Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
પરમ શાંત સ્વભાવની વાત સમજવાની પાત્રતા નહિ જાગે. અહીં જે ‘શ્રુતનું
અવલંબન’ કહ્યું છે તે અવલંબન તો સ્વભાવના લક્ષે છે, પાછા ન ફરવાના પક્ષે છે.
સમયસારજીમાં અપ્રતિહત શૈલીથી જ કથન છે. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા
માટે જેણે શ્રુતનું અવલંબન ઉપાડયું તે આત્મસ્વભાવનો નિર્ણય અને અનુભવ કરે જ
કરે, પાછો ન ફરે, એવી વાત જ સમયસારમાં લીધી છે.
સંસારની રુચિ ઘટાડીને આત્માનો નિર્ણય કરવાના લક્ષે જે અહીં સુધી આવ્યો
તેને શ્રુતજ્ઞાનના અવલંબને નિર્ણય થવાનો જ; નિર્ણય ન થાય તેમ બને જ નહિ.
શાહુકારના ચોપડે દિવાળાંની વાત જ ન હોય, તેમ અહીં દીર્ઘસંસારીની વાત જ નથી.
અહીં તો અલ્પકાળે મોક્ષ જનાર જીવોની જ વાત છે. બધી વાતની હા જી હા ભણે અને
એકેય વાતનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરે નહિ એવા ‘ધજાની પૂંછડી જેવા’ જીવોની
વાત નથી લીધી. ટંકણખાર જેવી વાત છે. જે અનંતકાળના સંસારનો અંત લાવવા માટે
પૂર્ણ સ્વભાવના લક્ષે શરૂઆત કરવા નીકળ્‌યો છે એવા જીવની શરૂઆત પાછી નહિ ફરે.
–એવાની જ અહીં વાત છે. આ તો અપ્રતિહત માર્ગ છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ
વાસ્તવિક શરૂઆત છે. પૂર્ણતાના લક્ષે ઊપડેલી શરૂઆત પાછી ન ફરે......પૂર્ણતાના લક્ષે
પૂર્ણતા થાય જ.
• જે તરફની રુચિ તે તરફનું ઘોલન •
આમાં એકને એક વાત ફેરવીને વારંવાર કહેવાય છે, તેથી રુચિવંત જીવને
કંટાળો ન આવે. જેમ નાટકની રુચિવાળો નાટકમાં ‘વન્સમોર’ કરીને પણ પોતાની
રુચિવાળી વસ્તુને વારંવાર જુએ છે; તેમ જે ભવ્યજીવોને આત્માની રુચિ થઈ અને
આત્માનું હિત કરવા માટે નીકળ્‌યા તે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે–ખાતાં, પીતાં,
ચાલતાં, સૂતાં, બેસતાં, વિચારતાં, નિરંતર શ્રુતનું જ અવલંબન, સ્વભાવના લક્ષે કરે છે,
તેમાં કોઈ કાળ કે ક્ષેત્રની મર્યાદા કરતા નથી. શ્રુતજ્ઞાનની રુચિ અને જિજ્ઞાસા એવી
જામી છે કે ક્યારેય પણ તે ખસતી નથી. અમુક કાળ અવલંબન કરવું ને પછી મૂકી દેવું
એમ નથી કહ્યું. પરંતુ શ્રુતજ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવાનું કહ્યું છે.
જેને સાચા તત્ત્વની રુચિ થઈ છે તે બીજા સર્વ કામોની પ્રીતિને ગૌણ જ કરે છે, ને તેની
પરિણતિને આત્મા તરફ વાળે છે.
પ્રશ્ન:– ત્યારે શું સત્ની પ્રીતિ થાય એટલે ખાવા–પીવાનું અને ધંધા–વેપાર બધું
છોડી દેવું? શ્રુતજ્ઞાન સાંભળ્‌યા જ કરવું, પરંતુ સાંભળીને કરવું શું?

PDF/HTML Page 22 of 48
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
ઉત્તર:– સત્ની પ્રીતિ થાય એટલે તરત જ ખાવાપીવાનો બધો રાગ છૂટી જ જાય
એવો નિયમ નથી, પરંતુ તે તરફની રુચિ તો અવશ્ય ઘટે જ. પરમાંથી સુખબુદ્ધિ ઊડી
જાય અને બધામાં એક આત્મા જ આગળ હોય; એટલે નિરંતર આત્માની જ ધગશ
અને ઝંખના હોય. માત્ર ‘શ્રુતજ્ઞાન સાંભળ્‌યા જ કરવું’ એમ કહ્યું નથી. પરંતુ શ્રુતજ્ઞાન
દ્વારા આત્માનો નિર્ણય કરવો; શ્રુતના અવલંબનની ઘૂન ચડતાં, દેવ, ગુરુ, શાસ્ત્ર, ધર્મ,
નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, પર્યાય વગેરે બધાં પડખાં જાણીને એક જ્ઞાનસ્વભાવી આત્માનો
નિશ્ચય કરવો જોઈએ. આમાં ભગવાન કેવા, તેનાં શાસ્ત્રો કેવાં, અને તેઓ શું કહે છે,
એ બધાનું અવલંબન એમ નિર્ણય કરાવે છે કે તું જ્ઞાન છો; આત્મા જ્ઞાનસ્વરૂપી જ છે,
જ્ઞાન સિવાય બીજું કાંઈ તું કરી શકતો નથી.
દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં હોય અને તે દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને તેમનું
અવલંબન લેનાર પોતે શું સમજ્યો હોય તે આમાં બતાવ્યું છે. હે જીવ! તું જ્ઞાનસ્વભાવી
આત્મા છો, તારો સ્વભાવ જાણવાનો જ છે, કાંઈ પરનું કરવું કે પુણ્ય–પાપના ભાવ
કરવા તે તારું સ્વરૂપ નથી, –આમ જે બતાવતા હોય તે સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર છે, અને
આ પ્રમાણે જે સમજે તે જ દેવ–ગુરુ–શાસ્ત્રના કહેલા શ્રુતજ્ઞાનને સમજ્યો છે. પણ જે
રાગથી ધર્મ મનાવતા હોય, શરીરની ક્રિયા આત્મા કરે એમ મનાવતા હોય, જડ કર્મ
આત્માને હેરાન કરે એમ કહેતા હોય, તે કોઈ દેવ–ગુરુ–શાસ્ત્ર સાચાં નથી, કેમકે તેઓ
સાચા વસ્તુસ્વરૂપના જાણકાર નથી અને સત્યથી ઊલટું સ્વરૂપ બતાવે છે.
• શ્રુતજ્ઞાનના અવલંબનનું ફળ–આત્મઅનુભવ •
‘હું આત્મા તો જ્ઞાયક છું, પુણ્ય–પાપની વૃત્તિઓ મારું જ્ઞેય છે, તે મારા જ્ઞાનથી
જુદી છે’ આમ પહેલાં વિચાર દ્વારા યથાર્થ નિર્ણય જિજ્ઞાસુ જીવ કરે છે; હજી
જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો નથી ત્યાર પહેલાંની આ વાત છે. જેણે સ્વભાવના લક્ષે
શ્રુતનું અવલંબન લીધું છે તે અલ્પકાળમાં આત્મઅનુભવ કરશે જ. પ્રથમ વિચારમાં
એમ નક્કી કર્યું કે પરથી તો હું જુદો, પુણ્ય–પાપ પણ મારું સ્વરૂપ નહિ, મારા શુદ્ધ
સ્વભાવ સિવાય દેવ–ગુરુ–શાસ્ત્રનું પણ અવલંબન પરમાર્થે નહિ, હું તો સ્વાધીન
જ્ઞાનસ્વભાવી છું;–આમ જેણે નિર્ણય કર્યો તેને જ્ઞાનસ્વભાવી આત્માનો અનુભવ થયા
વગર રહેશે જ નહિ. અહીં શરૂઆત જ એવી જોરદાર ઉપાડી છે કે પાછા પડવાની વાત
જ નથી.

PDF/HTML Page 23 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
‘પુણ્ય–પાપ મારું સ્વરૂપ નથી, હું જ્ઞાયક છું’ આવી જેણે નિર્ણય દ્વારા હા પાડી
તેનું પરિણમન પુણ્ય–પાપ તરફથી પાછું ખસીને જ્ઞાયકસ્વભાવ તરફ ઢળશે. ‘હું
જ્ઞાનસ્વભાવ છું’ એમ જેણે આત્માનો નિર્ણય કર્યો તેને પુણ્ય–પાપનો આદર ન રહ્યો.
તેથી તે અલ્પકાળમાં પુણ્યપાપ–રહિત જ્ઞાનસ્વભાવનો અનુભવ કરીને અને તેમાં
સ્થિરતા કરીને વીતરાગ થઈ પૂર્ણ પરમાત્મા થઈ જશે. પૂર્ણની જ વાત છે, શરૂઆત થઈ
છે તે પૂર્ણતાને લક્ષમાં લઈને જ થઈ છે. સંભળાવનાર અને સાંભળનાર બંનેને પૂર્ણતાનું
જ ધ્યેય છે. જેઓ પૂર્ણ સ્વભાવ બતાવે છે–એવા દેવ–ગુરુ–શાસ્ત્ર તો પવિત્ર જ છે, ને તે
સ્વભાવની જેણે હા પાડી તેનું પણ પરિણમન પવિત્રતા તરફ વળ્‌યું છે. પૂર્ણની હા પાડી
તે પૂર્ણ થશે જ. આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિ છે.
• સમ્યગ્દર્શન થયા પહેલાં •
આત્માનો આનંદ પ્રગટ કરવા માટેની પાત્રતાનું સ્વરૂપ કહેવાય છે. હે ભાઈ!
તારે ધર્મ કરવો છે ને! તો તું તને ઓળખ. પહેલાં સાચો નિર્ણય કરવાની વાત છે. અરે,
તું છો કોણ? શું ક્ષણિક પુણ્ય–પાપનો કરનાર તે જ તું છો? ના ના; તું તો જ્ઞાન કરનાર
જ્ઞાનસ્વભાવી છો. પરને ગ્રહનાર કે છોડનાર તું નથી, જાણનાર જ તું છો. આવો નિર્ણય
તે જ ધર્મની પહેલી શરૂઆતનો (સમ્યગ્દર્શનનો) ઉપાય છે. શરૂઆતમાં એટલે કે
સમ્યગ્દર્શન પહેલાં આવો નિર્ણય ન કરે તો તે પાત્રતામાં પણ નથી. મારો સહજ
સ્વભાવ જાણવાનો છે–આવો શ્રુતના અવલંબને જે નિર્ણય કરે છે તે પાત્ર જીવ છે. જેને
પાત્રતા પ્રગટી તે આગળ વધીને અનુભવ કરશે જ. સમ્યગ્દર્શન કરવા માટે પહેલાં
જિજ્ઞાસુ જીવ, ધર્મસન્મુખ થયેલો જીવ, સત્સમાગમે આવેલો જીવ શ્રુતજ્ઞાનના
અવલંબને જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે.
હું જ્ઞાનસ્વભાવી જાણનાર છું, જ્ઞેયમાં ક્યાંય રાગ–દ્વેષ કરીને અટકે તેવો મારો
જ્ઞાનસ્વભાવ નથી. પર ગમે તેમ હો, હું તો તેનો માત્ર જાણનાર છું, મારો
જાણનારસ્વભાવ પરનું કાંઈ કરનાર નથી. હું જેમ જ્ઞાનસ્વભાવી છું તેમ જગતના બધા
આત્માઓ જ્ઞાનસ્વભાવી છે; જેઓ પોતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય ચૂકયા છે
તેઓ દુઃખી છે, તેઓ જાતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે તો તેઓનું દુઃખ ટળે. હું
કોઈને ફેરવવા સમર્થ નથી. પર જીવોનું દુઃખ હું ટાળી શકું નહિ કેમકે દુઃખ તેઓએ
પોતાની ભૂલથી કર્યું છે; તેઓ પોતાની ભૂલ ટાળે તો તેમનું દુઃખ ટળે. કોઈ પરના લક્ષે

PDF/HTML Page 24 of 48
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
અટકવાનો જ્ઞાનનો સ્વભાવ નથી. –આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો તે
સમ્યક્ત્વની પાત્રતા છે.
પ્રથમ શ્રુતનું અવલંબન બતાવ્યું તેમાં પાત્રતા થઈ છે, એટલે કે શ્રુતના
અવલંબનથી આત્માનો નિર્ણય થયો છે; ત્યારપછી પ્રગટ અનુભવ કેમ થાય? તે માટે
જુઓ પાનું ૩૯ મું.
(આ પ્રવચનનો બીજો ભાગ એટલે સમ્યગ્દર્શનની રીત: તે માટે જુઓ પાનું : ૩૯)
સામાયિક કરો
એક સમયના સામાયિકમાં કેટલી
તાકાત?
અલ્પકાળમાં મોક્ષ દેવાની તાકાત છે.
સામાયિક એટલે શું?
પુણ્ય–પાપ વગરના જ્ઞાનનો અનુભવ,
તે સામાયિક છે.
શુભરાગ તે સામાયિક છે?
ના; સામાયિક તે તો વીતરાગભાવ છે.
પુણ્યને મોક્ષનું સાધન માને તેને
સામાયિક હોય? ...................... ના.
સામાયિકમાં શેનો લાભ છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
આત્માનો લાભ છે.
પુણ્યને મોક્ષમાર્ગ માનનારા જીવો કેવા છે?
તેઓ સ્થૂળ લક્ષવાળા છે; સૂક્ષ્મ એવા
ચૈતન્યનું લક્ષ તેને નથી.
સંસારથી ડરીને મોક્ષને ચાહે તેણે શું
કરવું?
તેણે સામાયિક કરવી.
સામાયિક કેવી રીતે થાય?
પુણ્ય–પાપ, રાગ–દ્વેષ તેનાથી પાર એવા
જ્ઞાનના અનુભવ વડે સામાયિક થાય
છે. જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ
વગર સામાયિક હોય નહીં.
અજ્ઞાનીએ પૂર્વે કદી સામાયિક કરી હશે?
ના.
આત્માની ઓળખાણ વગર પણ ઘણા
જીવો સામાયિક તો કરે છે?
તે સામાયિક સાચી નથી; શરીરની
સ્થિરતા કે પાપ છોડીને પુણ્યનો ભાવ–
તેને કાંઈ ભગવાને સામાયિક નથી
કહ્યું; શરીરથી ભિન્ન અને પુણ્યથી પાર
એવા વીતરાગી જ્ઞાનનો અનુભવ તે
સામાયિક છે, ને તે મોક્ષનું કારણ છે.
આવું સામાયિક આત્માના જ્ઞાનપૂર્વક
જ હોય છે.
હે મોક્ષાર્થી જીવો! મોક્ષને માટે તમે આવું
સામાયિક કરો.

PDF/HTML Page 25 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
પુણ્યકર્મનો પક્ષપાતી (=અજ્ઞાની)
પુણ્ય તે બંધનું જ કારણ હોવા છતાં તેને જે મોક્ષનું
કારણ માને છે તે જીવ પુણ્યકર્મનો પક્ષપાતી છે; પુણ્યકર્મના
પક્ષપાતમાં તેને શો દોષ આવે છે તે આચાર્યદેવ (ગાથા
૧પ૪ માં) બતાવે છે; અને કહે છે કે જિનાગમનું વિધાન
તો જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ કરવાનું છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે અબંધ છે, ને તેના આશ્રયે પરિણમતું જે જ્ઞાન તે જ
મોક્ષનું કારણ છે, કેમ કે તે જ્ઞાન પોતે બંધનરહિત છે. અને તે જ્ઞાનપરિણમન સિવાયનું
જે કાંઈ પરાશ્રિત પરિણમન છે તે બધુંય બંધસ્વરૂપ છે ને બંધનું જ કારણ છે. –માટે
જ્ઞાનસ્વભાવની અંર્તઅનુભૂતિ કરીને જ્ઞાનરૂપે પરિણમવું તે જ આગમનું વિધાન છે.
બધાય આગમનો સાર શું? કે જ્ઞાનરૂપે પરિણમવું તે; અંતર્મુખ થઈને જે જ્ઞાનભાવે
પરિણમ્યો તેણે સર્વે આગમનું રહસ્ય જાણ્યું. અને ઘણાં શાસ્ત્રો ભણવા છતાં જો
અંતર્મુંખ જ્ઞાનભાવે ન પરિણમ્યો, –રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ ન કર્યો તો તેનું
બધુંય જાણપણું અજ્ઞાન જ છે. શાસ્ત્ર તરફના વિકલ્પથી, કે શુદ્ધનયના વિકલ્પથી મને
જરાય લાભ થશે–એમ જે માને છે તે જીવ તે વિકલ્પનો જ પક્ષપાત કરીને, વિકલ્પના
અનુભવમાં જ અટકે છે. પણ તેનાથી આઘો ખસીને જ્ઞાનનો અનુભવ કરતો નથી,
એટલે આગમના ફરમાનની તેને ખબર નથી. આગમનું ફરમાન તો રાગથી ભિન્ન
ચૈતન્યનો અનુભવ કરવાનું છે; તેને બદલે અજ્ઞાની પુણ્યના પક્ષમાં અટકી ગયો.
પાપ કર્મ તો કુશીલ છે–ખરાબ છે, પરંતુ પુણ્યકર્મ તો સુશીલ છે, –સારૂં છે, એમ
અજ્ઞાની માને છે. આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! પુણ્ય પણ સંસારમાં જ રખડાવે છે–
તો તેને સુશીલ કેમ કહેવાય? પુણ્ય કાંઈ મોક્ષમાર્ગના આશ્રયે નથી, તે તો બંધમાર્ગના
જ આશ્રયે છે જીવસ્વભાવના આશ્રયે પરિણમતા જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ
મોક્ષનું કારણ છે. –એ સિવાય પરાશ્રયે પરિણમતા રાગાદિભાવો–પછી તે અશુભ હો કે
શુભ હો–સંસારનું જ કારણ છે. જે જીવ તે રાગની રુચિ કરે છે તે સંસારમાં જ રખડે છે.
ભેદજ્ઞાન કરીને જે જીવ રાગથી વિરક્ત થાય છે–તે જ કર્મબંધનથી છૂટે છે. વ્રતાદિ
શુભભાવો છે તે તો જીવના પરમાર્થસ્વભાવથી બાહ્ય

PDF/HTML Page 26 of 48
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
છે, તે વ્રતાદિના વિકલ્પો ન હોવા છતાં જ્ઞાનપરિણામ વડે જ્ઞાનીઓ મોક્ષને સાધે છે,
અને અજ્ઞાનીને તે વ્રતાદિના શુભ પરિણામો હોવા છતાં તે મોક્ષ પામતો નથી. માટે
જ્ઞાન જ મોક્ષનું કારણ છે. અને જ્ઞાનરૂપે પરિણમવું તે જ આગમનું ફરમાન છે.
આ રીતે, પુણ્ય તે મોક્ષનું કારણ નથી પણ બંધનું જ કારણ છે–એમ આચાર્યદેવે
સમજાવ્યું; છતાં હજી પણ જે જીવ અજ્ઞાનથી પુણ્યકર્મનો પક્ષપાત કરે, –તેને શું દોષ
આવે છે? તે ફરીને પણ સમજાવે છે–
પરમાર્થબાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો,
અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. (૧પ૪)
જેઓ પરમાર્થથી બાહ્ય છે એટલે કે ચિદાનંદમૂર્તિ આત્માના અનુભવથી રહિત છે
તેઓ મોક્ષના હેતુને જાણતા નથી, અને અજ્ઞાનથી પુણ્યને જ મોક્ષનું કારણ માનીને તેને
ઈચ્છે છે. જો કે પુણ્ય પણ સંસારગમનનો હેતુ છે તોપણ અજ્ઞાની તેને મોક્ષનો હેતુ માને
છે; તે એમ માને છે કે હું મોક્ષના ઉપાયને સેવું છું પણ ખરેખર રાગની રુચિથી તે
સંસારમાર્ગ જ સેવી રહ્યો છે. મોક્ષ કોને કહેવો ને તેનો માર્ગ શું–તેની તેને ખબર પણ નથી.
મોક્ષ એટલે શું? કે સમસ્ત કર્મપક્ષનો નાશ કરવાથી જે શુદ્ધાત્માનો લાભ થાય–
નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય–તે મોક્ષ છે. પુણ્ય કર્મના પણ નાશથી મોક્ષ થાય છે; પુણ્ય તે
પણ કર્મના પક્ષમાં છે, તે કાંઈ આત્માના સ્વભાવની ચીજ નથી.
આવા મોક્ષના કારણરૂપ સામાયિક છે. તે સામાયિક કેવી છે? કે સમ્યગ્દર્શન
જ્ઞાન–ચારિત્ર–સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનનું અનુભવન તે સામાયિક છે; શરીર
બેઘડી સ્થિર રહે કે અમુક પાઠ ભણી જાય તેને કાંઈ સામાયિક નથી કહેતા. અહો,
સામાયિકમાં તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાઈ જાય છે, એકલા જ્ઞાનના
અનુભવનરૂપ આવી સામાયિક તે મોક્ષનું કારણ છે. તે સામાયિક ચિદાનંદસ્વભાવમાં જ
એકાગ્રતા છે, અને તે સમયસારસ્વરૂપ છે એટલે શુદ્ધાત્માના અનુભવસ્વરૂપ છે. આવી
સામાયિક પુણ્ય–પાપના દુરંત કર્મચક્રથી પાર છે. માત્ર પાપપરિણામથી નિવર્તે ને અત્યંત
સ્થૂળ એવા પુણ્યકર્મોમાં વર્ત્યા કરે ને તેના જ અનુભવથી સંતુષ્ટ થઈને મોક્ષનું કારણ
માની લ્યે તો તે જીવ નામર્દ છે, રાગથી પાર થવાનો પુરુષાર્થ તેનામાં નથી; કર્મના
અનુભવથી ખસીને જ્ઞાનના અનુભવમાં તે આવતો નથી. હિંસા વગેરે સ્થૂળ

PDF/HTML Page 27 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૫ :
તે અજ્ઞાની જીવ જોકે સંસારથી ડરીને મોક્ષને ઈચ્છે તો છે, પણ તેનાં
કર્મની તીવ્રતામાંથી મંદતા થઈ, –પાપમાંથી પુણ્ય થયું–પણ ચક્ર તો કર્મનું જ
રહ્યું. ચૈતન્યનું અને રાગનું અત્યંત ભેદજ્ઞાન કરવું જોઈએ. શુભવિકલ્પનો કણિયો પણ
મને ચૈતન્યસાધનમાં જરાય મદદગાર નથી, મારું ચૈતન્યતત્ત્વ શુભવિકલ્પોથી પણ પાર
છે–આમ અત્યંત ભિન્નતા જાણીને સમસ્ત કર્મકાંડને મૂળમાંથી ઊખેડી નાંખે, અને
કર્મથી ભિન્ન એવા જ્ઞાનકાંડને અનુભવે તો ચૈતન્યના આશ્રયે મોક્ષનું સાધન થાય.
જ્યાંસુધી અભિપ્રાયમાં અંશમાત્ર શુભરાગનું અવલંબન રહે ત્યાંસુધી સંસારવૃક્ષનું
મૂળિયું એવું ને એવું રહે છે. પાપ છોડીને અજ્ઞાનપૂર્વક વ્રત–તપ–દયા–દાન–શીલ–પૂજા
વગેરે શુભભાવો અનંતકાળમાં અનંતવાર જીવ ચૂક્યો, પણ તેનાથી ભવભ્રમણનો અંત
ન આવ્યો; રાગના આશ્રયની બુદ્ધિ ન છૂટી તેથી સંસારમાં જ રખડયો. રાગમાત્ર (ભલે
શુભ હોય તોપણ) બંધનું જ કારણ છે. છતાં અજ્ઞાની તેને બંધનું કારણ ન માનતાં
મોક્ષનું કારણ માનીને સેવે છે; શાસ્ત્રકાર કહે છે કે અરે ભાઈ! એક ક્ષણિક પુણ્યવૃત્તિને
ખાતર તું આખા મોક્ષમાર્ગને વેચી રહ્યો છે! જેમ થોડીક રાખને માટે

PDF/HTML Page 28 of 48
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
ચંદનના વનને કોઈ મૂરખો ભસ્મ કરી નાંખે, છાસને માટે કોઈ રત્નને વેચી દે, નાનકડા
દોરાના કટકાને માટે રત્નની કંઠી તોડી નાંખે, તેમ ક્ષણિક પુણ્યની મીઠાસ આડે તું
આખા ચિદાનંદતત્ત્વનો આશ્રય છોડી દે છે, રાગની મીઠાસ આડે તું આખા મોક્ષમાર્ગને
છોડી રહ્યો છે ને સંસારમાર્ગને આદરી રહ્યો છે, –તો તારી મુર્ખાઈનું શું કહેવું? બાપુ?
મોક્ષની ઈચ્છાથી તેં જ્યારે દિક્ષા લીધી ત્યારે શુદ્ધાત્માના અનુભવરૂપ સામાયિકની
પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ તું તો શુભરાગના જ અનુભવમાં અટકી ગયો, રાગથી ભિન્ન
ચૈતન્યની તેં શ્રદ્ધા પણ ન કરી; મોક્ષના સાધનરૂપ સાચી સામાયિકને તેં ઓળખી પણ
નહીં. ચિદાનંદસ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવરૂપ સામાયિક તે મોક્ષનું કારણ છે. –એવો
અનુભવ જેઓ નથી કરતા ને રાગના જ અનુભવને મોક્ષનું સાધન માનીને તેમાં અટકી
જાય છે તેઓ કર્મચક્રને પાર ઊતરવા માટે પુરુષાર્થ વગરના છે; ચૈતન્યસ્વભાવનો
પુરુષાર્થ તેને જાગ્યો નથી. વ્યવહારે અર્હંત ભગવાનના માર્ગને જ માને છે, બીજા
કુમાર્ગને તો માનતો નથી, ભગવાને કહેલ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુને તથા નવતત્ત્વો
વગેરેને વ્યવહારે બરાબર માને છે, પણ અંતરમાં રાગ અને ચૈતન્યની ભિન્નતાનું વેદન
કરતા નથી, સ્થૂળ લક્ષપણે શુભરાગમાં જ અટકી જાય છે–એવા જીવો, શુભરાગને
સંસારનું કારણ હોવા છતાં મોક્ષનું કારણ માની રહ્યા છે; તેથી પુણ્યનો–રાગનો જ
આશ્રય કરે છે, પણ તેનો આશ્રય છોડતા નથી ને જ્ઞાનનો આશ્રય કરતા નથી એટલે
તેઓ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. આ રીતે પુણ્યકર્મના પક્ષપાતી જીવો સંસારમાં જ
રખડે છે, તેઓ મોક્ષને પામતા નથી. મોક્ષ તો જ્ઞાન વડે જ પમાય છે, પુણ્ય વડે નહીં.
જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને જ્ઞાનપણે પરિણમવું તે જ મોક્ષનું કારણ છે. જેઓ
અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવનો આશ્રય કરે છે તેઓ જ મુક્તિને પામે છે. માટે
જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને જ્ઞાનરૂપે પરિણમવું તે જ આગમની આજ્ઞા છે.
• જ્ઞાની ન ઈચ્છે પુણ્યને •
અજ્ઞાની ચૈતન્યનું ભાન ભૂલીને રાગની ધૂનમાં ચડી ગયો. જ્ઞાની ચૈતન્યની ધૂન
આડે રાગને જરા પણ ઈચ્છતા નથી; શુદ્ધઆત્મા સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–અનુભવરૂપ જે
મોક્ષમાર્ગ છે તેને જ જ્ઞાની સેવે છે. પુણ્યને જરાપણ મોક્ષમાર્ગ માનતા નથી. જેને
પુણ્યની રુચિ છે તેને સંસારની રુચિ છે, તેને મોક્ષની રુચિ નથી. મોક્ષ તો આત્માની

PDF/HTML Page 29 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
પૂર્ણ શુદ્ધતા છે, તો તેનો માર્ગ પણ શુદ્ધતારૂપ જ હોય. રાગ તો અશુદ્ધતા છે, અશુદ્ધતા
તે શુદ્ધતાનો માર્ગ કેમ હોય? ન જ હોય. શ્રીમદ્રાજચંદ્રજી કહે છે કે–
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ.
આચાર્ય ભગવાન કહે છે કે આત્મસ્વભાવના આશ્રયે થતા જે શ્રદ્ધા–જ્ઞાન–
વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ સધાતો નથી; મોક્ષમાર્ગ તો પરમાર્થ–સ્વભાવના
આશ્રયે જ સધાય છે. પરમાર્થરૂપ એવા જ્ઞાનસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન જ્ઞાન–
ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રવર્તે છે, તેથી જેઓ પરમાર્થ સ્વભાવનો આશ્રય કરે છે તેઓ જ
મુક્તિને પામે છે. જેઓ નિશ્ચયના વિષયને છોડીને વ્યવહારના આશ્રયે પ્રવર્તે છે,
વ્યવહારના આશ્રયથી લાભ થવાનું માને છે તેઓ મોક્ષને પામતા નથી પણ સંસારમાં
રખડે છે. વ્રત–તપ વગેરે શુભકર્મો કેવા છે? કે પરમાર્થ મોક્ષહેતુથી જુદા છે, એટલે કે
બંધના હેતુ જ છે; છતાં અજ્ઞાનીઓ તેને મોક્ષહેતુ માને છે, તે માન્યતાને સર્વથા
નિષેધવામાં આવી છે. અજ્ઞાનીએ માનેલો શુભકર્મરૂપ મોક્ષહેતુ આખોય નિષેધવામાં
આવ્યો છે, એટલે કે શુભકર્મ વડે મોક્ષમાર્ગ જરાપણ થતો નથી, –એમ પ્રતિપાદન
કરવામાં આવ્યું છે. ભલે વિદ્વાન હોય કે શાસ્ત્રો ભણ્યો હોય, પણ જો શુભરાગના
આશ્રયે કિંચિત પણ મોક્ષમાર્ગ થવાનું માનતો હોય તો તે ભગવાનના માર્ગથી ભ્રષ્ટ છે,
ભગવાને કહેલા શાસ્ત્રના રહસ્યને તે જાણતો નથી; ખરેખર તે વિદ્વાન નથી પણ મૂઢ છે.
અરે ભાઈ! તું શાસ્ત્રમાંથી શું ભણ્યો? મોક્ષનો પંથ તો આત્માના આશ્રયે હોય કે
રાગના આશ્રયે? વ્યવહાર એટલે પરનો આશ્રય, પરના આશ્રયે મોક્ષમાર્ગ કેમ હોય?
ભાઈ, તેં પરના આશ્રયની બુદ્ધિ ન છોડી ને સ્વતત્ત્વ તરફ તારું મુખ ન ફેરવ્યું–તો તારી
વિદ્વતા શા કામની? ને તારા શાસ્ત્રભણતર શું

PDF/HTML Page 30 of 48
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
કામના? વિદ્વત્તા તો તેને કહેવાય કે જેનાથી સ્વાશ્રય કરીને પોતાનું હિત સધાય.
સ્વાશ્રયે વીતરાગભાવ પ્રગટે તે જ શાસ્ત્રનો ઉપદેશ છે. આત્માના મોક્ષનું કારણ
આત્માના સ્વભાવથી જુદું ન હોય. આત્મા જ્ઞાનસ્વભાવી છે ને રાગ તો તેનાથી જુદી
ચીજ છે; તે રાગ વડે મોક્ષમાર્ગનું પરિણમન થતું નથી. પુણ્યભાવ પણ બંધનું જ કારણ
છે, મોક્ષનું નહિ.
પુણ્યને ક્યાંક તો રાખો?
–રાખ્યું ને!
–ક્યાં રાખ્યું?
પુરેપૂરું બંધમાર્ગમાં રાખ્યું.
મોક્ષમાર્ગ પુણ્યના આશ્રયે નથી. મોક્ષમાર્ગ તો જ્ઞાનસ્વભાવના જ આશ્રયે થાય
છે. આચાર્યદેવ કહે છે કે અરે પંડિતો! તમે જો વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ માનતા હો
તો ભગવાનના આગમમાં તેમ કહ્યું નથી. ભગવાને તો પરમાર્થ સ્વભાવના આશ્રયે જ
મોક્ષમાર્ગ કહ્યો છે, ને વ્યવહારના આશ્રયનું ફળ તો સંસાર જ કહ્યું છે.
કરવો આત્માનો મોક્ષ, અને આશ્રય લેવો આત્માથી વિરુદ્ધ એવા રાગનો! –
એમાં વિદ્વત્તા નથી પણ વિપરીતતા છે. ચૈતન્યભાવ અને રાગભાવ વચ્ચે ભેદજ્ઞાન
કરીને, ચૈતન્યનો આશ્રય કરવો ને રાગનો આશ્રય છોડવો–તે જ ખરી વિદ્વત્તા છે, ને આ
એક જ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. આવા જ્ઞાનમય મોક્ષમાર્ગનું તમે
આકાશ અને જ્ઞાન
• આકાશનો અંત છે? ......ના.
• આકાશ જ્ઞાનમાં જણાય છે? .....હા.
• આકાશ ‘અંતસ્વભાવવાળું’ નથી પણ તેનામાં ‘જ્ઞેયસ્વભાવ’
તો છે; તેથી, અંતવગરનું હોવા છતાં જ્ઞાનમાં તે અંંતવગરના
પણે (અનંતપણે) જેમ છે તેમ જણાય છે. કેમકે–
• આકાશની અનંતતા કરતાંય જ્ઞાનસામર્થ્યની અનંતતા મોટી છે.
• હે જીવ! આવડા મોટા જ્ઞાનસ્વભાવવાળો તું છો.

PDF/HTML Page 31 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
નીચેના જીવોને ઓળખી કાઢો–
(૧) એક જીવના મોઢામાં અમૃત છે, છતાં તે દુઃખી છે–તે કોણ?
(૨) એક જીવ કદી ખાતા નથી છતાં સદાય સુખે જીવે છે–તે કોણ?
(૩) એક જીવ સમ્યગ્દ્રષ્ટિ છે, પણ તે નથી સ્વર્ગમાં, નથી મનુષ્યમાં, નથી તિર્યંચમાં
કે નથી નરકમાં, –તો તે ક્યાં હશે?
(૪) જંગલમાં જેનો જન્મ, ને અંજના જેની માતા, તે મોક્ષગામી મહાત્મા કોણ?
(પ) મહાવીર ભગવાનના સૌથી મોટા શિષ્ય–કે જે બ્રાહ્મણ હતા ને મોક્ષ પામ્યા તે
કોણ?
(૬) જિનદીક્ષા લેનારા છેલ્લા મુગટબંધી રાજા, જેણે ભદ્રબાહુસ્વામી પાસે દીક્ષા
લીધી–તે કોણ?
(૭) એક જીવ વીતરાગ છે, તેનું આયુષ્ય પૂરું થયું છતાં તે મોક્ષ ન પામ્યો, તે કોણ?
(૮) એક મનુષ્ય એવા–કે જે કદી ખાય નહીં, પીએ નહી, છતાં લાખો વર્ષ જીવે–તે
કોણ?
(૯) એક મનુષ્ય પાસે રાતી પાઈ પણ નથી છતાં જે ગરીબ નથી, તે કોણ?
(૧૦) કુંદકુંદસ્વામી, જંબુસ્વામી, અકલંકસ્વામી, મરુદેવી, –આમાંથી તે ભવે મોક્ષ પામ્યું
તે કોણ?
ગતાંકમાં પૂછેલા આઠ વાક્યોની સાચી રચના નીચે મુજબ છે–
૧ ભરત અને બાહુબલી બંને ભાઈ હતા.
૨. બાવીસમા તીર્થંકર નેમિનાથ ગીરનારથી મોક્ષ પામ્યા.
૩. મહાવીર ભગવાન પાવાપુરીથી મોક્ષ પામ્યા.
૪. સોનગઢમાં ૬૩ ફૂટ ઊંચો માનસ્તંભ છે.
પ ‘નમો અરિહંતાણં’ એ મહામંત્ર છે.
૬ સમયસારશાસ્ત્રમાં ૪૧પ ગાથાઓ છે.
૭ આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે.
૮ જીવનો મોક્ષ વીતરાગી રત્નત્રયથી થાય છે.
ચારસો ઉપરાંત જિજ્ઞાસુઓએ આ યોજનામાં રસ લઈને
ઉત્સાહપૂર્વક જવાબો લખી મોકલ્યા છે, તે સૌને ધન્યવાદ!

PDF/HTML Page 32 of 48
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
પં. બુધજનરચિત છહઢાળા
• (પાંચમી ઢાળ)
અગાઉની ચાર ઢાળ અનુક્રમે આત્મધર્મ અંક ૩૦૪,
૩૦૬, ૩૦૮A તથા ૩૦૯ માં આવી ગઈ છે. આ પાંચમી
ઢાળમાં સમ્યગ્દર્શન પછી શ્રાવકનાં બાર વ્રતો વગેરેનું
કથન કર્યું છે.
મનહરણ છંદ
તિર્યંચ મનુષ દો ગતિમેં
વ્રતધારક શ્રદ્ધા ચિત્તમે;
સો અગલિત–નીર ન પીવેં,
નિશિભોજન તજેં સદીવેાંા ૧ા
મુખ વસ્તુ અભક્ષ ન ખાવેં
જિનભક્તિ ત્રિકાલ રચાવેં;
મન–વચ–તન કપટ નીવારેં;
કૃત–કારિત–મોહ સમ્હારેા ૨ા
જૈસે ઉપશમત કષાયા,
તૈસા તિન ત્યાગ કરાયા;
કોઈ સાત વ્યસનકો ત્યાગેં,
કોઈ અનુવ્રત તપ લાગેંા ૩ા
ત્રસ જીવ કભી નહીં મારેં,
ન વૃથા થાવર સંહારે;
પરહિત બિન જૂઠ ન બોલેં,
મુખ સત્ય વિના નહીં ખોલેંા ૪ા
જલ–મૃત્તિકા બિન ધન સબહી,
બિન દિયે ન લેવેં કબહી;
વ્યાહી વનિતા બિન નારી,
લઘુ બહિન બડી મહતારીા પા
તુષ્ણાકા જોર સંકોચેં,
જ્યાદે પરિગ્રહકો મોચેં;
દિશિકી મર્યાદા લાવેં,
બાહર નહીં પાંવ હલાવેંા ૬ા
તામેં ભી પુર સર સરિતા,
નિત રાખત અઘસે ડરતા;
સબ અનર્થદંડ ન કરતે,
ક્ષણ ક્ષણ જિનધર્મ સુમરતેા ૭ા
દ્રવ્ય–ક્ષેત્ર– કાલ શુભ ભાવૈ,
સમતા સામાયિક ધ્યાવૈ;
પ્રૌષધ એકાકી હો હૈ,
નિષ્કિંચન મુનિજ્યોં સોહૈા ૮ા
પરિગ્રહ–પરિણામ વિચારેં,
નિત નેમ ભોગકા ધારેં;
મુનિ આવન વેળા જાવે,
તબ યોગ્ય અસન મુખ લાવેા ૯ા
યોં ઉત્તમ કાર્ય કરતા,
નિત રહત પાપસે ડરતા;
જબ નીકટ મુત્યુ નિજ જાને,
તબહી સબ સમતા ભાનેા ૧૦ા
ઐસે પુરુષોત્તમ કેરા
बुधजन ચરણોંકા ચેરા,
વે નિશ્ચય સુરપદ પાવેં
થોડે દિનમેં શિવ જાવેંા ૧૧ા

PDF/HTML Page 33 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
(પાંચમી ઢાળનો અર્થ)
(૧) શ્રદ્ધા જેના ચિત્તમાં છે એવા
વ્રતધારક જીવો તિર્યંચ અને
મનુષ્ય એ બે ગતિમાં જ હોય છે.
તે અણુવ્રતધારક જીવો અણગળ
પાણી પીતા નથી અને
રાત્રિભોજન છોડે છે.
(૨) મુખમાં અભક્ષ્ય વસ્તુ ખાતા
નથી, ત્રિકાળ જિનભક્તિમાં
લયલીન રહે છે, મન–વચન–
તનથી કપટ છોડે છે, અને
પાપકાર્યો કરવા–કરાવવા કે
અનુમોદવાનું છોડે છે.
(૩) તે સમ્યગ્દ્રષ્ટિને જેટલા કષાય
ઉપશમે છે તેટલા પ્રમાણમાં
હિંસાદિનો ત્યાગ હોય છે. કોઈ
તો સાત વ્યસન (જુગાર–માંસ–
મદિરા–શિકાર–ચોરી–વેશ્યા અને
પરસ્ત્રી) તેનો જ ત્યાગ કરે છે,
અને કોઈ અણુવ્રત ધારણ કરીને
તપમાં લાગે છે.
(૪) તે શ્રાવક કદી ત્રસ જીવને મારે
નહીં, અને સ્થાવર જીવોનો પણ
વગર પ્રયોજને સંહાર કરે નહીં,
અન્યના હિત વગર જૂઠ બોલે
નહીં (અર્થાત્ કોઈ ધર્માત્માથી
દોષ થઈ ગયો હોય તેને
બચાવવા, અથવા કોઈ
નિરપરાધી ફસાઈ જતો હોય તેને
ઉગારવા; એવા પ્રસંગ સિવાય તે
જૂઠ બોલતા નથી. અને તે પણ
અન્યનું અહિત થાય તેવું
બોલતા નથી) અને સત્ય
સિવાય કદી મુખ ખોલતા નથી.
(પ) જેની મનાઈ નથી એવા પાણી
અને માટી સિવાય બીજી કોઈ
વસ્તુ દીધા વગરની કદી લેતા
નથી; પોતાની વિવાહીત નારી
સિવાય બીજી નાની સ્ત્રીઓને
બહેનસમાન, અને મોટીને
માતાસમાન સમજે છે.
(૬) તૃષ્ણાનું જોર સંકોચે છે અર્થાત્
મમતા ઘટાડીને અધિક પરિગ્રહને
છોડે છે, પરિગ્રહની મર્યાદા કરે
છે; દિશાઓમાં ગમનની કે
કોઈને બોલાવવા–મોકલવાની
મર્યાદા કરે છે અને તે મર્યાદાથી
બહાર પગ મુકતા નથી.
(૭) પાપથી ડરનારા તે શ્રાવક
દિગ્વ્રતમાં નક્કી કરેલી
મર્યાદામાંથી પણ નગર–તળાવ કે
નદી વગેરેની મર્યાદા રાખે છે,
કોઈ પ્રકારના અનર્થદંડ (ખોટા
પાપ, નિષ્પ્રયોજન હિંસાદિ)
કરતા નથી, અને ક્ષણે ક્ષણે
જિન–ધર્મનું સ્મરણ કરે છે.
(૮) દ્રવ્ય–ક્ષેત્ર–કાળ અને ભાવની
શુદ્ધિપૂર્વક સમતારૂપ સામાયિકને
ધ્યાવે છે; આઠમ

PDF/HTML Page 34 of 48
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
ચૌદસ પ્રૌષધ–ઉપવાસના દિવસે
એકાંતમાં રહે છે અને
નિષ્પરિગ્રહી મુનિસમાન શોભે છે.
(૯) તે શ્રાવક પરિગ્રહની મર્યાદાનો
વિચાર કરે છે અને ભોગ–
ઉપભોગની મર્યાદાનો પણ
હંમેશા નિયમ કરે છે. મુનિવરોને
આહારદાનની ભાવના ભાવે છે
અને જ્યારે મુનિઓને
આવવાની વેળા વીતી જાય
ત્યારે જ પોતે યોગ્ય શુદ્ધ
ભોજન કરે છે.
(૧૦) એ રીતે ધર્મી–શ્રાવક સદા ઉત્તમ
કાર્ય કરે છે અને પાપથી સદાય
ડરતા રહે છે. અને જ્યારે
મરણનો કાળ નજીક જાણે ત્યારે
સમસ્ત પરિગ્રહની મમતાને
છોડે છે.
(૧૧) बुधजन કહે છે કે અમે એવા
ઉત્તમ પુરુષોના ચરણોના સેવક
છીએ; તે ધર્માત્મા નિયમથી
સુરપદ પામીને અલ્પકાળમાં જ
મોક્ષ પામે છે.
(પંચમઢાળ પૂરી)
• • •
જીવ ક્રોધથી અંધ બનીને પોતે પોતાને કેવું નુકશાન કરે છે તેનું એક સ્થૂળ
દ્રષ્ટાંત–બે માણસોને એકબીજા સાથે દુશ્મનાવટ થઈ; બંનેનું ઘર આજુબાજુમાં જ હતું.
એકે ક્રોધથી વિચાર્યું કે હું સામાનું ઘર બાળી નાંખું. તે અનુસાર સામાનું ઘર બાળી
નાંખવા તેના ઘરમાં અગ્નિ ફેંકીને ભાગ્યો. પણ બીજો માણસ તે દેખી ગયો; પોતાનું ઘર
બળતું હોવા છતાં ક્રોધથી તેણે વિચાર્યું કે, જો ઘર ઠારવા રોકાઈશ તો આ શત્રુ ભાગી
જશે; માટે તેને પકડું. એમ તેને પકડવા તેની પાછળ ગયો; અને પછી પાછો આવીને
જુએ છે તો ઘરનું નામનિશાન ન મળે....આગમાં બધુંય ભસ્મીભૂત! તે દેખીને તેને
પસ્તાવો થયો કે અરેરે! શત્રુ ઉપર ક્રોધ કરવા કરતાં મેં પોતે મારા ઘરની આગ ઠારી
હોત તો મારું ઘર ન બળત....તેમ જીવને કાંઈક પ્રતિકૂળતાનો પ્રસંગ આવતાં સામા
ઉપર તે ક્રોધ કરે છે, એ ક્રોધ વડે પોતે પોતાના સ્વઘરની શાંતિને બાળે છે; પણ
ક્રોધાગ્નિ બુઝાવીને પોતે પોતાના શાંત પરિણામમાં રહે તો એને કાંઈ જ નુકશાન ન
થાય, ને પોતાની આત્મિકશાંતિ મળે. આ રીતે પ્રતિકૂળતામાં ક્રોધ–એ દુઃખથી બચવાનો
ઉપાય નથી, પણ શાંતિ એ જ દુઃખથી બચવાનો ઉપાય છે. જગતનો કોઈ શત્રુ તારી જે
શાંતિ ને હણવા સમર્થ નથી તે શાંતિને તું પોતે જ ક્રોધ વડે કેમ હણે છે?
જ્યાં ક્રોધ છે ત્યાં દુઃખ છે.....જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે.

PDF/HTML Page 35 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
વિવિધ સમાચાર ટાઈટલ પૃ. (૨) થી ચાલુ
ભેટપુસ્તક:– વીતરાગવિજ્ઞાન બીજો ભાગ: છહઢાળા–પ્રવચનોનું આ બીજું
પુસ્તક આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવાનું છે. આ અંકમાં ભેટ માટેનું કુપન છે. આ
કુપનના બદલામાં ભેટપુસ્તક તા. ૧–૯–૬૯ પછી આપ સોનગઢથી મેળવી શકશો.
ભાદરવા માસમાં ઘણા જિજ્ઞાસુઓ સોનગઢ આવશે તો આપ આપનું કુપન મોકલીને
તેમની સાથે પુસ્તક મંગાવી લેશોજી. આફ્રિકાવાળા ભાઈશ્રી લક્ષ્મીચંદ કેશવજી તરફથી
આ પુસ્તક ભેટ આપવામાં આવ્યું છે. વેચાણ માટે ઘટાડેલી કિંમત પચાસ પૈસા છે.
આત્મધર્મ:– જિજ્ઞાસુ બંધુઓ નવા વર્ષનું લવાજમ રૂા. ચાર, બને ત્યાં સુધી
ભાદ્ર માસમાં, અથવા છેવટ દીવાળી સુધીમાં મોકલી આપે એવી વિનતિ છે. આપ સૌના
ઉત્તમ લાગણીભર્યા સહકારને કારણે વી. પી. વગર જ સૌનાં લવાજમ આવી જાય છે;
ગત વર્ષે ભાદરવા માસમાં ૨૩૦૦ જેટલા અંકો છપાતા તે વધીને આ વર્ષે ૨૭૦૦ અંકો
છપાય છે. –તે પણ આપ સૌની લાગણીને લીધે જ છે.
જૈનબાળપોથી–હિંદી તેમજ ગુજરાતી નવી આવૃત્તિ છપાઈ ગઈ છે. હવે પછીની
આવૃત્તિ વખતે આપણી આ જૈન બાળપોથી એકલાખ પ્રત પૂરી કરશે–કે જે જૈનસમાજને
માટે એક ગૌરવ હશે.
સ્થળસંકોચને કારણે:– આ અંકમાં ભેદજ્ઞાન–પુષ્પમાળા, ચારિત્રદશાનો એક
સુંદર લેખ, આલિંગગ્રહણના તાજા પ્રવચનોનું દોહન, ચંદનાસતીની કથા, વાંચકો સાથે
વાતચીત અને બીજા કેટલાક મહત્વના લેખો તૈયાર હોવા છતાં પાનાંની ખેંચને કારણે
આપી શકાયા નથી. મહિનાના ૬૦ પ્રવચનોમાંથી, દરેક પ્રવચનનું માત્ર એકેક પાનું
આપીએ તોપણ ૬૦ પાનાં થાય, અને તે ઉપરાંત પરચૂરણ ચર્ચાઓ સમાચારો વગેરેના
૨૦ પાનાં, એમ ઓછામાં ઓછા ૮૦ પાનાં દરેક અંકમાં હોય ત્યારે સંતોષકારક
લેખોનો સમાવેશ થઈ શકે. દરેક અંકે કેટલાક તૈયાર લેખો પણ છોડી દેવા પડે છે. આથી
ઘણાય જિજ્ઞાસુઓ આત્મધર્મનાં પાનાં વધારવા અને એ રીતે જ્ઞાનપ્રચાર વધારવા જે
માંગણી કરે છે તે યોગ્ય છે; ને એમ થાય એવું આપણે ઈચ્છીએ.
વાત્સલ્ય અને ધર્મરક્ષા– દરવર્ષે શ્રાવણ સુદ પૂનમ આવે છે ને આપણને
વાત્સલ્યનો તથા ધર્મરક્ષાનો સન્દેશ આપી જાય છે. પોતાનો ધર્મપ્રેમ સાધર્મી પ્રત્યેના
વાત્સલ્ય વડે વ્યક્ત થાય છે. એક મોટો રાજા આંગણે આવે એના કરતાં એક સાધર્મી
આંગણે પધારે તેમાં ધર્મીને વિશેષ આનંદ થાય છે. અકંપનસ્વામીએ આપણને ધૈર્ય અને
સહનશીલતાનો બોધ આપ્યો ને વિષ્ણુકુમારે વાત્સલ્ય બતાવ્યું.......તો હસ્તિનાપુરના
હજારો શ્રાવકોએ સંઘ પ્રત્યેની પરમ ભક્તિ વડે ધર્મરક્ષાનું આ પર્વ પ્રસિદ્ધ કર્યું–જે આજે
લાખો વર્ષો પછી પણ ભારતમાં ઉજવાઈ રહ્યું છે. આપણે એ ધૈર્ય, વાત્સલ્ય અને
ભક્તિના સન્દેશને ઝીલીને આ પર્વને ધર્મરક્ષાનું અને આત્મસાધનનું નિમિત્ત
બનાવીએ.

PDF/HTML Page 36 of 48
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
જ્ઞાનચક્ષુ:– આ ભેટપુસ્તક સોનગઢ અને રાજકોટ ઉપરાંત મુંબઈ તથા
અમદાવાદના દિગંબર જિનમંદિરેથી પણ (કુપન રજુ કરીને) મળી શકશે. જેમણે પોસ્ટ
મારફત આ ભેટપુસ્તક મંગાવવું હોય તેમણે પચાસ પૈસાની ટીકીટ સહિત કુપનમાં
સરનામું લખીને રાજકોટ મોકલવું (મોહનલાલ કાનજીભાઈ ઘીયા,
post box no.
૧૧૪ રાજકોટ, સૌરાષ્ટ્ર) (આ ભેટપુસ્તક સંબંધી સંપાદક ઉપર આવેલા પત્રો કે કુપનો
રાજકોટ મોકલી દેવામાં આવ્યા છે, ત્યાંથી યોગ્ય વ્યવસ્થા થશે.)
બાલવિભાગમા
અપાતા ઈનામો માટે બડનગર જૈન મહિલા સમાજ તરફથી
રૂા. ૩૬ છત્રીસ આવેલ છે. બાળકોને આ રીતે પ્રોત્સાહન આપવા માટે ધન્યવાદ! આ
ઉપરાંત રૂા. ૧૧ આશાબેન જાદવજી સોનગઢ, તથા રૂા. ૧પ જયશ્રીબેન હસમુખલાલ
કુંવરજી પાલેજ તરફથી આવેલ છે.
નવા સભ્યોનાં નામ હવે પછી આપીશું. બાલવિભાગમાં અપાતા ઈનામોની
રકમ સામાન્યપણે તો બાળસભ્યો મારફત આવી જાય છે. તેમાં કોઈવાર ઘટતી રકમ
સંપાદક પોતાના તરફથી ઉમેરે છે; આ ઉપરાંત સંપાદનસંબંધીં પત્રવ્યવહારનું પોસ્ટેજ,
પ્રવાસખર્ચ, તથા સ્ટેશનરી વગેરેનું ખર્ચ પણ ‘આત્મધર્મ’ પ્રત્યેના ખાસ પ્રેમને લીધે
છેલ્લા કેટલાક વર્ષોથી સંપાદક તરફથી થાય છે કે જેનો વાર્ષિક અંદાજ પાંચસોથી છસો
રૂપિયા જેટલો હોય છે. આત્મધર્મ–બાલવિભાગને માટે કેટલીક ખોટી અફવા ફેલાતી
હોવાથી આટલી સ્પષ્ટતા કરી છે. દરવર્ષે પાંચ હજાર ઉપરાંત પત્રો આવતા હોય છે; ને
બાલવિભાગમાં પણ દરમહિને પાંચસો જેટલા સભ્યો હોંશથી ભાલ લ્યે છે. બાલવિભાગ
શરૂ થયા પછી ગ્રાહકોની સંખ્યામાં એક હજારનો વધારો થયો છે. હજારો બાળકોમાં
ધર્મના ઉત્તમ સંસ્કાર રેડતી આવી પ્રવૃત્તિને ઉત્તેજન આપવું યોગ્ય છે.
બાળકોનું આદિપુરાણ:– (ભગવાન ઋષભદેવના ૧૦ ભવનું ટૂંકું વર્ણન તથા
દશ ચિત્રો) નાની પુસ્તિકા, પર્યુષણ વગેરે પ્રસંગે તેમજ પાઠશાળાના બાળકોને લાણી
કરવા માટે ઉપયોગી આ પુસ્તિકા ૧૦૦ પ્રતના રૂા. પંદર.
વીતરાગવિજ્ઞાન (પ્રવચનો) ભાગ ૧ અને ૨ દરેકની કિંમત પચાસ પૈસા.
નાના મોટા સૌને ઉપયોગી વૈરાગ્યરસથી ભરપૂર અધ્યાત્મપ્રવચનો. (બીજો ભાગ
આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવાનો છે તે માટેનું ભેટકુપન આ અંકની સાથે છે, તે
કુપનના બદલામાં આપ પુસ્તકો મેળવી શકશો. મુંબઈ, અમદાવાદ તથા રાજકોટથી પણ
(થોડા દિવસો બાદ) આપ આ ભેટપુસ્તક મેળવી શકશો. પોસ્ટ મારફત મંગાવવું હોય
તો ૨૦ પૈસાની ટીકીટ લગાવીને તથા કુપનમાં સરનામું લખીને કવરમાં તે કુપન
સોનગઢ મોકલવું.
પ્રશ્ન:– ભરતક્ષેત્રમાં અત્યારે છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી મહાત્માઓ છે? (જુનાગઢ)
ઉત્તર:– પંચમકાળના અંતસુધીમાં ભરતક્ષેત્રમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી મુનિઓ

PDF/HTML Page 37 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૫ :
હોવાનો સંભવ છે. ૧૮પ૦૦ વર્ષ પછી છેલ્લા મુનિએ સમાધિમરણ કર્યા બાદ
થોડા જ વખતમાં પંચમકાળ પૂરો થઈને છઠ્ઠો આરો શરૂ થશે; અને ત્યારે
ભરતક્ષેત્રમાં મુનિદશા વગેરેનો લોપ થઈ જશે.
પ્રશ્ન:– જૈનમાર્ગ સિવાય બીજા સંપ્રદાયોમાં સમ્યગ્દર્શન લભ્ય છે નહીં? –કેમકે
સમ્યગ્દર્શન તો ચારે ગતિમાં માનવામાં આવ્યું છે
ઉત્તર:– ચારે ગતિમાં સમ્યગ્દર્શન હોઈ શકે છે–એ વાત ખરી, –પણ જૈન સિવાય બીજા
માર્ગમાં સમ્યગ્દર્શન કદી હોતું નથી. ચારમાંથી કોઈપણ ગતિમાં જે જીવ
સમ્યગ્દર્શન પામ્યો છે તે જીવ જૈનમાર્ગમાં આવી જ ગયેલો છે; કેમકે
જૈનમાર્ગમાં અરિહંતદેવે જેવો આત્મસ્વભાવ કહ્યો છે તેવા આત્મસ્વભાવની
અનુભૂતિ કરે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે.
જૈનપાઠશાળા:– ઘાટકોપર, રાજકોટ વગેરે અનેક સ્થળે જૈન પાઠશાળા ચાલુ હોવાના
સમાચાર જાણીને આનંદ થાય છે. દરેક ગામે જેન પાઠશાળા દ્વારા બાળકોમાં
ધર્મસંસ્કાર આપવાનું અત્યંત જરૂરી છે. આપના ગામમાં પણ પાઠશાળા ચાલુ
કરો.
કેટલાક કોલેજિયન અને બીજા ઘણાય સભ્યો લખે છે કે આત્મધર્મ હાથમાં
આવતાં બધું કામ છોડીને તે વાંચવા બેસી જાઉં છું, આત્મધર્મમાં એવો રસ પડે
છે કે બીજું બધું ભૂલી જવાય છે. સોનગઢથી દૂર હોવા છતાં આત્મધર્મ હાથમાં
આવતાં જાણે સોનગઢમાં હોઈએ એવું લાગે છે. ખરેખર, આત્મધર્મ દ્વારા
અમને ગુરુદેવની ઉત્તમ પ્રસાદી મળે છે.
जय जिनेन्द्र
“અનેકાન્ત..........ઝીન્દાબાદ!”
પરથી ભિન્ન આત્માનો અનુભવ કરાવે તે સાચો અનેકાન્ત

PDF/HTML Page 38 of 48
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
વીતરાગવિજ્ઞાન–પ્રશ્નોત્તર (પૃ. ૧૨ થી ચાલુ)
૨પ૨. સુખ દુઃખનું કારણ શેમાં છે?
સુખ–દુઃખનું કારણ જીવમાં છે, જડમાં
નથી.
૨પ૩. આત્મા કેવો છે.
આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો
ભગવાન છે.
૨પ૪. સંવર શેનાથી થાય છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે સંવર
થાય છે.
૨પપ. જીવ સુખી–દુઃખી કઈ રીતે થાય છે.
પોતાના સ્વભાવને ભૂલીને વિપરીત
ભાવવડે તે દુઃખી થાય છે, ને
સ્વભાવનું ભાન કરીને એકાગ્ર થતાં
સુખી થાય છે.
૨પ૬. બીજાને સુખ–દુઃખનુંં કારણ માને
તો શું થાય?
તો બીજા ઉપરના રાગ–દ્વેષ કદી છૂટે
નહિ ને દુઃખ મટે નહિ.
૨પ૭. શરીરની પ્રતિકૂળતા જીવને નડે છે?
ના; સાતમી નરકની પ્રતિકૂળતા વચ્ચે
પણ જીવો સમ્યગ્દર્શન પામે છે.
૨પ૮. તો મિથ્યાદ્રષ્ટિને શું નડે છે?
દેહબુદ્ધિનો તેનો ઊંધો ભાવ જ તેને
અંતર્મુખ થવા દેતો નથી.
૨પ૯. પ્રતિકૂળતા વચ્ચે સમ્યગ્દર્શન થાય?
હા; અંદરમાં હું જ્ઞાનસ્વરૂપ છું એમ
લક્ષ કરે તો પ્રતિકૂળતા વખતેય
સમ્યગ્દર્શનાદિ થઈ શકે છે.
૨૬૦. બહારની અનુકૂળતા સમ્યગ્દર્શન
પામવામાં મદદ કરે?
ના; બહારની બધી અનુકૂળતા હોવા
છતાં
જો પોતે અંતર્લક્ષ ન કરે તો સમ્યગ્દર્શન
થતું નથી.
૨૬૧. આ સિદ્ધાંત સમજીને શું કરવું?
સંયોગ સામે જોવાનું છોડીને સ્વભાવ
સામે જોવું.
૨૬૨. અગૃહીત મિથ્યાત્વ એટલે શું?
આત્માના સાચા સ્વરૂપને ભૂલીને
વિપરીત માન્યું તે.
૨૬૩. ગૃહીતમિથ્યાત્વ એટલે શું?
કુદેવ–કુગુરુ–કુધર્મનું સેવન કરવું તે.
૨૬૪. જીવે કયું મિથ્યાત્વ પૂર્વે છોડયું છે?
ગૃહીતમિથ્યાત્વ છોડયું, પણ અગૃહીત ન
છોડયું.
૨૬પ. અગૃહીત મિથ્યાત્વ કેમ ન છૂટયું?
ચેતનસ્વરૂપ આત્માનો અનુભવ ન કર્યો
તેથી.
૨૬૬. જીવનું સંસારભ્રમણ કેમ ન મટયું?
મિથ્યાત્વ ન છોડયું ને સમ્યક્ત્વ ન કર્યું
નથી.
૨૬૭. સર્વજ્ઞ ભગવાને કેવો આત્મા જોયો
છે?
ભગવાને દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્મા જોયો છે. (વિનમૂરતિ
ચિન્મૂરતિ, અર્થાત્ મૂર્તપણા વગરનો
ચૈતન્યમૂર્તિ આત્મા છે.)
૨૬૮. મનુષ્યલોકમાં અત્યારે કોઈ
સર્વજ્ઞભગવાન છે?
હા; સીમંધરાદિ લાખો સર્વજ્ઞભગવંતો
વિચરે છે.
૨૬૯. કયા તત્ત્વો જાણવા પ્રયોજનભૂત
છે?

PDF/HTML Page 39 of 48
single page version

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર,
નિર્જરા, મોક્ષ–આ સાત તત્ત્વોનું જ્ઞાન
પ્રયોજનભૂત છે.
૨૭૦. સાત તત્ત્વોમાંથી શત્રુ કોણ? મિત્ર
કોણ?
આસ્રવ ને બંધ શત્રુ જેવા છે; સંવર
નિર્જરા–મોક્ષ મિત્ર જેવા છે.
૨૭૧. સાત તત્ત્વોમાં શુદ્ધદ્રષ્ટિથી કોણ
ઉપાદેય છે?
શુદ્ધદ્રષ્ટિથીશુદ્ધ જીવ જ ઉપાદેય છે.
૨૭૨. સાત તત્ત્વોમાં સુખ–દુઃખનાં કારણ
કોણ છે?
આસ્રવ ને બંધ દુઃખનાં કારણ છે;
સંવર–નિર્જરા સુખનાં કારણ છે.
૨૭૩. ધર્માત્માએ કેવો અનુભવ કરવો?
‘હું ઉપયોગસ્વરૂપ જીવ છું’ એવો.
૨૭૪. દેહબુદ્ધિ ક્યારે છૂટે?
ઉપયોગસ્વરૂપ આત્માનો અનુભવ કરે
ત્યારે.
૨૭પ. દેહની ક્રિયા તે સંવર છે?
ના; સમ્યગ્દર્શનપૂર્વકની શુદ્ધતા તે
સંવર છે.
૨૭૬. સુખનો સ્વાદ ક્યારે આવે?
મોક્ષમાર્ગ કયારે થાય?
પરથી ભિન્નતા જાણીને સ્વમાં ઠરે
ત્યારે.
૨૭૭. જાણનારતત્ત્વ તે જડની ક્રિયા કરે?
ના; જો જડની ક્રિયા કરે તો તે જડ
થઈ જાય.
૨૭૮. આત્મા શરીરરૂપ છે?
ના; આત્મા સદા ઉપયોગસ્વરૂપ છે.
૨૭૯. અજીવની ક્રિયા કઈ રીતે થાય છે?
અજીવમાંય અનંત શક્તિ છે, તેનાથી
તેની ક્રિયા થાય છે.
૨૮૦. જગતમાં ચેતન દ્રવ્ય કયા? ને
અચેતન કયા?
એક જીવ ચેતન; બાકીનાં પાંચ
અચેતન.
૨૮૧ જગતમાં મૂર્ત દ્રવ્યો કયા? ને અમૂર્ત
કયા?
એક પુદ્ગલદ્રવ્ય મૂર્ત; બાકીનાં પાંચ
અમૂર્ત.
૨૮૨. આત્મા કેવો છે?
આત્મા સર્વજ્ઞસ્વભાવી મહાન પદાર્થ
છે; તેનામાં જ આનંદ છે; બીજા કોઈ
પદાર્થમાં જ્ઞાન–આનંદ નથી, તેથી
આત્મા અનુપમ છે.
૨૮૩. આવા આત્માને કઈ રીતે જાણી
શકાય છે?
પોતાના અનુભવ વડે જાણી શકાય છે.
૨૮૪. જીવની આંખ કઈ?
ઉપયોગ તે જીવની આંખ છે.
૨૮પ. શુભક્રિયાઓ ધર્મનું કારણ થાય
છે? ના.
૨૮૬. શુદ્ધજીવસ્વભાવનો અનુભવ કરતાં
શું થાય છે?
આસ્રવ–બંધ ટળે છે, ને સંવર–નિર્જરા–
મોક્ષ પ્રગટે છે.
૨૮૭. વીતરાગવાણીનો મૂળ મુદે શું છે?

PDF/HTML Page 40 of 48
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
જીવ અજીવનું ભેદજ્ઞાન કરીને
વીતરાગ થવું તે. (વીતરાગવિજ્ઞાન)
૨૮૮. જીવે શેનો વિચાર નથી કર્યો?
પોતાના સ્વરૂપનો સાચો વિચાર કદી
નથી કર્યો.
૨૮૯. જીવની ચાલ કેવી છે? અજીવની
ચાલ કેવી છે?
જીવની ચાલ ચેતનરૂપ છે; અજીવની
ચાલ જડરૂપ છે.
૨૯૦. અરિહંતનું નામ લેવાથી
મિથ્યાત્વ છૂટી જાય?
ના; તેમનું સ્વરૂપ ઓળખે તો
મિથ્યાત્વ છૂટે.
૨૯૧. અજ્ઞાની જીવ શેમાં અહંપણું કરે
છે? શરીરમાં ને રાગમાં.
૨૯૨. જીવે અહંપણું શેમાં કરવું
જોઈએ?
પોતાના ઉપયોગસ્વરૂપમાં
(અહંપણું એકત્વબુદ્ધિ)
૨૯૩. અરિહંત–સિદ્ધ વગેરેની સાચી
ઓળખાણ ક્યારે થાય?
ઉપયોગસ્વરૂપ આત્માને ઓળખે
ત્યારે.
૨૯૪. દેહ વગર ને ખોરાક વગર
આત્મા જીવી શકે?
હા; આત્મા સદા ઉપયોગ વડે જીવે
છે.
૨૯પ. આત્મા શેના વગર જીવી ન
શકે?
ઉપયોગ વગર એક ક્ષણ પણ જીવી
ન શકે.
૨૯૬. શરીર વગરનો કે રાગ વગરનો
જીવ હોઈ શકે?
હા.
૨૯૭. ઉપયોગ વગરનો જીવ હોઈ
શકે?
ના.
૨૯૮. ફરી ફરીને ઘૂંટવા જેવું શું છે?
ભેદવિજ્ઞાન.
૨૯૯. સાચા સામાયિક ને પ્રતિક્રમણાદિ
ધર્મ ક્યારે હોય?
મિથ્યાત્વને છોડીને સમ્યક્ત્વ કરે
ત્યારપછી.
૩૦૦. આત્માને શરીરથી જુદો જાણ્યા
વગર સામાયિક–પ્રતિક્રમણ હોય?
ના.
(વિશેષ આવતા અંકે)
अनेकान्त।......झिन्दाबाद!