Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 5

PDF/HTML Page 21 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૧૪ઃ વૈશાખ સુદ ૨
સૌ.....રા.....ષ્ટ્ર.....નું ગૌ.....ર.....વ ગિ.....ર.....ના.....ર
–જ્યાં ગૂંજી રહ્યા છે સંતોની આત્મસાધનાના રણકાર!

PDF/HTML Page 22 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૧પઃ
ગિ ર ના ર ના સ ન્તો
સૌરાષ્ટ્રની ધરતીના ભૂષણરૂપ આ ઉન્નત તીર્થધામમાં અનેક સંતોની
આત્મસાધનાના રણકાર ગુંજી રહ્યા છેઃ પહેલી ટૂંકે ગૂફામાંથી અર્જિકામાતા
રાજુલના વૈરાગ્યના રણકાર ઊઠે છે; બીજી ટૂંકે અનિરુદ્ધકુમાર તપસ્યા કરીને
મુક્તિ પામ્યા છે; ત્રીજી ટૂંક શંબુકુમારના મોક્ષગમનથી પાવન થઈ છે; ઊંચી ઊંચી
ચોથી ટૂંક પ્રદ્યુમ્નકુમારની મોક્ષસાધનાનો સન્દેશ આપી રહી છે; અને ભગવાન
નેમિનાથપ્રભુના મોક્ષકલ્યાણકથી પાવન થયેલી પાંચમી ટૂંક ભવ્યજીવોને મોક્ષનો
સન્દેશ આપી રહી છે. આ ઉપરાંત સહેસાવનના શાંત–અધ્યાત્મ વાતાવરણમાં
ભગવાને વૈરાગ્યની અને જ્ઞાનની જે આરાધના કરી તેના રણકાર ગૂંજી રહ્યા
છે... એથી પણ થોડા નજીક આવીએ તો, ભગવાન ધરસેન આચાર્યદેવે
ચંદ્રગૂફામાં પુષ્પદન્ત–ભૂતબલિ મુનિરાજને જે પાવન જ્ઞાન આપ્યું તેનો નજરે
નીહાળેલો સન્દેશો આ ગિરનારપર્વત આજે આપી રહ્યો છે...અને કુંદકુંદાચાર્યદેવે
મહાન સંઘસહિત સૌરાષ્ટ્રમાં પધારીને આ તીર્થની જે પ્રભાવશાળી યાત્રા કરી
તેનો ઇતિહાસ પણ આ ગિરનાર આજે હોંસથી સંભળાવી રહ્યો છે. અને
તાજેતરમાં (સં. ૧૯૯૬, સં. ૨૦૧૦ તથા સં. ૨૦૧૪માં) પૂ. શ્રી કહાનગુરુએ
પણ વિશાળ સંઘસહિત આ પાવનતીર્થધામની યાત્રાઓ કરી, ને હમણાં ચૈત્રમાં
ફરીને પણ તેઓશ્રી આ તીર્થધામમાં દર્શન કરી આવ્યા. સૌરાષ્ટ્રના ભૂષણસ્વરૂપ
આ ગિરનારના સર્વે સંતોને ભક્તિપૂર્વક સ્મરણ કરીને નમસ્કાર કરીએ
છીએ...અને ગુરુદેવ સાથેની આ પવિત્ર સાધનાભૂમિની યાત્રાના વૈરાગ્યભર્યા
મધુર સંસ્મરણો જ્ઞાન–વૈરાગ્યની ને આનંદ–મંગલની વૃદ્ધિનું કારણ હો...એમ
અંતરથી પ્રાર્થના કરીએ છીએ.
“મુદિત ભાવના” નું વર્ણન કરતાં ભગવતી
આરાધનામાં કહે છે કે–સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–
સમ્યક્ચારિત્ર ને સમ્યક્તપ વગેરે ગુણોના ધારક
ધર્માત્માને દેખીને તથા ચિંતવીને, મનથી–વચનથી
ને કાયાથી આનંદરૂપ થવું, તેમના દર્શન–
સ્પર્શનની વાંછા કરવી, તેમના ગુણોમાં અનુરાગ
કરવો, તે મુદિતભાવના છે.

PDF/HTML Page 23 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૧૬ઃ વૈશાખ સુદ ૨
ધર્માત્માની મુનિભક્તિ
શ્રી મુનિરાજ વગેરે ધર્માત્મા પોતાના આંગણે પધારતાં ધર્મબુદ્ધિવાળા જીવને
એમ થાય કે અહા, મારા આંગણે કલ્પવૃક્ષ આવ્યું... મારા આંગણે ધર્માત્મા આવ્યા...
મારા ધન્યભાગ્ય ખીલ્યાં...એમ તેનું હૃદય રોમેરોમે ભક્તિથી ઉલ્લસી જાય...
વન જંગલમાં વસનારા ને આત્માના આનંદમાં ઝૂલનારાં દિગંબર સંત શ્રી
પદ્મનંદીસ્વામીએ લોભરૂપી કુવાની ઊંડી ભેખડમાં ભરાયેલા જીવોને બહાર કાઢવા માટે
કરુણાપૂર્વક દાનઅધિકાર વર્ણવ્યો છે. આચાર્ય સંતોને કાંઈ લક્ષ્મી વગેરેની જરાય
અપેક્ષા નથી, તે તો અપરિગ્રહી સંત છે; પણ ધર્મબુદ્ધિવાળા જીવને ધર્મ પ્રત્યેનો કેવો
ઉત્સાહ અને પ્રેમ હોય,

PDF/HTML Page 24 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૧૭ઃ
ને તે તરફના બહુમાનથી દાનાદિની કેવી લાગણી હોય તે સમજાવે છે. ભાઈ, જો દેવ–
ગુરુ–ધર્મનો પ્રેમ કરતાં તને સ્ત્રી, શરીર કે લક્ષ્મી વગેરેનો પ્રેમ વધી જાય તો તારી
રુચિની દિશા કઈ તરફ છે? તેનો તું વિચાર કર.
પોતાના સ્વરૂપનો આનંદ પ્રગટ કરીને તેનું પરમાર્થ દાન જેણે લેવું હોય તેને
પહેલાં પાત્રતાની ભૂમિકામાં દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે કેવી ભક્તિ ને પ્રેમ હોય? તે અહીં
બતાવવું છે.
આ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમના અંતરે વિધિપૂર્વક
દાન લેનાર ભગવાન ઋષભમુનિરાજ હતા, ને દાન દેનાર શ્રી શ્રેયાંસકુમાર હતા,
તેથી મંગલાચરણમાં તેઓનું સ્મરણ કર્યું છે. અહા, ધન્ય તે શ્રેયાંસકુમારનું ઘર....કે
જ્યાં ભગવાન ઋષભનાથે મુનિદશામાં પહેલો વહેલો આહાર લીધો....સાક્ષાત્
મોક્ષમાર્ગરૂપી કલ્પવૃક્ષ જેના આંગણે ફળ્‌યું–તે શ્રેયાંસના ધવલયશની શી વાત!!
ઋષભદેવ મુનિ થયા....છ મહિના તો જ્ઞાન–ધ્યાનમાં એવા મશગુલ રહ્યા કે આહારની
વૃત્તિ ન ઊઠી....પછી આહારની વૃત્તિ ઊઠી પણ મુનિને આહારદાન દેવાની રીત શું છે–
તેની કોઇને ખબર ન હતી....છ મહિના પછી જ્યારે હસ્તિનાપુર નગરીમાં પધાર્યા
ત્યારે તેમને જોતાં જ શ્રેયાંસકુમારને પૂર્વના આઠમા ભવનું જાતિસ્મરણજ્ઞાન થઇ ગયું
ને તે વખતે ઋષભદેવના જીવ (વજ્રજંઘ)ની સાથે પોતે (શ્રીમતિ તરીકે) મુનિઓને
જે રીતે આહારદાન દીધેલું તેની વિધિનું ભાન થયું ને નવધાભક્તિપૂર્વક ભગવાનને
આહારદાન દીધું.
એ ધન્ય દિવસ હતો–વૈશાખ સુદ ત્રીજ! એ વખતે શ્રેયાંસકુમારને એમ થયું કે
અહા! મારે આંગણે કલ્પવૃક્ષ આવ્યું....મારે આંગણે મોક્ષમાર્ગ સાક્ષાત્ આવ્યો. ધન્ય
ભાગ્ય! ધન્ય ભાગ્ય!!
સમસ્ત શ્રુતજ્ઞાન આરાધનાથી નિબદ્ધ છે;
સમસ્ત શ્રુતજ્ઞાન આરાધનાથી ભિન્ન નથી,
સમસ્ત શ્રુતજ્ઞાન આરાધનાનો વિસ્તાર છે.
(ભગવતી આરાધના પૃ. ૬૯૬)

PDF/HTML Page 25 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૧૮ઃ વૈશાખ સુદ ૨
વૈરાગ્યમય જીવન
વૈરાગ્યમય જીવનમાં લૂખાશ નથી, પણ પવિત્ર રસ છે. જો જીવનમાં લૂખાશ
લાગે તો તે જીવન શૂષ્ક છે, કષાયથી રંગાયેલું છે, અને વૈરાગ્યમય જીવનમાં શુષ્કતા કે
લૂખાશ નથી, પરંતુ તેમાં તો કષાયરહિતપણાની શાંતિ છે, તે નિષ્કષાય–સ્વરૂપની
મસ્તીથી ભરપૂર જીવન મોજમય છે, પવિત્ર છે; હા, તેમાં કષાયનો રંગ નથી તેથી
અજ્ઞાનીજીવોને તે શુષ્ક–લૂખા જેવું લાગે–પરંતુ ના, ના, તે જીવન શુષ્ક નથી–લૂખું નથી.
એ પવિત્ર જીવન આત્માનંદની અનેક ક્રિડાઓથી ભરપૂર છે.
જેને આત્માનંદની ખબર નથી તે વાસ્તવિક વૈરાગ્યમય જીવન નહિ જીવી
શકે.....
વૈરાગ્ય એકલો એકલો મસ્તી નહિ કરી શકે, પણ જો વૈરાગ્ય સાથે જ્ઞાન હશે
તો જ વૈરાગ્યની સાચી મસ્તી જામશે....જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન
આપનારાં છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી પણ રૂંધાયેલો કષાય
છે; પણ જ્ઞાન નહિ હોવાથી તે કષાયને ઓળખી શકાતો નથી અને તેથી અજ્ઞાનપણે
કષાયમાં (દ્વેષમાં) વૈરાગ્યની માન્યતા થઇ જાય છે, આને “
मोहगर्भित वैराग्य
પણ કહેવાય છે.
જ્ઞાન છે તે કષાયને બરાબર ઓળખી જાય છે, તેથી જ્યાં જ્ઞાન હોય ત્યાં
કષાય છૂપાઈ શકતો નથી, અલ્પ હોય તે પ્રગટ થઇને નાશી જાય છે–એટલે જ્ઞાન
પોતે વૈરાગ્યની મસ્તીને ઓળખે છે....અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતું
નથી પણ બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં જ્ઞાનને ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું
જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે; પણ જ્ઞાનવગરના જીવને તે જીવન નીરસ
જેવું લાગવા પણ સંભવ છે કેમકે તેનામાં જ્ઞાનને અને વૈરાગ્યની મસ્તીને
પારખવાની તાકાત નથી....જ્ઞાન પોતે વૈરાગ્યસ્વરૂપ છે. જ્ઞાનની સર્વ મસ્તી
વૈરાગ્યથી જ ભરપૂર છે...

PDF/HTML Page 26 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૧૯ઃ
જો જીવનમાં જ્ઞાનમસ્તીનો પરમ શાંત રસ ન અનુભવાય અને ખેદ કે નિરસતા
લાગે તો સમજવું કે ત્યાં સત્ય જ્ઞાન વૈરાગ્ય નથી.
જ્ઞાન અને વૈરાગ્યની મસ્તીઓ સદા જીવનને જાગૃતીમય રાખે છે–પણ
કદાપી જીવનમાં મૂંઝારો આવવા દેતી નથી. જ્ઞાનીના જીવનના દરેક પ્રસંગો જ્ઞાન
અને વૈરાગ્યથી જ ભરપૂર છે. જ્ઞાન છે તે સુખને સાધે છે–અને વૈરાગ્ય છે તે
દુઃખને દૂર કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય એટલે સર્વજ્ઞતા અને વીતરાગતાના
સાધકો....
નિરપેક્ષ તત્ત્વની શ્રદ્ધાને કોઇનું અવલંબન નથી. નિરપેક્ષ તત્ત્વની શ્રદ્ધા
‘જ્ઞાનના ઉઘાડની’ અપેક્ષા પણ રાખતી નથી અને દ્રવ્ય તરફ ઢળતા વિકલ્પની અપેક્ષા
પણ તે શ્રદ્ધા રાખતી નથી. જ્ઞાનનો ઉઘાડ અને વિકલ્પ એ બન્નેની ઉપેક્ષા કરીને
નિરપેક્ષ દ્રવ્યમાં એકાકાર થનારી શ્રદ્ધા તે જ સાચી શ્રદ્ધા છે. જ્યાંસુધી કાંઇ પણ
અપેક્ષાનું લક્ષ હશે ત્યાંસુધી નિરપેક્ષતત્ત્વ પ્રતીતમાં નહિ આવે. નિરપેક્ષતત્ત્વ તે સંપૂર્ણ
સ્વાધીન છે–સર્વેની અપેક્ષાથી પાર છે–એ તત્ત્વની પ્રતીતમાં અનંત પુરુષાર્થ છે.
જગતના બધાય પદાર્થોની ઉપેક્ષા કરીને એક સ્વ તત્ત્વને નિરપેક્ષપણે પ્રતીતમાં લેવું તે
જ સમ્યગ્દર્શન છે.
जस्स द्रढा जिणभत्ति तस्स भयं णत्थि संसारे।।
જે પુરુષને જિનેન્દ્રભગવાનમાં દ્રઢ ભક્તિ છે તેને
સંસારમાં ભય નથી....કેવી છે તે ભક્તિ? સંસાર
પરિભ્રમણના ભયરૂપ સંવેગથી ઉપજેલી છે, મિથ્યાત્વાદિ
શલ્યથી રહિત છે, મેરુપર્વત સમાન નિષ્કંપ છે; આવી
જિનભક્તિ જેને થઇ તેને સંસારનો અભાવ જ થયો.
(ભગવતી આરાધના પૃ. ૩૦૨)

PDF/HTML Page 27 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨૦ઃ વૈશાખ સુદ ૨
“જ”
[અનેકાન્તમાં જ નું સ્થાન]
ક્યારે અમૃત....ને ક્યારે ઝેર?
જ્યારે વસ્તુનું કોઈ એક નયની અપેક્ષાએ કથન કરવામાં આવે ત્યારે તેમાં
“એમજ છે” એવું કથન થાય છે. જેમકે “સ્વની અપેક્ષાએ આત્મા અસ્તિરૂપ જ
છે”. પરંતુ સ્વ અપેક્ષાએ આત્મા કથંચિત્ અસ્તિરૂપ છે–એમ કહેવાય નહિ. કોઇ
કહે છે કે સ્યાદ્વાદમાં ‘જ’ હોય નહિ–તો એમ નથી, સ્યાદ્વાદમાં પણ જ્યારે કોઇ
એક ખાસ અપેક્ષાથી કથન કરવું હોય ત્યારે તેમાં ‘જ’ લાગુ પડે છે. જેમકે દ્રવ્ય
અપેક્ષાએ જીવ નિત્ય જ છે ને પર્યાય અપેક્ષાએ તે અનિત્ય જ છે. જીવ, સ્વભાવ
અપેક્ષાએ અસ્તિરૂપ જ છે ને પર્યાય અપેક્ષાએ નાસ્તિરૂપ જ છે. તેમાં ‘જ’ હોવા
છતાં તે સ્યાદ્વાદનું કથન છે, તે કાંઇ એકાંતવાદ થઇ જતું નથી.
જેમ જીવ તે જીવપણે છે જ ને અજીવપણે નથી જ. તથા અજીવ તે અજીવપણે છે
જ ને જીવપણે નથી જ એમ અસ્તિ–નાસ્તિમાં ‘જ’ દ્વારા તેનો નિર્ણય થાય છે. તેમ
નિશ્ચય વ્યવહારમાં પણ છે કે–જે નિશ્ચય છે તે નિશ્ચયપણે જ અસ્તિ છે ને વ્યવહારપણે
તે નથી જ, તથા જે વ્યવહાર છે તે વ્યવહારપણે જ અસ્તિરૂપ છે ને નિશ્ચયપણે તે
નાસ્તિરૂપ જ છે, અસત્ જ છે.
હવે જે વ્યવહાર પોતે નિશ્ચયપણે અસત્ જ છે તે વ્યવહાર નિશ્ચયનું કારણ
કેમ થાય? ન જ થાય! વ્યવહાર વ્યવહારપણે પણ કથંચિત્ સત્ છે ને વ્યવહાર તે
નિશ્ચય–

PDF/HTML Page 28 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૨૧ઃ
પણે પણ કથંચિત્ સત્ છે–એમ નથી. પણ ‘જ’ વસ્તુસ્થિતિનો નિર્ણય કરાવે છે કે
નિશ્ચય તે નિશ્ચયપણે જ સત્ છે, અને વ્યવહાર વ્યવહારપણે જ સત્ છે. એટલે બન્નેની
એકબીજામાં ભેળસેળ નથી.–બન્નેની એકતા નથી. જેમ જીવ અને અજીવ એકબીજાપણે
નથી. તેથી બન્નેનું કાર્ય પણ જુદું છે. એ જ રીતે ઉપાદાન નિમિત્તમાં પણ સમજવું,
ઉપાદાન ઉપાદાનપણે અસ્તિરૂપ જ છે, તે નિમિત્તપણે નથી જ; નિમિત્ત નિમિત્તપણે
અસ્તિરૂપ જ છે ને ઉપાદાનપણે નથી જ. એટલે બન્નેને એકતા નથી, બન્ને જુદા છે,
બન્નેનું કાર્ય પણ જુદું છે. આમ ‘જ’ હોવા છતાં તેમાં એકાન્તવાદ વિષ નથી પણ
સ્યાદ્વાદરૂપ અમૃત વડે તે વિષ દૂર થઇ ગયું છે.
આત્મા એકાંત નિત્ય જ છે, ને પર્યાયપણે પણ અનિત્ય નથી એમ જો માને
તો તેમાં સ્યાદ્વાદરૂપ અમૃત વગરનો ‘જ’ આવે તે ઝેર છે. પણ આત્મા નિત્ય જ
છે, સ્યાત્ એટલે કે દ્રવ્ય અપેક્ષાએ; એમ જો સ્યાદ્વાદ અનુસાર કહેવામાં આવે તો
તેમાં ‘જ’ હોવા છતાં એકાંતરૂપ ઝેર નથી પણ તે તો યથાર્થ વસ્તુ સ્થિતિનો
નિર્ણય કરાવનાર અમૃત છે. આ રીતે સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિનો યથાર્થ
નિર્ણય કરનાર જીવને પોતામાં મિથ્યાત્વરૂપ વિષ દૂર થઇને સમ્યગ્જ્ઞાનરૂપ અમૃત
પ્રગટે છે.
ઇન્દ્રિયવિષય–કષાયરૂપ દુર્દમ અશ્વ, વૈરાગ્યરૂપી
લગામથી અને ધ્યાનરૂપી ચાબુકથી વશીભૂત થાય છે.
ઇન્દ્રિય વિષયકષાયરૂપ સર્પને કઇ રીતે રોકવો?–કે
ધ્યાનરૂપી ઔષધવડે અને વૈરાગ્યરૂપ મંત્રવડે ઇન્દ્રિય
વિષય–કષાયરૂપ સર્પને રોકી શકાય છે.
(ભગવતી આરાધના પૃ. ૨૪૯)

PDF/HTML Page 29 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨૨ઃ વૈશાખ સુદ ૨
ચાલો દાદાને દરબાર
( સો રાજકુમારની વાર્તા)
‘જૈન બાળપોથી’ પછીના હવે પછી તૈયાર થનાર
બાલસાહિત્યનો એક નમૂનો અહીં આપ્યો છે. બાળકો,
આ વાર્તામાં જીવ અને અજીવ વસ્તુની સમજણ
આપવામાં આવી છે, તે તમે સમજજો....અને એ
રાજકુમારોના જીવનનો આદર્શ તમારા જીવનમાં
ઉતારજો.
(૧)
ઋષભદેવ ભગવાનના જમાનાની આ વાત છે. આજથી લાખો–કરોડો ને
અબજો કરતાંય વધુ વર્ષો પહેલાં ભગવાન ઋષભદેવ આ ભરતભૂમિમાં વિચરતા હતા.
તે વખતે તેમના પુત્ર ભરત ચક્રવર્તી આ ભરતક્ષેત્ર ઉપર રાજ્ય કરતા હતા. તે વખતે
જૈનધર્મની ઘણી જાહોજલાલી હતી ને ઘર્મકાળ વર્તતો હતો. અનેક કેવળીભગવંતો,
સંતમુનિઓ અને ધર્માત્માઓ આ ભૂમિમાં વિચરતા હતા.
ભરત મહારાજાને ઘણા પુત્રો હતા; તે બધાનું રૂપ ઇન્દ્રને પણ આનંદ
ઉપજાવનારું હતું. પરંતુ બાળકો, એ ધ્યાન રાખજો કે તે રૂપ તો શરીરનું છે, આત્માની
શોભા તેનાથી નથી, આત્માની શોભા તો ધર્મથી છે. ભરતના રાજકુમારો ધર્મી હતા,
આત્માને જાણનારા હતા, વળી તે રાજકુમારો મોક્ષમાં જનારા હતા.
(૨)
એકવાર નાની ઉમરના ૧૦૦ રાજકુમારો વનમાં રમવા ગયા; ત્યાં ગેડી–દડાની
રમત રમતા હતા. જેમ અજ્ઞાનને લીધે જીવ સંસારની ચાર ગતિમાં આમથી તેમ રઝળે
છેે તેમ, રમતમાં ગેડીના ફટકાથી દડો ચારે દિશામાં ઊછળતો હતો, એ રમનારા બાળકો
તો જ્ઞાની અને વૈરાગી હતા. તેથી રમતમાંથી પણ એવું જ્ઞાન મેળવતા હતા કે–

PDF/HTML Page 30 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૨૩ઃ
‘અરે, આ સંસારમાં મોહરૂપી ગેડીનો માર ખાઈખાઈને દડાની માફક ખૂબ
ભટકયા; હવે તો આત્મસાધન પૂરું કરીને ઝટ આ સંસારથી છૂટીએ. શ્રી ઋષભદાદા તો
કેવળજ્ઞાન સહિત તીર્થંકરપદે બિરાજે છે, પિતાજી પણ આ ભવે મોક્ષ પામવાના છે,
આપણે પણ ઝટ ઝટ આ ભવમાં મુક્તિ પામીને ભગવાન થવું છે.’
વાહ! નાનકડા બાળકો રમત વખતે પણ કેવી સુંદર ભાવના કરતા હતા.
(૩)
રમત પૂરી થયા પછી ત્યાં બેઠા બેઠા બધા કુમારો ધર્મચર્ચા કરતા હતા. સૌથી
મોટા કુંવરનું નામ રવિકીર્તિરાજ હતું, ને નાના કુંવરનું નામ સૂર્યરાજ હતું, તેને ચર્ચાનો
એવો શોખ હતો કે આખો દિવસ ધર્મચર્ચા કરે તોય થાકે નહિ. મોટાભાઈ તેને પ્રશ્ન
પૂછતા હતા, તેના તે જવાબ આપતો હતો; ને બીજા કુમારો તે સાંભળતા હતા.
રવિકીર્તિઃ– આ ગેડીદડાની રમતમાંથી આપણને કેટલું સુખ મળ્‌યું?
સૂર્યરાજઃ– એમાંથી આપણને સુખ મળે નહિ.
રવિકીર્તિઃ– એ રમતમાં આપણને આનંદ તો આવ્યો?
સૂર્યરાજઃ– એ તો રાગનો આનંદ હતો, કાંઇ આત્માનો સાચો આનંદ તે ન હતો.
રવિકીર્તિઃ– ગેડીદડામાંથી સુખ કેમ ન આવે?
સૂર્યરાજઃ– કેમ કે તે વસ્તુમાં સુખ જ નથી.
રવિકીર્તિઃ– તો સુખ ક્યાં છે?
સૂર્યરાજઃ– સુખ તો જીવમાં છે.
રવિકીર્તિઃ– જીવ અને ગેડીદડો એમાં શું ફેર છે?
સૂર્યરાજઃ– જીવમાં જ્ઞાન છે, અને ગેડીદડામાં જ્ઞાન નથી.
રવિકીર્તિઃ– તો શું આ જગતમાં બે જાતની વસ્તુઓ છે?
સૂર્યરાજઃ– હા; એક જ્ઞાનવાળી, અને બીજી જ્ઞાન વગરની, એમ બે જાતની
વસ્તુઓ છે. જ્ઞાનવાળી જે વસ્તુ હોય તેને ‘જીવ’ કહેવાય છે. અને
જ્ઞાન વગરની જે વસ્તુ હોય તેને ‘અજીવ’ કહેવાય છે.
રવિકીર્તિઃ– જીવ વસ્તુમાં જ્ઞાન સિવાય બીજું કાંઇ છે?

PDF/HTML Page 31 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨૪ઃ વૈશાખ સુદ ૨
સૂર્યરાજઃ– જીવમાં જ્ઞાન સાથે સુખ છે, અસ્તિત્વ છે, દર્શન છે; એવા તો પાર
વગરના ગુણો તેમાં રહેલા છે.
રવિકીર્તિઃ– આ ગેડીદડો તો અજીવ વસ્તુ છે, તેનામાં જ્ઞાન નથી, તો બીજું કાંઇ
તેનામાં હશે?
સૂર્યરાજઃ– હા. જીવ કે અજીવ દરેક વસ્તુમાં ગુણોનો સમૂહ હોય છે. ગુણોના
સમૂહને જ વસ્તુ કહેવાય છે.
(૪)
ચર્ચા સાંભળીને બધા રાજકુમારો બહુ ખુશી થયા અને કહેવા લાગ્યા કેઃ વાહ!
આજે જીવ અને અજીવની બહુ સરસ ચર્ચા થઈ. અનંગરાજ! હવે તમે આખી ચર્ચાનો
સાર ટૂંકમાં કહો.
અનંગરાજ કહેવા લાગ્યાઃ
જેનામાં ગુણોનો સમૂહ હોય તેને વસ્તુ કહેવાય છે.
વસ્તુઓ બે જાતની છે–એક જીવ ને બીજી અજીવ.
જીવ વસ્તુમાં જ્ઞાન ને સુખ હોય છે.
અજીવ વસ્તુમાં જ્ઞાન કે સુખ હોતું નથી.
જીવને ઓળખવો નહિ ને અજીવ વસ્તુને પોતાની માનવી તે અજ્ઞાન છે;
તે અજ્ઞાનને લીધે, આ દડાની માફક જીવ ચાર ગતિમાં જ્યાં ત્યાં ભટકે
છે. માટે દરેક જીવોએ જીવ અને અજીવની ઓળખાણ કરવી જોઇએ.
એ વાત પૂરી થઇને બધા કુંવરો ઘરે જવાની તૈયારી કરવા લાગ્યાઃ એવામાં દૂરથી
એક ઘોડેસ્વારને આ તરફ આવતા જોઈને તેઓ ઊભા રહ્યા.
(પ)
તે ઘોડેસ્વારે નજીક આવીને સમાચાર આપ્યા કે, હસ્તિનાપુરના રાજા
જયકુમારે ઋષભદેવપ્રભુ પાસે દીક્ષા લીધી અને તેઓ ભગવાનના ગણધર થયા. તે
જયકુમાર ભરતચક્રવર્તીના સેનાપતિ હતા, પોતાના છ વર્ષના કુંવરને રાજતિલક
કરીને તેમણે દીક્ષા લઇ લીધી. ચક્રવર્તીનું પ્રધાનપદ છોડીને હવે તીર્થંકર ભગવાનના
પ્રધાન થયા.

PDF/HTML Page 32 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૨પઃ
ઘોડેસ્વાર પાસેથી એ સમાચાર સાંભળીને સૌએ કુમારોને એકદમ આશ્ચર્ય થયુંઃ
‘અહો, તેનું જીવન ધન્ય છે’ એમ કહીને તેને દૂરથી નમસ્કાર કર્યા; અને બધાય કુમારો
મનમાં ને મનમાં દીક્ષા લેવાનો વિચાર કરવા લાગ્યા, ને તે માટે ભગવાનના દરબાર
તરફ જવા લાગ્યા. આ બધાય કુમારો હજી કુંવારા છે, મહાન રાજવૈભવ તેમને મળ્‌યો છે
પણ તે ભોગવવાની લાલસા નથી; તેઓને તો મુક્તિ લેવાની ભાવના છે અને તે માટે
દીક્ષા લેવાને તૈયાર થયા છે, ને નીચે મુજબ ભાવના ભાવતાં ભાવતાં ઋષભદેવપ્રભુના
ધર્મદરબાર તરફ તેઓ જઈ રહ્યા છેઃ–
ચાલો દાદાને દરબાર....ચાલો પ્રભુને દરબાર....
પ્રભુની વાણી છૂટે છે....આત્મસ્વરૂપ દેખાડે છે...
સ્વરૂપ સમજતાં આનંદ થાય....એમાં ઠરતાં મુક્તિ થાય...
ચાલો દાદાને દરબાર....
ચાલો પ્રભુને દરબાર....
અનંતગુણનો હું ભંડાર....મારા મુક્તિમાં ઘરબાર....
મને ગમે નહિ સંસાર....મારે જાવું પેલે પાર....
ચાલો દાદાને દરબાર....
ચાલો પ્રભુને દરબાર....
સોએ રાજકુમાર દીક્ષા લેવા માટે ઋષભદાદાના દરબારમાં પહોંચ્યા; અને પ્રભુજી
પાસે દીક્ષા લઇને મુનિ થયા. શાસ્ત્રમાં આ સો રાજકુમારોના દીક્ષા પ્રસંગનું એવું
અદ્ભૂત વર્ણન આવે છે કે આત્માર્થી જીવને તો તે વાંચતાં ઊંડી વૈરાગ્ય ભાવનાઓ
જાગે છે, દીક્ષા લીધી પછી તે ૧૦૦ કુમાર–મુનિઓ આત્મધ્યાનમાં મગ્ન થયા; કેટલાક
વખત સુધી આત્મધ્યાનનો અભ્યાસ કરતાં તેઓને કેવળજ્ઞાન પ્રગટ થયું; તેઓ બધાય
મુક્તિ પામ્યા, ને ભગવાન થયા.
બાળકો, જીવ અને અજીવ વસ્તુની સાચી ઓળખાણપૂર્વકના વૈરાગ્યનું
આ ફળ છે, માટે તમે જીવ અને અજીવ વસ્તુને બરાબર ઓળખજો
અને આ વૈરાગી રાજકુમારોના આદર્શને તમારા જીવનમાં ઉતારજો.

PDF/HTML Page 33 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨૬ઃ વૈશાખ સુદ ૨
અમૃતનો અનુભવ
(પ્રવચનસાર ગા–૧૧પ ના પ્રવચનમાંથી)
ભાઈ, તું તારામાં....પર પરમાં, સૌ વ્યવસ્થિતપણે પોતપોતાના સ્વરૂપમાં
સત્તપણે રહેલાં છે, કોઇ કોઇમાં ડખલગીરી કરી શકતું નથી.
સ્વ સ્વમાં....ને પર પરમાં....એવું ભિન્નપણું જાણનાર જીવ શાંતિનો અનુભવ
પરમાં શોધતો નથી પણ સ્વ સન્મુખ થઇને પોતામાં જ શાંતિ અનુભવે છે. પરમાં જે
જીવ શાંતિ શોધે તેને શાંતિનો અનુભવ થઇ શકતો નથી, કેમકે આ જીવની શાંતિ
પરમાં નથી.
જીવ પોતે પરરૂપે અસત્ છે–છતાં ત્યાં પણ જાણે પોતાની સત્તા હોય–એમ
માનીને જે તેનો કર્તા થવા જાય છે તે પોતાના સત્ને ભૂલીને અસત્ને સેવે છે એટલે કે
મિથ્યામાન્યતાને સેવે છે.
‘અનેકાન્ત’ તેને સમજાવે છે કે રે ભાઈ! તારું સત્ તારામાં ને પરનું સત્
પરમાં; તારી સત્તામાં પર નથી ને પરની સત્તામાં તું નથી. તો પર તારામાં શું કરે?
આમ સ્વપરની ભિન્નભિન્ન સત્તાને જાણીને તું તારા સત્ સ્વરૂપમાં રહે. સત્ની શ્રદ્ધા,
સત્નું જ્ઞાન, ને સત્માં રમણતા એમ કરતાં તારા સત્માંથી કેવળજ્ઞાન જ્યોત ઝબકી
ઉઠશે. આનંદનો પ્રવાહ તારા સત્માંથી વહેશે. તારું બધું તારામાંથી આવશે. પરમાંથી
તારે કાંઇ લેવું પડે તેમ નથી.
જગત આખાને તું જાણ ખરો,–એવું તારું સામર્થ્ય છે. પણ તે સામર્થ્ય વડે પરમાં
તું કાંઇ કરી શકે નહી. કેમકે તારું સામર્થ્ય પરમાં નથી;–તારું અનંત અચિંત્ય બેહદ
સામર્થ્ય હોવા છતાં તે સામર્થ્ય તારામાં જ સમાય છે.
જડના એકેક રજકણમાં તેના સ્વરૂપનું અનંત સામર્થ્ય છે, જગતમાં કોઇની
તાકાત નથી કે તેના સ્વરૂપને બીજી રીતે કરી શકે! જડનું સ્વરૂપ જડથી પરિપૂર્ણ છે.
જીવનું સ્વરૂપ જીવથી પરિપૂર્ણ છે. ભાઈ તારું સ્વરૂપ જ્યાં તારાથી જ પરિપૂર્ણ છે ત્યાં
બીજા કોની સામે તારે જોવું છે? કોની પાસેથી તારે મદદ લેવી છે? છોડી દે એ
પરાશ્રયની બુદ્ધિ! ને અંર્તમુખ થઇને તારા પૂર્ણ સ્વરૂપનો આશ્રય કર. તેના આશ્રયે
તને તારા સ્વરૂપના આનંદનું અચિંત્ય અમૃત અનુભવાશે.

PDF/HTML Page 34 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૨૭ઃ
“જૈન–સન્દેશ”
(ભગવાનનો સંદેશ, ભગવાનના તેડા)
જેમ કોઈ સ્ત્રીનો પતિ પરદેશમાં હોય ને ત્યાંથી તેનો સંદેશ આવે તો કેવી
હોંશથી તે વાંચે છે, તેમ આ ધર્મપિતા ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ સીમંધર પરમાત્મા
વિદેહદેશમાં બિરાજે છે તેમનો સંદેશ છે, કુંદકુંદાચાર્યદેવ ત્યાં જઇને ભગવાનનો
સંદેશો લાવ્યા છે, ભગવાનનો કાગળ લાગ્યા છે. તેમાં ભગવાનનો એવો સંદેશો છે
કે–હે જીવ! જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છે, જેવો અમારો આત્મા છે તેવો જ તારો
આત્મા છે. એ શુદ્ધ દ્રવ્યગુણપયાર્યપણે તારા આત્માને ઓળખ તો તને સમ્યગ્દર્શન
થાય અને તારા મોહનો ક્ષય થઇ જાય! અમે એ રીતે મોહનો ક્ષય કર્યો છે ને એ
રીતે મોહક્ષય કરીને તું પણ અમારા પંથે અમારા દેશમાં ચાલ્યો આવ! આમ
ભગવાનના સંદેશ આવ્યા છે (આમ ભગવાનના તેડા આવ્યા છે)
જુઓ, આ જૈન સન્દેશ! રાગથી ધર્મ થાય એવો ભગવાનનો સન્દેશ નથી એટલે
કે જૈન સન્દેશ નથી. ભૂતાર્થ સ્વભાવરૂપ એવો જે શુદ્ધ આત્મા તેના જ આશ્રયે
સમ્યક્દર્શનજ્ઞાનચારિત્ર છે, માટે તેનો આશ્રય કરો એવો ભગવાનનો સંદેશ છે. તે જ
જૈનસન્દેશ છે.
સાધક જીવને પોતાના સ્વરૂપની લગની લાગી
છે, તે સ્વરૂપલગનીના મંડપમાં સિદ્ધભગવંતોને આમંત્રે
છે કે હે સિદ્ધભગવંતો! મારી મુક્તિના મંગલ પ્રસંગે
મારા આંગણે મારા ચૈતન્યમંડપમાં પધારો...આપના
પધારવાથી મારા મંડપની (–મારા શ્રદ્ધા–જ્ઞાનની)
શોભા વધશે.
–વૈશાખ સુદ બીજના પ્રવચનમાંથી

PDF/HTML Page 35 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨૮ઃ વૈશાખ સુદ ૨
સ્વજ્ઞેયરૂપ આત્માનું વર્ણન
શ્રી પ્રવચનસારની ૧૭૨ મી ગાથામાં ‘અલિંગગ્રહણ’ ના
વીસ અર્થોથી અસાધારણ લક્ષણદ્વારા સ્વજ્ઞેયરૂપ આત્મા
ઓળખાવ્યો છે. તેના ઉપરના પ્રવચનોમાંથી મહત્વનો
સારભાગ અહીં આપવામાં આવ્યો છે. અહા,
દ્રવ્યાનુયોગનું દોહન કરીને સંતોએ સ્વજ્ઞેયનો સાક્ષાત્કાર
કરાવ્યો છે.
આત્માને જાણવાનું અસાધારણ ચિહ્ન શું છે એમ જિજ્ઞાસુ શિષ્યનો પ્રશ્ન છે. તેને
આચાર્યદેવ આ ૧૭મી ગાથામાં અસાધારણ ચિહ્ન બતાવીને આત્માનું પરમાર્થસ્વરૂપ
ઓળખાવે છે.
આત્મા અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે, તે ઇન્દ્રિયો વડે જાણવાનું કામ કરતો નથી.
ઇન્દ્રિયોવડે જાણે તે આત્મા–એમ ઓળખે તો ઇન્દ્રિયથી ભિન્ન આત્માનું પરમાર્થસ્વરૂપ
ઓળખાતું નથી. ઇન્દ્રિયોથી તો આત્મા અત્યંત જુદો છે એમ ભેદજ્ઞાન કરાવીને
અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા ઓળખાવ્યો છે.
વળી જ્ઞેયરૂપ એવો જે આત્મા તે ઇન્દ્રિયોવડે જણાતો નથી. ઇન્દ્રિયોના
અવલંબનવાળું જ્ઞાન આત્માને જાણી શકતું નથી. ચિદાનંદસ્વભાવમાં અંતર્મુખ થઇને
અતીન્દ્રિય થયેલું જ્ઞાન જ આત્માને જાણી શકે છે.
વળી ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા ઇન્દ્રિયગમ્ય કોઇ ચિહ્નોવડે પણ સ્વજ્ઞેય થતો
નથી. અતીન્દ્રિય આત્મા ઇન્દ્રિય–ચિહ્નોવડે કેમ જણાય?
વળી બીજા જીવો એકલા અનુમાનવડે આત્માને જાણી લ્યે એવો પણ આત્મા
નથી. આમાં અદ્ભુત વાત છે. પોતાને સ્વસંવેદન થયા વગર કેવળજ્ઞાની મુનિ કે
ધર્મી વગેરે સામા આત્માની ઓળખાણ યથાર્થ થઇ શકતી નથી. અહા, ચૈતન્યની
અચિંત્ય કિંમત કેમ થાય તેની આ વાત છે. રાગથી જરા જુદો પડીને, જ્ઞાનસ્વરૂપી
આત્માનો નિર્ણય કરે

PDF/HTML Page 36 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૨૯ઃ
ત્યારે જ સ્વ–પર આત્માની વાસ્તવિક ઓળખાણ થાય; અને જેને એવી ઓળખાણ
થાય તેને દેવ–ગુરુ વગેરે ઉપર અપૂર્વ પ્રમોદ જાગે. ઓળખાણ વગર ખરો પ્રમોદ ક્યાંથી
આવે?
બાર અંગનું રહસ્ય આત્માના સ્વસંવેદનમાં સમાય છે. સ્વસંવેદન વગર બાર
અંગનું રહસ્ય સમજાય નહિ. બાપુ, ચૈતન્યના રહસ્ય ઊકેલવા માટે તો કેટલી અપૂર્વ
પાત્રતા હોય? પોતાના આત્માને સ્વસંવેદનથી જાણ્યા વગર બીજા આત્માનું અનુમાન
પણ સાચું થઇ શકતું નથી. સ્વસંવેદન વગર બધું જાણપણું કે ક્રિયાકાંડ તે થોથેથોથાં છે.
ઇન્દ્રિયોદ્વારા કે વિકલ્પોદ્વારા જાણનારો નહિ પણ પ્રત્યક્ષ જ્ઞાનવડે જાણનારો એવો
ભગવાન આત્મા છે. આવો ઉપયોગ તે આત્માનું અસાધારણ ચિહ્ન છે–તેને ઓળખતાં
આત્મા ઓળખાય છે.
આત્માની શાંતિના વેદનનો, નિર્વિકલ્પરસ પીવાથી ઉપાય આ છે કે
ઉપયોગલક્ષણને અંતરમાં વાળીને ચૈતન્યમાં એકાકાર કરવું. ઉપયોગ અંતરમાં વળીને
એકત્ર થયો ત્યાં કોઇ બીજા વડે તે હણાતો નથી. જે ઉપયોગ રાગથી જુદો પડીને
ચૈતન્યમાં ઠર્યો તે ઉપયોગ કદી રાગાદિ પરભાવોમાં એકાકાર થતો નથી, એટલે
રાગાદિવડે તે હણાતો નથી; રાગ તેના જ્ઞેયપણે રહે છે, પણ તે રાગને જાણતાં ઉપયોગ
હણાતો નથી.
સાધકનું જ્ઞાન ભલે અધૂરું હોય પરંતુ તે જ્ઞાન રાગથી જુદું પડીને ચૈતન્યમાં
એકાકાર થયેલું છે. એટલે તેનો ઉપયોગ ચૈતન્યને જ અભિનંદતો થકો વૃદ્ધિગત જ થયા
કરે છે, તે કોઇથી હણાતો નથી. આવા ઉપયોગસ્વરૂપ આત્માને ઓળખે તો જ તેની
વાસ્તવિક ઓળખાણ થાય છે, ને શાંતિનું વેદન થાય છે.
આવા ઉપયોગસ્વરૂપે આત્માને ઓળખવો તે સર્વજ્ઞ વીતરાગે કહેલો ધર્મ છે.
એવી ઓળખાણ કરીને ઉપયોગને અંતરમાં વાળતાં શાંત–નિર્વિકલ્પરસ પીવાય છે, ને
તેમાં અતીન્દ્રિય આનંદ વેદાય છે. અતીન્દ્રિય જ્ઞાન વગર અતીન્દ્રિય આનંદ વેદાય નહિ.
રાગથી જુદા પડીને અંતરમાં વળેલા મતિશ્રુત જ્ઞાન પણ અતીન્દ્રિય છે, ને તેમાં
અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે.
જુઓ, આ શાંતિના રસ્તા! પણ જીવ શાંતિનો સાચો રસ્તો ભૂલીને, રાગના
રસ્તે ચડી ગયો, એટલે હતો ત્યાં ને ત્યાં રહે છે, રાગમાં દોડી દોડીને ગમે તેટલો દોડે
પણ સંસારમાં જ રહે છે, ઉપયોગને અંતરમાં વાળીને રાગથી જુદો પડયા વગર મોક્ષના
પંથ હાથ આવે તેમ નથી ને સંસારથી બહાર નીકળાય તેમ નથી.

PDF/HTML Page 37 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૩૦ઃ વૈશાખ સુદ ૨
જેમ એક ગામથી બીજા ગામ જવું હોય, ત્યાં અંધારામાં માર્ગ ભૂલે ને ઘણું
દોડી દોડીને પાછા હતા ત્યાં ને ત્યાં જ આવીને ઊભા રહે, તેમ સંસારમાંથી મોક્ષમાં
જવું હોય તો તેનો આ રાહ છે કે ઉપયોગને અંતરમાં વાળવો. તેને બદલે અજ્ઞાનથી
રસ્તો ભૂલે ને રાગના રસ્તે ચડી જાય–ઉપયોગને રાગમાં જોડી દ્યે. પછી રાગના
રસ્તે ગમે તેટલું દોડે, ગમે તેટલી શુભરાગની ક્રિયાઓ કરે ને પછી પૂછે કે ક્યાં
સુધી પહોંચ્યા?–તો જ્ઞાની કહે કે ભાઈ, તું હતો ત્યાં ને ત્યાં જ છો, સંસારમાં ને
સંસારમાં જ છો, મોક્ષના રાહે તું એક પગલું પણ આવ્યો નથી. તું મોક્ષના રાહ
ભૂલીને સંસારના રાહે ચડી ગયો છો એટલે અનંતકાળ વીત્યો તોપણ તું સંસારમાં
ને સંસારમાં જ છો. ભાઈ, મોક્ષના રાહ તો ઉપયોગને અંતરમાં વાળ તો જ હાથ
આવે તેમ છે.
ત્યારે ઉપયોગ વિકલ્પથી છૂટો પડીને અંતરમાં વળ્‌યો હોય છે. પછી તે
જ્ઞાનીને વિકલ્પ આવે ને ઉપયોગ તેમાં જોડાય તોપણ તેમાં તેને એકતા થતી નથી,
એકતાબુદ્ધિ તો ચૈતન્યમાં જ રહે છે, તેથી રાગ વખતે પણ જ્ઞાનીનો ઉપયોગ હણાતો
નથી.
રાગ પણ ઉપયોગથી પર છે. તેના વડે જ્ઞાનીનો ઉપયોગ હણાતો નથી–અહો,
આ વાત અંતરના લક્ષ વગર સમજાય તેવી નથી. ધર્મીના ઉપયોગમાં ચૈતન્યની મુખ્યતા
છે, તેમાં રાગનો અભાવ છે, એટલે ધર્મીનો ઉપયોગ રાગથી મુક્ત છે, છૂટો છે,
સ્વસન્મુખ થઇને આવો ઉપયોગ જેને પ્રગટયો છે તે જ ધર્મી છે.
નિશ્ચય અને વ્યવહાર બન્નેને જાણવાથી પ્રમાણજ્ઞાન થાય છે–એ વાત ખરી.
પણ એનો અર્થ એમ નથી કે વ્યવહારના આશ્રયથી લાભ થાય છે. જો વ્યવહારના
આશ્રયથી લાભ માને તો તો નિશ્ચય–વ્યવહારનું પ્રમાણજ્ઞાન થતું જ નથી. આ
અલિંગગ્રહણ આત્માના વર્ણનમાં વ્યવહારનું જ્ઞાન આવી જાય છે ખરું, પરંતુ
વ્યવહારનો આશ્રય છોડાવીને પરમાર્થ શુદ્ધઆત્માનો આશ્રય કરાવ્યો છે. પરમાર્થના
આશ્રયે શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણે ત્યારે પ્રમાણજ્ઞાન થાય અને ત્યારે જ નિશ્ચય–
વ્યવહાર બન્નેનું જ્ઞાન સાચું થાય.
ધર્મીના ધર્મનું ચિહ્ન શું? બહારનું દ્રવ્યલિંગ–દિગંબર શરીર કે પંચમહાવ્રતના
શુભ વિકલ્પો તે ખરેખર ધર્મીના ધર્મનું ચિહ્ન નથી. અંતરમાં ચૈતન્યના નિર્મળ
ઉપયોગરૂપ જે ભાવલિંગ તે જ ધર્મીના ધર્મનું ચિહ્ન છે. ધર્મીજીવ જડ શરીરના ચિહ્નને
કેમ ધારણ

PDF/HTML Page 38 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૩૧ઃ
કરે? ધર્મી જીવ વિકલ્પને કેમ ધારણ કરે? ધર્મી જીવ તો શુદ્ધ ઉપયોગરૂપ પોતાના ધર્મને
જ ધારણ કરે છે, ને તે જ ધર્મીનું ચિહ્ન છે.
અહીં મુનિના ચિહ્નની વાત કરી, તે જ રીતે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પણ વિકલ્પ વડે
કે દેહની ક્રિયારૂપ ચિહ્ન વડે ઓળખાતા નથી. તેમની નિર્મળ પરિણતિરૂપ ચિહ્ન વડે જ તે
ઓળખાય છે. આ આમ બોલે છે, આમ ખાય છે, એમ જુએ પણ તેમની અંતરની દ્રષ્ટિ
અને પરિણતિ શું છે તેને ન ઓળખે તો ધર્મીની ઓળખાણ થતી નથી.
નગ્નદશા કે પંચમહાવ્રત તે ખરેખર મુનિનું ચિહ્ન નથી; પરંતુ એનો અર્થ
એમ નથી કે નગ્નદશાથી કે પંચમહાવ્રતથી વિરુદ્ધ સ્થિતિ ત્યાં હોય. મુનિદશામાં
દ્રવ્યલિંગ તરીકે નિયમથી નગ્નદશા જ હોય ને પંચમહાવ્રત જ હોય,–એવો જ
વ્યવહાર હોય, પણ તે વ્યવહાર કાંઇ ધર્મીનું ચિહ્ન નથી, તે વ્યવહાર છે માટે
મુનિદશા છે–એમ નથી. મુનિદશા તે વ્યવહારના આશ્રયે નથી પ્રગટી, મુનિદશા તો
ચૈતન્યના પરમાર્થસ્વરૂપમાં લીનતાથી જ પ્રગટી છે. એટલે વિકલ્પ કે દેહની દશારૂપ
લિંગથી ધર્મીનું ગ્રહણ એટલે કે ધર્મીની ઓળખાણ થાય નહીં. “આ આત્મા
નિર્મળદશારૂપે પરિણમ્યો છે”–એમ વિકલ્પ ઉપરથી કે તેની દેહની ક્રિયા ઉપરથી
નક્કી થઇ શકતું નથી, પણ તેની અંતરંગ નિર્મળ પરિણતિરૂપ ચિહ્નની ઓળખાણ
વડે જ તે નક્કી થઇ શકે છે.
આ અલિંગગ્રહણના છેલ્લા ત્રણ બોલમાં તો આચાર્ય–ભગવાને દ્રવ્ય–ગુણ–
પર્યાયના ભેદથી પણ પાર એકાકાર ચૈતન્ય વસ્તુનું અદ્ભુત રહસ્ય ખોલ્યું છે. ચૈતન્યના
અનુભવના રહસ્ય જગત પાસે ખુલ્લા મુકીને સંતોએ મહા ઉપકાર કર્યો છે; તેમાંય આ
અલિંગગ્રહણના ૨૦ બોલનું વર્ણન કરીને તો કમાલ કરી છે.
“આ જ્ઞાન તે આત્મા” એવા ગુણભેદના વિકલ્પ વડે આત્માનું ગ્રહણ થતું નથી.
‘જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા’–એવા ગુણભેદના વિકલ્પ દ્વારા,
આત્માનું જ્ઞાન થતું નથી. આત્મામાં અનંતગુણ છે ખરા, પણ ગુણોના ભેદ પાડીને
લક્ષમાં લેવા જાય તો આત્મા અનુભવમાં આવતો નથી;–કેમકે ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા
ગુણભેદના વિકલ્પને સ્પર્શતો નથી.
આ જ્ઞેય અધિકાર છે, તેમાં સ્વજ્ઞેય આત્મા કેવો છે અને તે કઇ રીતે જણાય
તેની આ વાત છે. ચૈતન્યમૂર્તિ આત્મા ઇન્દ્રિયોવડે જાણનારો નથી, ને ઇન્દ્રિયોવડે તે
સ્વજ્ઞેય થતો

PDF/HTML Page 39 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૩૨ઃ વૈશાખ સુદ ૨
નથી. એ જ રીતે એકલા વિકલ્પવડે કે અનુમાનવડે પણ તે જણાય તેવો નથી, ને તે
પોતે પણ એકલા અનુમાનથી જાણનારો નથી. પ્રત્યક્ષ જ્ઞાતા એવો આત્મા છે, તે
સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક જ જણાય તેવો છે.
હવે એવું સ્વસંવેદન ક્યાંથી આવે? સ્વસંવેદનરૂપ જ્ઞાન–ઉપયોગ આત્મા
ક્યાંય બહારથી નથી લાવતો, એ તો અંતરમાંથી જ પ્રગટે છે. અંતરજાગૃતિ તરફ
વળ્‌યા વગર આ વાત કોઇ રીતે બેસે તેવી નથી. અને અંતરની જાગૃતિ થઇને જે
સ્વસંવેદન થયું, જે ઉપયોગ પ્રગટયો, તેને કોઇ હણી શકતું નથી. આવો ઉપયોગ તે
આત્માનું ચિહ્ન છે.
જુઓ આ આત્માનું અસાધારણ સ્વલક્ષણ છે. આ લક્ષણવડે આત્માને
સમસ્ત પરદ્રવ્યોથી જુદો પાડી શકાય છે. આવા સ્વલક્ષણથી ઓળખે તો જ
આત્માને ઓળખ્યો કહેવાય અને તો જ આત્મા પરદ્રવ્યના સંપર્કથી છૂટીને મુક્તિ
પામે. પણ જો રાગાદિ લક્ષણવડે કે દેહાદિ લક્ષણવડે આત્માને ઓળખે તો પરથી
ભિન્ન શુદ્ધ આત્મા ઓળખતો નથી; રાગાદિ તો પરમાર્થ પરજ્ઞેય છે, તેના ચિહ્નવડે
સ્વજ્ઞેય જણાય નહીં.
એકલી પર્યાયના ગ્રહણવડે એટલે કે પર્યાયના જ્ઞાનવડે આખો આત્મા સ્વજ્ઞેય
થતો નથી. નિર્મળ પર્યાય પ્રગટી તે જોકે આત્મામાં અભેદ થઇ છે, ને તેણે સ્વજ્ઞેયને
જાણ્યું છે, પરંતુ શુદ્ધદ્રવ્યમાંથી નિર્મળ પર્યાયનો ભેદ પાડીને લક્ષમાં લ્યે તો ત્યાં અખંડ
શુદ્ધદ્રવ્ય સ્વજ્ઞેય થતું નથી. માટે તે શુદ્ધદ્રવ્ય પર્યાય–વિશેષથી આલિંગિત નથી–એમ કહ્યું.
શુદ્ધદ્રવ્ય અને શુદ્ધપર્યાય બન્ને થઇને આખું સ્વજ્ઞેય છે. આત્મદ્રવ્ય પરદ્રવ્યોથી તો
આલિંગિત નથી, રાગથી પણ આલિંગિત નથી, અને નિર્મળ પર્યાય પ્રગટી તે પર્યાયના
ભેદવડે પણ શુદ્ધદ્રવ્ય આલિંગિત નથી.
ચૈતન્યચિહ્નમાંથી પરદ્રવ્ય તો ક્યાંય જુદા રહ્યા, રાગાદિ અશુદ્ધતા તો કાઢી
નાખી, પરાવલંબી ઉપયોગ પણ કાઢી નાખ્યો, ને છેવટે સ્વસંવેદનથી પ્રગટેલી
નિર્મળપર્યાય તેના ભેદને પણ કાઢી નાખે છે, પ્રગટેલી નિર્મળપર્યાય ઉપર લક્ષ
રાખીને આખા આત્માને સ્વજ્ઞેય બનાવી શકાતો નથી. એટલે એકલી પર્યાયના
જ્ઞાનવડે તેનું ગ્રહણ થતું નથી–માટે આત્મા અલિંગગ્રહણ છે.

PDF/HTML Page 40 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૩૩ઃ
શું આખી ધ્રુવવસ્તુ એક સમયની પર્યાય જેટલી જ છે? જો એમ હોય તો તો
પર્યાયનો નાશ થતાં ધ્રુવવસ્તુનો પણ નાશ થઇ જાય છે!–પરંતુ એમ નથી; માટે એક
સમયની પર્યાયના ગ્રહણવડે (તેના જ્ઞાનવડે) આખા આત્માનું ગ્રહણ (જ્ઞાન) થતું
નથી. તો કઇ રીતે તેનું ગ્રહણ થાય? કે દ્રવ્ય–ગુણ–પર્યાયથી અભેદરૂપ જે અખંડ સ્વજ્ઞેય
તેની સન્મુખતા વડે જ તેનું ગ્રહણ થાય છે. જ્ઞાનગુણની પર્યાય હો, કે શ્રદ્ધા વગેરે કોઇ
પણ ગુણની પર્યાય હો, તે પર્યાયવિશેષથી એટલે પર્યાયના ભેદ પાડીને લક્ષમાં લેતાં શુદ્ધ
આત્મા સ્વજ્ઞેય થતો નથી.
હવે છેલ્લા બોલમાં કહે છે કે જે શુદ્ધ પર્યાય પ્રગટી તે દ્રવ્યથી આલિંગિત નથી.
જુઓ તો ખરા, આચાર્યદેવે આત્માના અનુભવના કેવા અદ્ભુત રહસ્યો ખોલ્યાં છે!
શુદ્ધપર્યાય પ્રગટ કરીને તેનું સ્વસંવેદન કરનાર જીવ, પ્રત્યભિજ્ઞાનના વિષયભૂત જે
એકલું સામાન્ય દ્રવ્ય, તેને સ્પર્શતો નથી; શુદ્ધપર્યાય થઇ છે તો દ્રવ્યના આશ્રયે; પરંતુ
શુદ્ધપર્યાયના સ્વીકાર વગર સ્વજ્ઞેયનો સ્વીકાર થતો નથી. માટે આત્મા દ્રવ્યથી નહિ
આલિંગિત એવો શુદ્ધપર્યાય છે–એમ કહ્યું. શુદ્ધપર્યાયના વેદનને સ્વીકાર્યા વગર એકલા
સામાન્યદ્રવ્યને લક્ષમાં લઇને આત્માને જ્ઞેય કરવા જાય તો તે જ્ઞેય થતો નથી. માટે
આત્મા શુદ્ધપર્યાય છે. કેવો? કે દ્રવ્યથી નહિ આલિંગિત એવો. ૧૮મા બોલમાં
ગુણભેદરહિત શુદ્ધદ્રવ્ય કહ્યું. ૧૯મા બોલમાં વિશેષપર્યાયથી નહિ આલિંગિત એવું
શુદ્ધદ્રવ્ય કહ્યું, અને ૨૦મા બોલમાં દ્રવ્યસામાન્યથી નહિ આલિંગિત એવો શુદ્ધપર્યાય–
એમ કહ્યું; એ રીતે શુદ્ધદ્રવ્ય–ગુણ–પર્યાયની એકતારૂપ અખંડ સ્વજ્ઞેય બતાવીને
આચાર્યભગવાને મહા ઉપકાર કર્યો છે.
જુઓ, આ દ્રવ્યાનુયોગનું દોહન!! અહો, આચાર્ય ભગવંતોએ સ્વાનુભવવડે
દ્રવ્યાનુયોગને દોહીને આ ૨૦ બોલમાં ભરી દીધો છે, ને સ્વજ્ઞેયરૂપ આત્માનો
સાક્ષાત્કાર કરાવ્યો છે.