કોઇ ઉપાયે મુક્તિમાર્ગ પ્રગટે
નહિ ને સંદેહ ટળે નહિ.

PDF/HTML Page 59 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ પ૨ઃ વૈશાખ સુદ ૨
જ્યાં જ્ઞાન ન થાય ત્યાં દર્શન પૂર્ણ થાય–અનંતા ગુણોની દશા પૂર્ણ થાય–એમ
અનંત ગુણવાળા આત્માની પ્રતીત કર.
સર્વજ્ઞ પ્રત્યક્ષ પૂર્ણ દેખાય તેથી કાંઇ તેનો નિષેધ ન થઇ શકે, પણ
અનુમાનથી નક્કી કરવું જોઇએ. જેમ આવતી કાલનો દિવસ પ્રત્યક્ષ જણાતો નથી
પણ આવતીકાલ આવશે ત્યારે તે વખતના માણસો તો તેને પ્રત્યક્ષ જોશેને? તેમ
આ ક્ષેત્રે સર્વજ્ઞ નથી પણ મહાવિદેહ વગેરે ક્ષેત્રે સર્વજ્ઞ છે એમ અનુમાનથી નક્કી
થઇ શકે છે. અને અહીં જે અનુમાનથી નક્કી થઇ શકે તે ત્યાંના લોકોને તો પ્રત્યક્ષ
છે. આ રીતે સર્વજ્ઞની સિદ્ધિ છે. સર્વજ્ઞને નક્કી કરવામાં નિશ્ચયથી તો પોતાનો
સ્વભાવ નક્કી કરવાનો છે કે મારો સ્વભાવ આવો પૂર્ણ છે–એમ સ્વભાવ સન્મુખ
થતાં પર્યાયનો અપૂર્વ પલટો થઇ જાય છે....ને આત્મા આનંદપૂર્વક સિદ્ધના માર્ગે
સંચરે છે.
***
ધર્માત્મા પ્રત્યે પ્રમોદ
જેને ચૈતન્યને સાધવાનો ઉત્સાહ છે તેને
ચૈતન્યના સાધક ધર્માત્માને દેખતાં પણ ઉત્સાહ અને
ઉમળકો આવે છેઃ અહા! આ ધર્માત્મા ચૈતન્યને કેવા
સાધી રહ્યા છે! એમ તેને પ્રમોદ આવે છે, અને હું પણ
આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને આરાધનાનો ઉત્સાહ
જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંતગુરુઓને
પણ તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રાજાની જેમ
રીઝવે છે ને સંત–ગુરુઓ તેના ઉપર પ્રસન્ન થઇને તેને
આત્મપ્રાપ્તિ કરાવે છે.

PDF/HTML Page 60 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ પ૩ઃ
ચાલને....મારી....સાથ....મોક્ષમાં
શ્રી નિયમસારના ૧૩૩ મા કલશ ઉપર ગુરુદેવના ભાવભીનાં પ્રવચનોનું શ્રવણ
કરતાં હૃદયમાં જે હર્ષભરી ઉર્મિઓ જાગી તે આ કાવ્યમાં ગૂંથાણી છે. અહા!
સંતો કેવા સ્નેહથી શિષ્યજનને પોતાની સાથે મોક્ષમાં લઇ જાય છે!!
(સહજ ગુણઆગરો....એ રાગ)
હે સખા! ચાલને....મારી સાથ મોક્ષમાં
છોડ પરભાવને....ઝૂલ આનંદમાં......
નિજ સાથ મોક્ષમાં લઇ જવા ભવ્યને,
શ્રી મુનિરાજ સંબોધતા વ્હાલથી...... હે સખા!
સાંભળી બુદ્ધિને વાળીને
અંતરે,
મગ્ન થા પ્રેમથી સુખના સાગરે;
નિજ સ્વરૂપને એકને ગ્રહ તું,
એ જ આગમ તણા મર્મનો સાર છે.... હે સખા!
સૂજ્ઞ પુરુષ તો સૂણી આ શિખને,
હર્ષથી ઉલ્લસી છોડે પર ભાવને;
પરમાનંદ–ભરપૂર નિજ પદ ગ્રહી,
શુદ્ધ સ્વરૂપમાં વેગથી તે વળે..... હે સખા!
અમે જશું મોક્ષમાં, કેમ તને છોડશું?
આવજે મોક્ષમાં તુંય અમ સાથમાં....
ભવ્ય નિજ પદને સાધજે ભાવથી,
શિખ આ સંતની શીઘ્ર તું માનજે..... હે સખા!
તીર્થપતિ મોક્ષમાં જાય છે જે ભવે,
ગણપતિ પણ જરૂર જાય છે તે ભવે,
શિષ્ય એ સંતના રત્નત્રય સાધીને....
સંતની સાથમાં મોક્ષમાં જાય છે.... હે સખા!