Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 48
single page version

background image
૩૧૦
તત્ત્વજ્ઞાનનો દશકો
(૧) આત્માનું અમરપણું જાણે તો મરણનો ભય મટે.
(૨) મરણને જાણનારો પોતે કદી મરતો નથી.
(૩) દેહ આવ્યો ને ગયો, આત્મા તો એ જ રહ્યો.
(૪) આત્માને આત્માનો વિયોગ કદી હોય નહીં.
(પ) શરીરના વિયોગે કાંઈ આત્માનો વિયોગ થતો નથી.
(૬) સિદ્ધભગવંતો સદાકાળ શરીર વગર જીવી રહ્યા છે.
(૭) દેહગૂફામાં અંદર ઊંડેઊંડે આત્મા છે તેને લક્ષમાં લ્યો.
(૮) સિદ્ધભગવાનને શોધવા માટે અંતર્મુખ થઈને આત્મામાં જો.
(૯) દેહ આવે ને જાય પણ આત્મા કદી દેહરૂપ ન થાય.
(૧૦) રાગમાં કદી સુખ નહિ ને વીતરાગતામાં દુઃખ નહીં.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯પ શ્રાવણ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૬ : અંક ૧૦

PDF/HTML Page 2 of 48
single page version

background image
વિ વિ ધ સ મા ચા ર
સોનગઢમાં કહાનનગર સોસાયટીનું ઉદ્ઘાટન ભાદરવા સુદ એકમ ને
શુક્રવાર તા. ૧૨–૯–૬૯ ના રોજ થવાનું છે.
સોનગઢમાં જે નવું આગમમંદિર થવાનું છે તેના શિલાન્યાસનું મુહૂર્ત
ભાદરવા સુદ બીજ ને શનિવાર તા. ૧૩–૯–૬૯ ના રોજ છે.
સાવરકુંડલાની પાસેના કાનાતળાવ ગામમાં ત્યાંના જૈન કણબીભાઈઓ
દ્વારા જે નવું સ્વાધ્યાય મંદિર તથા જિનમંદિર થવાનું છે તેના શિલાન્યાસનું મુહૂર્ત
ભાદરવા સુદ ત્રીજ ને રવિવાર તા. ૧૪–૯–૬૯ ના રોજ છે.
દસલક્ષણી– પર્યુષણ પર્વનો પ્રારંભ ભાદરવા સુદ ચોથ ને સોમવાર તા.
૧પ–૯–૬૯ ના રોજ થશે.
મિટિંગ સંબંધી જાહેરાતો–
દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળની કાર્યવાહક કમિટિની મિટિંગ ભાદરવા સુદ
એકમ ને શુક્રવાર તા. ૧૨–૯–૬૯ ના રોજ બપોરે ચાર વાગે રાખવામાં આવી છે.
• દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળની સામાન્ય સભા ભાદરવા સુદ ત્રીજ ને
રવિવાર તા. ૧૪–૯–૬૯ ના રોજ સવારે સાડાનવ વાગે રાખવામાં આવી છે.
• શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) ની મિટિંગ ભાદરવા સુદ ત્રીજ
ને રવિવાર તા. ૧૪–૯–૬૯ ના રોજ બપોરે ૪ વાગે રાખવામાં આવી છે.
• શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક સામાન્ય સભા શ્રાવણ વદ અમાસ
ને ગુરુવાર તા.૧૧–૯–૬૯ ના રોજ બપોરે ચાર વાગે રાખવામાં આવી છે.
• શ્રી જૈન વિદ્યાર્થીગૃહના ટ્રસ્ટીઓની તથા વ્યવસ્થાપક કમિટિની મિટિંગ
શ્રાવણ વદ અમાસ ને ગુરુવાર તા. ૧૧–૯–૬૯ ના રોજ સવારે સવાનવ વાગે; તથા
જનરલ સભાની મિટિંગ ભાદરવા સુદ બીજ ને શનિવારે ચાર વાગે રાખવામાં આવી છે.
મુનિમહિમા:– દરવર્ષે વૈશાખ માસે આપણે વિશેષાંક પ્રગટ કરીએ છીએ;
તદ્નુસાર આગામી વૈશાખ માસમાં “મુનિવરોના મહિમાનો એક ખાસ વિશેષાંક” પ્રગટ
કરવાની ભાવના છે.–જેથી જૈનધર્મમાં ચારિત્રદશાનો અને મુનિદશાનો કેવો અપાર
મહિમા છે તે જગતમાં પ્રસિદ્ધિ થાય; અને આપણા સમાજને મુનિભગવંતો પ્રત્યે કેટલો
મહાન આદર છે તે પણ આપણે વ્યક્ત કરીએ. સૌના યોગ્ય સહકારથી જો આ અંક
પ્રસિદ્ધ થશે તો ખૂબ જ પ્રભાવનાનું કારણ થશે.
પ્રથમ સ્વર્ગ:– મેરૂપર્વતની ટોચ પછી તરત પહેલા સ્વર્ગની શરૂઆત થાય છે;
અને દોઢ રાજુની ઊંચાઈ સુધી પહેલું સ્વર્ગ છે. દોઢ રાજુની ઊંચાઈએ પહેલા સ્વર્ગની
ધજા છે; ને તેનું તળીયું મેરુ ઉપર એક બાલ જેટલા અંતરે છે. આ રીતે દોઢ રાજુમાં
પહેલું સ્વર્ગ વિસ્તરેલું છે. (કેટલાક જિજ્ઞાસુઓ તરફથી પ્રશ્ન આવેલ તેથી આટલી
સ્પષ્ટતા કરી છે.)
પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારે સમયસારમાં પુણ્ય–પાપઅધિકાર
તથા બપોરે પ્રવચનસાર ગા. ૧૭૨ અલિંગગ્રહણના ૨૦ બોલ ઉપર પ્રવચનો ચાલે છે.
(વિશેષ માટે જુઓ પૃ. ૩૩)

PDF/HTML Page 3 of 48
single page version

background image

વાર્ષિક વીર સં. ૨૪૯૫
લવાજમ શ્રાવણ
ચાર રૂપિયા
• વર્ષ ૨૬ : અંક ૧૦ •
હમ તો કબહૂં ન નિજ ઘર આયે
हम तो कबहूँ न निज घर आये ।। टेक ।।
पर घर फिरत बहुत दिन बीते, नाम अनेक घराये ।। हम०।।
परपद–निजपद मान मगन ह्व परपरिणति लिपटाये ।।
शुद्ध शुद्ध सुखकन्द मनोहर, चेतन भाव न भाये ।। हम०।।
नर पशु देव नरक निज जान्यो, परजय बुद्धि लहाये ।।
अमल अखण्ड अतुल अविनाशी, आतमगुन नहिं गाये ।। हम०।।
यह बहभूल भई हमरी, फिर कहाकाज पछिताये ।।
‘दौल तजो अजहूं विषयनको, सत्गुरुवचन सुहाये ।। हम०।।
નિજઘર એટલે આનંદમય ચૈતન્યધામ તેના અનુભવની ભાવના વ્યક્ત
કરતાં કવિ કહે છે કે અરે, અમારા આ નિજઘરમાં અમે કદી ન આવ્યા.
ભવભ્રમણરૂપ ઘરમાં ભમતાં ભમતાં ઘણાં દિવસો વીત્યા ને ઘણાં નામ
ધારણ કર્યા; પરપદને જ નિજપદ સમજીને તેમાં મગ્ન થઈ રહ્યો ને
પરપરિણતિમાં ફસાયો, પરંતુ શુદ્ધ–બુદ્ધ–સુખકંદ ને મનોહર એવા
ચૈતનભાવની ભાવના કદી ન ભાવી.
નર–પશુ–દેવ–નરક એમ ચારગતિરૂપે જ આત્માને માનીને પર્યાયબુદ્ધિ
થઈ ગયો; પણ અમલ–અખંડ–અતુલ ને અવિનાશી એવા આત્માના ગુણ
ન ગાયા, તેની ઓળખાણ ન કરી. આ અમારી મોટી ભૂલ થઈ ગઈ; પણ
(કવિ કહે છે કે) હવે પસ્તાવાથી શું? હવે તો સદ્ગુરુના વચનનો પ્રેમ
કરીને હે દૌલત! તમે આજે જ વિષયોને છોડો અને આનંદમય ચેતનધામ
એવા નિજઘરમાં આવીને રહો.

PDF/HTML Page 4 of 48
single page version

background image
: ૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
સર્વજ્ઞપદની વિભૂતિથી ભરેલું ચૈતન્યમય નિજઘર
મરણ ટાણે જીવ શરીરને કહે છે: હે ભાઈબંધ! મારી સાથે ચાલ.
ત્યારે શરીર કહે છે કે: હું તારી સાથે નહિ આવું.
હે જીવ! તું તો ઉત્કૃષ્ટ ચૈતન્યરૂપનો ધારક છો; તારી સર્વજ્ઞપદની વિભૂતિ
જગતમાં ઉત્કૃષ્ટ છે; અરે, તું દેહમાં ક્યાં મૂર્છાણો? વિજ્ઞાનઘન આનંદમૂર્તિ આત્મા તું
મૃતક–કલેવર જેવા શરીરમાં કેમ મોહિત થયો? શરીરની અવસ્થાથી તું પોતાને સુખી–
દુઃખી માને છે તે મહાન અસત્ય છે. હું પૈસાવાળો અથવા હું ગરીબ–એ પણ બાહ્યબુદ્ધિ
છે. શરીર પણ તારું નથી તો ધન–પુત્રાદિ તારાં ક્યાંથી થયા? –એ તો ક્ષેત્રથી પણ
તારાથી દૂર પડયા છે, તો તારાં ક્યાંથી થઈ ગયા! ભાઈ, તું પૈસાવાળો કે ગરીબ નથી,
તું તો ચૈતન્યલક્ષ્મીનો ખજાનો છો, આનંદનો ભંડાર છો; જેની પ્રીતિના બળે છ ખંડની
વિભૂતિનો મોહ ક્ષણમાં છૂટી જાય–એવી ચૈતન્યસંપત્તિનો ભંડાર તું છો. માટે દીનતા
છોડ, ને તારી ચૈતન્યલક્ષ્મીને સંભાળ.
સંભાળતા નથી. જડના સંયોગથી હું રાજા કે હું રંક–એ બંને માન્યતા મિથ્યા છે. પૈસા તો
પુદ્ગલની રચનાથી બન્યા છે, તે કાંઈ જીવની રચનાથી બન્યા નથી. જીવની રચના તો
જ્ઞાનમય હોય, જડ ન હોય, અસંગી ચૈતન્યને ભૂલીને પરસંગને પોતાના માનતાં જીવ
દુઃખી થાય છે. કોઈ જીવ ‘રૂપિયા મારા’ એવા તીવ્ર મોહવશ મરીને તે રૂપિયાના
ડાબલામાં જ અવતરે છે. જાણે કે રૂપિયા તે જ જીવ હોય એમ તેની પાછળ જીવન
ગુમાવે છે.–પણ ભાઈ! તારું જીવન રૂપિયા વગરનું ચૈતન્યમય છે; રૂપિયા વગરનો
આનંદ તારામાં છે. તું કહે છે–બંગલો મારો, ઘર મારું, પણ એ તો માટીનાં છે. તારું ઘર
તો ચૈતન્યમય છે; ચૈતન્યઘરમાં તારું રહેઠાણ છે, જડ ઈંટના ઢગલામાં તારું રહેઠાણ
નથી. ચૈતન્યમય નિજઘરને ભૂલીને પરઘરમાં–પથ્થરનાં બંગલામાં કે ઝૂંપડામાં જીવ
પોતાપણાની બુદ્ધિ કરે છે ને મોહથી રખડે છે. સન્તો તેને અસંખ્યપ્રદેશી આનંદનું ધામ
એવું નિજઘર બતાવે છે. ભાઈ, તું નિજઘરમાં કદી ન આવ્યો ને બહાર ચાર ગતિરૂપ
પરઘરમાં રખડયો, હવે તો જિનઘરમાં આવ.

PDF/HTML Page 5 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
હવે તો
નિજઘરમાં
આવ.
હમ તો કબહૂં ન નિજઘર આયે....................હમ તો
પરપદ નિજપદ માન મગન હૈ પરિણતિ લિપટાયે,
શુદ્ધબુદ્ધ સુખકંદ મનોહર ચેતનભાવ ન ભાયે.......હમ તો૦
અરે, પત્થરનું મકાન કે શરીર તે તો જડની રચના છે, એ જડભુવનમાં આત્માનું
ખરૂં રહેઠાણ નથી. આત્માનું ખરૂ રહેઠાણ તો જ્ઞાન અને સુખનું ધામ છે, એવા
આત્મભુવનમાં હે જીવ! તું આવ.
અગાઉના શ્રીમંત લોકો ઘણા ગાય–ભેંસ રાખતા ને તેને ધન ગણાતું; ગાય
ભેંસને બદલે અત્યારે તો ઘરે ઘરે રેડિયા ને મોટર થઈ ગયા છે. પણ એ ગાય–ભેંસ કે
મોટર–રેડિયા કાંઈ જીવનું નથી. જીવ મફતનો એની પાછળ જીંદગી ગુમાવે છે; ભાઈ! એ
કોઈ તને શરણ થવાના નથી. રાજપદ ને પ્રધાનપદ પણ અનંતવાર મળ્‌યાં, પણ એ કાંઈ
તારાં પદ નથી, તે તો અપદ છે, તારું પદ તો ચૈતન્યમય છે. ધન–શરીરાદિ તારાં હોય તો
તે તારી સાથે જ રહેવા જોઈએ ને પરભાવમાંય સાથે આવવા જોઈએ. મરણ ટાણે તો
એ બધા અહીં પડયા રહેશે, તેની ખાતર તેં ગમે તેટલા પાપ બાંધ્યાં પણ તારી સાથે
એક ડગલું પણ તે આવવાનાં નથી.
મરવાનું ટાણું થતાં જીવ શરીરને કહે છે કે–હે શરીર! હે મારા ભાઈબંધ! આખી
જીંદગી આપણે સાથે રહ્યા માટે હવે તું મારી સાથે ચાલ!

PDF/HTML Page 6 of 48
single page version

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
શરીર કહે છે કે–હું નહીં આવું.
જીવ કહે છે કે–અરે, પણ મેં તારા ખાતર જીવન વીતાવ્યું ને ઘણાં પાપ કરી
કરીને તને પોષ્યું. માટે થોડેક સુધી તો મારી સાથે આવ!
શરીર કહે છે કે–એક ડગલુંય નહીં આવું. તું તારા રસ્તે ને હું મારા રસ્તે; તું
તારા ભાવોનું ફળ ભોગવવા અન્ય ગતિમાં એકલો જા; ને હું ભસ્મ થઈને માટીમાં મળી
જઈશ. –આપણી બંનેની ચાલ જુદી છે. તેં ભ્રમથી મારી સાથે એકતા માની તે તારી
ભૂલ હતી.
–જ્યાં જીવનભર એકક્ષેત્ર રહેનાર શરીરની પણ આ સ્થિતિ છે ત્યાં પ્રત્યક્ષ જુદા
એવા પુત્ર–પુત્રાદિની કે ધન–બંગલાની શી વાત! તે તો જીવતાં પણ જીવને છોડીને
ચાલ્યા જતાં નજરે દેખાય છે. છતાં મફતનો મોહ કરીને જીવ દુઃખી થાય છે. મારી પુત્રી,
મારો પુત્ર, મારી માતા, મારી બેન, મારો ભાઈ, –એમ મમતા કરે છે, પણ તારું તો
જ્ઞાન છે, તે જ્ઞાનને અનુભવમાં લે.
ચંદ્રબાબત:–
ચંદ્ર બાબત હમણાં કેટલીય ચર્ચા ચાલી રહી છે; તે સંબંધમાં
અનેક પત્રો અને લેખો આવેલા છે. આપણે આ બાબતમાં
આત્મધર્મમાં (અંક ૩૦૮
A માં) જૈનશાસ્ત્રોઅનુસાર કેટલુંક
સ્પષ્ટીકરણ કરેલું જ છે; વિશેષ સ્પષ્ટતા પણ યોગ્ય સમયે થશે. હાલ
તો એટલું જ કહીશું કે બંધુઓ! આપણા વીતરાગી જૈનસિંદ્ધાતમાં જે
કાંઈ કહ્યું છે તે સત્ય જ છે, અને તેનાથી વિરુદ્ધ હજી સુધી કોઈ
ઘટના બની નથી. ચંદ્રસંબંધી ચર્ચા વખતે ગુરુદેવ એક સરસ
‘આત્મસ્પર્શી’ ન્યાય વારંવાર કહેતા કે –ઈન્દ્રિયોથી અગોચર એવો
અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા–તેનું વર્ણન જેમાં યથાર્થ છે અને
સાધકને મતિશ્રુતજ્ઞાનદ્વારા જેનું સ્વસંવેદન–પ્રત્યક્ષ થઈ શકે છે; –
એવા અતીન્દ્રિય આત્માનું વર્ણન જેમાં યથાર્થ છે, તે જૈનશાસ્ત્રોમાં
ત્રણલોકનું (ચંદ્ર–સૂર્ય–મેરુ–વિદેહ વગેરેનું પણ) જે વર્ણન છે તે
યથાર્થ જ છે. અને જગતમાં જે કાંઈ બનાવો બનશે તે જૈનસિદ્ધાંતની
પુષ્ટિ કરનારા જ હશે; –એ બાબતમાં નિઃશંક રહીને હે બંધુઓ!
આત્મહિતના લક્ષે જૈનસિદ્ધાંતનું સેવન કરો. ચંદ્ર વગેરે સંબંધી વિશેષ
ખ્યાલ કદાચ ન આવે તો પણ જૈનસિદ્ધાન્તમાં કહેલા પ્રયોજનભૂત
તત્ત્વના અભ્યાસવડે આત્મહિત સાધી શકાય છે. માટે નિઃશંકપણે
જૈનસિદ્ધાંતનું ભક્તિથી સેવન કરો.
–સંપાદક

PDF/HTML Page 7 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૫ :
સમ્યક્ત્વ માટેની સરસ મજાની વાત
સમ્યગ્દર્શનનો પ્રયત્ન સમજાવે છે
શ્રી સમયસારની ૧૪૪ મી ગાથા એટલે સમ્યગ્દર્શનનો
મંત્ર....મુમુક્ષુને અત્યંત પ્રિય એવી આ ગાથા આત્માનો અનુભવ
કરવાની રીત બતાવે છે તેનાં પ્રવચનોનું દોહન અહીં
પ્રશ્નોત્તરશૈલીથી રજુ કર્યું છે, ફરીફરીને તેના ભાવોનું ઊંડું મનન
મુમુક્ષુજીવને ચૈતન્યગૂફામાં લઈ જશે.
પ્રશ્ન:– સમ્યગ્દર્શન કરવા માટે મુમુક્ષુએ પહેલાં શું કરવું?
ઉત્તર:– હું જ્ઞાનસ્વભાવ છું–એવો નિશ્ચય કરવો.
પ્રશ્ન:– તે નિર્ણય કોના અવલંબને થાય?
ઉત્તર:– શ્રુતજ્ઞાનના અવલંબનથી તે નિર્ણય થાય.
આ નિર્ણય કરનારનું જોર ક્યાં છે?
આ નિર્ણય કરનાર જોકે હજી સવિકલ્પદશામાં છે પરંતુ તેનું વિકલ્પ ઉપર જોર
નથી, જ્ઞાનસ્વભાવ તરફ જ જોર છે.
આત્માની પ્રગટ પ્રસિદ્ધિ ક્યારે થાય?
આત્માના નિશ્ચયના બળે નિર્વિકલ્પ થઈને સાક્ષાત્ અનુભવ કરે ત્યારે.
આવા અનુભવ માટે મતિજ્ઞાને શું કર્યું.
તે પરથી પાછું વળીને આત્મસન્મુખ થયું.
• શ્રુતજ્ઞાને શું કર્યું?
પહેલાં તે નયપક્ષના વિકલ્પોની આકુળતા થતી તેનાથી જુદું પડીને તે શ્રુતજ્ઞાન
પણ આત્મસન્મુખ થયું; એમ કરવાથી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ, પરમઆનંદ
સહિત સમ્યગ્દર્શન થયું, ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો; તેને ધર્મ થયો અને તે
મોક્ષના પંથે ચાલ્યો.

PDF/HTML Page 8 of 48
single page version

background image
: ૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
• આત્મા કેવો છે?
આત્મા જ્ઞાનસ્વભાવ જ છે; ‘જ્ઞાનસ્વભાવ’ માં રાગાદિ ન આવે,
જ્ઞાનસ્વભાવમાં ઈન્દ્રિય કે મનનું અવલંબન ન આવે. એટલે જ્યાં ‘હું
જ્ઞાનસ્વભાવ’ એમ આત્માનો નિર્ણય કર્યો ત્યાં શ્રુતનું વલણ ઈન્દ્રિયો અને
મનથી તથા રાગથી પાછું વળીને જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકયું. આ રીતે
જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકતાં જે પ્રત્યક્ષ સાક્ષાત્ નિર્વિકલ્પ અનુભવ થયો તે જ
સમ્યગ્દર્શન છે, તે જ સમ્યગ્જ્ઞાન છે, તે જ ભગવાન આત્માની પ્રસિદ્ધિ છે. આ
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન તે આત્માની પર્યાય છે, તે કાંઈ આત્માથી જુદાં નથી.
• જ્ઞાનસ્વભાવના નિર્ણય વડે અનુભવ થાય?
હા; જ્ઞાનસ્વભાવનો સાચો નિર્ણય જીવે કદી કર્યો નથી. ‘જ્ઞાનના બળે’ (–નહિ
કે વિકલ્પના બળે) સાચો નિર્ણય કરે તો અનુભવ થયા વગર રહે નહીં. જેના
ફળમાં અનુભવ ન થાય તે નિર્ણય સાચો નહીં. વિકલ્પના કાળે મુમુક્ષુનું જોર તે
વિકલ્પ તરફ નથી પણ ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એવો નિર્ણય કરવા તરફ જોર છે.
ને એવા જ્ઞાન તરફના જોરે આગળ વધીને જ્ઞાનને અંતરમાં વાળીને અનુભવ
કરતાં વિકલ્પ છૂટી જાય છે, જ્ઞાનનું જ્ઞાનરૂપે પરિણમન થાય છે. તેને આનંદ
કહો, તેને સમ્યગ્દર્શન કહો, તેને મોક્ષમાર્ગ કહો, તેને સમયનો સાર કહો. –બધું
તેમાં સમાય છે.
• આત્માનો રસ કેવો છે?
આત્માનો રસ એકલા વિજ્ઞાનરૂપ છે; ધર્મી જીવ વિજ્ઞાનરસના જ રસિલા છે;
રાગનો રસ તે આત્માનો રસ નથી; રાગનો જેને રસ હોય તેને આત્માના
વિજ્ઞાન રસનો સ્વાદ અનુભવમાં ન આવે. રાગથી ભિન્ન એવા વીતરાગ–
વિજ્ઞાનરસપણે આત્મા સ્વાદમાં આવે ત્યારે જ સમ્યગ્દર્શન છે. વિજ્ઞાનરસ કહો
કે અતીન્દ્રિયઆનંદ કહો, સમ્યગ્દર્શનમાં તેનો સ્વાદ અનુભવાય છે.
• હું શુદ્ધ છું–એવો જે શુદ્ધનયનો વિકલ્પ–તેમાં અટકવું તે શું છે?
તે મિથ્યાદ્રષ્ટિનો નયપક્ષ છે. સમ્યગ્દર્શન તો તે નયપક્ષથી પાર છે. વિકલ્પની
આકુળતાના અનુભવમાં શુદ્ધઆત્માનો અનુભવ નથી. સમ્યગ્દર્શનમાં
શુદ્ધઆત્માનો નિર્વિકલ્પ અનુભવ છે. શુદ્ધઆત્માનો અનુભવ કરવો તે અંતર્મુખ
ભાવશ્રુતનું

PDF/HTML Page 9 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
કામ છે, તે કાંઈ વિકલ્પનું કામ નથી. વિકલ્પમાં આનંદ નથી, તેમાં તો આકુળતા
ને દુઃખ છે; ભાવશ્રુતમાં આનંદ અને નિરાકુળતા છે.
• બીજા વિકલ્પો કરતાં તો શુદ્ધઆત્માનો વિકલ્પ સારો છે ને?
ધર્મને માટે તો એક્કેય વિકલ્પ સારો નથી, વિકલ્પની જાત જ આત્માના
સ્વભાવથી જુદી છે, પછી તેને સારો કોણ કહે? જેમ બીજા વિકલ્પમાં એકતાબુદ્ધિ
તે મિથ્યાત્વ છે, તેમ શુદ્ધાત્માના વિકલ્પમાં એકતાબુદ્ધિ તે પણ મિથ્યાત્વ છે.
બધા વિકલ્પોથી પાર જ્ઞાનસ્વભાવને દેખવો–જાણવો–અનુભવવો તે સમ્યગ્દર્શન
સમ્યગ્જ્ઞાન છે. તે જ સમયનો સાર છે; વિકલ્પો તો બધા અસાર છે. ભલે શુદ્ધનો
વિકલ્પ હો–પણ તેને કાંઈ સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાન કહી શકાતું નથી; તે વિકલ્પ
વડે ભગવાનનો ભેટો થતો નથી. વિકલ્પ તે કાંઈ ચૈતન્યદરબારમાં પેસવાનો
દરવાજો નથી. જ્ઞાનબળે ‘જ્ઞાનસ્વભાવનો નિર્ણય’ તે જ ચૈતન્યદરબારમાં
પેસવાનો દરવાજો છે.
• જ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી થાય છે?
જ્ઞાનની પ્રાપ્તિ સર્વજ્ઞસ્વભાવી આત્મામાંથી થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ વિકલ્પમાંથી
નથી થતી. અંદર શક્તિમાં જે પડયું છે તે જ આવે છે, બહારથી નથી આવતું.
અંદરની નિર્મળ જ્ઞાનશક્તિમાં અભેદ થતાં પર્યાય સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનરૂપે
પરિણમી જાય છે.
• સમ્યગ્દર્શન માટેની પહેલી શરત શું છે?
પહેલી શરત એ છે કે ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એમ શ્રુતજ્ઞાનના અવલંબનથી
નિશ્ચય કરવો. સર્વજ્ઞભગવાને સમવસરણમાં દિવ્યધ્વનિવડે જે ભાવશ્રુત ઉપદેશ્યું
તે અનુસાર શ્રીગુરુ પાસેથી શ્રવણ કરીને અંદર ભાવશ્રુત વડે જ્ઞાનસ્વભાવનો
નિર્ણય કરવો. ભગવાને શ્રુતમાં એમ જ કહ્યું છે કે જ્ઞાનસ્વભાવ તે શુદ્ધઆત્મા
છે. એવો નિર્ણય કરીને ગૌતમાદિ જીવો ભાવશ્રુતરૂપે પરિણમ્યા, તેથી ‘ભગવાને
ભાવશ્રુતનો ઉપદેશ આપ્યો’ એમ કહ્યું. ભગવાનને તો કેવળજ્ઞાન છે, પરંતુ
શ્રોતાઓ ભાવશ્રુતવાળા છે–તેથી ભગવાને ભાવશ્રુતનો ઉપદેશ દીધો એમ
કહેવાય છે. સર્વજ્ઞભગવાને ઉપદેશેલા શ્રુતમાં એવો નિર્ણય કરાવ્યો છે કે
‘આત્મા જ્ઞાનસ્વભાવ છે.’ આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન
માટેની પહેલી શરત છે.

PDF/HTML Page 10 of 48
single page version

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
• આત્માનો નિર્ણય કર્યા પછી અનુભવ માટે શું કરવું?
આત્મા એટલે જ્ઞાનનો ઢગલો, જ્ઞાનપૂંજ; તે જ્ઞાનસ્વરૂપ આત્મા રાગવાળો
નથી. કર્મવાળો નથી, શરીરવાળો નથી; તે પરનું કરે એ તો વાત જ નથી. –
આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં ‘હવે મારે શું કરવું’ એ પ્રશ્ન રહેતો
નથી. પણ જે સ્વભાવનો નિર્ણય કર્યો તે સ્વભાવ તરફ તેનું જ્ઞાન વળે છે.
નિર્ણયની ભૂમિકામાં જોકે હજી વિકલ્પ છે. હજી ભગવાન આત્મા પ્રગટ પ્રસિદ્ધ
થયો નથી, અવ્યક્તપણે નિર્ણયમાં આવ્યો છે પણ સાક્ષાત્ અનુભવમાં નથી
આવ્યો; તેને અનુભવમાં લેવા માટે શું કરવું? કે નિર્ણય સાથે જે વિકલ્પ છે
તે વિકલ્પમાં ન અટકવું, પણ વિકલ્પથી ભિન્ન જ્ઞાનને અંતર્મુખ કરીને
આત્મસન્મુખ કરવું. વિકલ્પ તે કાંઈ સાધન નથી. વિકલ્પ દ્વારા પરની પ્રસિદ્ધિ
છે, તેમાં આત્માની પ્રસિદ્ધિ નથી. ઈંદ્રિયો કે વિકલ્પો તરફ અટકેલું જ્ઞાન પણ
આત્માને પ્રસિદ્ધ કરી શકતું નથી–અનુભવી શકતું નથી. પણ તે પર તરફનો
ઝુકાવ છોડીને જ્ઞાનને આત્મસન્મુખ કરવું તે જ આત્માની પ્રસિદ્ધિની રીત છે,
તે જ અનુભવનો ઉપાય છે.
‘આ હું જ્ઞાનસ્વભાવ આત્મા છું–એવું જ્ઞાન ઈન્દ્રિય કે મન તરફની
બુદ્ધિવડે થતું નથી, ઈંદ્રિય કે મન તરફની બુદ્ધિવડે તો પરનું જ્ઞાન થાય છે. બધા
વિકલ્પોથી પાર થઈને આત્મસ્વભાવ તરફ જ્ઞાનનો ઝૂકાવ (આત્મસન્મુખતા)
તે જ સમ્યક્પણે આત્માને દેખવાની અને અનુભવવાની રીત છે. તેમાં
સ્વસંવેદન–પ્રત્યક્ષપણે આત્માનાં શ્રદ્ધા–જ્ઞાન થાય છે.
• સમ્યગ્દર્શન થતાં આત્મા સમસ્ત વિશ્વ ઉપર તરે છે;–તરે છે એટલે શું?
તરે છે એટલે જુદો રહે છે; જેમ પાણીમાં તરતો માણસ પાણીમાં ડુબતો નથી
પણ ઉપર રહે છે. તેમ જ્ઞાનસ્વભાવરૂપે પોતાને અનુભવતો આત્મા, વિકલ્પોમાં
ડુબતો નથી, વિકલ્પોમાં એકાકાર થતો નથી, પણ તેના ઉપર તરે છે એટલે કે
તેનાથી ભિન્નપણે જ પોતાને અનુભવે છે. તેમાં આત્માની કોઈ અચિંત્ય પરમ
ગંભીરતા અનુભવાય છે.
• સમ્યક્ત્વના પ્રયત્નની શરૂઆત કેવી છે?
અપૂર્વ છે, પૂર્ણતાના લક્ષે તે શરૂઆત છે. ‘જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય’
એટલે પૂર્ણતાનું લક્ષ; આ અપૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક
શરૂઆત છે.

PDF/HTML Page 11 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
સ્વભાવના નિર્ણયના કાળે ‘જ્ઞાનનું’ અવલંબન છે, વિકલ્પ હોવા છતાં તેનું અવલંબન
નથી. વિકલ્પ વડે સાચો નિર્ણય નથી થતો, જ્ઞાનવડે જ નિર્ણય થાય છે. જ્ઞાન પોતે
જ્ઞાનરૂપ થાય ને વિકલ્પરૂપ ન થાય એટલે કે આત્મસન્મુખ થાય તે સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાનની રીત છે. જ્ઞાન પોતે જ્ઞાનરૂપ થઈને આત્માનો અનુભવ કરે છે.
પ્રવચનમાં અત્યંત મહિમાપૂર્વક પૂ. શ્રી કાનજીસ્વામી કહે છે કે– અહા!
અનુભવદશાનું અચિંત્યસ્વરૂપ આચાર્યદેવે સમજાવ્યું છે. આવા અનુભવમાં
આનંદપરિણતિ ખીલે છે. સ્વાનુભવમાં જ્ઞાન પણ અતીન્દ્રિય છે ને આનંદ પણ
અતીન્દ્રિય છે.
હે જીવો! આત્મસન્મુખ થઈને તમે આવો અનુભવ કરો.
(આ ગાથાના બીજા પ્રવચન માટે જુઓ પાનું–૧૩)
• હું જ્ઞાનસ્વભાવ છું–એવો જે ખરો નિર્ણય છે તેની સંધિ
જ્ઞાનસ્વભાવ સાથે છે, વિકલ્પ સાથે તેની સંધિ નથી.
• જ્ઞાન અને વિકલ્પ બંને નિર્ણયકાળમાં હોવા છતાં, તેમાંથી
જ્ઞાનસ્વભાવ સાથે સંધિનું કામ જ્ઞાને કર્યું છે, વિકલ્પે નહિ.
• જ્ઞાનસ્વભાવ સાથે સંધિ કરીને, તેના લક્ષેે ઉપડેલી જ્ઞાનધારા
જ્ઞાનના અનુભવ સુધી પહોંચી જશે.
• જ્ઞાનસ્વભાવ સાથે સંધિ કરવાની વિકલ્પમાં તાકાત નથી. જ્ઞાને
સ્વભાવનો ‘ટચ’ કર્યો ત્યારે સાચો નિર્ણય થયો.
• જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં, વિકલ્પથી જ્ઞાન અધિક થયેલું છે,
જ્ઞાન અને વિકલ્પ વચ્ચે વિજળી પડી ચુકી છે, બંને વચ્ચે તિરાડ
પડી ગઈ છે, તે સાંધ હવે ભેગી ન થાય.
આવા આત્મનિર્ણયના બળે સમ્યક્ત્વ પમાય છે.

PDF/HTML Page 12 of 48
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
વીતરાગવિજ્ઞાન–પ્રશ્નોત્તરી
વીતરાગવિજ્ઞાન ભાગ ૧ એટલે કે છહઢાળાનાં પ્રથમ અધ્યાયનાં
પ્રવચનો, તેમાંથી દોહન કરીને ૨૦૦ પ્રશ્ન–ઉત્તર આત્મધર્મ અંક
૩૦૪ તથા ૩૦પ માં આપ્યા હતા. ટૂંકી ભાષામાં ને સુગમ શૈલીમાં
આ પ્રશ્નોત્તર સૌને ગમ્યા છે. તે જ પ્રમાણે વિતરાગવિજ્ઞાનના
બીજા ભાગમાંથી પણ ૨૪૦ પ્રશ્નોત્તર અહીં આપવામાં આવે છે.
૨૦૧. જીવને ઈષ્ટ શું છે?
દુઃખથી છૂટવું ને સુખી થવું તે.
૨૦૨. જીવને દુઃખનું કારણ શું છે?
મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન–મિથ્યાચારિત્ર
તે દુઃખનું કારણ છે.
૨૦૩. સંસારની કઈ ગતિમાં દુઃખ છે?
સંસારની ચારેય ગતિમાં દુઃખ છે.
૨૦૪. નરકમાં છેદન–ભેદન, ઠંડી–
ગરમીનું દુઃખ છે–એ ખરું?
ના, એ સંયોગની વાત છે; ખરું દુઃખ
જીવના મિથ્યાત્વાદિ ભાવોનું છે.
૨૦પ. આ જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ કઈ
છે? વીતરાગ–વિજ્ઞાન.
૨૦૬. વીતરાગવિજ્ઞાન ન હોય તો શું
થાય? તો જીવ દુઃખી થાય.
૨૦૭ જીવને દુઃખ દેનાર મોટો શત્રુ
કોણ? મિથ્યાત્વ તે મહાદુઃખ દેનાર
શત્રુ છે.
૨૦૮. તેનાથી બચવા માટે ઢાલ કઈ?
વીતરાગવિજ્ઞાન તે મિથ્યાત્વશત્રુથી
બચવા માટેની મજબુત ઢાળ છે.
૨૦૯. દુઃખથી બચવા શું કરવું?
તેના કારણરૂપ મિથ્યાત્વાદિને
ઓળખીને તેનું સેવન છોડવું.
૨૧૦. નિગોદથી નવમી ગ્રૈવેયક સુધી
અજ્ઞાનીએ શું કર્યું?
ચારે ગતિના અવતારમાં દુઃખ
ભોગવ્યાં.
૨૧૧. નરકમાં તો જીવ દુઃખી થયો, પણ
સ્વર્ગમાં?
–ત્યાં પણ અજ્ઞાનથી તે દુઃખી જ થયો.
૨૧૨. સુખ ક્યાં છે?
જ્યાં જ્યાં સમ્યક્ત્વાદિ છે ત્યાં જ
સુખ છે.
૨૧૩. દુઃખ ક્યાં છે?
જ્યાં જ્યાં મિથ્યાત્વાદિ છે ત્યાં દુઃખ
જ છે.

PDF/HTML Page 13 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
૨૧૪. નરકમાં દુઃખનું કારણ શું છે?
ત્યાં પણ જીવના મિથ્યાત્વાદિ ભાવો જ
દુઃખનું કારણ છે.
૨૧પ. સ્વર્ગમાં દુઃખનું કારણ શું છે?
ત્યાં પણ જીવના મિથ્યાત્વાદિ ભાવો જ
દુઃખનું કારણ છે.
૨૧૬. નિગોદમાં જીવ કેમ રહે છે?
એના ભાવકલંકની અત્યંત પ્રચુરતાને
લીધે.
૨૧૭. જડકર્મો જીવને દુઃખ આપે છે?
ના; એ તો દુઃખમાં માત્ર નિમિત્ત છે;
ખરૂં દુઃખ જીવના પોતાના ઊંધા
ભાવનું છે. કર્મ તો જડ છે, જીવથી
ભિન્ન છે. ભિન્ન વસ્તુ સુખ–દુઃખ આપે
નહીં.
૨૧૮. કર્મ કઈ રીતે બંધાયું?
જીવના ઊંધા ભાવઅનુસાર.
૨૧૯. કર્મ અને સંસારભ્રમણ કેમ છૂટે?
જીવ પોતાનો ઊંધો ભાવ છોડીને
સમ્યક્ત્વાદિ કરે તો કર્મ છૂટે ને
સંસારભ્રમણ મટે.
૨૨૦. આચાર્યભગવાન અને સંતો શેનો
ઉપદેશ દે છે?
તેઓ વારંવાર કહે છે કે રે જીવ!
મિથ્યાત્વને વશ તેં ઘણાં ઘણાં દુઃખો
ભોગવ્યા, માટે હવે તો તે
મિથ્યાત્વાદિને છોડ....છોડ!
૨૨૧. સંસારમાં રખડતાં જીવે કોઈવાર
દયા પાળી હશે?
હા, દયાના શુભભાવ તેણે અનંતવાર
કર્યા.
૨૨૨. દયા કરવાથી શું થયું?
પુણ્યને લીધે તે સ્વર્ગમાં ગયો, પરંતુ
ત્યાં પણ અજ્ઞાનથી તે દુઃખી જ થયો.
૨૨૩. સંસારમાં રખડતા જીવે શું ન કર્યું?
શુભ–અશુભ બંનેથી પાર પોતાનું
સ્વરૂપ ન જાણ્યું.
૨૨૪. મિથ્યાત્વ એટલે શું?
આત્માને ભૂલીને, દેહમાં ને રાગમાં
એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે.
૨૨પ. આવા મિથ્યાત્વનું સ્વરૂપ સમજીને
શું કરવું?
તેને છોડવું ને સમ્યક્ત્વ કરવું.
૨૨૬. સંયોગ દુઃખનું કારણ છે કે
સંયોગીબુદ્ધિ?
સંયોગીબુદ્ધિ દુઃખનું કારણ છે, સંયોગ
નહિ.
૨૨૭. જીવે ચાર ગતિમાં સૌથી ઓછા
ભવ શેમાં કર્યા?
મનુષ્યગતિમાં.
૨૨૮. મનુષ્યગતિમાં કેટલા ભવ કર્યા?
અનંત.
૨૨૯. આ જીવ કદી દેવપદ પામ્યો હશે?
હા, અનંતવાર સ્વર્ગનો દેવ થયો.
૨૩૦. આ જીવ પૂર્વે કદી શું નથી પામ્યો?
સિદ્ધપદ.
૨૩૧ સંસારનો ઝાઝો કાળ જીવે શેમાં
ગાળ્‌યો?
એકેન્દ્રિપણાના મહા દુઃખોમાં.
૨૩૨. એકેન્દ્રિપણામાં મહા દુઃખ કેમ હતું?

PDF/HTML Page 14 of 48
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
મોહની તીવ્રતા ને ચેતનાની અત્યંત
હીનતાને લીધે.
૨૩૩. હવે આ ઉત્તમ મનુષ્ય–અવસરમાં
શું કરવું?
મિથ્યા ભાવોને છોડીને સમ્યક્ત્વને ભજો.
૨૩૪. રાગ–અશુભ હો કે શુભ, તે બંને
કેવા છે?
બંનેમાં દુઃખ છે; ને બંને સંસારનું
કારણ છે.
૨૩પ. શુભરાગથી શું મળે? –ને શું ન
મળે? શુભરાગથી સ્વર્ગ મળે, પણ
આત્મા ન મળે.
૨૩૬. શુભરાગથી સમ્યગ્દર્શનાદિ કોઈ
ગુણ મળે?
–ના. રાગ તે દોષ છે, તેનાથી ગુણ ન
મળે.
૨૩૭. શુભરાગ તે ગુણ છે કે દોષ?
૨૩૮. શુભરાગ તે મોક્ષસુખનું કારણ
થાય? ના; રાગ પોતે જ દુઃખ છે, તે
સુખનું કારણ ન થાય.
૨૩૯. અજ્ઞાની શુભરાગને કેવો સમજે
છે? અજ્ઞાનથી તે તેને સુખનું ને
મોક્ષનું કારણ સમજે છે.
૨૪૦. સુખ શું? –દુઃખ શું?
વીતરાગવિજ્ઞાન તે સુખ; રાગદ્વેષ
અજ્ઞાન તે દુઃખ.
૨૪૧. આ જાણીને શું કરવું?
દુઃખનાં કારણોથી દૂર થા; સુખનાં
કારણને સેવ.
૨૪૨. સંસારનું મૂળ શું છે?
હું જ્ઞાન છું–એ ભૂલીને, હું રાગ ને હું
શરીર એવી મિથ્યાબુદ્ધિ તે સંસારનું
મૂળ છે.
૨૪૩. મિથ્યાત્વ સહિતનાં જ્ઞાન ને ચારિત્ર
કેવાં છે?
તે મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે.
૨૪૪. આસ્રવ શું છે?
મિથ્યાત્વાદિ ભાવો તે આસ્રવ છે.
૨૪પ. તે આસ્રવો કેવાં છે?
તે જ્ઞાનથી વિરુદ્ધસ્વભાવવાળાં છે.
૨૪૬. જીવ કેવો છે? શરીર કેવું છે?
જીવ જ્ઞાનસ્વરૂપ છે; શરીર જડ છે.
૨૪૭. શરીરાદિ અજીવનું કામ જીવનું માને તો?
તો તેણે જીવ અને અજીવને જુદા
જાણ્યા નથી.
૨૪૮. શુભભાવને ધર્મ માને તો?
તો તેણે જ્ઞાનને અને આસ્રવને જુદા
જાણ્યા નથી.
૨૪૯. વાણી તે કોની ક્રિયા છે?
તે અજીવની ક્રિયા છે, જીવની નહીં.
૨પ૦. જીવને કર્મો દુઃખી કરે છે? કે તે
ઊંધા ભાવથી દુઃખી છે?
જીવ પોતાના ઊંધા ભાવથી દુઃખી છે.
૨પ૧. સુખ–દુઃખ કોનામાં છે?
જીવમાં છે; જડમાં સુખ–દુઃખ નથી.
(અનુસંધાન પૃષ્ટ ૩૬ પર)

PDF/HTML Page 15 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
આ રીતે સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દર્શન માટે ઉદ્યમ કરનાર મુમુક્ષુ જીવ પ્રથમ તો
જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરીને..... પછી તેની પ્રગટ
પ્રસિદ્ધિ એટલે કે સાક્ષાત્ અનુભવ કઈ રીતે કરે છે, તે
સમજાવીને આચાર્યદેવે સમ્યગ્દર્શન કરાવ્યું છે.
(સમયસાર ગા. ૧૪૪ના પ્રવચનમાંથી)
જે જીવ જિજ્ઞાસુ થઈને સ્વભાવ સમજવા આવ્યો છે તે સુખ લેવા આવ્યો છે
અને દુઃખ ટાળવા આવ્યો છે. સુખ પોતાનો સ્વભાવ છે, અને જે દુઃખ છે તે ક્ષણિક
વિકૃતિ છે તેથી તે ટળી શકે છે. વર્તમાન દુઃખઅવસ્થા ટાળીને સુખરૂપ અવસ્થા પોતે
પ્રગટ કરી શકે છે; આટલું તો, જે સત્ સમજવા આવ્યો તેણે સ્વીકારી જ લીધું છે.
આત્માએ પોતાના ભાવમાં જ્ઞાનનો પુરુષાર્થ કરીને વિકારરહિત જ્ઞાનસ્વરૂપનો નિર્ણય
કરવો જોઈએ. વર્તમાન વિકાર હોવા છતાં વિકારરહિત સ્વભાવની શ્રદ્ધા કરી શકાય છે,
એટલે કે આ વિકાર અને દુઃખથી રહિત મારું સ્વરૂપ સુખમય છે એમ નક્કી કરીને
સુખનો અનુભવ થઈ શકે છે.
જિજ્ઞાસુ જીવોને સ્વરૂપ પ્રગટ કરવા માટે પહેલી જ સત્સમાગમરૂપ જ્ઞાનક્રિયા
શાસ્ત્રોએ બતાવી છે, એટલે શ્રુતજ્ઞાનથી આત્માનો નિર્ણય કરવાનું કહ્યું છે. કુદેવ–કુગુરુ
અને કુશાસ્ત્ર તરફનો આદર અને તે તરફનું વલણ તો જિજ્ઞાસુને છૂટી જ જાય, તથા
વિષયાદિ પરવસ્તુમાં સુખબુદ્ધિ ટળી જાય; બધા તરફથી રુચિ ટળીને પોતાની તરફ રુચિ
વળે અને દેવ–ગુરુ–શાસ્ત્રને યથાર્થપણે ઓળખી તેમનો આદર કરે, અને તેમણે બતાવેલ
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે, –આ બધું ‘સ્વભાવના લક્ષે’ થયેલ હોય તો તે જીવને
પાત્રતા થઈ કહેવાય. આટલી પાત્રતા તે હજી સાક્ષાત્ સમ્યગ્દર્શન નથી, સમ્યગ્દર્શન તો
ચૈતન્યસ્વભાવમાં ઉપયોગ વાળીને નિર્વિકલ્પ પ્રતીત કરવી તે છે. આવું સમ્યગ્દર્શન
પ્રગટ કરવા પાત્ર જીવે શું કરવું તો આ સમયસારજીમાં સ્પષ્ટ બતાવ્યું છે.

PDF/HTML Page 16 of 48
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
• સમ્યગ્દર્શન માટે સમયસારમાં બતાવેલી ક્રિયા એટલે જ્ઞાનક્રિયા•
પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, પછી
આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈન્દ્રિયોદ્વારા અને
મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ–તેમને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ
કરવું, તથા અનેક પ્રકારના પક્ષોના આલંબનથી થતા વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન
કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ
આત્મસન્મુખ કરવું; આ રીતે જીવ જ્યારે જ્ઞાનને વિકલ્પથી ભિન્ન કરીને આત્મસન્મુખ
કરે છે તે જ વખતે તે અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ....પરમાત્મારૂપ સમયસારને
અનુભવે છે, અને તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે. (અર્થાત્ શ્રદ્ધાય છે) તથા
જણાય છે. –તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. (સમયસાર ગાથા–
૧૪૪ ટીકા) તેનું આ સ્પષ્ટીકરણ થાય છે.
• શ્રુતજ્ઞાન કોને કહેવું? શ્રુતનું લક્ષણ અનેકાન્ત •
પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો” –
એક વસ્તુ પોતાપણે છે અને તે વસ્તુ અનંત પર દ્રવ્યોથી છૂટી છે, આમ પરથી
ભિન્નતા બતાવીને સ્વ તરફ વળવાનું બતાવે છે–તે શ્રુતજ્ઞાનનું લક્ષણ છે. વસ્તુ સ્વપણે
છે અને પરપણે નથી–એમ કહીને શ્રુતજ્ઞાને વસ્તુની પરિપૂર્ણતા સિદ્ધ કરી છે, ને સ્વાશ્રય
કરવાનું બતાવ્યું છે. શ્રુતજ્ઞાને બતાવેલું આવું સ્વરૂપ સમજીને જ્ઞાનસ્વભાવનો નિશ્ચય
કરવો જોઈએ.
જ્ઞાનસ્વભાવી મારો આત્મા અનંત પરવસ્તુથી જુદો છે એમ સિદ્ધ થતાં પોતાના
દ્રવ્ય–પર્યાયમાં જોવાનું આવ્યું. મારું ત્રિકાળી દ્રવ્ય તે એક સમયના વિકાર જેટલું નથી,
એટલે કે વિકાર ક્ષણિક પર્યાયપણે છે પરંતુ ત્રિકાળી સ્વરૂપપણે વિકાર નથી–આમ
વિકારરહિત જ્ઞાનસ્વભાવની સિદ્ધિ પણ અનેકાંતવડે જ થાય છે. ભગવાનના કહેલાં
સત્શાસ્ત્રોની મહત્તા અનેકાંતથી જ છે, તે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરાવે છે.
પોતાપણે છે અને પરપણે નથી તેથી તે કોઈ બીજાનું કાંઈ કરી

PDF/HTML Page 17 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૫ :
શકે નહિ. દરેક દ્રવ્ય જુદા જુદા સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકે નહિ–આમ જાણવું
તે જ ભગવાનના શાસ્ત્રની ઓળખાણ છે, તે જ શ્રુતજ્ઞાન છે. આ તો હજી સ્વરૂપને
સમજનારની પાત્રતા કહેવાય છે.
જૈનધર્મ એટલે કે આત્માનો વીતરાગસ્વભાવ, તેની પ્રભાવના ધર્મી જીવો કરે
છે. આત્માને જાણ્યા વગર આત્માના સ્વભાવની વૃદ્ધિરૂપ પ્રભાવના કેવી રીતે થાય?
પ્રભાવના કરવાનો વિકલ્પ ઊઠે તે પણ પરના કારણે નથી. બીજા માટે કાંઈ પણ
પોતામાં થાય એમ કહેવું તે જૈનશાસનની મર્યાદામાં નથી. જૈનશાસન તો વસ્તુને
સ્વતંત્ર સ્વાધીન પરિપૂર્ણ સ્થાપે છે.
આત્માના સ્વભાવને ઓળખીને કષાયભાવથી પોતાના આત્માને બચાવવો–તે
કરવાનું ભગવાને કહ્યું છે; તે જ ખરી દયા છે. જીવ પોતાના આત્માનો નિર્ણય કર્યા
વગર શું કરશે? ભગવાનના શ્રુતજ્ઞાનમાં તો એમ કહ્યું છે કે–તું–તારાથી પરિપૂર્ણ વસ્તુ
છો. દરેક તત્ત્વો પોતાથી જ સ્વતંત્ર છે, કોઈ તત્ત્વને બીજા તત્ત્વોનો આશ્રય નથી. –આ
પ્રમાણે વસ્તુના સ્વરૂપને છૂટું સમજીને સ્વાશ્રયે વીતરાગભાવ પ્રકટ કરવો તે અહિંસા
છે; અને એકબીજાનું કરી શકે એમ વસ્તુને પરાધીન માનીને કર્તૃત્વબુદ્ધિ ને રાગ–દ્વેષ
કરવા તે હિંસા છે.
• આનંદ પ્રગટાવવાની ભાવનાવાળો શું કરે? •
જગતમાં જીવોને સુખ જોઈએ છે; સુખ કહો કે ધર્મ કહો. ધર્મ કરવો છે
એટલે આત્મશાંતિ જોઈએ છે, આત્માની અવસ્થામાં દુઃખનો નાશ કરીને વીતરાગી
આનંદ પ્રગટ કરવો છે. એ આનંદ એવો જોઈએ કે જે સ્વાધીન હોય; જેના માટે
પરનું અવલંબન ન હોય. આવો આનંદ પ્રગટાવવાની જેને યથાર્થ ભાવના હોય તે
જિજ્ઞાસુ કહેવાય. પોતાનો પૂર્ણાનંદ પ્રગટાવવાની ભાવનાવાળો જિજ્ઞાસુ પહેલાં એ
જુએ કે એવો પૂર્ણાનંદ કોને પ્રગટયો છે? ને કઈ રીતે પ્રગટયો છે. પોતાને હજી
તેવો આનંદ પ્રગટ નથી, કેમકે જો પોતાને તેવો આનંદ પ્રગટ હોય તો પ્રગટાવવાની
ભાવના ન હોય. એટલે પોતાને હજી તેવો આનંદ પ્રગટયો નથી, પણ પોતાને જેની
ભાવના છે તેવો આનંદ બીજા કોઈકને છે, અને જેમને તે આનંદ પ્રગટયો છે તેમની
પાસેથી પોતે તે આનંદ પ્રગટાવવાનો સાચો માર્ગ જાણવા ચાહે છે.–એટલે આમા
સાચાં નિમિત્તોની ઓળખાણ અને પોતાની પાત્રતા, બંને આવી ગયા. આટલું કરે
ત્યાં સુધી હજી જિજ્ઞાસુ છે.

PDF/HTML Page 18 of 48
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
પોતાની અવસ્થામાં અધર્મ–અશાંતિ છે તે ટાળીને ધર્મ–શાંતિ પ્રગટાવવી છે. તે
શાંતિ પોતાને આધારે અને પરિપૂર્ણ જોઈએ છે. આવી જેને જિજ્ઞાસા થાય તે પ્રથમ
એમ નક્કી કરે છે કે–હું એક આત્મા મારું પરિપૂર્ણ સુખ પ્રગટાવવા માગું છું, તો તેવું
પરિપૂર્ણ સુખ કોઈને પ્રગટયું હોવું જોઈએ. જો પરિપૂર્ણ સુખ–આનંદ પ્રગટ ન હોય તો
દુઃખી કહેવાય. જેને પરિપૂર્ણ અને સ્વાધીન આનંદ પ્રગટયો હોય તે જ સંપૂર્ણ સુખી છે;
તેવા સર્વજ્ઞ છે. –આ રીતે જિજ્ઞાસુ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરે છે. પરનું કરવા
મૂકવાની વાત તો છે જ નહિ; જ્યારે પરથી જરા છૂટો પડયો ત્યારે તો આત્માની
જિજ્ઞાસા થઈ છે. આ તો પરથી ખસીને હવે જેને પોતાનું હિત કરવાની ઝંખના જાગી છે
એવા જિજ્ઞાસુ જીવની વાત છે. પરદ્રવ્ય પ્રત્યેની સુખબુદ્ધિ અને રુચિ ટાળીને સ્વભાવની
રુચિ કરી તે પાત્રતા છે.
દુઃખનું મૂળ ભૂલ છે. જેણે પોતાની ભૂલથી ઉત્પન્ન કર્યું છે તે પોતાની ભૂલ ટાળે
તો તેનું દુઃખ ટળે.....બીજા કોઈએ ભૂલ કરાવી નથી તેથી બીજો કોઈ પોતાનું દુઃખ
ટાળવા સમર્થ નથી. પોતાની ભૂલ ટાળવા માટે એકલે કે સમ્યગ્દર્શન કરવા માટે પાત્ર
જીવે પહેલાં શું કરવું? તે કહે છે.
• શ્રુતજ્ઞાનનું અવલંબન–એ જ પહેલી ક્રિયા •
જે આત્મકલ્યાણ કરવા તૈયાર થયો છે એવા જિજ્ઞાસુએ ઉદ્યમવડે પોતાના
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો. આત્મકલ્યાણ એની મેળે થઈ જતું નથી પણ પોતાના
જ્ઞાનમાં રુચિ અને પુરુષાર્થથી આત્મકલ્યાણ થાય છે. પોતાનું કલ્યાણ કરવા માટે,
જેઓને પૂર્ણ કલ્યાણ પ્રગટયું છે તે કોણ છે, તેઓ શું કહે છે, તેઓએ પ્રથમ શું કર્યું હતું–
એનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો પડશે; એટલે કે સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને તેમના
કહેલા શ્રુતજ્ઞાનના અવલંબનથી પોતાના આત્માનો નિર્ણય કરવો જોઈએ; એ પ્રથમ
કર્તવ્ય છે. કોઈ પરના અવલંબનથી ધર્મ પ્રગટતો નથી; છતાં જ્યારે પોતે પોતાના
પુરુષાર્થથી સમજે છે ત્યારે તેમાં નિમિત્ત તરીકે સત્દેવગુરુ જ હોય છે.
આ રીતે પહેલો જ નિર્ણય એ આવ્યો કે કોઈ પૂર્ણ પુરુષ સંપૂર્ણ સુખી છે. અને
સંપૂર્ણ જ્ઞાતા છે; તે જ પુરુષ પૂર્ણ સુખનો સત્ય માર્ગ કહી શકે છે; પોતે તે સમજીને
પોતાનું પૂર્ણ સુખ પ્રગટ કરી શકે છે અને પોતે સમજે ત્યારે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રો જ
નિમિત્તરૂપ હોય છે. જેને સ્ત્રી, પુત્ર, પૈસા, વગેરેની એટલે કે સંસારના નિમિત્તો
તરફની તીવ્ર પ્રીતિ હોય ને ધર્મનાં નિમિત્તો દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યેની પ્રીતિ

PDF/HTML Page 19 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
ન હોય તેને શ્રુતજ્ઞાનનું અવલંબન પ્રગટશે નહિ; અને શ્રુતજ્ઞાનના અવલંબન વગર
આત્માનો નિર્ણય થાય નહિ. એટલે જે વિષયોમાં સુખ માને કે કુદેવાદિને માને તેને
આત્મનિર્ણય હોય જ નહિ.
યથાર્થ ધર્મ કેમ થાય તે માટે જિજ્ઞાસુ જીવ પ્રથમ પૂર્ણ જ્ઞાની એવા ભગવાન,
સાધક સંત ગુરુ, અને તેમનાં કહેલાં શાસ્ત્રોના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો
નિર્ણય કરવાનો ઉદ્યમી થાય. ને પછી જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને અંતર્મુખ થઈ
સાક્ષાત્ અનુભવ કરે; –આ ધર્મની કળા છે. ધર્મની કળા જ જગત સમજ્યું નથી. જો
ધર્મની એક કળા પણ શીખે તો તેનો મોક્ષ થયા વગર રહે નહિ.
જિજ્ઞાસુ જીવ પહેલાં સુદેવાદિનો અને કુદેવાદિનો નિર્ણય કરીને કુદેવાદિને છોડે
છે, અને સત્દેવ ગુરુની એવી લગની છે કે સત્પુરુષો કેવો આત્મા કહે છે તે સમજવાનું
જ લક્ષ છે, એટલે તીવ્ર અશુભથી તો હઠી જ ગયો છે. જો સાંસારિક રુચિથી પાછો નહિ
હઠે તો વીતરાગી શ્રુતના અવલંબનમાં ટકી શકશે નહિ.
• ધર્મ ક્યાં છે અને કેમ થાય? •
ઘણા જિજ્ઞાસુઓને પ્રશ્ન ઊઠે છે કે ધર્મ માટે પ્રથમ શું કરવું? તેના જવાબમાં
જ્ઞાની કહે છે કે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર. બહારમાં ક્યાંય આત્માનો ધર્મ નથી.
ધર્મ તો પોતાનો સ્વભાવ છે. ધર્મ પરાધીન નથી. કોઈના અવલંબને ધર્મ થતો નથી,
ધર્મ કોઈનો આપ્યો અપાતો નથી, પણ પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે. જેને
પોતાનો પૂર્ણાનંદ જોઈએ છે તેણે પૂર્ણ આનંદનું સ્વરૂપ શું છે, તે નક્કી કરવું જોઈએ. જે
આનંદ હું ઈચ્છું છું તે પૂર્ણ અબાધિત ઈચ્છું છું, એટલે કોઈ આત્માઓ તેવી પૂર્ણાનંદદશા
પામ્યા છે અને તેઓને પૂર્ણાનંદદશામાં જ્ઞાન પણ પૂર્ણ જ છે; આ રીતે જેમને પૂર્ણાનંદ
પ્રગટયો છે એવા સર્વજ્ઞ ભગવાન છે તેમનો, અને તેઓ શું કહે છે તેનો જિજ્ઞાસુએ
નિર્ણય કરવો જોઈએ. તેથી જ કહ્યું છે કે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનવડે જ્ઞાનસ્વભાવી
આત્માનો નિર્ણય કરવો. આમાં ઉપાદાન–નિમિત્તની સંધિ રહેલી છે. જ્ઞાની કોણ છે, સત્
વાત કોણ કહે છે,–એ બધું નક્કી કરવા માટે નિવૃત્તિ લેવી જોઈએ. જીવને જો સ્ત્રી–
કુટુંબ–લક્ષ્મીનો પ્રેમ અને સંસારની રુચિમાં ઓછપ નહિ થાય તો તે સત્સમાગમ માટે
નિવૃત્તિ લઈ શકશે નહિ. શ્રુતનું અવલંબન લેવાનું કહ્યું ત્યાં જ અશુભભાવનો તો ત્યાગ
આવી ગયો. અને સાચા નિમિત્તોની ઓળખાણ કરવાનું પણ આવી ગયું.

PDF/HTML Page 20 of 48
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
• સુખનો ઉપાય–જ્ઞાન અને સત્સમાગમ •
હે જીવ! તારે સુખ જોઈએ છે ને? જો તારે સુખ જોઈતું હોય તો તું પહેલાં સુખ
ક્યાં છે અને કેમ પ્રગટે તેનો નિર્ણય કર, જ્ઞાન કર. સુખ ક્યાં છે અને કેમ પ્રગટે તેના
જ્ઞાન વગર તપ કરીને સુકાઈ જાય તોપણ સુખ ન મળે, ધર્મ ન થાય. સર્વજ્ઞ ભગવાને
કહેલા શ્રુતજ્ઞાનના અવલંબનવડે એ નિર્ણય થાય છે. અને તે નિર્ણય કરવો એ જ પ્રથમ
ધર્મ છે. જેને ધર્મ કરવો હોય તે ધર્મીને ઓળખે, અને તેઓ શું કહે છે તેનો નિર્ણય
કરવા માટે સત્સમાગમ કરે. સત્સમાગમે જેને શ્રુતજ્ઞાનનું અવલંબન થયું કે અહો!
પરિપૂર્ણ આત્મવસ્તુ, આ જ ઉત્કૃષ્ટ મહિમાવંત છે, મારા આવા પરમસ્વરૂપને મેં
અનંતકાળમાં સાંભળ્‌યું પણ નથી, –આમ થતાં તેને સ્વરૂપની રુચિ જાગે અને
સત્સમાગમનો રંગ લાગે, એટલે તેને કુદેવાદિ કે સંસાર પ્રત્યેનો રંગ ઊડી જાય, રાગનો
રંગ પણ ઊડી જાય ને જ્ઞાનસ્વભાવ તરફ વલણ થાય.
જો જ્ઞાનસ્વભાવી વસ્તુનો મહિમા ઓળખે તો પ્રેમ જાગે અને તે તરફ પુરુષાર્થ
વળે. આત્મા અનાદિથી સ્વભાવને ચૂકીને પરભાવરૂપી પરદેશમાં રખડે છે, સ્વરૂપથી
બહાર સંસારમાં રખડતાં રખડતાં જીવને કોઈ મહા ભાગ્યે પરમ પિતા સર્વજ્ઞ પરમાત્મા
અને પરમ હિતકારી ગુરુ ભેટયા, તેઓ પૂર્ણ હિત કેમ થાય તે સંભળાવે છે અને
આત્માના સ્વરૂપની ઓળખાણ કરાવે છે. અહા, પોતાનું સ્વરૂપ સાંભળતાં કયા
જિજ્ઞાસુને ઉલ્લાસ ન આવે? આવે જ. આત્મસ્વભાવની વાત સાંભળતાં જિજ્ઞાસુ
જીવોને મહિમા આવે જ.... અહો! અનંતકાળથી આ અપૂર્વ જ્ઞાન ન થયું, સ્વરૂપની
બહાર પરભાવમાં ભમીને અનંતકાળ દુઃખી થયો; આ અપૂર્વ જ્ઞાન પૂર્વે જો કર્યું હોત તો
આ દુઃખ ન હોત...આમ સ્વરૂપની ઝંખના લાગે, રસ આવે, મહિમા જાગે અને એ
મહિમાને યથાર્થપણે ઘૂંટતા સ્વરૂપનો નિર્ણય કરીને સ્વસન્મુખ થાય.
આ રીતે જેને ધર્મ કરીને સુખી થવું હોય તેણે પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન
લઈને આત્માનો નિર્ણય કરવો. ભગવાને કહેલ શ્રુતજ્ઞાનરૂપી દોરીને દ્રઢપણે પકડીને
તેના અવલંબનથી સ્વરૂપમાં પહોંચી જવાય છે. શ્રુતજ્ઞાનનું અવલંબન એટલે શું? જેને
સાચા શ્રુતજ્ઞાનનો જ રસ છે, અન્ય કુશ્રુતનો રસ નથી, સંસારની વાતોનો રસ ટળી
ગયો છે, ને શ્રુતજ્ઞાનનો તીવ્ર રસ લાગ્યો છે; આ રીતે શ્રુતજ્ઞાનના અવલંબન વડે–
જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા જે તૈયાર થયો છે, તેને અલ્પકાળમાં આત્મભાન
થશે. સંસારનો તીવ્ર લોહવાટ જેના હૃદયમાં ઘોળાતો હોય તેને તો આ