Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 4

PDF/HTML Page 21 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
યાત્રામાં પૂ. બેનશ્રીબેન પણ એવા પ્રસન્ન થતા હતા–જાણે કે ફરીને કુંદકુંદ પ્રભુનો
સાક્ષાત્કાર થતો હોય! (‘સોનગઢ’ અને પોન્નૂર’ બંનેનો અર્થ સમાન છે.) તામિલ
દેશની જનતાએ ‘કુંદકુંદ પ્રભુના પ્રતિનિધિ’ તરીકે ગુરુદેવનું સન્માન કર્યું. દક્ષિણયાત્રાથી
પાછા ફરતાં વચ્ચે ગજપંથા સિદ્ધક્ષેત્રની પણ યાત્રા કરી.
ગુરુદેવના અંતરમાં વીતરાગરસનો પ્રવાહ નિરંતર વર્તી રહ્યો છે....પ્રવચન
વખતે તો વીતરાગરસની એ પાવન ગંગાના પ્રવાહમાં અનેક જિજ્ઞાસુઓ પાવન થાય
છે; તે ઉપરાંત તીર્થયાત્રાના વિશેષ પ્રસંગો વખતે, ભૂત–ભાવિનાં કોઈ મંગલ સ્મરણોની
યાદી વખતે, સાધર્મી ધર્માત્માઓ સાથેના વિશેષ પ્રસંગો વખતે, વિશિષ્ટ શાસ્ત્રોની
સ્વાધ્યાય કે ચિંતન કરતાં કરતાં જાગેલી ઊર્મિઓ વખતે–એમ અનેક પ્રસંગે એ
વીતરાગરસની મસ્તી અને ચૈતન્યની ધૂન જોવા મળે છે; ત્યારે એમ થાય છે કે વાહ!
ગુરુદેવનું ખરું જીવન આજ છે, આ જ એમના જીવનનો કસ છે....એ વીતરાગી –
ચૈતન્યરસથી ભરપૂર જીવનની ઓળખાણ તે ગુરુની સાચી સેવા છે. ઘણીવાર ચૈતન્યના
ઊંડા મનનથી જાગેલા ભાવો વ્યક્ત કરતાં ગુરુદેવ પ્રમોદથી કહે છે કે ‘આ તો મારો
ખોરાક છે....’ ચૈતન્યનું ચિંતન એ જ આત્માર્થીનો ખોરાક છે. કોઈવાર બહારની
પ્રવૃત્તિમાં વિશેષ રોકાવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે ગુરુદેવ કહે છે કે ‘અમારે ઘણાં
કામ છે...અમને વખત નથી...’ ‘ઘણાં કામ’ એટલે બીજું કાંઈ નહિ પણ ઊંડા મનનનું
કામ! ચૈતન્યગુણોનાં રહસ્યો એટલાં ઊંડા ને ગંભીર છે કે તેમાંથી કાઢો એટલું નીકળ્‌યા
જ કરે. એની ધૂન આડે બીજી પ્રવૃત્તિમાં અટકવું મુમુક્ષુને પાલવતું નથી. ગુરુદેવના નિકટ
પરિચયથી આપણને પણ એવી ચૈતન્યધૂનની જ પ્રેરણા મળે છે...ને એમ થાય છે કે यह
जीवन तुमसा जीवन हो।’
સં. ૨૦૨૦ ના માહ માસમાં દક્ષિણદેશના તીર્થોની બીજી યાત્રા કરીને ગુરુદેવ
રાજકોટ પધાર્યા ને ત્યાં ૧૩ દિવસ સુધી અધ્યાત્મરસની ગંગા વહેવડાવી, ગુરુદેવ જ્યારે
જ્યારે રાજકોટ પધારે ત્યાં એક અનેરું વાતાવરણ જામી જાય છે ને તત્ત્વચર્ચાથી ગલીગલી
ગુંજી ઊઠે છે. વિશેષમાં આ ફાગણ સુદ ત્રીજના રોજ ગુરુદેવની મંગલઉપસ્થિતિમાં ભવ્ય
સમવસરણનું તેમજ ઉન્નત માનસ્તંભનું શિલાન્યાસ થયું. સૌરાષ્ટ્ર રાજ્યનું આ પાટનગર
જિનેન્દ્રવૈભવ વડે વિશેષ શોભવા લાગ્યું. ત્રણેક લાખ રૂા. ના ખર્ચે સમવસરણ તથા
માનસ્તંભ તૈયાર થવા લાગ્યા. શાસનપ્રભાવી ગુરુદેવના પ્રતાપે તત્ત્વચર્ચાના યુગની જેમ
જિનેન્દ્રપ્રતિષ્ઠાનો પણ યુગ પ્રવર્તવા લાગ્યો....એક ઠેકાણે

PDF/HTML Page 22 of 80
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
જિનેન્દ્રપ્રતિષ્ઠાનો ઉત્સવ પૂરો થાય ત્યાર પહેલાં તો બીજે ઠેકાણે તૈયારી શરૂ થઈ જાય–
એમ ઉપરાઉપરી બન્યા જ કરતું. રાજકોટમાં ૧૩ દિવસ રહ્યા ને બંધનથી છુટકારાનો
માર્ગ બતાવ્યો; તે સાંભળીને રાજકોટની સેન્ટ્રલ જેલના ઉપરીને પણ એવી ભાવના થઈ
કે આ જેલના કેદીઓ પણ સંસારની જેલમાંથી છુટકારાનો માર્ગ આવા સંતના મુખથી
સાંભળે તો તેમનું જીવન ઉન્નત બને. એટલે તેમની વિનતિથી લગભગ અઢીસો કેદી
ભાઈઓ સમક્ષ ગુરુદેવનું પ્રવચન થયું. ત્યાંના કરુણ અને
સોનગઢમાં ભરઉનાળે શીતલવૃક્ષની છાયા નીચે
એકાંતમાં સ્વાધ્યાય કરી રહેલા ગુરુદેવ
ચૈતન્યશક્તિના ઊંડા મનનમાં મગ્ન ગુરુદેવ કહે છે કે–
‘આ તો મારો ખોરાક છે’

PDF/HTML Page 23 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
વૈરાગ્ય પ્રેરક વાતાવરણમાં ગુરુદેવે લાગણીભીના હૃદયે બોધવચનો સંભળાવ્યાં; તેમાં
ખાસ એમ કહ્યું કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, દોષ અને પાપ તેનું ખરું સ્વરૂપ નથી.
અજ્ઞાનથી આવેશમાં જીવ પાપ કરી નાંખે છે પણ તે કાંઈ કાયમી વસ્તુ નથી,
એટલે તે દોષને ટાળી શકાય છે, ને જ્ઞાનવડે નિર્દોષ સુખીજીવન જીવી શકાય છે.
આત્માને ન ઓળખે ત્યાં સુધી અજ્ઞાનથી બધાય જીવો સંસારરૂપી જેલમાં જ પડેલા છે,
દેહથી ભિન્ન આત્મા શું ચીજ છે તેનું ભાન કરે ત્યારે તે સંસારબંધનરૂપી જેલમાંથી
છૂટીને મોક્ષસુખ પામે છે. બંધનમાં તો સુખ કેમ હોય? જ્ઞાનસ્વભાવ બંધન વગરનો છે
તે જ સુખરૂપ છે, તેની ઓળખાણ કરતાં બંધન ટળે છે ને સુખ થાય છે.
જેલમાં, જેને થોડા જ દિવસો પછી ફાંસી થવાની હતી એવા એક નાની ઉંમરના
ઉદાસ યુવાનને દેખીને વૈરાગ્યથી રોમાંચ ખડા થઈ જતા હતા. મરણ તો સામે જ
આવીને ઊભું હતું. ગુરુદેવ કહે–અરે! ક્ષણિક આવેશમાં જીવ શું કરી નાંખે છે એનું એને
ભાન નથી આવું જીવન પામીને જીવનમાં સારું કાર્ય કરવા જેવું છે. પાપીમાં પાપી જીવ
પણ ક્ષણમાં પાપપરિણામ પલટાવીને આત્માનું ભાન કરી શકે છે, ને પોતાનું જીવન
સુધારી શકે છે. જેલના કેદીઓની માફક અંધશાળાનાં અંધ ભાઈબહેનોને પણ ગુરુદેવે
સંબોધન કરેલું, તે પણ એક વૈરાગ્યભીનો પ્રસંગ હતો.
રાજકોટમાં સમવસરણ અને માનસ્તંભનું શિલાન્યાસ કરીને પછી જોરાવરનગર
થઈને ગુજરાતના રખિયાલ ગામે પધાર્યા, ત્યાં પણ નૂતન જિનમંદિરમાં જિનેન્દ્ર
ભગવંતોની વેદી પ્રતિષ્ઠાનો ઉત્સવ ફાગણ સુદ ૧૪ થી ફાગણ વદ ત્રીજ સુધી થયો;
પાંચ હજાર ઉપરાંત માણસોએ તેમાં ભાગ લીધો. ગુજરાતનો આ એક મહાન ઉત્સવ
હતો. તેમાં દોઢસો જેટલા તંબુ બંધાયેલા ને ‘નેમિનાથનગર’ વસેલું. ગુરુદેવના પ્રતાપે
નાનકડા ગામમાં મોટો ઉત્સવ ઉજવાયો.
ત્યારબાદ ગુજરાતનાં ગામો દેહગામ, સોનાસન, ફત્તેપુર, રણાસણ અને તલોદ
થઈને પછી વઢવાણશહેર, ગોંડલ, તથા જેતપુર પધાર્યા; જેતપુરથી તા. ૧૩–૩–૬૪ ની
સાંજે ગિરનાર તળેટીમાં જઈને એ સિદ્ધિધામને વંદન કરી આવ્યા...ત્યાં નેમનાથપ્રભુનો
વૈરાગ્યજીવનનો સાક્ષાત્કાર કરાવે એવી ભાવભીની ભક્તિ થઈ. (જેતપુરથી ગિરનાર
પંદર માઈલ નજીક છે.) જેતપુર પછી પોરબંદર, લાઠી, સાવરકુંડલા, કાનાતળાવ,
મોટાઆંકડિઆ થઈને ઉમરાળા–જન્મધામમાં પધાર્યા. પોરબંદરમાં ત્યાંના મહારાણાશ્રી

PDF/HTML Page 24 of 80
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
પણ પ્રવચનમાં આવતા, ઉમરાળા પોતાના જન્મઘરમાં બિરાજમાન સીમંધરનાથના
દર્શન કર્યાં, ને અહીં બે દિવસ અદ્ભુત ભક્તિ થઈ. ત્યાંથી વચ્ચે (તા. ૪–૪–૬૪ ના
રોજ) સોનગઢમાં સીમંધરનાથના દર્શન કરીને ગઢડા, પાટી અને રાણપુર થઈને બોટાદ
પધાર્યા. બોટાદના ભવ્ય શિખરબંધી જિનાલયમાં ઉપરના ભાગમાં જિનબિંબ વેદી
પ્રતિષ્ઠાનો મહાન ઉત્સવ ઉજવાયો. બોટાદ પછી બરવાળા થઈને ચૈત્ર સુદ તેરસે
અમદાવાદ પધાર્યા ને ત્યાં મંગલરૂપ મહાવીર ભગવાનનો ૨પ૬૨ મો જન્મોત્સવ
ઉજવાયો. કઈ રીતે આત્મસાધના કરીને તેઓ પરમાત્મા બન્યા તે પાટનગરના
પ્રવચનમાં ગુરુદેવે સમજાવ્યું; ને પરમ ભક્તિથી ભગવાનના જન્મોત્સવનું એવું વર્ણન
કર્યું, –જાણે કે પોતે વીરપ્રભુનું મધુરું હાલરડું ગાતા હોય! ૬પ વર્ષ પહેલાં દસ વર્ષની
ઉંમરે સાંભળેલા ‘ચૈતર તેરસ અજવાળી’ તે યાદ કરીને વીરનાથના જન્મથી માંડીને
પરમાત્મદશા સુધીનું ભાવભીનું વર્ણન કર્યું. અમદાવાદ પછી વડોદરા, મીયાગામ,
પાલેજ, સુરત, બિલિમોરા અને ઘાટકોપર થઈને, ચૈત્ર વદ છઠ્ઠ ને રવિવાર તા. ૩–૫–
૬૪ના રોજ ગુરુદેવે મુંબઈનગરીમાં પ્રવેશ કર્યો. –શા માટે? કે ૭પ મી હીરકજયંતી
માટે, અને દાદર જિનાલય તથા સમવસરણના ભવ્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
માટે. અદ્ભુત હતા એ મહોત્સવો.
મુંબઈનગરીમાં–
હીરકજયંતી મહોત્સવ અને જિનેન્દ્ર–પંચકલ્યાણક મહોત્સવ
ચૈત્ર વદ છઠ્ઠ ને રવિવાર તા. ૩–૫–૬૪ અહા! એ દિવસે આખી મુંબઈનગરી
જાણે આનંદથી હલમલી ઊઠી....હજારો જીવોનાં ટોળાં હર્ષોલ્લાસથી આઝાદમેદાન તરફ
જઈ રહ્યા છે....અરે, ઊંચે આ શું દેખાય છે? –જાણે સોનાના શિખરવાળું મંદિર! વાહ,
એ તો છે મહાવીરનગરનું પ્રવેશદ્વાર. શી એની શોભા! કેવો ભવ્ય એ મંડપ! ને
જિજ્ઞાસુઓની કેટલી બધી ભીડ! સવારમાં ગુરુદેવ પધાર્યા, સીમંધરનાથના દર્શન કર્યા
ને મુંબઈનગરીની જનતાએ હર્ષભર્યું સ્વાગત કર્યું. કેવું ઉમંગભર્યું સ્વાગત! સ્વાગત
બાદ મંગલપ્રવચનમાં આઠ હજારની માનવમેદની સમક્ષ ચૈતન્યની સુંદરતા બતાવનારું
સુંદર પ્રવચન ગુરુદેવે કર્યું.... અહા, એકત્વ–વિભક્ત ચૈતન્યસ્વરૂપ આત્મા જ સર્વત્ર
સુંદરપણે શોભે છે. આવું ચૈતન્યસ્વરૂપ સાંભળવા માટે બપોરના ધોમધખતા તાપમાંય
હજારો જીવોનાં ટોળાં મુંબઈના મહાવીરનગરમાં ઊભરાતા હતા, –શું સાંભળ્‌યું એમણે
પ્રવચનમાં! પ્રવચનમાં એમણે સમયસારના કર્તા–કર્મ અધિકારની પ્રારંભિક

PDF/HTML Page 25 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
ગાથાઓનું વિવેચન સાંભળ્‌યું; ભેદજ્ઞાનની રીત સાંભળી....દેહથી ભિન્ન ચૈતન્યમૂર્તિ
આત્માનું સ્વરૂપ સાંભળ્‌યું; રાગાદિ પરભાવોના કર્તૃત્વ વગરનો જ્ઞાનસ્વભાવ
સાંભળ્‌યો....જે સાંભળતાં ને સમજતાં આનંદ થાય એવા અપૂર્વ ભેદજ્ઞાનની વાત
ગુરુદેવે મુંબઈ નગરીમાં સંભળાવી.
લોકોને આશ્ચર્ય થતું–અરે! મોહમયી મુંબઈનગરીમાં આવી વાત! હા ભાઈ!
આત્મા ક્યાં મોહમય છે? આત્મા તો જ્ઞાનમય છે. મુંબઈમાં હો કે સોનગઢમાં હો,
વિદેહમાં હો કે ભારતમાં હો, અમારે તો આ જ્ઞાનસ્વરૂપ આત્મા જ બતાવવાનો છે. ને
એ જ્ઞાનસ્વરૂપની સમજણ વડે જ જીવનું કલ્યાણ છે. વાહ! ધન્ય બની મુંબઈનગરી!
અધ્યાત્મપ્રધાન ભારતદેશની અલબેલી નગરીનું ગૌરવ આજ સફળ બન્યું. અધ્યાત્મની
આવી વાત સાંભળવાનો સુઅવસર જીવોને મહા ભાગ્યથી મળે છે. આત્મામાં એનું લક્ષ
કરતાં અપૂર્વ કલ્યાણ થાય છે, ને એનું બહુમાન કરતાં પણ લોકોત્તર પુણ્ય બંધાય છે.
ગુરુદેવના હૃદયમાં અને વાણીમાં સદાય એનું જ ઝરણું વહી રહ્યું છે. એ ઝરણાંના મધુર
વીતરાગી રસનો સ્વાદ ચાખનાર જીવ સંસારના રસ વગરનો ‘અરસ’ થઈને અમર
પદને પામે છે.

PDF/HTML Page 26 of 80
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
મુંબઈ–દાદરમાં જૈન ભાઈઓ માટે એક કહાનનગર સોસાયટી બંધાયેલી, ને
તેમાં ચાર–પાંચ લાખ રૂા. ના ખર્ચે મહાવીરભગવાનનું ભવ્ય જિનમંદિર તથા સીમંધર
ભગવાનનું સુંદર સમવસરણ રચાયેલ, જે એક દર્શનીય વસ્તુ છે. તેમાં
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા માટેનો મહાન પંચકલ્યાણક ઉત્સવ મુંબઈનગરીમાં
આઝાદમેદાનમાં, –‘મહાવીરનગર’ માં સં. ૨૦૨૦ ના વૈશાખ સુદ એકમથી શરૂ થયો.
બીજે જ દિવસે વૈશાખ સુદ બીજ આવી ને કહાનજન્મની મંગલવધાઈ લાવી. ગુરુદેવનો
૭પ મો જન્મોત્સવ ‘હીરકજયંતી મહોત્સવ’ તરીકે મુંબઈમાં અતિ ઉલ્લાસપૂર્વક
ઉજવાયો. દેશભરમાંથી આવેલા હજારો ભક્તોએ ઉમંગથી એ ઉત્સવમાં ભાગ લીધો.
મંડપ આજે અનેરા આકર્ષણોથી શોભતો હતો....ને મંડપમાં ગુરુદેવ જૈનશાસનના
હીરાની માફક ઝળકતા હતા. વહેલી સવારમાં હજારો ભક્તજનો જન્મની મંગલવધાઈ
ગાતાં ગાતાં જિનમંદિરેથી મંડપમાં આવી પહોંચ્યા.... ચારેકોર મંગલવધાઈ નાદથી ને
વાજિંત્રોથી મંડપ ગૂંજી ઊઠ્યો, ને પ્રકાશથી ઝગમગી ઊઠ્યો....આનંદપૂર્વક સૌએ
ગુરુદેવના દર્શન કર્યા. મંગલ વધાઈનાં હજારો નાળિયેરનો ઢગલો નાનકડા ડુંગરા જેવો
દેખાતો હતો. તીર્થયાત્રાના પ્રદર્શન યોજાયા.....ને ભક્તોએ આનંદભર્યા પ્રવચનો દ્વારા
ગુરુનાં ગુણગાન કર્યા...હજારો ભક્તોએ ૭પ ના મેળવાળી રકમોનું ફંડ જાહેર કર્યું,
દેશોદેશથી સેંકડો અભિનંદન સંદેશાઓ આવ્યા. પણ ગુરુદેવે તો એ બધાથી અલિપ્તપણે
અધ્યાત્મસંદેશ સંભળાવીને જન્મરહિત થવાનો માર્ગ બતાવ્યો....ભક્તિ અને
આનંદપૂર્વક આખોય દિવસ એવું અનેરું વાતાવરણ છવાઈ રહ્યું હતું–જાણે કે મોહમયી
મુંબઈનગરીમાં નહિ પણ વિદેહની કોઈ ધર્મનગરીમાં હોઈએ, ને કલ્યાણકો નજરે
નીહાળતા હોઈએ.
બીજે દિવસે (વૈશાખ સુદ ત્રીજે) જન્મજયંતી નિમિત્તે ભારતભરના મુમુક્ષુઓ દ્વારા
ગુરુદેવનું પરમબહુમાન વ્યક્ત કરતો હીરકજયંતીનો મહાન અભિનંદનગ્રંથ ગુરુદેવને
અર્પણ કરવાનો ખાસ કાર્યક્રમ હતો. ૮૦૦ પાનાનો હીરલે મઢેલો એ અભિનંદનગ્રંથ
રાષ્ટ્રના પ્રધાન શ્રી લાલબહાદુરજી શાસ્ત્રીના હસ્તે ગુરુદેવને અર્પણ કરવાનો હતો. શ્રી
ઉછરંગરાયભાઈ ઢેબરના અધ્યક્ષપદે દસ–પંદર હજાર માણસોની સભા શાસ્ત્રીજીના
આગમનની આતુરતાથી રાહ જોતી હતી. છેલ્લી ઘડી સુધી શાસ્ત્રજી આવશે કે નહિ એની
ચિંતા સેવાતી હતી; ત્યાં તો ‘ભારતના એ ભાવિ વડાપ્રધાન’ ઉમંગભેર પોતાના જીવનનો
એક સુંદર લહાવો લેવા અને ભાવિ તીર્થનાયકને અભિનંદવા આવી પહોંચ્યા; સભા
હર્ષાનંદથી ગાજી ઊઠી. અને શાસ્ત્રીજીએ ૮૦૦ પાનાંનો હીરલે

PDF/HTML Page 27 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૨૫ :
મઢેલો સુંદર અભિનંદનગ્રંથ ગુરુદેવને અર્પણ કર્યો; તે વખતે ગુરુદેવ પ્રત્યે બહુમાન
વ્યક્ત કરતાં શાસ્ત્રીજીએ કહ્યું કે– ‘મુઝે બડી પ્રસન્નતા હુઈ, મૈં ફિર એકવાર અપના
આદર સન્માન ઔર શ્રંદ્ધાંજલિ પ્રગટ કરતા હૂં; ઔર યહ નિવેદન કરતા હું કિ, જો
માર્ગ–જો રાસ્તા અહિંસા ઔર શાંતિકા, ચારિત્રકા, નૈતિકતાકા આપ દિખાતે હૈં ઉસ પર
યદિ હમ ચલેંગે તો ઉસમેં હમારા ભી ભલા હોગા, સમાજકા ભી હોગા, વ દેશકા ભી
હોગા.’
ભાવિ રાષ્ટ્રનાયક
અભિનંદી રહ્યા છે
ભાવિ તીર્થનાયકને–
પૂ. ગુરુદેવદ્વારા થયેલા જૈનશાસનના પ્રભાવની ગૌરવગાથા ગાતા આ
અભિનંદન ગ્રંથમાં, સૌથી પહેલાં મંગલ તોરણસ્થાને પચરંગી શ્રી ચોવીસ
તીર્થંકરભગવંતો એવા શોભી રહ્યા છે કે જાણે ગુરુદેવ ઉપર મંગલ–આશીર્વાદ વરસાવતા
હોય. અને ઝવેરાતથી ઝગઝગતા એના મુખપૃષ્ઠના અક્ષરો ગ્રંથના ગૌરવને પ્રકાશી રહ્યા
છે. મુમુક્ષુઓનાં હૃદયની હાર્દિક ઉર્મિઓ એમાં ભરેલી છે. કેટલાય ઉત્તમ પ્રસંગો, કેટલાય
ચિત્રો, અને પચાસેક શાસ્ત્રો ઉપરનાં ગુરુદેવનાં પ્રવચનો પણ તેમાં છે. આખોય ગ્રંથ

PDF/HTML Page 28 of 80
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
જૈનસાહિત્યના એક કિંમતી આભૂષણ જેવો શોભી રહ્યો છે. શાસ્ત્રીજી દ્વારા અણધાર્યા
આવી પહોંચીને ગુરુદેવને આ ગ્રંથના અર્પણનો યાદગાર પ્રસંગ ગુરુદેવના વિશિષ્ટ
પુણ્યપ્રભાવને પ્રસિદ્ધ કરે છે. ગુરુદેવની ચરણ છાયામાં આ બાળકે દશ–દશ વર્ષથી જે
ગં્રથની ભાવના ભાવી હતી તે ગ્રંથ અંતે આ હીરકજયંતીપ્રસંગે સર્વાંગ સુંદર સ્વરૂપે
પ્રકાશીત થયો ને મારી તે ભાવના પૂરી થઈ.
મુંબઈમાં એક તરફ ગુરુદેવનો આ હીરકજયંતી મહોત્સવ ચાલતો હતો, બીજી તરફ
પંચકલ્યાણકોનો પ્રારંભ થતો હતો. પાર્શ્વનાથ ભગવાનના કલ્યાણકના અનેરા દ્રશ્યોએ
મુંબઈનગરીને મુંબઈ મટાડીને કાશી (વારાણસી) બનાવી દીધી હતી. અમે મુંબઈમાં નહિ
પણ પારસનાથના બનારસમાં બેઠા છીએ–એવી લાગણી પ્રેક્ષકો અનુભવતા હતા. ઉત્સવમાં
ભાગ લેવા બહારગામોથી પાંચ હજાર જેટલા ભક્તો આવ્યા હતા. આ ઉત્સવનિમિત્તે
મુંબઈમાં મહાન ધાર્મિક જાગૃતિ આવી ગઈ, તેની સાથે આસપાસના પરાંના ગામો પણ
જાગ્યા ને ઘાટકોપર, બોરીવલી, મલાડ, દાદર, ખાર, ગોરેગાંવ, કાંદીવલી, દહીસર વગેરેમાં
પણ મુમુક્ષુમંડળની વિશેષ પ્રવૃત્તિઓ શરૂ થઈ. મુંબઈના આ મહાન ઉત્સવોએ આખા
ભારતનું લક્ષ મુંબઈ તરફ અને ગુરુદેવ તરફ આકર્ષ્યું.
અહા, મુંબઈમાં પાર્શ્વપ્રભુના પંચકલ્યાણકનાં એ દ્રશ્યો આશ્ચર્યકારી હતા.
ઈન્દ્રસભા, માતાજીના ૧૬ મંગલ સ્વપ્નો, કુમારિકા દેવીઓદ્વારા માતાજીની સેવા, મેરુ
પર જન્માભિષેક–એ રીતે ચોથા કાળમાં બનેલા એ પાવનપ્રસંગો આ પંચમકાળે
મુંબઈમાં દેખીને મુમુક્ષુઓ પોતાને ધન્ય સમજતા; અને સહેજે અનુમાન પણ થઈ શકતું
કે જેમના પ્રતાપે આવા પંચકલ્યાણકો વારંવાર ઉજવાય છે તે મહાત્મા પોતે પણ
પંચકલ્યાણક સાથે સીધો સંબંધ ધરાવનારા છે. પાર્શ્વપ્રભુના જન્મકલ્યાણકની સવારી
કોઈ અનેરી હતી. જ્યાં માણસનેય ચાલવાની મુશ્કેલી એવા મુંબઈના રસ્તા પર હાથીની
સવારી, ને સાથે સાત સૂંઢવાળો ઐરાવત, એ દ્રશ્યો જોવા સાત સાત માળના મકાનો
પણ ઊભરાઈ પડ્યા હતા. પછી પાર્શ્વપ્રભુની દીક્ષાનાં વૈરાગ્યદ્રશ્યો, મુનિરાજને
આહારદાન, અનેક ઉપસર્ગો છતાં ધૈર્યપૂર્વકની ક્ષમા, –એ બધાય દ્રશ્યો વીતરાગશાસન
પ્રત્યે અને મુનિવરો પ્રત્યે પરમ ભક્તિ જગાડતા હતા. ગુરુદેવ પરમભક્તિથી મંત્રાક્ષર
વડે અંકન્યાસવિધિ કરતા ત્યારે સાધ્ય અને સાધકની કેવી એકતા છે–એ દેખીને મુમુક્ષુને
અદ્વૈતભક્તિરૂપ નિર્વિકલ્પ સાધનાનું સ્મરણ થતું હતું. પછી

PDF/HTML Page 29 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
કેવળજ્ઞાન અને મોક્ષ વખતે પણ, સમવસરણની અને સમ્મેદાચલ–મોક્ષધામની
નયનમનોહર રચનાઓ દેખીને પ્રસન્નતા થતી હતી.
અને પછી વૈશાખ સુદ અગિયારસે જ્યારે પ્રતિષ્ઠિત થયેલા જિન ભગવંતો દાદર
મુકામે જિનાલયમાં તથા સમવસરણમાં પધાર્યા. ને ગુરુદેવે ભક્તિપૂર્વક વેદીપ્રતિષ્ઠા કરી
ત્યારે પ્રભુજીના દર્શનથી હજારો ભક્તોને અપાર આનંદ થયો. ગુરુદેવ વગેરેનું પૂર્વજીવન
જેની સાથે સંકળાયેલું છે એવું વિદેહીનાથનું સમવસરણ આ ભરતક્ષેત્રમાં દેખીને
આનંદકારી અનેક પ્રસંગો તાજાં થાય છે. ૭પ ફૂટ ઊંચું જિનાલય, ને તેના ઉપર ૭પ
ઈંચનો સોને મઢ્યો કળશ આકાશમાં ઝગમગી ઊઠ્યો.....પવિત્ર જૈનધર્મનો ધ્વજ
આકાશમાં લહરી ઊઠ્યો. આ હીરકજયંતી વગેરેનો અહેવાલ મુંબઈની આકાશવાણીએ
પ્રસારિત કર્યો હતો. મુંબઈનગરીનો આ ઉત્સવ અનેરો હતો, જૈનધર્મની કેવી
મહાપ્રભાવના ગુરુદેવ કરી રહ્યા છે તે અહીં દેખાઈ આવતું હતું.
મુનિભક્તિનો મહોત્સવ
દક્ષિણદેશની યાત્રા અને મુંબઈના મહોત્સવો કરીને જ્યારે પાછા સોનગઢ
આવ્યા. ત્યારે જાણે મુનિવરોના દેશમાં જઈને આવ્યા હોઈએ એવી ઊર્મિ વારંવાર
ગુરુદેવને વેદાતી હતી; કુંદકુંદસ્વામી આદિ મુનિભગવંતો જ્યાં વિચરેલા એવા એ
ગુરુધામમાં હમણાં જ જઈ આવ્યા હોવાથી એ મુનિદશાને ગુરુદેવ વારંવાર પ્રવચનમાં
યાદ કરતા. તેનો અપાર મહિમા સમજાવતા. અને સાથે સાથે એ યાત્રાની ખુશાલીમાં
અષાડમાસની અષ્ટાહ્નિકા દરમિયાન ૬૪ ઋદ્ધિધારી મુનિવરોની મહાપૂજા પણ થઈ,
તેથી જાણે મુનિભક્તિનો મહોત્સવ જ ચાલતો હોય એવું વાતાવરણ હતું. કુંદકુંદસ્વામી
વિદેહમાં ગયા ને ત્યાં તેમના બહુમાનમાં આઠ દિવસનો મહોત્સવ થયો, તેમ અહીં પણ
કુંદકુંદસ્વામીની યાત્રાની ખુશાલીમાં આઠ દિવસનો પૂજનમહોત્સવ થયો. સોનગઢમાં
અવારનવાર સિદ્ધચક્રવિધાન, સહસ્ર–અષ્ટોત્તરનામ પૂજનવિધાન, પંચમેરૂપૂજન વિધાન
વગેરે વિશિષ્ટ પૂજનવિધાનો થયા કરે છે; કોઈ કોઈવાર એ પૂજનવિધાનમાં ગુરુદેવ પણ
ભાગ લ્યે છે.
‘સમયસારનો યુગ’ અને કુંદકુંદાચાર્યદેવ સાથેનો સંબંધ
‘સમયસાર’ એ ગુરુદેવના જીવનનું સાથી છે...સમયસારના રચનાર
કુંદકુંદાચાર્યદેવ સાથે એમને વિદેહમાં સીધો સંબંધ થયેલ હોવાથી તેમનું સમયસાર પણ

PDF/HTML Page 30 of 80
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
તેમને અતિશય પ્રિય છે. ને તેઓ કહે છે કે આ જીવ ઉપર કુંદકુંદાચાર્યદેવનો અને
સમયસારનો મહાન ઉપકાર છે. નિરંતર તેનું સ્વાધ્યાય–મનન તેઓ કરે છે. અનેક
વર્ષોથી તેના ઉપર પ્રવચનો તો થાય છે જ, તે ઉપરાંત બપોરની નિવૃત્તિના સમયે
એકાંતમાં બેસીને સમયસારનું ઊંડું અધ્યયન તેઓ હંમેશા કરે છે, ને એ રીતે શતાધિક
વાર તેમણે સમયસારની સ્વાધ્યાય કરી છે. એ સ્વાધ્યાય કરતાં કરતાં કોઈ કોઈવાર
તેઓ વિદેહક્ષેત્રના સીમંધરસ્વામીનાં અને કુંદકુંદસ્વામી વગેરેના ઊંડા વિચારમાં ચડી
જાય છે.....ત્યારે આ ભરતક્ષેત્રના વાતાવરણને ભૂલીને વિદેહક્ષેત્રના વાતાવરણમાં
એમનું ચિત્ત થંભી જાય છે. સં. ૧૯૭૮ માં જ્યારે તેમણે સમયસારના ઉપોદ્ઘાતમાં
કુંદકુંદપ્રભુના વિદેહગમન સંબંધી ઉલ્લેખ વાંચ્યો ત્યારે તેમના આત્મામાં વિદેહના
અવ્યક્ત સંસ્કાર ઝણઝણી ઊઠેલા ને અંતરના ઊંડાણથી એ વાતનો સહર્ષ સ્વીકાર
આવ્યો હતો. પછી તો એ સંબંધમાં આત્મસાક્ષાત્કાર જેવું જ અત્યંત મજબૂત પ્રમાણ સં.
૧૯૯૩ માં પૂ. બેનશ્રી ચંપાબેનના જાતિસ્મરણજ્ઞાનના બળે પ્રાપ્ત થયું, ને ભૂત–
ભવિષ્યના અનેક પાવનપ્રસંગોની વધુ ને વધુ સ્પષ્ટતાથી ગુરુદેવનોય આત્મા ખીલી
ઊઠ્યો....ગુરુદેવના મુખેથી એ વાત સાક્ષાત્ સાંભળનારા ભક્તો તો હર્ષથી નાચી
ઊઠતા. આજથી ૨૩ વર્ષ પહેલાં (સં ૨૦૦૩ માં) આ બાળકને પણ પૂ. ગુરુદેવના
સાક્ષાત્ ચરણોમાં બેસીને દોઢ કલાક સુધી પરમ વાત્સલ્યપૂર્વક એ બધુંય સાંભળવાનો
પરમ આનંદકારી લાભ પ્રાપ્ત થયો છે...અહા, ગુરુદેવના શ્રીમુખથી વિદેહનું આશ્ચર્યકારી
વર્ણન ને ધર્મમાતાઓનો અપાર મહિમા, એ રાજકુમાર અને તેના બંને મિત્રોની મધુરી
વાતો તથા તે ત્રણેની ભવિષ્યની મહાન જગપૂજ્ય પદવી, –એ બધુંય શ્રીગુરુમુખથી
સાંભળતાં કોઈ પરમ કલ્યાણની આગાહીથી અસંખ્ય પ્રદેશો ઝણઝણી ઊઠતા હતા.
ગુરુદેવની પરમ કૃપાનો એ પ્રસંગ સ્મરણમાં આવતાં અત્યારેય ચૈતન્યપ્રદેશોમાં ગુરુદેવ
પ્રત્યેની અનેરી લાગણીના મધુર તરંગો ઉલ્લસે છે, –જાણે કોઈ એક તીર્થંકરની સાથે જ
આ આત્મા વસતો હોય એવો આનંદ ઊભરાય છે. ધન્ય ગુરુદેવ! ધન્ય આપનો
મંગલમૂર્તિ આત્મા! (ષટ્ખંડાગમમાં તીર્થંકરાદિના આત્માને ત્રિકાળમંગળસ્વરૂપ કહેલ
છે, તેનો ભાવભીનો ઉલ્લેખ ગુરુદેવ ઘણીવાર કરે છે, તેમાંય અવ્યક્તપણે પોતાના
ભાવિના ભણકાર ગુંજતા હોય છે.)
સમયસાર ઉપર ગુરુદેવનાં પ્રવચનો ૧૬ મી વખત (સં. ૨૦૨પમાં) ચાલી રહ્યાં
છે.....સમયસારની શરૂઆત વખતે ‘હું સિદ્ધ....તું સિદ્ધ’ એમ કહીને જ્યારે ગુરુદેવ
અત્યંત પ્રમોદથી આત્મામાં સિદ્ધપણું સ્થાપતા હોય તે વખતે સિદ્ધભગવાનના

PDF/HTML Page 31 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
સાક્ષાત્કાર જેવા મહા પ્રમોદથી શ્રોતાઓ ઉલ્લસી જાય છે. આત્માના જોસપૂર્વક
કુંદકુંદસ્વામીની વતી ગુરુદેવ કહે છે કે ‘હું સિદ્ધ, તું સિદ્ધ,’ –હા પાડ! ને હાલ્યો આવ
સિદ્ધપદમાં! અમારી પાસે સમયસાર સાંભળવા આવ્યો તે જીવ ભવ્ય જ હોય. સિદ્ધપણું
લક્ષમાં લઈને તેની હા પાડી તે અપ્રતિહત માંગલિક છે. આમ ગાથાએ ગાથાએ મોક્ષના
મંગળ મોતીનો મેહુલો વરસાવતા ગુરુદેવ શ્રોતાઓનાં હૃદયમાં શુદ્ધાત્માનું બહુમાન
ઠાંસીઠાંસીને ભરે છે, ને રાગાદિનું બહુમાન જડમૂળથી કઢાવી નાંખે છે. આજ ૩પ–૪૦
વર્ષોથી ૧૬–૧૬ વખત સમયસારનાં પ્રવચનો થવા છતાં વક્તા અને શ્રોતાઓનો રસ
વધતો જ જાય છે, વધુ ને વધુ ભાવો ખૂલતા જાય છે. તેના ઉપર પ્રવચનોનાં પાંચ
પુસ્તકો છપાઈ ગયાં છે. એમાંથી ત્રણ પુસ્તકોમાં પ્રવચનો તો પૂ. બેનશ્રી–બેન
(ચંપાબેન શાન્તાબેન) ના સુહસ્તે લખાયેલાં છે.
એ ગ્રંથાધિરાજની મૂળ ગાથાઓ (૪૧પ) ચાંદીમાં કોતરાયેલી છે, એટલું જ
નહિ, પણ વિદેહમાં સાક્ષાત્ જોયેલા કુંદકુંદાચાર્યપ્રભુનો જેમણે અહીં જાતિસ્મરણના બળે
સાક્ષાત્કાર કર્યો છે એવા પૂજ્ય બેનશ્રી ચંપાબેનના સુહસ્તે સોનગઢના
સ્વાધ્યાયમંદિરમાં સમયસારની પૂજનીક સ્થાપના થઈ છે. આજે તો જૈનસમાજમાં
મુમુક્ષુઓનાં ઘરેઘરે સમયસાર બિરાજે છે ને આદરપૂર્વક તેનો અભ્યાસ થાય છે.
સમયસારના ભાવોનું જે રહસ્ય ગુરુદેવ અનેક વર્ષોથી સમજાવી રહ્યા છે તેના
પ્રતાપે ધાર્મિકસાહિત્યમાં અત્યારે ‘સમયસારનો યુગ’ વર્તી રહ્યો છે ને અનેક જિજ્ઞાસુ
જીવો એમાં બતાવેલા એકત્વ–વિભક્ત શુદ્ધ–જ્ઞાયક આત્માને લક્ષગત કરીને એના
અનુભવને માટે ઉદ્યમશીલ વર્તે છે. –એ રીતે જૈનશાસનની સાચા હાર્દની મહાન જીવન્ત
પ્રભાવના થઈ રહી છે.
* * * * *
(અહીંથી આગળ વધતાં પહેલાં એક બાબતનો થોડો ઉલ્લેખ કરી લઈએ;)
ગુરુદેવ જડ–ચેતનની ભિન્નતા અને આત્માનું અવિનાશીપણું સમજાવીને જે
ભેદજ્ઞાન ઘૂંટાવી રહ્યા છે–તેના પ્રતાપે જિજ્ઞાસુઓનું જીવન તો પલટી જાય છે, ને મરણ
પણ સુધરી જાય છે. ભાવમરણથી બચાવીને આનંદમય આત્મજીવનનો માર્ગ ગુરુદેવ
બતાવી રહ્યા છે, ‘આત્મા તો અવિનાશી છે, દેહથી ભિન્ન છે’ –એવા પ્રકારના
ગુરુદેવના ઉપદેશના સંસ્કાર વડે જેણે પોતાનું જીવન સીંચ્યું છે તે મુમુક્ષુના જીવનમાં

PDF/HTML Page 32 of 80
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
તો કોઈ મહાન પલટો આવી જાય છે, અને મૃત્યુપ્રસંગ પણ એવા અનેરા પ્રકારે થતા
હોય છે કે જે દેખીને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. મુમુક્ષુને માટે મૃત્યુ એ કોઈ મોટો
‘હાઉ’ નથી પણ જાણે કે ધર્મના ઉત્સવનો કોઈ પ્રસંગ છે, એવી અત્યંત સાહજિકતાથી,
અંતિમ ઘડી સુધી દેવ–ગુરુ–ધર્મને યાદ કરતા કરતા, કે તત્ત્વનું ચિન્તન કરતા કરતા દેહ
છોડીને બીજે ચાલ્યા જાય છે. એટલું જ નહિ, પાછળના જિજ્ઞાસુઓ પણ મૃત્યુ પાછળ,
(કોઈવાર તો ભરયુવાન વયે મૃત્યુ હોય તોપણ) કલ્પાંત કે કકળાટ ન કરતાં અત્યંત
ધૈર્ય રાખીને તત્ત્વના વાંચન–વિચાર વડે વૈરાગ્યનું બળ વધારે છે; તેને આશ્વાસન
આપવા આવનારા બીજાઓ તેનું ધૈર્ય દેખીને, તેને આશ્વાસન આપવાને બદલે ઊલ્ટા
તેની પાસેથી આશ્વાસન પામે છે. તીવ્ર દર્દમાં કે અત્યંત ગંભીર ઓપરેશન વખતેય
જિજ્ઞાસુઓ જે ધૈર્ય રાખે છે તે દેખીને કેટલાય દાકતરો પણ આશ્ચર્ય પામે છે. શ્વેતામ્બર
સમાજના એક પ્રસિદ્ધ સાધુ પણ એક વખત તો બોલેલા કે આ સોનગઢવાળા લોકોનું
મરણ પણ જુદી જાતનું થાય છે! બીજા એક ભાઈ કહેતા કે સમાધિમરણ કરતાં શીખવું
હોય તો સોનગઢ જાઓ. બીજા અનેકવિધ પ્રતિકૂળ પ્રસંગોએ તો ઠીક પરંતુ મૃત્યુ જેવા
પ્રસંગે પણ આ પ્રકારના ધાર્મિક સંસ્કારોની જાગૃતિ અને શાંતપરિણામ રહેવા તે ગુરુદેવે
આપેલા વીતરાગી તત્ત્વજ્ઞાનને લીધે મુમુક્ષુને અત્યંત સુગમ બને છે. ગુરુદેવ ઘણીવાર
કહે છે કે ભાઈ, આ અપૂર્વ ચેતન્ય તત્ત્વ જે સમજીને અનુભવમાં લેશે તેની તો શી
વાત! પરંતુ આ તત્ત્વનું્ર લક્ષ કરીને તેના હકારના સંસ્કાર જે પાડશે તેને પણ બીજા
ભવમાં તે સંસ્કાર ઊગીને આત્માનું હિત કરશે. ખરેખર, પરભવમાં એ સંસ્કાર નહિ
ભુલાય, તેમ એ સંસ્કારદાતા ગુરુદેવનો ઉપકાર પણ નહિ ભુલાય.
સોનગઢમાં ધર્મમય વાતાવરણ
આમ તો સોનગઢમાં પૂ. ગુરુદેવની મંગલછાયામાં સદાય એવું ધર્મમય
વાતાવરણ વર્તે છે કે મુમુક્ષુઓ પોતે જાણે કે નાનકડા સમવસરણમાં બેઠા હોય એમ
અનુભવે છે. તેમાંય શ્રાવણ મહિનો એ સોનગઢમાં વિશેષ ધાર્મિક પ્રવૃત્તિમય હોય છે; તે
વખતે ગુરુદેવના સાન્નિધ્યમાં શાંતિથી રહેવા ને તત્ત્વનો અભ્યાસ કરવા ભિન્ન ભિન્ન
પ્રાંતોમાંથી સેંકડો જિજ્ઞાસુ ગૃહસ્થો આવે છે, સાધર્મીજનો પરસ્પર મિલનથી આનંદિત
થાય છે, વહેલી સવારથી મોડી રાત સુધી જ્યાં જુઓ ત્યાં તત્ત્વચર્ચાનો મેળો દેખાય છે.
ખૂબ ખૂબ અભ્યાસ કરીને તત્ત્વનું આખા વર્ષનું ભાતું ઘણા જિજ્ઞાસુઓ આ

PDF/HTML Page 33 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
એક માસમાં લઈ જાય છે. આ વખતે ગુરુદેવ પણ ખૂબખૂબ ખીલે છે, પ્રવચનોની
રમઝટ અનેરી હોય છે; બહારમાં વર્ષાઋતુની મધુરી મોસમની સાથે એ આધ્યાત્મિક
શ્રુતવર્ષા સૌને પ્રફુલ્લિત કરતી હોય છે. અને આવા પ્રસન્ન વાતાવરણમાં ઊભરો લાવે
એવો પ્રસંગ પૂ. બેનશ્રી ચંપાબેનના જન્મદિવસનો –તે પણ આ શ્રાવણ માસમાં જ
આવે છે. એ વખતે ધર્મના વાત્સલ્યની કોઈ નવીન ભરતી આવે છે ને અવારનવાર
ગુરુદેવના શ્રીમુખથી એમના અનુભવજ્ઞાનની, અદ્ભુત વૈરાગ્યની તેમ જ ચાર ચાર
ભવના જાતિસ્મરણની અને ભવિષ્યના પવિત્ર પદોની આનંદકારી વાર્તા સાંભળી–
સાંભળીને ભક્તોનું હૃદય ઉમંગથી ઉલ્લસે છે, ને આવા સંતોના દર્શનથી પણ પોતાની
ધન્યતા અનુભવે છે. તે પવિત્ર દિવસે પૂ. ગુરુદેવ બેનશ્રી–બેનને ત્યાં જમવા પધારે છે, ને
આખોય દિવસ ઉત્સવ જેવું વાતાવરણ રહે છે. ફાગણ માસમાં પૂ. શ્રી શાન્તાબેનના
જન્મદિવસે પણ એવું જ વાતાવરણ હોય છે ને આનંદથી એ દિવસનો ઉત્સવ ઉજવાય છે.
શ્રાવણમાસમાં ચાલુ થયેલો તત્ત્વચર્ચાનો ધોધ ભાદરવા માસમાંય ચાલુ રહે છે,
અને તેમાં પણ દસલક્ષણીધર્મસંબંધી વિશેષ પ્રવચનો, પૂજન–ભક્તિ વગેરેને લીધે હજારો
જિજ્ઞાસુઓ પોતાને ચોથાકાળમાં જ વર્તતા સમજીને આનંદપૂર્વક ધર્મસાધના કરે છે.
ખરેખર તો ગુરુદેવ જેવા સંત–ધર્માત્માઓને લીધે સોનગઢમાં સદૈવ ધર્મકાળ જ વર્તે છે,
તેથી તો અહીંના હવામાનમાંય વારંવાર પડઘા સંભળાય છે કે ‘યહ સન્તોંકા ધામ હૈ’
અહીં પંચમકાળ નહિ પણ ચોથોકાળ છે. દેવગુરુના પ્રતાપે અહીં ધર્મની જાહોજલાલી
વર્તે છે. હે મુમુક્ષુ બંધુઓ! તમે આવો રે આવો! ચૈતન્યની મુક્તિનો અપૂર્વ માર્ગ પ્રાપ્ત
કરવા તમે આ ધર્મધામમાં આવો.
અનેક ગામના મુમુક્ષુઓ સોનગઢમાં આવીને વસ્યા છે, ને ગુરુદેવની મધુરી
છાયામાં ધાર્મિક ઉપાસના વડે, આત્મસ્વભાવના ઘોલન વડે, પોતાના જીવનને સાર્થક
કરે છે. અહીંના ધાર્મિકવૈભવ પાસે પોતાના ઘરનો કોઈ વૈભવ–વિલાસ એમને યાદ પણ
નથી આવતો. તાજેતરમાં શેઠશ્રી નવનીતભાઈએ તેમ જ સાગર (મધ્ય પ્રદેશ) ના
શેઠશ્રી ભગવાનદાસ શોભાલાલજીએ પણ બબ્બે લાખના ખર્ચે મકાન બંધાવેલ છે. ને
અવારનવાર સોનગઢ આવીને લાભ લ્યે છે. સાગરવાળા શેઠ ભગવાનદાસજીએ પોતાના
મકાનના વાસ્તુપ્રસંગે જિનપ્રતિમાજીને પણ બિરાજમાન કરીને આનંદથી પૂજા–ભક્તિ
કરી હતી. દરેક નવા મકાનના વાસ્તુ પ્રસંગે મંગલ તરીકે તે મકાનમાં પ્રવચન કરતાં

PDF/HTML Page 34 of 80
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
ગુરુદેવ ચૈતન્યવસ્તુમાં વાસ્તુ કરવાની રીત બતાવતા કહે છે કે ભાઈ! આ બહારના
ઘરમાં તારું વાસ્તુ નહીં, અંદર અનંતગુણથી ભરેલી એવી તારી ચૈતન્યવસ્તુમાં જ તારું
વાસ્તુ છે; તેને ઓળખીને તેમાં તું વસ! તે જ મંગળ વાસ્તુ છે.
પુરાણકથાના આધારે અવનવા ધાર્મિક સંવાદો–નાટકો પણ સોનગઢમાં તેમ જ
અન્યત્ર પ્રસંગઅનુસાર બાળકો ભજવે છે, ને તે દ્વારા બાળકોમાં નાનપણથી જ ધાર્મિક
દ્રઢતાના સુંદર સંસ્કાર રેડાય છે. સીતાજી, અંજના, ચેલણા, અકલંક–નિકલંક, ભરત–
બાહુબલી, શ્રીંકઠવૈરાગ્ય, વારિણેષકુમાર, વજ્રબાહુવૈરાગ્ય, હરિષેણચક્રવર્તી, વગેરે અનેક
ધાર્મિક નાટકો ભજવાઈ ચૂક્્યાં છે.
સં. ૨૦૧૦ થી ૨૦૨૦ માં કુલ પચીસ વખત જિનબિંબ પ્રતિષ્ઠાના પ્રસંગો
બન્યા, અને પછી પણ તે પ્રવાહ ચાલુ જ રહ્યો. ૨૦૨૦ ના આસો માસમાં જસદણમાં
જિનમંદિરનું શિલાન્યાસ થયું.
ગુરુદેવને સમ્મેદશિખર વગેરે તીર્થો ઉપર ખાસ લાગણી છે. જૈનસમાજમાં જ્યારે
એ તીર્થો સંબંધી હિલચાલ ચાલતી હતી ત્યારે ગુરુદેવ પણ તીર્થરક્ષા સંબંધમાં ચિન્તા
ધરાવતા, અવારનવાર ચર્ચામાં તેનો ઉલ્લેખ કરતા, ને કહેતા કે મૂળ તો જૈન દિગંબર
ધર્મ જ હતો; પણ દિગંબર મુનિઓ તો પરમ નિસ્પૃહ, તે તો કાંઈ બહારની ઉપાધિમાં
પડે નહીં. તીર્થોમાં અહીંથી ભગવાન મોક્ષ પધાર્યા છે–તેની યાદી તરીકે ભગવાનનાં
પગલાં હોય છે. આવા તીર્થોની જાળવણી માટે બંદોબસ્ત થવો જોઈએ. તીર્થોની જેમ
સાધર્મી પ્રત્યેનો પ્રેમ પણ અપાર છે. એના અનેક પ્રસંગો બન્યા છે. સીતાજી, અંજના
વગેરેનું જીવન વાંચતા વાંચતા ગુરુદેવને આંસુ આવી જાય છે; તેઓ કહે છે કે ધર્માત્મા
ઉપરનું દુઃખ હું જોઈ શકતો નથી. એ જ રીતે શાસ્ત્રો પ્રત્યે પણ ઘણો પ્રેમ ને આદર છે;
કોઈ નવીન શાસ્ત્ર પ્રાપ્ત થતાં તેઓ પ્રસન્ન થાય છે.
રાજસ્થાનના બયાના શહેરમાં પાંચસો વર્ષ પ્રાચીન (સં. ૧પ૦૭ની)
સીમંધરભગવાનની પ્રતિમા બિરાજે છે–એ વાત ૨૦૨૧ ના કારતક માસમાં સોનગઢમાં
જાણવા મળી; તે જાણીને ગુરુદેવ વગેરે ખૂબ પ્રસન્ન થયા; ને એનાં દર્શનની ઈંતેજારી જાગી.
સં. ૨૦૨૦ માગશર–પોષમાં સમયસારની ૪૭ શક્તિ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ
અદ્ભુત ખીલ્યા હતા. ૪૭ શક્તિના પ્રવચનો વખતે ચૈતન્યગુણો પ્રત્યેનો એમને કેવો
પરમ આહ્લાદ ઉલ્લસે છે! –તે તો સાંભળનારને નજરે દેખાય છે. ગુરુદેવ રોજ સવા–

PDF/HTML Page 35 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
રમાં ૪૭ શક્તિનું રટણ કરી જાય છે ને કહે છે કે મારી માળા છે. ‘૪૭ શક્તિ તે
આત્માનો વૈભવ છે, એવા વૈભવશાળી ભગવાન આત્માનું અંતરમાં ધ્યાન કરવાથી
જ્ઞાન–આનંદરૂપી વૈભવ પ્રગટે છે.’ –આમ ગુરુદેવે પોતાના સ્વહસ્તે ‘આત્મવૈભવ’
પુસ્તકમાં લખ્યું છે. તેઓ ઘણીવાર પ્રમોદથી કહે છે કે અહા! સંતોએ અંદરમાં
સર્વજ્ઞસ્વભાવના ભેટા કરી કરીને એની શક્તિનાં અચિંત્ય રહસ્યો ખોલ્યાં છે. ૪૭ શક્તિ
વડે આત્મગુણોનો જે અપાર મહિમા ગુરુદેવે સમજાવ્યો છે તે મુમુક્ષુને ન્યાલ કરે તેવો છે.
પોષ સુદ દસમે ગુરુદેવ ઘણા ભક્તોને કહેતા કે–‘આજે તો મેં ભગવાન જોયા.’ તે
સાંભળીને ભક્તો આર્શ્ચયમાં પડી જતાં. ને ગુરુદેવ પ્રમોદથી ખુલાસો કરતા કે આજે તો
સ્વપ્નમાં પૂર્વના આકાશમાં બાહુબલી ભગવાનના અદ્ભુત દેદાર દેખ્યા. આશ્ચર્યકારી એમની
મુદ્રા હતી. એનું રૂપ ને એમના મુખ ઉપરની વીતરાગતા કોઈ અલૌકિક હતા. એ અચિંત્ય
શક્તિવંત બાહુબલીનાથના અદ્ભુત વૈરાગ્યદેદારના દર્શનથી ગુરુદેવને ઘણો જ આહ્લાદ
થયો હતો; અને ગુરુમુખે એનું વર્ણન સાંભળીને ભક્તજનોને પણ ખૂબ હર્ષ થયો.
ગુરુદેવ અવારનવાર સ્વપ્નમાં અપૂર્વભાવસૂચક સ્વપ્નો જુએ છે, –કોઈમાં
ભૂતકાળના ભણકારા હોય છે, તો કોઈમાં ભવિષ્યની આગાહી હોય છે; ને કોઈવાર
વર્તમાન અધ્યાત્મનું જે ઘોલન ચાલતું હોય તે સ્વપ્નમાં ફરીને તાજું થાય છે. ઘણાં વર્ષો
પહેલાંના એક સ્વપ્નમાં ગુરુદેવે છઠ્ઠ–સાતમના કેટલાય ચંદ્રમાથી ભરેલું આકાશ જોયું
હતું. તેને ઘણીવાર યાદ કરીને ગુરુદેવ કહે છે કે જાણે–છઠ્ઠા–સાતમા ગુણસ્થાનરૂપ
મુનિદશા સૂચવતું હોય–એવું એ મંગલ સ્વપ્ન હતું. બીજા એક સ્વપ્નામાં સિદ્ધાંત સૂત્રો
લખેલાં મોટાં મોટાં પાટિયાં આકાશમાંથી ઊતરતાં જોયેલાં, –તે જિનવાણીની પ્રાપ્તિ
અને શ્રુતજ્ઞાનની અતિશયતાનું સૂચક હતું. આ ઉપરાંત, જાણે પોતે કોઈ રાજકુમાર હોય
એવા ભણકાર આવતા.–જે સ્પષ્ટપણે પૂર્વભવના સૂચક હતા; પણ તે વખતે એની ખબર
ન હતી. પાછળથી જાતિસ્મરણજ્ઞાનના પ્રસંગો બનતાં એ બધું સ્પષ્ટ થયું, ને બધી સંધિ
મલી ગઈ કે પોતે પૂર્વભવે વિદેહમાં એક રાજકુમાર હતા–તેના એ ભણકાર હતા. વીર
સં. ૨૪૮૭ ના જેઠમાસમાં ગુરુદેવે કોઈ એક મુનિરાજને સ્વપ્નમાં જોયા. જાણે કોઈ
મુનિરાજ દર્શન દેવા પધાર્યા છે. મુનિરાજના અદ્ભુત આશ્ચર્યકારી દર્શનથી ગુરુદેવને
અપાર પ્રમોદ થયો. (એ દ્રશ્યની થોડીક યાદી સુવર્ણસંદેશના ૩૨ મા અંક

PDF/HTML Page 36 of 80
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
ઉપર છે.) એ વખતે પ્રવચનમાં અષ્ટપ્રાભૃતમાંથી મુનિદશાના અપાર મહિમાનું વર્ણન
ચાલતું હતું, ને તેમાં વળી સ્વપ્નદ્વારા મુનિરાજે દર્શન દીધાં, –પછી તો પૂછવું જ શું!
પ્રવચનમાં મુનિમહિમાનો જે ધોધ વહ્યો તેમાંથી થોડાંક ટીપાં નમૂનારૂપે જોતાં તેનો
ખ્યાલ આવશે; ગુરુદેવ કહેતા–
* અહા, મુનિરાજ એ તો અરિહંતના પુત્ર છે; અરિહંતના યુવરાજ છે.
* મુનિને તો જિનતુલ્ય સમજીને તેનું પરમ બહુમાન અને આદર કરવા યોગ્ય છે.
* મુનિદશા એટલે છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની વીતરાગી દશા.
* મુનિ તો સહજ સ્વરૂપની નિર્વિકલ્પ શાંતિમાં ઝૂલતાં ઝૂલતાં સિદ્ધપદને સાધી
રહ્યા છે.
* ચૈતન્યનિધાન ખોલવા નીકળેલો સાધુ જગતના નિધાનમાં લોભાતો નથી.
–આમ હજારો પ્રકારે મુનિદશાનો સાચો મહિમા ગુરુદેવના મુખે સાંભળીને તીવ્ર
ભક્તિપૂર્વક એવા મુનિરાજના દર્શનની તાલાવેલી જાગતી હતી. ગુરુદેવ પોતે ઘણીયેવાર
મુનિદર્શનની ઝંખના વ્યક્ત કરે છે. –પણ અંતે કુંદકુંદાદિ મુનિભગવંતોની સ્મૃતિથી જ
સંતોષ માનવો પડે છે; ને તેમની વાણીને જ મુનિસમાન સમજીને પરમ આદરથી
એમના અંતરના ભાવોનું વધુ ને વધુ ઊંડુ મનન કરવામાં ઉપયોગ લગાવે છે.
૨૦૨૧ ના માહ માસમાં ગુરુદેવે મધ્યપ્રદેશનો ૨પ દિવસનો પ્રવાસ કર્યો, તેમાં
ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, મક્ષી–પાર્શ્વનાથ અને મલ્હારગઢ વગેરે સ્થાને થઈને ફાગણ
સુદ એકમે સોનગઢ પધાર્યા. આ પ્રસંગે ભોપાલ અને ઉજ્જૈનમાં જિનબિંબની
વેદીપ્રતિષ્ઠા થઈ. મલ્હારગઢમાં પણ ગુરુદેવ પધારતાં ધાર્મિકમેળા જેવો ભવ્ય ઉત્સવ
થયો. –જંગલમાં મંગલ થયું.
જયપુરના પંડિતશ્રી ટોડરમલ્લજી રચિત મોક્ષમાર્ગપ્રકાશક ગુરુદેવનું એક અતિ
પ્રિય શાસ્ત્ર છે, અનેકવાર તેના ઉપર પ્રવચનો થયાં છે; અને નિશ્ચય–વ્યવહારનાં
રહસ્યો સંબંધી પં. ટોડરમલ્લજીએ જે સ્પષ્ટીકરણ કર્યું છે તેને માટે ગુરુદેવ કહે છે કે
જૈનશાસ્ત્રોના અર્થો ઉકેલવાની એ ચાવી છે. ઘણા પ્રકારે પંડિતજીનો મહિમા ગુરુદેવે
પ્રસિદ્ધ કર્યો ને તેનો ખુબ પ્રચાર થયો; તેને પરિણામે જયપુરમાં લાખો રૂા. ના ખર્ચે
વિશાળ ‘પં. ટોડરમલ્લજી સ્મારકભવન’ બંધાવવાનું શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાએ

PDF/HTML Page 37 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩૫ :
નક્કી કર્યું. અને સં. ૨૦૨૧ ના મહા વદ પાંચમે તેનું શિલાન્યાસ ભાઈશ્રી ખીમચંદ જે.
શેઠના હસ્તે થયું. ૨૦૦ વર્ષ પહેલાં પં. શ્રી ટોડરમલ્લજીએ પ્રસિદ્ધ ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ તે
જ દિવસે લખી હતી. આ ચિઠ્ઠી ઉપર ગુરુદેવનાં અદ્ભુત ભાવભીનાં અનુભવપ્રધાન
પ્રવચનો થઈ ગયા છે ને ‘अध्यात्मसंदेश’ નામના પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે–જે
સ્વાનુભવના પ્રયત્ન માટે દરેક જિજ્ઞાસુને ખાસ મનનીય છે.
રાજકોટ શહેરમાં
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા અને જન્મજયંતિના ઉત્સવો
રાજકોટ શહેરમાં સીમંધરપ્રભુના સમવસરણની તથા બાવન ફૂટ ઊંચા
માનસ્તંભની રચનાનું કાર્ય પૂરું થયું હતું, તેમ જ ત્યાંના સંઘની ભાવના ગુરુદેવનો
જન્મોત્સવ પોતાના આંગણે ઉજવવાની હતી; તેથી ગુરુદેવ સં. ૨૦૨૧ ચૈત્ર સુદ ૧૩
(તા. ૧૩–૪–૬પ) ના રોજ રાજકોટ પધાર્યા. ૭૬ મા જન્મોત્સવનિમિત્તે રાજકોટ
પધારેલા ગુરુદેવનું ૭૬ મંગલ–કલશ સહિત ભવ્ય સ્વાગત થયું. –ત્યારે ગુરુદેવે
શુદ્ધાત્માનું અને સિદ્ધભગવંતોનું સ્વાગત કરતાં મંગલાચરણમાં કહ્યું કે: હે પ્રભો! મને
આપનો રંગ લાગ્યો, ને હું શુદ્ધાત્માને સાધવા માટે જાગ્યો, તેમાં હવે ભંગ પડવાનો
નથી. જેવા તીર્થંકરો છે તેવો જ હું છું–એમ પ્રતીત કરીને શુદ્ધ આત્મા સિવાય બીજાને
મનમાં લાવું નહીં, –એવી અમારી ટેક છે. આમ ઓળખાણપૂર્વક હે નાથ હું આપનું
મંગલ સ્વાગત કરું છું. હે સિદ્ધભગવંતો! મારા જ્ઞાનમાં આપને પધરાવીને હું સ્વાગત
કરું છું, એટલે કે જ્ઞાનને શુદ્ધાત્મા તરફ વાળીને આપનું સ્વાગત કરું છું. આમ સાધક
અને સિદ્ધના ઉમંગભર્યા સ્વાગતથી સૌ આનંદિત બન્યા. મહાન ઉત્સવોની જોસદાર
તૈયારીઓ થવા લાગી; જિનમંદિરની સામે જ ‘સીમંધરનગર’ ની રચના થઈ ગઈ. ચૈત્ર
સુદ પૂનમના રોજ પૂ. ગુરુદેવ જામનગર મુરબ્બીશ્રી વીરજીભાઈ વકીલને દર્શન દેવા
પધાર્યા હતા. ચૈત્ર વદ પાંચમે શ્રીમદ્રાજચંદ્રજીના સમાધિસ્થાનની પણ મુલાકત લીધી
હતી ને ત્યાં શ્રીમદ્ની જ્ઞાન–વૈરાગ્યદશાના મહિમાપૂર્વક ‘અપૂર્વ અવસર’ દ્વારા
પરમપદપ્રાપ્તિની ભાવના ભાવી હતી. ચૈત્ર વદ છઠ્ઠે ‘બાલાશ્રમ’ ની મુલાકાત લીધેલી,
ત્યાં બે–ચાર દિવસના બાળકથી માંડીને પંદર વર્ષ સુધીનાં સેંકડો નિરાધાર બાળકોને
જોતાં ગુરુદેવે લાગણીથી કહ્યું કે અરે, સંસારની આ સ્થિતિ વિચારતાં તો વૈરાગ્ય આવી
જાય તેવું છે. જ્યાં જન્મ દેનારા માતા પિતા પણ શરણ નથી થતા એવો આ અશરણ
સંસાર! તેમાં આત્માની ઓળખાણ ન કરે ત્યાં સુધી

PDF/HTML Page 38 of 80
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
જીવની આ જ સ્થિતિ છે. ત્યાંના એ ‘અનાથ’ બાળકોને ગુરુદેવે પ્રેમભર્યો બાલોપયોગી
ઉપદેશ આપ્યો હતો ને તેમને માટે ‘જૈનબાળપોથી’ આપવામાં આવી હતી.
તા. ૨૨–૪–૬પ ના રોજ, સમ્મેદશિખરજી તીર્થધામ સંબંધમાં દિગંબર જૈન
સમાજના સંપૂર્ણ હક્કોની રક્ષા થાય, ને સમગ્ર જૈનસમાજ હળીમળીને રહે–તે બાબતમાં
રાજકોટ અને સૌરાષ્ટ્રના સમસ્ત દિગંબર જૈનસમાજ તરફથી એક ઠરાવ કરવામાં
આવ્યો હતો. –આ જ અરસામાં દિલ્હી પાટનગરમાં એક લાખ જેટલા દિગંબર જૈનોનું
સરઘસ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીને મળ્‌યું હતું, ને સમાજની લાગણીઓ
વ્યક્ત કરી હતી.
રાજકોટમાં એકકોર સીમંધરનગરમાં સીમંધરનાથનો સન્દેશ હજારો શ્રોતાઓને
ગુરુદેવ સંભળાવતા હતા, તો સામે આરસના સમવસરણ અને માનસ્તંભની બાકીની
રચનાઓ પૂરી કરવા ઝડપભેર કામ ચાલતાં હતાં, ને સાથે સાથે પંચકલ્યાણક ઉત્સવની
તૈયારીઓ ચાલતી હતી......પરંતુ એ બધાની તૈયારી થાય ત્યારપહેલાં તો વૈશાખ સુદ
બીજી ઊડતી ઊડતી રાજકોટમાં આવી પહોંચી ને કહાનજન્મની મીઠી વધાઈ લેતી
આવી. એકાએક ઘંટનાદથી પાટનગરના પ્રજાજનો ઝબકીને જાગી ઊઠ્યા. આજના
પ્રવચનમાં બીજનું દ્રષ્ટાંત આપીને ગુરુદેવે બોધીબીજનો મહિમા સમજાવ્યો. હજારો
ભક્તોએ જન્મોત્સવની ખુશાલી વ્યક્ત કરી. ૭૬ દીપકોથી જિનદેવની આરતી થઈ;
બાલિકાઓએ ગુરુજન્મનું ‘આનંદ નાટક’ કર્યું આ રીતે ગુરુદેવનો જન્મોત્સવ ઊજવીને
સૌરાષ્ટ્રનું પાટનગર ધન્ય બન્યું.
વૈશાખ સુદ ૧ થી ૧૨ સુધી પંચકલ્યાણક પ્રતિષ્ઠાની વિધિ થઈ; કલ્યાણકનાં એ
પાવન દ્રશ્યો જોઈને ધર્મપ્રેમી જનતા આશ્ચર્યમુગ્ધ બની. વૈશાખ સુદ બારસે તો એ
સમવસરણ સીમંધરનાથ વડે શોભી ઊઠ્યું. અહા! સાધકોના પ્રતાપે આ ભરતક્ષેત્રમાં
પણ સીમંધરનાથનું સમવસરણ આવ્યું–એક રીતે જોઈએ તો વિદેહના સમવસરણમાં
સીમંધરપ્રભુ બોલે છે ને ભરતના સમવસરણમાં મૌન બેઠા છે, –એટલો જ ફેર છે ને! –
પરંતુ બીજી રીતે જોઈએ તો, સીમંધરનાથ વિદેહમાં જે ઉપદેશ આપી રહ્યા છે તે ઉપદેશ
સાક્ષાત્ સાંભળીને તેનો સાર કહાનગુરુદ્વારા આપણને ભારતમાં પણ મળી જ રહ્યો છે.
અને ત્રીજી રીતે જોઈએ તો કહાનગુરુના હૃદયમાંથી જ એક ભાવિતીર્થંકરનો દિવ્ય નાદ
નીકળી રહ્યો છે. –વાહ, કેવું મધુર છે ગુરુદેવનું જીવન! ને કેવા મધુર છે એનાં અતીત–
અનાગતનાં સંભારણાં!

PDF/HTML Page 39 of 80
single page version

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
સમવસરણમાં અને માનસ્તંભમાં ગુરુદેવે ઘણા ભક્તિભાવે સીમંધરપ્રભુની
પ્રતિષ્ઠા કરી, હજારો ભક્તો આનંદપૂર્વક એ સાધ્ય–સાધકનું મિલન નીહાળી રહ્યા.
સમવસરણમાં કુંદકુંદાચાર્યદેવની પણ સ્થાપના કરી. ગુરુદેવના પ્રભાવથી આ પંદરમો
પંચકલ્યાણકમહોત્સવ થયો હતો. પ્રતિષ્ઠા પછી બીજે દિવસે (વૈ. સુદ તેરસે) ગુરુદેવ
સોનગઢ પધાર્યા. અને ભરઉનાળામાં તત્ત્વપિપાસુઓ માટેની પરબ ફરીને ચાલુ થઈ.
આ વર્ષની શ્રાવણ વદ બીજે પૂ. બેનશ્રી ચંપાબેનના મંગલ જન્મદિવસે સભામાં
પૂ. ગુરુદેવના શ્રીમુખથી હાર્દિક પ્રમોદભર્યા ઉદ્ગારો સાંભળીને સભાજનો અતિ હર્ષિત
થયા; –એ સુવર્ણપ્રસંગ ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે; તે ઉદ્ગારો અક્ષરશ; લખાયેલા
છે, ને અહીં આપવાનું મન થાય છે, પરંતુ તેઓશ્રીને પોતાની પ્રસિદ્ધિ પ્રત્યેની અત્યંત
ઉદાસીનતાને કારણે તે મુલતવી રાખવું પડે છે. તેમનું ચાર ભવનું જાતિસ્મરણજ્ઞાન તેમ
જ અનુભવજ્ઞાન વગેરેની પ્રસિદ્ધિ બાબત એકવાર ગુરુદેવે સહેજ વિચાર બતાવ્યો ત્યારે
તેમણે સહજભાવે કહ્યું કે ગુરુદેવ! એ બધો તો આપનો પ્રતાપ છે; બહાર પ્રસિદ્ધિનું શું
કામ છે?’ ગુરુદેવ કોઈવાર આ પ્રસંગ યાદ કરીને એમની ગંભીરતાનો મહિમા બતાવે
ત્યારે સાંભળનારા આશ્ચર્ય પામે છે. ગુરુદેવ ઘણીવાર કહે છે કે આવાં બે બહેનો પાક્્યાં
છે તે મંડળની બહેનોનું મહાભાગ્ય છે.
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટના નિવૃત્તપ્રમુખ મુરબ્બીશ્રી રામજીભાઈ માણેકચંદ
દોશીએ ત્યાં સંસ્થાની શરૂઆતથી જ જે સેવાઓ કરી છે, ને પચીસેક વર્ષ સુધી સંસ્થાના
પ્રમુખપદે રહીને સંસ્થાનો જે વિકાસ કર્યો છે, તે બદલ તેમના ૮૩ મા જન્મદિવસે
(ભાદરવા સુદ ચોથે) તેમના સન્માનનો એક મેળાવડો યોજવામાં આવ્યો હતો; અને
પ્રમુખશ્રી નવનીતલાલભાઈની પ્રેરણાથી આ નિમિત્તે સાહિત્યપ્રચાર માટે એક લાખ રૂા.
જેટલું ફંડ મુમુક્ષુઓમાંથી ભેગું થયેલ હતું. તે રકમમાંથી પચાસેક હજારના ખર્ચે
સોનગઢમાં સ્વાધ્યાયમંદિરના ચોકમાં એક ‘કુંદકુંદકહાનજૈનસરસ્વતીભવન’ બંધાયેલ
છે; તેનું ઉદ્ઘાટન ૨૦૨૨ ના ભાદરવા સુદ ચોથે જૈનસમાજના આગેવાન શેઠશ્રી
શાંતિપ્રસાદજી શાહુ (કલકત્તા) ના હસ્તે થયું.
‘આત્મધર્મ’ માસિક–કે પહેલેથી જેના સંપાદક મુરબ્બીશ્રી રામજીભાઈ હતા,
તેનો વધુ ને વધુ વ્યવસ્થિત વિકાસ થાય તે હેતુથી માનનીય પ્રમુખશ્રીએ બ્ર. હરિભાઈને
તેનું સંપાદન સોપ્યું. અને ગુરુદેવની કૃપાદ્રષ્ટિ ઝીલીને આત્મધર્મનો વધુ ને વધુ વિકાસ
થવા લાગ્યો. આત્મધર્મની રજતજયંતીના વર્ષમાં તેનો ૩૦૦ મો અંક વાંચીને અત્યંત

PDF/HTML Page 40 of 80
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
પ્રમોદપૂર્વક ગુરુદેવના હૃદયમાંથી જે ઉદ્ગારો નીકળ્‌યા તે સાંભળતાં ગુરુદેવના મહાન
અનુગ્રહનો ખ્યાલ આવતો હતો. ને આ આનંદપ્રસંગની યાદીમાં પ્રમુખશ્રી તરફથી
સંપાદકને એક સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. આત્મધર્મનો હંમેશાં એક જ ઉદે્શ છે
કે જે આત્મહિતકારી પરમસત્ય ઉપદેશ ગુરુદેવ આપણને સંભળાવી રહ્યા છે તે સર્વે
જિજ્ઞાસુઓ સુધી પહોંચે, અને ગુરુદેવનો સત્યમહિમા જીવોને લક્ષગત થાય. આ ઉદ્દેશ
સફળ થયો છે ને હજારો જિજ્ઞાસુઓ તેનો લાભ અત્યંત પ્રેમથી લઈ રહ્યા છે.
ગુરુદેવદ્વારા થઈ રહેલી મહાન પ્રભાવનામાં ‘આત્મધર્મ’ નો મહત્વનો ફાળો છે અને
આત્મધર્મ પણ તેનું અંગ બની ગયું છે. એના ‘બાલવિભાગ’ દ્વારા હજારો બાળકોમાં
નાનપણથી જ ધર્મના ઊંડા સંસ્કાર રેડાઈ રહ્યા છે. એના મોટા ભાગના સભ્યો હંમેશાં
જિનેન્દ્રદેવનાં દર્શન કરે છે, રાત્રિભોજન છોડી દીધું છે, સિનેમા જોતા નથી, રોજ
તત્ત્વનો અભ્યાસ કરે છે, ને જૈનશાસનની સેવા કરવા માટે ખૂબ આતુર છે. પોતાને
‘જિનવરના સન્તાન’ કહેતાં તે ગૌરવ અનુભવે છે. એક તરફ ગુરુદેવના પ્રતાપે શ્રુતનાં
મહાન રહસ્યો ખૂલતાં ગયાં ને વધુ ને વધુ શ્રુત પ્રભાવના થતી ગઈ, તો બીજી તરફથી
બરાબર એ જ અરસામાં, પૂર્વના વીતરાગી સન્તોએ ગૂંથી રાખેલું દિવ્યધ્વનિ સાથે
સંધિવાળું શ્રુત પણ ભંડારોમાંથી બહાર આવ્યું ને પુસ્તકોરૂપે છપાઈ–છપાઈને ગુરુદેવના
હાથમાં આવવા લાગ્યું; એ વાંચીને ગુરુદેવ અત્યંત પ્રમોદિત થતા, ને તેમાંથી કોઈ
અવનવા અપૂર્વ ન્યાયો જ્યારે પ્રવચનમાં કહેતા ત્યારે શ્રોતાજનો પણ ખૂબ ઉલ્લસિત
થતા અને અત્યંત બહુમાનથી એવી ભાવના થતી કે અહા, તીર્થંકરની એ દિવ્યધ્વનિ
કેવી હશે! ને એનું રહસ્ય ઝીલનારા વીતરાગી સન્તો કેવા હશે! એમના પ્રત્યે પરમ
ભક્તિથી હૃદય નમી પડતું. વિનયવાન શિષ્ય મતિજ્ઞાનના બળથી કેવળજ્ઞાનને બોલાવે
છે; મતિજ્ઞાન તે કેવળજ્ઞાનનો અંશ છે; અંશદ્વારા પૂર્ણની પ્રત્યક્ષતા થાય છે; વસ્તુ પોતે
પોતાના વિશેષ અંશરૂપે પરિણમે છે, તે વિશેષ પરમાંથી આવતું નથી; મુનિવરોને
નિશ્ચય પ્રત્યાખ્યાનમાં આહારાદિની વૃત્તિનો પણ ત્યાગ. –વગેરે અનેક વિષયોનું
રોમાંચકારી વર્ણન ષટ્ખંડાગમ વગેરેમાંથી અવારનવાર ગુરુદેવ પ્રવચનમાં કહે છે.
ગુરુદેવ કહે છે કે ભગવાનની સીધી વાણી આ શાસ્ત્રોમાં ગૂંથાયેલી છે. આનાથી વિરુદ્ધ
બીજા લોકોએ ભગવાનના નામે શાસ્ત્રો બનાવ્યાં છે, પણ એ ભગવાનની વાણી નથી.
આમાં ભગવાનની વાણી ભવના અંતનો ભણકાર કરતી આવે છે. એ જ રીતે પર્યુષણ
વગેરે પ્રસંગે દસલક્ષણધર્મ વગેરેનું સ્વરૂપ અનેરી શૈલીથી સમજાવીને ગુરુદેવ જૈનધર્મનું
ખરું હાર્દ સમજાવે